ફાંસીનાં માંચડેથી (૬) ચારુશીલા વ્યાસ

fansine machade thi

પોતાના કૃત્ય  બદલ  તેને જેલમાં જવું  પડ્યું પ્રિય  પત્ની  કુસુમને નિર્દય  રીતે રહેંસી  નાખી હતી. તેને મનમાં એટલો ઉશ્કેરાટ  હતો કે  કંઈ ભાન જ ન રહ્યું,  તે ત્યાં બેસી રહ્યો. આજુબાજુવાળા એ ચીસો સાંભળી પોલીસને બોલાવ્યા. કુસુમ ને હોસ્પિટલ લઇ ગયા, પણ કંઈ થઇ ન શક્યું. તે મૃત્યુ પામી હતી. તેના શરીરને અગ્નિ દાહ દેવા કમલ ને લઇ જવાયો ત્યારે તેને ભાન થયું કે તેણે કેવું ઘોર કૃત્ય કર્યું હતું. તે પોક મૂકીને રડ્યો.

રડતા રડતા તે બેહોશ થઇ ગયો. શુદ્ધિમાં આવ્યો ત્યારે તે જાણતો હતો હવે પોતાને સજા થશે !તેની કોઈ ચિંતા નહોતી. તે દિગ્મૂઢ થઇ ગયો હતો. પોતાનાથી અ શું થઇ ગયું?  કેવી નિર્દય રીતે પોતાની પ્યારી પત્ની ને મારી નાખી. આટલો  પ્રેમ આપવા છતાં તે મારા જ મિત્ર સાથે છી, મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો ? કે તેને આ માર્ગે જવું પડ્યું ! ખેર હવે જે થાય તે ખરું. એના વિચારો  આવતા ફરી તેનામાં ખુન્નસ ઉભરાતું.  હૃદયના એક ખૂણામાં કુસુમ માટેનો પ્રેમ જાગ્રત હતો. તે તેને દિલોજાન થી ચાહતો હતો. મન પર કબજો જમાવી બેઠેલો ક્રોધનો  રાક્ષસ હવે શાંત થતો ગયો . પોતે ભણેલો, વિચારશીલ , વિવેકી, આવું અવિચાર્યું પગલું ભરી બેઠો. પરિસ્થિતિ સામે  પોતાનું શીશ નમાવી દીધું!

કેસ નો ચુકાદો આવતા પાંચ વર્ષ પસાર થઈ ગયા. એટલા લાંબા સમયમાં તેને ઘણા  અનુભવો થયા! ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે’. તે ધીરે ધીરે એકાંતવાસમાંથી બહાર નીકળવા માંડ્યો. તે જેલના જેલરનું નામ કુલકર્ણી સાહેબ હતું. તેઓ જમાનાના અનુભવી અને ઠરેલ અધ્યાત્મિકતા  તરફ વળેલ હતા. આવા ઉચ્ચ સંસ્કારી જેલર બધા કેદીઓ સાથે પ્રેમ થી વર્તતાં રોજ સાંજે હોલમાં  બધા કેદીઓને ભેગા કરી પ્રાર્થના કરતા. ધર્મની વાતો કરતા તેઓ માનતા કે કેદીઓ સંજોગોના માર્યા ગેરવર્તન આચરી બેઠા હોય છે ! તેમના પર સારી અસર થાય એનું ધ્યાન રાખતા. આવા  ભલા જેલર આજના જમાનામાં જોવા ન મળે

કુલકર્ણી સાહેબ રોજ કમલને હસીને બોલાવતા. ખૂબ લાંબા સમય  માટે જેલમાં રહેવાથી કમલને મનોમંથન  કરવાનો સમય મળી ગયો. તેને પોતાની જાત સાથે  વાત કરવાનો મોકો મળ્યો. પરિણામે પોતાની વધારે નજદીક સર્યો. આત્મનનો પરિચય થયો. પોતાની ભૂલ સમજાઈ, ગુસ્સો અને વહેમનું પરિણામ કેવું ક્રૂર આવ્યું તે બદલ દિલગીરી થઈ.  કુલકર્ણી સાહેબે તેનું પરિવર્તન જોયુ  મનોમન તેની નોંધ લીધી. તેમને લાગ્યું કે આ બીજા ગુનેગાર જેવો નથી. તેની સાથે દોસ્તી વધારવા ધાર્મિક પુસ્તકો આપવા લાગ્યા. તેની પર  ચર્ચા કરતા બેઉ સારા મિત્રો બની ગયા. જેલર સાહેબ ને સમજાયું કે કમલ  એક સરળ માનવી છે. તે  બદનસી્બીના પંજામાં ફસાઈ ગયો લાગે છે. કુલકર્ણી સાહેબ તેની સાથે મિત્રતા વધારી તેના દિલની વાતો બહાર આવતી. જેમ જેમ તેઓ કમલ ને ઓળખવા લાગ્યા તેમ તેમ તેના પ્રત્યે લાગણી  જાગી. તેમણે જેલમાં બધાને સૂચના આપી કે ‘કોમલ’નું ધ્યાન રાખે. તેના પ્રત્યે ક્રૂરતા ઓછી બતાવે.  કમલ અંતર્મુખીમાં જાતનું વિશ્લેષણ કરી  બહિર્મુખ  થતો ગયો. તે હવે પ્રયત્ન પૂર્વક પહેલાં હતો તેવો થવા લાગ્યો. તેના  દિમાગમાંથી કરેલું કર્મ વિસરાયું  નહોતું! તેને કરેલો અપરાધ સતત બાળતો હતો!

કમલ જેલમાં હવે બધા સાથે ભળવા લાગ્યો. પોતાનું કામ પુરું કરીને બીજાને મદદ કરતો. સવારે વહેલો ઉઠીને પ્રાર્થ ના કરતો. પસ્તાવા રૂપી આગમાં બળીને તે સોનું બન્યો હતો. રાત્રે ગીતા વાંચતો,  તેના પર ચિંતન કરતો.  તેને જીવનનું સત્ય સમજાઈ ગયું હતું.’ મોહ પાપનું મૂળ છે’.  તેને જ્ઞાત થયું હતું .

એક દિવસ મ્નુ નામના એક કેદીને તાવ આવ્યો. કમલ રોજ ત્યાં જતો, તેના ભાગનું કામ કરતો. આમતો બધા એકબીજાને જરૂર પડે મદદ કરતા. કદાચ જેલર સાહેબ ની પ્રેરણાને લીધે  કેદીઓમાં પ્રેમભાવના કેળવાઇ હોય. મનુનો તાવ વધતો ગયો. જેલર સાહેબે  ડોક્ટર ને બોલાવ્યા તેમણે  મનુને તપાસી ને જાહેર  કર્યું કે  તેને જુદા  રૂમમાં ખસેડવો પડશે. તેને  ટી.બી. થયો છે. તેને અલગ રૂમમાં ખસેડ્યો. રોજ તેને મદદ કરતા મિત્રો દુર હઠી  ગયા  તેઓ જાણતા  હતા કે ટી.બી.  ચેપી રોગ છે બધા  જતા રહ્યા. ન ગયો કમલ, તે તો સવાર સાંજ મનુ પાસે જતો તેની સારવાર  કરતો. તેને સારી સારી વાતો કરી  ખુશ રાખવાનો  પ્રયત્ન કરતો. મનુ એક ખૂની હતો

એ ખૂન કરવા ,પૈસા માટે સોપારી લેતો. તેને ધનિક લોકો સામે નફરત હતી. આની પાછળ પણ એક કારણ હતું. નાનપણમાં એક શેઠે તેની માની લાજ લુંટી હતી. તેઓ ખૂબ ગરીબ હતાં. સખત ગરીબીથી કંટાળીને ચાર નાના છોકરાઓ મૂકી તેનો બાપ ભાગી ગયો હતો. છોકરાઓને મોટા કરવા  માને મજૂરી કરવા જવું પડતું. પણ છોકરાઓ ને ક્યાં મૂકીને જાય? એટલે સાથે લઇ જતી સૌથી મોટો મનુ ,તે આઠ વર્ષનો ,માં જ્યાં કામ કરતી ત્યાં પાસે જ ઝાડ નીચે ઘોડિયું બાંઘીને બે બાળકોને સુવડાવતી મનુથી નાનો રમે મનુ બધાનું દયાન રાખે. એક દિવસ સાજે  માને આવતા વાર લાગી મનુ શોધવા ગયો કોઈ ત્યાં હતું નહી.

એક મોટર પડી હતી. મોટા સાહેબે માને બોલાવી હશે, એમ માની ને પાછો જવા લાગ્યો ત્યાં તો માની  ચીસ સભળાઈ એ દોડીને જોવા ગયો અને માના હાલ જોઇને તેને થોડું ઘણું સમજાઈ ગયું. તે શેઠ પાછળ દોડ્યો અને ઉપરથી તેને ધક્કો મારી દીઘો. શેઠ નીચે સળિયા પર પડ્યો અને ખતમ  થઇ ગયો. મા છોકરાઓને લઈને ત્યાંથી દૂર બીજા શહેરમાં ચાલી ગઈ. મનુને બચાવવા, પણ મનુના બાળમાનસ  પર અંકાયેલા પ્રત્યાઘાતે તેને ખૂની બનાવી દીધો હતો. મા  આઘાતમાં થોડા વખતમાં મરણ પામી. ભાઈઓ ને પોષવા તે સોપારી લેવા લાગ્યો. આવો મોટો ખૂની પકડાઈ ગયો તે અહી જન્મટીપ ની સજા ભોગવતો હતો.

કોમલ ભણેલો હતો તેને તેની પરિસ્થિતિ સમજાતી હતી. તેને ખૂબ પ્રેમ આપતો. બંને જણા વચ્ચે   લાગણીનો તાર બંધાયો. કોમલે તેના માટે સારા ખોરાક ,ફળ ,દૂધ વગેરેનો ઓર્ડર કરવા કુલકર્ણી સાહેબને વિનંતી કરી તેમણે કહ્યું, ‘શા માટે ? એને આવી સુવિઘા આપવાની જરૂર નથી ”

કોમલે કહ્યું, “ના સાહેબ એ એક માનવી પહેલા, ગુનેગાર પછી છે. આપણે તેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ “! આમ કોમલ રોજ તેની પાસે જતો.   તેના જીવનમાં આનદ લાવવાનો પ્રયત્ન કરતો .જેલર સાહેબને વિનવણી કરી મનુ માટે સારો ખોરાક, દૂધ માટે ની પરવાનગી મેળવી રોજ તે પોતાના હાથે ફળ સુધારીને ખવડાવતો. ઘણીવાર તેને રાતે તકલીફ થતી તો ત્યાજ તેની પાસે સૂઈ જતો. તેને   લોહીની ઉલટી પણ થતી તો કમલ સાફ કરતો. દાક્તરને તેની  માહિતી આપતો  આવી તકલીફમાં  તેના વાંસે પ્રેમથી  હાથ ફેરવતો. તેને હિમ્મત આપતો કોમલની સહાનુભૂતિથી મનુ ને સારું લાગવા લાગ્યું તેના વ્યવહારમાં સુધારો થવા લાગ્યો

કમલ રોજ ગીતા તેની સામે વાંચતો, તેથી તેને પણ પોતાની ભૂલ સમજાવા લાગી. સાચા અર્થમાં જિંદગીને સમજવા લાગ્યો. થોડા સમય બાદ તેની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો તેના મનમાં કમલ માટે પૂજ્ય ભાવ જાગ્યો. છ મહિનામાં  તે બદલાઈ  ગયો. મનુની સાથેના વર્તનને કારણે જેલમાં રહેતા બીજા કેદીઓને કોમલ માટે આદર થયો. તેને મદદ કરવા તૈયાર  થઈ ગયા રોજ કમલ મનુનો રૂમ સાફ કરતો. તેને જોઇને બીજા બે જણ મદદે દોડી આવ્યા.

આમ કોમલની નિઃસ્વાર્થ સેવા અને પ્રેમ જોઇને ઘણાના હ્રદય પીગળી ગયા. બધાના માથા  તેની સામે ઝૂકી ગયાં. કોમલ તેમની સામે એક ઉચેરો આદમી બની ગયો.એક ઉત્તમ ઉદાહરણ બની ગયો.  હવે તેની ફાંસી નો દિવસ પાસે આવવા લાગ્યો બધા કેદીઓએ કોમલને ઓછી સજા થાય તે માટે જેલર સાહેબને વિનવણી કરવા લાગ્યા પણ કોમલે તેમને સમજાવ્યા કે’ ભૂલની સજા ભોગવવી જ પડે એજ સાચું છે. તમે જેલર સાહેબને હેરાન ન કરો પણ મને વચન આપો કે જેઓ સજા ભોગવીને જશે તેઓ પોતાની જિંદગી નો રસ્તો બદલીને  સારે રસ્તે જશે અને પોતાનું જીવન સત્ય ને રસ્તે ચાલીને પૂર્ણ કરશે!

આ સાંભળીને કુલકર્ણી સાહેબની આંખમાં આંસુ આવી ગયા આવી સારી વ્યક્તિ માટે પોતે કઈ કરી   શકતા નથી તેનું દુઃખ થયું. બીજે દિવસે કોમલ  મનુ  પાસે જવા પોતાના રૂમમાંથી નીકળ્યો   ત્યાં જેલરસાહેબ આવતા દેખાયા તે ઊભો રહી ગયો તેમણે કહ્યું,

‘કોમલ હવે તું આરામ કર ,તું  બીમાર પડી જઈશ ‘

‘ના, ના મને  કઈ થવાનું નથી મને આનંદ અને સંતોષ મળે છે . ”     તો પણ તારે તારું ધ્યાન રાખવાનું છે. ‘કુલકર્ણી સાહેબ પ્રેમ પૂર્વક કહ્યું.

‘સાહેબ ,હવે મારી જીદગી કેટલી ?કોના માટે ?હું પુણ્ય કમાવા આ કામ નથી કરતો મારા આત્માના સંતોષ માટે કરું છું. મારી જિંદગીનો  સારો ઉપયોગ થાય તો મને શાંતિ મળશે. મારાથી ખૂબ મોટું પાપ થઇ ગયું છે. તે મારે પસ્તાવા રૂપે સેવા કરીને ધોવું છે! એ  હસીને મનુ પાસે જવા નીકળ્યો.

જેલરસાહેબ ને થયું કે મારે એના માટે કઈ કરવું જોઈએ. તેમણે છાપામાં કમલ વિષે  લખવાનો વિચાર કર્યો. છાપામાં લેખ આપવાથી એક તો તેની છાપ સમાજમાં સુધરશે   બીજું લોકોમાં જાગૃતિ આવશે અને મારી સાથે જોડીને કમલની સજા ઓછી કરાવવાનો  પ્રયત્ન કરશે આમ વિચારીને ,એક પત્રકારને વિશ્વાસમાં લઈને કાર્ય ની શરૂઆત કરી.

વકીલોને પણ સમજાવી તેમનો સહયોગ મેળવ્યો.  લોકો કમલ વિષે વાંચીને દંગ રહી ગયા. આજ સુધી આવા ખૂની વિષે સાંભળ્યું નહોતું. લોકોમાં હાહાકાર મચી ગયો. બધાએ કમલને મળવાની પરવાનગી માગી થોડા પત્રકારો, સમાજસેવકને મળવા બોલાવ્યા. કમલ સાથે મુલાકાત થઇ તેની સજામાંથી  મુક્તિ માટે ની તેની ઈચ્છા વિષે પૂછ્યું. બીજી ઘણી વાતો થઇ એને પુછાયેલા પ્રશ્નોનો એક જ જવાબ હતો ‘મારા મોટા ગુનાની સજા મોત જ હોઈ શકે’! મને મારી સજા ભોગવવી છે મારે સમાજમાં દાખલો બેસાડવો છે કે દરેકે પોતાના ગુનાની સજા ભોગવવી જોઈએ કોઈએ તે સજા ઓછી કરાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તમારો ઉપકાર માનું છું કે તમે લોકોએ સહાનુભુતિ બતાવી એ બદ્દલ આભાર ”આમ કહી કમલે બધાને  બે હાથ જોડ્યા.

એ રાબેતા મુજબ મનુ પાસે જઇને બેઠો.  તેની હાલત ગંભિર હતી.  બચશે કે નહી તે કળવું મુશ્મકેલ હતું.  મનુની સેવામાં દિલ લગાવીને કાર્ય રત રહેતો કોમલ પોતાના વિષે બેધ્યાન હતો. લાગણીશીલ વ્યક્તિએ ક્રોધમાં આચરેલા અક્ષમ્ય ગુના બદલ સજા ભોગવવાની હતી. ન્યાય કુસુમને મળવો જોઈએ. કોઈ બહાના હેઠળ છટકી શકવાની શક્યતા ન હતી. તેનું હ્રદય પરિવર્તન દાદ માગે તેવું હતું.

જેલમાં બધાના હ્રદય જીતનારને આખરે તો ફાંસી મળવાની હતી. જેમાં મીનીમેખ ન થાય તે જોવાનું કામ કાયદાનું છે. કુલકર્ણી સાહેબને કોમલ પ્રત્યે સદભાવના હતી. આખરે તેમના હાથ પણ બંધાયેલા હતા. જેલના કેદીનું મોત સુધારવાનો સંતોષ એમને હ્રદયે હતો. કોમલને પણ તે વિશે કોઈ ફરિયાદ ન હતી. તેના આચરણ માટે પસ્તાવો કરતો છતાં કુસુમ ગઈ તે નગ્ન સત્ય ભયંકર હતું !

Advertisements
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.