પોસ્ટ કાર્ડ -વિજય શાહ

 

 

નાનકડો રૂમ છે. ટેબલખુરશી –  ટીપોઈ સોફા વ્યવસ્થિત રીતે ગોઠવેલ છે. બહારથી ખોલવાનો અને આલ્ડ્રાપ ખોલવાનો અવાજ આવે છે. રોહીત પ્રવેશે છે. નીચે એક ચિઠ્ઠી પડેલી છે. તે ઉપાડે છે અને વાંચે છે.

રોહીત  અંજુ ! શ્રુતિ સાથેના મનદુ:ખો ચરમ સીમાએ પહોંચી ગયા છે. અહીં મન હળવું કરવા આવ્યો હતોપરંતુ તાળું ! ખેર… – મૌલિક ” (એકદમ ક્રુદ્ધ થઈ જતા રોહીત પગ પછાડે છે.) આ વળી કઈ નવી બલામૌલિ! એને અને અંજુને કેવા સંબંધો હશે? …આ બૈરા…. એટલે જવા દો ને વાત …” (ગુસ્સામાં જ ઉપરના રૂમ તરફ જાય છે. કપડા બદલીને પાછો આવે છે. રેડિયો વગાડવા પ્રયત્ન કરે છેસ્ટેશન પકડાતું નથી તેથી બંધ છાપું લે છે..! નીચેથી અંજલિનો અવાજ આવે છે!)

અંજલિ – “ આનંદ બેટા ! જલદી ચાલ તારા પપ્પા આવી ગયા હશે.

આનંદ – “ મમ્મી તું  જા હું આવું છું.

                                                             (ઘરમાં દાખલ થતા)

અંજલિ – “ આજે ફરીથી મોડી પડી નહીં ?”

                                          (રોહીત કંઈ જવાબ નથી આપતો.)

અંજલિ – “ આજે આનંદને એની ટીચરે બે સ્ટાર આપ્યા.

રોહીત – “ હશે ! એમાં ધાડ શું મારી ? “

અંજલિ – “ કેમ બે સ્ટાર એટલે તો ઘણું સરસ કહેવાય વળી.

રોહીત – “ આ મૌલિક કઈ બલા છે ? અને તને કેમ મળવા આવ્યો? “

અંજલિ – (જરા આશ્ચર્યચકિત થઈને પૂછે છે.) મૌલિક આવ્યો હત? ક્યારે? ”

રોહીત –  (રોહીત ગુસ્સામાં ચિઠ્ઠી ફેંકતા) લે વાંચ

                          (અંજલિ ચિઠ્ઠી લે છે વાંચે છે. એના ચહેરા પર દુ:ખ દેખાય છે.)

અંજલિ – “મૌલિક શ્રુતિનો હસબંડ છે.

રોહીત – “ એ તો એણે ચિઠ્ઠીમાં લખ્યું છે. પણ તને મળવા આવવાનું શું કારણ? ”

આનંદ – ( રૂમમાં આવે છે. દફતર ફેંકીને) મમ્મી ચાલને, ખાવાનું આપને ભૂખ લાગી છે.

અંજલિ – “આપું બેટા !”  (કહીને અંદર લઈ જાય છે. જતા જતા ચિઠ્ઠી ફાડી નાખે છે, એટલે રોહીતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી  જાય છે. જોરથી ઘાંટા પાડે છે.)

રોહીત – “ જવાબ આપ ને જતી કેમ રહે છે.

અંજલિ – (અંદરથી કહે છે ) આપું છું આ આનંદને ખાવાનું આપીને અને તમારા માટે ચા બનાવી લાવીને…”

રોહીત – “આ બૈરાની જાતએટલે તો ભાઈ તોબા ખુદ ભગવાન પણ એમને નથી ઓળખી શક્યો તોહું તો માણસ છું.” (છાપું હાથમાં લે છે વિચારમાં ચડે છેઅને સ્વગત બબડે છે. આ મહેતો કહેતો હતોએની બૈરીને એના પડોશી સાથેના સંબંધો વધી ગયા. મહેતો ઓવરટાઈમ કરેએના પડોશીની બૈરી નોકરી કરે અને શીફ્ટ ડયૂટિએટલેઅંજલિ આવીને ચાનો કપ મૂકી જાય છે. પણ રોહીતને ખ્યાલ નથી આવતો. ચાની સુગન્ધ આવી ત્યારે ત્યારે ખ્યાલ આવ્યો.) આ રોમા સાથે પણ આવું જ થયું હતું નેઆનંદની સુવાવડ વખતેઅંજલિ જ્યારે એના પીયર ગઈ હતી…”

                      (વિચારમાં ગરકાવ થતો જતો હોય છે. આનંદ આવે છે.)

આનંદ – “ચાલો લેશન પતાવી દઈએ. (દફતરમાંથી ચોપડી, પેન્સિલ કાઢે છે અને થોડુંક લખે છે. પપ્પા છાપું વાંચતા હોય તેમ લાગે છે.માથુ ખંજવાળતા પૂછે છે.) પપ્પા એન..ટી. ઈ એટલે શું?”

રોહીત – (તન્દ્રામાંથી જાગતો હોય તેમ.) ેં ?”

આનંદ – “ એન..ટી.. એટલે શું?”

રોહીત – “ નોટ

આનંદ – “ અને એન..ટી. એટલે ? ”

રોહીત – “ એટલે પણ નોટ

આનંદ – “ આવું કેમ હેં  પપ્પા સ્પેલિંગમાં ફેર પણ ઉચ્ચાર એક ?” 

રોહીત – “એન..ટી.. નોટ એટલે નોટબુક અને એન..ટી. નોટ એટલે ના.

આનંદ – “ ભલે

                                  દ્રશ્ય (ફ્લેશબેક) 

(રોહીત આરામથી સોફા ઉપર બેઠો છે. ઘંટડી વાગે છે. )

રોહીત – “કમ ઈન– 

રોમા – “રોહીત આવું કે? ”

રોહીત – “અરે રોમા તું ? અહીંયાં ? ”

રોમા – “કેમ મારાથી અહીં ન અવાય ? ” 

રોહીત – “ના એવું તો નહીંપણ આવને પ્લીઝ કમ ઈન.

રોમા – “ઘર તો સરસ છે. પણ હાલત જોતા લાગે છે કે શ્રીમતીજી ઘરે નથી કેમ ખરું ને ? ”

રોહીત – “મોટી રજા પર અને પીયર છે. શું કરે છે તારા મિસ્ટર? ”

રોમા – “એમને તો ટાઈમ જ ક્યાં છે? મને તો લાગે છે ધંધા પછીનો હું સ્પેર ટાઈમ છું. અને એમના એ સ્પેરટાઈમ સિવાયનો બધો મારો સ્પેરટાઈમ છે.

રોહીત – “એટલે? ”

રોમા – “ખેર જવા દે હું તો ટાઈમ પસાર કરવા આવી હતી. તું ફ્રી છે ને? ”

રોહીત – “હા, પણ મારે એક ફોન કરવો પડશે.

રોમા – “તું ફોન કરી આવ પછી રસોડામાં જઈને હું ચા મૂકું કે તું પિવડાવે છે ? ”

રોહીત – “ફીલ ફ્રી તને જેમ ઠીક લાગે તેમ!

         (રોહીત બહાર જાય છે. રોમા રસોડામાં જાય છે. એક બે મિનિટ બાદ રોહીત પાછો આવે છે. થોડીવારમાં રોમા ચા ના કપ સાથે અંદર આવે છે. ચા મૂકે છે. અને લહેજતથી પોતાની ચા પીવાની શરૂ કરે છે. )

રોમા – “સાચું કહેજો રોહીત ! હું લગ્ન પછી યાદ આવતી હતી ? ”

રોહીત – “અંજલિ સાથે હું સુખી છું.

રોમા – “મેં તો પૂછ્યું કે લગ્ન પછી હું યાદ આવતી હતી કે કેમ ? ”

રોહીત – “કેમ એવું પૂછવું પડ્યું ? ”

રોમા – “મેં ક્યાંક એવું વાંચ્યુ હતું કે પ્રથમ પ્રેમ એટલો જલદી ભુલાતો નથી. એ તો જિંદગીભર યાદ રહે છે.

રોહીત – “એની ગેરહાજરીમાં ક્યારેક તું યાદ તો આવતી હતી.

રોમા – “સાચ્ચે જ …? ” (આનંદિત અવાજે રોમા પૂછી બેઠી)

રોહીત – “ હા. એમાં જુઠ્ઠું શું કામ બોલવાનું ? ”

રોમા – “ એટલે અજલિની ગેરહાજરીમાં તારા વિચારોમાં મારું સ્થાન ખરું કેમ ? ”

રોહીત – “ હા ભાઈ હા કેટલી વખત પૂછીશ ? ”

રોમા – “ ચાલ ક્યાંક બહાર જઈએ.

રોહીત – “ ભલે ! હું ચેઇન્જ  કરી લઉં.

દ્રશ્ય ૩  (ફ્લેશબેક)

હોસ્પીટલના ખાટલા જેવું દ્રશ્ય છે. અંજલિ પથારીમાં સુતી છે. નાનકડા પારણામાં આનંદ રડતો હોય છે. ફૂલદાનીમાં ફૂલ ગોઠવતી નર્સ જતી રહે છે. અજલિની નજર આગંતુક પર પડે છે.

અંજલિ – “ આવ હસિત આવ આવ

હસિત – “ શ્રેષ્ઠ માતૃત્વ પદની પ્રાપ્તિના અભિનંદન”.

અંજલિ – “ થેંક્યુ ..

હસિત – “ બાબો છે કે બેબી? ”

અંજલિ – “ બાબો છે. બિલકુલ એના બાપ જેવો છે. જરાય જંપતો નથી.

હસિત – “તારી તબિયત કેવી છે? ”

અંજલિ – “ઓલરાઈટહવે ક્યાં સુધી તું બ્રહ્મચારી રહેવાનો છે?

હસિત – “તેં તો સંજોગોવશાત બનેલી ઘટનાને સ્વીકારી લીધી પરંતુ હજી એ પ્રથમ પ્રેમ ભૂલ્યો નથી.

અંજલિ – “મગજની બિમારી છે હસિત. જોજે ને તને પણ સારી છોકરી મળી જશેએટલે મને ભૂલી જઈશ.

હસિત – “હું માનું છું કે એ કોન્સોલેશન છે. તેનાથી હકીકત નથી બદલાતી.

અંજલિ – “એટલે?”

હસિત – “એટલે કશું નહીં. પણ શું રાશિ આવી છે બાબાની ?”

અંજલિ – “એણે તો નામ નક્કી જ રાખ્યા છ. બાબો આવે તો આનંદ અને બેબી આવે તો એષા. એટલે આનંદ જ નામ ફાઈનલ છે.

હસિત – “આનંદની ડીલીવરીથી તારી તબિયત થોડી લથડી છે.

અંજલિ – “તેં મારી વાતનો જવાબ ના આપ્યો.

હસિત – “કઈ વાત?”

અંજલિ – “એટલે?”

હસિત – “એટલે કશું નહીં ખેર ચાલ હું જાઉં. કંઈ જરૂર હોય તો ફોન કરજે.

અંજલિ – “સાંભળ, યોગ્ય પાત્ર જોઈને બેસી જા. આ મગજની બિમારી છે. તેને ભુલી જા.

હસિત – “દાણો આગમાં એક વખત શેકાય તો ધાણી બને અને બીજી વખત શેકાય તો રાખખબર છે ને?”

અંજલિ – “હસિત આ બધી વાતો છે.

હસિત – “જતા જતા એક વાત પૂછું?”

અંજલિ – “પૂછ.

હસિત – “તું સુખી છે?”

અંજલિ – “હા ! અને એ વાત જ તને કહું છું. પ્રથમ પ્રેમ ભૂલાઈ જાય તે સ્વાભાવિક ઘટના છે. તું પણ ભૂલી જા.

હસિત – “તું સુખી છેતે જાણી આનંદ થયો. ચાલ હું જાઉં.

અંજલિ – “ભલે આવજે.

                                            દ્રશ્ય

                            બેડરૂમનું દ્રશ્ય છે. આનંદ એક બાજુ સૂતો છે.

અંજલિ – “રોહીત, રોમા ક્યાં છે? ”

રોહીત – (ચમકી જતા) કેમ રોમા? ”

અંજલિ – “આ તો સાંજે તમારો ગુસ્સો જોતા અચાનક યાદ આવ્યું.

રોહીત – “અજાણી વ્યક્તિની પત્ની પર ચિઠ્ઠી જોઈને કોઈપણ ખીજવાઈ જાય. ખેરકોણ છે આ મૌલિક? ”

અંજલિ – “રમા ફોઈનો મોન્ટુ

રોહીત – “એનું નામ મૌલિક છે?  ”

અંજલિ – “અને શ્રુતિ એ શ્રવણની માસીની દીકરીઆ લગ્ન મારા વડે તો નક્કી થયું હતું. મિંયા બીબી બંનેમાં બનતું નથી. અને હમણા હમણા નજીક રહેવા આવ્યા છે તેથી અવારનવાર આવે છે.

રોહીત – “હં હવે બરાબર..

અંજલિ – “શું બરાબર? અજાણ્યા માણસની ઓળખાણ લેવાનો તમારો આ પ્રકાર બહુ અજુગતો છે. સમજ્યા? ” 

રોહીત – “મહેતાની વાતોએ મને ભરમાવી દીધો. જવા દે ને…”

અંજલિ – “કેવી વાતો? ”

રોહીત – “જવા દે ને હવે… ”

અંજલિ – “જવા દીધું ચાલો પણ રોમા ક્યાં છે આજકાલ? ”

રોહીત – “ખબર નથી પણ રોમા વિશે કેમ પૂછે છે? ”

અંજલિ – “તમને એમ હતું ને કે મૌલિકના નામે મને હસિત મળવા આવ્યો હશે.

રોહીત – (મનની વાત પકડાઈ ગઈ હોવાના ભાવ સાથે) તને કેમ ખબર પડી ગઈ? ”

અંજલિ – “તમને એમ કે હું પણ નવરી પડીને કંઈક આડે રસ્તે ચડી હોઇશ તે પ્રકારનો આજનો ગુસ્સો હતો તમારો.

રોહીત – “પણ એમાં રોમા ક્યાં વચ્ચે આવી? ”

અંજલિ – “આવે છે તમને આ જ કારણે આ વાત આજે યાદ આવી છે.

રોહીત – “એટલે? ”

અંજલિ – “જુઓ ચિડાશો નહીં. પણ કમળો થયો હોય તેથી બધે પીળું જ દેખાય.

રોહીત – “એટલે ? ”

અંજલિ – “એટલે સ્પષ્ટ છે કે તમે પણ મને તમારા જેવી ધારી લીધી હતી ને? ”

રોહીત – “તું શું બોલે છે તેનું ભાન છે તને? ”

અંજલિ – “પાંચ વર્ષે આજે તમારી વર્તણૂક ખૂબ અજુગતી લાગી એટલે આજે તેનું નિરાકરણ કરવું જ રહ્યું.

રોહીત – “પણ તું મને રોમા સાથે જોડે છે તે તને ખબર છે? ”

અંજલિ – “હા. આનંદ વખતે તમારા રોમા સાથેના ફ્લર્ટથી હસિતે મને વાકેફ કરી હતી.

રોહીત – “હસિત તને ગમે તે કહે અને તું માની લે અને હું કહું તેનું કંઈ જ નહીં? ”

અંજલિ – “લો આ પોસ્ટકાર્ડ વાંચો.

રોહીત – (પોસ્ટકાર્ડ હાથમાં લે છે. પાછળ ઉથલાવી તારીખ અને સિક્કો જુએ છે પછી વાંચવાનું શરુ કરે છે.)

                ંજલિ ,

                    રોહીત અને રોમાને બે ત્રણ વખત હોટેલ અને થીયેટરમાં જોયા. પરિણીતો પણ જેને અસભ્ય કહે તેવું વલણ એમના વર્તનમાં દેખાતું હતું. તું પ્રથમ પ્રેમને ભલે ભૂલી ચૂકી હોઇશ પણ રોહીત નથી ભૂલ્યો. તે દુ:ખદ પરંતુ સત્ય ઘટના છે. તારુ ઘર ઝૂંટવાઈ રહ્યું છે તેવું લાગતા આ પત્ર લખું છું.

                                                                   – હસિત

રોહીત – “તો તને મારા આ ફ્લર્ટની પાંચ વર્ષથી ખબર છે.

અંજલિ – “હા અને એટલું જ નહીં રોમાના ડાઈવોર્સનું કારણ બનતા બનતા પણ તમે રહી ગયા છો તે પણ મને ખબર છે.

રોહીત – “પણ તું આટલું બધું સહન કેવી રીતે કરી ગઈ? ”

અંજલિ – “સીધી વાત છે. એ બધી ખરાખોટી કરીને તે વખતે મારે મારો સંસાર બગાડવો નહોતો. મને મારી જાત ઉપર શ્રધ્ધા હતી.

રોહીત – “અંજુ, એક  નાનકડી ચિઠ્ઠી પર શંકાશીલ બનીને મેં તને અપમાનિત કરી. મને માફ કરી દે .

અંજલિ – “મારા ભોળા સજન. તમે મારી પાસે છો એ જ મારે માટે પૂરતું નથી શુંહું સાચી લગનથી તમને ચાહતી હતી તેથી મારું લગ્નજીવન સલામત છે. (પ્રેક્ષકો સામે જોઈને) કેમ ખરું ને? ”   

This entry was posted in નાટક. Bookmark the permalink.

5 Responses to પોસ્ટ કાર્ડ -વિજય શાહ

 1. Harnish Jani કહે છે:

  Wah Wah good ending-Khai pi ne raj karyu.

  Like

 2. pravinash1 કહે છે:

  WOW! At that age you had good command over writing.
  Beginning and end both are interesting.

  Like

 3. Prabhulal Tataria'dhufari' કહે છે:

  શ્રી વિજયભાઇ
  પોતાના સંસારને સુરક્ષિત રાખવો કે સળગાવી દેવો એ દરેક ગૃહિણીની
  પોતાની વિચારસરણી ઉપર આધાર રાખે છે
  અસ્તુ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.