અવની અને વંદન બંનેના કાગળ સાથે ફાઇલ થયેલા તેથી અમેરિકાનાં કાગળીયા પણ સાથે જ આવ્યા. વિભાબેને બંનેની ટિકિટ એક જ ફ્લાઈટ્ની મોકલાવેલી એટલે બંને સાથે એક જ દિવસે ઓ’હેર (શીકાગો) એરર્પોર્ટ પર ઉતર્યા. સુઝી અને નીલ લેવા આવ્યા હતા.
અવની ઉમળકાભેર નીલને ભેટવા ગઇ તો નીલે એને ઝાટકી નાખી !
“પપ્પા છે તે ખબર છેને?” “
અવની કહે “ મારા પપ્પા હોય તો રાજી થાય.”
વંદન તો ઠરી જ ગયો ‘સુઝી એ મોટૂ સ્મિત કર્યુ અને કહ્યું વેલકમ ટુ યુ. એસ. એ.
વિભા તેનો ભૂતકાળ યાદ કરતી હતી. અતુલે તેને બહુ જ આત્મિયતાથી વધાવી હતી. તેમનાં છોકરાઓનાં ઠંડા પ્રતિભાવથી તેને નવાઇ તો લાગી પછી બબડી પણ ખરી આ જુવાનીયાઓનું કશું જ ન સમજાય.
ઘરે પહોંચી ને વંદન અને અવનીની બેગો તેમના રુમમાં ગોઠવી સૌ ડાઇનીંગ રુમમાં ભેગા થયા ત્યારે અવની પહેલા બોલી “નીલ! અહીં તો બધુ મોટું મોટૂં લાગે છે રસ્તા કેટલા પહોળા. મકાનો બધા એક માળ કે બે માળનાં પણ કેટલા વ્યવસ્થિત.”
“ અવની આ વડોદરા નથી, સરખામણી કરવાની છોડી દે. શીકાગો એ શીકાગો છે. ડાઉનટાઉન તો જોઇશ ત્યારે બધુંજ મોટુ લાગશે! ઑછામાં ઓછા ૬૦ માળ અને વધુ ૧૦૦ માળનાં ટાવરો જોવા પામીશ.
વંદન ને પહેલે દિવસે જ સુઝીએ કહી દીધુ “ વંદન અહીં બધુ જાતે કરવાનું છે. ઘાટી કે રાંધવાવાળી બાઇ નથી તેથી અમેરિકન ખાણું ખાતા જલ્દી શીખી જવાનું.”
“એટલે?”
એટલે વરજી! અહીં કોઇ હાથમાં પાણી નો પ્યાલો પણ નહીં આપે. દરેક ઠેકાણે જાત મહેનત ઝિંદાબાદ!
વિભા બોલી, આ શું તમે આવતાની સાથે છોકરાઓને ડરાવવા માંડ્યા?”
નીલ ટિખળ કરતા બોલ્યો. ‘તેમને અમેરિકન તો બનાવવા પડશેને ? અહીં દેશી બલૂન બની ને રહે તે ના ચાલે’.
અતુલ બોલ્યો, આ બંને ઉંમરલાયક અને ઠરેલા છોકરાઓ છે દેખા દેખી શીખી જશે. એમને આમ કરો ને તેમ કરો બહુ વખત નહીં કહેવું પડે.
તે દિવસે વંદન ને બ્રોકલી નો લીલો રંગ બહુ આશ્ચર્ય જનક લાગ્યો. સ્વાદ તો ફ્લાવર જેવો અને રંગ લીલા કાચ જેવો. ગાજર પીળા અને કેશરી રંગની જોઈને નવાઇ લાગી. ત્યારે સુઝી કહે તને રોઝ ગાર્ડન લઇ જઇશ તો આ આંખ પહોળી થઇ જશે.
“એટલે કહેવાય ગુલાબ પણ ગુલાબી રંગ સિવાય બીજા ડઝન રંગોમાં જોવા મળે. બદામી, પીળું અને જાંબલી ગુલાબ જોયું છે કદી?”
વંદન અચંબો પામ્યો. અવની ને થયું સુઝી બહેન બહું ફેંકે છે, તેથી સહેજ છણકો કરી ને બોલી તો તો કાળું પણ ગુલાબ હશે ને?”
ચાલો બાગમાં હું તમને એક ગુલાબમાં પાંચ રંગો બતાવું.
હવે હબકવાનો વારો અવની નો હતો. નીલ બોલ્યો, તમે લોકો ટીવી ઉપર ડીસ્કવરી ચેનલ નહોતા જોતા કે શું ? કેલીફોર્નીયામાં કેટલાક ઝાડને “ફ્રૂટ સલાડ ઝાડ” કહે છે. જેના ઉપર કેળા અને નાળીયેર સિવાયનાં બધા ફળો ઉગે છે.
વંદન કહે ભારતમાં આવીને એક ગોરીયો બહુ તેમના દેશનાં ફળોનાં વખાણ કરતો હતો. જેવો તડ્બુચ પાસે આવીને અટક્યો ત્યારે ફળવાળાએ કહ્યુ, ” જરા સંભાળજો દ્રાક્ષ પાકેલી છે તુટી જશે તો ડોલ ભરીને રસ નીકળશે.’ સુઝીને જરાક હસવુ આવ્યું, વંદન કંઇ ગાંઠે તેવો નથી તે જાણી ને મલકી.
અવની ને નીલ આમ વારંવાર ઉતારી પાડતો તેથી ગુસ્સો આવતો. તેણે નક્કી કરેલું કે ઘા મારીશ તો લુહારનો જ ઘા હશે. તે સમય તેને બે દિવસ પછી મળી ગયો.
રાતની પાર્ટીમાં જ્યારે સાલસા શરુ થયું ત્યારે નીલ થોડા સ્ટેપ પછી બહાર નીકળવા જતો હતો ત્યારે અવની એ તેને ડાન્સમાં હરાવી દીધો. એક મેક્સીકન તેની સાથે આગળ વધી રહ્યો હતો ત્યારે નીલની મરજી ના હોવા છતા તે ઝુમતી રહી નાચતી રહી અને નીલને જલાવતી રહી. ટેંગો શરુ થતા સુધીમાં તો નીલ તેને બળજબરી કરી ને ઢસડી ને લઇ ગયો. વંદન અને સુઝી નીલની અંગ્રેજી ગાળો સાંભળતા હતા ત્યારે અવની એક જ વાક્ય બોલી. ”દેશી બલૂન, તારું મન કેટલું ગંદુ છે તે મને સમજાઇ ગયું. ” સુઝી પણ આ વાક્ય સાંભળીને હચમચી તો ગઇ. તેઓ માનતા હતા તેટલા તેમના જીવન સાથી બુધ્ધુ કે પછાત નથી!
અમેરિકા આ દેશીને જલ્દી સદી જશે અને ડોલર તેમને મળતા થઇ જશે પછી ઝાલ્યા નહીં રહે!
નીલ તે વખતે તો ગમ ખાઇ ગયો પણ બેડરૂમમાં એકાંત મળતાની સાથે તેણે ઉલટી વાતો કરવાની શરુ કરી..” અવની તુ મારી બૈરી છે. તને શરમ ના આવી પેલા મેકલા સાથે આવો નાગો નાચ કરતા?”
“ એ મેકલો તારા કરતા વધુ સભ્ય હતો. તે નૃત્યને સારી રીતે જાણતો હતો. એણે મારા શરીરને સ્પર્શ ન થાય તેવી તકેદારી સાથે અદાઓ કરતો હતો. અને તું? પતિદેવ .મુદ્રાઓ જોવાને બદલે, તેને વખાણવાને બદલે આવી ગંદી રીતે વિચારતો હતો?”
“પણ તું કેવી મર્યાદા છોડીને નાચતી હતી. “ ધુંધવાયેલી અવની એક તીક્ષ્ણ નજરથી જોઇ રહી એના મનમાં વિદ્રોહ ઉઠેલો હતો. તેણે નીલને ફોટામાં જેસીકા સાથે જોઈ હતી. નીલનો જવાબ હતો,.” યેસ આઇ હેવ માય ગર્લ ફ્રેંડ એંડ ધેટ ઇસ માય પાસ્ટ.”
અવની બોલી “એટલે તુ આટલો બધો રુવાબ કરે છે?”
“રુવાબ તો મેરેજ ને લીધે કરું છું.. જો તુ જેસીકા જેવી ફાટેલી થવા જઇશ તો તને છોડી દેતા મને વાર નહીં લાગે સમજી?”
હજી અઠવાડીયું માંડ થયુ છે ને જોને આ લઢવા બેઠો છે.”નીલ”..નીચેથી વિભાએ બબડતા બુમ પાડી.
વંદન તેના રુમમાં આ તમાશો સાંભળી રહ્યો હતો.
સુઝી તેના બાથરુમમાંથી તૈયાર થઇને આવી ત્યારે તેને કશીજ ખબર નહતી .વંદન બોલ્યો “સૂઝી તને અને નીલને શેનું આટલુ બધુ અભિમાન છે?”
સુઝી કંઇ સમજી નહીં અને બોલી “વંદન શું કહે છે?”
“ નીલ અને તું અમને ‘દેશી બલૂન’ સમજી જેમ ફાવે તેમ વર્તી ના શકો.”
સૂઝી કહે,’ તમને અમેરિકન બનાવવા હોય તો અમેરિકન પધ્ધતિથી યુઝ્ડ ટુ કરવા પડે. પેલી કોશેટામાંની ઇયળની વાત ખબર છે ને? ભમરી રોજ આવીને ઇયળને ડંખ મારે કે જેથી ત્રાસી જઈને તેની પાંખો જલદી ખુલે. બસ તેમજ અમેરિકન થવાની પ્રોસેસ મમ્મી ની જેમ ધીમી નથી. તું જાણી લેજે યુ .એસ .એમ. લી.ની ત્રણ પરીક્ષાની ફી તથા બુક્સ માટે થતો બધો ખર્ચ તારા માટે વગર વ્યાજની લોન છે, સમજ્યો? તું એમ. ડી. પુરું કરે પછી કમાતો થાય ત્યારે મારા પૈસા પાછા આપજે!
નીલ ની જેમ જ ઘુરકીયું કરતા સુઝી બોલી.
બહાર બે નિઃસાસા પડ્યા, એક અવની નો અને એક વિભાનો!
તેમને ખબર હતી કે બે સંસ્કૃતિને ભેગી થતા વાર લાગશે. અહીંતો ડોલરનું સામ્રાજ્ય છે. હિસાબ પાકો ચાલે છે.
વિભા બંને સંતાનોમાંથી કોઇને સમજાવી શકતી નહી. આ સમય છે પરસ્પરને ઓળખવાનો. ઉભયને પ્રેમ આપવાનો અને ઉભયનો પ્રેમ પામવાનો. આ “ડોલર” નામનો વીંછી પંપાળવાનો સમય હરગીઝ નથી.
અવનીને આર્કીટેક્નું લાયસંસ મેળવવા અતુલે તેની ફર્મમાં એપ્રંટીસની જોબે લગાડી દીધી. નોર્થબ્રુકની લાઇબ્રેરીમાં વંદને સમય પસાર કરવા માંડ્યો. બંનેના પાસપોર્ટ અને સોસિયલ સીક્યોરીટી કાર્ડ વિભા પાસે રહેતા હતા.
રોજ બંને ભાઇ બહેન તેમના પતિ, પત્નીને ચાબુકો મારી મારી અમેરિકન બનવાનું શીખવાડતા. વિભાની ભારતિય સંસ્કૃતિની વાતો અવની અને વંદનને ટાઢક પહોંચાડતી.
કાગળીયા આવી ગયા. વંદન અને અવની અમેરિકન સીટીઝન થઇ ગયા હતા. વંદને યુ.એસ.એમ. લી.ના ત્રણે સ્ટેપ સફળતા પૂર્વક પસાર કરી. એમ.ડી. ડીગ્રી મેળવી. ઉપરથી ‘બી અમેરિકનાઈઝ્ડ’ના નખરાં ચાલુ હતાં. અવની સર્ટિફાઈડ આર્કિટેક્ટ થઈ ગઈ. ખૂબ સ્માર્ટ હતાં બને જણા!
અવની અને વંદન કોફી પીતા પીતા વાતો કરતા હતા. બહાર સ્નો ગાંડાની જેમ પડતો હતો. બ્લિઝર્ડની આગાહી હતી. ટ્રેન બંધ હતી તેથી સુઝી કે નીલ આવે તેની બંને રાહ જોતા હતા.
“ ભાભી, તમને લાગતું નથી આપણા સાસરીયા અમેરિકાના નામે આપણું શોષણ કરેછે?”
“ હા વંદનભાઇ! તેઓની માન્યતા કે આપણે “દેશી બલૂન” છીએ. ગમે તેટલા પ્રયત્ન કરીએ છતાં તે ઈંપ્રેશન જતી નથી. શું અમેરિકામાં જ્ન્મ લીધો એટલે જાણે આપણ ને હડધુત કરવાનો ઠેકો મળી ગયો? મને તો ખુબ જ ગુસ્સો આવે છે. થાય છે કે નીલને લાકડી એ ને લાકડીએ ધીબી નાખું. બોલ્યા પછી આવા શબ્દો બદલ દિલગીરી વ્યક્ત કરી!
વંદને તેમાં સુર પુરાવતા કહ્યું સુઝી પણ કંઇ ઓછી નથી. તેમના મમ્મી કે પપ્પા જેવા આ બંને નથી!
અવની કહે “ નીલને માટે હું ભારતથી આણેલી કામ વાળીથી વધારે કંઇ નથી. હું તો હવે તંગ થઇ ગઈ છું. એની જેસીકાથી અને તેના નખરાથી.
સુઝી પાસે પણ તેની આગવી દુનિયા છે જેમાં મારું સ્થાન ક્યાં છે તેની મને ખબર નથી. મને સમજાતું નથી કે આ લોકો તેમના મનમાં સમજે છે શું? આપ્ણી પોતાની કોઇ જિંદગી જ નહીં?
બંને સમદુઃખીયા વાતો કરી રહ્યા હતા. રૂમમા પ્રવેશતાં સુઝીએ વંદનનાં શબ્દો સાંભળ્યા. નજીક જઇને વંદન ને કહ્યું “ જો વંદન હવે તારે રેસિડન્સી માટે એપ્લીકેશન્સ ભરવી પડશે. જ્યાં મળશે ત્યાં જવું પડશે. તને બેઠા બેઠ ખવડાવવાનું અને ધક્કા ખાવાનું પોષાય તેમ નથી. રેસિડન્સીમાં બહુ પગાર મળતો નથી તેથી જેમ તેમ મુન લાઈટિંગ’ કરીને પૈસા કમાવા પડશે.
અવની કહે “સુઝી બેન આ કેવો તમારો વહેવાર છે.વંદન તમારો પતિ છે”
“મને તે ખબર છે. અને મારો વર છે તેથી જ તેને તેવી માવજત આપુ છું કે ક્યારેય ચું કે ચા ના કરી શકે સમજી?”
“ મને તો લાગે છે તમે તેને પાલતુ પ્રાણી બનાવી રહ્યા છો…”
“હા, અને તે જેટલો જલદી તે બની જાય તે અમારા બંને માટે સારુ છે.”
સુઝીની વાતોનાં પડઘા પડી રહ્યા હતા .તે જોઇ શકતી હતી કે અમેરિકા આવવાનું તેમને ભારે પડી રહ્યુ હતું. સ્વાભિમાન ખોઇને કુતરા જેવી જિંદગી જીવાડવાનો પ્રયત્ન બંને ભાઇ બહેન કરતા હતા
બહાર સ્નો મન મૂકીને પડી રહ્યો હતો. -૧૫ ડીગ્રીનાં વાતાવરણમાં અવની અને વંદન ઉકળી રહ્યા હતા. બંને ની એક વખત આંખ મળી અને બળવાની ચિનગારી જન્મી.
નીલ અવની ની રાહ જોતો હતો.
સાંજે ડીનર ટેબલ ઉપર બધા સાથે જમતા હતા અને નીલે અવની ને પુછ્યુ ‘ હવે આગળ શું વિચાર છે?”
“ વિચાર તો શુભ છે ગ્રીન કાર્ડ પણ આવી ગયા છે ભણવાનુ પતી ગયુ છે… હવે આપણે ‘મેરેજ કાઉન્સેલર’ને મળવા જઇશું.”
વિભા, અતુલ, સુઝી અને નીલ સાથે ચમક્યા. કાઉન્સેલર ને મળવા? કેમ?
આટલા લાંબા સમયથી અમારા ઉપર અમેરિકન બનાવા કાજે દુરાચાર ચાલી રહ્યો છે તેને થોડો હવે હળવો થાય એવા પ્રયત્નો કરીશુંને?’
“ અમે એટલે?”
‘હા, અમે એટલે હું અને વંદન, જેમનું શોષણ થઇ રહ્યું છે. અમે ગાંધીજી ની જેમ બીજો ગાલ ધરનારી પ્રજા નથી.”
ડાઇનીંગ રૂમનું ઘડીયાળ ત્યારે જ નવના ટકોરા વગાડતું હતું.
વિભા અને અતુલ ચિંતીત જણાયા. તેમને થયું અવની અને વંદન ભારતના છે તેથી સુઝી અને નીલનું વર્તન ખૂબ અસભ્ય છે. વંદન અને અવની બંને ભણેલાં છે. ભારતમાં તેઓ સંસ્કારી માતા પિતાના સંતાંન છે. વધુમાં અવની નીલની પત્ની છે અને વંદન સુઝીનો પતિ છે!
વંદન બોલ્યો,’ ભારતિય પતિ જીવનભર સાથ નિભાવવાના ખાલી વા્યદા નથી કરતો નિભાવે પણ છે’. ભારતિય પતિ, પત્નીને પૈસો, હુંફ અને સંસ્કારિક સંતાન પણ આપે છે. મૂળ વાત તે પત્નીને પાળેલું પ્રાણી બનાવવાનો વિચાર સુધ્ધા નથી કરતો. સુઝીની આંખ કરડી થઇ અને અવનીની આંખમાં જીતનો ઝબકારો દેખાયો જે નીલને ના ગમ્યું.
નીલ ટિખળ કરતા બોલ્યો. ‘તેમને અમેરિકન તો બનાવવા પડશેને ? અહીં દેશી બલૂન બની ને રહે તે ના ચાલે’.
🙂 nice writing
LikeLike