તિતિક્ષા-નિમિષા દલાલ

                                            Photo Courtsey: www. guardian.co.uk

         સમુદ્ર કિનારે એક ખડક પર બેસીને ડૂબતા સૂર્યને પોતાના જીવન સાથે સરખાવતી તિતિક્ષા પોતાના વીતેલા જીવનને રીવાંઇંડ કરીને જોતી હતી. તિતિક્ષા એનાં માતાપિતાનું બીજા નંબરનું સંતાન હતી. મોટા સંતાનમાં એક બહેન સૌમ્યા અને તિતિક્ષાથી નાનો એક ભાઈ તુષાર. તિતિક્ષાના જન્મથી એના પિતાને ખાસ ખુશી થઈ નહોતી. આગળ પણ સંતાનમાં એક દીકરી  હતી સૌમ્યા. સૌમ્યા ત્રણ વરસની થતાં બીજી પણ દીકરીનો જ જન્મ થયો એ તિતિક્ષા. તિતિક્ષાના પિતા આ માટે એની માતાને દોષી માનતા અને ધીરે ધીરે એમનાથી દૂર થઈને એક બીજી સ્ત્રી સાથે રહેવા લાગ્યા. ત્યારે તિતિક્ષા માત્ર છ મહિનાની હતી. પણ તિતિક્ષાની માતા બંને દીકરીઓને ખુબજ ચાહતી અને વહાલથી ઉછેરતી હતી. ઘરખર્ચના રૂપિયા એના પિતા મોકલી દેતા હતા છતાં એની અભણ માતા ઘરમાં કપડાંની સિલાઈ કરીને થોડી આવક ઉભી કરી લેતી. તિતિક્ષા એક વર્ષની થઈ ત્યારે બંને બહેનો આંગણામાં રમતી હતી. એની માતા બારીમાંથી નજર રાખતી હતી. રમતાં રમતાં તિતિક્ષા બહાર દોડી અને સૌમ્યા એને પકડવા ગઈ. રોડ પર પસાર થતી એક ગાડી નીચે સૌમ્યા આવી ગઈ અને દવાખાને લઈ જતાં ડૉ.એ એને મૃત જાહેર કરી. ત્યાર પછી તિતિક્ષાની માતાનું વર્તન થોડુ બદલાયું. આમ પણ એના જન્મ પછી જ એના પિતા એમને છોડીને જતાં રહ્યા હતાં અને હવે એમની દીકરીના અકસ્માત માટે પણ એમણે તિતિક્ષાને દોષી માની. દીકરી સૌમ્યાનાં મ્રુત્યુ પછી એક વાર એના પિતા એમને મળવા આવ્યા હતાં ત્યારે માતાએ એમને રૂપિયા નહી મોકલવાનું કહ્યું. એના પિતાને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. યંત્રવત જીંદગી પસાર થતી હતી. તિતિક્ષા ચાર વર્ષની થઈ ત્યાં સુધીમાં એની માતાએ સંજોગો સાથે સમાધાન કરી લીધું હતું. હવે એ તિતિક્ષાને નફરત નહોતી કરતી અને એને વહાલ પણ કરવા લાગી હતી. ત્યાં જ એક દિવસ એમના પડોશી સમાચાર લાવ્યા કે તિતિક્ષાના પિતા ડીપ્રેશનમાં આવી ગયા છે જે સ્ત્રી સાથે એ રહેતા હતાં એ સ્ત્રી એમના રુપિયા અને દાગીના બધું લઈને ભાગી ગઈ છે અને એમની નોકરી પણ છુટી ગઈ છે. તિતિક્ષાની માતા તરત એમને લેવા દોડી ગઈ અને એમને પોતાના ઘરે લઈ આવી ચાકરી કરવા લાગી. આ દરમ્યાનમાં તુષારનો જન્મ થયો.

         હવે તિતિક્ષાની પાછી ઉપેક્ષા થવા લાગી. એની માતા પોતાને સૌમ્યાનાં મોતનું કારણ તો માનતી જ હતી એટલે હવે તુષારને પોતાની પાસે આવવા દેતી નહોતી. તિતિક્ષા ને દુ:ખ થતું. એ પોતાના નાનાભાઈ સાથે રમવા માગતી એને વહાલ કરવા માગતી પણ એની એ ઈચ્છા મનમાં જ રહી જતી. કોઈ કોઈ વાર તુષાર એની પાસે આવતો ત્યારે એ ખુબજ વહાલથી એની સાથે વાત કરતી. એના મનમાં તુષાર માટે કોઇજ નફરત નહોતી. તુષારનાં જન્મ પછી એના પિતા પણ સારા થઈ ગયા હતાં અને સારી નોકરી કરી રહ્યા હતાં. હા એમના માટે તિતિક્ષાની હાજરી કોઇ મહત્વ રાખતી નહોતી જે તુષારને નહી ગમતું. એના મનમાં ઘણા સવાલો ઉઠતાં પણ એ કોઇને પુછી નહોતો શકતો. એ હજુ બહુ નાનો હતો કંઈ પણ કરવા માટે. એ એની બહેનને બહુ પ્રેમ કરતો અને તિતિક્ષા પણ એને બહુ પ્રેમ કરતી પણ બંને પોતપોતાની લાગણીઓ એકબીજાને દર્શાવી નહોતા શકતાં. આમ વર્ષો પસાર થઈ ગયા. તિતિક્ષા કોલેજમાં આવી એ પોતાના ભણતરનો ખર્ચો ટ્યુશન કરીને કાઢતી. પિતા પાસે કે માતા પાસે રૂપિયા નહોતી માગતી અને એના માતાપિતા પણ એનો આગ્રહ નહોતા રાખતા. કોલેજમાં આવતાં એણે ટ્યુશન છોડીને કોલેજની નજીકમાં એક પાર્ટટાઈમ નોકરી શોધી લીધી. ત્યાં એની મુલાકાત તિમિર સાથે થઈ. તિમિરને પહેલી નજરમાંજ તિતિક્ષા ગમી ગઈ હતી. નોકરી પરથી છુટ્યા પછી બંને ફરવા જતા. તિતિક્ષાના ઘરે એની રાહ જોવા વાળુ કોઇ નહોતું પણ એ પોતાની મર્યાદા જાણતી હતી. એ બહુ મોડુ નહી કરતી. હવે એ કોલેજના છેલ્લાં વર્ષમાં આવી હતી. એણે ભણવા પર ધ્યાન આપવા નોકરી માંથી રજા લઈ લીધી અને નજીકના પુસ્તકાલયમાં વાંચવા જવા લાગી. આખો દિવસ એ અભ્યાસ કરતી અને સાંજે બે કલાક એ તિમિર સાથે ગાળતી. એને તિમિરનો સાથ ગમતો. તિતિક્ષા ક્યારેક પોતાના ઘરની વાત કરતી તો એ કહેતો કે તને એ ટેંશનમાંથી મુક્ત કરવા હું તને મળું છું મારી સાથે હોય ત્યારે આ બધી વાતો ભુલી જવાની. તિતિક્ષા તિમિર સાથે લગ્નજીવનના સપના જોવા લાગી હતી પણ એણે તિમિરને આની જાણ થવા દીધી નહોતી. એક વાર પોતે ગ્રેજ્યુએટ થઈ જાય પછી એ વાત કરશે એમ એણે વિચાર્યું હતું. આમતો એ તિમિર વિષે ઝાઝું જાણતી પણ નહોતી. એની કાયમી નોકરી છે પગાર સારો છે અને ઘરમાં એ અને એના પિતા બેજ છે. આથી વિશેષ એ કંઈ જાણતી નહોતી.

        એ ગ્રેજ્યુએટ થઈ ગઈ. હવે એણે પાર્ટટાઈમ માંથી ફુલ ટાઈમ નોકરી કરી દીધી. તુષારે પોતાની પસંદગીની છોકરી  તૃષા સાથે લગ્ન કરી લીધા. એ પછી એ ઘણો બદલાઈ ગયો. તૃષાને એના માતાપિતા અને બહેન બહુ ખટકતા. તિતિક્ષા અને તુષાર તો આખો દિવસ બહાર રહેતા પણ એમની માતા અને રીટાયર થયેલા એમના પિતા એના રોષનો ભોગ બનતા. તુષાર તૃષાનો વિરોધ કરી નહી શકતો. આથી તિતિક્ષાનાં માતા પિતા ચારધામની યાત્રા કરવા નીકળી ગયા. એક દિવસ તૃષા તિતિક્ષા અને તિમિરને સાથે જોઈ ગઈ. ભાભીએ એ લોકોને જોયા છે એ તિતિક્ષા પણ જોઈ ગઈ હતી. એણે તિમિરને કહ્યું. તિમિર એને ઘરે મુકવા આવ્યો. બંનેને સાથે ઘરે આવેલ જોઇ તૃષાને વધુ ગુસ્સો આવ્યો. એણે તિતિક્ષાના ચારીત્રને લઈને ઘણું સંભળાવ્યું. તિતિક્ષાતો પોતાની આદત મુજબ મૌન રહીને બધું સાંભળતી હતી. સામે જવાબ પણ નહોતી આપતી.  પણ તિમિરથી આ સહન નહીં થયું એટલે એ બોલ્યો કે પોતે તિતિક્ષા સાથે લગ્ન કરવાનો છે અને હવે એ તિતિક્ષાને એક મીનીટ પણ આ ઘરમાં નહી રહેવા દે ને પછી તિતિક્ષાનો હાથ પકડી એ ઘરની બહાર નીકળી ગયો. તૃષાએ એને રોકવાનો પ્રયત્ન પણ નહીં કર્યો. પોતાના અને તિમિરના લગ્નજીવનની શરૂઆત આમ થશે એવું તિતિક્ષાએ વિચાર્યું નહોતું પણ દિલમાં એક ખુશી સાથે એ તિમિર સાથે ખેંચાતી ગઈ.

      બે દિવસ રહીને બંનેએ તિમિરના પિતાના આશીર્વાદથી મંદિરમાં લગ્ન કરી લીધા. તિતિક્ષા ખુબજ ખુશ હતી. એના બધા દુ:ખોનો જાણે અંત આવી ગયો. તિમિરે પોતે આટલું સારું કમાય છે ને તિતિક્ષાને નોકરી કરવાની શું જરુર છે એમ સમજાવી તિતિક્ષાની નોકરી છોડાવી દીધી હતી. બંને શોપીંગ કરતા, ફરવા જતા. તિમિરની કાળજીથી તિતિક્ષાનું રૂપ નીખરી આવ્યું. એનું શરીર પણ ભરાયું. હવે એ ખુબજ સુંદર દેખાતી હતી. આમ બે મહિના વીતી ગયા. એક રાતે તિમિરના પિતા તુષારના રૂમમાં આવ્યા. નશામાં ચકચૂર હતા. એમણે તિતિક્ષા સાથે જબરદસ્તી કરી. તિતિક્ષાએ મદદ માટે બૂમો મારી પણ કોઇ એની મદદે નહી આવ્યુ. એણે બચવાના બહુ પ્રયત્ન કર્યા પણ એના પિતાની મજબૂત પકડ સામે હારી ગઈ. બીજે દિવસે જ્યારે તિતિક્ષાએ આ વાત તિમિરને કહી તો એણે એના પિતાનો પક્ષ લીધો અને તિતિક્ષાને કહ્યું કે આવું તો હવે રોજ થશે. તિતિક્ષા અવાક થઈ ગઈ. એણે ઘરની બહાર જવાનો પ્રયત્ન કર્યો તો તિમિરે તમાચો મારી એને રૂમમાં પુરી દીધી. તિમિરનું આવું રૂપ તિતિક્ષાની કલ્પના બહારનું હતું. પછી તો રોજ રાતે એના પિતા અને કોઇ કોઇ વાર બીજા લોકો એમ બધા તિતિક્ષાનું શરીર ચુંથવા લાગ્યા. તિતિક્ષાને પાછળથી ખબર પડી કે તિમિરના કોઇ પિતા નહોતા. એ બંને મળીને જુદા જુદા નામથી જુદા જુદા સ્થળેથી ભોળી છોકરીઓને ફસાવીને આ રીતે એમની પાસે દેહવ્યાપાર કરાવતા. જેવી કોઇ બીજી છોકરી એમની જાળમાં ફસાય કે તરત પહેલી છોકરીને રસ્તે રઝળતી કરી દેતા. આ વખતે એમની જાળમાં તિતિક્ષા ફસાઈ હતી. તિમિર હવે તિતિક્ષાને ઘરની બહાર જવા દેતો નહોતો. એના રૂપને સાચવવા પાર્લરવાળી ઘરેજ આવતી. એ પણ આ લોકોની ટોળકીમાં સામેલ હતી. આ બધું સહન કરતાં પાંચેક વર્ષ વીતી ગયા. એનું શરીર ગળાતું હતું. એને તાવ રહેતો હતો. હવે એના રૂપના ઘરાક મળતા નહોતા અને એક દિવસ તિમિરે તિતિક્ષાને રસ્તા પર રઝળતી કરી દીધી ત્યારે એનું શરીર તાવથી તપતું હતું. રસ્તે ચાલતા ચાલતા એ બેભાન થઈને ઢળી પડી. એક સજ્જન એને નજીકના દવાખાને લઈ ગયા. એ ત્રણ દિવસ બેભાન રહી. એનો ઈલાજ કરતા ડૉ.સચદેવને ખબર પડી કે તિતિક્ષા એઇડ્સ થી પીડાઈ રહી છે. તિતિક્ષાના ભાનમાં આવ્યા પછી એમણે એને એના રોગથી વાકેફ કરી. તિતિક્ષાને આનો અણસાર આવીજ ગયો હતો. એ કંઈ ના બોલી. ડૉ.એ એને પ્રેમથી એના ઘરવાળા વિષે પુછ્યું. તિતિક્ષાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પણ એ કંઈ ના બોલી. શું બોલે ? એ કે એના માતાપિતાનું એક બીનજરુરી બાળક છે એ ? શું કોઇ એની વાત માનશે ? દરેક માતાપિતાને પોતાના દરેક સંતાન વહાલાં જ હોય છે. ડૉ.ના તિતિક્ષાના પરિવાર વીશે જાણવા તેમજ રોગનું કારણ જાણવા માટેના આટલા બધા સવાલોનો મારો તિતિક્ષા સહન નહીં કરી શકી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પહેલાં તો ડો.એ એને રડવા દીધી એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા રહ્યા. થોડી વાર પછી તિતિક્ષા જરા સ્વસ્થ લાગતા એમણે એને પાણી આપ્યું અને પ્રશ્નાર્થભરી નજરે એની સામે જોયું. તિતિક્ષાએ પોતાની આપવીતી ડૉ.સામે રજુ કરી. ડો.ની આંખમાં પણ પાણી આવી ગયા. એમણે તિતિક્ષાને પોલીસ કંપ્લેન કરવા કહ્યું. એણે ના પાડી તો ડો.એ એને સમજાવ્યું કે તારા પછી એ બીજા કોઇની જીંદગી બગાડી ના શકે એ માટે તું આમ કર. ઘણું સમજાવ્યા પછી એ માની. પોલીસમાં જઈ એ ઘરનું સરનામું આપ્યું. નસીબ સંજોગે તિમિરે હજુ ઘર બદલ્યું નહોતું. એને અને એના પર્ટનરને પોલીસે પોતાના કબ્જામાં લીધા અને એ સમાચાર એમણે તિતિક્ષાને પહોંચાડ્યા. તિતિક્ષાએ ડૉ.ને આ સારા સમાચાર આપ્યા અને ડૉ. નો આભાર માની ત્યાંથી નીકળી ગઈ. એકવાર કોઇકે એને એના નામનો અર્થ પુછ્યો હતો ત્યારે એણે ગર્વથી કહ્યું હતું તિતિક્ષા એટલે સહનશક્તી ત્યારે એ જાણતી નહોતી કે પોતાના નામના અર્થ પ્રમાણેજ એના નસીબમાં બધું સહન કરવાનું જ આવશે અને એને મળેલો જીવન સાથી તિમિર એના નામ પ્રમાણે તિતિક્ષાના જીવન માં અંધકાર લાવશે. ખબર નહીં તિમિર એનું સાચું નામ હશે કે નહીં પણ પોતાના જીવનમાં તો એ અંધકાર બનીનેજ આવ્યો હતો. હવે તિતિક્ષાને બસ મોતની જ પ્રતિક્ષા હતી.

        હમણાં સૂર્ય આથમી જશે એમ એક દિવસ પોતાની જીંદગીનો સૂર્ય પણ આથમી જશે. “તિતિક્ષા, તમે મારી સાથે લગ્ન કરશો ?” એક અજાણ્યા અવાજે એ ભુતકાળમાંથી વર્તમાનમાં આવી. એણે અવાજની દિશામાં જોયું. એક યુવાન એની તરફ જોતો હતો. એ એનાથી પરિચિત નહોતી. “સોરી , તમે મને કંઈ કહ્યું ?”હા. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.”હું તમને ઓળખતી નથી. તમે મારા વિશે જાણતા નથી ને તમે મારી સામે લગ્ન નો પ્રસ્તાવ મુકો છો ?” “હા ,ડૉ.સચદેવે મને તમારી બાબતમાં બધું જ જણાવ્યું છે.” એ યુવાન તિતિક્ષાની બાજુમાં થોડું અંતર રાખી બેસી ગયો. “અને મારા વિશે હું તમને જણાવું. મારું નામ પારસ. પારસ દવે. તમારી જેમ હું પણ પરિણિત હતો. બીઝનેસના કામમાં હમેશા વ્યસ્ત મારી પત્નીને સમય નહોતો આપી શકતો. સમયને બદલે હું એને જોઈએ એટલા રૂપિયા આપી દેતો. એના પરિણામે એ છકી ગઈ. એ અનેક પુરુષો સાથે ફરવા લાગી ધીરે ધીરે એ પુરુષો સાથે દૈહિક સંબધો પણ બાંધી બેઠી જેની મને એની કલ્પના પણ નહોતી.  અનેક પુરુષો સાથે સંબધ બાંધવાથી એ એઈડ્સની શિકાર બની અને મને પણ એ રોગનો રોગી બનાવતી ગઈ. થોડાં સમય પહેલાંજ આ રોગથી પીડાઈને એ મૃત્યુ પામી અને હું મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. ડૉ.સચદેવ અને એમના કેટલાક મિત્રો મળીને એક સંસ્થા ચલાવે છે જેમાં આ રોગથી પીડીત સમાજથી તિરસ્કૃત લોકોને જીવન જીવવાના બીજા મોકા રૂપે એમના લગ્ન કરાવે છે. એમણે આજે મને બોલાવીને તમારા વિશે જણાવ્યું અને પુછ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું કે નહીં ? આમતો લગ્નની કોઇ જરુરિયાત નહી લાગશે તમને પણ આ રોગ સાથે જીવવા કોઇની હુંફ જોઈએ અને એ માટે કોઇ પોતાનું જોઇએ. એક પુરુષ અને એક સ્ત્રીને લગ્નના બંધન વિના સમાજમાં રહેવાનું ઘણું અઘરું છે જે તમે જાણતાંજ હશો. તો હવે તમે કહો. છો લગ્ન માટે તૈયાર ?”

તિતિક્ષા એ યુવાનને જોતી રહી. પોતાના વિશે જાણ્યા પછી અને પોતે પણ મોતના બારણે ઉભો હોવા છતાં આ યુવાન પોતાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે અને આંખમાં આંસુ સાથે તિતિક્ષાએ હકારમાં ડોકું હલાવ્યું અને બંને ડુબતા સૂર્યની પછી આવતા નવા દિવસના ઉગતા સૂર્યની ચાહમાં હાથ પકડીને ડૉ.સચદેવના આશીર્વાદ લેવા ચાલી નીકળ્યા.                                                                                                                                                               .

 

 

Advertisements
This entry was posted in નિમિષા દલાલ, લઘુ કથા. Bookmark the permalink.

11 Responses to તિતિક્ષા-નિમિષા દલાલ

 1. Kartik Pandya કહે છે:

  The Author has presented some hard core truth of life in form a a story. Though the story goes a bit too fast, it gives a message on the exiting realities in our society. I salute the efforts of Nimisha Dalal on presenting her views boldly spotlessly…

  Like

 2. Bharat Dave કહે છે:

  NICE STORY,BUT TOO FAST, I GET CONFUSED TO KNOW THE AGE SPAN OF STORY. IT CAN BE A GOOD PLOT FOR A MOVIE.

  Like

 3. Shaila Munshaw કહે છે:

  There are people in society who believe in humanity and help other people.
  Good story.

  Like

 4. hiral navsariwala કહે છે:

  Good story with many emotions, it would be nice if it ens with twist.

  Like

 5. salil upadhyay કહે છે:

  Very good … writer shows the reality of today…. very emotional touch…people must understand of imporatnce of daughters….કોઇ પણ વ્યકતિ કોઇ માટે પણ અભિશાપ નથી બનતું.પોતાના કર્મો જ અભિશાપ બનતા હોય છે.નિમિષા દલાલને હાર્દિક અભિનંદન…વધુ આવું સારું લખતાં રહો…ખૂબ ખૂબ શુભેચ્છા..!!

  Like

 6. Hardik કહે છે:

  તમારી વાર્તા ( સત્ય કથા ) વાંચતા તો જાણે એમ લાગે કે “જીવન એવું જીવો કે મોત પણ સર્માઈ જાય ”
  મારા તરફથી તમને ખુબ ખુબ અભિનંદન – હાર્દિક ……

  Like

 7. Devvrat desai કહે છે:

  Satya katha jevi lagi….kadavu satya….daily news ma aavu vachi jiv dubhaya chhe.

  Like

 8. pravina કહે છે:

  આ જો સત્ય કથા પર આધારિત હોય તો ખરેખર હ્રદય દ્રાવક છે.

  પ્રવિનાશ

  Like

 9. dhufari કહે છે:

  આ વાર્તા આજના સ્માજનું દર્પણ છે.આવી ઘટનાઓ તો બનતી જ હોય છે પણ પ્રકાશમાં બહુ જૂજ જ આવતી હોય છે.સ્ત્રીને કેવી કેવા સંજોગોમાંથી પસાર થવું પડતું હોય છે તેનુમ સાચું બ્યાન છે આભાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.