પ્રભુ જ્ઞાની જીવન દે (૬) વિજય શાહ

sarasvati

જ્ઞાન એ દરેક આત્મામાં સંપૂર્ણ હોય જ છે…છતા કોઇક જ્ઞાની અને કોઇક અજ્ઞાની હોવાનું કારણ દર્શાવતા એક  યોગી કહે છે એક લાઈટનો બલ્બ કે જે વિદ્યુત પ્રવાહ્થી જોડાયેલો છે પ્રકાશમાન છે તે પરિસ્થિતિ જ્ઞાની ની છે. એ પ્રકાશીત બલ્બ ઉપર પહેલા મલમલનું કાપડ પછી રેશમનું કાપડ પછી જાડૂ સુતરનું આવરણ અને પછી જાડી ખાદીનું આવરણ ચઢે તો પ્રકાશ દેખાય?

આત્મા તો વિજળીનાં બલ્બ જેવો પ્રકાશીત છે. છતાયે એ પ્રકાશ ઘણા ને તે આવરણો ને લીધે દેખાતો નથી. આ આવરણો ઘટાડવા આપણે જ્ઞાન ની આરાધના કરીયે છે..શાળામાં જઇએ છે કે મહાશાળામાં (કૉલેજ્માં) જઈએ છે..

કેટલાંક કહે છે જો જ્ઞાન હયાત હોય જ તો તે મેળવવા આવી આરાધના શા માટે?

આ આરાધના માત્ર તે આવરણોને હટાવવા માટે જ હોય છે.

હવે ક્યારેક જ્ઞાન જીવ માત્રમાં હોય જ છે . કહેવાય છે કે તાજેતરમાં આવેલ સુનામી આવતા પહેલા બધા જળચર  દરિયો છોડી ઉત્તર તરફ જતા રહ્યા હતા. એક માણસ માત્ર, આ તારાજી વેઠતો હતો ! એવું જ ધરતી કંપ માટે પણ મનાય છે. તે આવતા પહેલા ઉંદરડા સૌ પર્વત તરફ જતા રહે છે. હવે તેમને કોણ કહેવા જાય છે, કે જાન બચાવો?

પ્રભુ પાસે જ્ઞાની જીવનની માંગણી કરતા દરેક આત્મા એક વસ્તુ તો સહજ રીતે સમજે છે કે જ્ઞાન ઉજાસ છે. જે તિમિરને દૂર હઠાવે છે. આ તિમિરને જ્ઞાનવરણીય કર્મ કહે છે.  જે કર્મ આત્મા ભવાંતરમાં અજાણતા બાંધતો હોય છે. જે કર્મ ઉદયમાં આવે ત્યારે તે તેજ ઝાંખુ પડતુ હોય છે.

આ કથન આધુનિક માણસ ને હજમ થતું નથી.  આ પ્રશ્ન ને સમજવા એવી દલિલ કરવામાં આવે છે કે આંધળા નો દીકરો આંધળો નથી હોતો તેમજ બહેરાશ પણ વારસામાં આવે તેવું જરુરી નથી. કર્મવિજ્ઞાન સમજવા માટે સૌથી પહેલા  જરુરિયાતની બાબત છે, સ્વિકારની! કે  મન અને આત્મા બે ભિન્ન છે. જે એમ માને છે કે ગમે તેવી પરિસ્થિતિમાં અંદરનાં અવાજને સાંભળવાની ટેવ પાડનાર બહુધા દ્વિધામાં રહેતો નથી. આ વાતનો સ્વિકાર એટલે જ જ્ઞાન. તેનો વિકલ્પો દ્વારા ગુંચવણ થાય તે મન.

પ્રભુ પાસે જ્ઞાની જીવન માંગવાની વાત સાથે હું સંમત થયા વિના, એટલું જરૂર કહીશ કે સામાન્ય સ્તરની બુધ્ધિ વાળો ભક્ત જન સુખી અને સંતોષી એટલા માટે હોય છે કે તે જાણે છે ‘માંહ્યલો મારા હિતમાં વિચારે છે. તર્ક ,દલિલ અને વિકલ્પ  મન ની પેદાશ છે .જે ૫૦% સાચુ કે ખોટુ હોઇ શકે છે.

કહેવાય છે કે જ્ઞાની હઠીલા અને જીદ્દી હોય છે, પણ તે હંમેશા સાચા હોય છે. તેથી જ ભક્ત પ્રહલાદ કદી હિરણ્ય કશ્યપને તાબે થયા નહતા. તેઓ માનવા તૈયાર જ નહતા કે ભગવાન નારાયણ ત્રિદેવ નથી? હોલીકા દહન થતા પહેલા કે લાલ ચોળ ગરમ સ્તંભને બાથ ભરતા પ્રહલાદ ને પુરો વિશ્વાસ હતો. જે જુઠુ છે તે છે જ. આ જ્ઞાન છે.

પ્રભુ જ્ઞાની જીવન દેની વાત સહેજ મઠારીને હું આમ લખીશ કે પ્રભુ જ્ઞાનાવરણિય કર્મને ક્ષય કરવા શક્તિ દે. હિંમત દે. માર્ગ સુઝાડ કે જેથી તે કર્મો કપાય અને આત્માનું સ્વયંભૂ તેજ બહાર આવે.

એક પ્રચંડ હરિકેન દરમ્યાન જોનાથન વર્ગીઝ  નામે એક પાદરી જીદે ચઢ્યા. .મને પ્રભુ આવીને લઈ જાય તો જ હું જઉં. મેં કેટલી તેમની પ્રાર્થના કરી છે. પોલીસ વૉર્નીંગ આપી ને ગઈ,’કે પાણી ગામમાં ભરાઇ રહ્યુ છે ગામ ખાલી કરો’. પણ જોનાથન વર્ગીઝ જેનું નામ. ના માન્યા. મકન ના બીજે માળે ચઢી ગયા. જાપ જપતા જાય અને કહેતા જાય પ્રભુ મને તારો, તો જ મારી ભક્તિ સાચી.

છાપરા ઉપર હેલીકોપ્ટર આવ્યું અને રૂઆબદાર અવાજે હેલીકોપ્ટરનાં પાયલોટે જાણ કરી કે હજી પાણી વધવાનું છે.  તમારો જીવ બચાવવા આ નિસરણી પકડીને ઉપર આવી જાવ. પણ માને તે બીજા. મને તો મારા પ્રભુ જ લઇ જશે.

જે મકાનના ધાબે હતા તે મકાન આખું ડગમગવા લાગ્યું. અંતે એક બોટ આવી અને ફરીથી વિનંતી કરી. પાણીનાં પૂરમા બધા મકાનો તણાઇ રહ્યા છે .આ મકાન પણ હવે ઘડી બે ઘડીનું મહેમાન છે. તમે ચાલો જોનાથન કહે, મને તો મારા પ્રભુ લઇ જ જશે!

પંદરેક મીનિટમાં મકાન ધરાશયી થઈ ગયું. જોનાથન  વહેણમાં તણાઇ ને ડુબી મુઆ!

ઉપર  જઈને પ્રભુ સાથે ફરિયાદ સ્વરુપે બોલ્યા, ” આવું કરવાનું પ્રભુ? મને તમે કેમ સહાય ન કરી”?

પ્રભુ કહે્,’ તને લેવા હું એક વખત નહીં ત્રણ વખત આવ્યો પણ તું આવે જ નહીં તો હું શું કરું’?

આ પાદરી અજ્ઞાની તેથી તે હઠાગ્રહમાં ડૂબી મુઓ.

જ્ઞાની આવે વખતે  એમ જ વિચારે કે પ્રભુ અસંખ્ય જાન બચાવવા મથે છે. જે રાહત આવી  તેને વધાવી લો. પણ ના પોતાની ભક્તિ ઉપર મુસ્તાક પાદરી માનતો હતો કે મારા  પ્રભુ મને આવીને તારશે!

સંદેશ સાવ ટુંકો અને ટચ છે. જ્ઞાન પૂર્ણ કર્મનો ક્ષય કરવા મથવું અને તે સફળતાથી ત્યારે જ થાય છે જ્યારે વિનય અને વિવેક આવે. જ્યારે સમજ આવે કે પામવા હાથ નીચો રાખવો પડે નમ્રતાથી ગુરુ પાસે જ્ઞાનદાન પામવું પડે.

આજની વાત તો એ છે કે ગુગલ જે કહે તે સાચુ. ભણવાની જરૂર  ક્યાં છે? કેલ્ક્યુલેટર અને કમપ્યુટર ચપટી વગાડતાં  જવાબ આપી દે છે.

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

3 Responses to પ્રભુ જ્ઞાની જીવન દે (૬) વિજય શાહ

 1. Charu Vyas કહે છે:

  It is very nicely written informative .Thank you very much.
  One thing I want to ask that I wrote two stories but my blog is not ready so may send my story to you?
  Please guide me
  Sorry for the trouble
  N

  Date: Wed, 31 Dec 2014 03:15:42 +0000
  To: cnvyas@hotmail.com

  Like

 2. dinesh shah કહે છે:

  hu tamaro lekh mara samaj na megazin ma print kari saku ?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s