ફાંસીને માચડેથી( ૪) ગીતા પંડ્યા

fansine machade thi

પાંચ વર્ષ પહેલાં જેલમાં આગમન

જયારે કોમલનું પાંચ વર્ષ પહેલા જેલમાં આગમન થયું હતું. ત્યારે બે હાથે હાથકડી, પગે બેડી, સૂટ લોહીથી ખરડાયેલો અને ટાઈ પણ અડધી ખભે લટકતી હતી. તેના વાળ વિખેરાયેલા, મોઢામાંથી લાળ અને આંખ તો ખુન્નસથી લાલચોળ.ચહેરા પર કરડાકી અને ગુસ્સો કાબુ બહારના હોવાથી ત્રણ પોલીસ કોન્સ્ટેબલે પકડ્યો હોવા છતા પણ તેને સંભાળવો મુશ્કેલ હતો.

તેનું શરીર અને મન બેકાબુ હતા. તે તદ્દન બધી રીતે મુશ્કેલ થઇ ગયો હતો. તે ખુદ ક્યાછે અને ક્યાં જઈ પહોંચ્યો છે તેનું પણ તેને ભાન ન હતું। તિરસ્કાર અને ધિક્કારના સમન્વય સાથે હજુ પણ તેના મનના વિચારોમાંથી પ્રિય પત્નીની છબી નજર સમક્ષથી દુર ખસતી ન હતી। પાંચ વર્ષના ગાળામાં મનોમંથન કરવાનો સમય તેને મળ્યો. જેલર કુલકર્ણી સાહેબનું વર્તન અને વ્યવહાર કોમલને પાછો ‘માનવ’ બનાવવામાં સફળ રહ્યા. કુલકર્ણી સાહેબની પ્રતિભા જેલરની જેમ કરડાકી ભરી હતી. તેઓની કેદીને વશ કરવાની કળા દાદ માગી લે તેવા હતાંં. વજ્રથી કઠોર અને ફુલશા કોમળ, કુલકર્ણી સાહેબ સહુને પ્રિય હતા.

હંમેશા હસતી, રમતી, વાચાળ અને રમતિયાળ. મોટી મોટી હરણી જેવી આંખો વળી. કાળા લાંબા વાળ અને સુંદર સુડોળ સુકોમળ ગૌર વર્ણ દેહ લાલિત્ય ધરાવતી તેની પ્રિય પત્ની। તેની પત્નીની યાદ માત્રથી તેના અંગે ઘૃણા અને ગુસ્સાની લાગણી પ્રસરી જતી. જાણે તેના ગુસ્સાનો દાવાનળ વારે વારે પ્રજ્વલિત થઇ તેને અસ્વસ્થ બનાવતો. કારણ સ્વાભાવિક હતું .

તે બંને વચ્ચે ક્યારે પણ અણગમો કે નાખુશીનો ભાવ કોમલે કે કુસુમે એકબીજામાં જોયો ન હતો. કુસુમ હંમેશા ખુશ મિજાજમાં રહેતી હતી. તે કોમલ ને “મેરે સરતાજ” કે પછી ” મેરે માલિક” કહી ને હુલામણા નામથી બોલાવતી હતી. જયારે કોમલ પણ તેને “પ્રિયે ” કે પછી “મલ્લેકા” કહી ને જ બોલાવતો. કુસુમ હમેશા તેને માટે ભાવતી રસોઈ બનાવતી અને તેને ગમતા સાજ શણગાર સજતી. ક્યારે પણ તેણે કોમલનું વચન ઉથાપ્યું ન હતું. દરેક વાતમાં હસી ને હા, કહી ખુશીથી કાર્ય કરવાની ભાવના।

ત્યાં જ તેને તેના મિત્ર મનિષના લગ્નનો પ્રસંગ યાદ આવી ગયો. આજે કુસુમ (કોમલ ની પત્ની) એં બહુજ સરસ લાલ મજીઠીયા રંગની રાજસ્થાની બાંધણી અને તેવાજ રંગ ના જડતર નો સેટ પહેર્યો હતો. લાલ રંગની પાતળા કાચની બંગડીઓ પહેરી હતી. કોમલે જડતર નો સેટ કુસુમની વર્ષ ગાંઠ નિમિતે ભેટ આપ્યો હતો. આજે તો કુસુમ સાક્ષાત કામદેવની રતી સમી દીસતી હતી. લગ્નમાં બધાની નજર તેના ઉપર આવીને અટકતી હતી.

બધા સગા, વહાલાં તેમજ મિત્રો કુસુમના વખાણ કરતા થાકતા ના હતા!,

” ભાભી વટ પડે છે .” શું વાત છે આજે? ” બહુ સરસ દેખાવ છો.” વગેરે વગેરે।

કોમલ આ બધું સભાન પણે નોંધી રહ્યો હતો. બધા જમવાના ટેબલ પર ગોઠવાયા અને વાતચિત નો દોર શરુ થયો. સાથે મજાક મસ્તી પણ શરુ થઇ ગઈ. આજે બધા કોમલની મજાક કરવાના મૂડમાં હોય તેવું લાગતું હતું। બધા શાળા દરમ્યાનના લંગોટિયા મિત્રો હતા. એટલે બધા હળવા મૂડમાં હતા કોઈ મન પર નહોતા લાવતા। કોઈ ને ખોટું લાગતું ન હતું। બધાની ધર્મ પત્ની પણ સાથે હતી તેથી કોઈ ને ચિંતા થતી નહિ.

તેમાં આજે અજીતે મજાકમાં કોમલ ને કહી નાખ્યું, ” કોમલ! કાગડો દહીથરું લઇ ગયો. તારા કિસ્સા માં , બરાબર ને !” ” બાકી આજે ભાભી નો તો વાટ પડે છે। કેમ ભાભી બરાબરને? ”

કુસુમ શરમાઈ ને નીચું જોઈ બોલી, “આભાર”.

પણ આ રીતે કુસુમ ચર્ચાનો વિષય બની તે કોમલને ગમ્યું નહી. કોમલે પોતાના મોઢા પરના ભાવ દેખાવા દીધા નહી ને વાત ગળી ગયો.

અજીત, કોમલનો ખાસ મિત્ર હતો. તેની કોમલની ઘરે છાશવારે આવન જાવન રહેતી હતી. આ લગ્નના પ્રસંગ પછી ન જાણે કેમ કોમલ ને કૈંક અણગમો અને અજુગતો અહેસાસ તેને માટે થવાનો શરુ થઇ ગયો હતો. તેને હવે અજીત પોતાના ઘરે આવે તે ગમતું ના હતું . પોતાની હાજરી હોય કે ના હોય। કોમલ બોલી શકતો ન હતો. કુસુમ રાબેતા મુજબની જિંદગી જીવી રહી હતી. અજીતની કોમલ ના ઘરે આવન જાવન ચાલુ હતી. અજીતનું વ્યક્તિત્વ બહુજ બિન્દાસ હતું. તે બહુ મજાકિયો અને વાચાળ હતો. તેને વાતે વાતે મજાક અને રમુજ કરવાની આદત હતી. તેની ઉપસ્થિતિ માત્રથી વાતાવરણ એકદમ હળવું થઇ જતું હતું. તેની ખબર અજીતની પત્ની ને પણ હતી.

કોમલનું દિવસે દિવસે હસવું સુકાતું જતું હતો. તે હમેશા કંઈક વિચારોમાં જ ખોવાયેલો રહેતો હતો. અજીત કોમલના ઘરે આવે એટલે હમેશા સીધો રસોડામાં જ્યાં કોમલની પત્ની કુસુમ રસોઈ બનાવતી હોઈ ત્યાં જઈને ઉભો રહી જતો અને પૂછે, ” કેમ છો ભાભી, કઈ મિઠાઈ છે કે બધી સંતાડી ને રાખી છે”? આમ કહી ને તે રેફ્રીજરેટર ઉઘડે અને અંદર મુકેલી મીઠાઈ ખાઈ લે. કાજુ કતરી તો તેની ખૂબ ભાવતી, ફ્રીઝ ઉપર મુકેલા મુખવાસની બોટલમાંથી મુખવાસ ખાઈ લેતો.વળી પાછો કુસુમને ટોણો પણ મારે કે, ‘ મારાથી કશું છુપું રાખ્યું છે, તો વાત છે તમારી, ભાભી ! તમને ગમે કે ના ગમે જે થાય તે કરી લેજો” !

કુસુમ મલકાઈ ને કહેતી, ” અજીતભાઈ આ ઘર તમારું છે .” તમારો તો હક્ક છે,”

આ બધો વાર્તાલાપ કોમલ કાન દઈ ને સંભાળતો રહેતો અને બધી હિલચાલ તથા ગતિવિધિ નો અંદાજ લગાવતો રહેતો.

કોમલ તેની પત્ની ને ખુબજ ચાહતો હતો. તેની પ્રિય કુસુમને જીવનના દરેક પ્રસંગે સારામાં સારી અને ઉંચા મૂલ્યની ભેટ સોગાદ અપાતો. કુસુમ ના પડતી અને કહેતી,” બસ કરો , આવા શું ખર્ચા કરતા હશો? આ બધી વસ્તુ વગર ચાલશે મને , પણ તમારા વગર નહિ ચાલે ! તમારો પ્રેમ છે તે બસ છે ! ભગવાનને મારી એજ પ્રાર્થના છે કે આપ્ણી જોડી હમેશા અમર રાખે , કાયમ બનેલી રાખે ,”

કોમલ જવાબ આપતો કે, “તારાથી વિશે્ષ મારા માટે આ દુનિયામાં કોઈ ચીજ નથી, તું મારે માટે સર્વસ્વ છે.

કોમલનું દિલ યા દિમાંગ માનવાને તૈયર ન હતું કે તેની પત્ની તેને વફાદાર ન હતી. આવું અધમ કૃત્ય કરી લીધા પછી પણ।

તેના દિમાંગમાંથી તેની પત્ની બેવફા હતી તે વિચાર ખસતો ન હતો. તે વિચારો ના ઘમસાણ યુદ્ધમાં અટવાયા કરતો હતો. તેના મગજમાં વિચારોનું તાંડવ નૃત્ય ચાલતું હતું . એક તરફ તેને આવું થતું હતું કે તેણે બહુજ ખોટું કરી નાખ્યું છે. તેને આવું નહિ કરવું જોઈતું હતું. ત્યારે બીજી તરફ તેને આવો વિચાર આવતો હતો કે, ના મેં બરાબર કર્યું છે। બસ દેવ અને દાનવ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું, તેના મનમાં. .

વળી પછી તેનું અંતર મન પોકારતું હતું કે, ” કોમલ તે આ શું કર્યું ? સજા દેવા વાળો તો ભગવાન છે તું કોણ?

તેનું જ મન પોકારીને જવાબ આપતું હતું, કે ” ભગવાન તો ઉપર બેઠો, બેઠો જુએ છે. તે ક્યાં કઈ કરે છે આપણા માટે? તેને ક્યાં આપણા જેવી પીડા ભોગવવી પડે છે ? પીડા તો માણસે જ ભોગવવી પડે છે ને?”

કોમલના મનમાં શંકાનો કીડો મરતો ન હતો તેનો સળવળાટ કોમલને શાંતિથી જીવવા દેતો ન હતો!

કોમલનું દિમાંગ જાત જાતના અને ચિત્ર વિચિત્ર વિચારોથી જાણે ઘેરાઈ જતું હતું. કોમલ દિવસે દિવસે એકદમ નાસીપાસ થઇ જતો હતો. કંટાળી જતો હતો. શું કરું? કયા વિચારને મહત્વ આપી તેનો અમલ કરું. જાણે વિચારો બેકાબુ , લગામ વગરના ઘોડાની જેમ પુરપાટ દોડી કોમલને પાગલ બનાવી રહ્યા હતા.

તેને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. કુલકર્ણી સાહેબે એક કોન્સ્ટેબલને ઠંડા પાણી નો ગ્લાસ ભરી લાવવા કહ્યું। કોમલને બરફ નાખેલુ ઠંડુ પાણી આપવામાં આવ્યું।

કોમલે પાણી પીધું નહિ અને સામે ટેબલ પર ગ્લાસ મૂકી દીધો।

આ બધી ક્રિયાનું કુલકર્ણી સાહેબ બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. તેમનું મગજ અનેક ઊંડા વિચારોમાં ફરી રહ્યું હતું। તે આવીને કોમલની સામેની ખુરશી પર ગોઠવાયા।

ખૂબ બારીકાઇથી કોમલને જાણવા અને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાંજ કોમલની નજર કુલકર્ણી સાહેબની નજર સાથે ટકરાઈ. કોમલ હલી ગયો. બીજી પળે કોમલ ને અહેસાસ થઇ ગયો કે કુલકર્ણી સાહેબ તેને જ જોઈ રહ્યા છે. કોમલની નજર કુલકર્ણી સાહેબની નજર સાથે ટકરાતા જ તેણે નજર ઝુકાવી દીધી. માણસ અને ગુન્હેગાર પારખુ કુલકર્ણી સાહેબને કોમલ નું વ્યક્તિત્વ સમજાઈ ગયું।

કુલકર્ણી સાહેબે કોમલ ને પૂછ્યું, ” તારું નામ”?

“કોમલ જોશી”.

કુલકર્ણી સાહેબ કહે, “ઓહ! તો તમે બ્રાહ્મણ છો “?

“હા”.

કોમલ શરમનો માર્યો નીચું જોઈ ગયો।

કુલકર્ણી સાહેબે ઘણા કેસો ને સાંભળ્યા હોવાથી અને પોતાનો વર્ષોના અનુભવ ઉપરથી તારણ કાઢ્યું. તેમને કોમલ ના વ્યક્તિત્વનો અંદાજ આવી રહ્યો હતો. ખૂનનો કેસ અને તે પણ પાછો બ્રાહ્મણ ! આ બધી વાતનો તાળો કુલકર્ણી સાહેબના મગજ માં બેસતો ન હતો અને તેમના મગજમાં વિચારોનોનું વંટોળ જાગી ઉઠ્યો । તેમાં કોમલ કાજે પરગજુ અને હકારાત્મક ભાવના જાગવાની શરૂ થઇ ગઈ હતી .

હવે કુલકર્ણી સાહેબને થોડો થોડો અંદાજ આવવાનો શરુ થઇ ગયો હતો, કે બ્રાહ્મણ અને ખૂન કેસમાં સંડોવાઈ જેલમાં આવવું એ જરા વિચિત્ર છે ! આ વાત માનવામાં તો ન આવે પણ સમય , સ્થળ અને તેની મગજની હાલત આવું કાર્ય કરવામાં મુખ્ય કારણ હતા।

પણ કોમલ અત્યારે ખુબજ ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યો હતો. તેની હાલત ખુબ નાજુક હતી. તેના દિલ અને મગજની નસ નસમાં ( રગે રગ માં )તેની પત્ની કુસુમે કરેલી બેવફાઈ જ પુર ઝડપથી દોડી રહી હતી !

ઘૃણા, તિરસ્કાર અને ગુસ્સો આ બધી લાગણીઓ ભેગી થઇ તેનું મન ડહોળી રહ્યા હતાં.

તેની વિચારવાની ક્ષમતા ગુમાઈ ગઈ હતી. તેનું મગજ બહેર મારી ગયું હતું.

કુસુમ આવું કરે તે માની શકતો નહોંતો ? નજર સામે જોયેલ ઘટનાથી ક્રોધિત થઇ અપરાધી કૃત્ય કરી તો નાખ્યું પણ હવે કુસુમનાં પ્રેમસભર પ્રસંગો તેને પીડી રહ્યા હતા. તેને થયું અજીત તેનો જીગરજાન મિત્ર હતો તેને પહેલેથી ટોક્યો હોત તો આજે કુસુમ મારી સાથે હોત! એની આંખોમાં કદીક ગુસ્સો તો કદીક ઘૄણા આવન જાવન કરતા હતા અને કુલકર્ણી સાહેબ બહુજ બારીકાઇ થી તેના ચહેરાનું અવલોકન કરી રહ્યા હતા.

પાણીનો ગ્લાસ હાથમાં લઇને ફરીથી કોમલને આપ્યો. તેમની નજરમાં રહેલી અનુકંપા જોઇને કોમલ ના કહી ન શક્યો. પાણી પીધું અને જેમ તેમ પોતાની જાતને સંભાળતા કોમલે કહયું, “ સર, ગુસ્સો અને અધિક પ્રેમ મને આ નીચ કાર્ય કરાવી ગયું છે. મને ફાંસી જલદી અપાવો. મારે કુસુમથી છેટું પડી રહ્યું છે ! કુલકર્ણી સાહેબની શાંત પ્રતિભા, તેમના નયનોમાંથી છલકાતી કરૂણા કોમલ સહન ન કરી શક્યો !

******************************************************************************************

 

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s