વીરાંગના સરોજ શ્રોફ્ (૧૧)- હેમાબહેન પટેલ

સરોજ ઘરની સફાઈમાં કામવાળીબાઈને મદદ કરી રહી હતી અને સફાઈ કરતાં હાથમાં નવીન અને અમરનો ફોટો હાથમાં લીધો. ફોટો લુછતાં જુની યાદ તાજી થઈ.અમર પાંચ વર્ષનો હતો અને સરોજ તેને દુધપાક ખવડાવી રહી હતી અને તેના મોઠા પર બધે ઉડીને મો વધારે એઠુ થયુ હતુ ,અને અમરે જોર જોરમાં રડવાનુ ચાલુ કર્યુ,મમ્મી તમે મારુ મો ખરાબ કર્યુ મારે હવે નથી ખાવુ મારુ મો જલ્દી સાફ કરો. અમરને તેના કપડાં અને શરીર ગંદુ થાય તે પસંદ ન હતુ .
સરોજ-“ ના રડીશ મારા દિકરા લાવ હુ તારુ મો સાફ કરી દઉ,મારા રાજકુમારનુ મો મમ્માએ ગંદુ કર્યુ”.
નીશા-“મમ્મી તમે શુ કહો છો ? તમે કોની સાથે વાત કરો છો”? અને સરોજ અમરની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડી, નીશા પાણી લઈ આવી અને પાણી પાયુ, અને કહ્યુ મમ્મી શાંત થાઓ, લાવો કપડુ મને આપો હુ સફાઈ કરી લઈશ.
સરોજ-“ ના બેટા હુ સફાઈ કરીશ, હુ એકદમ ઠીક છુ,તુ જયનુ ધ્યાન રાખ અને જતીનના નાસ્તાની તૈયારી કરી દે નહીતો એને ઓફિસ જવાનુ મોડુ થશે”.
નીશા રસોડામાં ગઈ, અને સરોજે નવીનનો ફોટો સાફ કરવા માટે હાથમાં લીધો, અને પાછી વિચારોમાં ખોવાઈ ગઈ,એક પ્રસંગ યાદ આવી ગયો,
“ નવીન જો તારા મો ઉપર કંઈક ચોટ્યુ છે, હાલમ હાલ ના કરીશ મને સાફ કરવા દે”.
નવીને જવાબ આપ્યો “ચોખ્ખો છુ કે ગંદો છુ, હવે હુ તારો જ છુ”
સરોજ-“ હા તુ મારો જ છે પણ અત્યારે મો તો સાફ કરવા દે”.
અને જતીન ત્યાં આવ્યો અને પુછ્યુ “મમ્મી તમે કોની સાથે વાત કરો છો”? અને જતીને મમ્મીના હાથમાં પપ્પાનો ફોટો જોયો,
જતીન-“ મમ્મી તમે શાંતિથી બેસો, બાઈ છે, નીશા છે એ લોકો બધુ કામ સંભાળશે તમે શુ કામ મહેનત કરો
છો”?
સરોજ-“ બેટા હાથ પગ હાલતા રહે તે જ સારુ, નહી તો આળસુ બની જવાય, મારી ચિન્તા તુ જરાય ના કરીશ, હજુ તારી મા એટલી પણ ઘરડી નથી થઈ કે હાથ પગ જોડીને બેસી રહે, અને મને બેસી રહેવાનુ બિલકુલ નથી ગમતુ, કામ કરુ છુ એટલે તો થોડી વ્યસ્ત રહુ છુ”.
જતીને પોતાનો વેપાર ચાલુ કર્યો છે અને તેનો ધંધો બહુજ સરસ ચાલે છે,પરિવાર માંડ માંડ હવે તક્લીફોમાંથી ઉભુ થઈ રહ્યુ છે. અને ધીમે ધીમે ઘરમાં શાંતિનુ વાતાવરણ છવાઈ રહ્યુ છે.સાથે સાથે જતીનનુ બેન્ક બેલેન્સ વધી રહ્યુ છે. બધાના જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે.
જતીન-“ મમ્મી મારે ધંધાના કામે આવતે અઠવાડિયે બહાર ગામ જવાનુ થશે અને હુ ગાડી લઈને જવાનો છુ”.
સરોજ-“ દિકરા, ગાડી લઈને જાય છે તો નીશાને પણ સાથે લઈ જજે તેને પણ ફરવાનુ થશે અને તારુ કામ પણ થઈ જશે”.
જતીન-“ ના મમ્મી મારો દોસ્ત મારી સાથે છે, અને આ વખતે ફરવાનુ નહી ફાવે, ફરી કોઈ વખતે લઈ નીશાને જઈશ”.
સરોજ-“ ભલે દિકરા”.
કાનન અને સાગર નજીક રહે છે, એટલે અવાર નવાર મમ્મીની ખબર કાઢી જાય છે.અને શનિવાર, રવિવાર રજાના દિવસે તો ખાસ મમ્મીને મળવા આવે અને વધારે વખત મમ્મી સાથે વીતાવે.સાગર પણ સરોજનુ પોતાની મમ્મીની જેમ ધ્યાન રાખે છે, બધુ જ બરાબર ચાલી રહ્યુ છે, પરંતુ સૌથી મોટી કમી ઘરમાં નવીન અને અમરની છે, બંનેને ભુલવા બહુ જ કઠીન છે.આજે સરોજ સોફા ઉપર બેઠી છે અને રેડિયો ઉપર સંગીત ચાલી રહ્યુ છે અને જગજીતસીન્ગની અવાજમાં એક ગીત ચાલુ થયુ,
ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોનસા દેશ,
જહાં તુમ ચલે ગયે,હા જહાં તુમ ચલે ગયે,
અબ યાદોકે કાંટે, ઈસ દિલમે ચુભતે હૈ
ના દર્દ ઠહરતા હૈ, ના આંસુ રુકતે હૈ,
તુમ્હે ઢુઢ રહા હૈ પ્યાર,હમ કૈસે કરે ઈકરાર,
જહાં તુમ ચલે ગયે,હા જહાં તુમ ચલે ગયે.
ગીત સાંભળીને સરોજ તેના આંસુ રોકી ન શકી અને નવીન અને અમરની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નીશા દોડતી આવી અને ગીત સાંભળીને તેની આંખો પણ ભરાઈ આવી.આ ગીત છે જ એટલુ કરુણા ભરેલુ ભલભલાને હચમચાવી દે.નીશા રેડિયોની સ્વીચ બંધ કરવા જતી હતી અને સરોજ વચ્ચેજ બોલી “ના બેટા બંધ ના કરીશ ગીત સાંભળવા દે, તે લોકોની યાદ તો મારુ જીવન જીવવાનો સહારો છે, મારા આંસુ નીકળી જવા દે અને આ ગીતના શબ્દો બિલકુલ સાચા છે ભગવાનની રચના જોવો, એક વખત માણસ આ મૃત્યુ લોકને છોડીને જાય છે પછી આપણને ખબર નથી તે ક્યાં છે? કેવી હાલતમાં છે? શુ કરે છે?આપણે ક્યાં શોધીએ ? ના કોઈ તેઓનુ સરનામુ !!! કેટલી કરુણા જનક સ્થિતીમાં ભગવાન મુકી દે છે, પહેલાં તો માયાના બંધનમાં નાખી જકડી રાખે છે, અને મૃત્યુ થયુ એટલે એ વ્યક્તિ સાથે માયાનુ બંધન ફરજીયાત તોડી નાખવાનુ ,આ કેટલુ કઠીન અને મુશ્કીલ કામ છે, વાહ પ્રભુ તારી લીલા !!!
રાત્રે જતીને પુછ્યુ “નીશા આપણે આવનાર બાળકનુ નામ નક્કી કરી લઈએ”
નીશા-“ હા જતીન મે વિચારી રાખ્યુ છે, મને” રાજ ”નામ બહુજ પસંદ છે, જય તો છે એટલે
જય-રાજ બે ભાઈઓની જોડી.
જતીન-“ વાહ બહુજ સુન્દર નામ છે મને પણ ”રાજ” નામ બહુજ પસંદ છે, જય-રાજ બે ભાઈઓની જોડી,
એજ નામ રાખજે ”.
નીશા – “કેમ એવુ બોલે છે? રાખજે ,આપણે બંને સાથે મળીને નામ રાખવાનુ છે”
જતીન-“ અરે, ભુલથી બોલાઈ ગયુ, નારાજ ના થઈશ, હુ તને ખુશ જોવા માગુ છુ”.
નીશા- “જતીન તારી બેગ મે ગોઠવી દીધી છે, રસ્તામાં ખાવા માટે કંઈ નાસ્તો બનાવી દઉ”?
જતીન-“ ના નીશા રસ્તામાં ખાવાનુ બહુ મળે છે, બહારથી ખાઈ લઈશુ”
સરોજ-“ નીશા તુ આરામ કર, તારે આવી હાલતમાં આરામની બહુ જરૂર છે, હુ જતીન માટે તૈયારી કરી લઈશ”
જતીન-“ હા નીશા મમ્મી બિલકુલ સાચુ કહે છે, તુ તારી તબીયતનુ ધ્યાન રાખ,કાલે ઉઠીને હુ ના હોઉ તો પણ મમ્મીનુ સાંભળજે, અને સરોજે જતીનના મો ઉપર હાથ મુકી દીધો,” ના દિકરા આવુ ના બોલીશ શુભશુભ બોલ ,અને સરોજના દિલમાં મોટો ધ્રાસકો પડ્યો અને કંપી ઉઠી,અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા ના હવે નહી, હે ઠાકોરજી સૌનુ ભલુ કરજો અને રક્ષા કરજો”.
ત્યાંતો જય દોડતો આવ્યો અને અને તેની કાલીઘેલી ભાષામાં બોલ્યો,
જય-“ કાકુ, બાલગામ જવ છો માલા માતે મોતી મોતલ ગાલી લઈ આવજો”
અને જતીને જયને એકદમ પ્રેમથી ઉઠાવી લીધો અને ગલે લગાવ્યો ,અને ચુમી લીધો.અને કહ્યુ
“ હા બેટા જલુલ લઈ આવીશ,મારા રાજા બેટાને બીજુ શુ જોઈએ છે”?
જય-“ હા કાકુ ,ચોકલેટ ”.
જતીન-“ભલે મારા રાજા બેટા ગાડી ભરીને લઈ આવીશ,ખુશ .બેટા મમ્મીને અને દાદીને તંગ ના કરશો અને એક ડાહ્યો છોકરો બનીને મમ્મી અને દાદીનુ કહ્યુ માનજો”.
નીશા ગર્ભવતી છે અને તેને ચોથો મહિનો ચાલી રહ્યો છે, સરોજ નીશાનુ બહુજ ધ્યાન રાખે છે અને ડોક્ટર પાસે લઈ જવુ વગેરે કામીની મદદ કરે છે.આજે જતીનને બહાર ગામ જવા માટે નીકળવાનુ છે, ખબર નહી કેમ નીશાના મનમાં મુઝવણ છે અને બેચેની લાગે છે, જતીનને લાગ્યુ ગર્ભવતી છે એટલી આવુ થતુ હશે, અને સરોજની જમણી આંખ જોરમાં ફરકી રહી છે, તેને કાળજુ ચિરાઈ જતુ હોય એમ લાગ્યુ, બેચેન થઈ ગઈ.તેને સમજણ નથી પડતી તેની તબીયતને શુ થયુ છે,વિચારે છે મને આજે આ શુ થઈ રહ્યુ છે? કંઈ સમજાતુ નથી, એકદમ બે બાકળી થઈ ગઈ,શુ કરવુ સમજાતુ નથી, મનમાં ઠાકોરજીનુ સ્મરણ અને મંત્ર જાપ ચાલુ કરી દીધા.
જતીન ,નીશા અને સરોજ સાથે ચ્હા નાસ્તો કરવા માટે સાથે બેઠા ખબર નહી કેમ કોઈના ગળેથી આજે અન્નનો કોળીયો ગળે નથી ઉતરતો ,ચ્હા નાસ્તો પત્યો એટલે જતીન જવા માટે નીકળતો હતો અને સરોજને પગે લાગ્યો, મમ્મી આજે પ્રેમથી મને ગળે લગાવ અને જતીન મમ્મીને ગળે વળલી પડ્યો,અને બોલ્યો,”મમ્મી ખબર નહી કેમ આજે જવાનુ મન નથી થતુ પરંતુ ધંધાનુ કામ છે ગયા વીના છુટકો નથી”.
જતીન-“ મમ્મી નીશાને તમને સોપીને જાઉ છુ તેનુ ખાસ ધ્યાન રાખજો”.
સરોજ-“આંખમાં આંસુ આવી ગયા, દિકરા તારે એ કંઈ કહેવાનુ હોય ,તુ બેફીકર જા અને અમારી બિલકુલ ફીકર ના કરીશ”.
સરોજને આજે તેનુ દિલ એકદમ ભારે લાગ્યુ, કંઈ અજુગતુ અમંગળ થવાનુ હોય એમ આભાસ થતો હતો. અને જતીન નીકળી ગયો, નીશા ઘરની અંદર આવીને છુટે મોઢે રડવા લાગી, સરોજ કહે “ તુ કેમ આટલુ બધુ રડે છે”?
નીશા-“ મમ્મી મને પણ ખબર નથી પડતી હુ શુ કામ આટલુ બધુ રડુ છુ, આંસુ એની જાતેજ વહી રહ્યા છે, કેવી રીતે રોકુ”?
જતીન ગયો એટલે સરોજ અને નીશા તેમના રોજના કામમાં લાગી ગયા.અને સરોજે કાનનને ફોન કર્યો
“ બેટા આજે સાંજના તુ અને સાગર અહિયાં આવજો અને રાત્રે અહિયાંજ જમી લેજો “.
કાનન-“મમ્મી કેમ કોઈ પ્રોગ્રામ છે ?કંઈ નવા જુની છે?
સરોજ-“ કેટલા સવાલ પુછીશ ? અને કંઈ નવા જુની હોય તો જ અવાય? માને ઘરે કોઈ કારણ વીના
શુ ના અવાય?
કામીની-“ ભલે આવીશુ મમ્મી, બસ હવે ખુશ “.
રાત્રે કામીની અને સાગર મમ્મીને ઘરે પહોચ્યા, સરોજનુ મોઢુ જોઈને કામીનીએ પુછ્યુ “મમ્મી તુ બહુ ચિન્તામાં હોય એમ લાગે છે, તારા મનમાં શુ ચાલી રહ્યુ છે કહે”?
સરોજ-“ એતો જતીન બહારગામ ગયો છે એટલે”
કામીની-“ મમ્મી ભાઈ પહેલી વખત બહાર ગામ ગયો હોય એવી વાત તુ કરે છે, ભાઈ તેના કામ માટે કાયમ બહાર જતો હોય છે ,ગયો તો એમાં શુ મોટી વાત છે,આટલી બધી ચિન્તા કરે છે, શામ્તિ રાખ”.
કામીની અને સાગર જમવાનુ પતાવી થોડુ બેઠા પછી પોતાને ઘરે ગયા.ચારેક દિવસ પછી જતીન તેનુ કામ પુરુ કરીને તેના મિત્ર સાથે પાછો મુમ્બઈ આવી રહ્યો હતો અને સામેથી પુર જોશમાં આવતી ગાડીએ પોતાનુ સમતોલન ગુમાવ્યુ અને તેને લીધે પાછળથી આવતી ટ્રક આ બે ની વચ્ચે જતીનની ગાડી આવી ગઈ અને જતીન ઉછળીને બહાર ફેકાયો અને તેની ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ,બહુજ મોટો અકસ્માત થયો, જતીનના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા, તેની સાથે તેના મિત્રને બહુ વાગ્યુ ન હતુ ,પોલિસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી ગયા, જતીનના મિત્રને થોડી પ્રાથમિક સારવાર આપીને તેને હોસપીટાલમાંથી રજા આપી, અને જતીનનુ શરીર પોસ્ટમોર્ટમ થઈ શકે એવી પરિસ્થીમાં હતુ નહી,તેણે સરોજને ફોન કર્યો, અમારો અકસ્માત થયો છે અને આન્ટી તમે અહિયાં આવી જાવ. જતીનના મિત્રએ ઘટના સ્થળનુ સરનામુ આપી દીધુ. સરોજ સાગરની ગીડીમાં સાગરને લઈને નીકળી અને કાનનને નીશા પાસે બેસાડી, નીશાને હજુ જતીનના સમાચાર આપ્યા ન હતા.જતાં જતાં રસ્તામાં સરોજને એકજ વિચાર આવે છે, મારો જતીન હેમખેમ સહીસલામત હોય તો સારુ, ભગવાન કરે તેને બહુ વાગ્યુ ન હોય.મારા જતીનનુ એજ હસતુ મોઢુ ફરી હુ જોવા માગુ છુ. જતીન નીકળ્યો ત્યારે આંખ ફરકતી હતી,મન બેચેન હતુ, આ અકાસ્માત થવાનો હતો એટલેજ અશુભ અમંગલ આભાસ થતો હતો.મનમાં કંઈ કેટલાય વિચારો ચાલતા હતા અને આખરે ઘટના સ્થળે પહોચ્યા.અને રસ્તાની બાજુમાં પોલિસ અને માણસોનુ ટોળુ ઉભેલુ દેખાયુ.અને સરોજ પોલિસને પુછવા લાગી
“ ક્યાં છે મારો જતીન? હોસપીટલમાં છે? મને તેની પાસે લઈ જાવ”, અને પોલિસ કહ્યુ મેડમ અહિયાં આવો પોલિસે કહ્યુ આ રહ્યો તમારો છોકરો.અને હવલદારને કહ્યુ મેડમકો બોડી દીખાઓ, સરોજે રસ્તા ઉપર એક ચાદર ઢાંકેલી જોઈ મનમાં ધ્રાસકો પડ્યો, અને નજીક જઈને સાગરને કહ્યુ બેટા તમે ચાદર ઉઠાવો મારી હિમ્મત નથી ચાદર ઉઠાવીને જોવાની, સરોજ અને સાગર ઢાંકેલી ચાદર નજીક ગયાં અને સાગરે ચાદર હઠાવી જોઈને સરોજના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અરે ભગવાન આ હુ શુ જોઈ રહી છુ !!! સાગરને પણ જતીનના શરીરના હાલ જોઈને ચક્કર આવી ગયા.અને સરોજ બેહોશ થઈને નીચે પડી ગઈ.એવી પરિસ્થિતી આવી ગઈ, પોલિસ પણ વિચાર કરવા કરવા લાગી, હવલદારે સાગરના હાથમાં પાણીની બોટલ આપી એટલે સાગરે મમ્મીના મો ઉપર પાણી છાંટ્યુ અને કહ્યુ મમ્મી,મમ્મી ઉઠો, અને સરોજને ભાન આવ્યુ, જતીનના શરીરને જોઈ પોક મુકી અને જોરમાં રડવા લાગી, સાગરે આસ્વાસન આપીને શાંત કરી, પોલિસે તેમની કાનુની વિધી પતાવી અને જતીનને લઈ જવાની રજા આપી, સાગર, જતીનના મૃત શરીર આગળ જતો હતો, સરોજે સાગરને રોક્યો, અને ચાદર પાથરીને જતીનના શરીરનો એક એક ભાગ વીણીને ચાદરમાં ભેગો કર્યો અને સમેટીને જતીનનુ પાર્થીવ શરીર ગાડીમાં મુક્યુ.આ માના દિલને દિકરાના શરીરના એક એક ટુકડા વીણતાં અને તેને ચાદરમાં લપેટતાં શુ હાલત થઈ હશે, પોતાની ઉપર આસમાન તુટી પડ્યુ છે, હૈયુ ચિરાઈ જાય એવી પરિસ્થિતી ઉભી થઈ છે.પહાડ જેવો માણસ પણ આ જોઈને તુટી પડે, હાલી જાય.એક સ્ત્રી જેને અબલાનુ ઉપનામ મળેલુ છે, તે અબલાને આટલી શક્તિ ક્યાંથી આવી,
આતો માનો પ્રેમ છે, નવ મહિના પોતાના ગર્ભમાં જતન કરીને રાખે ,જન્મ આપીને પ્રેમ અને મમતાની વર્ષાનુ સિન્ચન કરીને તેને મોટુ કરે, આજે દિકરાનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ છે, નાશવંત શરીર રહ્યુ છે, તેને પણ માન આપીને દિલમાં અસહ્ય વેદના ભરેલી છે છતાં દિકરા પ્રત્યે મમતા ,સરોજ પ્રેમથી દિકરાના પાર્થિવ શરીરને ગાડીમાં બેસાડે છે.તેના હ્રદયને શુ વીત્યુ હશે એતો ભગવાન જ જાણી શકે.ભગવાને તેને એક પછી એક દુખ આપે છે તો સાથે સાથે સરોજને અજબની શક્તિ અને હિમ્મત આપી છે.મનોબળ આપ્યુ છે.
જતીનનુ પાર્થીવ શરીર લઈને ઘરે આવે છે, ઘર આગળ તો બહુજ માણસ ભેગુ થઈ ગયુ હતુ, જતીનનો પાર્થિવ દેહ ઘરમાં જમીન પર મુક્યો, અને નીશા ત્યાં આવી તેને જાણ થઈ એટલે બેભાન થઈ ગઈ, ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો ભાનમાં ન આવી એટલે તેને હોસપીટલમાં દાખલ કરી, તેનુ બલ્ડ પ્રેશર એકદમ ઉચુ ગયુ છે જે સામાન્ય સ્થિતીમાં આવતુ નથી ડોક્ટર તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.
સરોજ એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે, આંખમાંથી આંસુ નથી આવતા, બધાજ ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરોજ બધાને સમજાવે છે,મારો જતીન થાકી ગયો છે એટલે સુઈ ગયો છે, હમણાં થોડી વારમાં ઉઠશે. તમે બધા શુ કામ રડો છો ? કામીનીએ વિચાર્યુ મમ્મીને રડાવવાની જરૂર છે, નહીતો તેના મગજનુ સમતોલન ખોઈ બેસસે,
કામીની-“ મમ્મી ભાઈ અપણને છોડીને દુર ચાલ્યો ગયો છે”.
સરોજ-‘ બેટા મારો દિકરો માને છોડીને ક્યાય ના જાય”.
કામીની-“ મમ્મી ભાઈ મરી ગયો છે, હવે તે ક્યારેય પાછો નહી આવે “.
સરોજ-“ બેટા આ તુ શુ બોલે ચે? શુભ શુભ બોલ”.
સરોજને રડાવવાના બહુ પ્રેયત્ન કર્યો છતાં પણ તેની આંખમાં એક આંસુ નથી. અને આખરે જતીનના પાર્થિવ શરીરને નીચે લઈ જવા માટે ,થોડા ભાઈઓ આવ્યા અને તેને નીચે લઈ જવા જેવો ઉપાડ્યો એટલે સરોજે એકદમ જોરમાં બુમ મારીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મારા જતીનને હમણાં તો હુ લઈને આવી તમે તેને ક્યાં લઈ જાવ છો? હુ નહી લઈ જવા દઉ.ત્યારે બધાએ કલેજા પર પત્થર મુકીને કહ્યુ જતીનનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને તેને અમે અગ્નિ સંસ્કાર માટે લઈ જઈએ છીએ.
સરોજ-“રોએ છે અને બોલતી જાય છે દિકરા, મારી શુ ભુલ થઈ તો તુ મારાથી રિસાઈને દુર ચાલ્યો, તારી માને નિરાધાર છોડીને ના જઈશ તારા વિના હુ કેવી રીતે જીવીશ ,તુ એકલો તો મારા જીવનનો સહારો હતો મારે તારી જરૂર છે, તો તુ પણ તારા પિતા અને ભાઈની પાછળ ચાલ્યો, દિકરા તને પિતા અને મોટાભાઈ વ્હાલા લાગ્યા છે તો તારી મા તને નથી વ્હાલી, તને નવ માસ કોખમાં રાખ્યો, તારુ એક એક અંગ મે એક ખીલતી કળીની જેમ મહેસુસ કર્યુ છે, તે તેને પણ ના સાચવ્યુ, તેના ટુકડા ટુકડા કરી નાખ્યા, તે એ પણ ના વિચાર્યુ તારી માના વ્હાલ સોયા દિકરાના ટુકડે ટુકડા જોઈને તારી મા ઉપર શુ વીતશે? ઓ મારા જતીન તુ આટલો નીર્દય ક્યારથી બની ગયો? મમ્મીને જરા થોડી તકલીફ થાય તો વ્યાકુળ થઈ જતો આજે તારી મા ઉપર આસમાન તુટી પડ્યુ છે,અને તુ એકદમ ચુપ છે,કંઈ પણ બોલતો નથી, મારા આંસુ કોણ લુછશે ? શ્રવણની જેમ મારી સેવા કરતો હતો, હવે તારી માની સંભાળ કોણ રાખશે? દિકરા મને છોડીને ના જઈશ મને નિરાધાર કરીને ના જઈશ.તુ નીશાનો તો વિચાર કર, જતાં જતાં નીશાની સંભાળ રાખવાનુ કહીને ગયો નીશાને પણ આમ એકલી મુકીની ચાલ્યો. સરોજનુ આક્રંદ સાંભળીને હાજર રહેલા સૌ કોઈ રડવા લાગ્યા કોઈની હિમ્મત ન ચાલી સરોજને શાંત કરવાની. અને જતીનના પાર્થિવ શરીરને નીચે લઈ ગયા પછી નનામી બાંધતાં ડાઘુઓના આંખમાં પણ આંસુ આવી ગયા અને બોલ્યા હે ભગવાન મનુષ્યને તેના અંતિમ પડાવ ઉપર પહોચાડવુ એ તો પુણ્યનુ કામ છે,પરંતુ હે પ્રભુ મૃત્યુ સમયે શરીરના આવા હાલ કોઈના ના કરશો.ડાઘુઓ નનામી તૈયાર કરી રહ્યા છે
સરોજનુ આક્રંદ ચાલુ જ છે, અને રસ્તા ઉપર ખેલ કરીને પેટ ભરવા કસરતો કરીને જીવન જીવતો એવો એક છોકરો અહિયાં આવ્યો અને સરોજની સામે જોઈને તેની આંખમાં પણ આંસુ આવ્યા અને સરોજની નજર તે છોકરા ઉપર પડી, સરોજ તરત જ સમજી ગઈ, હોય ન હોય આ મારો ઠાકોરજી આવ્યો છે, જોવા માગે છે, તેણે આપેલ એક પછી એક દુખ હુ કેટલા સહન કરી શકુ છુ, એક પછી એક બધાને મારી પાસેથી છીનવી લીધા અને અત્યારે મારી હાલત જોવા માટે આવ્યો છે, હે પ્રભુ જો, તે આટલા દુખો આપ્યા પછી પણ તારી સરોજ જીવતી જ બેઠી છે, તુ કહેવાય છે દયાળુ ભગવંત, પરંતુ તને તો દયા ક્યાં છે? તુ પણ જશોદામાતાને આમજ રડતાં મુકીને મથુરા ચાલ્યો ગયો હતો, તને માના દિલની વેદના નહી સમજાય. તુ નીર્દય છે,અને તે છોકરો પણ રડતો રડતો ક્યારે અદ્રશ્ય થઈ ગયો ખબર ના પડી.
હોસપીટલમાં હવે નીશાની તબીયત સારી થઈ એટલે તેને ઘરે લઈ આવ્યા, સરોજે નક્કી કર્યુ હુ નીશાની સામે બિલકુલ નહી રડુ, હુ તેની હિમ્મત અને તાકાત બનીશ, ફુલ જેવી છોકરી હજુ તેણે જીવન રાહ પર પગ મુક્યો અને તેનો સંસાર ઉજડી ગયો. હુ તેની ખુશીયા પાછી લાવીશ.નીશા તો સુનમુન બની ગઈ છે, નથી કોઈની સાથે વાત કરતી નથી હસતી. સરોજે નક્કી કર્યુ નીશાને આ હાલતમાંથી બહાર લાવવી પડશે એટલે ઘરમાં હવે ના કોઈ શોકનુ વાતાવરણ,પહેલાંની જેમજ રહેવાનુ. ભલે લોકો અને સમાજ વાત કરે મને મારા બાકી રહેલા સંતાનોની ફીકર કરવાની છે, નહીકે સમાજ અને લોકોની, લોકોનુ તો કામજ હોય જાત જાતની વાતો બનાવવી. હુ મારા કલેજા ઉપર પત્થર મુકી દઈશ. પરંતુ મારા પરિવારને દુખી નહી થવા દઉ.હુ મારા બાકી રહેલ પરિવારની તાકાત બનીશ, કોઈને દુખી નહી થવા દઉ. અમીતા અને તેનો પતિ પણ આવીને સરોજની પડખે ઉભા રહ્યા અને અમીતાએ કહ્યુ મમ્મી તમારે કોઈ પણ કામ હોય તો આ તમારી દિકરી કામ હશે ત્યારે અડધી રાત્રે પણ હાજર થઈ જશે, વિના સંકોચે મને બોલાવજો.
સરોજ-“ જાણુ છુ બેટા, તમારા બધાનો સહારો અને પ્રેમ છે એટલે તો હુ મારી જીન્દગી સાથે જઝુમી રહી છુ”. અશુભ વાતાવરણનુ સુતક પુરુ થયુ એટલે આજે સરોજ તેના નિત્યક્ર્મ મુજબ ઠાકોરજીની સેવા કરવા માટે બેઠી અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી,હે પ્રભુ હુ જાણુ છુ, દરેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે તેનુ ફળ મળે છ.હે પ્રભુ હુ નથી જાણતી હુ કયા જન્મોના કર્મ ભોગવી રહી છુ, પરંતુ બાપલીયા હવે ખમ્મા કર,જીવનની કસોટીની એરણ પર તે દુખો રૂપી હથોડા મારીને મને ઘડીને કયા કામ માટે તૈયાર કરી રહ્યો છે એતો પ્રભુ તુ જ જાણે,એક પછી એક અતિશય વ્હાલસોયા મારા જીગરના ટુકડા મારાથી અલગ કર્યા, મમતાના બંધન તોડ્યા, માયાના બંધન તોડ્યા, પરંતુ તુ જ કહે હુ એ લોકોને ક્યારેય ભુલી શકીશ? એક દર્દભરી તડપતી જીન્દગીની રાહ પર મને મુકી દીધી, મારી હરિભરી જીન્દગી એકદમ વેરાન બનાવી દીધી.શુ વિધાતા જ્યારે મારુ વિધાન લખવા બેઠો ત્યારે તેની કલમ બિલકુલ એક વખત પણ ના કાંપી, તેનો હાથ એક વખત પણ ના કાંપ્યો.હે ઈશ્વર તુ મારી કસોટી કરે છે તો હુ પણ હિમ્મત હારવાની નથી, જીન્દગીની રાહ ઉપર મને એકલી મુકી દીધી પરંતુ હુ આગળની મંઝિલ શોધી લઈશ, અને મારા જેવા દુખિયાની દીવા દાંડી સમાન બનીને બતાવીશ. હુ જીવનના આ સંગ્રામમાં હાર નહી માનુ, નૈતિક હિમ્મત અને તાકાતરૂપી હથિયાર પાછુ નહી ફેકુ, ભલે મારૂ સર્વસ્વ તે છીનવી લીધુ પરંતુ હુ કંઈક કરીને બતાવીશ

Advertisements
This entry was posted in વીરાંગના સરોજ શ્રોફ્. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.