સંસ્કાર (૧) -પ્રદીપ બ્રહ્મભટ્ટ

 અત્રે રજુ થયેલ લઘુકથા “સંસ્કાર” નું વિકસતું બૃહદ સ્વરુપ ( નવલકથા) નો પ્રાયોગિક પ્રકાર આપ અત્રે જોશો. પ્રદીપભાઇ સહિત સાત લેખકોની કલમ થી આ પ્રયોગ બે મહિનામાં પુરો થશે. તેવી શ્રધ્ધા સહ….

સંસ્કાર  

અનુજ મેદાનમાં રમતો હતો ત્યાં નીરજે બુમ પાડી.અનુજ સ્કુલનો બેલ વાગ્યો. આપણે ક્લાસમાં જવાનો સમય થયો.ચાલ નહીં તો સાહેબ આપણને અંગુઠા પકડાવશે. એ આવ્યો.એમ કહી અનુજ સ્કુલના બારણા તરફ દોડ્યો. પટાવાળો બહાર બારણે ઉભો રહી વિદ્યાર્થીઓને અંદર બોલાવતો હતો. અનુજ પણ સમયસર ક્લાસમાં આવી ગયો અને પ્રાર્થનામાં જોડાઇ ગયો. આતો તેનો સ્કુલનો રોજનો કાર્યક્રમ. તેની મમ્મીએ તેને સમજાવેલ કે જીવનમાં જેટલુ જરૂરી ભણતર તેટલું જ જરૂરી આપણી તબીયત સાચવવાની. જો તબીયત ના સચવાય તો દવાખાનું અને દવાનો ખર્ચો થાય.એટલે તે ધ્યાનમાં રાખીને અનુજ નિશાળમાં આવી થોડુ રમી લેતો. તેની મમ્મીએ આપેલ સમજને તેણે બાળપણથી જ અમલમાં મુકેલ. જેવી રીતે શરીર સાચવવા રમત કરી કસરત કરતો તેવી રીતે જીવનમાં સફળતા મેળવવા માટે ભણતરની જરૂર જે તેની મમ્મીની દોરવણી હતી.એટલે ક્લાસમાં એક બુધ્ધિશાળી વિધ્યાર્થી તરીકે પણ તેનું નામ હતું જે તેને મળતા જુદાજુદા વિષયના માર્ક્સ પરથી દેખાતુ હતુ. એટલે કે તે ભણવામાં પણ હોશિયાર હતો. ગામમાં જ્યારે પણ ભણતર અંગેનો કોઇપણ મેળો હોય તો અનુજનું નામ પ્રથમ બોલાતુ. અને આ બાબતે તેની માતાનું  સન્માન પણ કરવામાં આવેલ.

બાળપણથી તેને જીવનમાં મમ્મીનો પ્રેમ સતત મળતો. કોઇક વાર તે પુછતો  પણ ખરો કે મારા પપ્પા ક્યાં ગયા? ત્યારે તે ભગવાનનો માર્ગ બતાવી તેમાંથી તે નીકળી જતા. નીરૂબેનને મનમાં ઘણી વખત સેવા કરવા બેઠા હોય ત્યારે વિચાર પણ આવે કે મારા જીવનમાં આવું કેમ થયું? મારું કયુ પાપ મને આ રીતે નડે છે.અને કોઇક વાર તો તેમની આંખમાં આંસુ પણ આવી જાય.પણ અનુભવને કારણે સહનશીલ થવાથી તે વિચારો મનમાંથી દુર કરી જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરે કે મને અને મારા બાળકને ઉજ્વળ જીવન જીવવાની શક્તિ આપશોજી.અને કોઇપણ ભુલ થાય તો અમને માફ કરશો.

ગયા વર્ષે બાળકો માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેમા અનુજને એક ગરીબ બાળકનું પાત્ર આપવામાં આવેલ. તે બાળક રસ્તા પર એકલો ચાલતો હતો તે બીજા બાળકો માબાપની સાથે આંગળી પકડી ચાલતા જોતો જોતો વિચાર કરે કે મારા માબાપ ક્યાં?

આખરે એક મંદીર આગળ આવી પગથીએ બેસી ગયો અને  તે વખતે તેના માબાપ આવી તેને બાથમાં ઘાલી રડતા રડતા કહેવા લાગ્યા બેટા અમને માફ કર અમે ભુલ કરી અને તને રખાડતો કર્યો. તે વખતે તે દુઃખ અનુભવતો હોવાથી તેમના હાથમાંથી ભાગવા ગયો અને ત્યાં એક બાબાના સ્વરૂપે સંત આવી અને તેને કહ્યુ બેટા તારા માટે માબાપ એ સર્વસ્વ છે. લે આ કાગળ વાંચ અને તે કાગળ તે હાથમાં લે તે દરમ્યાન એ સંત જતા રહ્યા.પેલો આપેલો કાગળ તેના માબાપે વાંચવા કહ્યું તેણે શરૂ કર્યુ

‘ભુલો ભલે બીજુ બધુ માબાપને ભુલશો નહીં અગણીત છે ઉપકાર તેના તે કદી ભુલશો નહીં. એ કાગળ આગળ વાંચે તે પહેલા તેને બાથમાં લેનારા જીવો પણ અદ્રશ્ય થઇ ગયા.અને તે બાળક આકાશમાં જોઇ પરમાત્માને પ્રાર્થના કરતો બતાવે છે અને પડદો બંધ થઇ નાટક પુર્ણ થાય હે.

અંતે આ પાત્ર ભજવનાર અનુજને ઉચ્ચ કલાકારનુ પ્રમાણ પત્ર પણ આપે છે આ અનુજની સંસ્કારમાં મળેલ સાચી રાહ. તમે કોઇપણ કામ કરતાં પહેલા તેને સમજી અને તેમાં  વિશ્વાસ રાખી  કરો તો  સફળતા  તમારા બારણે આવી જ જાય છે.

અનુજની બાળપણથી સફળતા મેળવવાની તાકાત મમ્મી તરફથી મળેલ. કોઇપણ કામ કરતા હોય પણ અનુજ મમ્મીને બોલાવે કે તરત તે ત્યાં જઈ મદદ કરે જેથી તેનો સમય ના બગડે અને સાચી સરળ સમજ પણ આવે.અને એજ રીતે અનુજ પણ તેની મમ્મી બોલાવે બધુંજ કામ બંધ રાખી તરત જ આવીને મદદ કરે.આ નીરુબેન અને તેમના અનુજની જીવનની સરળતા. ઘણી વખત નીરૂબેનની બહેનપણીઓ ઘેર આવે તે વખતે અનુજ સ્કુલેથી આવ્યો હોય અને ઘરમાં આવે તો પણ તે આવેલ વડીલોને પગે લાગવાનુ ભુલે નહીં આવીને તરત માસીને પગે લાગવાનું અને માસીઓ તો તેને બાથમાં ઘાલી બચી કરી મોં પલાળી દે. આવો તો પ્રેમ જગતમાં કોઇનેય ના મળે. તેને જીવનમા કોઇ ક્ષતી લાગત ન હતી જેના મુળમાં માતાનો અદભુતપ્રેમ હતો.

અવનીપર જ્યાં જીવને દેહ મળે ત્યાં તેણે સમય અને સંજોગની સાથે ચાલવું પડે તે કોઇથી ના રોકાય કે ના પકડાય.અવનીપર જ્યાં પરમાત્માએ દેહ લીધો ત્યાં તેમણે પણ સમયની સાથે જ ચાલવું પડ્યુ હતુ. આ કુદરતી નિયમ છે અને એ અતુટ પણ છે.વાતો ના વહેંણમાં તો સમય ચાલતો ગયો અનુજની ઉંમર પણ ડગલે પગલે ચાલવા લાગી.આજે તેર વર્ષની ઉંમરનો પણ તેને સમજ ત્રેવીસ વર્ષ ની વ્યક્તિની આવી ગઇ.

નીરૂબેનને ભણતર સાથે માબાપે જીવન જીવવાની સમજ પણ આપેલ. ટુંકા સમયમાં લગ્ન જીવન છેદાઇ ગયેલ એટલે તેમણે તેનો આ જન્મ સફળ કરવાનો ધ્યેય મનમાં રાખેલ. એક જ સંતાન અને તે પણ દીકરો એટલે સંસ્કાર આપી તેને જીવનના ઉજ્વળ સોપાન મળે અને તેના જીવનમાં કોઇ તકલીફ ના આવે તેનો તે હંમેશાં ખ્યાલ રાખતાં.

અનુજને જ્યારે કોઇપણ સમજની જરૂર હોય તો બહુંજ વિચારીને જ તેને સમજાવતા જેથી તે સમજે અને તેનો અમલ પણ કરે. અને અનુજ પણ તેની માતાને ખુબજ પ્રેમ કરતો હતો જેથી બંન્નેને જીવનમાં શાંન્તિ અને કોઇ ખોટા વિચારો ના આવે.અનુજને તેની માતા તરફથી માતા અને પિતાનો પ્રેમ મળી જતો હતો.અને નીરૂબેનને પોતાના સંતાનને જોઇને બધીજ ચિંતાઓ ભાગી જતી. આમ આ ઘર બંન્ને જીવોએ જલારામ બાપા અને સાંઇબાબાની ભક્તિ કરી સ્વર્ગ બનાવી દીધુ હતું.

એક વખત નીરૂબેનને ખાવા કરતા આંગળીએ ગરમ તેલ અડી ગયું. બહું જ બળતરા થતી હતી એટલે આંખો ભીની થઈ ગઇ.અનુજ ઉપરના માળે વાંચતો હતો અચાનક પાણી પીવા નીચે આવ્યો. મમ્મીની આંખમાં પાણી જોતા તેના પગ પકડી લીધા અને પુછવા લાગ્યો કે મમ્મી શું થયું તે તુ રડે છે. અચાનક તેની નજર મમ્મીના હાથની આંગળી પર હળદર જોઇ આશ્ચર્ય ચકીત થઈ હાથ પકડી અને આંગળી તરફ જોવા લાગ્યો.ત્યારે મમ્મી કહે બેટા મારી આંગળી પર ગરમ તેલ પડી ગયેલુ એટલે આંગળીની ચામડી થોડી બળી ગઈ છે.તેથી હળદર લગાવી છે જેથી પાકે નહી અને લોહી બંધ થઈ જાય.અનુજ તેની મમ્મીની ભીની આંખો જોઇ તેને બાઝી પડ્યો અને કહેવા લાગ્યો કે તુ ખાવા કરતા કેમ વિચારો કરે છે.મમ્મી તને કાંઇ થશે તો મારુ કોણ? એમ કહી તે પણ રડવા લાગ્યો. આ પ્રસંગ પછઇ દરરોજ અનુજ માના હાથને બચી કરતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે  મમ્મીને જલ્દી જલ્દી મટી જાય.

શીતળ સ્નેહ જ્યાં જીવને મળે ત્યાં સરળતાના વાદળ પણ મળે.ગામની સ્કુલમાં જતા બાળકોની ભણતરની કેડી અલગ અલગ હોય ઘણા બાળકો ભણતરને મહત્વ આપે,ઘણા બાળકો સ્કુલને મહત્વ આપે,ઘણા રમતને અને ઘણા પોતાને મળેલ સમયને સમજીને જીવનની કેડીને સદમાર્ગે લઈ માનવ જીવન સાર્થક કરવાની વૄત્તિ રાખી ભણે.દરેક વર્ષે ક્લાસમાં સૌથી હોશિયાર વિધ્યાર્થી તરીકે અનુજનુ નામ પ્રથમ કે દ્વીતીય જ હોય.કારણ તે બીજા વિષયો કરતાં ભણતરને વધારે મહત્વ આપતો હતો.એટલે કદી સમજની બાબતમાં તે સાચો જ રહેતો.અને એવું પણ ન હતુ કે તે બીજી રીતે પાછે પડે.તેને ઘણી બધી બાબતમાં શોખ હતો. જેમાં ગુમાવાનુ ના હોય મગજનો દુર ઉપયોગ પણ ના થાય અને તે પગલુ જેનાથી જીવનમાં આનંદ અને સૌનો પ્રેમ પણ મળે અને ભગવાન રાજી થાય. અરે જુઓ તો ખરા કે ગયા વષે નવરાત્રીમાં તેની મમ્મીની બહેનપણી સુશીલાબેનની દીકરી વિભા તેના મામાને ત્યાં ગઈ હતી તો સુશીલાબેન તેમની બેબીની ચણીયાચોળી અનુજને પહેરાવીને ગરબા ગવડાવવા લઈ ગયા હતા તે વખતે કોઇએ તેને ઓળખ્યો પણ નહી. નીરૂબેનને તેમની બહેનપણીઓ પુછે તારો બાબો કેમ દેખાતો નથી.આમ વાત ચાલતી હતી ત્યાં ચણીયાચોળી વાળી બેબી આવી નીરૂબેનને કહે મમ્મી મારી આ કડી નીકળી ગઈ મને ફરી પહેરાવી દેને. નીરૂબેન તેને પહેરાવતા હતા ત્યાં જ ઉમાબેન કહે અલા આતો નીરૂનો બાબો અનુજ છે. લો નીરૂબેનને ઘેર બેબી આવી ગઈ.એમ કહી ઘણી બધી બહેનપણીઓએ તેને ચણીયાચોળીમાં જ બાથમાં ઘાલીને ખુબ જ વ્હાલ પણ કર્યુ.

જીવને જન્મ મળતાં અવનીપર તેની જુગલબંધી શરૂ થઈ જાય. ક્યાં તો નવું કર્મ બંધાય યા બાકી રહેલુ પુર્ણ થાય.કેવી અદભુત આ કુદરતની લીલા છે.જન્મ મળતાં માબાપના સંબંધો,ભાઈ ભાંડુંના સંબંધો,સગા સંબંધીઓના સંબંધો.અને સાથે સાથે જીવને લાયકાતે મળેલ સફળતા જેનો કોઇ શબ્દ નથી કે જે આપણે કે જગતમાં કોઇ બોલી શકે.લાયકાત એ તેની ઉજ્વળતાની સીડી છે.જે સમયે પરખાય.એવું જ અનુજના જીવનમાં પણ ઘણી વાર બન્યું છે.

આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દીને ગામની સ્કુલમાં મહેમાન તરીકે ગામના સરપંચ શ્રી મનુભાઇ ઠાકોર આવવાના હતા.તે માટે સ્કુલના મુખ્ય શિક્ષકે અનુજને કાગળમાં લખીને આપેલ કે તે તેની મમ્મીની પરવાનગી લેતો આવે કે આ દીવસે તુ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે સ્ટેજ પર જઈ અને રાષ્ટ્ર્ગીત જનગણમન ગાઇશ. અને આ પ્રસંગમાં તેની મમ્મીને પણ બોલાવેલ. ૨૬મી જાન્યુઆરીની સવારે સાત વાગે દીકરો અને માતા બંન્ને સમય સર સ્કુલમાં પહોંચી ગયા.પોણા આઠ વાગે મહેમાન સરપંચ પણ ધ્વજવંદન માટે આવી ગયા.અનુજને જ્યાંથી ધ્વજ ફરકાવવાનો હતો ત્યાં ઉભો રાખ્યો અને નીરૂબેન બધા શિક્ષકો અને વડીલો સાથે ઉભા રહ્યા.સમયે કાર્યક્રમ ચાલુ થઈ ગયો. ધ્વજવંદન પણ છે

અનુજે રાષ્ટ્ર્ગીત શરૂ કર્યુ.પુર્ણ થતાં તાળીયોનો ગળગળાટ થયો.અને ત્યારબાદ તેનુ એક હોશિયાર વિધ્યાર્થી તરીકે સન્માન થયુ. આ જોતાં નીરૂબેન અચાનક રડી પડ્યા અને તેના દીકરાને બાથમાં ઘાલી બચીઓની વર્ષા કરી દીધી જેની કોઇ સીમા ના હતી. ગામના બધા જ બાળકો અનુજને બચી કરે હગ કરી વ્હાલ કરે. અલભ્ય અને અનોખો પ્રસંગ નીરૂબેનના જીવનમાં આવી ગયો.તેમને જીવનમાં એકલવાયુ કાંઇ જ લાગતું ન હતુ.

નીરૂબેન જ્યારથી અહીં આવ્યા છે.ત્યારથી બે વાતને ખાસ ધ્યાનથી વિચારી અને પગલું ભરે છે.એક એ કે પોતાના બાળકને માતા અને પિતાનો પ્રેમ ફક્ત માતા તરફથી જ મળે અને સંતાનને કદી તેની ક્ષતી ના લાગે. તે વાત ધ્યાનમાં રાખવાને પગલુ ભરવાનું. અનુજને કોઇ જ રીતે એવું ન લાગે કે તેને એકલી માતાનો પ્રેમ મળે છે.તેને સમયસર પોતાના કરવાના કામનો ખ્યાલ આવે ક્યાંય તેને મદદની જરૂર પડે તો જલાસાંઇની અસીમ કૃપાએ રહેલ યા બાકી કામ સરળ થઈ જાય.

અનુજને પણ સંતોની કૃપાથી કામમાં સરળતા અને સફળતા બંન્ને મળી જતાં જીવન જીવવાનો આનંદ પણ થતો હતો.નીરૂબેન જેને ત્યાં કામ કરે છે તેમને તે પોતાના પિતા સમાન ગણીને બધીજ બાબતની જાણ કરેલ એટલે તેમનો પિતાનો પ્રેમ નીરૂબેનને મળેલ એટલે તેમને કુટુંબમાં જીવન જીવી રહ્યા  છે. તેવું જ લાગે.જીવનની ગાડી તો ચાલ્યા કરે છે જ્યાં સુધી દેહનો અંત ના આવે. આજ કુદરતની લીલા.

કર્મના સંબંધથી જગતમાં કોઇ જીવ છટકી શક્યો નથી ચાહે તે દેહ રાજાનો હોય કે ભીખ માગતા માનવીનો.પરમાત્માનો એ નિખાલસ નિયમ છે. આમ અનુજના જીવનનુ ચણતર અને ભણતર એ તેની મમ્મીની જ કૃપા છે જે તેના વર્તનથી દેખાઇ આવે છે.

નીરૂબેન જ્યાં કામ કરતા હતા તે દુકાન સાત વાગે બંધ થાય એટલે તેઓ સાડા સાતે ઘેર આવી જાય.અને અનુજ પાંચ વાગે સ્કુલથી છુટે એટલે તે સ્કુલથી બાળકોને મુકવા આવતી બસમાં બેસી જાય અને તે ઘર આગળ બસ ડ્રાયવર સામાન્ય રીતે છ વાગે ઉતારે અનુજ અને તેનો મિત્ર રોહિત જે તેની પડોશમાં રહે છે તે પણ સાથે ઉતરે.રોહિતની મમ્મી પપ્પાને ખબર છે કે અનુજની મમ્મી સાડાસાત પછી આવે એટલે અનુજ અને રોહીત બંન્ને થોડુ ખાય અને પછી લેશન પણ કરે.મમ્મી આવે એટલે તે અનુજને બોલાવે એટલે આવ્યો મમ્મી કહી અનુજ આવી જાય.ઘણી વખત નીરૂબેન રોહિતની મમ્મી પપ્પાનો આભાર પણ માને.પણ તેઓને નીરૂબેનના સંજોગોનો ખ્યાલ હતો અને તેઓ પણ સંત જલારામ બાપામાં માનતા હતા.એટલે કોઇપણ જીવને મદદ કરીએ તો બાપા રાજી થાય તે તેમની વિચાર શરણી હતી.એક દીવસ નીરૂબેનને તેમના માલીકે વિનંતી કરી કે બહેન આજે એક કુટુંબનો ખાવાનો ઑર્ડર છે તો તમે થોડા રોકાઇ ખાવા બનાવવામાં મદદ કરો તો તમને વધારાનો પગાર પણ આપીશું. દુકાનના કામમાં તે રોકાય અને ઘડીયાળ તો કોઇને માટે રોકાય નહી. સાંજના સાડા આઠ થઇ ગયા.અનુજ તો મમ્મીની રાહ જોતો રોહિતના ઘરના બારણે વારે વારે જાય અને બહાર નમીને પોતાના ઘર તરફ જોઇ પાછો આવી ખુરશી માં બેસી જાય.રોહિતની મમ્મી કહે બેટા ચિંતા ના કરીશ  હું રોહિતના પપ્પાને તપાસ કરવા મોકલુ છુ.તેમણે તેમના પતિને કહ્યુ કે તમે જરા તપાસ તો કરો કે નીરૂબેન કેમ હજુ આવ્યા નથી. હા હુ જતો આવું તેમ કહી ચંપલ પહેર્યા અને  તેઓ બહાર નિકળતા હતા ત્યાં નીરૂબેનને  સામે જ આવતા જોયા.

અનુજને કહ્યુ “લે બેટા તારા મમ્મી આવી ગયા.”અનુજ બહાર દોડ્યો અને મમ્મીને બાથમાં ઘાલી કહેવા લાગ્યો “મમ્મી તુ ક્યાં જતી રહી હતી હુંતો એકલો પડી ગયો હતો.” ત્યારે ઘરમાં પેસતા અનુજને બાથમાં ઘાલી કહે બેટા આજે મારે કામ પર રોકાઇ જવુ પડ્યુ થોડુ કામ વધારે આવી ગયુ એટલે. એ બોલતા તેમની આંખમાં આંસુ આવી ગયા અને અનુજના આંખમાંથી તો આંસુની ગંગા વહેવા લાગી.આ જોઇ નીરૂબેને બેટાને બાથમાં જ રાખી કહ્યુ કહે “જીવનમાં હું કદી મોડી નહીં આવુ બેટા મને માફ કરી દે.”

Advertisements
This entry was posted in સંસ્કાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s