મીઠા જળનું મીન ઉદધીમાં – 10 (પ્રવિણા કડકીયા)

fish.jpg

ગાડી ભટકાઈ અને ગોળ ફરી ગઈ. અમીને તો આમાંનું કશું જ ખબર  ન પડી. એ તો ગાડીમાંથી ઉછળીને બહાર ફેંકાઈ, બાજુવાળી ગાડીએ  બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો પણ એમાં જરાક મોડું થઈ ગયું. બસ, ત્યાંને ત્યાં જ ખેલ ખતમ થઈ ગયો. મર્સીડિઝ ગાડી હતી તેથી પૈસાવાળા હતા તેવુ માનવ મેદનીને લાગ્યું.  શું થયું? કોણ છે? એ જોવા માટે ટોળુ મોટું થતું ગયું.  દસેક મિનિટ પછી પોલિસ આવી પહોંચી. બધાને ઘટના સ્થળેથી  દૂર ખસાડ્યા. વાહન વ્યવહાર બધો જ થંભી ગયો હતો. ગાડીનો ડ્રાઈવર બેભાન હાલતમાં હતો. પોલિસે કારાવાહી ચાલુ કરી. ખબર પડી કે આ ગાડી તો માનવ મોદી નામના મોટા ઉદ્યોગપતિની છે.  અનવર સાહેબને ખબર કરવામાં આવી. તેઓ પોતે માનવની ‘ગૌરવ’ ઉપર જઈ ચડ્યા.

આનંદભાઈ અને માનવ બંને વિમાસણમા પડી ગયા.  સાહેબ અત્યારે ક્યાંથી? તેમનું મોઢું જોઈને બંને જણા સાથે બોલી ઉઠ્યા, ‘ સાહેબ તમે, અત્યારે, અહીં? અનવર એક શબ્દ પણ બોલી ન શક્યા.  આંખમાંથી આંસુ નિકળી પડ્યા. ધીરે રહીને કહે ખૂબ આઘાતજનક વાત  બની ગઈ છે. ધીરે રહીને વાત બતાવી. આનંદભાઈ અને માનવ પથ્થરના પૂતળાં બની સાંભળી રહ્યા. કેવી રીતે, ક્યાં કશું જ પૂછવાના હોશકોશ પણ ગુમાવી બેઠાં. આખરે અનવર સાહેબે મૌન તોડ્યું. બંનેને ઘટના સ્થળે લઈ આવી પહોંચ્યા. નિરાલીને ઘરે લેવા એક હવાલદારને ગાડી લઈ રવાના કર્યો.  આનંદભાઈ, માનવ અને નિરાલી કશુંજ બોલવા ચાલવાની સુધબુધ ગુમાવી બેઠા હતા. દ્રશ્ય જોઈને તેઓ ખૂબ વ્યથિત થયા. અમી આવી રીતે તેમનો સાથ ત્યજી દેશે તેમના માનવામાં આવ્યું નહી. આનંદ અને અમી એકબીજાનો સહવાસ ત્રીસ વર્ષથી માણી રહ્યા હતા. માનવને મન સ્વર્ગ જે માનાં ચરણોમાં હતુ, એ મા હવે કદી જોવા નહી મળે.  કુદરતે આ કેવી સજા ફટકારી. કદાચ અમીના નસીબમાં આટલું જ જીવન લખાયું હતું. નિખિલભાઈ અને નિતાબહેન આવી પહોંચ્યા. હજુ કલાક પહેલા તો તેઓ સાથે હતા, અચાનક આ શું થઈ ગયું.  નીતાબહેન તો અમીબહેનની વાત કરવાની છટા ઉપર મુગ્ધ થઈ ગયા હતા. ૫૦ વર્ષની ભર જુવાનીમાં આવું કરૂણ મૃત્યુ?  ઈશ્વર આ ક્યાંનો ન્યાય!! નિખિલભાઈએ વાતનો દોર પોતાના હાથમાં સંભાળી લીધો.  પોસ્ટમોર્ટમ ન કરવું પડે તેની તકેદારી લેવાઈ. એક શિખાઊ નવો નવો ગાડી ચલાવતો હતો. એણે સિગ્નલ લાલ થયું છતાં ગાડી ઉભી ન રાખી અને અમીબેને જાન ખોયો. આનંદભાઈએ પોતાની જાત ઉપર સંયમ દર્શાવ્યો. ક્રિયાપાણી સર્વે  કર્યાં. કોઈ વાતની કશી કમી ન રાખી. ગરીબોને ભોજન કપડાંથી માંડી તેમના બાળકોનાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. ગામમાં શાળા બંધાવવાનું નક્કી કર્યું. જરૂરિયાતવાળાને સસ્તા ભાવની દવાઓ, વિ. વિ. વિ.—

ખરી પરીક્ષાતો નિરાલીની હતી. પિતા આનંદ અને પતિ માનવ બંનેને ફૂલની જેમ સાચવતી. માનવ તો જાણે નિરાધાર થઈ ગયો. ભલું થજો અમીબહેનનું કે જતા પહેલા વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. આનંદભાઈ હંમેશા વિચાર વમળમાં ફસાયેલા રહેતા. નિરાલી બંનેનું ધ્યાન રાખવામા કુશળ નીવડી.  કાળજી અને વહાલભરી માવજતથી આનંદભાઈએ હોશ સંભાળ્યો. જો બંને જણા ભાંગી પડશે તો આખું તંત્ર ખોરવાઈ જશે. માનવને મન કશું જ ગમતું નહીં. નિરાલીએ તેના પ્યારની હુંફ આપી, તેને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી. થોડો વખત અમીબહેનનું સાંનિધ્ય માણ્યું હતું તેની હરપળ યાદ કરી કરીને પગલાં ભરતી. પિતા આનંદભાઈ ના હૈયાને ઠેસ ન પહોંચે તેનું ખૂબ ધ્યાન રાખતી. માનવને ધીરે ધીરે પોતાની લાગણી અને પ્રેમથી વશમાં કરી વિશ્વાસ જગાવ્યો.

સમયને જતાં ક્યાં વાર લાગે છે. એતો હંમેશા સરતો રહેવાનો.  કાળ કદી બંધાતો નથી. ફરી વકીલસાહેબ અને ઈન્સપેક્ટર અનવર સાથે આવ્યા અને તેમનું પ્રયોજન માનવ તરત સમજી ગયો. નિરવને—-

About ઊર્મિ

I am "UrmiSaagar"... I have the greatest passion for our Gujarati Sahitya... my love for our mother toungue and the motherland have become my inner strength after staying away from motherland... it certainly has motivated me to start my very own Gujarati website... my Gujarati net-family members have also inspired me very much whenever I post my own creations and my favorite poems. Welcome to my world of Gujarati blog!!
This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.