જિંદગી પ્યાર કા ગીત હૈ (૧૮) નરેશ કે ડૉડીયા

184075_491554977530419_1231385242_n

થોડા દિવસ માતા પિતા સાથે રહેવાથી બીના રાહત અનુભવતી હતી…બકુલને ખબર હતી કે હવે બીનાનો પતિ આ દુનિયામાં નથી…તેથી એ રોજ સાંજે ઘરે વહેલો આવ્યા લાગ્યો…અને સીધો બીના પાસે પહોચી જતો….પચાશ વર્ષ પાર કરી ચુકેલા હૈયાઓમાં શારિરીક નીકટતા કરતાં માનસિકતા કેળવી શકે એવા સાથીની જરૂર હોય છે…બીનાની જિંદગીમાં બકુલ હવે મલમનું કામ કરતો હતો….એક પુરુષ જાતનું મતલબી પણું છાને ખૂણે તો દેખાય જ આવે છે…..અને બકુલ જાણતો હતો કે બીનાનાં જીવનમા હવે મારા સિવાઇ કોઇ પુરુષ નથી….એટલે જાણે બીના માટે પાછલી કોઇ ફરિયાદ કરવાને બદલે બીનાને પળેપળ ખૂશ રાખી શકે એ બધો ખ્યાલ રાખવા માંડ્યો.

બકુલ બીનાને ક્યારેક સાંજે જે જગ્યાએ બેઉ છુટા પડ્યા હતા એ નદી કીનારાવાળી જગ્યાએ લઇ જતો.એ સમય હતો ત્યારે તે ટેપરેકોર્ડર સાથે લઇ જતા હતા.હવે ડીઝીટલ યુગ આવી ગયો હોવાથી બકુલ પોતાનાં મોબાઇલમાં બીનાં પંસદગીનાં ગીતો એ જગ્યા એને અચુક સંભળાવતો હતો.કારણકે બકુલ જાણતો હતો કે બીના અને એને જોડી રાખતો શોખ હતો ગીત અને ગઝલ.બકુલ જ્યારે પણ મોબાઇલમાં બીનાની પંસદગીનાં ગીત કે ગઝલ વગાડતો ત્યારે બીના આંખો બંધ કરીને બકુલનો એક હાથ પકડીને એનાં ખંભે માથું રાખીને કયાંક ખોવાઇ જતી હતી..આ દરમિયાન બીનાને ખલેલ ના પહોચે એટલે બકુલ જરા પણ હલનચલન કર્યા વગર સ્થિતપ્રગ્ન અવસ્થામાં બેઠો રહેતો..

સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ભલે બેઠેલા હો પણ બાજુમાં પ્રિય પાત્ર હોય ત્યારે આંખો સ્થિતપ્રજ્ઞ રહી શકતી નથી.બકુલ જોતો કે બીનાનાં જે કાળા ઘટ્ટ વાળ હતા આજે એની જગ્યા એ થોડા પાંખા થયાં હતા અને  અમુક જગ્યાએ સફેદી ચોક્ખી દેખાય આવતી હતી.છતાં પણ પોતાનાં પ્રિય પાત્રને સ્પર્શવાની એ લાલચ રોકી શકતો નહી.થોડી થોડી વારે હવામાં ઉડતી બીનાની એકલદોકલ લટ્ટને ઉડતી જોઇને બકુલ એને કાન પાછળ સેરવી દેતો હતો.

આંખો બંધ કરીને બેઠેલી બીનાને ચહેરાને એ અપલક જોયાં કરતો હતો.એ જોતો કે પરણીને ગઇ ત્યારે બીનાનો ચહેરો ધવલશ્યામ રંગનાં મિશ્રણવાળૉ હતો,જે આટલા વર્ષોમાં યુરોપમાં રહીને એકદમ ગૌરવર્ણૉ અને ગુલાબી થઇ ગયો હતો.પચાસની ઉમરમાં પણ બીનાનાં ચહેરા પર એક પણ કરચલી દેખાતી ના હતી.બીનાં ચહેરાને જ્યારે બકુલ જોતો હોય ત્યારે બકુલ પણ ભૂતકાળમાં સરી જતો હતો.એક ચંચળ હરણી જેવી મુગ્ધ બીનાં સમયની થપાટૉ ખાઇને એક ધીરગંભિર પાણીથી છલોછલ શાંત નદી જેવી લાગતી હતી.

બીનાના ચહેરાને નિહાળતી વખતે એક જગ્યાએ બકુલની નજર એક જગ્યાએ જરૂર અટકી જતી અને ત્યાંથી હટવાનું નામ નહોતી લેતી.એ જગ્યા હતી બીનાનાં હોઠની ઉપરનો કાળૉ અને પાકટ બની ગયેલો તલ.જ્યારે બીનાં લગ્ન કરીને ગઇ ત્યારે આ તલમાં લાલાશ દેખાતી હતી એ તલ આજે પાકીને કાળા ઘટ્ટ રંગનો બની ગયો હતો.

સમય માત્ર અને માત્ર પ્રેમ કરનારની પવિત્ર ભાવનાને જુએ છે..આટલાં વર્ષોથી દૂર રહીને અંદર અંદર બંને વચ્ચે ધુંટાયેલો પ્રેમ જાણે ઘોળાયેલો ચંદન જેવો સુંગંધી અને પવિત્ર બની ગયો હતો.કારણકે બકુલની નજરમાં કે સ્પર્શમાં કોઇ વાસનાં કે વિકાર નહોતો.જે હતું એ પવિત્ર પ્રેમનું અમુલ્ય કહી શકાય એવું તથ્ય હતું.

બીનાને ક્યારેક બેઠા બેઠા પણ થાક લાગતો હતો..બકુલનાં ખંભે માથુ રાખીને બેઠી હોય ત્યારે ઘણીવાર એ ઝોકુ ખાઇ લેતી હતી. આવી જ એક ઘટનાં એને યાદ આવી ગઇ હતી.કોલેજમાં બંને સાથે હતા ત્યારે એક પ્રવાસમાં બીના બકુલનાં ખભે માથુ રાખીને સુઇ ગઇ હતી.ત્યારે બકુલે આ જ રીતે બીનાંને આરામથી સુવા મળે માટે પોતાનાં ગોઠણ પર એનું માથું રાખી દીધું હતુ.એ સમયે થોડી મસ્તી અને અલ્લડતા હતી જ્યારે આજે પ્રગલભ કહી શકાય એવું સમજદારી ભર્યું આચરણ હતુ.યુવાનીની મુગ્ધાવસ્થા અને વાનપ્રસ્થ અવસ્થાની સભ્યતાં વચ્ચેનાં ગાળામાં બકુલ અને બીનાએ સેવેલા કંઇક શમણાઓ દબાયેલી અવસ્થામાં રહી રહીને સળવળતાં હતાં.

ક્યારેક એની નવી કારમાં લોંગ ડ્રાઇવ પર લઇ જતો અને પહેલાની જેમ બીના ક્યારેક ખોવાએલી લાગે તો હાથમાં તેનાં હાથને પકડીને ઉષ્માનો સંચાર કરતો બંનેનો પ્રેમ આત્માનો પ્રેમ હતો જે હમેશા શારીરિક આકર્ષણથી પરે હોય છે.

એક વાર બકુલને અમદાવાદ કોઇ વ્યવસાયીક કારણૉસર જવાનું હતુ.બકુલ એકલો જતો હોવાથી એને બીનાને કહ્યું,”ચાલ આજે હું અમદાવાદ જાંઉ છુ અને એકલો જાઉ છુ તુ સાથે આવશે તો મને કંપની રહેશે.”

કશું પણ બોલ્યા વિનાં બીના ધરમા ગઇ અને પોતાનું પર્સ અને માથામાં બાંધવાનો સ્કાર્ફ લઇને બકુલ સાથે જવાં તૈયાર થઇ ગઇ.આખાં રસ્તે જવલ્લે જ બંને વચ્ચે સંવાદ થયા પણ કારટેપમાં વાગતાં સહિયારા પંસંદગીનાં ગીતો બંનેની અંદર ખળભળતાં મૌનને વાંચા આપતાં હતાં,

હવે જ્યારે જ્યારે બકુલ બીનાને સ્પર્શ કરતો ત્યારે એની અંદર એક નવી ઉષ્માનો સંચાર થતો હતો.સૂર્યનાં મૃત્યુ પછી સંવેદનાઓથી અલિપ્ત થઇ ગયેલી બીના હવે સંવેદનાઓનાં નવા આવિષ્કારને આવકારતી હતી.એ જાણતી હતી કે આ સ્પર્શ સૂર્યનો નથી અને એ પણ જાણતી હતી કે જ્યારથી સૂર્યએ એની ડાયરી વાંચી હતી ત્યારથી લઇને એનાં મૃત્યુ સુધીનાં સમયમાં સૂર્યનાં સ્પર્શને એ કદી પણ આબાદ જીલી શકી નહોતી.

જ્યારે અત્યારે બીનાં બકુલનાં આ નવતર સ્પર્શને આબાદ જીલી શકતી હતી અને એ સ્પર્શથી એની અંદર એક હુંફાળી સૃષ્ટી જન્મ લેતી હતી.બીના બકુલનાં એ સ્પર્શમાં ચોક્ખું અનૂભવી શકતી હતી

અમદાવાદ પહોચીને બપોર સુધીમાં બકુલનું વ્યવસાયને લગતું કામ પુરું થઇ ગયું હતુ.બપોરનાં દોઢ વાગ્યાની આસપાસ બંનેએ એક શાનદાર રેસ્ટોરન્ટમાં સાથે ભોજન લીધું.ત્રણ વાગ્યા એટલે નવું કાયાપલટ થયેલ કાકરીયા જોવાનું નક્કી કર્યું.સાજનાં પાંચ વાગ્યા સુધી બનેએ સાથે સમય પસાર કર્યો.આજે બકુલે જોયું કે અત્યાર સુધી કારણ વગર એક શબ્દ ના બોલતી બીનાએ એ આજે ધણી જુની વાતો યાદ કરીને કહેતી હતી.બીનાની આ વાતમાં જ્યારે જ્યારે બકુલનો ઉલ્લેખ આવતો ત્યારે ખૂશ થતો હતો..

આજે બીનાં સભાન અવસ્થામાં હતી.આજે એ થોડી ખીલી હતી.બંનેનાં હૈયામાં આજે ઉંમંગોની લાપસીનાં આંધણ મુકાય ગયા હતા.હરખને તેડા ના હોય.આજે પચાસની આસપાસ બે હૈયાઓને પોતપોતાની સૃષ્ટીની ભૂમિ પર લાગણીના વાવેતર કર્યા હતા. બકુલે આજે બીનાને કહ્યુ,”બીના,તું જાણે છે તારામાં મને શું ગમે છે?” બીનાએ નકારમાં ડૉકુ હલાવીને કહ્યું,”હું નથી જાણતી.” બકુલે કહ્યું,”આ તારા હોઠ ઉપરનો તલ છે એ મને ખૂબ જ ગમે છે.” બકુલની વાત સાંભળીને કોલેજ કાળની બીનાં અંદરથી સળવળી ઉઠી અને બીનાં ગૌર ચહેરા પર એ જુની મુગ્ધતાની લાલિમાની ઝાંખી અસર ઉપસી આવી .

બકુલે પોતાનાં જમણા હાથની આંગળી એ તલ પર મુકી અને બોલ્યો,”બીનાં આ તલની નિશાનીના કારણે તું ગઇ પછી જ્યારે જ્યારે સપનાંમાં આવતી હતી ત્યારે મારી પ્રથમ નજર તારા તલ પર પડતી હતી એટલે જ હક્કીતમાં જ્યા સુધી તું સામે ના આવી ત્યા સુધી તારો આ તલ મારા માટે સલામત રહ્યો છે.”

“શું તું  પણ બકુલ ! કેવી વાત કરે છે.હવે આપણે એ કોલેજનાં કાળનાં બકુલ અને બીના નથી.”બીના શરમાયને નીચું જોઇને બોલી.

એટલે બકુલે હળવેથી કહ્યુ,”બીના……,તું જાણે છે જ્યારથી તું લગ્ન કરીને ગઇ હતી ત્યારથી મારી આંખોએ તો તને એ જ કોલેજ કાળની બીના હતી એને અકબંધ સાચવી રાખી છે.તું ભલે ઉમરનાં કારણે ઉપરથી બદલી ગઇ છે પણ અંદરથી એ જ બીના છે જેને મે વરસોથી મારી આંખોમાં સાચવી રાખી છે.”આટલું બોલ્યા પછી બીનાએ જોયું કે ઉપરથી સખત દેખાતા બકુલની બંને આંખોની કિનારીમાં ભીનાશ તરવરી ઉઠી હતી.

બીનાએ બકુલનો હાથ સખ્તાયથી દાબી દીધો અને બોલી,”બકુલ…., તે ભલે એ બીનાને સાચવી રાખી હતી મે પણ એ જ બકુલને મારા હ્રદયનાં એક ખૂણે સાચવી રાખ્યો હતો.હું જ્યારે પણ એકલી પડતી હતી ત્યારે અચુક તને યાદ કરતી હતી અને તારી કમીને હું મારા જીવનની પ્રત્યેક પળે અનૂભવતી હતી.”બીનાએ લાંબો નિસાસો ખાઇને વાત આગળ વધારતા કહ્યુ,” બકુલ…..,પ્રેમ કરવો એટલે માત્ર પામવું જ જરૂરી જ નથી.દુનિયાના દરેક પ્રેમીમાંથી કોઇને રાધાનાં નશીબનું મળે છે તો કોઇને મીરાનું નશીબ મળે છે.પ્રેમ તો આરાધનાં છે એમાં ડુબી જાઓ તો જ પ્રેમનું અંતિમ સમજી શકો છો.”

બીનાને આજે આવી વાતો કરતી જોઇને બકુલ સમજી ગયો કે પ્રેમ માત્ર પ્રેમ છે.એ કદી મરતો નથી.પાત્ર ભલે વિખુટુ પડી જાય પણ બેઉનાં હ્રદયમાં પાંગરેલો પ્રેમ એ મુક હોય કે બોલકો હોય,પ્રેમ કદી મરતો નથી,જેને જાણે અજાણ્યે એક વાર ચાહ્યા હોય એ પાત્રની યાદ તો રહી જાય છે.એટલે જ સાત દરિયા દૂર ગયેલી બીનાંનાં હ્રદયમાં પ્રેમ અકબંધ રહી ગયો અને એનાં ખુદનાં હ્રદયમાં બીના માટેનો પ્રેમ અકબંધ રહી ગયો..અત્યાર સુધી જે અવ્યક્ત રહેલો બંનેનાં હ્રદયનો પ્રેમ વ્યક્ત થવાં માટે આકુળ વ્યાકુળ થતો હતો.

કાકરીયાએથી રવાનાં થયા બાદ બકુલે પોતાની કાર એક વિશાળ કપડાનાં શોરુમ પાસે ઉભી રાખી અને બીનાને કહ્યું ચાલ મારી સાથે આજે મારે તારા માટે કંઇક લેવું છે. મારે એક સ્વેટર લેવું છે.

બીના કશી આનાકાની કર્યા વિનાં બકુલ સાથે એ વિશાળ શોરૂમ પ્રવેશ કર્યો.પહેલા માળે જ્યા ગરમ કાપડનો વિભાગ હતો ત્યાં ગયા અને બકુલ પોતાનાં માટે સ્વેટરની શોધ કરવા લાગ્યો.થોડી વારમાં બકુલે જોયું તો બીનાં હાથમાં આખી બાંયનું વી ગળાનું દુધિયા રંગનું સ્વેટર લઇને ઉભી હતી.બકુલને યાદ આવ્યુ કે બીનાને આજે પણ ખબર છે કે મને દુધિયાં રંગનું સ્વેટર ગમે છે.બકુલે કશી આનાકાની કર્યા વિનાં એ સ્વેટર પોતાના માટે ખરીદી લીધુ અને બીનાને કહે,”તું અહીંયા જ ઉભી રહેજે,હું તારા માટે કંઇક લઇને આવુ.”

થોડી વાર પછી બકુલ આવ્યો તો બીનાએ જોયુ કે બકુલનાં હાથમાં કોલેજકાળથી એને પ્રિય હતી એવી કાળા અને લાલરંગની શાલ હતી.કશું બોલ્યા વિનાં બકુલે એ શાલ બીનાનાં ખભા ફરતે વિટાળી દીધી.ત્યારે શાલ ઓઢીને ઉભેલી બીનાને બકુલ જોતો જ રહ્યો.જાહેરમાં બધા સામે બકુલનું આ રીતે જોતા રહેવું બીનાની નજરથી સહન ના થતા બીનાં શરમાઇને નીચું જોઇ ગઇ અને બોલી,”ચાલો બકુલ,હવે આપણે નીકળીએ ઘરે પહોચતાં રાત થઇ જશે.”

કહ્યા વિનાં ઘણુ બોલી ગયેલા બે હૈયાઓ શીયાળાની ઠંડી રાતે અમદાવાદથી પોતાનાં ગામ જવાં માટે રવાનાં થયા.જતી વખતે બે મૌન સંવાદો આંખોથી રચાતા હતા એ બધાં સંવાદો વળતી વેળાએ બોલકા બનીને હોઠો પર આવી ગયા હતા. આખા રસ્તે બીના અને બકુલે બીનાંનાં લગ્ન પછી બંને એ કેવી રીતે સમય પસાર કર્યો એની બંને તરફ આપવિતિ એક બીજાને સંભળાવતાં રહ્યા.જુનાં સ્મરણૉનાં એક પછી એક પોટલા ખુલતાં જતાં હતાં.એ બધી જુની યાદોની મહેક બંનેનાં અંતરને તરબતર કરતી હતી……

 

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s