આ વર્ષે, આ શિયાળે, સઘળું અધિક રહ્યું છે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. હજી પાનખરને આવવાની તો ઘણી વાર છે. પણ ‘ડાયાસ્પોરા’ ના બે પર્ણો અકાળે, કવેળા ખરી પડ્યાં. હવે આપણી આથમતી પેઢીનું આજ ભાવિ…હકીકત છે…!
પ્રવીણભાઈ પટેલ ‘શશી’ અને સુમનભાઈ અજમેરી, આ બન્ને સાહિત્યરસિક સર્જનકર્તાઓને ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. એમની એક એક રચના એમના સ્મરણમાં…
આઇસ સ્ટોર્મ
શ્વેત, ધોળું, ધવલ, સફેફ, વ્હાઇટ-
સર્વત્ર બસ આવું, ફરી પાછું એવું ને એવું;
ફરીફરી, હા ફરીફરી, ને વળી વણનોતર્યું,
હિમવર્ષા, તૂફાન બર્ફીલું, હા આવ્યું હરીફરી !
ફુટ સ્નો, ને ઉપર આઇસ રેઇન,
વર્તાય એવું જાણે, આઇસ શિલ્પ ઉદ્યાન;
ઘર, ગાડી, ઝાડી, ડાળી, જાળી, ને પાળી,
બર્ફિલું, બરફ ઢંકાયું, અન્યમનસ્ક, ને અમૂર્ત વળી બધું !
રૂડું, રૂપાળું, ને આકર્ષક,
ગમ્યું ? જરાય નહીં, હતું આ, એક તાંડવ;
ઠંડુ, ટાઢું, ઠરેલું, ને ગાત્ર ગાળતું,
ઠપ, ટક, ધકધક, ને અધિક પાછું ડારતું !
તાર, ડાળ, ઝાડ, સઘળું, વળ બરફ વીંટાયું,
ગઇ વિજળી…
View original post 222 more words