ઝમકુબાનાં ઝબકારા ( ૧૨) ચારુશીલા બેન વ્યાસ

imagesAPNCO5BN

સવિતાઝામકુબાની  હઠથી અને  તેમના  વ્યક્તિત્વથી અંજાઈને બધાએ  શોક પાળ્યો.ઘરનાએ પણ પાળવો પડયો.તેર દિવસ પછી બધા ક્રિયાકર્મ પતાવીને ઝમકુબા  પાછા  પોતાને ઘરે આવી ગયા.રાબેતા મુજબ સાંજે બધાં ભેગા થયાં ઝમકુબા વિસ્તાર પૂર્વક  અલકમલકની વાતો કરવા લાગ્યા. મરણ પ્રસંગે જ્યાં ગયા હતાં ત્યાની  વાતો કરી તેમના મહિલા મંડળ ને ખુબ નવાઈ લાગી. આવા લોકો પણ છે જેઓ મરણોત્તર ક્રિયા કરવામા માનતા નથી  ! તેમને તેમના  ઝમકુબા પર અભિમાન થયું  તેમના  મહિલા મંડળ માં બધાં એક સરખી  ઉંમર ના નહોતા, કોઈના પતિ ગામતરે ગયા હતા. કોઈ ત્યકતા તો વળી કોઈ  ડોશીમા.  મંડળમાં  ઘણી જાણવા જેવી વાતો  થતી. પ્રમુખ પદે તો ઝમકુબા રહેતા. તેમની એક પેલી સવિતા પણ હતી તે માંડ પચાસે પહોંચી હતી.  તે મોટી ઉમરના  બીજવર પતિ ને પરણી હતી. બિચારી નસીબની મારી ગરીબ ઘરમાં જન્મી હતી અને સાવકી માની મહેરબાનીથી માંદા પતિને   પરણી હતી  લાંબી  માંદગીમાં પતિનું મૃત્યુ થયું. સાસુ ,નણંદની પળોજણ નહોતી.છૈયા ,છોકરાં  પણ ન હતા. તેથી તે પણ મંડળમાં  ભળી ગઈ હતી.

સવિતા થોડું ઘણું  ભણેલી હતી. દૈનિક પત્રમાંથી સમાચાર વાંચી બધાને અવનવી વાતો કરતી.  ઝમકુબા પણ નાનપણમાં શાળાએ ગયા  હતા. તેમને પણ અવનવી વાતોની ચર્ચા કરવાની મજા આવતી . એક  દિવસ સવિતા કહ્યું કે “બા ,તમને ખબર છે,બાજુના ગામમાં મેળો ભરાયો છે ? બહુ સરસ સરસ વસ્તુઓ  મળે છે . 

તો તો  જોવા જવું પડશે સવિતા,ક્યારે જઇશુંહું પૂરી શાક બનાવી લાવીશ”

તું એકલી કેમ બનાવેઅમે બધાં કઇક ને કઇક બનાવી  લાવીશું.”

સવિતા  બોલી,“બધા વહેલાં નીકળી જઇશું  અને સાંજે મોડા પાછા આવીશું મજા આવશે”.

મંગુએ ટાપશી પૂરી,બહુ મોડા નહી ,મારે મારી વહુને પૂછવું પડશે”.

સવિતાએ મનનો ઉભરો ઠાલવ્યો,   “મંગુબા ,મને  આખો દિ ઘરમાં એકલા સોરવતું નથી કોક દિ બાર રહેવાનું મન   થાય” .

 ઝમકુબા  કહે,“તારી વાત હાચી છે ,અમારે તો  સઘળું કુટુંબ હારે છે એટલે એકલું લાગે”  .મંગુબા લટકા સાથે બોલ્યા,હજી મગનભાઈને ગયે વરહ  થયું એટલે  તેને એકલું લાગે તે હમજાય તેવી વાત છે” . ઝમકુબા્ને તેની લાગણી થઈ. “તને એકલા સોરવતું  હોય તો કાલથી તારે ઘેર વેલા ભેગા થાશું”. સવિતાને ગમ્યું.’ તો ક્યારે જાશું ?”  ઝમકુબા તેની ઉત્કંઠા સમજ્યા,ઈતો  કાલે તારે ઘરે ભેગા થાશું ત્યારે નક્કી કરશું”.સવિતા ખુશ થઈ.કાલે બધા નક્કી કરીને આવજો” બીજે દિવસે બધા સવિતાને ઘેર ભેગા થયા. થોડા વહેલા ,કારણ આજે ઓટલા પર છાયો આવે તેની રા જોવાની નહોતી  

ઝમકુબા કહે, “મને વિચાર આવ્યો કે આપણી સાથે આપણી વાહુઆરુઓને પણ  લઇ    જઈ તો?”  મગુબા ટપક્યા, મને કેમ ?” ઝમકુબાને દયા આવી,  બિચાડી   કોઈદી ક્યાં કશે જાય છે? આખો  દિ કામ ને રોયા છોકરા એને  મેળે જવું ગમે ને ?”  મંગુ બા બોલી પડ્યા, “તયે ,છોકરા કોણ રાખશે ?”  ઝમકુબા  હાજરજવાબી,“ ખરું ,હા પણ છોકરાઓ ને પણ લઇ જઈએ તો ?એમને મજા આવશે”  સવિતાને થયું, તો બહું પળોજણ થશે છોકરા હારે નઈ મજા આવે બા, હમણાં આપણે જાઈએ ,વહુઓ તેના વર છોકરા સાથે જાશે”.  મંજુબા અત્યાર સુધી મુંગા હતા, “ ખરૂ આપણને વહુઓ ટોકશે આપણે તેનું માનવું પડશે”  ઝ્મકુબાએ હા માં હા ભરી, ચાલો ત્યારે એમ રાખીએ પણ ભેગા જઈએ તો મજા આવશે બધા વિચાર કરી જોજો”   બધા સમંત થયા, “હા ,બા તમારી વાત તો હાચી ચાલો કાલે મળીએ જાય શ્રી કૃષ્ણ”  

 મંગુબાએ મમરો મૂક્યો, “જેનાં છોકરા મોટા હશે તે આવશે સાવ નાના છોકરાઓ વાળા નઇ આવે” બધી  ડોશીઓ પોતાને ઘેર જઈને વાત કરી જેના છોકરાઓ થોડા સમજણા  હતા તે વહુઓ તૈયાર થઈ.બીજે દિવસે પાછું મહિલામંડળ  સવિતાને ઘેર ભેગુ થયું કોણ શું ખાવાનું લાવશે , કેટલા વાગે જવું વગેરે નક્કી થયું. બધા જોશમાં આવી ગયા ઘણી બીજી વાતો થઇ. અંતે બધા છુટા પડ્યા. બીજે દિવસે નક્કી કરેલ સમયે ઝમકુબા ને ઘેર મળ્યાં બધાએ બસમાં જવાનું નક્કી કર્યું ઝમકુબાએ બધાના પૈસા ઉઘરાવી લીધા. બસ સ્ટેન્ડ પહોચી મેળે જનારી બસ માં ઉત્સાહ ભેર બેસી ગયા. ઝમકુબાએ ટીકીટ કઢાવી બાળકો અને મોટાઓ કુતુહલ વશ બારીની બહાર જોતાં હતા અને બસ ઉપડે તેની રાહ જોતા હતા. બસ ઉપડતા બાળકો ખુશ થઈ ને નાચવા લાગ્યા ઝમકુબા મોટેથી બોલી ઉઠ્યા વહુઓ પોતાના છોરા છોરીઓ ને બેહાડી દ્યો પડશે.

 આમ વાજતે ગાજતે વરઘોડો મેળે પહોંચ્યો. બધાં વારાફરતી નીચે ઉતર્યા મેળાની ઝાકઝમાળ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા. ચારેબાજુ  જોઇને ખુશ થતા હતા ઝમકુબા ના નીચે ઉતારવાની રાહ જોતા હતા તેઓ નીચે ઉતર્યા અને બધાને કહ્યું કે,જુઓ બધા સાથે રહેજો આગળ પાછળ રહેતા બધા હારે રેજો. છોકરાવાળા છોકરાઓ નો હાથ પકડી રાખજો છૂટા પડી જાય ખોવાય ન જાય તેનું ધ્યાન રાખજોઆમ ઝમ્કુબાની સૂચના પ્રમાણે ચાલવા લાગ્યા.

મેળો જોતા બધા ટોળકીમાં ચાલવા લાગ્યા. જુદી જુદી હાટડીએ ફરીને અવનવી વસ્તુઓ જોવા લાગ્યા. કોઈએ  રમકડાં લીધા, કોઈએ બંગડીઓ લીધી, તો કોઈએ અવનવા ચાંદલા  લીધા, તો વળી કોઈએ ભગવાનના ફોટાઓ ખરીદ્યા. બધા થાક્યા હતા પણ છોકરાઓ ચકડોળમાં બેસવા માટે ક્જીએ ચડ્યા હતા. ઝામ્કુબાએ મોટેથી બોલીને છોકરાઓને સમજાવ્યા કે પછી ચકડોળ માં બેસવા લઇ જશું હમણાં ચાલો બેસવાની જગ્યા શોધીએ. થોડે દૂર એક ઘટાદાર ઝાડ નીચે જગ્યા હતી બધા ત્યાં બેઠા સૌએ પોતપોતાના ભાતા છોડ્યા. કોઈના ઢેબરા ,કોઈના મુઠીયા, ઢોકળા અને પૂરી બધાએ વહેચીને ખાધા. થોડે દૂર આવેલ નળે જઈને પાણી પીધું અને આરામથી બેઠા. છોકરાઓને ચકડોળ ની વાત ભુલાડવા માટેઝમાંકુબા ને એક વિચાર આવ્યો કે વાર્તા કહે આમ પણ ઝમકુબા ને વાર્તા લડાવી લડાવીને કહેવાની ટેવ હતી છોકરાઓને સંભાળવાની બહુ મજા આવતી તેમણે વિચાર્યું  કે  મહાભારતની વાત કહે પાંડવો કૌરવો ની  વાતો તો સંભાળવાની  તેમને મજા આવશે  તેમણે બધાને બોલાવ્યાઅરે ભૂલકાઓ આંય  ઓરા આવો ,હું તમને સરસ મજાની વાર્તા કહુંબધા પાસે આવીને ઝાડ નીચે બેસી ગયાબા ,પેલા જાદુગર ની વારતા કેહો ?’એક બોલ્યોના બા ,પેલ્લા ભૂત ની કો નેબધાં દેકારો કરવા માંડ્યા બા બધાને ચુપ રહેવા કહ્યું તેમણે  મોટો ઘાટો પાડીને બધાને શાંત પા ડ્યાબહુ સરસ વારતા કેવાની છુંતેમણે ધુતરાષ્ટ્ર અને પાંડુ થી વાર્તા શરુ કરી

પાંડુ રાજા માંદા થયા એટલે વનમાં આરામ કરવા ગયા. ધુતરાષ્ટ્ર આંધળા હતા પણ રાજા બની ગયા હતા એમને સો પુત્રો હતા પાંડુ ને પાચ ,ધુતરાષ્ટ્ર ના પુત્રો સ્વાચ્છદી હતા પાંડુપુત્રો શાંત અને નરમ હતા પણ ભીમ બહુ તોફાની હતો ખૂબ જાડો હતો એક હાથ મારે તો દાત તોડી નાખે એવો જબરો હતો જયારે પાન્ડુ દુનિયા છોડી ગયા પછી તેઓ જંગલમાં રહ્યા. એમને  મહેલમાં રહેવા બોલાવ્યા ધુતરાષ્ટ્ર ના પુત્રો એટલે કૌરવોને ગમ્યું તેઓ પાંડવો ને હેરાન કરવા લાગ્યા પણ ભીમ તેમને  પાઠ ભણાવતો એક વાર દુર્યોધને ભીમ ના લાડુમાં  ઝેર ખવડાવી દીધું તે બેભાન થઇ ગયો, પણ તે શક્તિ શાળી હતો એટલે તેને કઈ થયું .બીજે દિવસે દુર્યોધનને  માર્યો એક વાર મલ્લ યુદ્ધ શીખતા કૌરવોને એવા પછાડ્યા કે ભીમથી બીવા લાગ્યા. એક વાર દુર્યોધન અને તેના ભાઈઓ ઝાડ નીચે રમતા હતા ભીમે ઝાડ પાછળ ઊભા રહીને તેને હલાવીને તેમને બીવડાવી દીધા, આમ ભીમ તેના ભાઈઓને બચાવતો. ભીમ અને  તેના પરાક્રમો  ની વાતો સાંભળવાની બહુજ મજા આવી. ત્યાંથી પસાર થતા લોકો પણ ઉભા રહીને સંભાળવા લાગ્યા આવી સરસ વાતો સાભળીને  બાળકો ચકડોળ ભૂલી ગયા

ઝમકુ બાએ એક મોટું અને મીઠ્ઠું તડબુચ ખરીદીને સૌ બાળ સેનાને ફરી થી ગમ્મત કરાવી ત્યારે મંગુ બા પણ થોડા પાછળ રહે ? મોટેરા સૌને ચા અને ગરમાગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો અને મેળાનાં માહોલમાં મસ્તી છલકાવી દીધી.

ઝમકુબાએ ઘડીયાળ જોઇને કહ્યું ” અલી સવલી હાલ ને થોડા ગરબા લઇએ બસને તો હજી કલાક્ની વાર છે”

“ પણ તાલ કોણ દેશે અને ઢોલ ક્યાં છે?” મંજુબાએ પ્રશ્ન ઉઠાવ્યો.

સવિતાનાં બે ડબ્બા અને બે વાડકીઓએ તાલ દેવા માંડ્યો અને “માઝમ રાતે ગ્યાતા નો ઢાળ મળ્યો અને ધીમે ધીમે સૌ ગરબે રમવા માંડ્યા ત્યાં રમણ ઢોલી અને તેનો નાનીયો મંજીરા લૈને આવ્યો. ગામના અને બહારનાં જુવાનીયાઓની ટોળી પણ ઉમેરાઇ. થોડોક તાલ બેઠો ના બેઠો ને ગામનાં મુખીએ જાહેર કર્યું કે જે સારો ગરબો લેતુ હશે તેને ૧૦૧ રૂપિયાનું ઇનામ.

ઝમકુબાએ ડોશી મંડળ જે થાકતુ જતુ હતુ તેમને કહ્યું તમે પાણી પી આવો અને તમારી વહુઆરુઓને માટે ઠંડી સોડા લેમન લેતા આવજો. આજે તો મેળે સૌને થકવવાના છે. રમણ ઢોલીએ વણઝારો રે વણઝારો શરુ કર્યું ત્યાં ગામની બસ આવી ગઇ. કોઇને નીકળવું નહોંતુ એના પછીની બસ ૮ વાગ્યાની હતી.

ઝમકુ બાએ મંગુ બા અને મંજુ બાને ઇશારો કર્યો પણ તેમણે ઇશારાથી કહી દીધુ…મોડી બસમાં જૈશું આજે તો વહુઆરુ અને તેમની સાસુઓ રંગે ચઢી છે તો હાલવાદે!  ચાર વાગ્યાથી સાડાસાત સુધી સૌ ગરબે ઝુલ્યા અને પછી રાસ મંડાયો

બરાબર સાંજ પડવા આવી હતી ઝમકુબા ઉઠ્યા. બધા પોતપોતાના છોકરાઓનાનાં હાથ પકડીને  ચાલવા લાગ્યા બસ આવી ને તેમાં બેસી ને બધાં પોતાને ઘેર પહોચી  ગયા. તેઓ ખુશ હતા ઝમકુબા હતા એવા નાના સાથે નાના થઇ જતા, હસતા રમતા અને મોટા સાથે મોટા બની યોગ્ય સલાહ આપતા. સરખી ઉમરના સાથે દોસ્ત બની મજાક મસ્તી કરતા બધાને પ્રેમથી રાખતા કોઈ પણ જાતના ભેદભાવ વગર આવા ઝમકુબાને સહુ આદર આપતા.

ઘરે પહોંચીને સવિતા કહે, “ ઝમકુબા  બપોરે  મેળામાં  લોકોને વાત જામતી નહતી પણ આ સાંજે ગરબા અને ડાંડીયાએ રંગ રાખી દીધો. બસ ત્યારે હવે દરેક પૂનમે ઉપડીશું કોઇ મંદીરે કે પ્રવાસે. તું તૈયારી કરજે અને કરાવજે. મઝા કરાવવાનાં દરેક કામમાં આ ઝમકુબા હોંશિયાર છે એવું લાગ્યું મને?”

“ હા અને બાલ, જુવાનીયા અને બુઢ્ઢાઓ સૌને મસ્તીમાં ઝબોળી દીધા તમે તો!”

“ચાલ બેન તુ તારે ત્યાં જા અને મારે મારા ઘરને સંભાળવાનુ છે ને? અને આ પગતો હવે થાને કારણે રાસ લ્યે છે…આવજે.”

Advertisements
This entry was posted in ઝમકુબા ના ઝબકારા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s