મીઠા જળનું મીન ઉદધીમાં – 8 (ડો. નીલેશ રાણા)

fish.jpg

  સત્ય અસત્યનું પારખું કરવા નિરાલી ત્રાંસી આંખે માનવને  જોઈ રહી. તેની અંખોમાંથી ગુસ્સો નિતરી રહ્યો હતો. પણ માનવનો ચહેરો પૂનમના ચંદ્ર જેવો સ્વચ્છ હતો.માનવ નિરાલીને સમજાવી રહ્યો હતોનિરાલી હું તારા ભાઈનો દુશ્મન નથી‘. નિરાલી દ્વિધામાં પડી એક તરફ માજણ્યો ભાઈ મુસિબતમાં— બીજી તરફ એને મુસિબતમાં  મૂકનાર એનો પ્રાણથી પ્રિય પતિ માનવ— મધ્યમા વહેતી પોતે– હવે કયે કિનારે જવું એની વિમાસણમાં ખામોશ ઉભી રહી. 

નિરવને તે જન્મથી જાણતી હતી. જેણે કદી સિગરેટનૉ દમ પણ લીધો ન હતો. એ,એનો માજણ્યો ભાઈ અફીણ ચરસ અને ગાંજાનો ધંધો કરે? છી છી આ કોઇકે ઉપજાવી કાઢેલી વાત છે. કદાચ આ કોઇક્ની ચાલ હશે, નિરવને ફસાવવા માટેની. રાકેશ સાથે ભળી જઈ ગૌરવમાં વિડિયો ઉતારી લાગે છે. સાળા ને માથે આળ ચઢાવી મને પોતાના પક્ષમા રાખવાનો તેનો ઇરાદો સફળ નહીં થાય. હું ખામોશ નહી રહું. ભિતર સળગતા અગ્નિથી માનવ જલી ન જાય માટે એણે પાંપણો બંધ કરી દીધી.

 નિરાલીના ખભે હાથ મૂકી પ્રેમસભર સ્વરે માનવ બોલ્યો,પ્રિયે,  હજુ તું મને શંકાની નજરે નિહાળે છે? હું તારા ભાઈની સલામતી ઈચ્છું છું. ચરસ ગાંજાનાં ધંધાની એકજ દિશા છે. તેમાંથી પાછું ફરવું શક્ય જ નથી. તેમાં અંદર જીવતા જવાનું, બહાર આવે તમારી લાશ. એમાંય ભાઈ લોકોને અપાયેલી સોપારી. તેનો અંજામ પોલિસની હાથકડી અને જેલ. એના સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી.    નિરાલી બેધ્યાન પણે સાંભળી રહી. માનવને તે શંકાની નજરે જોતી  હોવાથી અવિશ્વાસ સળવળી ઉઠતો.એક તરફ લોહીની સગાઈ તો બીજી તરફ પ્રેમની. બે સખત પરિબળો વચ્ચે તે ભિંસાઈ રહી.શું બોલવું તે ન સુઝવાથી માનવનો હાથ ખભેથી સેરવી અસમંજસ મા મોઢું ફેરવી ગઈ.

   રાત્રિના ભોજન દરમ્યાન મુખના ભાવ પ્રકટ ન થવા દીધાં. સાસુ સસરાની આમન્યા જાળવી અને જાણે કશું જ બન્યું નથી તેવો અભિનય કર્યો. રાત્રી ટાણે છેલ્લા સમાચારમાં ફરીથી નિરવની ધરપકડના સમાચાર સાંભળી નિરાલી ગમગીન થઈ ગઈ. નિરાલીને બાહોંમાં લેતા માનવ કહી રહ્યો  નિરાલી મારો વિશ્વાસ કર, મારી પણ નિરવને બચાવવાની કોઈ જવાબદારી ખરી કે નહી? એને સાચા માર્ગે લાવવા મારે તારી મદદ જોઈશે.માનવની શાબ્દિક અભિવ્યંજના નિરાલીના મનને શાતા ન આપી શક્યા. આખી રાત બંને જણા બંધ આંખે જાગ્યા. માનવને આશા હતી નિરાલી માનવના મંતવ્યને સમજી સહકાર આપશે. તેનો ઇરાદો નાણામંત્રી શેલતની સહાય માગવાનો હતો. રાજકરણીયો શું નથી કરી શકતા? નિરાલી હજુ માનવ પ્રત્યે શંકાશીલ હતી. એની ચાલ સમજવામાં નાકામયાબ રહી. પતિ પત્ની વચ્ચે વહેંતનું અંતર ઊંડી ખાઈ બની ચૂક્યું હતું. મીઠા જળના બે મીન છુપા આંસુ વહાવી ઉદધીની ખારાશ વધારી રહ્યા હતા.   

સવારે નાહી ધોઈને તૈયાર થયેલો માનવ નિરાલીને પ્રેમથી પૂછી રહ્યો હતો.  હું નાણામંત્રી શેલત ને મળવા જવાનો છું તું પણ મારી સાથે ચાલ. કેવી લુચ્ચાઈ કરે છે મને સાથે લઈ જવાને બહાને પૂરવાર કરવા માંગે છે કે હું તેની  સાથે છુંનિરાલી સ્વગત બબડી રહી. હું સચ્ચાઈના પક્ષમાં છું.

માનવને દાદ ન આપતા રસોડા તરફ ચાલી નિકળી. અમી ને ચા નાસ્તાની તૈયારી   કરતાં જોઈ. મમ્મી, તમે બહાર બેસો હું ચા નાસ્તો લઈને આવું છું તમે ઉપવાસી છો.   

બહાર નીકળીને માનવ પાસે જઇ તે પ્રેમ થી બોલી.  નાસ્તાના સમયે છાપું? માનવ પછી વાંચજો. ચા ઠંડી થઈ જશે.ચા ઠંડી ભલે થઈ જાય પણ નિરાલીની ચાહ ઠંડી પડે એ તેને મંજૂર ન હતું. નાસ્તાને ન્યાય આપતા માનવે ફરીથી વાત છેડી. પાપા નિરવને બચાવવા આપણે કોઈ સારો વકીલ રોકવો પડશે.  નાણાંમંત્રી શેલતને  અને ઇંસ્પેક્ટર અનવર સાહેબને પણ આજે મળી લઈશ.માનવની વાતને સમર્થન આપતાં આનંદે કહ્યું તારી વાત સાચી છે. નિરવ આપણા ઘરની વ્યક્તિ છે. આપણે તેની સાથે છીએ. અમી બોલી પડી આપણે તેના ભલાની ખેવના કરીએ છીએ એ વાત તે માનશે ખરો?” આનંદે સૂર પુરાવ્યો, તારી મમ્મીની વાત સાચી છે. નિરાલીના સહયોગથી તે બનવું આસાન થઈ જશે. વાક્ય પૂરુ થાય તે પહેલા નિરાલી આંસુ છુપાવતી બીજા રુમમાં જતી રહી.

અમી માનવ અને આનંદને નિરાલી સાચવવાનું કહી, નિરાલીના માતાપિતાને ઘરે લાવવા માટે ગાડીમાં રવાના થઈ ગઈ. તેને શ્રધ્ધા હતી કે બધો ખુલાસો  કરી નિરાલી તથા તેના માતાપિતાનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળતા પ્રાપ્ત  કરશે.

આવનાર ક્ષણમાં શું બનશે તેની વિધાતાને જ ખબર છે!

 

This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.