અહેવાલ-“આવો કરીએ સહિયારું સર્જન” પ્રજ્ઞા દાદભાવાળા

 

Books 12 +2

 કેલીફોર્નીયાની ગુજરાતી”બેઠક”નો માતૃભાષાના સર્જન સંવર્ધન અને પ્રચારનો પ્રયત્ન ૧૨ પુસ્તકના વિમોચન દ્વારા પ્રભાવક  પુરવાર થયો. આ સર્વ પુસ્તકો ઍમેઝોન.કોમ ઉપર ઉપલબ્ધ છે  
 
 

તારીખ૧૭ ​મી ​​અપ્રિલ ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ ખાતે મળી, આ “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણમાં છેલ્લા ઘણા વખતથી સક્રિય છે. પ્રયત્ન નાનો છતા માતૃભાષા માટેનો ​બળપૂર્વકનો છે. ​એ વાત પુસ્તકોના વિમોચન ​સાથે પુરવાર થઇ.સહિયારું કાર્ય કરવાથી આનંદ સાથે સર્જન અને ભાષાનું સવર્ધન થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

શ્રી વિજય શાહ દ્વારા હ્યુસ્ટનમાં શરુ કરેલ સહિયારી માતૃભાષા ની અભિવ્યક્તિ આજે કેલીફોર્નીયા માં “બેઠક” બની વિસ્તરી અને તેના ફળ સ્વરૂપે  માત્ર એક વર્ષના ગાળા માં એક  સાથે બાર પુસ્તકોનું વિમોચન ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા ) અને પ્રેમલતાબેન મજમુંદાર ના હસ્તક થયું. આમ ચાલો કરીએ સહિયારું સર્જનનું શ્રી વિજયભાઈ શાહ નું સ્વપ્ન “બેઠક”ના સર્જકો, પ્રજ્ઞાબેનનો પરિશ્રમ,રાજેશ શાહ અને કલ્પનાબેનના સાથ સહકાર થકી પુર્ણ થયું.

!2 book Vimochan

 શ્રી હરિકૃષ્ણ મજમુદાર જેવા વડિલોના આશીર્વાદ અને શ્રી પ્રતાપ પંડ્યા અને શ્રી વિજય શાહ જેવા માર્ગદર્શકોની મદદથી, શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, શ્રી કલ્પનાબહેન શાહ અને શ્રી રાજેશભાઈ શાહ જેવા ઉત્સાહી લોકોના પ્રયત્નોથી, અમેરિકા સ્થિત ગુજરાતીઓ ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરી રહ્યા છે​ એ ગૌરવ લેવા જેવી વાત છે.જયારે રોજની જિંદગીમાં ખાસ કરીને અમેરિકામાં અંગ્રજી વપરાતું હોય ત્યારે આપણી માતૃભાષાને આ રીતે સવર્ધન કરવાનો પયત્ન માત્ર જ પ્રસંસનીય છે.આ ​પ્રયત્ન શક્ય કરવા પાછળ શ્રી વિજયભાઈ શાહનો પરિશ્રમનો મોટો ફાળો છે.

_DSC0038

મહેન્દ્રભાઈ મહેતા, પ્રજ્ઞાબેન દાદભાવાળા,રાજુલબેન શાહ,જયશ્રીબેન મરચન્ટ,શ્રી વિજયભાઈ શાહ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )કલ્પનાબેનરઘુ શાહ,રાજેશ શાહ

ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમી​ઓની ​આજની “બેઠક”​માં ​કાર્યક્રમની શરુઆત કુન્તાબેન શાહે  પ્રભુવંદનાથી કરી હતી. કાર્યક્રમનું આયોજન કરતા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી બેઠકને આગળ વધારી હતી

કાર્યક્રમના ખાસ મહેમાન તરીકે જાણીતા લેખક અને “સહિયારું સર્જન” ના પ્રણેતા શ્રી વિજયભાઈ શાહ  હ્યુસ્ટન થી,સાથે બોસ્ટનથી લેખિકા રાજુલબેન શાહ પધાર્યા​ હતા,​ ​

શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )એ આશિર્વાદ સમી હાજરી આપી,તો બે એરિયાના લેખિકા જયશ્રીબેન મરચન્ટ બે એરિયાનું બળ બની “બેઠક”ને શોભાવી, સાથે ગુજરાતી સમાજના જાણીતા અગ્રગણી શ્રી સુરેશભાઈ પટેલ (મામા) તેમજ મહેન્દ્રભાઈ મહેતા આ બેઠકમાં આવી દરેક સર્જકોને પ્રોત્સાહન આપ્યું​મહેશભાઈ પટેલ એ હાજરી આપી  બેઠક ને પોતાનો સાથ અને સહકાર સદાય છે એમ કહીને જાહેરાત કરી કે જે કોઈ બાળકોને ગુજરાતી શિક્ષક બની સેવા આપશે તેને હું મહેનતાણું આપી મારું ભાષા માટેનું ઋણ ચૂકવીશ આમ”બેઠક”નો અંશ બન્યા  તો રમેશભાઈ પટેલે કહ્યું  હું હંમેશા આપ બધાની સાથે જ છું.

જયશ્રી ભક્તાએ ટહુકો કરી ગુજરાતી ભાષાને બે એરિયામાં સહિયારો સર્જન અને સવર્ધન કરવાનો ટેકો આપ્યો તો જાગૃતિ શાહએ દર મહિને સારા સર્જકને ઇનામ સાથે રેડીઓ પર સ્થાન આપવાની જાહેરાત કરી,ગુજરાતી રેડિયો દ્વારા સાથ આપી માત્ર બેઠકમાં જ નહિ પરંતુ દરેક સર્જકોના હ્યુદયમાં સ્થાન મેળવ્યું  

શ્રી હરિકૃષ્ણ મજમુંદાર એટલેકે દાદા એ કહ્યું કે મને આશા છે કે એક દિવસ આ સહિયારા સર્જન માંથી કોઈક ઉમદા સર્જક નીવડશે અને તે કવિ રવીન્દ્રનાથ ટાગોરની જેમ નોબૅલ પારિતોષિક ​વિજેતા થશે. જયશ્રી બેને અને વિજયભાઈ શાહે સર્જકોને પ્રોત્સાહન સાથે વાંચન રૂપી કેડી દેખાડી લેખવા પ્રેરિત કર્યા અને કહ્યું  હવે આપની પાસે કલમ છે તો એને સાહિત્યનુ સ્વરૂપ આપો અને  આ માત્ર શક્ય છે વાંચન દ્વારા ,આમ પ્રતાપભાઈ બેઠકમાં હાજર ન હોવા છતાં એમણે શરુ કરેલ પુસ્તક પરબ દ્વારા પુસ્તક સ્વરૂપે હજરી આપી,

જયશ્રીબેને કવિતા અને વાર્તા સ્પર્ધા ની જાહેરાત કરતા કહ્યું તમે સરસ લાખો છો પણ સારા લેખકોના અને સાહિત્યકારને વાચ્યા પછી તમે એક જુદું જ મૌલિક અનોખું સર્જન કરશો તમારા પ્રયત્નને વેડફવા ન દેશો. તો વિજયભાઈ એ પણ કહ્યું લખવામાં શોર્ટ કટ ન લેશો કવિતા લખો તો સાથે આસ્વાદ લખશો તો કલમ આપ મેળે કેળવાશે અને વિચારોની સ્પસ્ટતા તમને પ્રગટ થશે આ પુસ્તકો પુરવાર કરે છે કે તમારામાં લેખક છે માત્ર બહાર લાવવાના છે. જે આ બેઠકમાં પ્રજ્ઞાબેન કરી જ રહ્યા છે પણ ઉપર ચડવા માટે વાંચન અને પ્રયત્ન તમારા જ હોવા જોઈએ,

રાજેશભાઈએ રાજુલબેનનો પરિચય આપી આમંત્ર્યા, ત્યારબાદ  જયશ્રીબેન મર્ચન્ટે રાજુલબેને લખેલ પુસ્તકોનું (છિન્ન અને આન્યા મૃણાલ )વિમોચન કરી અમને વધાવ્યા​રા,રાજુલબેન શાહ એ બંને લેખકોનો ટેકો આપતા કહ્યું કે હું આજે થોડું ઘણું લખું છું એનું કારણ વાંચન,યોગ્ય માર્ગદર્શન અને પ્રયત્ન જ છે મેં કોલમો લખવાની શરૂઆત કરી ત્યારે મારી આજુબાજુ બનતા પ્રસંગોને મેં વાર્તામાં વણી લીધા અને બીજું ઉમેરતા કહ્યું સરળ વિષય માં પણ સંવેદના હોય છે

રાજુલ બેનની વાત સાથે પ્રજ્ઞાબેને કહ્યું કે રાજુલબેન અનુભવી અનુવાદક  તથા  જોડણી સુધારવાનું કામ કરે છે. પણ આપણે જોડણી સુધારીને જ લખવું. જોડણી ભાષાનું મૂળ છે ભાષા એના થકી જ સમૃદ્ધ છે.પણ શું લખું કેમ લખવું તેની અવઢવ માં અટકશો નહિ.

આમ “બેઠક” પુસ્તક વિમોચન ના પ્રસંગ સાથે જ્ઞાન સભર પાઠશાળા બની રહી, અંતમાં સહુ છુટા તો પડ્યા ત્યારે “હું  વાંચન કરીશ અને લખીશ અને સારું જ લખીશ” એવી ભાવના અને નિર્ણય સાથે.

_DSC0017 _DSC0034

_DSC0040

      જાગૃતિ શાહ                          સુરેશભાઈ પટેલ                   મહેશભાઈ પટેલ

ઉભેલા પ્રજ્ઞાબેન દાદભાવાળા, ડૉ રઘુ શાહ. સતીશભાઇ રાવળ. દીલિપ શાહ, જાગૃતિ શાહ અને રમેશ પટેલ બેઠેલા બૉસ્ટન થી રાજુલબેન શાહ, જયશ્રી બેન મર્ચંટ, હ્યુસ્ટન થી વિજય શાહ, પ.પૂ હરિક્રીષ્ણ, મજમુંદાર, કલ્પના રઘુ અને રાજેશભાઇ શાહ

બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,

બેઠકનું બળ– પ્રતાપભાઈ પંડ્યા,​જયશ્રીબેન મર્ચન્ટ.

                          ​મહેમાન -રાજુલબેન શાહ ,વિજયભાઈ શાહ ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર ​

બેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

તસ્વીર -રઘુભાઈ શાહ અને સમાચાર પ્રસારણ-રાજેશભાઈ શાહ

રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ, ​નેહલ રાવલ

​ધ્વની પ્રસારણ સંચાલન  -દિલીપભાઈ શાહ,​સાથ સહકાર -રમેશભાઈ પટેલ ,સતીશભાઈ રાવલ ​ .

 ભોજન વ્યવસ્થા -કુંતા શાહ ,જાગૃતિ શાહ ,સતીશ રાવલ ,વસુબેન શેઠ ,પદ્માબેન શાહ ,રામજીભાઈ પટેલ ,દર્શના વરિયા નાટકરણી,જ્યોત્સના ઘેટિયા –આભાર

​અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા ​

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to અહેવાલ-“આવો કરીએ સહિયારું સર્જન” પ્રજ્ઞા દાદભાવાળા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s