શૈલજા આચાર્ય (૧૬) ડૉ ઇન્દિરા શાહ

શૈલજાની આતુરતા જલ્દી ચાલતી થાઉ, જલ્દી દીકરી નિરજાઅને દીકરા અમૂલ્યના અભ્યાસ તથા તેઓની ઇતર પ્રવૃતિમાં ભાગ લઉં, આવી આતુરતા ઇચ્છા લાંબી માંદગી ભોગવતી દરેક માને હોય તે સ્વાભાવિક છે. શૈલજાની આ તીવ્ર ઇચ્છા,આતુરતા તેને જ નડી, તેણીને ક્યાં ખબર હતી!!,તેનું મન તો એક જ દિશામાં દોડતુ ક્યારે જલ્દી સારી થાઉં, અમૂલ્યની સાથે હરુ, ફરુ  અમૂલ્યની બર્થ ડૅ કેક જાતે બનાવું, તેના વહાલા દીકરાની  બર્થ ડે તેના હાથની કેક વગર ગઇ આ વખતે કેક કાપતાઅમૂલ્ય બોલેલો ‘(mom next year’s  birth day , you will be making cake)’ ત્યારે કેટલા ઉત્સાહ્થી જવાબ આપેલ “ચોક્કસ બેટા હું જ બનાવીશ મારા હાથે ખવડાવીશ”. યાદ આવતા આંખો ભીની થઇ.તુરત જ મન મક્ક્મ કરી આંસુ રોક્યા મનોમન બોલી જરૂર મારા કાનાજી  દયા કરશે અને હું જ કેક બનાવીશ.અને મનમાં મલકાઇ.

તો ક્યારેક મન માકડુ ચિંતામા ઘેરાય. આખા કેટલાય વર્ષથી નીરજા સાથે શૉપીંગ કરવા નથી ગઇ,તેની બેનપણી સાથે કેવા કપડા ખરીદતી હશે!!, પેલી અમીના રવાડે ના ચડેતો સારુ, મારી દીકરી સ્પેગટ્ટી, સ્ટ્રેપ ટોપ કે બેક લેસ બ્લાઉઝ પહેરતી થઈ જશે તો.. ના ના એ તો મારાથી બિલકુલ નહીં જોવાય,આ બધુ ધ્યાન સૌમ્ય ક્યાંથી રાખી શકે એ તો અમીની વાતમાં આવી જાય અંકલ આજકાલ આ ફેશન છે બધી હાઇસ્કુલ ગર્લસ પહેરે છે,”આ બધુ ધ્યાન રાખવાની જવાબદારી તો માની જ ગણાય,”હે કાનાજી!  હે મેલડી મા!  હું એક મા છું તેના પર દયા કરો, જલ્દી હરતી ફરતી કરો.

આમ રિહેબ હોસ્પીટલના બેડ્માં સુતેલી શૈલજા છત પર જોઇ વિચાર્યા કરે, તો ક્યારેક વ્હીલચેરમાં બેસી બારીની બહાર સામેના મેદાનમાં છોકરાઓને રમતા જુવે ને તેનો અમૂલ્ય દોડતો દેખાય.

નવા સેલ બનાવવામાં મદદરૂપ અને વધારે ઇજા ફેલાઇ નહીં તે માટેની દવાઓના ડૉઝમાં ફેરફાર ડો.મ્યુલરની સલાહ મુજબ કરી દીધેલ, તેથી શૈલજાના ઓટૉ રિફલેક્સ થોડા શાંત પડેલ,પરંતુ મન તો હજુ એટલુ જ ઉછાળા મારતુ,  કોઇકવાર તે માટેની પણ દવા આપવી પડતી .છતા મજ્જામાં મુકેલ સ્ટેમસેલનો જોઇએ તેવો પ્રતિભાવ નહીં  મળતો .

ડો શેવડેને હવે સ્વીઝરલેન્ડ જ નજર સમક્ષ આવતુ હતુ.તેઓ શ્રી એક નિષ્ણાત ડો.આજે સ્પાયનલ કોર્ડ ઇન્જરી રિહેબ માટે આખા ભારતમાં તેઓનું નામ જાણીતું થઇ ગયેલ, બધા પ્રાન્તના દર્દીઓ અહી સારવાર માટે આવતા. કોઇ વાર તો સાઉથ ઇષ્ટ એશિયામાંથી પણ તેમના રિહેબ સેન્ટરમાં સારવાર માટે દર્દી રીફર કરાતા. ડો.શેવડે શિસ્ત માટે ખૂબ જાણીતા,સાથે સાથે પોતાના દર્દીની માનસિક તથા આર્થિક હાલત તરફી પણ એટલા જ સજાગ, આ બધો વિચાર કરી દર્દી માટે બેસ્ટ પોસિબલ સારવારનો પ્લાન તૈયાર કરે.

ભરતભાઇનો આર્થિક ભાર વિચારી તેમણે ડો.મ્યુલરનો દર્શાવેલ પ્લન # ૧ સ્વીકાર્યો અને તે મુજબ શૈલજાને દવાના ડોઝ સાથે સતત મોનિટર નીચે સારવાર આપી,પરંતુ મજ્જાના સ્ટેમ સેલના સંતોષકારક પ્રતિભાવ ન જણાતા અને શૈલજાની માનસિક હાલત જોતા પ્લાન # ૨નો અમલ કરવાનું નક્કી કર્યું. ડો.જાધવ, ભરતભાઇ શૈલજાઅને સૌમ્ય સાથે મિટિંગ કરી.પ્લાન # ૨ની સમજણ આપી. આ પ્લાન પ્રમાણે શૈલજાના કરોડારજ્જુના સૌથી ઉપરના વચ્ચેના ભાગમાં (Hcns stem cell ) ,મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓના સ્ટેમસેલ,જે આંખ કાન નાક વગેરેની ક્રિયાઓના સંદેશા લાવવા લઇ જાવાનું કામ કરે છે,આ સેલના નામ ઓલફેકટરી એનસિથીંગ સેલ જેને નાકમાંથી લેવામાં આવે છે અને સ્વાનસેલ જે આંખમાંથી લેવાય છે, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

સર્જરી પછી ૯ મહીના (immuno supression therapy) એટલે શરીર અજાણ્યા સેલને સ્વીકારે સામનો કર્યા વગર,એ માટેની સ્પેશીયલ દવાઓ લેવી પડે .

ભરતભાઇતો તુરત તૈયાર થઇ ગયા, સૌમ્ય થોડો ખચકાતા શરમ અને ગીલ્ટ્ના મીશ્ર ભાવ સાથે બોલ્યો “પણ ભરતભાઇ હમણા જ તમોએ આટલો ખર્ચ જર્મની માં કર્યો અને હવે સ્વીઝરલેન્ડ ભરતભાઇએ તેના મો પર હાથ મુકી બોલ્યા ‘સૌમ્ય શૈલજા મારી નાનીબેન નથી મારી અને ઇન્દુની દીકરી છે, ઇન્દુતો પોતાના દાગીના વેંચીને દીકરીને સારવાર માટે દુનિયાભરમાં મોકલવા તૈયાર છે,એટલે ખર્ચની વાતતો કરશો જ નહીં”.સૌમ્યની આંખમાં જળજળીયા જોઇ બોલ્યા “તારે હિંમત રાખી નિરજા અને અમૂલ્યના અભ્યાસ તથા ઇતર પ્રવૃતિમાં ધ્યાન આપવાનું છે. શૈલજાની સારવારની જવાબદારી મારા અને ઇન્દુ પર છોડ દોસ્ત,મને ખબર છે તારે તારી પ્રિય પત્ની ની બધી સારવાર માથે લેવી હોય, અને તે સમજદાર પતિ તરીકે સ્વાભાવીક નિર્ણય છે,પણ તારે શૈલજાની ગેરહાજરી દરમ્યાન મમ્મી પપ્પા બન્ને બનવાનું છે.

બીજે દિવસે ડો શેવડે ડો.મ્યુલર તથા સ્વિઝરલેન્ડ ઝુરીચ હોસ્પીટ્લના ડો આલમાનિએ કોનફરન્સ કોલ પર બધુ નક્કી કર્યું.ડો આલમાનિએ ૨૦ દર્દીઓ દુનિયાભરમાંથી લેવાના હતા તેમાં શૈલજાના રિપોર્ટ, માનસિક તૈયારી વગેરેને ધ્યાનમાં રાખી પસંદગી થઇ.

વિસા તો તૈયાર જ હતા,જર્મનિના વિસા લીધા ત્યારે ભરતભાઇએ સ્વીઝરલેન્ડ, ઈટલિ વગેરે દેશોના વિસા પણ લૈ જ લીધેલ. ભરતભાઇ વેપારી બુધ્ધિ વાપરી કામ કરે.તુરત ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો બે ટીકિટ બુક કરાવી. શુભસ્ય શીઘ્રમ. કાનાજી નાં આશીર્વાદ, બા બાપુજીના આશીર્વાદ લીધા નિરજા અને અમૂલ્યને તો મમ્મી દોડતી થાય તેમા જ રસ.રાજી ખુશીથી મમ્મીને રજા આપી.શૈલજાએ જતા જતા શિખામણ આપી’બન્ને ડાહ્યા થઇને રહેજો, પપ્પાને મામીનું માનજો’, બન્ને એ સાથે જવાબ આપ્યો મમ્મી તું અમારી જરા પણ ચિન્તા નહીં કરતી,તું પાછી આવશે ત્યારે તને ખૂબ હેપિ સરપ્રાઇસ મળશે,સ્કુલ તથા ઘર  બધેથી તને સારા રિપોર્ટ મળશે’.

શૈલજા ખૂશ થઈ બોલી ‘સૌમ્ય જોયું આપણા બન્ને બાળકો કેટ્લા સમજુ થઇ ગયા છે’,સૌમ્ય બોલ્યો થાય જને મામા મામી, દાદા અને દાદીની ટ્રેનીંગ છે’.

ઇન્દુભાભી બોલ્યા’પપ્પાનો પણ એટલો જ ફાળો છે’.આમ મીઠી વિદાય સાથે ભરતભાઇ તથા શૈલજા ઝુરીચ જવા રવાના થયા.

ઝુરીચ એરપોર્ટ પર ભરતભાઇના મિત્રનો દીકરો દીપક લેવા આવેલ,દીપક અહી હોમ હોસ્ટૅલમાં રહેતો હતો, ભરતભાઇની રહેવા જમવાની વ્યવસ્થા પણ અહી જ કરવામાં આવેલ લાંબા રોકાણમાં કરકસરથી રહી શકાય. શૈલજાને હોસ્પીટલમાં એડમિસન વગેરે વિધી પતાવી.બન્ને હોસ્ટેલ પર ગયા, શૈલજાને જમવાનું ન હોતુ વહેલી સવારે સર્જરી હતી.

સવારના ૫ વાગે ભરતભાઇ આવી ગયા,હોસ્પીટલ નજીક હોવાથી ચાલતા જ આવી ગયા.૬ વાગે શૈલજાને ઓપરેટીંગ રુમમાં લઇ ગયા. બે કલાકે (Intramedulary transplant of HcnsSc)સર્જરી પતી. આ સર્જરીથી બે ફાયદા મજ્જામાં મુકેલ સ્ટેમસેલને રોકતો અવરોધક એન્ઝાઈમ નો સ્ત્રાવ બંધ થશે નવા જ્ઞાન તંતુ જન્મે તેને કરોડરજ્જુના નેટ વર્ક સુધી પહોંચાડે અને સુષુપ્ત નેટવર્ક જાગૃત થાય સંદેશા મગજમાં પહોંચાડે અને મગજના સંદેશા યોગ્ય  સ્નાયુને પહોંચાડે.

શૈલજાને રુમમાં લાવ્યા, ઇમ્યુન સેપરેસન દવાનો ડોઝ  ઓપરેશન રુમમાં જ આપી દીધેલ. ડો આલમાનિ ભરતભાઇને મળ્યા,ઓપરેસન સફળ થયું છે જણાવ્યું. ભરતભાઇ રુમમાં ગયા,શૈલજાએ આંખ ખોલી ભરતભાઇ સામે આછુ હાસ્ય ફરકાવી ઘેનની અસરમાં સુઇ ગઇ, ભરતભાઇએ પણ લોન્ઝમાં ગયા ચા બીસ્કીટ ખાધા અને સોફા પર આડા પડ્યા.

અઠવાડીયા પછી શૈલજાને લોન્ગ ટર્મ ફેસીલિટીમાં ખસેડવામાં આવી અઠવાડીયામાં ત્રણથી ચાર વખત સપરેસન થેરપી તથા રિહેબ હાથ પગની કસરતો કરવાની સ્પેસીયલ થેરપીસ્ટ તથા સ્પેસીયલ નર્સ આ બધી સારવાર આપે, અઠવાડીયામાં બે વખત ડૉ. આલમનિ રાઉન્ડ લેવા આવે પ્રોગ્રેસની જાતે નોંધ કરે.ભરતભાઇ ૨ મહીના બાદ પ્રોગ્રેસ સંતોષકારક હોવાથી ડો.આલમાનિની રજા લઇ ઇન્ડીયા ગયા.દીપક અઠ્વાડીયામાં બે વખત શૈલજાની ખબર કાઢી જતો, મનગમતુ ખાવાનું લાવી આપતો, ભજન હિન્દી સિનેમાના ગીતો વગેરેની સી.ડી સી.ડી પ્લેયર હેડ ફોન સાથે આપી ગયેલ તેથી શૈલજાને પણ ઘર જેવું લાગતુ .

આમ ૯ મહીના પુરા થયા, ભરતભાઇ ડૉ શૅવડે,ડો.આલમાનિ અને સૌમ્ય ચારે જણાએ કોન્ફરન્સ કોલ પર વાત કરી શૈલજાના પ્રોગ્રસના સારા સમાચાર જાણી સૌ ખૂસ થયા, ધીરજબા અને ઇન્દુભાભીએ હવેલીમાં મહા પ્રસાદ ધરાવ્યો સૌ ને વહેંચ્યો.

ભરતભાઇ શૈલજાને લેવા ઝુરીચ આવ્યા.દીપક સાથે હોસ્પીટાલ આવ્યા.બીલ ભર્યા સ્ટાફ ને નાની મોટી બક્ષિશ આપી. ડો.આલમાનિને મળ્યા ઇન્ડીયા આવવા આમંત્રણ આપ્યું. ડો.આલમાનિએ ભરતભાઇને જણાવ્યું તેઓ ડીસેમ્બરમાં (HcnsSc
Transplant conferance)માં મુંબઇ આવવાના છે ત્યારે શૈલજા આચાર્યનો કેસ પ્રેસન્ટ કરવાના છે,વધારે માહિતી તમોને ડો.શૅવડે તરફથી મળશે. શૈલજા અને ભરતભાઇ આ જાણી ખૂબ ખૂશ થયા. ડો.આલમાનિને પ્રખ્યાત સીદી સૈયદ્જાળી ફ્રેમ ભેટ આપી.

બીજે દિવસે સ્વીઝ એરલાઇનના જેટ પ્લેનમાં બેઠી શૈલજાને નિરજા અમૂલ્યના શબ્દો યાદ મોમ અમે તને ખૂબ સરપ્રાયઝ આપીશુ,મનમાં બોલી “મારા બન્ને બાળકો તમારી મમ્મી તમને દોડીને ભેટશૅ બોલો કેવડી મોટી સરપ્રાયઝ ગિફ્ટ તમારી મમ્મી લાવી”!!!આમ વિચારતા કેપ્ટનનો અવાજ સંભળાયો (we will be landing Amdavad international airport in 15 minites).

શૈલજા ને માટે વ્હીલ ચેર આવી ત્યારે રોફ થી શૈલજા બોલી..આ મારું ગામ છે..આ
વ્હીલ ચેરને છોડવાતો હું ૯ મહીના હોસ્પીટલમાં હતી..હું તો ચાલતી જ જઇશ..મારા
ભુલકાઓની આ જ તો સરપ્રાઇઝ ગીફ્ટ છે

અમુલ્ય અને નીરજા દોડતા દોડતા મમ્મીને જોવા આવે ત્યારે શૈલજા વ્હીલ ચેર લાકડી અને સપોર્ટ શુઝ
વિના સૌને મળી..એક ઉત્સાહનો ઝરો ફેલાઇ ગયો..સૌની આંખો આંસુ થી ભરેલી હતી પણ હર્ષનાં..

સૌમ્ય ગુલાબોનાં મોટા બૂકે લઇને ઉભો હતો..તેને ચાલતી શૈલજા અને તેને ઘેરીને વળેલા નીરજા અને અમુલ્યને જોઇ ઉંચે ગગનમાં જોયું કાનાજી મંદ મંદ હસતા હતા…અકસ્માતે ખોરવાયેલી જિંદગી પાછી તેની મુખ્ય રાહ ઉપર આવી ગઇ હતી….પાછળ શૈલજાનું ગમતું ગીત વાગતુ હતુ…

આજ ફીર જીને કી તમન્ના હૈ…આજ ફીર મરને કા ઇરાદા હૈ

કોઇ ના રોકો  મન કી ઊડાન કો…દિલ યે ચલા હા હા હા

સંપૂર્ણ

Advertisements
This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s