મીઠા જળનું મીન ઉદધીમાં – 1 (પ્રવિણા કડકીયા)

પ્રસ્તુત છે અહીં… બીજી એક સહિયારી લઘુ નવલકથાનાં સર્જનનો પ્રયાસ:

ગુજરાતી સાહિત્યોમાં પ્રયોગો અનેક થયા છે. અને જે પ્રયોગોમાં તેનો હેતુ સિધ્ધ થાય તે પ્રયોગોને ચાહકો અને વાચકોનો પ્રેમ સાંપડતો હોય છે.  સહિયારા સર્જનમાં કવિતા અને પાદપુર્તિની સફળતા પછી એજ પ્રયોગ સાહિત્યનાં અન્ય પ્રકાર ‘ગદ્ય’ માટે આપ સૌની શુભેચ્છા સાથે મુકીએ છીએ. આ વાર્તા માટે અમને 4 લેખકો તરફથી સહકાર મળેલો છે, અને બીજા બે થી ત્રણ લેખકોને પણ સમાવી શકીશુ. “મીઠા જળનું મીન ઉદધીમાં”નાં મુખ્ય લેખક પ્રવિણા કડકીયા છે. ત્રીજા કે ચોથા અંક થી અન્ય લેખક મિત્રો વાર્તા ને આગળ ચલાવશે. 

આપ સૌના સલાહ-સૂચનો આવકાર્ય છે.
વિજય શાહ @નીલમ દોશી @ઊર્મીસાગર

——–

– મીઠા જળનું મીન ઉદધીમાં –

fish.jpg

ભાગ – 1 : (પ્રવિણાબેન કડકીયા)

માનવે એમ.બી.એ. ભણીને શેરબજારમાં ઝંપલાવ્યું.  તેને ચાર્ટર્ડ એકાઉન્ટંટ નો અભ્યાસ પણ કરવો હતો.  વિચાર આવ્યો લાવને થોડો વખત પૈસા કમાવી ને મઝા કરું. સહુથી ટૂંકો અને ઝડપી રસ્તો હતો ‘શેરબજાર’. પછી આગળ અભ્યાસ ચાલુ રાખીશ. ખૂબજ તરવરાટ વાળો માનવ જિવનમાં કશું કરી છૂટવાની તમન્ના ધરાવતો હતો. તે માત્ર કિતાબનો કીડો ન હતો.દરરોજ સવારે મરીનડ્રાઈવ પર દોડતો જતો અને ત્યાં જઈ યોગના આસનો પણ કરતો. દરિયા કિનારે ધરતી અને સમુદ્રના મિલનનું સુભગ દ્રશ્ય તેને અતિ પ્રિય હતું. સમુદ્રના મોજા ગાંડાની માફક ધસી આવીને કિનારાને આલિંગતા તે માણવાની માનવને ઘણી મજા પડતી. ધસમસતા આવતાં મોજા મિલનનો આહલાદ્ક રોમાંચ માણી નરમ ઘેંશ જેવા થઈ જતા. સમુદ્રના મોજાનું મિલન વાળું દ્રશ્ય તેના હૈયાને હચમચાવી મૂકતું. ઓટના સમયે થતી વિરહની વેદના તેની આંખમાં આંસુ લાવીને જ ઝંપતું. સમુદ્ર જ્યારે શાંત હોય ત્યારે તેને સમાધી લાગી જતી. તે દરિયાકિનારે જન્મીને મોટો થયો હતો. મુંબઈનો દરિયા કિનારો તેનું પ્રિય સ્થળ હતું.
ભગવાને માનવને ખૂબ ફુરસદે ઘડ્યો હતો. પિતા આનંદ અને માતા અમી માનવની પ્રગતિ જોઈ ગૌરવ અનુભવતા. કોલેજમાં ક્રિકેટ નો ઝડપી ગોલંદાજ માનવ મિત્રમંડળમા પ્રખ્યાત હતો. યુવાન છોકરીઓ તેની નજદીક સરવા તલપાપડ રહેતી. માનવ થોડો થોડો મનુષ્ય પારખુ હતો. બહુ દાદ આપતો નહી. ઉપરાંત તેના હ્રદયને સ્પર્ષે તેવી હજુ કોઈ તેને જણાઈ ન હતી. તેથી સાવચેતી પૂર્વક સહુથી અળગો રહેતો. છોકરા છોકરીઓ ના ટોળામાં બને ત્યાં સુધી તે પ્રેક્ષકનું પાત્ર ભજવતો. હા, જ્યારે પણ કાઁઈ બોલે કે અભિપ્રાય રજુ કરતો ત્યારે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જતા.

નિરાલી, તેમના ટોળામા હમેશા જણાતી. કોઈએ વિધિસર પરિચય કરાવ્યો ન હતો તેથી વાત કરવાનો પ્રસંગ સાંપડ્યો ન હતો. નિરાલી તિરછી નજરે તેને જોવાનો લહાવો માણતી. માનવ બને ત્યાં સુધી સમુહમા એકલો જ રહેતો. એમ.બી.એ. થયા પછી તેનો ધ્યેય હતો થોડા પૈસા બનાવવાનો. માનવ ને મન શેરબજાર એ સહેલો અને ઝ્ડપી માર્ગ હતો. નસીબે યારી આપી. ૨૮ વર્ષનો માનવ બે જ વર્ષમાં લાખોમા રમતો થઈ ગયો. પિતા નું માર્ગદર્શન, માનવનું ભણતર અને શેરબજારની હવાનું અધ્યયન માનવ ખૂબ ઝળક્યો.

આનદ કહેતો બેટા ‘શેરબજારને માં સટ્ટો જ્યારે ચઢે છે ત્યારે માણસ ક્યારે કરોડપતિ માંથી રસ્તા પર રઝળતો થઇ જાય તેની ખબર ન પડે, તેથી સાચવજે.’ માનવને પિતાની શિખામણ શીરાની જેમ ગળે ઉતરી ગઈ. તે હંમેશા માનતો કે અનુભવની એરણ પર ટિપાયેલા શબ્દો ખૂબ મહત્વના હોય છે.
માનવને જોઈ અમીને થતું , કોઈ યોગ્ય પાત્ર ખોળી કાઢે તો સારું. તેને ઘરમાં રુમઝુમ કરતી હાસ્યની છોળો ઉડાવતી વહુના ઓરતા હતા. માનવ શેરબજારની સાથે સાથે હોટલના ધંધામા પૈસા રોકી ‘”ગૌરવ” હોટલ નો માલિક બન્યો હતો. તેની લગામ પિતાને સોઁપી, એક કાયમ નો મેનેજર શ્રી.રાકેશ ગોડબોલેને રાખી લીધો. અવાર નવાર તે હિસાબ કિતાબ પર નજર નાખી લેતો. ઘર પણ સુંદર મઝાનું બનાવ્યુ.

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ ની ઉક્તિ અનુસાર ક્યારે તે કરોડપતિ થઈ ગયો ખબર પણ ન પડી. તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હતું. પૈસા બનાવવામાં કુદરતે યારી આપી. ત્યાં સમાચાર મળ્યા કે શીલના લગ્ન લેવાયા છે. માનવ ઉત્સાહમાં આવી ગયો. પૂરા અઠવાડિયાની રજા લીધી. અમીએ પણ તડામાર તૈયારી ચાલુ કરી દીધી. ભાઈ કહોતો ભાઈ અને ભાઈબઁધ કહો તો ભાઈબંધ,શીલ માનવના કાકાનો દિકરો હતો. સહકુટુંબ આનંદ, અમી અને માનવ લગ્ન માણવા ઉપડ્યા…

This entry was posted in અવર્ગીકૃત and tagged . Bookmark the permalink.

3 Responses to મીઠા જળનું મીન ઉદધીમાં – 1 (પ્રવિણા કડકીયા)

 1. પ્રવીણાબેનનો આ નવતર પ્રયાસ સરાહનીય છે. હકીકતમાં અમે અમુક મિત્રોએ
  અગાઉ આવો પ્રયાસ કર્યો હતો પણ કેટલાંક કારણોસર વાર્તા જલદી પૂરી થઇ
  ગઇ. મીઠા જળનો પ્રયોગ સફળ થાય એવી શુભેચ્છા.

  Like

 2. vijayshah કહે છે:

  કલ્પનાબેન

  આપની વાત સાચી છે. બહુ લેખકોની વાર્તામાં અગત્યની બાબત કથાવસ્તુ ઉપરની પક્કડ છે અને તમે અગાઉનાં બે પ્રયોગો વાંચ્યા હોય તો તે જળવાયેલી રહે છે તેનુ મુખ્ય કારણ મુખ્ય લેખકે આપેલી માર્ગ રેખા છે. લઘુ કથા સામાન્ય રીતે દસ થી બાર અંકમાં પુરી થતી હોય છે અને દરેક લેખકે તેમની કૃતિ અગાઉનાં લેખકે જ્યાંથી છોડ્યુ ત્યાંથી શરુ કરવાનુ હોય છે તેથી આ લઘુનવલ કથા વન ડે ટેસ્ટ મેચ જેવી હોય છે. આખી ટીમે તેમનુ
  કામ કરવાનુ હોય છે.

  આશા છે કે આપ વાંચતા રહેશો અને તમે આગળ શું આવશે તે વિશે ધારણા અમને લખતા રહેશો તો વાર્તા ગુણવત્ત થી ભરેલી થશે.

  આભાર

  Like

 3. nilam doshi કહે છે:

  sauna sahakaarthi aasha che ke amaro a prayog safalatathi puro thashe.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.