જિંદગી પ્યારકા ગીત… (૫) ડૉ. ઇંદિરાબહેન શાહ

184075_491554977530419_1231385242_n

દિવાનખાનામાં થયેલ વાત સાંભળી, તોરલબેને પ્રેમથી બીનાને આલિંગન આપ્યું, જે તેને બહુ ગમ્યું.    તેને તો મનમાં એમ જ થયું જાણે તેની ભાવી સાસુ તેને આનંદથી તેમના કુટુંબમાં આવકારી રહી છે. બીના અને બકુલ એકબીજાને ખૂબ ચાહતા હોવા છતા, એકરાર કરી નહીં શક્યા બન્નેના સંસ્કાર તેમને રોકી રહ્યા હતા? કે પછી બન્નેના મનના ઊંડાણે એક ભય હતો, કદાચ મારો પ્રેમ એક પક્ષી હશે ? ના, ના એવું કેમ હોઇ શકે ? કહેવાય છે, આંખોમાં હ્રદયના ભાવ જરૂર ઉભરાય. વ્યક્તિની આંખ જોઇ કહી શકાય, વ્યક્તિ ખુશ છે કે નારાજ. ભાવ તો બન્ને અનુભવતા દિલમાં અરમાનો જાગતા, છતાં કદી વાણીમાં પ્રગટ ન કર્યા. બન્ને એકબીજાની પસંદગીનું ધ્યાન રાખતા, ગમતી વસ્તુઓની ભેટ આપતા, તેમ છતા પોતાની લાગણી જાહેરમાં કે ખાનગીમાં વ્યક્ત નહોતા કરી શકતા. બન્ને પહેલે આપ, પહેલે આપ મનમાં ઇચ્છતા રહેતા, બેમાંથી કોઈની લાગણીને વાચા ના ફૂટી. બન્ને જણા સોનનદીને કિનારે કલાકો ગાળતાં એક દિવસ એકબીજાના હાથ પક્ડી બેઠા હતા ત્યારે બીનાથી કવિતા દ્વારા  કહેવાઇ ગયું,

પ્રિયતમ રાધા જુએ છે તારી વાટ

ક્યારે તું લઇ જશૅ યમુનાને ઘાટ

છંછેડ તું રાધાને કરી તારા તોફાન

કંઇક તો બોલ રાધા જુએ છે વાટ

બકુલ તો બીનાનો મધુર કંઠ માણી રહ્યો. તેને દ્વારિકાધીશની સામે ઊભેલી બીના રાધિકા બની ગાતી દેખાઇ. પુરુષ ઘણી વાર સ્ત્રીને સમજી નથી શકતો. સ્ત્રી શરમ, મર્યાદામાં સ્પષ્ટ બોલી નથી શકતી. આમ બન્ને એક સારા દોસ્ત તરીકે જ વર્તતા રહ્યા. કહેવત છે ને માંગ્યા વગર મા પણ ના પીરશે. સ્કુલ કે કોલેજથી ઘેર આવીએ તરત પહેલું વાકય,’ મમ્મી બહુ ભૂખ લાગી છે’ અને મમ્મીનો જવાબ,’ બેટા રસોઇ તૈયાર છે’. હાથ પગ ધો હું થાળી પિરસુ, મમ્મી પાસે માગીએ ત્યારે જ થાળી પિરસાય. તેમ એકબીજા પ્રેમનો એકરાર કરે તો જ પ્રેમ પરિણયમાં પલટાય.

બીના, અને બકુલ સાથે મોટા થયા, બન્ને કુટુંબના સભ્યો જાણે, એક સંયુકત કુટુંબના સભ્યો હોય એ રીતે સારા માઠા પ્રસંગે એકબીજાને ત્યાં ખભેખભા મીલાવી કામ કરે. અજાણ્યાને તો એમ જ લાગે જાણે સ્મિતાબહેન અને તોરલબહેન સગા દેરાણી જેઠાણી છે.મહેન્દ્રભાઇ અને શ્યામભાઇ પણ સગાભાઇની જેમ રહે. પાંચે બાળકો સગા ભાઇ બહેન જેમ, સાથે રમે, યશને ત્રણ પૈડા વાળી સાયકલ ફેરવતા જોયો, કે તુરત શિલ્પા આવી શ્યામ પાસે, પપ્પા મને યશભાઇ જેવી સાયકલ અપાવોને. શ્યામભાઇએ સમજાવવા પ્રયત્ન કર્યો બેટા તું હજુ નાની છે, તારા પગ ના પહોંચે, પપ્પા મારા પગ પહોંચે છે. ય્શભાઇએ મને ટ્રા્ય કરાવડાવી.  યશને સાયકલ ફેરવવામાં શિલ્પાની કંપની જોઇતી હતી. તુરત બોલ્યો કાકા, શિલ્પાના પગ પહોંચે છે, અપાવી દોને અમે બન્ને સાથે જ ચોકમાં ફેરવશું. રોડ પર નહી જઇએ. હું શિલ્પાનું બરાબર ધ્યાન રાખીશ.આ રીતે બાળકોનો ઉછેર સાથે થયો. નાના મોટા એકબીજાનું ધ્યાન રાખવા તત્પર.

બીના કોલેજના છેલ્લા વર્ષમાં આવી અને તોરલબેનને ચિંતા થવા લાગી, એક દિવસ સ્મિતા એ મહેન્દ્રભાઇને વાત કરી “તમને નથી લાગતું  હવે આપણે બીના માટે સારું ઠેકાણું જોવાનું શરું કરવું જોઇએ”, “હા હા મારી ક્યાં ના છે, તું તોરલબેનને વાત કર તેમના ઘણા સગા પરદેશમાં રહે છે, અને હાથ જોવાવાળા મહારાજ સાચા હશે? આપણી બીનાના નસિબમાં લખાયું હશે, તો જરૂર આપણી બીના તેમને પસંદ પડી જશે.  દીકરી પરદેશમાં સુખ સાહેબી ભોગવતી થઇ જશે. શ્યામ પાસે ઘણી વાર સાંભળ્યું છે ત્યાં જરાય ધુળ નહીં, રસ્તા બધા ચોખ્ખા, સ્વછતાનું નાના મોટા સહુ ધ્યાન રાખે”. ‘આજે જ હું તોરલબેનને વાત કરું છું” શુભસ્ય શીઘ્રમ, સ્મિતાએ તોરલબેનને વાત કરી. તેમને તો બીના ખૂબ ગમતી હતી. બોલ્યા “સ્મિતા આજે જ મારા ફોઇને લંડન ફોન જોડું છું, તમે, મને બીનાનો નવરાત્રીમાં ચણિયા ચોળી ડ્રેશમાં પડાવેલ ફોટો અને તેની કુંડળી આપો હું કાલે એર મેલમાં લંડન મોકલાવી દઉ”.

બીના અને બકુલ કોલેજથી સાથે ઘેર આવતા. બીના બકુલની પાછળ મોપેડ પર બેસતી. ઘણી વાર બીનાને બકુલની કમરે બેઉ હાથ વિટાળી બેસવાનું મન થતું ? મનને મારતી આજે  મનને પરાણે માર્યું ,“ના ના ગામમાં લોકો જોઇ જાય. ગમે તેમ મારા માતા પિતા વિશે બોલે, મારા વર્તનથી મારા મા બાપ વગોવાય.  બિલકુલ નહીં, આમ બન્ને વાણી  તેમજ વર્તનમાં હંમેશા સજાગ રહ્યા. ઘરમાં પ્રવેશતા વાત સાંભળી.

બીના રૂમમાં ઓશિકા નીચે મોં છુપાવી રોમાંચ અનુભવી રહી. તેના આખા શરીર, મનમાં અનોખી લાગણીના તાર ગુંજી રહ્યા!  તંદ્રામાં દિવાસ્વપ્ન જોઇ રહી.  કાનમાં શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. બકુલ સરસ શેરવાની પહેરી માંડવે ઊભો છે. પોતે સરસ પાનેતર પહેરી બકુલને હાર પહેરાવા જઇ રહી છે, અને ઓશિકુ ઊંચકાયું સામે તોરલકાકી દીકરી, હું તને કહેવા આવી છું. મેં જે નીચે વાત કરી તે મારા ફૈબાના દીકરા સૂર્ય માટે છે. તેઓએ મને સૂર્ય માટૅ છોકરી જોવા કહેલું, મારે તો મારી બીના મારા ઘરની જ પછી બહાર ક્યાં ગોતવા જઉ ? તારા જેવી રૂપાળી ગુણીયલ છોકરી કોઇ ન મળે. તું તો મારી આંખમાં નાની હતી ત્યારથી વસી ગઇ છે.  તોરલબેને બેઉ હાથે બીનાને બેઠી કરી વાંસા પર સ્નેહ નીતરતો હાથ પ્રસરાવ્યો. તેની હડપચી ઊંચી કરી, આગળ બોલ્યા, “બેટા સૂર્ય તારાથી પાંચ વર્ષ મોટો છે, તેથી શું, તે તને ખૂબ સાચવશે, તેમના ચારથી પાંચ સ્ટોર છે. તેને તું પસંદ પડી ગઇ છે. મારી બીના કેટલી રૂપાળી ગુણીયલ મીઠડી, બોલે તો જાણે ફૂલડા ઝરે. હવે તો મારી ભત્રીજી પરદેશમાં રાણી બનશે, હવે બેટા તારી હાની રાહ છે, તેઓ ડીસેમ્બરમાં આવશે લગ્ન કરવા બસ હવે તો તું થોડા દિવસ અમારી સાથે છે. જતા જતા બોલ્યા મારે તો હવે ડબલ સગપણ ભત્રીજી અને ફૈબાના દીકરાની વહુ”.તોરલબેને અજાણતા હજાર વોટ વિજળીનો  શૉક આપ્યો, પછી રમુજ કરી “જોજે હો લંડનવાસી રાણી બની કાકીને ભૂલી નહીં જતી”.

બીનાએ મુંગે મોઢે સાભળ્યા કર્યું. મૌનનો અર્થ તોરલબેન સમજ્યા શરમ, સંસ્કાર. મૌનને હા માની મનમાં ખૂશ થતા ગયા.

સાંભળી બીના સ્તબ્ધ બની ગઇ, જાણે પાષાણની મૂર્તી, તેને આ રમુજ શું અસર કરે? નહીં આંખમાં આંસુ, કે નહીં મોઢામાં શબ્દ બધુ જ થીજી ગયું, તેનું સ્વપ્ન સાકાર ન થયું, બીના વિચારે ચડી, આ શું બની ગયું, આવું બનશે તેનો કદી મને ખ્યાલ પણ નહતો વાંક કોનો મારો પોતાનો,ના ના મારી એકલીનો તો ના કહેવાય, બકુલનો પણ વાંક ગણાય ? મેં તો કેટલીય વાર મારી કવિતા દ્વારા મારી લાગણીના આછા અણસાર આપ્યા, પણ એણે તો કદી મને એવો કોઇ અહેસાસ નહીં કરાવ્યો. હા એ મારું ખૂબ ધ્યાન રાખતો પણ એ તો જાણે મોટૉભાઇ નાની બહેનનું ધ્યાન રાખે તેમ ! જોકે અમારા માતા પિતાનો પણ વાંક કહેવાય ? એ લોકોની નજર સામે અમે મોટા થયા, બાળપણમાં અમને લડતા ઝગડતા જોયા, યુવાનીમાં લડીએ, એકબીજાથી રિસાઇ જઇએ, તે દિવસે મમ્મીએ જ મને મોકલી “જા બકુલ બે દિવસથી ડૉકાયો નથી, આજે તેને ભાવતી દાળ ઢોકળી બનાવી છે, તારાથી જ રિસાયો હશે, તું જ મનાવી લઇ આવ”!  હું મનમાં હરખાતી ગઇ, બકુલના ઘેર, “સારુ થયું તું આવી, આજ હું બકુલને મોકલવાની હતી તને બોલાવવા, બે દિવસથી સરખું જમતો નથી, તને જોશે ને એનો મુડ સારો થઇ જશે” ?“કાકી મને મમ્મીએ મોકલી, આજે દાળ ઢોકળી બનાવી છે એટલે બકુલને લેવા આવી”,” અમારે ઘેર બકુલ સિવાય કોઇને દાળ ઢોક્ળી ભાવે નહીં એટલે હું ન બનાવું “જા જલ્દી ઊપર” હું ગઇ બકુલ ચાદર માથે ઓઢી સુતો ‘તો મેં ચાદર ખેંચી ચાલ મમ્મીએ દાળ ઢોકળી ખાવા બોલાવ્યો છે,  ગુસ્સો જમવા પર નહીં રાખવાનો “હું ગુસ્સે થયો જ નથી, તું મારી સામે મોઢું ચઢાવી ફરે છે,”આપણે બન્ને જીભા જોડી જ કરતા રહીશું તો દાળ ઢોકળી ઠંડી થશે, તો મારો વાંક નહીં”, હું તારો વાંક કદી ન જોઊ તું તો રાધા જેવી ભોળી”. “તો તું આખી જીંદગી મારો વાંક નહીં જુએ”? “અરે સાત ભવમાંય તારો વાંક ન જોઊ”. આ બધું ચારેય વડિલો જોતા હતા, સાંભળતા હતા, અમે બેઉ જણાએ તમે સીંચેલ સંસ્કારની મર્યાદા સાચવી, મુંગા રહ્યા, તમને કેમ અમારી લાગણીને વાચા આપવા કદી પુછવાનું સુજ્યું નહીં ? હશે મારા નસિબ, લગ્નતો જન્મ સાથે લખાઈ ગયા હોય છે. મારા લગ્ન સૂર્ય સાથે થવાનું લખાયેલ હશે ? જોષી મહારાજ ના કહેવા પ્રમાણે લખ્યા લેખ કોઇ મિથ્યા ન કરી શકે, મારે હવે સ્વીકારવું જ રહ્યું. હે ભગવાન જેની સાથે સાત જન્મ સુધી સાથે રહેવાના સ્વપ્ના જોયા એનો આવો કરૂણ અંત ! હવે પ્રભુ હજારો માઇલ દૂર તું મને મોકલી રહ્યો છે, તો મારી અરજ સાંભળ. ત્યાંના વાતાવરણમાં હું બધા સાથે સહજતાથી રહું, સૂર્યનો મારા પતિ તરીકે સ્વીકાર કરું, મારો બકુલ સાથે ગુજારેલ ભૂતકાળ હું ભૂલી જાઉ.

આ બાજુ બકુલ પણ માની સ્પષ્ટતાથી એટલો જ દુઃખી થયો. વિચારે ચડ્યો મેં આટલી મોટી ભૂલ કરી, હું બીનાથી મોટો, એતો ભોળી રાધા, મારે શરમ છોડી મારા મમ્મી પપ્પાને વાત કરવી જોઇતી હતી. મારા મૌનનો ભોગ અમે બન્ને બન્યા. ભગવાન અમારા મૌનની સજા આટલી મોટી હોઇ શકે! ખેર, આવી ખબર હોત તો મૌન રાખત જ નહીં. મને જ મારા પૌરુષત્વનું અભિમાન નડ્યું.  પહેલે આપ, પહેલે આપ કહેવામાં ગાડી નીકલ ગઇ.  ઇન્ડીયા છોડકર લંડન. દોષ કોઇનો નહીં મારી મમ્મી મારફત જ નક્કી થયું . હવે અમારે ભૂતકાળમાં સેવેલ સ્વપ્ના ભૂલી જવા રહ્યા, હકિકતનો સ્વીકાર કરવો રહ્યો.

આમ બન્ને જણા પોતાની જાતને કોસ્યા કરે છે, બન્ને સાથે કોલેજ જાય છે. જરૂર પુરતું જ બોલે છે.  સોન નદીને  કિનારે જવાનું, સાથે બેસવાનું બન્નેને મન થાય છે. બન્ને મન મારે છે, બીના તો ભણવામાં વધારે મન પરોવે છે. ડીસેમ્બરમાં કોલેજ પૂરી કરવાની છે. વાંચવામાં સમય પસાર કરે છે,

શુક્રવારના દિવસે અચાનક મોપેડ ઘર તરફ ને બદલે સોન નદી તરફ વળ્યું. બન્નેને ખબર ન રહી મોપેડ નદીના પટ પર પાર્ક થયું, જાણે બધું યંત્રવત બની ગયું. બીના જાણે ઊંઘમાંથી જાગતી હોય એમ બોલી “અરે બકુલ આપણે અહીં કેમ આવ્યા? “સોરી મને ખબર ન રહી આ બાજુની સાઇડ મળીને આ બાજુ વાળી દીધું”.  હવે પાછું વાળો મારે પરીક્ષાની તૈયારી કરવાની છે”. હા મને ખબર છે, પણ તું સંતોષીમાના શુક્રવાર કરે છે, માના દર્શન કરવા આવશે એટલે મેં આ બાજુ લીધું.  તારે પાછું રીક્ષામાં આવવું નહીં.  બીના મનમાં, હજુ પણ મારું કેટલું ધ્યાન રાખે છે, આવું ધ્યાન સૂર્ય રાખશે ? “સારું હું દર્શન કરી આવું છું. “તું દર્શન કરી આવ હું અહીં બેઠો છું”. બન્ને કેટલા બધા સજાગ, મંદિરમાં કોઇ બન્નેને સાથે જોઇ જાય અને બન્ને નાના ગામના ચોરે નવરા લોકોનો ચર્ચાનો વિષય બની જાય. આવો ચાન્સ કદી કોઇને મળ્યો નહીં. બન્ને ખૂબ સજાગ રહેતા, માતા પિતાની આબરૂને જરા પણ આંચ આવે એવું કોઇ વર્તન ભૂલમાં પણ થાય નહીં, તેનો સતત પ્રયત્ન કરતા.

બે પ્રેમી પંખીડા માટે આ સહેલું નથી પણ આ બન્ને તો પોતાના કરતા પોતાના માતા પિતાના સંસ્કાર, આબરૂને વધારે મહત્વ આપતા !

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.