કયા સંબંધે-(12)રશ્મિબેન જાગીરદાર

કયા સંબંધે સુરજદાદા બળતા તપતા દિવસ રાત ઉગાડે ?

કયા સંબંધે ધરતી માતા હરપલ હરદમ સૌ નો ભાર વહાવે?

કયા સંબધે મેઘરાજા ઝરમર વરસી જળ-જીવન છલકાવે ?
કયા સંબંધે તરુવર થાક્યા જન ને છાયા- આશ્રય અર્પે ?
કયા સંબંધે માવતર પળ -પળ નિજ સંતાનો ને સંભાળે ?
કયા સંબંધે એ જ સંતાનો નિર્દયતા થી વૃદ્ધાશ્રમમાં દોરે ?
આપણે સાંજ ના સમયે ચાલતા ક્યાંક નીકળ્યા હોઈએ ને રસ્તા માં કોઈ નું બાળક પણ પા પા પગલી પડતું પોતાની માં સાથે ચાલતું હોય ,ત્યારે અનાયાસે જ આપણી નજર એ મીઠડા બાળક પર અચૂક પડવાની ! અને ત્યારે આપણી સાથે નજર મળતાં જ એ ફરિસ્તા જેવું બાળક એવું તો વ્હાલું વ્હાલું હસી પડશે કે આપણે ઘરે થી ગમે તેવી તાણ સાથે કે થાક અને કંટાળા સાથે નીકળ્યા હોઈશું તો પણ દિલ થી હસી પડવાના !!! —————————–કયા સંબંધે? આપણું ટેન્સન તો ક્યાંય ગાયબ થઇ જશે ને તમે નહિ માનો આપણે મીઠું મલકતાં મલકતાં આપણા રસ્તે આગળ વધવાના પુરા ખૂશી ભાર્યા મુડ સાથે !!! તો વળી ક્યારેક આપણે કોઈ
બગીચા માં બેઠા હોઈએ — સામે ને આસપાસ વ્રુક્ષો તો હોય પણ પવન નું નામ માત્ર ય ના હોય —–એવામાં જો આપણે કોઈ ઝાડની એકાદ ડાળી સામે સહેજ જ વાર જોઈશું –જોઈ રહીશું તો એ ડાળી –માત્ર એ જ ડાળી ઝૂલવા લાગશે ! જરાય પવન વગર! ખાતરી કરવી હોય થોડી વાર પછી બીજી કોઈ ડાળી પર જોઈ રહો થોડી જ વારમાં આપના આશ્ચર્ય વચ્ચે એ ડાળી પણ ઝૂલવા લાગશે , ને તમે પૂછશો —————કયા સંબંધે ? તો હા કોઈ સંબંધ તો છે જ !!! પહેલા કિસ્સા માં તો બે માનવી ની વાત એટલે એ તો જાણે માણસાઈ ના સંબંધે !! પણ બીજા કિસ્સા મા તો એક વ્રુક્ષ અને એક માનવી વચ્ચે ની અબોલ વાતો ! અદભૂત વાતો ! થઇ —— કયા સંબંધે ? આ બંને ઘટના ઓ ની હું સાક્ષી છું હું ખુદ અનુભવી છું અને એટલે જ વાંચનાર સૌ ને હું વિશ્વાસ પૂર્વક મારી વાત કહી રહી છું !!! કયા સંબંધે ?-Rashmi Jagirdar

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s