શૈલજા આચાર્ય

શૈલજા આચાર્ય

વધુ
એક બહુલેખકો દ્વારા સર્જાતી એક કથા જે
સંઘર્ષ કરે છે તેની ઉપાધી
સાથે..તેના શરીર સાથે તેના મન સાથે…જિંદગી ઘણુ છીનવી લેવા ઉતાવળી થાય છે અને
મહદ અંશે હારી ગયેલી શૈલજા હકારાત્મક અભિગમો સાથે કેવી રીતે જીતે છે તે
હ્રદયંગમ કથા

શૈલજા આચાર્ય (૧) સ્નેહા
પટેલ

અમદાવાદ શહેર…સાબરમતી નદીને કિનારે વસેલું સ્વમાની શહેરીજનોથી
છલકાતું શહેર..કોમી રમખાણો, પૂર,,ધરતીકંપ જેવી કેટ કેટલીયે માનવસર્જીત અને કુદરતી હોનારતોમાંથી
ખુમારીભેર બેઠું થયેલું શહેર. ઈ.સ.૧૮૭૫માં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યું ત્યારે
સાબરમતીના ઝંઝાવાતી તોફાનોનો અસ્સલ રંગ જોઇને થોડા ઘણા લાકડાના અવશેષો સાથે બચેલા એલિસબ્રીજ
એટલેકે લક્કડીયા પુલને ફરીથી ઇ.સ. ૧૮૮૯માં પોલાદથી બનાવામાં આવ્યો હતો.લોખંડના ગડરવાળો
અને કમનીય વળાંકોવાળો અને જેના ઉલ્લેખ વગર અમદાવાદ શહેરનો ઇતિહાસ અધૂરો લાગે એ બ્રીજ
એટલે અમદાવાદનો ભવ્ય એલીસબ્રીજ..

સંધ્યાનો સમય હતો. આથમણીકોરે સૂરજ એના ગુલાબી રંગના અનેરા કામણ
પાથરી રહ્યો હતો. એલીસબ્રીજના છેડે આવેલ ‘સેવાબેંક’ની પાછળ આવેલી મધ્યમવર્ગીય સોસાયટીની
બાલ્કનીમાં શૈલજા એના પ્રિય હિંચકા પર ઝુલતી ઝુલતી શાક સમારી રહી હતી . વચ્ચે વચ્ચે
ગુલાબી પગની પાનીએ હિંચકાને એક હળવી ઠેસ પણ મારતી જતી હતી. એના કાળા ભમ્મરવાળ બેપરવાઇથી
બટરફ્લાયની સહાય વડે પોનીટેઈલમાં બાંધેલા હતાં. એમાંથી એક અલકલટ બહાર નીકળીને એના નાજુક
ગોરા ગોરા વદનને ચૂમીને નટખટ શરારત કરતી જતી હતી. પણ શૈલજા એ લટને હટાવવાનો પ્રયત્ન
સુધ્ધાં કર્યા વગર એની એ તોફાનની મજા માણતી માણતી ગુલાબી આકાશને પોતાની આંખોમાં ભરી
લેવાના નિરર્થક પ્રયત્ન કરતી જતી હતી.. પંખીઓ અંધારું થતા પહેલા પોતપોતાના માળામાં
પહોચી જવાની ઊતાવળમાં ઊડતા હતાં. શૈલજાને એ પંખીઓની એકસરખી હારમાળા જોવી બહુ ગમતી.
નભમાં ઉચે ઉચે એક્સરખી લાઇનમાં એકસરખી ઝડપે ઊડતા પંખીઓને જોવાનો એક અનોખો જ લ્હાવો
છે.

પોતાના ઘરની બાલ્કનીમાંથી એલિસબ્રીજ ઉપર ઉગતો અને આથમતો સુરજ જોવા
એ શૈલજાનું મનપસંદ કામ. સાંજના સમયે પોતાની બાલ્કનીમાંથી ગુલાબી વાતાવરણમાં એ પક્ષીઓની
રમત જોવાનું કદી ના ચૂકતી. કુદરતનો ખોળો એને અનહદ પ્રિય હતો. કુદરત જોડે સંકળાયેલી
દરેક વસ્તુ ભલે એ નિર્જીવ હોય કે સજીવ એ એના પણ દિલથી નજીક જ રહેતી.

શૈલજા…શૈલજા આચાર્ય… ડો.સૌમ્ય આચાર્યની પત્ની અને ૧૫ વર્ષના
મધુરા દાંપત્યજીવનની મળેલી ભેટ જેવા નીરજા અને અમૂલ્ય બે મીઠડાં સંતાનોની માતા. શૈલજા
આચાર્યનું કુંટુંબ અમદાવાદના એલિસબ્રીજના વિસ્તારમાં ત્રણ રુમ -રસોડુ- અને ૨ બાલક્નીનો
એક મધ્યમવર્ગી ફ઼્લેટ ધરાવતુ કુંટુંબ હતુ.

રસોડામાં કુકરની સીટી વાગી અને ઉતાવળે પગલે શૈલજા અંદરની તરફ઼
ભાગી. પાંચના બદલે સાત વ્હીસલ થઈ ગઈ.ખીચડી ચડીને નકરી લોચા જેવી થઈ જશે તો જમતી વેળાએ
સૌમ્યના નાકનું ટીચકું ચડી જશે અને એની વ્હાલી નીરજા પણ એમાં કુદી કુદીને ટાપસીઓ પુરાવીને
મારી ખેંચવાની એક પણ તક જતી નહી કરે. મનોમન વિચારતી શૈલજા એકલી એકલી હસી પડી.

ફ઼ટાફ઼ટ કડક ભાખરીનો લોટ બાંધ્યો અને રીંગણ બટેટાનું શાક વધારીને
ફ઼્રીજનું બારણું ખોલતા જ એનાથી એક નિસાસો નંખાઈ ગયો.

’અરે..કાલે તો દહીનો વાટકો ખાલી થઈ ગયેલો…યાદ જ ના રહ્યું.હવે
લેવા જવું પડશે ગેસ પર મુકેલ શાક પણ અધવચાળે બંધ કરવું પડશે..અને એ બધામાં રસોઈમાં
મોડા ભેગું પાછું મોડું થઈ જશે. ત્યાં તો એના કાને માઇકલ જેકશનના સુપરહીટ ’બેન’ નામના
આલબમનું ટાઇટલ ધમાલિયું ગીત કાને અથડાયું.

’આ અમૂલ્ય ક્યારે સુધરશે…? એના મગજ પરથી આ માઈકલ જેકશનનું ભૂત
ક્યારે ઉતરશે?

લાવ એને એક વાર પૂછી જોઉં. જો એ દહીં લાવી આપે તો મારે બધું ય
કામ સમયસર આટોપી શકાશે..” આમ ને આમ વિચારમાં એણે અમૂલ્યના રુમનો દરવાજો ખટખટાવ્યો..

બે મિનિટની પ્રતીક્ષા પછી પણ કોઇ જ ગતિવિધીની એંધાણી ના મળતા શૈલજાને
થોડો ગુસ્સો ચડ્યો.આ વખતે હવે થોડી જોરથી એણે દરવાજો ખખડાવ્યો…અને સાથે જોરથી બૂમ
પણ પાડી,

’અમૂલ્ય..ફ઼ટાફ઼ટ દરવાજો ખોલ..મારે કામ છે..આ આખો દિવસ પેલા જેકીડાના
રવાડે ચડીને બંદરની જેમ ઉછળકૂદ કરે છે તે સારો નથી લાગતો હાં કે..’

’ખટાક’ દઈને રુમની સ્ટોપર ખુલવાનો અવાજ આવ્યો…અને દરવાજામાં
એક રુપકડો વેરવિખેર વાળ વાળો, માસૂમ હાવભાવ ધરાવતો ગોરો ચિટ્ટો બારે’ક વર્ષની ઊંમર
ધરાવતો છોકરો ઉભો હતો. એના

કપાળ પર પરસેવાની બૂંદો છલકી રહી હતી. ડાન્સની તેજ ગતિને લીધે
શ્વાસોશ્વાસ થોડા તેજ હતા…ગોરું ચિટ્ટું મોઢું તેજ ડાન્સના પરિશ્રમને કારણે લાલચોળ
થઈ ગયેલું.

શૈલજા બે ઘડી બધી ય નારાજ્ગી ભૂલીને પોતાનાં લાડકવાયાને જોવામાં
જ ખોવાઈ ગઈ. અમૂલ્ય અસલ પોતાની કાર્બન કોપી જ લાગતો હતો. એજ નાક નકશો…એજ સ્કીનટોન..એના
જેવા જ કાળા ભમ્મર વાળ. એનું હૈયે હેતની હેલી ચડી.બધુંય ભૂલીને પોતાના દુપટ્ટા વડે
લાડકવાયાના ચહેરા પરનો પરસેવો લૂછવા માંડી.

રોજ-બરોજના મમ્મીના ગુસ્સા અને પ્રેમની આ સંતાકૂકડીથી અમૂલ્ય પણ
હવે સારી રીતે વાકેફ઼ થઈ ગયેલો. એને ખબર હતી કે મમ્મી જેટલી જલ્દી ગરમ થાય એનાથી પણ
બમણી ઝડપે એનો એ ઉભરો શમી જતો… હોઠ પર મધ મીઠું સ્મિત ફ઼રકાવતો અમૂલ્ય બોલ્યો…

’.બોલો…શું કામ હતું..?? આ નાનો બાળક આપની શું સેવા કરી શકે
એમ છે…? હુકમ કરો માતાશ્રી..”

બે પળ એની નટખટ શેતાન આંખોમાં જોઈ રહયાં પછી એકદમ જ શૈલજાને યાદ
આવ્યું અને ધીરેથી અમૂલ્યનો કાન આમળતા બોલી..”મારો લાડકવાયો..બહુ શેતાન થઇ ગયો
છે ને આજકાલ કંઈ ..”અને વ્હાલથી એને ગળે વળગાડી દીધો. આંખમાં વ્હાલના અતિરેકથી
આંસુ ભરાઈ આવ્યાં જેને શૈલજાએ તરત જ ખભા પર લૂછી કાઢ્યાં.બે મિનિટ તો અમૂલ્ય પણ ચૂપ
થઇ ગયો. પોતાની આ વ્હાલુડી માના લાગણીના ઝારામાં બે-ચાર ડૂબકી લગાવીને માતૃ-પ્રેમની
મજા માણી રહ્યો.

એક્દમ જ શૈલજાને યાદ આવ્યું..’અરે બેટા, જા ને નીચે કાનજીભાઈની
ડેરી પરથી મને દહીં લાવી આપને. મારે રસોઈમાં થોડું મોડુ થઈ ગયું છે..નહીં તો હું જ
લઇ આવત. હમણાં તારા પપ્પા આવીને ઊભા રહેશે અને જમવાનું તૈયાર નહી હોય તો બૂમાબૂમ કરી
મેલશે…મારો ડાહ્યો ડીકો નહી…. પ્લીઝ..મારું આટલું કામ નહીં કરે તું..?”

‘અરે મમ્મા..આટલા મસ્કા ના માર…લાવી આપું છું તારું દહીં..બસ..”
અને પોતાના રુમની લાઈટ અને સીડી પ્લેયર બંધ કરીને એ શૈલજાના હાથમાંથી ૨૦ની નોટ લઇને
ફટાક દેતાકને ઘરમાંથી બહાર નાઠો.શૈલજા બે પળ એની પીઠ તરફ માર્દવતાથી તાકી રહી…એવામાં
એના નાકમાં શાક બળવાની વાસ આવી ને એ રસોડામાં ભાગી…

‘હાશ…બચી ગયું..પળભરનું મોડું થયું હોત તો…આ અમુક દિવસો સવારથી
જ આવા કેમ ઉગતા હશે..? કોઇ કામમાં ભલીવાર જ ના આવે..”

૦-૦

લાકડાંની કોતરણીવાળી ગોળાકાર એન્ટિક ભીંત ઘડિયાળમાં આઠના ડંકા
પડ્યા અને ઘરના દરવાજાની ડોરબેલમાં કોયલ ટહુકી…સોફા પર બેઠેલી શૈલજાએ છાપુ બાજુમાં
મૂકીને દરવાજો ખોલ્યો.

ઘરના ઊંબરે એક ચૌદ વર્ષની તીખા નાકનકશાવાળી ટીનેજર છોકરી ઉભી હતી.
જમણા કાંડે સ્ટાઈલીશ ફ઼ાસ્ટ ટ્રેકનું ઘડિયાળ બાંધેલું અને હાથમાં ઢગલો’ક સીડીઓનો ખજાનો
પકડેલો હતો.

એના રેશમી સોનેરી વાળ ખભા પર બેપરવાહીથી ઝુલી રહ્યા હતા. ગુલાબી કલરના સ્લીવલેસ ટોપ
અને કોટનના દુધ જેવા સફેદ, ઢીંચણથી થોડું નીચે સુધી પહોચતા પેન્ટમાં લપેટાયેલું એનુ
ગોરું ગોરું અને જુવાનીની પગદંડી પર કદમ માંડી રહેલું તન થો્ડાક થાક અને કંટાળા મિશ્રિત
ભાવોથી લદાયેલું હતું. ડાબા ખભા પર ડ્રેસ ને મેચિંગ કરેલ નાનકડું ગુલાબી પર્સ ઝુલી
રહેલું હતું.

“આવ નીરજા દીકરા આવ..કેમ થાકેલી થાકેલી લાગે છે આટલી?”

“જવા દે ને મમ્મા..આજે ટ્યુશનમાં સરે લખાવી લખાવીને હાથની
કઢી કરી નાંખી છે..મને તો આ એજ્યુકેશન સિસ્ટમ સામે જ વાંધો છે. દુનિયા કેટલી આગળ વધી
ગઈ છે..’પેપર બચાવો’ અભિયાન હેઠ્ળ હવે લોકો મોટા ભાગનું ભણતર ‘લેપટોપ’ પર જ કરવા માંડ્યા
છે. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે ને આપણે હજુ ત્યાં ના ત્યાં જ, એ જ જુનવાણી માનસ સાથે
જીવીએ છીએ. ભણાવશે તો રુડુ રુપાળુંકે,” પરિવર્તન એ દુનિયાનો નિયમ છે” તો
એ પરિવર્તન સ્વીકારવામાં આવી પાછી પાની કેમ કરતા હોઇશું આપણે..? બધું બોલવામાં જ રુપાળુ
છે બાકી વર્તનના નામે સાવ ગોળાકાર મીંડુ જ..”

શૈલજા જાણતી હતી કે એની આ તેજાબી અને ધારદાર બુધ્ધીવાળી દલીલો
કરવામાં નંબર વન દીકરી સામે દલીલો કરવાનો કોઈ મતલબ નથી. બહુ જીદ્દી છે..એકદમ એના બાપા
પર જ ગઈ છે. આને તો મારે વકીલ જ બનાવવી છે. ત્યાં જ એની નજર નીરજાના હાથમાં રહેલ સીડીના
થોકડા પર પડી અને એના મોઢામાંથી એક હાયકારો નીકળી ગયો..પોતાની ઇચ્છા તો બહુ છે, પણ
આ માયા વકીલ બનવા માટે હોંકારો ભણે એમાંની ક્યાં હતી? એને તો એ ભલી અને એનું લેપટોપ..એના
નવા નવા સોફ઼્ટવેર્સ ભલા..આજ કાલના છોકરાઓ કયાં મા – બાપની મરજી મુજબ ચાલે છે..??

’ચાલ દીકરા ફ઼ટાફ઼ટ હાથ મોં ધોઈને ફ઼્રેશ થઈ જા અને તારા પપ્પા
કયાં..આજે તને લેવા નહોતા આવેલા કે શું…”

’ના મમ્મી એ મારી જોડે જ આવ્યાં છે..પણ બિચારા રોજની જેમ જ નીચે
પાર્કિંગમાં ગાડી પાર્ક કરવામાં અટવાયા છે. આપણે ત્યાં હવે ગાડીઓ વધતી જાય છે એટલે
પાર્કિંગની સમસ્યા બહુ મોટી થઈ ગઈ છે. જોને આપણા જ ઘરમાં ચાર વ્યકિતના ચાર જુદા જુદા
વાહનો નથી..એક વ્યકિત દીઠ એક વાહન તો હવે જરુરિયાતના ધોરણોમાં ગણાવા લાગ્યું છે”

’સારું મારી મા..હવે જા ને ફ઼ટાફ઼ટ ડાયનિંગ ટેબલ પર આવ…હું થાળીઓ
પીરસું છું.”

૦-૦

લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય બધા
એક સાથે જમવા બેઠેલાં. લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય
બધા એક સાથે જમવા બેઠેલાં. સૌમ્યના ઘરમાં સાંજના સમયે ઘરના બધા સભ્યોએ એકસાથે જમવાનો
આ શિરસ્તો બહુ મક્ક્મતાથી પળાતો હતો. અનિવાર્ય સંજોગો બાદ કરતાં બને ત્યાં સુધી બધાઆ
શિરસ્તાને વફાદાર રહેવાનો પૂરો યત્ન કરતાં.

‘અહાહા,,આજે તો રસોઇ બહુ સરસ બની છે ને કંઈ..? શું વાત છે શૈલજાદેવી..?”સોનેરી
રીમલેસ ચશ્માને નાક પર સરખા ગોઠવતા સૌમ્ય બોલી ઉઠ્યો.

‘એ તો પપ્પા,,મેં દહીં લાવી આપેલું ને એટલે” તરત જ નટખટ અમૂલ્ય
એ વચ્ચે ટાપસી પુરાવી દીધી.

‘ખાલી આજે જ સારી બની છે રસોઈ..?? મને તો એમ કે…..”

બાકીનું વાક્ય ઇરાદાપૂર્વક અધુરુ રાખીને અને એક ખોટી ખોટી નારાજગીના

ભાવ સાથે શૈલજાએ પોતાની મોટી મોટી ભાવવાહી આંખો સૌમ્યની આંખોમાં
પૂરોવી દીધી.

”બાપ રે મરી ગયા આ તો…સોરી દેવી….બોલવામાં ભૂલ થઈ ગઈ..સ્લીપ
ઓફ ટંગ..માફ કરો અને થોડું શાક પીરસવાની કૃપા કરશો કે..?”

અને આખોય પરિવાર એક્સાથે હસી પડ્યો.

રોજની ટેવ મુજબ શૈલજા સૂતા પહેલાં એક ‘ક્વીક શાવર’ લઈને રેશમી
ટુ પીસની નાઈટી ચડાવીને બાથરુંમમાંથી બહાર નીકળી ત્યારે વ્હાઈટ ઝ્ભ્ભા -લેંઘામાં સજ્જ
સૌમ્ય એનું જીયોલોજીકલ પુસ્તક પૂરી તન્મયતાથી વાંચી રહ્યો હતો. શૈલજા એની નજીક ગઈ અને
ધીમેથી એના હાથમાંથી પુસ્તક લઈને બાજુમાં પડેલું બુક – માર્ક એમાં ગોઠવી દીધું ને પુસ્તકને
હળવેથી બંધ કરતી’કને બોલી..

“ડોકટર સાહેબ…ઘરમા હો ત્યારે તો થોડો સમય અમારા માટે ફાળવો..ગમે
ત્યારે ઇમરજન્સીનો ફોન આવે ને ભાગવું પડે એવા સમયે તો અમારું કશું ના ચાલે પણ અત્યારે
તો…”

‘અરે શૈલુ…તને તો ખબર છે કે અમારા ‘ઉદ્યોગ અને ખાણ વિભાગ’માં
ઉચ્ચ અધિકારીની બદલી કરાઈ છે. આ નવા અધિકારી આવ્યા છે એમને થોડા ‘જીઓલોજીકલ’સર્વે કરાવવા
છે. એટલે મારે થોડી માહિતી ભેગી કરવાની છે એના માટે. તો પ્લીઝ..”

‘હા ભાઈ…લગ્નના ૧૫ વર્ષ થયા..હવે તો તમને આ જમીનોના સંશોધનોમાં
જ વધુ રસ પડે ને.. ” અને આગળનું વાક્ય જાણે આંખોથી જ કહેવાનું હોય એમ અધુરું છોડીને
એની આંખોમાં પોતાની આંખો પુરોવતી’કને પલંગ પર એની નજીક જઈને બેઠી”

સૌમ્ય આચાર્ય રુપાળી પત્નીની મધ મીઠી વાતને નકારી ના શક્યા. એકદમ
શૈલજાનો હાથ ખેંચીને પોતાની નજીક ખેંચી લીધી. શૈલજા પણ જાણે આવા ઇજનની રાહ જ જોતી હતી.

શૈલજાના લીસા વાળમાં હાથ ફેરવતા સૌમ્યને અચા્નક યાદ આવ્યું અને
બોલ્યો.’અરે…કાલે તો મારે આખો દિવસ ડ્રીલીંગ વેલ.માં જ જવાનો છે. થોડી ઇમરજન્સી છે.અને
કાલે મારી ગાડીના હપ્તા ભરવાનો છેલ્લો દિવસ છે.એક કામ કરીશ શૈલુ ડાર્લિંગ…કાલે બેંકમાં
એક આંટો મારીને મારું આ કામ પતાવતી આવીશ.. પ્લીઝ..”

‘ઓકે..જેવી આપની આજ્ઞા પતિદેવ..”

‘ઓહ મારી વ્હાલી કહ્યાગરી પત્ની…આઇ લવ યુ સો મચ..’ અને એક નટખટ
હાસ્ય સાથે સૌમ્યએ હાથ લંબાવીને લેમ્પની સ્વીચ બંધ કરી દીધી.

૦-૦

બીજા દિવસની સવાર થોડી ધમાલિયણ હતી શૈલજા માટે.

આજે કામવાળી નહોતી આવવાની, અમૂલ્યને ક્રિકેટની પ્રેકટીસ માટે બે
પીરીઅડ એક્સ્ટ્રા સ્કુલમાં રોકાવું પડે એમ હતું તો એના માટે ફુલ ટીફીન બનાવવાનું હતું.
સાંજે નીરજાની સહેલીઓ ઘરે આવવાની હતી અને જમવાની હતી તો એની થોડી ઘણી તૈયારી અત્યારથી
કરવા માંડેલી. ત્યાં તો સૌમ્યનું બેંકનું કામ યાદ આવ્યું અને સાથે એ પણ યાદ આવ્યું
કે આજે તો શનિવાર હતો.

‘મરી ગયા…’ ઘડિયાળમાં નજર નાંખતા એ ચિંતા વધુ ધેરી બની ગઈ. ૧૨.૩૦
નો સમય બતાવતી એ ઘડિયાળ જાણે કે એની હાંસી ઊડાવી રહી હતી. ફટાફટ કપડાં બદલી , પર્સ
અને પોતાની ફ્ર્ન્ટીની ચાવી લેતી’કને રીતસરની એણે ગાડી તરફ દોટ જ મૂકી.

મનોમન ગણત્રી મૂકી..અહીંથી સી.જી રોડ એટલે લગભગ ૧૦ એક મિનિટનું
જ અંતર કાપવાનું છે આમ તો. પણ મૂઓ આ ટ્રાફિક….

૪૦ની સ્પીડે દોડતી એની ગાડી અને ૪૦૦ની સ્પીડે ચાલતા એના વિચારો…એમાં
વળી નહેરુબ્રીજનું ક્રોસિંગ બંધ મળ્યું એની અકળામણ હવે ગુસ્સામાં પરિવર્તિત થઇ ગઈ…

‘આ કામ જો આજે નહી પતે તો સૌમ્ય પાછું મહેણું મારશે કે એક કામ
સોંપેલુ એમાં પણ

ભલીવાર નહીં ને..તમારા બૈરાની જાત જ આવી…ભરોસો મૂકાય જ નહી સહેજ પણ …’

વિચારોના તુમુલ યુધ્ધ સાથે ડ્રાઈવ કરતી શૈલજા એ ભુલી ગઈ કે પોતે
અમદાવાદના સૌથી ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહી છે..ત્યાં તો ગાડીના રીવર વ્યુ કાચમાં
એની નજર પડી અને એનું હૈયુ એક ધબકારો ચૂકી ગયું.પાછળ જ એક મ્યુનિસિપાલટીની બસ પૂરપાટ
વેગે આવી રહેલી.

‘આ બસોના ડ્રાઇવરો પણ જાણે પીને ના ચલાવતા હોય એમ જ વાહન હંકારે
છે..સાલું કોઈને ‘રોડ સેન્સ’ જેવું છે જ નહીં ને

આજ કાલ’ વિચારમાં ને વિ્ચારમાં એણે ગાડી થોડી ડાબી બાજુમાં લેવાનો પ્રયત્ન કર્યો. પણ
પાછળ જ એક લાંબી ગાડી ફુલ સ્પીડમાં આવતી હતી એ એના ધ્યાન બહાર જ ગયું અને પરિણામે પાછળની
ગાડીએ શૈલજાની ગાડીને જોરદાર ટ્ક્કર મારી દીધી. શૈલજાની ફ્રંટી બે- ચાર ગુલાટીયા ખાઈ
ગઈ .એમાં વળી પાછલથી આવતી લાલ બસ એની ગાડી જોડે અથડાઈ.

શૈલજાની ગાડીનું કચુંબર બની ગયું. એના માથામાંથી લોહી વહેવા માંડયું
અને કમરમાં ખાસો એવો બેઠો માર વાગ્યો. માંડ માંડ ગાડીનો દરવાજો ખોલીને એણે બહાર નીકળવાનો
પ્રયત્ન કર્યો પણ બધીયે કોશિશો નિષ્ફળ. એનું શરીર જાણે એના

કહ્યામાં જ નહોતું રહ્યું આંખો આગળ લાલ -લીલા – પીળા રંગોની ભૂતાવળ નાચવા લાગી. અમૂલ્યની
‘કોમિકસ બુક્સ’માં જોયેલી હોય એવા સિતારાઓની ભરમાળ સર્જાઈ ગઈ. પીડા ને લીધે ચીસ પાડી
શકે કે ઊંહકારા ભરી શકે એટ્લી પણ તાકાત એના શરીરમાં હવે નહોતી રહી. છેલ્લે આંખો સામે
ભેગી થતી માનવ મેદનીને નિહાળતા નિહાળતા એની આંખો બંધ થઈ ગઈ..શૈલજા બેભાન થઈ ગઈ.

0-0

સૌમ્ય ફાઇલોના ઢગલામાં મોઢું ઘાલીને બેઠેલો. સ્ટાફ્ને સખત શબ્દોમાં
ચેતવણી આપી દીધેલી કે ખાસ મ સિવાય કોઇએ એને હેરાન કરવો નહી.

એવામાં એના સેલમાં રીંગ વાગી.’અરે, આ તો શૈલજાનો નંબર’ થોડી ચીડ
ચડી. અનિચ્છાએ લીલા બટન પર અંગુઠો દબાવ્યો.

‘બોલ…શું કામ છે?’

ત્યાં તો સામેથી કોઇ અજાણ્યો અવાજ આવ્યો.

‘તમે કોણ બોલો છો..?’

સૌમ્યને થોડી નવાઈ લાગી.. આ શૈલજાનો ફોન કોની પાસે છે વળી?

ગુસ્સા પર કાબૂ રાખીને જવાબ અપ્યો.. ‘ભાઈ..તમારી પાસે આ ફોન ક્યાંથી
આવ્યો? તમે કોણ બોલો છો..?”

‘જુઓ ભાઇ..તમે મને કે હું તમને ઓળખતા નથી. પણ આ ફોન જેમનો છે એમને
ઈન્કમટેક્ષના ચાર રસ્તા પાસે ભારે અકસ્માત થયેલો. અમને ‘૧૦૮’ વાળાને આ વાતની જાણ થતા
એ બેનને મેડીલીંક હોસ્પિટલમાં લઇ આવ્યાં છીએ. અત્યારે એ બેભાન છે અને બહુ ખરાબ હાલતમાં
છે. તમે બને એટલા જલ્દી અહી આવી જાઓ અને બીજા જેને પણ આ વાતની જાણ કરવાની હોય એમને
જાણ કરતા આવો.’

આટલી વાત સાંભળતા સૌમ્યના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો અને
એ પોતાની ખુરશીમાં ફસડાઇ પડ્યો…

શૈલજા આચાર્ય (૨) વિજય
શાહ

અજંપ મન હજી રોગને સમજવા મથતું હતું.. ત્યાં તેના ફોનની ઘંટડી
રણકી..૧૨ વાગી ગયા હતા અમૂલ્ય અને નીરજાને સ્કુલે થી લેવાના હતા. અમૂલ્ય બોલતો હતો..પપ્પ્પા
મમ્મી હજી આવી નથી? ફોન ઉપર તો કોઇ અજાણ્યા ભાઇ એમ બોલે છે કે મમ્મી તો હોસ્પીટલમાં
છે. ફોન ઉપર અમૂલ્યનું ડુસ્કુ સંભળાયું…તેથી સૌમ્ય કહે હું આવુ છુ રાહ જોજે અને નીરજાને
પણ કહેજે મને સી એન પહોંચતા પંદર મીનીટ લાગશે…

ઓપેરેશન થીયેટરમાંથી નર્સ બહાર આવી અને કહ્યું..તેમનું ઓપરેશન શરુ કર્યુ છે..તેમની
કરોડરજ્જુને બહુ નુકશાન છે..કદાચ બે કલાક લાગશે. તેમને સંપૂર્ણ બેભાન કર્યા છે.

નર્સ તો સંદેશ આપીને જતી રહી. નીરજા અને અમૂલ્યને શાળાથી લેવા માટે સૌમ્ય નીચે પાર્કીંગમાં
વળ્યો…તેની સુમો બહાર કાઢ્તો હતો અને ફોન વાગ્યો.ઓફીસમાં થી ફોન હતો…લંચમીટીગ માટે
સાહેબ રાહ જુએ છે તેવો સંદેશો સેક્રેટરીએ આપ્યો ત્યારે સૌમ્ય બોલ્યો.. “ શૈલજાને એક્સીડંટ
થયોછે કદાચ આજે તે લંચ મીટિંગમાં નહીં આવી શકે.” સેક્રેટરીનાં અન્ય પ્રશ્નો ના જવાબ
આપતા આપતા તે સી એન નાં કંપાઉંડમાં દાખલ થયો…

અમૂલ્ય અને નીરજા એમની જગ્યાએ હતા અને સુમોમાં તેમને બેસાડી..ઘર તરફ ગાડી વાળી.

“ મમ્મી ને બહુ વાગ્યુ છે?”

“ હા બેટા હોસ્પીટલમાં અત્યારે તેનું ઓપરેશન ચાલે છે.”

“ઘરે ખાવાનું કશું નહી હોય..તમને સેંડવીચ અપાવી દઉં?”

નીરજા કહે “મને તો કંઇ ખાવું નથી..હોસ્પીટલ જઇને મમ્મીને મળવુ છે. અમૂલ્ય તારે ખાવી
છે સેંડવીચ?”.

અમૂલ્ય કહે “ પપ્પા હોસ્પીટલમાં મમ્મીને મળાશે?”

સૌમ્ય કહે અત્યારે તો ઓપેરેશન કરે છે તેથૉ બે એક કલાક પછી જ જવાશે..”

સૌમ્યે રૂપાલી સામે સેંડ્વીચ્ની દુકાને પાર્ક કરતા કહ્યું-“નીરજા ચટણી સેંડવીચ કે સુકીભાજી?”

શનીવારનો સમય હતો અને મેટીની શો છુટી ગયો હતો તેથી સેંડવીચ લેતા વાર ના લાગી પાછળ થી
આઈસ્ક્રીમ પાર્લરની દુકાને થી કાજુદ્રાક્ષનું પેકેટ લઇ સૌમ્ય એપાર્ટમેંટ ઉપર પહોંચ્યો.
પોલીસે ડેમેજ્ડ ફ્રંટી એપાર્ટ્મેંટ પર પહોંચાડી દીધી હતી.

ફ્રંટીની દશા જોઇને ત્રણેય હત પ્રભ થઇ ગયા.પડોશીઓ અને ગુરખો શૈલજા બેનને કેમ છે તે
જાણવા ઉત્સુક હતા.. સૌમ્યે પોતાનો એપાર્ટ્મેંટ ખોલી સૌને અંદર આવવા કહ્યું.

શૈલજા ને કમર ઉપર કરોડરજ્જુનું ઓપેરેશન થઈ રહ્યું છે તેથી કોઇ વધુ માહિતી નથી..શૈલજાની
સખીતો લગભગ રડી જ પડી …ફ્રંટી ની દશા જોતા તો લાગતું નથી કે તેઓ બચે..પણ ઉપરવાળો આ
બચ્ચાઓની સામે જુએ તેવી પ્રાર્થના કરતા કરતા ગયા. ગુરખો તો વધુ ચિંતીત થઇને કહેતો હતો
કે..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી કે બહેન બચી હો.”.

સૌમ્યને ખરેખરો આંચકો હવે લાગ્યો…નીરજા સ્તબ્ધ હતી અને અમૂલ્ય પણ પેટમાં ગલુડીયા બોલતા
હતા પણ મમ્મી ને ખુબ વાગ્યુ છે જાણી ને હવે રડવા માંડ્યો. તેને રડતો જોઇ નીરજા કહે
“ ભઈલા તું કેમ રડે છે?”

અમૂલ્ય બોલ્યો “ મમ્મીને કંઈ થઇ જશે તો?” નીરજા કહે “ ભઈલા મમ્મીને કશું જ નહીં થાય..
સમય્સર સારવાર મલી ગઈ છે ને તેથી તે સારી થઈ જશે. ચાલ આપણે ભરત મામાને બોલાવી લઈએ..”
અને પ્રશ્નાર્થ નજરે સૌમ્ય સામે જોયું.

સૌમ્યે હકારમાં માથુ હલાવ્યુ અને નીરજાએ ભરતમામાને ફોન ઉપર વાત કરી. ઇંદુમામી તરત ટીફીન
લઈને ઘરે આવે છે અને તેઓ મેડીલીંક પહોંચે છે. ત્યારે નીરજાએ કહ્યુ અમે લોકો પણ ૩ વાગે
પહોંચીશુ.. મામી ને ત્યાંથી અમે સાથે લેતા આવશુ…પપ્પા સેંડ્વીચ લાવ્યા છે અને અમે તે
વાપરીને નીકળીશું…

અમૂલ્યને તેની જૅમ સેંડવીચ આપી બાપ દીકરી સેંડવીચ ખાવા બેઠા..પણ એમ કંઇ થોડુ ગળે ઉતરે…અમૂલ્ય
સેંડવીચ ખાઇને આઇસ્ક્રીમ ખાતો હતો ત્યાં ફરી થી ફોન આવ્યો..સૌમ્યનાં મમ્મી ફોન ઉપર
ચિંતા કરતા હતા…મુંબઈથી રાતની ગાડી પકડવાની વાત કરે છે.

સૌમ્ય કહે “તમે ઉતાવળ ન કરો…શૈલજાનું ઓપેરેશન પતી ગયા પછી તે ફોન કરશે. જરૂર હશે તો
ચોક્કસ બોલાવી લઈશ…ભરતભાઈ અને ઇંદુભાભી આવી જવાના છે.તેની આંખમાં ઝળઝળીયા હતા એ ભીનાશ
એના અવાજમાં ડોકાતી હતી..અને સૌમ્યની મમ્મી છાનું છાનું રડતા સૌમ્યનાં રુદનથી વ્યથીત
થતા્ં હતાં..હાય! મારા છોકરાને આ કેવી વ્યથા? સૌમ્ય બોલ્યો..મોમ! મને ખબર નથી શૈલુને
કેટલી વેદના વેઠવાની છે..મને ખુબજ ચિંતા થાય છે..

મમ્મી પાસેથી ફોન પપ્પાએ લીધો અને સૌમ્ય સાથે થોડી વાત કરીને બોલ્યા..”તારી મમ્મીને
હું અત્યારે પહેલું પ્લેન લઈએ છે..અમારાથી આવે પ્રસંગે બેસી ન રહેવાય.. અને છોકરાઓને
સ્કુલ અને તારે કામે જવાનું તેથી ઘરનું માણસ જોઇએ…”

સૌમ્યને પહેલી વખત સારું લાગ્યુ. તે ફોન ઉપર હીબકે ચઢ્યો..

નીરજાને કોણ જાણે કેમ પપ્પાની આ રીત ના ગમી. તે પાણી લઈ સૌમ્ય પાસે આવી અને બોલી પપ્પા
૩ વાગે આપણે મમ્મીને મળવા હોસ્પીટલ જઇએ છે ને? તેના અવાજમાં શૈલજા નો ઠસ્સો હતો.તે
સૌમ્ય તરત સમજી ગયો અને બોલ્યો..” હા દિકરા તારી વાત સાવ સાચી છે.કાલપનીક દુઃખોનાં
ઘોડા દોડાવતા પહેલા વાસ્તવિકતાને જાણવી જોઇએ…”

“પપ્પા તમને બા દાદા સાથે વાત કર્યા પછી જે હિંમત મળવી જોઇએ તેને બદલે તમે તો પોચકા
મુકવા માંડ્યા.”

“ હા બેટા પોતાના માણસને વેદના થાય છે તેટલું જાણ્યા પછી એ વેદના મન ને પણ થવામાંડે
તો તે પ્રેમ છે બેટા.. તેને સમજવા માટે કદાચ તુ હજી નાની છે.”

“ મને પણ પીડાતી મમ્મીની કલ્પનાથી મન ભરાઇ આવે છે પણ હજી વ્યવહારુ બનવુ અને પરિસ્થિતિ
સમજવી જરૂરી છે .ચાલો આપણે નીકળીયે.. થોડાક વહેલા હોઇશું તો કોઇ આવ્યુ હશે તેમની સાથે
વાત થશે.” એજ શૈલજા નો લહેકો..સૌમ્ય મનમાં બબડ્યો…અમૂલ્ય પણ ઢસડાતો હોય તેમ નીરજાની
સાથે ચાલતા ચાલતા બોલ્યો “દીદી મમ્મીને સારું થઇ જશેને?”

યંત્રવત સુમો એપર્ટમેંટ માં થી બહાર નીકળી અને મેડીલીંકમાં પહોંચી ત્યારે સૌમ્ય અકસ્માતની
લોહીયાળ સચ્ચાઈ જાણવા મનથી તૈયાર થઇ ગયો હતો. ભૂતકાળનાં ઘણાં પ્રસંગો ઉભા થવા મથતા
હતા.. પણ આજે તો એક જ સચ્ચાઇ હતી અને તે શૈલજા આઈ સી યુમાં છે તેનું ઓપેરેશન ચાલી રહ્યું
છે…અને પેલા ગુરખાની વાત તેના મનમાં પડઘાતી હતી..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી
કે બહેન બચી હો.”.

વેઈટીંગરૂમ માં દાખલ થયા ત્યારે નર્સે જણાવ્યું બેન ને સારું છે..ઓપેરેશન પુરુ થવામાં
જ છે. નીરજાએ પપ્પા સામે અર્થ્પૂર્ણ રીતે જોયુ..અને જાણે કહેતી હોય જોયું પપ્પા ત્યાં
અંધેર નથી?”

મૂક સંમતિ આપી સૌમ્ય બીજી બાજુ જોઇ ગયો..

અમૂલ્ય એક ખુરશીમાં ચુપ ચાપ બેઠો હતો.. તેની ઉંમરનાં પ્રમાણમાં તેને પ્રશ્નો ઉઠતા અને
નીરજા એની સમજ પ્રમાણે જવાબ આપતી પણ કેટલાંક પ્રશ્નો તો એવા હતા કે તેનો જવાબ નીરજાને
પણ નહોંતો આવડતો, ત્યારે એક બ્રહ્મવાક્ય આવી જતું ‘” હોસ્પીટલમાં મમ્મીને સમયસર સારવાર
મળી છે ને તેથી બધુ સારું થઇ જશે ભઈલા.. થોડીક રાહ જો..’ અને અમૂલ્ય કહેતો.. “મને તો
મમ્મીની સાથે વાત કરવી છે.. એ ક્યારે આવશે?” તેના આ પ્રશ્ન નો જવાબ નીરજા, ભરત મામા
અને ઇંદુમામી દસ વખત આપી ચુક્યા હતા…”બસ હવે આવી જશે..” પણ હજી સુધી કેમ આવી નથી? તે
વ્યથા તેના નાના મગજને રંજાડતી હતી. વળી વાતો વાતોમાં કોઇક નર્સ બોલી કે હવે જીવનું
જોખમ નથી..ત્યાર પછી એ વધુ અજંપ થઇ ગયો.. એના બાલ માનસમાં મમ્મી નો જીવ પણ જતો રહી
શકે તેમ હતો તેનાથી તેને બીક લાગવા માંડી હતી…મમ્મી ના હોય તેવી તો કલ્પના ક્યારેય
કરી નહોંતી..

નીરજા જોઇ રહી હતી કે અમૂલ્ય ડરે છે તેથી તેની સાથે વાતો કરી તેનો અને પોતાનો ડર દુર
કરવા બોલી..” ઇન્દુ મામી આ અમૂલ્ય જુઓને મમ્મી ને કંઈ થઇ જશે કરીને ડરે છે તેને સમજાવોને
કે મમ્મીને સારું છે…”

એટલે અમૂલ્ય બોલ્યો.. ન મને કંઈ ડર નથી લાગતો પણ હવે બહુ થયું મારે મમ્મીને જોવી છે…”

ઇંદુમામી કહે “ બેટા પ્રભુએ તમારી સામે જોયું છે.. મમ્મી ભગવાનનાં દ્વારેથી પાછી આવી
છે”

નીરજાએ મામીની વાતમાં ટહુકો કરીને કહ્યું “ હા ભૈલા મમ્મીને હવે સારું થઇ જશે.”

થોડોક સમય વીતી ગયો.. ત્યાં પેલી નર્સ હાંફળી ફાંફળી આવીને કહે શૈલજા બહેનનું બ્લડ
ગ્રુપ “એ” છે…કદાચ વધુ લોહીની જરૂર પડે..તમારામાં થી કોઇ લોહી આપી શકશે?

ભરતભાઇ એ અને સૌમ્યે તૈયારી બતાવી…

ઇંદુબહેને નર્સને પુછ્યું “ ઓપરેશન તો સફળતાપૂર્વક પતી ગયુ છે ને?”

નર્સ કહે “ આ તો તકેદારી છે..અને મોતનાં મોંમાંથી પાછા લાવવા અમારે કોઇ પણ વસ્તુની
શરતચુક ના થાય તે જોવાની જવાબદારી છે”

સૌમ્ય નર્સની વાત સાંભળી રહ્યો હતો તેથી તેમની પાસે જઈને નર્સે કહ્યું તેમને ૧૬૦ ટાંકા
છે અને અત્યારથી ૭૨ કલાક આઇ સી યુ માં ઓબ્ઝર્વેશન માં રહેશે…ઓ.એન.જી.સી નું પીઠબળ છે
તેથી પેશંટ બચવાની શક્યતા ના હોત.

હમણા દસેક મીનીટમાં ઓપરેશન પતી જશે અને તેમને આઇ.સી. યુ. માં દાખલ કરાશે. તમારી સાથે
દર્દીનાં રોગ વિશે અને તેમ્ની સાર સંભાળ માટે જરૂરી વાતો ડો જાધવ સાહેબ તેમની કેબીનમાં
કરશે.

નીરજાનાં રડું રડું થતા ચહેરાને જોઇ નર્સે તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું બેટા તારી
મમ્મીની મમ્મી થજે..અને તારા ભઈલાને જાળવજે…પ્રભુએ નાની ઉંમરે માની સેવા કરવાનો મોકો
આપ્યો છે. અને અમૂલ્યને કહે તારી મમ્મી બચી ગઈ છે.. ડાહ્યો દીકરો થજે..નર્સ માથા ઉપર
હાથ ફેરવીને જતા રહ્યા.. પણ ત્રણેય જણાનાં ચહેરા ઉપર હજારો પ્રશ્નાર્થ ચિન્હ પેદા કરી
ગયા…

૦-૦

બરોબર સાડા ત્રણ વાગે રોલીંગ સ્ટ્રેચર ઉપર શૈલજાને લૈને ઓર્ડર્લી આવ્યા અને લીફ્ટમાં
ત્રીજે માળે લૈ જતા હતા ત્યારે બેહોશ શૈલજાને બધાએ જોઇ..ઓક્ષીજન અને ગ્લુકોઝ, સલાઈન
ચાલુ હતો અને સાઈડ ઉપર તેને સુવાડી હતી.તેનો પીડા ગ્રસ્ત ચહેરો જોઇ ભરતભાઇનો સમતાનો
બંધ તુટી ગયો. “મારી નાની બેન ને આટલું બધું દુઃખ!..’

અમૂલ્ય એક વાત સમજી ગયો હતો.. મમ્મીનો આ રોગ નાનો નથી અને જલ્દી મટવાનો નથી.અને તેથી
મમ્મીને જોતા જ નીરજાનો હાથ જોરથી પકડી લીધો..નીરજા પણ આજ અનુભવમાં થી પસાર થી રહી
હતી..ઇન્દુમામીએ તેની આંખમાં જાગેલા ભયને ભાળી લીધો અને ભરતને કહ્યું તમે સૌમ્યભાઇ
સાથે આવજો હું આ બંનેને લઈને ઘરે જઉં છું.

પાછા વળતા ઇન્દુમામી એ ફીયાટ ઘર તરફ વાળી…નીરજાને રડવું હતું.. પણ રડાતું નહોંતું..
નાના અમૂલ્યને સાચવવો પડે તેમ હતો…તેણે ઇન્દુ મામીને પુછ્યું “ મમ્મીને સારુ થઇ જશેને?”

ઇંદુમામીએ કહ્યું “તારી મમ્મી તો બહુ બહાદુર છે…બસ તારા જેટલીજ હતી જ્યારે હું પરણીને
ઘરે આવી ત્યારે…ઘરમાં રસોઇ, નિશાળનાં ટ્યુશનો અને બાને ખાવાની બહુ તકલીફ.. છતા બધું
તે કરે અને પાછી મને કહે ભાભી..તમને કંઈ કામ હોયતો કહેજો.. હુંતો આમ ચપટી વગાડીને કરી
નાખીશ”.

“ મામી હું પણ બધું કરું છું પણ અમૂલ્યની મને બીક લાગે છે.તેને કેવી રીતે સાચવીશ?”

“ અરે નીજુ બેટા તારે એકલીને ક્યાં સાચવવાનો છે? પપ્પા છેને? અને મમ્મીતો આમ જ સાજી
થૈ જશે…”

“પણ મામી..”

“ જો બેટા એક વાત સમજ.મમ્મીને કમર્માં દુખાવો રહેશે.. એટલે તેમાં ત્રાસ થાય તેવું કંઇ
એને કરવા નહીં દેવાનું.. બાકીતો તે બચી ગઈ તેજ સૌથી મોટી પ્રભુ કૄપા..”

અમૂલ્ય આ બધું સાંભળતો હતો અને બોલ્યો..

’એટલે એનો અર્થ એવો થયોને કે મમ્મી મરી જતા જતા બચી છે?’

“હા. પણ હવે તે કાળ જતો રહ્યો.. હવે તો મમ્મી સાજી થાય એટલી જ વાર!”

અમૂલ્યનું નાનું માનસ મોટી મસ સમસ્યા સમજ્વા મથતું હતું અને મમ્મી ના હોય તો શું થાય
તે વાતો વિચારી વિચારી થાકી ગયું…એપાર્ટમેંટમા ફીયાટે વળાંક લીધો અને ઇંદુ મામી એ એપાર્ટ્મેંટ
ખોલ્યુ…

૦-૦

ડો જાધવની ઓફીસ સ્વચ્છ અને સુઘડ હતી.

ભરત અને સૌમ્ય તેમની રાહ જોતા હતા.સામેની બાજુએ તેમની ડીગ્રીઓ અને અવોર્ડો હતા.બીજી
બાજુની ભીંત ઉપર કર્મણ્યે વાધીકારસ્તેનું ગીતા જ્ઞાન ગાતું ચાંદીનાં રથનું મોટુ અને
આકર્ષક પોટ્રેટ હતુ.તેની સામેની ભીંત ઉપર એક્ષ્રરે ચેક કરવાનું કબાટ હતુ.

ઓપરેશન ના સમયે જે નર્સ બહેન બધી માહિતી આપતા હતા તે નર્સ બહેન સાથે ડો જાધવ, ૪ નાં
ટકોરે ઉપસ્થિત થયા.

સૌમ્ય સાથે હાથ મિલાવતા કહે” મારે લીધે રાહ જોવી પડી હોય તો મને દર્ગુજર કરજો..પન શૈલજાનું
ઓપેરેશન એક મોટી કટોકટી હતી. મારી સાથે છે તે બહેન ચિત્રા પટેલ.. અમારા સમય્નાં નર્સ
છે અને મને તેમને લીધે ઘણી રાહત છે.

ભરતભાઇ તમારા નાના બહેન એક કટોકટીમાં થી બચી ગયા છે પણ તેની પાછળ આવતી ઘણી બધી નવી
તકલીફો માટે સજ્જ કરવા અત્યારે તમારી સાથે વાતો કરીશ.

અકસ્માતે તેમની કરોડ રજ્જુને નુકસાન કર્યુ છે અને તેને કારણે તેમનામાં શારિરિક અને
માનસિક તકલીફો આવનાર છે તે અને તેનો કેવી રીતે સામનો કરવાની ચર્ચા કરવી છે.પણ તે શરું
કરતા પહેલા તમને ખબર છેને કૄષ્ણ ભગવાને આ સંદેશ કેમ આપેલો?

સૌમ્યે માથુ હલાવ્યુ અને ચિત્રા બહેને ચર્ચાનો દોર પોતાના હાથમાં લીધો “ હમણા તો શૈલજા
બહેનનો કમરનો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મણકો અકસ્માતમાં દબાયેલોછે અને તે દબાણ
દુર કરી અમે તેમેને નવું જીવન તો આપ્યું છે પણ અમે કેટલા સફળ તેતો ૭૨ કલાકે જ ખબર પડે.

આ દબાણ ની અસર ક્યાં અને કેવી રીતે પડે તે પહેલા સમજી જાવ એટલે રોગ વિષેની તકલીઓ સમજાય.

હાલમાં શૈલજાનાં ઐચ્છીક અંગો જેવાકે હાથ પગ,ને સ્નાયુઓને સતર્ક રાખતી જ્ઞાન રજ્જુઓ
દબાઇ ગઈ છે જે મણકા ૩ થી ૬ દબાય છે તેને લીધે થયું છે.બાકીનાં અવયવો જેવાકે નાક , કાન
આંખ હ્રદય કીદની વગેરે ઉપર કોઇ અસર નથી.

શૈલજા બહેન ને આ નુકસાન વિષે પહેલા જ્યારે ખબર પડશે ત્યારે તે સત્યને પચાવતા તેમની
માનસિક હાલત ખુબ જ કથળેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. હવે ડોક્ટર જાધવે વાત પોતના
હાથમાં લેતા કહ્યું. આવા દર્દીઓનાં કેસમાં દર્દી અને તેમની આજુ બાજુનું વાતાવરણ ખુબ
જ અગત્યનો ભાગ ભજવે છે.

મારી સલાહ એવી છે કે તેમને નકારાત્મક ચર્ચા કરતા સર્વે પરિબળો થી તેમને મુક્ત કરી દેજો.

ભરતભાઇ અને સૌમ્ય ડોક્ટરનો આભાર માનીને ઘરે જવા નીકળ્યા.

શૈલજા આચાર્ય (૩) સ્નેહા પટેલ

સૌમ્યની માનસિક હાલત ડામાડોળ હતી..એની નજર સામે વારંવાર શૈલજાનું
પાટાપીંડીવાળુ અને પરવશ તનવાળુ દ્રશ્ય ફરતું જતું હતું. ભરતભાઈએ એને થોડો આરામ
આપવાનું વિચાર્યું પણ એને જાતે ગાડી ડ્રાઈવ કરીને ઘરે જવા દેવાય એમ હતું નહીં અને
અહીં શૈલજા પાસે પણ એને એકલો મુકવાનો મતલબ નહતો. મનોમન ભરતભાઈ પોતાના આવા પોચકા
જીજાજી પર અકળાઇ ગયા.મુસીબતના સમયે મરદના બચ્ચાની જેમ સામી છાતીએ લડત આપવાની બદલે
આ તો સાવ જ પાણીમાં બેસી ગયો છે..મનોમન બે ચાર અપશબ્દ પણ બોલાઈ ગઈ. પણ અત્યારે આ
બધી વાતોનો કોઇ જ મતલબ નહતો. ખાલી મગજ ઠંડુ રાખીને આ સમસ્યામાંથી બને એટલા ઓછા
નુકશાન સાથે બહાર નીકળવાનું હતું. એટલે જ ભરતભાઈએ સૌમ્યને ઘરે પહોંચાડી અને પોતાનો
જરુરી સામાન લઈને હોસ્પિટલ પાછા આવી શૈલજા પાસે રોકાવાનો નિર્ણય કર્યો.

આખા રસ્તે સૌમ્ય ચૂપચાપ બેસી રહ્યો. ખાલી ખાલી નજરથી કાચમાંથી બહાર સિમેન્ટીયા
શહેરના સ્ફાલ્ટની સડકો પર પૂરપાટ વેગે બેજવાબદારીથી દોડતા નાના મોટા વાહનો નિહાળતો
રહ્યો. આવી બેજવાબદારીને લીધે જ એની શૈલુનો આવો જીવલેણ અકસ્માત થયો ને… એને બહાર
ભાગતા બધા વાહનોના ચાલકો પર ગુસ્સો આવી ગયો.

૦-૦

ઘરે જઈને લૂઝ લૂઝ ખાઈને નાઈટ ડ્રેસ..ટુથબ્રશ..નેપકીન..એક ચાદર..જેવી નાની નાની
વાતો યાદ રાખી રાખીને ઇન્દુને ’ગુડનાઈટ..જય શ્રી ક્રિશ્ના ’ કહીને ભરતભાઈ ઘરના
ઊંબરે પહોચ્યા જ હશે કે પાછળથી ઇન્દુબેને બૂમ પાડી..

’અરે…એક મિનિટ ઊભા રહો તો જરા..” અને દોડતી’કને એ બારણે આવી.

’શું થયું ઇન્દુ..’

’આ તમારી બ્લડ પ્રેશરની ગોળી તો લેતા જાઓ..રાતના ઊજાગરા થશે અને પ્રેશર પાછું
કંટ્રોલ બહાર જશે

તો તકલીફ઼ થઈ પડશે આવા સમયે તો આપણે દર્દીની જોડે આપણું પણ એટલું જ ધ્યાન રાખવું
પડે..નહીં તો હોસ્પિટલમાં એની બાજુમાં બીજો ખાટલો આપણો જ ઢળી જાય..એક તો તમે માનતા
નથી …હું તો કહું છું કે આ સૌમ્યભાઈને પણ જોડે લઈ જાઓ…એક કરતાં બે ભલા રહેશે..મારે
આ છોકરાઓની જવાબદારી છે…એમના બા-દાદા આવી ગયા હોત તો તો હું જ આવી જાત તમારી જોડે…”

અને ભરતભાઈ હેતાળ સ્મિત સાથે પોતાની પ્રેમાળ પત્નીને ચૂપચાપ જોઇ રહ્યાં..ધીરેથી
બોલ્યાં,

’શું કામ ચિંતા કરે છે..આ ગજવેલની છાતીવાળા મરદ ’પતિ’ પર ભરોસો નથી કે..સૌમ્ય
ત્યાં આવે છે અને નકરી અર્થહીન વાતો વિચારી વિચારીને ત્યાંનું આખું વાતાવરણ ડહોળી
કાઢે છે. ચારે બાજુ નકરી નકારાત્મક ઉર્જા જેવું જ અનુભવાયા કરે છે અને મારે
અત્યારે એ નથી જોઈતું. થોડા દિવસ તો હું ખેંચી કાઢીશ..પછી જોયું જશે. પ્લીઝ…મગજ પર
થોડો સંયમ રાખી લેજે. હા..એના મમ્મી પપ્પા આવે પછી તું આવજે. એ વાત તારી બરાબર
છે..ચાલ રજા લઊં..ત્યાં શૈલજા જોડે કોઈ જ નથી…જય શ્રી ક્રિશ્ના..”અને ઇન્દુબેન સજળ
નેત્રે એમના આ ભડ પતિની પીઠને તાકી રહ્યાં..

0-0

સૌમ્યનાં પપ્પા મમ્મી આવી ગયા પછી સૌમ્ય જરા હળવો થયો.. ઘરથી હોસ્પીટલનાં આંટા
ફેરા જાણે સહ્ય બન્યા. ભરતભાઇ અને ઇંદુબેન ને પણ થોડો હાશકારો મળ્યો રવિવાર જતો
રહ્યો અને સોમવારે છોકરાને નિશાળે મોકલ્યા પછી ઇંદુબેને જરા રસોડામાં હાશનો શ્વાસ
લીધો. શૈલજાનું રસોડું ઇંદુબેન માટે નવું તો નહોંતું પણ વેવાઇ અને વેવાણ ને
સાચવવાના અને સૌમ્યભાઇને શોક્માંથી બહાર કાઢવા કંઇક અને કંઇક મથતા રહેવું પડતુ..જો
કે તે કામ હવે સૌમ્યનાં મમ્મી કરતા અને હિંમત રાખવા જાત જાતનાં અનુભવો આપતા…

શૈલજાને હોશ આવી ગયા હતા.મેડીલીંકના દર્દીઓના હલ્કા ભૂરા ડ્રેસમાં આવી હાલતમાં
પણ એ સોહામણી લાગતી હતી. રુમમાં અત્યારે કોઈ જ નહોતું.એ.સી.રુમમાં કાચની બારીઓ
કેસરી રંગના પડદાથી ઢંકાયેલી હતી. રુમમાં દિવસના સમયે પણ લાઈટો ચાલુ કરેલી હતી.
કુદરતા વાતાવરણમાં જીવવા ટેવાયેલી શૈલજાને આ અંધકારભર્યા ક્રુત્રિમ વાતાવરણથી
અકળામણ થઈ ગઈ. મન થયું કે ઉભા થઈને એ પડદા ખોલી નાંખે..બહારની દુનિયાની હલચલ સાથે
થોડા ડગલા ચાલીને ગતિનો આનંદ માણી લે…પણ અફ઼સોસ..એનાથી પોતાના પગની આંગળી સુધ્ધાં
હલાવી શકાતી નહોતી..વળી ડોકટરોની કાને પડતી ગુસપુસથી એને પોતાની પરવશ હાલતનો થોડો
અંદાજ પણ બંધાતો જતો હતો. એને છુટ્ટા મોઢે રડવું હતું પણ કદાચ આંખના આંસુ પણ
અકસ્માત પછી પરવશ થઈને સુકાઇ ગયેલા લાગતા હતાં. ભરપૂર પ્રયત્નો પછી પણ આંખોમાંથી
બહાર આવતા જ નહોતાને..સુકીસુકી આંખોથી એણે રુમની છત તરફ઼ નજર નાંખી…છત એકદમ સફ઼ેદ
હતી. એક પણ દાગ નહતો.

આંખોને એ.સી. ના બંધિયાર વાતાવરણમાં એ ચોકખાઈ સારી લાગી. ત્યાં પંખાના પવનની
લહેરખીથી પેલો કેસરી પડદો થોડો ઊડ્યો અને શૈલજાની આંખે બહારની દુનિયાની એક ઝાંખી
કરી લીધી..એક જોરદાર નિસાસો છાતીમાંથી પડઘાયો..શું હવે એ કદી આ દુનિયામાં પાછી નહી
ફ઼રી શકે..પોતાના પગ પર ઊભી નહી રહી શકે… નાની નાની વાતો માટે હવે એણે બીજાઓ ઉપર
આધાર રાખવો પડશે એ વિચારે જ એના રોમેરોમ ધ્રુજારી વ્યાપી ગઈ. આવી પંગુતા એને નસીબે
જ કેમ લખાઈ?

વિધાતાને એની જોડે જોડાયેલી બે માસૂમ જીંદગીનો પણ વિચાર નહી આવ્યો હોય..?
અમૂલ્ય તો હજુ કેટલો નાનો છે..એની બૂટની દોરી સુધ્ધાં એને બાંધતા નથી આવડતું વળી
નીરજા..એની લાડકવાયી…આ જ તો ઉંમર છે કે એને માની ખાસ જરુર પડે..માના રૂપમાં એને
પોતાની બહેનપણી મળી જાય તો એને યોગ્ય માર્ગદર્શન અને માવજત મળી શકે એના બદલે એને માથે
પોતાની જવાબદારીના ખડકો ખડકાઇ ગયા. નાનપણમાં પોતે જેમ એને કોળિયા ભરાવેલા એમ હવે એ
પોતાને ભરાવશે..પોતે નીરજાના વાળ ઓળી આપતી હતી એમ એ હવે એના વાળ ઓળી આપશે.. પોતે
એને જેમ ચણાનો લોટ અને મલાઈ ઘસી ઘસીને નવડાવતી હતી એમ…આગળની સ્થિતિ વિશે વિચાર
કરવાની એનામાં તાકાત જ ના રહી..ઓહ..આ તો પોતે દિકરીને પોતાની મા બનાવીને એની
પાસેથી બધુ વસુલ કરશે એવી હાલત થઇને ઊભી રહી છે.. એ નાજુક શી છોકરી આ બધી
પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરશે..? એના ભણતર પણ જવાબદારીઓનો ગિલેટ લાગી જશે
હવે..

હે ભગવાન આમ અડધી મરેલી જીવતી રાખી એના કરતા તો તેં પૂરી જ મારી કાઢી હોત તો શું
વાંધો હતો..આ તારો કેવો ઇન્સાફ…ગયા ભવના મારા એવા તે કયા કર્મો મને અત્યારે નડી
રહ્યા છે એ જ નથી સમજાતું..

આહ..!!

અને એના મોઢામાંથી ગરમા ગરમ લ્હાય જેવા નિસાસાઓ સરી પડયાં. એ જ સમયે પડદો ફરી
ઉડ્યો. બહાર વરસાદ પડતો હતો. બારીના કાચ પર એક ધુંધ પ્રસરેલી હતી. જાણે અંદરથી
શૈલજાના આ ગરમ લ્હાય જેવા નિસાસાઓ વરસાદમાં વરાળ થઈને કાચને ધુંધળાવી ગયા ના હોય..
એને પોક મૂકીને છુટ્ટા મોઢે રડવું હતું પણ આંખમાં આસુ આવતા જ નહોતા..પોતાની આંખના
આંસુ પણ હવે એ જાતે નહી લુછી શકે…હા એવું જ હશે…એટલે જ કદાચ ભગવાને એની આંખોના
આંસુ સૂકવી કાઢ્યા હશે…!!!!!

ત્યાં તો આંખોમાંથી એક આંસુ ‘ટપ’ દઈને એના ઓશિકા પર ટપકી પડ્યું… અને શૈલજાએ
બાકીના આંસુઓને ખાળવા પોતાની આંખો મહામહેનતે જોરથી ભીંસી દીધી…

૦-૦

સૌમ્ય પથારીમાં આડો પડ્યો. હોસ્પિટલની દોડાદોડ, સ્પીરીટની ગંધાતી ઉબાઉ તીખી
વાસ, શૈલજાને સામે પથારીમાં પરવશ હાલતમાં સતત જોઈ જોઈને થાકી ગયેલી આંખો..ડોકટરોની
દોડા-દોડ… સિસ્ટરોની શિખામણોની વણઝાર…સલાઇનના બાટલા પર સતત ધ્યાનશીલ ચાંપતી
નજર..એક્સ રે ની ખાખી ફ઼ાઇલોના ઢગલા..દવાઓના લિસ્ટ અને હોસ્પિટલના બિલોથી સતત ભારે
થતું ખીસું…આજે ઘરના પલંગ પર પણ એ બધું એનો પીછો નહોતું છોડતું. આ ડોકટરોની તો આવી
ટેવ જ હોય છે.દર્દીઓના ખીસા કઈ રીતે ચીરવા એ જ ભાંજગડમાં રહેતા હોય છે..બાકી મારી
શૈલુને કંઇ આખી જીંદગીની બિમારી ગળે થોડી વળગે..? એ તો ભગવાનની માણસ છે..એનું ખરાબ
ઉપરવાળો કઈ રીતે થવા દે…? આ તો એ બહાને જેટલા દિવસ દર્દી હોસ્પિટલમાં વધુ રોકાય
અને રુમોના ભાડા અને બિલો જે વધારે મળે…બસ આ જ માનસિકતા હોય આ લોકોની..એક વાર મન
થાય છે કે બીજા કોઈ ડોકટરને પણ ’કનસલ્ટ’ કરીએ..’સેકન્ડ ઓપીનીયન’માં શું વાંધો
છે..હા કાલે એમ જ વાત કરીશ ભરતભાઈને..આમ ને આમ જ વિચારોમાં સૌમ્યની આંખો
નીંદ્રાદેવીને શરણે થઈ ગઈ એનું ધ્યાન જ ના રહ્યું.

૦-૦

ભરતભાઈ… હોસ્પિટલ પહોચ્યા. અને લીફ઼્ટમાં જતાં વેંત જ લિફ઼્ટ્મેનના ’પાસ તો
બતાડો સાહેબ’ ના અવાજે વિચાર તંદ્રામાં થી જાગ્યા..

“અહ્હ…હા..હા…એક મિનિટ..’ અને પેન્ટના ખીસા ફ઼ંફ઼ોસીને પર્સ સાથે બહાર આવી
ગયેલા લીલાપાસના લિફ઼્ટમેનને દર્શન કરાવ્યા.લિફ઼્ટ સીધી ત્રીજા માળે પહોંચી.રુમનં.
૩૦૩ના દરવાજે જતા પહેલાં ભરતભાઈ થોડા અટક્યાં. જાતને સધિયારો આપ્યો અને સમજાવી કે
શૈલજા સામે એમણે સહેજ પણ ઢીલા પડવાનું નથી. એમની લાડકી બેનાની હાલત યાદ આવતાં
આંખના ભીના થઈ ગયેલા ખૂણા શર્ટની બાંય પર લૂછી કાઢ્યાં અને હળવેથી દરવાજો
ખોલતાં’કને અંદર પ્રવેશ્યાં.

અંદર ડ્યુટી પરનો એક શિખાઉ ડોકટર શૈલજાનું પ્રેશર ચેક કરી રહ્યો હતો અને એની
સાથે આવેલી નર્સ સલાઇનનો ખાલી થવા આવેલો બાટલો પતે એટલે બીજો ચડાવવા માટે રાહ જોતી
હ્તી. એના બીજા હાથમાં સલાઇન અને દર્દશામક દવાઓના નાના બાટલા અને ફ઼ાઈલ પકડેલા
હતાં..

“હ્મ્મ..આમ તો બધું બરાબર છે..તમે બોલો બેન..તમને શું તકલીફ઼ થાય છે..?”
ડોકટરે કાનમાંથી સ્ટેથોસ્કોપ કાઢતા શૈલજાને પુછ્યું.

જવાબમાં શૈલજાના મૌન બિડાયેલા હોઠ, સજળ નજર નિઃશબ્દ રહીને જે વ્યથા કહી ગઈ
એનું તાદ્રશ્ય ચિત્રણ કરી શકાય એવા શબ્દો બારાખડીના અક્ષરોમાંથી પ્રગટતી કુંઠિત
ભાષામાં આ દુનિયામાં હજુ ક્યાં બન્યા જ છે..? એણે ડોકટરની સામે જોયા જ
કર્યું…ડોકટર પણ એક પળ તો એ નજરમાં રહેલા ભાવથી હાલી ગયો. આમે એ શિખાઊ હતો. હજુ
એનામાં અનુભવી ડોકટરો જેટલી જડતા પ્રવેશી નહોતી. એટલામાં બાટલો ખાલી થઈ ગયો અને
નર્સે પોતાની ડ્યુટી બજાવવાની ચાલુ કરી

એટ્લે પેલો ડોકટર એક હાશકારાના ભાવ સાથે જ ભરતભાઈને બહાર આવવાનો ઇશારો કરીને બહાર
નીકળી ગયા. સૌમ્ય કાર પાર્ક કરીને ત્યાં આવી ગયો

હતો.

બહાર રીસેપ્શન ટેબલ પર પહોચીને ડોકટરે ભરતભાઈને કહ્યું કે,”સોરી સર, હમણાં જ
મોટા ડોકટર આવીને બેનને તપાસીને ગયા..મસાજ. આઇ વી ફ્લ્યુઇડ અને દરેક પ્રકારનાં
ટેસ્ટ જોઈને તેઓ એ નિર્ણય પર પહોચ્યા છે કે દર્દીનો ડોકથી ત્રીજો ચોથો પાંચમો અને
છઠો મણકો તેમની જ્ઞાન રજ્જુને બચાવવા ને બદલે દબાવીને બેઠા છે. તેથીઆખુ શરીર
કોમામાં છે. જોકે અનૈચ્છીક સ્નાયુઓ કે જેના ઉપર કરોડરજ્જુનું આધિપત્ય નથી તે બધા
ચાલે છે. એક્ષરે કહેછે કે શૈલજા ના એ ૪ મણકાનું દબાણ હટાવવાનાં પ્રયોગો કર્યા
સિવાય એની કોઇ જ દવા નથી. વળી આવા કેસમાં રીકવરીના ચાન્સીસ બહુ જ ઓછા… છે જ નહી એમ
કહું તો પણ ચાલે..ભગવાનને પ્રાર્થના કરો..કદાચ કોઇ સારો રસ્તો નીકળી પણ આવે. સાવ જ
છેલ્લી પાટલીના આવા નિદાનથી ભરતભાઇ માથે હાથ મૂકીને બાજુના સોફ઼ા પર જ બેસી પડયાં.
તંદુરસ્ત અને જુવાન શૈલજાને આમ પરવશ હાલતમાં જોવી એ એક ભયાનક દુઃસ્વપ્ન જેવું જ
ભાસતું હતું.

સૌમ્યને તો નર્સનાં સ્વરૂપમાં યમરાજા બોલતા જણાયા કાશ.. કાલે સુરજ ઉગે અને
ચમત્કાર થઈ જાય અને શૈલજા પાછી યથાવત પહેલાંની જેવી જ હસતી રમતી થઈ જાય..પણ સમય
આગળ કોઈનું ચાલ્યું છે કે..બહુ મોટો કારીગર છે એ…એનું મન શૈલજાને પીડાતી જોઇ શકતું
નહોંયુ..પણ કોઇ રસ્તો પણ દેખાતો નહોંતો. તેની મમ્મી તેને કહેતી હતી..જેનો ઉપાય નહી
તેને તો ભોગવ્યે છૂટકો

૦-૦

નીરજા અને અમૂલ્ય ‘૬’ બાય ‘૬’ના ડબલ બેડમાં સુતા હતા. અમૂલ્યની બાળક્બુધ્ધિને
તો હજુ એની મમ્મીની આ હાલત વિશે કંઇ સમજણ જ નહોતી પડતી. વારંવાર એ નીરજાને
જાતજાતના પ્રશ્નોની ઝડી વરસાવીને મૂંઝવી દેતો હતો.

‘તે હેં દીદી…મમ્મી ક્યારે પાછી આવશે? મારે ૧૫મી પહેલાં સ્કુલનો એક પ્રોજેક્ટ
સબમીટ કરવાનો છે. આજે ૮મી તો થઈ. જોકે એકાદ દિવસમાં પણ એ પતી જશે..માય મમ્મી ઇઝ
ગ્રેટ..’

નીરજાની બુધ્ધિમાં આ પરિસ્થિતી વિશે હજુ થોડી અવઢવ હતી. સાંજે જમીને નેટ પર બેસીને
એણે કરોડરજ્જુની તકલીફો વિશે ખાસુ એવું વાંચેલું અને અભ્યાસ કરેલો. જેમ જેમ એ
પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવતી ગઈ એમ એમ એની મૂંઝવણ વધતી ગઈ. આવનારા ભવિષ્યનું જે
ચિત્રણ ઊભુ થતું હતું એ અત્યંત બિહામણું ભાસતું હતું. મેળવેલા પ્રશ્નોના ઉત્તરો
એના માટે પ્રશ્નોની હારમાળા સર્જતા ગયા. એની જુવાનીની સ્વપ્નિલ અને મેધધનુષી
જીંદગી સામે એક અધમરેલું વૃક્ષ આવીને અડીખમ જીદ્દી થઈને ઊભું રહી ગયુ હોય અને એ
વ્રુક્ષને ફરીથી જીવતું કરવા માટે પોતાના લીલાછમ સ્વપનાઓ એમાં સીંચવા પડશે..એની
બલિ ચડાવી દેવી પડશે. પોતાના ભાવિની આ બિહામણી છબી એને રાતના અંધકારમાં વધુ
બિહામણી લાગી. ત્યાં તો અમૂલ્યના કંટાળેલા અને થોડા ઊંઘના ઘેન ભર્યા અવાજે એની આ
વિચારશ્રિંખલા તોડી..’બોલને દીદી..મમ્મીને કેટલો સમય લાગશે ઘરે આવતા..??’

નીરજા થોડી અકળાઇ ગઈ હવે.’સૂઈ જાને ચૂપચાપ હવે..ના હોય તો કાનમાં આઇપોડ ભરાવી
તારા ‘જેકીડા’ના ગીતો સાંભળ .મને કશું ખ્યાલ નથી આ બાબતનો..અત્યારે જંપ અને મને પણ
જંપવા દે હવે..”

અમૂલ્ય દીદીનાં આ પ્રતિભાવથી થોડો બાઘો બનીને હેબતાઈને થોડીવારમાં સૂઈ ગયો.
નીરજા અમૂલ્યના વાંકડીયા વાળમાં હાથ ફેરવતી એના કપાળે એક ચૂમી કરીને મનોમન
બોલી,’મને માફ કરી દેજે મારા ભાઇલા…’

૦-૦

ભરતભાઈ ડોકટર જોડે વાત કરીને રુમમાં આવ્યા ત્યારે શૈલજા સૂઈ ગયેલી. ભરતભાઇ એના
પલંગની બાજુમાં પડેલા સ્ટુલ પર બેસી ગયાં. અને શૈલજાનો હાથ પોતાના હાથમાં લઈને
પંપાળવા લાગ્યા. આ એજ હાથ હતો કે જે એમને રાખડી બાંધતો હતો હવે શું એ કાયમ..આગળ એ
વિચારી જ ના શક્યાં. આંખોમાં આંસુના ઘોડાપૂર ઉમટી આવ્યાં. અત્યાર સુધી બધાની સામે
ભડ બનીને હિંમત અને ધીરજ રાખવાની સલાહો આપીને પોતાની મજબૂત માનસિક સ્થિતીનો પરિચય
કરાવનાર એ

મર્દ એકાંતમાં રડી પડયો. સામે ટપ ટપ ટપક્તી સલાઈન બોટલ..શૈલજાના નાજુક કાંડામાં
ભોંકાયેલી ઢગલાબંધ સોયો..એની કમર અને પગ પર સફેદ પાટાનું છવાયેલું સામ્રાજ્ય..બધું
જ એની આંખો સામે હતું પણ એની તમામ ઇન્દ્રીયો ફેઇલ થઇ ગઇ હોય એવું અનુભવ્યું..એને
જાણે કશું જ દેખાતું નહોતું.ખુલ્લી આંખે અંધાપો આવી ગયેલો..છતે કાને રુમની એ.સી.ની
ઘરઘરાટી સંભળાતી બંધ થઈ ગઈ…લાચારી જાણે એની ચરમસીમા પર પહોંચી ગયેલી અનુભવાઈ.

ત્યાં તો શૈલજાએ દર્દભર્યો એક ઊંહકારો ભર્યો..અને આંખો ખોલી.ભરતભાઈ એકદમ જ
સ્ટુલ પર મોઢુ ફેરવી ગયા. ભીના આંખોના ખૂણા ત્વરાથી સાફ કરીને મગજ પર કાબૂ પામી
લીધો. આમ શૈલજાની સામે રડવું…હિંમત હારી જવી એ સ્થિતી તો ના જ આવવી જોઇએ. ભડવીર
આંસુને પી અને મોઢા પર હાસ્ય લઇને શૈલજા સામે ફર્યો.

‘અરે શૈલુ..જાગી ગઈ તું..કેમ છે હવે મારી વ્હાલુડી બેનાને..ક્યાંય દુઃખાવો કે
એવું કંઇ તો નથી ને..”અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી, શબ્દોને મનના એક ખૂણે ઢબૂરીને
બેઠેલી શૈલજાથી એકદમ જ બોલાઈ ગયું,

‘દર્દ જેવું અનુભવાતું હોત તો તો સારું જ હતું ને મોટાભાઇ..આ કશું જ અનુભવાતું
નથી એની જ તો મોંકાણ…’અને એ એક્દમ જ રડી પડી.

ભરતભાઈ શૈલજાના વાળમાં હાથ ફેરવવા લાગ્યા..’અરે, આ મારી હિંમતવાન બેન બોલે
છે..? આમ હિંમત કેમ હારી ગઈ અત્યારથી. અત્યારે તો મેડીકલ સાયન્સ કેટલું આગળ વધી
ગયું છે. તું સો ટકા સાજી સારી અને પહેલાંની જેમ જ હસતી રમતી થઇ જઇશ જોજે
ને..મેડીકલ સાયન્સની સાથે સાથે આપણે આધ્યાત્મિક સારવારનો પણ આશરો લઇશું. તું માને
છે ને આધ્યાત્મિક શક્તિની અપરંપાર અને પોઝીટીવ તાકાતને તો.

અહીં શક્ય નહી બને તો વિદેશમા લઇ જઇશ..પાણીની જેમ પૈસા વાપરીશ.. તું જોજે
ને..આમ ચપટી વગાડતા બધું સાજુ સમુ થઇ જશે..ઘીના ઠામમાં ઘી પડી રહેશે.’અને ખોખલા
શબ્દોની ખોખલી સહાનુભૂતિ માણતા માણતા હથેળીમાં સુખના સુરજનો પારો રમાડતી’ક્ને
શૈલજા ફરીથી ઇન્જેક્શનની અસર હેઠળ ઘેનમાં સરી ગઈ.

શૈલજા આચાર્ય (૪) પ્રવીણા કડકિયા

મમ્મી અને પાપા મુંબઈથી આવી ગયા એટલે સૌમ્યના
જીવમાં જીવ આવ્યો. મમ્મીએ આવીને નીરજા અને અમૂલ્યને પાંખમાં લીધાં. ૧૪ વર્ષની
નીરજા અને ૯ વર્ષનો અમૂલ્યને જાણે શ્વાસમાં શ્વાસ આવ્યો. સૌમ્યને ઠંડે કલેજે
વિચારવાની તક સાંપડી.

સૌમ્યના પ્રોજેક્ટ ઓ એન જી સી માં ઘણા સફળ હતા તેથી ઉપરી ઓનો માનીતો હતો. કંપનીમાં
પ્રગતિ સારી કરી હતી. તેની આવડતને કારણે માન પણ ખુબ હતુ.. આવી પડેલી અણધારી
આપત્તિમાં જાતને સંભાળવી, બાળકોના દિમાગમાં ઉભરાતાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવું
અને શૈલજાની સ્થિતિમાં કયા નિષ્ણાત પાસેથી અભિપ્રાયો મેળવવા એવા વિકટ પ્ર્શ્નોનોના
નિરાકરણ ખાતર પંદર દિવસની રજા લઈ લીધી. આ હાલતમાં તેને રજાની ના પાડવાની શક્યતા જ
નહતી.

સૌમ્યના મમ્મા ધીરજબહેન અને પિતા શાંતિભાઈ પરિસ્થિતિની ગંભીરતા જાણતાં હતાં.
ભરતભાઈ અને ઈંદુભાભી હવે શૈલજાને ઝાઝો સમય આપી શકતાં.ભરતને તો પોતાનો ઘરનો ધંધો
હતો અને માણસો વિશ્વાસુ હતાં તેથી જરાય તકલીફ ન હતી. શૈલજા ભાનમાં આવી હતી. ભરતભાઈ
આંખના આંસુ છુપાવવાનો ઠાલો પ્રયત્ન કરી રહ્યાં હતાં. હાથમાં તાજો મોસંબી અને
સંતરાંનો રસ લઈ સૌમ્ય હોસ્પિ્ટલનાં રૂમમાં દાખલ થયો. થાકેલો હતો તેથી બાજુની આરામ
ખુરશી પર લાંબો થયો. થયું શૈલજા ઉઠે એટલે તેને તાજો રસ પિવડાવીશ.

અરે,આ શાની આટલી દુર્ગંધ આવે છે? શૈલજાને નાક બંધ કરવું હતું પણ હાથ ક્યાં તેના
કહ્યામાં હતો. બરાડા પાડતી જ રહી.સૌમ્ય બાજુમાં સોફા પર ઘસઘસાટ ઉંઘ ખેંચી રહ્યો
હતો. ડૉક્ટર સૌમ્ય, જવાબદારી ભરેલું કામ કરતો. રજા તો લીધી હતી પણ હોસ્પિટલની
દોડધામ અને શૈલજાનો ભભૂકતો અસંતોષ. અરે, આટલું બધૂ વૈતરૂં કરવાં છતાં પણ બે અક્ષર
પ્રેમના તો બાજુએ રહ્યાં, પ્રિય પત્ની શૈલજાનાં છણકાં સાંભળવાનાં. તે જાણતો હતો કે
શૈલજા અસહાય છે. કલ્પનામાં પહેલાંની શૈલજાને ભાળી, તેના પ્યારમાં ડૂબી વર્તમાન
શૈલજાની બાલિશતા ને હસી કાઢતો.

સૌમ્ય નામ પ્રમાણે ગુણ હતાં. સ્વભાવમાં સૌમ્યતા ભારોભાર ભરાયેલી હતી. તેથી જ તો
ગુસ્સો કરવાને બદલે હસીને કહેતો હા,સરકાર ગુલામ હાજર છે. શૈલજા બધુંજ ભૂલીને
પોતાની જાતને ભાગ્યશાળી માનતી. તેને થતું કે આ કેવું જીવન જીવી રહી છે. ઈશ્વરને
પ્રાર્થના કરતી આ પરિસ્થિતિનો અંત લાવવા માટે ,પણ તે કાંઈ આપણા હાથમાં છે. જૂની
ઉક્તિ યાદ આવી જતી. ‘ન માગ્યું દોડતું આવે. માગે તો મોત પણ મળતું નથી.’

દુખ કે દર્દની પીડા શૈલજાને થતી ન હતી. એ આશિર્વાદ હતો કે શ્રાપ પ્રભુને ખબર.
સૌમ્ય શહનશીલતાને વરેલા પહેલેથી હતા. શૈલજાના અકસ્માત પછી તો હદ વળી ગઈ. અરે, પથ્થર
જેવા પથ્થર પર પણ ૨૪ કલાક સતત પાણી પડે તો તેમાં ખાડો પડે છે. તો સૌમ્ય, ‘કીસ
ખેતકી મૂલી’. ખૂબ પ્રયત્ન કરતો. ધીરજ અને પ્રેમ પૂર્વક થાક્યો હોવા છતાં પણ
શૈલજાની સેવામાં હાજર.

જેણે દસે આંગળિયે પ્રભુ પૂજ્યા હોય તેને
સૌમ્ય જેવો પતિ મળે. શૈલજાએ બાળપણમાં ગૌરીવ્રત કર્યાં હતાં.અરે, વ્રતની ઉજવણી વખતે
બધી સહેલીઓ પાંચ જણાને આમંત્રે શૈલજાએ દસ બહેનપણીઓ બોલાવી હતી, દરેકને સુંદર મજાની
પર્સ ભેટમાં આપી હતી. તેના પાપા, બધાને રાતે સિનેમા જોવા ‘અપ્સરા’માં લઈ ગયાં હતા.
મમ્મી અને પાપાએ સાથે મળી આખી રાતનું જાગરણ છોકરીઓને કરાવ્યું હતું.

ગઈકાલે રાતના ડૉકટર જાધવે શૈલજાને ઘરે લઈ જવાની રજા આપી. બાજુમાં જ સોફા પર સૂતેલો
સૌમ્ય થાકને કારણે ગાઢ નિંદ્રામાં હતો. શૈલજાની રાડો તેને સંભળાતી ન હતી . તેવામાં
દરવાજાની ઘંટડી વાગી અને તે સફાળો બેઠો થઈ ગયો. નોકરી પરથી તો રજાઓ લીધી હતી પણ
શૈલજાની તહોનતમાં રહેતો.. પરિસ્થિતિ જ એવી હતી કે કાંઈ બોલી પણ ન શકાય. છતાંય પતિ
અને પત્નિની આંખો વગર બોલે ઘણી વાતો કરતી હતી.

શૈલજાને દર્દ મહેસૂસ થતું નહી, તેથી તે પરિસ્થિતિની ગંભિરતાં સમજવામં નાકામયાબ
રહેતી તેનું મગજ વિચારી શકતું પણ શરીરના અવયવો પરનો કાબૂ ગુમાવ્યો હતો. સૌમ્ય
વિચારતો કે જો મારી ‘વહાલી’ (શૈલજા) આ બધું જાણતી હોત તો આવું વર્તન કરે ખરી? નીરજા
અને અમૂલ્ય પાપાની પરિસ્થિતિ સમજતાં, તેથી ખૂબ વહાલ દર્શાવે અને સંપૂર્ણ સહકાર
આપે. આવા સુંદર કુટુંબને કોની નજર લાગી ગઈ વિધિનાં લેખ લખ્યાં મિથ્યા કરવાની પામર
માનવીમાં તાકાત ક્યાં છે? બસ તેણે તો જીવવાનું, ઝઝૂમવાનું અને બનેતો ચહેરા પર
હાસ્યનું મહોરું પહેરવાનું.

બારણું ખોલવા જ્યારે સૌમ્ય ઉઠ્યો ત્યારે બરાડા પાડીને શાંત થયેલી શૈલજાને તાકી
રહ્યો. અચાનક તેને દુર્ગંધ આવી. બારણું ખોલીને તે આયાને બોલાવવા ગયો. તેણે આયાને
પૂછ્યું, ‘ અંહી શું કરે છે?’

‘જા, જઈને જો, મેમ સાહેબના કપડાં ખરાબ થયાં લાગે છે?’

આયા, દિવસ પાળીની હતી.હમણાંજ આવી હતી. જો મેમેસાહેબે કપડાં બગાડ્યાં હોય તો સાફ
કરવાની જવાબદારી રાતવાળી આયાની હતી. પણ આજે કદાચ મોડું થઈ ગયું હશે? તેથી તે અજાણ
હતી. દરરોજની આદત પ્રમાણે આવીને સીધી રસોડામાં શૈલજા માટે મોસંબી સંતરાનો રસ કાઢી
રહી હતી. સાહેબે, જણાવ્યું એટલે હાથમાનું કામ પડતું મૂકી શૈલજા પાસે પહોંચી ગઈ.

આ કામ તેને લાંબા સમય માટે,મળ્યું હતુ.
પ્યારથી શૈલજાની સેવા કરતી. આમ પણ આ ધંધામાં, નોકરી કરનારનો દર્દી સાથે નાતો બંધાઈ
જાય છે. સહાનુભૂતી તેઓમાં ભારોભાર ભરેલી હોય છે. અરે, ઘણી વખતતો સૌમ્યનું કામ પણ
સરસ રીતે કરતી. સાહેબની, આ હાલત પર તેને તરસ આવતી.

મમ્મીના ઘરે આવ્યા પછી નીરજા બે દિવસ માટે શાળાના પ્રોજેક્ટને ખાતર મુંબઈ ગઈ
હતી.દરવાજો ખોલતાં દીકરીનું મધુરું હાસ્ય જોઇ સૌમ્ય બધું દુખ વિસરી ગયો. નીરજાએ પણ
સામો સુંદર પ્રતિભાવ પાપાને આપ્યો. મનોમન પાપાને વંદી રહી હતી. જે ધીરજ થી પાપા ઘર
અને નોકરીનું સંચાલન કરતાં હતાં, તેમાંથી જીવનના પાઠ ભણી રહી હતી. મમ્માની તબિયત
માટે આખું કુટુંબ ચીંતા કરતું. બાકી તો ડૉક્ટરની મહેરબાની ઉપર આધાર હતો. આશાનું
કિરણતો બાજુએ રહ્યું, નિરાશાના વાદળ ચારેકોર ઘેરાયેલાં હતાં.

” પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની રે, કેમ વેડફી દેવાય”.

નીરજા આવી મમ્મી અને પાપાને પોતાની ટ્રીપ વિશે જણાવી રહી હતી. ઘડી ભર શૈલજા પોતાની
સ્થિતિ વિષે ભૂલી ગઈ અને આનંદથી નીરજાને વળગવાની ચેષ્ટા કરી. પણ , હાય રે
વર્તમાનમા તો એ અસંભવ હતું. આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યાં. આનંદ અને ઉલ્લાસથી
ભરેલાં વાતાવરણમાં ગમગીનીનું સામ્રાજ્ય છવાઈ ગયું. આંસુ છુપાવવા સૌમ્ય અને નીરજા
બીજા રૂમમાં જતા રહ્યા.

શૈલજાને સાફ કરવામાં આયા પ્રવૃત્ત થઈ ગઈ. શૈલજાને ગંદકી જરા પણ પસંદ ન હતી. જ્યારે
તે બે નંબર કરે ત્યારે સાફ કરતાં આયાને વીસથી પચીસ મિનિટ લાગતી. તેને બધાજ કપડાં
પણ બદલાવવા પડતાં. આયાએ શૈલજાને બરાબર સાફ કરી, કપડાં બદલાવ્યાં .જો કે શૈલજાને
કાંઈ જ ખબર પડતી ન હતી. તેના માટે તો ચોખ્ખું શું અને ગંદુ શું? તેને કોઈ અહેસાસ
થાય તો ખબર પડે ને ? પણ નાક તો કામ કરતું હતું

આયા તો સાફ કરીને રસોડામાં ગઈ. નીરજા મુસાફરી કરીને આવી હતી તેથી સફાઈમાં પ્રવૃત્ત
હતી. તેને આજે માથું ધોઈને નહાવું હતું . જુવાનિયા માટે તો આ ખૂબ મોટો કાર્યક્રમ
હોય. એતો ઘરે આવીને પોતાના રૂમમા ભરાઈ ગઈ. આખા દિવસમાં મમ્મા પાસે સાંજ પડે
નિરાંતે બેસતી. મા અને દીકરી ઘણી બધી વાતો કરતાં જે તેમના પૂરતી મર્યાદિત રહેતી.
ધીરજ બહેન અને શાંતિભાઈ ખૂબ ચીવટ પૂર્વક સંજોગોને અનુકૂળ થઈ ઘરમાં મદદ રૂપ થતાં.
જુવાનજોધ દીકરા પર આવી પડેલી હાલતમાં જરાય મનદુઃખ ન થાય તેની કાળજી કરતાં.

સૌમ્ય ને પણ ઘણીવાર એકાંત ગમતું. હવે તેની
જીવનસંગિની તો સંગ આપવા માટે શક્તિમાન ન હતી. એકાંત તેનો સાથી બની ગયું હતું. આ
દર્દ, કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહી તેવું હતું. શૈલજાને છેહ દેવા તેનું મન ના
પાડતું હતું. તેનો સાથ અશક્ય હતો. પણ શરીરનો ધર્મ, સ્પર્શની તમન્ના, સાથીની ખૉટ
કેવી રીતે પૂરવી. ચોપડીઓ તેને સારો સાથ આપતી. કિંતુ એ ઉષ્મા, પ્રેમાળ હથેળીનો
સ્પર્શ અને પ્યારથી આમંત્રણ આપતી આંખો તેને માટે અશક્ય હતું. છતાં મુખેથી કદી
ફરિયાદ ન કરતો. જ્યારે હિંમત ટૂટે ત્યારે રૂમમાં પૂરાઈ રડીને હ્રદયનો ભાર હળવો
કરતો

. રૂમમાં શૈલજા એકલી પડી. સાથીને ઝંખતી હતી ! પણ તે ક્યાં ? દીકરી હમણાંજ
બહારગામથી આવી હતી . શૈલજા વિચારમાં ગરકાવ થઈ ગઈ . તેના આખા શરીરમાં આ એક જ ભાગ
હતો જે સફળતા પૂર્વક કાર્ય કરતો હતો. બાકી તો આખા બદન પરના કોઈ પણ અવયવમાં ચેતનાનો
સંપૂર્ણપણે અભાવ વર્તાતો હતો. પોતાના ચીડિયા સ્વભાવથી તે ખુદ પણ ત્રાસી ગઈ હતી.
આજે જ્યારે રૂમમાં કોઈની પણ હાજરી ન હતી તે પરિસ્થિતિ તેના માટે અસહ્ય બની ગઈ.
પોતે જ્યારે બાળકો, પતિ ,અને ઘરનું કામકાજ કુશળતાથી ચલાવતી ત્યારે તેની આજુબાજુ
મંડરાતા હતા.

આજે તેની હાલત કેવી થઈ ગઈ છે. આનો ઈલાજ શું છે. કોઈ પણ જાતની ચેતના શરીરમાં તે
અનુભવી નથી શકતી. અરે વાળ સંવારવાથી માંડી સૌમ્યને વહાલથી પસવારી પણ નથી શકતી.
તેનું કોઈ પણ કાર્ય કરી શકવાને તે સમર્થ નથી. આ હાલતમાં બાકીની જિંદગી કેમ કરીને
ગુજરશે? હજુ તો માંડ ૪૨ વર્ષ થયા છે. હું સહુને માટે બોજારૂપ બની ગઈ છું! સૌમ્ય બિચારો
કમાવા જાય, ઘર ગૃહસ્થી સંભાળે કે બાળકોની પ્રગતિ પર નજર રાખે. તે છતાંય દિવસને
અંતે તે શું પામે?

હોસ્પિટલેથી ઘરે આવ્યા પછી,આયા સારી હતી તેથી ધીરજબહેનને રાહત રહી. ઘરનું કામકાજ
વ્યવ્સ્થિત પણે ચાલતું હતું માત્ર ઉપર ઉપરથી. નીરજા ચિંતામાં ભણી શકતી નહી. નાન અમૂલ્યના
પ્રશ્નોની ઝડી વરસતી પણ તેને ધીરજ બહેન સાચવતા તેને શાળાએથી લાવવો ,લઈ જવો, તેના
ઘરકામ પ્રત્યે ધ્યાન આપવું એ શાંતિભાઈએ હાથમાં લઈ લીધું હતું.

સૌમ્ય બારિકાઈથી શૈલજાના મેડિકલ રિપોર્ટ વાંચતો અને પોતાની સમઝ પ્રમાણે નોંધ કરી
હવે શું તેના વિચારમાં ગરકાવ થઈ ગયો. આજે ડૉક્ટર ઝાબવાલા, પાસે જવાનું હતું. સૌમ્ય
ઉઠ્યો. આયાની અને નીરજાની મદદથી માંડ માંડ શૈલજાને ગાડીમાં બેસાડી. ૬૦ કીલોની,
સૌમ્યા આજે ૭૪ કીલોની થઈ ગઈ હતી. મોઢા પરનું નૂર અને જુવાની વિલાઈ ગયાં હતા.
ડૉક્ટરને ત્યાંથી ઉતારતાં પણ ખૂબ તકલીફ પડી. ડૉ. ઝાબવાલાએ તેને બરાબર તપાસી. લગભગ
બે કલાક સુધી તેના પર ઘણા બધા ટેસ્ટ કર્યાં. અમદાવાદના સારામા સારા ન્યુરોલોજીસ્ટ
તરીકે તેમણે નામના કાઢી હતી. શૈલજાની કરોડ રજ્જુને સારું એવું નુકશાન થયું હતું.
સૌમ્યને કેવી રીતે ધીરજ બંધાવવી કે આશ્વાસન આપવું તેની વિમાસણમાં બેઠાં હતાં. શૈલજામાં
પ્રાણ હતાં,તેને બધી સમઝ હતી. હા, તેના અવયવો પર અંકુશના નામે મોટું મસ મીંડુ. હલન
ચલન જરા પણ નહી. નાનું મગજ ,મોટું મગજ, ‘હાયપોથેલમસ’ દરેકનું ખૂબ બારિકાઈથી
નિરિક્ષણ કર્યું. ટેસ્ટના રિઝલ્ટ આવતાં તો અઠવાડિયા ઉપરનો સમય લાગવાનો હતો.

ડૉ. ઝાબવાલા શાંત મુદ્રામાં બેસી વિચારી રહ્યા હતાં. શૈલજાને તો કાંઈ ફરક જ નહોતો
પડતો. મગજ સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ નો કોઈ નાતો શરીર સાથે રહ્યો ન હતો. કુદરતે
શરીરની એવી રચના કરી છે કે આપણને કોઈ ઘા, પડે તો તે દવા વગર પણ રૂઝાઈ જાય. કિંતુ
‘મગજ’ એ એક એવું અંગ છેકે તેના કોઈ પણ ભાગ રીપેર ન થાય અથવા બદલી શકાય. વિજ્ઞાનની
પ્રગતિ ખૂબ પ્રશંશાને પાત્ર છે. અમુક બાબતમાં માનવને હજુ કામયાબી મળી નથી. હા,
પ્રયત્નો ચાલુ છે. એમ લાગતું હતું કે બે કલાકમાં કામ થઈ જશે. ઘરે જઈને શૈલાને
વ્યવસ્થિત આયાનાં હાથમાં સોંપી પાછો પોતાને કામે વળગશે!

કિંતુ માણસ ધારે કાંઈ અને થાય કાંઈ. બે ને બદલે સાડાત્રણ કલાક થઈ ગયા. શૈલજાને તો
શું ફરક પડતો હતો ? સૌમ્ય એટલો બધો થાકી ગયો કે ઘરે જઈ ને જમવાના હોશ પણ ન રહ્યા.
શૈલજાને હોસ્પિટલમાંથી ગાડીમાં બેસાડવાની, ઘરે લીફ્ટમાંથી ઘરમાં લાવવાની. ભલે ને
માણસો મદદ કરે પણ તેની ‘વહાલી’ને દુઃખ ન પહોંચવું જોઈએ તેનો બરાબર ખ્યાલ રાખતો.

બધું કામ બરાબર થયા પછી પોતાના રૂમમાં જઈ સીધો શાવરમાં ગયો. નાહીને જમવામાં માત્ર
‘ટોસ્ટ સેન્ડવીચ’ ખાઈને સૂઈ ગયો. મનથી અને તનથી તે ખૂબ થાકી ગયો હતો. ધનની ફિકર ન
હતી. ઓ એન જી સી ઝીંદાબાદ…મોટેભાગે બધો જ ખર્ચ તેમાંથી નિકળી જતો હતો. કદાચ
ખિસામાંથી પૈસા જાય તો તેને વાંધો આવે એમ ન હતું.

ડોક્ટર સાથેની વાતચીત પરથી સૌમ્ય તારવી શક્યો કે સી.૪,૫,૬,૭ મણકા દબાયા છે. જેને
કારણે શૈલજાને આ આંશિક પક્ષાઘાત હતો.. તે બચી તો ગઈ હતી પણ હાલત ખૂબ ચીંતા જનક
હતી. ડૉ.ઝાબવાલા ના રીપોર્ટ્ની રાહ જોવા સિવાય હમણાં તો બીજો કોઇ ઇલાજ ન હતો.
અમૂલ્ય અધિરાઈ પૂર્વક મમ્મી જલ્દી સાજી થઈ જાય તેમ ઈચ્છતો. નીરજા યુવાનીમાં પ્રગરણ
માંડીરહી હતી અનેક પ્રશ્નો ઉદભવતા કોને પૂછવા જવાતેની ગડમથલમાં રહેતી. દાદીને વહાલ
કરતી પણ પૂછતાં શરમાતી. સૌમ્ય શૈલજાની હાલત પર તરસ ખાતો પણ નાઈલાજ હતો. શાંતિભાઈ,
દીકરાના પરિવારે અનુભવેલા આંચકાની અસર હેઠળ હતાં.

૦-૦

કહેવાય છે ‘દુઃખનું ઓસડ દહાડા’,પણ કેટલા?
તેની ક્યાં કોઈને ખબર છે. દુઃખના દિવસો કાયમ રહેતાં નથી.જો માણસ ધીરજ ન ગુમાવે તો
દુઃખ સહેવું થોડું સરળ બને છે વરના તેમાંથી પસા થવાને બદલે માનવ ખુદ પસાર થઈ જાય
છે. શાતિભાઈએ ધીરે ધીરે સૌમ્ય સાથે જિવનની સચ્ચાઈ વીશે વાતો કરવા માંડી. સૌમ્યને
પિતાની ઠાવકાઈ અને વિચારસરણી પ્રત્યે માન ઉપજ્યું. તેણે પિતાને આ દૃષ્ટિથી કદી
નિહાળ્યા ન હતાં.

સૌમ્યએ ઘણી હિમત એકઠી કરી. જે કામ પહેલાં
શૈલજા સંભાળતી હતી તેની જવાબદારી પણ તેના માથે આવી. રજા પંદર દિવસની મળી હતી. જો
દિનચર્યા વ્યવસ્થિત રીતે નહી ગોઠવાય તો પછી બહુ તકલિફ પડશે તે એ બરાબર જાણતો હતો.
ઘર ધીરજ બહેન ખૂબ કુશળતાથી ચલાવતાં. શૈલજાની સગવડ સાચવતાં. જો કે શૈલજા આ બધાથી
અજાણ હતી. પણ સૌમ્ય મનમાં આ બધી વસ્તુની નોંધ લેતો અને માની આવડત પર ઓવારી જતો.

નીરજાનું મન ભણવામાં ચોંટતું નહી તેની સૌમ્યએ
માનસિક નોંધ લીધી. નીરજા યુવાનીમાં પ્રગરણ માંડી રહી હતી. ઘણું બધું જાણવાની
ઉત્કંઠા ‘મા’ સિવાય કોની સાથે વાત થાય. તે મનમાં સમસમી ને બેસીરહેતી. દાદીને વહાલ
કરતી પણ તેમની સાથે આવી ખાનગી કોઈ પણ વાત થાય કે નહી તેનાથી અજાણ હતી. કિલકિલાટ
કરતું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું.

શૈલજાની બિમાર હાલતને કારણે ઘરમાં ફેલાતી
બદબૂ ઘણી વાર અસહ્ય થતી પણ શું કરાય ? આયા ચીવટ પૂર્વક કામ તો કરતી. અમૂલ્યતો
દાદાજીની દેખરેખ હેઠળ હતો. દાદા લાડ પણ કરતાં અને સિસ્તના આગ્રહી હોવાને કારણે
તેની પાસે ધાર્યું કામ કઢાવતાં. દાદાને તો જાણે પાછો “નાનો સૌમ્ય” મળી ગયો હતો.
અમૂલ્ય જીદે ચડતો અને મમ્મીની પાસે જવાનું કહેતો ત્યારે દાદા તેને વાર્તા કહેતા યા
વાતને બીજે પાટે ચડાવી દેતાં. જ્યારે નાકામયાબ રહેતાં ત્યારે ધીરજ બહેન તેમની
વહારે ધાતાં.

અમૂલ્ય,માની આવી હાલત જોઈને ધમપછાડા કરતો.
જેને પરિણામે શૈલજા પણ બેકાબૂ બની ઉધામા મચાવતી. પછી અમૂલ્યને સંભાળવો કે શૈલજાને
? સૌમ્ય એવા સમયે ઘરની બહાર નિકળી જઈ કલાકેક આંટો મારીને પોતાની જાત ઉપર સંયમ
રાખવાનો પ્રયત્ન કરતો.કયા જન્મના પાપની સજા ભોગવી રહ્યો છે તે તેની સમજમાં ન
આવતું. પોતાની જાતને કોસતો, ‘શામાટે મેં શૈલજાને તે દિવસે બેંકમાં જવાનું કીધું.
શનિવારને કારણે બેંક વહેલી બંધ થાય. જો મેં ન કહ્યું હોત તો આ દિવસો જોવાના ન
આવત.’ બનવા કાળ બન્યા પછી તેનો અફસોસ કર્યે પણ શું ફાયદો ? બધું જ જો માનવીની
ઈચ્છા પ્રમાણે થતું હોત તો પછી ભગવાન પણ રજા ઉપર ન ઉતરી જાય. દિવસે દિવસે વાત
વણસતી જતી હતી. ભલું થજો ધિરજ બહેન અને શાંતિભાઈનું બાકી શૈલજા ઘણીવાર હદ બહારના
ઉધમ મચાવતી. તે પણ શું કરે જો તે સાજી નરવી હોત તો આવું કરત ખરી ? તેની વેદના
અનુભવતી ન હતી પણ પરવશતા તેને અકળાવતી. અવયવો પરનો તેનો કાબૂ ગુમાવવાથી તેને
કશાનું ભાન ન રહેતું.

અમૂલ્ય, નીરજા, સૌમ્ય એના એજ હતા. પણ આજે આખા
કુટુંબની હાલત ડામાડોળ હતી. સ્ત્રી ઘરની લક્ષ્મી મનાય છે. આજે ઘરનો સુકાની પોતે
ખુદને સંભાળી શકતો ન હતો. ભરસાગરમાં નાવ ઝોલે ચડી હતી. ગમે તેમ ધીરજ બહેન અને
શાંતિ ભાઈ પ્રયત્ન કરે પણ તે વાંઝિયા રહેવાનાં. સંકટ સમયે સ્ત્રીની મહત્તા ઘરમાં
સમજાય છે. સૌમ્ય દિશા વગરનો ભૂલ્યો ભટક્યા મુસાફિર જેવો હતો. જે ખુદને સંભાળવા પણ
વલખાં મારી રહ્યો હતો.ભલું થજો તેના શાંત સ્વભાવનું કે ઘરમાં કંકાસ ઓછો થતો.

વિશાળ દરિયાને પણ સીમા હોય છે. ક્યારે તે
સ્વની સીમા ઓળંગી ભભૂકી ઉઠશે તેની કોઈ ખાત્રી ન હતી . હમણાં રજાઓ પર હતો તેથી
શારિરીક થાક ન લાગતો. માનસિક હાલત પર કાબૂ રાખવાનો ઠાલો પ્રયત્ન કરતો. સંકટ સમયની
સાંકળ છે. પ્રભુ ભજન યા તેનું શરણ.

ભાવિની
કોને ખબર છે? પછી ‘જો અને તો’ કહી મનને મનાવવાનું. દોષનો ટોપલો ઓઢવાનો યા કોઈના
માથે ઠાલવવાનો . આવેલ સંજોગોનો હસતા મુખે સામનો કરી તેનો ઇલાજ શોધવો એ પરાક્રમ
કહેવાય. સૌમ્ય સમતા જાળવી કાર્ય કરતો. દિવસો જાણે કીડી વેગે પસાર થતા હતા.
રિપોર્ટની કાગને ડોળે તે રાહ જોતો હતો.

શૈલજા આચાર્ય (૫) પ્રવીણા કડકીયા

હજુ
તો બીજા બે દિવસની રાહ જોવાની હતી. ડૉ.ઝાબવાલાના દવાખાનેથી ફોન આવે કે’ ડૉ. સૌમ્ય મને
મળવા ક્લીનીક પર આવો.’  બસ વાક્ય નાનું હતું
પણ પછી શું કહેશે તે સાંભળવા સૌમ્યના કાન ઉંચા નીચા થઈ રહ્યા હતાં.

દિવસે દિવસે વાત વણસતી જતી હતી.શૈલજાનું વર્તન
અસહ્ય હતું. હા, માની લીધું તેનું દર્દ ઘણું હતું. તેની પરિસ્થિતિ વણસેલી હતી. પણ તેનું
પરિણામ આખું કુટુંબ ભોગવી રહ્યું હતું. ધીરજબહેન નામ પ્રમાણે ગુણ ધરાવતાં હતાં. ઘરમાં
દાદીનો ભરપૂર પ્રેમ વરસી રહ્યો હતો. શાંત સ્વભાવનાં શાંતીભાઈ અમૂલ્યને જાળવતાં પણ
‘મા નો હેવાયો’ ,દાદા પાસે જીદ કરી પોતાનું ધાર્યું કરાવતો.

આયા આવી અને સૌમ્યને કહે, આજે બહેન કપડાં બદલવાની
ના પાડે છે. સૌમ્ય ઉઠીને શૈલજા પાસે આવ્યો. જો કે શૈલજાની ક્રોધ ભરેલી વાણી સમજવી અઘરી
હતી પણ તેના શરીરના હાવભાવ પરથી અને થોડામાં ઘણું સમજી જવાની સૌમ્યની આદતથી  કામ સરળ થતું. જે કામ બળથી ન થાય તેને કળથી કરાવવાનું
હતું. સૌમ્યએ શૈલજાને પૂછ્યું” વાત શી છે? કેમ સવાર થઈ ચોખ્ખાં થઈ કપડાં નથી બદલવા?”

શૈલજાએ
નજર ફેરવી લીધી.  સૌમ્ય સમજી ગયો, બહેનબાને
કાંઈક વાંધો પડ્યો છે

સૌમ્ય
નજીક ગયો અને કાનમાં કહ્યું ,”શૈલુ શા માટે આમ કરે છે?”

શૈલા
પ્યારની વાણી સમજી તો ખરી પણ પ્રત્યુત્તર  તો
પોતાની  રીતે જ આપ્યો.. તેમાં તેનો પણ શું વાંક
એ તો જેના પર ગુજરે તેને જ ખબર પડે. સૌમ્ય ધીરજ ધારી સમજાવી રહ્યો હતો અને શૈલ બસ તેનો
વિરોધ જ કરતી. હવે સૌમ્યનો પિત્તો ઉછળ્યો, “આયાને કહે રહેવા દે મેમસાહેબના કપડાં બદલાવતી
નહી”

આવી ઉધ્ધત વાણી ઉચ્ચાર્યા પછી સૌમ્યને ખૂબ દુઃખ
થયું પણ તે લાચાર હતો. શૈલજા જીદ છોડતી ન હતી. આખું ઘર ગંધાઈ ઉઠ્યું હતું. સવારનો પહોર
હતો ધીરજ બહેન ચાપાણી બનાવવામાં ગુંથાયેલાં હતા. શૈલા જીદ કરતી તેથી મોટેભાગે સૌમ્ય
જ એને સંભાળતો. શૈલાનું અસભ્ય વર્તન તેમને દુખ ન પહોંચાડતું પણ સૌમ્ય તે સાંખી શકતો
નહી. તેનું મસ્તક પિતા તથા માતાને હંમેશા  ઝુકતું.

પરિવાર પર ત્રાટકેલી વિજળીનો આંચકો બને તેટલો
હળવો બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા. અમૂલ્ય આંખ ચોળતો રસોડામાં  આવ્યો .’ દાદી, દુધ પીને હું નહાવા  જઈશ.’ હવે તે દાદી પાસે આવી જોઈતું માંગતો મમ્મીની
હાલતથી તે ડઘાઈ ગયો હતો. તેની પાસે જતાં પણ ડરતો. તેને તૈયાર કરી શાળામાં મૂકવા જવાની
જવાબદારી દાદાએ સ્વેચ્છાએ સ્વિકારી હતી. દાદા, નિવૃત્ત જીવન ગાળતા હતાં. પૌત્રની જવાબદારી
મળવાથી તેમને જીવનમાં કોઈક નવી દિશા સાંપડી હતી.

દુધ પીને, જેવો અમૂલ્ય જઈ રહ્યો હતો
ત્યાંજ તેનાથી  રાડ પડાઇ  ગઈ, “દાદા, ઓ દાદા જુઓને આટલી ગંદી વાસ ક્યાંથી
આવે છે?”

શાંતિભાઈ કારણ જાણતા હતા તેથી કાંઇ બોલ્યા વગર ચૂપ
રહ્યા. અમૂલ્ય જવાબ માગતો હતો પણ આંખ આડા કાન કરી ચાલવા માંડ્યા. અમૂલ્યએ તેમનો હાથ
પકડી ફરીથી પૂછ્યું, દાદા આ શેની ‘સ્મેલ’ છે. દાદા કહે,કોને ખબર ક્યાંક ઉંદર મરી ગયો
લાગે છે. સખારામ આવશે એટલે તેને કહીશું ખૂણે ખાંચરે સાફ કરીને તેને શોધૉ કાઢી ફેંકી
દેશે.

ધીરજ બહેન પતિના જવાબથી મલકાયા. જો
કે નાનો અમૂલ્ય જોઈ ન શક્યો પણ માની જઈને શાળાએ જવા તૈયાર થવા લાગ્યો. સૌમ્યને થયું
ચાલો ભાઈ માની તો ગયા. તેને ડર હતો નીરજાનો. ઉઠશે એવી ધમાલ મચાવશે. એ કાંઇ નાની ગગી
ન હતી કે આવો જવાબ માની જાય.

મમ્મીની આદતથી તે હવે પરિચિત થઈ ગઈ હતી.
મમ્મીની જીદ તેને ગમતી નહી. તેથી તે આખો દિવસ પરેશાન રહેતી. વર્ગમાં પણ ભણવામાં તેનું
ચિત્ત ઠેકાણે રહેતું નહી. ગુલાબની  ખિલતી કળી
જેવી ધીરે ધીરે મુરઝાવા માંડી હતી. માની ચિંતા કરતી. પપ્પા હંમેશા વિચારોમાં ખોવાયેલા
રહેતાં. પહેલાંની જેમ પપ્પા તેનામા રસ નહોંતા લેતાં. સૌમ્ય વિચારોના વમળમાં ઝોલાં ખાતો
અને શૈલજા પર નારજગી તથા ગુસ્સો ઠાલવતો.

જાણે પહેલાંનો સૌમ્યજ ન હોય. તેને
કશામાં રસ ન  જણાતો. અમૂલ્યનું હાસ્ય તેને રીઝવી
શકતું નહી. નીરજાની પ્રવૃત્તિથી પોરસાતો પણ નહી. બાળકો હંમેશા માતા અને પિતા પાસેથી
પ્રોત્સાહનની આશા રાખતા હોય છે. સૌમ્ય મુસિબતોની હલ શોધવાના વિચારોમાં ગરકાવ હોવાથી
નાની મોટી દરરોજની ઘટનાઓથી અલિપ્ત રહેતો. જેની ઘેરી અસર બાળકોની રોજીંદી હરકતો પર સ્પષ્ટ
રૂપે જણાતી. સૌમ્ય તે જોવાને અશક્તિમાન હતો.

શૈલજાના અકસ્માતને કારણે ઘોર નિરાશાની
ગર્તામા તે ધકેલાતો જતો હતો. અકસ્માતનું કારણ ખુદને માની સૌમ્ય વિચલિત થઈ ઉઠતો.

દાદા  અમૂલ્યને
નહાવા બાથરૂમમાં લઈ ગયા. શાળાના ગણવેશમાં અમૂલ્ય ખૂબ સુંદર લાગતો. શૈલજા જ્યારે
તૈયાર કરતી ત્યારે તેના ઓવારણાં અચૂક લેતી. અમૂલ્ય દાદાને હાથના હાવભાવથી સમજાવી રહ્યો
હતો કે મમ્મી તે શાળાએ જવા તૈયાર થાય પછી શું કરતી. દાદા સમજી ન શક્યાં તેથી દાદીને
બૂમ મારી.

ધીરજ બહેન આવ્યા. દાદાએ વાત કરી, દાદી કહે બેટા
અમૂલ્ય ફરીથી બતાવ તારી મમ્મી તને શું કરતી? અમૂલ્યએ ફરીથી કરીને બતાવ્યું. દાદીની
ચકોર નજર સમજી ગઈ   દાદાને કહે તેની મા ‘ઓવારણાં’
લે છે તમને નહી આવડે જરા ખસો એ કામ મારું. દાદીએ દીકરાનાં ઓવારના લીધા અને પ્યારથી
બાથમાં ભીડ્યો. શાંતિભાઈ તૈયાર થઈ અમૂલ્યને શાળામાં છોડવા નિકળ્યા. નસિબજોગે અમૂલ્યની
શાળા નજદિકમાં હતી તેથી દાદા ચાલીને મૂકવા જતા. રસ્તામાંથી પાછા આવતા ધીરજબહેનને ઘર
માટે જોઈતી નાની મોટી વસ્તુઓ પણ ખરીદી લાવતા. જો વજન વધી જાય તો એક પાટીવાળો બાંધ્યો
હતો. તે ‘દાદા’ની સાથે ચાલે અને ઘરે સામાન લાવે.

નીરજા બસ હવે ઉઠવી જ જોઇએ એમ સૌમ્ય
વિચારતો હતો ત્યાં તેની બૂમ સંભળાઈ,મારા રૂમનું બારણું કોણે ખોલ્યું. આ ગંદી વાસ છેક
મારા મગજ સુધી ચડી ગઈ છે. સૌમ્ય ધીરેથી આવ્યો અને વાત સમજાવી, “બેટા જાને તારી મમ્મી
પાસે કપડાં બદલાવતી નથી. હું અને આયા બંને તેને સમજાવી ને થાક્યાં.”

ઉઠતાની સાથે આવું કામ નીરજાને પસંદ ન
હતું પણ પપ્પાની હાલતની તરસ ખાઈ તે મમ્મી પાસે ગઈ.  મમ્મીને નાક મચકોડી વહાલ કર્યું. સારું થયું કે
શૈલજાને તેનું મોઢું ન દેખાયું. નહીંતર બાજી વધારે બગડત. કોને ખબર નીરજાની પ્યારભરી
વાણી અને સમજાવવાની આવડત ને કારણે શૈલજા માની ગઈ.

“આયા, જલ્દી આવ  હાથમાનું કામ બાજુ પર રાખી સહુથી પહેલાં મેમસાહેબને
તૈયાર કર. ડૅટોલથી બરાબર સાફ કરજે. તેના કપડાં ધોઈ સ્વચ્છ કરી પછીથી કપડાં મશીનમાં
એકદમ ‘ગરમ’ પાણીનાં ‘સાઈકલ’ પર ધોઈ નાખ. આખા ઘરના બારી બારણા ખોલીને તાજી હવા તથા સૂર્યના
તાપને આવવા દે. જેથી કરી આ દુર્ગંધ પીછો છોડે”

.
સૌમ્યને આનંદ થયો દીકરી માને મનાવી શકી. તે ઉભો થયો  અને આયાને મદદ કરવા લાગ્યોકે જલ્દીથી આ દુર્ગંધ
પીછો છોડે.

હજુ તો માંડ તેને સાફ કરીને આયા
બીજા કામે વળગી ત્યાં શૈલજાના ઉંહકારા ચાલુ થયા. તેને સમજવી ખૂબ મુશ્કેલ હતી. ધીરજ
બહેન નજીક આવી હાથ ફેરવવા લાગ્યા, શૈલજા વધારે બગડી. સૌમ્ય ફોન ઉપર તેના ઉપરી સાથે
વાત કરી રહ્યો હતો. તે તરત આવી શકે તેવા તેના હાવભાવ ન જણાયા.  જે શૈલજા પહેલાં બધાનું ધ્યાન રાખતી અને આદર આપતી
તેના બદલે તેનું વર્તન વિપરિત થઈ ગયું હતું. ઘણી વાર સૌમ્ય ધીરજ ખોઈ બેસતો. વળી પાછો
સમજથી  તેની તરફદારી પણ કરતો. બાળકો તેથી ખૂબ
ગુંચવાતા પપ્પાની વર્તણુક તેમની સમજમાં ન આવતી.

આજે ફોન આવવો જોઈએ!  જ્યારે
પણ ફોનની ઘંટડી વાગતી, સૌમ્ય જ ઉપાડતો. સવારથી ત્રણેક ફોન આવ્યા પણ જેની રાહ જોતા હતા
તે ન આવ્યો. ઉપરી સાથે વાત થયા પછી સૌમ્ય જરાક ઢીલો જણાયો. બસ હવે એક જ દિવસ રજાનો
બાકી હતો. તે અધીરો થયો હતો કે જો’ શૈલાની ટેસ્ટના પરિણામ આવે તો પછી નોકરી ચાલુ થતા
પહેલાં બધો બંદોબસ્ત થઈ જાય. જમીને સૌમ્ય આડો પડ્યો હતો.ત્યાં ફોનની ઘંટડી વાગી.

સૌમ્ય,” હલો કોણ ડૉ. ઝાબવાલા બોલો છો?”

ડૉ. ઝાબવાલા ,” મિસિસ. શૈલાની ટેસ્ટ્નું પરિણામ આવી
ગયું છે. તેના કરોડરજ્જુના મણકા દબાયેલ્લ છે અને તેની અસર સીધી  છે. હવે તેમની સારવાર ડો જાધવ સાથે વાતો કરી શરુ
કરશું.   સૌમ્યતો આ બધું સાંભલીને સૂનમૂન થઈ
ગયો. ડૉ. પછી કસરત કરાવવાની અને દવાની વાત કરી. તેની પાસે દર  અઠવાડિયે એક વાર તપાસ માટે લાવવાની   વાત કરી. સૌમ્ય માત્ર હુંકારા ભણતો. ઓ.કે સર કહીને
ફોન મૂક્યો. સૌમ્ય નસિબવાળો હતો કે ડૉ. જાધવે જ ડૉ. ઝાબવાલાનું નામ સુચવ્યું હતું.
શૈલજા વીશે સંપૂર્ણ વિગત જાણ્યા પછી હવેતેડૉ. જાધવ સાથે ખુલ્લા દિલે વાતકરી તેની રાય
પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું.

બસ, હવે એક જ દિવસ્ર રજાનો બાકી હતો.
બધું વ્યવસ્થિત કરવામાં સૌમ્ય પ્રવૃત્ત થયો. શૈલજાનેતે જેમ જેમ નમતું જોખતો તેમ તે
વધારે વિફરતી.  દિવસ અને રાતપાળી વાળી બંને
આયાને બધું સમજાવવાનું હતું. મમ્મીને શૈલા કાજે અમુક પૌષ્ટિક વાનગીઓની સૂચના આપવાની
હતી. બાળકોને તેમાંય ખાસ કરીને અમૂલ્યને  કાબૂમાં
રાખવો તે મુશ્કેલ કામ શાંતિભાઈને સોંપવાનું હતું. નીરજાની વર્તણુક ઘડિયાળના લોલક જેવી
હતી. જે તે સારા ‘મુડ’માં હોય તો  વાતો માની
જઈને દરકાર પણ સારી કરે. ભૂલેચૂકે જો ‘મુડ’ ખરાબ હોય તો ધીરજબહેનને પણ તોબા પોકારાવે.
સૌમ્ય બધું સાંખી લેવા તૈયાર હતો પણ પોતાના માબાપની જો ઇજ્જત ન જળવાય તો તે બાળકો પર
પણ ઉકળી જતો.

બધું નિયમ પ્રમાણે ચાલતું થઈ ગયું.
શૈલજાને તો કશું પણ સમજાવી ન શકાય . માત્ર તેના સહકારની આશા રાખવી તે પણ ઘણું હતું.
હવે સૌમ્ય કામ પરથી આવે ત્યારે ખૂબ થાકી જતો હતો. ધીરજબહેન વહેણ પ્રમાણે ચાલતાં તેથી
સૌમ્યને શૈલજાની કોઈ પણ ફરિયાદ ન કરતાં. સૌમ્ય જાણી બુઝીને અણજાણ જ રહેતો. હજુ તો બે
દિવસ થયા નહતાને જેવો સૌમ્ય ઘરે આવ્યો કે શૈલજાનું નાટક ચાલું થયું. જો કે આ નાટક ન
કહેવાય પણ શું કહેવું? રોજીંદી શૈલજા હોત તો આવું તો આવું કરત ખરી ?   ઓફિસનું કામકાજ આજે જરા વધારે પડતું હતું, ૨૦ દિવસની
જે રજા પાડી હતી ! ઘરે આવતાની સાથે મધુરું હાસ્ય અને ચાનો કપ તો બાજુએ રહ્યાં કકળાટ!
સૌમ્યનું છટક્યું. તેમાં શૈલજાના વાક્યએ ઘી ઉમેર્યું ! શૈલજા તોફાન કરતી જાય અને ચિલ્લાતી
જાય.” આના કરતાં મોત શું ખોટું?” સૌમ્યને આ વાક્ય તીરની માફક ચુભ્યું.  આ ઉક્તિ કોને લાગુ પડતી હતી અકસ્માતમાં બેહાલ શૈલજાને
કે જીવનમાં ઝઝૂમી રહેલાં સૌમ્યને ?

સૌમ્યએ જોરથી ઘાંટો પાડ્યો. આયાને
કહે રહેવાદે તેને ખવડાવીશ નહી. એમને એમ તેના તોફાન જોયા કર!  અમૂલ્ય બીજા રૂમમાં દાદા પાસે ઘરકામ કરી રહ્યો હતો.
તેને દાદા, ગણિતના દાખલા સમઝાવતા હતા. તે પપ્પાનો જોરદાર ઘાંટો સાંભળી દોડી આવ્યો.
થર થર ધ્રુજતો હતો. દાદાએ તેને તેડીને છાતી સરસો ચાંપ્યો. શૈલજા તો જાણે કશું બન્યું
ન હોય તેમ મલકી રહી હતી.  આયા રસોડામાં જતી
રહી. ધીરજબા કામકાજથી પરવારી માળા ગણતા હતા તે બહાર આવ્યા.

સૌમ્યને ઠંડો પાડવા કહે બેટા
તાજો ચેવડો બનાવ્યો છે ચા સાથે લઈશ? તેમને ખબર ન હતી કે સામેથી સૌમ્ય શું કહેશે?  પણ સૌમ્ય જેનું નામ ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય
મગજનું અમતુલન જાળવીને નરમાશથી બોલ્યો હમણાં નહી. તેમાં તેનો અડધા ઉપરનો રોષ સમી ગયો.
સૌમ્યએ પોતાની જાત ઉપર સંયમ ગ્રહણ કર્યો. પાંચ મિનિટ પછી અમૂલ્ય પાસે જઈને વહાલ પૂર્વક
આખા દિવસ્માં શું કર્યું તે પૂછવા લાગ્યો.અમૂલ્ય પણ જાણે પહેલાના પપ્પા હોય તેમ તેની
સાથે હળી ગયો. સૌમ્યને કંઈક અંશે શાતા વળી. દિકરાના મુખ પરનું નિર્દોષ સ્મિત તેના અંતરને
સ્પર્શી ગયું.

સાંજ થઈ ગઈ હતી હજુ નીરજા આવી ન હતી. સૌમ્યને ચીંતા
થઈ ધીરજબહેન કહે આજે તેને ‘વિજ્ઞાન’નું ટ્યુટોરિયલ છે એટલે મોડી આવશે એમ કહીને ગઈ છે.
સૌમ્યને નિરાંત થઈ શૈલજા પાસે ગયો સ્મિતની આશા સાથે. બહેનબા ઠંડા પડ્યા હોય કે કેમ
ભિખારીને રોટલો ફેંકતી હોય તેમ આછેરું સ્મિત ફેંક્યું. સૌમ્યતો ખુશ થઈ ગયો. ખુશી અને
નારાજગી નાની નાની વસ્તુઓ પર નિર્ભર હોય છે. તેનું નામ જ જીંદગી છે. નીરજાની રાહ જોતો
સવારનું છાપું વાંચી રહ્યો હતો.

નીરજા આવી ,તેના સોહામણા મુખનું નૂર ઉડી
ગયું હતું. આવી દાદા,દાદીને હલો કરી સૌમ્યના ખોળામાં માથૂ મૂકી રડવા લાગી. વર્ગમાં
હોશિયાર અને તેજસ્વી ગણાતી નીરજા આજે અંગ્રેજી અને ગણિતમાં  માંડ પાસ થઈ હતી. સૌમ્યતો ચોંકી ઉઠ્યો, હસીને આવકારવાને
બદલે દીકરી કેમ રડે છે? તેની પીઠ પસવારતાં બોલ્યો, બેટા શું થયું? તું હેમખેમ તો છે
ને ?

નીરજાઃ
પપ્પા હું શું કરું, એમાં મારો વાંક નથી.

સૌમ્યઃ
શું થયું એ વિગતે કહે તો ખબર પડે ને ,બેટા

નીરજાઃ
જુઓ પપ્પા આજે મારી પરિક્ષાનું પરિનામ આવ્યું છે. પપ્પા, મમ્મીના અકસ્માત પછી ચારજ
દિવસમાં પરિક્ષા હતી. સૌમ્યએ રિપોર્ટકાર્ડ જોયો. બેટા, હું તારી માનસિક હાલત સમજી શકું
છું. જો તારી મમ્મી ક્યારે પહેલાં જેવી થશે તેની કોઈ ખાત્રી નથી. અરે થશે કે નહી તેના
વિશે પણ ડૉ.ને શંકા છે.  તારે હવે ભણવામાં ધ્યાન
પરોવવું પડશે.  આ વખતની વાત સમજી શકાય તેવી
છે. વાર્ષિક પરીક્ષામા ધ્યાન આપજે. જોઇએતો કહે તને ટ્યુશન રખાવી દંઉ. મારી પાસે સમય
નથી અને શૈલજા હવે તારું ધ્યાન રાખવા શક્તિમાન નથી. બેટા રડ નહી!  મને તારા પર વિશ્વાસ છે. આ વખતનું પરિણામ જોઈ હું
નારાજ નથી.

નીરજાને હૈયે ટાઢક વળી કે મારા પપ્પા તો પહેલા
જેવા જ છે. મમ્મી પાસે ગઈ અને વહાલ કર્યું. ગમે તેમ તોયે મા નું હ્રદય , ભાનમાં કે
અભાન હાલતમાં દીકરીની લાગણીનો પ્રતિભાવ આપ્યો. ન તેણે ઘાંટો પાડ્યો કે ન છણકો કર્યો.
શૈલજાનાં કાનમા કહે , “જમીને આવું પછી તારા માટે ‘ગીતા’ વાંચીશ. આમ તો નીરજા નાની હતી
પણ મા સાથે સમય વિતાવવો હોય તો શું કરવું, સરસ ઉપાય શોધી કાઢ્યો હતો.’ મા પાસે બેસીને
ગીતા વાંચે. નીરજાને સંસ્કૃત વાંચતા આવડતું ન હતું તેથી ઈંગ્લીશમાં વાચી તેનો અર્થ
પણ સમજાવે. આમ કરતાં પરિણામ શુભ આવ્યું. તેને પોતાને ‘ગીતા’માં રસ પડવા માંડ્યો. નિયમતો
રોજનો હતો પણ કોઈક વાર ભંગ જરૂર થતો.

આજે શનિવાર હોવાથી સૌમ્ય વહેલો આવતો.
સીધો અમૂલ્યને લેવા શાળાએ પહોંચી ગયો. અમૂલ્યનોતો હરખ માતો ન હતો.” પપ્પા ચાલોને આજે  આઇસક્રિમ ખાઈને ઘરે જઈએ? “

સૌમ્ય
પ્યારા પુત્રની માગને નકારી ન શક્યો અને બંને બાપદીકરા આઈસક્રિમ ખાવા ઉપડ્યા. પાછાં
વળતાં છ એક આઈસક્રિમ ઘરે સાથે લેતા આવ્યા. ધીરજબહેન અને શાંતિભાઈ સૌમ્યના મુખ પર આનંદની
રેખા જોઈ હરખાયા. નીરજા હજુ આવી ન હતી. અમૂલ્ય અને સૌમ્ય મમ્મીને આઈસ્ક્રિમ ખવડાવવા
લાગ્યાં. શૈલજા ખાતી જાય અને કોઈક વાર આનંદ વ્યક્ત કરે તો કોઈવાર છણકો કરે. બાપ દીકરો
આ નાટક જોઈ તાળીઓ પાડે. ઘડીભર તો સૌમ્ય ભૂલી ગયો કે ઘરમાં કેવા હાલ છે. બસ આજની ઘડીના
આનંદમા મસ્ત થઈ ગયો. અમૂલ્યને તો જાણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો.મારા પપ્પા, મારા
પપ્પા કહેતાં ઘેલાની જીભ સૂકાતી ન હતી. બાળક છે ! માતા પિતા તેને માટે સર્વસ્વ હોય.
આ બધી ઘટના જે ઘટી રહી હતી તેને સમજવા માટે તે નાદાન છે.

તેવામાં નીરજા આવી. પપ્પા
અને અમૂલ્યને હરખાતાં જોઈ તે પણ તેમાં શામિલ થઈ ગઈ. પપ્પા, મારો ચોકલેટ આઇસક્રિમ લાવ્યા
છો ને? હા, બેટા કહેતા સૌમ્ય ઉઠ્યો અને ફ્રીઝમાંથી કાઢી તેને આપ્યો. ત્રણેય જણા ગેલેરીમાં
બેઠા અને વાતોએ વળગ્યાં. તેવામાં અમૂલ્ય ઉઠ્યો અને દાદાની આંગળી પકડી લઈ  આવ્યો. બોલો દાદા, આજે તમે અમને બધાને શું રમાડશો?
રોજ દાદા અમૂલ્યને નવી રમત બતાવી ખુશ કરતાં જેથી પછી અમૂલ્ય દાદા પાસે ભણવા બેસતો
. શૈલજાતો દવાના ઘેનમાં હતી. આયા બાજુની ખુરશીમાં બેસી ‘રીંગણાં જોખતી હતી’. ( ઉંઘતી
હતી.) ધીરજબહેન અને શાંતિભાઈ પણ જોડાયા અને આખુ કુટુંબ કિલકિલાટ કરી રહ્યું હતું. ઘડીભર
શૈલજાના દુઃખ દર્દ વિસરાઈ ગયાં.

બીજે દિવસે રવિવાર હતો. નીરજા મમ્મીનું
માથું .ઓળી રહી હતી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. રોજ મમ્મી તેનું માથું ઓળતી. વાળમાં
તેલ ઘસી આપતી. હવે ૧૪ની થઈ ગઈ હતી તેથી ધોતી પોતાની જાતે પણ ગુંચ અચૂક શૈલજાની પાસેજ
કઢાવતી. શૈલજા એવા પ્રેમથી દીકરીના વાળ ઓળતી કે ન તેના વાળ ખેંચાય કે ન ઝાઝા વાળ ટૂટે.
આજે ગંગા દરિયો છોડી પાછી હિમાલય તરફ વહી રહી હતી. દીકરી માના વાળ પ્યારથી સંવારી રહી
હતી જેને માને જાણ સુધ્ધાં ન હતી. હે પ્રભુ, નીરજાને શક્તિ આપજે. ધીરજ બહેન મા અને
દીકરી વચ્ચેનો પ્રેમ સજળ નયને માણી રહ્યા હતા. દરરોજ તો વાળ સંવારવાનું કાર્ય કરતાં
આજે રવિવારે તે કામ નીરજાને સોંપાયું હતું.

અમૂલ્ય ખબર નહી એક પણ કામ કરવાની
હા પાડતો નહી. તેનું બાળમાનસ બળવો પોકારી રહ્યું હતું. મારી મમ્મીને આ શું થઈ ગયું.
તે સ્મજી શક્તો પણ સ્વિકારી શકતો નહી. સૌમ્યએ ધીરજ પૂર્વક બીજો રસ્તો અપનાવવાનું નક્કી
કર્યું. અમૂલ્ય ,ચાલ તાળી પાડ જો, મમ્મી તારી સામે જુવે છે કે મારી સામે?

સૌમ્યના મનમાં વિચાર ઝબકી ગયો. અમૂલ્ય જ્યારે
નાનો હતો ત્યારે તે અને શૈલજા શરત મારતાં .કે તાળી પાડવાથી અમૂલ્ય જેની તરફ જુએ તે
જીતે.મોટે ભાગે શૈલજા જીતતી. કારણ સૌમ્ય કહેતો ‘દિવસ ભર તું  એને સાચવે એટલે તનેજ જુએને. મારી તરફ શેનો જુએ.
શૈલજા જીતેપછી બધાને આઈસક્રિમ   ખાવા લઈ જતો.
આજની તારિખમાં એક બાજુ સૌમ્ય તાળી પાડે અને બીજી બાજુ અમૂલ્ય. શૈલજા ક્યાં સાંભળવાની
હતી? પતિ અને પુત્ર પ્રાણથી પ્યારા તરફ મરજી આવે તેમ ડોક હલાવે અનેબાપ બેટા બંને ખુશ
થાય.

જમી પરવારીને બાળકો શાળાનું ઘરકામ
કરવા રૂમમા ગયા. સૌમ્ય એકલો પોતાના બેડરૂમમા આવ્યો. બાળકોની સામે પહેરેલો નકાબ ઉતરી
ગયો. સાથીને ઝંખતું મન તરફડિયા નાખતું હતું. એવું તો ન હતું કે શૈલજા થોડા વખત પછી
માંદગીમાંથી ઉઠીને સાજી થઈ જશે? હવે શુંએ ગહન પ્રશ્ન તેની સામે આંખ ફાડીને ઉભો હતો.

શૈલજા આચાર્ય (૬)
સપના વિજાપુરા

આજ ભરતભાઈ આવવાના છે એવું સૌમ્ય કહેતો
હતો..ભરતભાઈ નામ સાથે જ વહાલ વરસી પડે છે.. મોટાભાઈ..જાણે બાપુજીની કોપી…એની આંખો
દરવાજા પર ટિકટિકિ લગાવીને જોઈ રહી હતી…આ શરીર પણ જોકે એક પાસું ફેરવવું હોય તોય
નથી ફરતું…પગ અડધો ઈંચ પણ ખસેડી નથી શકતી…પગમાં પહેરેલી સેર ખબર નહી પગમાં છે કે
નહિ…ઝણકાર નથી સાંભળ્યો કદાચ સૌમ્યએ કાઢી લીધી હશે..કેટલી વ્હાલી હતી એ સેરો
સૌમ્યને હાથ ફેરવે પગ ઉપર તો હ્રદયમાં ઝણકાર થઈ જતો..આંખની કોરે થી પાણી પડવા
લાગ્યું…ઓશીકાંને ભીંજવતું રહ્યુ..

સૌમ્ય રૂમમાં દાખલ થયો એણે ચહેરો ફેરવી લીધો.
સૌમ્ય પણ કેવો રોબોટ જેવો થઈ ગયો છે .બધાં કામ યંત્રવત્ત કરે છે.દવા આપવી,ઓશીકું
સરખું કરવું રજાઈ સરખી ઓઢાડવી..અને બસ બધું વ્યવસ્થિત કરી રુમમાંથી
નીકળવું..છેલ્લે સૌમ્ય એ પરાણે સ્મિત કરીને કહ્યુ “કાઈ જોઇયે છે શૈલુ?”

એણે પણ પરાણે સ્મિત ચહેરા પર લાવી કહ્યું
“હા!”

“શું જોઇએ છે?” સૌમ્ય એ પૂછ્યું.

“મને વહાલ્ભરી એક ચુમી જૉઇએ છે”

પરાણે રુદન ખાળી રાખતા શૈલજા એ માંગણી કરી

“..શું?” સૌમ્યએ ફરી પૂછ્યું.અને એણે હસવા
પ્રયત્ન કર્યો

“કેમ ચુમી એટલે નથી ખબર? ચાલ કહું મને એક
ઓષ્ટ્યમિલન જોઇયે છે વહાલ અને પ્રેમથી તરબતર.”

સૌમ્ય અવાક બનીને સાંભળી રહ્યો પછી ધીરે થી
એની નજદીક આવી અછડતી ચુમી આપી તરત જ દૂર થઈ ગયો અને બોલ્યો”ચાલ નીકળુ મારે મોડું
થાય છે.”

એ સૌમ્યને દરવાજામાંથી નીકળતા જોઈ રહી..કેટલી
રુક્ષતા હતી એ ચુમીમાં? વહાલ તો તલ માત્ર નહોંતુ.. શું હવે મને જરા પણ પ્રેમ નહીં
કરતો હોય? હું ફકત બોજ છું? હા આ શરીર સાથે જ વ્યકતિ પ્રેમ કરતી હોય છે આત્માનાં
સંબંધો અને રુહના પ્રેમની બધી વાતો જ છે. હું એક બોજ છું બોજ છું બોજ છું..આત્માથી

અવાજ નીકળી ગયો અને આંખોમાંથી પાણી ટપકવા લાગ્યું.

દરવાજા પર ટકોરો થયો ભરતભાઈ હતા.એ ફીકું
હસી.”આવો ભરતભાઈ..”

“શું વિચારતી હતી શૈલુ?” ભરતભાઇએ એના સુકા
વાળમા હાથ ફેરવીને પૂછ્યું.અને એની આંખોમાં ચોમાસું ઉમટી આવ્યું.

ભરતભાઈ એકદમ પથારીમાં બેસી ગયાં .”.કેમ કેમ
અચાનક પાછી રડવા બેઠી…”

ગળાંમાં ડૂસકાં અટવાતા હતા..”ભાઈ ભાઈ મારે
આવું જીવન નથી જીવવું .ભાઈ, ભગવાનને કહો મને ઊઠાવી લે..હું ફકત એક બોજ છું..આ ધરતી
ઉપર..મારાં સૌમ્ય ઉપર અને મારાં બાળકો ઉપર..મારે લીધે એમનું જીવન અસ્તવ્યસ્ત
છે..મારે એમને કલરવ કરતાં જોવા છે .રડતા અને ચિંતીત બાળકોને નથી જોવા…ભાઈ ભાઈ
ભગવાનને કહો મને ઊઠાવી લે ..ઊઠાવી લે”..ભરતભાઇ તેને છાની રાખવા મથતા હતા..પણ
શૈલજાનું રૂદન ના અટક્યું

ડૂસકાં લેતી તે ફરી બોલવા લાગી”અહીં કોઈ મને
ચાહતું નથી બધાંને મારૂં હોવાપણુ નડે છે..મારૂં શરીર મને સાથ નથી આપતું અને ઝાડો
પેશાબ બધું બીજાનાં મુડ પર આધારીત છે..મનને પાંખો લાગી છે અને શરીર મણ મણનાં
બોજામા પડ્યુ છે..બાળકોના વિલા મોં મારાથી જોવાતા નથી આ કરતાં હું ભગવાન પાસે જાઉં
તો બધાનો છૂટ્કારો.”

ભરતભાઈ આંખોનાં આંસુને છૂપાવતાં બોલ્યાં”જો
શૈલુ,તું હમેશથી બહાદૂર છો..જ્યારે તું નાની હતી ત્યારે તું અન્યાય અને જુલમ સામે
પડકાર કરતી ત્યારે અને જ્યારે બાએ દેહ છોડ્યો ત્યારે અને બાપૂજીના અકસ્માત મૃત્યુ
સમયે તું નાની હતી છતાં હકીકતનો બરાબર સામનો કર્યો..અને હવે જ્યારે તારા પર વાત
આવી તો હું તને હિંમત નહી હારવા દઉં..મારી બહેન કદી હારે નહીં..હું તારો ભાઈ અડીખમ
ઊભો છું તને કાઇ નહી થવા દઉં તું પાછી દોડતી ના થાય ત્યાં સુધી હું ચેનથી બેસવાનો
નથી..અને આના માટે બસ તારી હામ અને તારો ઉત્સાહ જોઇએ અને હા કદી આવી મરવાની વાત
નહીં કરવાની ..ભગવાનનો રથ માથેથી

નીકળતો હોય અને તથાસ્તુ કહી દે તો ? તારા બાળકોનું શું? એમની તો માં જતી
રહેને.?.શુભ શુભ બોલવાનું જેથી પ્રભુનો રથ નીકળે અને તથાસ્તુ

કહે તો બધું શુભ જ થાય..એટલે વચન દે કે આવી વાત નહીં કરે.

શૈલજા કહે “ભાઈ! જ્યાં પોતાના મશીન બની જાય
ત્યાં કોને શું કહેવુ?”

“ પણ થયું શું તે આટલું બધુ લાગી આવ્યું?”

“કશું નહીં ભાઇ!..આજે સૌમ્યની આંખોમાં મને
મારો અપંગ હોવાનો ભાર જણાયો.”

“તું પણ શૈલુ..રાઇનો પહાડ કરે છે ને કંઈ.ખરો
પ્રેમતો આવા કસોટીનાં સમયે ખીલે…તું તો તેના ઉપર શંકા કરે છે.. ગાંડી!એના પ્રેમની
વાત શું કરેછે..તારા

મનને અપેક્ષાનાં રોગથી દુર કર બેના…પરિસ્થિતિ બદલાતી હોય ત્યારે બદલાવું જ રહ્યું
બેન.”

ઈંદુબેન અંદરથી ગરમ નાસ્તો અને ચા લાવ્યા.અને
સાથે તેમનો સુરીલો ટહુકો…” ચાલો બેન બા નાસ્તો તમારો ભાવતો છે..ગરમ ગરમ સક્કર પારા
અને ચા’

ભરતભાઇએ શૈલજાનાં આંસુ લુંછ્યા અને પરાણે હાસ્ય લાવતી શૈલજા બોલી..”ભાભી કહો છો
સક્કર પારા પણ લાગે છે ખારાં..તો નમક પારા કહોને?”

“ હા બેન અમારું મધ મીઠું વહાલ છે ને તેથી તે સક્કર પારા..અને આ આંસુ તમે ઉમેરી દો
તેથી બીચારા તે નમક પારા..”માથા પર હાથ ફેરવતા ઇંદુ

ભાભી બોલ્યા..”

શૈલજા ભાભીનાં વહાલમાં માનું વહાલ માણતી થોડીક
ક્ષણો માટે સૌમ્યનાં રૂક્ષ વ્યવહારને ભુલી ગઇ.

૦૦૦

શૈલજા ખૂબ ઉત્સાહીત હતી..મારે સૌમ્યને
બતાવવું છે હું એનાં રથનું બીજું પૈડું છું.હું કદી એને ભારરૂપ નહીં રહું
…..અત્યારે કેટલાં

વાગ્યા..ઓહ હજુ તો બે વાગ્યા!! નીરજા અને મારો માઇકલ જેકસન ત્રણ વાગે આવશે ..આજ તો
એને કહિશ મારી પાસે બેસે..કેટલો વ્હાલો

લાગે છે ..કેવો સ્કુલેથી આવીને મને વિંટ્ળાઈ જતો ..મમ્મી આ આપને તે આપ ..ભૂખ લાગી
હવે તો બીચારો મારાં રુમમાં આવતા પણ ગભરાય છે…પણ હું જ હવે મારું મોઢું હસતું
રાખીશ અને બધાં ને આ ઉદાસીભર્યા વાતાવરણથી દૂર રાખીશ..નીરજા તો જાણે ડોશી બની ગઈ
છે..ના..રે હું એને કસમએ ડોશી બનવા નહીં દઊં..એને તો બસ હસતી ખેલતી ઊછળતી
રાખીશ..એક ટીનએજર એના માટે ..કલ્પનાની દુનિયા બસ છે વાસ્તવીકતાથી પરે…

દિલ ખો ગયા હો ગયા કિસિકા..

ડોરબેલ વાગી નીરજા અને અમૂલ્ય આવ્યા લાગે
છે..બન્નેને જોવા માટે તડપી ઊઠી…અમૂલ્ય દોડીને મમ્મીનાં રુમના દરવાજા પાસે આવી
અટકી ગયો અને જરા ડોકિયું કરીને જોયું મમ્મી સુતી છે કે જાગે છે..મમ્મીતો દીકરાની
રાહ જોઇને બેઠી હતી..ચહેરા ઉપર ગુલાબ જેવું સ્મિત લાવી શૈલજા બોલી,”આવ, મારાં
માઇકલ જેકસન મમ્મી પાસે આવ..અમૂલ્ય થોડો અચકાતો અચકાતો મમ્મીની રુમમાં પ્રવેશ્યો..

શૈલજા,”આવ બેટા મમ્મી પાસે આવ.” એ મમ્મીપાસે પહોંચી ગયો..

અમૂલ્ય,” મમ્મી તને બેડમાં કંટાળો નથી આવતો?’

આંસું ખાળતી ચહેરા પર સ્મિત રાખતી શૈલજા ફરી હસી..”નારેના..જો હવે મારે રસોઈ નહીં
કરવાની તને તૈયાર નહીં કરવાનો..અને

સ્કુલે મૂકવા નહીં આવવાનું બસ આરામ જ આરામ..ટી.વી જોઉ અને આરામ કરું. કેટલું
સારું!

.”મમ્મી તેથી તું સારી થવા નથી માંગતી?” અમુલ્યએ પૂછ્યુ.

.”ના ના હું તો સારી થવા માંગું છું..તારી સાથે રમવા..દોડાદોડ કરવા અને લૂપાછૂપી
રમવા અને માઇકલ જેકસનના ડાન્સ કરવાં..અને અમૂલ્ય બેટા તું જોજે મમ્મી કેવી ભાગે
છે.”

અમૂલ્યનાં ચહેરા પર એકદમ આનંદ પથરાઈ ગયો..એનો
ગુલાબી ચહેરો એકદમ પુલકીત થઇ ગયો… “મમ્મી હું એકદમ ડાહ્યો થઈ જઈશ તને જરા પણ હૈરાન
નહી કરું..તું જલ્દી સારી થઈ જા.”

અમુલ્ય બોલીને નાચતો કુદતો બહાર ભાગી
ગયો..શૈલજા મનમાં બોલી નીરજાને ખુશ કરવી અઘરી છે..પણ બાજુનાં રુમમાંથી નીરજાનો
મીઠો અવાજ

સંભળાયો જાણે કે કોયલ ટહૂકી…કોઈ નવી ફિલ્મનું ગીત ગણ ગણી રહી હતી..કેટલો મધુર અવાજ
છે..થોડાં કલાસ કરાવ્યા હોય તો દીકરી કોયલ છે…હા

મને સાજી થવા દે.પહેલા એજ કામ કરીશ…

“નીરજા, બેટા અહીં આવ બેટા,.મારી પાસે..”

નીરજા દોડીને મમ્મી પાસે આવી હાંફી ગઈ..”હા,
મમ્મી બોલ, કાંઇ જોઇયે છે? કાંઈ થાય છે? દુખે છે?”

“ના, ના નીરજુ બેટા કાંઈ નથી જોઈતું અને કાંઈ
નથી થતું..મારી પાસે બેસ.”..

જીન્સ અને લાઈટ બ્લ્યુ બ્લાઉઝ્માં નીરજા
સુંદર દેખાતી હતી જો કે દરેક માને તેની દીકરી વહાલી અને સુંદર જ લાગતી હોય

.”.જો બેટા..આજે મારાં દિલની વાત કહું…તારા
પપ્પા ખૂબ લાગણીશીલ છે અને તું હિમતવાળી…આપણે બધ્ધાએ પરિસ્થિતિની સામે લડવાનું
છે..મારે તમારા સૌનો સાથ જોઇયે છે…હું ભગવાન સામે પણ લડીશ મારાં વ્હાલાઓનાં સાથ
માટે. આપણે બન્ને એ પપ્પાના ચહેરા પર સ્મિત લાવવાનું છે. ઘરમાંથી ઉદાસીને
ડસ્ટ્બીનમાં નાંખવી છે. આપણે જેમ હસતા ગાતા એમજ રહેવાનું જાણે કાઈ નથી
બન્યું..તારો સાથ જોઇયે અમૂલ્ય અને તારા પપ્પા માટે..”

નીરજા બોલી,” મમ્મી મને તો ૧૦૦% ખાતરી છે તું
સારી થઈ જવાની આ સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયા છે..આવિષ્કાર..શોધખોળ….અને હા મેં
ગુગલ કરીને જોયું..મને તો તારી સ્થિતિમાં ખૂબ જલ્દી ફરક પડશે એવી આશા છે.”શૈલજાનાં
ચહેરા ઉપર અજબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ..એણે બહાર ખુલ્લાં આકાશ તરફ જો્યું..એક પંખી
પાંખો પ્રસારતું ..ઊડી રહ્યું હતું…

૦૦૦

સાંજ ઢળવા આવી..આકાશ કંકુવરણું બન્યું …શૈલજા
બેચેનીથી સૌમ્યની રાહ જોતી હતી..આજ કાલ એને મન સાથે વાતો કરવાનું ચાલુ કર્યું
હતું..ઘરમાં બધાંને કાંઇ ને કાંઇ કરવાનું હોય છે..એ એક જ નવરી પડી છે. એટલે મન એની
સાથે પડછાયાની જે સાથ આપે છે..મન એને દોડતી કરે છે અને મન એને હવામાં ઊંચકે છે..મન
એને વાદળોની સવારી કરાવે છે…માણસ પાસે આ મન ના હોય તો? એકલતાથી મરી જાત…લોકો કહે
મનને મારો.પણ…મન મારું દોસ્ત છે મનને કેવી રીતે મરાય..બધાં પાગલ છે ઈશ્વર કદી એવું
ના કહે. સત્પુરુષો કહે છે मनकी सुन मन सच कहेता है…

ચાલો આ સાંજ ઢળી…એને યાદ આવ્યું…એને સૂર્યોદય
ખૂબ ગમતો અને સૌમ્યને સૂર્યાસ્ત …તો એને ખૂબ ચીડાવતી કે એ નેગેટીવ થિન્કીગ વાળો છે
પોતે પોઝેટીવ…આજની આ ખામોશ સાંજ એને ગમી ગઈ ..આજે એ ખૂબ શાંત હતી..જાણે જિંદગીનો
મોટો નિર્ણય લઈને બેઠી હોય એમ આંખો બંધ કરી એ સ્વસ્થ થઈને સૂતી હતી…

બહાર અમૂલ્ય અને નીરજાનો હસવાનો અવાજ
આવ્યો.”.પપ્પા પપ્પા અમારી સેંડવીચ લાવ્યા.?’.

સૌમ્યનો થાકેલો અવાજ સંભળાયો..”ભૂલી ગયો,ચાલો
કાલે ચોક્કસ..બસ? તારી મમ્મી સાજી હોત તો દસ ફોન કર્યા હોત કે સેંડવીચ ના ભૂલતા
હું કેટલું યાદ રાખું.”

બુટ કાઢી એ રસોડાંમાં ગયો..”મમ્મી શું
બનાવ્યું છે?”

‘કારેલા અને ભાખરી..”

મમ્મી તમને તો ખબર છે કે છોકરાઓ કારેલા નહીં
ખાય.’બેટા હવે આ ઉંમરે થાય એટલું કરું છું તને કારેલા ભાવે એટલે…કાંઈ નહી હું
છોકરાઓને માટે પીઝા ઓર્ડર કરું છું.”..અને બન્ને નાચવા લાગ્યા..

સૌમ્ય શૈલજાનાં રુમમા આવ્યો..એની આંખો બંધ
હતી..જાણે ગુલાબની પાંખડીઓ અધખૂલી…કેટલી વહાલી લાગતી હતી. સૌમ્યને એકદમ હેત ઉભરાઈ
આવ્યું. નજીક આવી બન્ને આંખોને પ્રેમપૂર્વક ચૂમી લીધી.. શૈલજાએ આંખો ખોલી..ઘણાં
સમય પછી આટલાં પ્રેમથી સૌમ્યએ એને ચૂમી હતી..એની આંખો હસું હસું થઈ ગઈ અને હોઠ
મરકી ગયાં..

“વ્હાલું તું આવ્યું?”ખૂબ પ્રેમ આવે ત્યારે એ સૌમ્યને “વ્હાલું” કહી સંબોધતી.

.”હા વ્હાલી..જોને કેવી સરસ સાંજ છે!!

“હા પંખીઓનો કલરવ સંભળાય છે..”

“સૌમ્ય, સોમુ..મારું એક કામ કરીશ?’

“હા,બોલ..મેરે આકા-તારો ગુલામ હાજર છે!!”

‘પેલી કૃષ્ણની મૂર્તિ છેને પૂજા ઘરમાં?”

“હા, તો?”

“એ મૂર્તિ મને આ રૂમમાં જોઇયે છે…’

“પણ તું તો કહેતી હતીને કે ભગવાન નિરંજન
નિરાકાર હોય છે..પછી આ મૂર્તિ હવે રૂમમાં શા માટે?”

એ મીઠું હસી..

“હવે તું મારી સામે નથી હોતો ને તો ઝઘડા કોની
સાથે કરું? એટલે આ કૃષ્ણની મૂર્તિ સામે મારો બળાપો કાઢીશ..અને જેમ તું મારી રોજ
રોજની જીદ સામે માથું ટેકવે છે એમ મારાં ભગવાન પણ કંટાળીને તથાસ્તુ કહેશે એવો મારો
વિશ્વાસ છે..પ્લીઝ..તુ મારાં ભગવાનને અહીં બિરાજમાન કરી દે પછી જો તમાશો..”

સૌમ્યએ ધીરે થી એનો હાથ પકડી ચૂમી લીધો..આજે
સૌમ્યને એના માંથી કોઈ દુર્ગંધ આવતી નથી..મને લાગે છે દુર્ગંધ અને સુગંધ માણસનાં
ભાવો સાથે બદલાય છે…

એ પૂજાનાં રુમમાં થી મૂર્તિ લેવા ગયો..બા
સામે મળી ગયાં.

.”ક્યા જાય છે બેટા?

અડધી ધૂનમાંએ ગણ ગણ્યો,

”મૂર્તિ લેવા!!”’..

બા એકદમ ઉખળી પડ્યાં ભગવાનને પૂજા ના રુમમાથી
હઠાવાય કાંઈ?’.

સૌમ્ય હસીને બોલ્યો,’બા,ભગવાનની પૂજા ના રુમ
કરતાં શૈલુના રૂમમા વધારે જરૂર છે!!’

સૌમ્યએ બરાબર સામે મેજ ઉપર મૂર્તિ ગોઠવી ફૂલ
હાર કર્યો.

“બસ ઔર કૉઇ હુકમ હૈ મેરે આકા?”

ફરી મધૂર સ્મિત અને શેલજા બોલી..

“હા , એક ઔર હુકમ..આ મારી પથારી બરાબર બારી
સામે કરી દે..કે હું પેલાં ઊડતા પંખીઓને જોઉં અને ઊડતાં શીખું અને હા વરસાદની
વાછંટ અને ગુલાબી સાંજ મને જીવવાનો જુસ્સો આપશે..”

“ઓહ એમાં શી મોટી વાત છે…તું તો ફૂલ જેવી
છે..તને ઊંચકીને આમ ફેરવી દઈશ…અને હા ખુલ્લું આસમાન જો..એની વિશાળતા અને ગહનતા
જો..અને આ ચોરસ બારીમાથી નીકળીને દુનિયા નીરખજે…સુખનાં સાગર ઉમટે છે…આપણાં સુખનાં
સાગર..!!”

સૌમ્યએ બારી સામે પથારી કરી નાંખી..હવે
આસમાનનો ટુકડો જાણે ફ્લેટમાં આવી ગયો..”હાશ..ભગવાન..તારી આભારી છું..તું જ પાર
ઉતાર

જે..

સૌમ્યએ કહ્યુ,” શૈલુ કારેલા ખાઈશ?”

શૈલુએ મોઢું બગાડ્યું..

“તો પીઝા?”

“હા,હા, હા..”

શૈલજા જાણે નાની બાળકી બની ગઈ!!

બાળકી જેને સૌમ્ય દિલોજાનથી ચાહતો હતો…

૦૦૦

સૂરજનાં પહેલાં કિરણે શૈલજાની આંખો ખૂલી
ગઈ..નવી ઉષા નવી આશા…આજનો દિવસ એકદમ સરસ ઊગ્યો છે..વાદળ નથી અને પંખીઓનો કલરવ
સંભળાય છે..એને આકાશનાં ચોરસ ટુકડા સામે જો્યું..મારાં ભાગનું આકાશ..મારૂ
આકાશ…એટલામાં કુંજડીઓની કતાર નીકળી ..હરોળમાં ઊડતી એ કતાર કેટલી શીસ્તબધ્દ્ધ છે
કોણ શીખાવતું હશે એને આ બધું? અચાનક એની નજર કૃષ્ણની મૂર્તિ સામે ગઈ.આંખો બંધ કરી
વંદન કર્યા..

બહાર રુમમાં ધમાલ ચાલતી હતી..મારી બુક ક્યાં
મૂકી? મારૂ હોમવર્ક અને..લંચ બોક્સ…અમૂલ્યને તો બધું યાદ રાખી આપવું પડે
બીચારો..માં વગર શું કરે…પણ બેટા થોડાં દિવસ પછી તારી માં સાજી થઈને બધું તૈયાર
કરી આપશે…બસ થોડાં દિવસ મારાં દીકરા…શૈલજાની આંખોમાં મજબૂરી આંસું રૂપે આવી ગઇ..

એટલામાં” બાય મમ્મી ..”. નીરજા પણ આવી..મમ્મીનો ચહેરો ચૂમીને ગઈ

“બાય મોમ..”અમૂલ્ય પણ થોડીવારમાં આવ્યો..

“”બાય શૈલુ..બાળકોને મૂકી ઓફીસે સીધો જઈશ..અરે હા આજે ભરતભાઈ આવવાનું કહેતા
હતાં..ભાભી.. પણ મૂંઝાતી નહી..કંઇ કામ હો ય તો પ્રીતિબેનને કહેજે..લવ યુ
ડાર્લીંગ..” અને નાનકડી ટપલી ગાલ પર મારી સૌમ્ય પણ નીકળી ગયો ..હાશ આજે તો બસ મારે
મારાં દિલની વાતો ભગવાનને કરવી છે…ત્યાં તો પ્રીતિબેન માલિશની

દવા લૈને આવ્યાં. ચાલો ..શૈલજાબેન માલિશ કરી આપું…શૈલજાએ આંખોથી હા કહી…પ્રીતિબેન
માલિશ કરવાં લાગ્યા..એમણે હાથેથી શૈલજાનાં પગ પરથી નાઈટી હટાવી ..શૈલજાની
સુંદરતાની સાક્ષી પૂરતાં હતા એ પગ..એ ધીરે ધીરે માલીશ કરવાં લાગ્યાં..પગ અને હાથ
અને ધીરે ધીરે પુરા શરીરને

પ્રેમથી મસાજ કરતાં હતાં…બેન આજે તમારાં હાથ થોડાં ગરમ લાગે છે ..આ તો ખૂબ સારી
વાત છે…પ્રીતિબેન બોલતાં રહ્યા…એ સાંભળતી રહી..એણે પ્રિતીબેનને કહ્યુ” આજે બહાર થી
થોડાં ફૂલ લાવીને વાઝમાં સજાવજો અને અગરબત્તી પણ કરજો..સ્પંજ કરી પ્રીતિબેન

રુમમાંથી ગયા..બધું ફ્રેશ અને ચોખ્ખું લાગતું હતું…એણે પ્રીતિબેનને ભજન પણ મૂકવાં
કહ્યુ હતું..સરસ સૂર વહી રહ્યા હતાં..એણે કૃષ્ણની મૂર્તિ સામે જોયું..પછી આકાશ
સામે…હે ભગવાન !! તારાં ખજાનામાં કોઇ કમી નથી..તું જેને ચાહે એને આપે તો ..મારાં
બાળકો અને મારાં પતિની ખાતર મને પાછી હરતી ફરતી કર હું આ જીવનભર તારી ઋણી રહીશ.એની
આંખોમાંથી આંસું ટપકવા લાગ્યા..

ડોરબેલ વાગી..ભરતભાઈ અને ભાભી…અને હાથ પણ
ઉંચો ના થાય !આંસું પણ કેમ કરી છૂપાવૂ? મારાં જ વેરી છે મારાં આંસું અને મારો જ
સહારો…ભાઈ ભાભી આવ્યાં..ભાભી સીધાં રસોડાંમાં ગયાં..ભરતભાઈ આવી ગયા..રુમમાં..”કેમ
છે બેના?મારી વ્હાલી બેના?” અરે શું રડતી હતી…?

“ના,
ના ભાઈ આ તો ખુશીનાં આંસું..અને એ પણ એની મરજીથી આવે જાય છે ..નામ તો નથી લખ્યું
કે શા કારણે આવે છે..સાચું કહું આજે તો ચોક્ક્સ ખુશીનાં જ કારણે આવ્યાં છે એક તો
ભાઈ આવ્યાં અને બીજું જુઓ મારાં ક્રૂષ્ણ ભગવાન મારા રુમમાં આવ્યા..એની સાથે વાતો
કરું છું!!” ભરતભાઈએ એની આંખો લૂછી નાખી અને બાજુમાં રાખેલી ખુરશી પર બેસી ગયાં..

“ભાઈ એક વાત કહું? તમને ખૂબ ખુશી થશે!!

“હા કહેને ,બેના..શું છે?’

તમે મારાં રિપોર્ટ ફરી કરાવો..મને ચોક્કસ લાગે છે કે મારાં શરીરમાં સંચાર થાય
છે..પણ ચોક્કસ પણે કાંઈ કહી શકતી નથી..પણ ભગવાનને ત્યાં દેર છે અંધેર નથી..”

ભરતભાઈ ખુરશી પરથી અડધાં ઉભા થઈ ગયાં.. શું વાત કરે છે..ખરેખર..? આ તો ખૂબ સારાં
સમાચાર..લાવ હું ડો.જાદવને ફોન કરું.. “ઈન્દુ અરે ઈન્દુ..જલ્દી આવજે અહીં..”
ભરતભાઇની ખુશી સમાતી ન હતી.. ‘આવું,…આવું ,આ શૈલુ માટે એને ગમતો ગાજરનો હલવો અને
વડા લાવી હતી તો મૂકવાં ગઈ હતી..શું..સમાચાર મળ્યા કે આટલાં ફૂલાઈ ગયાં છો?

ઈન્દુ ભીનાં હાથ નેપકીનથી લૂછતી રૂમમાં આવી..શૈલુને માથે વ્હાલથી હાથ ફેરવ્યો…

“આજે તો બેનબા સરસ દેખાય છે…મઘમઘે છે…”

“હા ભાભી સ્પંજ કરાવ્યું અને પરફ્યુમ લગાવ્યુ મને શરીરની ઓડર જરાય ના ગમે પણ જુઓને
ભગવાને તો મને ગંદકી માં મૂકી દીધી ..કિયા જનમનાં પાપે?”

ભાભીએ એનાં મોં પર હાથ રાખી દીધો..એવું ના બોલ શૈલું..તને મારાં સમ છે..તું ખૂબ
જલ્દી સારી થઈશ એવું મારૂં અંતઃકરણ કહે છે..અને હમણાં તો કાઈ ખુશીનાં સમાચારની વાત
હતી..”

“અરે હા, તમારાં બન્નેનાં વાર્તાલાપમાં હું ભૂલી ગયો..મારે ડો.જાદવને ફોન કરવાનો
છે..શૈલુને શરીરમા સંચાર થયો એવું લાગે છે…”

ઈન્દુભાભી અને ભરતભાઈ જાણે સપનાંની દુનિયામાં સરી ગયાં.એમને તો દોડતી ભાગતી શૈલુ
દેખાવા લાગી

શૈલજા આચાર્ય (૭)
પ્રવીણા કડકિયા

ભાઈ
અને ભાભી ગયા. ગા્જરનો હલવો અને વડા સૌમ્ય તથા શૈલજાને ખૂબ ભાવતા. અત્યારે તો પિઝા
નો સ્વાદ હજુ મોઢામાં હતો. ઉપરથી ધીરજ બહેને કેરીની લસ્સી બનાવી બધાને મઝા આવી ગઈ.
શૈલજાની બિમારી પળભર માટે વિસારેપડી ગઈ. સૌમ્ય પણ આજે ઘેલો થયો હતો. કેટલા દિવસ થઈ
ગયા, એકલતા તેને કોરી રહી હતી પણ નાઈલાજ હતો. આજે ‘વહાલી ‘પાસે બેસીને પ્યાર ભરી
વાતો કરતો હતો. શૈલજા દર્દ તો મહેસૂસ ન કરતી પણ સૌમ્યનો પ્યાર માણી રહી. તે
બોજારૂપ છે એ વાત વિસારેપડી ગઈ.

દુઃખના સમયને પસાર થતાં વર્ષો લાગે સુખની ઘડી પલકભરમાં ગુજરી જાય. સવાર થઈ સૂર્ય
સાત ઘોડાના રથ પર સવાર થઈને પૃથ્વી પર સફર કરવા નિકળ્યો. માનવની દોડધામ જોઈ
કોઈકવાર સ્મિત આપતો ત્યારે ગગન ખૂબ રળીયામણું લાગતું. પણ જ્યારે તેની હાજરીની
અવગણના થતી નિહાળતો ત્યારે તેના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થતાં. અમૂલ્ય અને નીરજા
શાળાએથી પાછા આવી ગયા હતા,. સૌમ્યને આવતાં મોડું થવાનું હતું. સાંજે ‘બોર્ડ મિટિંગ
‘ હતી તેથી તેને જમવું પણ ન હતું.

શની અને રવીવાર તો ક્યાં પસાર થઈ ગયાં ખબર પણ ન પડી. સોમવારની સવાર આવી પહોંચી.
અમૂલ્યની શાળા સવારની હતી. દાદાજી તૈયાર થઈને દીકરાને લઈને ઉપડ્યા. અમૂલ્ય હવે
દાદાજીનો લાડલો થઈ ગયો હતો. ખરું કહું તો હવે દાદા એને ખૂબ ગમવા લાગ્યા હતા.
દાદાનું કહ્યું બધું માનતો અને દાદાની પાસે પોતાની જીદ પૂરી કરાવતો. દાદા પણ
પોતાની ઉમર ભૂલી ચૂક્યા હતા. જાણે નાનો સૌમ્ય ન હોય. આમ પણ ‘મૂડી કરતાં વ્યાજ’
વધારે વહાલું હોય એમ કહેવાય છે. અમૂલ્યને દાદા ,પપ્પાની જેમ વઢતા નહી તેથી જલસો થઈ
ગયો હતો.

નીરજાએ દૃઢ સંકલ્પ કર્યો બને ત્યાં સુધી પપ્પાને નારાજ ન કરવા અને ભણવા પર પૂરતું
ધ્યાન આપવું. ૧૦મી નું વર્ષ હતું જો સારા ટકા નહી આવે તો કઈ કોલેજ અડમિશન આપશે?
સવારે ઉઠીને સમયસર તૈયાર થઈ નિકળી પડી. સૌમ્યને ખબર ન પડતી કે શની , રવીમાં થાક
ઉતર્યો કે વધારે થાકી ગયો.

ખેર, જે પણ હોય તૈયાર થઈ શૈલજાને ગાલ પર વહાલ પૂર્વક હાથ ફેરવી ઘરેથી નિકળ્યો.
શૈલજા નિસ્પૃહ હતી. કાંઈ જ ખબર પડતી ન હતી.તે જીવતી હતી પણ લાગણીઓનો સતત અભાવ હતો.
જ્યારે સૌમ્ય તો જીવતો જાગતો ,સુખ અને દુઃખની વચ્ચે ઝોલાં ખાતો હતો. ડૉ. સૌમ્ય
જીંદગીના ત્રિભેટે આવીને ઉભા હતાં.ક્યાંય આશાનું કિરણ જણાતું ન હતું. તેથી કાંઈ
જવાબદારીમાંથી છટકી ન શકાય તેનું તેને બરાબર ભાન હતું. જે મુસીબત ગળે વળગી હતી
તેની પકડમાંથી છૂટવું આસાન ન હતું. કામ પર આવ્યો. ધીરજબહેનને સૂચના આપી હતી કે
દિવસ દરમ્યાન કાંઈ પણ થાય તો ઓફિસમાં ફોન નહી કરવાનો. દર બે કલાકે તે ઘરે ફોન
કરીને સમાચાર મેળવતો . ઈશ્વરકૃપાએ આજનો દિવસ હેમખેમ પસાર થઈ ગયો. સૌમ્ય સાંજે ઘરે
આવ્યો. બાળકો તેમની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત હતાં.

ચા પીને આરામ ખુરશી પર બેઠો હતો ક્યારે આંખ મિંચાઇ ગઈ ખબર પણ ન પડી, ત્યાં નર્સે
ધીરેથી પાસે આવી ઉઠાડ્યો. જુઓને બહેન કેમ કાંઈ પ્રતિક્રિયા નથી કરતાં. સૌમ્ય ઉભો
થયો અને જુએ છે્ તો શૈલજાનું માથું એક બાજુ ઢળી ગયું હતું.તેણે હળવેથી સીધું
કર્યું અને ગાલ પર ટપલીઓ મારી. જાણે ભર નિંદરમાંથી જાગી હોય તેમ શૈલજાએ આંખો ખોલી.
સૌમ્યના જીવમાં જીવ આવ્યો. નર્સ તેને જમાડવાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગઈ. તેના
જમ્યા પછીજ બધા સાથે જમવા બેસતાં. જમીને તરતજ શૈલજા સૂઈ જતી.

તેને ક્યાં ફરક પડતો હતો. રાત હોય કે દિવસ બધું તેને માટે સરખું જ હતું. આખું ઘર ,
બાળકો, સૌમ્ય અને તેના માતા પિતા ઉપર તળે થાય શૈલજા તે સઘળાંથી પર હતી. અમૂલ્ય
સાથે થોડો સમય પસાર કર્યો. નીરજાની વાતો સાંભળી સૌમ્ય પોતાનાં રુમમાં આવ્યો. આ એજ
રૂમ હતો જ્યાં રાત પ્રફુલ્લિત અને સવાર ખુશનુમા રહેતી. તેને બદલે રૂમનો દરવાજો બંધ
થતાં સૌમ્યને એકલતા ભરખતી અને જુવાની અકળાવતી. નાઈલાજ સૌમ્ય સર્જનહારને યાદ કરી
ઉપાય માટે આજીજી કરતો. શૈલજા હતી તે શ્રાપ હતો કે આશિર્વાદ, સૌમ્યના મને તેને
પ્રશ્ન કર્યો ,અરે આ પ્રશ્નથી સૌમ્યનું સમસ્ત અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. આખા શરીરે
પસીનો થઈ ગયો. એરકન્ડીશન નું ડાયલ ફેરવી વધારે નીચું કર્યું. પંખો ફુલ સ્પીડમાં
કર્યો છતાં આખા શરીરે પસીનો છૂટી ગયો.

સૌમ્ય પોતાની જાતથી જ ગભરાઈ ગયો અને કપડાં બદલી બહાર આવ્યો. અમૂલ્ય સૂઈ ગયો હતો.
નીરજા પોતાના રૂમમા પરિક્ષાની તૈયારી કરી રહી હતી. સાથે સી.ડી. પ્લેયર પર જુના
ગીતો વાગી રહ્યાં હતાં. ધીરજબહેન અને શાંતિભાઈ પોતપોતાનાં પુસ્તકો વાંચી રહ્યાં
હતા. ધીમે અવાજે સૌમ્ય અને શૈલજાની હાલતની ચીંતા વ્યક્ત કરતી વાતોનો સંવાદ સૌમ્યને
કાને પડ્યો.

સૌમ્ય કાંઇપણ ગણકાર્યા વગર પોતાની ગાડી લઈને નિકળી પડ્યો. રાતનો છેલ્લો શો ઇંગ્લીશ
પિક્ચરનો દસ વાગ્યાનો હતો તેમાં ટિકિટ લઈને બેસી ગયો.મગજ બીજા પાટે ચડ્યું તેથી
તેણે રાહતનો અહેસાસ થયો. પિક્ચર બાર વાગે છુટ્યું અને ઘર ભેગો થયો. થાકી જવાથી
પલંગ પર પડતાંની સાથે.સૂઈ ગયો. ક્યારે સવાર પડી તે ખબર પણ ન પડી. હજુ તો આંખ ખુલી
નથી ત્યાં તેને કાને આયા અને શૈલજાની કચકચ સંભળાઈ.

આયા કામ કરવા માટે તૈયાર હતી પણ શૈલજા તેને દાદ આપતી ન હતી. અવાજ સાંભળીને બહાર
આવ્યો. માને કહે મારી ચા અને ટોસ્ટ તયાર કરો આજે સવારના ‘ડાયરેક્ટર્સ’ની મિટિંગ
છે. કહીને તૈયાર થવા ગયો. અમૂલ્ય અને નીરજા પોતપોતાની તૈયારીમાં પડ્યાં હતા.
સૌમ્યના દિમાગમાં ત્વરિત એક વિચાર ઝબકી ગયો જો પપ્પા અને મમ્મી એ આવીને ઘરનું
સુકાન ન સંભાળ્યું હોત તો તે કેવી રીતે આ કપરો કાળ પસાર કરી શકત. શૈલજાના ભાઈ અને
ભાભીએ પણ પૂર્ણ સહકાર આપ્યો હતો એકની એક લાડકી બહેન હતી.

સૌમ્ય તૈયાર થઈને જેવો ઘરની બહાર જવા નિકળ્યો કે નર્સ દોડતી આવી, જુઓ સાહેબ, બહેન
જરા પણ માનતા નથી. ગઈકાલે રાતના શૈલજાને જરાપણ ઉંઘ આવી ન હતી. કોને ખબર કેમ તેનું
મન વિચારે ચડી ગયું હતું. બસ તેને એમ જ લાગ્યા કરતું કે તેનું જીવન અર્થવિહીન છે.
ઘરમાં તે સહુને ભાર રૂપ થઈ ગઈ છે.તેની પરવશતાનો તેને અંદાઝ ન હતો. સૌમ્ય તેની
નજદીક આવતો ત્યારે તે ગમતું કે નહી તે પણ તે નક્કી ન કરી શકતી. . નીરજાને ઘડી ભર
નિરખતી તો પળમાં અ્ણજાણ વ્યક્તિની માફક વર્તન કરતી. અમૂલ્યતો એવો ડઘાઈ ગયો હતો કે
મમ્મીની પાસે જતાં પણ ડરતો.

સૌમ્ય ઓફિસે જવાને બદલે ઘરમાં પાછો આવ્યો. સંયમ જાળવવાનો તે હંમેશા પ્રયત્ન કરતો.
આખરે તે પણ ‘સામાન્ય માનવી’ હતો. તે ઘરમાં આવ્યો ને દૃશ્ય જોઈને આભો બની ગયો.
શૈલજાની આંખોમાંથી આંસુ ઉભરાઈ રહ્યા હતાં. જાણે ઘરમાં કોઇનું મૃત્યુ ન થયું હોય.
બસ ચોધાર આંસુએ રડી રહી હતી. સૌમ્યનું દિલ દ્રવી ઉઠ્યું. કેમ તેને અહેસાસ ન થાય ?
જે તેની જીવન સંગિની છેલ્લા ૧૫ વર્ષથી છે. તેની આવી દયાજનક સ્થિતિ જોઈ નહોતી. અને
આજે જોઇ નહોંતી શકાતી પણ તે ના ઈલાજ હતો. તે પોતે એવી દ્વિધામાં હતો કે શું કરું તે
પ્રશ્ન તેને મુઝંવી રહ્યો હતો. ઘરમાં આવ્યો શૈલજાને વહાલથી પંપાળી. નસીબ સારા હતા
કે શૈલજા છંછેડાઈ નહી.

તેને કોઈ લાગણી નહોતી થઈ માત્ર પ્રતિક્રિયા ન કરી. પ્યારનો અહેસાસ કે તેનું
સ્વિકાર્ય કશું જ તે અનુભવતી નહી. શૈલજાને શાંત જોઈ સૌમ્યને હૈયે ટાઢક થઈ પણ તે
ક્ષણજીવી નિકળી. રૂદન પાછું ચાલુ થયું અને હવે સાથે લવારો. સૌમ્યને આદત પડી ગઈ હતી
તેથી સમજી શક્યો. પ્રત્યાઘાત રૂપે હાથની હથેળી ખૂબ મૃદુતા પૂર્વક શૈલજા પર ફેરવી
તેને સાંત્વના આપવાનો ઠાલો પ્રયાસ કરી રહ્યો.

અચાનક ઝાટકો લાગ્યો શૈલજાએ મોઢું ફેરવી લીધું. “બસ,મારે જીવવું નથી મને મારી
નાખો’ની

બડબડાટી ચાલુ કરી. તેની ભાષા સ્પષ્ટ હતી. શબ્દો ઉચ્ચારવા તેને પડતી તકલીફથી સૌમ્ય
વાકેફ હતો.

સૌમ્યએ ઓફિસમાં ફોન કરી જણાવી દીધું કે તે આજે આવી નહી શકે. નીરજા અને અમૂલ્યતો
શાળાએ ગયા હતા. ધીરજ બહેન શૈલજાની ભાવતી વાનગીમાં તૈયારીમાં ગુંથાયા હતા. શાંતિભાઈ
નાહી પરવારીને આજનું છાપુ વાંચવા બેઠા હતા. સૌમ્ય ઓફિસે જવાનો નહોંતો. તેની માનસિક
હાલત ડામાડોળ હતી. શું કરું? કેમ કરીને આ સંકટમાંથી પાર ઉતરું.

લગભગ મહિનો થઈ ગયો હતો. આશાનું કિરણ જણાતું ન હતું. નિરાશાની ગર્તામાંથી બહાર
નિકળવા ફાંફા મારી રહ્યો હતો. જેમ પ્રયત્નો વધુ કરતો તેમ તે વધુ ઊંડે ઉતરી રહ્યો
હતો.’ડૂબતો માણસ તરણું’ નિહાળી તેને પકડવાનો પ્રયત્ન કરે તેમ તે હવાતિયાં મારતો
હતો. ગુસ્સા પર કાબૂ મેળવવા વ્યર્થ પ્રયત્ન કરતો. છેલ્લાં ચાર દિવસથી અમૂલ્ય પર પણ
ગુસ્સો કરતો થઈ ગયો હતો. વિસરી જતો કે અમૂલ્યતો હજી નાનું બાળક છે. નીરજા યુવાનીના
દ્વાર ખટખટાવી રહી હતી. તેના પર પણ ગુસ્સો ના કરાય.

જો કે ગુસ્સો કર્યા પછી રૂમમાં ભરાઈ જઈને પોકે પોકે રડતો. નીરજા એક વાર સાંભળી ગઈ
હતી. તેથી પપ્પા ગુસ્સો કરેતે મન ઉપર ન લાવતી. ઘડીભર શૈલજાનું મન પ્રસન્ન હોય તો
ઘડીભર નારાજગી અને નિરાશાથી છલકાતી હોય. સૌમ્ય પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરતો.
પણ આખરે તે સામાન્ય માનવી હતો. જ્યારે કાબૂ ગુમાવી બેસતો ત્યારે પોતાની જાત
સંભાળવી તેને માટે પણ કઠીન હતી.

શૈલજા ભાઈ તથા ભાભી પાસે દિલ ખોલીને વાતો કરતી. તેમને પણ સંસાર હતો તેથી
અઠવાડિયામા બે દિવસ આવતા. તેમાં અડધો વખત શૈલજા ,સૌમ્યની ફરિયાદ જ કરતી. તેને
જલ્દી સારા થવું હતું. બોજ બનીને જીવવામાં કોને આનંદ આવે? તેનો માઈકલ જેકસન
(અમૂલ્ય) વહાલ કરવા આવતો પણ પહેલાની જેમ ખુલ્લા દીલે ન ગળે લાગતો કે નબધી વાતો
વિગતવાર જણાવતો.. શૈલજા પ્રયત્ન કરતી પણ બાળમાનસ તે સ્વિકારી શકતું નહી. તેથી
દાદાજી પાસે દોડી જતો.

નીરજા, સમજતી પણ એટલી બધી પ્રવત્તિઓમાં ગળાડૂબ હતી કે મમ્મીને પૂરતો સમય ફાળવી
શકતી નહી. આજે જ્યારે ઘરે આવી ત્યારે ઘરનું દૃશ્યજોઈને છક્કડ ખાઈ ગઈ. તેણે
પપ્પાનું આવું સ્વરૂપ કદી જોયું ન હતું. સૌમ્ય શૈલજા પર ગુસ્સો કરી રહ્યો હતો.કારણ
ભલે નજીવું લાગે પણ તે સાચુ ન હતું. શૈલજાએ આખો દિવસ દવા લેવા માટે નર્સને હેરાન
કરી હતી. જો દવા સમયસર ન લે તો ઈલાજ કેવી રીતે કામયાબ નિવડે. આ પરિસ્થિતિમાંથી
બહાર આવવા માટે ખૂબ જહેમત ઉઠાવવાની હતી. અને તે છતાં પણ કેટલા ટકા સુધારો થશે તેની
કોઈ ખાત્રી ન હતી.સૌમ્યએ ઘરમાં પગ મૂક્યો ત્યારે આ જ રકઝક ચાલી રહી હતી.

સૌમ્યએ પ્યારથી શૈલુને કહ્યું ‘આ હું શું સાંભળું છું?

શૈલજાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો.

સૌમ્ય જેમ નરમાશથી વાત કરે તેમ શૈલજા જાણે તેને કાંઈ જ સંબધ ન હોય તેવા પત્યુત્તર
આપે.શૈલજાનો પિત્તો ગયો હતો કારણ ધીરજબહેન તેને પ્યારથી સમજાવતાં તેનો શૈલજા અવળો
અર્થ કાઢી નારાજ હતી. તેને થતું કે પોતે અસહાય છે એટલે સૌમ્યના મમ્મી તેને
ગણકારતાં નથી. જ્યારે વ્યક્તિ સંજોગોને પરાધિન હોઈ પોતાની ઇચ્છા પ્રમાણે ન કરી શકે
ત્યારે વિવેક બુધ્ધિ વાપરી નથી શકતો.પરિણામે તેણે આખા દિવસની દવા સમયસર ન લીધી.
સૌમ્યને બધી વાતની જાણ થઈ તેથી તે સંયમ ગુમાવી બેઠો. નીરજા જ્યારે બારણામાં
પ્રવેશી રહી હતી ત્યારે તેણે પપ્પાનો ઘાંટો સાંભળ્યો.

“ પડી રહેવા દો, એને કોઈ સમજાવશો નહીં. એને દવા ન ખાવી હોય તો મરવા દો. આપણા બધાનો
છૂટકારૉ થશે!’ સૌમ્ય બોલતાં તો બોલી ગયો અને એ જ ક્ષણે નીરજાનું ઘરમાં પ્રવેશવું.
જાણે “કાગનું બેસવું અને ડાળનું પડવું “. નીરજા સ્તબ્ધ બનીને દરવાજામાં ખોડાઈ ગઈ.
એણે પપ્પાનું આવું વરવું રૂપ કદી નિહાળ્યું ન હતું. શું કરવું કે બોલવું તેને ન
સુઝતાં તે પોતાના રુમમા દોડી ગઈ.

સૌમ્યએ પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યો.શૈલજાની ચિંતા છોડી તેને હવે નીરજાનો ખ્યાલ
આવ્યો. પોતાની જાતને કોસવા લાગ્યો. દીકરી આગળ શું જઈને મોઢું બતાવીશ? કયું કારણ
આપીશ કે ‘શામાટે મારો ગુસ્સો ગયો હતો.’ ખેર દુધ ઉભરાઈ ગયા પછી રોવું નકામું. તીર
કમાનમાંથી છટકી ગયું હતું નિશાન ઉપર બરાબર લાગ્યં હતું. શાંત થવા સુવાના રુમમા
ગયો. બારણા બંધ કરી વિચાર કરવા લાગ્યો. તેણે નીરજાને શાંત થવાનો સમય આપવો યોગ્ય
લાગ્યું. પ્રભુનો પાડ માનવા લાગ્યો કે અમૂલ્ય તે સમયે ઘરમાં ન હતો. બાકી તે કુમળી
વયના બાળ માટે આ અસહ્ય થઈ જાત.

શૈલજાની વાત તો બાજુએ રહી એ બહેનબા તો નિરાંતે સૂતા હતા. તેને ક્યાં અણસાર હતો કે
ઘરમાં શું ચાલી રહ્યું છે અને આ પ્રકરણના રચયિતા કોણ છે? જો તેને આ બધી ખબર પડતી
હોત તો આજે આ પ્રંકરણ જ મંડાયું ન હોત?

સૌમ્ય એક કલાક પછી રૂમમાંથી બહાર આવ્યો. પહેલાં તેને થયું શૈલજાને સમજાવી દવા આપું
પણ નીરજાનો ખ્યાલ આવતાં તે તેના રુમમાં ગયો. નીરજા ઓશિકામાં માથું સંતાડી પથારીમાં
પડી હતી. એવું લાગતું હતું કે તેના ‘ડૂસકાં” શમ્યા છે અને આંખ મિંચાઈ ગઈ છે.સૌમ્ય
તેના વાળમાં હાથ પસવારવા લગ્યો.. ઝટકા સાથે નીરજા ઉભી થઈ, પપ્પા મને એકલી રહેવા દો
! સૌમ્યએ વહાલથી તેના ભાલે ચુંબન કર્યું બેટા, મારી વાત સાંભળ તારે કારણ નથી
જાણવું પપ્પા કેમ આવું બોલ્યા? એ બોલ્યા પછી પપ્પાને કેટલું દુઃખ થયું.? છેલ્લું
વાક્ય સાંભળીને નીરજા પથારીમાં બેઠી થઈ ગઈ. સૌમ્યએ વહાલથી તેનો હાથ જાલ્યો

સૌમ્યઃ ‘હેં બેટા તને લાગે છે પપ્પા આવું મમ્મીને કહી શકે ?

નીરજાએ માથુ ધુણાવ્યું, હજુ પપ્પાની આંખમા આંખ પરોવીને જોઈ ન શકી.

આખો દિવસ સુધી તેણે એક પણ વાર દવા નથી લીધી. હજુ હું તારી મમ્મીને કશું પૂછું તે
પહેલાં “બસ મને મારી નાખો, મારે દવા નથી ખાવી” . મારો એક પણ શબ્દ તારી .મમ્મીએ
સાંભળ્યો નહી. “હું કાંઇ પણ કહેવા જાંઉ તો કહે કે ,મને મારી નાખો. હું બધાને ભારે
પડું છું.” એક તો હું નોકરી પરથી આવ્યો, હજુ બેઠો પણ ન હતો. પાણીનો ગ્લાસ લઈને
તારી દાદી ઉભી હતી તે પણ સ્થિર થઈ ગઈ.

સૌમ્ય હવે અટક્યો.” બેટા તેથી મારે એવા કઠોર શબ્દો બોલવા પડ્યા જેથી શૈલુ શાંત
થાય. હજુ તો આગળ કાંઇ બોલું ત્યાં તારું આવવું અને આવા શબ્દો તારે કાને અથડાયા.
બેટા, મને માફ કરજે. તને ખબર નથી પણ એ શબ્દો મને પણ વસમા લાગ્યા છે”.

નીરજા પપ્પાને ભેટી પડી. “મને માફ કરો પપ્પા હું તમને સમજી ન શકી. મને દેખાય છે
તમે અમને બધાને અને મમ્મીને ખુશ રાખવા તનતોડ પ્રયત્નો કરો છો. પપ્પા મને ગેરસમજૂતી
બદલ માફ કરશો. હું મમ્મીને સમજાવીશ. તેને કહીશ “મા, તું કેટલી નસીબદાર છે તને આવો
સુંદર ને સમજુ પતિ મળ્યો છે.”રડતા રડતા તે આગળ બોલી “ પપ્પા હું ખૂબ દિલગીર છું”.
સૌમ્ય, નીરજા પર વહાલ વરસાવવા લાગ્યો. બેટા, આપણે બધા સાથે મળીને આ સંજોગનો સામનો
કરીશું. તારી મમ્મીને પહેલાં જેવી બનાવવા બધા ઉપચાર કરાવીશું.

આખરે નીરજા માની ગઈ અને મમ્મી પાસે આવી. અમૂલ્ય પણ શાળાએથી આવી ગયો હતો. હવે એ
ધીરે ધીરે નીરજા પાસે આવતો થયો હતો. ઝાઝુ બેસતો નહી. રમવાને બહાને ભાગી જતો.
નીરજાએ મમ્મીને ધીરેથી સમજાવી દવા આપી. કોને ખબર દીકરીના પ્યાર આગળ માતા બધું જ
કરી રહી હતી. જાણે કાંઈ ન બન્યું હોય તેમ નીરજા તેની સાથે વર્તન કરી રહી હતી.

આજે સૌમ્યએ રજા લીધી હતી. નર્સને અચાનક કામ આવી ચડ્યું હતું તેથી તેણે રજા માગી
હતી. તેણે કહ્યું બદલીમાં બીજી લઈ આવે પણ સૌમ્યને એ બહાને શૈલજાનો સાથ માણવો હતો.
તેને સ્પર્શનું સુખ લેવું હતું. રાતના તેણે આરામથી ઉંઘ કાઢી. સવારે મેમ સાહેબની
નોકરી કરવાની હતી. સવારે ઉઠ્યો ખુદનું પ્રાતઃકર્મ વેળાસર પતાવી લીધું. અને શૈલજાની
સેવામાં બંદા હાજર થઈ ગયા.

તેને પ્યારથી ઉઠાડી જો મોડે સુધી સૂવા દેતો પાછી ભુખના નામની રામાયણ ચાલુ થાય. વળી
કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં જો મોડું થાય તે પણ ન ચાલે. બ્રશ કરાવી , સરસ મજાની
મસાલાવાળી ચા પિવડાવી. આજે તેણે ચા થોડી ઠંડી કરી સ્ટ્રોથી પીવાની નવી રીત અપનાવી.
શૈલજાને ખૂબ આનંદ થયો.

કપડાં બદલાવી સ્પંજ કર્યું. . શૈલાને અમુક ભાગ ઉપર ચળ આવતી હતી તેનો અહેસાસ થતો
હતો. માંડ માંડ તે સૌમ્યને સમજાવી શકી. સૌમ્યએ’નાઈસિલ’ પાવડર છાંટ્યો અને હળવેથી
પંપાળવા લાગ્યો. આજે તેને ખૂબ આનંદ આવ્યો. ભૂલી ગયો કે એ તો શૈલજાની સેવા કરી
રહ્યો છે. તેને પોતાને જાણે મેવા ન મળતા હોય? તૈયાર થઈને પોતાના બેસૂરા રાગમાં
ગાવા લાગ્યો.

કૃષ્ણ નામ મને મન ભાવન છે

શ્રીજી નામ ઘણું અતિ પાવન છે.

શૈલજા લતા મંગેશકર જેવું ગાતી હતી. તેથી સૌમ્યનો અવાજ બેસૂરો લાગે. પણ સાવ કાઢી
નાખવા જેવો ન હતો. કૃષ્ણ ભગવાનને થાળીમાં સામગ્રી ગોઠવીને ધીરજબહેને આપી હતી તે
ધરી. આરતી કરી.,શૈલજાને આરતી આંખે અડાડી આશિર્વાદ આપ્યા. પેંડાનો પ્રસાદ પણ તેને
ખવડાવ્યો.

ગઈ કાલે બનેલા કડવા અનુભવને તેણે આજે સુંદર વાતાવરણમાં નામશેષ કરી નાખ્યું. હા,
શૈલજાનું દુઃખ જોયું જતું ન હતું પણ બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.. હજુ ચાર દિવસ પછી
ડૉ. જાદવને બતાવવા લઈ જવાની હતી. તેની પ્રગતિ જોયા પછી વિચાર કરવાનો હતો કે હવે
શૈલજાને અપાતી પધ્ધતિમાં ક્યાં ફેરફાર કરવો જરૂરી છે.

શૈલજા આચાર્ય (૮)
સપના વિજાપુરા

ભરતભાઈ ની ખુશી સમાતી ના હતી..એમણે ફટાફટ
ડો.જાધવને ફોન લગાવ્યો..ડો મળ્યા નહીં પણ સેક્રેટરી સાથે અપોઇન્ટ્મેન્ટ લઈ લીધી
..અઠવાડિયાં પછી અપોઇન્ટ્મેન્ટ મળી..ચાલો..ઉત્સાહમાં એ પણ ભૂલી ગયાં કે ડોક્ટરને
ખાલી એમની બહેન નથી બીજાં દરદીઓ પણ છે…ઈન્દુભાભી અને શૈલુ..ક્યાંય સુધી વાતો કરતા
રહ્યા..ભરતભાઈ કહે, “બહેન હવે જઈયે…મોડું થાય છે ખૂબ આરામ કરજે . ને આમ જ પોઝેટિવ
રહેજે જો જે…જરા પણ નીરાશાવાદી નહીં બનવાનું !! તને દોડતી જોઇને જ હું જપીશ. અને
હા સૌમ્યને પણ સાચવી લેજે અને એનાં માથાં પર હમણાં ખૂબ ભાર છે..તારે સંભાળી
લેવાનું.. પુરુષ છે!!પુરુષો..કોઇ પણ હાલતને જલ્દી સ્વીકારી ના શકે એટલે ગુસ્સામાં
આવે ..ખાસ કરીને ઈમોશનલ સિચ્યુએશન સ્ત્રીઓ વધારે સારી રીતે સંભાળી શકે…અને તું એની
પત્ની નહિ પ્રેમીકા પણ છે…યાદ છેને? જ્યારે તમે બન્ને છૂપાઈને મળતા ત્યારે હું
તમને કેવો પકડી પાડતો? અને તું ડાહી ડમરી બની જતી અને સૌમ્ય હાંફળો ફાફળો? યાદ
છેને? બસ એજ નર્વસનેસ હજુ પણ છે..પણ..એની ચાહત તારા જેટલી જ છે ફક્ત બે અલગ અલગ
માનવી અલગ અલગ રીતે તે પ્રદર્શીત કરે..”

શૈલજાના ચહેરા પર થોડી શરમની લાલી આવી,’ભાઈ તમે પણ કઈ વાત લઈ બેઠા!!” ભરતભાઈ
પ્રેમથી એના માથાં પર હાથ રાખી આશીર્વાદ આપ્યા અને ઇન્દુભાભીએ ચાદર સરખી
કરી..”શૈલુ..બારી ખોલું હવા આવે થોડી .”શૈલુએ ઈશારાથી હા પાડી…કેટલાં માણસો પર ભાર
બની છું..હવે તો આ પરિસ્થિતિમાંથી નીકળવું જ પડશે…

ભરતભાઈ અને ભાભી ગયાં..શૈલજાની આંખો ધીરે
ધીરે બંધ થઈ ગઈ..અને એણે સપનું આવ્યુ..કેવું અદભૂત સપનું!!!

શૈલજાએ રેશમની ગુલાબી રંગની સાડી પહેરી છે..વાળમાં એક ગુલાબી ગુલાબ મઘમઘે છે..અને
પગમાં પાતળી સેર..ગળાંમાં લાંબું મંગળસૂત્ર ..જમણાં હાથમાં ગુલાબી રંગની બે ડઝન
બંગડીઓ..અને ડાબાં હાથમાં વોચ જે એને ખૂબ ગમતી..કારણ કે પહેલી લગ્નવર્ષગાંઠની ભેટ
સૌમ્યએ એને આપી હતી કહીને,

“મારી વ્હાલીને સમય આપું છું,જેથી મારી જિંદગીનાં હરેક પળમાં એ શામીલ રહે..” એ
કેટલી ભાવવિભોર બની હતી..અને આ શું શૈલજા તૈયાર થઈને પથારીમાંથી ઉભી થઈને ક્યાં
ચાલી?અરે જુઓ તો હું તો ચાલી શકું છું..અરે કેટલી સરસ હરણી જેવી ચાલ છે મારી!!અને
હું ચાલીને..દરવાજા પાસે જાવ છું..વાહ આ શું ? આટલી હિલના સેન્ડલ હું
પહેરીશ?વાઉઉઉ..અને સપનાંમાં શૈલજા ઉંચી એડીના સેંડલ પહેરીને લાંબો ચોટલો પાછળ
નાખીને લટકમટક કરતી..દરવાજો ખોલીને બહાર ગઈ..પણ આ શું? એની આજુબાજુ એકલી ટ્રકો જ
છે અહીંથી ટ્રક આવે અને ત્યાંથી ટ્રક..આવે એ બે હાથે ચહેરો છુપાવીને બેસી
પડી…ટ્રકોનાં અવાજ બંધ થયાં ..ત્યાં કોઈ પ્રેમાળ હાથ એના ખભા પર લાગ્યો ..એણે
ગભરાઈને ઊંચું જોયું સામે એક સૌમ્ય પુરુષ ઊભો હતો..ટ્રકો ગાયબ!! ગભરાતા એણે
પૂછ્યુ,” ટ્રકો ક્યાં ગઈ? આપ કોણ છો?’સૌમ્યતાથી જવાબ મળ્યો,” ટ્રકો હવે તારૂ કાંઈ
નહી બગાડી શકે..અને મારું નામ આશાવંત છે..હું તારાં હ્ર્દયમાં ઉદભવેલું આશાનું બીજ
છું એને તારે પ્રેમનું જળ આપીને પાંગરવાનું છે..અને એની આશાવેલ બનશે..શૈલજાએ એનો
હાથ પકડવાની કોશિશ કરી પણ એ જુવાન મંદ મંદ હસતો..નીકળી ગયો અને શૈલજા દૂર સુધી એને
જતા જોઈ રહી..માઈકલ જેકસનનો અવાજ સંભાળયો.”.જો મમ્મી કેટલાં સરસ માર્કસ લઈ
આવ્યો.”..અને એની આંખો ખૂલી ગઈ..સામે અમૂલ્ય ના રુપમાં એ સૌમ્ય પુરુષ ઊભો
હતો…શૈલજાના ચહેરા પર એકદમ આનંદ છવાઈ ગયો…

0-0

શૈલજાએ
ઈશારાથી અમૂલયને પાસે બોલાવ્યો..અમૂલ્ય મમ્મીની એકદમ નજીક આવ્યો..”બેટા એક મીઠી
પપી દે અમૂલ્યએ મમ્મીનાં ગાલ ચૂમી લીધાં.શૈલજાને થ અમૂલ્યને ગળે લગાવી દે પણ હાથ
ક્યાં ઊંચાં થાય છે..હે ભગવાન..થોડી ચેતના થોડી તાકત આપો…આંખો ભરાઈ આવી મિથ્યા પ્રયત્ન
પણ ના કરી શકી..અને આ લાગગણીઓના તો ઘોડા પૂર ઉછળે છે…છાતીઓનાં ડૂમાઓ ગળે આવી અટકી
ગયાં…ના અમૂલયની સામે કદી નહીં..લાચારી ભગવાન કોઈને ના આપે…

ધીમે ધીમે દિવસ સાંજમાં બદલવા લાગ્યો…ફરી એ કંકુવરણુ આસમાન ચોરસ આસમાન જેટલું એને
દેખાતું હતું..આમ તો આસમાનની વિશાળતા..અને ધરતીનું આસમાન સાથે મિલન ..ક્ષિતિજ
દૂર..દૂર કેટલું માણેલું છે એણે સૌમ્ય સાથે..હાથોમાં હાથ અને અફાટ પ્રકૃતિ…કેવું
નીલગિરીનાં વૃક્ષો વચે છળાતાં તડકામાં આબુમાં જીન્સ અને બ્લાઉઝ પહેરીને વોકીંગ શુઝ
સાથે સૌમ્યની પાસે લાડ કરતી સૌમ્યની આજુબાજુ એક પતંગિયાંની જે ઊડતી હતી..અને સૌમ્ય
એકદમ શાંત..પોતે કેટલી ચંચળ!! હા સુખદ યાદો પણ ક્યારેક દુખ દેનારી હોય છે..અરે વાહ
હું તો કવિ અને તત્વજ્ઞાની બનતી જાઉં છું!!

“પ્રીતિબેન, એને સાદ કર્યો…

“આવી બેન.”..પ્રીતિબેન આવ્યાં.”.પ્રીતિબેન મારૂ એક કામ કરો..”એણે વિનંતીનાં ભાવથી
કહ્યું ..”હા જરૂર,..કહો શું કામ છે?”

“આજથી તમારે હું લખાવું એ લખવાનું,એમ કરતા હું મારા મનની વાત બહાર લાવી શકીશ ..અજે
મને એક કવિતાની લાઇન સુઝી છે..તમે નીરજા પાસેથી એક નોટ્બુક લાવો..

પ્રીતિબેન બુક લાવ્યાં..

લખો ..પહેલાં લખો સરસ્વતી દેવી નમઃ

અને હવે લખો

સૂકી નદી જો હોય તો જળની તું આશા રાખમાં

બાવળ કને કાંટા જ છે ફળની તું આશા રાખમાં

પ્રીતીબેનને આ કવિતા ના પહેલી બે લાઈન ના ગમી..એ કહે,” બેન આવી ઉદાસ અને
નિરાશાવાદી કવિતા!!”

એ મંદ મંદહસીને બોલી,” પ્રીતિબેન, હું એક આશા અને નિરાશા વચે ડોલતી નાવ છું..મને
આશા છેજ કે હું સારી થઈશ ..પણ ક્યારે કેટલા સમયમાં ..મને ખબર નથી..ત્યાં સુધી
મનનાં ભાવોને કાગળને કલમથી ઉભરાવા દો…

“બસ હવે આ મારૂ કામ તમારે રોજ કરવાનું!!”પ્રીતિબેન સાડલાન છેડાથી આંસું લૂછતા
બીજાં રુમમાં ગયાં!!

એણે સાદ કરી નીરજાને બોલાવી..નીરજા આવીને મમ્મીને વળગી પડી..અને આજે સ્કુલમા આમ
થ્યું..આવી વાર્ષિક ફંકશનની તૈયારી ચાલે છે એ જુલીયટ બનવાની છે..વિગેરે અને હા
નાટક્ની પ્રેકટિસ ચાલુ થશે તો ઘરે આવવાનું મોડું થશે…કોણ લેવા આવશે..કોણ
મૂકવા..રાતે મોડું પણ થશે..એને નીરજાન ટી.વી ચાલુ કરવા કહ્યુ..

સી.એન.બી.સી એની ગમતી ચેનલ..આખી દુનિયામાં શું થાય એ જાણવા મળે…નીરજા રોમીયો
જુલીયેટનો ડાયલોગ બોલતી રૂમમાંથી નીકલી ગઈ..એ આંખોં બંધ કરી સમાચાર સાંભળતી હતી..
એક સમાચારે એની આંખો ફટ દઈને ખોલી નાખી..

જેનીના લગ્ન…જેની ૨૬ વરસ્ની યુવતી હતી અને કાર અકસ્માતમાં કરોડના મણકાઓને છૂંદી
નાખ્યા હતાં..અને છેલ્લાં નવ મહિનાથી પથારીમાં હતી પણ સરજરી અને ફિજીકલ થેરાપીથી
ડ્ગ માંડવા લાગીઅ હતી અને ..એનો કોલેજકાળનો બોયફ્રેન્ડ..એનાથી અઢી કલાકની દૂરી પર
રહેતો હતો..છતાં દર શની રવી પ્રેયસીને મળવા આવતો અને જિંદગીના પાઠ પઢાવતો..નવ
મહિનાની ભાગાદોડી પછી એ વોકરના સહારે ચાલવા માંડી હતી ને આજે એનાં વેડીંગ બતાવતા
હતાં ..સફેદ ડ્રેસમાં જેની પરી જેવી લાગતી હતી..સામે દેખાવડો પ્રેમી બે હાથ લાંબા
કરી એને બોલાવતો હતો અને વોકરથી એની પાસે પહોંચવા ઉતાવળ કરતી હતી..અને એ પાદરી
પાસે પહોંચી ગઈ અને પાદરીએ બન્નેના લગ્ન કરાવ્યા અને એ યુવાન એને બન્ને બાહોમાં
ભરી કારમાં બેસાડી અને હનીમુન માટે લઈ ગયો..તેના પછી સમાચારમાં એ ડોકટરનો
ઈન્ટરવ્યું આવ્યો..અને નાની નાની વિગત સમજાવી…ખૂબ આશા આપી અને કહ્યુ કે હવે
કરોડનાં સુક્ષ્મ ઓપરેશન પણ સકસેસ જતાં હોય છે બસ હકારાત્મક વલણ હોવું જરૂરી
છે…શૈલજા એકદમ અવાક બની આ સમાચાર સાંભળી રહી હતી જાણે પોતે જેની બની ગઈ હતી…બસ આ
દુનિયામાં કાઈ અશક્ય નથી..

ભરતભાઈએ ડો. જાદવ સાથે અપોઈન્ટ્મેન્ટ લીધી છે ..હવે બસ એ દિવસની રાહ જોઇશ અને આ
કિસ્સો પણ સંભળાવીશ..એ રીસર્ચ પણકરી શકે છે..જેનીના ડોકટરને ફોન પણ કરી શકે…ઓહ
ભગવાન તું એક બારી બંધ કરે તો સૌ દરવાજા ખોલી આપે છે…તું દયાનો સાગર પાલનહાર..

ઓ પાલનહારે ..નિર્મલ ઔર ન્યારે..તુમરે બીન હમરા કોનુ નાહી..

0-0

સવારથી શૈલજા થોડી ઉદાસ હતી..ઉદાસી એનાં જીવનનો મોટો ભાગ બની ગયો હતો…આમ પણ પહેલું
સુખ તે જાતે નર્યા’..આ કહેવત કેટલી સાચી હતી..દુનિયાની સગવડતાઓ અને પૈસો અને અરે
સગા વ્હાલા પણ સારાં નથી લાગતા..જો પોતાની તબિયત સારી ના હોય ..માણસ બસ એકલો ઝઝૂમે
પોતાની તંદુરસ્તી માટે કોઈ તમારું દુખ ના લે બસ દુખમાં ભાગીદાર થાય..પણ શરીરે
એકલાંએ ભોગવવાનુ હોય છે…દરેક માનવી પોતાનાંમાં કેટલો એકલો હોય છે..હું પગ કે હાથ
ઊંચા ના કરી શકું તો બીજાંને કાંઈ ખબર નથી કે મારાં હ્ર્દય ઉપર શું વીતે છે…આ હાથ
લાંબો કરી રિમોટ કન્ટ્રોલ પણ ઊચકી ના શકું બીજાંને સહારે..બસ અને પેશાબ કરવું હોય
તો પ્રીતિબેન પાટ લાવે ત્યારે.. કુદરતી હાજતો દબાવાની ..કોશિશ કરું વળી તબિયત
બગડે… આ કરમાયેલાં ફૂલો મારાં જેવા જ મજબૂર છે..જ્યાં સુધી કોઈ ઊંચકીને ફેંકી નહીં
દે ત્યાં સુધી એમાં સડતા રહેશે…પણ ફૂલોને તો ફેંકી શકાય પણ જીવતા જાગતા માણસ ભલે
કરમાય પણ એને ફેંકી થોડાં દેવાય છે ? અકસ્માતમાં આના કરતાં જીવ જાય તે સારું..પણ
ના ના મારે આવું વિચારવું નથી ..આ જીવન ભગવાને આપ્યું છે અને ભગવાન જ સારું
કરશે..મારે ને ભગવાનને ભલે અનબન હોય પણ ભગવાન મને કેટલું ચાહે છે? જો નહીતર સૌમ્ય
જેવો પ્રેમી અને પતિ..અને નીરજા અને અમૂલ્ય જેવા બે રતન આપ્યાં ..એને મંદ
મુસ્કાઇને કૃષ્નની મૂર્તિની સામે જોયું….તું કેવો દયાવાન છે..અમારાં ગુસ્સાને પી
જાય છે અને હસ્યાં કરે છે!! ભગવન ઈન્સાનો કરતાં કેટલો જુદો છે!!તને તારા ભક્તો પર
ગુસ્સો પણ નથીઆવતો?

પ્રીતિબેન રુમમાં આવ્યાં ..”બહેન અમૂલ્યબાબા..આજે કશું ખાધા વગર સ્કુલે ગયા..”
નીરજાબેન મોડાં આવશે નાટકની પ્રેકટીસ છે…સૌમ્યભાઈને આજે મીટીંગ છે…આજે આપણે બે
બહેનો છીએ મોડે સુધી..પ્રીતિબેન હસ્યા..રજાઈ દૂર કરી …અને ચોળાયેલી નાઈટી સરખી
કરી..અને કહ્યુ કે “બેન સંડાસ બાથરૂમ કાઈ કરવું છે પાટ લાવું?’ શૈલજાની અણિયાળી
આંખોમાં કોરે બે ઝાકળનાં ટીપાં બાજી ગયાં?ઇશારાથી હા કહી અને પછી તો રૂટીન ચાલુ
થયુ..પેશાબ ઝાડો સાફ કરી ..મસાજ અને સ્પંજ બાથ આપ્યું..”પ્રીતિબેન, ગરમ ગરમ પાણીનો
શાવર ક્યારે લઈ શકીશ?”બહું જલ્દી બેન..”પ્રીતિબેનના ચહેરા પરથી સ્મિત હટે નહીં..
બબડી..”કાશ તમારી વાત સાચી હોત..”સાચી જ છે “પ્રીતિબેન સાંભળી ગયા..અને અને સાફ
નાઈટી પહેરાવવા લાગ્યાં..”પેલાં કરમાયેલા ફૂલોને કાઢી નાંખી ફ્રેશ ફૂલો
લગાવશો..”સારૂં પ્રીતિબેન બોલ્યાં..

બે દિવસમાં ડો.જાધવને ત્યાં જવાનું છે..પણ આ પથારીમાં થી નીકળવું પણ કેટલુ અઘરું
છે..જ્યારે હોસ્પીટલમાંથી આવી એ દિવસ યાદ આવી ગયો..

ભરતભાઈ,,ઈન્દુભાભી સૌમ્ય અને કેટલા સગાં વહાલાં સાથે હતા..અને મારું સ્ટ્રેચર
આવ્યું..અને લીફટ નાની પડી..ખૂબ કોશિશ કરી પણ લિફ્ટમાં સ્ટ્રેચર ના
આવ્યું..વોર્ડબોય મોઢું બગાડતો પગથિયાં ચડવા લાગ્યો..બીજાં માણસે મદદ કરી ત્રીજે
માળે પહોંચાડી..અને હું તો વજનમાં પણ હલકી હતી ભગવાન તારો આભાર કે તે મને હલકી
બનાવી ..પણ કોઈ પણ હલચલ નથી એટલે વજન વધ્યું હોય એવું લાગે છે…હવે વધારે
તકલીફ…ભગવાન કોઈને લાચારી ના આપે..ચાલ આ બધું વિચારીને હું મને તકલીફ નહીં
આપું…ભગવાને ખરાબ સાથે સારાં માણસો પણ બનાવ્યાં છે…બધાં પાસે અપેક્ષાઓ જ નહી
રાખવાનીને…એક નોવેલનું સરસ વાક્ય યાદ આવ્યુ…”કોઈનો પ્રેમ ઓછો હોતો નથી આપણી
અપેક્ષાઓ એમની પાસે વધારે હોય છે.”..કેટલી સાચી વાત છે?..જીવનમાં કોઈ પાસે કોઈ
અપેક્ષા જ નહીં રાખવાની.. પ્રીતિબેને મૂકેલાં રેડિઓ પર ગીત વાગી રહ્યુ ,”સમજોતા
ગમોસે કર લો..જિંદગીમે પતઝડ આતે રેહતે હૈ..યહ મધુવન ફિર ભી ખિલતે હૈ..

એને ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કર્યો..હા પોઝેટીવ રહેવાનું છે..બ હારનું આકાશ
વાદળોથી ઘેરાયું હતું ..લાગે છે વરસાદ આવશે…વરસાદની એ સાંજ યાદ આવી ગઈ જ્યારે
સૌમ્ય એને પાની પૂરી ખાવા લઈ ગયેલો..કાંકરીયા પાસે..એને કેટલું ગમતું ત્યાં
મહાલવાનું…અને બન્ને પાંચ પાંચ પ્લેટ પાણી પૂરીની ખાય લીધી અને થોડીવાર કાંકરીયા
પાસે ચાલ્યાં..એટલાં તો ઝરમર વરસાદ ચાલુ થયો..સૌમ્ય કહે ચાલ જઈયે ..એ કહે થોડીવાર
હમણાં વરસાદ રહી જશે ..પણ એવૂં ના થયું..ઝરમરમાંથી ધોધ માર વરસાદ ચાલુ થયો..અને
બન્ને ભીજાઈ ગયાં…સ્કુટર પાસે પહોચતાં એને જીદ કરેલી કે થોડું વરસાદમાં ચાલશે..અને
એ આગળ અને પાછળ સૌમ્ય સ્કુટર સાથે…કેટલી મજા પડી હતી…આહ તે હીના દિનાહા ગતાહા..એણે
ભૂરા આકાશ સામે જોયું..બેરી બરસાત…આંખોમાં પણ ચોમાસું મંડાયું..આજે ચોક્કસ ધોધ માર
આવશે એવું લાગે છે…

એને એક રચના યાદ આવી..

કડકતી વીજ ડસતી વિજોગણને

ચમકતો ને કડકતો મેહુલો આવ્યો..

મને વહાલાં જેટલો જ વ્હાલો મેહુલો..કેટલી સરસ ભાવના છે…એની આંખો થાકને લીધે ઢળવા
લાગી..સપનાંની દુનિયામાં સરી પડી..સપનાંની દુનિયા પણ અજબ હોય છે બેધડક કોઇ આવી જઈ
શકે અને પથારીવશને દોડતા કરી દે છે..જો માણસ સપનાં જોવાનું બંધ કરે તો?!!

0-0

ઉષા થઈ!!પંખીઓનો કલરવ સંભળાયો..શૈલજાએ ધીરે ધીરે આંખો ખોલી..એને ઉદાસીથી ભૂરાં
આકાશને જોયું..બબડી,”सुबह होती है शाम होती है युं ही जिंदगी तमाम होती है..”બાળકો તૈયાર થઈને
ગયાં..એને ક્યાં અહીંથી હલવાનું છે ..સુકોમળ લાગતી શૈલજા જાણે મણ મણની બની ગઈ
છે…વજન પણ વધતું જાય છે..આવી હાલતમાં કઈ પણ ના કરવાનું અને ત્રણ ટાઈમ સરસ ખોરાક લો
તો શું થાય…શૈલજાને જાડાં માણસો પ્રત્યે અણગમો..હમેશ એ કહેતી કે આળસુ માણસો જાડાં
થાય.. અને એ હવે એનું વજન વધવા લાગ્યું છે…શું થશે?

પ્રીતિબેન રુમમાં આવ્યા મસાજ અને સ્પંજબાથ આપવા..એ જીદમાં આવી ના મારે આજે નહાવું
છે..પણ બેન નવડાવીયે કેવી રીતે?શૈલજા એકદમ બુમો પાડવા લાગી ..મારે સ્પંજબાથ નથી
લેવો સંભળાયું તમને ..જાવ મારાં રૂમમાંથી જાવ..” સૌમ્ય એકદમ દોડી આવ્યો..”શું થયું
શૈલુ?”શૈલજાના અવાજમાં વિનવણી આવી ગઈ સૌમ્ય પ્રીતિબેનને કહેને મારે નહાવું છે ગરમ
ગરમ પાણીથી..મારું શરીર એકદમ ભારે ભારે લાગે છે નહાવ તો હલકી થાઉં.પ્લીઝ
પ્લીઝ…એમને કહેને મને નવડાવે હું આખો દિવસ બીજું કાઇ નહી માંગું..પ્રોમીસ
બસ!!”સૌમ્ય એની વિનવણી પાસે પીગળી ગયો..”પ્રીતિબેન,તમારે મને મદદ કરવી પડશે..પેલી
પ્લાસ્ટીકની ખુરશી છે એ લાવો આજે મારી શૈલુને મઘમઘતી કરીયે..શૈલજાના ચહેરા પર ચમક
આવી ગઈ..

પ્રીતિબેન ખુરશી લાવ્યા..સૌમ્યએ શૈલજાને ઊચકીને ખુરશી પર બેસાડી..એનું શરીર આમથી
તેમ ઢળી પડતું હતું..સૌમ્યએ પ્રીતિબેનને પોતાનો બેલ્ટ લાવવાં કહ્યુને અને શૈલજાને
ખુરશી સાથે બાંધી દીધી અને બે હાથ પણ કપડાથી બાંધ્યા કે એ સરકી ના પડે..ખુરશીને
બાથરુમ સુધી પહોચાડી..સૌમ્યએ પ્રીતિબેનેને કહ્યુ..આજે હું શૈલુને
નવડાવીશ..પ્રીતિબેન એની પથારી વગેરે સાફ કરવા ગયાં..એણે ગીજર ચાલુ કરીને..ગરમ પાણી
કાઢ્યું…વાળથી નવડાવાનું ચાલુ કર્યુ.સરસ સુગંધીદાર શેમ્પુ કર્યુ..પછી માથું પાછળ
તરફ પકડી રાખી..વાળ ધોયાં..કન્ડીશનર લગાવ્યું..સૌમ્યની આંખોમાંથી પણ ગરમ ગરમ પાણી
વહી રહ્યા હતાં શૈલજા તો આંખો બંધ કરી પતિનો સ્પર્શ અનુભવી રહી હતી..ધીરે ધીરે
આખાં શરીરને સારી રીતે સ્નાન કરાવ્યું..શૈલજાએ પ્રીતથી પતિની સામે જોયું ..રુમાલથી
સરસ રીતે શરીર લૂછીને નાઈટી પહેરાવ્યું પછી પ્રીતિબેનની મદદથી પથારીમાં સુવાડી ..ફરી
એક વાર પતિની સામે ઉપકારવશ નજર નાખી..પતી મંદ મંદ હસીને રુમમાં થી બહાર
નીકળ્યો..આજે શૈલજાના સ્પર્શથી..સ્ત્રીનો સુંવાળો સહવાસ યાદ આવી ગયો..સાથી વગરનું
જીવન કેવું કઠિન છે…પળ પળ શરીરની માંગને કયાં સુધી ટાળી શકીશ?ઈશ્વર કરે મારી
શૈલુને જલ્દી સારું થાય!!શૈલુ સીવાય કોઈ બીજી સ્ત્રીનો વિચાર પણ નથી કરી શક્તો..!!

0-0

આજે શૈલુને ખૂબ સારું લાગતું હતું..સ્નાન કર્યુ તો જાણે એકદમ હલકી ફુલકી થઈ
ગઈ..કોઇ પર ગુસ્સો નહી એને જિંદગી જીવવા જેવી લાગવા માંડી..જીવનમાં નાની નાની
લાગતી પ્રકિયાઓનો અભાવ નડે ત્યારે માણસને એની અગત્યતા સમજાતી હોય છે.ઈશ્વરે દરેક
અંગ કેટલાં જરૂરીને અગત્યનાં બનાવ્યા છે એ એ અંગની ગેરહાજરીમાં જ ખબર પડે..હે
ઈશ્વર!! તે માનવને કેવો અદભૂત બનાવ્યો..માથાં ના વાળથી માંડીને પગનાં અંગૂઠા
સુધી..તે જે અંગ વ્યવસ્થા કરી છે એનાં માટે તો સાયન્ટીસ્ટ અને ડોકટરો પણ અજબ પામી
જાય છે!!!નાનાંમાં થી નાનાં અંગની પણ કેટલી જરૂર હોય છે ..સ્મોલ ડીટેઇઅલ પણ ઈશ્વરે
છોડી નથી..મારો વ્હાલો પરમ કૃપાળુ..

એની આંખો ઘેરાતી જતી હતી..એ શાંતિથી સૂઈ ગઈ..રસોડાંમાં શાંતિબેન પ્રીતિબેન સાથે
અલકમલકની વાતો કરતાં રસોઈ કરતા હતા..આજે એમને પણ ગમતું હતું શૈલજા આજે શાંત
હતી..આરામથી સૂતી હતી..ઘેઘૂર આકાશ આજે પણ વરસાદનાં વધામણાં દેતા હતા..બાળકો સ્કુલે
હતાં..દરેક પોતાનાં રૂટિનમાં ગોઠવાય ગયાં હતા. એવું નથી કે શૈલજાની પડી નથી..પણ
પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી.સૌમ્ય ઓફીસનાં કામમાં ગુંચવાયેલો રહેતો..આવતી કાલે
ડો.જાદવની અપોઈન્ટ્મ્નેટ છે..ભરતભાઈ ને ભાભી આવીને શૈલજાને હોસ્પીટલમાં લઈ જશે

અચાનક શૈલજાની ચીસ સંભાળાઈ ..’નીરજા નિર્જુડી..ક્યાં મરી ગઈ..અરે કોઈ છે જલ્દી
આવો…જલ્દી આવો…”એના અવાજમાં લાચારી,જુગુપ્સા અને ખીજ વર્તાતી હતી..રાડારાડ અને
કકળાટ્થી પ્રીતિબેન લોટ બાંધતા બાંધતા દોડ્યા,”શું થયું શૈલુબેન શું થયું?’શૈલુએ
પોતાનાં હાથ પર સરકતો વંદો જીવડો બતાવ્યો અને થોડો ડાબો હાથ ઊંચો કરીને વંદાને
હઠાવવા પ્રયત્ન કરતી હતી..પણ બરાબર ઊંચો થતો ન હતો..એટલે ચીસાચીસ કરી
હતી..પ્રીતિબેને જલ્દી વંદાને પકડી લીધો. અને શૈલુની આંખોમાં જુગુપ્સા અને લાચારીનાં
આંસું આવી ગયાં એને વંદાથી ખૂબ નફરત હતી.

પણ આ બનાવમાં એક વાત બની એને પણ ખ્યાલ ના આવ્યો પણ શંતિબેન બોલી ઊઠ્યા. શૈલુ
બેટા,તે હાથ ઊચો કર્યો ..એમાં ચેતન આવ્યું શૈલુને અચાનક લાગ્યું કે સાચી વાત ફરી
એને ઘણાં પ્રયત્ન કર્યા..પણ હાથ ઊંચો થયો નહીં..શાંતિબેન બોલ્યા,” કાઈ નહી આજે
આટલો થયો તો કાલે વધારે થશે ભગવાન પાસે દેર છે અંધેર નથી…” એ રસોડાંમાં ગયાં શૈલુ
હજું થોડી ધ્રુજી રહી હતી..

થોડીવારમાં ફરી,’પ્રીતિબેન અહી આવજો.”પ્રીતિબેન શૈલુ પાસે પહોંચી..ગયાં સગી દીકરી
કરતા વધારે એ શૈલુને ચાહતા હતાં..એના કોઈ તોફાન કોઈ કકળાટનો એમને વાંધો ન હતો.
ક્યારેક પારકાં એવાં પોતનાં બની જાય છે કે સમાજે બાંધેલા સંબંધો ઝાંખા પડી જાય
છે..પ્રીતિબેનની દિવ્યતા એવી કાઈ હતી..”લો આવી બહેન..શું કામ છે કહો..”

“જ્યાં વંદો બેઠો હતો ત્યાં મને ચચરે છે તમે ખણી આપોને..!!”

પ્રીતિબેન ફરી અવાક બનીને શૈલજાને સાંભળી રહ્યા..સાચેજ મારાં ભગવાને અમારાં દિ
ફેરવ્યાં લાગે છે..

“હા, હા, બેન લાવો ખંજવાળી આપું..”

શૈલુ પણ મનમાં વિચારતી થઈ ગઈ શું સાચેજ મારી ચેતના પાછી આવી રહી છે આજે હાથ ઊંચો
થયો..અને હવે ખંજવાળ આવે છે…મારાં પ્રભુ..તું કેટલો જલ્દી પ્રાર્થનાનો જવાબ આપે છે
તારી લીલા અપરમપાર છે..એણે આંખો બંધ કરી ફરી પ્રાર્થના કરી અને આવતી કાલની રાહ
જોવા લાગી ડો.જાદવને શુભ સમાચાર આપવા આતૂર થૈ ગઈ.

પ્રીતિબેનેને બુક લાવવા કહ્યુ..”લખો,

અવનિ પુષ્પોથી ભરી તેં એ કેટલો સુંદર હશે!

વ્યોમની એ તો પરી તે એ કેટલો સુંદર હશે!

એ મનની મુરાદો પૂરી કરે એ કેટલો સુંદર હશે!!

શૈલજા આચાર્ય (૯) ડો
ઇન્દિરાબેન શાહ

કરોડરજ્જુની ઈજા પામેલ દર્દીની સારવાર કરવી
તે ડો. દર્દી તથા કુટુંબના બધા જ સભ્યો માટે એક પડકાર બની રહે છે, અને આ પડકાર
ઝીલવા માટે હૈયાને કોકવાર પાષાણ બનાવવું પડે છે,તો કોક વાર પુષ્પ જેવું કોમળ થવું
પડૅ છે,આ વાત સૌમ્યને સમજાય તે સ્વાભાવિક છે,૧૬ વર્ષ તેનુ પડખુ સેવ્યું છે,અરસ પરસ
શ્વાસોશ્વાસ માણ્યા છે, વૈદિક વિધી મુજબ અત્યારસુધી સપ્તપદીના શપથ નિભાવ્યા છે.
બન્નેના આદર્શ દામપત્ય જીવનમાં આ શું થઇ બેઠું. કે સૌમ્ય આજ એની વ્હાલી શૈલુને’
બાય’ કહેવા રુમમાં પણ પ્રવેશતો નથી ઓપચારિક ‘બાય’ દરવાજામાં ઉભો રહી કરે, ઓફીસ જતો
રહે.બધા જ જાણે યંત્રવત તેનું કામ કરે છે, કોઇને તેની પાસે બેસી વાત કરવી ગમતી
નથી.

પહેલા છ મહિના જ્ઞાનતંતુના સુધારા માટે ખુબ જ
અગત્યના ગણાય છે.ડો.ઝાબવાલાની સાથે તેમના પાર્ટનર ડો.સેવડે રીહેબના નિષ્ણાત ડો.
બન્ને જણાએ અમેરિકાના પ્રખ્યાત ન્યુરો રીહેબ હોસ્પીટલમાં સાથે ફેલોશીપ કરેલ.

અમદાવાદમાં આવી બન્ને એ સાથે મળી સીવિલ
હોસ્પીટલ અને બીજા ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી આધુનીક હોસ્પીટલ શરુ કરેલ આ જાણ ડો
જાધવને થતાં જ તેમણે સૌમ્ય અને નર્સ ચિત્રાને જણાવ્યું સૌમ્યને તો જાણે તરતા થાકેલ
તરવૈયાને કિનારો દેખાય તેટલો આનંદ થયો.

સૌમ્યતો ઋષિકેશના શિવ જેવો શાંત, પણ કુટુંબની
અને ઓફિસની જવાબદારી નિભાવવા છતા, જ્યારે તેની વ્હાલી શૈલુ તરફ્થી આભાર સભર
લાગણી્ના બે શબ્દોની જગ્યાએ ગુસ્સા અને નિરાશા કંટાળાના શબ્દો જેવાકે “આના કરતા
મરી જવું સારું’ સાંભળતો ત્યારે હતાશ થઇ માથે હાથ દઇ રુમમાં પુરાઇને રડી લેતો.તો
કોઇ વાર રૌદ્ર સ્વુરુપે ગુસ્સે થઇ જતો, ત્યારે શૈલજા પણ ડઘાઇ જતી. પરવશતાના ભાવ
સાથે ફક્ત માથુ નમાવી દેતી.. હાથ જોડી માફી માંગવાનું તો અસંભવ હતું ..દડ દડ આંસુ
વહાવતી ત્યારે ધીરજબેન આવી દીકરા અને વહુના મસ્તક પર હાથ મુકી મૌન આશિષ આપતા.

બીજા જ દિવસની એપોઇન્ટમેન્ટ નર્સ ચિત્રાએ ડો
જાધવના રેફરન્સથી લઇ લીધી, સૌમ્ય ચિત્રા આયા અને લિફ્ટમેનની મદદથી શૈલજાને ગાડીમાં
બેસાડી. બરાબર નવ વાગે હોસ્પીટલ પહોંચ્યા પોર્ચમાં ગાડી પાર્ક કરી ચિત્રા અંદર ગઇ
હોસ્પીટલની નર્સ વોર્ડબોય અને ચિત્રાએ મળી શૈલજાને ગાડીમાંથી વ્હીલચેરમાં બેસાડી,
શૈલજાનું વજન P.T, O .T, કસરત અને પ્રોટીન અને ફાયબરના ખોરાક વગર વધી રહ્યું હતું.
ખેર જાગ્યા ત્યારથી સવાર હવે જ શૈલજાની સારવારના સાચા માર્ગદર્શક મળ્યા અને
સૌમ્યને તેની વ્હાલી શૈલુ પહેલા જેવી હસતી ફરતી થશે આશા બંધાઇ. સીવીલ હોસ્પીટલનો
નવો વિભાગ હોવાથી દર્દીઓ ઓછા હતા. ડો સેવડે પણ હાજર જ હતા ડો ઝાબવાલા અને ડો સેવડે
એ આખી ફાઇલ સ્ટડી કરી લીધેલ. ડો.જાધવ પણ આવી ગયા ત્રણે ડોકટરે મંત્રણા કરી નિર્ણય
લીધો શૈલજાને બે મહિના હોસ્પીટલમાં દાખલ કરી દરરોજ બે વખત P.T,O.T.આપવાના.શરુઆતના
ત્રણ મહિના સારવાર વગર ગયા છે તેને ધ્યાનમાં રાખી આ પ્રમાણે નિર્ણય લેવાયો.

હવે શૈલજાને રુમમાં લીધી ત્રણે ડોકટરે સ્મિત
સાથે તેનું સ્વાગત કર્યું શૈલજાએ પણ સ્મિત સાથે ગુડ મોર્નીંગ કહ્યું, શૈલજા આજ
સવારથી સારા મુડ્માં હતી ચિત્રા અને સૌમ્ય બન્નેએ તેને આધુનીક હોસ્પીટલ અને
અમેરિકાથી ટ્રેનીંગ લઇ આવેલ ડો વિષે વાત કરેલ અને ચિત્રાએ તો ડો જાધવની સુચના મુજબ
ગુગલ અને બીજી સાઇટ પરથી માહિતી ભેગી કરી તેની કોપી પણ કાઢેલ તે સૌમ્યને
બતાવેલ.અને શૈલજાને પોતાની બેનને સમજાવે તેમ ધીરજથી સમજાવેલ.શૈલજા મનમાં આશા સાથે
આવેલ.

ડો.ઝાબવાલાએ બધા સાથે ડો સેવડેની ઔપચારીક
ઓળખાણ કરાવી ડો સેવડે એ હાથ અને પગના સ્નાયુઓની ટોન સ્ટ્રેન્થ જાણવા સ્પેસીયલ
મસીનથી જુદા જુદા સ્નાયુ પર નીડલ મુકી સાધારણ વિજળી પસાર કરી સ્નાયુઓના ગ્રાફ
કાઢ્યા અને તપાસ દરમ્યાન શૈલજા સાથે વાત કરતા રહ્યા “બેન આ તારા પગના સ્નાયુ છે
ત્યાં ઝણઝણાટી થઇ? આમ ઉપર આવતા ગયા,એક વાર શૈલજાએ પુછ્યું “ડો મને ક્યારે ફીલ
થવાનું શરુ થશે?

ડોઃક્ટર બોલ્યા “બેન તારે ખુબ ધીરજ રાખવી
પડશે બે મહિના હોસ્પીટલમાં સવાર બપોર થેરપી લેવી પડશે શૈલજાઃ “ખરેખર ડો હું બે
મહિના શું ત્રણ મહિના રહેવા તૈયાર છું અને તમે કહેશો તેટલી વખત થેરપી લેવા તૈયાર
છું જો મને મારી ત્વચા અને સ્નાયુઓ પાછા હતા તેવા જીવંત મળી જાય તો..’

‘જરુર તારા સ્નાયુમાં શક્તિ આવશૅ અને તારી
ત્વાચામાં ફીલીંગ્સ આવતી જણાશે,પણ તારે થાકવાનું નહીં તારે સ્વતંત્ર જીંદગી
જીવવાનું ધ્યેય નજર સમક્ષ રાખી થેરપીસ્ટને સહકાર આપવાનો અને કામ કરવાનું દર
સેસનમાં પ્રગતી થઇ રહી છે. હું પ્રગતી કરી રહી છું તેવા વિચાર કરવાના.” આમ તપાસ
કરતા કરતા જ

ડૉક્ટરે શૈલજાને ઘણું સમજાવી દીધુ.

તપાસ પુરી થયા બાદ શૈલજાને તેની રુમમાં લઇ
ગયા.ચિત્રા શૈલજા પાસે રોકાઇ ડો.જાધવે પણ

રજા લીધી સૌમ્ય પણ રોકાયો ડૉ.ની પરવાનગી લીધી ચિત્રાને શૈલજાની સ્પેશીયલ નર્સ
તરીકે રીહેબમાં રખાવી. સૌમ્યની નજર ઘડિયાળ તરફ પડી ૧૧;૩૦,તેણે તુરત જ બોસને ફોન
કરી જણાવ્યું ઓફિસ બપોર પછી અવાશૅ,બોસ સમજદાર હતા, અને સૌમ્યે પણ ૧૫ વર્ષથી
નિષ્ઠાપુર્વક કંપનીને સેવા આપી છે. જરુર વગર કદી રજા પણ નહી લીધેલ. આ પહેલી વખત
આટલી લાંબી રજા લીધી.

ડાયટીસિયન આવી શૈલજાને સ્પેસીયલ સ્કેલ પર
મુકી વજન કર્યું ૭૦ કીલો ત્રણ મહિનામાં ૧૦ કીલો

વજન વધી ગયેલ. સૌમ્ય ચિત્રા અને ડાયેટીસિયને સાથે બેસી ત્રણ વખતના જમવાનો પ્લાન
તૈયાર કર્યો.ખાસ ધ્યાન પ્રોટિન વધારે લેવાનુ અને લીલા શાકભાજી.

સવારના નાસ્તામાં એક કપ ચરબી વગરનું દુધ તેની
સાથે કાળી દ્રાક્ષ અને જવના અથવા ઘઉંના ભુંસાના સિરિયલ આપવાના અઠ્વાડિયામાં બે વખત
ટોફુ અને ઘઉંના ટોસ્ટ આપવાના બપોરના જમવામાં ફણગાવેલ કઠોળ અડધી વાટકી દાળ, ઘઉં
બાજરીની બે રોટલી અને લીલુ શાક અડધો કપ ચરબી વગરનું દહીં, સાંજે સાત વાગે વાળું
કરી લેવાનું શાક ભાખરી અને એક કપ દુધ અથવા દહીં સાત પછી જમવાનું નહી.આખા દિવસની
૧૮૦૦ કેલરી લેવાની દર અઠ્વાડીયે વજન કરવાનું .આ બધુ સમજતા એક વાગ્યો. રીહેબમાં ૩૧૫
નંબરનો રુમ હતો..પાસે બારી હતી અને નજર સામે બસ સ્ટેશન હતું..સામે નાનો બાગ
હતો..બધી રીતે બારીમાં બેઠા બેઠા સમય જાય તેવું કુદરતી વાતાવરણ હતુ.

ભરતભાઇ અને ઇન્દુભાભી આવ્યા શૈલજાએ બન્નેને
સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ કર્યા પોતાની વ્હાલી બેન જે

બન્નેને દિકરી સમાન હતી,આટલી ખુશ જોઇ હરખાયા,ઇન્દુભાભીએ તો શૈલજાને મા અને દિકરી
ભેટે તેમ બાથમાં લઇ કપાળે ચુમી આપી. શૈલજા તેમની દિકરી જ હતી કન્યાદાન પણ ભાઇ
ભાભીએ જ આપેલ. ટીનેજ્માં પ્રવેશેલ શૈલજાને ભાઇ ભાભી એજ સંભાળી લીધેલ ભાભી એ મા
દિકરીને ટ્રેન કરે તેમ શૈલજાને ટ્રેન કરેલ.

ઇન્દુભાભી ટીફીન લાવેલ સૌમ્યને પ્લેટ તૈયાર
કરી આપી .આજે તો શૈલજાની પ્રિય વાનગી હાંડવો લાવેલ ભાભી લીલો હાંડવો બનાવતા
ફોતરાવાળી મગની દાળનો તેમાં પાલકની ભાજી દુધી વગેરે નાખી એટલે પૌષ્ટીક અને શૈલજાના
ડાયટ પ્લાન પ્રમાણે.

સાંજે ઘરે જતા પહેલા સૌમ્યે શૈલજાનો હાથ પકડી
ઉંચો કર્યો અને આવજે બોલ્યો અને શૈલજા પણ

નીચુ જોઇ હસી ને આવજે બોલી સૌમ્ય એ બીજા હાથે શૈલજા ની દાઢી ઉપર કરી બોલ્યો

“શૈલુ મારી નજર સામે નજર કર. અને આવજે બોલ
ભાઇ ભાભી હોય એટલે શરમાવવાની જરુર નથી”

અને શૈલજા બનાવટી છણકો કરી બોલી

“જા હવે જલ્દી ઘરે.. મારા છોકરાવને તારે
સાચવવાના છે”

”’જી મેડમ આપની સલાહ શિરોમાન્ય’, બોલી રુમની
બહાર નીકળ્યો.

ભાઇ ભાભી શૈલજા ની પ્લેટો ચિત્રાએ તૈયાર કરી
,ભાભી બોલ્યા’ ચિત્રાબેન તમારી પ્લેટ લાવો તમે અમારા કુટુંબના સભ્ય જ છો’, આપણે
બધા સાથે જમીએ’,ચિત્રા તેના ટીફિનમાં લાવેલ વટાણા રીંગણનુ શાક ભાખરી લઈ આવી જમતા
જમતા ચિત્રાએ O.T,P.T સેસન વિષે વાત કરી, બધાએ આનંદથી ભોજન પુરું કર્યું.

૦-૦

બીજે દિવસે સવારે નવથી દસ,દસ થી અગિયાર એમ
વારા ફરતી O.T, P.T,ના સેસન હોવાથી ચિત્રા અને ભરતભાઇ ૮ વાગતા આવી ગયા ચિત્રાએ
શૈલજાને તૈયાર કરી. રિહેબ હોસ્પીટલમાં સ્પેસીયલ સાધનોની સગવડ સારી ,બાથરૂમમાં પણ
નીચે છિદ્રોવાળી બેઠ્ક એટલે ચિત્રાનું કામ થોડુ સહેલુ સરળ થયું,શૈલજાને પણ આ બધી
સગવડ્તાથી છેલ્લા ૩ મહિનામાં ગુમાવેલ આત્મવિશ્વાસ જાગ્રત થવા લાગ્યો,

નવ વાગે પૈડાવાળી ખુરશીમા બેસાડી ચિત્રા અને
ભરતભાઇ P.T ,O.T. વિભાગમાં પહોંચી ગયા બન્ને વિભાગના થેરપીસ્ટે આવી સ્નાયુઓમાં
રહેલ તાકાત (strenth), અને( Tone )મક્કમતાની ચકાસણી કરી,ચિત્રા શૈલજા અને ભરતભાઇ
ત્રણે ને કસરત વિશે સમજણ આપી. P.T નું કામ પગના સ્નાયુઓ સાથે અને O.T નું કામ
હાથના સ્નાયુઓ સાથે,બન્ને થેરપીનો હેતુ બને તેટલું જલ્દીદર્દીને પરાધીન જીવનમાંથી
સ્વતંત્રતા આપવાનો જેથી કરી પોતે પોતાની જાતે પોતાનું કામ કરી શકે.આ બધુ સાંભળી
શૈલજાતો જાણે નિરાશાના અંધકારમાંથી બહાર નીકળી આશાના કિરણોમાં સ્નાન કરી રહી.

P.T.સારાએ isotonic and isometric કસરતો
કરાવવાનું શરુ કર્યું બન્ને પગમાં ઘુંટણ સુધીના સ્પેસીયલ બુટ પહેરાવવામાં આવ્યા
શૈલજાને ઉભી કરી હાર્નેસ પર ટેકાથી ઉભી રાખી થેરપીસ્ટ સારાએ શૈલાના વારાફરતી પગ
ઉંચકી ચલાવવાનું શરુ કર્યું, આમ એક કલાક ધીરજથી શૈલજા સાથે હર્નેસના ટેકાથી પગલા
ભરાવવાની કોશીસ કરી. થેરપીસ્ટ સારા શૈલજાને એક એક પગલે શાબાશી આપતી જાય’ બહુ સરસ
અને એક એક પગલુ વધારે લેવડાવતી જાય પાછી વચ્ચે પુછે પણ ખરી “શૈલજા થાક લાગ્યો છે
તો

બોલજે આપણે બંધ કરીશુ’,

શૈલજાઃ’થાક! જરા પણ નહી હું તમને થકવી દઇસ
મારે તો જલ્દી હરતા ફરતા થવું છે”

સારાઃ અરે તમને અઠ્વાડીયામાં ચાલતા કરી દઇસ’,
આ વાર્તાલાપ સાંભળી ભરતભાઇ પણ ખુશ થઇ

બોલતા સારાબેન તમારા મોંમા ઘી સાકર.

૧૦;૩૦ વાગે O.Tની કાર્યવાહી શરુ થઇ,O.T હાથના
સ્નાયુઓ સાથે કામ કરે કોણીથી હાથ વાળવાના ખભાથી હાથ ઉપર આગળ પાછળ કરાવવાના હાથની
મુઠી વાળવાની ખોલવાની આ બધી ક્રિયા આઠ થી

દસ વખત ધીરે ધીરે કરાવવાની. O.T વાળા બેનનું નામ સુલેખા તેઓ પણ સારા જેટલા જ
ધીરજવાળા. ૧૧;૩૦એ બન્ને થેરપી પુરી થઇ ત્યારબાદ માલીસ કર્યુ. ચિત્રા અને ભરતભાઇને
સમજાવ્યુ તમારે પણ એકાદ બે વખત આબધી કસરત કરાવવાની.જેથી તેમના સ્નાયુઓની સ્ટીફનેશ
જલ્દી દુર થશૅ અને તાકાત આવવા લાગશૅ.

શૈલજા બોલી “સુલેખાબેન તમે જાદુ કર્યો મારા
આળસુ બની ગયેલ સ્નાયુઓને તમે જાણે જાગૃત કરી જગાડ્યા,ભરતભાઇ ચિત્રાબેન જોજો હું
અઠ્વાડીયામાં જાતે જમવા મંડીશ અને જાતે વાળ ઓળીસ.અને ત્રણે એક સાથે તાળી પાડી
બોલ્યા “શાબાશ”.

૧૧;૩૦ ની આસપાસ ત્રણે રુમમાં આવ્યા
ઇન્દુભાભીએ લન્ચમાં ઉગાડેલા મગ, પાલક રીંગણનું શાક અડદની દાળ અને ઘઉં બાજરીની
રોટલી તૈયાર રાખેલ,શૈલજા ભાભીને જોતા જ બોલી “ભાભી જલ્દી થાળી પીરસ મને કકડીને ભૂખ
લાગી છે’.

ઇન્દુભાભી મજાક્માં બોલ્યા “અરે બેનબા મને
શું ખબર હજુ તો રોટલી બાકી છે”

શૈલજા ” બોલી ભાભી આપણે બેઉ થઇ હમણા ઝપાટો
મારીએ’ત્યા ભાઇ આવશે’.

અને નીચુ જોય આંખના અશ્રુ છુપાવી રહી ભરતભાઇ નજીક
આવ્યા આંસુ લુછી બોલ્યા “બેની આ શું?થેરપી રુમમાં તે શું પ્રોમીશ આપેલ અઠવાડીયામાં
તું વાળ જાતે ઓળવાની, તારી ભાભીને રોટલી કરવાનુ પ્રોમીશ વહેલું આપ્યું,બરાબર ને,”

અને શૈલજા હાસ્ય સાથે બોલી “ભાઇ આતો આનંદના
આંસુ.”

ભાભીએ ત્રણેની થાળી તૈયાર કરી,ભાભીએ પુછ્યુ ‘
બેનબા બોલો થેરપીનું પ્રથમ તબ્બકો કેવો રહ્યો” જમતા જમતા શૈલજાએ અને ભરતભાઇ એ મળી
થેરપીની આશા સભર વાતો ઇન્દુને સંભળાવી,ઇન્દુભાભી બોલ્યા “બેની આવી જ હિમત રાખજે
કહેવત યાદ છે ને હિંમતે મર્દા તો મદદે ખુદા”.

જમ્યા પછી બધાએ સાથે ટી વી જોયું, શૈલજાએ
કલાક આરામ કર્યો . જેથી બીજા સેસનમાં પણ થાક વગર કસરત કરી શકે.

બીજા દિવસે ડૉ.સેવડૅએ થેરપીનો રિપોર્ટ જોયા
પછી ત્રણ જાતની દવા શરુ કરાવી

૧ ‘૪ અમાયનો પાયરિડીન’જે જ્ઞાનતંતુઓ અને મસલ
સ્નાયુઓ વચ્ચે વાતચીત કરાવવામાં મદદરૂપ થાય

૨ “સેરોટોનીન” નવા જ્ઞાનતંતુ બનાવવામાં
મદદરૂપ થાય જે neurogenerative તરીકે ઓળખાય છે

૩ Glatiramer acetate” જે પ્રતિકારક શક્તિ
વધારે ,આ દવા શરીરમાં એક જાતના શ્વેતકણોનો વધારો કરે, જેથી જ્ઞાનતંતુના રજ્જુને
વધારે ઇજાથી બચાવે અને નવા જ્ઞાનતંતુને બનાવી શકે . બીજી દવાઓ જે

ઝાડા પેશાબને નિયમીત કરે ઓક્ષિબ્યુટીન અને બેથનેકોલ.પણ લખી આપી અને દવા કામ ના

કરે તો દર ૪ ૫ કલાકે કેથેટર કરી પેસાબની કોથળી ખાલી કરવાની. બોવેલ માટે તો ડાયટ
અને સપોસીટરી સારુ કામ કરે.આમ રિહેબમા આવ્યા પછી ચિત્રા અને ભરતભાઇ ઇન્દુભાભીનું
કામ સરળ થઇ

ગયું.

દવા સાથે ડોક્ટરે બીજી પણ બે ત્રણ નવા
સંશોધનોની વાતો કરી

૧.બીજા કણોને લાવી જ્ઞાનતંતુ રજ્જુમાં
મુકવાથી નવા તંદુરસ્ત જ્ઞાનતંતુઓ બની શકે .

૨.બીજી શક્યતા (Neurocontrol
freehandsystem)પણ હાથમાં મુકી શકાય જેનાથી મુઠ્ઠી વળી શકે.પગ

માટે (Locomotion therapy) સ્પેસીયલ ટ્રેડમિલ જે પગ ચલાવવામાં મદદ રૂપ થાય આમ ડો
જાદવ સાથે પણ આ બધા વિશે સૌમ્ય અને ભરતભાઇએ ચર્ચા કરી .દવાઓ શરુ કરવાથી અને બે
સેસન થરપીથી મહિનામાં ઘણો ફાયદો જણાવવા લાગ્યો માનસિક અને શારીરિક. માનસિક ફરક
કુટુંબના સભ્યોનો સહકાર. અમુલ્ય અને નીરજા રોજ રાત્રે સુતા પહેલા પપ્પા સાથે
મમ્મીને મળવા જાય.શનીવારે બન્ને જણ મામી સાથે સાંજના આવ્યા.સૌમ્ય પણ ઓફિસેથી સીધો
બધા માટે થાય ફુડ લઇ આવી ગયો.બધા હોસ્પીટલના ડાયનીંગ રુમમાં ગયા.બધુ નક્કી કર્યા
મુજબગોઠ્વાય ગયું. અમુલ્ય અને નીરજાએ જાતે બનાવેલ કેક ગોઠવી.ચિત્રા રોજ સાંજે
શૈલજા ને બારી પાસે લોબીમાં લાવતી તેને સંધ્યા જોવી બહુ ગમતી,આજે વ્હીલ ચેર
ડાયનીંગ રુમ તરફ વાળી શૈલજા તરત બોલી”કેમ રુમ ભુલી ગઇ આ બાજુ નથી,’ચિત્રા “અરે હું
ભુલી ગઇ ચાલો આજે લાંબો રસ્તો લઇ રુમમાં જઇએ,” એમ બોલતા ડાઇનીંગ રૂમમાં ચેર લીધી
અને બધા એક સાથે બોલ્યા (surprise), શૈલજા આનંદમાં ખુરસીમાં નમી ,સૌમ્ય નીરજા
અમુલ્ય દોડ્યા અને પકડી લીધી અમુલ્ય બોલ્યો મમ્મી”કેવી પકડાઈ ગઇ ને મને પકડવા આવતી
‘તીને? તું પકડાઇ ગઇ”

શૈલજા “હા બેટા આજે ભલે પકડાઇ બે મહિના માં
હું તને પકડી પાડીશ. વ્હીલચેર દોડાવીશ “

નીરજા અને અમુલ્ય ‘શાબાશ મમ્મી બોલી ગળે વળગી
બન્ને એ સાથે બન્ને ગાલે પપી આપી .

શૈલજાએ નજર ફેરવી પુછ્યું” સૌમ્ય આજે શેની
ઉજવણી આપણા કોઇનો જન્મ દિવસ નથી કે

નથી લગ્ન દિવસ”. શૈલુ આતો તે આ મહિનામાં પ્રોગ્રેશ કર્યો છે તેની ખુશાલીની ઉજવણી
છે”.

ઇન્દુભાભીનો
અવાજ સંભળાયો ‘ચાલો બધા ખાવાનું ઠંડુ થઇ જશૅ’.બધાએ ચાર મહિનામાં પહેલી વખત સાથે
ભોજન માણ્યું. જમ્યા પછી બધા સાથે સ્પેલીંગ ગેમ રમ્યા. અને ગુડ નાઇટ કરી છુટા
પડયા. આમ

રિહેબ હોસ્પીટલમાં બે મહિના પુરા થયા શૈલજા જમણા હાથથી ચમચી પકડી જમતી થઇ ગઇ. રજા
આપવાના હતા ત્યારે ઘરના સભ્યો જે શૈલજાની સંભાળ લેવાના હતા તેની સાથે મીટીંગ થઇ
થેરપી વખતે હાજર રહ્યા ભરતભાઇ અને ચિત્રાને ખબર હતી,સૌમ્ય નીરજા અને ઇન્દુભાભીઍ
થેરપી પર ધ્યાન આપ્યુ . ફ્લેટના ઊમરા કઢાવી નાખ્યા જાજમ કારપેટ કાઢી નાખી જેથી
વ્હીલ ચેરની હેર ફેર સરળ બને બાથરુમમાં પણ રિહેબ સુચન મુજબ જરૂરી ફેરફારો કરાવ્યા.

શૈલજા આચાર્ય -૧૦
રાજુલબેન શાહ

ઓહ! કેટલા સમય પછી પાછી હુ મારા ઘેર જઈશ?
શૈલજા મનોમન આતુરતાથી એ ઘડીની

રાહ જોઇ રહી હતી. જે દિવસે શૈલજાને રિહેબમાંથી ઘેર જવાની પરમીશન મળી એ દિવસથી

જ ખુબ જ આતુરતાથી એ પળની રાહ જોઇ રહી હતી. જાણે યાયાવર પક્ષી.અનેક જોજનોની ખેપ
કરીને પાછુ પોતાના મુળ સ્થાને ફરી ના રહ્યુ હોય?

ખુબ ઉત્સાહિત શૈલજા મનોમન આનંદની સાથે સાથે
એક ધુજારી મહેસુસ કરી રહી હતી. કેવી હશે એ પળ ? યાદ હતી શૈલજાને એ ક્ષણ જ્યારે
સૌમ્યએ એને પહેલી વાર જ્યારે એના મમ્મી-પપ્પાને મળવા ઘેર લઈ જવાની વાત કરી હતી.
સત્ય જે છાનુ રહેતુ નથી એમ ગમે એટલુ છુપાવો પણ પ્રેમ પણ છાનો રહેતો નથી. પ્રેમમાં
પડેલા સૌમ્ય અને શૈલજાને તો એમ જ હતુ કે એમની આ લુપાછુપીથી દુનિયા અજાણ છે પણ અંતે
તો પ્રેમ એની આલબેલ પોકાર્યા વગર રહેતો નથી જ. અને અમદાવાદ ક્યા નાનુ છે? ક્યારેક
બંને એકલા તો ક્યારેક ગ્રુપમાં સાથે ફરતા સૌમ્ય શૈલજા હવે તો અવારનવાર કોઇની ને
કોઇની નજરે તો ચઢી જ જતા. ગ્રુપમાં સાથે હોય અને કોઇની નજરે પડ્યા તો તો કોઇ
ચિંતાનો સવાલ જ રહેતો નહી પણ ક્યારેક એક્લા હોય અને જો કોઇએ જોયાતો શૈલજાને અત્યંત
ટેન્શન થઇ જતુ. પણ એ બાબતમાં સૌમ્ય બેફિકર હતો. એ

શૈલજાને કહેતો ” સારુને ? જેણે આપણને જોયા હશે એ જ ઘેર જઈને ચાડી ખાશે તો આપણે ઘેર
કેવી રીતે જણાવવુ એની ઉપાધીમાંથી બચી જઈશુ.”

અને ખરેખર એમ જ બન્યુ. રવિવારનો એ દિવસ હતો
.ફનફેરમાં આમ તો બધા ગ્રુપમાં

સાથે જ હતા પણ એ જાયન્ટ વ્હિલમાં સાથે બેસીને એની ઉડાન અને એ ઉન્માદ

માણવાનો લોભ એ બંને ન રોકી શક્યા.ધીરેધીરે સ્પીડ પકડતા એ જાયન્ટ વ્હીલમાં ઉપરથી
નીચે આવતી વખતે શૈલજા ડરની મારી સૌમ્યને લગભગ વળગીજ પડતી. એમની આ નજદીકિ દુરથી પણ
નજરે પડ્યા વગર થોડી રહેવાની હતી?

સૌમ્ય રાત્રે ઘેર પહોંચ્યો એની પહેલા એના
પ્રેમના સમાચાર ઘેર શાંતિભાઇ- ધીરજબેન

પાસે પહોંચી ગયા હતા.મોડી રાત સુધી એની રાહ જોઇને જાગતા રહેલા શાંતિભાઇએ સૌમ્યને
બોલાવીને માત્ર એટલુ જ કીધુ ,” જેની સાથે આટલુ નજીક રહેવાનુ મન હોય તો એને આમ
જાહેરમાં રાખવાના બદલે ઘેર જ લઈને આવતો હો તો?

ડઘાઇ ગયેલા સૌમ્યની પાસે જઈને શાંતિભાઇએ એની
પીઠ પસવારતા વળી એટલુ ઉમેર્યુ ” છોકરી સારી છે. બને તો કાલે એને ઘેર લઈ આવ તો બીજા
બધા બહારના લોકો જુવે એ પહેલા હું અને તારી મમ્મી પણ જરા મળી લઈએને?

બસ, અને જે ક્ષણે સૌમ્યએ શૈલજાને ઘેર મમ્મી
-પપ્પાને મળવા લઈ જવાની વાત કરી તે ક્ષણે અનુભવેલી ધ્રુજારી એ આજે અનુભવી રહી.
રિહેબમાં રહીને શૈલજાને શારીરિક તંદુરસ્તીની સાથે મનદુરસ્તી પણ જાણે પાછી મેળવી
રહી હોય એવી સતત અનુભુતિ થયે રાખતી.

આજની શૈલજા અને આજથી પહેલાના ૬ મહિના સુધીની
શૈલજામાં આસમાન જમીનનો ફરક આવી ગયો હતો.

આત્મવિશ્વાસની સાથે આત્મસભાનતા પણ એ જાણે
પાછી પામી રહી હતી. અત્યાર સુધીના કેટલાક અણછાજતા એના વાણી-વર્તન અને વ્યહવારને
લીધે એણે પરિવારની લગણીને કેટલી

ઠેસ પહોંચાડી હતી એની કલ્પના કરતા એ અત્યંત
સંકોચ-શરમની મારી જમીનમાં સમાઇ જવા જેટલી હિણપત અનુભવી રહી હતી

ત્યારે ઘર –પરિવારમાં એને કેવો આવકાર મળશે એ
વિચારથી એ થોડી નર્વસ થવા માંડી.

સ્વભાવ અનુસાર નામની સાર્થકતા ધીરજબહેન અને
શાંતિભાઇમાં હતી તો સૌમ્યમાં

પણ બંનેના ગુણ ઉતર્યા હોય એવી સૌમ્યતા ય હતી
જ ને? પણ પોતાની પરવશતાને લીધે

મનમાં ખોટી ગ્રંથી બાંધીને એણે જે ઉધ્માત મચાવ્યા હતા એ યાદ કરતા એ લોકોની સામે એ
કેવી રીતે નજર મેળવી શકશે એ વિચારે પગ પાછા પડતા હતા.

વળી પાછુ એણે મન મક્કમ કર્યુ . જે પણ ગેરવર્તન
એણે કર્યુ હતુ એના માટે એ મમ્મી-પપ્પાની માફી પણ માંગી લેશે એવો મનોમન નિર્ણય
કર્યો. અને રહી વાત સૌમ્યની તો છેલ્લા કેટલા વખતથી તો સૌમ્ય જાણે પહેલાનો જ
વ્હાલસોયો સૌમ્ય બની રહ્યો હતો.

રિહેબમાં રહીને શૈલજાએ એ પ્રગતિ કરી હતી એમાં
ભરતભાઇ-ભાભીનો તો સૌથી વધુ સાથ હતો પણ સૌમ્ય જાણે એની શૈલજાની હિંમત વધારી રહ્યો
એમ એને જેટલો સમય મળતો એમાં શૈલજાના રિહેબના દિવસો વધુ આનંદપૂર્વક પસાર કરે એવા
પ્રયત્નો કરતો. નીરજા અને અમૂલ્ય પણ મમ્મીનુ બદલાયેલુસ્વરૂપ જોઇને વધુ આશાવંત
બન્યા હતા. હવે મમ્મી પાસે આવવાનુ એમને પણ મન થતુ.

અંતે શૈલજા જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહી
હતી એ પળ આવી ગઈ. સૌમ્ય ગાડી લઈને આવી પહોંચ્યો. ભરતભાઇ ,ચિત્રા અને સૌમ્યએ
જાળવીને શૈલજાને ગાડીમાં મુકી. શૈલજાને

વળી પાછો એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૌમ્યએ
સૌથી પહેલી પોતાની ગાડી લીધી હતી. શૈલજાને સમ આપીને આંખો બંધ રાખીને ઉભી રાખી હતી
અને એ કહે નહી ત્યાં સુધી શૈલજાએ

એમ જ આંખો બંધ રાખવાની હતી અને સૌમ્યએ એને
હળવેથી પોતાની બે બાંહોમાં થામીને સીધી ઉચકીને સીધી ગાડીમાં બેસાડી દીધી હતી.

કેવી હતી એ રોમાંચક પળ? નવી ગાડી- પોતાની
ગાડી , પળેકવાર તો એ એમજ ગાડીમાં

બેસી રહી અને પછી બહાર ઉભેલા સૌમ્યને ગાડીમાં અંદર બોલવીને એ અત્યંત વ્હાલ્પૂર્વક
એને વળગી પડી.

આજે ય એને એમ જ સૌમ્યને વળગી પડવાની અદમ્ય
ઇચ્છા થઈ આવી. પણ હાય રે નસીબ !મન જે ગતિએ દોડતુ હતુ એની સાથે તનનો તાલમેલ ક્યાં
હતો?

રિહેબની ફિઝ્યોથેરેપીને લઈને એ હાથની
મુવમેન્ટ તો મેળવી શકી હતી પણ હજુ જાતે આગળ ખસીને પોતાની મેળે ક્યાં કઈ કરી શકતી
હતી? પણ સૌમ્ય જાણે એની આ ઉત્કટતા પામી ગયો હતો.

ભરતભાઇ અને ભાભી એમની ગાડીમાં બેસીને ઘર તરફ
જવા નિકળ્યા કે તરત જ સૌમ્યએ

એને વ્હાલથી પોતાના આગોશમાં સમાવી લીધી.

“શૈલુ ,આઇ એમ સો હેપ્પી ટુ ડે! હુ આજે એટલો ખુશ
છુ એની તુ કલ્પનાપણ નહી કરી શકે.મારી શૈલુ આજે એના ઘેર પાછી જઈ રહી છે.

શૈલજા પતિના એ વ્હાલભર્યા શબ્દો ,ચહેરા સાથે
થતા સૌમ્યના સ્પર્શને એ માણી રહી. અને ઘડીકવારમાં એની આંખો છલકાઇ ગઈ. એના ઉના ઉના
આંસુથી સૌમ્ય જાણે દાઝી ઉઠ્યો.

“આ શું શૈલજા આજે આમ પાછી ઢીલી કેમ પડી ગઈ?”

આટલો સરસ દિવસ છે, કેવો સરસ મુડ છે અને તુ આમ રડીને એને ઝાંખો ના કર પ્લીઝ.”

” હું પણ સાચે જ ખુબ ખુશ છુ પણ આજે એને વહી
જવા દે ,મને આજે હળવી થઈ જવા દે વહાલુ! એક બાજુ હર્ષના આંસુ છે અને બીજી આંખમાં
પસ્તાવાના આંસુ છે. મેં ઘેલીએ તને ,મમ્મી પપ્પાને અને છોકરાઓને કેટલા દુભવ્યા છે એ
યાદ આવે છે અને હું મારી જાતને માફ નથી કરી શકતી મમ્મી –પપ્પાની સામે તો હું નજર
કેવી રીતે મેળવીશકીશ? એ લોકો પણ મારા માટૅ મનમાં કેવું કેવું વિચરતા હશે નહી?”

સૌમ્યએ એના મોં પર આડો હાથે દઈ એન વધુ બોલતી
રોકી લીધી.”ભુલી જા એ બધુ તું. એમાં અમારો પણ વાંક તો હતો જ ને ? તારી વેદના સમજવા
અમે પણ ક્યાં તૈયાર હતા. ખરેખર તો હું જ તારો સૌથી મોટો ગુનેગાર છું. એ દિવસે તને
બેંકનુ કામ પતાવવાની તાકિદ ન કરી હોત તો તારી આ દશા હોત? અને એ ઉપરાંત તારી સાથે
કેટલીય વાર મેં ક્રુધ્ધ વર્તન નથી કર્યુ? શૈલુ આઇ એમ રિયલી સોરી ફોર ધેટ ઓલ. પણ
પ્લીઝ તું હવે શાંત થઈ જા અને એક સરસ સ્માઇલ આપી દે મને તો જરા ગાડી ચલાવવાનુ જોમ
આવે.”

અને ખરેખર હસી પડી શૈલજા.સૌમ્ય મુગ્ધ બનીને
એને જોતો જ રહી ગયો.શૈલજાનુ સ્મિત ખરેખર ખુબ સરસ હતુ. એ હસતી ત્યારે એના ગાલની
ગુલાબી ઓર નિખરી ઉઠતી. અને એમાં ય આ રિહેબના દિવસો દરમ્યાન કરેલી કસરતો અને
ડાયેટિશીયની ટીપ પ્રમાણે સાત્વિક અને સમતોલ આહારને લીધે એની વધેલી ચરબી , શરીરના
ફોફા અને વધુ પડતુ વજન કંટ્રોલમાં

આવી રહ્યુ હતુ એટલે સાચે જ એ પહેલાની જેમ જ
સોહામણી લાગતી હતી.”હા! હવે વાત કઈ જામી .મેડમ હવે જો આપની આજ્ઞા હોય તો બંદા
તમારી સવારી ઉપાડે?”

અને હવે તો શૈલજા ખડખડાટ હસી પડી.

સૌમ્યએ રિહેબના કંપાઉન્ડમાંથી ગાડી રિવર્સમાં
લઈ હળવેથી સ્પીડમાં લીધી. ગાડી મેઇન રસ્તા

પર આવી અને સૌમ્યએ ગાડીને જરા વેગમાં લીધી. ઘર તરફ જવાના રસ્તાને શૈલજા એક્દમ બાળ
સહજ કુતુહલથી જોઇ રહી. જાણે કેટલાય વખત પછી આ ચહલ-પહલ જોઇ? રિહેબ જતી વખતે ય રસ્તો
તો તો આ જ હતો પણ આજે આ રસ્તો વધુ જીવંત લાગતો હતો. ગાડીના ખુલ્લા કાચમાંથી
અધવચાળે પહોંચેલા જાન્યુઆરીની સાધારણ ઉતરતી ઠંડી ગાલને સ્પર્શતી હતી .

આજે આ બધુ ય ગમતુ હતુ.

બાલ્કનીમાં બેસીને નીરજા-અમૂલ્ય કે સૌમ્યની
રાહ જોતા જોતા શિયાળાની એ ગુલાબી ઠંડી માણવાની ગમતી એમ જ આજે ફરી એક વાર આ મોસમની
લહેજત લેવી એને ગમી. સૌમ્ય ત્રાંસી આંખે શૈલજાની આ મુગ્ધતા માણી રહ્યો.એને શૈલજાની
સમાધિભંગ કરવાનુ ઉચિત ન લાગ્યુ. તેમ છતાં એણે તિરછી નજરે શૈલજાને જોયે રાખી.

“સોમ્ય, એક વાત મારી માનીશ? હું મારી જાતે તો
નીચે ઉતરીને દર્શન નહી કરી શકુ પણ પ્લીઝ

પાછા ઘેર પહોંચતા પહેલા મને વલ્લ્ભસદન ભગવાનના દરબારના તો દર્શન તો કરાવ. આજે હું
જે સ્થિતિમાં પાછી વળી શકી છું એમાં તમારા બધાના સાથની જોડે એના પરની શ્રધ્ધાનુ ય
બળ કામ કરી ગયુ છે.

યાદ છે ને જે દિવસથી મારા રૂમમાં મારા લાલાની
મૂર્તિ મુકી એ દિવસથી જાણે મને જીવવાનુ -ફરી ઉભા થવાનુ જોમ મળ્યુ છે. યુધ્ધમાં
હથિયાર હેઠા નાખીને બેઠેલા અર્જુનને જેમ એણે ઉપાધીમાં નસીબ સામે લડવાનુ જોમ પુરૂ
પાડ્યુ એમ જાણે એણે સતત મને મારી પોતાની જ વેરી બની ગયેલી મારી નબળાઇઓ સામે ઉભા
થવાનુ , ઝઝુમવાનુ બળ આપ્યુ છે. આજે એનો ઉપકાર માન્યા વગર હું પાછી જ કેવી રીતે જઈ
શકુ?”

સૌમ્યએ શૈલજાની સામે સંમતિ સુચક ડોકુ હલાવે
ગાડી વલ્લભસદન તરફ વાળી. બહારથી હવેલીના પ્રવેશદ્વાર સામે ગાડી ઉભી રાખીને સૌમ્ય
નીચે ઉતર્યો. શૈલજાની ઇચ્છા મુજબ એણે હવેલીમાં જઈને દર્શન કર્યા અને ભોગ ધરાવી
પ્રસાદ લઈને આવ્યો ત્યાં સુધી શૈલજાએ એમ જ બોલ્યા વગર મૌન પ્રાર્થનામાં જ વિતાવી.
આંખ ખુલી ત્યારે સૌમ્ય પ્રસાદ શૈલજાની સામે ધરીને એ ઉભો હતો.

” ના સૌમ્ય , એમ નહી આ પ્રસાદ આજે પહેલા
મમ્મી-પપ્પાને આપીને જ પછી હુ લઈશ. મારા ઘરના એ સાચા અર્થમાં સારથી બનીને રહ્યા
છે. મારા તુટતા ઘરને – મારા સંસારને એમના ટેકાથી ઉભો રાખ્યો છે. શિશુપાળના નવ્વાણુ
ગુના પછી સો મો ગુનો તો ભગવાને પણ માફ નહોતો કર્યો. એમણે તો મારા કેટલાય ઉધ્માતોને
સહ્યા છે અને તેમ છતાં ક્યારેય મને તિરસ્કારી સુધ્ધા નથી…ભગવાન પછી એમનો મારી પર
સૌથી વધુ ઉપકાર છે.”

સૌમ્ય આ બદલાઇ રહેલી શૈલજાને સાંભળી રહ્યો.
ના! ના! આ બદલાઇ રહેલી શૈલજા નહોતી આ તો પહેલાની હતી એ જ શૈલજા હતી. એનુ હંમેશા
ધીરજબહેન અને શાંતિભાઇ સાથેનુ વર્તન પ્રેમાળ જ રહેતુ. માત્ર સમય બદલાયા હતા, સંજોગ
બદલાયા હતા અને એ સમય –સંજોગોએ

શૈલજાને બદલી હતી.

ઘર પાસે આવતુ ગયુ એમ શૈલજાની ધડકનો તેજ બનતી
ગઈ. શરીરમાં આ જ તો એક ભાગ હતો જે એ જીવંત છે એની સાબિતિ રૂપ હતો નહી તો એના અને
એક નિર્જીવ દેહ વચ્ચે

ક્યાં કોઇ ફરક રહ્યો હતો?

શૈલજાને જાળવીને ગાડીમાંથી ઉચકીને સૌમ્ય એને
ઘર તરફ લઈ ગયો. બારણામાં

પ્રવેશ કરતા સૌમ્યને શાંતિભાઇએ બારણા વચ્ચે જ રોકી લીધો. ધીરજબહેને શૈલજાના માથેથી

પાણીનો લોટો ઉતારી ઘરની બહાર ઢોળીને પછી શૈલજાને ઘરમાં લીધી. સૌમ્ય આ બધામાં

માનતો નહી પણ એ ક્યારેય મમ્મીની લાગણી કે માન્યતા વચ્ચે આવતો પણ નહી. નીરજા અને
અમૂલ્ય પણ આવીને મમ્મીને વળગી પડ્યા.એ બંને એ ભેગા મળીને મમ્મીને આવકારવા

ઘરને સરસ ફુલોથી સજાવ્યુ હતુ.શૈલજાને ગમતા ગુલાબની પાંદડીઓથી ડ્રોઇંગરૂમના

ટેબલ પર પર વેલ-કમ મમ્મી લખીને..વચ્ચે કેન્ડલ મુકી હતી.ભરતભાઇ અને ભાભીએ પ્રેમથી
એનો હાથ પકડીને ટેકો આપીને આગળ કરી. ભાવવિભોર બનીને શૈલજા એના જ ઘરમાં એના
પુનઃપ્રવેશને માણી રહી.

આજે તો ધીરજબહેને લાપસીના આંધણ મુક્યા હતા
.એક લાંબા અરસાબાદ એ એના પરિવાર

સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી. વ્હીલચેરના લીધે હવે શૈલજાની ઘરમાં હરફર થોડી
સરળ બની હતી અને એના લીધે એને પણ પોતાની પરવશતા ઓછી લાગતી હતી. જો કે એની દેખરેખ
માટે પ્રીતિબેન પણ હતા જ.શૈલજાના કામકાજ્માંથી ફુરસદ મળે ત્યારે એ ધીરજબેનને પણ
મદદ કરાવવા લાગતા.પરિણામે ઘરનુ વાતાવરણ થોડુ હળવુ થયુ .

રિહેબમાં શિખવાડ્યા મુજબ બધી જ ફિઝિયોથેરેપી
શૈલજા અત્યંત ધીરજ અને પુરતા

પ્રયત્નોથી કરે રાખતી. શૈલજાને ચાલવામાં ટેકો રહે એના માટે વોકર પણ લાવી રાખ્યુ

હતુ જેથી એ રિહેબમાં હાર્નેસ પર ચલાવવામાં આવતી એજ રીતે ઘેર પણ એની પ્રેક્ટીસ

ચાલુ રહે.

“મમ્મી , એક વાત કહુ? કેટલાય વખતથી તમે અને
પપ્પા આમ ને આમ અમારી સાથે રહ્યા

છો? તમે ઘર અને પપ્પાએ અમૂલ્યને જે રીતે સાચવ્યો છે એનો તો હુ કે સૌમ્ય આખી જીંદગી
પાડ ભુલી શકીયે એમ નથી.”

“ગાંડી જ છો ને? આવું વિચારાય? તુ કે સૌમ્ય
કે છોકરાઓ પારકા છો તે પાડ માનવા બેઠી? મને કે પપ્પાને કઈ થયુ હોત તો તમે ચાકરી ના
કરી હોત?”

” ઇશ્વર કરે ને એવો દિવસ જ ન આવે.કારણકે ઇજા
માંદગી અને પરવશતા શું છે એ તો મારાથી વધુ કોઇ શું જાણવાનુ છે? પણ મમ્મી, તમારી કે
પપ્પાને ચા્કરી કરવી એ તો અમારી ફરજ છે પણ તમે જે કર્યુ છે એ આ ઉંમરે કરવું કેટલુ
અઘરું છે? અને તેમ છતાં ય તમે કેટલા પ્રેમથી એ પાર પાડ્યુ?”

“બસ કર હવે એ બધુ ભુલી જા તુ હરતી -ફરતી થઈ
જાય અમારા માટે એ જ અત્યારે તો સૌથી મોટી વાત છે. તને ખબર છે તુ ઘેર પાછી આવે
ત્યારે મારા શ્રીજી બાવાના દર્શન કરવાની મેં માનતા રાખી છે . બસ હવે એ પુરી કરી લઉ
એટલે ગંગા નાહી..”

‘મમ્મી , શુભશ્ય શીઘ્રમ.ધરમના કામમાં ઢીલ ના
હોય. હવે તો સૌથી પહેલા એ કામ .મમ્મી, સૌમ્ય સાથે વાત કરીને એ વેળાસર નક્કી કરી જ લો.
કદાચ એનુ મને ય થોડુ ફળ મળે”

“ભારે ઉતાવળી તુ તો ,સૌમ્ય સાથે વાત થઈ છે
અને એની અનુકૂળતાએ શ્રીનાથજી લઈ જવાનુ કહ્યુ છે.”

“અનુકૂળતા નહી મમ્મી આ અઠવાડિયે જ જઇ આવો.
હવેના શુક્રવારે ૨૬મી જાન્યુઆરી છે બધાને રજા હશે એટલે જઈ જ આવો.”

મમ્મીની ઇચ્છા અને શૈલજાના આગ્રહને લઈને
શુકવારે સવારે જઇ દર્શન કરીને બે દિવસે આજ સમયે પાછા આવવાનુ સૌમ્યએ નક્કી કરી
લીધુ. નીરજા અને અમૂલ્યે મમ્મી સાથે રહેવાનુ જાહેર કરી લીધુ અને પ્રીતિબહેન તો હતા
જ.

ઘરમાં બધાની મીઠી નિંદર પુરી થાય એ પહેલા
નક્કી કર્યા મુજબ સૌમ્ય અને મમ્મી-પપ્પા સવારે સાત વાગે નિકળી પણ ગયા. નીરજા અને
અમૂલ્ય તો હજુ પણ ઉઠવાનુ નામ લેતા નહોતા.પ્રીતિબહેને શૈલજાને સવારની ચા જોડે
મલ્ટીગ્રેઇનના બટર વગરના બે ટોસ્ટ તૈયાર કરી આપ્યા.શૈલજા બાલ્કનીમાં વ્હીલચેર પર
બેઠી ચા અને ટોસ્ટની લહેજત માણતી હતી.

હજુ ચા થી ભરેલો આખો કપ એ માંડ પકડી શકતી
એટલે પ્રીતિબહેન એને એક બીજા કપમાં

થોડી થોડી કરીને ચા આપતા હતા. એટલુ તો એ સ્થિરતાથી પકડી શકતી હતી અને અરે

આ શું થયુ? એક્દમ કેમ ચા નો અડધો ભરેલો કપ છલકાવા માંડ્યો? હાથ સ્થિર નથી રહેતા

કેમ? બીજુ તો કઈ ખબર નથી પડતી પણ મસ્તિકમાં આ ધણધણાતી કેમ અનુભવા લાગી?બેબાકળી બની
ગઈ શૈલજા. પ્રીતિબહેન પણ એક્દમ ગભરાઇ ગયા. પગ નીચેની જમીનમાં જાણે સો સો ઘોડા
હણહણાટી દોડાવતા હોય એવી ધણધણાટી કેમ લાગે છે? આખુ ય ઘર જાણે પાયામાંથી કોઇ હલાવતુ
હોય એમ કેમ લાગે છે?

શેષનાગ કોપાયમાન થાય તો એના શિષ પર ધારણ
કરેલી ધરા ધ્રુજાવી મુકે એવુ ક્યાંક પ્રીતિબહેને સાંભળ્યુ હતુ. ઓ ભગવાન ! એટલા તો
કેટલા પાપ ધરતી પર વધી ગયા કે આમ શેષનાગ કોપાયમાન થયા?

હજુ પ્રીતિબેનને પરિસ્થિતિનો પુરતો ખ્યાલ જ
આવતો નહોતો કે શું થઈ રહ્યુ છે.પણ બાલક્નીમાં

બેઠેલી શૈલજાને આસપાસના ઉચા બિલ્ડીંગ જાણે હિંલોળે ચઢ્યા હોય એવુ લાગ્યુ. એક તો
બિલ્ડીંગની ઉંચાઇ અને લગભગ દોઢેક ફુટનો સ્વીંગ એ દ્રષ્ય જોઇને જ એ હાકાબાકા થઈ
ગઇ.એટલામાં અંદરથી ઉંઘરેટા અમૂલ્યની બૂમ સંભળાઇ.

” મમ્મી જો ને લાલુ મને ઊંઘવા નથી દેતો .મારો
આખો પલંગ હલાવે છે.”

લાલુ એમનો છુટક નોકર હતો જે સવારમાં આવીને
સાફસફાઇ કરી જતો. અમૂલ્યને

લાગ્યુ આ સાફસુફી કરતા કરતા એ એન હેરાન કરે છે.

એટલામાં તો નીરજાની બૂમ આવી “મમ્મી મને ચક્કર
આવે છે મમ્મી પ્લીઝ હેલ્પ મી” નીરજા પણ સફાળી ઉંઘમાંથી ઉભી થવા ગઈ અને એને લાગ્યુ
કે એના પગ જમીન પર ઠરતા નથી

.બધુ જ જાણે ગોળ ગોળ ફરતુ હોય એને આખી ને આખી
હચમચાવી દેતુ હોય એવુ લાગ્યુ.

કબાટનો ટેકો લેવા ગઈ તો કબાટ પણ આખુ હલતુ હોય
એવુ લાગ્યુ. એટલામાં રસોડામાંથી

ખણખણણ………..વાસણો ખખડવા માંડ્યા. જાણે કોઇ ભૂતાવળ સજીવ થઈ હોય એમ બધુ જ આપમેળે
ધડધડવા માંડ્યુ.. પ્રીતિબહેન રસોડામાં દોડ્યા અને જોયુ તો ગરમ કરેલી દૂધની તપેલી
છલકાઇ ગઇ હતી. પાણી ભરેલી નળીમાંથી પાણી રેલાઇને રસોડામાં દૂધ અને પાણીની
ગંગા-જમના ભેગી થઈને વહી રહી હોય એવો ઘાટ હતો. લાલુ તો બધુ એમજ પડતુ મુકીને
ભાગ્યો.

શૈલજાને કંઇ સમજણ નહોતી પડતી કે આ શું થઈ
રહ્યુ છે પણ આજુબાજુમાંથી દેકારો સંભળાતાપ્રીતિબહેને બહાર જઈને જોયુ તો લોકો પણ
ઘરની બહાર રસ્તા પર આવે ગયા હતા અને બૂમાબૂમ ઉઠી હતી.

અરે ! આ તો ધરતીકંપ છે! હજુ તો સવારના લગભગ
આઠ- સવા આઠનો સમય હતો .

કેટલાય લોકો સવારની પ્રક્રિયામાંથી પરવાર્યા
પણ નહોતા. ચારેબાજુ હાહાકાર અને ગભરાટ

છવાયેલો હતો. બીજુ તો પ્રીતિબહેનને શું કરવુ એની સમજણ પડતી નહોતી પણ પણ એમની
સમજમાં એટલુ તો હતુ કે લાલુની જેમ બધુ એમ જ મુકીને ભાગી તો ન જવાય. સૌમ્યભાઇ અને
ઘરના વડીલોની ગેરહાજરીમાં શૈલજા એમની જવાબદારી હતી.એ પાછા અંદર દોડ્યા.

શૈલજા ભયથી થથરતી હતી,પ્રીતિબેને બે હાથની
બાથ ભીડીને સ્થિરતા આપવા પ્રયત્ન કર્યો.હજુ ય અંદર ઉંઘરેટા નીરજા અને અમૂલ્યને તો
સાચી પરિસ્થિતિની કલ્પના સુધ્ધા નહોતી.

ધરતીકંપના આંચકાને લીધે શૈલજાની વ્હીલચેરમાં
જે ધ્રુજારી આવતી હતી એનો એને આશરે અંદાજ આવતો હતો. રિહેબમાં જ્યારે પહેલી વાર એને
વિદ્યુતના હળવા આંચકા આપીને એના કોષની જીવંતતાની પરિક્ષણ કર્યુ ત્યારે કશું જ ન
અનુભવી શૈલજાને અત્યારે આછી આછી ધ્રુજારીનો તો અનુભવ થતો જ હતો.

ભયથી એ આંખ બંધ કરીને એ પ્રીતિબહેનને વળગી
પડી. જાણે ચારેબાજુથી આ ધડબડાટીમાં, આ કોલાહલમાં એ અટવાઇ ગઈ …

.”.ઓ આ બાજુથી મોટી બસ બેફામ આવી રહી છે અને
મારી વ્હીલચેરને જોરથી હડસેલીને

આગળ નિકળી ગઈ. પાછળ આવતી ગાડીએ ફરી એક્વાર મારી વ્હીલચેરને અડફેટમાં લીધી અને ઓ
મા……….જોરથી ચીસ પાડી ઉઠી શૈલજા…કોઇ બચાવો મને ………..પ્લીઝ મારી ગાડી………..ઓ આ પલટી
ખાઇ ગઈ………..ચીસા ચીસ કરતી શૈલજાને પ્રીતિબહેને હડબડાવી નાખી.

“બેન…શૈલજાબેન… આંખ ખોલો …તમે તમારા જ ઘરમાં
છો. અહીં ક્યાંય કોઇ બસ નથી ,

કોઇ ગાડી નથી, તમને કોઇએ ક્યાંય અડફેટમાં લીધા નથી. આંખ ખોલો અને જુવો તમે ક્યાં

છો? ” પ્રીતિબેનને પણ ખ્યાલ આવી રહ્યો હતો શૈલજાની માનસિક પરિસ્થિતિનો.. આખી
પરસેવે

રેબઝેબ શૈલજાને સંભાળવી એમના માટે ય મુશ્કેલ તો હતી સાથે સાથે આ ધરતીકંપના આંચકા
પણ પચાવવા એમના માટે સહેલ તો નહોતા જ. એટલામાં તો ફરી એક બીજો આંચકો અને શો કેસમાં
મુકેલી વસ્તુઓ ખણખણ કરતી નીચે પડી..

હવે તો નીરજા અને અમૂલ્ય પણ બૂમાબૂમ કરતા બહાર આવી ગયા.મમ્મીને આમ પરસેવે

રેબઝેબ જોઇને એ લોકો વધુ ગભરાયા. નીરજાને તો ખ્યાલ આવી ગયો પરિસ્થિતિનો

પણ અમૂલ્ય માટે આ સમજવુ અઘરૂ હતુ.

” મમ્મી…..નીરજારીતસર વળગી પડી શૈલજાને
પ્રીતિબહેને પણ સમય સમજીને અમૂલ્યને આગળ કરી દીધો.”બેન , આમ જુવો ,સાચવો તમે તમને
અને આ બેઉ છોકરાઓને.”

“ઓહ !હા ઘરમાંકોઇ નથી ,નથી સૌમ્ય કે નથી
મમ્મી-પપ્પા. શ્રીનાથજી દર્શન માટેનો પોતાનો જ તો આગ્રહ હતો .

શૈલજાને એકલીને કે ઘરને શૈલજાના ભરોસે મુકીને
જવાનુ મન પણ કયાં માનતુ હતુ એ લોકોનુ?

અરે સૌમ્યે તો ભરતભાઇ-ભાભીને આગલા દિવસથી અહીં બોલાવી લેવાનુ કહ્યુ હતુ. પણ પોતે જ
ના પાડી હતીને?

“ક્યાં સુધી હું આમ કોઇના ટેકે રહ્યા કરીશ?
મારે મારી પોતની જાત-ભરોસે ઉભા થવુ છે એ આવી રીતે એક્લા રહીને જ શિખાશેને?”

કેવા વટથી એણે સૌમ્યને ભરોસો આપ્યો હતો? અને
હવે જ્યારે બાળકોને એના સધિયારાની

જરૂર છે ત્યારે એ આમ ભાંગી પડે એ કેમ ચાલશે?

“મમ્મી , પપ્પાને ફોન કરુ? ” અમૂલ્યએ પુછ્યુ.

“ના-ના એના કરતા મામા-મામીને ફોન કરીયે.એ જલ્દી
આવી શક્શે.”

નીરજાએ નિર્ણય લીધો અને ફોન કરવા દોડી.

“ડેમ…મમ્મી ફોન જ બંધ છે. લાઇન ડેડ છે. હવે? નીરજા
માંડ માંડ સ્વસ્થ થવા પ્રયત્ન કરતી હતી અને ફરી નવેસરથી નર્વસ થવા માંડી.

“ચિંતા ના કરો. હું છું ને અહીં.” શૈલજાએ દોર
પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો.

“પ્રીતિબહેન સૌથી પહેલા તો આપણે સૌ બહાર
નિકળી જઈએ . બહાર ખુલ્લામાં કદાચ વધુ સલામતી રહેશે. બાકી તો આમ ધડાધડ બધુ પડતુ
રહેશે એમાં તો ક્યાંક કોઇક્ને કથોલુ

વાગી જશે. પણ હા !એક કામ કરો સાથે જલ્દીથી
કઈક ખાવાનુ અને પાણીની બોટલો લઈ લેજો. બંને જણને જરૂર પડશે. અને હા !મારી અત્યારે
લેવાની દવાઓ પણ લેવાનુ ના ભુલતા.

પ્રીતિબહેનને આવી કટોકટીમાં પણ શૈલજાની
હૈયાસુઝ જોઇને આશ્ચ્રર્ય થયુ. પણ એમણે શૈલજાએ

કહ્યુ એમ ફટાફટ થોડુ સમેટીને બાસ્કેટ્માં ભરી લીધુ અને બધા જ ઝડપથી બહાર નિકળી

ગયા. શૈલજાને પ્રીતિબહેને કસીને ખુરશીમાં બાંધી ને બહાર લાવ્યા ને જોયુ તો એમના
જેવા કેટલાય લોકો અને એમાંય ખાસતો બાજુના ફ્લેટવાળા તો ડરના માર્યા પહેલેથી જ બહાર
આવી ગયા હતા.

હવે પરિસ્થિતિની ગંભીરતા વધુ સમજાઇ.માત્ર
એમના જ ઘર કે એરિયામાં જ નહી આખાય અમદાવાદને ભરડા લેતા આ ધરતીકંપના આંચકાએ તો કંઇ
કેટલાય બહુમાળી મકાનો ધરાશાઇ કરી નાખ્યા હતા. રસ્તા પર પસાર થતી એમ્બ્યુલન્સની ,
ફાયર બ્રીગેડ સાયરનોના અવાજથી તો વાતાવરણ વધુ ને વધુ બીહામણું લાગતુ હતુ. ..નીરજા
પણ સખત ડરી ગઇ હતી અને

અમૂલ્ય તો હવે રીતસર ગભરાઇને રડ્વા જ
માંડ્યો.

“કેમ બેટમજી , તમે રૂમ બંધ કરીને એક્દમ લાઉડ
મ્યુઝીક મુકીને તાંડવ કરીને ઘર આખુ ડોલાવો છો ત્યારે અમને કઈ નહી થતુ હોય? હવે
ભગવાન જ્યારે તાંડવ કરી રહ્યા છે ત્યારે આમ કેમ ગભરાઇ ગયા? ” શૈલજાએ અમૂલ્યને હળવો
બનાવવા પ્રયાસ કર્યો.

પ્રીતિબહેન એની આ સ્વસ્થતા જોઇને અચંબામાં
પડી ગયા. ક્યાં આમ થોડીવાર પહેલાની શૈલજા

અને અને ક્યાં અત્યારની કટૉકટીમાં છોકરાઓને હિંમત આપતી મા.આજુબાજુ ભેગા થયેલા
લોકોની ચણભણ પરથી એટલો તો ક્યાસ કાઢી લીધો હતો કે આનાથી

પણ વધારે ખરાબ પરિસ્થિતિ બીજી અનેક જગ્યાએ ઉભી થઈ હતી. એમના એપાર્ટ્મેંટ તો બેઠા
ઘાટના અને ત્રણ માળના તેથી તિરાડો પડી હતી પણ કોઇ ગંભીર અક્સ્માત સર્જાયા નહોતા.

પણ અરે ! ભરતભાઇ –ભાભીનું શુ? એ તો પાર્થ
ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ્માં છઠ્ઠા માળે

રહેતા હતા. એમના વિચારે શૈલજાના હાથ પગ પાણી પાણી થવા માંડ્યા.ઓ ભગવાન! કેમ કરીને
હું એમના સમાચાર મેળવુ? અને સૌમ્ય -મમ્મી પપ્પાનુ શું ?એ લોકો ક્યાં હશે? એમને અહીંની
પરિસ્થિતિની કોઇ જાણ હશે?

શૈલજાથી મનોમન ઇશ્વરને પ્રાર્થના થઈ ગઈ..”
શ્રી જી બાવા ,એ લોકો તો તમારા દર્શને તમારા દરબારમાં આવ્યા છે .એમને હેમખેમ
રાખજો…અને ભાઇ હંમેશા બહેનની રક્ષા કરે આજે હું મારા ભાઇની રક્ષા માટે હાથ જોડુ
છું. પ્રભુ એમને અને ભાભીને ક્ષેમકુશળ રાખજો.” અને તેની આંખોમાંથી ફરી

આંસુ નીકળી પડ્યા…”હે પ્રભુ તમને હાથ પણ કેવી રીતે જોડું? લગભગ કલાક જેવુ બહાર
રહ્યા પછી સ્થિતિ થોડી થાળે પડી એટલે શૈલજા બધાને લઈને ઘરની અંદર પાછા જવુ એવુ
નક્કી કર્યુ. જો કે આ માટે અમૂલ્ય તો કેમે કરીને માનતો નહોતો. એના મનમાંથી ફરી
ફરીને ઘરમાં લાગેલી ધ્રુજારી અને ધડાધડ પડતી ચીજ-વસ્તુનો ખોફ જતો નહોતો.

પણ શૈલજાએ એને વિશ્વાસ બંધાવ્યો કે હવે એને
તો શુ કોઇને ય કશુ જ નહી થાય..મમ્મીની આટલી સ્વસ્થતા જોઇને નીરજાને પણ હિંમત આવી
એણે પણ ભઇલાને સમજાવ્યો.

“પ્રીતિબેન, સૌ પહેલા તો મારા અમૂલ્યને
બોર્નવિટા બનાવી ને આપો એટલે જરા એનામાં

તાકાત આવે” ઘરની અંદર જતા જ શૈલજા જાણે કશું જ બન્યુ ન હોય એમ સ્વસ્થતા

ધારણ કરીને રોજીંદો દોર પોતાના હાથમાં લીધો. ને સાથે ટોસ્ટ બટર પણ ખરા હોં કે !”
થોડિક ચુપકીદી પછી તેબોલી

“નીરજા તું પણ બેટા તારુ દૂધ બનાવીને પી લે
અને અને તો દાદીને પ્રોમીસ આપ્યુ હતુને કે એ લોકો પાછા આવશે એ પહેલા પ્રીતિબેનને
રસોઇમાં મદદ કરીને જમવાનુ તૈયાર રાખીશ . અંદરથી અને અંતરથી સતત ફફડતી શૈલજાએ
બહારથી પુરેપુરી હિંમત રાખીને છોકરાઓનો ડર દૂર કરવા પ્રયત્ન કર્યો.

ટી.વી પર આ હોનારતના સમાચાર સતત ફ્લેશ થવા માંડ્યા
હતા એનાથી.જે દારૂણતા ચારેબાજુ સર્જાઇ હતી નો ક્યાસ આવતો હતો.વસ્ત્રાપુર અને
સેટેલાઈટ રોડ પર સૌથી વધુ હોનારત સર્જાઇ હતી. માનસી ટાવર તો આખે આખુ ધરાશાઇ થયુ
હતુ.મ્રુત્યુનો આંક ક્યાં પહોંચ્યો હશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. બહુમાળી
મકાનોના રહેવાસીઓ તો લગભગ રસ્તા પર જ આવી ગયા અને પાછા જવાની કોઇનામાં હિંમત
સુધ્ધા નહોતી.

શૈલજાએ નીરજાને ટી.વી. જ બંધ કરવાનુ કહી દીધુ
જેથી અમૂલ્યના માનસ પર છાવયેલો

આતંક ઘેરો ન બને. જો કે નીરજા કે અમૂલ્ય મમ્મીને છોડીને જરાય આઘા ખસવા તૈયાર

નહોતા. શૈલજાના માનસ પર પણ ખોફ તો હતો જ હજુ તો માંડ પોતે પગભર થવા પ્રયત્ન કરતી
હતી અને જમીન પગ નીચેથી ખસી જશે કે શું?

“હે ઇશ્વર સૌ સારા વાના કરજે. સૌને કુશળ મંગળ
રાખજે.” અને શૈલજાની પ્રાર્થના

જાણે ઇશ્વરે સાંભળી હોય એમ દરવાજામાં ભરતભાઇ-ભાભી પ્રવેશ્યા. એમના મનમાં

પણ સૌમ્યની ગેરહાજરીમાં શૈલજા અને બાળકોની સતત ચિંતા હતી જ એટલે જેવી પરિસ્થિતિ
સહેજ થાળે પડી એવા તરત જ દોડી આવ્યા.“

હાશ! બધાએ એક્મેક્ને સ્વસ્થ જોઇને હાંશકારો અનુભવ્યો.ભાઇ-ભાભીને
જોઇને શૈલજાના આંખમાં આંસુ ધસી આવ્યા…”ભાઇ, સૌમ્ય અને મમ્મી પપ્પા? એ વધુ આગળ બોલી
જ ન શકી. એને અત્યાર સુધી બાંધી રાખેલી હિંમતની પાળ ઓગળી જતી લાગી.“ ચિંતા ના કર
બહેના એ લોકો નો ફોન મારા પર હતો.. તેઓ પણ આવવામાં જ છે. “

શૈલજાએ મનથી બે હાથ જોડી ઇશ્વરનો પાડ માન્યો.
જે કંઇ અનહોની થઈ એ તો ટાળી શકાય એમ નહોતી પણ આ કટૉકટીમાં એને એનો ખોયેલો
આત્મવિશ્વાસ પાછો મળ્યો હોય એવી સધ્ધરતા અનુભવી રહી.

શૈલજા આચાર્ય (૧૧)
-પ્રભુલાલ ટાટરીયા

બાળપણમાં ટી.વી.પર આવતા ફિલ્મોના ગાયનમાં
નૃત્ય કરતી હિરોઇન ને જોઇને નાની નીરજા તેમની નકલ કરી નૃત્ય કરવાની કોશીશ કરતી.
શૈલજા અને સૌમ્યને તેણીની અંગમૂદ્રામા જોવાની બહુજ મજા પડતી.એક દિવસ શૈલજાને વિચાર
આવ્યો અને તેણીએ ડાન્સીંગ ક્લાસની તપાસ કરીને તેણીને ડાન્સીંગ ક્લાસમાં મુકી
અઠવાડિયા પછી તેણીની ડાન્સીંગ ટીચરે કહ્યું

“નીરજાનું કેચિંગ પાવર સારૂં છે તેણી દરેક
મૂદ્રાઓ જલ્દી ગ્રહણ કરી લે છે.”

“અરે વાહ!…”

“મુળ વસ્તુ એ છે કે તેણીને તેમાં(નૃત્યમાં)
વધારે મઝા આવે છે” ટીચરે કહ્યું

ત્યાર બાદ નીરજા સ્કૂલ ફંકશનમાં ડાન્સીંગ ના
દરેક કાર્યક્રમમાં અવશ્ય ભાગ લેતી અને ઇનામ પણ મળતા તેથી વધુ ઉત્સાહિત થતી.
નવરાત્રી તેનો મોસ્ટ ફેવરેઇટ પ્રોગ્રામ હતો તે માટે તેણી એ કચ્છ અને જામનગરથી
કેટલાય ડ્રેસીસ ખરીદેલા.

આ વખતે અમદાવાદની સ્કૂલો વચ્ચે ડ્રામા કોમ્પીટિશન
થવાનું હતું. નીરજાની સ્કૂલના પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે કોમ્પીટિશન માટે
“રોમિયો-જુલિયેટ” ડ્રામા પસંદ કરેલ.આ નાટકમાં ભાગ લેવા ઇચ્છનારના નામ નોંધાયા હતા
અને બધાને રવિવારે એડિટોરિયમમાં સવારે ૧૦.૦૦ વાગે હાજર રહેવા જણાવાયું
હતું.શૈલજાના આગ્રહથી નીરજાએ પણ નામ નોંધાવ્યું હતું.

પહેલા રોમિયોના પાત્ર માટેની પસંદગી કરવાનું
શરૂ થયું પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર દરેક કલાકારને એક લીટીનો ડાયલોગ આપતા તે કેવી
રીતે બોલે છે તેના પર તેઓ માર્ક આપતા હતા આખર નીરવની પસંદગી રોમિયો તરીકે કરવામાં
આવી. ત્યાર બાદ જુલિયેટ માટેની પસંદગી શરૂ થઇ તેના માટે પણ પ્રોફેસર ઘનશ્યામ
ભટનાગરે પસંદ થયેલ રોમિયોને ઊભો રાખી જુલિયેટને બોલવાનો એક લીટીનો ડાયલોગ આપતા
હતા.

ટેસ્ટ માટે આવેલ વન-થર્ડ જેટલી છોકરીઓનો ટર્ન
આવી ગયો હતો આપણા નીરજાબેન રવિવાર હોતા સુવાના મુડમાં હતા એટલે આજના દિવસની
અગત્યતા ભુલી ગયા હતા પણ એકાએક ૯.૩૦ કલાકે આંખ ખુલી અને પલંગના સામેની દિવાલ પર
મોટા અક્ષરે લખેલ“રોમિયો-જુલિયેટ” પર નજર પડતાં સફાળી જાગીને ઘડિયાળમાં જોયું અને
બબડી “ઓહ! ગોડ…આઇ એમ લેઇટ….”કરતીક બાથરૂમમાં ઘુસી ગઇ.જલ્દી કપડા કાઢી શાવર નીચે જ
ઊભા રહી તેણીએ બ્રસ કર્યુ અને જલ્દી અંગ કોરૂં કરવા ફૂલસ્પીડમાં ફેન રાખી તેણી
જલ્દીથી ટેલકમ છાંટ્યું અને કપડા પહેરી મેક-અપ કરી બહાર આવી અને પોતાની લાલ સ્કુટી
સ્કુલ તરફ મારી મુકી.

નીરજા જ્યારે સ્કુલ પહોંચી ત્યારે જુલિયેટ
માટે અર્ધીથી વધારે છોકરીઓના ટેસ્ટ લેવાઇ ગયા હતા.તેણી જ્યારે એડિટોરિયમમાં પહોંચી
અને બીજી છોકરીઓ બેઠી હતી ત્યાં બેસવા જતી હતી ત્યારે તેણીની આસપાસની છોકરીઓ
તેણીને અજબ રીતે જોતી હોય તેમ નીરજાને લાગ્યું.નીરજાએ નજર ફેરવી તો કોઇની આંખમાં હવે
રહી રહી ને આવી?
યા લેઇટ લતીફ અથવા મોટી હિરોઇન ન જોઇ હોય તો
એવા ભાવ વરતાયા…ત્યાં તો નીરજાના સહેજ વાંકળિયા ભુરા વાળ અને વાદળ વગરના સ્વચ્છ
આકાશ જેવી નીલ વરણી આંખો જોતા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરની બુમ સંભળાઇ

“હે!! યુ કમ હીયર….” નીરજા સાથે બેઠેલી બધી
એક બીજાના સામે જોવા લાગી કે પ્રોફેસર સાહેબ કોને બોલાવે છે એટલે કોઇ ઊભુ ન થયું
ત્યાં પ્રોફેસર ઘનશ્યામે ફરી કહ્યું “હે!! યુ બેબી વિથ બ્લેક જીન્સ કમ હીયર….કમ ઓન
કમ ઓન…”

“મી….”છાતી પર હાથ રાખી ને નીરજાએ પુછ્યું
ત્યારે નીરજાને લાગ્યું કે તેણીનું હ્ર્દય એક ધબકારો ચુકી ગયું

“યા…યા…યુ…કમ ઓન”

નીરજા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર પાસે ગઇ તો
તેણીને ઊભી રાખીને પ્રોફેસરે તેણીના ફરતે એક રાઉન્ડ માર્યો અને પુછ્યું

“તારું નામ શું ?”

“નીરજા સૌમ્ય આચાર્ય”

“તો મેડમ આચાર્ય તમારે જુલિયેટ્નું પાત્ર
ભજવવાનું છે”

“થેન્ક-યુ સર”

“મી.મયુર પાસેથી નાટકની સ્ક્રીપ્ટની કોપી લઇ
લેજો અને જુલીયેટ્ના ડાયલોગ્સ યાદ કરવાનું શરૂ કરી દો પરમ દિવસથી રોજ સાંજે ૫.૦૦થી૭.૦૦
પ્રેકટીસ શરૂ થશે યાદ રાખજો ડોન્ટ બી લેઇટ લાઇક ટુ-ડે” સાંભળી નીરજા શરમાઇ

“સોરી સર…..”

“ઇટ્‍સ ઓકે”

મી.મયુર પાસેથી સ્ક્રીપ્ટ લઇને તેણી બહાર આવી
અને સ્કૂટી પર બેઠી ત્યારે તેણીને લાગ્યું કે તેણી જુલિયેટ છે અને સાતમા આસમાનમાં
ઉડી રહી છે.અચાનક તેણીને શૈલજાની યાદ આવી ગઇ મમ્મી આજે સાથે હોત તો મને જરૂર
શાબાશી આપત અને મારા મન પસંદ પર્લરમાંથી મને મોટો કપ આઇસક્રીમ ખવડાવત. નીરજા જયારે
ઘરમાં દાખલ થઇ ત્યારે શૈલજા સુપ પી રહી હતી નીરજા તેણી પાસે ગઇ અને ગાલ સાથે ગાલ
અડાડી વ્હાલથી કહ્યું-

“ગુડ મોર્નિન્ગ મોમ..”

“અલી! સવારના પહોરમાં તારી પાછળ કોઇ માતેલું
સાંઢ પડ્યું હોય તેમ ક્યાં ભાગી હતી?”

“કેમ? ડ્રામામાં ભાગ લેવા માટે નામ
નોંધાવવાનું તેં જ તો કહેલું તેનું સિલેક્શન હતું અને મારી પસંદગી જુલિયેટ તરિકે
થઇ છે.”

“મને ખાત્રી હતી એટલે તો તને કહ્યું હતું”

“થેન્ક્યુ મોમ” કહી ફરી ગાલ સાથે ગાલ અડાડ્યા
અને પોતાના રૂમમાં જતી રહી. ડ્રેસિન્ગ ટેબલના આદમ કદ આયનામાં તેણીએ ફરી ફરીને
પોતાને જોયું.આમ તો આપણે એક જ બાજુ આપણને જોઇ શકાય તો…..અચાનક તેણીના મગજમાં
ઝબકારો થયો અને તેણી દોડતીક ઘરની બહાર નીકળી પાછળ શૈલજાની “નીરજા….નીરજા…ક્યાં જાય
છે બુમ સંભળાઇ. તેણી ઘરની નજીક આવેલ અલંકાર રેડીમેઇડ ગારમેન્સમાં દાખલ થઈ.

થોડીવાર અહીં ત્યાં ફરી બે ચાર ડ્રેસીસના ભાવ
પુછ્યા જે કલર ન હતા તેની માંગણી કરી પછી એક ડ્રેસ લઇને ટ્રાયલ રૂમમાં ગઇ પેલા
ડ્રેસને જમીન પર જ રાખી તેણી ટ્રાયલ રૂમમાં બધી દિવાલો પર જડેલા આયનાઓમાં ફરી ફરી
ને પોતાની જાતને જોતી રહી પછી પોતાને જ પુછ્યું “અલી! નિરજુડી તારામાં એવું તે શું
છે કે ફટ દેતાંને જુલિયેટ માટે પસંદ કરી લેવાઇ”

“મેડમ નીરજા ધ ગ્રેટ…”જાણે કોઇ આયનાનો એક
પડછાયો બોલ્યો

નીરજાએ બહાર આવી સાથે લઇ ગયેલ ડ્રેસ કાઉન્ટર
પર આપ્યોને કહ્યું “મને આ લાઇટબ્લુ સાથે યલ્લોના બદલે પિંકનું કોમ્બીનેશન જોઇએ છે
જો મળી જશે તો ઠીક છે

નહીંતર હું આ લઇ જઇશ કાલ સુધી સાઇડમાં રાખશો પ્લિઝ”

“ઓહ! સ્યોર..”

“થેન્ક્યુ…..”કહી શોપમાંથી બહાર આવીને મરકીને
કહ્યું ભલે ને રાહ જોય કરે પછી તેણીને એકાએક ખ્યાલ આવ્યો કે ઘેર જઇશ તો મમ્મી પરૅડ
લેશે તે માટે સાથે મમ્મીની મન પસંદ આઇસ્ક્રીમ લઇ ગઇ.“અલી! નીરજુડી શેની દોડાદોડ
કરેછે…?”તેણી દાખલ થઇ તો શૈલજાએ પુછ્યું

“તારી પસંદગીનો આઇસક્રીમ લેવા ગઇ હતી લેટ્‍સ
સેલિબ્રેટ”આઇસ્ક્રીમ નો બોક્સ બતાવતા કહ્યું “ભઇ શેનું સેલીબ્રેશન ચાલે છે મને પણ
કંઇ ખબર પડે??’ સૌમ્યે પુછ્યું

“નીરજા ડ્રામા કોમ્પીટીશનમાં જુલિયેટનું
પાત્ર ભજવવા સિલેકટ થઇ છે” ધીરજબહેને આઇસક્રીમ માટે કપ અને આઇસક્રીમનું બોક્સ
લાવતા કહ્યું “ઓહો!! તો તો સેલિબ્રેશન થવું જ જોઇએ તો હું પિઝાનો ઓર્ડર આપુ છું”

પીઝા આવે ત્યાં સુધીનાં સમયમાં તેણે તેના
કોમ્પ્યુટર માં સર્ફીંગ શરુ કર્યુ અને તેની ગમતી સાઇટ ઉપર આવેલ નવી પોસ્ટ ઉપર
ધ્યાન ગયુ..

આજ તો મને સોળમું બેઠું –
યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…

આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે ઊછળે રે લોલ;

મોજાં એનાં આઠમા આભે પૂગે રે લોલ !

ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !

આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં ફૂટતું રે લોલ;

કોણ મારામાં ફૂલ જેવું કૈં ચૂંટતું રે લોલ !

મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !

આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા મારતા જાગે;

ધબકારાયે મેઘની માફક આજ તો વાગે !

ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?

આજ તો મને સોળમું બેઠું…

યોગેશ જોષીનું આ કાવ્ય તેને ના સમજાયુ…
ચૌદમું તો જાણે તેને પણ બેસી ગયુ હતુ…પણ બે વર્ષ પછી આ શું થશે તેને તે કલ્પના રથે
ચઢતી હતી ત્યાં સૌમ્ય પીઝા લઈને આવી ગયો..પેટમાં તેને દુઃખવાનું ચાલુ થયું..પીઝા
ખાઇ તે રૂમ માં જઇને સુઇ ગઈ ત્યારે શૈલજાએ બુમ મારીને કહ્યુ…”નીરજુ બેટા તારી આજની
પાર્ટી તો જલદી પતી ગઇને?”

” હા..મમ્મી મને ઓચીંતુ પેટમાં દુઃખવા લાગ્યુ તેથી…”

” ભલે થોડી વાર સુઇ જા…દુઃખાવો દવા લઇ લે એટલે બેસી જશે…”

” કઇ દવા લઉ?”

“એનાલ્જીન લઇ લે..”

ત્યાં ધીરજ બહેને શૈલજાનાં કાનમાં કહ્યું -” અલી તેને ગરમ પાણીની કોથળી આપ…કદાચે
એને..”

એટલે શૈલજા બોલી “બેટા! ગોળી ન લેતી ચિત્રા બહેન તને ગરમ પાણી ની કોથળી આપે તેનો
સંભાળી ને શેક કર તને સારુ લાગશે…”

” ભલે મમ્મી!”

અરધો કલાક રહીને જ્યારે નીરજા બાથરૂમમાંથી આવી ત્યારે એકદમ મુંઝાયેલી બહાર આવી.
“મમ્મી મને આ શું થાય છે…”

” કેમ? શું થયુ?”

“મા મને પેશાબની સાથે ઘણું બધુ લોહી પડ્યું?”

શૈલજા સ્થિર આંખોથી નીરજાને જોઇ રહી..તેને પહેલાતો ચિંતા થઇ પછી હસતા હસતા બોલી
“બેટા તું તો મોટી થઇ..”

” મમ્મી જરા સમજાય તેવું બોલને?”

” ચિંતાના કર બેટા. આ તો તુ મોટી થતી જાય છે તેનો પુરાવો છે.. તુ પૂખ્ત થઇ રહી
છે.. હવે થોડોક સમય એટલેકે બે કે ત્રણ દિવસ આવું થશે અને પછી બધુ ઠીક થઇ જશે..”

“મમ્મી બે ત્રણ દિવસ?”

“હા બેટા”

“પણ મારા નાટકની પ્રેક્ટીસનું શું થશે?”

” ચિત્રા બહેન… આ નીરજુડી ટાઇમ મા બેઠી તેને સમજાવો અને ..”

” મમ્મી!. ઢંઢેરો ના પીટને…મને મારા” ગુગલ”માં સર્ચ કરીશ એટલે બધુ સમજાઇ જશે..”

મા દીકરીની વાતો ચાલતી હતી ને ધીરજ બાએ આવીને હેતાળવા સ્મિત સાથે કહ્યું “નીરજા
હવે તું મોટી થઇ..એટલે તું અને તારી મમ્મી બે બેનપણીઓ થઇ..તારામાં અને તારી મમ્મી
વચ્ચે કોઇ જ ફેર ના રહ્યો…તને સમજાય કે ના સમજાય…પણ હવે બહુ સમજી વિચારીને
ચાલવાનું..ખાસ તો થોડોક સમય છોકરાઓ થી આઘા રહેવાનું… સમજી?”

” બા મને સાદા સીધા શબ્દોમાં સમજાવોને કે મને શું થાય છે?”

” તારુ શરીર હવે યૌવન માર્ગે આગળ વધે છે.. આ સમય તને ઘણું બધું જુદું જુદું લાગશે
પણ ચિંતા ન કરીશ. અમે બધા આ સમયમાં થી પસાર થયા છે…હવે વિશ્વાસ નો અને શરીરનાં
અંગોમાં ઉભાર આવશે…વિશ્વાસને જાળવજે અને અંગોનાં ઉભારને છુપાવજે..” બાની બે લીટીની
વાત સાંભળતા શૈલજા અને ચિત્રા દંગ રહી ગયા.”

નીરજાને કશું ના સમજાયુ..પણ પેટનો દુઃખાવો
થોડો ઓછો થયો હતો તેથી રુમમાં જઇ લેપટોપ ખોલ્યું ચિત્રા બહેને પાછળ આવી તેને શબ્દ
લખી આપ્યો “મેન્સિસ” અને નીરજા બહેનને સમજાઇ ગયું કે બચપણ હવે તેને અલવિદા કહી
રહ્યું હતુ અને યુવાની પાંખો ફફડાવી રહી હતી…પેલું કાવ્ય એણે ફરી થી વાંચ્યુ… આજ
તો મને સોળમું બેઠું…આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

અને એક અને એક બે જેવો તાળો એને મળી ગયો…

૦-૦

નીરજાએ ડ્રામાની સ્ક્રીપ્ટ વાંચતા પહેલા ગુગલ
પર સર્ચ કરી રોમિયો અને જુલિયેટ્ની વાર્તા વાંચી

લીધી અને તેના પર બનેલ અંગ્રેજી મુવી પણ જોઇ લીધી.

બે દિવસ પછી રિહર્સલ શરૂ થઇ શરૂઆતમાં તો
પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર કલાકારોને

સામ સામે ઊભા રાખીને ડાયલોગ્સ વાંચીને બોલાવતા હતાં.તેઓ દરેક વખતે કહેતા એક બીજાના

ડાયલોગ્સના છેલ્લા શબ્દ યાદ રાખો જેથી તમારે ક્યારે ને શું બોલવાનું છે એ સરળ થશે.
નીરજા પોતાની રૂમના દરવાજા બંધ કરી ડાયલોગ્સ ગોખ્યા કરતી હતી પણ બોલતી વખતે શબ્દો
આગળ પાછળ થતા અથવા ખવાઇ જતાં

એક અઠવાડિયા પછી સ્ક્રીપ્ટમાં જોયા વગર ડાયલોગ્સ બોલવાનું કહ્યું તેમાં નીરજા ભુલી
જતી તો નર્વસ થઇ જતી પણ પ્રોફેસર તેણીને સારૂં પ્રોત્સાહન પુરૂં પાડતા હતા.એક દિવસ
નીરજા સ્ક્રીપ્ટ્ની ફોટો કોપી કરાવી આવી અને પોતાની સામે ના કલાકારોના ડાયલોગ્સ
હાઇલાઇટ કરી નાખ્યા પછી શૈલજા પાસે આવીને કહ્યું

“મમ્મી મારે તારા જેવું કામ છે જે તું
વ્હીલચેરમાં બેસીને પણ કરી શકે” કહી તેણીની વ્હીલચેર પોતાની રૂમમાં લઇ ગઇ.શૈલજાને
સમજાયું નહીં કે નીરજા શું કરવા માગે છે પણ દીકરીના સ્વભાવથી પરિચિત તેણી કશું
બોલી નહી.

“જો મમ્મી એકલા એકલા પ્રેકટીસ કરવાની મજા નથી
આવતી આમાં હાઇ લાઇટ કરેલા ડાયલોગ્સ તારે બોલવાના છે જુલિયેટના હું બોલીશ
ઓ.કે.”નીરજાએ સ્ક્રીપ્ટ આપતાં શૈલજાને કહ્યું

“વાહ!…આતો સારો ટાઇમ પાસ છે તારૂં કામ થસે
અને મને પણ ચેઇન્જ મળશે…કમ ઓન મેડમ જુલિયેટ લેટ્‍સ સ્ટાર્ટ.….”

એક અઠવાડિયા પછી ડાયલોગ્સ ઉપર સારી પકડ જોઇને પ્રોફેસરે એકશન સાથે રિહર્સલ શરૂ
કરાવી.રોમિયો બનેલ નીરવ જયારે તેણીના હાથ પકડી આંખોમાં આંખો પરોવીને ડાયલોગ્સ
બોલતો હતો ત્યારે નીરજાની આંખોમાં જ જોયા કર્યું અને પોતાના ડાયલોગ્સ ભુલી ગયો.આજ
દ્રષ્ય પ્રોફેસરે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે નીરવ નર્વસ થઇ ગયો. નીરજા ઘેર
આવી ત્યારે ફ્રેશ થઇને શૈલજાને પોતાના રૂમમાં લઇ ગઇ આ રોજનું હતું એટલે શૈલજાએ કોઇ
પ્રશ્ન ન કર્યો.

“મમ્મી આજે ખબર છે શું થયું?”નીરજાએ કહ્યું

“શું થયું..?”

“રોમિયો બનેલ નીરવ મારો હાથ પકડીને મારી આંખોમાં જોતા ડાયલોગ્સ ભુલી ગયો. પ્રોફેસર
સાહેબે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે ત્રીજી વખતે ઓકે થયું”

“તારી આંખોની કીકી બ્લુ કલરની છે એ જોવામાં જ ભુલી ગયો હશે તારા જેવી બ્લુ કલરની
કીકી રેર હોય અને તે પણ નજીકથી જોતાં આમ થયું હશે ચાલ રિહર્સલ શરૂ કરીએ”

બે દિવસ પછી ડાન્સનો દ્ર્ષ્ય હતો તેમાં નીરવે નીરજાની કમરમાં હાથ ભેરવીને નાચવાનું
હતું નીરવે જ્યારે નીરજાની કમર ફરતો હાથ નાખી પોતાના તરફ ખેંચી ત્યારે નીરજાને એક
અજબ રોમાંચ થઇ ગયો ડાન્સ દરમ્યાન એક મીઠી મુજવણ પણ થતી હતી અને તે ગમતું પણ હતું
પ્રોફેસર ભટ્ટ્નાગરે તેણીને પુછ્યું

“શું થયું નીરજા..?”

“મને ચક્કર આવે છે” પોતાનો બચાવ કરતા નીરજાએ કહ્યું

“વાંધો નહી આજે અહીં જ પુરૂં કરીએ….પેક-અપ…”

ઘેર આવીને નીરજા પોતાના રૂમમાં ભરાઇ ગઇ ન કોઇ સાથે વાત ન ચીત. શૈલજા ત્યારે ઉંઘતી
હતી એટલે તેણીને કોઇ અણસાર ન આવ્યો.ધીરજબહેનથી આ વાત છાની ન રહી તેથી પોપકોર્નનું
એક બાઉલ લઇને નીરજાની રૂમમાં ગયા. સારૂં હતું કે, બારણાં ખુલ્લા જ હતા.નીરજા
ખોળામાં ઓશિકું મુકી પલંગ પર શુન્યમનસ્ક બેઠી હતી. ધીરજબહેન રૂમમાં આવીને નીરજાના
માથા પર હાથ ફેરવતાં પોપકોર્નનું બાઉલ આપતા પુછ્યું

“બેટા! નીર્જુ ક્યાં ખોવાઇ ગઇ..?”

“કયાં પણ નહીં આ નાટકની રિહર્સલમાં થાકી જવાય છે”

પોપકોર્નનું બાઉલ લઇ હસ્તા તેણીએ કહ્યું પણ તેમાં રહેલું બોદા પણું ધીરજબહેન પારખી
ગયા પણ વધુ વાત ન કરી.થોડીવારે શૈલજા જાગી ગઇ અને પહેલો સવાલ કર્યો “નીરજા આવી
ગઇ…?”

“હા.. તમને પેશાબ પાણી કરાવું..?”ચિત્રાએ પુછ્યું

“……..”શૈલજાએ માથું હલાવી હા પડી.એમાંથી પરવાર્યા બાદ ચિત્રાએ તેણીને વ્હીલચેરમાં
બેસાડી.તો તેણી સીધી નીરજાના રૂમ તરફ જતી હતી ત્યારે ધીરજબહેને તેણીના કાનમાં
નીરજાની વાત કરી. શૈલજા નીરજા પાસે ગઇ ત્યારે તેણી એમ જ ઓશિકું ખોળામાં રાખીને
બેઠી હતી. પોપકોર્નનું બાઉલ જેમનું તેમ જ હતું તેમાંથી ખવાયા હોય તેવું લાગતું ન
હતું.

“શું થયું નીરજુ…??”

“ઓહ! મમ્મી તું જાગી ગઇ ચાલ આજે લોનમાં તને ફેરવી આવું લે આ પોપકોર્ન પકડ આપણે
લોનમાં ખાઇશું”નીરજાએ વ્હીલચેર ધકેલતા કહ્યું.

“તારા ડ્રામાનું રિહર્સલ…”

“નથી કરવુ…”

“કેમ…?”

“હવે હું જાઉ છું ત્યાં પણ રિહર્સલ જ થતી હોય છે ને બોર થઇ જવાય છે”

“તારી મરજી…”શૈલજાએ વધુ ફોર્સ ન કર્યો

બીજા દિવસે એ જ ડાન્સનો દ્ર્ષ્ય હતું આજે પણ
કાલ જેવો જ અનુભવ થયો. બીજા સ્ટેપમાં તેણીની છાતી નીરવ છાતી સાથે ઘસાઇ અને નીરવના
હાથ પર તેણીને કમર રાખીને નીચે જમીન તરફ જુકવાનું હતું અને જ્યારે તે પાછી ઊભી થઇ
ત્યારે તેણીને નીરવની આંખમાં અજબ તોફાન દેખાયું. અન્ય સ્ટેપ્સ બતાવવા ડાન્સ
ડાયરેક્ટર આવ્યા ન્હોતા તેથી પેક-અપ થઇ ગયું

આજે પણ નીરજા કોઇ સાથે વાત કર્યા વગર પોતાની
રૂમમાં ભરાઇ ત્યારે શૈલજા તેણીની પાછળ જ વ્હીલચેરમાં ગઇ અને પુછ્યું

“નીરજુ બેટા! શી મુઝવણમાં છો…? કાલે પણ મુંજાયેલી લાગતી હતી વાત શી છે?”

“………..”

નીરજા પોતાની મા સામે કહું કે ના કહું એવી અવઢવ સાથે જોયું. શૈલજા પોતાની વ્હીલચેર
ફેરવાવી અને ચીત્રા બેન ને ઇશારાથી કહ્યું તમે જાવ! અને જતા જતા રૂમનાં બારણા બંધ
કરજો.રૂમના બારણા બંધ થયા પછી આવી ને કહ્યું

“હાં…..હવે બોલ દીકરા શું થયું છે?? અહીં તારા મારા સિવાય કોઇ નથી બોલી નાખ તો મન
હળવું થાય”

નીરજા પોતાના પલંગ પરથી નીચે આવીને શૈલજાના ખોળામાં માથું રાખીને રડી પડી અને પછી
તેણીએ પોતાને ગઇકાલે અને આજે થયેલ અનુભવની વાત કરી. અને બોલી મમ્મી પહેલી વખત તો
નીરવનો સ્પર્શ મને ગમ્યો પણ ઘરે આવ્યા પછી મને મારી જાત ઉપર બહુ ધીક્કર છુટ્યો..”

“દીકરી તારૂં કુંવારૂં શરીર આવા અનુભવોથી પરિચિત નથી એટલે એવું થાય આને વિજાતીય
આકર્ષણ કહેવાય. આવા અનુભવ એ એક લપસણી ભુમિકાનું પહેલું સોપાન છે”

“એટલે?”

“આ ક્ષણિક આનંદને વારંવાર માણવાના અભરખામાં કોઇ યુવતી અટવાઇ જાય તો તેના માઠા
પરિણામ આવે”

“માઠા પરિણામ…”

“આવા ક્ષણિક આનંદ માટે યુવક અને યુવતિ એકાંત શોધતા થઇ જાય પછી એકાંતમાં શું શું
થાય એતો આપણી બોલિવુડની ફિલ્મો સમજાવે જ છે”

“હં……”

“એટલે ડાન્સ વખતે અનાયસ રોમાંચ થાય એ જુદી વાત છે પણ……

“રોમન્ચ મેળવવા ડાન્સ ન કરાય….”નીરજાએ વાક્ય પુરૂં કરતા કહ્યું

“યા ધેટ્‍સ ઇટ…”

આખરે કોમ્પીટિશનનો દિવસ આવી પહોચ્યો.જ્યારે
ડ્રામા સ્ટેજ થયો ત્યારે નીરવે ડ્રામાની આડસમાં નીરજાના અંગ ઉપાંગ સાથે આછી છેડતી
કરી જેથી ધુધંવાયેલી નીરજા પોતાના ડાયલોગ્સ ખરે વખતે ભુલી ગઇ.ઓડીયન્સમાં હો…હો..થઇ
ગઇ અને નંબર વન ડ્રામા ત્રીજા નંબરે આવ્યો.પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે નીરજાને ઠપકો
આપ્યો તેથી વિફરેલી નીરજાએ ડ્રામાના કલાકારોના ગ્રુપની વચ્ચે પોતાનું સેન્ડલ
ઉતારીને નીરવને ફટકાર્યું

“યુ…રાસ્કલ મને તું શું બેવકુફ સમજે છે….?”

“શું થયું…..?”પ્રોફેસરે પુછ્યું

“આ લંપટને પુછો ડ્રામાની આડસમાં તેણે કેવા
અડપલા કર્યા…? અને પગ પછાડતી નીરજા જુલીયેટના ડ્રેસમાં જ પોતાની સ્કુટી પર ઘર તરફ
રવાના થઇ ગઇ. ડ્રામા જોવા આવેલ ઘરના સભ્યોને નેપથ્યમાં શું થયું તેની ખબર ન્હોતી.

પણ શૈલજા પોતાના પંગુપણાને લીધે ઝઝુમતી નીરજાનાં એકાકી પણાથી વ્યથિત તો હતી જ…

શૈલજા આચાર્ય (૧૨) -પ્રભુલાલ ટાટરીયા

સૌમ્યની ફઇના પૌત્ર હર્ષલની જાન હિંમતનગર
પાસે આવેલ કણઝટ ગામે જવાની હતી,લગ્નમાં સામેલ થવા સૌ અમદાવાદથી આવ્યા હતા એટલે
જાનમાં તો જવાનું જ હતું.લગ્ન સમા સુતરા ઉકલી ગયા તેમના રિવાજ મુજબ તેમની
કુળદેવીના સ્થાનકથી કન્યા વિદાય થવાની હતી ત્યારે સૌમ્ય અને શૈલજા નાની બે વરસની
નીરજા સાથે મંદિરમાં દર્શન માટે ગયેલા.ત્યાં ધૂપ આરતી થઇ અને એકાએક તે મંદિરની
પુજારણ ઓચિંતી ધુણવા માંડી ત્યારે ચાર તરફથી ઘણી ખમ્મા,ખમ્મા મારી મા એવા હાકોટા
થવા મંડ્યા ત્યાં સુધીમાં તો બે ડાકલિયા ક્યાંકથી ડાક સાથે ફૂટી નીકળ્યા અને ડાક
વગાડતા બીરદાવળી ગાવા લાગ્યા.

સૌમ્યને શૈલજાએ આ શું છે એમ પ્રશ્નાર્થ દ્રષ્ટીથી જોયું તો બાજુમાં ઉભેલી એક
વ્યક્તિ એ ખુલાસો કર્યો કે,પુજારણ ભુઇ છે અને તેના અંગમાં મેલડી માતાજી આવે છે.
લોકો પોતાની સમસ્યા પુછે છે અને તેનો સાચો રસ્તો આ ભુઇ દેખાડે છે વગેરે વગેરે.

શૈલજા થોડક કૌતુક સાથે ત્યાં ગઇ અને તમાશો જોતી હતી ત્યાં ભુઇ ઉછળી અને તેનું
નાળીયેર શૈલજાની કમરે અડીને જતુ રહ્યું. જાણે કંઇ બન્યુ નથી તેમ શૈલજા તો પાછી જતી
હતી ત્યાં ભુઇ બોલી મેલડી માને ચાંદલો કર. શૈલજા કંઇ એ બધામાં માનતી નહોંતી તેથી
તે તો મો ફેરવીને ચાલવા માંડી..અને પાછળથી ફરી અવાજ આવ્યો..તુ મેલડી માનો પરચો
જોવા માંગે છે?

તેને અવગણતી તે આગળ વધી રહી હતી ત્યાં પેલું નાળીયેર જે તેની કમરને અડીને ગયું
હતું તે એકદમ સળગી ઉઠ્યુ…શૈલજા કહે ફોસ્ફરસ ભર્યો હશે તેથી તે નાળીયેર સળગ્યુ. ભુઇ
હવે ભુરાટીને બોલી તેં માનું અપમાન કર્યુ છે આજ્થી ૧૨ દિવસે ૧૨ મહિને કે ૧૨વરસે
તને માનો પરચો મળશે…અને તેની અસર ૧૨ મહીના રહેશે.

પીછો છોડાવવા તે પાછી વળી ભુઈને પગે લાગી કહે..બેન મને મેલડી માનું કે તારું
કોઇનું અપમાન નથી કરવું. હું તો તમાશો જોવા આવી હતી.. અને આવું તો ઘણાં કરે છે.
સૌમ્ય અને શૈલજા વધુ સાંભળવાને બદલે ચાલ્યા ગયા. પ્રસંગ નાનો હતો અને ભુલાઇ પણ
ગયો…

૦-૦

લગ્નની જાન સાથે સૌ પાછા આવ્યા અને બે દિવસની
મહેમાનગતિ માણી પાછા અમદાવાદ આવી ગયા. બે વરસ બાદ અમુલ્યનો જન્મ થયો નીરજાને મન તો
એક જાતનું રમકડું જ હતું.અમુલ્યના આવ્યા બાદ શૈલજા સાહજીક અમુલ્ય માટે વધુ સમય
ફાળવે પણ નીરજાના બાળ માનસમાં અમુલ્ય એટલે તેણીની એકલીની જાગીર શૈલજામાં ભાગ
પડવનાર લાગતો હતો. નીરજા ઘણી વખત જીદ કરતી કે,મમ્મી તું ભાઇને જમીન પર સુવડાવને
મને પારણામાં જુલાવ અથવા ઘણી વખત તેણી કહેતી ભાઇને જમીન પર મુકી મને તારા ખોળામાં
સુવડાવ.

ઘણી વખત તેણી ખાલી પારણું જોઇ તેમાં બેસી પગની ઠેસથી પારણું જુલાવી પારણામાં સુઇ
ને પોતાને જ હાલરણા ગાતી ત્યારે શૈલજાને એ જોતાં અલ્પ રમુજ થતી પણ નીરજાની અણસમજ
અને લાલસા જોઇને મન અત્યંત વ્યથિત થઇ જતું આખર તો મા નું હ્રદય છે એટલે શૈલજા ઘણી
વખત અમુલ્યને પલંગ ઉપર સુવડાવીને નીરજાને પારણામાં સુવડાવી હિંચોડતી અને આ સુખદ
અનુભવ પામ્યા બાદ નીરજા તરત જ પારણામાં ઉંધી જતી.

આ સમયગાળો એટલે શૈલજાનો કસોટી કાળ હતો.નીરજા જીદ કરતી ત્યારે શૈલજા સમજાવતી જો
દીકરી તું ભાઇ જેવડી હતી ત્યારે તું આ જ પારણામાં સુતી હતી હવે તું મોટી થઇ ગઇ હવે
ભાઇ નાનો છે તો તેનો પારણામાં સુવાનો વારો છે. લગભગ તો આવી દલીલોથી નીરજા માની જતી
પણ ક્યારેક જીદ ઉપર આવી જતી ત્યારે શૈલજા તેણીને એમ કહીને કે જો થોડી વાર જ
ઝુલાવીશ હં…કે એવી શરતથી જીદ પુરી કરતી.

અમુલ્ય બેસતા શિખ્યો અને જ્યારે ટીવી પર કોઇ મ્યુજીક જોર શોર થી વાગતું હોય તો
બેઠે બેઠે જોરથી માથું ધુણાવતો એક દિવસ આમ જ માથું ધુણાવતો હતો તો નીરજાએ કહ્યું
જો મમ્મી અમુલ્યમાં મેલડી માતાજી આવ્યા અને બધા હસી પડયા. અમુલ્ય ભીંતો પકડીને
ચાલતા શિખ્યો ત્યાર બા્દ વગર આધારે ચાલતા શિખવાડવા જ્યારે શૈલજા તેને ઊભો કરતી તો
તે એક પગ અધ્ધર કરી લેતો.

એક દિવસ શૈલજાની કોલેજકાળની સખી અને બાળરોગ નિષ્ણાત ડૉ.વિદ્યા તેણીને મુંબઇ
એરપોર્ટ પર મળી ગઇ નીરજાતો સૌમ્ય પાસે હતી પણ નાનો અમુલ્ય તેણીની સાથે હતો તેને
જોઇને ડૉ.વિદ્યાએ કહ્યું અલી! તારો સન તો બિમાર છે.શૈલજા વિચારમાં પડી ગઇ કે
દેખાવે તંદુરસ્ત લાગતો અમુલ્ય ને બિમાર?? ડૉ.વિદ્યાએ પુછ્યું શું વિચાર કરે છે?? એ
જને કે તંદુરસ્ત જણાતો તારો સન બિમાર શી રીતે હોઇ શકે? પણ તેની બોડીમાં કેલ્શિયમની
ઉણપ છે.હું તને સીરપ લખી આપુ છું પીવડાવજે અને પછી જોજે મજા અને ખરેખર એક અઠવાડિયા
બાદ શૈલજાએ જોયું કે ભીંત પકડી ઊભા થયા બાદ સ્વબળે ચાલવાનો પ્રયાસ અમુલ્ય કરવા
લાગ્યો અને જો તેને બગલમાંથી પક્ડ્યો હોય તો કુદાકુદ કરવા લાગ્યો અને ઘણી વખત તે
એક પગ જમીન પર પછાડીને નાચતો ત્યારેજ સૌમ્યે તેનું નામ માઇકલ જેકશન જુનિયર
પાડેલું.

બીજા જન્મદિવસે સૌમ્યે તેને પ્રેજન્ટમાં રમકડાની ગીટાર આપેલી તેનો પટ્ટો ગળામાં
ભેરવીને એ નાચતો તેમાં શૈલજા એક દિવસ ટીવીની ચેનલ્સ ફેરવતી હતી ત્યારે કોઇ મ્યુઝીક
ચેનલ પર અમુલ્યે માઇકલ જેકશનને નાચતો જોયો અને બસ ભાઇને માઇકલ જેકશનનો ચસ્કો લાગી
ગયો. તેમાં અમુક સંજોગો વસાત બાળમોવાળા ઉતરાવેલ નહી તેથી તેના લાંબા અને વાંકડિયા
લટુડિયા તે આયના સામે જોઇને ઉછાળતા નાચતો ત્યારે શૈલજા ખુબ ખુશ થઇને તેડીને બચીઓ
ભરતી તે અમુલ્યને બહુજ ગમતું. સાતમા જન્મદિવસે શૈલજાએ અમુલ્યને સાચી ગીટાર
પ્રે્ઝન્ટ આપેલી અને સૌમ્યે તેના માટે ગીટાર ટ્યુશનની વ્યવસ્થા કરેલી આ બાજુ નીરજા
ક્લાસીકલ નૃત્ય શીખતી હતી સાંજે ટ્યુશન કલાસમાંથી આવ્યા બાદ બન્ને પ્રેકટીસની જરૂર
પડતી

આમ તો બન્નેશ ભાઇ બહેન એક જ રૂમમાં રહેતા હતા ડબલ ડેકર પલંગમાં ઉપર અમુલ્ય અને
નીચે નીરજા સુતી હતી પણ જ્યારથી અમુલ્યને ગીટાર મળી અને ગીટારનું ટ્યુશન શરૂ થયું
ત્યારથી મુશ્કેલી શરૂ થઇ ટીવી પર જ્યારે માઇકલ જેકશનના ગીતો આવતા ત્યારે તે ફુલ
વોલ્યુમમાં વગાડતો અને તેના સામે વાંદરવેડા કરતાં અમુલ્યથી નીરજા કંટાળી ગઇ
કારણકે,તેણીને ક્લાસીકલ નૃત્ય કરવા માટે જોઇતું એકાંત ન્હોતું મળતું

તાલ એવો થયો કે એક મ્યાનમાં બે તલવાર ન જ રહે એક તરફ વેસ્ટર્ન મ્યુજીક અને બીજી
તરફ ભારતીય સંગીત આખરે શૈલજાએ બન્નેેના રૂમ અલગ કરી નાખ્યા તેમાં અમુલ્યના દસમા
જન્મદિવસે સૌમ્યે તેને સી.ડી.પ્લેઅર લઇ આપેલું ત્યારથી અમુલ્ય પોતાના રૂમના દરવાજા
બંધ કરી જુનીયર માઇકલ જેકશન બનવાનો પ્રયાસ કરતો હતો.બજારમાં નવી સીડી આવી નથી કે
અમુલ્ય ખરીદી માટે પહોંચ્યો નથી.

અમુલ્યનું મિત્રવર્તુળ બહુજ મોટું હતું કોઇનો પણ બર્થ-ડે હોય અમુલ્યને આમંત્રણ તો
હોય જ નહીંતર બર્થ-ડે પાર્ટી અધુરી જ ગણાય અમુલ્યના ગાયેલા માઇકલ જેકશનના ગીત ઉપર
સૌમાં મેલડી માતા આવ્યા હોય તેમ ડીસ્કો ડાન્સ થતાં અને આ જોઇને અમુલ્યને અનન્ય
પોરસ ચડતો.

શૈલજાને અકસ્માત થયો તે પહેલા શૈલજા અમુલ્યના રૂમમાં બેસતી અને તેને ગીટાર વગાડી
સંભળાવવા કહેતી.ગીટાર પર સારૂ એવું પ્રભુત્વ ધરાવતો આ સંગીતકાર તેની મમ્મીને ખુશ
કરવા મન્ના્ડે અને મુકેશ રફીના ગીતો પણ સંભળાવતો પણ તેની પ્રથમ ચોઇસ માઇકલ જેકશન
સાંભળવો ફરજીયાત હતો.

ગયા વર્ષે અમદાવાદની બધી શાળાઓ વચ્ચે લીટલસ્ટાર કોમ્પીટીશનમાં અમુલ્ય પહેલું ઇનામ
જીત્યો ત્યારે શૈલજાએ તેના ખાસ ખાસ મિત્રોને બોલાવીને પીત્ઝા અને બર્ગરની લહેર
કરાવેલી અને ત્યાર બાદ સૌની ચોઇસની આઇસક્રીમ ખવડાવીને ખુશ કરેલા અને પોતાના
મિત્રોને ખુશ જોઇને એ કેટલો એક્સાઇટ થઇ ગયેલો એ રાત્રે અમુલ્યે મન ભરીને માઇકલ
જેકશનના ગીતો ગાયા.

શૈલજા અમુલ્યને પ્રોત્સાહન આપવા જેકીના ગીતો સાંભળતી એટલે રામ ભક્ત હનુમાનની જેમ એ
સદા શૈલજાના કહ્યા કામ કરી આપવા તૈયાર રહેતો એટલે જ ઘણી વખત નીરજા પોતાની ધુનકીમાં
હોય અને શૈલજાને ગણકારતી નહીં ત્યારે અમુલ્ય કહેતો મમ્મી તેં મને કેમ ન કહ્યું હું
કરી આપત ત્યારે શૈલજા તેના પર ઓવારી જતી પણ અકસ્માત થયા બાદ શૈલજાનું વારંવાર
બુમાબુમ કરવી નર્સને ન ગણકારવું, નીરજાને તોછડાઇથી વળચકા ભરવા અને સૌમ્યના ગુસ્સા
ભરેલા અવાજે બોલાતા શબ્દોથી ઘરના બદલાયેલા વાતાવરણથી અમુલ્ય કઇક ગભરાયેલો કંઇક
મુઝાયેલો રહેતો હતો કે પોતાની આટલી બધી પ્રેમાળ મમ્મી આમ કેમ કરે છે?

શાંતિભાઇ પૌત્રની સમસ્યા સમજતા હતા એટલે તેમણે અમુલ્યને સંભાળવાની

જવાબદારી સ્વિકારી લીધી હતી.તેઓ અમુલ્યને પ્રોત્સાહિત કરવા તેના રૂમમાં માઇકલ
જેકશનના ગીતો સાંભળવા બેસતા ખરા પણ બીજા કે ત્રીજા ગીતે કંટાળીને રૂમની બહાર નીકળી
જતા.

શૈલજાને રીહેબમાંથી લાવ્યા બાદ નર્સ ચિત્રાની સારવાર અને ડૉકટરની આપેલ સુચનાઓ મુજબ
ઘરમાં થઇ રહેલા ફેરફાર અમુલ્ય જોયા કરતો હતો અને ન સમજાય ત્યાં દાદા કે દાદીને
પુછતો હતો.

ઘરમાંથી ઉંબરા નીકળી ગયા જાજમ નીકળી ગઇ એટલે અમુલ્ય ગેલમાં આવી ગયો અને પોતાના
રોલર સ્કેટિન્ગ શોધી કાઢ્યા અને એ પહેરીને ઘરમાં ફરવાની તેને મજા પડી ગઇ હવે એ
રોલર સ્કેટિન્ગ પહેરીને જ માઇકલ જેકશનના ગીતો ગાતો અને ગોળ ગોળ ફરતો.શૈલજા માટે તો
આ મનોરંજન જ હતું.

આ વર્ષે પણ અમદાવાદની સ્કૂલો વચ્ચે લિટલ સ્ટાર કોમ્પિટીશન થવાનું હતું તેમાં
અમુલ્યના ગ્રુપે તેને સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું ભાગ લેવા ઇચ્છનારના નામ
નોંધાતા હતા ત્યાં અમુલ્યે પણ નામ નોંધાવ્યું અને બધાને રવિવારે એડિટોરિયમમાં
સવારે ૧૦.૦૦ વાગે હાજર રહેવા જણાવાયું હતું.રવિવારે થનારા સિલેકશન માટે સૌમ્ય
અમુલ્યને લઇ ગયો અને તેને એડિટોરિયમ પર મુકીને પોતે ઓફિસના કામે નીકળી ગયેલો.

સિલેક્ટ થયેલા સ્પર્ધકના લિસ્ટમાં અમુલ્યનું પણ નામ હતું તે જાણીને ખુબજ અમુલ્ય
એક્સાઇટ થઇ ગયો હતો.સૌમ્ય તો જ્યારે લેવા આવ્યો ત્યારે અમુલ્ય એકલો જ એડિટોરિયમ
પગથિયે બેઠો હતો.લિસ્ટમાં પોતાનું નામ સાંભળીને જે એકસાઇટમેન્ટ થયેલું તે ક્યારનું
તળકો લાગતાં ઝાકળ ઉડી જાય તેમ ઉડી ગયું હતું. અમુલ્યને આજે શૈલજાની ગેરહાજરી બહુ જ
સાલતી હતી.પોતાનું નામ લિસ્ટમાં છે એ જાણી તેણી તેને કેટલો વહાલ કરત.

સૌમ્ય સાથે ગાડીમાં બેઠા બાદ સૌમ્યે કેવો રહ્યો ટેસ્ટ પુછ્યું ત્યારે અમુલ્યે
વરસાદ વગરના સુકા પાટ જેવો જવાબ આપ્યો હું સિલેક્ટ થઇ ગયો.ઘેર આવીને બધાને સૌમ્યે
કહ્યું કે માઇકલ જેકશન સિલેકટ થયો છે ત્યારે બધા ખુશ થઇ ગયા.પરવશ શૈલજાના આંખ
છલકાઇ.આંખના ઇશારે તેણીએ અમુલ્યને પાસે બોલાવ્યો અમુલ્યે પોતાના ગાલ શૈલજાના ગાલ
સાથે ઘસી પોતાનો ઉમળકો વ્યક્ત કર્યો.

દરરોજ એડિટોરિયમમાં પ્રેકટીસ માટેનો સમય ગાળો પુરો થયો અને એ દિવસ આવી પહોંચ્યો
જેનો સૌને ઇંતજાર હતો.સ્પર્ધા શરૂ થઇ અને એક પછી એક બાળ કલાકાર પોતાની પ્રતિભા
દાખવવા આવતા ગયા.નેપથ્યમાંથી અમુલ્ય સૌમ્ય આચાર્યનું નામ બોલાયું ત્યારે પહેલી
હરોળમાં બેઠેલા શાતિભાઇ ધીરજબેન,ભરતભાઇ અને ઇન્દુબેન સાબદા થઇ ગયા.અમુલ્ય પોતાની
મસ્તીમાં ગાઇ રહ્યો હતો એકાએક તેણે ઓડિયન્સ તરફ જોયું અને તેની નજર પોતાને વ્હાલ
કરતી મમ્મીને શોધી રહી તેમાં તે બે ત્રણ નોટ્સ ભુલી ગયો (પળવાર ભુલી ગયો કે મારી
મા પથારીવસ છે) અને ઓડિયન્સમાં હો..હો.. થઇ ગયું.

શાંતિભાઇ અમુલ્યની મનોસ્થિતી પામી ગયા એટલે તેઓ તરત જ નેપથ્યમાં અમુલ્યને મળ્યા
અને તેને સાંત્વન આપવા પોતાની બાથમાં લીધો અને ઓડિયન્સમાં ખાલી રાખેલ ખુરશીમાં
બેસાડ્યો.કાર્યક્રમ પુરો થયો અને પહેલે નંબર આવનાર માઇકલ જેકશન જુનિયર ત્રીજા
નંબરે આવ્યો.અમુલ્ય ઇનામ લેવા રોકાયા વગર ખુરશી પરથી ઉભો થઇને પાર્કિન્ગ લોટમાં
જતો રહ્યો.

ઘેર જવા જ્યારે બધા ગાડીમાં ગોઠવાયા અને સૌમ્યે ગાડી સ્ટાર્ટ કરી તો પરાણાવ્યા પછી
વળાવેલ કન્યાની ગાડીનું પૈડું સિંચવા શ્રીફળ મુકાય અને ગાડી સ્ટાર્ટ થતાં જેવો
અવાઝ આવે કંઇક એવો જ અવાઝ સૌમ્યની ગાડી સ્ટાર્ટ થતાં આવ્યો એટલે સૌમ્યે ગાડી નીચે
શું આવ્યું એ જોવા ગાડી ઊભી રાખી અને શું થયું શું થયું કરતાં અમુલ્ય સિવાય બધા
બહાર આવ્યા અને કચડાયેલી અમુલ્યની ગીટાર જોઇ સૌ આભા બની ગયા.

૦-૦

“સૌમ્ય!”

“હં”

“તને યાદ છે આપણે પેલે ગામડે કોઇ ભુઇની હડફટે ચઢ્યા હતા?”

“ ના મને તો એવું કંઇ યાદ નથી.” સૌમ્યે માથુ હલાવ્યુ.

“મને યાદ છે તે ભુઈ બોલી હતી કે ૧૨ દિવસ ,૧૨ મહીના કે ૧૨ વરસે મને મેલડી માનો પરચો
મળશે”

“ શૈલજા આ એક્વીસમી સદીમાં તુ વિજ્ઞાન ભણેલી છોકરી આ ક્યાં અંધ શ્રધ્ધાની વાત કરે
છે? મને કહ્યુ તે ભલે પણ નીરજાને ના કહીશ એતો હસશે અને ભલુ હશે તો ગુગલ પર ભુઇને
શોધવા મથશે.”

“ના સૌમ્ય શાંતિથી વિચારીશ તો_ જો. તે સાચી પડી બરાબર ૧૨ વર્ષે આ ઉપાધી આવી અને તે
પણ કમરની જ..”

“ભલા ભાઇ એતો કાગનું બેસવુ અને ડાળનું પડવું.. બાકી એ વાતમાં કંઇ માલ નહીં” પણ એમ
કંઈ વાતનો છાલ છોડે તે શૈલજા નહી એટલે તેણે હર્ષલને ફોન કર્યો.. સંજોગોવશાત
હર્ષલની વહુ જ મળી એણે શૈલજાની તબિયતની ખબર પુછી અને પુછ્યુ “કંઈ કામ છે તો
હર્ષલને ફોન કરાવુ…”

“ના કામ તો મને તારુંજ છે.. કણઝટમાં જે ભુઇ પુજારણ હતી તે છે હવે?”

“કેમ?”

“બસ એમજ..”

“હા છેને! અહીં સીવીલ હોસ્પીટલમાં તેમન પતિ નંદુ પુજારીને દાખલ કરેલા છે તેથી તો
અહીં જ છે.”

“મારું એક કામ કરીશ?”

“ હા કાકી કહોને?” તેણે વિવેક કર્યો..

“એમને ઘરે લૈ આવીશ બેન?”

“ભલે”

૦-૦

સૌમ્ય તો હસી હસીને બેવડ થઇ ગયો જ્યારે શૈલજાએ કહ્યું કે ભુઈ પુજારણ ને બોલાવી છે
ત્યારે…

ભરતભાઇ આ તમાશો જોતા હતા અને હર્ષલનો ફોન આવ્યો..”ભુઇ પુજારણ ત્યાં આવવાને રાજી
નથી પણ તેણે કહ્યું છે કે માતાનો શ્રાપ ૧૨ મહિને ઉતરી જશે,,, જ્યારે તબિયત સારી થઇ
જાય ત્યારે મેલડી માનાં દર્શને કણઝટ આવજો.”

હવે ચમકવાનો વારો સૌમ્યનો હતો..

શૈલજાની
આંખમાં આવેલો ચમ્કારો ભરતભાઇ એ જોયો..શૈલજા કેલેંડર જોતી હતી… અને ગણગણી મેલડી મા
મને માફ કરો..અને તમારી કૃપા વરસાવો..ભરતભાઇ જોઇ રહ્યા હતા હવે ૩ મહિના જ બાકી
રહ્યા…હકારાત્મક વાતાવરણ કોળી ઉઠ્યુ જાણે ૬ મહીના ગર્ભ ધારેલ પ્રસુતાને નવ મહિના
પછી માતૃત્વ મળવાનુ ના હોય….

શૈલજા આચાર્ય (૧૪)
–વિજય શાહ

જર્મનીથી
પાછા ફર્યા પછી સાજા થવાની સૌથી વધારે ઉતાવળ શૈલજાને હતી અને ડોક્ટર શેવડેને આ
બાબતની ચિંતા અંદરથી ખાયે જતી હતી ..શરીરમાં દાખલ કરેલા સ્ટેમ સેલ તે એક પ્રકારનું
મેળવણ હતું તેનો અને શૈલજાનાં શરીરનો યોગ્ય સ્વિકાર માટે ચોક્કસ સમય લાગવાનો હતો
જેમ દુધમાં મોળવણ નાખ્યા પછી ૨૪ કલાક નિયત તાપમાને તેને છંછેડ્યા વિના મુકી રાખવુ
પડે તેમ…

શૈલજાને આજ
વાત ભરતભાઇ સમજાવી રહ્યા હતા પણ શૈલજા ભરતભાઇ મને ખંજવાળ આવે છે કહીને જાતે શરીરને
એક યા બીજા પ્રકારે કસતી રહેતી. ડો શેવડે નીયત વીઝીટે આવ્યા ત્યારે તો શૈલજા જાણે
ઉત્સાહ્થી છટ પટી રહી હતી..” ડોક્ટર મને સારુ તો ઘણું લાગે છે પણ મારી
કલ્પનામુજબ હું ફરી ચાલતી ક્યારે થઈશ?”

ડો શેવડે
બોલ્યા ” જુઓ શૈલજા બહેન..બાળક નવ મહીને જન્મે તે કૂશળ હોય તેમ જ આ સ્ટેમ સેલ
તમારા શરીરની મજ્જાઓનું બંધારણ કરે છે. તેને તેનો સમય આપો નહીંતો ક્યાંક કશુ કાચુ
રહી જશે તો પાછી ઉપાધી થશે.”

શૈલજા જરાક
ચમકી.. અને બોલી” પણ જર્મની ના ડોક્ટરો તો તેમ બોલ્યા હતાને કે મને સારુ થઈ
ગયુ છે.”

“હા
તારૂં ઓપરેશન સફળ થયુછે અને અમને જે પોષ્ટ ઓપેરેટીવ માહિતી આપીછે તે મુજબ શરીરમાં
આવતી ખંજવાળ અને ઝણઝણાટી સમયથી વહેલી છે જે ચિંતાનો વિષય છે જેને આભાસિ ચિન્હો
pseudo signals કહેવાય. પેશન્ટ તરીકે તું આશા અને નિરાશા વચ્ચે ઝુલે તે યોગ્ય
નથી.”

” પણ
ડોક્ટર સાહેબ મારે દોડવું છે…મારા અમુલ્યને ગળે લગાડવો છે… નીરજુડીને વહાલ
કરવુ છે…”

” હા એ
બધુ થશે પણ અકુદરતી કોઇ જ પ્રયત્ન ન કરશો… જેમ ગર્ભાવસ્થામાં જાત સંભાળો તેમ
અત્રે પણ ચિત્રા બેન કહે તેમ જ કરજો…”

“પણ…પેલા
એપ્લેજીયા ગ્રુપ વાળા તો કહે છે મનથી સાબૂત રહી મથ્યા કરો..”

“હા..
તેઓ મનથી મજબુત રહેવાનું કહે છે પણ તેઓમાંથી કોઇને સ્ટેમ સેલ પ્લાંટ નથી કર્યા
મતલબકે તમે તે સૌ કરતા અગળ છો અને તેથી જ નિરિક્ષણ હેઠળ છો.”

” હા
પણ ડોક્ટર કહે તેમ અને તેમના નિરિક્ષણ હેઠળ”

“શૈલજા
કહે તેમ તેને ગગને ઉડવા ન દેશો ચિત્રા બહેન! મને આ બધા ચિન્હો એમ સુચવે છે કે
સ્ટેમ સેલ હજી શરીરનો ભાગ બન્યા નથી…રાત્રે તે પુરી ઉંઘ લે છે?”

ચિત્રા બોલી
” હા ડોક્ટર સાહેબ..પણ ક્યારેક અધરાત્રે ઉઠી જાય તેવુ બને છે.”

“તેમની
સાંજની ગોળી બમણી કરો અને સવારે પણ એક ગોળી આપો.”

શૈલજા ડો
શેવડેનો કરડાકી ભર્યો અવાજ સાંભળીને ડરી ગઈ

ચિત્રા કહે
“સાહેબ બહેન દિવસે તો પ્રફુલ્લ અને સારા મૂડમાં હોયછે” બહાર જતા ડોક્ટર
સાથે વાત કરતા કરતા બોલ્યા..

ડો શેવડે નો
પ્રતિભાવ સાંભળવા શૈલજા એ બહુ પ્રયત્ન કર્યો પણ..તે સાંભળી ન શકી.

બહાર
નીકળીને ડો શેવડે બોલ્યા ચિત્રા બહેન તમારે ડોઝમાં કંઇ વધારો ઘટાડો નથી કરવાનો..પણ
તેને નવી આશાઓ અને અપેક્ષાઓથી થતા ઉત્તેજનોથી રોકવાની છે. શરીર તેનું કામ કરે છે
પણ આ અતિ ઉત્સાહ તેને નવા ધબડકા ના કરે તે જરુરી છે. ભરતભાઇ ડો શેવડેને સાંભળી
રહ્યા હતા તે વાતને સમજી રહ્યા હતા. પણ સૌમ્યને આ કડકાઇ ન ગમી.

અંદર જતા
શૈલજાએ સૌમ્યને પુછ્યુ ડોક્ટર શું કહેતા હતા ત્યારે ભરતભાઇએ વાતને ટાળી પણ સૌમ્ય
બોલ્યો..ડોક્ટરછે અને તે કહે તે માનવુ જોઇએ પણ મને તેમની તારી સાથેની કડકાઇ ન ગમી.

શૈલજા કહે “હા,
હવે મેલડી માના શ્રાપ હટવાની તૈયારી થઇ રહી છે,,, હું તો દિવસો ગણું છું.”

ભરતભાઇ
બોલ્યા “શૈલુ એક વાત સમજ. શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે બહુ બારિક ભેદ છે અને તે
તને સમજાવું. આપણુ મગજ જે વાતોથી શાંતી અનુભવે તે વાતોને આપણે મનથી અનુમતિ આપીયે
છે..અને તે આપણ ને યાદ રહી જાય છે. કેટલીક વખત તે વાત ઉપર આપણે મોટો મદાર બાંધીયે
છે અને મનથી તેમજ થશે તેવી પ્રબળતમ ઇચ્છાઓ થવા માંડે.ત્યારે તેમા વહેવારીકતા લુપ્ત
થાય અને તે પછી અંધશ્રધ્ધા બને છે.”

શૈલજા કહે “
પણ ભાઇ! મારી વાતમાં આ શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા ક્યાં આવી?”

ભરતભાઇ
બોલ્યા “તેં મેલડી માતાનો તને શ્રાપ લાગ્યો તે વાત માની લીધી અને હવે તે એક વરસમાં
જતો રહેશે વાળી વાતને સ્વિકારી અને હકારાત્મક અભિગમ પકડ્યો તે સારુ થયું પણ તને
સ્ટેમ સેલ માવજત મળી છે તે વાતને પણ ધ્યાનમાં રાખ. બંને વાતો તુ જે તારો મુક્તિ
દિવસ ગણે છે તે દિવસે શક્ય ના પણ બને તેથી વહેવારીકતા ચુકીશ ના. તને જે અનુભવો થાય
છે તે આભાસી છે તેમ ડોક્ટર કહે છે. મતલબ કે થોડીક ધીર બન..અને ધારવાનું છોડી દે..”

શૈલજા થોડીક
સહેમી ગઇ અને બોલી “એટલે હું સાજી ના પણ થઉં તેવું બને?”

ઇન્દુભાભી
બોલ્યા “ ના બેટા એમનુ કહેવું એવું છે કે ઉત્સાહમાં રહે અતિઉત્સાહમાં ના આવ.”

સૌમ્ય કહે “
શૈલુ! અને એનો ક્યાંય મતલબ એવો નથી કે તુ સાજી નહી થાય ..પણ તારીખો બાંધી્ને ન
બેસ.. તારુ શરીર હજી તારા સ્ટેમ સેલને સ્વિકારે અને તે મજ્જા બાંધવાનું શરુ કરે તે
પહેલા પરિણામ ના વિચારી લેવાય.”

ચિત્રાબહેન
ની સામે જોતા શૈલજા બોલી “ તમે શું કહો છો ચિત્રા બહેન?”

ચિત્રાબહેન
“ આ વિષય જ ખોટો ચર્ચાય છે. શૈલજા બેન તમે તો એક કઠપુતલી છો. દોરી વિધાતાને હાથ છે
આપણે આપણાથી થાય તે બધું કરી રહ્યાં છીએ.

શૈલજા “ મને
આજે એક જ ગીત ગાવાનું મન થાય છે..ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જિંદગી હૈ
ક્યા એક કટી પતંગ હૈ…”

ભરતભાઇ થોડા
મોટા અવાજે બોલ્યા..”શૈલુ..કડવી દવા તો મા પાય તેમ તેં પુછ્યુ એટલે તને હું જે
સમજ્યો તે કહ્યું… પગ જમીન ઉપર રાખવા તે ડહાપણ નું કામ છે..મનને આકાશમાં ઉડવા
દેવાનું પણ પગ ધરતીને જડેલા રાખવા તે વહેવારની રીત છે.”

શૈલજાને રડવુ
આવતુ હતુ. લગ્ન પહેલા જે સૌમ્યને મળવાની ઉત્કૃષ્ટ ઇચ્છાઓ થતી તેવી જ ઇચ્છાઓ તેને
ક્યારે ચાલતી થઉની થવા માંડી હતી. અને ભરત્ભાઇ તે વખતે પણ આવું જ રોકતા અને ટોકતા
તે તેને ન ગમતુ.

થોડાક સમય
પછી ઇંદુભાભીને તેણે કહ્યું “પેલા એપ્લેજીયા ગ્રુપનાં પૂર્ણિમાબેન ગાંધી ને ફોન
લગાડોને.. મારે વાત કરવી છે.” ઇંદુભાભીએ ફોન લગાડતા પહેલા તાકીદ કરી કે તેમની વાતો
સાંભળ્યા પછી બીજા કાન નો ઉપયોગ કરજે એટલે કે તારો અને એમનો કેસ જુદો છે..ડોક્ટરી
સારવાર જુદી છે અને એ બેઠા અમેરિકામાં અને આપણે અહીં અમદાવાદમાં.”

શૈલજાએ મુક
સંમતિ આપી અને ઇંદુભાભીએ ફોન લગાડ્યો..પણ મેસેજ આવ્યો.શૈલજાએ સંદેશો મુક્યો “
પૂર્ણિમાબેન તમે આવો ત્યારે મને ફોન કરજો.”

ઘડીયાળમાં
સેકંડો ખુબ જ ધીમી ગતિએ જતી હતી..પણ શૈલજાનું મન ઉદ્વિગ્નતા અનુભવતું હતું. ષું
એવુ ય થઇ શકે કે હું કદીયે સાજી ન થઉં? આ પરવશતા સાથે મારે અને સૌને આખી જિંદગી
જીવવુ પડે? નકારાત્મક વિચારો તેના મનમાં ઘર કરી રહ્યા હતા. કાલે ઉઠી નિર્જુનાં
લગ્ન થશે તો શું હું તેનું કન્યાદાન નહીં કરી શકું? કદાચ મારી આ પરવશતાથી થાકી
જઇને સૌમ્ય બીજે ક્યાંક કોઇક્ની સાથેતો..?મારો અમુલ્ય સ્કુલોમાં ખોટા મિત્રો સાથે
ડ્રગ કે શરાબની લતે તો નહીં ચઢી જાયને?નકારાત્મક વિચારોનું કીડીયારુ પેલા ભારત ચીન
નાં યુધ્ધમાં જેમ એક્ને મારો ત્યાં દસ દેખા દે તેમ ઉભરાવા માંડ્યુ…

ત્યાં ફોન
ની ઘંટડી વાગી. પૂર્ણિમાબેન ફોન ઉપર હતા

“ શૈલજા બેન
કંઇ કામ હતુ?’

શૈલજા થી
ડુસકુ ભરાઇ ગયુ…થોડીક ક્ષણો એમ જ પસાર થઈ અને શૈલજા બોલી …પૂર્ણિમા બહેન તમે કહો
છો તેમ હકારાત્મક વાતોથી થોડીક આશાઓ બંધાયેલી હતી પણ આજે કોણ જાણે કેમ એમ લાગે છે
કે મારી આ સજા તો તમારી જેમજ દસ બાર વર્ષ લંબાઇ જશે તો?”

ચિત્રાબેન
શૈલજાની આ વાત સાંભળતા હતા અને ચિંતીત જણાતા હતા.

પૂર્ણિમાબેન
બોલ્યા” શૈલજાબેન આવું વિચારશો અને ઉપરથી પ્રભુનો રથ ફરતો હશે તો ચોક્કસ તથાસ્તુ
કહીને તમારી ચિંતા સત્ય કરશે…મારી વાત કહું તો મને જ્યારે આ પરવશતા ડંખે છે ત્યારે
ઘણી વખત કાનાજી સાથે હું લઢી છું પણ મારા મનને તેથી વધુ વ્યથા જ મળી છે.કારણ ખબર
છે?”

શૈલજા કહે
“ના.”

પૂર્ણિમાબહેને
કહ્યુ “ કાનાજીને જેટલી વધુ ફરિયાદો કરી તેટલી વ્યથાઓ વધુને વધુ આવતી ગઇ. એક વખત
તો હું ત્યાં સુધી લઢી કે કાનાજી તમે જ આ વ્યથા મને આપી છે અને તમેજ મને આમાથી
બહાર કાઢી શકો તેમ છો. ત્યારે મને કાનાજીએ કહ્યું કે તારી વાત ખોટી છે..તારા માઠા
કર્મોનાં પરિણામ તું ભોગવે છે તે ભોગવાઇ જશે એટલે તુ મથુરા મારી પાસે આવજે. મારા
સ્વપ્નોમાં આજે પણ કાનાજીને પુછુ છું કે ક્યારે શમશે આ બધી વ્યથાઓ અને એ હ્રદયંગમ
હાસ્ય હસતો જ રહે છે. આજે તો હવે એ હાસ્યને જોઇ રહું છું..જ્યારે તેનો હુકમ થશે
ત્યારે જઇશ.”

ફોનનું મીટર
ચઢતુ હતુ તેથી વધુ લાંબી વાત તો ના થઇ પણ એના મને એક વધું ગતકડું પકડી લીધું અને એ
પૂર્ણિમાબેન તો અમેરિકા બેઠા છે તેથી તેઓ જલ્દી આવી ના શકે પણ હુંતો મેલડી મા જઇ
શકુ છું ને? અમદાવાદ થી કણઝટ બે કલાક્નો રસ્તો છે.તેના ઉદ્વિગ્ન મનને થોડીક રાહત
થઇ.

ચિત્રાબહેને
આ સમાચાર ડો શેવડેને આપ્યા ત્યારે તેમણે શૈલજાને ઘેન નું ઇન્જેક્શન આપી સુવડાવી
દેવાનું જણાવ્યુ.. કારણ કે નકારાત્મક અભિગમ પણ સ્ટેમસેલને નિષ્ક્રિયતા બક્ષી શકે
છે.

ઇન્જેક્ષનની
અસર થઇ ત્યારે ઘડીયાળ એની ગતિમાં આવી ગઇ હતી કારણ કે જેટ વિમાનની ઝડપે ભાગતુ
શૈલજાનું મન શાંત થઇ ગયું હતું તેના સ્વપ્નમાં તે પુર્ણિમાબેન ને સાંભળતી હતી…અને
સમજતી હતી કે જ્યાં સુધી પ્રભુને સંપૂર્ણ અર્પણ નો ભાવ ના આવે ત્યાં સુધી કસોટીઓ
તો થયાજ કરવાની..પણ તેની પાસે એવો સમય ક્યાં હતો..

૦-૦

ઇંજેક્ષનની
અસરમાંથી જ્યારે શૈલજા બહાર આવી ત્યારે એક અઠવાડીયુ વીતી ગયુ હતુ ગ્લુકોઝ ઉપર તેનો
સમય વીતતો હતો અને સ્ટેમ શેલનો સંક્રમણ સમય ( Incubation Periode) પતી ગયો હતો.
હવે સમય હતો જ્યાં તેણે મજ્જાતંતુઓની સક્રીયતાઓને અનુભવવાની અને દવાઓની અસરો
વર્ણવવાની…

ડો શેવડે
અને ડો મ્યુલરની વીડીયો કોન્ફરન્સ શૈલજાનાં હલન ચલન ને જોતી હતી..શૈલજાનો ચહેરો તો
વ્યવસ્થીત હતો પણ જેમ જેમ તે ઘેનમાંથી બહાર આવતી હતી તેમ તેના ચહેરા ઉપર વ્યથાઓ
દેખાતી હતી. સૌમ્ય તેની બાજુમાં બેઠો હતો અને શૈલજાનો હાથ પંપાળી રહ્યો હતો. શૈલજા
કેમેરા હેઠળ હતિ તે વાતની તેને ખબર નહોંતી.બાકી સૌ જાણતા હતાકે આજે તે નિરિક્ષણમાં
છે એના ભાનમાં આવવાના સમયે તેના ચહેરા ઉપર દર્દ હતુ. ડો શેવડે અને ડો મ્યુલર આ
બાબતને સારી નહોંતા ગણતા પણ ચિત્રા બેને પહેલો પ્રશ્ન શૈલજાને પુછ્યો ‘બેન તમને
દર્દ થાય  છે ? ત્યારે શૈલજા હજી ઉંઘમાં
જણાઇ પણ તેણે નકારમાં માથુ હલાવ્યુ…

”તો આ
ઉંહકારા કેમ ભરો છો?”

“ આ તો બહું
ઉંઘ્યા પછી શરીરમાં સ્ફુર્તિ લાવવાનો પ્રયત્ન છે.”

“ સારુ જુઓ
હાલમાં તમે ડો શેવડેની હોસ્પીટલમાં છો..અને હમણા ડોક્ટર સાહેબ તમને તપાસવા આવશે”

“ભલે..મારા
કપડા તો સરખા છે ને?”

“ હા બહેન..
તમને કશુંક ખાવું છે?”

ડોક્ટરસાહેબ તપાસી લે પછી ચાલે?”

સૌમ્ય
બોલ્યો..”તને ભુખ લાગી છે?”

શૈલજાએ માથુ
હલાવીને હા પાડી પછી કહે “ પણ ડોક્ટર સાહેબ આવી જશે તો?”

ચિત્રા કહે
“બહેન તમે ભુખ્યા હોતો પહેલા થોડોક લીંબુનો રસ પીલો…”

ઉપર
કેમેરાની લાઇટ લાલ હતી તેથી તેના શરીરનાં દરેક્ભાગોની હલન ચલન દેખાય તેવા
ચિત્રાનાં પ્રયત્નો સૌમ્ય જોઇ શક્યો..પણ શૈલજાને થોડુંક અતાડુ લાગ્યુ..ચિત્રા વાતો
કરતી રહી.

ડો શેવડે એ
કહ્યું હતું તેમ ચહેરા ઉપર પાણી છાંટી આંખની પાપણની હલચલ જોઇ. ચહેરો સ્વસ્થ કર્યો
ત્યાં ડો શેવડે આવ્યા.. નાનકડું માઇક હતુ અને ડો. મ્યુલર સાથે જર્મન ભાષામાં વાતો
કરતા હતા. નાનકડી લાકડાની હથોડી જુદા જુદા સાંધાપર હલવેથી મારતા અને તેની અસર
જોતા. ડો મયુલરે તેને ફેરવી કમર્નાં મનકા તપાસવાનું કહ્યું..ચિત્રાએ શૈલજાને ધીમે
રહી ફેરવી…કમર ઉપર કાળા ચકામા જોઇ શૈલજાને પુછ્યુ..કશુ થાય છે? ઝણઝણાટી કે બળતરા
હું જ્યાં હાથ મુકુ છું ત્યાં?

અપેક્ષિત
જવાબ તો એ હતો કે ના પણ શૈલજા બોલી મને થોડીક લાય બળે તેવું થયાં કરે છે. આ જવાબ
સાંભળી ડો શેવડે જર્મનમાં બોલ્યા અને ડો મ્યુલરે તેમને તે ભાગ વધુ ખુલ્લો કરવા
કહ્યુ..એ સાતમો મણકો હતો. ડો મ્યુલર સ્પષ્ટ પણે માનતા હતા કે આ ધારણા છે અને
કાલ્પનીક ઉતાવળ છે પણ વધુ ચોક્કસાઈ કરવા તે બોલ્યા હથોડીમાં સેલ નાખો અને હલકો
કરંટ આપો પણ શૈલજાને પુ્છશો નહીં. ડો શેવડે એ બેટરીનો કરંટ આપ્યો.. એક વખત .. બે
વખત.. ત્રણ વખત..પણ કોઇજ અસર કે પરાવર્તી ક્રિયા થઇ નહીં કોઇક રસાયણ લગાડી ફરી એ
ક્રિયા કરી અને હથોડી દુર કરી તે જગ્યાથી થોડે દુર હાથ ફરીથી તે જગ્યાએ મુકી
ચિત્રાબેને પુછ્યુ શૈલજા કશુ અનુભવાય છે?

શૈલજા માથુ
હલાવીને હા કહે છે..પણ પરિણામ તો જાહેર હતું મજ્જા તંતુ વિકસ્યા નહોંતા..ડો શેવડે
અંદર જતા રહ્યા અને ડોક્ટર મ્યુલર સાથે જર્મનીમાં વાતો કરતા રહ્યા..

૦-૦

શૈલજા
ચિત્રાબેન નું માથુ ખાતી હતી શું થયુ? શું થયુ? પણ ચિત્રાની આંખોમાં ક્ષણભર માટે
ઝબકેલી ઉદાસી જોઇ સૌમ્ય સમજી ગયો કે સમાચાર સારા નથી… અને શૈલજા સૌમ્યને ઉદાસ જોઇ
બોલી “સૌમ્ય! મારે કણઝટ જવું છે..મેલડીમાના દર્શન કરવા.. મને લઇ જઇશ?”

“ કેમ અચાનક
કણઝટ?”

“ મેં માનતા
માની છે આ ટેસ્ટ અને બધુ પતી જાય પછી એમના દર્શન કરી માફી માંગી આવીશ.

“ભલે.. હું
એમમ્બ્યુલન્સ નક્કી કરાવીને તને લઇ જઇશ”

“ નારે
ભરતભાઇની સુમોમાં જઇ આવીશું.”

“ ભલે.”

“ સૌમ્ય!
સાચુ કહેજે આજે શું થયુ?”

“ સાચુ કહું
તો તુ ગપ્પા મારે છે તેવી ડોક્ટરને સમજ પડી ગઈ છે.”

“એટલે?”

“ તને અને
તને આપેલા બહારનાં સ્ટેમ સેલ વચ્ચે હજી દોસ્તી થઇ નથી”

“એટલે?”

“ તારી
સારવારમાં જોઇએ તેવી બરકત આવી નથી”

આવાત ચાલતી
હતી તેટલામાં ડો શેવડે આવ્યા અને શૈલજાને કહે..”બહેન હું તો ખુબ જ આતુર છું તમને
અહીંથી રજા આપવા પણ તમે તો અહીંથી જવાનું નામ જ નથી લેતા..”

શૈલજાની
આંખમાં બોર બોર જેવડા આંસુ ફુટી નીકળ્યા..

“અરે અરે
મેં એવું ક્યા કહ્યું છે કે તમને સારુ નથી થવાનું?  પણ આતો અમારા જ્ઞાન પ્રમાણે તમારું શરીર સક્રિય
નથી થયુ…” ડો શેવડેને આ પ્રતિભાવ ખબર હતી

સૌમ્ય પણ
આંસુઓ ખાળી ના શક્યો..ઉદાસીની ક્ષણો ખુબજ ભારે અને ધીમી હોય છે.

ડો શેવડે
કહે “ ડો મ્યુલર શૈલજાને સ્વીટ્ઝર્લેંડ્ની એક કોનફરન્સમાં લઇ જવામાટે કાગળો કરે
છે. વિશ્વનાં શ્રેષ્ઠ ડોક્ટરો તારા માટે રાહ જુએ છે ત્યાં આ ગંગા જમના ના વહાવો
બેન..”

“ ડો શેવડે
મારી શૈલજાને સારુ તો થૈ જશેને?” સૌમ્ય ડુસકે ચઢતો હતો..

ચિત્રાબેન
કહે “આપણાથી થાય તે બધુ આપણે કરીયે છે પછી તો હરિઇચ્છા”

ડો. શેવડે
બહાર નીકળી એમની ચેંબરમાં ગયા…શૈલજાને ખોટી આશા આપી તો દીધી છે પણ હવે કંઈ થઇ શકે
તેમ તો નથીજ…ખોટી આશા એ નિરાશા કરતા પણ વધુ ખતરનાક નીવડી શકેછે…

૦-૦

ટેબલ પર
પડેલા શૈલજાનાં બ્લડરીપોર્ટ પર નજર નાખતા ડો શેવડે આનંદથી ઝુમી ઉઠ્યા..ડો મયુલરને
ફોન કર્યો અને રીપોર્ટમાં શ્વેતકણો ઘટ્યા હોવાનાં સમાચાર આપ્યા. આ એક સારી નિશાની
હતી.. સ્ટેમ સેલ ધીમે ધીમે સ્વિકારાઇ રહ્યા હતા..વિકાસ ધીમો છે પણ સાવ નથી તેમ
નથી.

સૌમ્ય
શૈલજાને કણઝટ જ્વું છે તે કહેવા કેબીનમાં આવ્યો ત્યારે ડોક્ટર મ્યુલરને સાંભળ્યા…તેનાં
મનમાં તે પડઘા વાગી રહ્યા હતા..વિકાસ ધીમો છે પણ સાવ નથી તેમ નથી…

“ડોક્ટર
સાહેબ શૈલજાને કણઝટ જવું છે તેને લઇ જઉં?

ડો શેવડે
કણઝટ્ની મેલડી માનું મહાત્મ્ય શૈલજા દ્વારા જાણી ચુક્યો હતો. તેથી બોલ્યા “હું તો
તેમને આ પ્રવાસની સલાહ નથી આપતો પણ ધાર્મિક બાબતોમાં વિઘ્ન ના્ખવાનું ગમતું નથી
એમને આવતા રવિવારે એમ્બ્યુલન્સમાં સુતા સુતા લઇ જાવ.”

રવિવાર સુધી
રાહ જોવાની શૈલજાની તૈયારી નહોંતી અને તેથી ઘરે પહોંચીને બીજે દિવસે વહેલી સવારે
એમ્બ્યુલન્સમાં શૈલજા અને ચિત્રાબેન સાથે સૌમ્ય અમદાવાદથી હિંમતનગરનાં માર્ગે
નીકળી ગયા…

ટ્રાફીક તો
સવારનો હતો પણ જેમ જેમ અમદાવાદ્થી દુર થતા ગયા તેમ તેમ તે પાતળો થતો ગયો.
ડ્રાઇવરને વારંવાર ચિત્રાબેન કહેતા હતા કે ગાડી સંભાળીને ચલાવજો આંચકા બીલકુલ ના
આવવા જોઇએ…શૈલજાને બે ગોદડા ઉપર સુવડાવી હતી અને સલામતી માટે પાટાથી બાંધી હતી.

સૌમ્ય આગળ
બેઠો હતો અને શૈલજા ઝોકે ચઢી હતી. રોડ ઉપર વાહનોની અવર જવર જેમ સુરજ ઉપર ચઢતો ગયો
તેમ વધવા માંડી હતી..અને એક નાનકડા ખાડે ગાડી જોરથી પછડાઈ. શૈલજા જાગી ગઈ અને
ચિત્રાબેને ચીસ પાડી અરે ભાઇ સંભાળ….

ઉંડી
ઉંઘમાંથી ઝબકેલી શૈલજાનો એક હાથ તેના પાટાને જોરથી પકડવા મથતો હતો….

શૈલજા આચાર્ય (૧૫)-
રાજુલ શાહ

મેલડીમાના દર્શને પહોંચાવા માટે જેટલુ બને
એટલુ વહેલા નિકળવાની જીદ પણ શૈલજાની જ હતી. હવે એને કોઇ કાળે એની દર્શન કરવાની
તાલાવેલી પર કોઇ જાતની પાબંદી મંજુર નહોતી. ડૉ. શેવડે એ કદાચ એનુ મન રાખવા
અઠવાડીયા પછી જવાની મુદત નાખી હોય અને પછી એને રજા ન આપે તો ? ડૉ મ્યુલરે મોકલેલા
પેપર તૈયાર થઈ જાય અને એન સ્વિત્ઝર્લેન્ડ જવાનુ થાય તો? આ તો ની લટકતી તલવાર એના
માથા પર ઝીંકાય તે પહેલા એને કોઇ પણ ભોગે મા ના દર્શન કરવા જ હતા.

નાનપણ થી સાંભળતી આવતી હતી કે જો બાધા અધુરી
રહે તો એ શ્રાપ બની જાય.અને એ પણ જાણતી હતી કે સૌમ્ય આવી કોઇ બાબતોમાં વિશ્વાસ
ધરાવતો નથી પણ માત્ર એનુ મન રાખવા જ દર્શને લઈ જવા તૈયાર થયો છે અને જો આ પહેલા જ
એને સ્વિત્ઝર્લેન્ડ જવાનુ થાય એ વાત પણ નક્કી કે સૌમ્ય એમાં ઢીલ ન મુકત. જો કે આમ
જોવા જાવ તો પોતાને પણ ક્યાં એવી શ્રધ્ધા હતી આવી બાબતોમાં? પણ જે દિવસે મનમાં
વહેમ આવ્યો કે વર્ષ પહેલા એનાથી મા પ્રત્યે જે અનાદર થયો હતો એનુ આ પરિણામ ભોગવી
રહી છે ત્યારથી એ શ્રધ્ધા-અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદ રેખા ય ભુસાઇ ગઇ

હતી.

કેવો સ્વકેન્દ્રીય છે ને માનવ સ્વભાવ? જેવો
પગ નીચે રેલો આવતો દેખાય ,જ્યારે પોતાના પર કે પોતાના પરિવાર પર આફતની સહેજ પણ
આંધી દૂરથી ઘેરાતી લાગે કે તરત જ ડૂબતા માણસને તણખલુ પણ ભારે એમ એ કોઇ પણ નાનકડી
વાતના ટેકાને લઇને પણ એ બહાર આવવાના ઝાંવા નાખવા માંડે !

સૌમ્યએ એને દર્શને લઈ જવાની તૈયારી બતાવી એ
ક્ષણથી એ અંદરથી જેટલી ખુશ હતી એટલી જ અધીરી બની ગઈ હતી. રાત્રે દવાની અસર હોવા
છતાં એ ઉચાટમાં સરખુ સુઇ પણ શકી નહોતી.ક્યારે પરોઢ થાય એના અજંપામાં રાતનો અંધકાર
પણ એને વધુને વધુ ઘેરો લાગ્યો .જાણે ઉગતા

સૂર્યનુ પહેલુ કિરણ એની કાજળ ઘેરી -યાતનામય સમય યાત્રાનો જ અંત લાવવાનુ હોય એમ એ
પહેલા કિરણને પોંખવા ઉતાવળી બની ગઈ.

વહેલી સવારે નિકળ્યા પછી જ એના જીવનો ઉચાટ
શમ્યો અને અંદરથી આશ્વત થઈ હોય એમ એ થોડી જ વારમાં એ મીઠી નિંદરમાં સરી ગઈ. આગળ
સૌમ્ય છે, બાજુમાં ચિત્રાબેન છે અને મનમાં મા નો અહેસાસ છે એ વાતને લઈને શૈલજા
એક્દમ હળવી ફુલ બની ગઈ.મીઠી નિંદરમાં સરી પડેલી શૈલજાને જોઇને ચિત્રાબેનમાં મનમાં
વહાલ ઉભરાઇ આવ્યુ. આમે ય એક તો ચિત્રાબેનનો સ્વભાવ માયાળુ અને આટલા વખતથી શૈલજાની
સાથે રહીને એક જાતની આત્મિયતા બંધાઇ ગઇ હતી.જો કે ડૉ. શેવડેની મરજી વિરૂધ્ધ
શૈલજાને કણઝટ લઇ જવા એમનુ મન પણ માનતુ નહોતુ પણ સૌમ્યની જેમ એમને ય શૈલજાની
ભાવનાને ઠેસ પહોંચાડવાનુ મુનાસીબ ના લાગ્યુ અને થોડુ મનથી એમ પણ વિચારી લીધુ કે
કદાચ સાચે જ ને શૈલજા

પણ કોઇ ભાર હોય અને એ દૂર થતા એ જલ્દી સાજી થાય પણ જેવી એમ્બ્યુલન્સ ખાડામાં પછડાઇ
અને જે હડદોલો આવ્યો એમાં તો એ નક્કર ધરતી પર આવી ગયા. પહેલી બુમ ડ્રાઇવરના નામની
અને બીજી બુમ સૌમ્યના નામની પડાઇ ગઈ.

“સાહે……બ”

આ પછીની ક્ષણે હવે શું થશે એની કલ્પના
માત્રથી એ ભયભીત થઈ ગયા. એક તો શૈલજાની માંડ-માંડ હાથમાં આવેલી પરિસ્થિતિ વણસી જશે
તો બધા જ કર્યા કારવ્યા પર પાણી ફરી જશે અને બીજુ ડૉ. શેવડેની મરજી વિરૂધ્ધ એમની
રજા વગર જ આમ નિકળ્યા હતા અને જો બનવા કાળ

કઈ ઉંધુ પડ્યુ તો એ ડૉ. શેવડેનો સ્વભાવ જાણતા હતા એ મુજબ પાછા શૈલજાનો કેસ હાથમાં
લે શક્યતા પર પણ પાણી ફરી જાય.

ચિત્રાબેન પોતે પણ રિહેબમાં કંઇ કેટલાય
પેશન્ટ્ને સંભાળી ચુક્યા હતા એટલે આવી નાજુક પરિસ્થિતિના પેશન્ટ્નો કેસ જો વણસી જાય
તો એ ક્યાંયનુ ન રહે એ સમજતા હતા.

આગળ બેઠેલા સૌમ્યની મનોસ્થિતિ ચિત્રાબેનથી
જરાય અલગ નહોતી. પોતે ડૉ. શેવડેની મંજૂરી વિરુધ્ધ શૈલજાને લઈ તો આવ્યો હતો અને જે
અણધારી આફત આવી એમાં હવે આગળ શું થશે એની કલ્પના માત્રથી એ ખળભળી ઉઠ્યો.

સૌમ્યની સુચના મુજબ ડ્રાઇવરે એમ્બ્યુલન્સ
સાઈડમાં ઉભી રાખી એવો જ એ ત્વરાથી નીચે ઉતરીને પાછળ આવ્યો.અધકચરી ઉંઘમાંથી ઝબકેલી
શૈલજાને હજુ તો શું થયુ છે એની જાણ સુધ્ધા નહોતી પણ અજાણતા જ એ પડી જવાના ભયે એ જે
હાથવગુ આવે એ પકડવા મથી રહી હતી. એનો હાથ અજાણતા જ કોઇ ટેકો લેવા મથી રહ્યા હતા
અને એ મથામણમાં એનો હાથ પાટા સુધી તો પહોંચી ગયેલો ચિત્રાબેન અને સૌમ્યએ જોયો.

ભોંચક્કા બની ગયેલા બંનેને આ ચમત્કાર ગણવો કે
સ્ટેમ સેલની ગતિવિધી એની સમજણ ના પડી. શૈલજાનુ શરીર ધીમી ગતિએ પણ સ્ટેમ સેલ
પ્રત્યે પ્રતિભાવ આપી રહ્યુ હતુ એ જોતા ડો .શેવડેને કંઇક આશા બંધાઇ હતી. અને ડો
મ્યુલરની સાથે નક્કી કર્યા મુજબ શૈલજાને સ્વિત્ઝર્લેન્ડ મોકલવાની તૈયારી થવા માંડી
હતી એવામાં જો કોઇ અણધારી અને અશક્ય લાગતી સ્થિતિ સર્જાય તો તો બધે થી હાથ ધોઇ
નાખવા પડે એ બંનેને સમજાતુ હતુ.

હવે?

સાવ જ પાસે પહોંચી ગયા પછી અહીંથી જ પાછા
જવું કે જરાક હિંમત રાખીને શૈલજાની ઇચ્છા પુરી કરવી એની અવઢવમાં સૌમ્ય અટવાઇ
ગયો.ચિત્રાબેનને પોતાનો આટલા વખતનો અનુભવ અને સમજણ દગો દઇ રહ્યા હોય એવુ લાગ્યુ.
શૈલજાના હાથની મુવમેન્ટ કલ્પનાતિત હતી. એ ક્ષણીક હતી કે શૈલજાના સાજા થવાના એંધાણ
સમી હતી એ તો ડૉ. શેવડે જ કહી શકે ને? પણ ડૉ. શેવડેની અનુમતિ પહેલા જે સાહ્સ કર્યુ
હતુ એની સામે એમનો શું પ્રતિભાવ હોઇ શકે એની કલ્પના માત્ર બંને માટે જરા પણ સહ્ય
તો નહોતી જ. આ જ ક્ષણે એમને જાણ કરવી કે શું કરવુ એનો નિર્ણય લેવાય એ પહેલા તો
શૈલજાના ઉંહકારા અને હલનચલન શરૂ થઈ ગયુ. એનો હાથ વારંવાર એના પાટાને પકડવા મથતો
હતો. હાકાબાકા થઈ ગયેલી શૈલજા હવે તો સંપૂર્ણ જાગ્રત થઈ ગઈ હતી .

“સૌમ્ય આપણે પહોંચી ગયા? સૌથી પહેલા એનો એ જ
સવાલ માથા પર ઝીંકાયો. સાચી પરિસ્થિતિની શૈલજાને જાણ કરવી કે નહી એ હજુ તો વિચારે
એ પહેલા ઉતાવળી થયેલી શૈલજાએ ફરી તકાદો કર્યો .”

પ્લીઝ સોમુ મને પહેલા દર્શન કરાવ . “

“બેન, પહેલા આ દવા લઈ લો” કોઇ પણ ઇમર્જન્સી
ઉભી થાય ત્યારે આપવાની દવાનો ડોઝ ચિત્રાબેને શૈલજાને આપવા પ્રયત્ન કર્યો પણ શૈલજાએ
મ્હોં ફેરવી લીધુ.

“કેમ ભુલી ગયા ચિત્રાબેન? મેં કાલનુ તો તમને
કહી રાખ્યુ હતુ કે દર્શન કર્યા વગર હું હવે પાણી સુધ્ધા નહી પીવુ.”

ચિત્રાબેનના મ્હોંએ થી સિસકારો નિકળી ગયો.
અત્યારે એ સાવ જ ભુલી ગયા કે શૈલજાએ સવારે ચા સુધ્ધા નહોતી પીધી.

આગલા દિવસથી જ એણે કહી રાખ્યુ હતુ કે જ્યાં
સુધી એ મેલડી મા ના દર્શન કરીને એનો પ્રસાદ લેશે નહીં ત્યાં સુધી એ દવા તો શું
પાણી પણ નહી લે.

અર્ધ જાગ્રત શૈલજાનુ મન જાણે એકદમ સાબુત હતુ
.ચિત્રાબેન ભુલી ગયા પણ એના મનના ઉંડાણમાં ધરબાયેલી શ્રદ્ધાના લીધે લેવાયેલા
નિર્ણયથી

એ હવે ડગે એમ નહોતી એ સાફ હતુ.

હવે તો નિર્ણય લેવામાં બીજો કોઇ વિકલ્પ જ ન
રહ્યો. બે કિલોમીટર દૂર રહ્યા રહ્યા જ મેલડી મા એ જાણે રસ્તો સાફ કરી દીધો. હવે તો
જે થાય પણ અહીંથી એમને એમ તો પાછા નહી જ ફરાય એ નક્કી થઈ ગયુ.

એક માત્ર સૌમ્યએ મોબાઇલ કરીને ભરતભાઇને જાણ
કરી દીધી જેથી કોઇ એવી નાજુક પરિસ્થિતિ ઉભી તો એમનો તરત સંપર્ક કરી શકાય. ભરતભાઇ
પણ વાત સાંભળીને ક્ષણિક ડઘાઇ ગયા. હાથમાં પકડેલુ છાપુ એમ જ હાથમાં રહી ગયુ .

કપાળ પર ચિંતા અને અવઢવના સળ જોઇને
ઇંન્દુભાભી મુંઝાઇ ગયા.

“હમણાં તો મોબાઇલ પર કોઇની સાથે વાત કરતા હતા
અને આમ જ એકદમ ક્યાં ખોવાઇ ગયા?”

“ઇન્દુ, વાત જ એવી છે કે મન મુંઝાઇ જાય એના
કરતા વધુ તો બહેર મારી જાય”

“આમ વાતમાં મોણ નાખવાના બદલે જે હોય એ સાફ
સાફ કહી દો ને ભૈસાબ”

ભરતભાઇ એ સૌમ્યની સાથે થયેલી વાત ઇંદુભાભીને
કરી એની સાથે એમના હ્રદયમાંથી હાયકારો નિકળી ગયો.

” હવે શું થશે? ઇશ્વર કરે ને સૌ સારા વાના
થાય.નહીં તો ઇશ્વર પર રહેલી સૌની શ્રધ્ધા ડગી જશે. “

” જો ઇન્દુ આ આખી વાતમાં ઇશ્વર પરની તારી કે
શૈલજાની શ્રધ્ધા થી વધીને એક આગળ વાત છે અને એ છે મેડીકલ સાયન્સ. અત્યારે આપણે
ઇશ્વર પર જેટલી શ્રધ્ધા રાખીએ એટલી જ શ્રધ્ધા આપણે ડોકટર પર પણ રાખવી જોઇએ . અને
અત્યારે ડૉક્ટર શેવડે કે ડૉક્ટર મ્યુલર મારા મતે શૈલજા માટે ઇશ્વરથી સહેજ પણ ઓછુ
મહત્વ નથી ધરાવતા.જે રીતે એ લોકો શૈલજાનો કેસ સંભાળી રહ્યા છે ત્યારે એમની મરજી કે
એમનો મત એટલા જ મહત્વના છે.ત્યારે શૈલુની જીદ પુરી કરવાનો આ પ્રયત્ન કેટલો આકરો
સાબિત થશે `એ તને સમજાય છે?”

” હું ય બધુ સમજુ છું પણ અત્યારે જે બની ગયુ
છે એ ન બનવાનુ તો છે નહી એટલે મા એને સાચવી લે એટલે ભયો ભયો.અને હવે મહેરબાની કરી
તમે જરાય ઉચાટ કરતા નહી કે મને પણ કરાવતા નહી. જ્યારે વાત આપણા હાથ બહાર કે પહોંચ
બહાર હોય ત્યારે એને ભગવાન ભરોસે છોડી દેવામાં જ સાર છે.” કહીને એમણે વાતનો બંધ
વાળ્યો અને મન બીજા કામમાં પરોવ્યુ જેથી મનનો ઉચાટ બહાર ન દેખાય.

૦-૦

” મા આજે હું સાચા હ્રદયથી તામારા શરણે આવી
છું . મારી ભુલચુક થઈ છે એને માફ કરી દો મા. તમે તો જગત જનની છો . મા એના બાળકની
ભુલ હંમેશા માફ કરે છે એવી રીતે તમે મને માફ કરી દો.

મને ખબર નથી કે હું આ યાતનામય જીવનામાંથી
ક્ષેમકુશળ પાછી ફરવાની છું કે નહી પણ આજથી આ ક્ષણથી હવે મારા મન પર કોઇ ભાર નથી.
આજે તમારા ભરોસે મારી જાત જ નહી પણ મારો સંસાર, મારા બાળકોને સોંપી રહી છું તમે જે
પરિસ્થિતિનુ નિર્માણ કરશો એ મંજુર છે. સાજી નરવી રહીશ

તો તમારો ઉપકાર જીવનભર નહી ભુલુ મા પણ મારી ભુલે જો કોઇ કસર રહી તો સહન કરવાની
શક્તિ આપજો. “

વ્હીલ ચેરમાં બેઠેલી શૈલજાની બંધ આંખોમાંથી
સતત અશ્રુધારા વહી રહી હતી , જાણે આટલા સમયનો ઓથાર ના વહી રહ્યો હોય એમ એના ચહેરા
પર નિતાંત શાંતિ ધીમે ધીમે છવાઇ રહી હતી.

ચિત્રાબેન અને સૌમ્યને શૈલજાની મુક પ્રાર્થના
પહોંચી હોય એમ મનોમન એ લોકો પણ એની વાતને જ ટેકો આપતા હોય એમ મા ને પ્રાર્થી
રહ્યા.

સૌમ્યને એક વાત સમજાઇ રહી હતી કે હવે શૈલજાને
જે સ્થિતિનો સામનો કરવાનો છે એમાં એના માટે આ પ્રાર્થનાનુ બળ જ ટેકારૂપ બનવાનુ છે.

ચિત્રાબેન પણ મનોમન મા ને વિનવી રહ્યા ” મા ,
આજ સુધી શૈલજાબેનનુ જે કઈ મેં જોયુ એનાથી વધારે સારુ ન બનવાનુ હોય તો એ તમારી મરજી
પણ આનાથી વધુ ખરાબ તો ન જ થવા દો એટ્લુ તો હું ખોળો પાથરી ને માંગુ ને? તમારા
દરબાર આવેલાને તમે નિરાશ નથી જ કરતા તો આને પણ નહી જ કરો એટલો તો મને ભરોસો છે જ.
આનાથી વધુ કંઇ કહેવા માટે મારી પાસે કોઇ શબ્દ નથી પણ મારી ભાવના તમને પહોંચશે જેવો
વિશ્વાસ છે.”

પૂજાનો થાળ અને પ્રસાદ ધરાવીને બહાર આવ્યા
પછી પણ શૈલજા શાંત જ હતી. એમ્બ્યુલન્સના ઝટકાને લીધે હાથનુ જે હલનચલન થયુ એનાથી
બેખબર શૈલજા માનસિક શાંતિ અનુભવી રહી હતી

પણ શારીરિક બેચેની એને રહી રહીને વિહ્વળ
બનાવી રહી હોય એવુ કે લાગતુ હતુ? પણ મન શાંત હોય તો તન પણ સ્વસ્થ ન હોય?

ઘણા સમય બાદ આટલો પરિશ્રમ લીધો એનુ કારણ હશે?
કોઇ અકળ ફેરફાર થઈ રહ્યા છે? ન સમજાય એવુ કંઇક થઈ રહ્યુ છે.

એના ચહેરા પરના ફેરફારો સૌમ્ય અને ચિત્રાબેન
બંનેની નજરે ચઢ્યા, હવે સહેજ પણ સમય વેડફવો યોગ્ય નથી એવુ બંને એ એકમેકની સામે
જોઇને બોલ્યા વગર જ નક્કી કરી લીધુ હોય એમ ચિત્રાબેને એની વ્હિલ ચેર એમ્બ્યુલન્સ
તરફ ધકેલી. શૈલજાને ફરી એજ પ્રમાણે સરખી સુવડાવી દવા આપી દીધી અને ડ્રાઇવરને
સાચવીને હળવે થી કોઇ જાતના ઝાટકા ન વાગે એમ ચલાવવાની સુચના આપી દીધી.

શૈલજાને બરોબર ગોઠવ્યા પછી સૌમ્યએ બીજુ કામ
કર્યુ ડૉ. શેવડેને ફોન કરવાનુ . ખબર હતી કે જે ક્ષણે એમને જાણ થશે કે એમની આપેલી
મુદત પહેલા જ આ સાહસ કર્યુ છે તો બને કે હવે શૈલજાના કેસમાંથી રસ પણ ગુમાવી દે.
કારણકે જે રીત એમણે અને ડૉ. મ્યુલરે જહેમત ઉઠાવી હતી એમાં જો કિનારે આવે એ પહેલા જ
કશ્તિ ડુબવા માંડે તો હવે શૈલજાને ઉગારવાનો કોઇ આરો જ ન રહે.

તેમ છતાં અત્યારે જ એમને જાણ કરવી એટલી જ
જરૂરી હતી. એમ્બ્યુલન્સ સીધી જ એમની ક્લિનિક પર લેવડાવી.

ડૉ.શેવડે ધાર્યુ હતુ એમ જ સખત નારાજ થયા.એક
સમય તો એમ લાગ્યુ જે ડૉક્ટર શૈલજાની ફાઇલ જ ફગાવી દેશે. પણ ડઘાઇ ગયેલી શૈલજાના
ચહેરા પરની આજીજીએ એમને એમ કરતા રોકી લીધા. કેટલાય સમયની સારવાર દરમ્યાન શૈલજાના
સ્વભાવનો એમને ઘણો પરિચય થઈ ગયો હતો. શૈલજાના વ્યક્તિત્વમાં કોઇ એક એવુ પરિબળ હતુ
જે એને બીજા પેશન્ટ કરતા જુદી તારવતુ હતુ. એની સાજા થવાની ઝંખના , પુનઃસ્વાસ્થ્ય
પાછુ મેળવવાના ઝાંવા એમણે જોયા હતા. ડૉ.શેવડૅ જ્યારે જ્યારે

એની ટ્રીટમેન્ટ અંગે એને મળ્યા ત્યારે ત્યારે નાની બાળકીની જેમ એને એક્દમ કહ્યાગરી
બની જતી જોઇ હતી. રિહેબમાં ફિઝ્યો થેરેપી સમયે કે ફિઝિકલ ટ્રેઇનીંગ સમયે જે વેદના
એ અનુભવતી એ એના ચહેરા પર એમણે જોઇ હતી અને તેમ છતાં ફરી એ જ ઉત્સાહથી ડૉ. શેવડે
કે ચિત્રાબેનના કહ્યા પ્રમાણે અથવા તો એનાથી પણ વધુ પ્રમાણમાં એને જહેમત ઉઠાવતી
જોઇ હતી. હવે એક ભુલ માટે એને આકરી સજા આપવી કેટલી યોગ્ય?

અને આ આમે ય ચેલેન્જીંગ કેસ હતો જેની સફળતા શૈલજા જેટલી જ એમના માટે અગત્યની હતી.
ફરી એક વાર શૈલજાને ક્લિનિકમાં એડમીટ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવી એવો નિર્ણય
લેવાયો.

સ્ટેમ સેલના નિરુપણ બાદ જે આવશ્યક સમય હતો એ
પસાર કરવો અને ડૉ. મ્યુલરની સુચના પ્રમાણે જરૂરી સારવાર આપવી એવુ નક્કી થયુ. ફરી
એક વાર આમ ક્લિનિક્માં રહેવાનુ શૈલજાને મંજૂર તો નહોતુ જ પણ આ સમગ્ર વાદ-સંવાદ
દરમ્યાન એ એટ્લુ તો સમજી જ ગઈ હતી કે ક્યાંક કાચુ કપાયુ છે અને એ પણ એની જીદના
લીધે જ. એટલે અંદરથી એક જાતની ગુનાહિત લાગણી સતત એને પિડતી હતી.

અને હવે જો એ આ સમય દરમ્યાન સાથ નહી આપે તો એનો કેસ સાવ જ હાથમાંથી જશે એવુ પણ એણે
મનોમન સ્વિકારી લીધુ હતુ . જો કે આ નિરાશ- હતાશ માનસિકતા પણ એના માટે યોગ્ય નહોતી.

” શૈલજા , તને ખબર છે ઓપરેશન દરમ્યાન
એનેસ્થેશિયાની અસર નીચે જો પેશન્ટનો રિપોન્સ પોઝીટીવ હોય તો એ સર્જરી સફળ થવાની
શક્યતાઓ કેટલા પ્રમાણમાં વધી જાય છે? જો દર્દીનો અભિગમ સારવાર પ્રત્યે સાનુકુળ હોય
તો એસારવાર વધુ કામાયબ રહે? જીવન મરણ આપણા હાથમાં નથી કે નથી ડોક્ટરના હાથમાં . એ
તો ઇશ્વરની મરજીને આધિન છે .તેમ છ્તાં સાવ આશા છોડી દીધી હોય એવા પેશન્ટની સારવાર
કરવામાં ડૉક્ટર પાછા પડે છે? આ તારી સમસ્યા એવી જટીલ તો નથી જ કે જેનો કોઇ ઉપાય જ
ન હોય. તો પછી તું આમ હિંમત હારીને બેસી જઇશ તો કેમ કરીને ચાલશે? “

છેલ્લા આ દિવસો દરમ્યાન સતત ભરતભાઇ શૈલજાને
હિંમત આપ્યા કરતા હતા. પોતાની આ વ્હાલસોઇ બહેનને નિરાશાની ગર્તામાં સરી પડેલી
જોઇને એમનો જીવ કળીએ કળીએ કપાતો હતો.

” ભાઇ હું શું કરુ? સાજા થવાનુ સારા થવાનુ
મને મન થતુ નહી હોય? આમ સાવ જ કિનારે આવી ને હું ફરી પાછી મધદરિયે ફંગોળાઇ ગઈને?
હવે ફરી ને ફરી એ સામા વહેણમાં તરવાની મારી કોઇ હામ જ નથી રહી.”

“કેમ વાતોતો મોટી મોટી કરતી હતી. હજુ મારે નીરજાને
પરણાવાની છે એનુ કન્યાદાન આમ વ્હિલ ચેર પર બેસીને કરવાનું છે તારે? આટલા વખતથી
શાંતિભાઇ અને ધીરજબહેને જે કર્યુ એના માટે જીવ બાળતી હતી. કહેતી હતી ને કે મારે
એમની સેવા કરવાની હોય એના બદલે હું એમની પાસે સેવા કરાવુ છું. તું તો એમનુ ઋણ
ચુકવવાની વાત કરતી હતી તે આમ જ વ્હીલ ચેરમાં બેસીને ચુકવવાની છું?”

” તો કરુ શું હું ભાઇ? પણ હવે હું અંદરથી
તુટતી જઉં છું . બધુ સમજુ છું બધુ જાણુ છું પણ મન હવે સાથ જ નથી આપતુ. થાય છે કે
જાણે

આ બધુ જ નિરર્થક છે. હવે કશું જ સુધરવાનુ નથી.આના કરતા તો અકસ્માત થયો એ જ વખતે
ભગવાને મને ઉપાડી લીધી હોત તો સારુ

આ બધી વેદનઓ, તમારા બધા ના જીવ ના વલોપાત તો જોવાના દિવસો ના આવત ને?

હવે મને સમજાય છે આ બધી ઇચ્છા મ્રુત્યુની
વાતો . માણસ પોતાની મરજી પ્રમાણે જીવી ન શકે તો એની મરજી પ્રમાણે એન મોત તો નસીબ
હોવુ જોઇએને? આપણામાં જીવ દયાની વાતો નથી કરતા તો આ પણ એક રિબાતો પિડાતો જીવ એની
યાતનામાંથી મુક્તિ જ માંગે છે ને? “

” શૈલજા , આ શું માંડ્યુ છે ? આવી વાતો કરીને
તુ મારા જીવને કેટલો દુભવે છે એનો તને વિચાર સુધ્ધા નથી આવતો?”

હવે શૈલજાને સમજાયુ એ એકલી જ આ જંગ નથી લડતી
એની સાથે સાથે એનો પરિવાર , એના ભાઇ-ભાભી પણ એને ઉભી કરવા એટ્લુ જ ઝઝૂમે છે.

“તો હું શું કરૂ ભાઇ? મને ય હવે તો સમજણ નથી
પડતી. પહેલાની જેમ ફરી એની એ કથા માંડવાનુ જરાય મન નથી થતુ.”

કેમ પેલા કરોળીયાની વાર્તા ભુલી ગઈ? સાત વાર
જાળુ બનાવ્યુ ને સાતે વાર તુટી ગયુ તો એણે પ્રયત્ન છોડી દીધા? જો એક નાનકડો જીવ
ઝઝૂમી શકે અને જીતી શકે તો તું કેમ નહી? પેલુ ટચકડુ ફિનિક્ષ પંખી જો પોતાની
રાખમાંથી ફરી ઉભુ થઈ શકતુ હોય તો એનો અર્થ તું સમજે છે? કરેલા પ્રયત્નો એળે નથી જ
જવાના માટે આ બધો હૈયાબળાપો મુકી દે અને ખરા મનથી તું આ બધા પ્રયત્નોમાં સાથ આપ.
હવે તો તારે તારા માટે નહીં તારા સૌમ્ય માટે ઉભા થવાનુ છે. તને ખબર છે એ કેટલો
એકલો પડી ગયો છે? બાળકો

છે, મમ્મી પપ્પા છે પણ તારા વગર એ અધુરો છે. દાદા દાદીની દેખરેખમાં નીરજા અને
અમૂલ્ય તો સચવાઇ જશે પણ એને કોરી ખાતી એક્લતાનું શું? “

શૈલજાની આંખમાંથી શ્રાવણ -ભાદરવો વહી રહ્યા
છે એ જોઇને ભરતભાઇ પણ થોડા ઢીલા પડ્યા પણ એ જાણતા હતા કે આમ અત્યારે શૈલજાની સામે
સહેજ પણ ઢીલા પડવુ એનો અર્થ શૈલજાને વધુ કમજોર બનાવવી .એટલે થોડી સખતાઇ ધારણ કરી
લીધી.

” જો શૈલુ તું આમ પોચકા મુકીશ તો કાલથી હુ
તારી પાસે આવીશ જ નહી. હું તને હસતી રમતી જોવા માંગુ છું નહી કે આમ રોતલ. યાદ છે
ને પેલો તારો હસતી બીબી રોતી બીબીનો ગોખલો..”

નાની હતી ત્યારે પણ તને હસતી બીબીનો ગોખલો જ
ગમતો હતો ને?

મને પણ અત્યારે એવો હસતી બીબીનો ગોખલો જ જોવો
છે નહી કે રડતીબીબીની સુરત.સમજી? “

અને રડતી આંખે પણ શૈલજા હસી પડી.

બહુજ વ્હાલી હતી શૈલજા ભરતભાઇ અને
ઇન્દુભાભીને. શૈલજાના નાનામાં નાના પ્રોગ્રેસથી એમને જેટલો આનંદ થતો એટલુ જ એની
તકલીફોથી દુઃખ પણ .

જો કે ભરતભાઇ અને સૌમ્ય બધા જ જાણતા હતા કે આ
પંદર દિવસના રિપોર્ટ કઈ સારા કે આશાજનક તો નહોતા. શરીરમાં ફોરેન બોડીની સ્વીક્રુતિ
એટલી સહજ નથી

હોતી.હવે તો ડૉક્ટર શેવડે કે ડૉક્ટર મ્યુલર પણ શૈલજાને સ્વિત્ઝરલેન્ડ મોકલવાના
મતના નહોતા.

આજે તો સૌમ્ય રજા લઈને વહેલો ડૉ.ની ક્લિનિક
પર આવી ગયો. ડૉ. શેવડૅ અને ડૉ. મ્યુલર કોન્ફરન્સ કરીને શૈલજા માટે કેટલાક નિર્ણયો
લેવાના હતા જેના માટે શૈલજાની ગેરહાજરી અને સૌમ્યની હાજરી આવશ્યક હતી. ઇન્દુભાભી
શૈલજા પાસે રોકાયા અને સૌમ્ય અને ભરતભાઇ ડૉકટરની ચેમ્બરમાં

ગયા.

છેલ્લા પંદર દિવસના શૈલજાના રિપોર્ટ
ડૉ.શેવડેના ટેબલ પર હતા. સ્ટેમ સેલના નિરૂપણ પછી જે જરૂરી હતા એ તમામ ટેસ્ટ જરાય
આશાજનક નહોતા.શૈલજાના શારીરિક રિસ્પોન્સ પણ નબળા હતા અથવા તો નહિવત હતા , જેના
લીધે હવે એને સ્વિત્ઝર્લેન્ડ મોકલવા માટે અવઢવમાં હતા પહેલા નક્કી કર્યા પ્રમાણે
જો સ્ટેમ સેલના નિરૂપણ બાદ જો શરીર સહેજ પણ ચેતનવંતુ બન્યુ હોત કે શૈલજાના
મજ્જાતંતુઓ વિકસ્યા હોત તો બીજી ટ્રિટમેન્ટ માટૅ શક્યતાઓ ઉભી થાત કારણકે આ તૂ
ડૉક્ટર માટે પણ એક સ્ટડી કેસ હતો જેમાં એમને પણ અત્યંત જ રસ હતો

પણ હવે સ્ટેમ સેલની નિષ્ફળતા જોઇને આગળ જો
કશું જ ન થઈ શકવાનું હોય તો સ્વિત્ઝરલેન્ડ સુધી પેશન્ટને મોકલવાનો એમનો ઉત્સાહ
મોળો પડ્યો હતો.

સૌમ્ય તો એક્દમ જ હતપ્રભ બની ગયો. માંડ માંડ
નજીક આવેલી શૈલજા દૂર સરી જતી લાગી.

શા માટે આમ બન્યુ? એણે કે શૈલજાએ કોનુ શું
બગાડ્યુ હતુ કે ઇશ્વરે એમને આમ સજા કરી? અરે નીરજા કે અમૂલ્ય સામે પણ ઇશ્વરને
અનુકંપા નહી ઉભી થતી હોય?

હવે આગળ ચર્ચાનો કોઇ અવકાશ જ રહેતો નહોતોને?
શૈલજાને હવે ક્લિનિકમાં રાખવી કે ઘેર લઈ જવી ? કશું જ પુછવાનુ પણ એને સુજતુ નહોતુ.
“હું લઈ જઇશ મારે શૈલુને સ્વિત્ઝરલેન્ડ.મારી જવાબદારી અને મારા જોખમે. બસ ડૉક્ટર
આના માટે મારે શું કરવાનુ છે એ જણાવી દો બને એટલી જલદી જ લઈ જવી છે. આશાનુ અંતિમ
કિરણ દેખાય ત્યાં સુધી હું ઝઝૂમવા તૈયાર છું. “

સ્તબ્ધ
ડૉક્ટર શેવડેના ચહેરા પર અહોભાવ હતો અને બીજી જ ક્ષણે એમણે ડૉક્ટર મ્યુલરને ફોન
જોડી દીધો.

શૈલજા આચાર્ય (૧૬) ડૉ ઇંદિરા શાહ

શૈલજાની આતુરતા જલ્દી
ચાલતી થાઉ, જલ્દી દીકરી નીરજાઅને દીકરા અમૂલ્યના અભ્યાસ તથા તેઓની ઇતર પ્રવૃતિમાં
ભાગ લઉં, આવી આતુરતા ઇચ્છા લાંબી માંદગી ભોગવતી દરેક માને હોય તે સ્વાભાવિક છે.
શૈલજાની આ તીવ્ર ઇચ્છા,આતુરતા તેને જ નડી, તેણીને ક્યાં ખબર હતી!!,તેનું મન તો એક
જ દિશામાં દોડતુ ક્યારે જલ્દી સારી થાઉં, અમૂલ્યની સાથે હરુ, ફરુ અમૂલ્યની બર્થ ડૅ
કેક જાતે બનાવું, તેના વહાલા દીકરાની બર્થ ડે તેના હાથની કેક વગર ગઇ આ વખતે કેક
કાપતાઅમૂલ્ય બોલેલો ‘(mom next year’s birth day , you will be making cake)’
ત્યારે કેટલા ઉત્સાહ્થી જવાબ આપેલ “ચોક્કસ બેટા હું જ બનાવીશ મારા હાથે
ખવડાવીશ”. યાદ આવતા આંખો ભીની થઇ.તુરત જ મન મક્ક્મ કરી આંસુ રોક્યા મનોમન
બોલી જરૂર મારા કાનાજી દયા કરશે અને હું જ કેક બનાવીશ.અને મનમાં મલકાઇ.

તો ક્યારેક મન માકડુ
ચિંતામા ઘેરાય. આખા કેટલાય વર્ષથી નીરજા સાથે શૉપીંગ કરવા નથી ગઇ,તેની બેનપણી સાથે
કેવા કપડા ખરીદતી હશે!!, પેલી અમીના રવાડે ના ચડેતો સારુ, મારી દીકરી સ્પેગટ્ટી,
સ્ટ્રેપ ટોપ કે બેક લેસ બ્લાઉઝ પહેરતી થઈ જશે તો.. ના ના એ તો મારાથી બિલકુલ નહીં
જોવાય,આ બધુ ધ્યાન સૌમ્ય ક્યાંથી રાખી શકે એ તો અમીની વાતમાં આવી જાય અંકલ આજકાલ આ
ફેશન છે બધી હાઇસ્કુલ ગર્લસ પહેરે છે,”આ બધુ ધ્યાન રાખવાની જવાબદારી તો માની
જ ગણાય,”હે કાનાજી! હે મેલડી મા! હું એક મા છું તેના પર દયા કરો, જલ્દી હરતી
ફરતી કરો.

આમ રિહેબ હોસ્પીટલના
બેડ્માં સુતેલી શૈલજા છત પર જોઇ વિચાર્યા કરે, તો ક્યારેક વ્હીલચેરમાં બેસી બારીની
બહાર સામેના મેદાનમાં છોકરાઓને રમતા જુવે ને તેનો અમૂલ્ય દોડતો દેખાય.

નવા સેલ બનાવવામાં મદદરૂપ
અને વધારે ઇજા ફેલાઇ નહીં તે માટેની દવાઓના ડૉઝમાં ફેરફાર ડો.મ્યુલરની સલાહ મુજબ
કરી દીધેલ, તેથી શૈલજાના ઓટૉ રિફલેક્સ થોડા શાંત પડેલ,પરંતુ મન તો હજુ એટલુ જ
ઉછાળા મારતુ, કોઇકવાર તે માટેની પણ દવા આપવી પડતી .છતા મજ્જામાં મુકેલ સ્ટેમસેલનો
જોઇએ તેવો પ્રતિભાવ નહીં મળતો .

ડો શેવડેને હવે
સ્વીઝરલેન્ડ જ નજર સમક્ષ આવતુ હતુ.તેઓ શ્રી એક નિષ્ણાત ડો.આજે સ્પાયનલ કોર્ડ
ઇન્જરી રિહેબ માટે આખા ભારતમાં તેઓનું નામ જાણીતું થઇ ગયેલ, બધા પ્રાન્તના દર્દીઓ
અહી સારવાર માટે આવતા. કોઇ વાર તો સાઉથ ઇષ્ટ એશિયામાંથી પણ તેમના રિહેબ સેન્ટરમાં
સારવાર માટે દર્દી રીફર કરાતા. ડો.શેવડે શિસ્ત માટે ખૂબ જાણીતા,સાથે સાથે પોતાના
દર્દીની માનસિક તથા આર્થિક હાલત તરફી પણ એટલા જ સજાગ, આ બધો વિચાર કરી દર્દી માટે
બેસ્ટ પોસિબલ સારવારનો પ્લાન તૈયાર કરે.

ભરતભાઇનો આર્થિક ભાર
વિચારી તેમણે ડો.મ્યુલરનો દર્શાવેલ પ્લન # ૧ સ્વીકાર્યો અને તે મુજબ શૈલજાને દવાના
ડોઝ સાથે સતત મોનિટર નીચે સારવાર આપી,પરંતુ મજ્જાના સ્ટેમ સેલના સંતોષકારક
પ્રતિભાવ ન જણાતા અને શૈલજાની માનસિક હાલત જોતા પ્લાન # ૨નો અમલ કરવાનું નક્કી
કર્યું. ડો.જાધવ, ભરતભાઇ શૈલજાઅને સૌમ્ય સાથે મિટિંગ કરી.પ્લાન # ૨ની સમજણ આપી. આ
પ્લાન પ્રમાણે શૈલજાના કરોડારજ્જુના સૌથી ઉપરના વચ્ચેના ભાગમાં (Hcns stem cell )
,મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓના સ્ટેમસેલ,જે આંખ કાન નાક વગેરેની ક્રિયાઓના સંદેશા
લાવવા લઇ જાવાનું કામ કરે છે,આ સેલના નામ ઓલફેકટરી એનસિથીંગ સેલ જેને નાકમાંથી
લેવામાં આવે છે અને સ્વાનસેલ જે આંખમાંથી લેવાય છે, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

સર્જરી પછી ૯ મહીના
(immuno supression therapy) એટલે શરીર અજાણ્યા સેલને સ્વીકારે સામનો કર્યા વગર,એ
માટેની સ્પેશીયલ દવાઓ લેવી પડે .

ભરતભાઇતો તુરત તૈયાર થઇ
ગયા, સૌમ્ય થોડો ખચકાતા શરમ અને ગીલ્ટ્ના મીશ્ર ભાવ સાથે બોલ્યો “પણ ભરતભાઇ
હમણા જ તમોએ આટલો ખર્ચ જર્મની માં કર્યો અને હવે સ્વીઝરલેન્ડ ભરતભાઇએ તેના મો પર
હાથ મુકી બોલ્યા ‘સૌમ્ય શૈલજા મારી નાનીબેન નથી મારી અને ઇન્દુની દીકરી છે,
ઇન્દુતો પોતાના દાગીના વેંચીને દીકરીને સારવાર માટે દુનિયાભરમાં મોકલવા તૈયાર
છે,એટલે ખર્ચની વાતતો કરશો જ નહીં”.સૌમ્યની આંખમાં જળજળીયા જોઇ બોલ્યા
“તારે હિંમત રાખી નીરજા અને અમૂલ્યના અભ્યાસ તથા ઇતર પ્રવૃતિમાં ધ્યાન
આપવાનું છે. શૈલજાની સારવારની જવાબદારી મારા અને ઇન્દુ પર છોડ દોસ્ત,મને ખબર છે તારે
તારી પ્રિય પત્ની ની બધી સારવાર માથે લેવી હોય, અને તે સમજદાર પતિ તરીકે સ્વાભાવીક
નિર્ણય છે,પણ તારે શૈલજાની ગેરહાજરી દરમ્યાન મમ્મી પપ્પા બન્ને બનવાનું છે.

બીજે દિવસે ડો શેવડે
ડો.મ્યુલર તથા સ્વિઝરલેન્ડ ઝુરીચ હોસ્પીટ્લના ડો આલમાનિએ કોનફરન્સ કોલ પર બધુ
નક્કી કર્યું.ડો આલમાનિએ ૨૦ દર્દીઓ દુનિયાભરમાંથી લેવાના હતા તેમાં શૈલજાના
રિપોર્ટ, માનસિક તૈયારી વગેરેને ધ્યાનમાં રાખી પસંદગી થઇ.

વિસા તો તૈયાર જ
હતા,જર્મનિના વિસા લીધા ત્યારે ભરતભાઇએ સ્વીઝરલેન્ડ, ઈટલિ વગેરે દેશોના વિસા પણ લૈ
જ લીધેલ. ભરતભાઇ વેપારી બુધ્ધિ વાપરી કામ કરે.તુરત ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો બે
ટીકિટ બુક કરાવી. શુભસ્ય શીઘ્રમ. કાનાજી નાં આશીર્વાદ, બા બાપુજીના આશીર્વાદ લીધા નીરજા
અને અમૂલ્યને તો મમ્મી દોડતી થાય તેમા જ રસ.રાજી ખુશીથી મમ્મીને રજા આપી.શૈલજાએ
જતા જતા શિખામણ આપી’બન્ને ડાહ્યા થઇને રહેજો, પપ્પાને મામીનું માનજો’, બન્ને એ
સાથે જવાબ આપ્યો મમ્મી તું અમારી જરા પણ ચિન્તા નહીં કરતી,તું પાછી આવશે ત્યારે
તને ખૂબ હેપિ સરપ્રાઇસ મળશે,સ્કુલ તથા ઘર બધેથી તને સારા રિપોર્ટ મળશે’.

શૈલજા ખૂશ થઈ બોલી ‘સૌમ્ય
જોયું આપણા બન્ને બાળકો કેટ્લા સમજુ થઇ ગયા છે’,સૌમ્ય બોલ્યો થાય જને મામા મામી,
દાદા અને દાદીની ટ્રેનીંગ છે’.

ઇન્દુભાભી બોલ્યા’પપ્પાનો
પણ એટલો જ ફાળો છે’.આમ મીઠી વિદાય સાથે ભરતભાઇ તથા શૈલજા ઝુરીચ જવા રવાના થયા.

ઝુરીચ એરપોર્ટ પર
ભરતભાઇના મિત્રનો દીકરો દીપક લેવા આવેલ,દીપક અહી હોમ હોસ્ટૅલમાં રહેતો હતો,
ભરતભાઇની રહેવા જમવાની વ્યવસ્થા પણ અહી જ કરવામાં આવેલ લાંબા રોકાણમાં કરકસરથી રહી
શકાય. શૈલજાને હોસ્પીટલમાં એડમિસન વગેરે વિધી પતાવી.બન્ને હોસ્ટેલ પર ગયા, શૈલજાને
જમવાનું ન હોતુ વહેલી સવારે સર્જરી હતી.

સવારના ૫ વાગે ભરતભાઇ આવી
ગયા,હોસ્પીટલ નજીક હોવાથી ચાલતા જ આવી ગયા.૬ વાગે શૈલજાને ઓપરેટીંગ રુમમાં લઇ ગયા.
બે કલાકે (Intramedulary transplant of HcnsSc)સર્જરી પતી. આ સર્જરીથી બે ફાયદા
મજ્જામાં મુકેલ સ્ટેમસેલને રોકતો અવરોધક એન્ઝાઈમ નો સ્ત્રાવ બંધ થશે નવા જ્ઞાન
તંતુ જન્મે તેને કરોડરજ્જુના નેટ વર્ક સુધી પહોંચાડે અને સુષુપ્ત નેટવર્ક જાગૃત
થાય સંદેશા મગજમાં પહોંચાડે અને મગજના સંદેશા યોગ્ય સ્નાયુને પહોંચાડે.

શૈલજાને રુમમાં લાવ્યા,
ઇમ્યુન સેપરેસન દવાનો ડોઝ ઓપરેશન રુમમાં જ આપી દીધેલ. ડો આલમાનિ ભરતભાઇને
મળ્યા,ઓપરેસન સફળ થયું છે જણાવ્યું. ભરતભાઇ રુમમાં ગયા,શૈલજાએ આંખ ખોલી ભરતભાઇ
સામે આછુ હાસ્ય ફરકાવી ઘેનની અસરમાં સુઇ ગઇ, ભરતભાઇએ પણ લોન્ઝમાં ગયા ચા બીસ્કીટ
ખાધા અને સોફા પર આડા પડ્યા.

અઠવાડીયા પછી શૈલજાને
લોન્ગ ટર્મ ફેસીલિટીમાં ખસેડવામાં આવી અઠવાડીયામાં ત્રણથી ચાર વખત સપરેસન થેરપી
તથા રિહેબ હાથ પગની કસરતો કરવાની સ્પેસીયલ થેરપીસ્ટ તથા સ્પેસીયલ નર્સ આ બધી
સારવાર આપે, અઠવાડીયામાં બે વખત ડૉ. આલમનિ રાઉન્ડ લેવા આવે પ્રોગ્રેસની જાતે નોંધ
કરે.ભરતભાઇ ૨ મહીના બાદ પ્રોગ્રેસ સંતોષકારક હોવાથી ડો.આલમાનિની રજા લઇ ઇન્ડીયા
ગયા.દીપક અઠ્વાડીયામાં બે વખત શૈલજાની ખબર કાઢી જતો, મનગમતુ ખાવાનું લાવી આપતો,
ભજન હિન્દી સિનેમાના ગીતો વગેરેની સી.ડી સી.ડી પ્લેયર હેડ ફોન સાથે આપી ગયેલ તેથી
શૈલજાને પણ ઘર જેવું લાગતુ .

આમ ૯ મહીના પુરા થયા,
ભરતભાઇ ડૉ શૅવડે,ડો.આલમાનિ અને સૌમ્ય ચારે જણાએ કોન્ફરન્સ કોલ પર વાત કરી શૈલજાના
પ્રોગ્રસના સારા સમાચાર જાણી સૌ ખૂસ થયા, ધીરજબા અને ઇન્દુભાભીએ હવેલીમાં મહા
પ્રસાદ ધરાવ્યો સૌ ને વહેંચ્યો.

ભરતભાઇ શૈલજાને લેવા
ઝુરીચ આવ્યા.દીપક સાથે હોસ્પીટાલ આવ્યા.બીલ ભર્યા સ્ટાફ ને નાની મોટી બક્ષિશ આપી.
ડો.આલમાનિને મળ્યા ઇન્ડીયા આવવા આમંત્રણ આપ્યું. ડો.આલમાનિએ ભરતભાઇને જણાવ્યું તેઓ
ડીસેમ્બરમાં (HcnsSc

Transplant conferance)માં મુંબઇ આવવાના છે ત્યારે શૈલજા આચાર્યનો કેસ પ્રેસન્ટ
કરવાના છે,વધારે માહિતી તમોને ડો.શૅવડે તરફથી મળશે. શૈલજા અને ભરતભાઇ આ જાણી ખૂબ
ખૂશ થયા. ડો.આલમાનિને પ્રખ્યાત સીદી સૈયદ્જાળી ફ્રેમ ભેટ આપી.

બીજે દિવસે સ્વીઝ
એરલાઇનના જેટ પ્લેનમાં બેઠી શૈલજાને નીરજા અમૂલ્યના શબ્દો યાદઆવ્યા “ મોમ અમે તને
ખૂબ સરપ્રાયઝ આપીશુ,”મનમાં તે બોલી “મારા બન્ને બાળકો તમારી મમ્મી તમને
દોડીને ભેટશે  બોલો કેવડી મોટી સરપ્રાયઝ
ગિફ્ટ તમારી મમ્મી લાવી”!!!આમ વિચારતી હતી ત્યાં કેપ્ટનનો અવાજ સંભળાયો (we
will be landing Amdavad international airport in 15 minites).

શૈલજા ને માટે વ્હીલ ચેર
આવી ત્યારે રોફ થી શૈલજા બોલી..આ મારું ગામ છે..આ વ્હીલ ચેરને છોડવાતો હું ૯ મહીના
હોસ્પીટલમાં હતી..હું તો ચાલતી જ જઇશ..મારા

ભુલકાઓની આ જ તો સરપ્રાઇઝ ગીફ્ટ છે

અમુલ્ય અને નીરજા દોડતા
દોડતા મમ્મીને જોવા આવે ત્યારે શૈલજા વ્હીલ ચેર લાકડી અને સપોર્ટ શુઝ વિના સૌને
મળી..એક ઉત્સાહનો ઝરો ફેલાઇ ગયો..સૌની આંખો આંસુ થી ભરેલી હતી પણ હર્ષનાં.. સૌમ્ય
ગુલાબોનાં મોટા બૂકે લઇને ઉભો હતો..તેને ચાલતી શૈલજા અને તેને ઘેરીને વળેલા નીરજા
અને અમુલ્યને જોઇ ઉંચે ગગનમાં જોયું કાનાજી મંદ મંદ હસતા હતા…અકસ્માતે ખોરવાયેલી
જિંદગી પાછી તેની મુખ્ય રાહ ઉપર આવી ગઇ હતી….પાછળ શૈલજાનું ગમતું ગીત વાગતુ હતુ…

આજ ફીર જીને કી તમન્ના
હૈ…આજ ફીર મરને કા ઇરાદા હૈ

કોઇ ના રોકો મન કી ઊડાન
કો…દિલ યે ચલા હા હા હા…

સંપૂર્ણ

શૈલજા આચાર્ય

વધુ
એક બહુલેખકો દ્વારા સર્જાતી એક કથા જે
સંઘર્ષ કરે છે તેની ઉપાધી
સાથે..તેના શરીર સાથે તેના મન સાથે…જિંદગી ઘણુ છીનવી લેવા ઉતાવળી થાય છે અને
મહદ અંશે હારી ગયેલી શૈલજા હકારાત્મક અભિગમો સાથે કેવી રીતે જીતે છે તે
હ્રદયંગમ કથા

શૈલજા આચાર્ય (૧) સ્નેહા
પટેલ

અમદાવાદ શહેર…સાબરમતી નદીને કિનારે વસેલું સ્વમાની શહેરીજનોથી
છલકાતું શહેર..કોમી રમખાણો, પૂર,,ધરતીકંપ જેવી કેટ કેટલીયે માનવસર્જીત અને કુદરતી હોનારતોમાંથી
ખુમારીભેર બેઠું થયેલું શહેર. ઈ.સ.૧૮૭૫માં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યું ત્યારે
સાબરમતીના ઝંઝાવાતી તોફાનોનો અસ્સલ રંગ જોઇને થોડા ઘણા લાકડાના અવશેષો સાથે બચેલા એલિસબ્રીજ
એટલેકે લક્કડીયા પુલને ફરીથી ઇ.સ. ૧૮૮૯માં પોલાદથી બનાવામાં આવ્યો હતો.લોખંડના ગડરવાળો
અને કમનીય વળાંકોવાળો અને જેના ઉલ્લેખ વગર અમદાવાદ શહેરનો ઇતિહાસ અધૂરો લાગે એ બ્રીજ
એટલે અમદાવાદનો ભવ્ય એલીસબ્રીજ..

સંધ્યાનો સમય હતો. આથમણીકોરે સૂરજ એના ગુલાબી રંગના અનેરા કામણ
પાથરી રહ્યો હતો. એલીસબ્રીજના છેડે આવેલ ‘સેવાબેંક’ની પાછળ આવેલી મધ્યમવર્ગીય સોસાયટીની
બાલ્કનીમાં શૈલજા એના પ્રિય હિંચકા પર ઝુલતી ઝુલતી શાક સમારી રહી હતી . વચ્ચે વચ્ચે
ગુલાબી પગની પાનીએ હિંચકાને એક હળવી ઠેસ પણ મારતી જતી હતી. એના કાળા ભમ્મરવાળ બેપરવાઇથી
બટરફ્લાયની સહાય વડે પોનીટેઈલમાં બાંધેલા હતાં. એમાંથી એક અલકલટ બહાર નીકળીને એના નાજુક
ગોરા ગોરા વદનને ચૂમીને નટખટ શરારત કરતી જતી હતી. પણ શૈલજા એ લટને હટાવવાનો પ્રયત્ન
સુધ્ધાં કર્યા વગર એની એ તોફાનની મજા માણતી માણતી ગુલાબી આકાશને પોતાની આંખોમાં ભરી
લેવાના નિરર્થક પ્રયત્ન કરતી જતી હતી.. પંખીઓ અંધારું થતા પહેલા પોતપોતાના માળામાં
પહોચી જવાની ઊતાવળમાં ઊડતા હતાં. શૈલજાને એ પંખીઓની એકસરખી હારમાળા જોવી બહુ ગમતી.
નભમાં ઉચે ઉચે એક્સરખી લાઇનમાં એકસરખી ઝડપે ઊડતા પંખીઓને જોવાનો એક અનોખો જ લ્હાવો
છે.

પોતાના ઘરની બાલ્કનીમાંથી એલિસબ્રીજ ઉપર ઉગતો અને આથમતો સુરજ જોવા
એ શૈલજાનું મનપસંદ કામ. સાંજના સમયે પોતાની બાલ્કનીમાંથી ગુલાબી વાતાવરણમાં એ પક્ષીઓની
રમત જોવાનું કદી ના ચૂકતી. કુદરતનો ખોળો એને અનહદ પ્રિય હતો. કુદરત જોડે સંકળાયેલી
દરેક વસ્તુ ભલે એ નિર્જીવ હોય કે સજીવ એ એના પણ દિલથી નજીક જ રહેતી.

શૈલજા…શૈલજા આચાર્ય… ડો.સૌમ્ય આચાર્યની પત્ની અને ૧૫ વર્ષના
મધુરા દાંપત્યજીવનની મળેલી ભેટ જેવા નીરજા અને અમૂલ્ય બે મીઠડાં સંતાનોની માતા. શૈલજા
આચાર્યનું કુંટુંબ અમદાવાદના એલિસબ્રીજના વિસ્તારમાં ત્રણ રુમ -રસોડુ- અને ૨ બાલક્નીનો
એક મધ્યમવર્ગી ફ઼્લેટ ધરાવતુ કુંટુંબ હતુ.

રસોડામાં કુકરની સીટી વાગી અને ઉતાવળે પગલે શૈલજા અંદરની તરફ઼
ભાગી. પાંચના બદલે સાત વ્હીસલ થઈ ગઈ.ખીચડી ચડીને નકરી લોચા જેવી થઈ જશે તો જમતી વેળાએ
સૌમ્યના નાકનું ટીચકું ચડી જશે અને એની વ્હાલી નીરજા પણ એમાં કુદી કુદીને ટાપસીઓ પુરાવીને
મારી ખેંચવાની એક પણ તક જતી નહી કરે. મનોમન વિચારતી શૈલજા એકલી એકલી હસી પડી.

ફ઼ટાફ઼ટ કડક ભાખરીનો લોટ બાંધ્યો અને રીંગણ બટેટાનું શાક વધારીને
ફ઼્રીજનું બારણું ખોલતા જ એનાથી એક નિસાસો નંખાઈ ગયો.

’અરે..કાલે તો દહીનો વાટકો ખાલી થઈ ગયેલો…યાદ જ ના રહ્યું.હવે
લેવા જવું પડશે ગેસ પર મુકેલ શાક પણ અધવચાળે બંધ કરવું પડશે..અને એ બધામાં રસોઈમાં
મોડા ભેગું પાછું મોડું થઈ જશે. ત્યાં તો એના કાને માઇકલ જેકશનના સુપરહીટ ’બેન’ નામના
આલબમનું ટાઇટલ ધમાલિયું ગીત કાને અથડાયું.

’આ અમૂલ્ય ક્યારે સુધરશે…? એના મગજ પરથી આ માઈકલ જેકશનનું ભૂત
ક્યારે ઉતરશે?

લાવ એને એક વાર પૂછી જોઉં. જો એ દહીં લાવી આપે તો મારે બધું ય
કામ સમયસર આટોપી શકાશે..” આમ ને આમ વિચારમાં એણે અમૂલ્યના રુમનો દરવાજો ખટખટાવ્યો..

બે મિનિટની પ્રતીક્ષા પછી પણ કોઇ જ ગતિવિધીની એંધાણી ના મળતા શૈલજાને
થોડો ગુસ્સો ચડ્યો.આ વખતે હવે થોડી જોરથી એણે દરવાજો ખખડાવ્યો…અને સાથે જોરથી બૂમ
પણ પાડી,

’અમૂલ્ય..ફ઼ટાફ઼ટ દરવાજો ખોલ..મારે કામ છે..આ આખો દિવસ પેલા જેકીડાના
રવાડે ચડીને બંદરની જેમ ઉછળકૂદ કરે છે તે સારો નથી લાગતો હાં કે..’

’ખટાક’ દઈને રુમની સ્ટોપર ખુલવાનો અવાજ આવ્યો…અને દરવાજામાં
એક રુપકડો વેરવિખેર વાળ વાળો, માસૂમ હાવભાવ ધરાવતો ગોરો ચિટ્ટો બારે’ક વર્ષની ઊંમર
ધરાવતો છોકરો ઉભો હતો. એના

કપાળ પર પરસેવાની બૂંદો છલકી રહી હતી. ડાન્સની તેજ ગતિને લીધે
શ્વાસોશ્વાસ થોડા તેજ હતા…ગોરું ચિટ્ટું મોઢું તેજ ડાન્સના પરિશ્રમને કારણે લાલચોળ
થઈ ગયેલું.

શૈલજા બે ઘડી બધી ય નારાજ્ગી ભૂલીને પોતાનાં લાડકવાયાને જોવામાં
જ ખોવાઈ ગઈ. અમૂલ્ય અસલ પોતાની કાર્બન કોપી જ લાગતો હતો. એજ નાક નકશો…એજ સ્કીનટોન..એના
જેવા જ કાળા ભમ્મર વાળ. એનું હૈયે હેતની હેલી ચડી.બધુંય ભૂલીને પોતાના દુપટ્ટા વડે
લાડકવાયાના ચહેરા પરનો પરસેવો લૂછવા માંડી.

રોજ-બરોજના મમ્મીના ગુસ્સા અને પ્રેમની આ સંતાકૂકડીથી અમૂલ્ય પણ
હવે સારી રીતે વાકેફ઼ થઈ ગયેલો. એને ખબર હતી કે મમ્મી જેટલી જલ્દી ગરમ થાય એનાથી પણ
બમણી ઝડપે એનો એ ઉભરો શમી જતો… હોઠ પર મધ મીઠું સ્મિત ફ઼રકાવતો અમૂલ્ય બોલ્યો…

’.બોલો…શું કામ હતું..?? આ નાનો બાળક આપની શું સેવા કરી શકે
એમ છે…? હુકમ કરો માતાશ્રી..”

બે પળ એની નટખટ શેતાન આંખોમાં જોઈ રહયાં પછી એકદમ જ શૈલજાને યાદ
આવ્યું અને ધીરેથી અમૂલ્યનો કાન આમળતા બોલી..”મારો લાડકવાયો..બહુ શેતાન થઇ ગયો
છે ને આજકાલ કંઈ ..”અને વ્હાલથી એને ગળે વળગાડી દીધો. આંખમાં વ્હાલના અતિરેકથી
આંસુ ભરાઈ આવ્યાં જેને શૈલજાએ તરત જ ખભા પર લૂછી કાઢ્યાં.બે મિનિટ તો અમૂલ્ય પણ ચૂપ
થઇ ગયો. પોતાની આ વ્હાલુડી માના લાગણીના ઝારામાં બે-ચાર ડૂબકી લગાવીને માતૃ-પ્રેમની
મજા માણી રહ્યો.

એક્દમ જ શૈલજાને યાદ આવ્યું..’અરે બેટા, જા ને નીચે કાનજીભાઈની
ડેરી પરથી મને દહીં લાવી આપને. મારે રસોઈમાં થોડું મોડુ થઈ ગયું છે..નહીં તો હું જ
લઇ આવત. હમણાં તારા પપ્પા આવીને ઊભા રહેશે અને જમવાનું તૈયાર નહી હોય તો બૂમાબૂમ કરી
મેલશે…મારો ડાહ્યો ડીકો નહી…. પ્લીઝ..મારું આટલું કામ નહીં કરે તું..?”

‘અરે મમ્મા..આટલા મસ્કા ના માર…લાવી આપું છું તારું દહીં..બસ..”
અને પોતાના રુમની લાઈટ અને સીડી પ્લેયર બંધ કરીને એ શૈલજાના હાથમાંથી ૨૦ની નોટ લઇને
ફટાક દેતાકને ઘરમાંથી બહાર નાઠો.શૈલજા બે પળ એની પીઠ તરફ માર્દવતાથી તાકી રહી…એવામાં
એના નાકમાં શાક બળવાની વાસ આવી ને એ રસોડામાં ભાગી…

‘હાશ…બચી ગયું..પળભરનું મોડું થયું હોત તો…આ અમુક દિવસો સવારથી
જ આવા કેમ ઉગતા હશે..? કોઇ કામમાં ભલીવાર જ ના આવે..”

૦-૦

લાકડાંની કોતરણીવાળી ગોળાકાર એન્ટિક ભીંત ઘડિયાળમાં આઠના ડંકા
પડ્યા અને ઘરના દરવાજાની ડોરબેલમાં કોયલ ટહુકી…સોફા પર બેઠેલી શૈલજાએ છાપુ બાજુમાં
મૂકીને દરવાજો ખોલ્યો.

ઘરના ઊંબરે એક ચૌદ વર્ષની તીખા નાકનકશાવાળી ટીનેજર છોકરી ઉભી હતી.
જમણા કાંડે સ્ટાઈલીશ ફ઼ાસ્ટ ટ્રેકનું ઘડિયાળ બાંધેલું અને હાથમાં ઢગલો’ક સીડીઓનો ખજાનો
પકડેલો હતો.

એના રેશમી સોનેરી વાળ ખભા પર બેપરવાહીથી ઝુલી રહ્યા હતા. ગુલાબી કલરના સ્લીવલેસ ટોપ
અને કોટનના દુધ જેવા સફેદ, ઢીંચણથી થોડું નીચે સુધી પહોચતા પેન્ટમાં લપેટાયેલું એનુ
ગોરું ગોરું અને જુવાનીની પગદંડી પર કદમ માંડી રહેલું તન થો્ડાક થાક અને કંટાળા મિશ્રિત
ભાવોથી લદાયેલું હતું. ડાબા ખભા પર ડ્રેસ ને મેચિંગ કરેલ નાનકડું ગુલાબી પર્સ ઝુલી
રહેલું હતું.

“આવ નીરજા દીકરા આવ..કેમ થાકેલી થાકેલી લાગે છે આટલી?”

“જવા દે ને મમ્મા..આજે ટ્યુશનમાં સરે લખાવી લખાવીને હાથની
કઢી કરી નાંખી છે..મને તો આ એજ્યુકેશન સિસ્ટમ સામે જ વાંધો છે. દુનિયા કેટલી આગળ વધી
ગઈ છે..’પેપર બચાવો’ અભિયાન હેઠ્ળ હવે લોકો મોટા ભાગનું ભણતર ‘લેપટોપ’ પર જ કરવા માંડ્યા
છે. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે ને આપણે હજુ ત્યાં ના ત્યાં જ, એ જ જુનવાણી માનસ સાથે
જીવીએ છીએ. ભણાવશે તો રુડુ રુપાળુંકે,” પરિવર્તન એ દુનિયાનો નિયમ છે” તો
એ પરિવર્તન સ્વીકારવામાં આવી પાછી પાની કેમ કરતા હોઇશું આપણે..? બધું બોલવામાં જ રુપાળુ
છે બાકી વર્તનના નામે સાવ ગોળાકાર મીંડુ જ..”

શૈલજા જાણતી હતી કે એની આ તેજાબી અને ધારદાર બુધ્ધીવાળી દલીલો
કરવામાં નંબર વન દીકરી સામે દલીલો કરવાનો કોઈ મતલબ નથી. બહુ જીદ્દી છે..એકદમ એના બાપા
પર જ ગઈ છે. આને તો મારે વકીલ જ બનાવવી છે. ત્યાં જ એની નજર નીરજાના હાથમાં રહેલ સીડીના
થોકડા પર પડી અને એના મોઢામાંથી એક હાયકારો નીકળી ગયો..પોતાની ઇચ્છા તો બહુ છે, પણ
આ માયા વકીલ બનવા માટે હોંકારો ભણે એમાંની ક્યાં હતી? એને તો એ ભલી અને એનું લેપટોપ..એના
નવા નવા સોફ઼્ટવેર્સ ભલા..આજ કાલના છોકરાઓ કયાં મા – બાપની મરજી મુજબ ચાલે છે..??

’ચાલ દીકરા ફ઼ટાફ઼ટ હાથ મોં ધોઈને ફ઼્રેશ થઈ જા અને તારા પપ્પા
કયાં..આજે તને લેવા નહોતા આવેલા કે શું…”

’ના મમ્મી એ મારી જોડે જ આવ્યાં છે..પણ બિચારા રોજની જેમ જ નીચે
પાર્કિંગમાં ગાડી પાર્ક કરવામાં અટવાયા છે. આપણે ત્યાં હવે ગાડીઓ વધતી જાય છે એટલે
પાર્કિંગની સમસ્યા બહુ મોટી થઈ ગઈ છે. જોને આપણા જ ઘરમાં ચાર વ્યકિતના ચાર જુદા જુદા
વાહનો નથી..એક વ્યકિત દીઠ એક વાહન તો હવે જરુરિયાતના ધોરણોમાં ગણાવા લાગ્યું છે”

’સારું મારી મા..હવે જા ને ફ઼ટાફ઼ટ ડાયનિંગ ટેબલ પર આવ…હું થાળીઓ
પીરસું છું.”

૦-૦

લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય બધા
એક સાથે જમવા બેઠેલાં. લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય
બધા એક સાથે જમવા બેઠેલાં. સૌમ્યના ઘરમાં સાંજના સમયે ઘરના બધા સભ્યોએ એકસાથે જમવાનો
આ શિરસ્તો બહુ મક્ક્મતાથી પળાતો હતો. અનિવાર્ય સંજોગો બાદ કરતાં બને ત્યાં સુધી બધાઆ
શિરસ્તાને વફાદાર રહેવાનો પૂરો યત્ન કરતાં.

‘અહાહા,,આજે તો રસોઇ બહુ સરસ બની છે ને કંઈ..? શું વાત છે શૈલજાદેવી..?”સોનેરી
રીમલેસ ચશ્માને નાક પર સરખા ગોઠવતા સૌમ્ય બોલી ઉઠ્યો.

‘એ તો પપ્પા,,મેં દહીં લાવી આપેલું ને એટલે” તરત જ નટખટ અમૂલ્ય
એ વચ્ચે ટાપસી પુરાવી દીધી.

‘ખાલી આજે જ સારી બની છે રસોઈ..?? મને તો એમ કે…..”

બાકીનું વાક્ય ઇરાદાપૂર્વક અધુરુ રાખીને અને એક ખોટી ખોટી નારાજગીના

ભાવ સાથે શૈલજાએ પોતાની મોટી મોટી ભાવવાહી આંખો સૌમ્યની આંખોમાં
પૂરોવી દીધી.

”બાપ રે મરી ગયા આ તો…સોરી દેવી….બોલવામાં ભૂલ થઈ ગઈ..સ્લીપ
ઓફ ટંગ..માફ કરો અને થોડું શાક પીરસવાની કૃપા કરશો કે..?”

અને આખોય પરિવાર એક્સાથે હસી પડ્યો.

રોજની ટેવ મુજબ શૈલજા સૂતા પહેલાં એક ‘ક્વીક શાવર’ લઈને રેશમી
ટુ પીસની નાઈટી ચડાવીને બાથરુંમમાંથી બહાર નીકળી ત્યારે વ્હાઈટ ઝ્ભ્ભા -લેંઘામાં સજ્જ
સૌમ્ય એનું જીયોલોજીકલ પુસ્તક પૂરી તન્મયતાથી વાંચી રહ્યો હતો. શૈલજા એની નજીક ગઈ અને
ધીમેથી એના હાથમાંથી પુસ્તક લઈને બાજુમાં પડેલું બુક – માર્ક એમાં ગોઠવી દીધું ને પુસ્તકને
હળવેથી બંધ કરતી’કને બોલી..

“ડોકટર સાહેબ…ઘરમા હો ત્યારે તો થોડો સમય અમારા માટે ફાળવો..ગમે
ત્યારે ઇમરજન્સીનો ફોન આવે ને ભાગવું પડે એવા સમયે તો અમારું કશું ના ચાલે પણ અત્યારે
તો…”

‘અરે શૈલુ…તને તો ખબર છે કે અમારા ‘ઉદ્યોગ અને ખાણ વિભાગ’માં
ઉચ્ચ અધિકારીની બદલી કરાઈ છે. આ નવા અધિકારી આવ્યા છે એમને થોડા ‘જીઓલોજીકલ’સર્વે કરાવવા
છે. એટલે મારે થોડી માહિતી ભેગી કરવાની છે એના માટે. તો પ્લીઝ..”

‘હા ભાઈ…લગ્નના ૧૫ વર્ષ થયા..હવે તો તમને આ જમીનોના સંશોધનોમાં
જ વધુ રસ પડે ને.. ” અને આગળનું વાક્ય જાણે આંખોથી જ કહેવાનું હોય એમ અધુરું છોડીને
એની આંખોમાં પોતાની આંખો પુરોવતી’કને પલંગ પર એની નજીક જઈને બેઠી”

સૌમ્ય આચાર્ય રુપાળી પત્નીની મધ મીઠી વાતને નકારી ના શક્યા. એકદમ
શૈલજાનો હાથ ખેંચીને પોતાની નજીક ખેંચી લીધી. શૈલજા પણ જાણે આવા ઇજનની રાહ જ જોતી હતી.

શૈલજાના લીસા વાળમાં હાથ ફેરવતા સૌમ્યને અચા્નક યાદ આવ્યું અને
બોલ્યો.’અરે…કાલે તો મારે આખો દિવસ ડ્રીલીંગ વેલ.માં જ જવાનો છે. થોડી ઇમરજન્સી છે.અને
કાલે મારી ગાડીના હપ્તા ભરવાનો છેલ્લો દિવસ છે.એક કામ કરીશ શૈલુ ડાર્લિંગ…કાલે બેંકમાં
એક આંટો મારીને મારું આ કામ પતાવતી આવીશ.. પ્લીઝ..”

‘ઓકે..જેવી આપની આજ્ઞા પતિદેવ..”

‘ઓહ મારી વ્હાલી કહ્યાગરી પત્ની…આઇ લવ યુ સો મચ..’ અને એક નટખટ
હાસ્ય સાથે સૌમ્યએ હાથ લંબાવીને લેમ્પની સ્વીચ બંધ કરી દીધી.

૦-૦

બીજા દિવસની સવાર થોડી ધમાલિયણ હતી શૈલજા માટે.

આજે કામવાળી નહોતી આવવાની, અમૂલ્યને ક્રિકેટની પ્રેકટીસ માટે બે
પીરીઅડ એક્સ્ટ્રા સ્કુલમાં રોકાવું પડે એમ હતું તો એના માટે ફુલ ટીફીન બનાવવાનું હતું.
સાંજે નીરજાની સહેલીઓ ઘરે આવવાની હતી અને જમવાની હતી તો એની થોડી ઘણી તૈયારી અત્યારથી
કરવા માંડેલી. ત્યાં તો સૌમ્યનું બેંકનું કામ યાદ આવ્યું અને સાથે એ પણ યાદ આવ્યું
કે આજે તો શનિવાર હતો.

‘મરી ગયા…’ ઘડિયાળમાં નજર નાંખતા એ ચિંતા વધુ ધેરી બની ગઈ. ૧૨.૩૦
નો સમય બતાવતી એ ઘડિયાળ જાણે કે એની હાંસી ઊડાવી રહી હતી. ફટાફટ કપડાં બદલી , પર્સ
અને પોતાની ફ્ર્ન્ટીની ચાવી લેતી’કને રીતસરની એણે ગાડી તરફ દોટ જ મૂકી.

મનોમન ગણત્રી મૂકી..અહીંથી સી.જી રોડ એટલે લગભગ ૧૦ એક મિનિટનું
જ અંતર કાપવાનું છે આમ તો. પણ મૂઓ આ ટ્રાફિક….

૪૦ની સ્પીડે દોડતી એની ગાડી અને ૪૦૦ની સ્પીડે ચાલતા એના વિચારો…એમાં
વળી નહેરુબ્રીજનું ક્રોસિંગ બંધ મળ્યું એની અકળામણ હવે ગુસ્સામાં પરિવર્તિત થઇ ગઈ…

‘આ કામ જો આજે નહી પતે તો સૌમ્ય પાછું મહેણું મારશે કે એક કામ
સોંપેલુ એમાં પણ

ભલીવાર નહીં ને..તમારા બૈરાની જાત જ આવી…ભરોસો મૂકાય જ નહી સહેજ પણ …’

વિચારોના તુમુલ યુધ્ધ સાથે ડ્રાઈવ કરતી શૈલજા એ ભુલી ગઈ કે પોતે
અમદાવાદના સૌથી ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહી છે..ત્યાં તો ગાડીના રીવર વ્યુ કાચમાં
એની નજર પડી અને એનું હૈયુ એક ધબકારો ચૂકી ગયું.પાછળ જ એક મ્યુનિસિપાલટીની બસ પૂરપાટ
વેગે આવી રહેલી.

‘આ બસોના ડ્રાઇવરો પણ જાણે પીને ના ચલાવતા હોય એમ જ વાહન હંકારે
છે..સાલું કોઈને ‘રોડ સેન્સ’ જેવું છે જ નહીં ને

આજ કાલ’ વિચારમાં ને વિ્ચારમાં એણે ગાડી થોડી ડાબી બાજુમાં લેવાનો પ્રયત્ન કર્યો. પણ
પાછળ જ એક લાંબી ગાડી ફુલ સ્પીડમાં આવતી હતી એ એના ધ્યાન બહાર જ ગયું અને પરિણામે પાછળની
ગાડીએ શૈલજાની ગાડીને જોરદાર ટ્ક્કર મારી દીધી. શૈલજાની ફ્રંટી બે- ચાર ગુલાટીયા ખાઈ
ગઈ .એમાં વળી પાછલથી આવતી લાલ બસ એની ગાડી જોડે અથડાઈ.

શૈલજાની ગાડીનું કચુંબર બની ગયું. એના માથામાંથી લોહી વહેવા માંડયું
અને કમરમાં ખાસો એવો બેઠો માર વાગ્યો. માંડ માંડ ગાડીનો દરવાજો ખોલીને એણે બહાર નીકળવાનો
પ્રયત્ન કર્યો પણ બધીયે કોશિશો નિષ્ફળ. એનું શરીર જાણે એના

કહ્યામાં જ નહોતું રહ્યું આંખો આગળ લાલ -લીલા – પીળા રંગોની ભૂતાવળ નાચવા લાગી. અમૂલ્યની
‘કોમિકસ બુક્સ’માં જોયેલી હોય એવા સિતારાઓની ભરમાળ સર્જાઈ ગઈ. પીડા ને લીધે ચીસ પાડી
શકે કે ઊંહકારા ભરી શકે એટ્લી પણ તાકાત એના શરીરમાં હવે નહોતી રહી. છેલ્લે આંખો સામે
ભેગી થતી માનવ મેદનીને નિહાળતા નિહાળતા એની આંખો બંધ થઈ ગઈ..શૈલજા બેભાન થઈ ગઈ.

0-0

સૌમ્ય ફાઇલોના ઢગલામાં મોઢું ઘાલીને બેઠેલો. સ્ટાફ્ને સખત શબ્દોમાં
ચેતવણી આપી દીધેલી કે ખાસ મ સિવાય કોઇએ એને હેરાન કરવો નહી.

એવામાં એના સેલમાં રીંગ વાગી.’અરે, આ તો શૈલજાનો નંબર’ થોડી ચીડ
ચડી. અનિચ્છાએ લીલા બટન પર અંગુઠો દબાવ્યો.

‘બોલ…શું કામ છે?’

ત્યાં તો સામેથી કોઇ અજાણ્યો અવાજ આવ્યો.

‘તમે કોણ બોલો છો..?’

સૌમ્યને થોડી નવાઈ લાગી.. આ શૈલજાનો ફોન કોની પાસે છે વળી?

ગુસ્સા પર કાબૂ રાખીને જવાબ અપ્યો.. ‘ભાઈ..તમારી પાસે આ ફોન ક્યાંથી
આવ્યો? તમે કોણ બોલો છો..?”

‘જુઓ ભાઇ..તમે મને કે હું તમને ઓળખતા નથી. પણ આ ફોન જેમનો છે એમને
ઈન્કમટેક્ષના ચાર રસ્તા પાસે ભારે અકસ્માત થયેલો. અમને ‘૧૦૮’ વાળાને આ વાતની જાણ થતા
એ બેનને મેડીલીંક હોસ્પિટલમાં લઇ આવ્યાં છીએ. અત્યારે એ બેભાન છે અને બહુ ખરાબ હાલતમાં
છે. તમે બને એટલા જલ્દી અહી આવી જાઓ અને બીજા જેને પણ આ વાતની જાણ કરવાની હોય એમને
જાણ કરતા આવો.’

આટલી વાત સાંભળતા સૌમ્યના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો અને
એ પોતાની ખુરશીમાં ફસડાઇ પડ્યો…

શૈલજા આચાર્ય (૨) વિજય
શાહ

અજંપ મન હજી રોગને સમજવા મથતું હતું.. ત્યાં તેના ફોનની ઘંટડી
રણકી..૧૨ વાગી ગયા હતા અમૂલ્ય અને નીરજાને સ્કુલે થી લેવાના હતા. અમૂલ્ય બોલતો હતો..પપ્પ્પા
મમ્મી હજી આવી નથી? ફોન ઉપર તો કોઇ અજાણ્યા ભાઇ એમ બોલે છે કે મમ્મી તો હોસ્પીટલમાં
છે. ફોન ઉપર અમૂલ્યનું ડુસ્કુ સંભળાયું…તેથી સૌમ્ય કહે હું આવુ છુ રાહ જોજે અને નીરજાને
પણ કહેજે મને સી એન પહોંચતા પંદર મીનીટ લાગશે…

ઓપેરેશન થીયેટરમાંથી નર્સ બહાર આવી અને કહ્યું..તેમનું ઓપરેશન શરુ કર્યુ છે..તેમની
કરોડરજ્જુને બહુ નુકશાન છે..કદાચ બે કલાક લાગશે. તેમને સંપૂર્ણ બેભાન કર્યા છે.

નર્સ તો સંદેશ આપીને જતી રહી. નીરજા અને અમૂલ્યને શાળાથી લેવા માટે સૌમ્ય નીચે પાર્કીંગમાં
વળ્યો…તેની સુમો બહાર કાઢ્તો હતો અને ફોન વાગ્યો.ઓફીસમાં થી ફોન હતો…લંચમીટીગ માટે
સાહેબ રાહ જુએ છે તેવો સંદેશો સેક્રેટરીએ આપ્યો ત્યારે સૌમ્ય બોલ્યો.. “ શૈલજાને એક્સીડંટ
થયોછે કદાચ આજે તે લંચ મીટિંગમાં નહીં આવી શકે.” સેક્રેટરીનાં અન્ય પ્રશ્નો ના જવાબ
આપતા આપતા તે સી એન નાં કંપાઉંડમાં દાખલ થયો…

અમૂલ્ય અને નીરજા એમની જગ્યાએ હતા અને સુમોમાં તેમને બેસાડી..ઘર તરફ ગાડી વાળી.

“ મમ્મી ને બહુ વાગ્યુ છે?”

“ હા બેટા હોસ્પીટલમાં અત્યારે તેનું ઓપરેશન ચાલે છે.”

“ઘરે ખાવાનું કશું નહી હોય..તમને સેંડવીચ અપાવી દઉં?”

નીરજા કહે “મને તો કંઇ ખાવું નથી..હોસ્પીટલ જઇને મમ્મીને મળવુ છે. અમૂલ્ય તારે ખાવી
છે સેંડવીચ?”.

અમૂલ્ય કહે “ પપ્પા હોસ્પીટલમાં મમ્મીને મળાશે?”

સૌમ્ય કહે અત્યારે તો ઓપેરેશન કરે છે તેથૉ બે એક કલાક પછી જ જવાશે..”

સૌમ્યે રૂપાલી સામે સેંડ્વીચ્ની દુકાને પાર્ક કરતા કહ્યું-“નીરજા ચટણી સેંડવીચ કે સુકીભાજી?”

શનીવારનો સમય હતો અને મેટીની શો છુટી ગયો હતો તેથી સેંડવીચ લેતા વાર ના લાગી પાછળ થી
આઈસ્ક્રીમ પાર્લરની દુકાને થી કાજુદ્રાક્ષનું પેકેટ લઇ સૌમ્ય એપાર્ટમેંટ ઉપર પહોંચ્યો.
પોલીસે ડેમેજ્ડ ફ્રંટી એપાર્ટ્મેંટ પર પહોંચાડી દીધી હતી.

ફ્રંટીની દશા જોઇને ત્રણેય હત પ્રભ થઇ ગયા.પડોશીઓ અને ગુરખો શૈલજા બેનને કેમ છે તે
જાણવા ઉત્સુક હતા.. સૌમ્યે પોતાનો એપાર્ટ્મેંટ ખોલી સૌને અંદર આવવા કહ્યું.

શૈલજા ને કમર ઉપર કરોડરજ્જુનું ઓપેરેશન થઈ રહ્યું છે તેથી કોઇ વધુ માહિતી નથી..શૈલજાની
સખીતો લગભગ રડી જ પડી …ફ્રંટી ની દશા જોતા તો લાગતું નથી કે તેઓ બચે..પણ ઉપરવાળો આ
બચ્ચાઓની સામે જુએ તેવી પ્રાર્થના કરતા કરતા ગયા. ગુરખો તો વધુ ચિંતીત થઇને કહેતો હતો
કે..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી કે બહેન બચી હો.”.

સૌમ્યને ખરેખરો આંચકો હવે લાગ્યો…નીરજા સ્તબ્ધ હતી અને અમૂલ્ય પણ પેટમાં ગલુડીયા બોલતા
હતા પણ મમ્મી ને ખુબ વાગ્યુ છે જાણી ને હવે રડવા માંડ્યો. તેને રડતો જોઇ નીરજા કહે
“ ભઈલા તું કેમ રડે છે?”

અમૂલ્ય બોલ્યો “ મમ્મીને કંઈ થઇ જશે તો?” નીરજા કહે “ ભઈલા મમ્મીને કશું જ નહીં થાય..
સમય્સર સારવાર મલી ગઈ છે ને તેથી તે સારી થઈ જશે. ચાલ આપણે ભરત મામાને બોલાવી લઈએ..”
અને પ્રશ્નાર્થ નજરે સૌમ્ય સામે જોયું.

સૌમ્યે હકારમાં માથુ હલાવ્યુ અને નીરજાએ ભરતમામાને ફોન ઉપર વાત કરી. ઇંદુમામી તરત ટીફીન
લઈને ઘરે આવે છે અને તેઓ મેડીલીંક પહોંચે છે. ત્યારે નીરજાએ કહ્યુ અમે લોકો પણ ૩ વાગે
પહોંચીશુ.. મામી ને ત્યાંથી અમે સાથે લેતા આવશુ…પપ્પા સેંડ્વીચ લાવ્યા છે અને અમે તે
વાપરીને નીકળીશું…

અમૂલ્યને તેની જૅમ સેંડવીચ આપી બાપ દીકરી સેંડવીચ ખાવા બેઠા..પણ એમ કંઇ થોડુ ગળે ઉતરે…અમૂલ્ય
સેંડવીચ ખાઇને આઇસ્ક્રીમ ખાતો હતો ત્યાં ફરી થી ફોન આવ્યો..સૌમ્યનાં મમ્મી ફોન ઉપર
ચિંતા કરતા હતા…મુંબઈથી રાતની ગાડી પકડવાની વાત કરે છે.

સૌમ્ય કહે “તમે ઉતાવળ ન કરો…શૈલજાનું ઓપેરેશન પતી ગયા પછી તે ફોન કરશે. જરૂર હશે તો
ચોક્કસ બોલાવી લઈશ…ભરતભાઈ અને ઇંદુભાભી આવી જવાના છે.તેની આંખમાં ઝળઝળીયા હતા એ ભીનાશ
એના અવાજમાં ડોકાતી હતી..અને સૌમ્યની મમ્મી છાનું છાનું રડતા સૌમ્યનાં રુદનથી વ્યથીત
થતા્ં હતાં..હાય! મારા છોકરાને આ કેવી વ્યથા? સૌમ્ય બોલ્યો..મોમ! મને ખબર નથી શૈલુને
કેટલી વેદના વેઠવાની છે..મને ખુબજ ચિંતા થાય છે..

મમ્મી પાસેથી ફોન પપ્પાએ લીધો અને સૌમ્ય સાથે થોડી વાત કરીને બોલ્યા..”તારી મમ્મીને
હું અત્યારે પહેલું પ્લેન લઈએ છે..અમારાથી આવે પ્રસંગે બેસી ન રહેવાય.. અને છોકરાઓને
સ્કુલ અને તારે કામે જવાનું તેથી ઘરનું માણસ જોઇએ…”

સૌમ્યને પહેલી વખત સારું લાગ્યુ. તે ફોન ઉપર હીબકે ચઢ્યો..

નીરજાને કોણ જાણે કેમ પપ્પાની આ રીત ના ગમી. તે પાણી લઈ સૌમ્ય પાસે આવી અને બોલી પપ્પા
૩ વાગે આપણે મમ્મીને મળવા હોસ્પીટલ જઇએ છે ને? તેના અવાજમાં શૈલજા નો ઠસ્સો હતો.તે
સૌમ્ય તરત સમજી ગયો અને બોલ્યો..” હા દિકરા તારી વાત સાવ સાચી છે.કાલપનીક દુઃખોનાં
ઘોડા દોડાવતા પહેલા વાસ્તવિકતાને જાણવી જોઇએ…”

“પપ્પા તમને બા દાદા સાથે વાત કર્યા પછી જે હિંમત મળવી જોઇએ તેને બદલે તમે તો પોચકા
મુકવા માંડ્યા.”

“ હા બેટા પોતાના માણસને વેદના થાય છે તેટલું જાણ્યા પછી એ વેદના મન ને પણ થવામાંડે
તો તે પ્રેમ છે બેટા.. તેને સમજવા માટે કદાચ તુ હજી નાની છે.”

“ મને પણ પીડાતી મમ્મીની કલ્પનાથી મન ભરાઇ આવે છે પણ હજી વ્યવહારુ બનવુ અને પરિસ્થિતિ
સમજવી જરૂરી છે .ચાલો આપણે નીકળીયે.. થોડાક વહેલા હોઇશું તો કોઇ આવ્યુ હશે તેમની સાથે
વાત થશે.” એજ શૈલજા નો લહેકો..સૌમ્ય મનમાં બબડ્યો…અમૂલ્ય પણ ઢસડાતો હોય તેમ નીરજાની
સાથે ચાલતા ચાલતા બોલ્યો “દીદી મમ્મીને સારું થઇ જશેને?”

યંત્રવત સુમો એપર્ટમેંટ માં થી બહાર નીકળી અને મેડીલીંકમાં પહોંચી ત્યારે સૌમ્ય અકસ્માતની
લોહીયાળ સચ્ચાઈ જાણવા મનથી તૈયાર થઇ ગયો હતો. ભૂતકાળનાં ઘણાં પ્રસંગો ઉભા થવા મથતા
હતા.. પણ આજે તો એક જ સચ્ચાઇ હતી અને તે શૈલજા આઈ સી યુમાં છે તેનું ઓપેરેશન ચાલી રહ્યું
છે…અને પેલા ગુરખાની વાત તેના મનમાં પડઘાતી હતી..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી
કે બહેન બચી હો.”.

વેઈટીંગરૂમ માં દાખલ થયા ત્યારે નર્સે જણાવ્યું બેન ને સારું છે..ઓપેરેશન પુરુ થવામાં
જ છે. નીરજાએ પપ્પા સામે અર્થ્પૂર્ણ રીતે જોયુ..અને જાણે કહેતી હોય જોયું પપ્પા ત્યાં
અંધેર નથી?”

મૂક સંમતિ આપી સૌમ્ય બીજી બાજુ જોઇ ગયો..

અમૂલ્ય એક ખુરશીમાં ચુપ ચાપ બેઠો હતો.. તેની ઉંમરનાં પ્રમાણમાં તેને પ્રશ્નો ઉઠતા અને
નીરજા એની સમજ પ્રમાણે જવાબ આપતી પણ કેટલાંક પ્રશ્નો તો એવા હતા કે તેનો જવાબ નીરજાને
પણ નહોંતો આવડતો, ત્યારે એક બ્રહ્મવાક્ય આવી જતું ‘” હોસ્પીટલમાં મમ્મીને સમયસર સારવાર
મળી છે ને તેથી બધુ સારું થઇ જશે ભઈલા.. થોડીક રાહ જો..’ અને અમૂલ્ય કહેતો.. “મને તો
મમ્મીની સાથે વાત કરવી છે.. એ ક્યારે આવશે?” તેના આ પ્રશ્ન નો જવાબ નીરજા, ભરત મામા
અને ઇંદુમામી દસ વખત આપી ચુક્યા હતા…”બસ હવે આવી જશે..” પણ હજી સુધી કેમ આવી નથી? તે
વ્યથા તેના નાના મગજને રંજાડતી હતી. વળી વાતો વાતોમાં કોઇક નર્સ બોલી કે હવે જીવનું
જોખમ નથી..ત્યાર પછી એ વધુ અજંપ થઇ ગયો.. એના બાલ માનસમાં મમ્મી નો જીવ પણ જતો રહી
શકે તેમ હતો તેનાથી તેને બીક લાગવા માંડી હતી…મમ્મી ના હોય તેવી તો કલ્પના ક્યારેય
કરી નહોંતી..

નીરજા જોઇ રહી હતી કે અમૂલ્ય ડરે છે તેથી તેની સાથે વાતો કરી તેનો અને પોતાનો ડર દુર
કરવા બોલી..” ઇન્દુ મામી આ અમૂલ્ય જુઓને મમ્મી ને કંઈ થઇ જશે કરીને ડરે છે તેને સમજાવોને
કે મમ્મીને સારું છે…”

એટલે અમૂલ્ય બોલ્યો.. ન મને કંઈ ડર નથી લાગતો પણ હવે બહુ થયું મારે મમ્મીને જોવી છે…”

ઇંદુમામી કહે “ બેટા પ્રભુએ તમારી સામે જોયું છે.. મમ્મી ભગવાનનાં દ્વારેથી પાછી આવી
છે”

નીરજાએ મામીની વાતમાં ટહુકો કરીને કહ્યું “ હા ભૈલા મમ્મીને હવે સારું થઇ જશે.”

થોડોક સમય વીતી ગયો.. ત્યાં પેલી નર્સ હાંફળી ફાંફળી આવીને કહે શૈલજા બહેનનું બ્લડ
ગ્રુપ “એ” છે…કદાચ વધુ લોહીની જરૂર પડે..તમારામાં થી કોઇ લોહી આપી શકશે?

ભરતભાઇ એ અને સૌમ્યે તૈયારી બતાવી…

ઇંદુબહેને નર્સને પુછ્યું “ ઓપરેશન તો સફળતાપૂર્વક પતી ગયુ છે ને?”

નર્સ કહે “ આ તો તકેદારી છે..અને મોતનાં મોંમાંથી પાછા લાવવા અમારે કોઇ પણ વસ્તુની
શરતચુક ના થાય તે જોવાની જવાબદારી છે”

સૌમ્ય નર્સની વાત સાંભળી રહ્યો હતો તેથી તેમની પાસે જઈને નર્સે કહ્યું તેમને ૧૬૦ ટાંકા
છે અને અત્યારથી ૭૨ કલાક આઇ સી યુ માં ઓબ્ઝર્વેશન માં રહેશે…ઓ.એન.જી.સી નું પીઠબળ છે
તેથી પેશંટ બચવાની શક્યતા ના હોત.

હમણા દસેક મીનીટમાં ઓપરેશન પતી જશે અને તેમને આઇ.સી. યુ. માં દાખલ કરાશે. તમારી સાથે
દર્દીનાં રોગ વિશે અને તેમ્ની સાર સંભાળ માટે જરૂરી વાતો ડો જાધવ સાહેબ તેમની કેબીનમાં
કરશે.

નીરજાનાં રડું રડું થતા ચહેરાને જોઇ નર્સે તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું બેટા તારી
મમ્મીની મમ્મી થજે..અને તારા ભઈલાને જાળવજે…પ્રભુએ નાની ઉંમરે માની સેવા કરવાનો મોકો
આપ્યો છે. અને અમૂલ્યને કહે તારી મમ્મી બચી ગઈ છે.. ડાહ્યો દીકરો થજે..નર્સ માથા ઉપર
હાથ ફેરવીને જતા રહ્યા.. પણ ત્રણેય જણાનાં ચહેરા ઉપર હજારો પ્રશ્નાર્થ ચિન્હ પેદા કરી
ગયા…

૦-૦

બરોબર સાડા ત્રણ વાગે રોલીંગ સ્ટ્રેચર ઉપર શૈલજાને લૈને ઓર્ડર્લી આવ્યા અને લીફ્ટમાં
ત્રીજે માળે લૈ જતા હતા ત્યારે બેહોશ શૈલજાને બધાએ જોઇ..ઓક્ષીજન અને ગ્લુકોઝ, સલાઈન
ચાલુ હતો અને સાઈડ ઉપર તેને સુવાડી હતી.તેનો પીડા ગ્રસ્ત ચહેરો જોઇ ભરતભાઇનો સમતાનો
બંધ તુટી ગયો. “મારી નાની બેન ને આટલું બધું દુઃખ!..’

અમૂલ્ય એક વાત સમજી ગયો હતો.. મમ્મીનો આ રોગ નાનો નથી અને જલ્દી મટવાનો નથી.અને તેથી
મમ્મીને જોતા જ નીરજાનો હાથ જોરથી પકડી લીધો..નીરજા પણ આજ અનુભવમાં થી પસાર થી રહી
હતી..ઇન્દુમામીએ તેની આંખમાં જાગેલા ભયને ભાળી લીધો અને ભરતને કહ્યું તમે સૌમ્યભાઇ
સાથે આવજો હું આ બંનેને લઈને ઘરે જઉં છું.

પાછા વળતા ઇન્દુમામી એ ફીયાટ ઘર તરફ વાળી…નીરજાને રડવું હતું.. પણ રડાતું નહોંતું..
નાના અમૂલ્યને સાચવવો પડે તેમ હતો…તેણે ઇન્દુ મામીને પુછ્યું “ મમ્મીને સારુ થઇ જશેને?”

ઇંદુમામીએ કહ્યું “તારી મમ્મી તો બહુ બહાદુર છે…બસ તારા જેટલીજ હતી જ્યારે હું પરણીને
ઘરે આવી ત્યારે…ઘરમાં રસોઇ, નિશાળનાં ટ્યુશનો અને બાને ખાવાની બહુ તકલીફ.. છતા બધું
તે કરે અને પાછી મને કહે ભાભી..તમને કંઈ કામ હોયતો કહેજો.. હુંતો આમ ચપટી વગાડીને કરી
નાખીશ”.

“ મામી હું પણ બધું કરું છું પણ અમૂલ્યની મને બીક લાગે છે.તેને કેવી રીતે સાચવીશ?”

“ અરે નીજુ બેટા તારે એકલીને ક્યાં સાચવવાનો છે? પપ્પા છેને? અને મમ્મીતો આમ જ સાજી
થૈ જશે…”

“પણ મામી..”

“ જો બેટા એક વાત સમજ.મમ્મીને કમર્માં દુખાવો રહેશે.. એટલે તેમાં ત્રાસ થાય તેવું કંઇ
એને કરવા નહીં દેવાનું.. બાકીતો તે બચી ગઈ તેજ સૌથી મોટી પ્રભુ કૄપા..”

અમૂલ્ય આ બધું સાંભળતો હતો અને બોલ્યો..

’એટલે એનો અર્થ એવો થયોને કે મમ્મી મરી જતા જતા બચી છે?’

“હા. પણ હવે તે કાળ જતો રહ્યો.. હવે તો મમ્મી સાજી થાય એટલી જ વાર!”

અમૂલ્યનું નાનું માનસ મોટી મસ સમસ્યા સમજ્વા મથતું હતું અને મમ્મી ના હોય તો શું થાય
તે વાતો વિચારી વિચારી થાકી ગયું…એપાર્ટમેંટમા ફીયાટે વળાંક લીધો અને ઇંદુ મામી એ એપાર્ટ્મેંટ
ખોલ્યુ…

૦-૦

ડો જાધવની ઓફીસ સ્વચ્છ અને સુઘડ હતી.

ભરત અને સૌમ્ય તેમની રાહ જોતા હતા.સામેની બાજુએ તેમની ડીગ્રીઓ અને અવોર્ડો હતા.બીજી
બાજુની ભીંત ઉપર કર્મણ્યે વાધીકારસ્તેનું ગીતા જ્ઞાન ગાતું ચાંદીનાં રથનું મોટુ અને
આકર્ષક પોટ્રેટ હતુ.તેની સામેની ભીંત ઉપર એક્ષ્રરે ચેક કરવાનું કબાટ હતુ.

ઓપરેશન ના સમયે જે નર્સ બહેન બધી માહિતી આપતા હતા તે નર્સ બહેન સાથે ડો જાધવ, ૪ નાં
ટકોરે ઉપસ્થિત થયા.

સૌમ્ય સાથે હાથ મિલાવતા કહે” મારે લીધે રાહ જોવી પડી હોય તો મને દર્ગુજર કરજો..પન શૈલજાનું
ઓપેરેશન એક મોટી કટોકટી હતી. મારી સાથે છે તે બહેન ચિત્રા પટેલ.. અમારા સમય્નાં નર્સ
છે અને મને તેમને લીધે ઘણી રાહત છે.

ભરતભાઇ તમારા નાના બહેન એક કટોકટીમાં થી બચી ગયા છે પણ તેની પાછળ આવતી ઘણી બધી નવી
તકલીફો માટે સજ્જ કરવા અત્યારે તમારી સાથે વાતો કરીશ.

અકસ્માતે તેમની કરોડ રજ્જુને નુકસાન કર્યુ છે અને તેને કારણે તેમનામાં શારિરિક અને
માનસિક તકલીફો આવનાર છે તે અને તેનો કેવી રીતે સામનો કરવાની ચર્ચા કરવી છે.પણ તે શરું
કરતા પહેલા તમને ખબર છેને કૄષ્ણ ભગવાને આ સંદેશ કેમ આપેલો?

સૌમ્યે માથુ હલાવ્યુ અને ચિત્રા બહેને ચર્ચાનો દોર પોતાના હાથમાં લીધો “ હમણા તો શૈલજા
બહેનનો કમરનો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મણકો અકસ્માતમાં દબાયેલોછે અને તે દબાણ
દુર કરી અમે તેમેને નવું જીવન તો આપ્યું છે પણ અમે કેટલા સફળ તેતો ૭૨ કલાકે જ ખબર પડે.

આ દબાણ ની અસર ક્યાં અને કેવી રીતે પડે તે પહેલા સમજી જાવ એટલે રોગ વિષેની તકલીઓ સમજાય.

હાલમાં શૈલજાનાં ઐચ્છીક અંગો જેવાકે હાથ પગ,ને સ્નાયુઓને સતર્ક રાખતી જ્ઞાન રજ્જુઓ
દબાઇ ગઈ છે જે મણકા ૩ થી ૬ દબાય છે તેને લીધે થયું છે.બાકીનાં અવયવો જેવાકે નાક , કાન
આંખ હ્રદય કીદની વગેરે ઉપર કોઇ અસર નથી.

શૈલજા બહેન ને આ નુકસાન વિષે પહેલા જ્યારે ખબર પડશે ત્યારે તે સત્યને પચાવતા તેમની
માનસિક હાલત ખુબ જ કથળેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. હવે ડોક્ટર જાધવે વાત પોતના
હાથમાં લેતા કહ્યું. આવા દર્દીઓનાં કેસમાં દર્દી અને તેમની આજુ બાજુનું વાતાવરણ ખુબ
જ અગત્યનો ભાગ ભજવે છે.

મારી સલાહ એવી છે કે તેમને નકારાત્મક ચર્ચા કરતા સર્વે પરિબળો થી તેમને મુક્ત કરી દેજો.

ભરતભાઇ અને સૌમ્ય ડોક્ટરનો આભાર માનીને ઘરે જવા નીકળ્યા.

શૈલજા આચાર્ય (૩) સ્નેહા પટેલ

સૌમ્યની માનસિક હાલત ડામાડોળ હતી..એની નજર સામે વારંવાર શૈલજાનું
પાટાપીંડીવાળુ અને પરવશ તનવાળુ દ્રશ્ય ફરતું જતું હતું. ભરતભાઈએ એને થોડો આરામ
આપવાનું વિચાર્યું પણ એને જાતે ગાડી ડ્રાઈવ કરીને ઘરે જવા દેવાય એમ હતું નહીં અને
અહીં શૈલજા પાસે પણ એને એકલો મુકવાનો મતલબ નહતો. મનોમન ભરતભાઈ પોતાના આવા પોચકા
જીજાજી પર અકળાઇ ગયા.મુસીબતના સમયે મરદના બચ્ચાની જેમ સામી છાતીએ લડત આપવાની બદલે
આ તો સાવ જ પાણીમાં બેસી ગયો છે..મનોમન બે ચાર અપશબ્દ પણ બોલાઈ ગઈ. પણ અત્યારે આ
બધી વાતોનો કોઇ જ મતલબ નહતો. ખાલી મગજ ઠંડુ રાખીને આ સમસ્યામાંથી બને એટલા ઓછા
નુકશાન સાથે બહાર નીકળવાનું હતું. એટલે જ ભરતભાઈએ સૌમ્યને ઘરે પહોંચાડી અને પોતાનો
જરુરી સામાન લઈને હોસ્પિટલ પાછા આવી શૈલજા પાસે રોકાવાનો નિર્ણય કર્યો.

આખા રસ્તે સૌમ્ય ચૂપચાપ બેસી રહ્યો. ખાલી ખાલી નજરથી કાચમાંથી બહાર સિમેન્ટીયા
શહેરના સ્ફાલ્ટની સડકો પર પૂરપાટ વેગે બેજવાબદારીથી દોડતા નાના મોટા વાહનો નિહાળતો
રહ્યો. આવી બેજવાબદારીને લીધે જ એની શૈલુનો આવો જીવલેણ અકસ્માત થયો ને… એને બહાર
ભાગતા બધા વાહનોના ચાલકો પર ગુસ્સો આવી ગયો.

૦-૦

ઘરે જઈને લૂઝ લૂઝ ખાઈને નાઈટ ડ્રેસ..ટુથબ્રશ..નેપકીન..એક ચાદર..જેવી નાની નાની
વાતો યાદ રાખી રાખીને ઇન્દુને ’ગુડનાઈટ..જય શ્રી ક્રિશ્ના ’ કહીને ભરતભાઈ ઘરના
ઊંબરે પહોચ્યા જ હશે કે પાછળથી ઇન્દુબેને બૂમ પાડી..

’અરે…એક મિનિટ ઊભા રહો તો જરા..” અને દોડતી’કને એ બારણે આવી.

’શું થયું ઇન્દુ..’

’આ તમારી બ્લડ પ્રેશરની ગોળી તો લેતા જાઓ..રાતના ઊજાગરા થશે અને પ્રેશર પાછું
કંટ્રોલ બહાર જશે

તો તકલીફ઼ થઈ પડશે આવા સમયે તો આપણે દર્દીની જોડે આપણું પણ એટલું જ ધ્યાન રાખવું
પડે..નહીં તો હોસ્પિટલમાં એની બાજુમાં બીજો ખાટલો આપણો જ ઢળી જાય..એક તો તમે માનતા
નથી …હું તો કહું છું કે આ સૌમ્યભાઈને પણ જોડે લઈ જાઓ…એક કરતાં બે ભલા રહેશે..મારે
આ છોકરાઓની જવાબદારી છે…એમના બા-દાદા આવી ગયા હોત તો તો હું જ આવી જાત તમારી જોડે…”

અને ભરતભાઈ હેતાળ સ્મિત સાથે પોતાની પ્રેમાળ પત્નીને ચૂપચાપ જોઇ રહ્યાં..ધીરેથી
બોલ્યાં,

’શું કામ ચિંતા કરે છે..આ ગજવેલની છાતીવાળા મરદ ’પતિ’ પર ભરોસો નથી કે..સૌમ્ય
ત્યાં આવે છે અને નકરી અર્થહીન વાતો વિચારી વિચારીને ત્યાંનું આખું વાતાવરણ ડહોળી
કાઢે છે. ચારે બાજુ નકરી નકારાત્મક ઉર્જા જેવું જ અનુભવાયા કરે છે અને મારે
અત્યારે એ નથી જોઈતું. થોડા દિવસ તો હું ખેંચી કાઢીશ..પછી જોયું જશે. પ્લીઝ…મગજ પર
થોડો સંયમ રાખી લેજે. હા..એના મમ્મી પપ્પા આવે પછી તું આવજે. એ વાત તારી બરાબર
છે..ચાલ રજા લઊં..ત્યાં શૈલજા જોડે કોઈ જ નથી…જય શ્રી ક્રિશ્ના..”અને ઇન્દુબેન સજળ
નેત્રે એમના આ ભડ પતિની પીઠને તાકી રહ્યાં..

0-0

સૌમ્યનાં પપ્પા મમ્મી આવી ગયા પછી સૌમ્ય જરા હળવો થયો.. ઘરથી હોસ્પીટલનાં આંટા
ફેરા જાણે સહ્ય બન્યા. ભરતભાઇ અને ઇંદુબેન ને પણ થોડો હાશકારો મળ્યો રવિવાર જતો
રહ્યો અને સોમવારે છોકરાને નિશાળે મોકલ્યા પછી ઇંદુબેને જરા રસોડામાં હાશનો શ્વાસ
લીધો. શૈલજાનું રસોડું ઇંદુબેન માટે નવું તો નહોંતું પણ વેવાઇ અને વેવાણ ને
સાચવવાના અને સૌમ્યભાઇને શોક્માંથી બહાર કાઢવા કંઇક અને કંઇક મથતા રહેવું પડતુ..જો
કે તે કામ હવે સૌમ્યનાં મમ્મી કરતા અને હિંમત રાખવા જાત જાતનાં અનુભવો આપતા…

શૈલજાને હોશ આવી ગયા હતા.મેડીલીંકના દર્દીઓના હલ્કા ભૂરા ડ્રેસમાં આવી હાલતમાં
પણ એ સોહામણી લાગતી હતી. રુમમાં અત્યારે કોઈ જ નહોતું.એ.સી.રુમમાં કાચની બારીઓ
કેસરી રંગના પડદાથી ઢંકાયેલી હતી. રુમમાં દિવસના સમયે પણ લાઈટો ચાલુ કરેલી હતી.
કુદરતા વાતાવરણમાં જીવવા ટેવાયેલી શૈલજાને આ અંધકારભર્યા ક્રુત્રિમ વાતાવરણથી
અકળામણ થઈ ગઈ. મન થયું કે ઉભા થઈને એ પડદા ખોલી નાંખે..બહારની દુનિયાની હલચલ સાથે
થોડા ડગલા ચાલીને ગતિનો આનંદ માણી લે…પણ અફ઼સોસ..એનાથી પોતાના પગની આંગળી સુધ્ધાં
હલાવી શકાતી નહોતી..વળી ડોકટરોની કાને પડતી ગુસપુસથી એને પોતાની પરવશ હાલતનો થોડો
અંદાજ પણ બંધાતો જતો હતો. એને છુટ્ટા મોઢે રડવું હતું પણ કદાચ આંખના આંસુ પણ
અકસ્માત પછી પરવશ થઈને સુકાઇ ગયેલા લાગતા હતાં. ભરપૂર પ્રયત્નો પછી પણ આંખોમાંથી
બહાર આવતા જ નહોતાને..સુકીસુકી આંખોથી એણે રુમની છત તરફ઼ નજર નાંખી…છત એકદમ સફ઼ેદ
હતી. એક પણ દાગ નહતો.

આંખોને એ.સી. ના બંધિયાર વાતાવરણમાં એ ચોકખાઈ સારી લાગી. ત્યાં પંખાના પવનની
લહેરખીથી પેલો કેસરી પડદો થોડો ઊડ્યો અને શૈલજાની આંખે બહારની દુનિયાની એક ઝાંખી
કરી લીધી..એક જોરદાર નિસાસો છાતીમાંથી પડઘાયો..શું હવે એ કદી આ દુનિયામાં પાછી નહી
ફ઼રી શકે..પોતાના પગ પર ઊભી નહી રહી શકે… નાની નાની વાતો માટે હવે એણે બીજાઓ ઉપર
આધાર રાખવો પડશે એ વિચારે જ એના રોમેરોમ ધ્રુજારી વ્યાપી ગઈ. આવી પંગુતા એને નસીબે
જ કેમ લખાઈ?

વિધાતાને એની જોડે જોડાયેલી બે માસૂમ જીંદગીનો પણ વિચાર નહી આવ્યો હોય..?
અમૂલ્ય તો હજુ કેટલો નાનો છે..એની બૂટની દોરી સુધ્ધાં એને બાંધતા નથી આવડતું વળી
નીરજા..એની લાડકવાયી…આ જ તો ઉંમર છે કે એને માની ખાસ જરુર પડે..માના રૂપમાં એને
પોતાની બહેનપણી મળી જાય તો એને યોગ્ય માર્ગદર્શન અને માવજત મળી શકે એના બદલે એને માથે
પોતાની જવાબદારીના ખડકો ખડકાઇ ગયા. નાનપણમાં પોતે જેમ એને કોળિયા ભરાવેલા એમ હવે એ
પોતાને ભરાવશે..પોતે નીરજાના વાળ ઓળી આપતી હતી એમ એ હવે એના વાળ ઓળી આપશે.. પોતે
એને જેમ ચણાનો લોટ અને મલાઈ ઘસી ઘસીને નવડાવતી હતી એમ…આગળની સ્થિતિ વિશે વિચાર
કરવાની એનામાં તાકાત જ ના રહી..ઓહ..આ તો પોતે દિકરીને પોતાની મા બનાવીને એની
પાસેથી બધુ વસુલ કરશે એવી હાલત થઇને ઊભી રહી છે.. એ નાજુક શી છોકરી આ બધી
પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરશે..? એના ભણતર પણ જવાબદારીઓનો ગિલેટ લાગી જશે
હવે..

હે ભગવાન આમ અડધી મરેલી જીવતી રાખી એના કરતા તો તેં પૂરી જ મારી કાઢી હોત તો શું
વાંધો હતો..આ તારો કેવો ઇન્સાફ…ગયા ભવના મારા એવા તે કયા કર્મો મને અત્યારે નડી
રહ્યા છે એ જ નથી સમજાતું..

આહ..!!

અને એના મોઢામાંથી ગરમા ગરમ લ્હાય જેવા નિસાસાઓ સરી પડયાં. એ જ સમયે પડદો ફરી
ઉડ્યો. બહાર વરસાદ પડતો હતો. બારીના કાચ પર એક ધુંધ પ્રસરેલી હતી. જાણે અંદરથી
શૈલજાના આ ગરમ લ્હાય જેવા નિસાસાઓ વરસાદમાં વરાળ થઈને કાચને ધુંધળાવી ગયા ના હોય..
એને પોક મૂકીને છુટ્ટા મોઢે રડવું હતું પણ આંખમાં આસુ આવતા જ નહોતા..પોતાની આંખના
આંસુ પણ હવે એ જાતે નહી લુછી શકે…હા એવું જ હશે…એટલે જ કદાચ ભગવાને એની આંખોના
આંસુ સૂકવી કાઢ્યા હશે…!!!!!

ત્યાં તો આંખોમાંથી એક આંસુ ‘ટપ’ દઈને એના ઓશિકા પર ટપકી પડ્યું… અને શૈલજાએ
બાકીના આંસુઓને ખાળવા પોતાની આંખો મહામહેનતે જોરથી ભીંસી દીધી…

૦-૦

સૌમ્ય પથારીમાં આડો પડ્યો. હોસ્પિટલની દોડાદોડ, સ્પીરીટની ગંધાતી ઉબાઉ તીખી
વાસ, શૈલજાને સામે પથારીમાં પરવશ હાલતમાં સતત જોઈ જોઈને થાકી ગયેલી આંખો..ડોકટરોની
દોડા-દોડ… સિસ્ટરોની શિખામણોની વણઝાર…સલાઇનના બાટલા પર સતત ધ્યાનશીલ ચાંપતી
નજર..એક્સ રે ની ખાખી ફ઼ાઇલોના ઢગલા..દવાઓના લિસ્ટ અને હોસ્પિટલના બિલોથી સતત ભારે
થતું ખીસું…આજે ઘરના પલંગ પર પણ એ બધું એનો પીછો નહોતું છોડતું. આ ડોકટરોની તો આવી
ટેવ જ હોય છે.દર્દીઓના ખીસા કઈ રીતે ચીરવા એ જ ભાંજગડમાં રહેતા હોય છે..બાકી મારી
શૈલુને કંઇ આખી જીંદગીની બિમારી ગળે થોડી વળગે..? એ તો ભગવાનની માણસ છે..એનું ખરાબ
ઉપરવાળો કઈ રીતે થવા દે…? આ તો એ બહાને જેટલા દિવસ દર્દી હોસ્પિટલમાં વધુ રોકાય
અને રુમોના ભાડા અને બિલો જે વધારે મળે…બસ આ જ માનસિકતા હોય આ લોકોની..એક વાર મન
થાય છે કે બીજા કોઈ ડોકટરને પણ ’કનસલ્ટ’ કરીએ..’સેકન્ડ ઓપીનીયન’માં શું વાંધો
છે..હા કાલે એમ જ વાત કરીશ ભરતભાઈને..આમ ને આમ જ વિચારોમાં સૌમ્યની આંખો
નીંદ્રાદેવીને શરણે થઈ ગઈ એનું ધ્યાન જ ના રહ્યું.

૦-૦

ભરતભાઈ… હોસ્પિટલ પહોચ્યા. અને લીફ઼્ટમાં જતાં વેંત જ લિફ઼્ટ્મેનના ’પાસ તો
બતાડો સાહેબ’ ના અવાજે વિચાર તંદ્રામાં થી જાગ્યા..

“અહ્હ…હા..હા…એક મિનિટ..’ અને પેન્ટના ખીસા ફ઼ંફ઼ોસીને પર્સ સાથે બહાર આવી
ગયેલા લીલાપાસના લિફ઼્ટમેનને દર્શન કરાવ્યા.લિફ઼્ટ સીધી ત્રીજા માળે પહોંચી.રુમનં.
૩૦૩ના દરવાજે જતા પહેલાં ભરતભાઈ થોડા અટક્યાં. જાતને સધિયારો આપ્યો અને સમજાવી કે
શૈલજા સામે એમણે સહેજ પણ ઢીલા પડવાનું નથી. એમની લાડકી બેનાની હાલત યાદ આવતાં
આંખના ભીના થઈ ગયેલા ખૂણા શર્ટની બાંય પર લૂછી કાઢ્યાં અને હળવેથી દરવાજો
ખોલતાં’કને અંદર પ્રવેશ્યાં.

અંદર ડ્યુટી પરનો એક શિખાઉ ડોકટર શૈલજાનું પ્રેશર ચેક કરી રહ્યો હતો અને એની
સાથે આવેલી નર્સ સલાઇનનો ખાલી થવા આવેલો બાટલો પતે એટલે બીજો ચડાવવા માટે રાહ જોતી
હ્તી. એના બીજા હાથમાં સલાઇન અને દર્દશામક દવાઓના નાના બાટલા અને ફ઼ાઈલ પકડેલા
હતાં..

“હ્મ્મ..આમ તો બધું બરાબર છે..તમે બોલો બેન..તમને શું તકલીફ઼ થાય છે..?”
ડોકટરે કાનમાંથી સ્ટેથોસ્કોપ કાઢતા શૈલજાને પુછ્યું.

જવાબમાં શૈલજાના મૌન બિડાયેલા હોઠ, સજળ નજર નિઃશબ્દ રહીને જે વ્યથા કહી ગઈ
એનું તાદ્રશ્ય ચિત્રણ કરી શકાય એવા શબ્દો બારાખડીના અક્ષરોમાંથી પ્રગટતી કુંઠિત
ભાષામાં આ દુનિયામાં હજુ ક્યાં બન્યા જ છે..? એણે ડોકટરની સામે જોયા જ
કર્યું…ડોકટર પણ એક પળ તો એ નજરમાં રહેલા ભાવથી હાલી ગયો. આમે એ શિખાઊ હતો. હજુ
એનામાં અનુભવી ડોકટરો જેટલી જડતા પ્રવેશી નહોતી. એટલામાં બાટલો ખાલી થઈ ગયો અને
નર્સે પોતાની ડ્યુટી બજાવવાની ચાલુ કરી

એટ્લે પેલો ડોકટર એક હાશકારાના ભાવ સાથે જ ભરતભાઈને બહાર આવવાનો ઇશારો કરીને બહાર
નીકળી ગયા. સૌમ્ય કાર પાર્ક કરીને ત્યાં આવી ગયો

હતો.

બહાર રીસેપ્શન ટેબલ પર પહોચીને ડોકટરે ભરતભાઈને કહ્યું કે,”સોરી સર, હમણાં જ
મોટા ડોકટર આવીને બેનને તપાસીને ગયા..મસાજ. આઇ વી ફ્લ્યુઇડ અને દરેક પ્રકારનાં
ટેસ્ટ જોઈને તેઓ એ નિર્ણય પર પહોચ્યા છે કે દર્દીનો ડોકથી ત્રીજો ચોથો પાંચમો અને
છઠો મણકો તેમની જ્ઞાન રજ્જુને બચાવવા ને બદલે દબાવીને બેઠા છે. તેથીઆખુ શરીર
કોમામાં છે. જોકે અનૈચ્છીક સ્નાયુઓ કે જેના ઉપર કરોડરજ્જુનું આધિપત્ય નથી તે બધા
ચાલે છે. એક્ષરે કહેછે કે શૈલજા ના એ ૪ મણકાનું દબાણ હટાવવાનાં પ્રયોગો કર્યા
સિવાય એની કોઇ જ દવા નથી. વળી આવા કેસમાં રીકવરીના ચાન્સીસ બહુ જ ઓછા… છે જ નહી એમ
કહું તો પણ ચાલે..ભગવાનને પ્રાર્થના કરો..કદાચ કોઇ સારો રસ્તો નીકળી પણ આવે. સાવ જ
છેલ્લી પાટલીના આવા નિદાનથી ભરતભાઇ માથે હાથ મૂકીને બાજુના સોફ઼ા પર જ બેસી પડયાં.
તંદુરસ્ત અને જુવાન શૈલજાને આમ પરવશ હાલતમાં જોવી એ એક ભયાનક દુઃસ્વપ્ન જેવું જ
ભાસતું હતું.

સૌમ્યને તો નર્સનાં સ્વરૂપમાં યમરાજા બોલતા જણાયા કાશ.. કાલે સુરજ ઉગે અને
ચમત્કાર થઈ જાય અને શૈલજા પાછી યથાવત પહેલાંની જેવી જ હસતી રમતી થઈ જાય..પણ સમય
આગળ કોઈનું ચાલ્યું છે કે..બહુ મોટો કારીગર છે એ…એનું મન શૈલજાને પીડાતી જોઇ શકતું
નહોંયુ..પણ કોઇ રસ્તો પણ દેખાતો નહોંતો. તેની મમ્મી તેને કહેતી હતી..જેનો ઉપાય નહી
તેને તો ભોગવ્યે છૂટકો

૦-૦

નીરજા અને અમૂલ્ય ‘૬’ બાય ‘૬’ના ડબલ બેડમાં સુતા હતા. અમૂલ્યની બાળક્બુધ્ધિને
તો હજુ એની મમ્મીની આ હાલત વિશે કંઇ સમજણ જ નહોતી પડતી. વારંવાર એ નીરજાને
જાતજાતના પ્રશ્નોની ઝડી વરસાવીને મૂંઝવી દેતો હતો.

‘તે હેં દીદી…મમ્મી ક્યારે પાછી આવશે? મારે ૧૫મી પહેલાં સ્કુલનો એક પ્રોજેક્ટ
સબમીટ કરવાનો છે. આજે ૮મી તો થઈ. જોકે એકાદ દિવસમાં પણ એ પતી જશે..માય મમ્મી ઇઝ
ગ્રેટ..’

નીરજાની બુધ્ધિમાં આ પરિસ્થિતી વિશે હજુ થોડી અવઢવ હતી. સાંજે જમીને નેટ પર બેસીને
એણે કરોડરજ્જુની તકલીફો વિશે ખાસુ એવું વાંચેલું અને અભ્યાસ કરેલો. જેમ જેમ એ
પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવતી ગઈ એમ એમ એની મૂંઝવણ વધતી ગઈ. આવનારા ભવિષ્યનું જે
ચિત્રણ ઊભુ થતું હતું એ અત્યંત બિહામણું ભાસતું હતું. મેળવેલા પ્રશ્નોના ઉત્તરો
એના માટે પ્રશ્નોની હારમાળા સર્જતા ગયા. એની જુવાનીની સ્વપ્નિલ અને મેધધનુષી
જીંદગી સામે એક અધમરેલું વૃક્ષ આવીને અડીખમ જીદ્દી થઈને ઊભું રહી ગયુ હોય અને એ
વ્રુક્ષને ફરીથી જીવતું કરવા માટે પોતાના લીલાછમ સ્વપનાઓ એમાં સીંચવા પડશે..એની
બલિ ચડાવી દેવી પડશે. પોતાના ભાવિની આ બિહામણી છબી એને રાતના અંધકારમાં વધુ
બિહામણી લાગી. ત્યાં તો અમૂલ્યના કંટાળેલા અને થોડા ઊંઘના ઘેન ભર્યા અવાજે એની આ
વિચારશ્રિંખલા તોડી..’બોલને દીદી..મમ્મીને કેટલો સમય લાગશે ઘરે આવતા..??’

નીરજા થોડી અકળાઇ ગઈ હવે.’સૂઈ જાને ચૂપચાપ હવે..ના હોય તો કાનમાં આઇપોડ ભરાવી
તારા ‘જેકીડા’ના ગીતો સાંભળ .મને કશું ખ્યાલ નથી આ બાબતનો..અત્યારે જંપ અને મને પણ
જંપવા દે હવે..”

અમૂલ્ય દીદીનાં આ પ્રતિભાવથી થોડો બાઘો બનીને હેબતાઈને થોડીવારમાં સૂઈ ગયો.
નીરજા અમૂલ્યના વાંકડીયા વાળમાં હાથ ફેરવતી એના કપાળે એક ચૂમી કરીને મનોમન
બોલી,’મને માફ કરી દેજે મારા ભાઇલા…’

૦-૦

ભરતભાઈ ડોકટર જોડે વાત કરીને રુમમાં આવ્યા ત્યારે શૈલજા સૂઈ ગયેલી. ભરતભાઇ એના
પલંગની બાજુમાં પડેલા સ્ટુલ પર બેસી ગયાં. અને શૈલજાનો હાથ પોતાના હાથમાં લઈને
પંપાળવા લાગ્યા. આ એજ હાથ હતો કે જે એમને રાખડી બાંધતો હતો હવે શું એ કાયમ..આગળ એ
વિચારી જ ના શક્યાં. આંખોમાં આંસુના ઘોડાપૂર ઉમટી આવ્યાં. અત્યાર સુધી બધાની સામે
ભડ બનીને હિંમત અને ધીરજ રાખવાની સલાહો આપીને પોતાની મજબૂત માનસિક સ્થિતીનો પરિચય
કરાવનાર એ

મર્દ એકાંતમાં રડી પડયો. સામે ટપ ટપ ટપક્તી સલાઈન બોટલ..શૈલજાના નાજુક કાંડામાં
ભોંકાયેલી ઢગલાબંધ સોયો..એની કમર અને પગ પર સફેદ પાટાનું છવાયેલું સામ્રાજ્ય..બધું
જ એની આંખો સામે હતું પણ એની તમામ ઇન્દ્રીયો ફેઇલ થઇ ગઇ હોય એવું અનુભવ્યું..એને
જાણે કશું જ દેખાતું નહોતું.ખુલ્લી આંખે અંધાપો આવી ગયેલો..છતે કાને રુમની એ.સી.ની
ઘરઘરાટી સંભળાતી બંધ થઈ ગઈ…લાચારી જાણે એની ચરમસીમા પર પહોંચી ગયેલી અનુભવાઈ.

ત્યાં તો શૈલજાએ દર્દભર્યો એક ઊંહકારો ભર્યો..અને આંખો ખોલી.ભરતભાઈ એકદમ જ
સ્ટુલ પર મોઢુ ફેરવી ગયા. ભીના આંખોના ખૂણા ત્વરાથી સાફ કરીને મગજ પર કાબૂ પામી
લીધો. આમ શૈલજાની સામે રડવું…હિંમત હારી જવી એ સ્થિતી તો ના જ આવવી જોઇએ. ભડવીર
આંસુને પી અને મોઢા પર હાસ્ય લઇને શૈલજા સામે ફર્યો.

‘અરે શૈલુ..જાગી ગઈ તું..કેમ છે હવે મારી વ્હાલુડી બેનાને..ક્યાંય દુઃખાવો કે
એવું કંઇ તો નથી ને..”અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી, શબ્દોને મનના એક ખૂણે ઢબૂરીને
બેઠેલી શૈલજાથી એકદમ જ બોલાઈ ગયું,

‘દર્દ જેવું અનુભવાતું હોત તો તો સારું જ હતું ને મોટાભાઇ..આ કશું જ અનુભવાતું
નથી એની જ તો મોંકાણ…’અને એ એક્દમ જ રડી પડી.

ભરતભાઈ શૈલજાના વાળમાં હાથ ફેરવવા લાગ્યા..’અરે, આ મારી હિંમતવાન બેન બોલે
છે..? આમ હિંમત કેમ હારી ગઈ અત્યારથી. અત્યારે તો મેડીકલ સાયન્સ કેટલું આગળ વધી
ગયું છે. તું સો ટકા સાજી સારી અને પહેલાંની જેમ જ હસતી રમતી થઇ જઇશ જોજે
ને..મેડીકલ સાયન્સની સાથે સાથે આપણે આધ્યાત્મિક સારવારનો પણ આશરો લઇશું. તું માને
છે ને આધ્યાત્મિક શક્તિની અપરંપાર અને પોઝીટીવ તાકાતને તો.

અહીં શક્ય નહી બને તો વિદેશમા લઇ જઇશ..પાણીની જેમ પૈસા વાપરીશ.. તું જોજે
ને..આમ ચપટી વગાડતા બધું સાજુ સમુ થઇ જશે..ઘીના ઠામમાં ઘી પડી રહેશે.’અને ખોખલા
શબ્દોની ખોખલી સહાનુભૂતિ માણતા માણતા હથેળીમાં સુખના સુરજનો પારો રમાડતી’ક્ને
શૈલજા ફરીથી ઇન્જેક્શનની અસર હેઠળ ઘેનમાં સરી ગઈ.

શૈલજા આચાર્ય (૪) પ્રવીણા કડકિયા

મમ્મી અને પાપા મુંબઈથી આવી ગયા એટલે સૌમ્યના
જીવમાં જીવ આવ્યો. મમ્મીએ આવીને નીરજા અને અમૂલ્યને પાંખમાં લીધાં. ૧૪ વર્ષની
નીરજા અને ૯ વર્ષનો અમૂલ્યને જાણે શ્વાસમાં શ્વાસ આવ્યો. સૌમ્યને ઠંડે કલેજે
વિચારવાની તક સાંપડી.

સૌમ્યના પ્રોજેક્ટ ઓ એન જી સી માં ઘણા સફળ હતા તેથી ઉપરી ઓનો માનીતો હતો. કંપનીમાં
પ્રગતિ સારી કરી હતી. તેની આવડતને કારણે માન પણ ખુબ હતુ.. આવી પડેલી અણધારી
આપત્તિમાં જાતને સંભાળવી, બાળકોના દિમાગમાં ઉભરાતાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવું
અને શૈલજાની સ્થિતિમાં કયા નિષ્ણાત પાસેથી અભિપ્રાયો મેળવવા એવા વિકટ પ્ર્શ્નોનોના
નિરાકરણ ખાતર પંદર દિવસની રજા લઈ લીધી. આ હાલતમાં તેને રજાની ના પાડવાની શક્યતા જ
નહતી.

સૌમ્યના મમ્મા ધીરજબહેન અને પિતા શાંતિભાઈ પરિસ્થિતિની ગંભીરતા જાણતાં હતાં.
ભરતભાઈ અને ઈંદુભાભી હવે શૈલજાને ઝાઝો સમય આપી શકતાં.ભરતને તો પોતાનો ઘરનો ધંધો
હતો અને માણસો વિશ્વાસુ હતાં તેથી જરાય તકલીફ ન હતી. શૈલજા ભાનમાં આવી હતી. ભરતભાઈ
આંખના આંસુ છુપાવવાનો ઠાલો પ્રયત્ન કરી રહ્યાં હતાં. હાથમાં તાજો મોસંબી અને
સંતરાંનો રસ લઈ સૌમ્ય હોસ્પિ્ટલનાં રૂમમાં દાખલ થયો. થાકેલો હતો તેથી બાજુની આરામ
ખુરશી પર લાંબો થયો. થયું શૈલજા ઉઠે એટલે તેને તાજો રસ પિવડાવીશ.

અરે,આ શાની આટલી દુર્ગંધ આવે છે? શૈલજાને નાક બંધ કરવું હતું પણ હાથ ક્યાં તેના
કહ્યામાં હતો. બરાડા પાડતી જ રહી.સૌમ્ય બાજુમાં સોફા પર ઘસઘસાટ ઉંઘ ખેંચી રહ્યો
હતો. ડૉક્ટર સૌમ્ય, જવાબદારી ભરેલું કામ કરતો. રજા તો લીધી હતી પણ હોસ્પિટલની
દોડધામ અને શૈલજાનો ભભૂકતો અસંતોષ. અરે, આટલું બધૂ વૈતરૂં કરવાં છતાં પણ બે અક્ષર
પ્રેમના તો બાજુએ રહ્યાં, પ્રિય પત્ની શૈલજાનાં છણકાં સાંભળવાનાં. તે જાણતો હતો કે
શૈલજા અસહાય છે. કલ્પનામાં પહેલાંની શૈલજાને ભાળી, તેના પ્યારમાં ડૂબી વર્તમાન
શૈલજાની બાલિશતા ને હસી કાઢતો.

સૌમ્ય નામ પ્રમાણે ગુણ હતાં. સ્વભાવમાં સૌમ્યતા ભારોભાર ભરાયેલી હતી. તેથી જ તો
ગુસ્સો કરવાને બદલે હસીને કહેતો હા,સરકાર ગુલામ હાજર છે. શૈલજા બધુંજ ભૂલીને
પોતાની જાતને ભાગ્યશાળી માનતી. તેને થતું કે આ કેવું જીવન જીવી રહી છે. ઈશ્વરને
પ્રાર્થના કરતી આ પરિસ્થિતિનો અંત લાવવા માટે ,પણ તે કાંઈ આપણા હાથમાં છે. જૂની
ઉક્તિ યાદ આવી જતી. ‘ન માગ્યું દોડતું આવે. માગે તો મોત પણ મળતું નથી.’

દુખ કે દર્દની પીડા શૈલજાને થતી ન હતી. એ આશિર્વાદ હતો કે શ્રાપ પ્રભુને ખબર.
સૌમ્ય શહનશીલતાને વરેલા પહેલેથી હતા. શૈલજાના અકસ્માત પછી તો હદ વળી ગઈ. અરે, પથ્થર
જેવા પથ્થર પર પણ ૨૪ કલાક સતત પાણી પડે તો તેમાં ખાડો પડે છે. તો સૌમ્ય, ‘કીસ
ખેતકી મૂલી’. ખૂબ પ્રયત્ન કરતો. ધીરજ અને પ્રેમ પૂર્વક થાક્યો હોવા છતાં પણ
શૈલજાની સેવામાં હાજર.

જેણે દસે આંગળિયે પ્રભુ પૂજ્યા હોય તેને
સૌમ્ય જેવો પતિ મળે. શૈલજાએ બાળપણમાં ગૌરીવ્રત કર્યાં હતાં.અરે, વ્રતની ઉજવણી વખતે
બધી સહેલીઓ પાંચ જણાને આમંત્રે શૈલજાએ દસ બહેનપણીઓ બોલાવી હતી, દરેકને સુંદર મજાની
પર્સ ભેટમાં આપી હતી. તેના પાપા, બધાને રાતે સિનેમા જોવા ‘અપ્સરા’માં લઈ ગયાં હતા.
મમ્મી અને પાપાએ સાથે મળી આખી રાતનું જાગરણ છોકરીઓને કરાવ્યું હતું.

ગઈકાલે રાતના ડૉકટર જાધવે શૈલજાને ઘરે લઈ જવાની રજા આપી. બાજુમાં જ સોફા પર સૂતેલો
સૌમ્ય થાકને કારણે ગાઢ નિંદ્રામાં હતો. શૈલજાની રાડો તેને સંભળાતી ન હતી . તેવામાં
દરવાજાની ઘંટડી વાગી અને તે સફાળો બેઠો થઈ ગયો. નોકરી પરથી તો રજાઓ લીધી હતી પણ
શૈલજાની તહોનતમાં રહેતો.. પરિસ્થિતિ જ એવી હતી કે કાંઈ બોલી પણ ન શકાય. છતાંય પતિ
અને પત્નિની આંખો વગર બોલે ઘણી વાતો કરતી હતી.

શૈલજાને દર્દ મહેસૂસ થતું નહી, તેથી તે પરિસ્થિતિની ગંભિરતાં સમજવામં નાકામયાબ
રહેતી તેનું મગજ વિચારી શકતું પણ શરીરના અવયવો પરનો કાબૂ ગુમાવ્યો હતો. સૌમ્ય
વિચારતો કે જો મારી ‘વહાલી’ (શૈલજા) આ બધું જાણતી હોત તો આવું વર્તન કરે ખરી? નીરજા
અને અમૂલ્ય પાપાની પરિસ્થિતિ સમજતાં, તેથી ખૂબ વહાલ દર્શાવે અને સંપૂર્ણ સહકાર
આપે. આવા સુંદર કુટુંબને કોની નજર લાગી ગઈ વિધિનાં લેખ લખ્યાં મિથ્યા કરવાની પામર
માનવીમાં તાકાત ક્યાં છે? બસ તેણે તો જીવવાનું, ઝઝૂમવાનું અને બનેતો ચહેરા પર
હાસ્યનું મહોરું પહેરવાનું.

બારણું ખોલવા જ્યારે સૌમ્ય ઉઠ્યો ત્યારે બરાડા પાડીને શાંત થયેલી શૈલજાને તાકી
રહ્યો. અચાનક તેને દુર્ગંધ આવી. બારણું ખોલીને તે આયાને બોલાવવા ગયો. તેણે આયાને
પૂછ્યું, ‘ અંહી શું કરે છે?’

‘જા, જઈને જો, મેમ સાહેબના કપડાં ખરાબ થયાં લાગે છે?’

આયા, દિવસ પાળીની હતી.હમણાંજ આવી હતી. જો મેમેસાહેબે કપડાં બગાડ્યાં હોય તો સાફ
કરવાની જવાબદારી રાતવાળી આયાની હતી. પણ આજે કદાચ મોડું થઈ ગયું હશે? તેથી તે અજાણ
હતી. દરરોજની આદત પ્રમાણે આવીને સીધી રસોડામાં શૈલજા માટે મોસંબી સંતરાનો રસ કાઢી
રહી હતી. સાહેબે, જણાવ્યું એટલે હાથમાનું કામ પડતું મૂકી શૈલજા પાસે પહોંચી ગઈ.

આ કામ તેને લાંબા સમય માટે,મળ્યું હતુ.
પ્યારથી શૈલજાની સેવા કરતી. આમ પણ આ ધંધામાં, નોકરી કરનારનો દર્દી સાથે નાતો બંધાઈ
જાય છે. સહાનુભૂતી તેઓમાં ભારોભાર ભરેલી હોય છે. અરે, ઘણી વખતતો સૌમ્યનું કામ પણ
સરસ રીતે કરતી. સાહેબની, આ હાલત પર તેને તરસ આવતી.

મમ્મીના ઘરે આવ્યા પછી નીરજા બે દિવસ માટે શાળાના પ્રોજેક્ટને ખાતર મુંબઈ ગઈ
હતી.દરવાજો ખોલતાં દીકરીનું મધુરું હાસ્ય જોઇ સૌમ્ય બધું દુખ વિસરી ગયો. નીરજાએ પણ
સામો સુંદર પ્રતિભાવ પાપાને આપ્યો. મનોમન પાપાને વંદી રહી હતી. જે ધીરજ થી પાપા ઘર
અને નોકરીનું સંચાલન કરતાં હતાં, તેમાંથી જીવનના પાઠ ભણી રહી હતી. મમ્માની તબિયત
માટે આખું કુટુંબ ચીંતા કરતું. બાકી તો ડૉક્ટરની મહેરબાની ઉપર આધાર હતો. આશાનું
કિરણતો બાજુએ રહ્યું, નિરાશાના વાદળ ચારેકોર ઘેરાયેલાં હતાં.

” પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની રે, કેમ વેડફી દેવાય”.

નીરજા આવી મમ્મી અને પાપાને પોતાની ટ્રીપ વિશે જણાવી રહી હતી. ઘડી ભર શૈલજા પોતાની
સ્થિતિ વિષે ભૂલી ગઈ અને આનંદથી નીરજાને વળગવાની ચેષ્ટા કરી. પણ , હાય રે
વર્તમાનમા તો એ અસંભવ હતું. આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યાં. આનંદ અને ઉલ્લાસથી
ભરેલાં વાતાવરણમાં ગમગીનીનું સામ્રાજ્ય છવાઈ ગયું. આંસુ છુપાવવા સૌમ્ય અને નીરજા
બીજા રૂમમાં જતા રહ્યા.

શૈલજાને સાફ કરવામાં આયા પ્રવૃત્ત થઈ ગઈ. શૈલજાને ગંદકી જરા પણ પસંદ ન હતી. જ્યારે
તે બે નંબર કરે ત્યારે સાફ કરતાં આયાને વીસથી પચીસ મિનિટ લાગતી. તેને બધાજ કપડાં
પણ બદલાવવા પડતાં. આયાએ શૈલજાને બરાબર સાફ કરી, કપડાં બદલાવ્યાં .જો કે શૈલજાને
કાંઈ જ ખબર પડતી ન હતી. તેના માટે તો ચોખ્ખું શું અને ગંદુ શું? તેને કોઈ અહેસાસ
થાય તો ખબર પડે ને ? પણ નાક તો કામ કરતું હતું

આયા તો સાફ કરીને રસોડામાં ગઈ. નીરજા મુસાફરી કરીને આવી હતી તેથી સફાઈમાં પ્રવૃત્ત
હતી. તેને આજે માથું ધોઈને નહાવું હતું . જુવાનિયા માટે તો આ ખૂબ મોટો કાર્યક્રમ
હોય. એતો ઘરે આવીને પોતાના રૂમમા ભરાઈ ગઈ. આખા દિવસમાં મમ્મા પાસે સાંજ પડે
નિરાંતે બેસતી. મા અને દીકરી ઘણી બધી વાતો કરતાં જે તેમના પૂરતી મર્યાદિત રહેતી.
ધીરજ બહેન અને શાંતિભાઈ ખૂબ ચીવટ પૂર્વક સંજોગોને અનુકૂળ થઈ ઘરમાં મદદ રૂપ થતાં.
જુવાનજોધ દીકરા પર આવી પડેલી હાલતમાં જરાય મનદુઃખ ન થાય તેની કાળજી કરતાં.

સૌમ્ય ને પણ ઘણીવાર એકાંત ગમતું. હવે તેની
જીવનસંગિની તો સંગ આપવા માટે શક્તિમાન ન હતી. એકાંત તેનો સાથી બની ગયું હતું. આ
દર્દ, કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહી તેવું હતું. શૈલજાને છેહ દેવા તેનું મન ના
પાડતું હતું. તેનો સાથ અશક્ય હતો. પણ શરીરનો ધર્મ, સ્પર્શની તમન્ના, સાથીની ખૉટ
કેવી રીતે પૂરવી. ચોપડીઓ તેને સારો સાથ આપતી. કિંતુ એ ઉષ્મા, પ્રેમાળ હથેળીનો
સ્પર્શ અને પ્યારથી આમંત્રણ આપતી આંખો તેને માટે અશક્ય હતું. છતાં મુખેથી કદી
ફરિયાદ ન કરતો. જ્યારે હિંમત ટૂટે ત્યારે રૂમમાં પૂરાઈ રડીને હ્રદયનો ભાર હળવો
કરતો

. રૂમમાં શૈલજા એકલી પડી. સાથીને ઝંખતી હતી ! પણ તે ક્યાં ? દીકરી હમણાંજ
બહારગામથી આવી હતી . શૈલજા વિચારમાં ગરકાવ થઈ ગઈ . તેના આખા શરીરમાં આ એક જ ભાગ
હતો જે સફળતા પૂર્વક કાર્ય કરતો હતો. બાકી તો આખા બદન પરના કોઈ પણ અવયવમાં ચેતનાનો
સંપૂર્ણપણે અભાવ વર્તાતો હતો. પોતાના ચીડિયા સ્વભાવથી તે ખુદ પણ ત્રાસી ગઈ હતી.
આજે જ્યારે રૂમમાં કોઈની પણ હાજરી ન હતી તે પરિસ્થિતિ તેના માટે અસહ્ય બની ગઈ.
પોતે જ્યારે બાળકો, પતિ ,અને ઘરનું કામકાજ કુશળતાથી ચલાવતી ત્યારે તેની આજુબાજુ
મંડરાતા હતા.

આજે તેની હાલત કેવી થઈ ગઈ છે. આનો ઈલાજ શું છે. કોઈ પણ જાતની ચેતના શરીરમાં તે
અનુભવી નથી શકતી. અરે વાળ સંવારવાથી માંડી સૌમ્યને વહાલથી પસવારી પણ નથી શકતી.
તેનું કોઈ પણ કાર્ય કરી શકવાને તે સમર્થ નથી. આ હાલતમાં બાકીની જિંદગી કેમ કરીને
ગુજરશે? હજુ તો માંડ ૪૨ વર્ષ થયા છે. હું સહુને માટે બોજારૂપ બની ગઈ છું! સૌમ્ય બિચારો
કમાવા જાય, ઘર ગૃહસ્થી સંભાળે કે બાળકોની પ્રગતિ પર નજર રાખે. તે છતાંય દિવસને
અંતે તે શું પામે?

હોસ્પિટલેથી ઘરે આવ્યા પછી,આયા સારી હતી તેથી ધીરજબહેનને રાહત રહી. ઘરનું કામકાજ
વ્યવ્સ્થિત પણે ચાલતું હતું માત્ર ઉપર ઉપરથી. નીરજા ચિંતામાં ભણી શકતી નહી. નાન અમૂલ્યના
પ્રશ્નોની ઝડી વરસતી પણ તેને ધીરજ બહેન સાચવતા તેને શાળાએથી લાવવો ,લઈ જવો, તેના
ઘરકામ પ્રત્યે ધ્યાન આપવું એ શાંતિભાઈએ હાથમાં લઈ લીધું હતું.

સૌમ્ય બારિકાઈથી શૈલજાના મેડિકલ રિપોર્ટ વાંચતો અને પોતાની સમઝ પ્રમાણે નોંધ કરી
હવે શું તેના વિચારમાં ગરકાવ થઈ ગયો. આજે ડૉક્ટર ઝાબવાલા, પાસે જવાનું હતું. સૌમ્ય
ઉઠ્યો. આયાની અને નીરજાની મદદથી માંડ માંડ શૈલજાને ગાડીમાં બેસાડી. ૬૦ કીલોની,
સૌમ્યા આજે ૭૪ કીલોની થઈ ગઈ હતી. મોઢા પરનું નૂર અને જુવાની વિલાઈ ગયાં હતા.
ડૉક્ટરને ત્યાંથી ઉતારતાં પણ ખૂબ તકલીફ પડી. ડૉ. ઝાબવાલાએ તેને બરાબર તપાસી. લગભગ
બે કલાક સુધી તેના પર ઘણા બધા ટેસ્ટ કર્યાં. અમદાવાદના સારામા સારા ન્યુરોલોજીસ્ટ
તરીકે તેમણે નામના કાઢી હતી. શૈલજાની કરોડ રજ્જુને સારું એવું નુકશાન થયું હતું.
સૌમ્યને કેવી રીતે ધીરજ બંધાવવી કે આશ્વાસન આપવું તેની વિમાસણમાં બેઠાં હતાં. શૈલજામાં
પ્રાણ હતાં,તેને બધી સમઝ હતી. હા, તેના અવયવો પર અંકુશના નામે મોટું મસ મીંડુ. હલન
ચલન જરા પણ નહી. નાનું મગજ ,મોટું મગજ, ‘હાયપોથેલમસ’ દરેકનું ખૂબ બારિકાઈથી
નિરિક્ષણ કર્યું. ટેસ્ટના રિઝલ્ટ આવતાં તો અઠવાડિયા ઉપરનો સમય લાગવાનો હતો.

ડૉ. ઝાબવાલા શાંત મુદ્રામાં બેસી વિચારી રહ્યા હતાં. શૈલજાને તો કાંઈ ફરક જ નહોતો
પડતો. મગજ સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ નો કોઈ નાતો શરીર સાથે રહ્યો ન હતો. કુદરતે
શરીરની એવી રચના કરી છે કે આપણને કોઈ ઘા, પડે તો તે દવા વગર પણ રૂઝાઈ જાય. કિંતુ
‘મગજ’ એ એક એવું અંગ છેકે તેના કોઈ પણ ભાગ રીપેર ન થાય અથવા બદલી શકાય. વિજ્ઞાનની
પ્રગતિ ખૂબ પ્રશંશાને પાત્ર છે. અમુક બાબતમાં માનવને હજુ કામયાબી મળી નથી. હા,
પ્રયત્નો ચાલુ છે. એમ લાગતું હતું કે બે કલાકમાં કામ થઈ જશે. ઘરે જઈને શૈલાને
વ્યવસ્થિત આયાનાં હાથમાં સોંપી પાછો પોતાને કામે વળગશે!

કિંતુ માણસ ધારે કાંઈ અને થાય કાંઈ. બે ને બદલે સાડાત્રણ કલાક થઈ ગયા. શૈલજાને તો
શું ફરક પડતો હતો ? સૌમ્ય એટલો બધો થાકી ગયો કે ઘરે જઈ ને જમવાના હોશ પણ ન રહ્યા.
શૈલજાને હોસ્પિટલમાંથી ગાડીમાં બેસાડવાની, ઘરે લીફ્ટમાંથી ઘરમાં લાવવાની. ભલે ને
માણસો મદદ કરે પણ તેની ‘વહાલી’ને દુઃખ ન પહોંચવું જોઈએ તેનો બરાબર ખ્યાલ રાખતો.

બધું કામ બરાબર થયા પછી પોતાના રૂમમાં જઈ સીધો શાવરમાં ગયો. નાહીને જમવામાં માત્ર
‘ટોસ્ટ સેન્ડવીચ’ ખાઈને સૂઈ ગયો. મનથી અને તનથી તે ખૂબ થાકી ગયો હતો. ધનની ફિકર ન
હતી. ઓ એન જી સી ઝીંદાબાદ…મોટેભાગે બધો જ ખર્ચ તેમાંથી નિકળી જતો હતો. કદાચ
ખિસામાંથી પૈસા જાય તો તેને વાંધો આવે એમ ન હતું.

ડોક્ટર સાથેની વાતચીત પરથી સૌમ્ય તારવી શક્યો કે સી.૪,૫,૬,૭ મણકા દબાયા છે. જેને
કારણે શૈલજાને આ આંશિક પક્ષાઘાત હતો.. તે બચી તો ગઈ હતી પણ હાલત ખૂબ ચીંતા જનક
હતી. ડૉ.ઝાબવાલા ના રીપોર્ટ્ની રાહ જોવા સિવાય હમણાં તો બીજો કોઇ ઇલાજ ન હતો.
અમૂલ્ય અધિરાઈ પૂર્વક મમ્મી જલ્દી સાજી થઈ જાય તેમ ઈચ્છતો. નીરજા યુવાનીમાં પ્રગરણ
માંડીરહી હતી અનેક પ્રશ્નો ઉદભવતા કોને પૂછવા જવાતેની ગડમથલમાં રહેતી. દાદીને વહાલ
કરતી પણ પૂછતાં શરમાતી. સૌમ્ય શૈલજાની હાલત પર તરસ ખાતો પણ નાઈલાજ હતો. શાંતિભાઈ,
દીકરાના પરિવારે અનુભવેલા આંચકાની અસર હેઠળ હતાં.

૦-૦

કહેવાય છે ‘દુઃખનું ઓસડ દહાડા’,પણ કેટલા?
તેની ક્યાં કોઈને ખબર છે. દુઃખના દિવસો કાયમ રહેતાં નથી.જો માણસ ધીરજ ન ગુમાવે તો
દુઃખ સહેવું થોડું સરળ બને છે વરના તેમાંથી પસા થવાને બદલે માનવ ખુદ પસાર થઈ જાય
છે. શાતિભાઈએ ધીરે ધીરે સૌમ્ય સાથે જિવનની સચ્ચાઈ વીશે વાતો કરવા માંડી. સૌમ્યને
પિતાની ઠાવકાઈ અને વિચારસરણી પ્રત્યે માન ઉપજ્યું. તેણે પિતાને આ દૃષ્ટિથી કદી
નિહાળ્યા ન હતાં.

સૌમ્યએ ઘણી હિમત એકઠી કરી. જે કામ પહેલાં
શૈલજા સંભાળતી હતી તેની જવાબદારી પણ તેના માથે આવી. રજા પંદર દિવસની મળી હતી. જો
દિનચર્યા વ્યવસ્થિત રીતે નહી ગોઠવાય તો પછી બહુ તકલિફ પડશે તે એ બરાબર જાણતો હતો.
ઘર ધીરજ બહેન ખૂબ કુશળતાથી ચલાવતાં. શૈલજાની સગવડ સાચવતાં. જો કે શૈલજા આ બધાથી
અજાણ હતી. પણ સૌમ્ય મનમાં આ બધી વસ્તુની નોંધ લેતો અને માની આવડત પર ઓવારી જતો.

નીરજાનું મન ભણવામાં ચોંટતું નહી તેની સૌમ્યએ
માનસિક નોંધ લીધી. નીરજા યુવાનીમાં પ્રગરણ માંડી રહી હતી. ઘણું બધું જાણવાની
ઉત્કંઠા ‘મા’ સિવાય કોની સાથે વાત થાય. તે મનમાં સમસમી ને બેસીરહેતી. દાદીને વહાલ
કરતી પણ તેમની સાથે આવી ખાનગી કોઈ પણ વાત થાય કે નહી તેનાથી અજાણ હતી. કિલકિલાટ
કરતું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું.

શૈલજાની બિમાર હાલતને કારણે ઘરમાં ફેલાતી
બદબૂ ઘણી વાર અસહ્ય થતી પણ શું કરાય ? આયા ચીવટ પૂર્વક કામ તો કરતી. અમૂલ્યતો
દાદાજીની દેખરેખ હેઠળ હતો. દાદા લાડ પણ કરતાં અને સિસ્તના આગ્રહી હોવાને કારણે
તેની પાસે ધાર્યું કામ કઢાવતાં. દાદાને તો જાણે પાછો “નાનો સૌમ્ય” મળી ગયો હતો.
અમૂલ્ય જીદે ચડતો અને મમ્મીની પાસે જવાનું કહેતો ત્યારે દાદા તેને વાર્તા કહેતા યા
વાતને બીજે પાટે ચડાવી દેતાં. જ્યારે નાકામયાબ રહેતાં ત્યારે ધીરજ બહેન તેમની
વહારે ધાતાં.

અમૂલ્ય,માની આવી હાલત જોઈને ધમપછાડા કરતો.
જેને પરિણામે શૈલજા પણ બેકાબૂ બની ઉધામા મચાવતી. પછી અમૂલ્યને સંભાળવો કે શૈલજાને
? સૌમ્ય એવા સમયે ઘરની બહાર નિકળી જઈ કલાકેક આંટો મારીને પોતાની જાત ઉપર સંયમ
રાખવાનો પ્રયત્ન કરતો.કયા જન્મના પાપની સજા ભોગવી રહ્યો છે તે તેની સમજમાં ન
આવતું. પોતાની જાતને કોસતો, ‘શામાટે મેં શૈલજાને તે દિવસે બેંકમાં જવાનું કીધું.
શનિવારને કારણે બેંક વહેલી બંધ થાય. જો મેં ન કહ્યું હોત તો આ દિવસો જોવાના ન
આવત.’ બનવા કાળ બન્યા પછી તેનો અફસોસ કર્યે પણ શું ફાયદો ? બધું જ જો માનવીની
ઈચ્છા પ્રમાણે થતું હોત તો પછી ભગવાન પણ રજા ઉપર ન ઉતરી જાય. દિવસે દિવસે વાત
વણસતી જતી હતી. ભલું થજો ધિરજ બહેન અને શાંતિભાઈનું બાકી શૈલજા ઘણીવાર હદ બહારના
ઉધમ મચાવતી. તે પણ શું કરે જો તે સાજી નરવી હોત તો આવું કરત ખરી ? તેની વેદના
અનુભવતી ન હતી પણ પરવશતા તેને અકળાવતી. અવયવો પરનો તેનો કાબૂ ગુમાવવાથી તેને
કશાનું ભાન ન રહેતું.

અમૂલ્ય, નીરજા, સૌમ્ય એના એજ હતા. પણ આજે આખા
કુટુંબની હાલત ડામાડોળ હતી. સ્ત્રી ઘરની લક્ષ્મી મનાય છે. આજે ઘરનો સુકાની પોતે
ખુદને સંભાળી શકતો ન હતો. ભરસાગરમાં નાવ ઝોલે ચડી હતી. ગમે તેમ ધીરજ બહેન અને
શાંતિ ભાઈ પ્રયત્ન કરે પણ તે વાંઝિયા રહેવાનાં. સંકટ સમયે સ્ત્રીની મહત્તા ઘરમાં
સમજાય છે. સૌમ્ય દિશા વગરનો ભૂલ્યો ભટક્યા મુસાફિર જેવો હતો. જે ખુદને સંભાળવા પણ
વલખાં મારી રહ્યો હતો.ભલું થજો તેના શાંત સ્વભાવનું કે ઘરમાં કંકાસ ઓછો થતો.

વિશાળ દરિયાને પણ સીમા હોય છે. ક્યારે તે
સ્વની સીમા ઓળંગી ભભૂકી ઉઠશે તેની કોઈ ખાત્રી ન હતી . હમણાં રજાઓ પર હતો તેથી
શારિરીક થાક ન લાગતો. માનસિક હાલત પર કાબૂ રાખવાનો ઠાલો પ્રયત્ન કરતો. સંકટ સમયની
સાંકળ છે. પ્રભુ ભજન યા તેનું શરણ.

ભાવિની
કોને ખબર છે? પછી ‘જો અને તો’ કહી મનને મનાવવાનું. દોષનો ટોપલો ઓઢવાનો યા કોઈના
માથે ઠાલવવાનો . આવેલ સંજોગોનો હસતા મુખે સામનો કરી તેનો ઇલાજ શોધવો એ પરાક્રમ
કહેવાય. સૌમ્ય સમતા જાળવી કાર્ય કરતો. દિવસો જાણે કીડી વેગે પસાર થતા હતા.
રિપોર્ટની કાગને ડોળે તે રાહ જોતો હતો.

શૈલજા આચાર્ય (૫) પ્રવીણા કડકીયા

હજુ
તો બીજા બે દિવસની રાહ જોવાની હતી. ડૉ.ઝાબવાલાના દવાખાનેથી ફોન આવે કે’ ડૉ. સૌમ્ય મને
મળવા ક્લીનીક પર આવો.’  બસ વાક્ય નાનું હતું
પણ પછી શું કહેશે તે સાંભળવા સૌમ્યના કાન ઉંચા નીચા થઈ રહ્યા હતાં.

દિવસે દિવસે વાત વણસતી જતી હતી.શૈલજાનું વર્તન
અસહ્ય હતું. હા, માની લીધું તેનું દર્દ ઘણું હતું. તેની પરિસ્થિતિ વણસેલી હતી. પણ તેનું
પરિણામ આખું કુટુંબ ભોગવી રહ્યું હતું. ધીરજબહેન નામ પ્રમાણે ગુણ ધરાવતાં હતાં. ઘરમાં
દાદીનો ભરપૂર પ્રેમ વરસી રહ્યો હતો. શાંત સ્વભાવનાં શાંતીભાઈ અમૂલ્યને જાળવતાં પણ
‘મા નો હેવાયો’ ,દાદા પાસે જીદ કરી પોતાનું ધાર્યું કરાવતો.

આયા આવી અને સૌમ્યને કહે, આજે બહેન કપડાં બદલવાની
ના પાડે છે. સૌમ્ય ઉઠીને શૈલજા પાસે આવ્યો. જો કે શૈલજાની ક્રોધ ભરેલી વાણી સમજવી અઘરી
હતી પણ તેના શરીરના હાવભાવ પરથી અને થોડામાં ઘણું સમજી જવાની સૌમ્યની આદતથી  કામ સરળ થતું. જે કામ બળથી ન થાય તેને કળથી કરાવવાનું
હતું. સૌમ્યએ શૈલજાને પૂછ્યું” વાત શી છે? કેમ સવાર થઈ ચોખ્ખાં થઈ કપડાં નથી બદલવા?”

શૈલજાએ
નજર ફેરવી લીધી.  સૌમ્ય સમજી ગયો, બહેનબાને
કાંઈક વાંધો પડ્યો છે

સૌમ્ય
નજીક ગયો અને કાનમાં કહ્યું ,”શૈલુ શા માટે આમ કરે છે?”

શૈલા
પ્યારની વાણી સમજી તો ખરી પણ પ્રત્યુત્તર  તો
પોતાની  રીતે જ આપ્યો.. તેમાં તેનો પણ શું વાંક
એ તો જેના પર ગુજરે તેને જ ખબર પડે. સૌમ્ય ધીરજ ધારી સમજાવી રહ્યો હતો અને શૈલ બસ તેનો
વિરોધ જ કરતી. હવે સૌમ્યનો પિત્તો ઉછળ્યો, “આયાને કહે રહેવા દે મેમસાહેબના કપડાં બદલાવતી
નહી”

આવી ઉધ્ધત વાણી ઉચ્ચાર્યા પછી સૌમ્યને ખૂબ દુઃખ
થયું પણ તે લાચાર હતો. શૈલજા જીદ છોડતી ન હતી. આખું ઘર ગંધાઈ ઉઠ્યું હતું. સવારનો પહોર
હતો ધીરજ બહેન ચાપાણી બનાવવામાં ગુંથાયેલાં હતા. શૈલા જીદ કરતી તેથી મોટેભાગે સૌમ્ય
જ એને સંભાળતો. શૈલાનું અસભ્ય વર્તન તેમને દુખ ન પહોંચાડતું પણ સૌમ્ય તે સાંખી શકતો
નહી. તેનું મસ્તક પિતા તથા માતાને હંમેશા  ઝુકતું.

પરિવાર પર ત્રાટકેલી વિજળીનો આંચકો બને તેટલો
હળવો બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા. અમૂલ્ય આંખ ચોળતો રસોડામાં  આવ્યો .’ દાદી, દુધ પીને હું નહાવા  જઈશ.’ હવે તે દાદી પાસે આવી જોઈતું માંગતો મમ્મીની
હાલતથી તે ડઘાઈ ગયો હતો. તેની પાસે જતાં પણ ડરતો. તેને તૈયાર કરી શાળામાં મૂકવા જવાની
જવાબદારી દાદાએ સ્વેચ્છાએ સ્વિકારી હતી. દાદા, નિવૃત્ત જીવન ગાળતા હતાં. પૌત્રની જવાબદારી
મળવાથી તેમને જીવનમાં કોઈક નવી દિશા સાંપડી હતી.

દુધ પીને, જેવો અમૂલ્ય જઈ રહ્યો હતો
ત્યાંજ તેનાથી  રાડ પડાઇ  ગઈ, “દાદા, ઓ દાદા જુઓને આટલી ગંદી વાસ ક્યાંથી
આવે છે?”

શાંતિભાઈ કારણ જાણતા હતા તેથી કાંઇ બોલ્યા વગર ચૂપ
રહ્યા. અમૂલ્ય જવાબ માગતો હતો પણ આંખ આડા કાન કરી ચાલવા માંડ્યા. અમૂલ્યએ તેમનો હાથ
પકડી ફરીથી પૂછ્યું, દાદા આ શેની ‘સ્મેલ’ છે. દાદા કહે,કોને ખબર ક્યાંક ઉંદર મરી ગયો
લાગે છે. સખારામ આવશે એટલે તેને કહીશું ખૂણે ખાંચરે સાફ કરીને તેને શોધૉ કાઢી ફેંકી
દેશે.

ધીરજ બહેન પતિના જવાબથી મલકાયા. જો
કે નાનો અમૂલ્ય જોઈ ન શક્યો પણ માની જઈને શાળાએ જવા તૈયાર થવા લાગ્યો. સૌમ્યને થયું
ચાલો ભાઈ માની તો ગયા. તેને ડર હતો નીરજાનો. ઉઠશે એવી ધમાલ મચાવશે. એ કાંઇ નાની ગગી
ન હતી કે આવો જવાબ માની જાય.

મમ્મીની આદતથી તે હવે પરિચિત થઈ ગઈ હતી.
મમ્મીની જીદ તેને ગમતી નહી. તેથી તે આખો દિવસ પરેશાન રહેતી. વર્ગમાં પણ ભણવામાં તેનું
ચિત્ત ઠેકાણે રહેતું નહી. ગુલાબની  ખિલતી કળી
જેવી ધીરે ધીરે મુરઝાવા માંડી હતી. માની ચિંતા કરતી. પપ્પા હંમેશા વિચારોમાં ખોવાયેલા
રહેતાં. પહેલાંની જેમ પપ્પા તેનામા રસ નહોંતા લેતાં. સૌમ્ય વિચારોના વમળમાં ઝોલાં ખાતો
અને શૈલજા પર નારજગી તથા ગુસ્સો ઠાલવતો.

જાણે પહેલાંનો સૌમ્યજ ન હોય. તેને
કશામાં રસ ન  જણાતો. અમૂલ્યનું હાસ્ય તેને રીઝવી
શકતું નહી. નીરજાની પ્રવૃત્તિથી પોરસાતો પણ નહી. બાળકો હંમેશા માતા અને પિતા પાસેથી
પ્રોત્સાહનની આશા રાખતા હોય છે. સૌમ્ય મુસિબતોની હલ શોધવાના વિચારોમાં ગરકાવ હોવાથી
નાની મોટી દરરોજની ઘટનાઓથી અલિપ્ત રહેતો. જેની ઘેરી અસર બાળકોની રોજીંદી હરકતો પર સ્પષ્ટ
રૂપે જણાતી. સૌમ્ય તે જોવાને અશક્તિમાન હતો.

શૈલજાના અકસ્માતને કારણે ઘોર નિરાશાની
ગર્તામા તે ધકેલાતો જતો હતો. અકસ્માતનું કારણ ખુદને માની સૌમ્ય વિચલિત થઈ ઉઠતો.

દાદા  અમૂલ્યને
નહાવા બાથરૂમમાં લઈ ગયા. શાળાના ગણવેશમાં અમૂલ્ય ખૂબ સુંદર લાગતો. શૈલજા જ્યારે
તૈયાર કરતી ત્યારે તેના ઓવારણાં અચૂક લેતી. અમૂલ્ય દાદાને હાથના હાવભાવથી સમજાવી રહ્યો
હતો કે મમ્મી તે શાળાએ જવા તૈયાર થાય પછી શું કરતી. દાદા સમજી ન શક્યાં તેથી દાદીને
બૂમ મારી.

ધીરજ બહેન આવ્યા. દાદાએ વાત કરી, દાદી કહે બેટા
અમૂલ્ય ફરીથી બતાવ તારી મમ્મી તને શું કરતી? અમૂલ્યએ ફરીથી કરીને બતાવ્યું. દાદીની
ચકોર નજર સમજી ગઈ   દાદાને કહે તેની મા ‘ઓવારણાં’
લે છે તમને નહી આવડે જરા ખસો એ કામ મારું. દાદીએ દીકરાનાં ઓવારના લીધા અને પ્યારથી
બાથમાં ભીડ્યો. શાંતિભાઈ તૈયાર થઈ અમૂલ્યને શાળામાં છોડવા નિકળ્યા. નસિબજોગે અમૂલ્યની
શાળા નજદિકમાં હતી તેથી દાદા ચાલીને મૂકવા જતા. રસ્તામાંથી પાછા આવતા ધીરજબહેનને ઘર
માટે જોઈતી નાની મોટી વસ્તુઓ પણ ખરીદી લાવતા. જો વજન વધી જાય તો એક પાટીવાળો બાંધ્યો
હતો. તે ‘દાદા’ની સાથે ચાલે અને ઘરે સામાન લાવે.

નીરજા બસ હવે ઉઠવી જ જોઇએ એમ સૌમ્ય
વિચારતો હતો ત્યાં તેની બૂમ સંભળાઈ,મારા રૂમનું બારણું કોણે ખોલ્યું. આ ગંદી વાસ છેક
મારા મગજ સુધી ચડી ગઈ છે. સૌમ્ય ધીરેથી આવ્યો અને વાત સમજાવી, “બેટા જાને તારી મમ્મી
પાસે કપડાં બદલાવતી નથી. હું અને આયા બંને તેને સમજાવી ને થાક્યાં.”

ઉઠતાની સાથે આવું કામ નીરજાને પસંદ ન
હતું પણ પપ્પાની હાલતની તરસ ખાઈ તે મમ્મી પાસે ગઈ.  મમ્મીને નાક મચકોડી વહાલ કર્યું. સારું થયું કે
શૈલજાને તેનું મોઢું ન દેખાયું. નહીંતર બાજી વધારે બગડત. કોને ખબર નીરજાની પ્યારભરી
વાણી અને સમજાવવાની આવડત ને કારણે શૈલજા માની ગઈ.

“આયા, જલ્દી આવ  હાથમાનું કામ બાજુ પર રાખી સહુથી પહેલાં મેમસાહેબને
તૈયાર કર. ડૅટોલથી બરાબર સાફ કરજે. તેના કપડાં ધોઈ સ્વચ્છ કરી પછીથી કપડાં મશીનમાં
એકદમ ‘ગરમ’ પાણીનાં ‘સાઈકલ’ પર ધોઈ નાખ. આખા ઘરના બારી બારણા ખોલીને તાજી હવા તથા સૂર્યના
તાપને આવવા દે. જેથી કરી આ દુર્ગંધ પીછો છોડે”

.
સૌમ્યને આનંદ થયો દીકરી માને મનાવી શકી. તે ઉભો થયો  અને આયાને મદદ કરવા લાગ્યોકે જલ્દીથી આ દુર્ગંધ
પીછો છોડે.

હજુ તો માંડ તેને સાફ કરીને આયા
બીજા કામે વળગી ત્યાં શૈલજાના ઉંહકારા ચાલુ થયા. તેને સમજવી ખૂબ મુશ્કેલ હતી. ધીરજ
બહેન નજીક આવી હાથ ફેરવવા લાગ્યા, શૈલજા વધારે બગડી. સૌમ્ય ફોન ઉપર તેના ઉપરી સાથે
વાત કરી રહ્યો હતો. તે તરત આવી શકે તેવા તેના હાવભાવ ન જણાયા.  જે શૈલજા પહેલાં બધાનું ધ્યાન રાખતી અને આદર આપતી
તેના બદલે તેનું વર્તન વિપરિત થઈ ગયું હતું. ઘણી વાર સૌમ્ય ધીરજ ખોઈ બેસતો. વળી પાછો
સમજથી  તેની તરફદારી પણ કરતો. બાળકો તેથી ખૂબ
ગુંચવાતા પપ્પાની વર્તણુક તેમની સમજમાં ન આવતી.

આજે ફોન આવવો જોઈએ!  જ્યારે
પણ ફોનની ઘંટડી વાગતી, સૌમ્ય જ ઉપાડતો. સવારથી ત્રણેક ફોન આવ્યા પણ જેની રાહ જોતા હતા
તે ન આવ્યો. ઉપરી સાથે વાત થયા પછી સૌમ્ય જરાક ઢીલો જણાયો. બસ હવે એક જ દિવસ રજાનો
બાકી હતો. તે અધીરો થયો હતો કે જો’ શૈલાની ટેસ્ટના પરિણામ આવે તો પછી નોકરી ચાલુ થતા
પહેલાં બધો બંદોબસ્ત થઈ જાય. જમીને સૌમ્ય આડો પડ્યો હતો.ત્યાં ફોનની ઘંટડી વાગી.

સૌમ્ય,” હલો કોણ ડૉ. ઝાબવાલા બોલો છો?”

ડૉ. ઝાબવાલા ,” મિસિસ. શૈલાની ટેસ્ટ્નું પરિણામ આવી
ગયું છે. તેના કરોડરજ્જુના મણકા દબાયેલ્લ છે અને તેની અસર સીધી  છે. હવે તેમની સારવાર ડો જાધવ સાથે વાતો કરી શરુ
કરશું.   સૌમ્યતો આ બધું સાંભલીને સૂનમૂન થઈ
ગયો. ડૉ. પછી કસરત કરાવવાની અને દવાની વાત કરી. તેની પાસે દર  અઠવાડિયે એક વાર તપાસ માટે લાવવાની   વાત કરી. સૌમ્ય માત્ર હુંકારા ભણતો. ઓ.કે સર કહીને
ફોન મૂક્યો. સૌમ્ય નસિબવાળો હતો કે ડૉ. જાધવે જ ડૉ. ઝાબવાલાનું નામ સુચવ્યું હતું.
શૈલજા વીશે સંપૂર્ણ વિગત જાણ્યા પછી હવેતેડૉ. જાધવ સાથે ખુલ્લા દિલે વાતકરી તેની રાય
પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું.

બસ, હવે એક જ દિવસ્ર રજાનો બાકી હતો.
બધું વ્યવસ્થિત કરવામાં સૌમ્ય પ્રવૃત્ત થયો. શૈલજાનેતે જેમ જેમ નમતું જોખતો તેમ તે
વધારે વિફરતી.  દિવસ અને રાતપાળી વાળી બંને
આયાને બધું સમજાવવાનું હતું. મમ્મીને શૈલા કાજે અમુક પૌષ્ટિક વાનગીઓની સૂચના આપવાની
હતી. બાળકોને તેમાંય ખાસ કરીને અમૂલ્યને  કાબૂમાં
રાખવો તે મુશ્કેલ કામ શાંતિભાઈને સોંપવાનું હતું. નીરજાની વર્તણુક ઘડિયાળના લોલક જેવી
હતી. જે તે સારા ‘મુડ’માં હોય તો  વાતો માની
જઈને દરકાર પણ સારી કરે. ભૂલેચૂકે જો ‘મુડ’ ખરાબ હોય તો ધીરજબહેનને પણ તોબા પોકારાવે.
સૌમ્ય બધું સાંખી લેવા તૈયાર હતો પણ પોતાના માબાપની જો ઇજ્જત ન જળવાય તો તે બાળકો પર
પણ ઉકળી જતો.

બધું નિયમ પ્રમાણે ચાલતું થઈ ગયું.
શૈલજાને તો કશું પણ સમજાવી ન શકાય . માત્ર તેના સહકારની આશા રાખવી તે પણ ઘણું હતું.
હવે સૌમ્ય કામ પરથી આવે ત્યારે ખૂબ થાકી જતો હતો. ધીરજબહેન વહેણ પ્રમાણે ચાલતાં તેથી
સૌમ્યને શૈલજાની કોઈ પણ ફરિયાદ ન કરતાં. સૌમ્ય જાણી બુઝીને અણજાણ જ રહેતો. હજુ તો બે
દિવસ થયા નહતાને જેવો સૌમ્ય ઘરે આવ્યો કે શૈલજાનું નાટક ચાલું થયું. જો કે આ નાટક ન
કહેવાય પણ શું કહેવું? રોજીંદી શૈલજા હોત તો આવું તો આવું કરત ખરી ?   ઓફિસનું કામકાજ આજે જરા વધારે પડતું હતું, ૨૦ દિવસની
જે રજા પાડી હતી ! ઘરે આવતાની સાથે મધુરું હાસ્ય અને ચાનો કપ તો બાજુએ રહ્યાં કકળાટ!
સૌમ્યનું છટક્યું. તેમાં શૈલજાના વાક્યએ ઘી ઉમેર્યું ! શૈલજા તોફાન કરતી જાય અને ચિલ્લાતી
જાય.” આના કરતાં મોત શું ખોટું?” સૌમ્યને આ વાક્ય તીરની માફક ચુભ્યું.  આ ઉક્તિ કોને લાગુ પડતી હતી અકસ્માતમાં બેહાલ શૈલજાને
કે જીવનમાં ઝઝૂમી રહેલાં સૌમ્યને ?

સૌમ્યએ જોરથી ઘાંટો પાડ્યો. આયાને
કહે રહેવાદે તેને ખવડાવીશ નહી. એમને એમ તેના તોફાન જોયા કર!  અમૂલ્ય બીજા રૂમમાં દાદા પાસે ઘરકામ કરી રહ્યો હતો.
તેને દાદા, ગણિતના દાખલા સમઝાવતા હતા. તે પપ્પાનો જોરદાર ઘાંટો સાંભળી દોડી આવ્યો.
થર થર ધ્રુજતો હતો. દાદાએ તેને તેડીને છાતી સરસો ચાંપ્યો. શૈલજા તો જાણે કશું બન્યું
ન હોય તેમ મલકી રહી હતી.  આયા રસોડામાં જતી
રહી. ધીરજબા કામકાજથી પરવારી માળા ગણતા હતા તે બહાર આવ્યા.

સૌમ્યને ઠંડો પાડવા કહે બેટા
તાજો ચેવડો બનાવ્યો છે ચા સાથે લઈશ? તેમને ખબર ન હતી કે સામેથી સૌમ્ય શું કહેશે?  પણ સૌમ્ય જેનું નામ ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય
મગજનું અમતુલન જાળવીને નરમાશથી બોલ્યો હમણાં નહી. તેમાં તેનો અડધા ઉપરનો રોષ સમી ગયો.
સૌમ્યએ પોતાની જાત ઉપર સંયમ ગ્રહણ કર્યો. પાંચ મિનિટ પછી અમૂલ્ય પાસે જઈને વહાલ પૂર્વક
આખા દિવસ્માં શું કર્યું તે પૂછવા લાગ્યો.અમૂલ્ય પણ જાણે પહેલાના પપ્પા હોય તેમ તેની
સાથે હળી ગયો. સૌમ્યને કંઈક અંશે શાતા વળી. દિકરાના મુખ પરનું નિર્દોષ સ્મિત તેના અંતરને
સ્પર્શી ગયું.

સાંજ થઈ ગઈ હતી હજુ નીરજા આવી ન હતી. સૌમ્યને ચીંતા
થઈ ધીરજબહેન કહે આજે તેને ‘વિજ્ઞાન’નું ટ્યુટોરિયલ છે એટલે મોડી આવશે એમ કહીને ગઈ છે.
સૌમ્યને નિરાંત થઈ શૈલજા પાસે ગયો સ્મિતની આશા સાથે. બહેનબા ઠંડા પડ્યા હોય કે કેમ
ભિખારીને રોટલો ફેંકતી હોય તેમ આછેરું સ્મિત ફેંક્યું. સૌમ્યતો ખુશ થઈ ગયો. ખુશી અને
નારાજગી નાની નાની વસ્તુઓ પર નિર્ભર હોય છે. તેનું નામ જ જીંદગી છે. નીરજાની રાહ જોતો
સવારનું છાપું વાંચી રહ્યો હતો.

નીરજા આવી ,તેના સોહામણા મુખનું નૂર ઉડી
ગયું હતું. આવી દાદા,દાદીને હલો કરી સૌમ્યના ખોળામાં માથૂ મૂકી રડવા લાગી. વર્ગમાં
હોશિયાર અને તેજસ્વી ગણાતી નીરજા આજે અંગ્રેજી અને ગણિતમાં  માંડ પાસ થઈ હતી. સૌમ્યતો ચોંકી ઉઠ્યો, હસીને આવકારવાને
બદલે દીકરી કેમ રડે છે? તેની પીઠ પસવારતાં બોલ્યો, બેટા શું થયું? તું હેમખેમ તો છે
ને ?

નીરજાઃ
પપ્પા હું શું કરું, એમાં મારો વાંક નથી.

સૌમ્યઃ
શું થયું એ વિગતે કહે તો ખબર પડે ને ,બેટા

નીરજાઃ
જુઓ પપ્પા આજે મારી પરિક્ષાનું પરિનામ આવ્યું છે. પપ્પા, મમ્મીના અકસ્માત પછી ચારજ
દિવસમાં પરિક્ષા હતી. સૌમ્યએ રિપોર્ટકાર્ડ જોયો. બેટા, હું તારી માનસિક હાલત સમજી શકું
છું. જો તારી મમ્મી ક્યારે પહેલાં જેવી થશે તેની કોઈ ખાત્રી નથી. અરે થશે કે નહી તેના
વિશે પણ ડૉ.ને શંકા છે.  તારે હવે ભણવામાં ધ્યાન
પરોવવું પડશે.  આ વખતની વાત સમજી શકાય તેવી
છે. વાર્ષિક પરીક્ષામા ધ્યાન આપજે. જોઇએતો કહે તને ટ્યુશન રખાવી દંઉ. મારી પાસે સમય
નથી અને શૈલજા હવે તારું ધ્યાન રાખવા શક્તિમાન નથી. બેટા રડ નહી!  મને તારા પર વિશ્વાસ છે. આ વખતનું પરિણામ જોઈ હું
નારાજ નથી.

નીરજાને હૈયે ટાઢક વળી કે મારા પપ્પા તો પહેલા
જેવા જ છે. મમ્મી પાસે ગઈ અને વહાલ કર્યું. ગમે તેમ તોયે મા નું હ્રદય , ભાનમાં કે
અભાન હાલતમાં દીકરીની લાગણીનો પ્રતિભાવ આપ્યો. ન તેણે ઘાંટો પાડ્યો કે ન છણકો કર્યો.
શૈલજાનાં કાનમા કહે , “જમીને આવું પછી તારા માટે ‘ગીતા’ વાંચીશ. આમ તો નીરજા નાની હતી
પણ મા સાથે સમય વિતાવવો હોય તો શું કરવું, સરસ ઉપાય શોધી કાઢ્યો હતો.’ મા પાસે બેસીને
ગીતા વાંચે. નીરજાને સંસ્કૃત વાંચતા આવડતું ન હતું તેથી ઈંગ્લીશમાં વાચી તેનો અર્થ
પણ સમજાવે. આમ કરતાં પરિણામ શુભ આવ્યું. તેને પોતાને ‘ગીતા’માં રસ પડવા માંડ્યો. નિયમતો
રોજનો હતો પણ કોઈક વાર ભંગ જરૂર થતો.

આજે શનિવાર હોવાથી સૌમ્ય વહેલો આવતો.
સીધો અમૂલ્યને લેવા શાળાએ પહોંચી ગયો. અમૂલ્યનોતો હરખ માતો ન હતો.” પપ્પા ચાલોને આજે  આઇસક્રિમ ખાઈને ઘરે જઈએ? “

સૌમ્ય
પ્યારા પુત્રની માગને નકારી ન શક્યો અને બંને બાપદીકરા આઈસક્રિમ ખાવા ઉપડ્યા. પાછાં
વળતાં છ એક આઈસક્રિમ ઘરે સાથે લેતા આવ્યા. ધીરજબહેન અને શાંતિભાઈ સૌમ્યના મુખ પર આનંદની
રેખા જોઈ હરખાયા. નીરજા હજુ આવી ન હતી. અમૂલ્ય અને સૌમ્ય મમ્મીને આઈસ્ક્રિમ ખવડાવવા
લાગ્યાં. શૈલજા ખાતી જાય અને કોઈક વાર આનંદ વ્યક્ત કરે તો કોઈવાર છણકો કરે. બાપ દીકરો
આ નાટક જોઈ તાળીઓ પાડે. ઘડીભર તો સૌમ્ય ભૂલી ગયો કે ઘરમાં કેવા હાલ છે. બસ આજની ઘડીના
આનંદમા મસ્ત થઈ ગયો. અમૂલ્યને તો જાણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો.મારા પપ્પા, મારા
પપ્પા કહેતાં ઘેલાની જીભ સૂકાતી ન હતી. બાળક છે ! માતા પિતા તેને માટે સર્વસ્વ હોય.
આ બધી ઘટના જે ઘટી રહી હતી તેને સમજવા માટે તે નાદાન છે.

તેવામાં નીરજા આવી. પપ્પા
અને અમૂલ્યને હરખાતાં જોઈ તે પણ તેમાં શામિલ થઈ ગઈ. પપ્પા, મારો ચોકલેટ આઇસક્રિમ લાવ્યા
છો ને? હા, બેટા કહેતા સૌમ્ય ઉઠ્યો અને ફ્રીઝમાંથી કાઢી તેને આપ્યો. ત્રણેય જણા ગેલેરીમાં
બેઠા અને વાતોએ વળગ્યાં. તેવામાં અમૂલ્ય ઉઠ્યો અને દાદાની આંગળી પકડી લઈ  આવ્યો. બોલો દાદા, આજે તમે અમને બધાને શું રમાડશો?
રોજ દાદા અમૂલ્યને નવી રમત બતાવી ખુશ કરતાં જેથી પછી અમૂલ્ય દાદા પાસે ભણવા બેસતો
. શૈલજાતો દવાના ઘેનમાં હતી. આયા બાજુની ખુરશીમાં બેસી ‘રીંગણાં જોખતી હતી’. ( ઉંઘતી
હતી.) ધીરજબહેન અને શાંતિભાઈ પણ જોડાયા અને આખુ કુટુંબ કિલકિલાટ કરી રહ્યું હતું. ઘડીભર
શૈલજાના દુઃખ દર્દ વિસરાઈ ગયાં.

બીજે દિવસે રવિવાર હતો. નીરજા મમ્મીનું
માથું .ઓળી રહી હતી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. રોજ મમ્મી તેનું માથું ઓળતી. વાળમાં
તેલ ઘસી આપતી. હવે ૧૪ની થઈ ગઈ હતી તેથી ધોતી પોતાની જાતે પણ ગુંચ અચૂક શૈલજાની પાસેજ
કઢાવતી. શૈલજા એવા પ્રેમથી દીકરીના વાળ ઓળતી કે ન તેના વાળ ખેંચાય કે ન ઝાઝા વાળ ટૂટે.
આજે ગંગા દરિયો છોડી પાછી હિમાલય તરફ વહી રહી હતી. દીકરી માના વાળ પ્યારથી સંવારી રહી
હતી જેને માને જાણ સુધ્ધાં ન હતી. હે પ્રભુ, નીરજાને શક્તિ આપજે. ધીરજ બહેન મા અને
દીકરી વચ્ચેનો પ્રેમ સજળ નયને માણી રહ્યા હતા. દરરોજ તો વાળ સંવારવાનું કાર્ય કરતાં
આજે રવિવારે તે કામ નીરજાને સોંપાયું હતું.

અમૂલ્ય ખબર નહી એક પણ કામ કરવાની
હા પાડતો નહી. તેનું બાળમાનસ બળવો પોકારી રહ્યું હતું. મારી મમ્મીને આ શું થઈ ગયું.
તે સ્મજી શક્તો પણ સ્વિકારી શકતો નહી. સૌમ્યએ ધીરજ પૂર્વક બીજો રસ્તો અપનાવવાનું નક્કી
કર્યું. અમૂલ્ય ,ચાલ તાળી પાડ જો, મમ્મી તારી સામે જુવે છે કે મારી સામે?

સૌમ્યના મનમાં વિચાર ઝબકી ગયો. અમૂલ્ય જ્યારે
નાનો હતો ત્યારે તે અને શૈલજા શરત મારતાં .કે તાળી પાડવાથી અમૂલ્ય જેની તરફ જુએ તે
જીતે.મોટે ભાગે શૈલજા જીતતી. કારણ સૌમ્ય કહેતો ‘દિવસ ભર તું  એને સાચવે એટલે તનેજ જુએને. મારી તરફ શેનો જુએ.
શૈલજા જીતેપછી બધાને આઈસક્રિમ   ખાવા લઈ જતો.
આજની તારિખમાં એક બાજુ સૌમ્ય તાળી પાડે અને બીજી બાજુ અમૂલ્ય. શૈલજા ક્યાં સાંભળવાની
હતી? પતિ અને પુત્ર પ્રાણથી પ્યારા તરફ મરજી આવે તેમ ડોક હલાવે અનેબાપ બેટા બંને ખુશ
થાય.

જમી પરવારીને બાળકો શાળાનું ઘરકામ
કરવા રૂમમા ગયા. સૌમ્ય એકલો પોતાના બેડરૂમમા આવ્યો. બાળકોની સામે પહેરેલો નકાબ ઉતરી
ગયો. સાથીને ઝંખતું મન તરફડિયા નાખતું હતું. એવું તો ન હતું કે શૈલજા થોડા વખત પછી
માંદગીમાંથી ઉઠીને સાજી થઈ જશે? હવે શુંએ ગહન પ્રશ્ન તેની સામે આંખ ફાડીને ઉભો હતો.

શૈલજા આચાર્ય (૬)
સપના વિજાપુરા

આજ ભરતભાઈ આવવાના છે એવું સૌમ્ય કહેતો
હતો..ભરતભાઈ નામ સાથે જ વહાલ વરસી પડે છે.. મોટાભાઈ..જાણે બાપુજીની કોપી…એની આંખો
દરવાજા પર ટિકટિકિ લગાવીને જોઈ રહી હતી…આ શરીર પણ જોકે એક પાસું ફેરવવું હોય તોય
નથી ફરતું…પગ અડધો ઈંચ પણ ખસેડી નથી શકતી…પગમાં પહેરેલી સેર ખબર નહી પગમાં છે કે
નહિ…ઝણકાર નથી સાંભળ્યો કદાચ સૌમ્યએ કાઢી લીધી હશે..કેટલી વ્હાલી હતી એ સેરો
સૌમ્યને હાથ ફેરવે પગ ઉપર તો હ્રદયમાં ઝણકાર થઈ જતો..આંખની કોરે થી પાણી પડવા
લાગ્યું…ઓશીકાંને ભીંજવતું રહ્યુ..

સૌમ્ય રૂમમાં દાખલ થયો એણે ચહેરો ફેરવી લીધો.
સૌમ્ય પણ કેવો રોબોટ જેવો થઈ ગયો છે .બધાં કામ યંત્રવત્ત કરે છે.દવા આપવી,ઓશીકું
સરખું કરવું રજાઈ સરખી ઓઢાડવી..અને બસ બધું વ્યવસ્થિત કરી રુમમાંથી
નીકળવું..છેલ્લે સૌમ્ય એ પરાણે સ્મિત કરીને કહ્યુ “કાઈ જોઇયે છે શૈલુ?”

એણે પણ પરાણે સ્મિત ચહેરા પર લાવી કહ્યું
“હા!”

“શું જોઇએ છે?” સૌમ્ય એ પૂછ્યું.

“મને વહાલ્ભરી એક ચુમી જૉઇએ છે”

પરાણે રુદન ખાળી રાખતા શૈલજા એ માંગણી કરી

“..શું?” સૌમ્યએ ફરી પૂછ્યું.અને એણે હસવા
પ્રયત્ન કર્યો

“કેમ ચુમી એટલે નથી ખબર? ચાલ કહું મને એક
ઓષ્ટ્યમિલન જોઇયે છે વહાલ અને પ્રેમથી તરબતર.”

સૌમ્ય અવાક બનીને સાંભળી રહ્યો પછી ધીરે થી
એની નજદીક આવી અછડતી ચુમી આપી તરત જ દૂર થઈ ગયો અને બોલ્યો”ચાલ નીકળુ મારે મોડું
થાય છે.”

એ સૌમ્યને દરવાજામાંથી નીકળતા જોઈ રહી..કેટલી
રુક્ષતા હતી એ ચુમીમાં? વહાલ તો તલ માત્ર નહોંતુ.. શું હવે મને જરા પણ પ્રેમ નહીં
કરતો હોય? હું ફકત બોજ છું? હા આ શરીર સાથે જ વ્યકતિ પ્રેમ કરતી હોય છે આત્માનાં
સંબંધો અને રુહના પ્રેમની બધી વાતો જ છે. હું એક બોજ છું બોજ છું બોજ છું..આત્માથી

અવાજ નીકળી ગયો અને આંખોમાંથી પાણી ટપકવા લાગ્યું.

દરવાજા પર ટકોરો થયો ભરતભાઈ હતા.એ ફીકું
હસી.”આવો ભરતભાઈ..”

“શું વિચારતી હતી શૈલુ?” ભરતભાઇએ એના સુકા
વાળમા હાથ ફેરવીને પૂછ્યું.અને એની આંખોમાં ચોમાસું ઉમટી આવ્યું.

ભરતભાઈ એકદમ પથારીમાં બેસી ગયાં .”.કેમ કેમ
અચાનક પાછી રડવા બેઠી…”

ગળાંમાં ડૂસકાં અટવાતા હતા..”ભાઈ ભાઈ મારે
આવું જીવન નથી જીવવું .ભાઈ, ભગવાનને કહો મને ઊઠાવી લે..હું ફકત એક બોજ છું..આ ધરતી
ઉપર..મારાં સૌમ્ય ઉપર અને મારાં બાળકો ઉપર..મારે લીધે એમનું જીવન અસ્તવ્યસ્ત
છે..મારે એમને કલરવ કરતાં જોવા છે .રડતા અને ચિંતીત બાળકોને નથી જોવા…ભાઈ ભાઈ
ભગવાનને કહો મને ઊઠાવી લે ..ઊઠાવી લે”..ભરતભાઇ તેને છાની રાખવા મથતા હતા..પણ
શૈલજાનું રૂદન ના અટક્યું

ડૂસકાં લેતી તે ફરી બોલવા લાગી”અહીં કોઈ મને
ચાહતું નથી બધાંને મારૂં હોવાપણુ નડે છે..મારૂં શરીર મને સાથ નથી આપતું અને ઝાડો
પેશાબ બધું બીજાનાં મુડ પર આધારીત છે..મનને પાંખો લાગી છે અને શરીર મણ મણનાં
બોજામા પડ્યુ છે..બાળકોના વિલા મોં મારાથી જોવાતા નથી આ કરતાં હું ભગવાન પાસે જાઉં
તો બધાનો છૂટ્કારો.”

ભરતભાઈ આંખોનાં આંસુને છૂપાવતાં બોલ્યાં”જો
શૈલુ,તું હમેશથી બહાદૂર છો..જ્યારે તું નાની હતી ત્યારે તું અન્યાય અને જુલમ સામે
પડકાર કરતી ત્યારે અને જ્યારે બાએ દેહ છોડ્યો ત્યારે અને બાપૂજીના અકસ્માત મૃત્યુ
સમયે તું નાની હતી છતાં હકીકતનો બરાબર સામનો કર્યો..અને હવે જ્યારે તારા પર વાત
આવી તો હું તને હિંમત નહી હારવા દઉં..મારી બહેન કદી હારે નહીં..હું તારો ભાઈ અડીખમ
ઊભો છું તને કાઇ નહી થવા દઉં તું પાછી દોડતી ના થાય ત્યાં સુધી હું ચેનથી બેસવાનો
નથી..અને આના માટે બસ તારી હામ અને તારો ઉત્સાહ જોઇએ અને હા કદી આવી મરવાની વાત
નહીં કરવાની ..ભગવાનનો રથ માથેથી

નીકળતો હોય અને તથાસ્તુ કહી દે તો ? તારા બાળકોનું શું? એમની તો માં જતી
રહેને.?.શુભ શુભ બોલવાનું જેથી પ્રભુનો રથ નીકળે અને તથાસ્તુ

કહે તો બધું શુભ જ થાય..એટલે વચન દે કે આવી વાત નહીં કરે.

શૈલજા કહે “ભાઈ! જ્યાં પોતાના મશીન બની જાય
ત્યાં કોને શું કહેવુ?”

“ પણ થયું શું તે આટલું બધુ લાગી આવ્યું?”

“કશું નહીં ભાઇ!..આજે સૌમ્યની આંખોમાં મને
મારો અપંગ હોવાનો ભાર જણાયો.”

“તું પણ શૈલુ..રાઇનો પહાડ કરે છે ને કંઈ.ખરો
પ્રેમતો આવા કસોટીનાં સમયે ખીલે…તું તો તેના ઉપર શંકા કરે છે.. ગાંડી!એના પ્રેમની
વાત શું કરેછે..તારા

મનને અપેક્ષાનાં રોગથી દુર કર બેના…પરિસ્થિતિ બદલાતી હોય ત્યારે બદલાવું જ રહ્યું
બેન.”

ઈંદુબેન અંદરથી ગરમ નાસ્તો અને ચા લાવ્યા.અને
સાથે તેમનો સુરીલો ટહુકો…” ચાલો બેન બા નાસ્તો તમારો ભાવતો છે..ગરમ ગરમ સક્કર પારા
અને ચા’

ભરતભાઇએ શૈલજાનાં આંસુ લુંછ્યા અને પરાણે હાસ્ય લાવતી શૈલજા બોલી..”ભાભી કહો છો
સક્કર પારા પણ લાગે છે ખારાં..તો નમક પારા કહોને?”

“ હા બેન અમારું મધ મીઠું વહાલ છે ને તેથી તે સક્કર પારા..અને આ આંસુ તમે ઉમેરી દો
તેથી બીચારા તે નમક પારા..”માથા પર હાથ ફેરવતા ઇંદુ

ભાભી બોલ્યા..”

શૈલજા ભાભીનાં વહાલમાં માનું વહાલ માણતી થોડીક
ક્ષણો માટે સૌમ્યનાં રૂક્ષ વ્યવહારને ભુલી ગઇ.

૦૦૦

શૈલજા ખૂબ ઉત્સાહીત હતી..મારે સૌમ્યને
બતાવવું છે હું એનાં રથનું બીજું પૈડું છું.હું કદી એને ભારરૂપ નહીં રહું
…..અત્યારે કેટલાં

વાગ્યા..ઓહ હજુ તો બે વાગ્યા!! નીરજા અને મારો માઇકલ જેકસન ત્રણ વાગે આવશે ..આજ તો
એને કહિશ મારી પાસે બેસે..કેટલો વ્હાલો

લાગે છે ..કેવો સ્કુલેથી આવીને મને વિંટ્ળાઈ જતો ..મમ્મી આ આપને તે આપ ..ભૂખ લાગી
હવે તો બીચારો મારાં રુમમાં આવતા પણ ગભરાય છે…પણ હું જ હવે મારું મોઢું હસતું
રાખીશ અને બધાં ને આ ઉદાસીભર્યા વાતાવરણથી દૂર રાખીશ..નીરજા તો જાણે ડોશી બની ગઈ
છે..ના..રે હું એને કસમએ ડોશી બનવા નહીં દઊં..એને તો બસ હસતી ખેલતી ઊછળતી
રાખીશ..એક ટીનએજર એના માટે ..કલ્પનાની દુનિયા બસ છે વાસ્તવીકતાથી પરે…

દિલ ખો ગયા હો ગયા કિસિકા..

ડોરબેલ વાગી નીરજા અને અમૂલ્ય આવ્યા લાગે
છે..બન્નેને જોવા માટે તડપી ઊઠી…અમૂલ્ય દોડીને મમ્મીનાં રુમના દરવાજા પાસે આવી
અટકી ગયો અને જરા ડોકિયું કરીને જોયું મમ્મી સુતી છે કે જાગે છે..મમ્મીતો દીકરાની
રાહ જોઇને બેઠી હતી..ચહેરા ઉપર ગુલાબ જેવું સ્મિત લાવી શૈલજા બોલી,”આવ, મારાં
માઇકલ જેકસન મમ્મી પાસે આવ..અમૂલ્ય થોડો અચકાતો અચકાતો મમ્મીની રુમમાં પ્રવેશ્યો..

શૈલજા,”આવ બેટા મમ્મી પાસે આવ.” એ મમ્મીપાસે પહોંચી ગયો..

અમૂલ્ય,” મમ્મી તને બેડમાં કંટાળો નથી આવતો?’

આંસું ખાળતી ચહેરા પર સ્મિત રાખતી શૈલજા ફરી હસી..”નારેના..જો હવે મારે રસોઈ નહીં
કરવાની તને તૈયાર નહીં કરવાનો..અને

સ્કુલે મૂકવા નહીં આવવાનું બસ આરામ જ આરામ..ટી.વી જોઉ અને આરામ કરું. કેટલું
સારું!

.”મમ્મી તેથી તું સારી થવા નથી માંગતી?” અમુલ્યએ પૂછ્યુ.

.”ના ના હું તો સારી થવા માંગું છું..તારી સાથે રમવા..દોડાદોડ કરવા અને લૂપાછૂપી
રમવા અને માઇકલ જેકસનના ડાન્સ કરવાં..અને અમૂલ્ય બેટા તું જોજે મમ્મી કેવી ભાગે
છે.”

અમૂલ્યનાં ચહેરા પર એકદમ આનંદ પથરાઈ ગયો..એનો
ગુલાબી ચહેરો એકદમ પુલકીત થઇ ગયો… “મમ્મી હું એકદમ ડાહ્યો થઈ જઈશ તને જરા પણ હૈરાન
નહી કરું..તું જલ્દી સારી થઈ જા.”

અમુલ્ય બોલીને નાચતો કુદતો બહાર ભાગી
ગયો..શૈલજા મનમાં બોલી નીરજાને ખુશ કરવી અઘરી છે..પણ બાજુનાં રુમમાંથી નીરજાનો
મીઠો અવાજ

સંભળાયો જાણે કે કોયલ ટહૂકી…કોઈ નવી ફિલ્મનું ગીત ગણ ગણી રહી હતી..કેટલો મધુર અવાજ
છે..થોડાં કલાસ કરાવ્યા હોય તો દીકરી કોયલ છે…હા

મને સાજી થવા દે.પહેલા એજ કામ કરીશ…

“નીરજા, બેટા અહીં આવ બેટા,.મારી પાસે..”

નીરજા દોડીને મમ્મી પાસે આવી હાંફી ગઈ..”હા,
મમ્મી બોલ, કાંઇ જોઇયે છે? કાંઈ થાય છે? દુખે છે?”

“ના, ના નીરજુ બેટા કાંઈ નથી જોઈતું અને કાંઈ
નથી થતું..મારી પાસે બેસ.”..

જીન્સ અને લાઈટ બ્લ્યુ બ્લાઉઝ્માં નીરજા
સુંદર દેખાતી હતી જો કે દરેક માને તેની દીકરી વહાલી અને સુંદર જ લાગતી હોય

.”.જો બેટા..આજે મારાં દિલની વાત કહું…તારા
પપ્પા ખૂબ લાગણીશીલ છે અને તું હિમતવાળી…આપણે બધ્ધાએ પરિસ્થિતિની સામે લડવાનું
છે..મારે તમારા સૌનો સાથ જોઇયે છે…હું ભગવાન સામે પણ લડીશ મારાં વ્હાલાઓનાં સાથ
માટે. આપણે બન્ને એ પપ્પાના ચહેરા પર સ્મિત લાવવાનું છે. ઘરમાંથી ઉદાસીને
ડસ્ટ્બીનમાં નાંખવી છે. આપણે જેમ હસતા ગાતા એમજ રહેવાનું જાણે કાઈ નથી
બન્યું..તારો સાથ જોઇયે અમૂલ્ય અને તારા પપ્પા માટે..”

નીરજા બોલી,” મમ્મી મને તો ૧૦૦% ખાતરી છે તું
સારી થઈ જવાની આ સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયા છે..આવિષ્કાર..શોધખોળ….અને હા મેં
ગુગલ કરીને જોયું..મને તો તારી સ્થિતિમાં ખૂબ જલ્દી ફરક પડશે એવી આશા છે.”શૈલજાનાં
ચહેરા ઉપર અજબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ..એણે બહાર ખુલ્લાં આકાશ તરફ જો્યું..એક પંખી
પાંખો પ્રસારતું ..ઊડી રહ્યું હતું…

૦૦૦

સાંજ ઢળવા આવી..આકાશ કંકુવરણું બન્યું …શૈલજા
બેચેનીથી સૌમ્યની રાહ જોતી હતી..આજ કાલ એને મન સાથે વાતો કરવાનું ચાલુ કર્યું
હતું..ઘરમાં બધાંને કાંઇ ને કાંઇ કરવાનું હોય છે..એ એક જ નવરી પડી છે. એટલે મન એની
સાથે પડછાયાની જે સાથ આપે છે..મન એને દોડતી કરે છે અને મન એને હવામાં ઊંચકે છે..મન
એને વાદળોની સવારી કરાવે છે…માણસ પાસે આ મન ના હોય તો? એકલતાથી મરી જાત…લોકો કહે
મનને મારો.પણ…મન મારું દોસ્ત છે મનને કેવી રીતે મરાય..બધાં પાગલ છે ઈશ્વર કદી એવું
ના કહે. સત્પુરુષો કહે છે मनकी सुन मन सच कहेता है…

ચાલો આ સાંજ ઢળી…એને યાદ આવ્યું…એને સૂર્યોદય
ખૂબ ગમતો અને સૌમ્યને સૂર્યાસ્ત …તો એને ખૂબ ચીડાવતી કે એ નેગેટીવ થિન્કીગ વાળો છે
પોતે પોઝેટીવ…આજની આ ખામોશ સાંજ એને ગમી ગઈ ..આજે એ ખૂબ શાંત હતી..જાણે જિંદગીનો
મોટો નિર્ણય લઈને બેઠી હોય એમ આંખો બંધ કરી એ સ્વસ્થ થઈને સૂતી હતી…

બહાર અમૂલ્ય અને નીરજાનો હસવાનો અવાજ
આવ્યો.”.પપ્પા પપ્પા અમારી સેંડવીચ લાવ્યા.?’.

સૌમ્યનો થાકેલો અવાજ સંભળાયો..”ભૂલી ગયો,ચાલો
કાલે ચોક્કસ..બસ? તારી મમ્મી સાજી હોત તો દસ ફોન કર્યા હોત કે સેંડવીચ ના ભૂલતા
હું કેટલું યાદ રાખું.”

બુટ કાઢી એ રસોડાંમાં ગયો..”મમ્મી શું
બનાવ્યું છે?”

‘કારેલા અને ભાખરી..”

મમ્મી તમને તો ખબર છે કે છોકરાઓ કારેલા નહીં
ખાય.’બેટા હવે આ ઉંમરે થાય એટલું કરું છું તને કારેલા ભાવે એટલે…કાંઈ નહી હું
છોકરાઓને માટે પીઝા ઓર્ડર કરું છું.”..અને બન્ને નાચવા લાગ્યા..

સૌમ્ય શૈલજાનાં રુમમા આવ્યો..એની આંખો બંધ
હતી..જાણે ગુલાબની પાંખડીઓ અધખૂલી…કેટલી વહાલી લાગતી હતી. સૌમ્યને એકદમ હેત ઉભરાઈ
આવ્યું. નજીક આવી બન્ને આંખોને પ્રેમપૂર્વક ચૂમી લીધી.. શૈલજાએ આંખો ખોલી..ઘણાં
સમય પછી આટલાં પ્રેમથી સૌમ્યએ એને ચૂમી હતી..એની આંખો હસું હસું થઈ ગઈ અને હોઠ
મરકી ગયાં..

“વ્હાલું તું આવ્યું?”ખૂબ પ્રેમ આવે ત્યારે એ સૌમ્યને “વ્હાલું” કહી સંબોધતી.

.”હા વ્હાલી..જોને કેવી સરસ સાંજ છે!!

“હા પંખીઓનો કલરવ સંભળાય છે..”

“સૌમ્ય, સોમુ..મારું એક કામ કરીશ?’

“હા,બોલ..મેરે આકા-તારો ગુલામ હાજર છે!!”

‘પેલી કૃષ્ણની મૂર્તિ છેને પૂજા ઘરમાં?”

“હા, તો?”

“એ મૂર્તિ મને આ રૂમમાં જોઇયે છે…’

“પણ તું તો કહેતી હતીને કે ભગવાન નિરંજન
નિરાકાર હોય છે..પછી આ મૂર્તિ હવે રૂમમાં શા માટે?”

એ મીઠું હસી..

“હવે તું મારી સામે નથી હોતો ને તો ઝઘડા કોની
સાથે કરું? એટલે આ કૃષ્ણની મૂર્તિ સામે મારો બળાપો કાઢીશ..અને જેમ તું મારી રોજ
રોજની જીદ સામે માથું ટેકવે છે એમ મારાં ભગવાન પણ કંટાળીને તથાસ્તુ કહેશે એવો મારો
વિશ્વાસ છે..પ્લીઝ..તુ મારાં ભગવાનને અહીં બિરાજમાન કરી દે પછી જો તમાશો..”

સૌમ્યએ ધીરે થી એનો હાથ પકડી ચૂમી લીધો..આજે
સૌમ્યને એના માંથી કોઈ દુર્ગંધ આવતી નથી..મને લાગે છે દુર્ગંધ અને સુગંધ માણસનાં
ભાવો સાથે બદલાય છે…

એ પૂજાનાં રુમમાં થી મૂર્તિ લેવા ગયો..બા
સામે મળી ગયાં.

.”ક્યા જાય છે બેટા?

અડધી ધૂનમાંએ ગણ ગણ્યો,

”મૂર્તિ લેવા!!”’..

બા એકદમ ઉખળી પડ્યાં ભગવાનને પૂજા ના રુમમાથી
હઠાવાય કાંઈ?’.

સૌમ્ય હસીને બોલ્યો,’બા,ભગવાનની પૂજા ના રુમ
કરતાં શૈલુના રૂમમા વધારે જરૂર છે!!’

સૌમ્યએ બરાબર સામે મેજ ઉપર મૂર્તિ ગોઠવી ફૂલ
હાર કર્યો.

“બસ ઔર કૉઇ હુકમ હૈ મેરે આકા?”

ફરી મધૂર સ્મિત અને શેલજા બોલી..

“હા , એક ઔર હુકમ..આ મારી પથારી બરાબર બારી
સામે કરી દે..કે હું પેલાં ઊડતા પંખીઓને જોઉં અને ઊડતાં શીખું અને હા વરસાદની
વાછંટ અને ગુલાબી સાંજ મને જીવવાનો જુસ્સો આપશે..”

“ઓહ એમાં શી મોટી વાત છે…તું તો ફૂલ જેવી
છે..તને ઊંચકીને આમ ફેરવી દઈશ…અને હા ખુલ્લું આસમાન જો..એની વિશાળતા અને ગહનતા
જો..અને આ ચોરસ બારીમાથી નીકળીને દુનિયા નીરખજે…સુખનાં સાગર ઉમટે છે…આપણાં સુખનાં
સાગર..!!”

સૌમ્યએ બારી સામે પથારી કરી નાંખી..હવે
આસમાનનો ટુકડો જાણે ફ્લેટમાં આવી ગયો..”હાશ..ભગવાન..તારી આભારી છું..તું જ પાર
ઉતાર

જે..

સૌમ્યએ કહ્યુ,” શૈલુ કારેલા ખાઈશ?”

શૈલુએ મોઢું બગાડ્યું..

“તો પીઝા?”

“હા,હા, હા..”

શૈલજા જાણે નાની બાળકી બની ગઈ!!

બાળકી જેને સૌમ્ય દિલોજાનથી ચાહતો હતો…

૦૦૦

સૂરજનાં પહેલાં કિરણે શૈલજાની આંખો ખૂલી
ગઈ..નવી ઉષા નવી આશા…આજનો દિવસ એકદમ સરસ ઊગ્યો છે..વાદળ નથી અને પંખીઓનો કલરવ
સંભળાય છે..એને આકાશનાં ચોરસ ટુકડા સામે જો્યું..મારાં ભાગનું આકાશ..મારૂ
આકાશ…એટલામાં કુંજડીઓની કતાર નીકળી ..હરોળમાં ઊડતી એ કતાર કેટલી શીસ્તબધ્દ્ધ છે
કોણ શીખાવતું હશે એને આ બધું? અચાનક એની નજર કૃષ્ણની મૂર્તિ સામે ગઈ.આંખો બંધ કરી
વંદન કર્યા..

બહાર રુમમાં ધમાલ ચાલતી હતી..મારી બુક ક્યાં
મૂકી? મારૂ હોમવર્ક અને..લંચ બોક્સ…અમૂલ્યને તો બધું યાદ રાખી આપવું પડે
બીચારો..માં વગર શું કરે…પણ બેટા થોડાં દિવસ પછી તારી માં સાજી થઈને બધું તૈયાર
કરી આપશે…બસ થોડાં દિવસ મારાં દીકરા…શૈલજાની આંખોમાં મજબૂરી આંસું રૂપે આવી ગઇ..

એટલામાં” બાય મમ્મી ..”. નીરજા પણ આવી..મમ્મીનો ચહેરો ચૂમીને ગઈ

“બાય મોમ..”અમૂલ્ય પણ થોડીવારમાં આવ્યો..

“”બાય શૈલુ..બાળકોને મૂકી ઓફીસે સીધો જઈશ..અરે હા આજે ભરતભાઈ આવવાનું કહેતા
હતાં..ભાભી.. પણ મૂંઝાતી નહી..કંઇ કામ હો ય તો પ્રીતિબેનને કહેજે..લવ યુ
ડાર્લીંગ..” અને નાનકડી ટપલી ગાલ પર મારી સૌમ્ય પણ નીકળી ગયો ..હાશ આજે તો બસ મારે
મારાં દિલની વાતો ભગવાનને કરવી છે…ત્યાં તો પ્રીતિબેન માલિશની

દવા લૈને આવ્યાં. ચાલો ..શૈલજાબેન માલિશ કરી આપું…શૈલજાએ આંખોથી હા કહી…પ્રીતિબેન
માલિશ કરવાં લાગ્યા..એમણે હાથેથી શૈલજાનાં પગ પરથી નાઈટી હટાવી ..શૈલજાની
સુંદરતાની સાક્ષી પૂરતાં હતા એ પગ..એ ધીરે ધીરે માલીશ કરવાં લાગ્યાં..પગ અને હાથ
અને ધીરે ધીરે પુરા શરીરને

પ્રેમથી મસાજ કરતાં હતાં…બેન આજે તમારાં હાથ થોડાં ગરમ લાગે છે ..આ તો ખૂબ સારી
વાત છે…પ્રીતિબેન બોલતાં રહ્યા…એ સાંભળતી રહી..એણે પ્રિતીબેનને કહ્યુ” આજે બહાર થી
થોડાં ફૂલ લાવીને વાઝમાં સજાવજો અને અગરબત્તી પણ કરજો..સ્પંજ કરી પ્રીતિબેન

રુમમાંથી ગયા..બધું ફ્રેશ અને ચોખ્ખું લાગતું હતું…એણે પ્રીતિબેનને ભજન પણ મૂકવાં
કહ્યુ હતું..સરસ સૂર વહી રહ્યા હતાં..એણે કૃષ્ણની મૂર્તિ સામે જોયું..પછી આકાશ
સામે…હે ભગવાન !! તારાં ખજાનામાં કોઇ કમી નથી..તું જેને ચાહે એને આપે તો ..મારાં
બાળકો અને મારાં પતિની ખાતર મને પાછી હરતી ફરતી કર હું આ જીવનભર તારી ઋણી રહીશ.એની
આંખોમાંથી આંસું ટપકવા લાગ્યા..

ડોરબેલ વાગી..ભરતભાઈ અને ભાભી…અને હાથ પણ
ઉંચો ના થાય !આંસું પણ કેમ કરી છૂપાવૂ? મારાં જ વેરી છે મારાં આંસું અને મારો જ
સહારો…ભાઈ ભાભી આવ્યાં..ભાભી સીધાં રસોડાંમાં ગયાં..ભરતભાઈ આવી ગયા..રુમમાં..”કેમ
છે બેના?મારી વ્હાલી બેના?” અરે શું રડતી હતી…?

“ના,
ના ભાઈ આ તો ખુશીનાં આંસું..અને એ પણ એની મરજીથી આવે જાય છે ..નામ તો નથી લખ્યું
કે શા કારણે આવે છે..સાચું કહું આજે તો ચોક્ક્સ ખુશીનાં જ કારણે આવ્યાં છે એક તો
ભાઈ આવ્યાં અને બીજું જુઓ મારાં ક્રૂષ્ણ ભગવાન મારા રુમમાં આવ્યા..એની સાથે વાતો
કરું છું!!” ભરતભાઈએ એની આંખો લૂછી નાખી અને બાજુમાં રાખેલી ખુરશી પર બેસી ગયાં..

“ભાઈ એક વાત કહું? તમને ખૂબ ખુશી થશે!!

“હા કહેને ,બેના..શું છે?’

તમે મારાં રિપોર્ટ ફરી કરાવો..મને ચોક્કસ લાગે છે કે મારાં શરીરમાં સંચાર થાય
છે..પણ ચોક્કસ પણે કાંઈ કહી શકતી નથી..પણ ભગવાનને ત્યાં દેર છે અંધેર નથી..”

ભરતભાઈ ખુરશી પરથી અડધાં ઉભા થઈ ગયાં.. શું વાત કરે છે..ખરેખર..? આ તો ખૂબ સારાં
સમાચાર..લાવ હું ડો.જાદવને ફોન કરું.. “ઈન્દુ અરે ઈન્દુ..જલ્દી આવજે અહીં..”
ભરતભાઇની ખુશી સમાતી ન હતી.. ‘આવું,…આવું ,આ શૈલુ માટે એને ગમતો ગાજરનો હલવો અને
વડા લાવી હતી તો મૂકવાં ગઈ હતી..શું..સમાચાર મળ્યા કે આટલાં ફૂલાઈ ગયાં છો?

ઈન્દુ ભીનાં હાથ નેપકીનથી લૂછતી રૂમમાં આવી..શૈલુને માથે વ્હાલથી હાથ ફેરવ્યો…

“આજે તો બેનબા સરસ દેખાય છે…મઘમઘે છે…”

“હા ભાભી સ્પંજ કરાવ્યું અને પરફ્યુમ લગાવ્યુ મને શરીરની ઓડર જરાય ના ગમે પણ જુઓને
ભગવાને તો મને ગંદકી માં મૂકી દીધી ..કિયા જનમનાં પાપે?”

ભાભીએ એનાં મોં પર હાથ રાખી દીધો..એવું ના બોલ શૈલું..તને મારાં સમ છે..તું ખૂબ
જલ્દી સારી થઈશ એવું મારૂં અંતઃકરણ કહે છે..અને હમણાં તો કાઈ ખુશીનાં સમાચારની વાત
હતી..”

“અરે હા, તમારાં બન્નેનાં વાર્તાલાપમાં હું ભૂલી ગયો..મારે ડો.જાદવને ફોન કરવાનો
છે..શૈલુને શરીરમા સંચાર થયો એવું લાગે છે…”

ઈન્દુભાભી અને ભરતભાઈ જાણે સપનાંની દુનિયામાં સરી ગયાં.એમને તો દોડતી ભાગતી શૈલુ
દેખાવા લાગી

શૈલજા આચાર્ય (૭)
પ્રવીણા કડકિયા

ભાઈ
અને ભાભી ગયા. ગા્જરનો હલવો અને વડા સૌમ્ય તથા શૈલજાને ખૂબ ભાવતા. અત્યારે તો પિઝા
નો સ્વાદ હજુ મોઢામાં હતો. ઉપરથી ધીરજ બહેને કેરીની લસ્સી બનાવી બધાને મઝા આવી ગઈ.
શૈલજાની બિમારી પળભર માટે વિસારેપડી ગઈ. સૌમ્ય પણ આજે ઘેલો થયો હતો. કેટલા દિવસ થઈ
ગયા, એકલતા તેને કોરી રહી હતી પણ નાઈલાજ હતો. આજે ‘વહાલી ‘પાસે બેસીને પ્યાર ભરી
વાતો કરતો હતો. શૈલજા દર્દ તો મહેસૂસ ન કરતી પણ સૌમ્યનો પ્યાર માણી રહી. તે
બોજારૂપ છે એ વાત વિસારેપડી ગઈ.

દુઃખના સમયને પસાર થતાં વર્ષો લાગે સુખની ઘડી પલકભરમાં ગુજરી જાય. સવાર થઈ સૂર્ય
સાત ઘોડાના રથ પર સવાર થઈને પૃથ્વી પર સફર કરવા નિકળ્યો. માનવની દોડધામ જોઈ
કોઈકવાર સ્મિત આપતો ત્યારે ગગન ખૂબ રળીયામણું લાગતું. પણ જ્યારે તેની હાજરીની
અવગણના થતી નિહાળતો ત્યારે તેના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થતાં. અમૂલ્ય અને નીરજા
શાળાએથી પાછા આવી ગયા હતા,. સૌમ્યને આવતાં મોડું થવાનું હતું. સાંજે ‘બોર્ડ મિટિંગ
‘ હતી તેથી તેને જમવું પણ ન હતું.

શની અને રવીવાર તો ક્યાં પસાર થઈ ગયાં ખબર પણ ન પડી. સોમવારની સવાર આવી પહોંચી.
અમૂલ્યની શાળા સવારની હતી. દાદાજી તૈયાર થઈને દીકરાને લઈને ઉપડ્યા. અમૂલ્ય હવે
દાદાજીનો લાડલો થઈ ગયો હતો. ખરું કહું તો હવે દાદા એને ખૂબ ગમવા લાગ્યા હતા.
દાદાનું કહ્યું બધું માનતો અને દાદાની પાસે પોતાની જીદ પૂરી કરાવતો. દાદા પણ
પોતાની ઉમર ભૂલી ચૂક્યા હતા. જાણે નાનો સૌમ્ય ન હોય. આમ પણ ‘મૂડી કરતાં વ્યાજ’
વધારે વહાલું હોય એમ કહેવાય છે. અમૂલ્યને દાદા ,પપ્પાની જેમ વઢતા નહી તેથી જલસો થઈ
ગયો હતો.

નીરજાએ દૃઢ સંકલ્પ કર્યો બને ત્યાં સુધી પપ્પાને નારાજ ન કરવા અને ભણવા પર પૂરતું
ધ્યાન આપવું. ૧૦મી નું વર્ષ હતું જો સારા ટકા નહી આવે તો કઈ કોલેજ અડમિશન આપશે?
સવારે ઉઠીને સમયસર તૈયાર થઈ નિકળી પડી. સૌમ્યને ખબર ન પડતી કે શની , રવીમાં થાક
ઉતર્યો કે વધારે થાકી ગયો.

ખેર, જે પણ હોય તૈયાર થઈ શૈલજાને ગાલ પર વહાલ પૂર્વક હાથ ફેરવી ઘરેથી નિકળ્યો.
શૈલજા નિસ્પૃહ હતી. કાંઈ જ ખબર પડતી ન હતી.તે જીવતી હતી પણ લાગણીઓનો સતત અભાવ હતો.
જ્યારે સૌમ્ય તો જીવતો જાગતો ,સુખ અને દુઃખની વચ્ચે ઝોલાં ખાતો હતો. ડૉ. સૌમ્ય
જીંદગીના ત્રિભેટે આવીને ઉભા હતાં.ક્યાંય આશાનું કિરણ જણાતું ન હતું. તેથી કાંઈ
જવાબદારીમાંથી છટકી ન શકાય તેનું તેને બરાબર ભાન હતું. જે મુસીબત ગળે વળગી હતી
તેની પકડમાંથી છૂટવું આસાન ન હતું. કામ પર આવ્યો. ધીરજબહેનને સૂચના આપી હતી કે
દિવસ દરમ્યાન કાંઈ પણ થાય તો ઓફિસમાં ફોન નહી કરવાનો. દર બે કલાકે તે ઘરે ફોન
કરીને સમાચાર મેળવતો . ઈશ્વરકૃપાએ આજનો દિવસ હેમખેમ પસાર થઈ ગયો. સૌમ્ય સાંજે ઘરે
આવ્યો. બાળકો તેમની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત હતાં.

ચા પીને આરામ ખુરશી પર બેઠો હતો ક્યારે આંખ મિંચાઇ ગઈ ખબર પણ ન પડી, ત્યાં નર્સે
ધીરેથી પાસે આવી ઉઠાડ્યો. જુઓને બહેન કેમ કાંઈ પ્રતિક્રિયા નથી કરતાં. સૌમ્ય ઉભો
થયો અને જુએ છે્ તો શૈલજાનું માથું એક બાજુ ઢળી ગયું હતું.તેણે હળવેથી સીધું
કર્યું અને ગાલ પર ટપલીઓ મારી. જાણે ભર નિંદરમાંથી જાગી હોય તેમ શૈલજાએ આંખો ખોલી.
સૌમ્યના જીવમાં જીવ આવ્યો. નર્સ તેને જમાડવાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગઈ. તેના
જમ્યા પછીજ બધા સાથે જમવા બેસતાં. જમીને તરતજ શૈલજા સૂઈ જતી.

તેને ક્યાં ફરક પડતો હતો. રાત હોય કે દિવસ બધું તેને માટે સરખું જ હતું. આખું ઘર ,
બાળકો, સૌમ્ય અને તેના માતા પિતા ઉપર તળે થાય શૈલજા તે સઘળાંથી પર હતી. અમૂલ્ય
સાથે થોડો સમય પસાર કર્યો. નીરજાની વાતો સાંભળી સૌમ્ય પોતાનાં રુમમાં આવ્યો. આ એજ
રૂમ હતો જ્યાં રાત પ્રફુલ્લિત અને સવાર ખુશનુમા રહેતી. તેને બદલે રૂમનો દરવાજો બંધ
થતાં સૌમ્યને એકલતા ભરખતી અને જુવાની અકળાવતી. નાઈલાજ સૌમ્ય સર્જનહારને યાદ કરી
ઉપાય માટે આજીજી કરતો. શૈલજા હતી તે શ્રાપ હતો કે આશિર્વાદ, સૌમ્યના મને તેને
પ્રશ્ન કર્યો ,અરે આ પ્રશ્નથી સૌમ્યનું સમસ્ત અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. આખા શરીરે
પસીનો થઈ ગયો. એરકન્ડીશન નું ડાયલ ફેરવી વધારે નીચું કર્યું. પંખો ફુલ સ્પીડમાં
કર્યો છતાં આખા શરીરે પસીનો છૂટી ગયો.

સૌમ્ય પોતાની જાતથી જ ગભરાઈ ગયો અને કપડાં બદલી બહાર આવ્યો. અમૂલ્ય સૂઈ ગયો હતો.
નીરજા પોતાના રૂમમા પરિક્ષાની તૈયારી કરી રહી હતી. સાથે સી.ડી. પ્લેયર પર જુના
ગીતો વાગી રહ્યાં હતાં. ધીરજબહેન અને શાંતિભાઈ પોતપોતાનાં પુસ્તકો વાંચી રહ્યાં
હતા. ધીમે અવાજે સૌમ્ય અને શૈલજાની હાલતની ચીંતા વ્યક્ત કરતી વાતોનો સંવાદ સૌમ્યને
કાને પડ્યો.

સૌમ્ય કાંઇપણ ગણકાર્યા વગર પોતાની ગાડી લઈને નિકળી પડ્યો. રાતનો છેલ્લો શો ઇંગ્લીશ
પિક્ચરનો દસ વાગ્યાનો હતો તેમાં ટિકિટ લઈને બેસી ગયો.મગજ બીજા પાટે ચડ્યું તેથી
તેણે રાહતનો અહેસાસ થયો. પિક્ચર બાર વાગે છુટ્યું અને ઘર ભેગો થયો. થાકી જવાથી
પલંગ પર પડતાંની સાથે.સૂઈ ગયો. ક્યારે સવાર પડી તે ખબર પણ ન પડી. હજુ તો આંખ ખુલી
નથી ત્યાં તેને કાને આયા અને શૈલજાની કચકચ સંભળાઈ.

આયા કામ કરવા માટે તૈયાર હતી પણ શૈલજા તેને દાદ આપતી ન હતી. અવાજ સાંભળીને બહાર
આવ્યો. માને કહે મારી ચા અને ટોસ્ટ તયાર કરો આજે સવારના ‘ડાયરેક્ટર્સ’ની મિટિંગ
છે. કહીને તૈયાર થવા ગયો. અમૂલ્ય અને નીરજા પોતપોતાની તૈયારીમાં પડ્યાં હતા.
સૌમ્યના દિમાગમાં ત્વરિત એક વિચાર ઝબકી ગયો જો પપ્પા અને મમ્મી એ આવીને ઘરનું
સુકાન ન સંભાળ્યું હોત તો તે કેવી રીતે આ કપરો કાળ પસાર કરી શકત. શૈલજાના ભાઈ અને
ભાભીએ પણ પૂર્ણ સહકાર આપ્યો હતો એકની એક લાડકી બહેન હતી.

સૌમ્ય તૈયાર થઈને જેવો ઘરની બહાર જવા નિકળ્યો કે નર્સ દોડતી આવી, જુઓ સાહેબ, બહેન
જરા પણ માનતા નથી. ગઈકાલે રાતના શૈલજાને જરાપણ ઉંઘ આવી ન હતી. કોને ખબર કેમ તેનું
મન વિચારે ચડી ગયું હતું. બસ તેને એમ જ લાગ્યા કરતું કે તેનું જીવન અર્થવિહીન છે.
ઘરમાં તે સહુને ભાર રૂપ થઈ ગઈ છે.તેની પરવશતાનો તેને અંદાઝ ન હતો. સૌમ્ય તેની
નજદીક આવતો ત્યારે તે ગમતું કે નહી તે પણ તે નક્કી ન કરી શકતી. . નીરજાને ઘડી ભર
નિરખતી તો પળમાં અ્ણજાણ વ્યક્તિની માફક વર્તન કરતી. અમૂલ્યતો એવો ડઘાઈ ગયો હતો કે
મમ્મીની પાસે જતાં પણ ડરતો.

સૌમ્ય ઓફિસે જવાને બદલે ઘરમાં પાછો આવ્યો. સંયમ જાળવવાનો તે હંમેશા પ્રયત્ન કરતો.
આખરે તે પણ ‘સામાન્ય માનવી’ હતો. તે ઘરમાં આવ્યો ને દૃશ્ય જોઈને આભો બની ગયો.
શૈલજાની આંખોમાંથી આંસુ ઉભરાઈ રહ્યા હતાં. જાણે ઘરમાં કોઇનું મૃત્યુ ન થયું હોય.
બસ ચોધાર આંસુએ રડી રહી હતી. સૌમ્યનું દિલ દ્રવી ઉઠ્યું. કેમ તેને અહેસાસ ન થાય ?
જે તેની જીવન સંગિની છેલ્લા ૧૫ વર્ષથી છે. તેની આવી દયાજનક સ્થિતિ જોઈ નહોતી. અને
આજે જોઇ નહોંતી શકાતી પણ તે ના ઈલાજ હતો. તે પોતે એવી દ્વિધામાં હતો કે શું કરું તે
પ્રશ્ન તેને મુઝંવી રહ્યો હતો. ઘરમાં આવ્યો શૈલજાને વહાલથી પંપાળી. નસીબ સારા હતા
કે શૈલજા છંછેડાઈ નહી.

તેને કોઈ લાગણી નહોતી થઈ માત્ર પ્રતિક્રિયા ન કરી. પ્યારનો અહેસાસ કે તેનું
સ્વિકાર્ય કશું જ તે અનુભવતી નહી. શૈલજાને શાંત જોઈ સૌમ્યને હૈયે ટાઢક થઈ પણ તે
ક્ષણજીવી નિકળી. રૂદન પાછું ચાલુ થયું અને હવે સાથે લવારો. સૌમ્યને આદત પડી ગઈ હતી
તેથી સમજી શક્યો. પ્રત્યાઘાત રૂપે હાથની હથેળી ખૂબ મૃદુતા પૂર્વક શૈલજા પર ફેરવી
તેને સાંત્વના આપવાનો ઠાલો પ્રયાસ કરી રહ્યો.

અચાનક ઝાટકો લાગ્યો શૈલજાએ મોઢું ફેરવી લીધું. “બસ,મારે જીવવું નથી મને મારી
નાખો’ની

બડબડાટી ચાલુ કરી. તેની ભાષા સ્પષ્ટ હતી. શબ્દો ઉચ્ચારવા તેને પડતી તકલીફથી સૌમ્ય
વાકેફ હતો.

સૌમ્યએ ઓફિસમાં ફોન કરી જણાવી દીધું કે તે આજે આવી નહી શકે. નીરજા અને અમૂલ્યતો
શાળાએ ગયા હતા. ધીરજ બહેન શૈલજાની ભાવતી વાનગીમાં તૈયારીમાં ગુંથાયા હતા. શાંતિભાઈ
નાહી પરવારીને આજનું છાપુ વાંચવા બેઠા હતા. સૌમ્ય ઓફિસે જવાનો નહોંતો. તેની માનસિક
હાલત ડામાડોળ હતી. શું કરું? કેમ કરીને આ સંકટમાંથી પાર ઉતરું.

લગભગ મહિનો થઈ ગયો હતો. આશાનું કિરણ જણાતું ન હતું. નિરાશાની ગર્તામાંથી બહાર
નિકળવા ફાંફા મારી રહ્યો હતો. જેમ પ્રયત્નો વધુ કરતો તેમ તે વધુ ઊંડે ઉતરી રહ્યો
હતો.’ડૂબતો માણસ તરણું’ નિહાળી તેને પકડવાનો પ્રયત્ન કરે તેમ તે હવાતિયાં મારતો
હતો. ગુસ્સા પર કાબૂ મેળવવા વ્યર્થ પ્રયત્ન કરતો. છેલ્લાં ચાર દિવસથી અમૂલ્ય પર પણ
ગુસ્સો કરતો થઈ ગયો હતો. વિસરી જતો કે અમૂલ્યતો હજી નાનું બાળક છે. નીરજા યુવાનીના
દ્વાર ખટખટાવી રહી હતી. તેના પર પણ ગુસ્સો ના કરાય.

જો કે ગુસ્સો કર્યા પછી રૂમમાં ભરાઈ જઈને પોકે પોકે રડતો. નીરજા એક વાર સાંભળી ગઈ
હતી. તેથી પપ્પા ગુસ્સો કરેતે મન ઉપર ન લાવતી. ઘડીભર શૈલજાનું મન પ્રસન્ન હોય તો
ઘડીભર નારાજગી અને નિરાશાથી છલકાતી હોય. સૌમ્ય પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરતો.
પણ આખરે તે સામાન્ય માનવી હતો. જ્યારે કાબૂ ગુમાવી બેસતો ત્યારે પોતાની જાત
સંભાળવી તેને માટે પણ કઠીન હતી.

શૈલજા ભાઈ તથા ભાભી પાસે દિલ ખોલીને વાતો કરતી. તેમને પણ સંસાર હતો તેથી
અઠવાડિયામા બે દિવસ આવતા. તેમાં અડધો વખત શૈલજા ,સૌમ્યની ફરિયાદ જ કરતી. તેને
જલ્દી સારા થવું હતું. બોજ બનીને જીવવામાં કોને આનંદ આવે? તેનો માઈકલ જેકસન
(અમૂલ્ય) વહાલ કરવા આવતો પણ પહેલાની જેમ ખુલ્લા દીલે ન ગળે લાગતો કે નબધી વાતો
વિગતવાર જણાવતો.. શૈલજા પ્રયત્ન કરતી પણ બાળમાનસ તે સ્વિકારી શકતું નહી. તેથી
દાદાજી પાસે દોડી જતો.

નીરજા, સમજતી પણ એટલી બધી પ્રવત્તિઓમાં ગળાડૂબ હતી કે મમ્મીને પૂરતો સમય ફાળવી
શકતી નહી. આજે જ્યારે ઘરે આવી ત્યારે ઘરનું દૃશ્યજોઈને છક્કડ ખાઈ ગઈ. તેણે
પપ્પાનું આવું સ્વરૂપ કદી જોયું ન હતું. સૌમ્ય શૈલજા પર ગુસ્સો કરી રહ્યો હતો.કારણ
ભલે નજીવું લાગે પણ તે સાચુ ન હતું. શૈલજાએ આખો દિવસ દવા લેવા માટે નર્સને હેરાન
કરી હતી. જો દવા સમયસર ન લે તો ઈલાજ કેવી રીતે કામયાબ નિવડે. આ પરિસ્થિતિમાંથી
બહાર આવવા માટે ખૂબ જહેમત ઉઠાવવાની હતી. અને તે છતાં પણ કેટલા ટકા સુધારો થશે તેની
કોઈ ખાત્રી ન હતી.સૌમ્યએ ઘરમાં પગ મૂક્યો ત્યારે આ જ રકઝક ચાલી રહી હતી.

સૌમ્યએ પ્યારથી શૈલુને કહ્યું ‘આ હું શું સાંભળું છું?

શૈલજાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો.

સૌમ્ય જેમ નરમાશથી વાત કરે તેમ શૈલજા જાણે તેને કાંઈ જ સંબધ ન હોય તેવા પત્યુત્તર
આપે.શૈલજાનો પિત્તો ગયો હતો કારણ ધીરજબહેન તેને પ્યારથી સમજાવતાં તેનો શૈલજા અવળો
અર્થ કાઢી નારાજ હતી. તેને થતું કે પોતે અસહાય છે એટલે સૌમ્યના મમ્મી તેને
ગણકારતાં નથી. જ્યારે વ્યક્તિ સંજોગોને પરાધિન હોઈ પોતાની ઇચ્છા પ્રમાણે ન કરી શકે
ત્યારે વિવેક બુધ્ધિ વાપરી નથી શકતો.પરિણામે તેણે આખા દિવસની દવા સમયસર ન લીધી.
સૌમ્યને બધી વાતની જાણ થઈ તેથી તે સંયમ ગુમાવી બેઠો. નીરજા જ્યારે બારણામાં
પ્રવેશી રહી હતી ત્યારે તેણે પપ્પાનો ઘાંટો સાંભળ્યો.

“ પડી રહેવા દો, એને કોઈ સમજાવશો નહીં. એને દવા ન ખાવી હોય તો મરવા દો. આપણા બધાનો
છૂટકારૉ થશે!’ સૌમ્ય બોલતાં તો બોલી ગયો અને એ જ ક્ષણે નીરજાનું ઘરમાં પ્રવેશવું.
જાણે “કાગનું બેસવું અને ડાળનું પડવું “. નીરજા સ્તબ્ધ બનીને દરવાજામાં ખોડાઈ ગઈ.
એણે પપ્પાનું આવું વરવું રૂપ કદી નિહાળ્યું ન હતું. શું કરવું કે બોલવું તેને ન
સુઝતાં તે પોતાના રુમમા દોડી ગઈ.

સૌમ્યએ પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યો.શૈલજાની ચિંતા છોડી તેને હવે નીરજાનો ખ્યાલ
આવ્યો. પોતાની જાતને કોસવા લાગ્યો. દીકરી આગળ શું જઈને મોઢું બતાવીશ? કયું કારણ
આપીશ કે ‘શામાટે મારો ગુસ્સો ગયો હતો.’ ખેર દુધ ઉભરાઈ ગયા પછી રોવું નકામું. તીર
કમાનમાંથી છટકી ગયું હતું નિશાન ઉપર બરાબર લાગ્યં હતું. શાંત થવા સુવાના રુમમા
ગયો. બારણા બંધ કરી વિચાર કરવા લાગ્યો. તેણે નીરજાને શાંત થવાનો સમય આપવો યોગ્ય
લાગ્યું. પ્રભુનો પાડ માનવા લાગ્યો કે અમૂલ્ય તે સમયે ઘરમાં ન હતો. બાકી તે કુમળી
વયના બાળ માટે આ અસહ્ય થઈ જાત.

શૈલજાની વાત તો બાજુએ રહી એ બહેનબા તો નિરાંતે સૂતા હતા. તેને ક્યાં અણસાર હતો કે
ઘરમાં શું ચાલી રહ્યું છે અને આ પ્રકરણના રચયિતા કોણ છે? જો તેને આ બધી ખબર પડતી
હોત તો આજે આ પ્રંકરણ જ મંડાયું ન હોત?

સૌમ્ય એક કલાક પછી રૂમમાંથી બહાર આવ્યો. પહેલાં તેને થયું શૈલજાને સમજાવી દવા આપું
પણ નીરજાનો ખ્યાલ આવતાં તે તેના રુમમાં ગયો. નીરજા ઓશિકામાં માથું સંતાડી પથારીમાં
પડી હતી. એવું લાગતું હતું કે તેના ‘ડૂસકાં” શમ્યા છે અને આંખ મિંચાઈ ગઈ છે.સૌમ્ય
તેના વાળમાં હાથ પસવારવા લગ્યો.. ઝટકા સાથે નીરજા ઉભી થઈ, પપ્પા મને એકલી રહેવા દો
! સૌમ્યએ વહાલથી તેના ભાલે ચુંબન કર્યું બેટા, મારી વાત સાંભળ તારે કારણ નથી
જાણવું પપ્પા કેમ આવું બોલ્યા? એ બોલ્યા પછી પપ્પાને કેટલું દુઃખ થયું.? છેલ્લું
વાક્ય સાંભળીને નીરજા પથારીમાં બેઠી થઈ ગઈ. સૌમ્યએ વહાલથી તેનો હાથ જાલ્યો

સૌમ્યઃ ‘હેં બેટા તને લાગે છે પપ્પા આવું મમ્મીને કહી શકે ?

નીરજાએ માથુ ધુણાવ્યું, હજુ પપ્પાની આંખમા આંખ પરોવીને જોઈ ન શકી.

આખો દિવસ સુધી તેણે એક પણ વાર દવા નથી લીધી. હજુ હું તારી મમ્મીને કશું પૂછું તે
પહેલાં “બસ મને મારી નાખો, મારે દવા નથી ખાવી” . મારો એક પણ શબ્દ તારી .મમ્મીએ
સાંભળ્યો નહી. “હું કાંઇ પણ કહેવા જાંઉ તો કહે કે ,મને મારી નાખો. હું બધાને ભારે
પડું છું.” એક તો હું નોકરી પરથી આવ્યો, હજુ બેઠો પણ ન હતો. પાણીનો ગ્લાસ લઈને
તારી દાદી ઉભી હતી તે પણ સ્થિર થઈ ગઈ.

સૌમ્ય હવે અટક્યો.” બેટા તેથી મારે એવા કઠોર શબ્દો બોલવા પડ્યા જેથી શૈલુ શાંત
થાય. હજુ તો આગળ કાંઇ બોલું ત્યાં તારું આવવું અને આવા શબ્દો તારે કાને અથડાયા.
બેટા, મને માફ કરજે. તને ખબર નથી પણ એ શબ્દો મને પણ વસમા લાગ્યા છે”.

નીરજા પપ્પાને ભેટી પડી. “મને માફ કરો પપ્પા હું તમને સમજી ન શકી. મને દેખાય છે
તમે અમને બધાને અને મમ્મીને ખુશ રાખવા તનતોડ પ્રયત્નો કરો છો. પપ્પા મને ગેરસમજૂતી
બદલ માફ કરશો. હું મમ્મીને સમજાવીશ. તેને કહીશ “મા, તું કેટલી નસીબદાર છે તને આવો
સુંદર ને સમજુ પતિ મળ્યો છે.”રડતા રડતા તે આગળ બોલી “ પપ્પા હું ખૂબ દિલગીર છું”.
સૌમ્ય, નીરજા પર વહાલ વરસાવવા લાગ્યો. બેટા, આપણે બધા સાથે મળીને આ સંજોગનો સામનો
કરીશું. તારી મમ્મીને પહેલાં જેવી બનાવવા બધા ઉપચાર કરાવીશું.

આખરે નીરજા માની ગઈ અને મમ્મી પાસે આવી. અમૂલ્ય પણ શાળાએથી આવી ગયો હતો. હવે એ
ધીરે ધીરે નીરજા પાસે આવતો થયો હતો. ઝાઝુ બેસતો નહી. રમવાને બહાને ભાગી જતો.
નીરજાએ મમ્મીને ધીરેથી સમજાવી દવા આપી. કોને ખબર દીકરીના પ્યાર આગળ માતા બધું જ
કરી રહી હતી. જાણે કાંઈ ન બન્યું હોય તેમ નીરજા તેની સાથે વર્તન કરી રહી હતી.

આજે સૌમ્યએ રજા લીધી હતી. નર્સને અચાનક કામ આવી ચડ્યું હતું તેથી તેણે રજા માગી
હતી. તેણે કહ્યું બદલીમાં બીજી લઈ આવે પણ સૌમ્યને એ બહાને શૈલજાનો સાથ માણવો હતો.
તેને સ્પર્શનું સુખ લેવું હતું. રાતના તેણે આરામથી ઉંઘ કાઢી. સવારે મેમ સાહેબની
નોકરી કરવાની હતી. સવારે ઉઠ્યો ખુદનું પ્રાતઃકર્મ વેળાસર પતાવી લીધું. અને શૈલજાની
સેવામાં બંદા હાજર થઈ ગયા.

તેને પ્યારથી ઉઠાડી જો મોડે સુધી સૂવા દેતો પાછી ભુખના નામની રામાયણ ચાલુ થાય. વળી
કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં જો મોડું થાય તે પણ ન ચાલે. બ્રશ કરાવી , સરસ મજાની
મસાલાવાળી ચા પિવડાવી. આજે તેણે ચા થોડી ઠંડી કરી સ્ટ્રોથી પીવાની નવી રીત અપનાવી.
શૈલજાને ખૂબ આનંદ થયો.

કપડાં બદલાવી સ્પંજ કર્યું. . શૈલાને અમુક ભાગ ઉપર ચળ આવતી હતી તેનો અહેસાસ થતો
હતો. માંડ માંડ તે સૌમ્યને સમજાવી શકી. સૌમ્યએ’નાઈસિલ’ પાવડર છાંટ્યો અને હળવેથી
પંપાળવા લાગ્યો. આજે તેને ખૂબ આનંદ આવ્યો. ભૂલી ગયો કે એ તો શૈલજાની સેવા કરી
રહ્યો છે. તેને પોતાને જાણે મેવા ન મળતા હોય? તૈયાર થઈને પોતાના બેસૂરા રાગમાં
ગાવા લાગ્યો.

કૃષ્ણ નામ મને મન ભાવન છે

શ્રીજી નામ ઘણું અતિ પાવન છે.

શૈલજા લતા મંગેશકર જેવું ગાતી હતી. તેથી સૌમ્યનો અવાજ બેસૂરો લાગે. પણ સાવ કાઢી
નાખવા જેવો ન હતો. કૃષ્ણ ભગવાનને થાળીમાં સામગ્રી ગોઠવીને ધીરજબહેને આપી હતી તે
ધરી. આરતી કરી.,શૈલજાને આરતી આંખે અડાડી આશિર્વાદ આપ્યા. પેંડાનો પ્રસાદ પણ તેને
ખવડાવ્યો.

ગઈ કાલે બનેલા કડવા અનુભવને તેણે આજે સુંદર વાતાવરણમાં નામશેષ કરી નાખ્યું. હા,
શૈલજાનું દુઃખ જોયું જતું ન હતું પણ બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.. હજુ ચાર દિવસ પછી
ડૉ. જાદવને બતાવવા લઈ જવાની હતી. તેની પ્રગતિ જોયા પછી વિચાર કરવાનો હતો કે હવે
શૈલજાને અપાતી પધ્ધતિમાં ક્યાં ફેરફાર કરવો જરૂરી છે.

શૈલજા આચાર્ય (૮)
સપના વિજાપુરા

ભરતભાઈ ની ખુશી સમાતી ના હતી..એમણે ફટાફટ
ડો.જાધવને ફોન લગાવ્યો..ડો મળ્યા નહીં પણ સેક્રેટરી સાથે અપોઇન્ટ્મેન્ટ લઈ લીધી
..અઠવાડિયાં પછી અપોઇન્ટ્મેન્ટ મળી..ચાલો..ઉત્સાહમાં એ પણ ભૂલી ગયાં કે ડોક્ટરને
ખાલી એમની બહેન નથી બીજાં દરદીઓ પણ છે…ઈન્દુભાભી અને શૈલુ..ક્યાંય સુધી વાતો કરતા
રહ્યા..ભરતભાઈ કહે, “બહેન હવે જઈયે…મોડું થાય છે ખૂબ આરામ કરજે . ને આમ જ પોઝેટિવ
રહેજે જો જે…જરા પણ નીરાશાવાદી નહીં બનવાનું !! તને દોડતી જોઇને જ હું જપીશ. અને
હા સૌમ્યને પણ સાચવી લેજે અને એનાં માથાં પર હમણાં ખૂબ ભાર છે..તારે સંભાળી
લેવાનું.. પુરુષ છે!!પુરુષો..કોઇ પણ હાલતને જલ્દી સ્વીકારી ના શકે એટલે ગુસ્સામાં
આવે ..ખાસ કરીને ઈમોશનલ સિચ્યુએશન સ્ત્રીઓ વધારે સારી રીતે સંભાળી શકે…અને તું એની
પત્ની નહિ પ્રેમીકા પણ છે…યાદ છેને? જ્યારે તમે બન્ને છૂપાઈને મળતા ત્યારે હું
તમને કેવો પકડી પાડતો? અને તું ડાહી ડમરી બની જતી અને સૌમ્ય હાંફળો ફાફળો? યાદ
છેને? બસ એજ નર્વસનેસ હજુ પણ છે..પણ..એની ચાહત તારા જેટલી જ છે ફક્ત બે અલગ અલગ
માનવી અલગ અલગ રીતે તે પ્રદર્શીત કરે..”

શૈલજાના ચહેરા પર થોડી શરમની લાલી આવી,’ભાઈ તમે પણ કઈ વાત લઈ બેઠા!!” ભરતભાઈ
પ્રેમથી એના માથાં પર હાથ રાખી આશીર્વાદ આપ્યા અને ઇન્દુભાભીએ ચાદર સરખી
કરી..”શૈલુ..બારી ખોલું હવા આવે થોડી .”શૈલુએ ઈશારાથી હા પાડી…કેટલાં માણસો પર ભાર
બની છું..હવે તો આ પરિસ્થિતિમાંથી નીકળવું જ પડશે…

ભરતભાઈ અને ભાભી ગયાં..શૈલજાની આંખો ધીરે
ધીરે બંધ થઈ ગઈ..અને એણે સપનું આવ્યુ..કેવું અદભૂત સપનું!!!

શૈલજાએ રેશમની ગુલાબી રંગની સાડી પહેરી છે..વાળમાં એક ગુલાબી ગુલાબ મઘમઘે છે..અને
પગમાં પાતળી સેર..ગળાંમાં લાંબું મંગળસૂત્ર ..જમણાં હાથમાં ગુલાબી રંગની બે ડઝન
બંગડીઓ..અને ડાબાં હાથમાં વોચ જે એને ખૂબ ગમતી..કારણ કે પહેલી લગ્નવર્ષગાંઠની ભેટ
સૌમ્યએ એને આપી હતી કહીને,

“મારી વ્હાલીને સમય આપું છું,જેથી મારી જિંદગીનાં હરેક પળમાં એ શામીલ રહે..” એ
કેટલી ભાવવિભોર બની હતી..અને આ શું શૈલજા તૈયાર થઈને પથારીમાંથી ઉભી થઈને ક્યાં
ચાલી?અરે જુઓ તો હું તો ચાલી શકું છું..અરે કેટલી સરસ હરણી જેવી ચાલ છે મારી!!અને
હું ચાલીને..દરવાજા પાસે જાવ છું..વાહ આ શું ? આટલી હિલના સેન્ડલ હું
પહેરીશ?વાઉઉઉ..અને સપનાંમાં શૈલજા ઉંચી એડીના સેંડલ પહેરીને લાંબો ચોટલો પાછળ
નાખીને લટકમટક કરતી..દરવાજો ખોલીને બહાર ગઈ..પણ આ શું? એની આજુબાજુ એકલી ટ્રકો જ
છે અહીંથી ટ્રક આવે અને ત્યાંથી ટ્રક..આવે એ બે હાથે ચહેરો છુપાવીને બેસી
પડી…ટ્રકોનાં અવાજ બંધ થયાં ..ત્યાં કોઈ પ્રેમાળ હાથ એના ખભા પર લાગ્યો ..એણે
ગભરાઈને ઊંચું જોયું સામે એક સૌમ્ય પુરુષ ઊભો હતો..ટ્રકો ગાયબ!! ગભરાતા એણે
પૂછ્યુ,” ટ્રકો ક્યાં ગઈ? આપ કોણ છો?’સૌમ્યતાથી જવાબ મળ્યો,” ટ્રકો હવે તારૂ કાંઈ
નહી બગાડી શકે..અને મારું નામ આશાવંત છે..હું તારાં હ્ર્દયમાં ઉદભવેલું આશાનું બીજ
છું એને તારે પ્રેમનું જળ આપીને પાંગરવાનું છે..અને એની આશાવેલ બનશે..શૈલજાએ એનો
હાથ પકડવાની કોશિશ કરી પણ એ જુવાન મંદ મંદ હસતો..નીકળી ગયો અને શૈલજા દૂર સુધી એને
જતા જોઈ રહી..માઈકલ જેકસનનો અવાજ સંભાળયો.”.જો મમ્મી કેટલાં સરસ માર્કસ લઈ
આવ્યો.”..અને એની આંખો ખૂલી ગઈ..સામે અમૂલ્ય ના રુપમાં એ સૌમ્ય પુરુષ ઊભો
હતો…શૈલજાના ચહેરા પર એકદમ આનંદ છવાઈ ગયો…

0-0

શૈલજાએ
ઈશારાથી અમૂલયને પાસે બોલાવ્યો..અમૂલ્ય મમ્મીની એકદમ નજીક આવ્યો..”બેટા એક મીઠી
પપી દે અમૂલ્યએ મમ્મીનાં ગાલ ચૂમી લીધાં.શૈલજાને થ અમૂલ્યને ગળે લગાવી દે પણ હાથ
ક્યાં ઊંચાં થાય છે..હે ભગવાન..થોડી ચેતના થોડી તાકત આપો…આંખો ભરાઈ આવી મિથ્યા પ્રયત્ન
પણ ના કરી શકી..અને આ લાગગણીઓના તો ઘોડા પૂર ઉછળે છે…છાતીઓનાં ડૂમાઓ ગળે આવી અટકી
ગયાં…ના અમૂલયની સામે કદી નહીં..લાચારી ભગવાન કોઈને ના આપે…

ધીમે ધીમે દિવસ સાંજમાં બદલવા લાગ્યો…ફરી એ કંકુવરણુ આસમાન ચોરસ આસમાન જેટલું એને
દેખાતું હતું..આમ તો આસમાનની વિશાળતા..અને ધરતીનું આસમાન સાથે મિલન ..ક્ષિતિજ
દૂર..દૂર કેટલું માણેલું છે એણે સૌમ્ય સાથે..હાથોમાં હાથ અને અફાટ પ્રકૃતિ…કેવું
નીલગિરીનાં વૃક્ષો વચે છળાતાં તડકામાં આબુમાં જીન્સ અને બ્લાઉઝ પહેરીને વોકીંગ શુઝ
સાથે સૌમ્યની પાસે લાડ કરતી સૌમ્યની આજુબાજુ એક પતંગિયાંની જે ઊડતી હતી..અને સૌમ્ય
એકદમ શાંત..પોતે કેટલી ચંચળ!! હા સુખદ યાદો પણ ક્યારેક દુખ દેનારી હોય છે..અરે વાહ
હું તો કવિ અને તત્વજ્ઞાની બનતી જાઉં છું!!

“પ્રીતિબેન, એને સાદ કર્યો…

“આવી બેન.”..પ્રીતિબેન આવ્યાં.”.પ્રીતિબેન મારૂ એક કામ કરો..”એણે વિનંતીનાં ભાવથી
કહ્યું ..”હા જરૂર,..કહો શું કામ છે?”

“આજથી તમારે હું લખાવું એ લખવાનું,એમ કરતા હું મારા મનની વાત બહાર લાવી શકીશ ..અજે
મને એક કવિતાની લાઇન સુઝી છે..તમે નીરજા પાસેથી એક નોટ્બુક લાવો..

પ્રીતિબેન બુક લાવ્યાં..

લખો ..પહેલાં લખો સરસ્વતી દેવી નમઃ

અને હવે લખો

સૂકી નદી જો હોય તો જળની તું આશા રાખમાં

બાવળ કને કાંટા જ છે ફળની તું આશા રાખમાં

પ્રીતીબેનને આ કવિતા ના પહેલી બે લાઈન ના ગમી..એ કહે,” બેન આવી ઉદાસ અને
નિરાશાવાદી કવિતા!!”

એ મંદ મંદહસીને બોલી,” પ્રીતિબેન, હું એક આશા અને નિરાશા વચે ડોલતી નાવ છું..મને
આશા છેજ કે હું સારી થઈશ ..પણ ક્યારે કેટલા સમયમાં ..મને ખબર નથી..ત્યાં સુધી
મનનાં ભાવોને કાગળને કલમથી ઉભરાવા દો…

“બસ હવે આ મારૂ કામ તમારે રોજ કરવાનું!!”પ્રીતિબેન સાડલાન છેડાથી આંસું લૂછતા
બીજાં રુમમાં ગયાં!!

એણે સાદ કરી નીરજાને બોલાવી..નીરજા આવીને મમ્મીને વળગી પડી..અને આજે સ્કુલમા આમ
થ્યું..આવી વાર્ષિક ફંકશનની તૈયારી ચાલે છે એ જુલીયટ બનવાની છે..વિગેરે અને હા
નાટક્ની પ્રેકટિસ ચાલુ થશે તો ઘરે આવવાનું મોડું થશે…કોણ લેવા આવશે..કોણ
મૂકવા..રાતે મોડું પણ થશે..એને નીરજાન ટી.વી ચાલુ કરવા કહ્યુ..

સી.એન.બી.સી એની ગમતી ચેનલ..આખી દુનિયામાં શું થાય એ જાણવા મળે…નીરજા રોમીયો
જુલીયેટનો ડાયલોગ બોલતી રૂમમાંથી નીકલી ગઈ..એ આંખોં બંધ કરી સમાચાર સાંભળતી હતી..
એક સમાચારે એની આંખો ફટ દઈને ખોલી નાખી..

જેનીના લગ્ન…જેની ૨૬ વરસ્ની યુવતી હતી અને કાર અકસ્માતમાં કરોડના મણકાઓને છૂંદી
નાખ્યા હતાં..અને છેલ્લાં નવ મહિનાથી પથારીમાં હતી પણ સરજરી અને ફિજીકલ થેરાપીથી
ડ્ગ માંડવા લાગીઅ હતી અને ..એનો કોલેજકાળનો બોયફ્રેન્ડ..એનાથી અઢી કલાકની દૂરી પર
રહેતો હતો..છતાં દર શની રવી પ્રેયસીને મળવા આવતો અને જિંદગીના પાઠ પઢાવતો..નવ
મહિનાની ભાગાદોડી પછી એ વોકરના સહારે ચાલવા માંડી હતી ને આજે એનાં વેડીંગ બતાવતા
હતાં ..સફેદ ડ્રેસમાં જેની પરી જેવી લાગતી હતી..સામે દેખાવડો પ્રેમી બે હાથ લાંબા
કરી એને બોલાવતો હતો અને વોકરથી એની પાસે પહોંચવા ઉતાવળ કરતી હતી..અને એ પાદરી
પાસે પહોંચી ગઈ અને પાદરીએ બન્નેના લગ્ન કરાવ્યા અને એ યુવાન એને બન્ને બાહોમાં
ભરી કારમાં બેસાડી અને હનીમુન માટે લઈ ગયો..તેના પછી સમાચારમાં એ ડોકટરનો
ઈન્ટરવ્યું આવ્યો..અને નાની નાની વિગત સમજાવી…ખૂબ આશા આપી અને કહ્યુ કે હવે
કરોડનાં સુક્ષ્મ ઓપરેશન પણ સકસેસ જતાં હોય છે બસ હકારાત્મક વલણ હોવું જરૂરી
છે…શૈલજા એકદમ અવાક બની આ સમાચાર સાંભળી રહી હતી જાણે પોતે જેની બની ગઈ હતી…બસ આ
દુનિયામાં કાઈ અશક્ય નથી..

ભરતભાઈએ ડો. જાદવ સાથે અપોઈન્ટ્મેન્ટ લીધી છે ..હવે બસ એ દિવસની રાહ જોઇશ અને આ
કિસ્સો પણ સંભળાવીશ..એ રીસર્ચ પણકરી શકે છે..જેનીના ડોકટરને ફોન પણ કરી શકે…ઓહ
ભગવાન તું એક બારી બંધ કરે તો સૌ દરવાજા ખોલી આપે છે…તું દયાનો સાગર પાલનહાર..

ઓ પાલનહારે ..નિર્મલ ઔર ન્યારે..તુમરે બીન હમરા કોનુ નાહી..

0-0

સવારથી શૈલજા થોડી ઉદાસ હતી..ઉદાસી એનાં જીવનનો મોટો ભાગ બની ગયો હતો…આમ પણ પહેલું
સુખ તે જાતે નર્યા’..આ કહેવત કેટલી સાચી હતી..દુનિયાની સગવડતાઓ અને પૈસો અને અરે
સગા વ્હાલા પણ સારાં નથી લાગતા..જો પોતાની તબિયત સારી ના હોય ..માણસ બસ એકલો ઝઝૂમે
પોતાની તંદુરસ્તી માટે કોઈ તમારું દુખ ના લે બસ દુખમાં ભાગીદાર થાય..પણ શરીરે
એકલાંએ ભોગવવાનુ હોય છે…દરેક માનવી પોતાનાંમાં કેટલો એકલો હોય છે..હું પગ કે હાથ
ઊંચા ના કરી શકું તો બીજાંને કાંઈ ખબર નથી કે મારાં હ્ર્દય ઉપર શું વીતે છે…આ હાથ
લાંબો કરી રિમોટ કન્ટ્રોલ પણ ઊચકી ના શકું બીજાંને સહારે..બસ અને પેશાબ કરવું હોય
તો પ્રીતિબેન પાટ લાવે ત્યારે.. કુદરતી હાજતો દબાવાની ..કોશિશ કરું વળી તબિયત
બગડે… આ કરમાયેલાં ફૂલો મારાં જેવા જ મજબૂર છે..જ્યાં સુધી કોઈ ઊંચકીને ફેંકી નહીં
દે ત્યાં સુધી એમાં સડતા રહેશે…પણ ફૂલોને તો ફેંકી શકાય પણ જીવતા જાગતા માણસ ભલે
કરમાય પણ એને ફેંકી થોડાં દેવાય છે ? અકસ્માતમાં આના કરતાં જીવ જાય તે સારું..પણ
ના ના મારે આવું વિચારવું નથી ..આ જીવન ભગવાને આપ્યું છે અને ભગવાન જ સારું
કરશે..મારે ને ભગવાનને ભલે અનબન હોય પણ ભગવાન મને કેટલું ચાહે છે? જો નહીતર સૌમ્ય
જેવો પ્રેમી અને પતિ..અને નીરજા અને અમૂલ્ય જેવા બે રતન આપ્યાં ..એને મંદ
મુસ્કાઇને કૃષ્નની મૂર્તિની સામે જોયું….તું કેવો દયાવાન છે..અમારાં ગુસ્સાને પી
જાય છે અને હસ્યાં કરે છે!! ભગવન ઈન્સાનો કરતાં કેટલો જુદો છે!!તને તારા ભક્તો પર
ગુસ્સો પણ નથીઆવતો?

પ્રીતિબેન રુમમાં આવ્યાં ..”બહેન અમૂલ્યબાબા..આજે કશું ખાધા વગર સ્કુલે ગયા..”
નીરજાબેન મોડાં આવશે નાટકની પ્રેકટીસ છે…સૌમ્યભાઈને આજે મીટીંગ છે…આજે આપણે બે
બહેનો છીએ મોડે સુધી..પ્રીતિબેન હસ્યા..રજાઈ દૂર કરી …અને ચોળાયેલી નાઈટી સરખી
કરી..અને કહ્યુ કે “બેન સંડાસ બાથરૂમ કાઈ કરવું છે પાટ લાવું?’ શૈલજાની અણિયાળી
આંખોમાં કોરે બે ઝાકળનાં ટીપાં બાજી ગયાં?ઇશારાથી હા કહી અને પછી તો રૂટીન ચાલુ
થયુ..પેશાબ ઝાડો સાફ કરી ..મસાજ અને સ્પંજ બાથ આપ્યું..”પ્રીતિબેન, ગરમ ગરમ પાણીનો
શાવર ક્યારે લઈ શકીશ?”બહું જલ્દી બેન..”પ્રીતિબેનના ચહેરા પરથી સ્મિત હટે નહીં..
બબડી..”કાશ તમારી વાત સાચી હોત..”સાચી જ છે “પ્રીતિબેન સાંભળી ગયા..અને અને સાફ
નાઈટી પહેરાવવા લાગ્યાં..”પેલાં કરમાયેલા ફૂલોને કાઢી નાંખી ફ્રેશ ફૂલો
લગાવશો..”સારૂં પ્રીતિબેન બોલ્યાં..

બે દિવસમાં ડો.જાધવને ત્યાં જવાનું છે..પણ આ પથારીમાં થી નીકળવું પણ કેટલુ અઘરું
છે..જ્યારે હોસ્પીટલમાંથી આવી એ દિવસ યાદ આવી ગયો..

ભરતભાઈ,,ઈન્દુભાભી સૌમ્ય અને કેટલા સગાં વહાલાં સાથે હતા..અને મારું સ્ટ્રેચર
આવ્યું..અને લીફટ નાની પડી..ખૂબ કોશિશ કરી પણ લિફ્ટમાં સ્ટ્રેચર ના
આવ્યું..વોર્ડબોય મોઢું બગાડતો પગથિયાં ચડવા લાગ્યો..બીજાં માણસે મદદ કરી ત્રીજે
માળે પહોંચાડી..અને હું તો વજનમાં પણ હલકી હતી ભગવાન તારો આભાર કે તે મને હલકી
બનાવી ..પણ કોઈ પણ હલચલ નથી એટલે વજન વધ્યું હોય એવું લાગે છે…હવે વધારે
તકલીફ…ભગવાન કોઈને લાચારી ના આપે..ચાલ આ બધું વિચારીને હું મને તકલીફ નહીં
આપું…ભગવાને ખરાબ સાથે સારાં માણસો પણ બનાવ્યાં છે…બધાં પાસે અપેક્ષાઓ જ નહી
રાખવાનીને…એક નોવેલનું સરસ વાક્ય યાદ આવ્યુ…”કોઈનો પ્રેમ ઓછો હોતો નથી આપણી
અપેક્ષાઓ એમની પાસે વધારે હોય છે.”..કેટલી સાચી વાત છે?..જીવનમાં કોઈ પાસે કોઈ
અપેક્ષા જ નહીં રાખવાની.. પ્રીતિબેને મૂકેલાં રેડિઓ પર ગીત વાગી રહ્યુ ,”સમજોતા
ગમોસે કર લો..જિંદગીમે પતઝડ આતે રેહતે હૈ..યહ મધુવન ફિર ભી ખિલતે હૈ..

એને ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કર્યો..હા પોઝેટીવ રહેવાનું છે..બ હારનું આકાશ
વાદળોથી ઘેરાયું હતું ..લાગે છે વરસાદ આવશે…વરસાદની એ સાંજ યાદ આવી ગઈ જ્યારે
સૌમ્ય એને પાની પૂરી ખાવા લઈ ગયેલો..કાંકરીયા પાસે..એને કેટલું ગમતું ત્યાં
મહાલવાનું…અને બન્ને પાંચ પાંચ પ્લેટ પાણી પૂરીની ખાય લીધી અને થોડીવાર કાંકરીયા
પાસે ચાલ્યાં..એટલાં તો ઝરમર વરસાદ ચાલુ થયો..સૌમ્ય કહે ચાલ જઈયે ..એ કહે થોડીવાર
હમણાં વરસાદ રહી જશે ..પણ એવૂં ના થયું..ઝરમરમાંથી ધોધ માર વરસાદ ચાલુ થયો..અને
બન્ને ભીજાઈ ગયાં…સ્કુટર પાસે પહોચતાં એને જીદ કરેલી કે થોડું વરસાદમાં ચાલશે..અને
એ આગળ અને પાછળ સૌમ્ય સ્કુટર સાથે…કેટલી મજા પડી હતી…આહ તે હીના દિનાહા ગતાહા..એણે
ભૂરા આકાશ સામે જોયું..બેરી બરસાત…આંખોમાં પણ ચોમાસું મંડાયું..આજે ચોક્કસ ધોધ માર
આવશે એવું લાગે છે…

એને એક રચના યાદ આવી..

કડકતી વીજ ડસતી વિજોગણને

ચમકતો ને કડકતો મેહુલો આવ્યો..

મને વહાલાં જેટલો જ વ્હાલો મેહુલો..કેટલી સરસ ભાવના છે…એની આંખો થાકને લીધે ઢળવા
લાગી..સપનાંની દુનિયામાં સરી પડી..સપનાંની દુનિયા પણ અજબ હોય છે બેધડક કોઇ આવી જઈ
શકે અને પથારીવશને દોડતા કરી દે છે..જો માણસ સપનાં જોવાનું બંધ કરે તો?!!

0-0

ઉષા થઈ!!પંખીઓનો કલરવ સંભળાયો..શૈલજાએ ધીરે ધીરે આંખો ખોલી..એને ઉદાસીથી ભૂરાં
આકાશને જોયું..બબડી,”सुबह होती है शाम होती है युं ही जिंदगी तमाम होती है..”બાળકો તૈયાર થઈને
ગયાં..એને ક્યાં અહીંથી હલવાનું છે ..સુકોમળ લાગતી શૈલજા જાણે મણ મણની બની ગઈ
છે…વજન પણ વધતું જાય છે..આવી હાલતમાં કઈ પણ ના કરવાનું અને ત્રણ ટાઈમ સરસ ખોરાક લો
તો શું થાય…શૈલજાને જાડાં માણસો પ્રત્યે અણગમો..હમેશ એ કહેતી કે આળસુ માણસો જાડાં
થાય.. અને એ હવે એનું વજન વધવા લાગ્યું છે…શું થશે?

પ્રીતિબેન રુમમાં આવ્યા મસાજ અને સ્પંજબાથ આપવા..એ જીદમાં આવી ના મારે આજે નહાવું
છે..પણ બેન નવડાવીયે કેવી રીતે?શૈલજા એકદમ બુમો પાડવા લાગી ..મારે સ્પંજબાથ નથી
લેવો સંભળાયું તમને ..જાવ મારાં રૂમમાંથી જાવ..” સૌમ્ય એકદમ દોડી આવ્યો..”શું થયું
શૈલુ?”શૈલજાના અવાજમાં વિનવણી આવી ગઈ સૌમ્ય પ્રીતિબેનને કહેને મારે નહાવું છે ગરમ
ગરમ પાણીથી..મારું શરીર એકદમ ભારે ભારે લાગે છે નહાવ તો હલકી થાઉં.પ્લીઝ
પ્લીઝ…એમને કહેને મને નવડાવે હું આખો દિવસ બીજું કાઇ નહી માંગું..પ્રોમીસ
બસ!!”સૌમ્ય એની વિનવણી પાસે પીગળી ગયો..”પ્રીતિબેન,તમારે મને મદદ કરવી પડશે..પેલી
પ્લાસ્ટીકની ખુરશી છે એ લાવો આજે મારી શૈલુને મઘમઘતી કરીયે..શૈલજાના ચહેરા પર ચમક
આવી ગઈ..

પ્રીતિબેન ખુરશી લાવ્યા..સૌમ્યએ શૈલજાને ઊચકીને ખુરશી પર બેસાડી..એનું શરીર આમથી
તેમ ઢળી પડતું હતું..સૌમ્યએ પ્રીતિબેનને પોતાનો બેલ્ટ લાવવાં કહ્યુને અને શૈલજાને
ખુરશી સાથે બાંધી દીધી અને બે હાથ પણ કપડાથી બાંધ્યા કે એ સરકી ના પડે..ખુરશીને
બાથરુમ સુધી પહોચાડી..સૌમ્યએ પ્રીતિબેનેને કહ્યુ..આજે હું શૈલુને
નવડાવીશ..પ્રીતિબેન એની પથારી વગેરે સાફ કરવા ગયાં..એણે ગીજર ચાલુ કરીને..ગરમ પાણી
કાઢ્યું…વાળથી નવડાવાનું ચાલુ કર્યુ.સરસ સુગંધીદાર શેમ્પુ કર્યુ..પછી માથું પાછળ
તરફ પકડી રાખી..વાળ ધોયાં..કન્ડીશનર લગાવ્યું..સૌમ્યની આંખોમાંથી પણ ગરમ ગરમ પાણી
વહી રહ્યા હતાં શૈલજા તો આંખો બંધ કરી પતિનો સ્પર્શ અનુભવી રહી હતી..ધીરે ધીરે
આખાં શરીરને સારી રીતે સ્નાન કરાવ્યું..શૈલજાએ પ્રીતથી પતિની સામે જોયું ..રુમાલથી
સરસ રીતે શરીર લૂછીને નાઈટી પહેરાવ્યું પછી પ્રીતિબેનની મદદથી પથારીમાં સુવાડી ..ફરી
એક વાર પતિની સામે ઉપકારવશ નજર નાખી..પતી મંદ મંદ હસીને રુમમાં થી બહાર
નીકળ્યો..આજે શૈલજાના સ્પર્શથી..સ્ત્રીનો સુંવાળો સહવાસ યાદ આવી ગયો..સાથી વગરનું
જીવન કેવું કઠિન છે…પળ પળ શરીરની માંગને કયાં સુધી ટાળી શકીશ?ઈશ્વર કરે મારી
શૈલુને જલ્દી સારું થાય!!શૈલુ સીવાય કોઈ બીજી સ્ત્રીનો વિચાર પણ નથી કરી શક્તો..!!

0-0

આજે શૈલુને ખૂબ સારું લાગતું હતું..સ્નાન કર્યુ તો જાણે એકદમ હલકી ફુલકી થઈ
ગઈ..કોઇ પર ગુસ્સો નહી એને જિંદગી જીવવા જેવી લાગવા માંડી..જીવનમાં નાની નાની
લાગતી પ્રકિયાઓનો અભાવ નડે ત્યારે માણસને એની અગત્યતા સમજાતી હોય છે.ઈશ્વરે દરેક
અંગ કેટલાં જરૂરીને અગત્યનાં બનાવ્યા છે એ એ અંગની ગેરહાજરીમાં જ ખબર પડે..હે
ઈશ્વર!! તે માનવને કેવો અદભૂત બનાવ્યો..માથાં ના વાળથી માંડીને પગનાં અંગૂઠા
સુધી..તે જે અંગ વ્યવસ્થા કરી છે એનાં માટે તો સાયન્ટીસ્ટ અને ડોકટરો પણ અજબ પામી
જાય છે!!!નાનાંમાં થી નાનાં અંગની પણ કેટલી જરૂર હોય છે ..સ્મોલ ડીટેઇઅલ પણ ઈશ્વરે
છોડી નથી..મારો વ્હાલો પરમ કૃપાળુ..

એની આંખો ઘેરાતી જતી હતી..એ શાંતિથી સૂઈ ગઈ..રસોડાંમાં શાંતિબેન પ્રીતિબેન સાથે
અલકમલકની વાતો કરતાં રસોઈ કરતા હતા..આજે એમને પણ ગમતું હતું શૈલજા આજે શાંત
હતી..આરામથી સૂતી હતી..ઘેઘૂર આકાશ આજે પણ વરસાદનાં વધામણાં દેતા હતા..બાળકો સ્કુલે
હતાં..દરેક પોતાનાં રૂટિનમાં ગોઠવાય ગયાં હતા. એવું નથી કે શૈલજાની પડી નથી..પણ
પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી.સૌમ્ય ઓફીસનાં કામમાં ગુંચવાયેલો રહેતો..આવતી કાલે
ડો.જાદવની અપોઈન્ટ્મ્નેટ છે..ભરતભાઈ ને ભાભી આવીને શૈલજાને હોસ્પીટલમાં લઈ જશે

અચાનક શૈલજાની ચીસ સંભાળાઈ ..’નીરજા નિર્જુડી..ક્યાં મરી ગઈ..અરે કોઈ છે જલ્દી
આવો…જલ્દી આવો…”એના અવાજમાં લાચારી,જુગુપ્સા અને ખીજ વર્તાતી હતી..રાડારાડ અને
કકળાટ્થી પ્રીતિબેન લોટ બાંધતા બાંધતા દોડ્યા,”શું થયું શૈલુબેન શું થયું?’શૈલુએ
પોતાનાં હાથ પર સરકતો વંદો જીવડો બતાવ્યો અને થોડો ડાબો હાથ ઊંચો કરીને વંદાને
હઠાવવા પ્રયત્ન કરતી હતી..પણ બરાબર ઊંચો થતો ન હતો..એટલે ચીસાચીસ કરી
હતી..પ્રીતિબેને જલ્દી વંદાને પકડી લીધો. અને શૈલુની આંખોમાં જુગુપ્સા અને લાચારીનાં
આંસું આવી ગયાં એને વંદાથી ખૂબ નફરત હતી.

પણ આ બનાવમાં એક વાત બની એને પણ ખ્યાલ ના આવ્યો પણ શંતિબેન બોલી ઊઠ્યા. શૈલુ
બેટા,તે હાથ ઊચો કર્યો ..એમાં ચેતન આવ્યું શૈલુને અચાનક લાગ્યું કે સાચી વાત ફરી
એને ઘણાં પ્રયત્ન કર્યા..પણ હાથ ઊંચો થયો નહીં..શાંતિબેન બોલ્યા,” કાઈ નહી આજે
આટલો થયો તો કાલે વધારે થશે ભગવાન પાસે દેર છે અંધેર નથી…” એ રસોડાંમાં ગયાં શૈલુ
હજું થોડી ધ્રુજી રહી હતી..

થોડીવારમાં ફરી,’પ્રીતિબેન અહી આવજો.”પ્રીતિબેન શૈલુ પાસે પહોંચી..ગયાં સગી દીકરી
કરતા વધારે એ શૈલુને ચાહતા હતાં..એના કોઈ તોફાન કોઈ કકળાટનો એમને વાંધો ન હતો.
ક્યારેક પારકાં એવાં પોતનાં બની જાય છે કે સમાજે બાંધેલા સંબંધો ઝાંખા પડી જાય
છે..પ્રીતિબેનની દિવ્યતા એવી કાઈ હતી..”લો આવી બહેન..શું કામ છે કહો..”

“જ્યાં વંદો બેઠો હતો ત્યાં મને ચચરે છે તમે ખણી આપોને..!!”

પ્રીતિબેન ફરી અવાક બનીને શૈલજાને સાંભળી રહ્યા..સાચેજ મારાં ભગવાને અમારાં દિ
ફેરવ્યાં લાગે છે..

“હા, હા, બેન લાવો ખંજવાળી આપું..”

શૈલુ પણ મનમાં વિચારતી થઈ ગઈ શું સાચેજ મારી ચેતના પાછી આવી રહી છે આજે હાથ ઊંચો
થયો..અને હવે ખંજવાળ આવે છે…મારાં પ્રભુ..તું કેટલો જલ્દી પ્રાર્થનાનો જવાબ આપે છે
તારી લીલા અપરમપાર છે..એણે આંખો બંધ કરી ફરી પ્રાર્થના કરી અને આવતી કાલની રાહ
જોવા લાગી ડો.જાદવને શુભ સમાચાર આપવા આતૂર થૈ ગઈ.

પ્રીતિબેનેને બુક લાવવા કહ્યુ..”લખો,

અવનિ પુષ્પોથી ભરી તેં એ કેટલો સુંદર હશે!

વ્યોમની એ તો પરી તે એ કેટલો સુંદર હશે!

એ મનની મુરાદો પૂરી કરે એ કેટલો સુંદર હશે!!

શૈલજા આચાર્ય (૯) ડો
ઇન્દિરાબેન શાહ

કરોડરજ્જુની ઈજા પામેલ દર્દીની સારવાર કરવી
તે ડો. દર્દી તથા કુટુંબના બધા જ સભ્યો માટે એક પડકાર બની રહે છે, અને આ પડકાર
ઝીલવા માટે હૈયાને કોકવાર પાષાણ બનાવવું પડે છે,તો કોક વાર પુષ્પ જેવું કોમળ થવું
પડૅ છે,આ વાત સૌમ્યને સમજાય તે સ્વાભાવિક છે,૧૬ વર્ષ તેનુ પડખુ સેવ્યું છે,અરસ પરસ
શ્વાસોશ્વાસ માણ્યા છે, વૈદિક વિધી મુજબ અત્યારસુધી સપ્તપદીના શપથ નિભાવ્યા છે.
બન્નેના આદર્શ દામપત્ય જીવનમાં આ શું થઇ બેઠું. કે સૌમ્ય આજ એની વ્હાલી શૈલુને’
બાય’ કહેવા રુમમાં પણ પ્રવેશતો નથી ઓપચારિક ‘બાય’ દરવાજામાં ઉભો રહી કરે, ઓફીસ જતો
રહે.બધા જ જાણે યંત્રવત તેનું કામ કરે છે, કોઇને તેની પાસે બેસી વાત કરવી ગમતી
નથી.

પહેલા છ મહિના જ્ઞાનતંતુના સુધારા માટે ખુબ જ
અગત્યના ગણાય છે.ડો.ઝાબવાલાની સાથે તેમના પાર્ટનર ડો.સેવડે રીહેબના નિષ્ણાત ડો.
બન્ને જણાએ અમેરિકાના પ્રખ્યાત ન્યુરો રીહેબ હોસ્પીટલમાં સાથે ફેલોશીપ કરેલ.

અમદાવાદમાં આવી બન્ને એ સાથે મળી સીવિલ
હોસ્પીટલ અને બીજા ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી આધુનીક હોસ્પીટલ શરુ કરેલ આ જાણ ડો
જાધવને થતાં જ તેમણે સૌમ્ય અને નર્સ ચિત્રાને જણાવ્યું સૌમ્યને તો જાણે તરતા થાકેલ
તરવૈયાને કિનારો દેખાય તેટલો આનંદ થયો.

સૌમ્યતો ઋષિકેશના શિવ જેવો શાંત, પણ કુટુંબની
અને ઓફિસની જવાબદારી નિભાવવા છતા, જ્યારે તેની વ્હાલી શૈલુ તરફ્થી આભાર સભર
લાગણી્ના બે શબ્દોની જગ્યાએ ગુસ્સા અને નિરાશા કંટાળાના શબ્દો જેવાકે “આના કરતા
મરી જવું સારું’ સાંભળતો ત્યારે હતાશ થઇ માથે હાથ દઇ રુમમાં પુરાઇને રડી લેતો.તો
કોઇ વાર રૌદ્ર સ્વુરુપે ગુસ્સે થઇ જતો, ત્યારે શૈલજા પણ ડઘાઇ જતી. પરવશતાના ભાવ
સાથે ફક્ત માથુ નમાવી દેતી.. હાથ જોડી માફી માંગવાનું તો અસંભવ હતું ..દડ દડ આંસુ
વહાવતી ત્યારે ધીરજબેન આવી દીકરા અને વહુના મસ્તક પર હાથ મુકી મૌન આશિષ આપતા.

બીજા જ દિવસની એપોઇન્ટમેન્ટ નર્સ ચિત્રાએ ડો
જાધવના રેફરન્સથી લઇ લીધી, સૌમ્ય ચિત્રા આયા અને લિફ્ટમેનની મદદથી શૈલજાને ગાડીમાં
બેસાડી. બરાબર નવ વાગે હોસ્પીટલ પહોંચ્યા પોર્ચમાં ગાડી પાર્ક કરી ચિત્રા અંદર ગઇ
હોસ્પીટલની નર્સ વોર્ડબોય અને ચિત્રાએ મળી શૈલજાને ગાડીમાંથી વ્હીલચેરમાં બેસાડી,
શૈલજાનું વજન P.T, O .T, કસરત અને પ્રોટીન અને ફાયબરના ખોરાક વગર વધી રહ્યું હતું.
ખેર જાગ્યા ત્યારથી સવાર હવે જ શૈલજાની સારવારના સાચા માર્ગદર્શક મળ્યા અને
સૌમ્યને તેની વ્હાલી શૈલુ પહેલા જેવી હસતી ફરતી થશે આશા બંધાઇ. સીવીલ હોસ્પીટલનો
નવો વિભાગ હોવાથી દર્દીઓ ઓછા હતા. ડો સેવડે પણ હાજર જ હતા ડો ઝાબવાલા અને ડો સેવડે
એ આખી ફાઇલ સ્ટડી કરી લીધેલ. ડો.જાધવ પણ આવી ગયા ત્રણે ડોકટરે મંત્રણા કરી નિર્ણય
લીધો શૈલજાને બે મહિના હોસ્પીટલમાં દાખલ કરી દરરોજ બે વખત P.T,O.T.આપવાના.શરુઆતના
ત્રણ મહિના સારવાર વગર ગયા છે તેને ધ્યાનમાં રાખી આ પ્રમાણે નિર્ણય લેવાયો.

હવે શૈલજાને રુમમાં લીધી ત્રણે ડોકટરે સ્મિત
સાથે તેનું સ્વાગત કર્યું શૈલજાએ પણ સ્મિત સાથે ગુડ મોર્નીંગ કહ્યું, શૈલજા આજ
સવારથી સારા મુડ્માં હતી ચિત્રા અને સૌમ્ય બન્નેએ તેને આધુનીક હોસ્પીટલ અને
અમેરિકાથી ટ્રેનીંગ લઇ આવેલ ડો વિષે વાત કરેલ અને ચિત્રાએ તો ડો જાધવની સુચના મુજબ
ગુગલ અને બીજી સાઇટ પરથી માહિતી ભેગી કરી તેની કોપી પણ કાઢેલ તે સૌમ્યને
બતાવેલ.અને શૈલજાને પોતાની બેનને સમજાવે તેમ ધીરજથી સમજાવેલ.શૈલજા મનમાં આશા સાથે
આવેલ.

ડો.ઝાબવાલાએ બધા સાથે ડો સેવડેની ઔપચારીક
ઓળખાણ કરાવી ડો સેવડે એ હાથ અને પગના સ્નાયુઓની ટોન સ્ટ્રેન્થ જાણવા સ્પેસીયલ
મસીનથી જુદા જુદા સ્નાયુ પર નીડલ મુકી સાધારણ વિજળી પસાર કરી સ્નાયુઓના ગ્રાફ
કાઢ્યા અને તપાસ દરમ્યાન શૈલજા સાથે વાત કરતા રહ્યા “બેન આ તારા પગના સ્નાયુ છે
ત્યાં ઝણઝણાટી થઇ? આમ ઉપર આવતા ગયા,એક વાર શૈલજાએ પુછ્યું “ડો મને ક્યારે ફીલ
થવાનું શરુ થશે?

ડોઃક્ટર બોલ્યા “બેન તારે ખુબ ધીરજ રાખવી
પડશે બે મહિના હોસ્પીટલમાં સવાર બપોર થેરપી લેવી પડશે શૈલજાઃ “ખરેખર ડો હું બે
મહિના શું ત્રણ મહિના રહેવા તૈયાર છું અને તમે કહેશો તેટલી વખત થેરપી લેવા તૈયાર
છું જો મને મારી ત્વચા અને સ્નાયુઓ પાછા હતા તેવા જીવંત મળી જાય તો..’

‘જરુર તારા સ્નાયુમાં શક્તિ આવશૅ અને તારી
ત્વાચામાં ફીલીંગ્સ આવતી જણાશે,પણ તારે થાકવાનું નહીં તારે સ્વતંત્ર જીંદગી
જીવવાનું ધ્યેય નજર સમક્ષ રાખી થેરપીસ્ટને સહકાર આપવાનો અને કામ કરવાનું દર
સેસનમાં પ્રગતી થઇ રહી છે. હું પ્રગતી કરી રહી છું તેવા વિચાર કરવાના.” આમ તપાસ
કરતા કરતા જ

ડૉક્ટરે શૈલજાને ઘણું સમજાવી દીધુ.

તપાસ પુરી થયા બાદ શૈલજાને તેની રુમમાં લઇ
ગયા.ચિત્રા શૈલજા પાસે રોકાઇ ડો.જાધવે પણ

રજા લીધી સૌમ્ય પણ રોકાયો ડૉ.ની પરવાનગી લીધી ચિત્રાને શૈલજાની સ્પેશીયલ નર્સ
તરીકે રીહેબમાં રખાવી. સૌમ્યની નજર ઘડિયાળ તરફ પડી ૧૧;૩૦,તેણે તુરત જ બોસને ફોન
કરી જણાવ્યું ઓફિસ બપોર પછી અવાશૅ,બોસ સમજદાર હતા, અને સૌમ્યે પણ ૧૫ વર્ષથી
નિષ્ઠાપુર્વક કંપનીને સેવા આપી છે. જરુર વગર કદી રજા પણ નહી લીધેલ. આ પહેલી વખત
આટલી લાંબી રજા લીધી.

ડાયટીસિયન આવી શૈલજાને સ્પેસીયલ સ્કેલ પર
મુકી વજન કર્યું ૭૦ કીલો ત્રણ મહિનામાં ૧૦ કીલો

વજન વધી ગયેલ. સૌમ્ય ચિત્રા અને ડાયેટીસિયને સાથે બેસી ત્રણ વખતના જમવાનો પ્લાન
તૈયાર કર્યો.ખાસ ધ્યાન પ્રોટિન વધારે લેવાનુ અને લીલા શાકભાજી.

સવારના નાસ્તામાં એક કપ ચરબી વગરનું દુધ તેની
સાથે કાળી દ્રાક્ષ અને જવના અથવા ઘઉંના ભુંસાના સિરિયલ આપવાના અઠ્વાડિયામાં બે વખત
ટોફુ અને ઘઉંના ટોસ્ટ આપવાના બપોરના જમવામાં ફણગાવેલ કઠોળ અડધી વાટકી દાળ, ઘઉં
બાજરીની બે રોટલી અને લીલુ શાક અડધો કપ ચરબી વગરનું દહીં, સાંજે સાત વાગે વાળું
કરી લેવાનું શાક ભાખરી અને એક કપ દુધ અથવા દહીં સાત પછી જમવાનું નહી.આખા દિવસની
૧૮૦૦ કેલરી લેવાની દર અઠ્વાડીયે વજન કરવાનું .આ બધુ સમજતા એક વાગ્યો. રીહેબમાં ૩૧૫
નંબરનો રુમ હતો..પાસે બારી હતી અને નજર સામે બસ સ્ટેશન હતું..સામે નાનો બાગ
હતો..બધી રીતે બારીમાં બેઠા બેઠા સમય જાય તેવું કુદરતી વાતાવરણ હતુ.

ભરતભાઇ અને ઇન્દુભાભી આવ્યા શૈલજાએ બન્નેને
સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ કર્યા પોતાની વ્હાલી બેન જે

બન્નેને દિકરી સમાન હતી,આટલી ખુશ જોઇ હરખાયા,ઇન્દુભાભીએ તો શૈલજાને મા અને દિકરી
ભેટે તેમ બાથમાં લઇ કપાળે ચુમી આપી. શૈલજા તેમની દિકરી જ હતી કન્યાદાન પણ ભાઇ
ભાભીએ જ આપેલ. ટીનેજ્માં પ્રવેશેલ શૈલજાને ભાઇ ભાભી એજ સંભાળી લીધેલ ભાભી એ મા
દિકરીને ટ્રેન કરે તેમ શૈલજાને ટ્રેન કરેલ.

ઇન્દુભાભી ટીફીન લાવેલ સૌમ્યને પ્લેટ તૈયાર
કરી આપી .આજે તો શૈલજાની પ્રિય વાનગી હાંડવો લાવેલ ભાભી લીલો હાંડવો બનાવતા
ફોતરાવાળી મગની દાળનો તેમાં પાલકની ભાજી દુધી વગેરે નાખી એટલે પૌષ્ટીક અને શૈલજાના
ડાયટ પ્લાન પ્રમાણે.

સાંજે ઘરે જતા પહેલા સૌમ્યે શૈલજાનો હાથ પકડી
ઉંચો કર્યો અને આવજે બોલ્યો અને શૈલજા પણ

નીચુ જોઇ હસી ને આવજે બોલી સૌમ્ય એ બીજા હાથે શૈલજા ની દાઢી ઉપર કરી બોલ્યો

“શૈલુ મારી નજર સામે નજર કર. અને આવજે બોલ
ભાઇ ભાભી હોય એટલે શરમાવવાની જરુર નથી”

અને શૈલજા બનાવટી છણકો કરી બોલી

“જા હવે જલ્દી ઘરે.. મારા છોકરાવને તારે
સાચવવાના છે”

”’જી મેડમ આપની સલાહ શિરોમાન્ય’, બોલી રુમની
બહાર નીકળ્યો.

ભાઇ ભાભી શૈલજા ની પ્લેટો ચિત્રાએ તૈયાર કરી
,ભાભી બોલ્યા’ ચિત્રાબેન તમારી પ્લેટ લાવો તમે અમારા કુટુંબના સભ્ય જ છો’, આપણે
બધા સાથે જમીએ’,ચિત્રા તેના ટીફિનમાં લાવેલ વટાણા રીંગણનુ શાક ભાખરી લઈ આવી જમતા
જમતા ચિત્રાએ O.T,P.T સેસન વિષે વાત કરી, બધાએ આનંદથી ભોજન પુરું કર્યું.

૦-૦

બીજે દિવસે સવારે નવથી દસ,દસ થી અગિયાર એમ
વારા ફરતી O.T, P.T,ના સેસન હોવાથી ચિત્રા અને ભરતભાઇ ૮ વાગતા આવી ગયા ચિત્રાએ
શૈલજાને તૈયાર કરી. રિહેબ હોસ્પીટલમાં સ્પેસીયલ સાધનોની સગવડ સારી ,બાથરૂમમાં પણ
નીચે છિદ્રોવાળી બેઠ્ક એટલે ચિત્રાનું કામ થોડુ સહેલુ સરળ થયું,શૈલજાને પણ આ બધી
સગવડ્તાથી છેલ્લા ૩ મહિનામાં ગુમાવેલ આત્મવિશ્વાસ જાગ્રત થવા લાગ્યો,

નવ વાગે પૈડાવાળી ખુરશીમા બેસાડી ચિત્રા અને
ભરતભાઇ P.T ,O.T. વિભાગમાં પહોંચી ગયા બન્ને વિભાગના થેરપીસ્ટે આવી સ્નાયુઓમાં
રહેલ તાકાત (strenth), અને( Tone )મક્કમતાની ચકાસણી કરી,ચિત્રા શૈલજા અને ભરતભાઇ
ત્રણે ને કસરત વિશે સમજણ આપી. P.T નું કામ પગના સ્નાયુઓ સાથે અને O.T નું કામ
હાથના સ્નાયુઓ સાથે,બન્ને થેરપીનો હેતુ બને તેટલું જલ્દીદર્દીને પરાધીન જીવનમાંથી
સ્વતંત્રતા આપવાનો જેથી કરી પોતે પોતાની જાતે પોતાનું કામ કરી શકે.આ બધુ સાંભળી
શૈલજાતો જાણે નિરાશાના અંધકારમાંથી બહાર નીકળી આશાના કિરણોમાં સ્નાન કરી રહી.

P.T.સારાએ isotonic and isometric કસરતો
કરાવવાનું શરુ કર્યું બન્ને પગમાં ઘુંટણ સુધીના સ્પેસીયલ બુટ પહેરાવવામાં આવ્યા
શૈલજાને ઉભી કરી હાર્નેસ પર ટેકાથી ઉભી રાખી થેરપીસ્ટ સારાએ શૈલાના વારાફરતી પગ
ઉંચકી ચલાવવાનું શરુ કર્યું, આમ એક કલાક ધીરજથી શૈલજા સાથે હર્નેસના ટેકાથી પગલા
ભરાવવાની કોશીસ કરી. થેરપીસ્ટ સારા શૈલજાને એક એક પગલે શાબાશી આપતી જાય’ બહુ સરસ
અને એક એક પગલુ વધારે લેવડાવતી જાય પાછી વચ્ચે પુછે પણ ખરી “શૈલજા થાક લાગ્યો છે
તો

બોલજે આપણે બંધ કરીશુ’,

શૈલજાઃ’થાક! જરા પણ નહી હું તમને થકવી દઇસ
મારે તો જલ્દી હરતા ફરતા થવું છે”

સારાઃ અરે તમને અઠ્વાડીયામાં ચાલતા કરી દઇસ’,
આ વાર્તાલાપ સાંભળી ભરતભાઇ પણ ખુશ થઇ

બોલતા સારાબેન તમારા મોંમા ઘી સાકર.

૧૦;૩૦ વાગે O.Tની કાર્યવાહી શરુ થઇ,O.T હાથના
સ્નાયુઓ સાથે કામ કરે કોણીથી હાથ વાળવાના ખભાથી હાથ ઉપર આગળ પાછળ કરાવવાના હાથની
મુઠી વાળવાની ખોલવાની આ બધી ક્રિયા આઠ થી

દસ વખત ધીરે ધીરે કરાવવાની. O.T વાળા બેનનું નામ સુલેખા તેઓ પણ સારા જેટલા જ
ધીરજવાળા. ૧૧;૩૦એ બન્ને થેરપી પુરી થઇ ત્યારબાદ માલીસ કર્યુ. ચિત્રા અને ભરતભાઇને
સમજાવ્યુ તમારે પણ એકાદ બે વખત આબધી કસરત કરાવવાની.જેથી તેમના સ્નાયુઓની સ્ટીફનેશ
જલ્દી દુર થશૅ અને તાકાત આવવા લાગશૅ.

શૈલજા બોલી “સુલેખાબેન તમે જાદુ કર્યો મારા
આળસુ બની ગયેલ સ્નાયુઓને તમે જાણે જાગૃત કરી જગાડ્યા,ભરતભાઇ ચિત્રાબેન જોજો હું
અઠ્વાડીયામાં જાતે જમવા મંડીશ અને જાતે વાળ ઓળીસ.અને ત્રણે એક સાથે તાળી પાડી
બોલ્યા “શાબાશ”.

૧૧;૩૦ ની આસપાસ ત્રણે રુમમાં આવ્યા
ઇન્દુભાભીએ લન્ચમાં ઉગાડેલા મગ, પાલક રીંગણનું શાક અડદની દાળ અને ઘઉં બાજરીની
રોટલી તૈયાર રાખેલ,શૈલજા ભાભીને જોતા જ બોલી “ભાભી જલ્દી થાળી પીરસ મને કકડીને ભૂખ
લાગી છે’.

ઇન્દુભાભી મજાક્માં બોલ્યા “અરે બેનબા મને
શું ખબર હજુ તો રોટલી બાકી છે”

શૈલજા ” બોલી ભાભી આપણે બેઉ થઇ હમણા ઝપાટો
મારીએ’ત્યા ભાઇ આવશે’.

અને નીચુ જોય આંખના અશ્રુ છુપાવી રહી ભરતભાઇ નજીક
આવ્યા આંસુ લુછી બોલ્યા “બેની આ શું?થેરપી રુમમાં તે શું પ્રોમીશ આપેલ અઠવાડીયામાં
તું વાળ જાતે ઓળવાની, તારી ભાભીને રોટલી કરવાનુ પ્રોમીશ વહેલું આપ્યું,બરાબર ને,”

અને શૈલજા હાસ્ય સાથે બોલી “ભાઇ આતો આનંદના
આંસુ.”

ભાભીએ ત્રણેની થાળી તૈયાર કરી,ભાભીએ પુછ્યુ ‘
બેનબા બોલો થેરપીનું પ્રથમ તબ્બકો કેવો રહ્યો” જમતા જમતા શૈલજાએ અને ભરતભાઇ એ મળી
થેરપીની આશા સભર વાતો ઇન્દુને સંભળાવી,ઇન્દુભાભી બોલ્યા “બેની આવી જ હિમત રાખજે
કહેવત યાદ છે ને હિંમતે મર્દા તો મદદે ખુદા”.

જમ્યા પછી બધાએ સાથે ટી વી જોયું, શૈલજાએ
કલાક આરામ કર્યો . જેથી બીજા સેસનમાં પણ થાક વગર કસરત કરી શકે.

બીજા દિવસે ડૉ.સેવડૅએ થેરપીનો રિપોર્ટ જોયા
પછી ત્રણ જાતની દવા શરુ કરાવી

૧ ‘૪ અમાયનો પાયરિડીન’જે જ્ઞાનતંતુઓ અને મસલ
સ્નાયુઓ વચ્ચે વાતચીત કરાવવામાં મદદરૂપ થાય

૨ “સેરોટોનીન” નવા જ્ઞાનતંતુ બનાવવામાં
મદદરૂપ થાય જે neurogenerative તરીકે ઓળખાય છે

૩ Glatiramer acetate” જે પ્રતિકારક શક્તિ
વધારે ,આ દવા શરીરમાં એક જાતના શ્વેતકણોનો વધારો કરે, જેથી જ્ઞાનતંતુના રજ્જુને
વધારે ઇજાથી બચાવે અને નવા જ્ઞાનતંતુને બનાવી શકે . બીજી દવાઓ જે

ઝાડા પેશાબને નિયમીત કરે ઓક્ષિબ્યુટીન અને બેથનેકોલ.પણ લખી આપી અને દવા કામ ના

કરે તો દર ૪ ૫ કલાકે કેથેટર કરી પેસાબની કોથળી ખાલી કરવાની. બોવેલ માટે તો ડાયટ
અને સપોસીટરી સારુ કામ કરે.આમ રિહેબમા આવ્યા પછી ચિત્રા અને ભરતભાઇ ઇન્દુભાભીનું
કામ સરળ થઇ

ગયું.

દવા સાથે ડોક્ટરે બીજી પણ બે ત્રણ નવા
સંશોધનોની વાતો કરી

૧.બીજા કણોને લાવી જ્ઞાનતંતુ રજ્જુમાં
મુકવાથી નવા તંદુરસ્ત જ્ઞાનતંતુઓ બની શકે .

૨.બીજી શક્યતા (Neurocontrol
freehandsystem)પણ હાથમાં મુકી શકાય જેનાથી મુઠ્ઠી વળી શકે.પગ

માટે (Locomotion therapy) સ્પેસીયલ ટ્રેડમિલ જે પગ ચલાવવામાં મદદ રૂપ થાય આમ ડો
જાદવ સાથે પણ આ બધા વિશે સૌમ્ય અને ભરતભાઇએ ચર્ચા કરી .દવાઓ શરુ કરવાથી અને બે
સેસન થરપીથી મહિનામાં ઘણો ફાયદો જણાવવા લાગ્યો માનસિક અને શારીરિક. માનસિક ફરક
કુટુંબના સભ્યોનો સહકાર. અમુલ્ય અને નીરજા રોજ રાત્રે સુતા પહેલા પપ્પા સાથે
મમ્મીને મળવા જાય.શનીવારે બન્ને જણ મામી સાથે સાંજના આવ્યા.સૌમ્ય પણ ઓફિસેથી સીધો
બધા માટે થાય ફુડ લઇ આવી ગયો.બધા હોસ્પીટલના ડાયનીંગ રુમમાં ગયા.બધુ નક્કી કર્યા
મુજબગોઠ્વાય ગયું. અમુલ્ય અને નીરજાએ જાતે બનાવેલ કેક ગોઠવી.ચિત્રા રોજ સાંજે
શૈલજા ને બારી પાસે લોબીમાં લાવતી તેને સંધ્યા જોવી બહુ ગમતી,આજે વ્હીલ ચેર
ડાયનીંગ રુમ તરફ વાળી શૈલજા તરત બોલી”કેમ રુમ ભુલી ગઇ આ બાજુ નથી,’ચિત્રા “અરે હું
ભુલી ગઇ ચાલો આજે લાંબો રસ્તો લઇ રુમમાં જઇએ,” એમ બોલતા ડાઇનીંગ રૂમમાં ચેર લીધી
અને બધા એક સાથે બોલ્યા (surprise), શૈલજા આનંદમાં ખુરસીમાં નમી ,સૌમ્ય નીરજા
અમુલ્ય દોડ્યા અને પકડી લીધી અમુલ્ય બોલ્યો મમ્મી”કેવી પકડાઈ ગઇ ને મને પકડવા આવતી
‘તીને? તું પકડાઇ ગઇ”

શૈલજા “હા બેટા આજે ભલે પકડાઇ બે મહિના માં
હું તને પકડી પાડીશ. વ્હીલચેર દોડાવીશ “

નીરજા અને અમુલ્ય ‘શાબાશ મમ્મી બોલી ગળે વળગી
બન્ને એ સાથે બન્ને ગાલે પપી આપી .

શૈલજાએ નજર ફેરવી પુછ્યું” સૌમ્ય આજે શેની
ઉજવણી આપણા કોઇનો જન્મ દિવસ નથી કે

નથી લગ્ન દિવસ”. શૈલુ આતો તે આ મહિનામાં પ્રોગ્રેશ કર્યો છે તેની ખુશાલીની ઉજવણી
છે”.

ઇન્દુભાભીનો
અવાજ સંભળાયો ‘ચાલો બધા ખાવાનું ઠંડુ થઇ જશૅ’.બધાએ ચાર મહિનામાં પહેલી વખત સાથે
ભોજન માણ્યું. જમ્યા પછી બધા સાથે સ્પેલીંગ ગેમ રમ્યા. અને ગુડ નાઇટ કરી છુટા
પડયા. આમ

રિહેબ હોસ્પીટલમાં બે મહિના પુરા થયા શૈલજા જમણા હાથથી ચમચી પકડી જમતી થઇ ગઇ. રજા
આપવાના હતા ત્યારે ઘરના સભ્યો જે શૈલજાની સંભાળ લેવાના હતા તેની સાથે મીટીંગ થઇ
થેરપી વખતે હાજર રહ્યા ભરતભાઇ અને ચિત્રાને ખબર હતી,સૌમ્ય નીરજા અને ઇન્દુભાભીઍ
થેરપી પર ધ્યાન આપ્યુ . ફ્લેટના ઊમરા કઢાવી નાખ્યા જાજમ કારપેટ કાઢી નાખી જેથી
વ્હીલ ચેરની હેર ફેર સરળ બને બાથરુમમાં પણ રિહેબ સુચન મુજબ જરૂરી ફેરફારો કરાવ્યા.

શૈલજા આચાર્ય -૧૦
રાજુલબેન શાહ

ઓહ! કેટલા સમય પછી પાછી હુ મારા ઘેર જઈશ?
શૈલજા મનોમન આતુરતાથી એ ઘડીની

રાહ જોઇ રહી હતી. જે દિવસે શૈલજાને રિહેબમાંથી ઘેર જવાની પરમીશન મળી એ દિવસથી

જ ખુબ જ આતુરતાથી એ પળની રાહ જોઇ રહી હતી. જાણે યાયાવર પક્ષી.અનેક જોજનોની ખેપ
કરીને પાછુ પોતાના મુળ સ્થાને ફરી ના રહ્યુ હોય?

ખુબ ઉત્સાહિત શૈલજા મનોમન આનંદની સાથે સાથે
એક ધુજારી મહેસુસ કરી રહી હતી. કેવી હશે એ પળ ? યાદ હતી શૈલજાને એ ક્ષણ જ્યારે
સૌમ્યએ એને પહેલી વાર જ્યારે એના મમ્મી-પપ્પાને મળવા ઘેર લઈ જવાની વાત કરી હતી.
સત્ય જે છાનુ રહેતુ નથી એમ ગમે એટલુ છુપાવો પણ પ્રેમ પણ છાનો રહેતો નથી. પ્રેમમાં
પડેલા સૌમ્ય અને શૈલજાને તો એમ જ હતુ કે એમની આ લુપાછુપીથી દુનિયા અજાણ છે પણ અંતે
તો પ્રેમ એની આલબેલ પોકાર્યા વગર રહેતો નથી જ. અને અમદાવાદ ક્યા નાનુ છે? ક્યારેક
બંને એકલા તો ક્યારેક ગ્રુપમાં સાથે ફરતા સૌમ્ય શૈલજા હવે તો અવારનવાર કોઇની ને
કોઇની નજરે તો ચઢી જ જતા. ગ્રુપમાં સાથે હોય અને કોઇની નજરે પડ્યા તો તો કોઇ
ચિંતાનો સવાલ જ રહેતો નહી પણ ક્યારેક એક્લા હોય અને જો કોઇએ જોયાતો શૈલજાને અત્યંત
ટેન્શન થઇ જતુ. પણ એ બાબતમાં સૌમ્ય બેફિકર હતો. એ

શૈલજાને કહેતો ” સારુને ? જેણે આપણને જોયા હશે એ જ ઘેર જઈને ચાડી ખાશે તો આપણે ઘેર
કેવી રીતે જણાવવુ એની ઉપાધીમાંથી બચી જઈશુ.”

અને ખરેખર એમ જ બન્યુ. રવિવારનો એ દિવસ હતો
.ફનફેરમાં આમ તો બધા ગ્રુપમાં

સાથે જ હતા પણ એ જાયન્ટ વ્હિલમાં સાથે બેસીને એની ઉડાન અને એ ઉન્માદ

માણવાનો લોભ એ બંને ન રોકી શક્યા.ધીરેધીરે સ્પીડ પકડતા એ જાયન્ટ વ્હીલમાં ઉપરથી
નીચે આવતી વખતે શૈલજા ડરની મારી સૌમ્યને લગભગ વળગીજ પડતી. એમની આ નજદીકિ દુરથી પણ
નજરે પડ્યા વગર થોડી રહેવાની હતી?

સૌમ્ય રાત્રે ઘેર પહોંચ્યો એની પહેલા એના
પ્રેમના સમાચાર ઘેર શાંતિભાઇ- ધીરજબેન

પાસે પહોંચી ગયા હતા.મોડી રાત સુધી એની રાહ જોઇને જાગતા રહેલા શાંતિભાઇએ સૌમ્યને
બોલાવીને માત્ર એટલુ જ કીધુ ,” જેની સાથે આટલુ નજીક રહેવાનુ મન હોય તો એને આમ
જાહેરમાં રાખવાના બદલે ઘેર જ લઈને આવતો હો તો?

ડઘાઇ ગયેલા સૌમ્યની પાસે જઈને શાંતિભાઇએ એની
પીઠ પસવારતા વળી એટલુ ઉમેર્યુ ” છોકરી સારી છે. બને તો કાલે એને ઘેર લઈ આવ તો બીજા
બધા બહારના લોકો જુવે એ પહેલા હું અને તારી મમ્મી પણ જરા મળી લઈએને?

બસ, અને જે ક્ષણે સૌમ્યએ શૈલજાને ઘેર મમ્મી
-પપ્પાને મળવા લઈ જવાની વાત કરી તે ક્ષણે અનુભવેલી ધ્રુજારી એ આજે અનુભવી રહી.
રિહેબમાં રહીને શૈલજાને શારીરિક તંદુરસ્તીની સાથે મનદુરસ્તી પણ જાણે પાછી મેળવી
રહી હોય એવી સતત અનુભુતિ થયે રાખતી.

આજની શૈલજા અને આજથી પહેલાના ૬ મહિના સુધીની
શૈલજામાં આસમાન જમીનનો ફરક આવી ગયો હતો.

આત્મવિશ્વાસની સાથે આત્મસભાનતા પણ એ જાણે
પાછી પામી રહી હતી. અત્યાર સુધીના કેટલાક અણછાજતા એના વાણી-વર્તન અને વ્યહવારને
લીધે એણે પરિવારની લગણીને કેટલી

ઠેસ પહોંચાડી હતી એની કલ્પના કરતા એ અત્યંત
સંકોચ-શરમની મારી જમીનમાં સમાઇ જવા જેટલી હિણપત અનુભવી રહી હતી

ત્યારે ઘર –પરિવારમાં એને કેવો આવકાર મળશે એ
વિચારથી એ થોડી નર્વસ થવા માંડી.

સ્વભાવ અનુસાર નામની સાર્થકતા ધીરજબહેન અને
શાંતિભાઇમાં હતી તો સૌમ્યમાં

પણ બંનેના ગુણ ઉતર્યા હોય એવી સૌમ્યતા ય હતી
જ ને? પણ પોતાની પરવશતાને લીધે

મનમાં ખોટી ગ્રંથી બાંધીને એણે જે ઉધ્માત મચાવ્યા હતા એ યાદ કરતા એ લોકોની સામે એ
કેવી રીતે નજર મેળવી શકશે એ વિચારે પગ પાછા પડતા હતા.

વળી પાછુ એણે મન મક્કમ કર્યુ . જે પણ ગેરવર્તન
એણે કર્યુ હતુ એના માટે એ મમ્મી-પપ્પાની માફી પણ માંગી લેશે એવો મનોમન નિર્ણય
કર્યો. અને રહી વાત સૌમ્યની તો છેલ્લા કેટલા વખતથી તો સૌમ્ય જાણે પહેલાનો જ
વ્હાલસોયો સૌમ્ય બની રહ્યો હતો.

રિહેબમાં રહીને શૈલજાએ એ પ્રગતિ કરી હતી એમાં
ભરતભાઇ-ભાભીનો તો સૌથી વધુ સાથ હતો પણ સૌમ્ય જાણે એની શૈલજાની હિંમત વધારી રહ્યો
એમ એને જેટલો સમય મળતો એમાં શૈલજાના રિહેબના દિવસો વધુ આનંદપૂર્વક પસાર કરે એવા
પ્રયત્નો કરતો. નીરજા અને અમૂલ્ય પણ મમ્મીનુ બદલાયેલુસ્વરૂપ જોઇને વધુ આશાવંત
બન્યા હતા. હવે મમ્મી પાસે આવવાનુ એમને પણ મન થતુ.

અંતે શૈલજા જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહી
હતી એ પળ આવી ગઈ. સૌમ્ય ગાડી લઈને આવી પહોંચ્યો. ભરતભાઇ ,ચિત્રા અને સૌમ્યએ
જાળવીને શૈલજાને ગાડીમાં મુકી. શૈલજાને

વળી પાછો એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૌમ્યએ
સૌથી પહેલી પોતાની ગાડી લીધી હતી. શૈલજાને સમ આપીને આંખો બંધ રાખીને ઉભી રાખી હતી
અને એ કહે નહી ત્યાં સુધી શૈલજાએ

એમ જ આંખો બંધ રાખવાની હતી અને સૌમ્યએ એને
હળવેથી પોતાની બે બાંહોમાં થામીને સીધી ઉચકીને સીધી ગાડીમાં બેસાડી દીધી હતી.

કેવી હતી એ રોમાંચક પળ? નવી ગાડી- પોતાની
ગાડી , પળેકવાર તો એ એમજ ગાડીમાં

બેસી રહી અને પછી બહાર ઉભેલા સૌમ્યને ગાડીમાં અંદર બોલવીને એ અત્યંત વ્હાલ્પૂર્વક
એને વળગી પડી.

આજે ય એને એમ જ સૌમ્યને વળગી પડવાની અદમ્ય
ઇચ્છા થઈ આવી. પણ હાય રે નસીબ !મન જે ગતિએ દોડતુ હતુ એની સાથે તનનો તાલમેલ ક્યાં
હતો?

રિહેબની ફિઝ્યોથેરેપીને લઈને એ હાથની
મુવમેન્ટ તો મેળવી શકી હતી પણ હજુ જાતે આગળ ખસીને પોતાની મેળે ક્યાં કઈ કરી શકતી
હતી? પણ સૌમ્ય જાણે એની આ ઉત્કટતા પામી ગયો હતો.

ભરતભાઇ અને ભાભી એમની ગાડીમાં બેસીને ઘર તરફ
જવા નિકળ્યા કે તરત જ સૌમ્યએ

એને વ્હાલથી પોતાના આગોશમાં સમાવી લીધી.

“શૈલુ ,આઇ એમ સો હેપ્પી ટુ ડે! હુ આજે એટલો ખુશ
છુ એની તુ કલ્પનાપણ નહી કરી શકે.મારી શૈલુ આજે એના ઘેર પાછી જઈ રહી છે.

શૈલજા પતિના એ વ્હાલભર્યા શબ્દો ,ચહેરા સાથે
થતા સૌમ્યના સ્પર્શને એ માણી રહી. અને ઘડીકવારમાં એની આંખો છલકાઇ ગઈ. એના ઉના ઉના
આંસુથી સૌમ્ય જાણે દાઝી ઉઠ્યો.

“આ શું શૈલજા આજે આમ પાછી ઢીલી કેમ પડી ગઈ?”

આટલો સરસ દિવસ છે, કેવો સરસ મુડ છે અને તુ આમ રડીને એને ઝાંખો ના કર પ્લીઝ.”

” હું પણ સાચે જ ખુબ ખુશ છુ પણ આજે એને વહી
જવા દે ,મને આજે હળવી થઈ જવા દે વહાલુ! એક બાજુ હર્ષના આંસુ છે અને બીજી આંખમાં
પસ્તાવાના આંસુ છે. મેં ઘેલીએ તને ,મમ્મી પપ્પાને અને છોકરાઓને કેટલા દુભવ્યા છે એ
યાદ આવે છે અને હું મારી જાતને માફ નથી કરી શકતી મમ્મી –પપ્પાની સામે તો હું નજર
કેવી રીતે મેળવીશકીશ? એ લોકો પણ મારા માટૅ મનમાં કેવું કેવું વિચરતા હશે નહી?”

સૌમ્યએ એના મોં પર આડો હાથે દઈ એન વધુ બોલતી
રોકી લીધી.”ભુલી જા એ બધુ તું. એમાં અમારો પણ વાંક તો હતો જ ને ? તારી વેદના સમજવા
અમે પણ ક્યાં તૈયાર હતા. ખરેખર તો હું જ તારો સૌથી મોટો ગુનેગાર છું. એ દિવસે તને
બેંકનુ કામ પતાવવાની તાકિદ ન કરી હોત તો તારી આ દશા હોત? અને એ ઉપરાંત તારી સાથે
કેટલીય વાર મેં ક્રુધ્ધ વર્તન નથી કર્યુ? શૈલુ આઇ એમ રિયલી સોરી ફોર ધેટ ઓલ. પણ
પ્લીઝ તું હવે શાંત થઈ જા અને એક સરસ સ્માઇલ આપી દે મને તો જરા ગાડી ચલાવવાનુ જોમ
આવે.”

અને ખરેખર હસી પડી શૈલજા.સૌમ્ય મુગ્ધ બનીને
એને જોતો જ રહી ગયો.શૈલજાનુ સ્મિત ખરેખર ખુબ સરસ હતુ. એ હસતી ત્યારે એના ગાલની
ગુલાબી ઓર નિખરી ઉઠતી. અને એમાં ય આ રિહેબના દિવસો દરમ્યાન કરેલી કસરતો અને
ડાયેટિશીયની ટીપ પ્રમાણે સાત્વિક અને સમતોલ આહારને લીધે એની વધેલી ચરબી , શરીરના
ફોફા અને વધુ પડતુ વજન કંટ્રોલમાં

આવી રહ્યુ હતુ એટલે સાચે જ એ પહેલાની જેમ જ
સોહામણી લાગતી હતી.”હા! હવે વાત કઈ જામી .મેડમ હવે જો આપની આજ્ઞા હોય તો બંદા
તમારી સવારી ઉપાડે?”

અને હવે તો શૈલજા ખડખડાટ હસી પડી.

સૌમ્યએ રિહેબના કંપાઉન્ડમાંથી ગાડી રિવર્સમાં
લઈ હળવેથી સ્પીડમાં લીધી. ગાડી મેઇન રસ્તા

પર આવી અને સૌમ્યએ ગાડીને જરા વેગમાં લીધી. ઘર તરફ જવાના રસ્તાને શૈલજા એક્દમ બાળ
સહજ કુતુહલથી જોઇ રહી. જાણે કેટલાય વખત પછી આ ચહલ-પહલ જોઇ? રિહેબ જતી વખતે ય રસ્તો
તો તો આ જ હતો પણ આજે આ રસ્તો વધુ જીવંત લાગતો હતો. ગાડીના ખુલ્લા કાચમાંથી
અધવચાળે પહોંચેલા જાન્યુઆરીની સાધારણ ઉતરતી ઠંડી ગાલને સ્પર્શતી હતી .

આજે આ બધુ ય ગમતુ હતુ.

બાલ્કનીમાં બેસીને નીરજા-અમૂલ્ય કે સૌમ્યની
રાહ જોતા જોતા શિયાળાની એ ગુલાબી ઠંડી માણવાની ગમતી એમ જ આજે ફરી એક વાર આ મોસમની
લહેજત લેવી એને ગમી. સૌમ્ય ત્રાંસી આંખે શૈલજાની આ મુગ્ધતા માણી રહ્યો.એને શૈલજાની
સમાધિભંગ કરવાનુ ઉચિત ન લાગ્યુ. તેમ છતાં એણે તિરછી નજરે શૈલજાને જોયે રાખી.

“સોમ્ય, એક વાત મારી માનીશ? હું મારી જાતે તો
નીચે ઉતરીને દર્શન નહી કરી શકુ પણ પ્લીઝ

પાછા ઘેર પહોંચતા પહેલા મને વલ્લ્ભસદન ભગવાનના દરબારના તો દર્શન તો કરાવ. આજે હું
જે સ્થિતિમાં પાછી વળી શકી છું એમાં તમારા બધાના સાથની જોડે એના પરની શ્રધ્ધાનુ ય
બળ કામ કરી ગયુ છે.

યાદ છે ને જે દિવસથી મારા રૂમમાં મારા લાલાની
મૂર્તિ મુકી એ દિવસથી જાણે મને જીવવાનુ -ફરી ઉભા થવાનુ જોમ મળ્યુ છે. યુધ્ધમાં
હથિયાર હેઠા નાખીને બેઠેલા અર્જુનને જેમ એણે ઉપાધીમાં નસીબ સામે લડવાનુ જોમ પુરૂ
પાડ્યુ એમ જાણે એણે સતત મને મારી પોતાની જ વેરી બની ગયેલી મારી નબળાઇઓ સામે ઉભા
થવાનુ , ઝઝુમવાનુ બળ આપ્યુ છે. આજે એનો ઉપકાર માન્યા વગર હું પાછી જ કેવી રીતે જઈ
શકુ?”

સૌમ્યએ શૈલજાની સામે સંમતિ સુચક ડોકુ હલાવે
ગાડી વલ્લભસદન તરફ વાળી. બહારથી હવેલીના પ્રવેશદ્વાર સામે ગાડી ઉભી રાખીને સૌમ્ય
નીચે ઉતર્યો. શૈલજાની ઇચ્છા મુજબ એણે હવેલીમાં જઈને દર્શન કર્યા અને ભોગ ધરાવી
પ્રસાદ લઈને આવ્યો ત્યાં સુધી શૈલજાએ એમ જ બોલ્યા વગર મૌન પ્રાર્થનામાં જ વિતાવી.
આંખ ખુલી ત્યારે સૌમ્ય પ્રસાદ શૈલજાની સામે ધરીને એ ઉભો હતો.

” ના સૌમ્ય , એમ નહી આ પ્રસાદ આજે પહેલા
મમ્મી-પપ્પાને આપીને જ પછી હુ લઈશ. મારા ઘરના એ સાચા અર્થમાં સારથી બનીને રહ્યા
છે. મારા તુટતા ઘરને – મારા સંસારને એમના ટેકાથી ઉભો રાખ્યો છે. શિશુપાળના નવ્વાણુ
ગુના પછી સો મો ગુનો તો ભગવાને પણ માફ નહોતો કર્યો. એમણે તો મારા કેટલાય ઉધ્માતોને
સહ્યા છે અને તેમ છતાં ક્યારેય મને તિરસ્કારી સુધ્ધા નથી…ભગવાન પછી એમનો મારી પર
સૌથી વધુ ઉપકાર છે.”

સૌમ્ય આ બદલાઇ રહેલી શૈલજાને સાંભળી રહ્યો.
ના! ના! આ બદલાઇ રહેલી શૈલજા નહોતી આ તો પહેલાની હતી એ જ શૈલજા હતી. એનુ હંમેશા
ધીરજબહેન અને શાંતિભાઇ સાથેનુ વર્તન પ્રેમાળ જ રહેતુ. માત્ર સમય બદલાયા હતા, સંજોગ
બદલાયા હતા અને એ સમય –સંજોગોએ

શૈલજાને બદલી હતી.

ઘર પાસે આવતુ ગયુ એમ શૈલજાની ધડકનો તેજ બનતી
ગઈ. શરીરમાં આ જ તો એક ભાગ હતો જે એ જીવંત છે એની સાબિતિ રૂપ હતો નહી તો એના અને
એક નિર્જીવ દેહ વચ્ચે

ક્યાં કોઇ ફરક રહ્યો હતો?

શૈલજાને જાળવીને ગાડીમાંથી ઉચકીને સૌમ્ય એને
ઘર તરફ લઈ ગયો. બારણામાં

પ્રવેશ કરતા સૌમ્યને શાંતિભાઇએ બારણા વચ્ચે જ રોકી લીધો. ધીરજબહેને શૈલજાના માથેથી

પાણીનો લોટો ઉતારી ઘરની બહાર ઢોળીને પછી શૈલજાને ઘરમાં લીધી. સૌમ્ય આ બધામાં

માનતો નહી પણ એ ક્યારેય મમ્મીની લાગણી કે માન્યતા વચ્ચે આવતો પણ નહી. નીરજા અને
અમૂલ્ય પણ આવીને મમ્મીને વળગી પડ્યા.એ બંને એ ભેગા મળીને મમ્મીને આવકારવા

ઘરને સરસ ફુલોથી સજાવ્યુ હતુ.શૈલજાને ગમતા ગુલાબની પાંદડીઓથી ડ્રોઇંગરૂમના

ટેબલ પર પર વેલ-કમ મમ્મી લખીને..વચ્ચે કેન્ડલ મુકી હતી.ભરતભાઇ અને ભાભીએ પ્રેમથી
એનો હાથ પકડીને ટેકો આપીને આગળ કરી. ભાવવિભોર બનીને શૈલજા એના જ ઘરમાં એના
પુનઃપ્રવેશને માણી રહી.

આજે તો ધીરજબહેને લાપસીના આંધણ મુક્યા હતા
.એક લાંબા અરસાબાદ એ એના પરિવાર

સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી. વ્હીલચેરના લીધે હવે શૈલજાની ઘરમાં હરફર થોડી
સરળ બની હતી અને એના લીધે એને પણ પોતાની પરવશતા ઓછી લાગતી હતી. જો કે એની દેખરેખ
માટે પ્રીતિબેન પણ હતા જ.શૈલજાના કામકાજ્માંથી ફુરસદ મળે ત્યારે એ ધીરજબેનને પણ
મદદ કરાવવા લાગતા.પરિણામે ઘરનુ વાતાવરણ થોડુ હળવુ થયુ .

રિહેબમાં શિખવાડ્યા મુજબ બધી જ ફિઝિયોથેરેપી
શૈલજા અત્યંત ધીરજ અને પુરતા

પ્રયત્નોથી કરે રાખતી. શૈલજાને ચાલવામાં ટેકો રહે એના માટે વોકર પણ લાવી રાખ્યુ

હતુ જેથી એ રિહેબમાં હાર્નેસ પર ચલાવવામાં આવતી એજ રીતે ઘેર પણ એની પ્રેક્ટીસ

ચાલુ રહે.

“મમ્મી , એક વાત કહુ? કેટલાય વખતથી તમે અને
પપ્પા આમ ને આમ અમારી સાથે રહ્યા

છો? તમે ઘર અને પપ્પાએ અમૂલ્યને જે રીતે સાચવ્યો છે એનો તો હુ કે સૌમ્ય આખી જીંદગી
પાડ ભુલી શકીયે એમ નથી.”

“ગાંડી જ છો ને? આવું વિચારાય? તુ કે સૌમ્ય
કે છોકરાઓ પારકા છો તે પાડ માનવા બેઠી? મને કે પપ્પાને કઈ થયુ હોત તો તમે ચાકરી ના
કરી હોત?”

” ઇશ્વર કરે ને એવો દિવસ જ ન આવે.કારણકે ઇજા
માંદગી અને પરવશતા શું છે એ તો મારાથી વધુ કોઇ શું જાણવાનુ છે? પણ મમ્મી, તમારી કે
પપ્પાને ચા્કરી કરવી એ તો અમારી ફરજ છે પણ તમે જે કર્યુ છે એ આ ઉંમરે કરવું કેટલુ
અઘરું છે? અને તેમ છતાં ય તમે કેટલા પ્રેમથી એ પાર પાડ્યુ?”

“બસ કર હવે એ બધુ ભુલી જા તુ હરતી -ફરતી થઈ
જાય અમારા માટે એ જ અત્યારે તો સૌથી મોટી વાત છે. તને ખબર છે તુ ઘેર પાછી આવે
ત્યારે મારા શ્રીજી બાવાના દર્શન કરવાની મેં માનતા રાખી છે . બસ હવે એ પુરી કરી લઉ
એટલે ગંગા નાહી..”

‘મમ્મી , શુભશ્ય શીઘ્રમ.ધરમના કામમાં ઢીલ ના
હોય. હવે તો સૌથી પહેલા એ કામ .મમ્મી, સૌમ્ય સાથે વાત કરીને એ વેળાસર નક્કી કરી જ લો.
કદાચ એનુ મને ય થોડુ ફળ મળે”

“ભારે ઉતાવળી તુ તો ,સૌમ્ય સાથે વાત થઈ છે
અને એની અનુકૂળતાએ શ્રીનાથજી લઈ જવાનુ કહ્યુ છે.”

“અનુકૂળતા નહી મમ્મી આ અઠવાડિયે જ જઇ આવો.
હવેના શુક્રવારે ૨૬મી જાન્યુઆરી છે બધાને રજા હશે એટલે જઈ જ આવો.”

મમ્મીની ઇચ્છા અને શૈલજાના આગ્રહને લઈને
શુકવારે સવારે જઇ દર્શન કરીને બે દિવસે આજ સમયે પાછા આવવાનુ સૌમ્યએ નક્કી કરી
લીધુ. નીરજા અને અમૂલ્યે મમ્મી સાથે રહેવાનુ જાહેર કરી લીધુ અને પ્રીતિબહેન તો હતા
જ.

ઘરમાં બધાની મીઠી નિંદર પુરી થાય એ પહેલા
નક્કી કર્યા મુજબ સૌમ્ય અને મમ્મી-પપ્પા સવારે સાત વાગે નિકળી પણ ગયા. નીરજા અને
અમૂલ્ય તો હજુ પણ ઉઠવાનુ નામ લેતા નહોતા.પ્રીતિબહેને શૈલજાને સવારની ચા જોડે
મલ્ટીગ્રેઇનના બટર વગરના બે ટોસ્ટ તૈયાર કરી આપ્યા.શૈલજા બાલ્કનીમાં વ્હીલચેર પર
બેઠી ચા અને ટોસ્ટની લહેજત માણતી હતી.

હજુ ચા થી ભરેલો આખો કપ એ માંડ પકડી શકતી
એટલે પ્રીતિબહેન એને એક બીજા કપમાં

થોડી થોડી કરીને ચા આપતા હતા. એટલુ તો એ સ્થિરતાથી પકડી શકતી હતી અને અરે

આ શું થયુ? એક્દમ કેમ ચા નો અડધો ભરેલો કપ છલકાવા માંડ્યો? હાથ સ્થિર નથી રહેતા

કેમ? બીજુ તો કઈ ખબર નથી પડતી પણ મસ્તિકમાં આ ધણધણાતી કેમ અનુભવા લાગી?બેબાકળી બની
ગઈ શૈલજા. પ્રીતિબહેન પણ એક્દમ ગભરાઇ ગયા. પગ નીચેની જમીનમાં જાણે સો સો ઘોડા
હણહણાટી દોડાવતા હોય એવી ધણધણાટી કેમ લાગે છે? આખુ ય ઘર જાણે પાયામાંથી કોઇ હલાવતુ
હોય એમ કેમ લાગે છે?

શેષનાગ કોપાયમાન થાય તો એના શિષ પર ધારણ
કરેલી ધરા ધ્રુજાવી મુકે એવુ ક્યાંક પ્રીતિબહેને સાંભળ્યુ હતુ. ઓ ભગવાન ! એટલા તો
કેટલા પાપ ધરતી પર વધી ગયા કે આમ શેષનાગ કોપાયમાન થયા?

હજુ પ્રીતિબેનને પરિસ્થિતિનો પુરતો ખ્યાલ જ
આવતો નહોતો કે શું થઈ રહ્યુ છે.પણ બાલક્નીમાં

બેઠેલી શૈલજાને આસપાસના ઉચા બિલ્ડીંગ જાણે હિંલોળે ચઢ્યા હોય એવુ લાગ્યુ. એક તો
બિલ્ડીંગની ઉંચાઇ અને લગભગ દોઢેક ફુટનો સ્વીંગ એ દ્રષ્ય જોઇને જ એ હાકાબાકા થઈ
ગઇ.એટલામાં અંદરથી ઉંઘરેટા અમૂલ્યની બૂમ સંભળાઇ.

” મમ્મી જો ને લાલુ મને ઊંઘવા નથી દેતો .મારો
આખો પલંગ હલાવે છે.”

લાલુ એમનો છુટક નોકર હતો જે સવારમાં આવીને
સાફસફાઇ કરી જતો. અમૂલ્યને

લાગ્યુ આ સાફસુફી કરતા કરતા એ એન હેરાન કરે છે.

એટલામાં તો નીરજાની બૂમ આવી “મમ્મી મને ચક્કર
આવે છે મમ્મી પ્લીઝ હેલ્પ મી” નીરજા પણ સફાળી ઉંઘમાંથી ઉભી થવા ગઈ અને એને લાગ્યુ
કે એના પગ જમીન પર ઠરતા નથી

.બધુ જ જાણે ગોળ ગોળ ફરતુ હોય એને આખી ને આખી
હચમચાવી દેતુ હોય એવુ લાગ્યુ.

કબાટનો ટેકો લેવા ગઈ તો કબાટ પણ આખુ હલતુ હોય
એવુ લાગ્યુ. એટલામાં રસોડામાંથી

ખણખણણ………..વાસણો ખખડવા માંડ્યા. જાણે કોઇ ભૂતાવળ સજીવ થઈ હોય એમ બધુ જ આપમેળે
ધડધડવા માંડ્યુ.. પ્રીતિબહેન રસોડામાં દોડ્યા અને જોયુ તો ગરમ કરેલી દૂધની તપેલી
છલકાઇ ગઇ હતી. પાણી ભરેલી નળીમાંથી પાણી રેલાઇને રસોડામાં દૂધ અને પાણીની
ગંગા-જમના ભેગી થઈને વહી રહી હોય એવો ઘાટ હતો. લાલુ તો બધુ એમજ પડતુ મુકીને
ભાગ્યો.

શૈલજાને કંઇ સમજણ નહોતી પડતી કે આ શું થઈ
રહ્યુ છે પણ આજુબાજુમાંથી દેકારો સંભળાતાપ્રીતિબહેને બહાર જઈને જોયુ તો લોકો પણ
ઘરની બહાર રસ્તા પર આવે ગયા હતા અને બૂમાબૂમ ઉઠી હતી.

અરે ! આ તો ધરતીકંપ છે! હજુ તો સવારના લગભગ
આઠ- સવા આઠનો સમય હતો .

કેટલાય લોકો સવારની પ્રક્રિયામાંથી પરવાર્યા
પણ નહોતા. ચારેબાજુ હાહાકાર અને ગભરાટ

છવાયેલો હતો. બીજુ તો પ્રીતિબહેનને શું કરવુ એની સમજણ પડતી નહોતી પણ પણ એમની
સમજમાં એટલુ તો હતુ કે લાલુની જેમ બધુ એમ જ મુકીને ભાગી તો ન જવાય. સૌમ્યભાઇ અને
ઘરના વડીલોની ગેરહાજરીમાં શૈલજા એમની જવાબદારી હતી.એ પાછા અંદર દોડ્યા.

શૈલજા ભયથી થથરતી હતી,પ્રીતિબેને બે હાથની
બાથ ભીડીને સ્થિરતા આપવા પ્રયત્ન કર્યો.હજુ ય અંદર ઉંઘરેટા નીરજા અને અમૂલ્યને તો
સાચી પરિસ્થિતિની કલ્પના સુધ્ધા નહોતી.

ધરતીકંપના આંચકાને લીધે શૈલજાની વ્હીલચેરમાં
જે ધ્રુજારી આવતી હતી એનો એને આશરે અંદાજ આવતો હતો. રિહેબમાં જ્યારે પહેલી વાર એને
વિદ્યુતના હળવા આંચકા આપીને એના કોષની જીવંતતાની પરિક્ષણ કર્યુ ત્યારે કશું જ ન
અનુભવી શૈલજાને અત્યારે આછી આછી ધ્રુજારીનો તો અનુભવ થતો જ હતો.

ભયથી એ આંખ બંધ કરીને એ પ્રીતિબહેનને વળગી
પડી. જાણે ચારેબાજુથી આ ધડબડાટીમાં, આ કોલાહલમાં એ અટવાઇ ગઈ …

.”.ઓ આ બાજુથી મોટી બસ બેફામ આવી રહી છે અને
મારી વ્હીલચેરને જોરથી હડસેલીને

આગળ નિકળી ગઈ. પાછળ આવતી ગાડીએ ફરી એક્વાર મારી વ્હીલચેરને અડફેટમાં લીધી અને ઓ
મા……….જોરથી ચીસ પાડી ઉઠી શૈલજા…કોઇ બચાવો મને ………..પ્લીઝ મારી ગાડી………..ઓ આ પલટી
ખાઇ ગઈ………..ચીસા ચીસ કરતી શૈલજાને પ્રીતિબહેને હડબડાવી નાખી.

“બેન…શૈલજાબેન… આંખ ખોલો …તમે તમારા જ ઘરમાં
છો. અહીં ક્યાંય કોઇ બસ નથી ,

કોઇ ગાડી નથી, તમને કોઇએ ક્યાંય અડફેટમાં લીધા નથી. આંખ ખોલો અને જુવો તમે ક્યાં

છો? ” પ્રીતિબેનને પણ ખ્યાલ આવી રહ્યો હતો શૈલજાની માનસિક પરિસ્થિતિનો.. આખી
પરસેવે

રેબઝેબ શૈલજાને સંભાળવી એમના માટે ય મુશ્કેલ તો હતી સાથે સાથે આ ધરતીકંપના આંચકા
પણ પચાવવા એમના માટે સહેલ તો નહોતા જ. એટલામાં તો ફરી એક બીજો આંચકો અને શો કેસમાં
મુકેલી વસ્તુઓ ખણખણ કરતી નીચે પડી..

હવે તો નીરજા અને અમૂલ્ય પણ બૂમાબૂમ કરતા બહાર આવી ગયા.મમ્મીને આમ પરસેવે

રેબઝેબ જોઇને એ લોકો વધુ ગભરાયા. નીરજાને તો ખ્યાલ આવી ગયો પરિસ્થિતિનો

પણ અમૂલ્ય માટે આ સમજવુ અઘરૂ હતુ.

” મમ્મી…..નીરજારીતસર વળગી પડી શૈલજાને
પ્રીતિબહેને પણ સમય સમજીને અમૂલ્યને આગળ કરી દીધો.”બેન , આમ જુવો ,સાચવો તમે તમને
અને આ બેઉ છોકરાઓને.”

“ઓહ !હા ઘરમાંકોઇ નથી ,નથી સૌમ્ય કે નથી
મમ્મી-પપ્પા. શ્રીનાથજી દર્શન માટેનો પોતાનો જ તો આગ્રહ હતો .

શૈલજાને એકલીને કે ઘરને શૈલજાના ભરોસે મુકીને
જવાનુ મન પણ કયાં માનતુ હતુ એ લોકોનુ?

અરે સૌમ્યે તો ભરતભાઇ-ભાભીને આગલા દિવસથી અહીં બોલાવી લેવાનુ કહ્યુ હતુ. પણ પોતે જ
ના પાડી હતીને?

“ક્યાં સુધી હું આમ કોઇના ટેકે રહ્યા કરીશ?
મારે મારી પોતની જાત-ભરોસે ઉભા થવુ છે એ આવી રીતે એક્લા રહીને જ શિખાશેને?”

કેવા વટથી એણે સૌમ્યને ભરોસો આપ્યો હતો? અને
હવે જ્યારે બાળકોને એના સધિયારાની

જરૂર છે ત્યારે એ આમ ભાંગી પડે એ કેમ ચાલશે?

“મમ્મી , પપ્પાને ફોન કરુ? ” અમૂલ્યએ પુછ્યુ.

“ના-ના એના કરતા મામા-મામીને ફોન કરીયે.એ જલ્દી
આવી શક્શે.”

નીરજાએ નિર્ણય લીધો અને ફોન કરવા દોડી.

“ડેમ…મમ્મી ફોન જ બંધ છે. લાઇન ડેડ છે. હવે? નીરજા
માંડ માંડ સ્વસ્થ થવા પ્રયત્ન કરતી હતી અને ફરી નવેસરથી નર્વસ થવા માંડી.

“ચિંતા ના કરો. હું છું ને અહીં.” શૈલજાએ દોર
પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો.

“પ્રીતિબહેન સૌથી પહેલા તો આપણે સૌ બહાર
નિકળી જઈએ . બહાર ખુલ્લામાં કદાચ વધુ સલામતી રહેશે. બાકી તો આમ ધડાધડ બધુ પડતુ
રહેશે એમાં તો ક્યાંક કોઇક્ને કથોલુ

વાગી જશે. પણ હા !એક કામ કરો સાથે જલ્દીથી
કઈક ખાવાનુ અને પાણીની બોટલો લઈ લેજો. બંને જણને જરૂર પડશે. અને હા !મારી અત્યારે
લેવાની દવાઓ પણ લેવાનુ ના ભુલતા.

પ્રીતિબહેનને આવી કટોકટીમાં પણ શૈલજાની
હૈયાસુઝ જોઇને આશ્ચ્રર્ય થયુ. પણ એમણે શૈલજાએ

કહ્યુ એમ ફટાફટ થોડુ સમેટીને બાસ્કેટ્માં ભરી લીધુ અને બધા જ ઝડપથી બહાર નિકળી

ગયા. શૈલજાને પ્રીતિબહેને કસીને ખુરશીમાં બાંધી ને બહાર લાવ્યા ને જોયુ તો એમના
જેવા કેટલાય લોકો અને એમાંય ખાસતો બાજુના ફ્લેટવાળા તો ડરના માર્યા પહેલેથી જ બહાર
આવી ગયા હતા.

હવે પરિસ્થિતિની ગંભીરતા વધુ સમજાઇ.માત્ર
એમના જ ઘર કે એરિયામાં જ નહી આખાય અમદાવાદને ભરડા લેતા આ ધરતીકંપના આંચકાએ તો કંઇ
કેટલાય બહુમાળી મકાનો ધરાશાઇ કરી નાખ્યા હતા. રસ્તા પર પસાર થતી એમ્બ્યુલન્સની ,
ફાયર બ્રીગેડ સાયરનોના અવાજથી તો વાતાવરણ વધુ ને વધુ બીહામણું લાગતુ હતુ. ..નીરજા
પણ સખત ડરી ગઇ હતી અને

અમૂલ્ય તો હવે રીતસર ગભરાઇને રડ્વા જ
માંડ્યો.

“કેમ બેટમજી , તમે રૂમ બંધ કરીને એક્દમ લાઉડ
મ્યુઝીક મુકીને તાંડવ કરીને ઘર આખુ ડોલાવો છો ત્યારે અમને કઈ નહી થતુ હોય? હવે
ભગવાન જ્યારે તાંડવ કરી રહ્યા છે ત્યારે આમ કેમ ગભરાઇ ગયા? ” શૈલજાએ અમૂલ્યને હળવો
બનાવવા પ્રયાસ કર્યો.

પ્રીતિબહેન એની આ સ્વસ્થતા જોઇને અચંબામાં
પડી ગયા. ક્યાં આમ થોડીવાર પહેલાની શૈલજા

અને અને ક્યાં અત્યારની કટૉકટીમાં છોકરાઓને હિંમત આપતી મા.આજુબાજુ ભેગા થયેલા
લોકોની ચણભણ પરથી એટલો તો ક્યાસ કાઢી લીધો હતો કે આનાથી

પણ વધારે ખરાબ પરિસ્થિતિ બીજી અનેક જગ્યાએ ઉભી થઈ હતી. એમના એપાર્ટ્મેંટ તો બેઠા
ઘાટના અને ત્રણ માળના તેથી તિરાડો પડી હતી પણ કોઇ ગંભીર અક્સ્માત સર્જાયા નહોતા.

પણ અરે ! ભરતભાઇ –ભાભીનું શુ? એ તો પાર્થ
ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ્માં છઠ્ઠા માળે

રહેતા હતા. એમના વિચારે શૈલજાના હાથ પગ પાણી પાણી થવા માંડ્યા.ઓ ભગવાન! કેમ કરીને
હું એમના સમાચાર મેળવુ? અને સૌમ્ય -મમ્મી પપ્પાનુ શું ?એ લોકો ક્યાં હશે? એમને અહીંની
પરિસ્થિતિની કોઇ જાણ હશે?

શૈલજાથી મનોમન ઇશ્વરને પ્રાર્થના થઈ ગઈ..”
શ્રી જી બાવા ,એ લોકો તો તમારા દર્શને તમારા દરબારમાં આવ્યા છે .એમને હેમખેમ
રાખજો…અને ભાઇ હંમેશા બહેનની રક્ષા કરે આજે હું મારા ભાઇની રક્ષા માટે હાથ જોડુ
છું. પ્રભુ એમને અને ભાભીને ક્ષેમકુશળ રાખજો.” અને તેની આંખોમાંથી ફરી

આંસુ નીકળી પડ્યા…”હે પ્રભુ તમને હાથ પણ કેવી રીતે જોડું? લગભગ કલાક જેવુ બહાર
રહ્યા પછી સ્થિતિ થોડી થાળે પડી એટલે શૈલજા બધાને લઈને ઘરની અંદર પાછા જવુ એવુ
નક્કી કર્યુ. જો કે આ માટે અમૂલ્ય તો કેમે કરીને માનતો નહોતો. એના મનમાંથી ફરી
ફરીને ઘરમાં લાગેલી ધ્રુજારી અને ધડાધડ પડતી ચીજ-વસ્તુનો ખોફ જતો નહોતો.

પણ શૈલજાએ એને વિશ્વાસ બંધાવ્યો કે હવે એને
તો શુ કોઇને ય કશુ જ નહી થાય..મમ્મીની આટલી સ્વસ્થતા જોઇને નીરજાને પણ હિંમત આવી
એણે પણ ભઇલાને સમજાવ્યો.

“પ્રીતિબેન, સૌ પહેલા તો મારા અમૂલ્યને
બોર્નવિટા બનાવી ને આપો એટલે જરા એનામાં

તાકાત આવે” ઘરની અંદર જતા જ શૈલજા જાણે કશું જ બન્યુ ન હોય એમ સ્વસ્થતા

ધારણ કરીને રોજીંદો દોર પોતાના હાથમાં લીધો. ને સાથે ટોસ્ટ બટર પણ ખરા હોં કે !”
થોડિક ચુપકીદી પછી તેબોલી

“નીરજા તું પણ બેટા તારુ દૂધ બનાવીને પી લે
અને અને તો દાદીને પ્રોમીસ આપ્યુ હતુને કે એ લોકો પાછા આવશે એ પહેલા પ્રીતિબેનને
રસોઇમાં મદદ કરીને જમવાનુ તૈયાર રાખીશ . અંદરથી અને અંતરથી સતત ફફડતી શૈલજાએ
બહારથી પુરેપુરી હિંમત રાખીને છોકરાઓનો ડર દૂર કરવા પ્રયત્ન કર્યો.

ટી.વી પર આ હોનારતના સમાચાર સતત ફ્લેશ થવા માંડ્યા
હતા એનાથી.જે દારૂણતા ચારેબાજુ સર્જાઇ હતી નો ક્યાસ આવતો હતો.વસ્ત્રાપુર અને
સેટેલાઈટ રોડ પર સૌથી વધુ હોનારત સર્જાઇ હતી. માનસી ટાવર તો આખે આખુ ધરાશાઇ થયુ
હતુ.મ્રુત્યુનો આંક ક્યાં પહોંચ્યો હશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. બહુમાળી
મકાનોના રહેવાસીઓ તો લગભગ રસ્તા પર જ આવી ગયા અને પાછા જવાની કોઇનામાં હિંમત
સુધ્ધા નહોતી.

શૈલજાએ નીરજાને ટી.વી. જ બંધ કરવાનુ કહી દીધુ
જેથી અમૂલ્યના માનસ પર છાવયેલો

આતંક ઘેરો ન બને. જો કે નીરજા કે અમૂલ્ય મમ્મીને છોડીને જરાય આઘા ખસવા તૈયાર

નહોતા. શૈલજાના માનસ પર પણ ખોફ તો હતો જ હજુ તો માંડ પોતે પગભર થવા પ્રયત્ન કરતી
હતી અને જમીન પગ નીચેથી ખસી જશે કે શું?

“હે ઇશ્વર સૌ સારા વાના કરજે. સૌને કુશળ મંગળ
રાખજે.” અને શૈલજાની પ્રાર્થના

જાણે ઇશ્વરે સાંભળી હોય એમ દરવાજામાં ભરતભાઇ-ભાભી પ્રવેશ્યા. એમના મનમાં

પણ સૌમ્યની ગેરહાજરીમાં શૈલજા અને બાળકોની સતત ચિંતા હતી જ એટલે જેવી પરિસ્થિતિ
સહેજ થાળે પડી એવા તરત જ દોડી આવ્યા.“

હાશ! બધાએ એક્મેક્ને સ્વસ્થ જોઇને હાંશકારો અનુભવ્યો.ભાઇ-ભાભીને
જોઇને શૈલજાના આંખમાં આંસુ ધસી આવ્યા…”ભાઇ, સૌમ્ય અને મમ્મી પપ્પા? એ વધુ આગળ બોલી
જ ન શકી. એને અત્યાર સુધી બાંધી રાખેલી હિંમતની પાળ ઓગળી જતી લાગી.“ ચિંતા ના કર
બહેના એ લોકો નો ફોન મારા પર હતો.. તેઓ પણ આવવામાં જ છે. “

શૈલજાએ મનથી બે હાથ જોડી ઇશ્વરનો પાડ માન્યો.
જે કંઇ અનહોની થઈ એ તો ટાળી શકાય એમ નહોતી પણ આ કટૉકટીમાં એને એનો ખોયેલો
આત્મવિશ્વાસ પાછો મળ્યો હોય એવી સધ્ધરતા અનુભવી રહી.

શૈલજા આચાર્ય (૧૧)
-પ્રભુલાલ ટાટરીયા

બાળપણમાં ટી.વી.પર આવતા ફિલ્મોના ગાયનમાં
નૃત્ય કરતી હિરોઇન ને જોઇને નાની નીરજા તેમની નકલ કરી નૃત્ય કરવાની કોશીશ કરતી.
શૈલજા અને સૌમ્યને તેણીની અંગમૂદ્રામા જોવાની બહુજ મજા પડતી.એક દિવસ શૈલજાને વિચાર
આવ્યો અને તેણીએ ડાન્સીંગ ક્લાસની તપાસ કરીને તેણીને ડાન્સીંગ ક્લાસમાં મુકી
અઠવાડિયા પછી તેણીની ડાન્સીંગ ટીચરે કહ્યું

“નીરજાનું કેચિંગ પાવર સારૂં છે તેણી દરેક
મૂદ્રાઓ જલ્દી ગ્રહણ કરી લે છે.”

“અરે વાહ!…”

“મુળ વસ્તુ એ છે કે તેણીને તેમાં(નૃત્યમાં)
વધારે મઝા આવે છે” ટીચરે કહ્યું

ત્યાર બાદ નીરજા સ્કૂલ ફંકશનમાં ડાન્સીંગ ના
દરેક કાર્યક્રમમાં અવશ્ય ભાગ લેતી અને ઇનામ પણ મળતા તેથી વધુ ઉત્સાહિત થતી.
નવરાત્રી તેનો મોસ્ટ ફેવરેઇટ પ્રોગ્રામ હતો તે માટે તેણી એ કચ્છ અને જામનગરથી
કેટલાય ડ્રેસીસ ખરીદેલા.

આ વખતે અમદાવાદની સ્કૂલો વચ્ચે ડ્રામા કોમ્પીટિશન
થવાનું હતું. નીરજાની સ્કૂલના પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે કોમ્પીટિશન માટે
“રોમિયો-જુલિયેટ” ડ્રામા પસંદ કરેલ.આ નાટકમાં ભાગ લેવા ઇચ્છનારના નામ નોંધાયા હતા
અને બધાને રવિવારે એડિટોરિયમમાં સવારે ૧૦.૦૦ વાગે હાજર રહેવા જણાવાયું
હતું.શૈલજાના આગ્રહથી નીરજાએ પણ નામ નોંધાવ્યું હતું.

પહેલા રોમિયોના પાત્ર માટેની પસંદગી કરવાનું
શરૂ થયું પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર દરેક કલાકારને એક લીટીનો ડાયલોગ આપતા તે કેવી
રીતે બોલે છે તેના પર તેઓ માર્ક આપતા હતા આખર નીરવની પસંદગી રોમિયો તરીકે કરવામાં
આવી. ત્યાર બાદ જુલિયેટ માટેની પસંદગી શરૂ થઇ તેના માટે પણ પ્રોફેસર ઘનશ્યામ
ભટનાગરે પસંદ થયેલ રોમિયોને ઊભો રાખી જુલિયેટને બોલવાનો એક લીટીનો ડાયલોગ આપતા
હતા.

ટેસ્ટ માટે આવેલ વન-થર્ડ જેટલી છોકરીઓનો ટર્ન
આવી ગયો હતો આપણા નીરજાબેન રવિવાર હોતા સુવાના મુડમાં હતા એટલે આજના દિવસની
અગત્યતા ભુલી ગયા હતા પણ એકાએક ૯.૩૦ કલાકે આંખ ખુલી અને પલંગના સામેની દિવાલ પર
મોટા અક્ષરે લખેલ“રોમિયો-જુલિયેટ” પર નજર પડતાં સફાળી જાગીને ઘડિયાળમાં જોયું અને
બબડી “ઓહ! ગોડ…આઇ એમ લેઇટ….”કરતીક બાથરૂમમાં ઘુસી ગઇ.જલ્દી કપડા કાઢી શાવર નીચે જ
ઊભા રહી તેણીએ બ્રસ કર્યુ અને જલ્દી અંગ કોરૂં કરવા ફૂલસ્પીડમાં ફેન રાખી તેણી
જલ્દીથી ટેલકમ છાંટ્યું અને કપડા પહેરી મેક-અપ કરી બહાર આવી અને પોતાની લાલ સ્કુટી
સ્કુલ તરફ મારી મુકી.

નીરજા જ્યારે સ્કુલ પહોંચી ત્યારે જુલિયેટ
માટે અર્ધીથી વધારે છોકરીઓના ટેસ્ટ લેવાઇ ગયા હતા.તેણી જ્યારે એડિટોરિયમમાં પહોંચી
અને બીજી છોકરીઓ બેઠી હતી ત્યાં બેસવા જતી હતી ત્યારે તેણીની આસપાસની છોકરીઓ
તેણીને અજબ રીતે જોતી હોય તેમ નીરજાને લાગ્યું.નીરજાએ નજર ફેરવી તો કોઇની આંખમાં હવે
રહી રહી ને આવી?
યા લેઇટ લતીફ અથવા મોટી હિરોઇન ન જોઇ હોય તો
એવા ભાવ વરતાયા…ત્યાં તો નીરજાના સહેજ વાંકળિયા ભુરા વાળ અને વાદળ વગરના સ્વચ્છ
આકાશ જેવી નીલ વરણી આંખો જોતા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરની બુમ સંભળાઇ

“હે!! યુ કમ હીયર….” નીરજા સાથે બેઠેલી બધી
એક બીજાના સામે જોવા લાગી કે પ્રોફેસર સાહેબ કોને બોલાવે છે એટલે કોઇ ઊભુ ન થયું
ત્યાં પ્રોફેસર ઘનશ્યામે ફરી કહ્યું “હે!! યુ બેબી વિથ બ્લેક જીન્સ કમ હીયર….કમ ઓન
કમ ઓન…”

“મી….”છાતી પર હાથ રાખી ને નીરજાએ પુછ્યું
ત્યારે નીરજાને લાગ્યું કે તેણીનું હ્ર્દય એક ધબકારો ચુકી ગયું

“યા…યા…યુ…કમ ઓન”

નીરજા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર પાસે ગઇ તો
તેણીને ઊભી રાખીને પ્રોફેસરે તેણીના ફરતે એક રાઉન્ડ માર્યો અને પુછ્યું

“તારું નામ શું ?”

“નીરજા સૌમ્ય આચાર્ય”

“તો મેડમ આચાર્ય તમારે જુલિયેટ્નું પાત્ર
ભજવવાનું છે”

“થેન્ક-યુ સર”

“મી.મયુર પાસેથી નાટકની સ્ક્રીપ્ટની કોપી લઇ
લેજો અને જુલીયેટ્ના ડાયલોગ્સ યાદ કરવાનું શરૂ કરી દો પરમ દિવસથી રોજ સાંજે ૫.૦૦થી૭.૦૦
પ્રેકટીસ શરૂ થશે યાદ રાખજો ડોન્ટ બી લેઇટ લાઇક ટુ-ડે” સાંભળી નીરજા શરમાઇ

“સોરી સર…..”

“ઇટ્‍સ ઓકે”

મી.મયુર પાસેથી સ્ક્રીપ્ટ લઇને તેણી બહાર આવી
અને સ્કૂટી પર બેઠી ત્યારે તેણીને લાગ્યું કે તેણી જુલિયેટ છે અને સાતમા આસમાનમાં
ઉડી રહી છે.અચાનક તેણીને શૈલજાની યાદ આવી ગઇ મમ્મી આજે સાથે હોત તો મને જરૂર
શાબાશી આપત અને મારા મન પસંદ પર્લરમાંથી મને મોટો કપ આઇસક્રીમ ખવડાવત. નીરજા જયારે
ઘરમાં દાખલ થઇ ત્યારે શૈલજા સુપ પી રહી હતી નીરજા તેણી પાસે ગઇ અને ગાલ સાથે ગાલ
અડાડી વ્હાલથી કહ્યું-

“ગુડ મોર્નિન્ગ મોમ..”

“અલી! સવારના પહોરમાં તારી પાછળ કોઇ માતેલું
સાંઢ પડ્યું હોય તેમ ક્યાં ભાગી હતી?”

“કેમ? ડ્રામામાં ભાગ લેવા માટે નામ
નોંધાવવાનું તેં જ તો કહેલું તેનું સિલેક્શન હતું અને મારી પસંદગી જુલિયેટ તરિકે
થઇ છે.”

“મને ખાત્રી હતી એટલે તો તને કહ્યું હતું”

“થેન્ક્યુ મોમ” કહી ફરી ગાલ સાથે ગાલ અડાડ્યા
અને પોતાના રૂમમાં જતી રહી. ડ્રેસિન્ગ ટેબલના આદમ કદ આયનામાં તેણીએ ફરી ફરીને
પોતાને જોયું.આમ તો આપણે એક જ બાજુ આપણને જોઇ શકાય તો…..અચાનક તેણીના મગજમાં
ઝબકારો થયો અને તેણી દોડતીક ઘરની બહાર નીકળી પાછળ શૈલજાની “નીરજા….નીરજા…ક્યાં જાય
છે બુમ સંભળાઇ. તેણી ઘરની નજીક આવેલ અલંકાર રેડીમેઇડ ગારમેન્સમાં દાખલ થઈ.

થોડીવાર અહીં ત્યાં ફરી બે ચાર ડ્રેસીસના ભાવ
પુછ્યા જે કલર ન હતા તેની માંગણી કરી પછી એક ડ્રેસ લઇને ટ્રાયલ રૂમમાં ગઇ પેલા
ડ્રેસને જમીન પર જ રાખી તેણી ટ્રાયલ રૂમમાં બધી દિવાલો પર જડેલા આયનાઓમાં ફરી ફરી
ને પોતાની જાતને જોતી રહી પછી પોતાને જ પુછ્યું “અલી! નિરજુડી તારામાં એવું તે શું
છે કે ફટ દેતાંને જુલિયેટ માટે પસંદ કરી લેવાઇ”

“મેડમ નીરજા ધ ગ્રેટ…”જાણે કોઇ આયનાનો એક
પડછાયો બોલ્યો

નીરજાએ બહાર આવી સાથે લઇ ગયેલ ડ્રેસ કાઉન્ટર
પર આપ્યોને કહ્યું “મને આ લાઇટબ્લુ સાથે યલ્લોના બદલે પિંકનું કોમ્બીનેશન જોઇએ છે
જો મળી જશે તો ઠીક છે

નહીંતર હું આ લઇ જઇશ કાલ સુધી સાઇડમાં રાખશો પ્લિઝ”

“ઓહ! સ્યોર..”

“થેન્ક્યુ…..”કહી શોપમાંથી બહાર આવીને મરકીને
કહ્યું ભલે ને રાહ જોય કરે પછી તેણીને એકાએક ખ્યાલ આવ્યો કે ઘેર જઇશ તો મમ્મી પરૅડ
લેશે તે માટે સાથે મમ્મીની મન પસંદ આઇસ્ક્રીમ લઇ ગઇ.“અલી! નીરજુડી શેની દોડાદોડ
કરેછે…?”તેણી દાખલ થઇ તો શૈલજાએ પુછ્યું

“તારી પસંદગીનો આઇસક્રીમ લેવા ગઇ હતી લેટ્‍સ
સેલિબ્રેટ”આઇસ્ક્રીમ નો બોક્સ બતાવતા કહ્યું “ભઇ શેનું સેલીબ્રેશન ચાલે છે મને પણ
કંઇ ખબર પડે??’ સૌમ્યે પુછ્યું

“નીરજા ડ્રામા કોમ્પીટીશનમાં જુલિયેટનું
પાત્ર ભજવવા સિલેકટ થઇ છે” ધીરજબહેને આઇસક્રીમ માટે કપ અને આઇસક્રીમનું બોક્સ
લાવતા કહ્યું “ઓહો!! તો તો સેલિબ્રેશન થવું જ જોઇએ તો હું પિઝાનો ઓર્ડર આપુ છું”

પીઝા આવે ત્યાં સુધીનાં સમયમાં તેણે તેના
કોમ્પ્યુટર માં સર્ફીંગ શરુ કર્યુ અને તેની ગમતી સાઇટ ઉપર આવેલ નવી પોસ્ટ ઉપર
ધ્યાન ગયુ..

આજ તો મને સોળમું બેઠું –
યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…

આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે ઊછળે રે લોલ;

મોજાં એનાં આઠમા આભે પૂગે રે લોલ !

ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !

આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં ફૂટતું રે લોલ;

કોણ મારામાં ફૂલ જેવું કૈં ચૂંટતું રે લોલ !

મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !

આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા મારતા જાગે;

ધબકારાયે મેઘની માફક આજ તો વાગે !

ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?

આજ તો મને સોળમું બેઠું…

યોગેશ જોષીનું આ કાવ્ય તેને ના સમજાયુ…
ચૌદમું તો જાણે તેને પણ બેસી ગયુ હતુ…પણ બે વર્ષ પછી આ શું થશે તેને તે કલ્પના રથે
ચઢતી હતી ત્યાં સૌમ્ય પીઝા લઈને આવી ગયો..પેટમાં તેને દુઃખવાનું ચાલુ થયું..પીઝા
ખાઇ તે રૂમ માં જઇને સુઇ ગઈ ત્યારે શૈલજાએ બુમ મારીને કહ્યુ…”નીરજુ બેટા તારી આજની
પાર્ટી તો જલદી પતી ગઇને?”

” હા..મમ્મી મને ઓચીંતુ પેટમાં દુઃખવા લાગ્યુ તેથી…”

” ભલે થોડી વાર સુઇ જા…દુઃખાવો દવા લઇ લે એટલે બેસી જશે…”

” કઇ દવા લઉ?”

“એનાલ્જીન લઇ લે..”

ત્યાં ધીરજ બહેને શૈલજાનાં કાનમાં કહ્યું -” અલી તેને ગરમ પાણીની કોથળી આપ…કદાચે
એને..”

એટલે શૈલજા બોલી “બેટા! ગોળી ન લેતી ચિત્રા બહેન તને ગરમ પાણી ની કોથળી આપે તેનો
સંભાળી ને શેક કર તને સારુ લાગશે…”

” ભલે મમ્મી!”

અરધો કલાક રહીને જ્યારે નીરજા બાથરૂમમાંથી આવી ત્યારે એકદમ મુંઝાયેલી બહાર આવી.
“મમ્મી મને આ શું થાય છે…”

” કેમ? શું થયુ?”

“મા મને પેશાબની સાથે ઘણું બધુ લોહી પડ્યું?”

શૈલજા સ્થિર આંખોથી નીરજાને જોઇ રહી..તેને પહેલાતો ચિંતા થઇ પછી હસતા હસતા બોલી
“બેટા તું તો મોટી થઇ..”

” મમ્મી જરા સમજાય તેવું બોલને?”

” ચિંતાના કર બેટા. આ તો તુ મોટી થતી જાય છે તેનો પુરાવો છે.. તુ પૂખ્ત થઇ રહી
છે.. હવે થોડોક સમય એટલેકે બે કે ત્રણ દિવસ આવું થશે અને પછી બધુ ઠીક થઇ જશે..”

“મમ્મી બે ત્રણ દિવસ?”

“હા બેટા”

“પણ મારા નાટકની પ્રેક્ટીસનું શું થશે?”

” ચિત્રા બહેન… આ નીરજુડી ટાઇમ મા બેઠી તેને સમજાવો અને ..”

” મમ્મી!. ઢંઢેરો ના પીટને…મને મારા” ગુગલ”માં સર્ચ કરીશ એટલે બધુ સમજાઇ જશે..”

મા દીકરીની વાતો ચાલતી હતી ને ધીરજ બાએ આવીને હેતાળવા સ્મિત સાથે કહ્યું “નીરજા
હવે તું મોટી થઇ..એટલે તું અને તારી મમ્મી બે બેનપણીઓ થઇ..તારામાં અને તારી મમ્મી
વચ્ચે કોઇ જ ફેર ના રહ્યો…તને સમજાય કે ના સમજાય…પણ હવે બહુ સમજી વિચારીને
ચાલવાનું..ખાસ તો થોડોક સમય છોકરાઓ થી આઘા રહેવાનું… સમજી?”

” બા મને સાદા સીધા શબ્દોમાં સમજાવોને કે મને શું થાય છે?”

” તારુ શરીર હવે યૌવન માર્ગે આગળ વધે છે.. આ સમય તને ઘણું બધું જુદું જુદું લાગશે
પણ ચિંતા ન કરીશ. અમે બધા આ સમયમાં થી પસાર થયા છે…હવે વિશ્વાસ નો અને શરીરનાં
અંગોમાં ઉભાર આવશે…વિશ્વાસને જાળવજે અને અંગોનાં ઉભારને છુપાવજે..” બાની બે લીટીની
વાત સાંભળતા શૈલજા અને ચિત્રા દંગ રહી ગયા.”

નીરજાને કશું ના સમજાયુ..પણ પેટનો દુઃખાવો
થોડો ઓછો થયો હતો તેથી રુમમાં જઇ લેપટોપ ખોલ્યું ચિત્રા બહેને પાછળ આવી તેને શબ્દ
લખી આપ્યો “મેન્સિસ” અને નીરજા બહેનને સમજાઇ ગયું કે બચપણ હવે તેને અલવિદા કહી
રહ્યું હતુ અને યુવાની પાંખો ફફડાવી રહી હતી…પેલું કાવ્ય એણે ફરી થી વાંચ્યુ… આજ
તો મને સોળમું બેઠું…આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

અને એક અને એક બે જેવો તાળો એને મળી ગયો…

૦-૦

નીરજાએ ડ્રામાની સ્ક્રીપ્ટ વાંચતા પહેલા ગુગલ
પર સર્ચ કરી રોમિયો અને જુલિયેટ્ની વાર્તા વાંચી

લીધી અને તેના પર બનેલ અંગ્રેજી મુવી પણ જોઇ લીધી.

બે દિવસ પછી રિહર્સલ શરૂ થઇ શરૂઆતમાં તો
પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર કલાકારોને

સામ સામે ઊભા રાખીને ડાયલોગ્સ વાંચીને બોલાવતા હતાં.તેઓ દરેક વખતે કહેતા એક બીજાના

ડાયલોગ્સના છેલ્લા શબ્દ યાદ રાખો જેથી તમારે ક્યારે ને શું બોલવાનું છે એ સરળ થશે.
નીરજા પોતાની રૂમના દરવાજા બંધ કરી ડાયલોગ્સ ગોખ્યા કરતી હતી પણ બોલતી વખતે શબ્દો
આગળ પાછળ થતા અથવા ખવાઇ જતાં

એક અઠવાડિયા પછી સ્ક્રીપ્ટમાં જોયા વગર ડાયલોગ્સ બોલવાનું કહ્યું તેમાં નીરજા ભુલી
જતી તો નર્વસ થઇ જતી પણ પ્રોફેસર તેણીને સારૂં પ્રોત્સાહન પુરૂં પાડતા હતા.એક દિવસ
નીરજા સ્ક્રીપ્ટ્ની ફોટો કોપી કરાવી આવી અને પોતાની સામે ના કલાકારોના ડાયલોગ્સ
હાઇલાઇટ કરી નાખ્યા પછી શૈલજા પાસે આવીને કહ્યું

“મમ્મી મારે તારા જેવું કામ છે જે તું
વ્હીલચેરમાં બેસીને પણ કરી શકે” કહી તેણીની વ્હીલચેર પોતાની રૂમમાં લઇ ગઇ.શૈલજાને
સમજાયું નહીં કે નીરજા શું કરવા માગે છે પણ દીકરીના સ્વભાવથી પરિચિત તેણી કશું
બોલી નહી.

“જો મમ્મી એકલા એકલા પ્રેકટીસ કરવાની મજા નથી
આવતી આમાં હાઇ લાઇટ કરેલા ડાયલોગ્સ તારે બોલવાના છે જુલિયેટના હું બોલીશ
ઓ.કે.”નીરજાએ સ્ક્રીપ્ટ આપતાં શૈલજાને કહ્યું

“વાહ!…આતો સારો ટાઇમ પાસ છે તારૂં કામ થસે
અને મને પણ ચેઇન્જ મળશે…કમ ઓન મેડમ જુલિયેટ લેટ્‍સ સ્ટાર્ટ.….”

એક અઠવાડિયા પછી ડાયલોગ્સ ઉપર સારી પકડ જોઇને પ્રોફેસરે એકશન સાથે રિહર્સલ શરૂ
કરાવી.રોમિયો બનેલ નીરવ જયારે તેણીના હાથ પકડી આંખોમાં આંખો પરોવીને ડાયલોગ્સ
બોલતો હતો ત્યારે નીરજાની આંખોમાં જ જોયા કર્યું અને પોતાના ડાયલોગ્સ ભુલી ગયો.આજ
દ્રષ્ય પ્રોફેસરે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે નીરવ નર્વસ થઇ ગયો. નીરજા ઘેર
આવી ત્યારે ફ્રેશ થઇને શૈલજાને પોતાના રૂમમાં લઇ ગઇ આ રોજનું હતું એટલે શૈલજાએ કોઇ
પ્રશ્ન ન કર્યો.

“મમ્મી આજે ખબર છે શું થયું?”નીરજાએ કહ્યું

“શું થયું..?”

“રોમિયો બનેલ નીરવ મારો હાથ પકડીને મારી આંખોમાં જોતા ડાયલોગ્સ ભુલી ગયો. પ્રોફેસર
સાહેબે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે ત્રીજી વખતે ઓકે થયું”

“તારી આંખોની કીકી બ્લુ કલરની છે એ જોવામાં જ ભુલી ગયો હશે તારા જેવી બ્લુ કલરની
કીકી રેર હોય અને તે પણ નજીકથી જોતાં આમ થયું હશે ચાલ રિહર્સલ શરૂ કરીએ”

બે દિવસ પછી ડાન્સનો દ્ર્ષ્ય હતો તેમાં નીરવે નીરજાની કમરમાં હાથ ભેરવીને નાચવાનું
હતું નીરવે જ્યારે નીરજાની કમર ફરતો હાથ નાખી પોતાના તરફ ખેંચી ત્યારે નીરજાને એક
અજબ રોમાંચ થઇ ગયો ડાન્સ દરમ્યાન એક મીઠી મુજવણ પણ થતી હતી અને તે ગમતું પણ હતું
પ્રોફેસર ભટ્ટ્નાગરે તેણીને પુછ્યું

“શું થયું નીરજા..?”

“મને ચક્કર આવે છે” પોતાનો બચાવ કરતા નીરજાએ કહ્યું

“વાંધો નહી આજે અહીં જ પુરૂં કરીએ….પેક-અપ…”

ઘેર આવીને નીરજા પોતાના રૂમમાં ભરાઇ ગઇ ન કોઇ સાથે વાત ન ચીત. શૈલજા ત્યારે ઉંઘતી
હતી એટલે તેણીને કોઇ અણસાર ન આવ્યો.ધીરજબહેનથી આ વાત છાની ન રહી તેથી પોપકોર્નનું
એક બાઉલ લઇને નીરજાની રૂમમાં ગયા. સારૂં હતું કે, બારણાં ખુલ્લા જ હતા.નીરજા
ખોળામાં ઓશિકું મુકી પલંગ પર શુન્યમનસ્ક બેઠી હતી. ધીરજબહેન રૂમમાં આવીને નીરજાના
માથા પર હાથ ફેરવતાં પોપકોર્નનું બાઉલ આપતા પુછ્યું

“બેટા! નીર્જુ ક્યાં ખોવાઇ ગઇ..?”

“કયાં પણ નહીં આ નાટકની રિહર્સલમાં થાકી જવાય છે”

પોપકોર્નનું બાઉલ લઇ હસ્તા તેણીએ કહ્યું પણ તેમાં રહેલું બોદા પણું ધીરજબહેન પારખી
ગયા પણ વધુ વાત ન કરી.થોડીવારે શૈલજા જાગી ગઇ અને પહેલો સવાલ કર્યો “નીરજા આવી
ગઇ…?”

“હા.. તમને પેશાબ પાણી કરાવું..?”ચિત્રાએ પુછ્યું

“……..”શૈલજાએ માથું હલાવી હા પડી.એમાંથી પરવાર્યા બાદ ચિત્રાએ તેણીને વ્હીલચેરમાં
બેસાડી.તો તેણી સીધી નીરજાના રૂમ તરફ જતી હતી ત્યારે ધીરજબહેને તેણીના કાનમાં
નીરજાની વાત કરી. શૈલજા નીરજા પાસે ગઇ ત્યારે તેણી એમ જ ઓશિકું ખોળામાં રાખીને
બેઠી હતી. પોપકોર્નનું બાઉલ જેમનું તેમ જ હતું તેમાંથી ખવાયા હોય તેવું લાગતું ન
હતું.

“શું થયું નીરજુ…??”

“ઓહ! મમ્મી તું જાગી ગઇ ચાલ આજે લોનમાં તને ફેરવી આવું લે આ પોપકોર્ન પકડ આપણે
લોનમાં ખાઇશું”નીરજાએ વ્હીલચેર ધકેલતા કહ્યું.

“તારા ડ્રામાનું રિહર્સલ…”

“નથી કરવુ…”

“કેમ…?”

“હવે હું જાઉ છું ત્યાં પણ રિહર્સલ જ થતી હોય છે ને બોર થઇ જવાય છે”

“તારી મરજી…”શૈલજાએ વધુ ફોર્સ ન કર્યો

બીજા દિવસે એ જ ડાન્સનો દ્ર્ષ્ય હતું આજે પણ
કાલ જેવો જ અનુભવ થયો. બીજા સ્ટેપમાં તેણીની છાતી નીરવ છાતી સાથે ઘસાઇ અને નીરવના
હાથ પર તેણીને કમર રાખીને નીચે જમીન તરફ જુકવાનું હતું અને જ્યારે તે પાછી ઊભી થઇ
ત્યારે તેણીને નીરવની આંખમાં અજબ તોફાન દેખાયું. અન્ય સ્ટેપ્સ બતાવવા ડાન્સ
ડાયરેક્ટર આવ્યા ન્હોતા તેથી પેક-અપ થઇ ગયું

આજે પણ નીરજા કોઇ સાથે વાત કર્યા વગર પોતાની
રૂમમાં ભરાઇ ત્યારે શૈલજા તેણીની પાછળ જ વ્હીલચેરમાં ગઇ અને પુછ્યું

“નીરજુ બેટા! શી મુઝવણમાં છો…? કાલે પણ મુંજાયેલી લાગતી હતી વાત શી છે?”

“………..”

નીરજા પોતાની મા સામે કહું કે ના કહું એવી અવઢવ સાથે જોયું. શૈલજા પોતાની વ્હીલચેર
ફેરવાવી અને ચીત્રા બેન ને ઇશારાથી કહ્યું તમે જાવ! અને જતા જતા રૂમનાં બારણા બંધ
કરજો.રૂમના બારણા બંધ થયા પછી આવી ને કહ્યું

“હાં…..હવે બોલ દીકરા શું થયું છે?? અહીં તારા મારા સિવાય કોઇ નથી બોલી નાખ તો મન
હળવું થાય”

નીરજા પોતાના પલંગ પરથી નીચે આવીને શૈલજાના ખોળામાં માથું રાખીને રડી પડી અને પછી
તેણીએ પોતાને ગઇકાલે અને આજે થયેલ અનુભવની વાત કરી. અને બોલી મમ્મી પહેલી વખત તો
નીરવનો સ્પર્શ મને ગમ્યો પણ ઘરે આવ્યા પછી મને મારી જાત ઉપર બહુ ધીક્કર છુટ્યો..”

“દીકરી તારૂં કુંવારૂં શરીર આવા અનુભવોથી પરિચિત નથી એટલે એવું થાય આને વિજાતીય
આકર્ષણ કહેવાય. આવા અનુભવ એ એક લપસણી ભુમિકાનું પહેલું સોપાન છે”

“એટલે?”

“આ ક્ષણિક આનંદને વારંવાર માણવાના અભરખામાં કોઇ યુવતી અટવાઇ જાય તો તેના માઠા
પરિણામ આવે”

“માઠા પરિણામ…”

“આવા ક્ષણિક આનંદ માટે યુવક અને યુવતિ એકાંત શોધતા થઇ જાય પછી એકાંતમાં શું શું
થાય એતો આપણી બોલિવુડની ફિલ્મો સમજાવે જ છે”

“હં……”

“એટલે ડાન્સ વખતે અનાયસ રોમાંચ થાય એ જુદી વાત છે પણ……

“રોમન્ચ મેળવવા ડાન્સ ન કરાય….”નીરજાએ વાક્ય પુરૂં કરતા કહ્યું

“યા ધેટ્‍સ ઇટ…”

આખરે કોમ્પીટિશનનો દિવસ આવી પહોચ્યો.જ્યારે
ડ્રામા સ્ટેજ થયો ત્યારે નીરવે ડ્રામાની આડસમાં નીરજાના અંગ ઉપાંગ સાથે આછી છેડતી
કરી જેથી ધુધંવાયેલી નીરજા પોતાના ડાયલોગ્સ ખરે વખતે ભુલી ગઇ.ઓડીયન્સમાં હો…હો..થઇ
ગઇ અને નંબર વન ડ્રામા ત્રીજા નંબરે આવ્યો.પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે નીરજાને ઠપકો
આપ્યો તેથી વિફરેલી નીરજાએ ડ્રામાના કલાકારોના ગ્રુપની વચ્ચે પોતાનું સેન્ડલ
ઉતારીને નીરવને ફટકાર્યું

“યુ…રાસ્કલ મને તું શું બેવકુફ સમજે છે….?”

“શું થયું…..?”પ્રોફેસરે પુછ્યું

“આ લંપટને પુછો ડ્રામાની આડસમાં તેણે કેવા
અડપલા કર્યા…? અને પગ પછાડતી નીરજા જુલીયેટના ડ્રેસમાં જ પોતાની સ્કુટી પર ઘર તરફ
રવાના થઇ ગઇ. ડ્રામા જોવા આવેલ ઘરના સભ્યોને નેપથ્યમાં શું થયું તેની ખબર ન્હોતી.

પણ શૈલજા પોતાના પંગુપણાને લીધે ઝઝુમતી નીરજાનાં એકાકી પણાથી વ્યથિત તો હતી જ…

શૈલજા આચાર્ય (૧૨) -પ્રભુલાલ ટાટરીયા

સૌમ્યની ફઇના પૌત્ર હર્ષલની જાન હિંમતનગર
પાસે આવેલ કણઝટ ગામે જવાની હતી,લગ્નમાં સામેલ થવા સૌ અમદાવાદથી આવ્યા હતા એટલે
જાનમાં તો જવાનું જ હતું.લગ્ન સમા સુતરા ઉકલી ગયા તેમના રિવાજ મુજબ તેમની
કુળદેવીના સ્થાનકથી કન્યા વિદાય થવાની હતી ત્યારે સૌમ્ય અને શૈલજા નાની બે વરસની
નીરજા સાથે મંદિરમાં દર્શન માટે ગયેલા.ત્યાં ધૂપ આરતી થઇ અને એકાએક તે મંદિરની
પુજારણ ઓચિંતી ધુણવા માંડી ત્યારે ચાર તરફથી ઘણી ખમ્મા,ખમ્મા મારી મા એવા હાકોટા
થવા મંડ્યા ત્યાં સુધીમાં તો બે ડાકલિયા ક્યાંકથી ડાક સાથે ફૂટી નીકળ્યા અને ડાક
વગાડતા બીરદાવળી ગાવા લાગ્યા.

સૌમ્યને શૈલજાએ આ શું છે એમ પ્રશ્નાર્થ દ્રષ્ટીથી જોયું તો બાજુમાં ઉભેલી એક
વ્યક્તિ એ ખુલાસો કર્યો કે,પુજારણ ભુઇ છે અને તેના અંગમાં મેલડી માતાજી આવે છે.
લોકો પોતાની સમસ્યા પુછે છે અને તેનો સાચો રસ્તો આ ભુઇ દેખાડે છે વગેરે વગેરે.

શૈલજા થોડક કૌતુક સાથે ત્યાં ગઇ અને તમાશો જોતી હતી ત્યાં ભુઇ ઉછળી અને તેનું
નાળીયેર શૈલજાની કમરે અડીને જતુ રહ્યું. જાણે કંઇ બન્યુ નથી તેમ શૈલજા તો પાછી જતી
હતી ત્યાં ભુઇ બોલી મેલડી માને ચાંદલો કર. શૈલજા કંઇ એ બધામાં માનતી નહોંતી તેથી
તે તો મો ફેરવીને ચાલવા માંડી..અને પાછળથી ફરી અવાજ આવ્યો..તુ મેલડી માનો પરચો
જોવા માંગે છે?

તેને અવગણતી તે આગળ વધી રહી હતી ત્યાં પેલું નાળીયેર જે તેની કમરને અડીને ગયું
હતું તે એકદમ સળગી ઉઠ્યુ…શૈલજા કહે ફોસ્ફરસ ભર્યો હશે તેથી તે નાળીયેર સળગ્યુ. ભુઇ
હવે ભુરાટીને બોલી તેં માનું અપમાન કર્યુ છે આજ્થી ૧૨ દિવસે ૧૨ મહિને કે ૧૨વરસે
તને માનો પરચો મળશે…અને તેની અસર ૧૨ મહીના રહેશે.

પીછો છોડાવવા તે પાછી વળી ભુઈને પગે લાગી કહે..બેન મને મેલડી માનું કે તારું
કોઇનું અપમાન નથી કરવું. હું તો તમાશો જોવા આવી હતી.. અને આવું તો ઘણાં કરે છે.
સૌમ્ય અને શૈલજા વધુ સાંભળવાને બદલે ચાલ્યા ગયા. પ્રસંગ નાનો હતો અને ભુલાઇ પણ
ગયો…

૦-૦

લગ્નની જાન સાથે સૌ પાછા આવ્યા અને બે દિવસની
મહેમાનગતિ માણી પાછા અમદાવાદ આવી ગયા. બે વરસ બાદ અમુલ્યનો જન્મ થયો નીરજાને મન તો
એક જાતનું રમકડું જ હતું.અમુલ્યના આવ્યા બાદ શૈલજા સાહજીક અમુલ્ય માટે વધુ સમય
ફાળવે પણ નીરજાના બાળ માનસમાં અમુલ્ય એટલે તેણીની એકલીની જાગીર શૈલજામાં ભાગ
પડવનાર લાગતો હતો. નીરજા ઘણી વખત જીદ કરતી કે,મમ્મી તું ભાઇને જમીન પર સુવડાવને
મને પારણામાં જુલાવ અથવા ઘણી વખત તેણી કહેતી ભાઇને જમીન પર મુકી મને તારા ખોળામાં
સુવડાવ.

ઘણી વખત તેણી ખાલી પારણું જોઇ તેમાં બેસી પગની ઠેસથી પારણું જુલાવી પારણામાં સુઇ
ને પોતાને જ હાલરણા ગાતી ત્યારે શૈલજાને એ જોતાં અલ્પ રમુજ થતી પણ નીરજાની અણસમજ
અને લાલસા જોઇને મન અત્યંત વ્યથિત થઇ જતું આખર તો મા નું હ્રદય છે એટલે શૈલજા ઘણી
વખત અમુલ્યને પલંગ ઉપર સુવડાવીને નીરજાને પારણામાં સુવડાવી હિંચોડતી અને આ સુખદ
અનુભવ પામ્યા બાદ નીરજા તરત જ પારણામાં ઉંધી જતી.

આ સમયગાળો એટલે શૈલજાનો કસોટી કાળ હતો.નીરજા જીદ કરતી ત્યારે શૈલજા સમજાવતી જો
દીકરી તું ભાઇ જેવડી હતી ત્યારે તું આ જ પારણામાં સુતી હતી હવે તું મોટી થઇ ગઇ હવે
ભાઇ નાનો છે તો તેનો પારણામાં સુવાનો વારો છે. લગભગ તો આવી દલીલોથી નીરજા માની જતી
પણ ક્યારેક જીદ ઉપર આવી જતી ત્યારે શૈલજા તેણીને એમ કહીને કે જો થોડી વાર જ
ઝુલાવીશ હં…કે એવી શરતથી જીદ પુરી કરતી.

અમુલ્ય બેસતા શિખ્યો અને જ્યારે ટીવી પર કોઇ મ્યુજીક જોર શોર થી વાગતું હોય તો
બેઠે બેઠે જોરથી માથું ધુણાવતો એક દિવસ આમ જ માથું ધુણાવતો હતો તો નીરજાએ કહ્યું
જો મમ્મી અમુલ્યમાં મેલડી માતાજી આવ્યા અને બધા હસી પડયા. અમુલ્ય ભીંતો પકડીને
ચાલતા શિખ્યો ત્યાર બા્દ વગર આધારે ચાલતા શિખવાડવા જ્યારે શૈલજા તેને ઊભો કરતી તો
તે એક પગ અધ્ધર કરી લેતો.

એક દિવસ શૈલજાની કોલેજકાળની સખી અને બાળરોગ નિષ્ણાત ડૉ.વિદ્યા તેણીને મુંબઇ
એરપોર્ટ પર મળી ગઇ નીરજાતો સૌમ્ય પાસે હતી પણ નાનો અમુલ્ય તેણીની સાથે હતો તેને
જોઇને ડૉ.વિદ્યાએ કહ્યું અલી! તારો સન તો બિમાર છે.શૈલજા વિચારમાં પડી ગઇ કે
દેખાવે તંદુરસ્ત લાગતો અમુલ્ય ને બિમાર?? ડૉ.વિદ્યાએ પુછ્યું શું વિચાર કરે છે?? એ
જને કે તંદુરસ્ત જણાતો તારો સન બિમાર શી રીતે હોઇ શકે? પણ તેની બોડીમાં કેલ્શિયમની
ઉણપ છે.હું તને સીરપ લખી આપુ છું પીવડાવજે અને પછી જોજે મજા અને ખરેખર એક અઠવાડિયા
બાદ શૈલજાએ જોયું કે ભીંત પકડી ઊભા થયા બાદ સ્વબળે ચાલવાનો પ્રયાસ અમુલ્ય કરવા
લાગ્યો અને જો તેને બગલમાંથી પક્ડ્યો હોય તો કુદાકુદ કરવા લાગ્યો અને ઘણી વખત તે
એક પગ જમીન પર પછાડીને નાચતો ત્યારેજ સૌમ્યે તેનું નામ માઇકલ જેકશન જુનિયર
પાડેલું.

બીજા જન્મદિવસે સૌમ્યે તેને પ્રેજન્ટમાં રમકડાની ગીટાર આપેલી તેનો પટ્ટો ગળામાં
ભેરવીને એ નાચતો તેમાં શૈલજા એક દિવસ ટીવીની ચેનલ્સ ફેરવતી હતી ત્યારે કોઇ મ્યુઝીક
ચેનલ પર અમુલ્યે માઇકલ જેકશનને નાચતો જોયો અને બસ ભાઇને માઇકલ જેકશનનો ચસ્કો લાગી
ગયો. તેમાં અમુક સંજોગો વસાત બાળમોવાળા ઉતરાવેલ નહી તેથી તેના લાંબા અને વાંકડિયા
લટુડિયા તે આયના સામે જોઇને ઉછાળતા નાચતો ત્યારે શૈલજા ખુબ ખુશ થઇને તેડીને બચીઓ
ભરતી તે અમુલ્યને બહુજ ગમતું. સાતમા જન્મદિવસે શૈલજાએ અમુલ્યને સાચી ગીટાર
પ્રે્ઝન્ટ આપેલી અને સૌમ્યે તેના માટે ગીટાર ટ્યુશનની વ્યવસ્થા કરેલી આ બાજુ નીરજા
ક્લાસીકલ નૃત્ય શીખતી હતી સાંજે ટ્યુશન કલાસમાંથી આવ્યા બાદ બન્ને પ્રેકટીસની જરૂર
પડતી

આમ તો બન્નેશ ભાઇ બહેન એક જ રૂમમાં રહેતા હતા ડબલ ડેકર પલંગમાં ઉપર અમુલ્ય અને
નીચે નીરજા સુતી હતી પણ જ્યારથી અમુલ્યને ગીટાર મળી અને ગીટારનું ટ્યુશન શરૂ થયું
ત્યારથી મુશ્કેલી શરૂ થઇ ટીવી પર જ્યારે માઇકલ જેકશનના ગીતો આવતા ત્યારે તે ફુલ
વોલ્યુમમાં વગાડતો અને તેના સામે વાંદરવેડા કરતાં અમુલ્યથી નીરજા કંટાળી ગઇ
કારણકે,તેણીને ક્લાસીકલ નૃત્ય કરવા માટે જોઇતું એકાંત ન્હોતું મળતું

તાલ એવો થયો કે એક મ્યાનમાં બે તલવાર ન જ રહે એક તરફ વેસ્ટર્ન મ્યુજીક અને બીજી
તરફ ભારતીય સંગીત આખરે શૈલજાએ બન્નેેના રૂમ અલગ કરી નાખ્યા તેમાં અમુલ્યના દસમા
જન્મદિવસે સૌમ્યે તેને સી.ડી.પ્લેઅર લઇ આપેલું ત્યારથી અમુલ્ય પોતાના રૂમના દરવાજા
બંધ કરી જુનીયર માઇકલ જેકશન બનવાનો પ્રયાસ કરતો હતો.બજારમાં નવી સીડી આવી નથી કે
અમુલ્ય ખરીદી માટે પહોંચ્યો નથી.

અમુલ્યનું મિત્રવર્તુળ બહુજ મોટું હતું કોઇનો પણ બર્થ-ડે હોય અમુલ્યને આમંત્રણ તો
હોય જ નહીંતર બર્થ-ડે પાર્ટી અધુરી જ ગણાય અમુલ્યના ગાયેલા માઇકલ જેકશનના ગીત ઉપર
સૌમાં મેલડી માતા આવ્યા હોય તેમ ડીસ્કો ડાન્સ થતાં અને આ જોઇને અમુલ્યને અનન્ય
પોરસ ચડતો.

શૈલજાને અકસ્માત થયો તે પહેલા શૈલજા અમુલ્યના રૂમમાં બેસતી અને તેને ગીટાર વગાડી
સંભળાવવા કહેતી.ગીટાર પર સારૂ એવું પ્રભુત્વ ધરાવતો આ સંગીતકાર તેની મમ્મીને ખુશ
કરવા મન્ના્ડે અને મુકેશ રફીના ગીતો પણ સંભળાવતો પણ તેની પ્રથમ ચોઇસ માઇકલ જેકશન
સાંભળવો ફરજીયાત હતો.

ગયા વર્ષે અમદાવાદની બધી શાળાઓ વચ્ચે લીટલસ્ટાર કોમ્પીટીશનમાં અમુલ્ય પહેલું ઇનામ
જીત્યો ત્યારે શૈલજાએ તેના ખાસ ખાસ મિત્રોને બોલાવીને પીત્ઝા અને બર્ગરની લહેર
કરાવેલી અને ત્યાર બાદ સૌની ચોઇસની આઇસક્રીમ ખવડાવીને ખુશ કરેલા અને પોતાના
મિત્રોને ખુશ જોઇને એ કેટલો એક્સાઇટ થઇ ગયેલો એ રાત્રે અમુલ્યે મન ભરીને માઇકલ
જેકશનના ગીતો ગાયા.

શૈલજા અમુલ્યને પ્રોત્સાહન આપવા જેકીના ગીતો સાંભળતી એટલે રામ ભક્ત હનુમાનની જેમ એ
સદા શૈલજાના કહ્યા કામ કરી આપવા તૈયાર રહેતો એટલે જ ઘણી વખત નીરજા પોતાની ધુનકીમાં
હોય અને શૈલજાને ગણકારતી નહીં ત્યારે અમુલ્ય કહેતો મમ્મી તેં મને કેમ ન કહ્યું હું
કરી આપત ત્યારે શૈલજા તેના પર ઓવારી જતી પણ અકસ્માત થયા બાદ શૈલજાનું વારંવાર
બુમાબુમ કરવી નર્સને ન ગણકારવું, નીરજાને તોછડાઇથી વળચકા ભરવા અને સૌમ્યના ગુસ્સા
ભરેલા અવાજે બોલાતા શબ્દોથી ઘરના બદલાયેલા વાતાવરણથી અમુલ્ય કઇક ગભરાયેલો કંઇક
મુઝાયેલો રહેતો હતો કે પોતાની આટલી બધી પ્રેમાળ મમ્મી આમ કેમ કરે છે?

શાંતિભાઇ પૌત્રની સમસ્યા સમજતા હતા એટલે તેમણે અમુલ્યને સંભાળવાની

જવાબદારી સ્વિકારી લીધી હતી.તેઓ અમુલ્યને પ્રોત્સાહિત કરવા તેના રૂમમાં માઇકલ
જેકશનના ગીતો સાંભળવા બેસતા ખરા પણ બીજા કે ત્રીજા ગીતે કંટાળીને રૂમની બહાર નીકળી
જતા.

શૈલજાને રીહેબમાંથી લાવ્યા બાદ નર્સ ચિત્રાની સારવાર અને ડૉકટરની આપેલ સુચનાઓ મુજબ
ઘરમાં થઇ રહેલા ફેરફાર અમુલ્ય જોયા કરતો હતો અને ન સમજાય ત્યાં દાદા કે દાદીને
પુછતો હતો.

ઘરમાંથી ઉંબરા નીકળી ગયા જાજમ નીકળી ગઇ એટલે અમુલ્ય ગેલમાં આવી ગયો અને પોતાના
રોલર સ્કેટિન્ગ શોધી કાઢ્યા અને એ પહેરીને ઘરમાં ફરવાની તેને મજા પડી ગઇ હવે એ
રોલર સ્કેટિન્ગ પહેરીને જ માઇકલ જેકશનના ગીતો ગાતો અને ગોળ ગોળ ફરતો.શૈલજા માટે તો
આ મનોરંજન જ હતું.

આ વર્ષે પણ અમદાવાદની સ્કૂલો વચ્ચે લિટલ સ્ટાર કોમ્પિટીશન થવાનું હતું તેમાં
અમુલ્યના ગ્રુપે તેને સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું ભાગ લેવા ઇચ્છનારના નામ
નોંધાતા હતા ત્યાં અમુલ્યે પણ નામ નોંધાવ્યું અને બધાને રવિવારે એડિટોરિયમમાં
સવારે ૧૦.૦૦ વાગે હાજર રહેવા જણાવાયું હતું.રવિવારે થનારા સિલેકશન માટે સૌમ્ય
અમુલ્યને લઇ ગયો અને તેને એડિટોરિયમ પર મુકીને પોતે ઓફિસના કામે નીકળી ગયેલો.

સિલેક્ટ થયેલા સ્પર્ધકના લિસ્ટમાં અમુલ્યનું પણ નામ હતું તે જાણીને ખુબજ અમુલ્ય
એક્સાઇટ થઇ ગયો હતો.સૌમ્ય તો જ્યારે લેવા આવ્યો ત્યારે અમુલ્ય એકલો જ એડિટોરિયમ
પગથિયે બેઠો હતો.લિસ્ટમાં પોતાનું નામ સાંભળીને જે એકસાઇટમેન્ટ થયેલું તે ક્યારનું
તળકો લાગતાં ઝાકળ ઉડી જાય તેમ ઉડી ગયું હતું. અમુલ્યને આજે શૈલજાની ગેરહાજરી બહુ જ
સાલતી હતી.પોતાનું નામ લિસ્ટમાં છે એ જાણી તેણી તેને કેટલો વહાલ કરત.

સૌમ્ય સાથે ગાડીમાં બેઠા બાદ સૌમ્યે કેવો રહ્યો ટેસ્ટ પુછ્યું ત્યારે અમુલ્યે
વરસાદ વગરના સુકા પાટ જેવો જવાબ આપ્યો હું સિલેક્ટ થઇ ગયો.ઘેર આવીને બધાને સૌમ્યે
કહ્યું કે માઇકલ જેકશન સિલેકટ થયો છે ત્યારે બધા ખુશ થઇ ગયા.પરવશ શૈલજાના આંખ
છલકાઇ.આંખના ઇશારે તેણીએ અમુલ્યને પાસે બોલાવ્યો અમુલ્યે પોતાના ગાલ શૈલજાના ગાલ
સાથે ઘસી પોતાનો ઉમળકો વ્યક્ત કર્યો.

દરરોજ એડિટોરિયમમાં પ્રેકટીસ માટેનો સમય ગાળો પુરો થયો અને એ દિવસ આવી પહોંચ્યો
જેનો સૌને ઇંતજાર હતો.સ્પર્ધા શરૂ થઇ અને એક પછી એક બાળ કલાકાર પોતાની પ્રતિભા
દાખવવા આવતા ગયા.નેપથ્યમાંથી અમુલ્ય સૌમ્ય આચાર્યનું નામ બોલાયું ત્યારે પહેલી
હરોળમાં બેઠેલા શાતિભાઇ ધીરજબેન,ભરતભાઇ અને ઇન્દુબેન સાબદા થઇ ગયા.અમુલ્ય પોતાની
મસ્તીમાં ગાઇ રહ્યો હતો એકાએક તેણે ઓડિયન્સ તરફ જોયું અને તેની નજર પોતાને વ્હાલ
કરતી મમ્મીને શોધી રહી તેમાં તે બે ત્રણ નોટ્સ ભુલી ગયો (પળવાર ભુલી ગયો કે મારી
મા પથારીવસ છે) અને ઓડિયન્સમાં હો..હો.. થઇ ગયું.

શાંતિભાઇ અમુલ્યની મનોસ્થિતી પામી ગયા એટલે તેઓ તરત જ નેપથ્યમાં અમુલ્યને મળ્યા
અને તેને સાંત્વન આપવા પોતાની બાથમાં લીધો અને ઓડિયન્સમાં ખાલી રાખેલ ખુરશીમાં
બેસાડ્યો.કાર્યક્રમ પુરો થયો અને પહેલે નંબર આવનાર માઇકલ જેકશન જુનિયર ત્રીજા
નંબરે આવ્યો.અમુલ્ય ઇનામ લેવા રોકાયા વગર ખુરશી પરથી ઉભો થઇને પાર્કિન્ગ લોટમાં
જતો રહ્યો.

ઘેર જવા જ્યારે બધા ગાડીમાં ગોઠવાયા અને સૌમ્યે ગાડી સ્ટાર્ટ કરી તો પરાણાવ્યા પછી
વળાવેલ કન્યાની ગાડીનું પૈડું સિંચવા શ્રીફળ મુકાય અને ગાડી સ્ટાર્ટ થતાં જેવો
અવાઝ આવે કંઇક એવો જ અવાઝ સૌમ્યની ગાડી સ્ટાર્ટ થતાં આવ્યો એટલે સૌમ્યે ગાડી નીચે
શું આવ્યું એ જોવા ગાડી ઊભી રાખી અને શું થયું શું થયું કરતાં અમુલ્ય સિવાય બધા
બહાર આવ્યા અને કચડાયેલી અમુલ્યની ગીટાર જોઇ સૌ આભા બની ગયા.

૦-૦

“સૌમ્ય!”

“હં”

“તને યાદ છે આપણે પેલે ગામડે કોઇ ભુઇની હડફટે ચઢ્યા હતા?”

“ ના મને તો એવું કંઇ યાદ નથી.” સૌમ્યે માથુ હલાવ્યુ.

“મને યાદ છે તે ભુઈ બોલી હતી કે ૧૨ દિવસ ,૧૨ મહીના કે ૧૨ વરસે મને મેલડી માનો પરચો
મળશે”

“ શૈલજા આ એક્વીસમી સદીમાં તુ વિજ્ઞાન ભણેલી છોકરી આ ક્યાં અંધ શ્રધ્ધાની વાત કરે
છે? મને કહ્યુ તે ભલે પણ નીરજાને ના કહીશ એતો હસશે અને ભલુ હશે તો ગુગલ પર ભુઇને
શોધવા મથશે.”

“ના સૌમ્ય શાંતિથી વિચારીશ તો_ જો. તે સાચી પડી બરાબર ૧૨ વર્ષે આ ઉપાધી આવી અને તે
પણ કમરની જ..”

“ભલા ભાઇ એતો કાગનું બેસવુ અને ડાળનું પડવું.. બાકી એ વાતમાં કંઇ માલ નહીં” પણ એમ
કંઈ વાતનો છાલ છોડે તે શૈલજા નહી એટલે તેણે હર્ષલને ફોન કર્યો.. સંજોગોવશાત
હર્ષલની વહુ જ મળી એણે શૈલજાની તબિયતની ખબર પુછી અને પુછ્યુ “કંઈ કામ છે તો
હર્ષલને ફોન કરાવુ…”

“ના કામ તો મને તારુંજ છે.. કણઝટમાં જે ભુઇ પુજારણ હતી તે છે હવે?”

“કેમ?”

“બસ એમજ..”

“હા છેને! અહીં સીવીલ હોસ્પીટલમાં તેમન પતિ નંદુ પુજારીને દાખલ કરેલા છે તેથી તો
અહીં જ છે.”

“મારું એક કામ કરીશ?”

“ હા કાકી કહોને?” તેણે વિવેક કર્યો..

“એમને ઘરે લૈ આવીશ બેન?”

“ભલે”

૦-૦

સૌમ્ય તો હસી હસીને બેવડ થઇ ગયો જ્યારે શૈલજાએ કહ્યું કે ભુઈ પુજારણ ને બોલાવી છે
ત્યારે…

ભરતભાઇ આ તમાશો જોતા હતા અને હર્ષલનો ફોન આવ્યો..”ભુઇ પુજારણ ત્યાં આવવાને રાજી
નથી પણ તેણે કહ્યું છે કે માતાનો શ્રાપ ૧૨ મહિને ઉતરી જશે,,, જ્યારે તબિયત સારી થઇ
જાય ત્યારે મેલડી માનાં દર્શને કણઝટ આવજો.”

હવે ચમકવાનો વારો સૌમ્યનો હતો..

શૈલજાની
આંખમાં આવેલો ચમ્કારો ભરતભાઇ એ જોયો..શૈલજા કેલેંડર જોતી હતી… અને ગણગણી મેલડી મા
મને માફ કરો..અને તમારી કૃપા વરસાવો..ભરતભાઇ જોઇ રહ્યા હતા હવે ૩ મહિના જ બાકી
રહ્યા…હકારાત્મક વાતાવરણ કોળી ઉઠ્યુ જાણે ૬ મહીના ગર્ભ ધારેલ પ્રસુતાને નવ મહિના
પછી માતૃત્વ મળવાનુ ના હોય….

શૈલજા આચાર્ય (૧૪)
–વિજય શાહ

જર્મનીથી
પાછા ફર્યા પછી સાજા થવાની સૌથી વધારે ઉતાવળ શૈલજાને હતી અને ડોક્ટર શેવડેને આ
બાબતની ચિંતા અંદરથી ખાયે જતી હતી ..શરીરમાં દાખલ કરેલા સ્ટેમ સેલ તે એક પ્રકારનું
મેળવણ હતું તેનો અને શૈલજાનાં શરીરનો યોગ્ય સ્વિકાર માટે ચોક્કસ સમય લાગવાનો હતો
જેમ દુધમાં મોળવણ નાખ્યા પછી ૨૪ કલાક નિયત તાપમાને તેને છંછેડ્યા વિના મુકી રાખવુ
પડે તેમ…

શૈલજાને આજ
વાત ભરતભાઇ સમજાવી રહ્યા હતા પણ શૈલજા ભરતભાઇ મને ખંજવાળ આવે છે કહીને જાતે શરીરને
એક યા બીજા પ્રકારે કસતી રહેતી. ડો શેવડે નીયત વીઝીટે આવ્યા ત્યારે તો શૈલજા જાણે
ઉત્સાહ્થી છટ પટી રહી હતી..” ડોક્ટર મને સારુ તો ઘણું લાગે છે પણ મારી
કલ્પનામુજબ હું ફરી ચાલતી ક્યારે થઈશ?”

ડો શેવડે
બોલ્યા ” જુઓ શૈલજા બહેન..બાળક નવ મહીને જન્મે તે કૂશળ હોય તેમ જ આ સ્ટેમ સેલ
તમારા શરીરની મજ્જાઓનું બંધારણ કરે છે. તેને તેનો સમય આપો નહીંતો ક્યાંક કશુ કાચુ
રહી જશે તો પાછી ઉપાધી થશે.”

શૈલજા જરાક
ચમકી.. અને બોલી” પણ જર્મની ના ડોક્ટરો તો તેમ બોલ્યા હતાને કે મને સારુ થઈ
ગયુ છે.”

“હા
તારૂં ઓપરેશન સફળ થયુછે અને અમને જે પોષ્ટ ઓપેરેટીવ માહિતી આપીછે તે મુજબ શરીરમાં
આવતી ખંજવાળ અને ઝણઝણાટી સમયથી વહેલી છે જે ચિંતાનો વિષય છે જેને આભાસિ ચિન્હો
pseudo signals કહેવાય. પેશન્ટ તરીકે તું આશા અને નિરાશા વચ્ચે ઝુલે તે યોગ્ય
નથી.”

” પણ
ડોક્ટર સાહેબ મારે દોડવું છે…મારા અમુલ્યને ગળે લગાડવો છે… નીરજુડીને વહાલ
કરવુ છે…”

” હા એ
બધુ થશે પણ અકુદરતી કોઇ જ પ્રયત્ન ન કરશો… જેમ ગર્ભાવસ્થામાં જાત સંભાળો તેમ
અત્રે પણ ચિત્રા બેન કહે તેમ જ કરજો…”

“પણ…પેલા
એપ્લેજીયા ગ્રુપ વાળા તો કહે છે મનથી સાબૂત રહી મથ્યા કરો..”

“હા..
તેઓ મનથી મજબુત રહેવાનું કહે છે પણ તેઓમાંથી કોઇને સ્ટેમ સેલ પ્લાંટ નથી કર્યા
મતલબકે તમે તે સૌ કરતા અગળ છો અને તેથી જ નિરિક્ષણ હેઠળ છો.”

” હા
પણ ડોક્ટર કહે તેમ અને તેમના નિરિક્ષણ હેઠળ”

“શૈલજા
કહે તેમ તેને ગગને ઉડવા ન દેશો ચિત્રા બહેન! મને આ બધા ચિન્હો એમ સુચવે છે કે
સ્ટેમ સેલ હજી શરીરનો ભાગ બન્યા નથી…રાત્રે તે પુરી ઉંઘ લે છે?”

ચિત્રા બોલી
” હા ડોક્ટર સાહેબ..પણ ક્યારેક અધરાત્રે ઉઠી જાય તેવુ બને છે.”

“તેમની
સાંજની ગોળી બમણી કરો અને સવારે પણ એક ગોળી આપો.”

શૈલજા ડો
શેવડેનો કરડાકી ભર્યો અવાજ સાંભળીને ડરી ગઈ

ચિત્રા કહે
“સાહેબ બહેન દિવસે તો પ્રફુલ્લ અને સારા મૂડમાં હોયછે” બહાર જતા ડોક્ટર
સાથે વાત કરતા કરતા બોલ્યા..

ડો શેવડે નો
પ્રતિભાવ સાંભળવા શૈલજા એ બહુ પ્રયત્ન કર્યો પણ..તે સાંભળી ન શકી.

બહાર
નીકળીને ડો શેવડે બોલ્યા ચિત્રા બહેન તમારે ડોઝમાં કંઇ વધારો ઘટાડો નથી કરવાનો..પણ
તેને નવી આશાઓ અને અપેક્ષાઓથી થતા ઉત્તેજનોથી રોકવાની છે. શરીર તેનું કામ કરે છે
પણ આ અતિ ઉત્સાહ તેને નવા ધબડકા ના કરે તે જરુરી છે. ભરતભાઇ ડો શેવડેને સાંભળી
રહ્યા હતા તે વાતને સમજી રહ્યા હતા. પણ સૌમ્યને આ કડકાઇ ન ગમી.

અંદર જતા
શૈલજાએ સૌમ્યને પુછ્યુ ડોક્ટર શું કહેતા હતા ત્યારે ભરતભાઇએ વાતને ટાળી પણ સૌમ્ય
બોલ્યો..ડોક્ટરછે અને તે કહે તે માનવુ જોઇએ પણ મને તેમની તારી સાથેની કડકાઇ ન ગમી.

શૈલજા કહે “હા,
હવે મેલડી માના શ્રાપ હટવાની તૈયારી થઇ રહી છે,,, હું તો દિવસો ગણું છું.”

ભરતભાઇ
બોલ્યા “શૈલુ એક વાત સમજ. શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે બહુ બારિક ભેદ છે અને તે
તને સમજાવું. આપણુ મગજ જે વાતોથી શાંતી અનુભવે તે વાતોને આપણે મનથી અનુમતિ આપીયે
છે..અને તે આપણ ને યાદ રહી જાય છે. કેટલીક વખત તે વાત ઉપર આપણે મોટો મદાર બાંધીયે
છે અને મનથી તેમજ થશે તેવી પ્રબળતમ ઇચ્છાઓ થવા માંડે.ત્યારે તેમા વહેવારીકતા લુપ્ત
થાય અને તે પછી અંધશ્રધ્ધા બને છે.”

શૈલજા કહે “
પણ ભાઇ! મારી વાતમાં આ શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા ક્યાં આવી?”

ભરતભાઇ
બોલ્યા “તેં મેલડી માતાનો તને શ્રાપ લાગ્યો તે વાત માની લીધી અને હવે તે એક વરસમાં
જતો રહેશે વાળી વાતને સ્વિકારી અને હકારાત્મક અભિગમ પકડ્યો તે સારુ થયું પણ તને
સ્ટેમ સેલ માવજત મળી છે તે વાતને પણ ધ્યાનમાં રાખ. બંને વાતો તુ જે તારો મુક્તિ
દિવસ ગણે છે તે દિવસે શક્ય ના પણ બને તેથી વહેવારીકતા ચુકીશ ના. તને જે અનુભવો થાય
છે તે આભાસી છે તેમ ડોક્ટર કહે છે. મતલબ કે થોડીક ધીર બન..અને ધારવાનું છોડી દે..”

શૈલજા થોડીક
સહેમી ગઇ અને બોલી “એટલે હું સાજી ના પણ થઉં તેવું બને?”

ઇન્દુભાભી
બોલ્યા “ ના બેટા એમનુ કહેવું એવું છે કે ઉત્સાહમાં રહે અતિઉત્સાહમાં ના આવ.”

સૌમ્ય કહે “
શૈલુ! અને એનો ક્યાંય મતલબ એવો નથી કે તુ સાજી નહી થાય ..પણ તારીખો બાંધી્ને ન
બેસ.. તારુ શરીર હજી તારા સ્ટેમ સેલને સ્વિકારે અને તે મજ્જા બાંધવાનું શરુ કરે તે
પહેલા પરિણામ ના વિચારી લેવાય.”

ચિત્રાબહેન
ની સામે જોતા શૈલજા બોલી “ તમે શું કહો છો ચિત્રા બહેન?”

ચિત્રાબહેન
“ આ વિષય જ ખોટો ચર્ચાય છે. શૈલજા બેન તમે તો એક કઠપુતલી છો. દોરી વિધાતાને હાથ છે
આપણે આપણાથી થાય તે બધું કરી રહ્યાં છીએ.

શૈલજા “ મને
આજે એક જ ગીત ગાવાનું મન થાય છે..ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જિંદગી હૈ
ક્યા એક કટી પતંગ હૈ…”

ભરતભાઇ થોડા
મોટા અવાજે બોલ્યા..”શૈલુ..કડવી દવા તો મા પાય તેમ તેં પુછ્યુ એટલે તને હું જે
સમજ્યો તે કહ્યું… પગ જમીન ઉપર રાખવા તે ડહાપણ નું કામ છે..મનને આકાશમાં ઉડવા
દેવાનું પણ પગ ધરતીને જડેલા રાખવા તે વહેવારની રીત છે.”

શૈલજાને રડવુ
આવતુ હતુ. લગ્ન પહેલા જે સૌમ્યને મળવાની ઉત્કૃષ્ટ ઇચ્છાઓ થતી તેવી જ ઇચ્છાઓ તેને
ક્યારે ચાલતી થઉની થવા માંડી હતી. અને ભરત્ભાઇ તે વખતે પણ આવું જ રોકતા અને ટોકતા
તે તેને ન ગમતુ.

થોડાક સમય
પછી ઇંદુભાભીને તેણે કહ્યું “પેલા એપ્લેજીયા ગ્રુપનાં પૂર્ણિમાબેન ગાંધી ને ફોન
લગાડોને.. મારે વાત કરવી છે.” ઇંદુભાભીએ ફોન લગાડતા પહેલા તાકીદ કરી કે તેમની વાતો
સાંભળ્યા પછી બીજા કાન નો ઉપયોગ કરજે એટલે કે તારો અને એમનો કેસ જુદો છે..ડોક્ટરી
સારવાર જુદી છે અને એ બેઠા અમેરિકામાં અને આપણે અહીં અમદાવાદમાં.”

શૈલજાએ મુક
સંમતિ આપી અને ઇંદુભાભીએ ફોન લગાડ્યો..પણ મેસેજ આવ્યો.શૈલજાએ સંદેશો મુક્યો “
પૂર્ણિમાબેન તમે આવો ત્યારે મને ફોન કરજો.”

ઘડીયાળમાં
સેકંડો ખુબ જ ધીમી ગતિએ જતી હતી..પણ શૈલજાનું મન ઉદ્વિગ્નતા અનુભવતું હતું. ષું
એવુ ય થઇ શકે કે હું કદીયે સાજી ન થઉં? આ પરવશતા સાથે મારે અને સૌને આખી જિંદગી
જીવવુ પડે? નકારાત્મક વિચારો તેના મનમાં ઘર કરી રહ્યા હતા. કાલે ઉઠી નિર્જુનાં
લગ્ન થશે તો શું હું તેનું કન્યાદાન નહીં કરી શકું? કદાચ મારી આ પરવશતાથી થાકી
જઇને સૌમ્ય બીજે ક્યાંક કોઇક્ની સાથેતો..?મારો અમુલ્ય સ્કુલોમાં ખોટા મિત્રો સાથે
ડ્રગ કે શરાબની લતે તો નહીં ચઢી જાયને?નકારાત્મક વિચારોનું કીડીયારુ પેલા ભારત ચીન
નાં યુધ્ધમાં જેમ એક્ને મારો ત્યાં દસ દેખા દે તેમ ઉભરાવા માંડ્યુ…

ત્યાં ફોન
ની ઘંટડી વાગી. પૂર્ણિમાબેન ફોન ઉપર હતા

“ શૈલજા બેન
કંઇ કામ હતુ?’

શૈલજા થી
ડુસકુ ભરાઇ ગયુ…થોડીક ક્ષણો એમ જ પસાર થઈ અને શૈલજા બોલી …પૂર્ણિમા બહેન તમે કહો
છો તેમ હકારાત્મક વાતોથી થોડીક આશાઓ બંધાયેલી હતી પણ આજે કોણ જાણે કેમ એમ લાગે છે
કે મારી આ સજા તો તમારી જેમજ દસ બાર વર્ષ લંબાઇ જશે તો?”

ચિત્રાબેન
શૈલજાની આ વાત સાંભળતા હતા અને ચિંતીત જણાતા હતા.

પૂર્ણિમાબેન
બોલ્યા” શૈલજાબેન આવું વિચારશો અને ઉપરથી પ્રભુનો રથ ફરતો હશે તો ચોક્કસ તથાસ્તુ
કહીને તમારી ચિંતા સત્ય કરશે…મારી વાત કહું તો મને જ્યારે આ પરવશતા ડંખે છે ત્યારે
ઘણી વખત કાનાજી સાથે હું લઢી છું પણ મારા મનને તેથી વધુ વ્યથા જ મળી છે.કારણ ખબર
છે?”

શૈલજા કહે
“ના.”

પૂર્ણિમાબહેને
કહ્યુ “ કાનાજીને જેટલી વધુ ફરિયાદો કરી તેટલી વ્યથાઓ વધુને વધુ આવતી ગઇ. એક વખત
તો હું ત્યાં સુધી લઢી કે કાનાજી તમે જ આ વ્યથા મને આપી છે અને તમેજ મને આમાથી
બહાર કાઢી શકો તેમ છો. ત્યારે મને કાનાજીએ કહ્યું કે તારી વાત ખોટી છે..તારા માઠા
કર્મોનાં પરિણામ તું ભોગવે છે તે ભોગવાઇ જશે એટલે તુ મથુરા મારી પાસે આવજે. મારા
સ્વપ્નોમાં આજે પણ કાનાજીને પુછુ છું કે ક્યારે શમશે આ બધી વ્યથાઓ અને એ હ્રદયંગમ
હાસ્ય હસતો જ રહે છે. આજે તો હવે એ હાસ્યને જોઇ રહું છું..જ્યારે તેનો હુકમ થશે
ત્યારે જઇશ.”

ફોનનું મીટર
ચઢતુ હતુ તેથી વધુ લાંબી વાત તો ના થઇ પણ એના મને એક વધું ગતકડું પકડી લીધું અને એ
પૂર્ણિમાબેન તો અમેરિકા બેઠા છે તેથી તેઓ જલ્દી આવી ના શકે પણ હુંતો મેલડી મા જઇ
શકુ છું ને? અમદાવાદ થી કણઝટ બે કલાક્નો રસ્તો છે.તેના ઉદ્વિગ્ન મનને થોડીક રાહત
થઇ.

ચિત્રાબહેને
આ સમાચાર ડો શેવડેને આપ્યા ત્યારે તેમણે શૈલજાને ઘેન નું ઇન્જેક્શન આપી સુવડાવી
દેવાનું જણાવ્યુ.. કારણ કે નકારાત્મક અભિગમ પણ સ્ટેમસેલને નિષ્ક્રિયતા બક્ષી શકે
છે.

ઇન્જેક્ષનની
અસર થઇ ત્યારે ઘડીયાળ એની ગતિમાં આવી ગઇ હતી કારણ કે જેટ વિમાનની ઝડપે ભાગતુ
શૈલજાનું મન શાંત થઇ ગયું હતું તેના સ્વપ્નમાં તે પુર્ણિમાબેન ને સાંભળતી હતી…અને
સમજતી હતી કે જ્યાં સુધી પ્રભુને સંપૂર્ણ અર્પણ નો ભાવ ના આવે ત્યાં સુધી કસોટીઓ
તો થયાજ કરવાની..પણ તેની પાસે એવો સમય ક્યાં હતો..

૦-૦

ઇંજેક્ષનની
અસરમાંથી જ્યારે શૈલજા બહાર આવી ત્યારે એક અઠવાડીયુ વીતી ગયુ હતુ ગ્લુકોઝ ઉપર તેનો
સમય વીતતો હતો અને સ્ટેમ શેલનો સંક્રમણ સમય ( Incubation Periode) પતી ગયો હતો.
હવે સમય હતો જ્યાં તેણે મજ્જાતંતુઓની સક્રીયતાઓને અનુભવવાની અને દવાઓની અસરો
વર્ણવવાની…

ડો શેવડે
અને ડો મ્યુલરની વીડીયો કોન્ફરન્સ શૈલજાનાં હલન ચલન ને જોતી હતી..શૈલજાનો ચહેરો તો
વ્યવસ્થીત હતો પણ જેમ જેમ તે ઘેનમાંથી બહાર આવતી હતી તેમ તેના ચહેરા ઉપર વ્યથાઓ
દેખાતી હતી. સૌમ્ય તેની બાજુમાં બેઠો હતો અને શૈલજાનો હાથ પંપાળી રહ્યો હતો. શૈલજા
કેમેરા હેઠળ હતિ તે વાતની તેને ખબર નહોંતી.બાકી સૌ જાણતા હતાકે આજે તે નિરિક્ષણમાં
છે એના ભાનમાં આવવાના સમયે તેના ચહેરા ઉપર દર્દ હતુ. ડો શેવડે અને ડો મ્યુલર આ
બાબતને સારી નહોંતા ગણતા પણ ચિત્રા બેને પહેલો પ્રશ્ન શૈલજાને પુછ્યો ‘બેન તમને
દર્દ થાય  છે ? ત્યારે શૈલજા હજી ઉંઘમાં
જણાઇ પણ તેણે નકારમાં માથુ હલાવ્યુ…

”તો આ
ઉંહકારા કેમ ભરો છો?”

“ આ તો બહું
ઉંઘ્યા પછી શરીરમાં સ્ફુર્તિ લાવવાનો પ્રયત્ન છે.”

“ સારુ જુઓ
હાલમાં તમે ડો શેવડેની હોસ્પીટલમાં છો..અને હમણા ડોક્ટર સાહેબ તમને તપાસવા આવશે”

“ભલે..મારા
કપડા તો સરખા છે ને?”

“ હા બહેન..
તમને કશુંક ખાવું છે?”

ડોક્ટરસાહેબ તપાસી લે પછી ચાલે?”

સૌમ્ય
બોલ્યો..”તને ભુખ લાગી છે?”

શૈલજાએ માથુ
હલાવીને હા પાડી પછી કહે “ પણ ડોક્ટર સાહેબ આવી જશે તો?”

ચિત્રા કહે
“બહેન તમે ભુખ્યા હોતો પહેલા થોડોક લીંબુનો રસ પીલો…”

ઉપર
કેમેરાની લાઇટ લાલ હતી તેથી તેના શરીરનાં દરેક્ભાગોની હલન ચલન દેખાય તેવા
ચિત્રાનાં પ્રયત્નો સૌમ્ય જોઇ શક્યો..પણ શૈલજાને થોડુંક અતાડુ લાગ્યુ..ચિત્રા વાતો
કરતી રહી.

ડો શેવડે એ
કહ્યું હતું તેમ ચહેરા ઉપર પાણી છાંટી આંખની પાપણની હલચલ જોઇ. ચહેરો સ્વસ્થ કર્યો
ત્યાં ડો શેવડે આવ્યા.. નાનકડું માઇક હતુ અને ડો. મ્યુલર સાથે જર્મન ભાષામાં વાતો
કરતા હતા. નાનકડી લાકડાની હથોડી જુદા જુદા સાંધાપર હલવેથી મારતા અને તેની અસર
જોતા. ડો મયુલરે તેને ફેરવી કમર્નાં મનકા તપાસવાનું કહ્યું..ચિત્રાએ શૈલજાને ધીમે
રહી ફેરવી…કમર ઉપર કાળા ચકામા જોઇ શૈલજાને પુછ્યુ..કશુ થાય છે? ઝણઝણાટી કે બળતરા
હું જ્યાં હાથ મુકુ છું ત્યાં?

અપેક્ષિત
જવાબ તો એ હતો કે ના પણ શૈલજા બોલી મને થોડીક લાય બળે તેવું થયાં કરે છે. આ જવાબ
સાંભળી ડો શેવડે જર્મનમાં બોલ્યા અને ડો મ્યુલરે તેમને તે ભાગ વધુ ખુલ્લો કરવા
કહ્યુ..એ સાતમો મણકો હતો. ડો મ્યુલર સ્પષ્ટ પણે માનતા હતા કે આ ધારણા છે અને
કાલ્પનીક ઉતાવળ છે પણ વધુ ચોક્કસાઈ કરવા તે બોલ્યા હથોડીમાં સેલ નાખો અને હલકો
કરંટ આપો પણ શૈલજાને પુ્છશો નહીં. ડો શેવડે એ બેટરીનો કરંટ આપ્યો.. એક વખત .. બે
વખત.. ત્રણ વખત..પણ કોઇજ અસર કે પરાવર્તી ક્રિયા થઇ નહીં કોઇક રસાયણ લગાડી ફરી એ
ક્રિયા કરી અને હથોડી દુર કરી તે જગ્યાથી થોડે દુર હાથ ફરીથી તે જગ્યાએ મુકી
ચિત્રાબેને પુછ્યુ શૈલજા કશુ અનુભવાય છે?

શૈલજા માથુ
હલાવીને હા કહે છે..પણ પરિણામ તો જાહેર હતું મજ્જા તંતુ વિકસ્યા નહોંતા..ડો શેવડે
અંદર જતા રહ્યા અને ડોક્ટર મ્યુલર સાથે જર્મનીમાં વાતો કરતા રહ્યા..

૦-૦

શૈલજા
ચિત્રાબેન નું માથુ ખાતી હતી શું થયુ? શું થયુ? પણ ચિત્રાની આંખોમાં ક્ષણભર માટે
ઝબકેલી ઉદાસી જોઇ સૌમ્ય સમજી ગયો કે સમાચાર સારા નથી… અને શૈલજા સૌમ્યને ઉદાસ જોઇ
બોલી “સૌમ્ય! મારે કણઝટ જવું છે..મેલડીમાના દર્શન કરવા.. મને લઇ જઇશ?”

“ કેમ અચાનક
કણઝટ?”

“ મેં માનતા
માની છે આ ટેસ્ટ અને બધુ પતી જાય પછી એમના દર્શન કરી માફી માંગી આવીશ.

“ભલે.. હું
એમમ્બ્યુલન્સ નક્કી કરાવીને તને લઇ જઇશ”

“ નારે
ભરતભાઇની સુમોમાં જઇ આવીશું.”

“ ભલે.”

“ સૌમ્ય!
સાચુ કહેજે આજે શું થયુ?”

“ સાચુ કહું
તો તુ ગપ્પા મારે છે તેવી ડોક્ટરને સમજ પડી ગઈ છે.”

“એટલે?”

“ તને અને
તને આપેલા બહારનાં સ્ટેમ સેલ વચ્ચે હજી દોસ્તી થઇ નથી”

“એટલે?”

“ તારી
સારવારમાં જોઇએ તેવી બરકત આવી નથી”

આવાત ચાલતી
હતી તેટલામાં ડો શેવડે આવ્યા અને શૈલજાને કહે..”બહેન હું તો ખુબ જ આતુર છું તમને
અહીંથી રજા આપવા પણ તમે તો અહીંથી જવાનું નામ જ નથી લેતા..”

શૈલજાની
આંખમાં બોર બોર જેવડા આંસુ ફુટી નીકળ્યા..

“અરે અરે
મેં એવું ક્યા કહ્યું છે કે તમને સારુ નથી થવાનું?  પણ આતો અમારા જ્ઞાન પ્રમાણે તમારું શરીર સક્રિય
નથી થયુ…” ડો શેવડેને આ પ્રતિભાવ ખબર હતી

સૌમ્ય પણ
આંસુઓ ખાળી ના શક્યો..ઉદાસીની ક્ષણો ખુબજ ભારે અને ધીમી હોય છે.

ડો શેવડે
કહે “ ડો મ્યુલર શૈલજાને સ્વીટ્ઝર્લેંડ્ની એક કોનફરન્સમાં લઇ જવામાટે કાગળો કરે
છે. વિશ્વનાં શ્રેષ્ઠ ડોક્ટરો તારા માટે રાહ જુએ છે ત્યાં આ ગંગા જમના ના વહાવો
બેન..”

“ ડો શેવડે
મારી શૈલજાને સારુ તો થૈ જશેને?” સૌમ્ય ડુસકે ચઢતો હતો..

ચિત્રાબેન
કહે “આપણાથી થાય તે બધુ આપણે કરીયે છે પછી તો હરિઇચ્છા”

ડો. શેવડે
બહાર નીકળી એમની ચેંબરમાં ગયા…શૈલજાને ખોટી આશા આપી તો દીધી છે પણ હવે કંઈ થઇ શકે
તેમ તો નથીજ…ખોટી આશા એ નિરાશા કરતા પણ વધુ ખતરનાક નીવડી શકેછે…

૦-૦

ટેબલ પર
પડેલા શૈલજાનાં બ્લડરીપોર્ટ પર નજર નાખતા ડો શેવડે આનંદથી ઝુમી ઉઠ્યા..ડો મયુલરને
ફોન કર્યો અને રીપોર્ટમાં શ્વેતકણો ઘટ્યા હોવાનાં સમાચાર આપ્યા. આ એક સારી નિશાની
હતી.. સ્ટેમ સેલ ધીમે ધીમે સ્વિકારાઇ રહ્યા હતા..વિકાસ ધીમો છે પણ સાવ નથી તેમ
નથી.

સૌમ્ય
શૈલજાને કણઝટ જ્વું છે તે કહેવા કેબીનમાં આવ્યો ત્યારે ડોક્ટર મ્યુલરને સાંભળ્યા…તેનાં
મનમાં તે પડઘા વાગી રહ્યા હતા..વિકાસ ધીમો છે પણ સાવ નથી તેમ નથી…

“ડોક્ટર
સાહેબ શૈલજાને કણઝટ જવું છે તેને લઇ જઉં?

ડો શેવડે
કણઝટ્ની મેલડી માનું મહાત્મ્ય શૈલજા દ્વારા જાણી ચુક્યો હતો. તેથી બોલ્યા “હું તો
તેમને આ પ્રવાસની સલાહ નથી આપતો પણ ધાર્મિક બાબતોમાં વિઘ્ન ના્ખવાનું ગમતું નથી
એમને આવતા રવિવારે એમ્બ્યુલન્સમાં સુતા સુતા લઇ જાવ.”

રવિવાર સુધી
રાહ જોવાની શૈલજાની તૈયારી નહોંતી અને તેથી ઘરે પહોંચીને બીજે દિવસે વહેલી સવારે
એમ્બ્યુલન્સમાં શૈલજા અને ચિત્રાબેન સાથે સૌમ્ય અમદાવાદથી હિંમતનગરનાં માર્ગે
નીકળી ગયા…

ટ્રાફીક તો
સવારનો હતો પણ જેમ જેમ અમદાવાદ્થી દુર થતા ગયા તેમ તેમ તે પાતળો થતો ગયો.
ડ્રાઇવરને વારંવાર ચિત્રાબેન કહેતા હતા કે ગાડી સંભાળીને ચલાવજો આંચકા બીલકુલ ના
આવવા જોઇએ…શૈલજાને બે ગોદડા ઉપર સુવડાવી હતી અને સલામતી માટે પાટાથી બાંધી હતી.

સૌમ્ય આગળ
બેઠો હતો અને શૈલજા ઝોકે ચઢી હતી. રોડ ઉપર વાહનોની અવર જવર જેમ સુરજ ઉપર ચઢતો ગયો
તેમ વધવા માંડી હતી..અને એક નાનકડા ખાડે ગાડી જોરથી પછડાઈ. શૈલજા જાગી ગઈ અને
ચિત્રાબેને ચીસ પાડી અરે ભાઇ સંભાળ….

ઉંડી
ઉંઘમાંથી ઝબકેલી શૈલજાનો એક હાથ તેના પાટાને જોરથી પકડવા મથતો હતો….

શૈલજા આચાર્ય (૧૫)-
રાજુલ શાહ

મેલડીમાના દર્શને પહોંચાવા માટે જેટલુ બને
એટલુ વહેલા નિકળવાની જીદ પણ શૈલજાની જ હતી. હવે એને કોઇ કાળે એની દર્શન કરવાની
તાલાવેલી પર કોઇ જાતની પાબંદી મંજુર નહોતી. ડૉ. શેવડે એ કદાચ એનુ મન રાખવા
અઠવાડીયા પછી જવાની મુદત નાખી હોય અને પછી એને રજા ન આપે તો ? ડૉ મ્યુલરે મોકલેલા
પેપર તૈયાર થઈ જાય અને એન સ્વિત્ઝર્લેન્ડ જવાનુ થાય તો? આ તો ની લટકતી તલવાર એના
માથા પર ઝીંકાય તે પહેલા એને કોઇ પણ ભોગે મા ના દર્શન કરવા જ હતા.

નાનપણ થી સાંભળતી આવતી હતી કે જો બાધા અધુરી
રહે તો એ શ્રાપ બની જાય.અને એ પણ જાણતી હતી કે સૌમ્ય આવી કોઇ બાબતોમાં વિશ્વાસ
ધરાવતો નથી પણ માત્ર એનુ મન રાખવા જ દર્શને લઈ જવા તૈયાર થયો છે અને જો આ પહેલા જ
એને સ્વિત્ઝર્લેન્ડ જવાનુ થાય એ વાત પણ નક્કી કે સૌમ્ય એમાં ઢીલ ન મુકત. જો કે આમ
જોવા જાવ તો પોતાને પણ ક્યાં એવી શ્રધ્ધા હતી આવી બાબતોમાં? પણ જે દિવસે મનમાં
વહેમ આવ્યો કે વર્ષ પહેલા એનાથી મા પ્રત્યે જે અનાદર થયો હતો એનુ આ પરિણામ ભોગવી
રહી છે ત્યારથી એ શ્રધ્ધા-અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદ રેખા ય ભુસાઇ ગઇ

હતી.

કેવો સ્વકેન્દ્રીય છે ને માનવ સ્વભાવ? જેવો
પગ નીચે રેલો આવતો દેખાય ,જ્યારે પોતાના પર કે પોતાના પરિવાર પર આફતની સહેજ પણ
આંધી દૂરથી ઘેરાતી લાગે કે તરત જ ડૂબતા માણસને તણખલુ પણ ભારે એમ એ કોઇ પણ નાનકડી
વાતના ટેકાને લઇને પણ એ બહાર આવવાના ઝાંવા નાખવા માંડે !

સૌમ્યએ એને દર્શને લઈ જવાની તૈયારી બતાવી એ
ક્ષણથી એ અંદરથી જેટલી ખુશ હતી એટલી જ અધીરી બની ગઈ હતી. રાત્રે દવાની અસર હોવા
છતાં એ ઉચાટમાં સરખુ સુઇ પણ શકી નહોતી.ક્યારે પરોઢ થાય એના અજંપામાં રાતનો અંધકાર
પણ એને વધુને વધુ ઘેરો લાગ્યો .જાણે ઉગતા

સૂર્યનુ પહેલુ કિરણ એની કાજળ ઘેરી -યાતનામય સમય યાત્રાનો જ અંત લાવવાનુ હોય એમ એ
પહેલા કિરણને પોંખવા ઉતાવળી બની ગઈ.

વહેલી સવારે નિકળ્યા પછી જ એના જીવનો ઉચાટ
શમ્યો અને અંદરથી આશ્વત થઈ હોય એમ એ થોડી જ વારમાં એ મીઠી નિંદરમાં સરી ગઈ. આગળ
સૌમ્ય છે, બાજુમાં ચિત્રાબેન છે અને મનમાં મા નો અહેસાસ છે એ વાતને લઈને શૈલજા
એક્દમ હળવી ફુલ બની ગઈ.મીઠી નિંદરમાં સરી પડેલી શૈલજાને જોઇને ચિત્રાબેનમાં મનમાં
વહાલ ઉભરાઇ આવ્યુ. આમે ય એક તો ચિત્રાબેનનો સ્વભાવ માયાળુ અને આટલા વખતથી શૈલજાની
સાથે રહીને એક જાતની આત્મિય