જિંદગી પ્યાર કા ગીત હૈ.(૧૧) વિજય શાહ

184075_491554977530419_1231385242_n

બકુલ પોતાની જાતને પ્રશ્ન પુછતો હતો. હવે શાની રાહ જુએ છે? તારી ઉલઝન તો તારા મૌન સાથે શત શત સ્વરૂપે વધી ગઇ. હવે કયા ઉજાલાની રાહ જુએ છે? તું એકલો રહેવા સર્જાયો છે અને રહે એકલો.બીના સૂર્ય સાથે વિદેશ ઉડી જશે !ઝાકળનો ભેજ ઉડી ગયા પછી તેની ભીનાશ કેવી રીતે માણવાનો?

જિંદગીએ જુદાઇ આપી છે તો જીરવી લઇશ પણ હરફ કાઢવાનો નથી. પ્રેમિકા ના થઇ શકી તો કશો વાંધો નથી. એક ઉત્તમ દોસ્ત તો બની શકીશને? સંગમ ચલ ચિત્રમાં રાજેન્દ્ર કુમારનો રોલ એટલે તેને બહુ ગમતો હતો. બલિદાન આપવા સીવાય હવે કોઇ ઉપાય પણ ક્યાં છે? ત્યાં મિત્ર હતો અને અહીં મિત્રથી અદકો ભાઇ!

દિવસો જતા હતા.બીના હવે એટલી જલ્દી નજરે પડતી નહોંતી. મમ્મી પાસે બધી રસોઇ શીખવા માંડી હતી. વાતો વાતોમાં મમ્મી કહેતા હતા કે પતિને કાયમ રીઝાયેલો રાખવો હોય તો ભાણૂં ભરપુર રાખવું કચુંબર, અથાણા અને જાત જાતનાં વ્યંજનો બનાવતા શીખી રહી હતી. અને નવી વાનગી બને તે અચૂક બકુલને ઘરે પહોંચે .

બકુલ ડાયરી લખતો પણ ક્યારેય બીનાનું નામ કે ઉલ્લેખ કરતો નહી. જ્યારે લખે હે ડાયરી, ત્યારે મહદ અંશે તે ઉલ્લેખ બીના નો જ હોય. પણ આ વાત એકલો બકુલ જ જાણે અને પોતાને સખાથી સંબોધતો.

આજે તેણે ડાયરીમાં પોતાનો હાલ લખવાનો શરુ કર્યો. હે ડાયરી, તું હવે પતિગૃહે જઇને સમાવાની તારા આ સખાનું અહીં શું થશે?

પછી જાણે ડાયરી કહેતી હોય તેમ અવતરણમાં “ સખા જીવન તો ઉપરવાળાએ લખેલું નાટક છે આપણે તો મહોંરા. તે જેમ કરે કે કહે તેમ વર્તવાનું. આપણો ભાગ ભજવાય અને જવનિકાનાં પતન સાથે સ્ટેજ ઉપરથી નીકળી જવાનું. ફરી એનો હુકમ હશે તો બીજા અંકમાં કે ત્રીજા અંકમાં ફરી દેખાશું . જિંદગી બહું લાંબી છે. તેણે જુદાઇ પહેલા લખી હશે તો વિયોગ પહેલા અંકમાં છે. બાકીના અંકોમાં ક્યાંક વિરહ પછી મિલન તો હશે ને?”

“ હે ડાયરી, પણ મને કહે કે તું મારી મિત્ર તો રહેશેને?”

“ સખા મૈત્રીથી ક્યાંય ઉંચે એવું તારું સ્થાન મારા હૈયે છે.” આટલું લખ્યા પછી તેની પેન જાણે અટકી ગઈ. તેનૂં મન ફરી આર્દ્ર બની ગયું.બચપણમાં કેવી ધીંગામસ્તી કરતા હતા. ઘર ઘર રમતા હતા ત્યારે પણ બીના મમ્મી બનતી અને બકુલ પપ્પા.બીના નાના પીત્તળનાં રમકડામાં રસોઇ બનાવે અને તે રસોઇ બકુલને જમાડતી. પ્રસંગોની હારમાળા કાયમ ચાલુ રહેતી અને અંતે બેમાંથી કોઇ રીસાતુ અને રડતું ઘરે જતું.બસ આજે ૨૪ વર્ષે પણ એવું જ ડાયરી! મારે ભાગે રડવાનું જ રહ્યું.

આખરે એ દિવસો પણ આવી ગયા કે જ્યાં બ્રીટીશ વિઝા અને પાસપોર્ટ આવી ગયા. સૂર્યનાં ફોન પણ વધી ગયા. હવે રહેવાતું નથી એવી વાતો સાંભળતો બકુલ વધુ ને વધુ વિરહાગ્નિમાં શેકાતો રહ્યો. તેનું મન કહેતું હતું કે તેનાથી બીનાને આવજો નહીં કહેવાય અને બીના પણ કયાં મારા જેવા રોતલ સાથે રહેવાની છે. તેને કંઇક એવી ભેટ આપું કે જે તેને સાસરે ક્યારેક એકલતા નડે ત્યારે ઉપયોગી થાય તેવું કંઇક આપું.

બહુ વિચારનાં અંતે તેને ડાયરી આપવાનું જ યોગ્ય લાગ્યું. ક્યારેક બીના ઘરે આવતી પણ તેની માંગમાં સિંદુર અને કુમકુમની રાતી બીંદીયા ના ઇચ્છવું હોય તો પણ બકુલને તેની ભુલ યાદ દેવડાવી દેતી હતી.

આજે તો તે ઉંધીયુ અને જલેબી લઇને આવી હતી. તેણે બકુલનાં રુમમાં બારણે ટકોરા મારીને પુછ્યુ. “બકુલભાઇ આવું કે?”

બકુલે સહેજ ગળગળા અવાજે કહ્યું,“ બીના આપણે બચપણથી સાથે રમીને ઉછર્યા છે. તને દિયરપણું દેખાડવા ભાઇ લગાડવાની જરૂર નથી”

“ભલે બકુલ પણ તું અસ્વસ્થ દેખાય છે તબિયત તો સારી છે ને?”

“ હા એક દિલેર મિત્ર મારાથી દુર જવાની તે વાતનો ભાર તો છે જ.”

‘ તો શું મને પણ તેની અસર નહીં હોય?” બીનાએ પ્રતિ પ્રશ્ન કર્યો

“ જો સૂર્ય જેવો જીવન સાથી મળ્યો હોય પછી ખોવાનો અહેસાસ ના પણ હોય..”

પણ હવે ભૂતકાળને ડહોળવાને બદલે એટલું તો જરૂર કહીશ કે,’ તુ મારી સમજણનું પહેલું પ્રિય પાત્ર હતો. તે તુ જાણે છે ને કે પહેલી પ્રીત ભુલાતી નથી હોતી.”

“ આજે રહી રહીને એક વાત જરૂર કહીશ ભૂતકાળ એ ભુલવા માટે છે. તું આર્દ્ર બની મને વધુ ગુનેગાર ન બનાવ. મારા મૌને આપણ ને બંને ને વ્યથીત કર્યા છે. જો તને વાંધો ના હોય તો તારી જવાની આગલી એક સાંજ મને આપીશ?

જરૂર પણ એક વાત તો કહીશ જ કે સૂર્ય પણ બડો અચ્છો દોસ્ત પહેલા બન્યો છે, અને પતિ પછી. તમારા કુટુંબ માટે મારું માન સૂર્યને જાણ્યા પછી ઘણું વધ્યુ છે.

બકુલ જોતો રહ્યો.તેની નજરમાં બીના માટે માત્ર વહાલ હતુ.

“ તને ખબર છે તેની કઈ વાતે મને જીતી લીધી?”

બકુલને જાણવાની ઇંતજારી તો નહોતી પણ બીનાને કંઇ ના કહેવાય?

“ તેણે મને કહ્યું બીના તારો કોઇ બોયફ્રેંડ છે? હું કંઇ બોલુ તે પહેલાં જ તેણે સ્પષ્ટતા કરી. અરે આટલી સુંદર અને રૂપાળી છોકરીને લાઇનો તો આખી દુનિયા મારે કેમ ખરુંને? પણ તે ભૂતકાળ હતો. જેના ઉપર મારો કોઇ અધિકાર નહીં પણ હવે એટલે કે લગ્ન પછી બધો જ અધિકાર મારો. હું જ તારો બોય ફ્રેન્ડ. કેવી સરસ વાત નહીં?

બકુલે હકારો તો ભણ્યો પણ હવે તે સૂર્યની વાતો સાંભળવાનાં મૂડમાં નહોતો. તેણે ફરી કહ્યું “આપણે ફરીથી મળીએ તેનો તને કંઇ વાંધો નથીને?”

“ ના વાંધો તો શું હોય? પણ આપણે રીક્ષામાં જઇશું તારા સ્કુટર પર નહીં.”

“ભલે એમ તો એમ.પણ મારે તને તારા લગ્ન ની ભેટ આપવાની છે. હા મારે સૂર્યની પત્ની ને નહીં મારી બચપણની સહેલી ને મળવુ છે. જેની સાથે છેલ્લુ કેટલુંક ઝઘડવાનું બાકી છે તે હિસાબ બરોબર કરવાનો છે.”

“ હા હવે લાગે છે ભાર ઘટી રહ્યો છે .”

થોડોક સમયના મૌન પછી બીના બોલી . “ બકુલ તું પણ સારું પાત્ર જોઇને સ્થિર થઇ જજે.”

“ હા તારા જેવું કોઇક પાત્ર મળે તો મને બતાવજે.પણ હાલ તો ભણવાનું છે તેથી ચોપડીઓ જ મારી સાથી અને મિત્ર છે,

ભલે પણ કહે છે ને કે બંધ બારણા સામે તાકીને બેસી રહેનારાને બીજા ૧૬ નવા બારણા ખુલ્યા હોય તે દેખાતા નથી. હવે મને યાદ કરવાને બદલે તારી જિંદગીમાં આવનારી બીજી તકને જવા ના દઇશ. એતો તુ જાણે છે ને કે એક બસ ચુકી જવાય તો ચિંતા નહીં કરવાની પાછળ બીજી બસ આવતી જ હોય છે.

જવાની આગલી ઢળતી સાંજે બીના, બકુલ સાથે ગામની પાછલી કોર નદીના ઢોળાવ પાસે પોતાની ગમતી જગ્યાએ લટાર મારવા ગઇ.એક કલાક સુધી બંનેએ ભારે મનથી આંખોમાં દુઃખ છુપાવતા વાતો કરી. છુટા  પડતી વેળા બકુલે એક નવીનક્કોર ડાયરી અને ગોલ્ડન પેન બીનાને હાથમા આપતા કહ્યું,”બચપણથી લઇને અત્યાર સુધી તારી સઘળી ખૂશી અને દૂઃખ મારી સાથે વહેચ્યા છે.હવે હું તારી નજરથી દૂર સાત દરિયા પાર રહેવાનો છું, હવે જ્યારે પણ મારી યાદ આવે ત્યારે તારી ખૂશી અને દુઃખની વાતને આ ડાયરીમા લખતી રહેજે.

જેવી બીના ડાયરી ખોલે છે,પહેલા પાના પર બકુલનાં સુકાએલા આંસુના બેચાર ટીપા ઉપર નજર પડે છે.આ જોઇને બીનાની આંખોમાંથી બીજા ચાર ટીપા ટપકી પડે છે પેલા સુકા પાનને ફરી ભીનાશ આપવા. બીનાના આંસુ અને બકુલનાં આંસુનું ડાયરીના પહેલા પાને મિલન થયું. જતી વેળા બીના એના હાથને બકુલના હાથની મજબૂત પકડમાથી ધીરે રહીને છોડાવે છે. હજુ થોડે દૂર ગઇ ત્યાં તો અચાનક દોડીને બકુલને ભેટીને મન મુકીને રડવા લાગી. બકુલે એને સધિયારો આપીને માંડ છાની રાખી અને ઘર સુધી વળાવી આવ્યો.જ્યાં સુધી બકુલ આંખોથી દૂર ના થયો ત્યાં સુધી બીના એના ધરના દરવાજા પાસે ઉભી હતી.બકુલ નજરથી ઓઝલ થયો હોવા છતા, બીનાનો એક હાથ બકુલને આવજો કહેવા ઉંચો થયો હતો એ કેટલીય વાર સુઘી એમને એમ યથાવત રહ્યો.

બીજે દિવસે બીનાએ પોતાની સાથે પહેલી દોસ્તી કે પ્રીત કશું ના સમજાય એની યાદોનો સામાન, અણકથ્ય અધૂરી કહાનીના પ્રકરણના અનેક હિસ્સા અને મા બાપ તરફથી મળેલી પૈઠણનો સામાન લઇને રનવે પરથી બ્રિટીશ એરવેઝના વિમાનમાં  લંડન તરફ પ્રયાણ કર્યું.

મન કેવું વિચિત્ર હોય છે જ્યારે ભારતનો દરિયો છોડ્યો નહોંતો ત્યારે આખું સોનપૂર ગામ મન પર છવાયેલું હતુ.પપ્પા મમ્મીની આંખમા ઉદાસીનતા હતી અને સાથે એક અણક્લ્પ્ય ભય પણ હતો. દીકરી સાસરે સાકરની જેમ ભળી જાય તેવા સર્વ સંસ્કાર અને તાલિમ આપેલી હતી. પણ પિયર તે પિયર અને સાસરી તે સાસરી ! બકુલ પણ સ્વસ્થ હતો કે સ્વસ્થ રહેવાનો ઢોંગ કરતો હતો તે સમજાતુ નહી! હવે જે છે તેને સ્વિકારવામાં જ ગનીમત છે.હેંડ બેગમાં કેડબરીની એક્લેર ચોકલેટો બકુલની યાદ આપતી હતી જેવું મુંબઈ છુટ્યું અને તે એક્લેરની ચોકલેટ લોલીપોપ બની સૂર્યની યાદ તાજી કરી ગઈ…

હા, હવે તો સૂર્યનો ૨૪ કલાક્નો સાથ.લંડન ની બર્ફીલી સવાર અને ધુમ્મસ ભરી રાતોનો વિચાર બીના ને એક્દમ પ્રફુલ્લિત કરી ગયો.એ સહેજ મલકી અને બાજુમાં બેઠેલો અને એને તાક્તો રહેતો પ્રવાસી બોલ્યો “ હાય! માય નેમ ઇઝ સૂર્ય !”

એ ચમકી અને જરા વિસ્ફારિત નજરે જોયું તો લાગ્યુ તેને ભ્રમ થયો હતો. બાજુમાં બેઠેલો પ્રવાસી સૂર્ય તો હતો જ પણ તેનો સૂર્ય નહીં અને તે વધુ મલકી..“ હાય આઇ એમ બીના. એક્ચુઆલી આઇ વૉઝ થિંકીંગ ઓફ સૂર્ય ઓનલી. માય હબી,હુ ઇઝ કમીંગ ટુ પિક મી અપ એટ લંડન એરપૉર્ટ.ને સૂર્યની અદાથી વાક્ય પુરુ કર્યુ,યુ સી.”

ઓહ ધેટ ઇઝ ગ્રેટ.આઇ એમ વિઝિટીંગ લંડન ટુ સી માય વાઇફ એન્ડ રેજીના. અવર ન્યુ બોર્ન ફર્સ્ટ બેબી ગર્લ.

“કોંગ્રેટ્સ,આઇ એમ સ્યોર યુ આર એક્ષાઈટેડ ટુ સી રેજીના એન્ડ આઇ એમ લીટલ સ્કેર્ડ સિન્સ ગોઈંગ ટો મીટ માય ઇનલૉઝ !

“ વ્હાય? આર ધે વિયર્ડ ?”

“ નો, નો, આઈ એમ ગોઈંગ ફોર ગુડ આફ્ટર મેરેજ.”

“ ઓહ ફાઇન, યુ હેવ સૂર્ય વીથ યુ. સો યુ વીલ બી ફાઇન.દક્ષીણ ભારતીય લઢણોમાં બોલાયેલા શબ્દો એને રમુજ પાડતા હતા.

પ્લેન ૩૫૦૦૦ ફૂટની ઉંચાઇ પકડી ચુક્યુ હતુ. લંચ સર્વ થઇ રહ્યુ હતુ.બાજુમાં બેઠેલો પ્રવાસી ચીકન ખાઇ રહ્યો હતો. બીના ને વેજીટેરીયન લંચમાં પાલક પનીરનું શાક સોઢાતુ હતુ. આમ તો ચીકનની વાસથી તેને ઉલટી થવા જેવુ થવા માંડ્યુ હતુ પણ મન મક્કમ કરી તેની પ્લેટમાં આવેલું ગુલાબ જાંબુ તેણે મોં માં મુક્યું.

 

 

 

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s