મીઠા જળનું મીન ઉદધીમાં – 4 (પ્રવિણા કડકીયા)

fish.jpg

માનવ અને નિરાલીનો નવો નવો પ્યાર પાંગરી રહ્યો હતો. બન્ને પ્રેમ પંખીડા એક બીજામા ગુલતાન હતા. ખૂબ વ્યસ્ત જિવનમા પણ માનવ સિફતતાથી નિરાલીને મળવાનો સમય ફાળવતો. આજે અભિષેક અને ઐશ્વર્યાનુ ચિત્રપટ જોવા જવાનો કાર્યક્રમ નિરાલીએ ખાસ માનવ ને રીઝવવા ઘડી કાઢ્યો હતો. નિરાલી માનવના પ્યારમા દિવાની બની હતી. પહેલા પ્યારની ખૂશ્બુ એ તો સહજીવનની ઈમારતનો પાયો છે. દસેક પળોમા તૈયાર થતી નિરાળી અડધી ઘડી વીતી ગઈ પણ નક્કી નથી કરી શકતી કે શું પહેરવુ? આખરે જાંબલી રંગના પંજાબી પર નજર ઠરી અને રેશમી દુપટ્ટો નાખી નવા ઊંચી એડીના ચંપલ પહેરી હાથમાં નવુ પાકીટ હલાવતી માનવની રાહ જોવા લાગી.

માનવ જેટલો દેખાવડો હતો તેટલો જ લઘરો પણ હતો. કોઈ અજાણ્યું મળે તો માની પણ ના શકે કે આ લબરમૂછીયા પાસે કરોડો રુપિયા હશે. આજે નિરાલીને ખુશ કરવા સરસ મજાનો તૈયાર થઈ નવી ગાડીમા ઉપડ્યો. અમી ખૂબ ખુશ થઈ. તેના દિલના બધા અરમાન પૂરા કરતો આવો સુંદર દિકરો ભગવાને આપ્યો હતો. માનવ અને નિરાલી એક બીજાને જોઈને અતિ પ્રસન્ન થયા. ચિત્રપટમા સમોસા અને મેંગોલાની મજા માણી. રાતે બહાર જમવુ હતુ તેથી માત્ર નાસ્તા જેવો કર્યુ. માનવ જેનુ નામ, જેને મન માતા અને પિતા ભગવાનથી પણ અધિક તેમના હિતનુ ધ્યાન સદા કાળજે ધરતો. નિરાલી તેના આ ગુણ પર મનોમન વારી જતી. તેને થતુ માનવ ના મમ્મીએ પુત્રને ખૂબ પ્યાર અને સંસ્કાર આપ્યા છે. તેને અમી તથા આનંદ માટે ગર્વ થતો. સામાન્ય રીતે બને તેમજ આવી સુંદર ઘટનાનું લગ્ન જ હોય. આનંદ અને અમી એ એકના એક દિકરાના લગ્ન અખાત્રીજનું શુભ મૂહર્ત જોવડાવી નિરધાર્યા. ભલે દિકરાની વહુ ઘરમા આવવાની હતી. અમી જ જાણે સર્વે સર્વા ન હોય. કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. બહારગામ મહેમાનો, સગાવહાલા સર્વે ને નિમંત્રણ પત્રિકા ઓ સમયસર મોકલાવી . સહુથી પહેલુ નિમંત્રણ પ્રભુને. આ બધી તેની તો કૃપા છે એમ અમી તથા આનંદ માનતા. માનવ જરુર એવી કોઈ શક્તિમાં વિશ્વાસ ધરાવતો. તેના પ્રયત્નો, પિતાજીનુ માર્ગ દર્શન અને અગમ્ય શક્તિનો સહયોગ તેના ઉજ્જવલ ભાવિ માટેના કારણ હતા. લગ્ન માનવના અને નીલ સહુથી પહેલો પરિવાર સાથે હાજર થઇ ગયો. તેની મુરાદ બર આવી હતી તેનો ઘટોસ્ફોટ તેણે માનવ પાસે કર્યો. માનવ આ જાણી શીલને ભેટી પડ્યો. આ સુભગ મિલનની નોંધ આનંદ અને અમીએ પણ કરી. લગ્નની ધમાલ પૂર જોશમા ચાલી રહી હતી. ધંધાના મોટા મોટા ધુરંધરોને કંકોત્રીઓ મોકલવામા આવી. રાકેશ ગોડબોલે, સુજાતા, નિખિલ, બધા ખડે પગે કામે વળગ્યા. માનવ જેનુ નામ લગ્નના ઓઠા હેઠળ કામકાજને ભૂલ્યો ન હતો. તેની નજરમા આવી ગયુ હતુ કે રાકેશ ગોડબોલે વધારે પડતો હોશિયાર છે. સુજાતા ને તેણે સાધી હતી. નિરવ અને રાકેશની દોસ્તીમા વિકાસ ખૂબ ઝડપી થઇ રહ્યો હતો તેની નોંધ તે લઇ ચૂક્યો હતો. તે વિચારતો હતો કે લગ્ન અને મધુરજની પછી પહેલુ કાર્ય તેણે આ વિચારવાનુ છે. લગ્ન રંગેચંગે ઉકલ્યા. આનંદનો સાગર છલકાયો. નિખિલભાઇ, નિતાબહેન ભારે હૈયે દિકરીને વળાવી અને વિદાય થયા. નિરવથી માનવની થતી પ્રશંશા સહન થતી ન હતી પણ તે ચૂપ રહ્યો. આનંદ અને અમીના હર્ષનુ વર્ણન કરવા તેમને શબ્દો જડતા નહોંતા. 

માનવ અને નિરાલી મધુરજની માણવા સ્વિટ્ઝર્લેંડ રવાના થયા.

This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.