સંસ્કાર

સંસ્કારપ્રદીપ બ્રહ્મભટ્ટ ( લઘુકથા)

મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી.હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી. નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.

સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

રાજેન્દ્રભાઇની ઓફીસમાં કાયદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ? લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળિયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે .ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ્પ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલામાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.શની વારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય. રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહ માટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

                                   અત્રે રજુ થયેલ લઘુકથાસંસ્કારનું વિકસતું બૃહદ સ્વરુપ ( નવલકથા) નો પ્રાયોગિક પ્રકાર આપ અત્રે જોશો. પ્રદીપભાઇ સહિત સાત લેખકોની કલમ થી પ્રયોગ બે મહિનામાં પુરો થશે. તેવી શ્રધ્ધા સહ….

પ્રકરણ (૧) સંસ્કાર પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુજ મેદાનમાં રમતો હતો ત્યાં નીરજે બુમ પાડી.અનુજ સ્કુલનો બેલ વાગ્યો. આપણે ક્લાસમાં જવાનો સમય થયો.ચાલ નહીં તો સાહેબ આપણને અંગુઠા પકડાવશે. એ આવ્યો.એમ કહી અનુજ સ્કુલના બારણા તરફ દોડ્યો. પટાવાળો બહાર બારણે ઉભો રહી વિદ્યાર્થીઓને અંદર બોલાવતો હતો. અનુજ પણ સમયસર ક્લાસમાં આવી ગયો અને પ્રાર્થનામાં જોડાઇ ગયો. આતો તેનો સ્કુલનો રોજનો કાર્યક્રમ. તેની મમ્મીએ તેને સમજાવેલ કે જીવનમાં જેટલુ જરૂરી ભણતર તેટલું જ જરૂરી આપણી તબીયત સાચવવાની. જો તબીયત ના સચવાય તો દવાખાનું અને દવાનો ખર્ચો થાય.એટલે તે ધ્યાનમાં રાખીને અનુજ નિશાળમાં આવી થોડુ રમી લેતો.તેની મમ્મીએ આપેલ સમજને તેણે બાળપણથી જ અમલમાં મુકેલ. જેવી રીતે શરીર સાચવવા રમત કરી કસરત કરતો તેવી રીતે જીવનમાં સફળતા મેળવવા માટે ભણતરની જરૂર જે તેની મમ્મીની દોરવણી હતી.એટલે ક્લાસમાં એક બુધ્ધિશાળી વિધ્યાર્થી તરીકે પણ તેનું નામ હતું જે તેને મળતા જુદાજુદા વિષયના માર્ક્સ પરથી દેખાતુ હતુ. એટલે કે તે ભણવામાં પણ હોશિયાર હતો. ગામમાં જ્યારે પણ ભણતર અંગેનો કોઇપણ મેળો હોય તો અનુજનું નામ પ્રથમ બોલાતુ. અને આ બાબતે તેની માતાનું  સન્માન પણ કરવામાં આવેલ.

બાળપણથી તેને જીવનમાં મમ્મીનો પ્રેમ સતત મળતો. કોઇક વાર તે પુછતો  પણ ખરો કે મારા પપ્પા ક્યાં ગયા? ત્યારે તે ભગવાનનો માર્ગ બતાવી તેમાંથી તે નીકળી જતા. નીરૂબેનને મનમાં ઘણી વખત સેવા કરવા બેઠા હોય ત્યારે વિચાર પણ આવે કે મારા જીવનમાં આવું કેમ થયું? મારું કયુ પાપ મને આ રીતે નડે છે.અને કોઇક વાર તો તેમની આંખમાં આંસુ પણ આવી જાય.પણ અનુભવને કારણે સહનશીલ થવાથી તે વિચારો મનમાંથી દુર કરી જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરે કે મને અને મારા બાળકને ઉજ્વળ જીવન જીવવાની શક્તિ આપશોજી.અને કોઇપણ ભુલ થાય તો અમને માફ કરશો.

ગયા વર્ષે બાળકો માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેમા અનુજને એક ગરીબ બાળકનું પાત્ર આપવામાં આવેલ. તે બાળક રસ્તા પર એકલો ચાલતો હતો તે બીજા બાળકો માબાપની સાથે આંગળી પકડી ચાલતા જોતો જોતો વિચાર કરે કે મારા માબાપ ક્યાં?

આખરે એક મંદીર આગળ આવી પગથીએ બેસી ગયો અને  તે વખતે તેના માબાપ આવી તેને બાથમાં ઘાલી રડતા રડતા કહેવા લાગ્યા બેટા અમને માફ કર અમે ભુલ કરી અને તને રખાડતો કર્યો. તે વખતે તે દુઃખ અનુભવતો હોવાથી તેમના હાથમાંથી ભાગવા ગયો અને ત્યાં એક બાબાના સ્વરૂપે સંત આવી અને તેને કહ્યુ બેટા તારા માટે માબાપ એ સર્વસ્વ છે. લે આ કાગળ વાંચ અને તે કાગળ તે હાથમાં લે તે દરમ્યાન એ સંત જતા રહ્યા.પેલો આપેલો કાગળ તેના માબાપે વાંચવા કહ્યું તેણે શરૂ કર્યુ

‘ભુલો ભલે બીજુ બધુ માબાપને ભુલશો નહીં અગણીત છે ઉપકાર તેના તે કદી ભુલશો નહીં. એ કાગળ આગળ વાંચે તે પહેલા તેને બાથમાં લેનારા જીવો પણ અદ્રશ્ય થઇ ગયા.અને તે બાળક આકાશમાં જોઇ પરમાત્માને પ્રાર્થના કરતો બતાવે છે અને પડદો બંધ થઇ નાટક પુર્ણ થાય હે.

અંતે આ પાત્ર ભજવનાર અનુજને ઉચ્ચ કલાકારનુ પ્રમાણ પત્ર પણ આપે છે આ અનુજની સંસ્કારમાં મળેલ સાચી રાહ. તમે કોઇપણ કામ કરતાં પહેલા તેને સમજી અને તેમાં  વિશ્વાસ રાખી  કરો તો  સફળતા  તમારા બારણે આવી જ જાય છે.

અનુજની બાળપણથી સફળતા મેળવવાની તાકાત મમ્મી તરફથી મળેલ. કોઇપણ કામ કરતા હોય પણ અનુજ મમ્મીને બોલાવે કે તરત તે ત્યાં જઈ મદદ કરે જેથી તેનો સમય ના બગડે અને સાચી સરળ સમજ પણ આવે.અને એજ રીતે અનુજ પણ તેની મમ્મી બોલાવે બધુંજ કામ બંધ રાખી તરત જ આવીને મદદ કરે.આ નીરુબેન અને તેમના અનુજની જીવનની સરળતા. ઘણી વખત નીરૂબેનની બહેનપણીઓ ઘેર આવે તે વખતે અનુજ સ્કુલેથી આવ્યો હોય અને ઘરમાં આવે તો પણ તે આવેલ વડીલોને પગે લાગવાનુ ભુલે નહીં આવીને તરત માસીને પગે લાગવાનું અને માસીઓ તો તેને બાથમાં ઘાલી બચી કરી મોં પલાળી દે. આવો તો પ્રેમ જગતમાં કોઇનેય ના મળે. તેને જીવનમા કોઇ ક્ષતી લાગત ન હતી જેના મુળમાં માતાનો અદભુતપ્રેમ હતો.

અવનીપર જ્યાં જીવને દેહ મળે ત્યાં તેણે સમય અને સંજોગની સાથે ચાલવું પડે તે કોઇથી ના રોકાય કે ના પકડાય.અવનીપર જ્યાં પરમાત્માએ દેહ લીધો ત્યાં તેમણે પણ સમયની સાથે જ ચાલવું પડ્યુ હતુ. આ કુદરતી નિયમ છે અને એ અતુટ પણ છે.વાતો ના વહેંણમાં તો સમય ચાલતો ગયો અનુજની ઉંમર પણ ડગલે પગલે ચાલવા લાગી.આજે તેર વર્ષની ઉંમરનો પણ તેને સમજ ત્રેવીસ વર્ષ ની વ્યક્તિની આવી ગઇ.

નીરૂબેનને ભણતર સાથે માબાપે જીવન જીવવાની સમજ પણ આપેલ. ટુંકા સમયમાં લગ્ન જીવન છેદાઇ ગયેલ એટલે તેમણે તેનો આ જન્મ સફળ કરવાનો ધ્યેય મનમાં રાખેલ. એક જ સંતાન અને તે પણ દીકરો એટલે સંસ્કાર આપી તેને જીવનના ઉજ્વળ સોપાન મળે અને તેના જીવનમાં કોઇ તકલીફ ના આવે તેનો તે હંમેશાં ખ્યાલ રાખતાં.

અનુજને જ્યારે કોઇપણ સમજની જરૂર હોય તો બહુંજ વિચારીને જ તેને સમજાવતા જેથી તે સમજે અને તેનો અમલ પણ કરે. અને અનુજ પણ તેની માતાને ખુબજ પ્રેમ કરતો હતો જેથી બંન્નેને જીવનમાં શાંન્તિ અને કોઇ ખોટા વિચારો ના આવે.અનુજને તેની માતા તરફથી માતા અને પિતાનો પ્રેમ મળી જતો હતો.અને નીરૂબેનને પોતાના સંતાનને જોઇને બધીજ ચિંતાઓ ભાગી જતી. આમ આ ઘર બંન્ને જીવોએ જલારામ બાપા અને સાંઇબાબાની ભક્તિ કરી સ્વર્ગ બનાવી દીધુ હતું.

એક વખત નીરૂબેનને ખાવા કરતા આંગળીએ ગરમ તેલ અડી ગયું. બહું જ બળતરા થતી હતી એટલે આંખો ભીની થઈ ગઇ.અનુજ ઉપરના માળે વાંચતો હતો અચાનક પાણી પીવા નીચે આવ્યો. મમ્મીની આંખમાં પાણી જોતા તેના પગ પકડી લીધા અને પુછવા લાગ્યો કે મમ્મી શું થયું તે તુ રડે છે. અચાનક તેની નજર મમ્મીના હાથની આંગળી પર હળદર જોઇ આશ્ચર્ય ચકીત થઈ હાથ પકડી અને આંગળી તરફ જોવા લાગ્યો.ત્યારે મમ્મી કહે બેટા મારી આંગળી પર ગરમ તેલ પડી ગયેલુ એટલે આંગળીની ચામડી થોડી બળી ગઈ છે.તેથી હળદર લગાવી છે જેથી પાકે નહી અને લોહી બંધ થઈ જાય.અનુજ તેની મમ્મીની ભીની આંખો જોઇ તેને બાઝી પડ્યો અને કહેવા લાગ્યો કે તુ ખાવા કરતા કેમ વિચારો કરે છે.મમ્મી તને કાંઇ થશે તો મારુ કોણ? એમ કહી તે પણ રડવા લાગ્યો. આ પ્રસંગ પછઇ દરરોજ અનુજ માના હાથને બચી કરતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે  મમ્મીને જલ્દી જલ્દી મટી જાય.

શીતળ સ્નેહ જ્યાં જીવને મળે ત્યાં સરળતાના વાદળ પણ મળે.ગામની સ્કુલમાં જતા બાળકોની ભણતરની કેડી અલગ અલગ હોય ઘણા બાળકો ભણતરને મહત્વ આપે,ઘણા બાળકો સ્કુલને મહત્વ આપે,ઘણા રમતને અને ઘણા પોતાને મળેલ સમયને સમજીને જીવનની કેડીને સદમાર્ગે લઈ માનવ જીવન સાર્થક કરવાની વૄત્તિ રાખી ભણે.દરેક વર્ષે ક્લાસમાં સૌથી હોશિયાર વિધ્યાર્થી તરીકે અનુજનુ નામ પ્રથમ કે દ્વીતીય જ હોય.કારણ તે બીજા વિષયો કરતાં ભણતરને વધારે મહત્વ આપતો હતો.એટલે કદી સમજની બાબતમાં તે સાચો જ રહેતો.અને એવું પણ ન હતુ કે તે બીજી રીતે પાછે પડે.તેને ઘણી બધી બાબતમાં શોખ હતો. જેમાં ગુમાવાનુ ના હોય મગજનો દુર ઉપયોગ પણ ના થાય અને તે પગલુ જેનાથી જીવનમાં આનંદ અને સૌનો પ્રેમ પણ મળે અને ભગવાન રાજી થાય. અરે જુઓ તો ખરા કે ગયા વષે નવરાત્રીમાં તેની મમ્મીની બહેનપણી સુશીલાબેનની દીકરી વિભા તેના મામાને ત્યાં ગઈ હતી તો સુશીલાબેન તેમની બેબીની ચણીયાચોળી અનુજને પહેરાવીને ગરબા ગવડાવવા લઈ ગયા હતા તે વખતે કોઇએ તેને ઓળખ્યો પણ નહી. નીરૂબેનને તેમની બહેનપણીઓ પુછે તારો બાબો કેમ દેખાતો નથી.આમ વાત ચાલતી હતી ત્યાં ચણીયાચોળી વાળી બેબી આવી નીરૂબેનને કહે મમ્મી મારી આ કડી નીકળી ગઈ મને ફરી પહેરાવી દેને. નીરૂબેન તેને પહેરાવતા હતા ત્યાં જ ઉમાબેન કહે અલા આતો નીરૂનો બાબો અનુજ છે. લો નીરૂબેનને ઘેર બેબી આવી ગઈ.એમ કહી ઘણી બધી બહેનપણીઓએ તેને ચણીયાચોળીમાં જ બાથમાં ઘાલીને ખુબ જ વ્હાલ પણ કર્યુ.

જીવને જન્મ મળતાં અવનીપર તેની જુગલબંધી શરૂ થઈ જાય. ક્યાં તો નવું કર્મ બંધાય યા બાકી રહેલુ પુર્ણ થાય.કેવી અદભુત આ કુદરતની લીલા છે.જન્મ મળતાં માબાપના સંબંધો,ભાઈ ભાંડુંના સંબંધો,સગા સંબંધીઓના સંબંધો.અને સાથે સાથે જીવને લાયકાતે મળેલ સફળતા જેનો કોઇ શબ્દ નથી કે જે આપણે કે જગતમાં કોઇ બોલી શકે.લાયકાત એ તેની ઉજ્વળતાની સીડી છે.જે સમયે પરખાય.એવું જ અનુજના જીવનમાં પણ ઘણી વાર બન્યું છે.

આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દીને ગામની સ્કુલમાં મહેમાન તરીકે ગામના સરપંચ શ્રી મનુભાઇ ઠાકોર આવવાના હતા.તે માટે સ્કુલના મુખ્ય શિક્ષકે અનુજને કાગળમાં લખીને આપેલ કે તે તેની મમ્મીની પરવાનગી લેતો આવે કે આ દીવસે તુ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે સ્ટેજ પર જઈ અને રાષ્ટ્ર્ગીત જનગણમન ગાઇશ. અને આ પ્રસંગમાં તેની મમ્મીને પણ બોલાવેલ. ૨૬મી જાન્યુઆરીની સવારે સાત વાગે દીકરો અને માતા બંન્ને સમય સર સ્કુલમાં પહોંચી ગયા.પોણા આઠ વાગે મહેમાન સરપંચ પણ ધ્વજવંદન માટે આવી ગયા.અનુજને જ્યાંથી ધ્વજ ફરકાવવાનો હતો ત્યાં ઉભો રાખ્યો અને નીરૂબેન બધા શિક્ષકો અને વડીલો સાથે ઉભા રહ્યા.સમયે કાર્યક્રમ ચાલુ થઈ ગયો. ધ્વજવંદન પણ છે

અનુજે રાષ્ટ્ર્ગીત શરૂ કર્યુ.પુર્ણ થતાં તાળીયોનો ગળગળાટ થયો.અને ત્યારબાદ તેનુ એક હોશિયાર વિધ્યાર્થી તરીકે સન્માન થયુ. આ જોતાં નીરૂબેન અચાનક રડી પડ્યા અને તેના દીકરાને બાથમાં ઘાલી બચીઓની વર્ષા કરી દીધી જેની કોઇ સીમા ના હતી. ગામના બધા જ બાળકો અનુજને બચી કરે હગ કરી વ્હાલ કરે. અલભ્ય અને અનોખો પ્રસંગ નીરૂબેનના જીવનમાં આવી ગયો.તેમને જીવનમાં એકલવાયુ કાંઇ જ લાગતું ન હતુ.

નીરૂબેન જ્યારથી અહીં આવ્યા છે.ત્યારથી બે વાતને ખાસ ધ્યાનથી વિચારી અને પગલું ભરે છે.એક એ કે પોતાના બાળકને માતા અને પિતાનો પ્રેમ ફક્ત માતા તરફથી જ મળે અને સંતાનને કદી તેની ક્ષતી ના લાગે. તે વાત ધ્યાનમાં રાખવાને પગલુ ભરવાનું. અનુજને કોઇ જ રીતે એવું ન લાગે કે તેને એકલી માતાનો પ્રેમ મળે છે.તેને સમયસર પોતાના કરવાના કામનો ખ્યાલ આવે ક્યાંય તેને મદદની જરૂર પડે તો જલાસાંઇની અસીમ કૃપાએ રહેલ યા બાકી કામ સરળ થઈ જાય.

અનુજને પણ સંતોની કૃપાથી કામમાં સરળતા અને સફળતા બંન્ને મળી જતાં જીવન જીવવાનો આનંદ પણ થતો હતો.નીરૂબેન જેને ત્યાં કામ કરે છે તેમને તે પોતાના પિતા સમાન ગણીને બધીજ બાબતની જાણ કરેલ એટલે તેમનો પિતાનો પ્રેમ નીરૂબેનને મળેલ એટલે તેમને કુટુંબમાં જીવન જીવી રહ્યા  છે. તેવું જ લાગે.જીવનની ગાડી તો ચાલ્યા કરે છે જ્યાં સુધી દેહનો અંત ના આવે. આજ કુદરતની લીલા.

કર્મના સંબંધથી જગતમાં કોઇ જીવ છટકી શક્યો નથી ચાહે તે દેહ રાજાનો હોય કે ભીખ માગતા માનવીનો.પરમાત્માનો એ નિખાલસ નિયમ છે. આમ અનુજના જીવનનુ ચણતર અને ભણતર એ તેની મમ્મીની જ કૃપા છે જે તેના વર્તનથી દેખાઇ આવે છે.

નીરૂબેન જ્યાં કામ કરતા હતા તે દુકાન સાત વાગે બંધ થાય એટલે તેઓ સાડા સાતે ઘેર આવી જાય.અને અનુજ પાંચ વાગે સ્કુલથી છુટે એટલે તે સ્કુલથી બાળકોને મુકવા આવતી બસમાં બેસી જાય અને તે ઘર આગળ બસ ડ્રાયવર સામાન્ય રીતે છ વાગે ઉતારે અનુજ અને તેનો મિત્ર રોહિત જે તેની પડોશમાં રહે છે તે પણ સાથે ઉતરે.રોહિતની મમ્મી પપ્પાને ખબર છે કે અનુજની મમ્મી સાડાસાત પછી આવે એટલે અનુજ અને રોહીત બંન્ને થોડુ ખાય અને પછી લેશન પણ કરે.મમ્મી આવે એટલે તે અનુજને બોલાવે એટલે આવ્યો મમ્મી કહી અનુજ આવી જાય.ઘણી વખત નીરૂબેન રોહિતની મમ્મી પપ્પાનો આભાર પણ માને.પણ તેઓને નીરૂબેનના સંજોગોનો ખ્યાલ હતો અને તેઓ પણ સંત જલારામ બાપામાં માનતા હતા.એટલે કોઇપણ જીવને મદદ કરીએ તો બાપા રાજી થાય તે તેમની વિચાર શરણી હતી.એક દીવસ નીરૂબેનને તેમના માલીકે વિનંતી કરી કે બહેન આજે એક કુટુંબનો ખાવાનો ઑર્ડર છે તો તમે થોડા રોકાઇ ખાવા બનાવવામાં મદદ કરો તો તમને વધારાનો પગાર પણ આપીશું. દુકાનના કામમાં તે રોકાય અને ઘડીયાળ તો કોઇને માટે રોકાય નહી. સાંજના સાડા આઠ થઇ ગયા.અનુજ તો મમ્મીની રાહ જોતો રોહિતના ઘરના બારણે વારે વારે જાય અને બહાર નમીને પોતાના ઘર તરફ જોઇ પાછો આવી ખુરશી માં બેસી જાય.રોહિતની મમ્મી કહે બેટા ચિંતા ના કરીશ  હું રોહિતના પપ્પાને તપાસ કરવા મોકલુ છુ.તેમણે તેમના પતિને કહ્યુ કે તમે જરા તપાસ તો કરો કે નીરૂબેન કેમ હજુ આવ્યા નથી. હા હુ જતો આવું તેમ કહી ચંપલ પહેર્યા અને  તેઓ બહાર નિકળતા હતા ત્યાં નીરૂબેનને  સામે જ આવતા જોયા.

અનુજને કહ્યુ “લે બેટા તારા મમ્મી આવી ગયા.”અનુજ બહાર દોડ્યો અને મમ્મીને બાથમાં ઘાલી કહેવા લાગ્યો “મમ્મી તુ ક્યાં જતી રહી હતી હુંતો એકલો પડી ગયો હતો.” ત્યારે ઘરમાં પેસતા અનુજને બાથમાં ઘાલી કહે બેટા આજે મારે કામ પર રોકાઇ જવુ પડ્યુ થોડુ કામ વધારે આવી ગયુ એટલે. એ બોલતા તેમની આંખમાં આંસુ આવી ગયા અને અનુજના આંખમાંથી તો આંસુની ગંગા વહેવા લાગી.આ જોઇ નીરૂબેને બેટાને બાથમાં જ રાખી કહ્યુ કહે “જીવનમાં હું કદી મોડી નહીં આવુ બેટા મને માફ કરી દે.”

સંસ્કાર () – પ્રવીણા કડકિયા

નીનાના લગન લેવાયા. નીરૂને તો  બની ઠનીને ફરવામાં રસ હતો. હજુ કોલેજમાં ભણતી હતી.નાની હતી તેથી લાડકી હોય. કિંતુ ઘરમા જવબદારી પૂર્વક વર્તન હતું. મા તેને હમેશા કહેતી ‘તું દિકરો થઈને કેમ ન આવી’. તારા પપ્પાને કેટલી શાંતિ થાત.તરત નીરૂ બોલ ઉઠતી,’હું તો કૉઈ દિવસ પરણીશ  નહી. હું તો હંમેશા તારી અને પપ્પાની સાથે જ રહીશ.’ મા હસીને કહેતી ‘બેટા અત્યારે તું આમ બોલે છે ,કારણ નાની છે.’ વખત  આવે તું પણ સાસરે જતી રહીશ. તેમાં જ મને અને તારા પપ્પાને આનંદ મળશે     બે બહેનોમાં નીરૂ નાની. મોટી બહેન નીના તો લગ્ન કરીને દિલ્હી ગઈ. માતા અને પિતાની ઉમર થઈ હતી. આ એ જમાનો હતો જ્યાં દિકરીને “સાપનો ભારો” માનવામાં આવતું પણ નીના અને નીરૂના પિતાને મન બંને દિકરીઓ ‘તુલસીનો ક્યારો’હતી. મોટી દિકરી પરણી ગઈ .હવે તો બસ નાની એક બાકી હતી. તેમને જરાય ઉતાવળ ન હતી.નીરૂને પણ થતું હું પાપાને થોડી રાહત કરી આપીશ.તેથી તો નીરૂ હજુ  બી.એસ.સી ના છેલ્લા વર્ષમાં હતી પણ સ્વપના જોતી ક્યારે ડીગ્રી હાથમાં આવે ને સારી નોકરી કોલેજમાં જ મળી જાય. નીનાના લગ્નમાં માતા પિતાને  ઘણો ખર્ચ થયો હતો.નીરૂ ભણતા ભણતાં એકાદ બે ખાનગી ટ્યુશન પણ કરતી. નાની હોવાને કારણે સહુની લાડલી નીરૂ પ્રેમ પામવામાં અને આપવામાં ખૂબ નસિબવંતી હતી. સમાજ ભલેને ગમે તે કહે તેના બાપના દિલની ધડકન હતી. ઉછેર ખૂબ કાળજી પૂર્વક થયો હતો. હા માતા અને પિતા બધી  છૂટ આપતા સાથે સાથે શિસ્તનું પાલનના સખત આગ્રહી હતા. સાંજના સાત પછી ઘરની બહાર નહી જવાનું. વર્ગના છોકરાઓ સાથે બોલે ત્યાં સુધી વાંધો નહી પણ સિનેમામા જવાનું નહી એટલે નહી.શીલ,સદાચાર અને સદવર્તન પર  માતા ભાર મૂકતી , લાડલી દિકરી તેમની આજ્ઞાનું પાલન કરતી. તેમનું દિલ ન દુભાય તેનો હંમેશા ખ્યાલ રાખતી. બે પૈસા કમાઈને બાપને ટેકો પણ કરતી. પિતાજી જ્યારે પરણાવવાનું નામ લેતાં ત્યારે કહેતી બસ મને “ભણવાનું પુરું કરવા દો. પછી એક વર્ષ સરખી નોકરી કરી તમને થોડી સહાય કરી તમારો બોજો હળવો કરવાનો પ્રયત્ન  કરીશ .છેલ્લે દીદીની જેમ હું પણ પરણીશ અને સંસાર દિપાવીશ,”

આવો સુંદર જવાબ સાંભળી નીરૂના પિતા કોઈ જવાબ ન આપતા. માત્ર મૌન થઈ વહાલથી દિકરીને નિહાળતા. તેમના મુખના ભાવ સ્પષ્ટ ચાડી ખાતા કે અંતરમાં કેટલું દર્દ થતું હતું. મોટી દિકરી પરણીને ગયે હજુ છ મહિના પણ થયા ન હતા. નાની પણ નજીકના ભવિષ્યમાં પરણીને સાસરે વિદાય થશે. આ ઘરમાંથી કિલકિલાટ વિરમી જશે.”

“ઘણીવાર મનને સમજાવતાં શામાટે હું ઉતાવળ કરું છું ?” ભણીગણીને ભલેને થોડો વખત ઘરમાં રહે અને આરામ કરે. ઘરમાં પણ એની માને કેટલી બધી મદદ કરે છે. એના ગયા પછી બધું કામ એની માને એકલે હાથે કરવાનો વારો આવશે! પણ તેથી કાંઈ દિકરીને ઘરમાં થોડી રખાય? દીકરી તો પારકું ધન છે. એ તો સાસરિયામાં જ શોભે !

નીરૂની માને કહે ,જરાય ઉતાવળ કરવી નથી, આપણી ભણેલી ગણેલી સંસ્કારી દિકરીને કોઈ રાજકુંવર જ મળશે. હસીને હંસા બહેન કહેતાં હા,મને ખબર છે. તેના જવાથી તમને ઘણું દર્દ થશે. આપણે પણ આપણી પાછલી જીંદગી તિર્થયાત્રા કરીશું. દિકરીઓને જરૂર પડશે ત્યારે તેમની અગવડ સગવડ સાચવીશું. હંસા બહેને બંને દિકરીઓને સારા સંસ્કાર આપ્યા હતા. નીરૂ નાનપણથી બે ગીતો હંમેશા ગાતી હોય.પ્રભુએ તેને દેખાવ તેમજ કંઠ બંને જૉઇ વિચારીને આપ્યા હતાં.’અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ’ બીજું “ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહી.” આજ તો ખૂબી છે ભારતિય સંસ્કારની ! મધ્યમ વર્ગના બાળકો માબાપને અગણિત પ્યાર કરતા હોય છે.માતા પિતા તેમને માટે જે બલિદાન આપે છે તેમના તે ઋણી બને છે. પછી તે દિકરો હોય કે દિકરી! બી.ઍસ.સી.ની પરિક્ષા પૂરી થઈ.નીનાનો તથા તેના જીજાનો ખાસ આગ્રહ હતો કે નીરૂ રજામાં થોડો વખત દિલ્હી ફરવા આવે! પિતા મધ્યમ વર્ગના હોવાથી બહુ બહારગામ જવાનો લહાવો નીરૂ તથા નીનાને મળ્યો ન હતો. નીના આ વાતથી માહિતગાર હતી. આગ્રહ કરીને પોતાની નાની બહેનને દિલ્હી બોલાવીને જ ઝંપી. નીરૂની ખુશીનો પાર ન રહ્યો.જ્યારે રાજધાનીમાં (ટ્રેઈન) બેસી દિલ્હી જવા નિકળી ત્યારે તેને લાગ્યું કે વાહ કેવી સુંદર મુસાફરી અને દીદી, જીજાને મળવાનું.

જ્યારે આનંદનો મેળાપ થાય ત્યારે એમજ લાગે કે સ્વર્ગ હાથ વેંતમાં છે. દીદી અને જીજાને મળી સાથે ફરવાનો ઉમંગ તેના તનબદન પર જણાતો હતો. ખુશીથી પુલકિત તેનું મન શમણાં જોવમાં મશગુલ થઈ ગયું હતું. પહેલી વાર એકલી મુસાફરી કરતી હતી. હવે સમજદાર હોવાથી ડર ન હતો.પપ્પાને પણ સમજાવ્યું કે ચિંતા નહી કરતાં. મમ્મીને ભાર દઈને કહ્યું કે પપ્પાની તબિયતની કાળજી કરે. સીટી વાગી ને ગાડી ઉપડી.જગ્યા પર બેસવા ગઈ બાજુમાં કોણ છે નજર પડી તો કોઈ અજાણ્યો યુવાન તેને તાકી રહ્યો હતો. આનંદના અતિરેકમાં અને પપ્પા તથા મમ્મીથી છૂટા પડવામાં અત્યાર સુધી તેણે ધ્યાન આપ્યું જ નહતું.

નજરથી નજર મળી ને નીરૂ શરમાઈ ગઈ.બાજુમાં બેઠેલા યુવાને તેની નોંધ લીધી.

“અરે, મારી મમ્મી મારી પાણીની બોટલ લઈને ઉતરી ગઈ” નીરૂ રડવા જેવી થઈ ગઈ.

બાજુમાં બેઠેલા યુવાનથી અટ્ટાહાસ્ય થઈ ગયું. નીરૂએ એવી ભયંકર આંખ કાઢી કે પેલો

યુવાનનું હસવાનું અચાનક ગાડીને બ્રેક લાગે તેમ બંધ થઈ ગયું.

ધીરે રહીને બોલ્યો, ‘આ રાજધાની ટ્રેઈન છે”.હમણાં બધાને નવી ઠંડી બોટલ આપશે.’

હવે શરમાઈને ભોંઠા પડવાનો વારો નીરૂનો આવ્યો. જેનું શુભ પરિણામ એ આવ્યું કે ગાડીમાં

વાત કરનાર મળ્યું અને ઓળખાણ તો આપોઆપ થઈ ગઈ.

દિલ્હી પહોંચવા માટે આખી રાત ગાડીમાં ગુજારવાની હતી. જુવાન અને તેમાંય વાતોના

રસિયા. અલક મલકની વાતો ચાલુ થઈ ગઈ. ગાડીમાં સાથે વાંચવા લીધેલી નવલકથા

બાજુમાં રહી ગઈ. બંને જણાએ હાલની પ્રવૃત્તિથી વાતની શરૂઆત કરી.

‘હું, તો મારી મોટી બહેન અને જીજા સાથે દિલ્હી અને આગ્રા ફરવા નિકળી છું’નીરૂએ કહ્યું.

‘હું, મારી કંપનીના કામે દિલ્હી જાંઉ છું. કામ તો માત્ર એક દિવસનું છે.પણ દિલ્હી જઈએ

તો આગ્રા ગયા વગર કેમ ચાલે?’ બીજા બે દિવસ વધારાના મળી ગયા છે.’

બસ આખી રાત વાતમાં ક્યાં પસાર થઈ ગઈ ખબર પણ ન પડી.નીરુને કોલેજ્કાળ

દરમ્યાન ઘણાં મિત્રો હતાં. અરે લેબનો પાર્ટનર પણ છોકરો હતો.કિંતુ ક્યારેય કોઈની સાથે

આવા આત્મિયભાવથી વાત કરવાનો મોકો સાંપડ્યો ન હતો. જો કે તેના પપ્પા પણ બહુ કડક

હતા. જેનો નીરૂને જરાય વાંધો ન હતો.

ખબર  નહી કેમ રાજેન્દ્ર સાથે વાત કરવી ગમી અરે, રાજેંન્દ્ર પણ ગમ્યો. આ બાજુ રાજેન્દ્રને

નીરૂની નિખાલસતા તથા વિનમ્રતા જચી ગયા. હોંશિયારીથી નીરૂ વિશેની જાણકારી મેળવી તેને

બરાબર મગજમાં ગોઠવી દીધી. દિલ્હી આવી ગયું. બંનેના રસ્તા અલગ હતા. રાજેન્દ્ર અને નીરૂએ

ટેલિફોનના નંબરની તથા ઈ-મેઈલની આપલે કરી લીધી. રાજેન્દ્ર હરવા ફરવાનો ખૂબ શોખિન હતો.

નીરૂને ઉતરતાં પહેલાં કહે, જો મને સમય મળશે ત્યારે વાંધો ન હોય તો આપણે આગ્રાનો તાજમહાલ

જોવા સાથે જઈશું! મારી પાસે કંપનીની ગાડી છે.’

નીરૂને આ વાત ખૂબ પસંદ આવી. દીદી અને જીજુના રાજ્યમાં હતી. તેને થયું નીનાને પટાવતા મને

આવડે છે. જીજુને દીદી મનાવી લેશે !દિલ્હીથી સવારે જઈને સાંજે તજમહાલ જોઈ આવવામાં શો વાંધો

હોઈ શકે?

રાજેન્દ્ર અને નિરૂ છૂટા પડ્યા. સ્ટેશન પર નીના અને જીજુને જોઈ નીરૂ ખૂબ ખુશ થઈ. અપૌરિચિક રીતે

રાજેન્દ્રની ઓળખાણ પણ કરાવી. રાજેન્દ્રની મોહકતા નીનાની આંખમાં વસી. બધા ઘરે આવ્યા. નીરૂને

દીદીનું ઘર તથા સજાવટ ખૂબ ગમ્યા. સાદગીમાં ખૂબ સુંદરતા ભરી હતી. નવી જીંદગીની શરૂઆત હતી

તેથી ઘરની વ્યવસ્થિતા આંખે ઉડીને વળગે તેવી હતી. એક બેડરૂમનો ફ્લેટ હતો. દિવાનખાનામાં શેટ્ટી

હતી જે રાત્રે નીરૂના સૂવા માટે વાપરવાની હતી. નીરૂને તો દિલ્હી શહેર ગમ્યું. ન કેમ ગમે ભારતનું

પાટનગર દિલ્હી તેની બાંધણી,શહેરના રસ્તા બધું અલગ.

નીનાના પતિએ શુક્રવારે અડધા  દિવસની રજા લીધી હતી. કહેવત્છે ” સાળી અડધી ઘરવાળી” દરેક

જીજાને પોતાની નાની સાળી ખૂબ વહાલી હોય છે. મન મૂકીને નીરૂને દિલ્હી શહેરમાં ફેરવી, ગોલગપ્પા

ખવડાવ્યા. સવારના પહોરમાં બે દિવસ પછી રાજેન્દ્રનો ફોન આવ્યો, ‘હું દસ વાગે ગાડી

લઈને આવીશ સાંજના આગ્રાથી તાજમહાલ જોઈને પાછા આવી જઈશું’.

નીનાએ દીદીને પૂછ્યું, આજે તો નીના અને જીજુ બંનેને નોકરી હોવાથી નીનાએ કહ્યું તું

અને રાજેન્દ્ર ફરી આવો. નીરૂને તો એ જ જોઈતું હતું. રાજેન્દ્રને હા પાડી.

રાજેન્દ્ર સાથે આગ્રાનો તાજમહાલ અને કુતુબ મિનાર જોવાની મઝા માણી. જુવાન દિલે

બોલ્યા વગર ઘણી વાતો કરી. બંનેને એકબીજાના માટેના ભાવની જાણ થઈ ગઈ હતી.

રાજેન્દ્રને નીરૂનો સાથ ગમ્યો હતો. તેને નીરૂનું વર્તન ,સાદગી અને પ્રેમાળ સ્વભાવ ખૂબ

ગમ્યા હતા. નીરૂને રાજેન્દ્રનો હરવા ફરવાનૉ શોખ, દેખાવ અને મોહકતા ગમી ગયા હતા.

ગાડીમાં પાછા આવતા રાજેન્દ્રએ કહ્યું નીરૂ તું પાછી આવ પછી મારા મમ્મી અને પપ્પા તારા

માતા પિતાને મળવા આવશે. મને તું ગમી છો.રાજધાનીની મુલાકાત આવું સુંદર પરિણામ

લાવશે એવી ખબર ન હતી.નીરૂ અને રાજેન્દ્રની મુલાકાતનું પરિણામ ખરેખર સુખદ આવ્યું.

નીરૂ રાજેન્દ્રની વાતથી શરમાઈ ગઈ. તેને પણ ખબર હતી પપ્પા તેના હાથ પીળા કરવા

તત્પર છે. રાજેન્દ્ર ખૂબ સુંદર સાથી રૂપે મળે તેમાં તેને કોઈ વાંધો ન હતો.

રાજેન્દ્ર હતો સરકારી કર્મચારી. મુંબઈ અને દિલ્હી કોઈ કામ માટે નિકળ્યો હતો.

નીરૂના પાછા ફરવાની રાહ જોતો હતો. સુંદર ચોઘડિયુ જોઈ રાજેન્દ્રના માતા

પિતા નીરૂનો હાથ માંગવા તેને દ્વારે આવ્યા.

નીરૂએ માતા પિતાને બધી વાત વિગતે જણાવી હતી. તેનું ઘર,ઘરનું વાતાવરણ, રાચરચિલું

ખૂબ સાદગીની ચાડી ખાતાં હતાં. તેમને થયું નીરૂ સાધારણ ઘરની દિકરી છે. તેમને રાજેન્દ્ર માટે

ગુણિયલ છોકરીની તલાશ હતી. રાજેન્દ્રએ કળશ નીરૂ પર ઢોળ્યો હતો. રાજેન્દ્ર જાણતો  હતો નીરૂ

ઘરરખ્ખુ છે. રાજેન્દ્રના માતા પિતાએ જ્યારે નીરૂના હાથની માગણી કરી ત્યારે તેના પિતાએ ચોક્ખું

કહ્યું કે થોડા વખત પહેલાં મોટી દિકરીના લગ્ન લીધા હતા. હવે જો તેઓ થોડો વખત થોભી જાય તો

પૈસાની સગવડ કરી દિકરીને કરિયાવાર આપી શકે.

રાજેન્દ્રની માતાએ કહ્યું ‘અમને તો  માત્ર ‘કંકુ અને કન્યા’માં રસ છે. તમે બેફિકર  રહેજો. નીરૂના પપ્પાને

કાળજે ટાઢક થઈ.  હજુ લગ્નને ચાર મહિના હતા. બે પાળી કરી થોડા પૈસા બચાવ્યા. નીરુએ ટ્યુશન કરી જે

પૈસા કમાયા હતા તે બધા પૈસાનો દાગીનો બનાવી તેને જ આપ્યો. માતાએ પોતાનું દસ તોલા  સોનું વેચી સુંદર

કપડાં બનાવડાવ્યા. મોટી બહેન અને જીજાજીએ પણ થોડો ખર્ચ ઉપાડ્યો અને નીરૂ પરણીને રાજેન્દ્રનો હાથ ગ્રહી

સંસારમાં પ્રવેશી.

રાજેન્દ્રની સરસ સરકારી નોકરી  હતી. તેથી લગ્ન પછી નીરૂ વડોદરાના ઘરમાં

કુમકુમના પગલાં પાડી પ્રવેશી. નવું શહેર, નવી નવેલી દુલ્હન નીરૂ.રાજેન્દ્ર

પોતાની જાતને ખૂબ નસિબદાર માનવા લાગ્યો. વાત  પણ સાચી હતી.

હનીમૂન કરવા નવ પરણિત યુગલ અઠવાડિયુ મહાબળેશ્વર ગયું હતું. ત્યાંનું રમણિય વાતાવરણ,

ગુલાબી ઠંડી અને સાંજના સમયે લેકમાં બોટિંગ.સવારના પહોરમાં જઈ ‘સન રાઈઝની’ મજા માણી.

પંચગીનીનો ‘ટેબલ લેંડ’ જોઈ ખુશી અનુભવી. ખૂબ આનંદ પૂર્વક સમય સાથે ગાળી બંને પાછા

વડોદરા આવ્યા. રાજેન્દ્રના માતા પિતાને ત્રણ દિકરા હતા. રાજેન્દ્ર  વચલો અને સારુ કમાતો. તેની

પત્ની સુંદર સંસ્કારને સદવર્તનને કારણે  ખૂબ વહાલ પામતી.

નીરૂને પિતાને ત્યાં પણ દરરોજ સવારના છ વાગે ઉઠવાની આદત હતી. તેનો નિત્ય ક્રમ હતો

ઉઠીને માતા અને પિતાના  ચરણની  રજ માથે ચડાવી પ્રણામ  કરી દિવસનો પ્રારંભ

કરવો. જો પાણી ભરવાની જરૂર  હોય તો માને મદદ કરવી યા ઘરકામમાં સાથ આપવો.

એકવાર કોલેજ જવા નિકળી જાય પછીતો આખો દિવસ ક્યાં પસાર  થઈ જતો તે ખબર

જ ન પડે.હવે  અંહી આવી  નિત્ય ક્રમ જુદી રીતે તૈયાર કર્યો હતો.કોલેજ જવાની હવે

કોઈ જરૂર ન રહી. રાજેન્દ્રની બધી સગવડ સાચવવી. માતા પિતાની બધી જરૂરિયાત

વીશે ચિવટ પૂર્વક જાણકારી પામવી.

નીરૂએ નિત્યક્રમ સરસ રીતે ગોઠવ્યો. પતિની નોકરૉ સવારે ૯ વાગ્યાની હતી તેથી ઘરકામ

વહેલું પતાવી રાજેન્દ્ર ઉઠે ત્યારે તેનું ધ્યાન રાખતી. સાસુ ને ‘સાતે કોઠે ટાઢક’ વળી હતી.

આવી ગુણિયલ વહુ મળે પછી બીજું શું જોઈએ? દરરોજ સવારે સાસુમા અને સસરાજીને પ્રણામ

કરી ઘરના કામની શરૂઆત કરતી. તેને થતું ‘માણસનું કામ વહાલું છે.’ પોતે જુવાન હતી

કામ કાજ તો તે પિયરમા પણ કરતી. તેથી અંહી કરવામાં તેને જરાય વાંધો ન હતો. જેથી

રાજે્ન્દ્ર પણ હર હમેશ ખુશ ખુશાલ જણાતો. ઘરે આવે ત્યારે શાતિ પૂર્ણ પ્રફુલ્લિત વાતાવરણ હોય

જે પતિને રિઝવવામાં ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. નીરૂ તો એવા વાતાવરણમાં મોટી થઈ

હતી.

રાજેન્દ્રની સરકારી નોકરીમાં રજાઓ પણ પુષ્કળ મળતી. વરસમાં એકવાર માતા પિતાને મળવા

મુંબઈ જતાં. તેને ખુશ જોઈ બંનેની આંખો ઠરતી. લગ્નને પાંચેક વર્ષ થયા. રાજેન્દ્ર અને નીરૂ

ઈચ્છતાં કે ઘરે પારણું બંધાય.પાંચ વર્ષમાં તો  કાશ્મિર ,કોડાઈ કેનાલ, નૈનિતાલ ફરવની મઝા

માણી. પૈસાનો ટેકો થાય તેથી નીરૂ છોકરાંઓને ભણાવતી. બપોરના સમયે સાસુજી આરામ કરતાં

હોય તે ગાળામાં બે છોકરાં ભણાવતી. જેથી પોતાનું ભણતર લેખે લાગે.

નીરૂની મોટી બહેન પરણી હતી પહેલી પણ હજુ સુધી ‘ખોળાનો ખુંદનાર’ કે ‘લક્ષ્મી’ બેમાંથી કોઈના

એંધાણ નજરે પડ્યા નહતા.

રવીવારની સાંજે ફરીને આવ્યા. હેવમોરમાં આઈસક્રિમ ખાધો.બંને જણા ભવિષ્યના વિશે ઘણી વાતો

કરતાં હતાં ત્યાં અચાનક નીરૂને ઉલ્ટી થઈ. પાણીની બાટલી ખરીદી કોગળા કર્યા, થોડું ઠંડુ પાણી

પિધું પણ ગભરામણ થતી હતી તેથી રિક્ષા કરીને ઘરે આવ્યા. રાજેન્દ્ર જરા ગભરાઈ ગયો હતો. પણ

તેના મમ્મી રેણુકાબહેનના મુખ પર સ્મિત રેલાયું. તેમને અણસાર આવી ગયો હતો. વગર પૂછ્યે કશું

બોલવું નહી તે તેઓ બરાબર જાણતા હતા.નીરૂને ઠંડુ પાણી પિવડાવ્યું. ઘરકામની કોઈ ચિંતા ન કરવાની

સલાહ આપી. ‘બેટા તમે આરામથી સૂઈ જાવ.’ રેણુકા બહેનને હૈયે ટાઢક હતી. જે દિવસથી નીરૂ પરણીને

આ ઘરમાં આવી, તેનું વર્તન અને વ્યવહાર જોઈ ખુશ હતા કે ‘વહુ ઘરરખ્ખુ ‘ મળી છે. ‘મારા રાજેન્દ્રનું

જીવન સુખમય ગુજરશે’.

ભાવિની ક્યાં કોઈને ખબર છે ? ‘રાજા રામને ખબર હતી સવારના પહોરમાં રાજ્યાભિષેકને બદલે ૧૨ વર્ષ

વનમાં ગાળવા પડશે ?’ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.

નીરૂને સાર દિવસો જણાયા. તરતજ ડોક્ટર પાસે લઈ જઈ બધી તપાસ કરાવી . નીરૂના મમ્મી અને પપ્પા

શુભ સમાચાર  સાંભળી રાજી થયા.દિકરીને પિયર આરામ કરવા આવવા માટે ખૂબ આગ્રહ કર્યો. નીરૂના

સાસરીમાં રિવાજ હતો કે પહેલી ‘સુવાવડ’ પતિને ઘરે કરવાની. સિમંતનો પ્રસંગ ઉજવાઈ જાય પછી ગાડીની

મુસાફરીમાં તકલિફ પડે તેથી ચોથે મહિને ગઈ. રાજેન્દ્ર મૂકી આવ્યો. નીના પણ તના પતિ સાથે આવી.

ઘરમાં આનંદ કિલ્લોલ છાઈ ગયો. નીરૂના માતા પિતા ખૂબ કરકસરથી  રહેતા હતાં . દિકરીઓને મન ભરીને

પ્યાર તથા વસ્તુઓ આપી. દિકરીઓને મન તો માતા પિતાનો પ્યાર અમૂલ્ય હતો. છતાં પણ તેમના આનંદ

કાજે બધુ પ્રેમથી સ્વિકાર્યું. નીરુતો બે મહિનામાં તાજી માજી થઈ. રાજેન્દ્ર પાછી ઘરેલઈ જવા માટે આવ્યો

ત્યારે એકીટશે નીરૂન્ર નિહાળી રહ્યો. જ્યારે બંને એકલા પડ્યા ત્યારે તેને વહાલથી ભિંજવી દીધી.

પૂછી બેઠો ‘દિકરો છે કે દિકરી”?

નીરૂએ પણ આંખો નચાવતાં કહ્યું ‘બંને’ .ખડખડાટ હાસ્યના અવાજથી ઓરડો ગુંજી ઉઠ્યો.

રાજેન્દ્ર મજાકમાં બોલ્યો ‘જો એવું હશે તો મારે બીજી નોકરી પણ કરવી પડશે. આપણા અમન

ચમન ઓછા કરવા પડશે.’ નીરૂ શરમાઈને કહે’એવો દિવસ નહી આવે. હું સાચવીને ઘર સંસાર

ચલાવીશ જેથી તમે પણ બાળકોને પ્યાર આપી શકો અને માણી શકો.’

નીરૂના સિમંતનો દિવસાવી ગયો. નણંદબા પણ નડિયાદથી ભાભીનો ખોળો ભરવા આવી ગયા હતાં.

ઘરમાં પહેલું બાલક આવવાનું હતું. સહુ ખુશ હતા. રંગે ચંગે પ્રસંગને ઉજવી  સહુ વિદાય થયા.

થાકેલાં રાજેન્દ્ર અને નીરૂ પોતાના શયન ખંડમાં આવ્યા. નીરૂ ખૂબ સુંદર લાગતી હતી.ખાવા પીવામાં

સાસુજી તેનું ધ્યાન રાખતાં. બસ હવે તો દિવસો ગણવાના ચાલુ થઈ ગયા.

રાજેન્દ્ર થાક્યો પાક્યો  નોકરી પરથી આવ્યો. નીરૂએ હોસ્પિટલ જવાની બેગ તૈયાર કરી રાખી હતી.

જમીને રસોડું પરવારી રાજેન્દ્ર, મમ્મી અને નીરૂ ટેક્સી કરી હોસ્પિટલ ગયા. દુખાવો ચાલુ થઈ ગયો

હતો. પણ પ્રથમ બાળક અવતરવાનું હોય ત્યારે દસથી બાર કલાક પરેશાની ભોગવવી પડેછે.

નવજાત બાળકને જોઈ માતાનું બધું કષ્ટ વિસારે પડે છે.

એક જીવમાંથી બીજા જીવનું ધરતી પરવતરણ એ અલૌકિક પળ છે. કુદરતની અસીમ કૃપા નહી તો

બીજું શું. માતાના ગર્ભમાં નવ મહિના વિતાવી જીવ પૃથ્વિ પર આવે તે અદભૂત છે. માતા એ વંદનિય

છે. તેના અગણિત ઉપકાર બાળક હંમેશા યાદ રાખે છે. સુંદર સંસ્કાર અને અમૃત સમાન માના પયપાનથી

તેનું સિંચન થાય છે.

એ પળ આવી પહોંચી. ઉંવા, ઉંવા, ઉંવાના અવાજથી આગમનની છડી પોકારી. આ એ ક્ષણ છે જ્યારે નાનું

બાળક રડે ત્યારે માતા, પિતા અને કુટુંબીઓ સઘળાં હર્ષનો અનુભવ કરે. નર્સ બોલી ‘દિકરો’ છે.

બંને જણાને ‘અનુજ’ નામ ફોઈબા લાવ્યા હતા તે પસંદ હતું. મંગલ વાતાવરણ પ્રસરાઈ ગયું.

નાના અને નાની આવ્યા. નીરૂને સહુએ મળી સાચવી. રાજેન્દ્રને બાળકનું આગમન ખૂબ ગમ્યું. જીવ હતો

હરવા ફરવાનો શોખિન બાળકના કારણે ઘણી વખત મનને મારવું પડતું.નીરૂ ખૂબ ધ્યાન રાખતી. છતાં

જીવનમાં વ્યસ્ત નીરૂ પતિની સહાયની અપેક્ષામાં ઘણીવાર ઉણી ઉતરતી. હસીને બોલ્યા વગર જાતે બધું

કરવાની કોશિશ કરતી.

રાજેન્દ્રના મમ્મી કાળજી કરતાં. અનુજને લઈને પહેલી વાર જ્યારે રાજેન્દ્ર સાથે પિયર ગઈ ત્યારે પણ

તેને રાજેન્દ્રનું અતડાપણું ડંખ્યું હતું.

નીરૂ અનુજનું જતન ખૂ કાળજીથી કરતી. સવારના  માલિશ કરી ઉગતા સૂરજના તાપમાં સુવડાવતી.

સારી સારી જલારામ બાપાની વાર્તા કરતી. સુંદર ભજનો ગાતી. દિવસો પસાર થયા,મહિનાઓ

વિત્યા. પહેલી વર્ષગાંઠ ખૂબ ધામ ધૂમથી ઉજવી. મંદિરમાં સુખડી ધરી બાળકોને ખવડાવી. હવે

જેમ અનુજ મોટો થતો ગયો તેમ નવું નવું શિખતો જોઈ સહુ રાજી થતાં.

અનુજને  બાળમંદિર જવાનો સમય પણ આવી પહોંચ્યો. રાજેન્દ્ર ફરવાજવાની વાત કરે ત્યારે નીરુ

આવનાર ખર્ચાની વાત છેડે એટલે આપોઆપ રાજેન્દ્ર વાતનો દોર બદલી નાખે.———-

 

 

સંસ્કાર—()પ્રવીણા કડકિયા

સરકારી નોકરી અને તેમાં પણ ક્લાર્ક જાતજાતની ફાઈલો રાજેન્દ્રના હાથ તળેથી પસાર થતી. અનુજના આગમનથી ઘરમાં કલશોર વ્યાપી ગયો હતો. નોકરી પરથી જેવો ઘરમાં પ્રવેશે કે સહુ પ્રથમ અનુજને તેડી ઘરની સામે આવેલા બગિચામાં જઈને બેસતો. નીરૂને તો સાંજની રસોઈ અને અનુજનું કામ હોવાથી સાથે ન જઈ શકતી. દરરોજ સાંજે રાજેન્દ્રના ઘરે આવવાના સમયે ,અનુજને તૈયાર કરી રાખતી.રાજેન્દ્ર આવે એટલે પહેલાં પાણી પીતો અને પછી દિકરાને લઈ ફરવાવા નિકળતો. નીરૂ બંને જણા દેખાય ત્યાં સુધી બારણે ઉભી રહી નિહાળતી.

સહુની વાતોનું મધ્ય બિંદુ અનુજ હોવાથી લાટ સાહેબને લાડ પામવાનો અવસર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્રના પિતા સરકારી ઓફિસમાં પટાવાળાનું કામ કરતાં. તેમના સૌજન્ય શીલ સ્વભાવને કારણે સાહેબ હંમેશા તેમના પર ખુશ રહેતાં. જ્યારે સાહેબ બોલાવે અને જે પણ કામ ચીંધે તે ઈમાનદારીથી નિભાવતા. કદી કામ ઉપર ન જવા માટે ખોટું તબિયતનું બહાનું ન કા્ઢતા.

જેને કારણે તો ત્રણેય બાળકોને સારું સિક્ષણ અપાવી શક્યા હતાં. કદી તેમણે કોઈ પણ કામ નાનું ગણ્યું ન હતું.કામચોરી કે બેઈમાની આચરી ન હતી. જગજાહેર છે કે સરકારી નોકર લાંચ લે ! પણ તેમણે કદી લાંચ લઈ કોઈને પક્ષપાત કર્યો ન હતો. હંમેશા અંતરનો અવાજ સાંભળી સાચો રાહ ગ્રહ્યો હતો. પટાવાળાની નોકરીમાં કોઈ ફરિયાદ ન હતી.

સાહેબો બદલાય પણ પટાવાળો એનો એજ! દરેક સાહેબો મુદત પુરી થયા પછી જતી વખતે તેમની સેવાની કદર કરતાં અને ખુશ થઈ સારી એવી રકમ તેમને બક્ષિસમાં આપતા. તેમનું મન સદા સંતોષી અને સુખી રહેતું જેથી ત્રણ બાળકો હોવા છતાં કદી તંગી અનુભવી ન હતી. સામાન્ય રીતે એવી લોકોની મનોદશા છે કે ‘સરકારી માણસ અનીતિ ન વાપરે તો ઉંચો ન આવે.’ આ ઉક્તિ રાજેન્દ્રના પિતાએ ખોટી પાડી હતી.

નવા સાહેબ આવે ત્યારે તેમની આગળ કદી પણ જૂના સાહેબની ફરિયાદ ન કરતાં. તેમની ઈમાનદારી પર આખા દફતરમાં સહુને ગર્વ હતો. તેથી જો ક્યારે આવવામાં મોડું થાય તો સહુ ચિંતા કરતા. સાથે સાથે જાણતા કે બચરવાળ માણસ છે ઘરમાં કંઈક કામ આવી ગયું હશે.

એક વખત ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર અને દુર્યોધનને બોલાવી કહ્યું. ‘હું, તમને એક વર્ષની મુદત આપું છું,દુર્યોધન તું એક સારો માણસ શોધી લાવ અને યુધિષ્ઠિર તમે એક ખરાબ વ્યક્તિ શોધી લાવો.’ મુદત પુરી થઈ બંને હાંફળા ફાંફળા આવ્યા અને પોતાની હાર કબૂલ કરી.’યુધિષ્ઠિરને એક ખરાબ માણસ ન મળ્યો અને દુર્યોધનને એક સારો માણસ.’

રાજેન્દ્રના પિતાને ગર્વ હતો પોતાની પ્રમાણિકતા ઉપર. હા, તેમને એક બૂરી આદત હતી. ‘બીડી ફુંકવાની.’ ખેર ,માણસ ઘણી વખત આદતનો ગુલામ બની જતો હોય છે. તે મસ્ત અદાથી બીડી પીતા. તે વખતે એ ભૂલી જતાં કેપોતે એક સામાન્ય પટાવાળાની નોકરી કરે છે. જાણે સ્વર્ગનું રાજ્ય પણ તેની સામે તુચ્છ લાગતું. આ કારણે તેમની પત્નીએ કોઈ પણ દિવસ વાંધો ઉઠાવ્યો નહ્તો.તેને થતું ‘બિચારો, જીવ આનંદ પામે છે શું કામ ખલેલ પહોંચાડવી.

રાજેન્દ્રની મા દરરોજના બે રૂપિયા આપતી.બીડી પીઓ કે ચાની લારી પરથી ગોટા કે ગાંઠિયા ખાવ !સંતોષી જીવે કદીય મોઢામાંથી હરફ કાઢ્યો ન હતો. ખબર હતી કે ઘરમાં ત્રણ દિકરાનું ધ્યાન રાખવાનું છે.સરકારી નોકરીમાં રજા જોઈતી મળે જેથી બાળકોના ઉછેરમાં પોતાનો ફાળો નોંધાવી શકે. મોંઘવારી ભથ્થું , દિવાળીનું બોનસ વિગેરેની કમાણીથી ઘર ખર્ચ ચાલતું. બાળકો બની શકે તે મદદ કરતાં.

મોટોભાઈ નટવર નાનોભાઈ નરેન્દ્ર અને એકની એક લાડકી બહેન નંદિની કદી ખોટી જીદ ન કરતાં.બાળકો છે કદી કોઈ જીદ કરતું તો બીજા પોતાના હક્કનું જતુ કરતા અને નાના યા મોટાભાઈ બહેનના મુખ ઉપર હાસ્ય રેલાતું.

મોટો નટવર બી.એસ.સી.થઈ બી.ઍડ.કર્યું અને હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક થયો.તેની ભણાવવાની પદ્ધતિ ખૂબ બાળકોને ગમતી જેથી આવા અરસિક વિષયમાં પણ વિદ્યાર્થિઓ રસ કેળવવા લાગ્યા.નટવરને બાળકો સાથે કામ કરવામાં સારી ફાવટ હતી.ઘરમાં મોટો હતો તેથી અનુભવી પણ કહી શકાય. સાધારણ રીતે ગણિત ઘણાંને માથાનો દુખાવો લાગતું હોય છે.નટવર સર ગણિત શિખવાડે

એટલે કોઈ વર્ગમાં ગુટલી ન મારે.અઘરા એવા ગણિતના પ્રશ્નોને એવી સરળતાથી રજુ કરે કે વિદ્યાર્થિને સાવ સહેલું લાગે. બીજ ગણિત સમજાવવાની ઢબમાં તે એણે કમાલ કરી. સારા વર્ગના બાળકો ૮૫ યા ૯૦ ઉપર ગુણ મેળવતા.વિદ્યાર્થિઓના માતા પિતા ખુશ રહેતાં કે તેમના બાળકોને ખાનગી શિક્ષકોની જરૂર ન જણાતી.

જ્યારે નવી શિક્ષિકા સરિતા તેની શાળામાં જોડાઈ તેને ઈશ્વરી સંકેત માન્યો.સરિતાઅને નટવર બંને એકજ જ્ઞાતિના હતા. સાદી અને સોહામણી સરિતા, નટવરને પહેલાં દિવસથી જચી ગઈ હતી.નવી હોવાથી તેને જ્યારે પણ જરૂર પડતી ત્યારે નટવર તેની મદદે ધાતો. બંને જુવાન હતા તેથી બીજા શિક્ષકોને આ જોવાની મજા આવતી.’કાગનું બેસવું અને ડાળનું પડવું.’જુવાન હૈયાની વાતો મોઢા કરતાં હૈયાથી વધારે સમજાય.સરિતાને નટવરનો ઈરાદો જાણતાં વાર ન લાગી.

બસ પછી તો સિલસિલો ચાલુ થઈ ગયો. પહેલાં વાતો,પછી એક બીજાને કાંઈ કામ હોય તો મદદ કરવાની. નોકરી પર સાથે રિક્ષામાં આવવાનું. પરિક્ષાના પેપેર્સ તપાસવામાં મદદ કરવાની. શનીવારે અડધો દિવસ અને રવિવારની સાંજ સાથે બાગમાં કે સિનેમામાં.આમ એક દિવસ સરિતાનો સારો ‘મુડ’ જોઈ નટવર તેના હાથની માગણી કરી બેઠો. સરિતાતો લજામણીના છોડની માફક શરમાઈ ગઈ. તેનામાં નટવરની આંખમાં આંખ પરોવવાની પણ હિંમત ન હતી.પહેલી વાર નટવરે તેનો હાથ હાથમાં લઈ ચૂમ્યો.બસ પછી તો નટવરની મા દિકરાનું માગુ લઈ સરિતાને બારણે આવી.સરિતાના માતા અને પિતાને ખૂબ આનંદ થયો.દિકરી માટે યોગ્ય પાત્ર ઢુંઢતા હતા.’લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય’. તે ઉક્તિ બરાબર જાણતા હતા.

નટવર અને સરિતા લગ્ન પહેલાં એક બીજાનો પરિચય કેળવવા માગતા હતા. નટવર જાણતો હતો કે લગ્ન પછી સરિતા નોકરી ચાલુ રાખશે. તેને માતાને તથા પિતાને પણ માનસિક રીતે તૈયાર કરવાના હતા. લગ્ન ઉનાળાની રજાઓ સુધી લંબાવ્યા. જેથી તેમને લગ્ન પછી ‘હનીમૂન’ પર જવા મળે અને પાછા આવ્યા પછી સરિતા ઘરની બધી વ્યક્તિઓ સાથે હળીમળી શકે. નંદિનીતો ભણેલી ભાભી જોઈને ખુશ ખુશાલ હતી. તેને ભાભી પાસેથી ઘણું બધું શિખવું હતું અને જાણવું હતું. શરણાઈઓ વાગી, ઢોલ ઢબુક્યા ,વાજતે ગાજતે સરિતા પરણીને આવી. ખૂબ પ્રેમથી આવકારી

ઉનાળાની રજાઓ હતી તેથી હનીમૂન કરી ઘરકામમાં લાગી ગઈ. શરૂઆતના દિવસો હતા તેથી કામ કરવા કરતાં દરેકને સમજવાની કોશિશ કરતી હતી.નટવર ઘરમાં મોટો હતો અને ઉદાર દિલ ધરાવતો. સરિતાને જરા વિચિત્ર લાગ્યું પણ હકિકત સ્વિકારવી રહી.તેના ઘરનું વાતાવરણ અલગ હતું. ખેર, ધીમે ધીમે ટેવાઈ જઈશ કહીને મનને મનાવતી.શાળા ચાલુ થયા પછી સવારે વહેલા ઉઠી કામ કરાવી નિકળતી. સાત માણસના ઘરમાં કામ કદી ખૂટે નહી.ચાર છોકરાની મા હંમેશા કામમાં વ્યસ્ત રહેતી.તેને એમ કે વહુ આવશે તો ભાર હળવો થશે પણ એ શક્ય થયું નહી.મનમાં નિર્ધાર કર્યો ‘મારા રાજેન્દ્રની વહુ એવી લાવીશ જે મને ઘરકામમા હારોહાર મદદ કરે.’

ત્યાં વળી નંદિની માટે નડિયાદથી મનહરના ઘરનું માગુ આવ્યું. સુખી પરિવાર અને એંજીનયર થયેલો મનહર સહુને ગમી ગયો.નડિયાદમાં નાની એવી ફેક્ટરી હતી. મનહરનો વિચાર તેને વિક્સાવવાનો હતો. નંદિની પણ ભણેલી હતી જે પતિને મદદ કરવા તત્પર હતી. મનહર ફુટડો નવજવાન અને નંદિની તોફાની. નંદિનીની મારકણી આંખો અને અલ્લડતા મનહરને ખૂબ ગમ્યા. સંસ્કારી માબાપની દિકરી હતી તેથી સાલસતા ભારોભાર જણાઈ.

ત્રણ ભાઈઓની લાડકી બહેન. તેને ત્રણે ભાઈઓ હાથની ડોળી બનાવી માંયરામાં પરણાવવા લઈ ગયા. ઢીંગલી જેવી લાગતી નંદિનીના જવાથી ઘરમાં શાતિ પ્રસરી ગઈ. સરિતાએ સુંદર રીતે રજુઆત કરી’હું,તો છું હવે રાજેન્દ્રભાઈ પરણીને નવી ઢીંગલી જેવી દુલ્હન લાવશે. સહુ હસી પડ્યા અને વાતાવરણ હળવું ફૂલ જેવું થઈ ગયું.

દિકરીને વિદાય આપવી એ બહુ વસમું છે, પણ એ જ કુદરતનો ક્રમ છે. આપણી સંસ્કૃતિ એની સાક્ષી પૂરે છે.સુંદર સંસ્કાર પામેલી દિકરી સાસરે વિદાય થાય ત્યારે બે કુટુંબ ઉજાળે છે.માતા પિતાની ઈજ્જત ને ચાર ચાંદ લગાવે છે. તેમનું મસ્તક ઉન્નત કરે છે. માનો ખોળો અને પિતાનો સ્નેહ ત્યજી પતિનો હાથ ઝાલી તે વિશ્વાસના વહાણમાં નવા જીવનની શરૂઆત કરે છે. હવે તે પતિના જીવનમાં ઓતપ્રોત થઈ સહુને પોતાના બનાવે છે. સાસરિયાનો પ્રેમ સંપાદન કરી ધન્ય બને છે.

નંદિનીની વિદાય અસહ્ય બની. પિતાને થયું હવે ખરેખર હું પાંગળો થઈ ગયો. દિકરી બાપનો પડ્યો બોલ ઝીલતી. દરરોજ સવારે દાતણ કરવા બેસે એટલે લોટો પાણીનો ભરેલો તૈયાર હોય. નહાવાનું પાણી ચોકડીમાં મૂકે સાફ સુથરો ટુવાલ . પહેરવાના કપડાં , છત્રી, જોડા કશી વાતની ફિકર તેની માને ન રહેતી. દિકરી શું વિદાય કરી બધી જવાબદારી ‘મા’ પર આવી ગઈ ઘરના કામકાજમાં પણ ફેર પડ્યો. નંદિની ડગલે ને પગલે યાદ આવતી.ઘરમાં રાજેન્દ્રના પિતાનો ત્યારે અવાજ સંભળાય જ્યારે એ નંદિનીને બોલાવી કોઈ વસ્તુ માગે. હવે તો એ અવાજ જવલ્લે જ સંભળાતો.

રાજેન્દ્ર ક્યારે પરણે અને ઘરમા નંદિનીની ખોટ પુરાય તેની રાહ જોવાતી હતી.તેથી તો રાજેન્દ્રની નીરૂ સાથેની મુલાકાત વિધિનો સંકેત પુરવાર થયો.વાજતે ગાજતે નીરૂ આવી આજે તો દિકરા અનુજની ‘મા’ થઈ. આખા ઘરની સિકલ બદલાઈ ગઈ. રાજેન્દ્રની માના તેના પર ચાર હાથ હતા.નીરૂ પિયરમાં નાની હતી અને પિતાની લાડલી.તેમનું સઘળું કામ ખુદ કરતી. રાજેન્દ્રને પરણીને આવ્યા પછી ‘સસરાજીની’ બધી જવાબદારી ઉપાડી લીધી. રાજેન્દ્રની માને હૈયે ટાઢક થઈ. ચાર બાળકોને બાંધી આવકમાં ઉછેરવા એ કાંઈ ખાવાનાં ખેલ ન હતા. જુવાનીમાં હસતે મોઢે કરેલાં ઢ્સરડાં પ્યારથી કરતી. હવે, તેના શરીરે જવાબ દઈ દીધો હતો. નીરૂને બહાર નોકરી કરવી તેનાં કરતાં ઘરનું કામકાજ અને સાસુ સસરાની સેવા વધારે અગત્યના લાગ્યા. તેના સંસ્કાર અલગ હતા.તેને મન સાસુ અને સસરા પોતાની માતા તથા પિતાથી અદકેરાં લાગ્યા હતા. તેને થતું’ જો હું તેમની આંતરડી ઠારીશ તો ભવિષ્યમાં હું પણ ઠરીશ.’

રાજેન્દ્ર પોતાની નોકરીમાં ખૂબ સાવચેતીથી વર્તતો. સરકારી નોકરી અને ઢગલા બંધ ફાઈલોની વચ્ચે ઘેરાયેલો.બારિકાઈથી બધી ફાઈલો તપાસવી, તેનું વર્ગીકરણ કરી જુદ જુદા ખાતામાં આગળ કાર્યવાહી માટે મોકલવી. દરેકને સમય સર જવાબ આપવો. કાર્ય ખૂબ કુશળતા પૂર્વક પાર પાડવામાં તે એકદમ પાવરધો થઈ ગયો હતો.

તેનો નાનો ભાઈ નરેન્દ્ર શાળામાં હતો ત્યારે દરેક વર્ગમાંથી પસાર થવા માટે ઓછામાં ઓછા બે વર્ષ લગાડતો. રાજેન્દ્ર પૂછે ત્યારે હસીને કહે ” હું બધું બરાબર પાકું કરવામાં માનું છું.’રાજેન્દ્ર તેને વઢી શકતો નહી . હસી કાઢતો.મોટો નટવર સરિતાની ચઢવણીથી સ્વાર્થી થઈ ગયો હતો.તેમાંય પાછું નીરૂને પેટે અનુજ અવતર્યો અને તેના માન પાન વધ્યા જાણી સરિતા ઘણીવાર ઘરમાં ઝઘડા કરાવતી.

સંસાર છે ચાલ્યા કરે. બધી વસ્તુની હદ હોય.નટવરને સરિતા એમ સમજતાં કે તેમને લીધે ઘર ચાલે છે. બંને જણા અડધી કમાણી પોતાના ખાતામા જમા કરતાં. રાજેન્દ્ર અને નીરૂને નાનો બાળ અનુજ હોવાથી ઘરમાં પૈસા વધારે આપવાના. નીરૂ કામ પણ કરી શકતી નહી. પોતાના ખાનગી ટ્યુશન ‘યેન કેન પ્રકારેણ’ચાલુ રાખ્યા હતા. જેથી અનુજના ઉછેરમાં સગવડ રહે. રાજેન્દ્રની મા બધુ સમજતી

અને મુંગે મોઢે તેનાથી બનતી નીરૂની સગવડ સાચવતી. બાપા તો ‘માસ્તર મારેય નહી અને ભણાવેય નહી’. મુંગે મોઢે જીવતાં.

દાદા, પૌત્રને ખૂબ વહાલ કરતાં. રોજ નવી નવી વાર્તા કહે. સારું શિક્ષણ આપે. નીરૂ, રાજેન્દ્રના પિતા અને માતાના સહિયારા પ્રયાસે અનુજ ખૂબ સુંદર સંસ્કાર પામતો. તેના ઉછેરમાં આ ત્રણનો ફાળો અધિક રહ્યો.નરેન્દ્રને તો ભણવામાં જોર પડતું. એટલા ઓછા નંબરે શાળાના અંતિમ વર્ગમાં સફળ થયો કે કોઈ પણ કોલેજે તેને આવકાર્યો નહી. હવે શું? મોટો પ્રશ્ન કુટુંબની સમક્ષ આવીને ઉભો રહ્યો. ભલું થજો રાજેન્દર્ની સરકારી નોકરીને કારણે તેને થોડા સારા સંબંધો બંધાયા હતા. રાજેન્દ્રના કામકાજથી તેનો ઉપરી અધિકારી અને ઘણા અવારનવાર આવનાર વ્યક્તિઓ ખુશ રહેતાં. ન તો તે કામચોરી કરતો કે ન પૈસા ખાતો.’

તેની પ્રમાણિકતાને માટે લોકો એની પ્રશંશા કરતાં. એક વખત એક ભાઈની ‘ફાઈલ’ કેમ પાછી નથી આવી. તે જાણવા જ્યારે તેમની સાથે વાત નિકળી તો તેનાથી કહેવાઈ ગયું ‘મારો નાનો ભાઈ કોલેજ નથી ગયો અને નોકરીની તલાશમાં છે. ઈમાનદાર્છે.’પેલા ભાઈને રાજેન્દ્ર સાથે ઘણી વાર કામ પડતું તેથી તેમને વિશ્વાસ બેઠો. કહે મારે કરિયાણાની દુકાન છે.મારા પિતાજી ચલાવે છે. તેમને ગલ્લા પર કોઈ વિશ્વાસુ માણસની જરૂર છે.’ ગલ્લો એને જ સોંપાય જે હાથનો ચોખ્ખો હોય. નહી તો રોજ પૈસા ગલ્લામાંથી ગુલ થાય અને ખબર પણ ન પડે.’

રાજેન્દ્રએ કહ્યું ‘હું મારા નાના ભાઈને કાલે મોકલાવીશ. તે હિસાબ કિતાબ સરખો જાળવશે તેની હું ખાત્રી આપું છું. નરેન્દ્ર ગયો,તેને ભણવાનું ગમતું નહી બાકી તો એ હોંશિયાર જુવાનિયો હતો. બોલવે ચાલવે સામાવાંળાને આંજી શકે. સહુથી મોટો ગુણ હતો પ્રમાણિકતાનો!જો ગલ્લા (કેશ રજીસ્ટર) પર નોકરી મળે તો આ સદગુણ છે. ગલ્લા ઉપર રોજ સવારથી સાંજ સુધી થયેલા વેપારનો રોજમેળ મળવો જોઈએ.તે વ્યક્તિ ચોરી ચપાટી કરે તો બીજે દિવસે પાણીચું (નોકરી પરથી રજા) પકડાવે.

નરેન્દ્ર વાતચીતની ઢબ કરિયાણાની દુકાનના શેઠને પસંદ આવી. નોકરીતો ભાઈની ઓળખાણથી મળી. નરેન્દ્રને તો માથા પરથી છ મણનો બોજો ઉતરી ગયો. હાશ, હવે ચોપડાને સલામ. મહેનત કરીશ અને મારી નોકરીમાં આગળ વધીશ. નોકરીને પહેલે દિવસે જતાં પહેલાં જલારામ બાપાને પગે લાગવા ગયો. સાંજે પાછાં વળતાં એક કિલો પેંડા અને અનુજ માટે ખૂબ સરસ રમત લઈને ઘરે આવ્યો. માતા અને પિતાને પગે લાગી આશિર્વાદ માગ્યા. સહુની આંખમાં હરખના આંસુ ઉમટી આવ્યા. અનુજતો રમત જોઈને કાકુને વળગી પડ્યો. આમ પણ લાટસાહેબ ઘરમાં બધાને ખૂબ વહાલા હતાં.સરિતા અદેખાઈની આગમાં જલતી. તેનો ખોળો હજુ સુધી ખાલી હતો. તેને થતું ‘જલારામ બાપા મારા પર કેમ રિઝતા નથી. મેંશું પાપ કર્યા છે.’ હંમેશા ભૂલી જતી કે બે પૈસા કમાતી હતી તેથી ઘરનાં સહુની ઈજ્જત કરવામાં નાનમ અનુભવતી.નીરૂ સહુને પ્રેમ અને આદર આપતી.

નીરૂ કુટુંબમાં દુધમાં સાકર ભળે તેમ સહુની સાથે ભળી ગઈ હતી. રાજેન્દ્ર નીરૂ પર જાન છિડકતો. તેનો ફરવા હરવાનો સ્વભાવ દિનપ્રતિદિન જોર પકડતો. નીરૂ જાણતી ત્રેવડ ત્રીજો ભાઈ છે. હસીથી પોતાનો સાથ અને ફાળો આપતી.અનુજની જવાબદારી નિભાવવાની અને ઘરનાને ખુશ જોવાના. સાસુમા જોતા અને નીરૂના ખૂબ વખાણ કરતાં. તે પણ સરિતાને ઓછું પસંદ પડતું.નીરૂ ઘણી વાર કહેતી,’ભાભી , બાને માત્ર બે શબ્દો પ્રેમથી બોલો.. નટવરભાઈ સહુથી મોટા છે બાને ખૂબ વહાલા છે. ‘ સરિતા આંખ આડા કાન કરતી. તેને તો એમ જ હતું કે ‘નટવર મારો છે.’નીરૂ ચૂપ રહેવામાં ડહાપણ માનતી.

નરેન્દ્રને ગલ્લા નોકરીમાં મજા આવી ગઈ. કરિયાણાની દુકાન ખૂબ સરસ લત્તામાં હોવાથી સવાર સાંજ લોકો આવતા તે પણ જોવાની તેમની સાથે વાતો કરવાની મોજ માણતો. દરરોજ સવારે દુકાન તેણે ખોલવાની. જલારામ દાદાની છબી સામે દિવો અને અગરબત્તી સળગાવવાના.ઘરેથી નિકળીને તાજા ગુલાબના ફુલનો રોજ હાર લાવીને ચડાવવાનો. તેને આ બધું બહુ ગમી ગયુ.શેઠને પણ તરવરિયો જુવાન ગમ્યો.

નીરૂને ખૂબ આનંદ થયો. ઘણી વખત ઘરમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો નરેન્દ્ર કહેતો ‘ભાભી તમારો ધક્કો બચાવો હું રાતે આવીશ ત્યારે દુકાનેથી લેતો આવીશ.’ નરેન્દ્રના શેઠ જાતેતેનું બિલ બનાવતા જેથી પૈસામાં ગોટાળો ન થાય.નરેન્દ્રને સારા સંસ્કાર ગળથુથીમાં મળ્યા હતા.જેથી ઘરમાં શાંતિ રહેતી. સરિતા કોઈક વાર વાસણ ખખડાવતી. નટવર મોટેભાગે ચૂપ રહેતો. તેને ‘મા’ પર વિશ્વાસ હતો . તેથી કોકડું ગુંચવાય તે પહેલાં જ ઉકલી જતું.પિતાજી ઘરની વાતમાં કદી બોલતા નહી.

આજે રવીવાર હતો.નીરૂ અને રાજેન્દ્ર અનુજને લઈ રાણીબાગ ફરવા ગયા.જાતજાતનાં પક્ષીઓ,પ્રાણીઓ અને માછલી જોઈ અનુજભાઈ ખૂબ નાચ્યા. સહુથી વધારે એને વાંદરાના પિંજરા પાસે આવી. કેળું પણ ખવડાવ્યું.રાણીબાગમાં ફરતાં ફરતાં શીંગ,ચણા, વેફર્સ અને આઈસક્રિમ ખાવાની સહુએ મોજ માણી.રાજેન્દ્ર,નીરૂને કહે ‘કેટલો બધો વખત થઈ ગયો. આપણે ક્યાંય બહારગામ ગયા નથી.આ વખતે લગ્નની વર્ષગાંઠ પર હું અને તું એકલા નૈનિતાલ ફરવા જઈશું.’ અનુજ જો ‘બા’ પાસે નહી રહે તો તારી મમ્મીને ઘરે મૂકીને જઈશું. અનુજ હવે મોટો થયો છે. તેને રમવા માટે સાથીની જરૂર છે.’

નીરૂ એવી તો શરમાઈ ગઈ કે વાત જ નહી.તેને પણ મન હતું કે રાજેન્દ્ર સાથે સમય પસાર કરે. ઘરકામ, અનુજ અને ખાનગી ટ્યુશન સમય ક્યાંથી કાઢે? રાજેન્દ્રનો આ પ્રસ્તાવ વધાવી લીધો.વાત રાજેન્દ્રએ બા સમક્ષ મૂકીને મંજુરી મેળવી લીધી.બાને તકલિફ ન પડે માટે અનુજને નાના અને નાનીની પાસે મૂકવાનુ ઠેરવ્યું.

નરેન્દ્રને નોકરી ફાવી ગઈ.કોને ખબર હતી સાથે સાથે છોકરી પણ મળશે? શેઠની દિકરી પણ ભણવાની ચોર હતી. રોજ દુકાને આવતી ,સરસામાન ગોઠવવા લાગતી. ભાવની ચિઠ્ઠીઓ બનાવતી. નરેન્દ્રના આવ્યા પછી તેના આંટા ખૂબ વધી ગયા હતા. શેઠની ચકોર આંખો આ ન પકડી શકે તો જ નવાઈ લાગે. નરેન્દ્ર પર તિક્ષ્ણ નજર રાખતા.તેમને નરેન્દ્ર બધી રીતે ગમ્યો હતો. બંને જણા ભણવાનું પસંદ નહોતા કરતાં.તેથી તેમને દુખ થતું. ભણતર માત્ર જીવનમાં કમાવા માટે જ નથી.

જ્ઞાન તો અમાપ શક્તિ છે.તેનાથી માનવીની વિચાર શક્તિ વિકસે છે. સમઝ આવે છે. સાચા ખોટાની પારખ કરવાની શક્તિ ખીલે છે. પોતાની દિકરી ભણવામાં જરા ઢીલી (ઠોઠ) હતી તે જાણતા હતા. બાકી કામકાજમાં અને બીજી બધી રીતે પાવરધી હતી. દેખાવમાં તો ભગવાને પાછું વળીને જોયું ન હતું. શેઠને નરેન્દ્ર જચ્યો હતો. તેના આવ્યા પછી તેમની દિકરી અવાર-નવાર કોઈ ને કોઈ બહાને દુકાને આવતી. તેણે પૈસા તો આપવાના હોય નહી છતાં ગલ્લા પાસે જઈ ઢંગધડા વગરની વાતોમાં નરેન્દ્ર સાથે સમય ગુજારતી. શેઠ જોતા અને આંખ આડા કાન કરતાં.

નરેન્દ્રને પણ તેના નખરા ગમતા. શેઠની દિકરી હતીતેથી ખૂબ સાવચેતી પૂર્વક વર્તન કરતો. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ઈમાનદારી અને પ્રમાણિકતા સમય આવ્યે તેની કિંમત ચૂકવે છે. એક દિવસ શેઠે દાણો ચાંપી જોયો. રાતનો સમય હતો. ઘરાકી જરા ઠંડી હતી. આમ પણ શિયાળાની ઋતુમાં લોકો સાંજના છ વાગ્યા પછી બહુ જણાતા નહી.

શેઠે નરેન્દ્રને કહ્યું દુકાન વધાવી લઈએ. હવે કોઈ ખાસ ઘરાક આવીવું લાગતું નથી. રોજમેળ મેળવ્યો. બધો હિસાબ બરાબર કરી નરેન્દ્ર ગલ્લાની ચાવી આપવા લાગ્યો. શેઠે કહ્યું, “એક વાત પૂછવી છે. હવે ભણવાનો ઈરાદો નથી તો પછી અંહી કાયમ તમને ગમી ગયું હોય એવું મને લાગે છે. ભવિષ્યનો શો વિચાર છે? “

નરેન્દ્ર ઈરાદો ન સમઝે એવો નાદાન ન હતો

સંસ્કાર () વિજય શાહ

રાજેન્દ્ર વકીલની ઓફીસમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો તેથી સમયાંતરે પગાર ઉપરાંત અસીલ પાસે થી દીવાળી અને બક્ષીસ તો મળતી જ..ને ખાસ કરીને વિદેશી અસીલ તો અમેરિકન ફ્રેગ્રન્સ અને ભેટ મળતી રહેતી.

તે દિવસે એક અસીલ વકીલ સાથે વાતો કરતો હતો..” યાર! અમેરિકા જવું એમા તો શી ધાડ મારવાની? કોઇ અમેરિકન છોકરી સાથે લગ્ન કરો અને તેના આધારે પહોંચો અમેરિકા..ત્યાં જઇને તેની સાથે ના રહેવુ હોય તો કાગળીયા મળી જાય એટલે આપી દો છૂટા છેડા..અહીના જેવું ત્યાં હરગીઝ નથી કે વરસોના વરસો નીકળી જાય..

વકીલ કહે ” તમે કહોછો તેટલુ સરળ અને સીધુ હોત તો અરધુ ભારત ત્યાં હોત…”

” તે છે જ ને.. આ પટેલીઆઓ તો આજ કરે છે ને? એક મોટેલ લીધી અને આવો એક વેઠીઓ કે વેઠીયણ તે ચલાવવા માટે લઈ આવે..વેઠિઓ રૂમો બનાવે અને દીકરીઓ સ્વચ્છંદતા ભર્યુ કે મનમૌજી જીવન વીતાવે.”

વકીલ અને તેના અસીલની વાત આગળ ચાલી..પેલા ભાઇ છેલ્લે હસતા હતા.. કે આવુ બધા લોકો માને છે પણ ખરેખર એવું નથી ત્યાં કાયદાને ઘણું માન છે અને અહીં ના જેવું લાંચ લેતા પકડાઇ ગયોને લાંચ આપીને છુટી ગયો એવું પણ નથી. લોકો આવી વાતો કરે પણ ખબર કે લાખ રૂપિયા ખર્ચીને આ બધુ ચકાસવા અમેરિકા કોણ જ્વાનો છે. જોકે આ બધી વાતો રાજેન્દ્રએ સાંભળી નહોંતી અને આમેય માણસ ને જેટલું સાંભળવુ હોય તેટલું જ સાંભળે છે ને….

વકીલને ત્યાં પેલા ભાઇ તેમનું ટેક્ષ એક્ષેમ્પ્શન લૈને નીકળી ગયા પણ રાજેન્દ્રને વિચારોનાં ચક્રાવામાં નાખી દીધો. એક ડોલર નાં ૫૫ રૂપિયા મળે કલાકનાં ૮ ડોલર મળે એટલે દિવસ્નાં ૬૪ અને મહીના ના ૨૦ દિવસ પણ કામ કરોતો ૧૨૮૦ ડોલર મળે રૂપિયાની ભાષામાં ૫૯૪૦૦ રુપિયા…આ રીતે વરસ પણ રહીયે તો ૧૫૦૦૦ ડોલર મળે અને તેમાથી ૧૦૦૦૦ ડોલર પણ બચાવીને મોકલીએ તો ૬ લાખ રુપિયા થાય..

આ વકીલને ત્યાં આખી જિંદગી નોકરી કરીયે તો પણ આટલી બચત ના થાય…

મને ફરીથી નિઃસાસો નાખ્યો…હવે આ ઉંમરે મને કોન પરણે..૩૬ તો થયા અને નીરુ અને નાનકો..એમને કોણ જાળવે? આપણે તો તેઓ ને સુખી જોવાના અને દ્રાક્ષ ખાટી છે નાં ગીતો ગાવાના… ચોક્કસ ગયા ભવે થોડા પૂણ્યો ઓછા કરેલા તેથી અહીં જનમ્યા…ચાલ રે જીવ હાથે તે સાથે.. પરિઓની કલ્પનામાં જે સાથે છે તેને ઓછું તરછોડાય?

પણ કોણ જાણે તેના જીવને અમેરિકા નામનો ચુંથારો તેના મનમાં ઘર કરવા માંડ્યો હતો..

નીરુ એ બે ત્રણ વાર પુછ્યુ તમને શરીરે અસુખ છે? કશુ કરી આપુ?

” ના મને ઠીક નથી લાગતુ” એમ કહીને મોં ફેરવીને તે સુઇ ગયો…આમેય મન જ્યારે અપેક્ષા પ્રચુર થાય ત્યારે શરીરે અસુખ થાય તે તો સહજ છે. એર કંડીશન મકાનો..ચમક્તી ગાડીઓ અને માઇલો લાંબા મોલ તેને દેખાતા હતા..ચલચિત્રોમાં જોયેલી અમેરિકન નગરી ન્યુ જર્સી તેને બોલાવતી હતી..

મન ના આ વિદ્રોહ સામે હૈયુ ટાઢા બોળ ચાબુકો મારતુ હતુ.. “લો ૫૫નાં ધોરણે સરવાળો તો કરી નાખ્યો અને ધારી પણ લીધું કે ત્યાં નોકરી યે મળી ગઈ…પણ ત્યાં પાઊં અને ચા ખાવા માટે ૧૧૦ રુપિયા આપવા પડશે રુમમાં રહેવા માટે ૩૦ ડોલર રોજ ના દેવા પડશે. એટલેકે ૧૬૫૦ રુપિયા આપવા પડશે જરા હિસાબ માંડો રાજુભાઇ કેટલા બચશે અને કેટલા ભારત મોકલાવશો? અને નોકરી કરવા કાર અને પેટ્રોલ કેવી રીતે કાઢશો?

આકાશે ઉડતા મનને પોતાની પાંખોનાં ફફડાટ કરતા પગે બંધાયેલા કાચબાનાં પગનો અહેસાસ થયો એટલે મોટો નિઃસાસો પડ્યો. નીરુ રાજેન્દ્રને નિઃસાસા નાખતા અને પાસા ઘસતાં જોઇને બોલી

“તમે આજ અનુજને રમાડ્યો નહીં તેથી રાત્રે તમને શોધતો હતો…”

“હા આજે ઓફીસમાં કામ બહુ જ હતુ..અને શરીરે ઘણું જ અસુખ હતુ.”

નીરુ રાજેન્દ્ર નાં પગ દબાવવા માંડી કે જેથી તે શાંતિ થી સુઇ શકે. રુમનો પંખો વધુ ઝડપે ફરતો ત્યારે અવાજ આવતો અને એ અવાજે નિંદર ઉડી જતી…ન્યુ યોર્કની સ્ટ્ચ્યુ ઓફ લીબર્ટી તેને લલચાવતી. તેના મનમાં તો થઇ જ ગયું હતું  કે પૈસાનો મેળ પાડુ અને પાંચેક વર્ષ ત્યાં જઈ લાખોમાં રુપિયા બચાવીને પાછો આવુ જેથી ઘર આખુ ઉંચુ આવે..

હ્રદયે સટ્ટાક દઇને મન ને તમાચો મારતા કહ્યું.. “ઘરને ઉંચુ લાવવું છે કે તારે મઝા કરવી છે હેં? શરમ નથી આવતી નીરુ અને અનૂજને એકલા મુકી ને તારે ન્યુ યોર્ક જવું છે? ઘરડા માબાપ જેમને તમારા સહારા અને હૂંફની જરૂર હોય ત્યારે જલસા મારવા છે?ત્યાં ઊંચા એવા લોકો આવે કે જે ભણેલા ગણેલા હોય અને ત્યાં શરીર અને મનને કસવા તૈયાર હોય,,ને તું શું છે.એક વકીલની ઓફીસનો ધક્કા ધુક્કી કરતો મામુલી ગુમાસ્તો…

હ્રદય અને મનની અવઢવ ત્યારે શાંત થઇ જતી  જ્યારે તે કંટાળી ને કહેતો અત્યારે ક્યાં ધમાધમ કરો છો ભેંસ તો હજી ભાગોળે છે…જ્યારે કોઇ ડાઇવોર્સી અમેરિકન કન્યા મળે ત્યારે વિચારશું

જીવન નો પ્રકૃત્તિ દત્ત એવો નિયમ છે જ્યારે તમે સાચા દિલથી ખરું કે ખોટું વરંવાર એક જ માંગણી કર્યા કરો તો તે સત્ય થતી હોય છે અને તેનો ફાયદો કે નુકસાન પણ આપીને જ રહે છે. આ જ કારણે સંતો હંમેશા સૌનું કલ્યાણ વાંચ્છવા કહે છે ત્યારે સંકુચીત મનનો માનવી પોતાના સુખો માંગતો હોય્છે..તે તેનેમળે તો છે જ પણ તેની કેટલી કિંમત ચુકવે છે તેની ખબર તો જ્યારે તે કિંમત ચુકવાય ત્યારે જ સમજ પડેછે.

તે દિવસે ઓફિસમાં ડોલી રાણા આવી..વકીલ સાથે વાતો કરતા કરતા એ બોલી પણ ખરી કે તેના છૂટા છેડા રુબી સાથે થઇ ગયા છે અને નાનો ડિકિન્સન મારી પાસે છે.. કોઇ સારો મુરતિયો હોય તો મને કહેજો જે અમેરિકા આવવા તૈયાર હોય…

રાજેન્દ્ર તો જાણે તેની તપસ્યા ફળી હોય તેમ ડોલી પાસે દોડી જવાની ઇચ્છા થઇ.

ઓફિસમાં થી બહાર નીકળતી ડોલીને તેણે ધ્યાન થી જોઇ.. પિતા ભારતિય અને માતા અમેરિકન હોવાથી વર્ણશંકર હતી તેથી સુંદરતા ભરપુર હતી..મેક અપ પણ વ્યવસ્થિત હતો. ડોલીની નજર રાજેન્દ્ર જે રીતે તેને જોતો હતો તેના પરથી પામી ગઈ હતી કે આ એનો વેઠીયો છે..આમતો તેણે સીધુ જ જવાનું હતુ પણ તે થોડુંક પાછી વળી અને રાજેન્દ્ર પાસે કાગળિયા આપતા કહ્યું..” વકીલ સાહેબ મારા કાગળીયા આપે તો મને આ સરનામે પહોંચાડશો?” ” ભલે..તમારો ફોન નંબર પણ આપશો કે જેથી હું કાગળો લઇને આવુ તે પહેલા તમને જાણ કરી શકું.

ડોલી જાણી જોઇને તે કાગળ ઉપર ફોન નંબર લખવા નીચી નમી કે જેથી રાજેન્દ્ર તેના સુડોળ શરીરને જોઇ શકે…તે સમજી તો ગઇ જ હતી કે રાજેન્દ્ર કાગળો લઇને આવશેજ અને જવાનું નામ નહીં લે.

*****

ત્રણ દિવસે તેના પિતાનું ઘર વેચી ને તે અમેરિકા જવાની હતી..આ કાગળો તેને તેના બાપાની મિલકત ના ભાગ સ્વરૂપે મળી હતી અને રાણા સાહેબનાં નિધન ને છ મહિના થઇ ગયા હતા.

વેચાણ બાદ જે ટેક્ષ ભરવાનો હતો તે અંગે વકીલ સાહેબની સલાહ લેવા તે આવી હતી. રાજેન્દ્ર તે કાગળીયા બહુ ધ્યાન થી જોઇ ગયો હતો અને એ પહોંચાડવા એણે ફોન કર્યો.

“હેલો”

“ડોલી બેન રાણા સાથે વાત થશે?” અંદરથી તો તેને બેન શબ્દ વાપરવો જ નહોંતો..

”   હા આપ કોણ?” ડોલીનો અવાજ સાંભળી એક ક્ષણ તેનું હૈયુ થડકારો ચુકી ગયુ…

” હું રાજેન્દ્ર બોલું છું. હું વકીલ સાહેબે આપેલા કાગળીયા  પહોંચાડવા આવું છું”

” તમે અત્યારે નહીં સાંજે ૭ વાગે આવી શકો? હું અત્યારે બહાર જવાની  છું.”

” મારે ઘરે જવાનું હોય છે  અને પછી ત્યાં થી આવું તો થોડુ મોડુ થઇ જાય તો ચાલે?”

” હા પણ ઓફિસ થી સીધા આવો તો કેટલા વાગે અવાય?”

” ૫.૦ વાગે”

” ભલે આપ આવો સાથે કોફી પીશું…”

” ભલે”

રાજેન્દ્રને પાંચ ક્યારે વાગે તેની રાહ જોતો હતો અને વરંવાર મન ને રોકતો હતો… આ તક છે મારે એને મારા મનની વાત કહેવી છે. જો તે મને લગ્ન કરીને લઇ જઇ શકે તો?

બીજી બાજુ હ્રદય વારં વાર ઠપકારતુ  હતુ ..પહેલી મુલાકાતે આવી વાતો કરીશ તો મુર્ખો સાબિત થઇ શ અને જો વકીલ સાહેબને તે ફરિયાદ કરશે તો નોકરી પરથી પણ જઇશ.

આખરે ઘડીયાળે સાડા ચારનો આંકડો બતાવ્યો અને સ્કુટર શરુ કર્યુ…પાંચનાં ટકોરે ડોલી નાં ઘરે બેલ માર્યો

સાત વર્ષનાં ડીકીન્સને બારણું ખોલ્યુ. ” મોમ રસોડામાં છે કમ ઇન પ્લીઝ!”

ત્રણ બેડરુમનું સરસ મકાન હતું

તે ઘરમાં આવ્યો અને સોફા ઉપર બેસીને રાહ જોતો હતો. અમેરિકા જ્યાં ત્યાં ભીંત ઉપર ડોકીયા કરતું હતું.. ડોલી અને ડિકિન્સન ના બે ફોટા હતા બાકી ફર્નીચર આછુ હતુ..ઘણું વેચાઇ ગયુ હતુ.

ઘેરા લીલા રંગનો સલવાર  પહેરીને એક ટ્રેમાં બે કપ કોફી અને બીસ્કીટ લઈને ડોલી દાખલ થઇ. તેનો કોન્ટ્રાસ દુપટ્ટો તેને વધુ આકર્ષક બનાવતો હતો.

” સોરી તમને રાહ જોવી પડી”

” ના વાંધો નહીં..આપ બેસો એટલે પેપર તમને સમજાવી દઉ.”

” હા થશે. પણ પહેલા કોફી તો લો.”

“સારુ” કહી કોફી હાથમાં લઇને તબીસ્કીટને ન્યાય આપવા માંડ્યો.

ડોલીએ વાતની શરુઆત કરતા પુછ્યું ” તમને ઘર શોધતા તકલીફ નથી પડીને?”

” નારે ના.. આ વિસ્તાર મારો જાણીતો છે ” કોફીનો છેલ્લો ઘુંટ પીતા રાજેન્દ્રએ પ્રતિભાવ આપ્યો.

થોડાક મૌન પછી રાજેન્દ્રએ કાગળીયા કાધી ડોલી ને સમજાવવા માંડ્યું કે તેમણે કેટલો ટેક્ષ ભરવાનો છે અને વકીલ સાહેબે તેમને ક્યાં ક્યાં ટેક્ષ બચાવી આપ્યો છે.

થોડાક સમય પછી ડોલીએ પુછ્યુ ” રાજેન્દ્ર કહું તો ચાલશેને? કદાચ મારાથી તમે નાના છો.. ”

“મને ૩૬ થયા..

“ઓહ તો તો તમે મારાથી બે વર્ષે મોટા છો.”

” તમારો ડિકિન્સન તો સાત વર્ષ નો છે..’

” હા અમેરિકામાં ૨૦ વર્ષે રુબી સાથે લગ્ન કર્યા..અને ડિકિન્સન પાંચ વર્ષ બાદ જન્મ્યો”

” એટલે તમે ૩૨ વર્ષના છો એમ કહોને?”

” હા અને એટલે તમે મને તુંકારે બોલાવશો તો ચાલશે.”

રાજેન્દ્ર  પોતાની રામ કહાણી શરુ કરવા જતો હતો ત્યાં ડોલી ઉભી થઇ અને કપ અને નાસ્તાની પ્લેટ લઇને અંદર રસોડામાં મુકવા જતા જતા બોલી.. તમને વાંધો નહો તો થોડું રોકાશો? મારે તમને  થોડીક ઇતર વાતો પણ કરવી છે.

રાજેન્દ્રને તો બત્રીસે કોઠે દિવા થયા.. તે ડોલી સાથે વધુ વાત કરી તેના મનમાં ચાલતી રૂડી અમેરિકા ગમન ની શક્યતાઓ વિશે જ વિચારતો હતો.

ડોલી અંદરથી આવી અને એક પ્લેટમાં ઘારીનાં બે ટુકડા લઇને આવી..તેનું મગજ તેના વેઠીયાને વધુ સપનાઓની દુનિયામાં લઇ જવા માંગતી હતી.

ઘારીનાં ટુકડા ટેબલ પર મુકતા તેણે વિવેક કર્યો..”તમે તો શરમાઓ છો..અને વળી જમવાનાં સમયે નાસ્તો? હુંય મુઈ અમેરિકા જઇને અહીં નાં નિયમો ભુલી ગઇ”

“ના ના એવી કંઇ જરર નથી. મારે પણ જવાનું છે” ઠાલો વિવેક કરતા તો કરી દીધો પણ એક ક્ષણમાં એવું લાગ્યું કે ભૂલ થઇ ગ ઇ”

” જુઓ હું તો તમને રાજેન્દ્રજ કહીશ..અમેરિકામાં તો બધાજ નામ થી બોલાવે.. ભાઇ અને બહેન નાં વળગણો ત્યાં લગતા નથી સમજ્યા?”

” હા ભલે મને કોઇ વાંધો નથી ડોલી”..કહી તેણે પણ બેન નાં સંબોધન ને નકાર્યુ.

ડોલી એ આ વાતની નોંધ લીધી…

તેણે વાતની માંડણી કરવા ન્યુ યોર્ક્ની વાત શરુ કરી..” તમ કદાચ નહી માનો પણ આપણા સુરત કરતા ન્યુ યોર્ક  ઘણું મોટું હશે..કદાચ વડોદરા થી વલસાડ સુધી …”

રાજેન્દ્ર ધ્યાન થી સાંભળતો હતો. તેને આ એક સારો સંકેત જણાતો હતો..તેનું મન એક પ્રકારના સુખની ભાવના થી તરબતર થતું હતું.

તેણે કહ્યું..”થોડીક વધુ વાતો તમારી જિંદગીની કરોને?”

“રાજેન્દ્ર મને તમારો સ્વભાવ સાલસ અને સરળ લાગ્યો તેથી ઘરે આવવા દીધા. હુંતો ભારતમાં પણ રહી છું અને અમેરિકામાં ભણી ગણીને મોટી થઇ તેથી બંને સંસ્કૃતિ થી હું વાકેફ છું.

“બરોબર તમને અમેરિકા રહેવાનું ગમે છે તેથી તો અહીં નું વેચી સાટીને ત્યાં જાવ છો તો મને કારણ આપશો ત્યાં જે છે તેમાંનું અહીં શું નથી?”

અરે ઘણું બધું ત્યાં જે છે તેને અહીં આવતા વરસો જતા રહેશે…આ દેશમાં જે ભ્રષ્ટાચાર છે તેનો અંશ માત્ર નથી. સોંઘવારી તો એટલી છે કે જેની વાત જ નહીં.. ઉત્તમ અનાજ, ઉત્તમ પીણા અને ત્યાં ની તક્નીકી વાતો કરું તો મગજ કામ નહીં કરે..ચા કોફીનાં વાસ્ણો એવા કે જ્યારે જોઇએ ત્યારે તે તૈયાર મળે..અહી ની જેમ ઉકાળો ગાળો અને પછી પીઓ એવું નહીં..ચકલી ફેરવો અને પીવા જેટલા તા્પમાનમાં ચા તૈયાર.

ડોલી રસોડાની વાતોમાં બહુ રસ નથી પણ સામાન્ય જન જીવન કેવું?

એકદમ સરસ..અરે રોડ સાફ કરતો માણસ પણ પોતાની ગાડીમાં આવે અને મોવ કરવા વાળો પણ પોતાની ગાડીમાં આવે.. અને ગાડીઓ પણ કેટલી સસ્તી..આમ જુઓ તો મજા જ મજા છે.

ડોલીને રાજેન્દ્રનું ભોળપણ ગમી ગયુ હતુ તેથી તે વધુ અને વધુ તેને અમેરિકાની વાતો કરી લલચાવતી હતી. ભૌતિક સુખો..દરેક વસ્તુઓનાં મશીનો કપડા ધોવાનું મશીન…વાસણ ધોવાનું મશીન ઘરો આખ્ખા એરકંડીશન..પરસેવાનું તો નામ માત્ર નહીં. રસ્તા અહી ના કરતા ૩ ગણા મોટા અને ચોખ્ખાઇ તો અઢળક. ત્યાં જે રહેતા હોય તે આ સુખ સમજે અને માણે ખખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાણે?

ડોલી લળી લળી ને અને ચઢી વગાડીને વાત કરતી હતી તેથી રાજેન્દ્ર સાંભળતો હતો અને તક શોધતો હતો કે તે તેના મનની વાત તેને કરે….

એ તક આવી ત્યારે તેણે તેના મનમાં રહેલા તો ને બહાર કાઢ્યો..

” ડોલી તુ કહે છે તેમ અમે તો ખખરાના..અમને કોણ સાકરનો સ્વાદ ચખાડે..વળી માથે જવાબદારી દીકરો અને વહુ..મા બાપ..ેટલે અમારે તો ખાલી ન્યુ યોર્ક ચિત્રપટ પર જ જોવાનું ને?

“કેમ એમ બોલ્યા?”

તો શું? તમે સ્વર્ગની વાતો કરી અને અમને તો તે સ્વર્ગે જવા નહી મળે તેમ વિચારીને બળવાનું જને?

ડોલી જોઇ ગઇ હતી રાજેન્દ્ર તેની સાથે અમેરિકા આવવા તૈયાર થઇ રહ્યો હતો.

તેણે તેનો દાવ ફેંક્યો.. તમે પરણેલા છો તેથી શું કહું બાકી હું તો તમને જ લગ્ન કરીને લઇ જાત.

” ના .. ના હું ક્યાં પરણેલો છું?” પરાવર્તિ ક્રિયાથી તે બોલી ઉઠ્યો

હવે ચમકવાનો વારો રાજેન્દ્રનો હતો તે જુઠ્ઠુ આટલી સહજતા થી બોલી જશે તેની તેને કલ્પના પણ નહોંતી.   ઘડીયાળ ૯નો ટકોરા પાડતા હતા…

તેણે જવું જોઇએ.. પણ મંઝીલની આટલી નજીક આવીને પાછો વળી જાય તે રાજેન્દ્ર નહીં…તેણે વાતને આગળ વધારતા કહ્યું લગ્ન એક જ રસ્તો છે? બીજી કોઇ રીતે અમેરિકા ના જવાય?

“જવાય ને પણ તે રીતે વીઝા આવતા વરસો વહી જાય…ત્યાં સુધી ઘરડા પણ થઇ જવાય અને મારી પાસે એવો કોઇ સમય પણ નથી કે નથી એટલી ધીરજ.”

મને લાગે છે કે હું ભાખરી અને શાક બનાવું ત્યાં સુધી તમે વિચારો તમે શું કરી શક્શો?

ડોલી રસોડામાં ગઇ અને રાજેન્દ્રએ ફોન કરી નીરુ ને કહ્યુ.. મને ડીનર મીટીંગ છે તેથી જમવાનો નથી તુ જમી લેજે.

ઘારીનો ભાર હજી હતો પણ વધુ વાત કરવાની લાલચે રાજેન્દ્ર ઘરમાં બેસી રહ્યો..ડિકિન્સનને જમાડી બે પ્લેટ માં ભાખરી બટાટા નું રસાવાળુ શાક રાઇતુ અને દહી લઇને ડોલી આવી.અને  ડાઇનીંગ ટેબલ ઉપર રાજેન્દ્ર ને બેસાડીને પુછ્યુ..” વાત બહુ ઝડપથી આગળ વધી રહી છે તેવું લાગેછે ને?”

“ના ના..એમતો નહીં તમે અને હું બંને પુખ્ત છીયે અને બંને ને ખબર છે કે બંને ને શું જોઇએ છે તેથી વાત આગળ વધે છે.

કાલે ફરીથી વાતો કરીશું કહીને રાજેન્દ્ર ઘરે જવા નીકળ્યો.

ડોલી નીરાશ વદને ઘર બંધ કરી તેના રુમ માં ગઇ

સંસ્કાર () વિજય શાહ

રાજેન્દ્ર ઘરે જઇને બેઠો અને દુધ લઈને નીરુ આવી. તેના થી મનમાં સરખામણી થઇ ગઈ.. ક્યાં નીરુ અને ક્યાં ડોલી?  બહુ મોટી ભુલ થઇ ગઈ નસીબમાં ડોલી છે પણ તે પહેલા આ ડોબુ જિંદગીમાં આવી ગયુ.. અને પાછો તેનાથી અનુજ પણ થઇ ગયો..નીકળવાનો કોઇ જ રસ્તો નહીં.

” બહુ થાકી ગયા છો?”

” હા. અને હમણા માથુ મારુ ફાટ ફાટ થાય છે તેથી અનુજ ને લઇને નીચે સુઇ જજે”

રાજેન્દ્ર આટલો તોછડો તો કદી નહોંતો પણ નીરુ ઇશારો સમજી ગઈ અને નીચે પથારી કરવા માંડી.

રાત આખી રાજેન્દ્ર પડખા ફરતો રહ્યો..નીરુ તો આખા દિવસનાં ઢસરડા થી થાકેલી હતી તેથી તે તો પડતાની સાથે જ સુઇ ગઈ.

તે એક સાથે કેટલા લોકોનો દ્રોહ કરતો હતો..ઘરડા મા બાપ અનુજ અને નીરુ..પણ ન્યુ યોર્ક જવાની તક્ની સામે તેને લાગતુ હતુ કે આ બધા બંધનો છે.. માબાપને તો ઠીક છે બે ભાઇઓ જાળવશે પણ અનુજ ને? નીરુ ને?

તેનુ મન તેને ઉશ્કેરતુ હતુ અને હ્રદય ટાઢા બોળ ચાબખા મારતુ હતુ.. તેના મા બાપે જે સંસ્કર આપ્યા હતા તેના થી વિપરીત જવા તેનુ મન થનગની રહ્યું હતું.

આખરે હ્રદય ચુપ થઇ ગયુ..અમેરિકાનાં ચળકાટો, ડોલર નાં રુપિયા સાથેનાં ગુણાકારો અને મોટી મસ ગાડીઓ નાં પ્રલોભનો જીત્યા..વહેલી સવારે કલાકેક્ની નિંદર કરી તે મંદિરે રોજની આદત મુજબ પહોંચી ગયો. ગણપતિની મુરતી પાસે ઉભા રહીને તેણે કહ્યું બાપા રુપાળી કાયા અને ડોલરની માયા ને તાબે થઉં છું..મન અને હ્રદયની લઢાઇમાં મન ને જાતે મેં જીતાડ્યુ છે…

હ્રદયે ગણપતિબાપાની સામે બળવો કરતા કહ્યુ .. અલ્યા વિચાર તો કર ગવર્ન્મેંટની પેન્શન વાળી નોકરી છોડે છે તેનો અર્થ સમજાય છે?

ત્યાં મળનારા ડોલર હું અહીં લાવીશ તો તેના વ્યાજ્માં થી પેન્શન તો આરામથી નીકળી જશે.

હ્રદય ફરીથી જોરથી ધબક્યુ.. “ફટ રે ભૂંડા તારુ ધારેલુ ત્યાં કશું ના થયું તો?”

મન કહે છે ” ના કેમ થાય? કાયદેસર જઉં છું” ત્યાં નહીં ફાવે તો અહીં પાછું ક્યાં નથી અવાતુ?”

સવારના આઠ વાગ્યાનાં સુમારે તેણે ડોલી ને ફોન કર્યો.

નવ વાગ્યે ફોન કર્યો

દસ વાગે ફોન કર્યો ત્યારે ડોલીએ ફોન ઉપાડ્યો.. આખી રાત તે સુઇ શકી નહોતી તેથીઆગલા ફોન ઉંઘમાં ગયા  અને પુછ્યુ..” કેમ ફોન કર્યો હતો?”

” એ જણાવવા કે આજે થોડુ વહેલુ મળય? હું “રસરાજ” હોટેલનું ટીફીન લઇને આવીશ.”

ડોલી સહેજ મલકી અને કહ્યું સારુ ૧૨ વગે આવ.

આમેય એ આજે સ્ત્રીયા ચરિત્ર માટે તૈયાર હતી.. આવી કેટલીય ડેટ અમેરિકામાં કરી હતી.. અને આ તો આંધળુ કબુતર…

ડિકિન્સન વીડીયો ગેમ રમતો હતો.. જાતે દુધ અને સીરીયલ ખાઇ લીધા હતા.

બારનાં ટકોરે રાજેન્દ્ર ” રસરાજ”નું ટીફીન લૈને આવ્યો.ત્રણ ફરસણ બે મીઠાઇ ત્રણ શાક અને દાળ ભાત છાસ અને શિખંડ હતા. ડોલી એ આજે ધ્યાન રાખીને થોડા ખુલ્લા વસ્ત્રો પહેર્યા હતા.

હસતા હસતા ડોલી બોલી “રાજેન્દ્ર  મારા જવાના દિવસ સુધી ખાવાનું ખૂટવાનું નથી”

” ક્યારે જવાનું છે?”

“જેટલું જલ્દી જવાય તેટલું”

” સારુ, કાલે આખી રાત મને તેં સપના બતાવીને હવામાં ઉડડ્યો.. પણ આજે માંડીને વાત કર.. તારા વિશે.. તારા રોબી વિશે..તારી ત્યાંની જીવન પધ્ધતિ અને આવકો વિશે”

” જો રાજેન્દ્ર! મારુ અમેરિકાથી અહીં આવવાનું મૂળ કારણ તો હું તને કહીશ પણ પહેલા એક ખુશ ખબર સાંભળ. આ મકાને મને અમેરિકામાં નવી જિંદગી આપી છે મારી ધારણા કરતા બમણા ભાવે તે વેચાયુ અને તે પૈસા થી રોબીનો ફ્લેટ હું રાખીશ અને તેને કાઢી મુકીશ..”

” શું કહે છે તુ આ બધુ?”

“હા.. તેણે મારા પર શું જુલમો કર્યા છે તે વાત કરીશ ને તો તુ ધ્રુજી જઇશ.”

” હા મારે તે બધી વાતો જાણવી છે.” રાજેન્દ્ર બોલ્યો.

ડોલીનું મગજ ઝડપથી ચાલતુ હતુ.. આજે રાજેન્દ્ર ભોળો નહોંતો લાગતો.. પણ પાકો ગણતરી બાજ દેખાતો હતો. પણ વાતો કહેવાની તો હતી જ તેથી તેણે તે પોતે ત્રાસનો ભોગ હોવાની વાત શરુ કરતા તેને વાગેલી ગોળીનાં ડાઘા બતાવવા પગ ઉંચો કર્યો અને ડાબી જાંઘમાં મોટુ રુઝાઇ ગયેલું ચકામુ બતાવી ને વાત ની શરુઆત કરી

રોબીને હું ગળા ડુબ પ્રેમ માં હતા..લગ્ન પછી એ પ્રેમ માં એણે ગુલ્લ મારવા માંડ્યા..થીયેટર મળવાનું હોય ત્યારે આવે ના પણ આવે..ઘણી વખત મારે તેની જોડઍ બોલાબોલી થાય પન હું તેને ગાળાબૂડ ચાહતી તેથી પાછી વળી જાઉં તેનો માર સહી લઉં..તેની રાતની સુપરમાર્કેટની નોકરી.. ઓવર ટાઇમ ખુબ મળે પણ તે કંઇ જિંદગી કહેવાય?

એક દિવસ એ ખુબ જ રાજી રાજી થઇને આવ્યો તે વખતે મને ખબર નહોંતી પણ તે જુગારમાં ખુબ જ પૈસા જીતીને આવેલો.. આખી રાત તેણે મને જાળવી, માણી અને રાત્રે ખુબ જ દારુ પીને સુઇ ગયો..

આવુ ઘણા દિવસો ચાલ્યુ..ડીકીન્સન થી મને પાંચમો મહીનો ચાલતો હતો ત્યારે રાત્રે તે આવ્યો બધાજ પૈસા ઘરમાં થી ઉઝેડીને ગયો.. અને ત્યાર પછી તે ક્યારેય પૈસા લઇને ના આવ્યો..નોકરીના બધા જ પૈસા જુગાર  દારુ અને ક્લબમાં જવા માંડ્યા.

કંટાળીને મેં મોટેલમાં કુક તરીકે કામ શરુ કર્યુ.. રુબી ક્યારેક બે પાંચ દિવસ તો ક્યારેક અઠવાડીયા સુધી ગુમ રહેતો..ડીકિન્સન સાથે વહાલ કરે અને મને ધીક્કાર.. તેથી એક દિવસ હું ખુબ ઝઘડી..હું છું તો ડીક છે. આટલુ બોલતા બોલતા તો બોર જેવડા મોટા આંસુ તેની આંખે ડોકાણા..રાજેન્દ્ર ને પલાળવા પુરતા છે તેમ માનીને ડોલી થોડુંક વધારે રડી.

રાજેન્દ્ર અંદરથી તો ડોલીનું દુઃખ જોઇને રડતો હતો પણ મોં ઉપર નિશ્ચલતા હતી..

પાણી નો ગ્લાસ લાવીને આપ્યો અને બોલ્યો આ ગોળી કેવી રીતે વાગી?

” તેણેજ મને મારી હતી.. પણ હું ઝડપી હતી તેથી બચી ગઇ મને અડીને નીકળી ગઇ… એવું બન્યુ હતું કે હું કામે હતી અને ડિક ડે કેરમાં ત્યારે તે ઘરે શીરીન ને લઇને ઐયાશી માટે આવ્યો. મને ડે કેરમાંથી ફોન આવ્યો કે ડીક ને તાવ ચઢે છે.. તેને લઇ જાવ તેથી મારે મારી શીફ્ટ પહેલા નીકળવુ પડ્યુ  અને હું કપડા બદલવા ઘરે ગઈ..શીરીન સાથે રોબીને કઢંગી હાલતમાં જોઇ મેં ૯૧૧ ઉપર ફોન કર્યો..

પોલીસ કઢંગી હાલતમાં  શીરીન ને લઇ ગઇ અને રોબી ને કડક શબ્દોમાં વોર્નીંગ આપી.. પોલિસ દસ બ્લોગ દુર ગઇ હશેને રોબી ગન લઇ ને મને મારવા આવ્યો..ગુસ્સામાં ધુંવા ફુઆ થતા તેણે મને ગોળી તો મારી પણ હું બચી ગઈ…

દસ મહીને તે જેલથી છુટીને આવ્યો ત્યારે મેં એની પાસે છૂટા છેડા ઉપર સહીં લઇ લીધી અને ડીકિન્સન ને મારી માલીકીમાં રાખ્યો…ત્યારથી એવી કોઇક હુંફ શોધું છું જે મને વહાલ કરે.. અમને જાળવે.

રાજેન્દ્રનું મગજ હવે કામ કરતુ થઇ ગયુ હતુ કે ડોલી સહ્જ નથી નોકરી છોડવાનું જોખમ લેતા પહેલાહું ક્યાં ય ફસાતો તો નથીને…

ડોલી તુ તો અનિશ્ચિત આવકોમાં જીવે છે.. હું ત્યાં આવીશ તો મને અહીં ના જેવી સારી નોકરી મળશે?

તેની તું ચિંતા ના કર..મારી પાસે સોનાનાં ઇંડા આપતી ઘણી મુર્ઘી ઓ છે.. તારે તો ફક્ત ડીકને સંભાળવાનો ને ખાઇ પીને જલસા જ કરવાના છે.

પહેલા જેટલુ સરળ લાગતુ હતુ તેવુ સરળ હવે દેખાતુ નહોંતુ તેથી રાજેન્દ્ર થોડો સમય શાંત રહ્યો એટલે ડોલી બોલી..

” જો તારે વિચારવું હોય તો એક જ વાત વિચારજે..મને અને અમેરિકાને પામવા ઘણા મુરતિયા છે. મારી ટીકીટ પરમદિવસની થઇ છે. કોર્ટમાં કાલે લગ્ન રજીસ્ટર થઇ જાય એટલે મુંબઇ લગ્ન નાં ધોરણે તારી અરજી અને મારી સાથે જ અનુમતિ લઇને ન્યુ યોર્ક ખાતે રવાના થવાનું છે.”

“પણ..”

” પણ અને બણ.. તારી પાસે એ પીષ્ટ પેષણ કરવાનો સમય જ નથી..Take it or leave it…”પૂર્ણ સત્તાથી ડોલીએ સ્ત્રીયા ચરિત્ર બતાવ્યુ.. ડોલી આવા માણસને જ શોધતી હતીજે નિર્ણય જાતે લેતા નથી.. રાજેન્દ્રને સ્વર્ગ હાથ વેંત લાગતુ હતું અને હવે જેવુ થશે તે જોયુ જશે વિચારીને હકારાત્મક રીતે ડોકુ હલાવ્યું

તે સાંજે નીરુને બે જ વાક્યો કહ્યા.. “મુંબઇ કામે જઉ છું પાછા આવવામાં વહેલુ મોડુ થાય તો ચિંતા ના કરીશ”

બીજે દિવસે કોર્ટમાં સહીં સીક્કા થઇ ગયા, ફુલ હાર થઇ ગયા અને વરઘોડીયાને લઇને ટેક્ષી સુરત થી મુંબઇ જવા રવાના થઇ ગઇ. ડીક્કિન્સન કારમાં પુછતો રહ્યો ” મોમ ઇસ રાજેન્દ્ર માય સ્ટેપ ફાધર?”

ડોલી મનમાં પોરસાતી હતી તેને જરૂરી વિના પગારનો પોઠીયો તેની સાથે આવી રહ્યો હતો રાજેન્દ્રને તે જ્યારે એરોપ્લેન્માં બેઠો ત્યારે તેનું સપનું સાચુ પડતુ જણાયું..એની આંખો અહોભાવથી ડોલીને જોતી હતી!

પ્લેનમાં રાજેન્દ્ર તો પહેલી વાર બેઠો હતો…

ડોલીએ હવે શીકારની પાંખો કાપવા માંડી.. “રાજુ! તને ડ્રાઇવીંગ લાયસંસ મળે ત્યાં સુધી આપણે એક જ કાર રાખીશું.. તને જોબ મળે ત્યાં સુધી ડીક્ની સ્કુલો શરુ થશે એટલે તારે માટે કાર લૈ લૈશુ.”

” ભલે તુ જેમ ઠીક સમજે તેમ”

“અમેરિકામાં એક ખાસ નિયમ છે અને તે પતિ પત્ની વચ્ચે ક્યારેય તુ ક્યાં જાય છે અને ક્યારે આવીશ એવું પુછાય ના..દરેક્ની પોતાની પ્ર્રાઇવસી હોય છે.”

“હા ડોલી તુ કહીશ તેમ હું બધુ કરીશ..ચિંતા ના કર.”

” પૈસાની બાબતે પણ આ સાચુ છે..શું પગાર છે? બેંકમાં કેટલુ બેલેન્સ છે તે પણ નહીં પુછવાનું કે નહીં જાણવાનું જેને જેટલા પૈસા જોઇએ સેફમાં થી કાઢી લેવાના અને ખર્ચાની રસીદ ત્યાં મુકી દેવાની…”

“હા ડોલી”

ડિક સુઇ ગયો હતો અને રાજેન્દ્ર ઝોકે ચઢ્યો હતો..

ડોલીએ ધીરે રહીને તેન માથામાં વહાલથી હાથ ફેરવી લીધો.. બકરો હવી પાક્કી રીતે કાબુમાં હતો…ન્યુ યોર્ક ઉતરતા સુધીમાં અમેરિકાનું ઘેન એટલું બધુ ચઢ્વાનું હતુકેછ મહિના સુધી ઉતરવાનું નામ નહીં લે..

 

 

સંસ્કાર () – રાજુલ શાહ

આજે નીરુને સવારથી જ કોઇ અમંગળ ઘટના બનવાની હોય એમ અંદરથી જ ફફડાટ થયા કરતો હતો.

રહી રહીને જાણે એની  જમણી આંખ ફરકતી હતી. આમ તો નીરુ આવી કોઇ બાબત પર ધ્યાન આપે એવી ય નહોતી તો પછી આજે જ કેમ આવુ થયા કરતુ હતુ? રાજેન્દ્ર કોઇ કામ માટે મુંબઈ જઉ છું પાછા આવતા વહેલુ મોડુ થાય તો ચિંતા ના કરવાનુ ય કહીને ગયો હતો પણ કોણ જાણે કેમ નીરુ ને રાજેન્દ્ર ઘણો દૂર -ઘણો આઘો અને કદાચ ક્યારેય પાછો ન મળે એટલો દૂર ચાલી ગયો હોય એવી સતત લાગણી કોરી ખાતી હોય એમ થયા કરતુ હતુ.  આજે રાજેન્દ્રને મુંબઈ ગયે ત્રણ દિવસ થઈ ગયા હતા પણ કોઇ ખબર અંતર , કોઇ ફોન કે કોઇ સંદેશો સુધ્દ્ધા આવ્યો નહોતો. એટલે હ્રદય થોડુ ફફડાટ અનુભવી રહ્યુ હતુ. મોબાઇલ પર સતત સ્વીચ ઓફનુ રટણ ચાલુ હતુ. આવુ તો ન જ બને ને?

હા, કદાચ એના મોબાઇલમાં રૂમિંગ સર્વીસ નથી એટલે રાજેન્દ્રએ ફોન બંધ રાખ્યો હોય એવુ બને . પણ એ તો ક્યાંકથી ફોન કરી શકે ને?

આમ તો સવારે ઉઠીને વડીલોને વંદન કરી , રોજના કામે તો લાગી હતી. અનુજને સ્કુલે મોકલવા માટે તૈયાર કર્યો. એનો નાસ્તો ભર્યો અને સમય થતા જમાડીને વ્હાલપૂર્વક વિદાય કર્યો. હવે બાકી રહેતુ હતુ રોજનુ કામ , એ પણ એણે આટોપવા માંડ્યુ. નીરુની એક આદત હતી, એ ક્યારેય કામને બોજ માનીને કામ નહોતી કરતી. એટલે એને ક્યારેય કામ વેઢારવુ પડ્યુ હોય એવુ લાગ્યુ જ નહોતુ. દરેક કામ એ પુરતા રસથી કરતી અને કોઇપણ કામને લીધે એને કયો ફાયદો થાય એ શોધ્યા કરતી. શરીરની ચુસ્તી-સ્ફુર્તી જાળવવાની આગ્રહી નીરુ ઘરના કામમાં પણ એની ચુસ્તી-સ્ફુર્તી જળવાય છે એમ માનીને ખુશ જ રહેતી. સવાર સવારમાં મીરાના ભજનો , ક્રિષ્ન સેવા કે એવા જ કોઇ ભક્તિ સભર ગીતો સાંભળતા રસોઇ કરવાની ટેવને લીધે એ હંમેશા ખુશ મિજાજમાં જ રહેતી. આજે પણ એણે મીરાના ભજનોની કેસેટ ચાલુ કરીને કામ ચાલુ તો કર્યુ પણ મનની ડામાડોળ સ્થિતિના લીધે એ ભજન કે કામ કશાની સાથે તાદાત્મ્ય ન સાધી શકી. દિવસ આગળ વધતો ગયો , કામ પણ આગળ વધતુ ગયુ પણ નીરુની મનની અકળામણ ભરી  સ્થિતિ તો ત્યાંની ત્યાં જ , એમની એમ જ રહી.

રેણુકાબેનને પણ નીરુના મનની સ્થિતિ, મનનો ઉચાટ પહોંચ્યો હોય એમ ચિંતિત બની ગયા પણ નીરુ આગળ સ્વસ્થતા જાળવવા મથતા રહ્યા. રાજેન્દ્રની પસંદગીની નીરુ એના સાલસ સ્વભાવના લીધે ક્યારે પોતાની પસંદ બની ગઈ હતી એ તો રેણુકાબેનને યાદ નહોતુ પણ એક વાત હવે કાયમની બની ગઇ હતી કે હવે તો  રાજેન્દ્ર સાથે લોહીના સંબંધ હોવા છતાં નીરુ સાથેના લાગણીના સંબંધ ઉત્તરો ઉત્તર બળકટ બની ગયા હતા.

ઘરમાં ફુદ્દાની જેમ ફરકતી નીરુ આજે કશુ જ બોલ્યા ચાલ્યા વગર જે રીતે કામ કરે જતી હતી એ જોતા આજે એ કામ વેંઢારતી હોય એવુ સતત લાગતુ હતુ. છેવટે  નીરુને બોલતી કરવા પાસે જઇને પુછ્યુ.

” નીરુ , રાજેન્દ્રના ગયાને ત્રણ દિવસ થયા છે કોઇ સમાચાર? ક્યારે આવવાનો છે એ?  કઈ કહીને નથી ગયો? ”

” બા મને કશી જ ખબર નથી…મનની અકળામણ બહાર ન આવે એમ થોડા સંયંત સ્વરે નીરુએ જવાબ તો આપ્યો પણ એના અવાજની ધ્રુજારી છાની ક્યાં રહેવાની હતી ?

” એક કામ કરને, એની ઓફીસમાં ફોન કરીને પુછી જો. ઓફીસનુ કામ લઇને ગયો છે તો ત્યાં તો ખબર હોવી જ જોઇએ ને?”  એનો અત્તો-પત્તો તો પુછી જ શકાય ને? ”

ઓત્તારી , આવી સાદી સીધી વાત મને કેમ ન સુજી? સવાર આખી ઉચાટમાં પસાર કરી પણ આવી અક્કલ કેમ ન ચાલી? નીરુ સહેજ હળવાશ અનુભવી રહી.

” બસ બા, આટલી રોટલી આટોપી લઉ પછી ફોન કરીને પુછુ .

” રોટલીને મુક તડકે ને પહેલા ફોન કર..ક્યારની અજંપામાં ફરે છે અને મને ય અજંપામાં રાખે છે. ખબર છે ? સવારથી તારુ પડી ગયેલુ મ્હોં જોઇને મને તો પ્રભુ સેવામાં ય ધ્યાન નહોતુ રહેતુ. જા ફોન કરીને સમાચાર જાણ  હૈયે થોડી ધરપત થાય. ”

“હા, હમણાં જ કરુ છું.

અરે હા! હું ય ભુલી..પાછુ એક કામ બાકી હશે ત્યાં સુધી તુ  બીજુ હાથ નહી ધરે..  લાવ બાકીની રોટલી હું આટોપુ છુ પણ મહેરબાની કરીને તુ જે હોય એ જાણીને મને કહેતી જા.”

નીરુ એ રેણુકાબેનના હાથમાં વેલણ થમાવી દીધુ.. આમ તો આ એના સ્વભાવ વિરૂધ્ધની વાત હતી. બને ત્યાં સુધી એને કોઇ કામ રેણુકાબેનને કરવુ પડે એ મંજુર નહોતુ. પણ આજે તો કામમાં એનુ જ ચિત્ત ક્યાં રહેતુ હતુ?

પણ ફોન કરીને તો એ ઉપરથી સાવ જ બઘવઇ ગઈ. જે સમાચાર ઓફિસથી મળ્યા એ તો સાવ જ અણધાર્યા હતા. રાજેન્દ્ર ઓફિસના કોઇ કામથી મુંબઇ  ગયો જ નહોતો. અને ઓફિસમા તો કોઇને એની ખબર જ નહોતી.

હવે? આ વાત બા ને કરવી કે કેમ એની અવઢવમાં એ ત્યાં જ ખોડાઇ રહી.ક્યાં શોધવો રાજેન્દ્રને? આવુ કેમ કર્યુ હશે? મુંબઈ ગયો હશે કે કેમ એ ય હવે તો શંકા થવા લાગી. અને મુંબઈ એવુ તો શું કામ આવી ગયુ કે ઓફિસમાં અને ઘરમાં કોઇને ય ન કહેવાય? નવી નોકરીની શોધમાં હશે અને ઓફિસમાં જણાવ્યુ નહી હોય? હમણાં હમણાંથી રાજેન્દ્રના સ્વભાવની બદલાયેલી તાશીર એને યાદ આવી ગઈ. પત્નિની તો વાત તો દૂર પોતાના લાડકવાયા અનુજને પણ એ હમણાંથી હડસેલતો હતો એ યાદ આવી ગયુ.

એવો તો કયો ભાર હશે માથા પર કે એ ઘરમાં  આમ ઉભડક જીવે આવતો અને જતો હતો? ઘરમાં જાણે એનો જીવ જ રહ્યો નહોતો . સતત ક્યાંક વહેંચાયેલો અને ખોવાયેલો રહેતો . ઘરમાં કે પોતાની સાથે સરખી વાત પણ કરતો નહોતો. તનથી ઘરમાં પણ મનથી બીજે  જ ક્યાંક રોકાયેલો હોય એવુ ય બનતુ. આજ સુધી આ વાતને નીરુ એ ખાસ ધ્યાન પર લીધી નહોતી. હા! ક્યારેક રાજેન્દ્રને બોલાવા કે પુછવા પ્રયત્ન કર્યો હતો પણ રાજેન્દ્રના ઉડાઉ અને કંઇક અંશે ઉધ્ધત જવાબના લીધે સહેમીને ફરી પુછવાની હિંમત કરી શકી નહોતી.

ઓ ભગવાન! એ વખતે ભલે ને થોડો ગુસ્સો સહન કરવો પડ્યો હોત પણ રાજેન્દ્રના પેટનુ પાણી તો માપી લેવાત ને? નીરુને ખરેખર હદ પાર વગરનો પસ્તાવો થયો કે એણે કેમ વાત વહેતી રાખી? જાણવા પ્રયત્ન કર્યો હોત તો કદાચે ય ખબર પડત.  હે ભગવાન! રાજેન્દ્ર કોઇ મુસીબતમાં હશે? ઓફીસમાં કે બીજે ક્યાંય કોઇ મુશ્કેલી ઉભી થઈ હશે? શું કરુ તો એનો કોઇ તાગ મળે?

“નીરુ…………

બા ની બૂમ સાંભળીને એ ચમકી. હવે? બા ને શું કહેવુ? જ્યાં પોતાને જ કંઇ ખબર નથી તો બા ને શું જાણ કરવી? પણ બા ને જાણ કરવાની જવાબદારી એને લેવાની જરૂર જ ના રહી. એને શુન્યમનસ્ક ઉભેલી જોઇને બા  આગળ કંઇ પુછે એ પહેલા તો ફોનની રિંગ વાગી. લાંબી રિંગ વાગ્યા છતાં નીરુ એ ફોન ન ઉપાડ્યો એટલે બીજા રૂમમાંથી આવીને રેણુકાબેને જ ફોન લીધો. ફોન પર રાજેન્દ્ર જ હતો. પણ રાજેન્દ્રએ જે વાત કરી એ સાંભળીને રેણુકાબેનનુ આખુ ય અસ્તિત્વ હચમચી ગયુ. કશું જ બોલ્યા વગર એ ડઘાઇ ગયેલી સ્થિતિમાં હાથમાં જ ફોન પકડીને ઉભા રહ્યા. હવે નીરુ આગળ આવી. બા નો ચહેરો જોઇને કશુંક અઘટિત બની ગયાનો અંદેશો તો આવી જ ગયો. રાજેન્દ્રને કંઇ થઈ ગયુ હશે? રસ્તામાં કોઇ અકસ્માત થયો હશે કે એથીય આગળ વધારે અકલ્પ્ય બની ગયુ હશે?

રેણુકાબેનના હાથમાંથી ફોન લઈને એણે કાને માંડ્યો. પણ ફોનમાંથી રાજેન્દ્રનો અવાજ નહી ધગધતો લાવા કાનમાં રેડાયો અને એ લાવાથી એનો કાન જ નહી એ ય આખી રોમેરોમથી સળગી ગઈ. શરીર જ નહી મન પણ  પળવાર બધિર બની ગયુ  અને પછીની ક્ષણે હ્રદયની ગતિ , લોહીનુ દબાણ એના આખાય અસ્તિત્વને ફાડીને બહાર આવી જશે એવુ લાગ્યુ. માથામાં હથોડા ઝીંકાતા હોય એમ ધમધમ થવા માંડ્યુ.હાથ પગ પાણી પાણી થઈને રેલાઇ જશે અને એ પોતે કડડભૂસ થઈ જશે એવુ લાગવા માંડ્યુ.

આ શું સાંભળતી હતી એ? રાજેન્દ્રએ એને છોડી દીધી હતી? એના અને અનુજ ના ભવિષ્ય માટે થઈને એનો વર્તમાન રોળી નાખ્યો હતો? રાજેન્દ્ર કહેતો હતો કે એ અમેરિકા પહોંચી ગયો છે અને હવે એ ત્યાંજ રહેશે. અહીંયા તો એનુ, રાજેન્દ્રનુ કે અનુજનુ  રાજેન્દ્રની કમાણીથી કંઇ જ ભલુ થવાનુ નહોતુ એટલે એણે પરદેશની વાટ પકડી હતી. ડૉલરિયા દેશમાં રહીને ડૉલરનો વરસાદ એ પત્નિ-પુત્ર અને પરિવાર પર  વરસાવશે એવી એની વાત હતી. ને એ ડોલરિયા વરસાદથી અનુજના ભવિષ્યનુ ઉત્તમ ખેડાણ થશે એવુ કંઇક કહેતો હતો.

ન કોઇ વાત, ન કોઇ વિવાદ અને સીધો જ ચુકાદો ? નીરુને પતિ કે પૈસો શું જોઇએ છે એ પણ ન પુછ્યુ?

હજુ તો પહેલા હુમલાના આઘાતની કળ વળે એ પહેલા તો બીજો અણધાર્યો હુમલો તો એ બિલકુલ સહી જ ન શકી. રાજેન્દ્રએ પરિવારના સુખ માટે પોતાના સુખની આહુતિ આપી એવુ કંઇક એ બોલતો હતો.એની વાત પરથી તો એણે સુખની આહુતિ નહોતી આપી પણ એનો પોતાનુ સ્વપ્નુ સાકાર કરવાનો સ્વાર્થી માર્ગ લીધો હતો એવો સૂર પકડાતો હતો. એણે ડોલરિયા દેશમાં પહોંચવા માટે કોઇ ડૉલીનો હાથ થામ્યો હતો. એનો અર્થ એ કે હવે નીરુ અને રાજેન્દ્ર  કાયમ માટે જુદા જ હતા. સપ્તપદીના સાત ફેરા ફરતા આપેલા કોલ જ ફોગટ હતા. રાજેન્દ્રના જીવનમાંથી નીરુની  જ બાદબાકી  થઈ ગઇ હતી .જે રાજેન્દ્રની આસપાસ એની દુનિયા વસતી હતી એ દુનિયા જ આખેઆખી વિખેરાઇ ગઈ હતી. આ નાનકડો માળો વિખેરીને રાજેન્દ્ર નામનુ પંખી બીજા જ કોઇ અનંત આકાશમાં એનુ ચણ શોધવા ઉડી ગયુ હતુ. હા ! રાજેન્દ્રએ એટલો તો સધિયારો આપ્યો કે એ જે ચણ ચણશે એમાંથી થોડાઘણા દાણા એ ઘર- પરિવાર માટે ય મોકલશે.

કયા મોઢે એ આ વાત કરતો હશે? હવે નીરુ ને સમજાયુ કે રાજ ક્યાં રાસ રમી આવતા હતા. તુટી ગઈ એ આખેઆખી. હ્રદય , મન , ચિત્ત સમગ્ર રીતે એ ભાંગી ગઈ. જે રાજેન્દ્ર પર એણે એનુ જીવન ન્યોછાવર કર્યુ હતુ એ જ એનુ જીવન વેર-વિખેર કરીને ચાલી નિકળ્યો હતો. અનુજને શું કહેવુ?

એ તો બિચારો પપ્પા મુંબઈથી આવશે અને હલવો લાવશે એવી આતુરતાથી સવાર-સાંજ રાહ જોતો હતો. એને કયા મોઢે કહેવુ કે બેટા, હવે હલવો નહી હર્શિશની ચોકલેટ આવશે? પપ્પા નહી પૈસા આવશે અને એ પણ એકના પચાસ થઈને?  પણ એ ચોકલેટ કે એ પૈસાને હાથ પણ કેમ લગાડાય?

સાવ જ માટી પગો નિકળ્યો? જેના આધારે એ આખુ ય આયખુ વિતાવવા તૈયાર થઈ હતી, બંધ આંખે જેનો હાથ થામીને ભવસાગર પાર કરવા નિકળી હતી એ મધદરિયે જ એને વહેતી મુકીને કોઇ અજાણ  નાખુદાના ભરોસે સાત સમુદ્ર પાર જઈને બેઠો હતો?  અરે  હા ! અજાણ તો પોતાના માટે હતી, કોને ખબર રાજેન્દ્રની સાંઠગાંઠ તો એની જોડે ક્યારની ય જોડાઇ ગઈ હશે? જે માણસ ઘરની બહાર નિકળવામાં પણ કેટલી વીસે સો કરતો હતો એ કઈ આમ ઉભા-ઉભ તો ઘરની બહાર ધરતીના છેક બીજા છેડે જઈને એમ ને એમ તો ન જ પહોંચી જાય ને? ક્યારથી એની કથાએ વળાંક લીધો હશે? સાવ જ એ આમ અંધારામાં જ રહી અને એના ઘરનો ઉજાસ બીજે ક્યાં ય જઈને ફેલાયો?

મગજની નસો ફાટફાટ થતી હતી. હમણાં જ જાણે એ કણે-કણમાં વેર-વિખેર થઈ જશે , બીજી ક્ષણે એ હતી ન હતી થઈ જશે એવુ લાગતુ હતુ.

રેણુકાબેને આગળ આવીને નીરુને પકડીને સોફા પર બેસાડી દીધી. જો કે પોતેય ક્યાં ઉભા રહી શકવાની શક્તિમાં હતા? કોણ કોને સાચવે? કોણ કોને સધિયારો આપે? લોકો કહેતા હોય છે ને કે ભર જુવાનીમાં બાપના કાંધે ચઢીને છોકરો જાય એનાથી વસમી કોઇ વાત નથી આ તો એનાથી ય વરવી વાત બની હતી. જુવાનજોધ છોકરો બાપ અને માની ઇજ્જતને પગ તળે ચાંપીને , પત્નિને આજીવન વિધવાથીય બદતર કહેવાય એવુ જીવન જીવવાની સજા આપીને  , પુત્રને બાપ વિહોણો મુકીને ક્યાંય પહોંચી ગયો હતો. કોને ખબર આના આંચકા કેવા ય આવશે? સમાજમાં કોને મ્હોં બતાવવા જેવુ રહેશે .. લાખ રૂપિયાની શાખ આમ ક્ષણમાં રોળાઇ જશે ? અને એ ય તે ઘરના જ કુળ દિપકથી? અરે વાહ ! આના જ માટે લોકો બાધા આખડીઓ રાખીને કુળને તારનારો માંગતા હશે? આણે તો કુળની આબરૂ તો દૂર , મા-બાપની પરવાની વાતે ય આઘી પણ પોતાની પરણેતર અને દિકરાનો ય વિચાર ન કર્યો? લોકો તો જન્મો જનમના સાથ નિભાવવાની વાત કરે આણે તો એક જનમે ય પુરો ના નિભાવ્યો?

કયા ચકડોળે એ ચઢ્યો ? કોના ફેરામાં એ ફેરવાઇ ગયો? આ નીરુનુ શું અને અનુજ ? છતા બાપે એ બાપની છત્રછાયા ગુમાવી બેઠો?  એને કેમ કરીને સંભાળી શકાશે ? શું કહીને સમજાવાશે?

બા..બાપુ? અચાનક નીરુથી રાડ પડાઇ ગઈ. બાપુને શું કહીશુ ?

હાય રે હજુ ય આ છોકરી એની ચિંતા કરવાના બદલે એના બાપુની ફિકર કરે છે? અને જેનો બાપ છે એ તો જીવતે જીવત તર્પણ કરી ગયો ને? એકદમ રેણુકાબેનથી ઠુઠવો મુકાઇ ગયો. ઢગલો થઈને બેસી પડ્યા.

એ પછીની સાંજ અને ત્યાર પછીના દરેક દિવસો સુધી ઘરમાં ચુલાના બદલે  હૈયા હોળી સળગતી રહી. રેણુકાબેનને થયા કરતુ કે એ નીરુ ને કેવી રીતે સાચવશે અને નીરુને થયા કરતુ કે એ કેમ કરીને બા- બાપુને સાચવશે? અનુજને તો જાણે નાના બાળકને રમકડું આપીને પટાવે એમ પટાવી દીધો કે પપ્પાને તો મુંબઈ હજુ થોડા નહી ઘણા વધુ દિવસ રહેવુ પડશે પણ જ્યારે આવશે ત્યારે તારા માટે બેગ ભરીને કપડા, રમકડા , હલવો અને ચોકલેટો લાવશે. અનુજ તો ખુશ ખુશ.

મમ્મી , આપણે પપ્પા આવશે ને ત્યારે સ્ટેશને લેવા જઈશુ હોં કે. હું તો હજુ એકે વાર ટ્રેનમાં બેઠો ય નથી . એના કરતા ચાલને મમ્મી આપણે ય થોડા દિવસ પપ્પા જોડે મુંબઇ જઇને રહી એ. ત્યાં તો મોટો દરિયો ય છે. મારે જોવો છે. અને મમ્મી ત્યાં તો બહુ બધુ જોવાનુ ય છે તો પપ્પાને કહેને આપણને ત્યાં એમની પાસે બોલાવે.

શું જવાબ આપે નીરુ? માંડ પોતે કઠણ થવા પ્રયત્ન કરે ત્યાં આવી વાતોથી ફરી એક વાર ચિત્ત ખળભળી જતુ. સવાર થતી રહી , સાંજ ઢળતી રહી અને રાત વિતે ફરી એક નવો દિવસ ઉગતો રહ્યો. પણ  ઘરમાં ફરી ક્યારેય એ ઉજાસ ના રેલાયો . બા-બાપુ, નીરુ સૌએ એક વાત સ્વીકારી લીધી કે હવે રાજેન્દ્રનુ અસ્તિત્વ આ ઘરમાં ફરી ક્યારેય નહી હોય.

તમારી વાત તમે જાણો પણ મેં તો એના નામનુ નાહી નાખ્યુ છે. હવે મારા જીવતે જીવ તો આ ઘરમાં એનો ટાંટીયો નહી હોય માટે મહેરબાની કરીને એની રાહ જોતા હો તો માંડી વાળજો.. ક્યારેક રાજેન્દ્રના બાપુને આક્રોશ ફાટી નિકળતો. નીરુ એ પણ અંદરથી એ હકિકત સ્વીકારી જ લીધી હતી. સ્વીકાર્યે જ છુટકો હતો કારણ કે હવે રાજેન્દ્ર પરત થવાનો નહતો અને પોતે પણ એને સ્વીકારી શકવાની નહોતી. હા! રેણુકાબેનના મનની સ્થિતિ જરા જુદી હતી. મા હતા ને ? પણ એ અત્યારે રાજેન્દ્રની મા બની ને નહી નીરુ ની મા બનીને વિચારતા હતા. આ છોકરીએ શુ ગુનો કર્યો હતો કે એને આમ અધવચાળે મુકીને એ ચાલ્યો ગયો? આની જીંદગીનુ શુ? બસ થોડા ફદિયા મોકલી દેશે એનાથી આનો અને અનુજનો જન્મારો કેમ કરીને વિતશે? અને બસ જીવનનમાં રૂપિયા જ બધુ છે? માણસનુ મહત્વ કંઇ નહી? અરે ભલા જરા પેટ છુટી વાત કરી હોત કે હાથ ભીડમાં રહે છે તો નીરુ ને ય હું તો નોકરી કરવા મોક્લત . હજુ તો મારા બાવડામાં એટલી તો તાકાત છે કે ઘર સંભાળી શકુ. સાવ આમ ને નોંધારી મુકીને જવા જેવી જડતા ક્યાંથી લાવ્યો? આ ઉંમરે આ અઘરી જવાબદારી કેમ કરીને પાર પડશે?

બસ કરો બા હવે ,જે ગયુ છે એની પાછળ આમ આટલો વલોપાત તમે કરશો તો હું કોના ટેકે ટકીશ? એક તમે તો છો કે જેના જોરે હુ ઉભી છુ. જો તમે જ ભાંગી પડશો કે તુટી જશો તો હું કેમ કરીને જીવીશ? હવે બસ કરો બા, ખમૈયા કરો  હવે આ જ મારુ ઘર છે અને ઘરનો એક દિકરો ગયો તો શું બીજો ઘર ના સંભાળી શકે અને હમણાં જ તમે કહ્યુ એ કરવાની મને પરવાનગી આપો.મને નોકરી કરવાની મંજૂરી આપો.અને એક વાત સમજી લ્યો કે  હું  કે અનુજ તમારી જવાબદારી નથી , જે આજ સુધી તમારા દિકરાએ  જવાબદારી  નિભાવવાની હતી એ  હવે તમારી અને બાપુ  જવાબદારી  મારી છે.

નીરુ, જ્યા મારો લોહી- માંસનો પિંડ જ મને આમ દગો દઈ ગયો ત્યાં હું તને કેવી રીતે બાંધી શકુ? બેટા, આ ઘરમાં જ્યાં સુધી તુ છો ત્યાં સુધી તુ જ મારી દિકરી અને તુ જ મારો દિકરો પણ આજે સાવ સાચા મનથી કહુ છુ તુ પણ મુક્ત છુ. અમારી જવાબદારીના લીધે તારે આ ઘરના ખીલે બંધાઇ રહેવાની જરાય જરૂર નથી. અમે તો ખર્યુ પાન કહેવાઇએ પણ પછી તારુ કોણ? તારી મરજી હોય તો તુ તારા ઘેર પાછી જઇશ તો ય વાંધો નથી અને એના કરતા ઉત્તમ તારુ બાકીનુ જીવન કોઇ એવો સધિયારો શોધીએ કે જેના ભરોસે તને સોંપીને અમે ય નિશ્ચિંત થઈ જઈએ.

બસ ને બા , આંગળીથી નખ વેગળા એ વેગળા જ ને? તમે કહ્યુ એમ જો સાચે જ તમારી દિકરી હોત , બનવાકાળ આ જે બન્યુ એ તમારી દિકરી સાથે આ બન્યુ હોત અને હું પાછી આવી હોત તો તમે મને આ ઘરમાં સધિયારો ના આપ્યો હોત? તમારી પાંખમાં ન લીધી હોત? તો પછી અત્યારે જ્યારે મેં આ ઘર અને તમને મારા માવતર માન્યા છે ત્યારે આમ જાકારો શીદને?

રેણુકાબેન શુ બોલે ? આમ તો હવે નીરુ જ એમનુ સર્વસ્વ હતી ને? પણ એમ  માત્ર પોતાના સ્વાર્થનુ કેમ વિચારાય ? એને આમ કેમ બાંધી રખાય? રેણુકાબેન ખરા મનથી માનતા હતા જે જો રાજેન્દ્ર પાછો ન જ આવવનો હોય તો નીરુને પણ એની વાટ પકડવાની  છુટ હોવી જ જોઇએ ને?

બા , મારા સમ છે જો હવે તમે  મનમાં જરાય ઓછુ આણો તો ..અને એક બીજી વાત તમારા દિકરા પૈસા મોકલે તો એ તમે કે બાપુ તમારા માટે જ રાખજો.. મારા માટે તો એ બિલકુલ ખપના નથી. જે માણસ જ હવે મારા જીવનમાં ન રહ્યો હોય એની એક પણ વાત કે વસ્તુ નુ મારા જીવનમાં કોઇ સ્થાન નથી. હુ મારી રીતે મારી અને અનુજ ની પરવરિશ કરીશ.

બસને નીરુ ? આંગળીથી નખ વેગળા એ વેગળા જ ને? રેણુકાબેને નીરુના જ શબ્દો એને પાછા વાળ્યા. જે માણસ તારા જીવનમાં નથી એ અમારા જીવનમાં પણ કયાંથી હોવાનો? અમારા માટે પણ એનુ નામ , એની એક પણ વાત કે વસ્તુનુ અમારા જીવનમાં કોઇ સ્થાન નથી. અને જે પૈસાની તુ વાત કરે છે ને તો તારા કે અનુજ  માટે સ્વીકરવાની વાત હતી અમારે હવે આ ઉંમરે કેવી અને કેટલી જરૂરિયાતો હોવાની જેના માટે એ નપાવટનો પૈસો અમે લઈએ?

અને સાચે જ રાજેન્દ્રએ મોકલેલો એક પણ પૈસો ઘરમાં ન રહ્યો ,એને સીધે સીધો વનિતાશ્રમમાં મોકલી દેવામાં આવ્યો અને રાજેન્દ્રને પણ સ્પષ્ટ મના કરી દેવામાં આવી.

બાપુ, મારી એક વાત તો સાંભળો, રાજેન્દ્ર કંઇ પણ બોલે એ પહેલા જ કડક શબ્દોમાં કહી દીધુ કે તેં આ ઘર છોડ્યુ એ દિવસથી જ તુ અમારા માટે મરી ચુક્યો છુ .. આજ પછી આ ઘરનો ઉંમરો પણ ના ચઢતો કે તારુ કાળુ મ્હોં પણ ના બતાવતો..

સંસ્કાર-() રાજુલ શાહ

અમેરિકા તરફ ઉડાણ ભરતા એર-ઇન્ડિયાને રને વૅ પર સરક્તુ જોઇને રાજેન્દ્ર જે રોમાંચ અનુભવી રહ્યો હતો ? આહ! હવે જ સાચુ જીવન શરૂ થવાનુ . આજ સુધી જે કઈ કર્યુ એ તો માત્ર વલખા જ હતા. થાગડ-થીગડ કરીને મલમલના પોતને કેટલુ ટકાવી શકાય? પોતે, નીરુ અને અનુજ અને બા-બાપુ મળીને પાંચ જણ વચ્ચે એ જે કંઇ કમાતો એ તો જાણે ચકલા ચુંથવાની વાત હતી . અસલી મલાઇ કે ઘી-કેળા તો હવે ખાવા મળવાના ને?

સુંવાળી જીંદગીના સપના જોતા રાજેન્દ્રને ડૉલીનો સુંવાળો સાથ શરૂ શરૂમાં તો બહુ એ વ્હાલો લાગ્યો . ઉંચી ગગનચુંબી ઇમારતો , ભવ્ય મૉલ , પાણીના રેલાની જેમ ગાડીઓ સરકી શકે એવી લાંબી અને બંને તરફ થઈને બાર લેઇન વાળી સીધી સડકો અને એ સડકો પર ફટાફટ લેઇન બદલતી ડૉલીનો આત્મવિશ્વાસ જોઇને તો એ ફિદા ફિદા થઈ જતો. ક્યારેક જીન્સ પર સ્માર્ટ ટી-શર્ટ તો ક્યારેક ફોર્મલ પેન્ટ પર શોર્ટ શર્ટ , તો વળી ક્યારેક સ્કર્ટ પર ખુલ્લા ગળાનુ બ્લાઉઝ , વળી ક્યારેક કેપ્રી તો ક્યારેક કુર્તી, ડૉલીના અવનવા રંગ જોઇને એ અભિભૂત બનતો ચાલ્યો હતો. ક્યાં આ મસ્ત મીજાજી ડૉલી અને ક્યાં ઘરની જધામણમાં અટવાયેલી નીરુ? ક્યાં આ મદ-મસ્ત પરફ્યુમની છોળો ઉડાડતી ડૉલી અને ક્યાં આખો દિવસ કામ કુટતી અને શરીરમાં સતત તેલની વાસ લઈને ફરતી નીરુ?

ઓફ્ફ ! આ ડૉલી પહેલા કેમ ના મળી? નહીતર તો ક્યારનોય જીવનનો ઉધ્ધાર થઈ ગયો હોત ને? અને ડૉલીએ પણ કોઇ રંગ બતાવવાના બાકી નહોતા રાખ્યા. રાજેન્દ્રને કોઇપણ રીતે હાથમાં લઈ લેવો , કોઇપણ રીતે એનો ગુલામ બનાવી દેવો જ તો ડૉલીનો મકસદ હતો એટલે શરૂ શરૂમાં તો એણે પણ રાજેન્દ્રને ભોજ્યેશુ માતા- શયનેશુ રંભા બનીને રાજેન્દ્રને પાણી પાણી કરવા માંડ્યો હતો.

જીવનમાં ન જોયેલી ન ખાધેલી અવનવી મેક્સીકન , ઇટાલીયન , થાઇ , મેંડેરિયન વાનગીઓ અવારનવાર બનાવીને ખવડાવતી તો ક્યારેક જુદી જુદી રેસ્ટોરન્ટમાં લઇ જઇને રાજેન્દ્રને એક્દમ રાજી રાજી કરી નાખતી. દિવસની ડૉલી અને રાતની ડૉલીના ઢંગ પણ સાવ જુદા. દિવસે વ્હાલસોઇ પત્નિ બનીને જમાડતી તો રાત્રે સાત સાત આસમાનનુ સુખ આપનારી સખી બનીને એ વરસી પડતી. ધીમે ધીમે રાજેન્દ્ર વધુ ને વધુ મોહવશ બનતો ચાલ્યો. આ અકલ્પ્ય સુખ અલ્પ જીવી ન નિવડે એની તકેદારીમાં એ ડોલીનો વધુને વધુ બનતો ચાલ્યો. એની દિવસે દિવસ અને એની રાતે રાત કહેનારો રાજેન્દ્ર તો ડૉલી કદમોમાં હૈયુ બિછાવી બેસતો.

બસ આ જ તો ડૉલીને જોઇતુ હતુ ને? રાજેન્દ્રના તમામ લીગલ ડૉક્યુમેન્ટ ફાઇલ થતા ગયા, રાજેન્દ્ર્ને ડ્રાઇવીંગ શિખવીને લાયસન્સ પણ આપાવી દીધુ. રાજેન્દ્રને તો ચારેબાજુ સુખની છોળો ઉડતી દેખાતી. પોતે જે નિર્ણય લીધો છે એ તદ્દ્ન વ્યાજબી છે એવુ મન મનાવવાના એની પાસે એક નહી અનેક કારણો હતા એટલે હ્રદયના ઉંડાણમાં રહેલો રહ્યો સહ્યો અપરાધભાવ પણ દુર ને દુર ઠેલાતો ગયો.

“ડોલી, હવે તો મને કામે જવાનુ શરૂ કરવા દે, આમ ને આમ ક્યાં સુધી હું બેસી રહીશ? હવે તો હુ કાર પણ ચલાવુ છું એટલે મને લેવા- મુકવાની ચિંતા પણ નહી. ”

” શું ઉતાવળ છે ડીયર? આખુ જીવન પડ્યુ છે કામ કરવા માટે અત્યારે મોજ માણી લે પછી તો તું જુવે છે ને કે અહીં કામ પાછળ કેવા દિવસો જતા હોય છે? ન ખાવાની સુધબુધ રહેશે કે ન ફરવાની એટલે અત્યારે તો એ બધી ચિંતા છોડીને જીંદગીની મઝા માણી લે.”

પણ હવે તો રાજેન્દ્ર થોડા અંશે અકળાવા માંડ્યો હતો . જે માણસે સમજ આવી એ દિવસથી પોતાની અક્કલ મુજબ કામ કરવાનુ શરૂ કર્યુ હોય એને સાવ આમ કશુ જ કર્યા વગર બેસી રહેવાનુ કેટલા દિવસ ગમે? હાથ-પગ અને દિમાગ પણ સાબૂત હોય એને આમ સાવ જ દિવસ વેડફવાનુ કેમ પાલવે? હવે જાણે એ ડૉલીનો મોહતાજ હોય અને ડૉલીનો હુકમ સર આંખો પર ચઢાવીને દિવસ પસાર કરનારો ગુલામ હોય એવુ એને લાગવા માંડ્યુ.

ડોલીને ય એની અકળમણનો અણસાર તો આવવા માંડ્યો હતો પણ એ રાહ જોતી હતી લોઢુ બરાબર તપે એની અને પછી જે ઘણથી ઘા મારે એનાથી એ ધાર્યો ઘાટ આપી શકવાની હતી. ઘરમાં બેસીને કંટાળેલા રાજેન્દ્રને એ કોઇપણ કામે લગાડશે તો ય એ કરશે એવી એને ખાતરી હતી. અને એમ જ બન્યુ.

“રાજ , જો આખો દિવસ હું તો કામે જતી જ હોઉ છુ ને ? તારે શું કરવા બહુ બધી મજૂરી કરવી પડે? અહીં આવ્યો એ પહેલા તેં તો ઢસરડા જ કર્યા છે ને અને છતાં ય કોણે તને બિરદાવ્યો એમ કહે તો? અહીં એશો આરામની જીંદગી મળી છે તો શા માટે તને ઉત્તપાત થાય છે એ તો મને કહે?”

ડૉલીને રાજેન્દ્રને ક્યારે શું કહીને બોલાવવો એ બરાબર ખબર હતી. જરાતરા લાડભર્યા અવાજે એ રાજ કહેતી અને રાજેન્દ્ર એની પર ઓળઘોળ થઈ જતો.પછી એ એનુ ધાર્યુ કામ કઢાવી લેતી.

અને રાજે તો આખુ રાજપાટ ડોલીએ લખી આપ્યુ હોય એમ રાજી થઈને એની હા માં હા ભેળવી, એ દિવસે તો વાત ત્યાંની ત્યાં જ પતી ગઈ પણ થોડા દિવસે ફરી પાછો રાજેન્દ્રના કંટાળાએ ઉછાળ માર્યો.

ડૉલ , પ્લીઝ બસ કર હવે આ એશો આરામ મને અબખે પડે એ પહેલા ક્યાં તો તુ મારા માટે કામ શોધ નહીં તો હું મારી જાતે શોધી કાઢુ . રાજેન્દ્ર પણ ડૉલીની સંગતમાં રહીને એની જેમ જ બોલતા શિખ્યો હતો. ડૉલીનુ ડૉલ ક્યારે બન્યુ એ તો રાજેન્દ્રને યાદ નહોતુ પણ ડૉલે તો ચોક્કસ એની મનોમન નોંધ લીધી હતી. પોતાના ગણતરી મુજબના રાજેન્દ્રના બદલે રાજના સંબોધનની સામે રાજે પણ વ્હાલથી ડૉલીનુ ડૉલ કર્યુ એ દિવસથી જ પોતાના પાસા પોબાર છે એવી એને ખાતરી થઈ ગઈ હતી.

ઓ કે, કાલથી તારા માટે કંઇક વ્યવ્સ્થા વિચારી લઈશ. આજે તો શાંતિથી સુઇ જા અને મને પણ ઉંઘવા દે પ્લીઝ.

આમ તો ડોલીએ રાજેન્દ્ર માટે વિચારી જ રાખ્યુ હતુ. એ મુજબ એ જે મોટેલમાં કામ કરતી હતી એમાં જ એના ઑનરની સાથે વાત કરીને રાજેન્દ્ર માટે વ્યવ્સ્થા કરાવી લીધી. વ્યવસ્થા એટલે શું? એ કંઇ એના માટેની વ્હાઇટ કૉલર જોબ થોડી હતી? કસ્ટમર રૂમ ખાલી કરીને જાય એટલે રૂમની સાફ -સફાઇ અને મૉટેલની લોન્ડ્રી કરવાનુ કામ રાજેન્દ્રને સોંપાયુ.

આ એના માટે એકદમ આઘાતજનક વાત હતી. સાવ આવુ ?

ડૉલ આવુ કામ કરવા હું અમેરિકા આવ્યો છું? એના કરતા તો ઇન્ડીયામાં મારી જોબ સારી હતી. આ ઉકરડા સાફ કરવા લઈ આવી છું મને?

જો રાજ ,સૌથી પહેલા તો તુ એ સમજી લે કે અહીં અમેરિકામાં રહીને કોઇ કામની શરમ તો રાખવાની જ નહી.અહીં તને કોઇ મોટી અમેરિકન કંપનીમાં જોબ મળશે એવી તો તુ ભૂલથી પણ અપેક્ષા ના રાખતો. આ તો ભલુ થજો આપણા ઇન્ડીયનોનુ કે જે આપણા જેવા ડીસક્વૉલિફાય લોકોને કામ આપે છે બાકી તો તું જાતે જઈને જો તો ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે? અત્યારના આ મંદીના સમયમાં તો ભણેલા લોકો પણ બેકાર ફરતા હોય છે ત્યારે એમની લાયકાત કરતા ઉતરતુ કામ મળે તો ય સ્વીકારી લે છે તો હું કે તુ તો વળી કઈ વાડીના મૂળા ? અને એક વસ્તુ તો વિચાર કર કે તને એક ડૉલરના રૂપિયા કેટલા મળશે? તારી ઇન્ડીયાની જોબમાં મળતા હતા એની સરખામણી કરી જો જે એટલે તને સમજાશે કે આ કામ પણ કેવુ રૂડુ છે.

રાજેન્દ્રએ મનોમન ગણતરી કરી લીધી કે આમ સાવ બેકાર બેસી રહેવા કરતા તો જે મળે એ કામ ચાલુ કરી દેવુ અને પછી તો એકવાર બહાર જતા-આવતા થવાશે કે બીજા બે-ચાર જણની ઓળખાણ થશે તો પછી એમાંથીય કોઇ રસ્તો શોધી કઢાશે.

અને એમ કરતા રાજેન્દ્રનુ કામ ચાલુ થયુ. ડૉલીને ખબર તો હતી જ આ કામથી રાજેન્દ્ર રાજી તો નથી જ એટલે જરા વધુ તકેદારીપૂર્વક અને જરા વધારે વ્હાલથી એની સાથે કામ લેવા માંડ્યુ.

રાજ, ડીકીન્સને તો આમે તૈયાર કરીને સ્કુલે તો તુ મુકી જ આવે છે ને? તો આજે જરા મારે કામ વધારે હતુ તો કદાચ મને સવારે ઉઠતા મોડુ થાય તો પ્લીઝ મને જગાડતો નહી ને. મને સુવા દે જે.

રાતે આવીને એની રાહ જોઇ રહેલા રાજેન્દ્રની સોડમાં સરકીને ડૉલીએ એને મદહોશ કરી નાખતી અદામાં કામ સોંપી દીધુ.આખા દિવસનુ મૉટેલનુ કામ દિવસે ડીકીન્સની સાર-સંભાળ રાખ્યા પછી તો રાજેન્દ્રના ય કોઇ હોશકોશ ઠેકાણે રહેતા નહી પણ ક્યારેક ડૉલીની આવી અદાઓથી એ હજુય પાણીપાણી થઈ જતો અને બધુ ભૂલીને પાછો એ ડૉલીનો બની રહેતો.

યેસબૉસ, આપનો હુકમ સર આંખો પર. કહીને રાજેન્દ્ર ય ડૉલી પર મન મુકીને વરસી પડ્યો.

ડૉલીએ એક્દમ ગણતરીપૂર્વક એના અને રાજેન્દ્ર્ની જોબના સમય સવાર-સાંજના જુદા રખાવ્યા હતા. રાજેન્દ્રને સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યાની શિફ્ટ હતી અને ડૉલીની બપોર થી રાત્રે ૧૧ વાગ્યા સુધીની.એટલે સવારે રાજેન્દ્ર નિકળે ત્યારે ડીકીન્સને સ્કુલ બસ લેવા આવે ત્યાં મુકીને મૉટેલ પર જતો અને પાછા આવતા ડીકીન્સને પીક-અપ કરીને ઘેર આવતો. આમ ડૉલીને તો બંને બાજુ શાંતિ જ હતી. એ ઘરમાં રહેતી એટલો સમય એના માથે કોઇ ભાર જ નહીને ? ફક્ત એ ત્રણ જણનુ જમવા બનાવવા કે અઠવાડીયામાં બે વાર ઘરની લૉન્ડ્રી કરવા સિવાય ખાસ કશુ કામ રહેતુ નહી.

જ્યારે રાજેન્દ્રને ઘેર હોય એ સમયે ડીકીન્સને ભણાવવો , રમાડવો ,જમાડવો પડતો અને અઠવાડિયામાં બે વાર એક્ટીવીટી કરવા લઈ જવો પડતો. એ ઘરમાં હોય એટલો વખત એને કોઇ જાતની શાંતિ રહેતી નહી. ડીકીન્સ પણ હવે સમજી ગયો જતો કે એને કોની સાથે અને કેવી રીતે ડીલ કરવાનુ છે .મૉમથી થોડા ગભરાતા ડીકીન્સને આ નવા ડૅડી વધુ અનુકુળ આવી ગયા હતા કારણકે શરૂમાં ડૉલીને ઇમ્પ્રેસ કરવા માટે રાજેન્દ્રએ ડીકીન્સને જરા વધુ પડતા લાડ લડાવ્યા હતા અને હવે એ ડીકીન્સને માફક પણ આવી ગયુ હતુ. નાના બાળકમાં પણ જાણે -અજાણે એક સમજ ઉભી થઈ જ જતી હોય છે અને એ સમજ પ્રમાણે ડીકીન્સે એક તારણ તો કાઢ્યુ જ હતુ કે આ નવા ડૅડી પાસે મૉમ કેવી રીતે કામ કઢાવી લે છે અને ડૅડી પણ મૉમને સારુ લગાડવા મૉમ કહે એ બધુ કરે જ હોય છે એટલે એ પણ એની બાળક બુધ્ધિ પ્રમાણે ડૅડીને વ્હાલા થઇને કામ કઢાવી લેતા શીખી જ ગયો હતો.

રાજેન્દ્રને શરૂઆતમાં તો આ બધુ બહુએ વ્હાલુ લાગતુ પણ હવે ધીમે-ધીમે બધુ અબખે પડવા માંડ્યુ હતુ. જાણે અજાણે એનાથી ડીકીન્સ અને અનુજની સરખામણી થઈ જતી . અનુજ સાચે જ ભોળો હતો. નાની નાની વાતથી , નાની નાની વસ્તુઓથી એ રાજી રાજી થઈ જતો.એને તો એના પપ્પા એની સાથે રમે કે વ્હાલથી એને બોલાવે એટલે બસ ભયો ભયો. આમ પણ રાજેન્દ્ર દિવસના ભાગે કામે રહેતો એટલે સાંજ પડે થોડી વાર અનુજ સાથે હળવા મને સમય પસાર કરવાનો રહેતો અને વાર – તહેવારે કે રવિવારે એને એની મનગમતી જગ્યાએ લઈ જાય એટલે એ તો ખુશ ખુશ એટલે આ અમેરિકામાં જન્મીને ઉછરેલા ડીકીન્સની સામે તો એ અત્યંત સરળ હતો એવુ હવે એને લાગવા માંડ્યુ હતુ. સ્કુલમાં શીખીને આવેલા અને ઘરમાં છુટથી બોલાતા ડીકીન્સના કેટલાક શબ્દો સામે રાજેન્દ્રને સખત અણગમો હતો પણ ડૉલી હસવામાં કાઢતી.

ડીકીન્સમાં કંઇ તારુ ઇન્ડીય કલ્ચર નથી એટલે એ જય શ્રી કૃષ્ણ કે ગાયત્રીમંત્ર બોલે કે હનુમાન ચાલીસાના પાઠ કરશે એવી આશા તો ના જ રાખતો.

રાજેન્દ્ર ત્યારે ઉકળી પડતો. તુ એની સાથે રહી જો એટલે ખબર પડે કે કેવી ભાષા વાપરે છે અને આખો દિવસ કેવી રીતે નિકળે છે ?

જો રાજેન્દ્ર એક વાત સમજી લે કે હું કંઇ કામ-ધામ છોડીને એની પાછળ બેસી રહુ તો આપણે બધા ખાઇશુ શું? આ તો ઠીક છે કે કેસ જીતીને જે કંઇ મળ્યુ છે એ અને આ કામ હતુ તો ટકી શકાયુ છે બાકી તો આપણી દશા શું હોત? અને તું છે પછી મારે દરેક વાતની ચિંતા શું કામ કરવાની ?

ઓ યસ, એના માટે જ તો તુ મને અહીં લઈ આવી છું ને? તારા ઘરની અને તારા ડીકીન્સની દેખભાળ કરવા માટે મારા સિવાય કોણ મળવાનુ હતુ?

નાઉ લુક રાજેન્દ્ર, એક કરતા એકવીસ મળી રહેત. આ તો તારા નસીબ સારા કે તને આ લાભ મળ્યો. તારા શબ્દ પર ભાર મુકતા ડૉલીએ રાજેન્દ્ર પર એણે ઉપકાર કર્યો છે એવી લાગણી તો જતાવી જ દીધી..

સમસમી ગયો રાજેન્દ્ર એટલે એ દિવસે વાત ત્યાંથી તો અટકી ગઈ પણ આખી વાત રાજેન્દ્રના મનમાં એક ફાંસ બની ને અટકી ગઈ. ધીમેધીમે આખીય પરિસ્થિતિ એની નજર અને અક્કલ સામે સ્પષ્ટ થતી ગઈ. પોતે ઘી-કેળા ખાવા મળશે એ આશયથી ડૉલીનો ઉપયોગ કર્યો હતો એ આખી વાત જ સાવ જુદી હતી. સિક્કાની બીજી બાજુ જોઇએ તો ખરેખર ડૉલીએ જ એનો,એના સ્વાર્થનો અને ઉતાવળા નિર્ણયનો લાભ લીધો હતો. અને સાચુ કહીએ તો લાભ લીધો નહોતો લાભ લેવા માટે જ પેંતરો ઘડ્યો હતો.

એ પોતે પોતાની રચેલી જાળમાં ફસાઇ રહ્યો હતો અને હવે એમાંથી નિકળવાનો કોઇ રસ્તો ય નહોતો એટલે ડૉલીના હાથનુ રમકડુ બનીને ડૉલી રમાડે એમ રમવાનુ નિશ્ચિત હતુ એ સમજી ગયો. જેને સુવર્ણમૃગ સમજીને પકડવા દોટ મુકી હતી એતો એવી માયાજાળ હતી કે એમાં લપેટાયે જ છુટકો હતો. ચુપચાપ પરિસ્થિતિ સ્વીકારી લેવામાં જ શાણપણ છે એ તો દિવા જેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ.

પલ મેં તોલા પલ મેં માશાની જેમ ડૉલીએ હવે રંગ બદલવા માંડ્યા હતા.. એના મિજાજે ગજબના પલટા લેવા માંડ્યા હતા. એ પળમાં રાજેન્દ્રને ધોળા દિવસે તારા દેખાડી દેતી તો ક્યારેક એની રાત મેઘધનુષી રંગોથી રંગી નાખતી. પણ હવે એક વાત નિશ્ચિત હતી કે ડૉલી રાજેન્દ્રની ભાગ્યવિધાતા હતી અને એ જેમ એનુ ભાવિ લખે એમ રાજેન્દ્રનુ ભવિષ્ય આકાર લેવાનુ હતુ.

પહેલા કેલેન્ડરે દિવસો, મહિનાઓના પાના બદલ્યા અને હવે તો વર્ષોએ કેલેન્ડર જ બદલી નાખ્યા હતા. ન બદલાઇ એક માત્ર રાજેન્દ્રના જીવનની ઘરેડ. સવારથી બપોર મૉટેલની એ જ એકધારી સાફ-સફાઇ અને સાંજ પછી ડીકીન્સ પાછળ એ જ રોજની ફિલ્ડીંગ.

મૉટેલની જોબમાં એના કામ પ્રમાણેનુ વળતર મળતુ હોય એવા કંઇ ડૉલર હાથમાં આવતા નહી એટલે એ રીતે પણ આ કામ કરીને એ કંટાળી ગયો હતો. બહાર જવાથી બીજી બે-ચાર નવી ઓળખાણ થશે કે નવી સારી જોબ માટે કંઇક રસ્તો નિકળશે એવી અપેક્ષા પર પણ પાણી ફરી જતુ કારણકે મોટેલમાં તો એને કસ્ટમર જાય પછી રૂમની સાફ સુફી અને રૂમની નવેસરથી ગોઠવણ કરવામાં અને બાકીના સમયે મૉટલની લોન્ડ્રી કરવામાં જે કંઇ સમય જતો એમાં એ ભાગ્યે જ કોઇને મળી શકતો અને કામ પર જવા આવવાના સમયે ડીકીન્સની જવાબદારીના લીધે એ બીજી કોઇ સારી જોબની શોધ પણ જરાય કરી શકતો નહી. ડૉલી એ એવી રીતે ગોઠવણ કરી હતી કે રાજેન્દ્રને અમેરિકા આવે આટલો સમય થયો હોવા છતાં એ પોતાના કોન્ટેક્ટ ઉભા કરી જ ના શક્યો.

ન કોઇ સાથી , ન કોઇ સંગાથી બસ એકલો જાને રે …..

પણ આ એકલતા પણ હવે તો કોરી ખાવા માંડી હતી. દિવસના અંતે ડૉલીને મળવાનો કે સાથે સમય વિતાવવા નો પણ માંડ મોકો મળતો કારણકે ડૉલીને પણ હવે તો ક્રીસમસના આવતા તહેવારોના લીધે વધુ ને વધુ કામ રહેવા માંડ્યુ હતુ એટલે એ નિયત સમય કરતા વધારે ને વધારે મોડી આવવા માંડી હતી . ક્યારેક તો એવુ બનતુ કે રાજેન્દ્ર થાક્યો પાક્યો એની રાહ જોઇને સુઇ ગયો હોય અને એ ક્યારે આવી હોય એની ય એને ખબર નહોતી પડતી.

વેલકમ અમેરિકા, ઘણી બધી વાર ઘણા બધા ને આવુ કહેતા સાંભળ્યા હતા પણ એને અમેરિકા આવી રીતે વેલકમ કરશે એવી તો જરાય ધારણા નહોતી. સાંજ પડે ઠંડીના દિવસોમાં અંધારુ વહેલુ થઈ જતુ એટલે હવે તો ડીકીન્સને લઈને બહાર પાર્ક કે બીજી કોઇ એક્ટીવીટીમાં ય જવાનુ રહ્યુ નહી એટલે ઘરની સાંજ વધુ બોઝીલ બની જતી.

સાચા અર્થમાં હવે બા-બાપુ અને નીરુ- અનુજની યાદ આવતી હતી. પણ એ બધાએ તો એને એમની લીલી વાડીમાંથી સુકાયેલા પત્તાની જેમ જ ફેંકી દીધો હતો. એણે મોકલાવેલા ડૉલર પણ સ્વીકારવાની ના પાડીને એના આ અમેરિકા આવવાના નિર્ણયને વધાવવાના બદલે નામંજૂરીની મહોર મારી દીધી હતી. શરૂઆતમાં ક્યારેક ફોન કરવા પ્રયત્ન કર્યો તો એની સાથે વાત કરવાની તો દૂર એની વાત સરખી સાંભળવાની ય તૈયારી દર્શાવી નહોતી. પણ એ સમય હતો કે જ્યારે એના તન-મન ,ચિત્ત- હ્રદય પર ડૉલીનો નશો એટલો છવાયેલો હતો કે પરિવારની તકલીફ સમજાઇ જ નહોતી. હવે આટલા સમયે જ્યારે એ અમેરિકા અને એ ડૉલીનો કેફ ઉતર્યો ત્યારે સોનુ શું અને પિત્તળ શું એની સમજ આવવા માંડી હતી. પાણી વહી ગયા પછી તો પાળ પણ બાંધવાનો કોઇ અર્થ નહોતો અને પાળ પણ કોની આડે બાંધે ? બહારથી આવતો વેગ હોય તો એને ખાળવા પાળ કામમાં આવે જ્યારે અહીં તો ઘરમાં જ ભમરી હતી અને એ ભમરીમાં એ ઉંડો ને ઉંડો ઉતરતો જતો જતો. ગમે એટલા હાથ-પગ મારવા છતાં , ઘણાએ હવાતિયા મારવા છતાં કોઇ ઉકેલ દેખાતો નતો અને હવે તો ઇન્ડીયા પાછા ય ફરવાનો કોઇ રસ્તો ખુલ્લો બચ્યો નહોતો.

સંસ્કાર () હેમાબહેન પટેલ

રાજેન્દ્રની દશા ધોબીના કૂતરા જેવી હતી ન ઘરનો ન ઘાટનો.ડોલરના મોહમાં ઉતાવળુ પગલુ ભર્યું અને તે પણ કોઈની સલાહ-સુચન લીધા વીના,કોઈ પણ જાતની તપાસ કર્યા વીના અમેરિકા આવી ગયો અને ડોલીના રચેલા ચક્રવ્યુહમાં ફસાઈ ગયો અને હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું ?આ એક મોટો સવાલ છે.પોતે કામ જ એવું કર્યું છે કોની પાસે સવાલનો જવાબ શોધે.ડોલી અને ડીકીન્સનુ વર્તન જોઈને હવે આ લોકો સાથે અનુજ અને નીરૂની સરખામણી કરે છે અને સમજાય છે, મારી ગુણીયલ પત્નિને હું સમજી ના શક્યો અને તેના સંસ્કારને, તેનો પતિવ્રતા ધર્મ, અને તેણે જે મારી સેવા કરી હતી તેને હું હમેશાં બાઘી, આવડત વીનાની કહીને હું તેનુ અપમાન કરતો હતો અને તે પણ સામો જવાબ આપ્યા વીના મુંગા મોઢે સહી લેતી. અને હું પણ કેવો મુરખ દુધમાં પોરા શોધતો હતો, મારી અક્કલ ઘાસ ચરવા ગઈ હતી, ઘરમાં સાચો હિરો હતો અને ખોટો હિરો જોઈને અંજાઈ ગયો અને તેની પાછળ દોડીને ખબર પડી જેને સાચો ચમકતો હિરો સમજ્યો એતો કાચનો ટુકડો નીકળ્યો.સાચો હિરો તો ભારતમાં મારા ઘરમાં જ છે, મેં એની કદર ના કરી. હવે શું ?जब चिडीया चुभ गઈ दाना !મોડું-મોડું ભાન આવ્યુ. લાલચ એવી બલા છે, માણસને શું ન કરાવે.લાલચમાં માણસ આંધળુ થઈ જાય છે, જ્યારે ભાન આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

રાજેન્દ્ર દરોજ વિચારે છે, ડોલીના ચંગુલમાંથી નીકળવાનો રસ્તો શેધવો જ પડશે.ડોલીએ રાજેન્દ્રને બહાર નીકળવા માટે એક પણ બારી ખુલ્લી નથી રાખી.વીવશ છે પણ કરે શું? પોતાની કરની પર પસ્તાઈ રહ્યો છે,ક્યાં મારો સુખી સંસાર અને ક્યાં આ ગુલામી.

નીરૂની અવદશા પણ દયાજનક છે, એનો તો કોઈ વાંક ગુનો પણ નથી,કોઈ વાંક ગુના વીના સજા ભોગવી રેહી છે.પતિ વીના જીંદગી, પતિ વીના જીવન એ વિચાર માત્રથી નીરૂ ધ્રુજી ઉઠે છે. નીરૂ વિચારી રહી છે શું હું મારું પ્રારબ્ધ ભોગવી રહી છું ?મારા જીવનમાં ભગવાને પતિનો વિયોગ લખ્યો હશે તે હું ભોગવી રહી છું મારાથી એવો શું ગુનો થઈ ગયો તો રાજેન્દ્ર મને છોડીને ચાલ્યો ગયો તેણે કોઈ વાત કરી હોત તો કોઈ રસ્તો પણ શોધી શકાત. હે ભગવાન મારો પતિ જ્યાં પણ હોય તેની સંભાળ રાખજો, તેની રક્ષા કરજો.મારા પતિ સાથે મેં જન્મો જન્મના બંધન બાધ્યા છે, તેમના ચાલ્યા જવાથી મારા સંબધ થોડા તુટવાના છે તેતો અતુટ છે અને મને આશા છે એક દિવસ જરૂર પાછા ફરશે, મારી પાસે આવશે. ભગવાનને ઘેર દેર છે અંધેર નથી. મેં મારા પતિને સાચા દિલથી પ્રેમ કર્યો છે.

” હંસા પ્રીતિ ક્યાંયની? વિપત પડે ઉડી જાય,

સાચી પ્રીત શેવાળની, જલ ભેગી સુકાય ”.

નીરૂ બસ એકજ આશામાં જીવી રહી છે, રાજેન્દ્ર એક દિવસ ચોક્કસ પાછો આવશે.તેને ખબર છે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાનનો દરવાજો ખટખટાવવાનો, ભગવાનના દ્વાર તેમના ભક્તો માટે ચોવીસ કલાક ખુલ્લા હોય છે. ઘરમાં શીર્ડી સાઈબાબા અને જલાબાપાની ભક્તિ થાય છે એટલે એને ખબર છે બંનેની કૃપા બની રહેશે. એટલે એણે નક્કી કર્યું હું ભગવાનનો સહારો લઈશ, અને તેણે મંત્ર જાપ-તપ ચાલુ કરી દીધા અને ગુરુવારનુ વ્રત પણ ચાલુ કર્યું અને નિત્ય નિયમ કર્યો દરોજ રાત્રે સુતા પહેલાં અનુજ સાથે પ્રાર્થના કરીને સુઈ જવાનુ અને અનુજને પણ પ્રાર્થના શીખવાડી દીધી.

પ્રથમ નમીએ અમે સાઈબાબા,પુરજો હૈયામાં હામ

કહે ભક્તો ઈષ્ટદેવ પ્યારા લઈએ સદા તમારા નામ

સાઈબાબા સદબુધ્ધિ આપજો, રટવા તમારું નામ

કહે ભક્તો વંદન કરીએ, હરજો વિઘ્ન તમામ.

નીરૂએ ભક્તિમાં મન પરોવ્યું અને તેને લીધે તેની નૈતીક હિંમત પણ વધી અને તેણે નક્કી કર્યું હુ અને અનુજ કોઈના માથે બોજ નહી બનીએ અને હું અનુજને સારી રીતે ઉછેરીશ. તેની પરવરીશમાં કોઈ કમી નહી  રાખું.મારા દિકરાને ભણતરની સાથે સાથે જીવન જીવવાના પાઠ પણ ભણાવીશ એટલે જીવનમાં કોઈ પણ જગ્યાએ, ગમે તેવા સંજોગો આવે પાછો ના પડે.

રાજેન્દ્રેના માતા-પિતા રાજેન્દ્રએ તેમને જે દુખ આપ્યું હતું અને સમાજમાં જે બદનામ કર્યા હતા તેને લીધે તેમના દિલ ઉપર બહુજ મોટો આઘાત લાગ્યો હતો અને તેને કારણે બંનેની તબીયત બગડી હતી અને દુખનો ભાર વધતાં, ઘડપણને લીધે તેનો ભાર સહન ન કરી શક્યાં દિકરાના કુકર્મને લીધે અને દિકરાની વિદાઈને લીધે દરોજ વીલાપ કરતાં,અને તેઓએ કાયમ માટે આ દુનિયામાંથી અલવિદા કરી દીધી. હવે નીરૂ સાવ અસહાય,નીરાધાર બની ગઈ તેને તેના સાસુ રેણુકાબેનનો બહુજ સાથ હતો તેમના શીતળ વચનોથી તેનુ અડધું દુખ ઓછું થઈ જતું હવે કોણ હેત ભર્યો હાથ માથે ફેરવશે? સાસુ-સસરા, માતા-પિતાની ગરજ સારતા હતા.અને હવે તેણે કોઈ કામ-કાજ, નોકરી કરવાનો વિચાર કર્યો  તેણે એક વાત બરાબર સમજી લીધી હતી જીંદગીની લડાઈ તેણે જાતે જ લડવાની છે, અને જે દુખ આવ્યું છે તેનો સામનો તો કરવાનો છે અને પરિસ્થિતીનો સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢવો પડશે. આમ રડીને બેસી નહી રહેવાય. જીવનમાં સુખ-દુખ આવે અને જાય.આજે દુખ છે તો કાલે ચોક્ક્સ સુખ આવવાનુ જ છે. તેને નરસિંહમહેતાનુ ભજન યાદ આવી ગયુ.

સુખ-દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યા તે કોઈના નવ ટળે રે , રઘુનાથના જડિયાં.

નીરૂની હિંમત વધી ગઈ અને પોતાના દિકરા અનુજની માટે હવે તેણે ચોક્ક્સ કોઈ નિર્ણય લેવોજ પડશે, અનુજની ખાતીર તેણે તેનુ મનબળ વધારવું પડશે. અનુજને માતા-પિતા બંનેનો પ્રેમ આપવાનો છે.નીરૂ મનમાં વિચારે છે, અને એક જીવન મંત્રની મનમાં ગાંઠ વાળી.

‘વિપત પડે ના વલખીએ,વલખે વિપત ના જાય

વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય ’.

વિપતીમાંથી માર્ગ કાઢ્યો અને ડાકોર જવાનુ નક્કી કર્યું અને ત્યાં આગળ તેની કોલેજની સહેલી રહેતી હતી, તેણે અને તેના પતિએ નીરૂને ઘણીજ મદદ કરી અને તેઓની બાજુમાં જ સારૂ ઘર શોધી આપ્યું.નીરૂની સહેલી સ્કુલમાં નોકરી કરતી હતી એટલે નીરૂ માટે ટ્યુશન શોધી આપીશ એમ વચન આપ્યું.પરંતું બેસી રહેવાય નહી ગુજરાન કેવી રીતે ચાલે એટલે તેણે એક રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની નોકરી ચાલુ કરી અને વિચાર્યું ટ્યુશન મળશે પછીથી આ નોકરી છોડી દઈશ.મનમાં ઘણા બધા વિચારો અને જીવનની વ્યવસ્થા ચાલી રહી છે. તેની પાસે ઘણા બધા વિકલ્પ છે. રસોઈ બનાવીને ગુજરાન ચલાવી શકે, કુકીંગના ક્લાસ ચલાવી શકે,કેમકે પોતે જુદા જુદા વ્યંજન બનાવવામાં માહિર છે, અને પોતે લગ્ન પહેલાં કુકીંગ ક્લાસની ટ્રેનીંગ લીધી છે એટલે તેને જુદા જુદા વ્યંજન બનાવવાનો બહુજ શોખ છે. ટ્યુશન કરી શકે, અને તેને પણ સ્કુલમાં શીક્ષિકાની નોકરી કરવાનો વિચાર આવ્યો છે. અને આ વિચારો અમલમાં મુકીશ એમ પોતાના મનમાં નક્કી કરે છે. જોઈશ મને શેમાં ફાવશે. ફીલહાલ તો આ રેસ્ટોરંટની નોકરી કરીએ,પછી આગળ જોઈશું.

રાજેન્દ્ર ને અમેરિકામાં દિવસો, મહિના અને વર્ષો વીતવા લાગ્યા, બસ એક જ મશીન જેવી જીંદગી,યંત્રવત કામ કરે જાવ. છતાં પણ મોટેલમાં આવતા જતા માણસો પર તેનુ ધ્યાન રહેતું અને કોઈ ભારતીય જોવા મળે તો વાત અવશ્ય કરે. મનમાં બસ એકજ વિચાર, કોઈની સાથેના મેળાપમાં અહિંયાંથી બહાર નીકળવા માટે કંઈ કોઈ માહિતી મળી જાય, કોઈ ચાવી મળે. મને નરક જેવી જીંદગીમાંથી છુટકારો મળી જાય. અને હું મારા પરિવારને પાછો મળી શકું.એટલે દરેકની સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરતો.મનમાં પસ્તાવો ભરપુર છે,પરિવારને મળવાની તાલાવેલી છે. હવે ડોલી નામનુ જે ભુત વળગ્યું હતું તે ઉતરી ગયું છે અને નીરૂની યાદમાં ઝુરી રહ્યો છે.પુત્ર અનુજ વારંવાર આંખ આગળ આવે છે.મારો અનુજ હવે ઘણો મોટો થઈ ગયો હશે. તેને પિતાના લાડ, અને વાત્સલ્યથી મેં દુર રાખ્યો, હું પાછો જઈશ ત્યારે મને ઓળખશે કે નહીં ? મને પિતા કહીને બોલાવશે કે નહી? નીરું મને પાછો અપનાવશે કે મને ધુતકારશે ? ના મારી નીરૂ એવી તો નથીજ કે જે મને ધુતકારે. હા  અવશ્ય નારાજ હશે પરંતુ તેના દિલમાં મારા માટે પ્રેમ તો હજુ એટલો જ હશે, હું મારી નીરૂને ઓળખુ છું ત્યાં સુધી તે મને નહી ધુત્તકારે ચોક્કસ મને અપનાવી લેશે અને મને મારા કૃત્ય બદલ માફ કરી દેશે. મારી પત્નિ સંસ્કારી અને ગુણીયલ છે, તેનામાં ભારતીય નારીના બધાજ ગુણો ભરેલા છે. એક પતિવ્રતા સ્ત્રી છે, મને ખાત્રી છે હજુ આટલું થયા પછી પણ મારા પાછા આવવાની રાહ જોઈને બેઠી હશે. અને મારા માટે સાઈબાબાને પ્રાર્થના કરતી હશે. મારી ભુલ કહો યા તો બેવકુફી હુંજ ભાન ભુલી ગયો હતો અને લાલચમાં આવીને ખોટું પગલું ભર્યુ. હે પ્રભુ મને સદબુધ્ધિ આપજો, જેથી ફરીથી મારી મતિ ભ્રમ ન થાય અને હું સાચા રાહ પર કદમ મુકું. હું ડોલરના મોહમાં આંધળો થઈ ગયો હતો. હવે સમજાય છે ‘ડુંગરા દુરથી રળીયામણા’ હે પ્રભુ મને આ ચક્રવ્યુહમાંથી બહાર કાઢો, અને મને હિંમત આપો કે જેથી હું સાચો રાહ શોધી શકું.મને નથી જોઈતી ડોલી, નથી જોઈતા ડોલર, નથી જોઈતું અમેરિકા. મને તો મારો અનુજ, મારી પત્નિ નીરૂ જોઈએ છે, અને જોઈએ છે મારો ભારત દેશ. ત્યાં સુકો રોટલો મળશે તો પણ અમે ત્રણ જણા વહેંચીને ખાશું પરંતુ મનની શાંતિ તો મળશે.દિલને આનંદ મળશે અને મારી પત્નિ અને મારા સંતાનની આંતરડી ઠરશે. અને પ્રેમથી- સુખેથી અમારો સંસાર માણીશું અને સાથે પ્રભુ ભજન કરતાં કરતાં અમારી જીવન નાવ ચલાવશું. હે પ્રભુ એ દિવસો મને જલ્દી બતાવજો, હવે ઈન્તજાર નથી થતો, મારી આંખ હવે ખુલી છે. મારા પરિવારનો વીરહ હવે સહન નથી થતો. હે ભગવાન તેં જો મને પાંખો આપી હોત તો હું ઉડીને મારા વતનમાં પાછો ફરત.

આજે રાજેન્દ્ર મોટેલમાં લોન્ડ્રી કરતો હતો અને મશીન ચાલુ કરીને જરા બહાર નીકળ્યો તો ત્યાં આગળ કોઈ ગેસસ્ટેશન વાળા ભાઈ, મોટેલના માલિકને શોધતા આવ્યા પરંતુ મોટેલ માલિક ત્યાં આગળ હતા નહી એટલે રાજેન્દ્ર સાથે વાત થઈ અને ભારતમાં તમે ક્યાં આગળ વગેરે વગેરે વાતો થઈ અની વાત વાતમાં રાજેન્દ્રએ એ ભાઈને પોતાની રામકહાની સંભળાવી અને આપ બીતી કહી અને આવનાર ભાઈ ભલા માણસ હતા અને તેમણે તેમનો ફોન નંબર આપ્યો અને મદદ કરવા માટે વચન આપ્યું હું તમને ચોક્કસ મદદ કરીશ અને રાજેન્દ્રને હાશ થઈ, પાણીમાં ડુબતાને જાણે તણખલુ મળ્યું અને એક આશા બંધાઈ મારું કામ થઈ જશે અને હું ભારત પાછો જઈ શકીશ. અને આ વિચાર માત્રથી તે ખુશ થઈ ગયો.તેનુ કામમાં મન લાગતું નથી અને દેશમાં પાછા જવાના સ્વપ્નમાં રાચ્યો રહે છે અને સ્વપ્ન એને ખુશી અને રાહત આપે છે. રાજેન્દ્રનુ મન સંતાપથી તપી રહ્યુ છે અને પસ્તાવો કરી રહ્યો છે અને પસ્તાવાના તાપમાં તપી રહ્યો છે.મારાથી બહુ મોટી ભુલ તો થઈ ગઈ છે પરંતું હું એ ભુલ સુધારીશ.અને તેને આ બધું વિચારતાં દિલમાં ચેન પડે છે અને દિલમાં ઠંડક પહોચે છે.   કલાપીએ લખ્યું છે“

હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે ”.

રાજેન્દ્ર માટે નીરૂ તેનો પ્રેમ છે તો ડોલી તો ખાલી સફળતાની ચાવી, પરંતુ ચાવી ખોટી નીકળી અને આ ચાવીથી સફળતાનુ તાળુ ના ખુલ્યું. રાજેન્દ્રને નીરૂ સાથે લગ્ન કર્યા તે પહેલાંના અને લગ્ન કર્યા પછીના નીરૂ સાથેના દિવસો યાદ આવી ગયા અને વિચારોમાં અતિતમાં ખોવાઈ ગયો.નીરૂ ખુબજ સુંદર છે, અને આ સુંદરતા રાજેન્દ્રને વીવહળ  બનાવી મુકતી અને સમય અને જગ્યાની મર્યાદા ભુલીને રોમાન્ટીક બની જતો નીરૂ હમેશાં રાજેન્દ્રને રોકતી તો રાજેન્દ્ર તરતજ બોલી ઉઠે હું મારી બૈરીને પ્રેમ કરું છું,બીજી બહારનીને થોડો કરું છું?અને નીરૂ પણ તેના પતિના શબ્દો પર એક આછુ સ્મિત ફરકાવતી અને ત્યાંથી ચાલી જાય, રાજેન્દ્ર જોતો રહી જાય.બંનેના પ્રેમ લગ્ન હતા પહેલાં પ્રેમ કર્યો હતો અને પછી ઘરમાં બધાની મરજીથી લગ્ન કર્યા હતા. એટલે રાજેન્દ્રને નીરૂ ના ગમવનો કોઈ સવાલ નથી.

ડોલી તો તેની મસ્તીમાં છે, રાજેન્દ્રના દિલમાં શું ચાલી રહ્યુ છે તે રાજેન્દ્રએ ડોલીને ગંધ આવવા નથી દીધી. નહી તો તેનો અત્યાચાર વધી જાય. ડોલી પોતાની જાત માટે જ વિચારે છે બીજાની તેને જરાય નથી પડી. તે પોતાની દુનિયામાં મસ્ત થઈને  રહે છે. તેને જીવન, રુટીન જેવુ લાગે છે અને તેને કોઈ ફરક પણ નથી પડતો, કોઈ જીવે કે મરે ! સ્વાર્થી હોય તેને બીજાની વ્યથા ન સમજાય. બધામાં પોતાનો સ્વાર્થ જોવે, અને એ સીવાય બીજુ કશું ન દેખાય. રાજેન્દ્ર ડોલીના ચુંગલમાંથી કેવી રીતે છુટશે એ હવે જોવાનુ રહ્યું . નીરૂની ભગવાન પ્રત્યેની અતુટ શ્રધા અને વિશ્વાસ, તેમજ તેની ભક્તિ અને તેની આશા જરૂર રંગ લાવશે.

શ્રધ્ધા અને સબુરી – મીઠું ફળ જરુર આપશે એ નીરૂ અને રાજેન્દ્ર બંનેને આશા છે.

સંસ્કાર () ચંદ્રકાંત સંઘવી

“યસ, મિસ્ટર રાજ.”

“ગુડ મોર્નિંગ ,સર!”

“કેન યુ ટેલ મી વિટિઝ ધ મિનિંગ ઓફ, ‘રાજ’.”

“ઇત મીન્સ કીંગ”

“હો,હો,હો સ્ટીવન જોરથી હસીરહ્યો. તારા નામનો અર્થ રાજા થાય અને તું

હાઉસ કિપિંગનું કામ કરે છે?”

“ના,સાહેબ હું તો ઘરમાં પણ હાઉસકિપિંગ જ કરું છું!” રાજ પોતાની જાત ઉપર હસ્યો.

સ્ટીવન, ‘રાજ! એ તો બધા જ કરે.’

રાજ,’ના સાહેબ–આઈ મીન મેડમ યોર વાઈફ સાથે કામમા સાથ આપવાનો ને!

“ઓહ, યસ,ચાલ સરસ કોફી લઈને ગાર્ડનમાં આવ મારે મારા ‘જેમ’ને વોક કરાવવાનો છે.

સ્ટીવન બહાર તેના જર્મન શેફર્ડ કુતરા ‘જેમ’ને લૈને ગાર્ડનમાં ફરવા લાગ્યો.. થોડી વારમાં રાજેન્દ્ર કોફીનો મોટો મગ લઈને આવ્યો અને ગાર્ડન ચેર પાંસેના સ્ટૂલ ઉપર ગોઠવ્યો.

“ સર એની બીસ્કીટ..પેસ્ટ્રી..બ્રેડ..?”

“નો થેંક્સ.”.સ્ટીવન આજે વાતો કરવાનાં મૂડમાં હતો..અને રાજેન્દ્ર હળવા થવાનાં મૂડમાં.

“સર! યોર જેમ ડોગ બાઇટ?”

નો નેવર..ઓનલી બાર્ક..નેવર બાઈટ.

રાજેન્દ્ર ઉભો હતો તેની આજુ બાજુ ચારે તરફ ‘જેમ’ ફરીને સુંઘી રહ્યો હતો..તેના ગળામાં ચળકતા બદામી રંગનાં પટ્ટા ને તે જોઇ રહ્યો અને ધીમે થી તે બબડ્યો.. આઇ કેન નોટ ઇવન બાર્ક..રાજેન્દ્રની સામે સ્ટિવન જોઇ રહ્યો હતો અને રાજેન્દ્ર ‘જેમ’ સામે જોઇ રહ્યો. તેની આંખો ઉભરાઇ આવી.

સોરી સર..જસ્ટ કમીંગ કહી રાજેન્દ્ર મોટેલ તરફ ભાગ્યો..વેદનાનાં કમાડ આજે તુટી પડ્યા હતા..અંસુઓની ધારો વહેવા માંડી હતી…વૉશ બેઝીનમાં જઇને મોં સાફ કરી સ્વસ્થ થવાનો ડૉળ કર્યો.. સ્ટીવને રૂમ ચેક આઉટ  કર્યો..અને રાજેન્દ્રને ૫ ડોલર ટીપમાં આપ્યા.. રાજેન્દ્રે બેગો સ્ટીવન ની ગાડીમાં મુકી અને સલામ કરી.

સ્ટીવન નો રૂમ નં ૯ સાફ કરવા તે અંદર ગયો ત્યારે આખી મોટેલ લગભગ ખાલી હતી..ખાસ કંઇ કામ નહોંતુ. અમેરિકાનો મોટેલ બીઝનેસ આમેય સાંજે ચાર વાગ્યા થી રાતના ત્રણ વાગ્યા સુધી ભરતી રહે..

દુર દુરના પ્રવાસ કરતા પ્રવાસીઓ સાંજે મોટેલમાં પહોંચે.. રાત્રે રોકાઇ આરામ કરીને બીજે દિવસે નીકળી જાય..્રંગ રેલીયા કરવા વાળા પણ સાંજે આવે અને મધરાતે નીકળી જાય.ંહિયા કોઇ કોઇની પંચાત નથી કરતુ..કોઇની અંગત જિંદગીમાંકોઇ ડોકીયુ નથી કરતુ.

રૂમ સાફ કરતા કરતા પલંગનાં ઓછાડને બેડ સપ્રેડ કરી રહ્યો હતો ત્યારે ડોલી સાથે અમેરિકામાં આવ્યા પછીનાં દિવસો તેને યાદ આવી ગયા..ડોલીનાં એપાર્ટ્મેંટમાં જિંદગીમાં પહેલી વાર કીંગ સાઇઝનાં પલંગમાં તે આળોટતો હતો..કદાચ તેના ઘરનાં રૂમનું કદ આ કીંગ સાઇઝનાં પલંગ કરતા ઓછુ હશે..જોકે ત્યાં તો બેડરૂમ જ ક્યાં હતો?

આવડો મોટો બેડ? અને ડોલીનાં સુડોળ શરીર અને તેનું ઐશ્વર્યનએ જોઇને રાજેન્દ્ર તો પાગલ થૈ જતો હતો. એને પ્રશ્ન થતો કે ડોલીએ મારામાં એવું તે શું જોયું કે મને અહીં આ સુખમાં ભાગીદાર બનાવ્યો?શરુઆતનાં બે વરસ તો ડોલીનો સહવાસ અને તેના પ્રેમની ભુરકીઓએ તેને પાગલ રાખ્યો.. તેના પહેલા પતિનો ડીકીને પણ તે વહાલ થી રાખતો અને ડીંકી પણ રાજેન્દ્રનાં માયાળુ વર્તન થી વળી ગયો હતો..

ડોલી તેના કામે સાંજે ૩ વાગે નીકળે અને રાતનાં બે વાગ્યે પાછી આવે.રાજેંદ્રની તાકાત નહીં કે તે પુઃએ કે તુ ક્યાં જાય છે અને ક્યારે આવશે..તારી એ જોબ શું છે શું કમાય છે.હોટેલનાં તેના સાથી કર્મચારી કહેતા કે બીજી શીફ્ટ તો આવી જ હોય,,તને રહેવા મળ્યુ છે ને? બીજા બધા તો ચોરની જેમ અમેરિકામાં દાખલ થાય પણ તુ તો કાયદેસર આવ્યો છે..

રાજેન્દ્ર સાંભળતો સૌનું અને કોઇને કશું કહેતો નહીં પણ અંદર અને અંદર ઘુંટાતો..તે વિચારતો કેવી જિંદગી છે હું પહેલી પાળી ભરીને આવું ત્યારે તે કામે ચઢે અને રાતે તે આવે ત્યારે હું ઘસઘસાટ ઉંઘતો હોઉ સવારે જાગુ ત્યારે તેના કપડા અવ્યવસ્થીત હોય.. એને બચાડીને કેટલું કામ કરવું પડે છે..

રુમનં ૯ થઇ ગયો.કુશન કવર બદલાઇ ગયા..રૂમમાં ઐર ફ્રેશનર છંટાઇ ગયા..ગંધાતા ટ્રેશ કેનો નીકળી ગયા..રૂમ નવા દુલ્હા દુલ્હન માટે સજી ને તૈયાર કર્યા પછી બહાર નીકળ્યો..ત્યાં સુધી ડોલીમાં તેનું ધ્યાન રહ્યું..સમયનાં પન્ના પલટાતા ગયા.. મહિનાઓ પુરા થઇ વરસો બનતા ગયા

પગારનો ચેક તેણે કદી ના જોયો.. બધું રોકડમાં

સાંજે તૈયાર થઇને હાસ્યનું મહોરું પહેરી ડોલીનીકળે અને રાત્રે જ્યારે થાકેલી પાછી આવે ત્યારે કેવી લઘવઘર હોય છે?

બીજીજ પળેસ્ટીવનનો કુતરા ‘જેમ’ને ગળે બાંધેલ પટ્ટો યાદ આવી ગયો.રાજેન્દ્રને ગળે પરસેવો વળવા લાગ્યો. અને ડ્રેસિંગટેબલના કાચ સામે પહેલી વખત બોલ્યો જોરથી—

“હા, હું યે પટ્ટાવાળો ( પટાવાળો) છું .વડોદરામાં સાહેબનો પટ્ટાવાળો હતો.—અંહી ડોલીનો પટ્ટાવાળો છું.—હું કૂતરો છું —રાજેન્દ્ર કૂતરો –તેની આંખોમાં લાલાશ આવી ગઈ. શરીર ધ્રુજવા લાગ્યું. મારો ઉપયોગ કરવા ડોલી મને અમેરિકા લઈને આવી.તેના છોકરાને સાચવવા માટે લઈ આવી.શું એ મારી પત્ની છે? કે એ મારી માલિક છે? શું હું તેનો ગુલામ છું? આજે આ પાર કે પેલે પાર !

મોટલમાંથી વહેલો નિકળી રાજેન્દ્ર ઘરે આવ્યો. ડોલી તેને ઘરે વહેલો આવેલો જોઈ ચમકી !

ડોલી,’કેમ રાજ આર યુ ઓ.કે’ ?

રાજેન્દ્ર,’ ના મજા નથી,મારું માથુ ફાટ ફાટ થાય છે’.

ડોલી,’ એવું બધું અમેરિકામા ન ચાલે ! માથુ દુખે તો દવા લઈ લેવાની.’ અંહિ એમ ન કરીએ તો રસ્તા ઉપર ભિખારીની જેમ ‘હેલ્પ’નું પાટિયું લઈને ફરવું પડે. નો, નોટ અગેઈન,તારો ભાર હું થોડી ઉપાડવાની છું?’

રાજેન્દ્રને આઘાત ઉપર આઘાત લાગતા હતાં છતાં પણમાથું પકડીને ગુમસૂમ બેસી રહ્યો.

જ્યારે ડોલી નિકળી એટલે પાંચ મિનિટમાં તેની પાછળ પીછો કરતો રાજેન્દ્ર ગાડીમાં નિકળ્યો.

ઓહ માય ગોડ, હે ભગવાન , આતો હોટલમાં જાય છે! રાજેન્દ્ર છૂપાઈને ઉભો રહ્યો. ડોલી અંદર ગઈ એટલે થોડીવાર પછી રિસેપ્શન ડેસ્ક પર જઈ પૂછ્યું, આઇ વોન્ટ ટુ ટોક ટુ ડોલી પ્લિઝ’.

‘હંડ્રેડ ડોલર પર અવર.. પ્લીઝ પે કેશ ફર્સ્ટ’

‘હેં! યા?વોટ?

‘ગો અહેડ એન્જોય મેન..વાત કર, ડાન્સ કર કે જે કરવુ હોય તે કર.. રુમ નં ૯..

‘ ઓહ! ડોલી.. તું શું કરેછે? વેશ્યા જીવન.. છી! તેને અંદરથી ઉલટીનાં ઉબકા આવવા માંડ્યા..

આ શરીર વેપલો..અધમ આવકો..ક્યાં સુધી ચાલશે આ બધુ? આ હાડ ચામ માં હું પણ સંડોવાયો?

રાજેન્દ્ર્ના પસ્તાવાનો પાર ન રહ્યો. તે લથડિયા ખાતો બહાર નીકળી આવ્યો.

આજે તેની સમક્ષ ગભરૂ નીરૂ અને દીકરો અનુજ તરવરી ઉઠ્યા.

ઓહ! નીરૂ! ક્યાં હું ડોલીના ચકડોળમાં ફસાયો ? હેં ભગવાન મારા કુટુંબીઓને છેહ કર્યો હતો ને? તેથી મારું પણ જીવન રોળાઇ ગયું…

સંસ્કાર-(૧૦)-ડૉ ઇંદિરાબેન શાહ

રાજેન્દ્ર ડોલરાય નમઃના જાપ જપતો અમેરિકા આવ્યો .મારા બા બાપુજી,મારી નીરુ ડોલર જોશે કેટલા ખુશ થશે.મનની મનમાં રહી.માતા,પિતાએ અને નીરુ ડોલરને ઠુકરાવ્યા.રાજેન્દ્રને જબ્બર ઠેસ વાગી જાણે ડોલરની સાથે પોતે પણ માતા પિતા અને નીરુના હ્રદયમાંથી હંમેશ માટે હડસેલાય ગયો.

મા બાપનુ હૈયુ એટલુ કઠોર નથી,છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ના થાય અને આતો જલારામ,સાંઇબાબાના પરમ ભક્ત, જે સ્વપ્નમાં પણ કોઇનું બુરુ ના ઇચ્છે કોઇને ધીક્કારે નહીં એ પોતાના ડાહ્યા સમજુ દિકરા રાજુને કેમ ધીક્કારી શકે!! રેણુકાબેનના માન્યામાં નથી આવતુ તેમનો રાજુ આવુ કરે! કરે જ નહીં!. જરૂર તેને કોઇએ ફસાવ્યો હશે.મારો ભોળો રાજુ ફસાઇ ગયો.શાસ્ત્રમાં પણ કહ્યું છે.

“અપરાધપરંમપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ”

પક્ષી પાર વગરના દાણા જોઇ પારધીની જાળમાં ફસાઇ તેમ રાજેન્દ્ર પણ ડોલર જોઇ ડોલીની પથરાયેલ જાળમાં ફસાયો છે હવે છુટવા માટે તરફડીયા મારે છે.

રાજેન્દ્રના મોટા ભાઇ ભાભી સ્વતંત્ર રહે છે. નાનો નરેન્દ્ર શેઠની એકની એક દિકરી સાથે લગ્ન કરી ઘર જમાઇ થઇ ગયો છે.એક દીકરો રાજેન્દ્ર અને ડાહી સંસ્કારી વહુ નીરુ જ તેમના ઘડપણની લાકડી હતા. હવે તો નીરુ અને પૌત્ર અનુજ માટે જ જીવી રહ્યા છે.

નીરુ રોજ સવારે વહેલી ઊઠે પૂજા પાઠ કરી ઘરકામ આટોપે,બપોરના સમયે અનુજને સુવડાવી,સાસુ સસરા આરામ કરતા હોય ત્યારે બે ટ્યુસન કરે,રેણુકાબેન પણ નીરુને બને તેટલી મદદ કરે.સસરા તો આઘાત સહન ના થતા દેવલોક સીધાવ્યા.રેણુકાબેન” ચિકુનગુનીયા” વાયરસ બિમારીનો ભોગ બન્યા,દિવસે દિવસે તેમના સ્નાયુઓ નબળા પડતા ગયા,તન મનથી ભાંગી ગયેલ તેઓ પણ પતિ પાછળ મૃત્યું પામ્યા.નીરુ હવે એકલી પડી.

તેને આણંદમાં રહેવું અસહ્ય થયું.ડાકોર રણછોડરાયના સાનિધ્યમાં આવી વસી.રોજ સવારે વહેલી ઊઠી પૂજાપાઠ કરે અનુજને તૈયાર કરે સ્કુલમાં મોકલે .હવે તો અનુજ સમજણો થયો છે. ક્યારેક નીરુને પૂછતો “મમ્મી મારા પપ્પા ક્યાં ગયા છે?હવે તો દાદા દાદી નથી તો ચાલને આપણે પણ પપ્પા સાથે રહેવા જતા રહીએ.”

બેટા આપણે ન જઇ શકીએ,પપ્પા લેવા આવશે ત્યારે તેમની સાથે જઇશુ.

નાનો અનુજ માની જતો.મમ્મીને નાના મોટા કામમાં મદદ કરે અને ભણવામાં પણ ખૂબ ધ્યાન આપે.શિક્ષકોમાં પણ ખુબ પ્રિય.હોય જ ને,દાદા દાદીના ઉચ્ચ સંસ્કાર પામેલ.

નીરુને  મનના ઉંડાણમાં ખાત્રી છે. તેનો રાજુ જરૂર એક દિવસ પાછો આવશે.”મારી જ ભૂલ અનુજના જન્મબાદ મેં તેને વેકેસનમાં જવાની ના ન પાડી હોત અને વેકેસનમાં ગયા હોત તો તે આવું ના કરત,મેં એકાદ ટ્યુશન વધારે કરી લીધુ હોત,પતિની ઇચ્છા પૂરી કરવી પત્નિનો ધર્મ,હું જ મારો ધર્મ ચુકી,હવે મારે તેની શિક્ષા ભોગવવાની.રોજ સવાર સાંજ પ્રાર્થના કરે મારો રાજુ જ્યાં હોય ત્યાં ખુશ રહે.

***

હોટેલમાં ડોલીનો જોબ જાણ્યા બાદ રાજેન્દ્રનું મન ભારત પાછા જવા તલસી રહ્યું છે.વિચારે છે મુર્ખ આવી વેશ્યા નારી પાછાળ તું લટ્ટુ બન્યો જીંદગીના અમૂલ્ય દસ વર્ષ બરબાદ કર્યા નાના અનુજને બાપ વિહોણો બનાવ્યો!!?ક્યાં સતી સાવિત્રી જેવી મારી નીરુ અને ક્યાં આ ડોલી? હું જ મુર્ખ સતીને પારખી ના શક્યો.હાથના કર્યા હૈયે વાગ્યા.

માણસની પાંચ ઇન્દ્રિયોના પાંચ વિકાર, શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ માણસને છેતરે છે અને અધોગતી કરાવે  છે. રાજેન્દ્ર ડોલીના રૂપ મીઠા શબ્દોથી ભરમાયો,અમેરિકા આવ્યો,સુંવાળી પથારીમાં સુંવાળો સ્પર્શ અને પરફ્યુમની મહેકમાં ભાન ભૂલ્યો રસમાં તણાતો રહ્યો.

વિશ્વામિત્ર જેવા ઋષિ મેનકાના રૂપથી તપભંગ થયેલ તો પામર મનુષ્યની શું વિસાત?!!.

રાત્રે ડોલી ઘેર આવે ત્યારે રાજેન્દ્ર બિચારી કેટલી મહેનત કરે છે વિચારતો તેની સુશ્રુશા કરતો કોઇ વખત ડોલીનુ મીઠુ ફરમાન થતુ “ડિયર રાજ ટૂ ટાયર્ડ મારી કમર દબાવને,તો વળી કોઇ વાર મારુ માથુ દબાવને અને રાજેન્દ્ર જેમ પાળેલો કુતરો માલીક્ની સેવા કરે તેને ચાટવા લાગે, તેમ ડોલીની સેવા કરતો.

હવે તો રાજેન્દ્રને ડોલી રાત્રે ઘેર આવી પથારીમાં તેના પડખામાં સુવે તે પણ સહન ન હોતુ થતુ.તેના પર્ફુયમમાં તેને દુર્ગંધ આવતી.તેની ઊંઘ હરામ થઇ જતી.

તેને નાનપણમાં બા ભજન ગાતા તે યાદ આવતુ

“હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઇ પાર નહીં

હે સંકટના હરનારા તારી કરુણાનો કોઇ પાર નહીં

મેં પાપ કર્યા છે એવા ,હું ભૂલ્યો તારી સેવા

મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઇ પાર નહીં’’

હે ભગવાન મેં કેટલી મોટી ભૂલ કરી છે મને માફ કર.વિચારોના ચગડોળમાં  આખી રાત પડખા ફેરવતો.

ડીકિન્સ મીડલ સ્કુલમાં આવ્યો તેને હોમ વર્ક ઘણુ રહેતુ આ વિકમાં તેને સૌથી જુના ધર્મ વિશે પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો.રાજેન્દ્રની મદદ માગી,ગુગલ સર્ચ કર્યા બાદ પણ તેને શું લખવું સમજાયું નહીં .આટલા બધા દેવ દેવીઓ, ચાર હાથ વાળા .રાજેન્દ્રએ સમજાવ્યું.એક જ ગોડ છે એક જ શક્તિ છે.દેવ પૃથ્વી પર જુદા જુદા સમયે અવતાર લે અને રાક્ષસોને મારી મનુષ્યને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરે.શક્તિ પણ જુદા જુદા રુપ શસ્ત્રો ધારણ કરી રાક્ષસોને મારે.રાજેન્દ્રને તેનું બાળપણ યાદ આવ્યુ,તેના માતા પિતાએ કહેલ રામાયણ, ભાગવત,મહાભારતની વાતો યાદ આવી.આ દસ વર્ષમાં કદી ના અનુભવેલ સુખ, રાજેન્દ્રએ ડીકિન્સને  આ વાર્તા સંભળાવામાં અનુભવ્યું. આ આખુ અઠવાડિયું, તે આ કારણે રાત્રે પણ ડીકિન્સની રૂમમાં અથવા સોફા પર સુઇ જતો .તેને તો ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યુ.

સોમવારે વહેલા ઊઠી રાજેન્દ્રએ સાઇ બાબા જલારામને યાદ કર્યા, પ્રાર્થના કરી બાપા હું ભાન ભુલેલ, વર્ણશંકર અસંસ્કારી બાઇના મોહમાં ફસાયો મારા સુખી સંતોષી કુટુંબને તરછોડી, હેડક્લાર્કની સરકારી નોકરી છોડી અહીં દસ હજાર માઇલ સુધી આવ્યો અને કંઇ મેળવ્યું નહીં.પટાવાળાથી પણ ઊતરતી કક્ષાનું કામકર્યું. મને મારા કર્યાની સજા મળી ગઇ આજે ટીકિટ લેવા જાઉ છું.બાપા મને માફ કરજો.જલ્દી મારા કુટુંબને મળુ.

મોટેલમાં કોલ ઇન સીક કર્યું. દસ વર્ષમાં પહેલી વખત જ રજા માંગેલ એટલે મેનેજરે તુરત જ ઓ કે રાજુ ટેક કેર બોલી રજા મંજુર કરી.રાજેન્દ્ર ઘેરથી નીકળી પટેલ કાકાના ગેસ સ્ટેશન પર પહોંચ્યો.કાકા તૈયાર જ હતા. બન્ને કાકાના ઓળખીતા ટ્રાવેલ એજન્ટની ઓફિસે ગયા એર ઇન્ડીયાની વન વે ટીકિટ લીધી. સામાન સાથે જ હતો.કાકાની જ ગાડીમાં જે એફ કે એર પોર્ટ પર પહોંચ્યા.કાકાને પગમાં પડ્યો. વિદાય લીધી.

એરપોર્ટમાં તેનો પાસપોર્ટ વીઝા અને બચાવેલી થોડીક મૂડી ૧૨૦૦ ડોલર અને થોડા કપડા ભરેલી હેંડ બેગ હાથમાં હતી..અને દ્વિધાઓથી ભરેલું મન હતુ…જોકે મન કે આત્મા કોઇ તેને પાછો વળી જા એમ તો કહેતું જ નહોંતુ પણ દસ વર્ષમાં નીરુ કેવી થઇ ગઇ હશે. મારી નીરુ તો મને ઓળખી જશે પણ મારો અનુજ મને ઓળખશે ખરો?નીરુ ઓળખ આપશે મને પપ્પા કહેશે મને કેવો ભેટી પડશે!મારા બા બાપુજી મને અપનાવશે? નાનપણથી મારા બા ગીત ગાતા

“ભૂલો ભલે બીજુ બધુ માબાપને ભૂલશો નહીં”

આજે રાજેન્દ્રને તેના માતા પિતા ખૂબ યાદ આવે છે.વારે વારે આંખ ભીની થાય છે .આખરે એર હોસ્ટેસનો અવાજ સંભળાયો “આપની ખુરસી સીધી કરો કમરની પાટી બાંધો”. રાજેન્દ્રએ હાસકારો અનુભવ્યો.બારીમાંથી બહાર જોયું.બોલ્યો.

“આઇ લવ માય ઇન્ડીયા”

મુંબઇ એરપોર્ટ પરથી આણંદ ફોન કર્યો..બે ઘંટ્ડી વાગ્યા પછી આપ જે ફોન નો સંપર્ક સાંધી રહ્યા છે તે નંબર બંધ છે..અન્ય કોઇ નંબર કે માહિતી ઉપ્ભોક્તાએ આપી નથી..

તેનો શ્વાસ ક્ષણ માટે તો રોકાઇ ગયો..દસ વર્ષ ઘણો લાંબો સમય હતો…કોઇ સમાચાર નહીં કોઇ ઠેકાણું નહી.. અમેરિકા પણ ડોલીને કંઇ પણ જણાવ્યા વિના ભારત ભેગો થયો હતો.. હવે શું કરીશ?

મુંબઇ થી વડોદરા અને વડોદરા થી આણંદ એમ સવારે દસ વાગે આણંદ પહોંચી સૌથી પહેલું કામ કર્યું પટેલ કોલોની પહોંચ્યો..મકાન ની જગ્યાએ મોટો એપાર્ટ્મેંટ  કોમ્પ્લેક્ષ ઉભો હતો

દસ વર્ષમાં આણંદે સારો એવો વિકાસ કર્યો હતો…બધા નાના વગા સોસાય્ટી અને એપાર્ટ્મેંટ કોમ્પ્લેક્ષમાં બદલાઇ ગયા હતા..

હવે તેની રહી સહી હિંમત ઓસરતી હતી. તેનું મગજ ચક્કર બમ્મ થતુ હતુ..અને ધડામ દૈ તે બેસી પડ્યો…થોડી ક્ષણો એમને એમ વહી ગઈ અને તે પોક મુકીને રડ્યો…બા..બાપા.. તમે ક્યાં છો?

તેને રડતો છાનો રાખવા કોઇ પાણી લાવ્યુ તો કોઇ અનુકંપાથી બોલ્યુ..કો’ક ગાંડો લાગે છે.. કપડા તો સારા પહેરેલા છે કો’ક ઉજળીયાત વખાનો માર્યો છે…ચાલો એને મંદીર લઇ જઇએ

થોડુ પાણી પીધુ અને પોતાની બેગ લૈને તે બાજુનાં વ્રજ મંદીરમાં પહોંચ્યો.મંદીરમાં જતા વેંત મૂર્તિને દંડવત પ્રણામ કર્યા અને ધ્રુસકે અને ધ્રુસકે ખુબ જ રડ્યો…મંદીરમાં જે પૂજારી હતા તેમણે તેને રડવા દીધો..થોડોક પ્રસાદ.. ગાંઠિયા અને ચા આરોગવા આગ્રહ કર્યો..અને કહ્યું પ્રભુનાં શરણમાં આવ્યા છોને..તમારા દુઃખો તો આમ ચપટી વારમાં કપાઇ જશે.

સ્વામી વિદ્યાનંદજી રાજેન્દ્રને ઓળખી ગયા હતા..અને તેથી તેમણે અસ્વસ્થ રાજેન્દ્ર સ્વસ્થ અને સ્થિર થાય ત્યાં સુધી મૌન ધારણ કર્યુ..વતન નો પવન વતન ની ગલી અને વતનનો તડકોઅને વતનનાં પંખીઓ નો ચ્હેકાટ તેના અજંપ મનને શાંત કરી ગયા.સંતે રુમ ખોલી આપી ને કહ્યું થોડોક આરામ કરો…સ્વામીજી આપને સાંજે મળશે..

રૂમમાં જઇ તે સુઇ ગયો.. જાણે વરસો પછી માનો ખોળો ના મળ્યો હોય સાંજે આરતીનાં મીઠા રણકારે તે ઉઠ્યો..નાહ્યો અને સ્વચ્છ કપડા પહેરી વિદ્યાનંદ સ્વામી ને પગે લાગીને એક ખુણે જઇને બેઠો.થોડી વારે જ્યાર ભક્તો વિખરાય ત્યારે એકાંતમાં વિદ્યાનંદજી બોલ્યા

“ રાજેન્દ્ર વિદેશ થી દેશમાં પાછા ફરતો કોઇ પણ માણસ મંદીરમાં આવી ને રહેતો નથી..શું થયું એતો કહો.”

થૉડીક ચુપકીદી પછી રાજેન્દ્ર બોલ્યો…”મારું ઘર ક્યાં?મારા મા બાપા ક્યાં? મારી નીરુ ક્યાં? મારો અનુજ ક્યાં?”

વિદ્યાનંદજી તેની સામે જોઇ મંદ મંદ હસીને બોલ્યા..તારાબાપા અને મા તો કલ્પાંત કરી કરી શ્રીજી ધામ પહોંચી ગયા..તારા ભાઇઓને તો આમેય કોઇની પડી નહોંતી…તને યાદ કરતી નીરુ અનુજ ને લઇ ક્યાં ગઇ છે તે ભાળ કઢાવીશું..પણ ત્યાં સુધી અહીં તુ સેવક બની ને પ્રભુની સેવા પુજા કર….

સંસ્કાર – (૧૧)-હેમાબહેન પટેલ

 

રાજેન્દ્ર ! આ નામ સાથે રાજેન્દ્રએ પોતાની ઈન્દ્રિયો ઉપર રાજ તો ન કર્યું પરંતુ, ઈન્દ્રિયોએ તેના પર રાજ કરીને તેને એક્દમ બધીજ રીતે કંગાલ કરી દીધો, અને અધોગતીના માર્ગ પર પહોંચી ગયો. ઈન્દ્રિયોએ તેને બહુજ નાચ નચાવ્યો. અને જીવનના એવા વણાંકેલાવીને ઉભો રહ્યો જ્યાં તેની પાસે કોઈ દીશા નથી, કોઈ રસ્તો નથી.કોઈ સાથ નથી. જીવનમાં સાવ એકલો થઈ ગયો છે.ન સાથી, ન સંગી,બસ હવે ઈશ્વરનો સહારો લેવાનો છે, ઈશ્વરનો આશરો છે.તેના પ્રારબ્ધે તેને મંદિરમાં લાવીને મુકી દીધો.અને હવે ફકીર,બાવાની જેમ મંદિરમાં રહેવાનો વારો આવ્યો છે.તેની મજબુરીથી મંદિરમાં પનાહ લીધી છે,પરંતું આ એવી જગ્યાએ આવી પહોંચ્યો છે,જ્યાં જો તે ધારે તો તેની કાયા પલટ થઈ શકે અને જીવન સુધરી જાય અને બદલાઈ પણ શકે. રાજેન્દ્રને તેના પસ્તાવાને લીધે જીવન બદલાઈ તો રહ્યું જ છે. અને ઈશ્વરની શરણમાં આવ્યો છે. એટલે ચોક્ક્સ સારું થવાનું જ છે. ઈશ્વરે આપણને માયાના બંધનમાં બાંધ્યા છે. અને ઈશ્વર આપણને આ માયાથી જ,માયાના ખેલમાં નાખે છે.આપણે કઠપુતલી સમાન છીએ અને દોર તેના હાથમાં છે.તેની આ રમતમાં આપણું કંઈ ચાલતું નથી.“આતો રમત રમાડે રામ” આજે રાજા તો કાલે રંક,ઘડીમાં શાહુકાર,તો ઘડીમાં ફકીર-બાવો.સમયનુ ચક્ર તો ચાલતું રહે છે.અને કોઈનો સમય એક સરખો નથી રહેતો.આજે સુખ તો કાલે દુખ છે. કર્મના લેખા ક્યારેય મીટતા નથી. પ્રારબ્ધમાં જે લખ્યું છે તે થઈને રહે છે. અને દરેકે તે ભોગવવાનુ છે.પ્રારબ્ધને કોઈ ટાળી ના શકે.રાજેન્દ્રની જીંદગીમાં આજે રાત છે, કાલે  અવશ્ય સવાર થવાની જ છે.સવાર થશે એટલે અજવાળુ થવાનું છે. અને તેના જીવનમાંથી દુખ રૂપી અંધકાર નક્કી દુર થવાનો છે.જોવાનુ એ છે, વિપત્તિમાં તે કેટલો સમતુલ રહી શકે છે.

મંદિરમાં, વિદ્યાનંદસ્વામિજીએ રાજેન્દ્રને એક રૂમ રહેવા માટે આપી છે.ત્યાં રહે છે રાજેન્દ્ર દરરોજ સવારે વહેલો ઉઠીને ધ્યાનમાં બેસી જાય છે. પુજા-પાઠ, મંત્ર જાપ કરે છે.પ્રભુ ભક્તિમાં મન પરોવ્યું છે,તેનાથી તેને શાંતિ પણ મળે છે.મંદિરમાં સેવા કાર્યો પણ કરે છે.મંદિરની સાફ-સફાઈ જાતે જ કરે છે.પાણીના માટલા ધોઈ નાખીને તાજુ પાણી ભરવુ, સ્વામીજીના કપડાં ધોવાનો પોતે આગ્રહ રાખે છે.ઠાકોરજીના હાર અને પુજાના ફુલ અને તુલસી, બગીચામાંથી તોડી લાવીને સાફ કરીને હાર તૈયાર કરે છે.પુજાના વાસણો સાફ કરે છે. તિલક ચંદન જાતે જ ઘસીને તૈયાર કરે છે.આરતી, દીપ, દીવેટો બનાવીને,ઘી મુકી તૈયાર કરીને રાખે છે. ધુપ-અગરબત્તી વગેરે પુજાની દરેક સામગ્રી જાતે તૈયાર કરે છે.આ બધા કામો કરવામાં તેને એક અનોખા આનંદની પ્રતિતી થાય છે.અને સ્વામિજી તેના જીવનની વેદના સારી રીતે સમજે છે, એટલે તેને કોઈ પણ કાર્ય માટે ના નથી કહેતા. તેને જે કામ કરવાની ઈચ્છા થાય તે બધા કામો કરવાની પરવાનગી આપે છે.રસોઈ ઘરમાં રસોઈ બનતી હોય ત્યારે શાક્ભાજી ધોઈને,શાક સુધારીને તૈયાર કરીને આપે છે અને તેને આ કાર્યમાં આનંદ મળે છે. દરેક કાર્ય તે  વિદ્યાનંદસ્વામિજીને પુછીને તેમની સલાહ સુચન મુજબ તેમની આજ્ઞા લઈને કરે છે.દરોજ સૌ પ્રથમ તે વિદ્યાનંદસ્વામિજીને પગે લાગે છે.રાજેન્દ્રને મન વિદ્યાનંદસ્વામિજી ભગવાન સમાન છે, જેમણે એક ડુબતાનો હાથ પક્ડ્યો છે.દુખમાંથી ઉગારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દુખમાં સાથ આપ્યો છે.વિદ્યાનંદસ્વામિજી રાજેન્દ્રને મનુષ્યમાંથી માનવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.મંદિરનુ વાતાવરણ જ એવું છે જ્યાં દરોજ આરતી,પુજા અર્ચના થાય છે.ભજન, સત્સંગ,વાર-તહેવારોની ધામ ધુમથી ભક્તિભાવ સાથે ઉજવણી થાય છે.સાથે સાથે ભરપુર શ્રીંગારથી શોભતા, મોઢા પર એક અલૌકિક સ્મિત અને અમી નજરથી ભક્તોને નીહાળતા ઠાકોરજી અને રાધા-ક્રિષ્ણ. આ દર્શન માત્રથી જીવન ધન્ય બની જાય. અને જાણે એક ઝાંખી માત્રથી જન્મો-જન્મના બધાજ પાપો બળી જાય છે. અને મન પવિત્ર થઈ જાય છે.મંદિરમાં રામાયણ અને ભાગવત કથા પારાયણ પણ ચાલતા હોય છે, અને રાજેન્દ્ર દરેક કથા પ્રવચન ભક્તિભાવ અને પુરી એકાગ્રતાથી મન લગાડીને શ્રધ્ધાથી સાંભળે છે. અને પોતાને ભાગ્યશાળી માને છે, કે જીવનનો આ કેટલો સુંદર પડાવ છે, જ્યાં જીવન અને આત્માના ઉધ્ધારની એક સુવર્ણ તક મળી છે. આ તક તો આગલા જનમનુ ભાથુ બાંધવાનો સમય છે. અને રાજેન્દ્ર આ તકનો પ્રેમ અને શ્રધ્ધાથી તેનો લાભ ઉઠાવી રહ્યો છે.રાજેન્દ્ર મનમાં વિચારે છે, મેં ખરાબ કાર્યો કર્યાં છે, તો પ્રભુએ મને સારા કાર્યો કરવાનો પણ મોકો આપ્યો.ભવિષ્યમાં જે બનવાનુ હોય તેની પુર્વભુમિકા પહેલેથી જ ભુતકાળમાં રચાઈ જાય છે. મારા જીવનમાં મારે માટે આ સુવર્ણ કાળ આવવાનો હશે, એટલેજ ભગવાને મારી બુધ્ધિ ભ્રષ્ટ કરીને મને અમેરિકા જવાની લાલચ મારા મનમાં નાખી હતી.નહી તો હું અને નીરૂ એક સરખું જીવન જીવી રહ્યા હોત.અને મને આ સુવર્ણ તક ક્યાંથી સાંપડી હોત. આતો મારા ભાગ્યનો હવે ઉદય થયો છે એમ હું માનું છું.

રાજેન્દ્ર, મંદિરમાં દર્શન માટે આવતા-જતા દરેક ભક્તો, દરેક વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતો અને બધા સાથે સારી રીતે વાત કરતો.મંદિરમાં પ્રસાદ વહેચવાનુ અને આરતી આપવાનુ કામ રાજેન્દ્રનુ હતું, ક્યારેક પ્રસાદ વહેચવાની સેવા પોતે કરતો હતો. તો ક્યારેક ભક્ત જનોને ભગવાનની આરતી આપે છે.અને આમ દરેક વ્યક્તિના સંપર્કમાં રહેતો હતો. મનમાં ઉંડે-ઉંડે એને એક જ આશા હતી ક્યાંયથી પણ તેને તેના પરિવારનુ સરનામુ મળી જાય અને પોતે પત્નિ અને દિકરાને જલ્દીથી મળી શકે.આમને આમ દિવસો અને મહિના પસાર થવા લાગ્યા છતાં પણ રાજેન્દ્રએ આશા નથી છોડી. તેને ખાત્રી છે, એક દિવસ તો સરનામુ ચોક્ક્સ મળશે અને હું મારા ઘરે પાછો જઈ શકીશ. વિદ્યાનંદસ્વામિજી રાજેન્દ્રને જીવનના સારા-સારા બોધ પાઠ ભણાવે છે અને તેને જ્ઞાન આપે છે.ધીરજ આપે છે. કહેછે તારો પ્રેમ સાચો હશે અને મનમાં સાચી લગન હશે તો તને તારો પરિવાર એક દિવસ ચોક્ક્સ મળશે જ. વિપત્તીના સમયે ધૈર્યની બહુજ જરુર છે. એટલે દુખમાં, શાંતિથી દુખનો સામનો કરવાનો અને હિંમત ક્યારેય નહી હારવાની.અને કોઈ પણ વાતમાં ઉતાવળુ પગલુ ક્યારેય નહી ભરવાનુ. ઈશ્વર જે પણ કરે છે, તેની પાછળ કોઈનો કોઈ સંકેત હોય છે. અને તે જે કરે તે સારું જ કરે છે. સ્વામિજીની વાણી સાંભળીને રાજેન્દ્રના દિલમાં ઠંડક પહોચે છે, અને મનને શાંતિ મળે છે. અત્યારે તો સ્વામિજીના મધુર વચનો તેના જીવવાનો સહારો બને છે.ને સ્વામિજી તેનો ઉત્સાહ વધારવા માટે અને નીરાશા દુર કરવા માટે વારંવાર શાંતિથી બોધ વચનો મધુર વાણીથી સમજાવે છે અને આ મધુર વાણીથી રાજેન્દ્રના બેજાન શરીરમાં જાણે પ્રાણ પુરાય છે. અને શરીર પુલકીત થઈ જાય છે. અને હોંશે-હોંશે કામે લાગી જાય છે.રાજેન્દ્રને ખાત્રી છે, સ્વામિજીએ કહ્યું હતું, હુ તારા પરિવારને શોધવામાં મદદ કરીશ. એટલે સ્વામિજીના આ વચનથી એને એક મોટી આશા હતી, મારો પરિવાર શોધીને રહેશે.રાજેન્દ્રની,તેના ગુરુ માટે દ્રઢ નીષ્ઠા હતી, ભરોસો હતો.ગુરુજીએ રાજેન્દ્રને બ્રમ્હ સબંધ આપીને કંઠી બાધી હતી. એટલે રાજેન્દ્ર પુરી શ્રધ્ધા અને લગનથી ગુરુજી આજ્ઞા માનતો હતો.અને ગુરુજીની સેવા કરતો હતો.અને એટલે તે મંદિરમાં ભગવાનની પણ સેવા કરવાનો અધિકારી બની શક્યો હતો. ગુરુજીએ રાજેન્દ્રને તેમના શરણમાં લઈને તેના ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો હતો.સ્વામિજીને ખબર પડી આ જીવ ભટકેલો છે, એટલે તેનો ઉધ્ધાર કરવા માટે તેને શરણમાં લઈ લીધો.જ્યાં ગુરુની,શિષ્ય ઉપર કૃપા દ્રષ્ટિ હોય પછી એ શિષ્યનો ઉધ્ધાર જ થવાનો છે.શિષ્યની ચિંતા ઓછી થાય છે અને ગુરુજીની જવાબદારી વધી જાય છે.

નીરૂ ડાકોરમાં અનુજ સાથે રહે છે, અને નોકરી કરેછે,તો સાથે સાથે અનુજની દેખભાળ,સંભાળ જતનથી કરી રહી છે.અનુજનો ઉછેર,તેનુ જીવન ઘડતર અને સંસ્કારોનુ સિંચન આ બધા જતન કરવામાં કોઈ કસર બાકી નથી રાખતી.અને ખાસ પિતાની ગેરહાજરીનાં દુખની છાયા પણ અનુજ પર નથી પડવા દેતી.આજુ-બાજુ પડોશીઓને પણ હમેશાં બનતી મદદ કરવા તત્પર હોય છે.અને મિલનસાર,મળતાવડા સ્વભાવના કારણે તે આજુ-બાજુ પડોશીમાં માનીતી થઈ ગઈ છે. અને બધા તેને માનથી દ્રષ્ટિથી જોવે છે.નીરૂ એક સંસ્કાર અને સહન શક્તિની મુરત છે. પતિનો વિયોગ, દિલમાં અસહ્ય દુખ હોવા છતાં પણ,દિલ પર પત્થર મુકીને, દુખ દબાવીને, હસતે મોઢે એકલી જીવન જીવી રહી છે.છતાં ક્યારેય હુંફ પણ નથી કરતી. હમેશાં પતિની સલામતી અને પતિ જ્યાં પણ હોય, ત્યાં તેની રક્ષા માટે હમેશાં પ્રાર્થના કરે છે. ‘ધન્ય છે તને ભારતીય નારી,ધન્ય છે તારા સંસ્કારોને, દુખનો પહાડ તુટી પડ્યો છે, છતાં પણ હસતે મોઢે જીવન સાથે જઝુમી રહી છે’. નીરૂને હ્રદય પર પથર મુકીને જીવવાનુ કેટલું બધું મુશ્કેલ છે.આ તો જેને વીતે તે જ જાણી શકે.

નીરૂ તેનુ દરોજનુ નિયમીત જીવન જીવી રહી છે.તેને હવે એક અજબની આનંદની લહેર મનમાં દોડી રહી એવું મહેસુસ થાય છે.કોઈ કારણ નથી છતાં પણ ખુશી છાઈ હોય એવું લાગે છે.તે જાણે હવામાં અધ્ધર ઉડી રહી હોય એવું લાગે છે. તેને ગાવાનુ મન થાય છે,નાચવાનું મન થાય છે.પોતાને સમજણ નથી પડતી આ શું થઈ રહ્યું છે. આજે અરિસા આગળ વાળ ઓળવા માટે બેઠી અને ખુશીની મારી સામે પોતાનુ પ્રતિબિંબ જોઈને, પોતાની જાત સાથેજ વાતો શરૂ કરી.”મને આટલી ખુશી અંદરથી કેમ થાય છે ? શું કંઈ શુભ થવાનુ છે? ના,ના, મારા જેવી દુખીયાળીના નસીબમાં ક્યાંથી હોય?તો હું કેમ ખુશ છુ? જો શુભ થવાનુ હોય તો મારું શુભ તો મારા પતિ ! શું મારા પતિ પાછા આવશે? અરે નીરૂ, જો આવું થાય તો તારા મોઢામાં ઘી-સાકર”. વિચાર માત્રથી નીરૂનુ રોમ-રોમ ખીલી ઉઠ્યુ.અને હવે તેને સારા શુકન પણ થવા લાગ્યા અને તેને ખાત્રી થઈ ગઈ બહુજ જલ્દી તેના પતિ ઘરે પાછા આવશે. અને ઈન્તજારની ઘડીયા મજબત થવા લાગી.તેનો ઈન્તજાર વધી ગયો.

શ્રાવણ મહિનો છે અને હવે મંદિરમાં ભક્તોની ભીડ વધી.અને નિયમીત મંદિર નહી આવવા વાળા પણ આ પાવન માસમાં દર્શન માટે, ભગવાનના આશિર્વાદ લેવા માટે પોતાની મનો કામના પુર્ણ કરવા માટે ચોક્કસ મંદિર આવે છે.અને એક દિવસ મંદિરમાં રાજેન્દ્રના પડોશી અને તેના પિતાના મિત્ર, તેમની પત્નિ સાથે આવ્યા. અને સ્વામિજી અને રાજેન્દ્ર સાથે તેમનો ભેટો થયો. રાજેન્દ્રને કાકા-કાકીને મળીને ખુબજ આનંદ થયો. સ્વામિજી પણ આ લોકોને ઓળખતા હતા. ઘણી બધી વાતો થઈ અને કાકાએ વાત કરી, રાજેન્દ્ર તારા માતા-પિતાનો તો સ્વર્ગવાસ થયો છે.અને નીરૂ અનુજને લઈને ડાકોર રહેવા ગઈ છે.રાજેન્દ્રને માતા-પિતાના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને બહુ જ દુખ થયું.જાણે તેના માથા ઉપર આસમાન તુટી પડ્યું. અને તે તેના અશ્રુ રોકી ના શક્યો. માતા-પિતાના અવસાનનુ કારણ પોતેજ છે. બોલીને ખુબ રડ્યો. સ્વામિજીએ પણ તેના દિલનુ દુખ છે, તે અશ્રુ વાટે વહી જવા દીધું, અને થોડી વાર પછી તેને સાનત્વન આપ્યું.

સ્વામિજી-“ જો બેટા, આ પૃથ્વી લોક પર જે કોઈ આવે છે, તેનુ મૃત્યુ અવશ્ય છે.આ ધરતી મૃત્યુ લોકના નામે જાણીતી છે,મૃત્યુ લોકથી ઓળખાય છે.એટલે,મૃત્યુને કોઈ રોકી ના શકે. હા ભગવાન કંઈને કંઈ નીમિત્ત બનાવે.તારા માતા-પિતાના સ્વર્ગવાસ માટે તું જવાબદાર છે એવું તને કોણે કહ્યું? એ લોકો જીવનનુ એટલું જ પ્રારબ્ધ લઈને આવ્યા હશે.તેમના ઈશ્વરે આપેલ સ્વાસ પુરા થયા અને તેમને જવાનો સમય આવ્યો એટલે તેઓ ચાલ્યા ગયા. કોઈના બોલવાથી કે કહેવાથી મૃત્યુ નથી આવતું.અને તારા માતા-પિતા તો અનંતની યાત્રાએ નીકળી પડ્યા છે. એટલે તેમની સદગતી માટે પ્રાર્થના કરવાની છે, રડવાનુ નથી ”.

સ્વામિજીની મધુર વાણી સાંળીને તેને થોડી શાંતિ થઈ અને, બીજી ક્ષણે નીરૂ માટે વિચારતાં તેનુ દુખ ગાયબ થઈ ગયું. અને મનમાં ખુશીની એક લહેર દોડી ગઈ.કાકા પાસેથી તેને નીરૂનુ ડાકોરનુ સરનામુ મળી ગયું. અને હવે સ્વામિજીની આજ્ઞા લઈને ડાકોર જવાનુ નક્કી કર્યું.પુનમ નજીક છે અને ડાકોરમાં,રણછોડરાયજીના દર્શન માટે સંઘ પદપાળા હમેશાં જાય છે.લોકો આણંદથી ડાકોર ચાલતા પુનમ ભરવા માટે જાય છે. અને રાજેન્દ્રએ નક્કી કર્યું નીરૂ અને અનુજ માટે હું પ્રભુ સ્મરણ અને સત્સંગ કરતાં કરતાં હુ ચાલતો જ ડાકોર જઈશ. અને રણછોડરાયજીની કૃપા મારી પર અવશ્ય થશે.ઈશ્વર તો દયાળુ જ છે.આપણે જ તેની દયા, તેની કૃપા, ક્યાં અને ક્યારે થાય છે તે નથી સમજી શકતા.અને જ્યારે દુખ આવે ત્યારે ઈશ્વરને જવાબદાર માનીને તેની પાસે જવાબ માગીએ છીએ.પરંતું પામર મનુષ્ય એ નથી સમજી શકતો, આ પોતાના જ કર્મો ભોગવી રહ્યો છે. પ્રભુ તો દુખ સહન કરવાનુ બળ આપે છે, થોડી રાહત આપે છે.અને હવે જે દિવસની ઘડીઓ ગણાતી હતી તે પુનમનો પાવન દિવસ આવી ગયો. ભક્તો આગલા દિવસની રાત્રેજ નીકળી પડે છે, તો વળી કોઈ વહેલી સવારે મળશ્કે નીકળી પડે અને ભજન-કિર્તન કરતાં, ‘જય રણછોડ’ના નાદ, ‘ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે’, ‘રાજા રણછોડકી જય’ના નાદથી પુરુ વાતાવરણ ગુંજી ઉઠે છે અને સારી સૃષ્ઠી જાણે ભક્તિમય બની લીન થઈ જાય છે. અને ભક્તિમય આ પાવન પ્રવાહ સાથે ભક્તિરસમાં ડુબકાં મારતો, રાજેન્દ્ર, પવિત્ર-પાવન ડાકોર ધામમાં પેહોંચી ગયો. રાજેન્દ્રને,આજે ડાકોર સ્વર્ગ સમાન ભાસે છે.

સંસ્કાર ૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડાકોર સાધુઓની સાથે આવેલો રાજેન્દ્ર સરનામા વાળી જગ્યા પાસે એક આંટો મારી આવ્યો..સાધુ વેશ અને વધી ગયેલી દાઢીમાં કોઇ ઓળખશે તો નહીં.. પણ તેનું મન હવે તેના કાબુમાં નહોંતુ..નીરુ સાથે વિતાવેલ બધા સુખમય દિવસો તેને યાદ આવતા હતા.. પણ અતાડુ મન તેને ચાબખા માર્યા કરતું હતુ..”લાજ જરા.. તું તેનો પતિ પછી પણ પહેલા તો ગુનેગાર છે.”

આ ચાબખાઓ ખાઇ ખાઇને હવે તો તે આ પાર કે પેલે પારની માનસિકતામાં આવી ગયો હતો..તેના મને તેને વારંવાર તાકિદ કરી કે જો નીરુ ના પાડે તો આ સાધુ વેશ પાકો કરી લઇશ પણ તેને દુઃખી નહીં જ કરું.

મન સાફ છે પણ નકાર જોઇતો નથી.. પ્રભુ ભક્તિ અને શ્રધ્ધા છે પણ ખુણે ખુણે થી પેલો ગીલ્ટ તેને હંફાવતો હતો…તેના ઘર બાજુ બે એક આંટા માર્યા પણ નીરુ દેખાઇ નહીં અને ડાફોળીયા મારતા રાજેન્દ્રને જોઇ અનૂજ બીજી વખતે બોલ્યો પણ ખરો.. આ સાધુ વેશે શું ફાંફા મારો છો..ચાલો જાવ અહીંથી…

બહુ વિચારનાં અંતે તેણે એક પોષ્ટ કાર્ડ લખ્યો

નીરુ

ખરેખર તો હું તારો ગુનેગાર છું અને તે ગુનાની માફી માંગવા અને બાપ તરીકે અનુજની પણ માફી માંગવા હું ડાકોરમાં છું પણ ગુના ની ભાવના એટલી બળવતર છે કે તને રુબરુ થતા પહેલા તારી મરજી જાણવી જરુરી છે કે હું કપાતર તને મારું મોં બતાવું કે નહીં?

પરમ દિવસની  સાંજે ચારેક વાગે હું દુરથી તારા ઘરને જોઇશ..તેં મને માફ કર્યો હોય તો ભગવા રંગનો ધ્વજ કે કોઇ નિશાની મુકજે..હું તે જોઇશ તો જ આવીશ નહીંતર મારી સજા જિંદગી ભરની છે તેમ માનીને કોઇક અણજાણ જગ્યાએ જતો રહીશ.

રાજેન્દ્ર.

આ પોષ્ટ કાર્ડ ડાકોરની પોષ્ટ ઓફીસમાં વહેલી સવારે નાખી દીધો…

બીજે દિવસે નીરૂને જ્યારે કાગળ મલ્યો ત્યારે હર્ષઘેલી નીરુએ આખુ આગલુ ઘર બારણા અને છત સુધી ભગવો રંગ કરી દીધો…પ્રભુને ૧૦૮ દીવા કર્યા અને પ્રભુને વિનવણી કરી.. હે રણછોડ રાય..તેં મુજ અભાગણી નો દિ’ વાળ્યો ખરો..

બીજા દિવસની સવારે ચોકમાં રંગોળી કરી અને મોટા અક્ષરે લખ્યુ..ભલે પધારો મારા કંથ.

અનૂજ પુછતો કે મમ્મી આ જે કેમ સજીને સવારથી તુ તૈયાર થઇને બેઠી છે?

અનૂજને કહે “આજે આપણા દુર્ગતિનાં દિવસો પુરા થાય છે..સાધુવેશે ભગવાન આપણે ત્યાં આવે છે”

….પણ “મમ્મી ઘરને આવો ભગવો રંગ અને ધ્વજાને આવું બધું તો તેં ક્યારેય નથી કર્યુ..”

મેં તને કહ્યુ ને આજે મારાથી રીસાઇ ગયેલા મારા પતિદેવ અને તારા પપ્પા આવે છે.”

“ હું તો તેમેને વઢીશ.. મને આટલો નાનો મુકીને ક્યાં જતા રહ્યા હતા?”

“ભલે તારે જે કરવું હોય તે કરજે.. પણ ફરી થી તે રીસાઇને જતા ના રહે તેનું ધ્યાન રાખજે…”

“હું તો પાંચ વાગે આવીશ ત્યારે તેમનો હાથ પકડીને તેમને જવા નહીં દઉ” નીરુ એ રસોડમાં રાજેન્દ્રને ભાવતા વ્યંજનો બનાવ્યા.. અને સવારથી જ તે ગણગણતી હતી

આવો મારા હૈયાનો હાર રાજા ભરથરી..

સત પામી પાછા વળ્યા રાજા ભરથરી

રાજેન્દ્રને હવે સમયનો ખ્યાલ આવ્યો. જગતમાં જે સમયને સમજે છે તેને જીવનમાં ઘણી ઓછી તકલીફો આવે. મોહમાયાની ચાદર તો આખા વિશ્વમાં પથરાયેલ છે.પણ જો સાચા સંસ્કાર મળેલ હોય અને વડીલના આશિર્વાદ મળેલ હોય તો જ્યારે  ઉંધા માર્ગે જીવ જાય ત્યારે પરમાત્મા તેને રોકી સદમાર્ગે લઈ જીવનમાં શાંન્તિ આપે છે. અમેરીકાથી પાછા ભારત આવવાનો મનનો સંકલ્પ સમયને જોઇ અને તક મળતા ભાગી આવવાનો છે. અને હવે તેને સાચા સંત જલારામ બાપા અને સંત શ્રી સાંઇબાબા પર  વિશ્વાસ પણ એટલો આવી ગયો છે.અત્યારે જ્યારે પણ તે તેની રૂમમાં એકલો હોય ત્યારે બંન્ને સંતોનુ સ્મરણ કરી પોતે કરેલી ભુલની માફી માગતો હોય છે. ઘણી વખત તો તેને નીરૂની અને અનુજની યાદ આવે ત્યારે આંખોમાં આંસુ પણ આવી જતાં પણ અત્યારે તેની પાસે કોઇ રસ્તો નથી.ઘણી વખત તો આંખો બંધ કરી પ્રભુને પ્રાર્થના પણ કરે કે હે ભગવાન મને હવે ઉપર લઈ લો હવે મારે જીવીને શું કરવાનું  છે.નીરૂ જેવી સંસ્કારી પત્નીને તરછોડી અને મારા નાના બાળકને પણ હું ડૉલીની પાછળ જીવન વ્યર્થ કરવા અહીં આવી ગયો. આ પગલુ ભરતાં પહેલા હું મરી ગયો હોત તો જીવનો ઉધ્ધાર થયો હોત.

ઘડીયાળ કેમે કરી આગળ વધતી નથી.. નીરુ પણ પતિને પામ્વા બહાવરી થઇ રહી હતી.. અને રાજેન્દ્ર પણ..તે જ દુર્દશામાં હતો.. તે દુરથી તો જોઇ આવ્યો હતો કે આંગણું કેસરી સાફામાં સજ્જ હતું..

નીરુની ઉદારતાથી તે કોચવાતો હતો.. આવી સુશીલ અને ગુણીયલ નારને છોડી..પેલી વૈશ્યા ને કાજ? અને બીજી બાજુ પ્રભુને પણ મનાવતો હતો.. પ્રભુ આ છેલ્લી તક…આપવા બદલ કોટી કોટી આભાર..

આખરે ઘડીયાળે ચારવાગ્યાનાં ટકોરા વગાડ્યા..ધીમે પગલે પણ આનંદનાં અતિરેકે રાજેન્દ્ર નીરુનાં ઘરે પગલા માંડ્યા સાધુવેશે…

નીરુ પણ સુંદર કેશરી રંગમાં સજ્જ થઇ આરતી લઇને આવી.. રાજેન્દ્રને પગે લાગી ત્યારે રાજેન્દ્ર વધુ કોચવાયો… આંખો ભીની હતી અને તે બોલ્યો “નીરૂ હું તો તારો ગુનેગાર છું. મારે તારી પાસે થી માફી માંગવાની છે.”

નીરુની આંખો હસતી હતી અને સંસ્કાર સભર અવાજે બોલી..જે અહીં છે તે ત્યાં ક્યાંથી હોય? મને તો ગળા સુધી ખાતરી હતી.. તમે પાછા વળશોજ.. અને ત્યાં નાં ડોલર કે અહીંના રુપિયા.એ જીવન જરુરી અંગ ભલે હશે પણ તે અંતિમો નથી…આ ભગવો ઉતારો અને મારા ભરથાર બનો..આ વિવેક જોઇને તેને ડોલીની દાદાગીરી યાદ આવી.. પટાવાળો બનાવી મુક્યો હતો…

બરોબર પાંચનાં ટકોરે અનૂજ આવ્યો અને સૌથી પહેલા બે હાથ જોડી પગે લાગ્યો અને પછી હસીને કહે પિતાશ્રી હવે એકલા ક્યાં ય જવાનું નથી..જ્યાં જૈએ ત્યામ આપણે ત્રણેય સાથે સાથે અને સાથેજ…

લાપશીનાં ગરમ ગરમ કોળીયા પીરસાયા..અને એક્બીજા ને મારા સમ મારા સમ કરીને કોળિયા દેવડાયા…

સાંજ ઢળી.. મોટી આરતીનાં ઘંટારવે  બાપ દીકરો અને મા ત્રણેય પ્રભુનાં દરબારમાં આવ્યા..

સંપૂર્ણ