મીઠા જળનું મીન ઉદધીમાં – 9 (પ્રવિણા કડકીયા)

fish.jpg

  ગાડી જ્યારે નિખિલભાઈને આંગણે આવીને ઉભી રહી ત્યારે અમીને સમજાયું કે વાતની શરૂઆત કેવી રીતે કરીશ.  અશક્તિ જણાતી હતી પણ કોઈને કળવા દેતી નહી. ખૂબ સંયમ  જાળવવામાં તે કામયાબ રહી. લગ્નના મેળાવડામાં તે નાણામંત્રી  શેલતને તથા અનવર સાહેબને પણ મળી હતી. એને ગળા સુધી વિશ્વાસ હતોકે આ બધા નો ઉપયોગ કરી નિરવને કમસે કમ જેલમાંથી તો બહાર કઢાશે. ઓળખાણ એ મોટામા મોટી ખાણ છે.

અમી પ્રેમાળ સ્વભાવની ઓછાબોલી સ્ત્રી હતી. નિરાલી નવી નવી પરણેતર હજુ કુટુંબમાં બધાને મળે અને પરિચય કેળવે તે પહેલા જ મુશ્કેલ સંજોગોનું આગમન. વાતાવરણ હળવું કરવું જરા મુશ્કેલ કાર્ય હતું. અમી મનોમન પ્રભુને વંદી રહી, હે પ્રભુ બધુ સમુસુતરું પાર પડશે તો સહકુટુંબ  જાત્રા કરવા જઈશું. મન મક્કમ કરીને ગાડીમાંથી બહાર આવી દરવાજે  આવીને ઉભી રહી. હજુ ઘંટડી વગાડે તે પહેલાં જ બારણું ખૂલી ગયું.

નીતાબહેને બારીમાંથી તમને આવતા નિરખ્યા હતા.  અમીએ પ્રેમભરી વાણીથી નિખિલભાઈ અને નીતા બહેનને વિશ્વાસમાં  લીધાં. જરા પણ ફિકર નહી કરવાનું વચન આપ્યું. આનંદ અને માનવનો
સંપૂર્ણ સહયોગ તથા સહાનુભૂતિ દર્શાવ્યા. સારામા સારો વકીલ રોક્યો છે તે   જાણી નિરાલીના માતાપિતાના મનની શંકાનુ સમાધાન કર્યું.  નીતા બહેનને અમીની ખાનદાનીના દર્શન થયા. ઘડીભર ભૂલી ગયા કે આ બધુ ઉપાસણ  એમના દિકરાને કારણે જ થયું છે. છતાંય ક્યાય કડવાશ નથી. તેને બદલે માત્ર મિઠાશ વરતાય છે. મીઠા જળ ભલેને દુષિત થાય પોતાના ગુણધર્મ  ત્યજતા નથી. વાતવાતમા અમીએ નિરાલીનો ઉલ્લેખ કર્યો. નીતા બહેન  બોલી પડ્યા ‘અમીબહેન તમે બે ફિકર રહેજો, નિરાલીને સમજાવવાની હું   જવાબદારી મારે શીરે લઉં છું.’ કહીને એક પળના વિલંબ વીના નિરાલી સાથે ફોન ઉપર વાતે વળગ્યા. ‘નિરાલી બેટા, તું જરાયે ગભરાઈશ નહી. માનવ તથા આનંદભાઈનો સંપૂર્ણ સહકાર છે. તારા ભાઈલાનો વાળ પણ વાંકો  નહી  થાય. માએ આશા બંધાવી. નિરાલીને માની વાત શીરાની જેમ ગળે ઉતરી  ગઈ.

ખેર, અચાનક નિરાલીમા ફેરફાર થયો. જે અમી બહેન જોઈ ન શક્યા પણ  નીતા બહેનની વાતથી અનુભવી જરૂર શક્યા. અમી બહેનની સહજતા અને સાલસતાની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી. હવે અમીને અંહી ઝાઝું ઉભા  રહેવાની જરૂરિયાત ન જણાતા ઘરે જવાની રજા માંગી.  બીજા દિવસે તેમને બંગલે આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપી વિદાય માંગી.  ગાડીમા બેસતા પ્રભુને વંદી રહી. સીધી ગાડી મંદિરે લઈ જવાની દોરવણી આપી હાશકારો અનુભવી રહી.  શયનના દર્શનનો સમય હતો. મંદિરે બે કિરતન કર્યા.

માનવ અને નિરાલીના નામે રાજભોગ સેવામાં લખાવ્યો. ગાડી તરફ પાછી ફરી ત્યારે તેનું હૈયું હળવું ફૂલ સમાન હતુ.  મનોમન નક્કી કર્યું કાલે પારણા નિરાલીના શુભ હસ્તે મોસંબીનો રસ પીને કરીશ. તેનું મનૉબળ જબરું હતું. ભગવાને તેને  કઈ માટીમાંથી ઘડી હતી. ઘીના ઠામમાં ઘી પડી રહેશે તે આશાએ તે દિવા સ્વપ્ન માણી રહી હતી.

ગાડી ઘર તરફ સરકી રહી હતી. સહુ રાત્રીના ભોજન દરમ્યાન હસીને કલ્લોલ    કરતા હોય એવુ મધુરું દ્રશ્ય તેની નજર સમક્ષ તરવરી રહ્યું હતું. નિરાલી માનવ સાથે ગોઠડી કરી રહી હોય તે ભાસ્યુ. અમી અને આનંદ એક બીજાના સાન્નિધ્યમાં  જીવનની ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા. અમી પરમાનંદમા ડૂબી ગઈ હતી.   માનવ નિરાલીના લગ્ન પછી આજે પ્રથમ વખત તેને લાગણી થઈ આવી કે તેનું  જીવન પ્રભુએ ખૂબ ભર્યું ભર્યુ બનાવ્યું હતું. તેને જીવનમાં કદીયે કશી ખોટ જણાઈ ન હતી. ઘર તરફ ગાડી પાણીના રેલા સમ સરકી રહી હતી. બસ ઘર હવે આવ્યું   કે આવશે ત્યાંતો ભયંકર ચીં અવાજ સાથે ગાડી ઉભી રહી ને અંદરથી અમી દડાની  જેમ ઉછળીને બાજુમાં જતી બસની સાથે અથડાઈ…….

This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.