મીઠા જળનું મીન ઉદધીમાં – 2 (પ્રવિણા કડકીયા)

fish.jpg

શીલના લગ્નનો લહાવો લેવા આનંદ, અમી અને માનવ આવી પહોઁચ્યા. લગ્નની ધમાલ એટલે પૂછવુ જ શું? આનંદ અને અમી મોટા કાકા કાકી હતા વટ વહેવાર તેમને પૂછીને જ થતો. સવારનો પહોર હતો આનદ અને અમી ચા નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. નિરાલી, શીલના મિત્ર નિરવની બહેન લગ્નની મોઝ માણવામા સામેલ હતી.શીલ ને બહેન હતી નહી, નિરાલી તેને ન્યાય આપતી. તેને મન શીલ અને નિરવ સમાન હતા. શીલે જાણીજોઈને નિરાલીને કાકા કાકીની સરભરાનો ભાર સોઁપ્યો હતો.
શીલને મન માનવ કરતાં કોઈ મૂરતિયો નિરાલી માટે યોગ્ય ન લાગ્યો.
‘અરે, મા તેઁ મારુ પાકિટ જોયું?’ કરતો વરંડામા ધસી આવેલો માનવ… માને નિરાલી સાથે વાત કરતી જોઈ ખચકાયો. તેને તો માન્યમા ન આવ્યું કે નિરાલી અહીં! કોલેજમા અને મિત્ર મંડળમા જોયેલી નિરાલી આમ મળશે
તેવો તેને સ્વપને પણ ખ્યાલ નહતો.ખેર,કુદરત ક્યાં,કોને, કેવી રીતે મેળવી આપે છે તે કળવું મુશ્કેલ છે. મનના ભાવ બહાર ન આવવા દેવામા તે સફળ પૂરવાર થયો. અમી બોલી અરે,’ મેઁ બહાર પડેલુ જોયુ તેથી ઠેકાણે મૂક્યુ છે. ચાલ તને આપુ. પણ પછી એક ક્ષણ અટકી ને કહે,’ બેટા આ નિરાલી છે, શીલના જીગરી ભાઈબંધ નિરવની
બહેન.’ બન્ને જણાએ ઓળખાણ વિધિ પતાવી.
અમીએ અજાણતા મા કેવુ સુંદર સુભગ મિલન સર્જ્યુઁ. માનવે તે સમયે અમી પાસેથી પાકિટ લઈને ચાલતી પકડી.
નિરાલી તો અમી અને આનંદ માનવના માતા પિતા છે એ જાણી ખૂબ ખૂશ થઈ. મનોમન શીલનો આભાર માનવા લાગી.શીલના લગ્નમા માનવ મળશે તેવી તો તેને કલ્પના પણ ન હતી. ઈશ્વરમા શ્રધ્ધા ધરાવતી નિરાલી પ્રભુને પ્રાર્થી રહી. હજુતો માનવ સાથે માત્ર પરિચયજ થયો હતો. આગળ શું નુ શું થશે તેનો ખ્યાલ માત્ર તેને
રોમાંચનો અનુભવ કરાવવામા સફળ થયો. અમી અને આનંદે નાસ્તો પાણી પતાવ્યા. નિરાલી એ મેજ સાફ કર્યુઁ,
પ્યાલો રકાબી નોકરને ધોવા આપી નહાવા જવાની તૈયારી કરતી હતી. સામેથી માનવ કામ પતાવી આવતો
જણાયો. નહાવા જવાની ઉતાવળ ન હતી.
માનવ હસ્યો, નિરાલી તો ખિલખિલાટ હસી પડી. જાણે દિલનો પડઘો ન સંભળાવતી હોય. શીલના લગ્નનો ઉમંગ બેવડાયો. માનવ અને નિરાલી વાતોએ વળગ્યા. શેની વાતો કરતા હતા તેનું પણ તેમને ભાન ન હતું નિરાલી ના મનનો મોરલો થનગન થનગન નાચી રહ્યો હતો. માનવ પણ જાણે સ્વર્ગ હાથ વેઁતમા હોય તેવુ અનુભવી રહ્યો
હતો. નિરાલી અને માનવ જે પળની અણજાણતા ઝંખના કરી રહ્યા હતા તે પામીને ખૂબ ખુશ જણાતા હતા.
શીલના લગ્નની સાથે પાંગરી રહ્યો માનવ અને નિરાલીનો પ્યાર.
આવ્યા હતા લગ્ન માણવા શુ ખબર હતી કે પ્યાર પમાશે?
વિધિની આતો વિચિત્રતા છે.
પ્યાર, કેટલો સુહાનો શબ્દ…
બે જુવાન હૈયા, કરી બેઠા પ્યાર. પ્યાર ક્યારે થઈ જાય છે, તેની જાણ થતી નથી.
પ્યારમા પડાય નહી.પ્યાર થઈ જાય. પ્યાર કરાય.
પ્યારના રંગમા રંગાઈ જવાય.અને મનમાંથી શબ્દો નીકળે
રંગાઈ જાને રંગમા——-
પ્યારમા ઉત્થાન હોય. પ્યારમા પડે તેને વાગે. વાગે તો એવું કે ઉભાપણ ન થવાય.
નિરાલી અને માનવ પ્યારમા મસ્ત સહવાસ માણી રહ્યા. પ્રસઁગ પણ એવો હતો ને બધુ અનૂકુળ થઈ રહ્યુઁ.
સમય મળતા બન્ને જણા અગાસી પર મળતા વાતો વાતોમા એક બીજાની નજદિક સરી રહ્યા.
માનવ એકલો પડતો ત્યારે વિચારતો આ સંબધ આગળ ખૂબ સાચવીને વધારીશ.
અમી અને આનંદ તેના જિવનના અભિન્ન અંગ હતા. તેમનો માન મરતબો જળવાય તે અગત્યનુ હતુ. તે માતાપિતાને ખૂબ ચાહતો હતો. ૨૧મી સદીના માનવના વિચારો ભગવદ ગીતા ઉપર આધારિત હતા. લગ્ન,તેને મન પવિત્ર અતૂટ બંધન હતું. તેની જિઁદગીના વિધવિધ પાસા નિરાલીનુ આકર્ષણ મજબૂત બનાવી રહ્યા હતા.
નિરાલી પણ માનવ ને મળવા તેની સાથે વાતો કરી કોણ જાણે કેટલા વખતથી તરસી રહી હતી. માનવની વાતો, તેની છટા તેની પ્યારની અભિવ્યક્ત કરવાની શૈલી બધું જ તેને અનેરૂ લાગતું. નિરાલી વિચારતી માનવનો જિવન પ્રત્યેનો અભિગમ, તેની વાક્પટુતા ,હ્રદયની સુંદરતા બધુ શેને આભારી છે? રહી રહી ને એક નિર્ણય પર પહોઁચતી અને જશનો – ટોપલો અમી અને આનંદ ઉપર ઢોળતી. માનવ પણ નિરાલીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો. દેખાવડી, નાજુક, સોહામણી નિરાલી તેને મનભાવન હતી. તેનુ નિખાલસ હાસ્ય માનવના હ્રદયને સ્પર્ષી જતુ. બન્ને જણા જ્યારે પણ એકલા પડતા ત્યારે વાણી કરતા આઁખોથી વધુ વાત કરતા. બન્નેને થતુ તેઓ એકબીજા માટે જ સર્જાયા છે.
શીલના લગ્ન થઈ ગયા. શીલ તો તેની નવી પરણેતર સાથે મધુરજની માણવા નૈનિતાલ ઉપડી ગયો. સહુ સગાવહાલા વિખરાવા લાગ્યા. કહેવાની જરુરત નથી. સરનામાની અદલ બદલ થઈ. ટેલિફોન નંબરની નોઁધ થઈ. અને—-લગ્ન માણવા આવેલા માનવ અને નિરાલી જિવનસાથી મળ્યાના મધુરા આનંદ સાથે છૂટા પડ્યા.

This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.