શબ્દ સ્પર્ધા

શબ્દ સ્પર્ધા

વિજય શાહ

કાંતિલાલ કરશાળા

હિના પારેખ “મનમૌજી”

ISBN-13:

978-1492981565

ISBN-10:

1492981567

Your book has been assigned a Create Space ISBN.

આભાર

સર્વ બ્લોગર મિત્રોનો કે જેમણે આ પાયાનાં કામનો પહેલો પથ્થર મુકવામાં મદદ કરી અને ભગવદ ગો મંડળ નાં પ્રકાશક “ પ્રવીણ પ્રકાશન” નાં

ગોપાલભાઇ પટેલ નો

“શબ્દસ્પર્ધા ’ એક અવલોકન- દેવિકા ધ્રુવ

‘શબ્દસ્પર્ધા’ એક નવા જ પ્રકારનું પુસ્તક છે. મૂળ અંગ્રેજી શબ્દ ‘Spelling Bee’’ના વિચારબીજમાંથી એનો ઉદભવ થયો છે. પરંતુ તેનું સ્વરૂપ માત્ર જોડણી જ નહિ રહેતા એક વિશેષ રૂપે જુદું પડે છે.

આ પુસ્તકમાં શબ્દ અને તેના અર્થ ઉપર વધું પ્રાધાન્ય અપાયું છે. એક જ શબ્દના અનેક અર્થ અને એક અર્થવાળા અનેક શબ્દોનો અહીં મહિમા આલેખાયો છે. આ ઉપરાંત, જૂના ઘરના બંધ કમાડમાં સાચવીને રાખેલાં ત્રાંબાના અસલ વાસણોની જેમ કાળે કરીને, જૂના વિસરાઈ ગયેલાં શબ્દોને અહીં વિવિધ રીતે માંજીને ઉજાસમાં લાવવાના પ્રયોગો દર્શાવવામાં આવ્યાં છે. જીજ્ઞાસુ વાંચકોને આશ્ચર્ય સહ આનંદ થયા વગર રહેશે નહિ તે નિઃશંક છે. ભગવદગોમંડળની મદદથી કરેલ શબ્દોનું આ સંગઠન એક મોટી જહેમત પ્રગટ કરે છે.

એકાક્ષરી શબ્દોથી માંડીને ૮,૯,૧૦ અક્ષરવાળા મોટાં શબ્દોને કઈ રીતે રસપ્રદ બનાવી રમતો યોજી શકાય તેની વિગતસભર માહિતી અને રીતો પણ આમાં આપવામાં આવી છે. અંતાક્ષરીની જેમ સૌ કોઈને મઝા આવે તેવી સરળ આયોજના પ્રશંસાને પાત્ર છે. આનંદની વાત તો એ છે કે આ પુસ્તકમાં સૂચવ્યા પ્રમાણેની સ્પર્ધાઓ પણ કેટલેક ઠેકાણે યોજાઈ છે અને સફળ પણ થઈ છે.

વિજયભાઈ શાહે આદરેલા આ શબ્દ-યજ્ઞમાં ઘણી વ્યક્તિઓ પોતપોતાની રુચિ અને મતિ-શક્તિ અનુસાર જોડાયેલાં છે તે એક સદ્ભાગ્ય છે. મારી દ્રષ્ટિએ આ ‘શબ્દસ્પર્ધા’ કે ‘શબ્દ-સંગઠન’ એ શબ્દોની સાધના છે,આરાધના છે અને એ રીતે ગુજરાતી ભાષાની અને સરસ્વતીની નિષ્ઠાપૂર્વકની પૂજા છે. આશા છે, સાહિત્ય જગત તેને ઉમળકાભેર આવકારશે.

સૌ સર્જકો અને સહાયકોને અભિનંદન અને મબલખ શુભેચ્છા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

જાન્યુ. ૮ ૨૦૧૪

Devika Dhruva.

http://devikadhruva.wordpress.com/

લેખક્ની કલમે

શબ્દ સ્પર્ધા – ર૦૧૪ માં નવા પ્રકારે પુસ્તક સ્વરૂપે આ૫ની સમક્ષ મુકવામાં વિજયભાઈ શાહની દિવ્ય દૃષ્ટિથી ગુજરાતી સમાજનો ગૌરવ વધારવા માટે સંઘન પ્રયત્ન હાથ ધરેલ, જેમાં યથા યોગ્ય ગુજરાતી ભાષાની બહોળા પ્રમાણમાં પ્રસિઘ્ધિ થાય તેવા શુભ આશયથી શબ્દ સ્પર્ધા હાથ ધરવામાં આવેલ, જેમાં મારાથી શકય બને એટલો સહયોગ આપ્યો હતો, ખાસ કરીને દેવિકાબેન ધ્રુવ તેમજ હિનાબેન પારેખએ ખુબ જ સક્રિય રીતે પોતાની ભૂમિકા અદા કરેલ છે,

વિશેષમાં વિજયભાઈ શાહ દ્વારા ગુજરાતનો ગૌરવ વિશે કહું તો, નેટ જગતમા “ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધતી કડી” (સં૫ ત્યાં જં૫ને ન્યાયે) જે બ્લોગર મિત્રો તેમજ બ્લોગની યાદી તૈયાર કરવામાં આવેલ છે, જેમાં તેમની મુખ્ય ભુમિકા બજાવી રહયા છે, જે ગુજરાતી બ્લોગર મિત્રોને ગુજરાતી ભાષાનું ગૌરવ જળવાઈ રહે તેવી તેમની શુભેચ્છા અને સાથ સહકાર અને સહયોગ આપી રહયા છે.

‘શબ્દ સ્પર્ધા-ર૦૧૪” આ જ્ઞાન યજ્ઞને સફળ બનાવવા માટે યથાયોગ્ય સહયોગ આપેલ બ્લોગર મિત્રોનો ખુબ ખુબ આભાર, આ૫ના સહયારા પ્રયાસથી આજે વિજયભાઈ શાહે ગુજરાતી ભાષા પ્રત્યેની ધગશ-ઉત્સાહ ઘ્યાને લઈને આ૫ણે ૫ણ કંઈ નવું કરવા પ્રરાય તેવી પ્રાથર્ના સહ વિરમું છું.

કાંતિભાઈ કરશાળા

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

http://rushichintan.com/

પ્રસ્તાવના
ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી
એકાક્ષરી શબ્દો
અક્ષર પ્રમાણે શબ્દ સંશોધન
અક્ષર   “અ”   –   વિજય શાહ ૧૦
અક્ષર    “એ” –   આશ્લેષ પારેખ અને હિના પારેખ ૧૪
અક્ષર    “ઓ “-    કાંતીલાલ કરશાળા ૧૯
અક્ષર    ” ઇ” –    ‘ઇશ્ક’ પાલનપુરી રઝ્યા રમેશ ૨૩
અક્ષર    “ઉ”   –     કાંતીલાલ કરશાળા ૨૮
અક્ષર   “ક”   –   ડો ઇંદુ બહેન શાહ ૩૦
અક્ષર    “ખ” –     કાંતીલાલ કરશાળા ૩૪
અક્ષર   “ગ”   –     કાંતીલાલ કરશાળા ૩૯
અક્ષર   “ઘ” –      શૈલાબહેન મુનશા ૪૩
અક્ષર    “ચ” –      ડો ચંદ્રવદન મિસ્ત્રી ૪૭
અક્ષર   “છ” –    પ્રવિણાબહેન કડકિયા ૪૯
અક્ષર    “જ” –      કાંતીલાલ કરશાળા ૫૩
અક્ષર    “ઝ” –     નીલાબહેન કડકીયા ૫૭
અક્ષર   “ટ” –      હિનાબહેન પારેખ “મનમૌજી” ૬૧
અક્ષર   “ઠ” –      શબ્દ- પ્રવિણાબહેન કડકીયા ૬૬
અક્ષર    “ડ” –      રાજ અને હિના પારેખ ૭૦
અક્ષર    “ઢ” –      રાજ અને હિના પારેખ ૭૫
અક્ષર “ત”   –      હિનાબહેન પારેખ “મનમૌજી” ૭૯
અક્ષર    “ત્ર” –       વિજય શાહ ૮૪
અક્ષર    “થ” –     પ્રવિણાબહેન કડકિયા ૮૮
અક્ષર   “દ” –      દેવિકાબહેન ધ્રુવ ૯૧
અક્ષર  “ધ”   –     દેવિકાબહેન ધ્રુવ ૯૩
અક્ષર  “ન”   –      નવિનભાઇ બેંકર ૯૫
અક્ષર    “પ”   –     પ્રવીણા બહેન કડકિયા ૯૭
અક્ષર   “ફ”   –     મનોજભાઇ મહેતા (હ્યુસ્તોનવી) ૧૦૦
અક્ષર    “બ” –     હેમાબહેન પટેલ ૧૦૨
અક્ષર   “ભ” –   પ્રવીણાબહેન કડકિયા ૧૦૬
અક્ષર   “મ” –   શૈલાબહેન મુનશા ૧૧૨
અક્ષર   “ય”   –    કાંતીલાલ કરશાળા ૧૧૮
અક્ષર   “ર”   –    રસેશભાઇ દલાલ ૧૨૧
અક્ષર    “ર”   –     કાંતીલાલ કરશાળા ૧૨૫
અક્ષર    “ઋ” –     ડો હિતેશભાઇ ચૌહાણ ૧૨૯
અક્ષર    “લ” –      કાંતીલાલ કરશાળા ૧૩૨
અક્ષર    “વ” –    વલીભાઈ મુસા ૧૩૬
અક્ષર    “વ”   –     હિનાબહેન પારેખ “મનમૌજી” ૧૩૮
અક્ષર    “સ“ –     સરયૂબેન પરીખ ૧૩૯
અક્ષર    “શ”   –    હિનાબહેન પારેખ “મનમૌજી” ૧૪૧
અક્ષર    “ષ”   –   હેમા બહેન પટેલ ૧૪૬
અક્ષર    “હ”   –    કાંતિભાઈ કરશાળા ૧૫૩
અક્ષર    “ક્ષ” –   દેવિકાબહેન ધ્રુવ ૧૫૭
અક્ષર  “જ્ઞ” –    રસેશભાઇ દલાલ ૧૫૯
અક્ષર સંશોધન નો વહેવારીક ઉપયોગ શબ્દ સ્પર્ધા ૧૬૦
ગુજરાતી શબ્દ સ્પર્ધા ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં-પ્રવિણા કડકીયા ૧૬૧
શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ ૧૭૧
ગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ. ૧૭૬
ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ ૧૭૭
શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય ૧૭૯
કાન માત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ ૧૮૨
શબ્દાક્ષરી -આમ પણ રમાય…વિજય શાહ્ ૧૮૩
અમેરિકામાં થતા શબ્દ સ્પર્ધાનાં આયોજનો ૧૮૭

પ્રસ્તાવના

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે “દેશે તમારા માટે શું કર્યું તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરો” વાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચિંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારના ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચિંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચિંતા મેં મારા નિબંધ “ગુજરાતી ભાષાનાં ભવિષ્ય”માં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવું છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભૂ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.         ”કેસુડા” વેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ             કરાવી છે.

૨.         “ઝાઝી “નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચિત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતું

૩.         “રીડ ગુજરાતી”નાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે       સાહિત્યનો ઓવર ફ્લાય્ ઊભો કર્યો

૪.         ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે “લયસ્તરો” અને “શબ્દો છે મારા શ્વાસ” માટે કર્યું

૫.         જયશ્રી ભક્તા “ટહુકો” અને “મોરપીચ્છ” દ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.         ઉર્મીએ ગદ્ય અને પદ્યનું “સહિયારું સર્જન” કર્યું. અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.         સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ “સંમેલન”  દ્વારા બ્લોગ જગતને સમૃદ્ધ કરતા રહ્યા

૮.         બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી વેબ પેજ ઉપર ગુજરાતી વાંચતા અને લખતા કર્યા

૯.         રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦.      ઉત્તમ ગજ્જરે “સન્ડે ઇ મહેફિલ” આપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧.      સુરેશ જાની અને તેમની ટીમે સરસ “સારસ્વત પરિચયો” આપ્યા

૧૨.      વિશાલ મોણપરાએ “અક્ષર પેડ” અને “પ્રમુખ સ્પેલ ચેકર” આપ્યુ..

૧૩.      જ્યારે કિશોર દેસાઈ એકલા “ગુર્જર ડાઇજેસ્ટ” દ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

૧૪.     ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ “ગુજરાત દર્પણ” વિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદામાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competition થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.

તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. “ગુજરાત દર્પણ” આ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુતમ બાર સ્પર્ધક માંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાના જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મિક સંસ્થા કે સિનિયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુતમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.

આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાન તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)

પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાના માનદ જજ સંસ્થાના નામ સાથે વિજેતાની માહિતી રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.

કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.

આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે. તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષા માટેનો આદર વધે

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષા વિકાસનો એક ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. .

વધુ વિગતો માટે સંપર્ક

Mail Address : vijaykumar.shah@gmail.com

 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

કોઈ પણ ગુજરાતી સમાજ કે સંગઠન આ સ્પર્ધા મુકવા માંગે તો એક સૌથી મોટૉ ફાયદો છે અને તે સ્પર્ધકો સાથે સભ્યોનું પણ ગુજરાતી શબ્દ ભંડોળ વધે છે. જે કોઈ કમીટીમાં મુખ્ય હોય તે આ રીતે જે ઉંમરનાં વિભાગમાં સક્રિય થતા હોય તેઓ ને એક અક્ષર ફાળવી તેના અજાણ્યા અને ગુજરાતી શબ્દો અર્થ અને શબ્દ પ્રયોગનું ભંડોળ ભેગુ કરે. દરેક અક્ષરનાં ૨૦ શબ્દો તેના અર્થ અને શબ્દપ્રયોગ તરીકે ભેગા કરે (વ્યંજન અને સ્વરોને ભેગા કરીયે તો ૩૯ -૪૦ થાય) જે ૮૦૦ જેટલા શબ્દોનું ભંડોળ થાય.

આ શબ્દ ભંડોળ લઘુતમ ૧૨ અને વધુ માં વધુ ૪૦ સ્પર્ધકો માટે જરૂરી શબ્દો બની શકે.

ગુજરાતી સાહિત્ય સરિતા ઉજાણી દરમ્યાન આ સ્પર્ધા રમનાર છે. અને આવુ શબ્દ ભંડોળ અત્યારે એકત્રિત થઈ રહ્યું છે. જો કે આવુ ભંડોળ બે કે પાંચ સભ્યો પણ કરી શકે પણ તેમ કરવાથી સમુહ રમતો જે ઉજાણીમાં રમાતી હોય છે તેનો હેતુ મરી જતો હોય છે. કાર્તિક મિસ્ત્રી ભગવદ ગોમંડળ ઉપર પ્રેક્ટિસ માટેનું એક મોડ્યુલ આ રીતે તૈયાર કરીને મુકવાનાં છે. જે સમયસર તૈયાર થશે તો તે એક વધુ ઉપયોગી સ્ત્રોત બનશે.

એપ્રીલનાં પ્રથમ હપ્તે દરેક સ્પર્ધકો તે ૮૦૦નું શબ્દ ભંડોળ તૈયારીનાં ભાગ સ્વરૂપે વાંચશે, ગોખશે કે તૈયાર કરશે. વિશાલે રેંડમ સીલેક્શન માટે તે શબ્દભંડોળમાંથી સ્પર્ધક દીઠ ૨૦ શબ્દો શોધવાનો એક નાનો સોફ્ટવેર બનાવ્યો છે.

શબ્દ દીઠ ૫ ગુણ છે જેમા શબ્દનાં સાચા અર્થ માટે ૨ ગુણ શબ્દ પ્રયોગ માટે ૩ ગુણ છે.

સ્પર્ધકે તેના ભાગે આવેલ ગુજરાતી શબ્દનો અર્થ અને શબ્દ પ્રયોગ રજુ કરવાનો છે શબ્દપ્રયોગ દરમ્યાન ઉચ્ચાર દોષ જણાય તો જોડણી એક પર્યાય બની શકે છે.

વિવાદનાં પ્રસંગોમાં પરિક્ષકો ભગવદ ગોમંડળનાં શબ્દોને સત્ય માનશે.

ગુજરાતી સાહિત્ય સરિતામાં અત્યારે દરેક સભ્યોને તેમના નામનાં પ્રથમ અક્ષર અને અટકનાં પ્રથમ અક્ષર પ્રમાણે ૨૦ અજાણ્યા શબ્દો ભગવદ ગોમંડળ ઉપરથી શોધવાનું ઈજન અપાયુ છે.

 

એકાક્ષરી શબ્દો

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અં અઃ
કા કે કૈ કો કૌ કિ કી કુ કૂ કં કઃ
ખા ખે ખૈ ખો ખૌ ખિ ખી ખુ ખૂ ખં ખઃ
ગા ગે ગૈ ગો ગૌ ગિ ગી ગુ ગૂ ગં ગઃ
ઘા ઘે ઘૈ ઘો ઘૌ ઘિ ઘી ઘુ ઘૂ ઘં ઘઃ
ચા ચે ચૈ ચો ચૌ ચિ ચી ચુ ચૂ ચં ચઃ
છા છે છૈ છો છૌ છિ છી છુ છૂ છં છઃ
જા જે જૈ જો જૌ જિ જી જુ જૂ જં જઃ
ઝા ઝે ઝૈ ઝો ઝૌ ઝિ ઝી ઝુ ઝૂ ઝં ઝઃ
ટા ટે ટૈ ટો ટૌ ટિ ટી ટુ ટૂ ટં ટઃ
ઠા ઠે ઠૈ ઠો ઠૌ ઠિ ઠી ઠુ ઠૂ ઠં ઠઃ
ડા ડે ડૈ ડો ડૌ ડિ ડી ડુ ડૂ ડં ડઃ
ઢા ઢે ઢૈ ઢો ઢૌ ઢિ ઢી ઢુ ઢૂ ઢં ઢઃ
ણા ણૈ ણૌ ણિ ણી ણુ ણૂ ણં ણઃ
તા તે તૈ તો તૌ તિ તી તુ તૂ તં તઃ
થા થે થૈ થો થૌ થિ થી થુ થૂ થં થઃ
દા દે દૈ દો દૌ દિ દી દુ દૂ દં દઃ
ધા ધૈ ધૈ ધો ધૌ ધિ ધી ધુ ધૂ ધં ધઃ
ના ને નૈ નો નૌ નિ ની નુ નૂ નં નઃ
પા પે પૈ પો પૌ પિ પી પુ પૂ પં પઃ
ફા ફે ફૈ ફો ફૌ ફિ ફી ફુ ફૂ ફં ફઃ
બા બે બૈ બો બૌ બિ બી બુ બૂ બં બઃ
ભા ભે ભૈ ભો ભૌ ભિ ભી ભુ ભૂ ભં ભઃ
મા મે મૈ મો મૌ મિ મી મુ મૂ મં મઃ
યા યે યૈ યો યૌ યિ યી યુ યૂ યં યઃ
રા રે રૈ રો રૌ રિ રી રુ રૂ રં રઃ
લા લે લૈ લો લૌ લિ લી લુ લૂ લં લઃ
l વે વૈ વો વૌ વિ વી વુ વૂ વં વઃ
શા શે શો શૌ શિ શી શુ શૂ શં શઃ
ષા ષે ષૈ ષો ષૌ ષિ ષી ષુ ષૂ ષં ષઃ
l સે સૈ સો સૌ સિ સી સુ સૂ સં સઃ
હા હે હૈ હો હૌ હિ હી હુ હૂ હં હઃ
ળા ળે ળૈ ળો ળૌ ળિ ળી ળુ ળૂ ળં ળઃ
ક્ષ ક્ષા ક્ષે ક્ષૈ ક્ષો ક્ષૌ ક્ષિ ક્ષી ક્ષુ ક્ષૂ ક્ષં ક્ષઃ
જ્ઞ જ્ઞા જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૌ જ્ઞિ જ્ઞી જ્ઞુ જ્ઞૂ જ્ઞં જ્ઞ

દેવિકાબેને મારા કામનું સરસ નવીકરણ કર્યું શબ્દો અનેક છે  અને એક સ્પર્ધા માં ૭૨૦ જ શબ્દો જોઈએ છે…

ભગવદ ગો મંડળ  ને જોશો તો ખરેખરી ગમ્મત હવે શરુ થશે. કારણ કે એક શબ્દના ઘણી વખત  વધુ  જુદા જુદા અર્થો નીકળે છે.

ગમતાનો ગુલાલ કરતા અને ઘણી વખત વિષયની શોધમાં (મારા જેવા જિજ્ઞાસુ ) ફરતા બ્લોગર મિત્રોને અત્રે થોડુંક કામ કરી શબ્દ સ્પર્ધાનાં યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ.

તમે ન જાણતા હો તેવા શબ્દોની સુચિ અક્ષર પ્રમાણે તૈયાર કરો અને તે સુચિ ૭૨૦ ઉપર પહોંચે એટલે મને મોકલો. તમારા જ નામે તેને પ્રસિધ્ધ કરતા મને આનંદ થશે.

              યાદ રહે આપણે ગુજરાતીમાં ઘુસી ગયેલ અન્ય ભાષાનાં શબ્દો સ્વિકારવાનાં નથી ૪૦૦ બ્લોગરોમાંથી અને અસંખ્ય વાચકો માંથી જેમને પણ આ કામ મનથી પણ કરવા યોગ્ય સમજે  તે સૌ બ્લોગર મિત્રો તથા વાચક મિત્રોના  ગુજરાતી માતૃભાષાનાં પ્રેમને મારા પ્રણામ. 

મારા શબ્દ સંશોધનની અપીલ ઘણા બ્લોગરો ને ગમી અને શરુ થયો દરેક અક્ષર નો લઘુત્તમ ૨૦ અને મહત્તમ ૫૦ શબ્દો નો યજ્ઞ..ક્યાંક તેના થી વધુ શબ્દો પણ મળ્યા

 

 

અક્ષર પ્રમાણે

શબ્દ સંશોધન

 

 

 

 

 

અક્ષર -વિજય શાહ

ક્રમ શબ્દ અર્થ શબ્દપ્રયોગ
બ્રહ્મા વિષ્ણુ મહેશ થી શરુ થતુ જ્ઞાન પ્રભુ વરદાન છે
અકચ બોડું જનોઈ લેતા બટુકોને અકચ કરવાનો રિવાજ છે.
અકજ નકામું ગાંધીજીએ પત્રની ટાંકણી કાઢી લઇ સમગ્ર પત્ર અકજગણી કચરા પેટીમાં નાખ્યો
અકરામ ઇનામ રાજા પંડિતોને માન અને અકરામથી નવાજે છે.
અકાક સુખ દુઃખથી પર જ્ઞાની જ્યારે પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે તે અકાક હોય છે
અકાતર હિંમત વાળા ક્ષત્રીયો અકાતર હોવાથી રાજ્ય સંભાળતા હોય છે
અકાબ ગરુડ પંખી અકાબ પંખી રાજ પણ કહેવાય છે.
અકાબર અમલદાર અક્બરનાં બધા જ અકાબર બાહોશ હતા
અકૂપાર સમુદ્ર અકૂપાર કદી પોતાના કાંઠા છોડતો નથી
૧૦ અકેલાસીય પાસા રહીત કાચો હીરો અકેલાસીય હોય છે.
૧૧ અકોટ સોપારી પૂજનમાં અકોટ ફળ તરીકે પણ વાપરી શકાય.
૧૨ અક્કા અબોલા ક્ષણવારમાં બન્ને પ્રેમીજનો અક્કા કરી છુટા પડ્યા
૧૩ અક્ષુણ્ણ પગરવ વિનાનું અક્ષુણ્ણ ભાવનાઓ જ્યારે શબ્દો ધારણ કરે ત્યારે તો કવન રચાય.
૧૪ અખાડ અષાઢ અખાડએ વાવણીનો મહીનો.તે ચુકાય નહિં
૧૫ અખોડ અખરોટ અખોડ એ તૈલ યુક્ત ફળ છે
૧૬ અગડ સોગંદ અગડ દીધે ના રોકાય કોઈ વીર પુરુષ
૧૭ અગદ દવા પારદ અગદ માપ વિના લે તો મૃત્યુ નક્કી મળે સમય પહેલા
૧૮ અગર સુગંધી લાકડું અગરની અગરબત્તી હજારો જાતની મળે.
૧૯ અગલ નાનકડો ખાડો , ગબી અગલમાં લખોટી પડી હતી છતાયે રાજુ અંચી કરીને આપવા નહોતો માંગતો
૨૦ અગાત શિલાલેખ અશોક્ના જમાનાના ઘણા અગાતોમાં લખ્યું હતું કે યુદ્ધનો અંત શાંતિ ક્યારેય
નથી.
૨૧ અગિયું હ્રસ્વ “ઇ” અગીયું હંમેશા કોમળ ઉચ્ચારથી ઓળખાય છે જેમકે વિશ્વાસ..
૨૨ અગ્ર્ય શ્રેષ્ઠ બધાથી આગળ ભારતીયો વિશ્વગ્ર્યે છે.
૨૩ અચક ઠેસ, આંગળી, આડ મન તારા અચક નીચે પ્રભુને ઝંખતું હતું
૨૪ અચબુચ અચાનક, અચલા તેં અચબુચ દર્શન દીધા અને હું પ્રફુલ્લીત વદને માણતો રહ્યો પ્રભુ તારી કૃપા
૨૫ અચૌર્ય ચોરી નકરવી અચૌર્ય એ જૈન પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે
૨૬ અચો ભીડ ફીલ્મી શૂટિંગ ની વાતથી અચો જમા થઈ ગઈ
૨૭ અછો અછો ખુબ લાડ લડાવ્યા મનગમતી ભાર્યા મળે તો પતિ રાજ અછો અછો જ કરે ને?
૨૮ અજદહા અજગર દસ ગજ લાંબો અજદહા જોઇ છક્કા છુટી ગયા
૨૯ અજમો દવા, લાંચ અજમો આપવાથી કામ ત્વરિત થયું
૩૦ અજાડું કજીયાળૂ પટેલ દંપતિ અજાડુ હોવાની વાત ખોટી છે
૩૧ અટવિ જંગલ ભવાટવિમાં ભટકવું ન હોય તો ધર્મ મય જીવન જીવવું જોઇએ.
૩૨ અટાઉ ઠગાઈ અટાઉનો માલ બટાઉમાં જાય
૩૩ અટીસોમટીસો સંતાકૂકડી અટીસોમટીસો એ ગુરુ કુળની રમત છે.
૩૪ અટાર ધૂળ સમય આવ્યે અટારની અને કટારની જરૂર પડે
૩૫ અટેરવુ સુતર ઉતારવું દસ પુણી કાંત્યા પછી બાપુ અટેરવુ કરતા
૩૬ અઠાયું આળસુ અઠાયુમન એટલે શયતાન નિવાસ
૩૭ અઠિંગણ ટેકો દેવો ઓસરીની ભીતે અઠિંગણતે નિમ્ન મસ્તક ડૂબતા સૂરજ જોઇ રહ્યો હતો.
૩૮ અડક ઉપનામ, અટક્ ગોરપદું કરે તેની અડક પણ ગોર જ હોય.
૩૯ અડપવું ખંતથી મંડ્યા રહેવું અડપનારા સફળ થાય જ
૪૦ અડવડ લથડવું દારુ પી ને તે અડવડતો રસ્તો પાર કરવા ગયો ને…
૪૧ અઢાડ ચરવા મોકલવું ગોરજ ટાણે અઢાડ સૌ પાછા આવે
૪૨ અણગાર જેણે ઘર બાર ત્યાગ્યા અણગાર વ્રત એ કઠીન તપ છે.
૪૩ અતરડી નાની કાનસ સોની અતરડી લઈને ઘાટ ઘડવા બેઠો
૪૪ અતાઈ વિના ગુરુએ એકલવ્ય અતાઇ હોવા છતા ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા માંગી
૪૫ અથેતિ અથ થી ઇતી પછી તો બા એ બચપણની બધીજ વાતો અથેતી સરલાને બતાવી
૪૬ અત્તારી અત્તર બનાવનારો કમલેશને અત્તારી બનવું ગમ્યું.
૪૭ અદત્તાદાન ચોરી કરવી પૂછ્યા વિના લઈ લેવુ તેને અદત્તાદાન કહેવાય
૪૮ અદરાવુ વિવાહ થવા સ્મિતા અનિલ સાથે અદરાવાનાં સમાચારે પ્રસન્ન હતી
૪૯ અદાપ બળાપો અનિલ પિતા સામે વિરોધનો અદાપ કાઢવા ઝઝુમતો હતો
૫૦ અધિ ક્ષેપ અપમાન અનિલનાં પિતા સ્મિતાનાં પિતાને ના પડવા જતા અધિક્ષેપીત થશે

આ છે મારુ બે કલાકનું શબ્દ કોષ વાંચન. આ વાંચતા વાંચતા મારા પિતાજીની ટકોર મને યાદ આવી તેઓ કહેતા કે નવલકથાઓ વાંચવાને બદલે જો શબ્દ કોશ વાંચશો તો તમારી ભાષા સમૃદ્ધ બનશે અને એક સુયોગ્ય શબ્દ તમને સો શબ્દોનાં વિવરણ માંથી બચાવશે.

ફક્ત “અ”નાં ૧૯ પાનામાંથી ૫૦ શબ્દો એવા મલ્યા કે જે મારે માટે નવા હતા.. અને તે ગુજરાતી ભાષાના હતા.

ગુજરાતી શબ્દ સ્પર્ધાનું સ્તર આટલું ઊંચુ લઈ જવાની ખેવના હોવા છતા તે શક્ય નથી કારણ કે પંડિત યુગની આપણે વાત નથી કરવી પણ એક લેખક તરીકે અને સંવિત હ્ર્દયને નવા શબ્દો બહુ જ આનંદ આપે છે તે વાતમાં કોઇ શક નથી.

 

 

 

 

 

 

 

અક્ષર “એ” – આશ્લેષ પારેખ અને હિના પારેખ

શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી અંગે શ્રી કાંતિભાઈ કરશાળા સાથે વાતચીત કરતાં તેમણે મને સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓને પણ આમાં સામેલ કરવા જણાવ્યું. બીજા વિદ્યાર્થીઓને શોધવાનું તો શક્ય બન્યું નહીં. પણ રજાઓમાં મારી ઘરે આવેલા મારી બેનના દીકરાઓને આ કામમાં સામેલ કરવાનું શક્ય બન્યું. શબ્દ સ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મારા ભાણિયા આશ્લેષ કે. પારેખે પણ મદદ કરી છે. આશ્લેષ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. અને તેણે ધોરણ-૬ની પરીક્ષા આપી છે. એની શાળામાં ગુજરાતી વ્યાકરણનો અલગ વિષય શીખવવામાં આવે છે તેથી એને વાક્ય બનાવવામાં ઘણી મજા પડી.

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
એંકાર અહંકાર; ગર્વ; અભિમાન. આપણે જીવનમાં એંકાર રાખવો જોઈએ નહીં.
એંખલાસ અતિશય મેળાપ; પરમ મિત્રતા. અમારા શહેરમાં હિન્દુ-મુસલમાન એંખલાસથી રહે છે.
એંચ અછત; ખામી. ભવિષ્યમાં પાણીની એંચ પડશે જ.
એંચંએંચા ખેંચાખેંચી નેતાઓ ખુરશી માટે એંચંએંચા કરે છે.
એંચણો હરણ. એંચણોને પકડવા રામ વનમાં ગયા.
એંટદાર એંટવાળું. એના એંટદાર સ્વભાવને કારણે એને કોઈ સાથે બનતું ન્હોતું.
એબ ખોડ; ખામી. દરેક માણસ પોતાની એબ ખૂલ્લી ન પડી જાય તે બાબતે સાવધાન રહે છે.
એંઠવાડ એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ. લગ્નપ્રસંગે વધેલો એંઠવાડ ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં.
એંડીગેંડી વડોદરા તરફ રમાતી એ નામની એક રમત વડોદરાના બાળકોને એંડીગેંડી ની રમત ખૂબ ગમે છે.
૧૦ એંડુ કળશ. પૂજા સામગ્રીમાં એંડુ ની જરૂર પડ છે.
૧૧ એંઢોણી ઇંઢોણી; હીંઢોણી. એંઢોણી પર બેડું મૂકીને પનિહારી કૂવે પાણી ભરવા જાય છે.
૧૨ એંધણાં બળતણ. ગામડાની સ્ત્રીઓ સાંજે એંધણાં વીણવા જાય છે.
૧૩ એંધાણી નિશાની; ચિહ્ન. વરસાદની એંધાણી થતાં જ સજીવસૃષ્ટિ આનંદિત થઈ જાય છે.
૧૪ એંનમેંન સરખેસરખું; મળતું આવતું. બધું એંનમેંન હોય ત્યાં દીકરીને દેવાય.
૧૫ એઆનત મદદ; સહાય. કોઈની એઆનત લેવા કરતાં ભૂખથી મરી જવું એણે પસંદ કર્યું.
૧૬ એઈડિયું એરંડિયું; દિવેલ. માથામાં એઈડિયું લગાવવાથી ઠંડક થાય છે.
૧૭ એકંતરા એકાંતરિયો ઉપવાસ. જૈન લોકો પર્યુષણમાં એકંતરા ઉપવાસ કરે છે.
૧૮ એકંદરે બધું મળીને થયેલું; કુલ. એકંદરે આ વર્ષે શિયાળુ પાક સારો થયો.
૧૯ એકક અસહાય; મદદ વગરનું. પતિના મૃત્યુ પછી રમા એકદમ એકક થઈ ગઈ.
૨૦ એકકપાલી એક માથાવાળું. રાવણ એકકપાલી નહોતો પણ દશકપાલી હતો.
૨૧ એકકોષી એક કોષવાળાં પ્રાણી અમીબા, યીસ્ટ અને પેરામિશિયમ એકકોષી સજીવ છે.
૨૨ એકગમ્ય પરમાત્મા; એક સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવા પ્રભુ. મીરા દ્વારિકામાં એકગમ્યમાં સમાઈ ગઈ.
૨૩ એકચક્રી ચક્રવર્તી. લંકામાં રાવણનું એકચક્રી શાસન હતું.
૨૪ એકટાણું એક વખત જમવાપણું. શ્રાવણમાસમાં ઘણાં લોકો એકટાણું કરે છે.
૨૫ એકઠું એકત્ર કરેલું; ભેગું કીડી કણકણ કરીને અનાજ એકઠું કરે છે.
૨૬ એકડ જમીનનું એક માપ એની પાસે હજારો એકડ જમીન હતી તો પણ એ સુખી ન્હોતો.
૨૭ એકડબેકડ છૂટક છૂટક. ઘરનો સામાન એકડબેકડ ન લાવતા સાથે જ લાવવો સારો.
૨૮ એકડેએક એકથી સો લગી બોલવા લખવાનો એક આંક શિક્ષકે બધા બાળકોને એકડેએક લખવા કહ્યું.
૨૯ એકઢાળિયું એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી. જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં એકઢાળિયાં ઘરો જોવા મળે છે.
૩૦ એકતંતુ એક તારવાળું. એકતંતુ વાદ્ય વગાડીને એણે બધાનું મનોરંજન કર્યું.
૩૧ એકતંતે લાગુ રહીને; ખંત અને આગ્રહથી. વિદ્યાર્થીઓએ એકતંતે અભ્યાસ કરવો જોઈએ.
૩૨ એકતંત્રશાસન એકહથ્થુ સત્તાવાળી રાજ્યપદ્ધતિ. ચંદ્રગુપ્તએ પોતાના રાજ્યમાં એકતંત્રશાસન સ્થાપ્યું હતું.
૩૩ એકતત્ત્વવાદ અદ્વૈતવાદ પંડિતો એકતત્ત્વાદની ચર્ચા કલાકો સુધી કર્યા કરતાં.
૩૪ એકતરફ એક બાજુએ; એક પક્ષે છેવટે બધા લોકો એકતરફ થઈ ગયા.
૩૫ એકતરા એકાંતરિયો તાવ. મેલેરિયાનો એકતરા તાવ આવે છે.
૩૬ એકતર્ફા એકપાક્ષિક; એક બાજુનું. એકતર્ફા નિર્ણયો હંમેશા ખોટા હોય છે.
૩૭ એકતા અભેદ; સમાનતા ભારતની એકતા અને અખંડિતતા જાળવવા જાન આપવો પડે તો પણ તે માટે તૈયાર રહેવું જોઈએ.
૩૮ એકતાન એક જ વસ્તુ ઉપર ધ્યાન ચોંટેલું હોય એવું; એકાગ્રચિત્ત પંડિત ઓમકારનાથને સાંભળીને એ સંગીતમાં એકતાન થઈ ગયો.
૩૯ એકતીર્થી ગુરુભાઈ; સાથે ભણનાર આશ્રમમાં કૃષ્ણની સાથે સુદામા  એકતીર્થી હતા.
૪૦ એકત્રિત સંગ્રહેલું; એકઠું કરેલું. મુશ્કેલી આવે ત્યારે એકત્રિત કરેલું ધન કામ આવે છે.
૪૧ એકત્વભાવના એકપણાનો ભાવ; સંપની લાગણી. ઘરમાં એકત્વભાવનાથી સૌ રહે તો બહારની કોઈ વ્યક્તિ કંઈ બગાડી શકતી નથી.
૪૨ એકદંડિયો એક થાંભલા ઉપર ચણેલી મેડી. એના એકદંડિયા મહેલમાં કોઈ પ્રવેશી શકતું નહીં
૪૩ એકદંત ગણપતિ; ગણેશ કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં એકદંતની પૂજા કરવામાં આવે છે.
૪૪ એકદમ આ જ વખતે; આ પળે. એકદમ સમયસર ટ્રેન ઉપડી ગઈ.
૪૫ એકધારું એક જ દિશામાં જતું. નદીનું પાણી એકધારું વહ્યા કરે છે.
૪૬ એકનિશ્ચય બદલાય નહિ તેવો ઠરાવ; દૃઢ નિશ્ચય. એ એક વાર એકનિશ્ચય કરી લે પછી તેને કોઈ બદલી નહીં શકે.
૪૭ એકપત્નીવ્રત એક જ પત્ની કરવાનું વ્રત રામ એકપત્નીવ્રત ધરવતા હતા.
૪૮ એહતિયાત ચેતવણી; સાવધાની. સૂરતમાં પૂર આવવાની એહતિયાત આપવામાં આવી હતી.
૪૯ એષણા ઇચ્છા પ્રથમ નંબર લાવવાની એષણા સૌએ રાખવી જોઈએ.
૫૦ એશઆરામ મોજમજા અને નિરાંતનું સુખ; આરામ. ખેડૂતો અનાજ તૈયાર થઈ જતાં એશાઆરામ કરે છે.
૫૧ એચારી ગોર. ધર્મગુરુ પ્રમુખસ્વામી મહારાજ સ્વામીનારાયણ સંપ્રદાયના એચારી છે.

અક્ષર “ઓ “- કાંતીલાલ કરસાળા

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ઓરસ લગ્નનું જમણ મહેશભાઈએ પુત્રના લગ્નપ્રસંગે ઓરસનું આયોજન કર્યું.
ઓરસિયો ચંદન ઘસવાનો પથ્થરનો કકડો ઓરસિયા પર સુખડ ઘસી ચંદન ઉતારાય છે.
ઓરહ સ્વર્ગ એક સમયે શ્રી નગર ભારતનું ઓરહ ગણાતું.
ઓરાં હળ. વરસાદ આવતા પહેલાં ખેડૂત ખેતરમાં ઓરાં ચલાવે છે.
ઓપટી જરૂર; અગત્ય. આ વાત ઓપટી હોવાથી તમે મને તુરંત જ મળો.
ઓપચીખાના ચોકી; હથિયારબંધ માણસોને રહેવાનું સ્થળ. દેશની સુરક્ષા માટે સરહદી વિસ્તારમાં સરકારે ઓપચીખાનાં ઊભાં કર્યાં છે.
ઓપડસંગ અક્કલ વગરનું. સાવ ઓપડસંગ વાતો કરો નહિં.
ઓપતું શોભતું; દીપતું. આ સાડી તમને સરસ ઓપે છે.
ઓપાવું ચળકાટ મારતું કરાવું. કાંધી ઉપરના વાસણો કેવાં ઓપે છે.
૧૦ ઓખાત શક્તિ; તાકાત; ગુંજાશ. ચુંટણી આ ઉમેદવારોની ઓખાત ઓછી આંકશો નહિં.
૧૧ ઓગણ હલકું ગણાવા જેવું. ભીખ માંગવા કરતાં મહેનતનું કામ ઓગણ નથી.
૧૨ ઓખોમોખો ચેપી તાવ. જુઓ ઓખું. ચૈત્ર-વૈશાખ માં ઓખોમોખોના વહારા હોય છે.
૧૩ ઓખામંડળ કાઠિયાવાડનો ગાયકવાડ તાબાનો મહાલ. ઓખામંડળના વાઘેરો ખૂબ જ લડાયક છે.
૧૪ ઓજીસારો કચરો; પૂંજો. જ્યાં ઓજીસારો કરી ગંદકી ફેલાવી નહિં.
૧૫ ઓઝડ એક માગણ. કેટલાક ઓઝડ ભારે હઠીલા હોય છે.
૧૬ ઓઝડવાવું અચાનક આડે આવવું. અચાનક કૂંતરું ઓઝડવાથી તેણે વાહનને જોરદાર બ્રેક મારી.
૧૭ ઓજસ્વતી તેજવાળી. આ તલવાર જોઈ? તેની ધાર કેવી ઓજસ્વતી છે.
૧૮ ઓજાય પડછાયો. દેવોને ઓજાય હોતો નથી.
૧૯ ઓજી વણકર આજે હાથશાળ પર કામ કરનાર ઓજીઓ રહ્યા નથી.
૨૦ ઓસા ઝાકળ શિયાળામાં વહેલી સવારે ગાઢ ઓસા જોવા મળે છે.
૨૧ ઓસાણભંગ નાસિપાસ. સખત મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં નિષ્ફળ જવાથી કેતન ઓસણભંગ થયો.
૨૨ ઓસાફ ઢંગ; લક્ષણ. મને આ છોકરીના ઓસાફ સારા નથી લાગતા.
૨૩ ઓહિ હદ; મર્યાદા. તમે તો બોલવામાં ઓહિ વળોટી ગયા.
૨૪ ઓહો અફસોસ જીવનમાં ઓહો થાય તેવું કદી ન કરો.
૨૫ ઓહોર ઢોરને પૂરવાનો ડબો. રખડતા ભટકતાં ઢોરને નગરપાલિકા ઓહોરમાં રાખે છે.
૨૬ ઓલગ અરજ હે મા બાપ ! આ ગરીબની ઓલગ સાંભળો.
૨૭ ઓલનગોઝારૂ છીનાળું. ઓલનગોઝારૂ કરી બદનામી વહોયો નહીં.
૨૮ ઓલરવું આથડવું. નોકરી માટે ચમન આમતેમ ઓલરે છે.
૨૯ ઓલંભો ફરિયાદ કોઈ મુશ્કેલી છે? અહીં ઓલંભો નોંધાવો.
૩૦ ઓઘાવવું ખરાબ કામ કરવું મેં એવું કયું ઓઘાવ્યું કે હું નીચું જોઉં ?
૩૧ ઓઘવું ખડકવું; આ જગ્યાએ લાઈનબંધ ઘઉંની બોરી ઓઘવો.
૩૨ ઓઘામણ શરમ; આવી નાલાયકી કરતાં તને ઓઘામણ ન આવી?
૩૩ ઓરકાડ ઓડકાર; ડકાર. ભૂખ્યા માણસને ભોજન મળતાં તેને તૃપ્તીનો ઓરકાડ ખાધો.
૩૪ ઓળ પર્વતની હાર. હિમાલય જુદાજુદા ઓળની માળા છે.
૩૫ ઓળંભ હઠ કૈકયની સ્ત્રી ઓળંભ પાસે રાજા દશરથ હારી ગયા.
૩૬ ઓલ્હવવું ઠારવું. અગ્નિ ઓલ્હવવામાં આવ્યો.
૩૭ ઓશકાવું અચકાવું; ખંચાવું. ઓશકાયા વિના નિર્ભયપણે વાત કરો.
૩૮ ઓશંકવું શરમાવું; લજવાવું. નવી નવીઢા સાસરે સહેજ ઓશંકવાની લાગણી અનુભવે છે.
૩૯ ઓષ્ઠાધર ઉપલો અને નીચલો એ બેઉ હોઠ. શ્રીકૃષ્ણ ઓષ્ઠાધરથી વાંસળી વગાડતા હતા.
૪૦ ઓષ્ઠાક્ષર હોઠથી ઉચ્ચાર થાય તેવા અક્ષર. પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠાક્ષર છે.
૪૧ ઓષ્ણ સહેજ ગરમ. ઓષ્ણ પાણીથી સ્નાન કરવાથી તાજગી આવે છે.
૪૨ ઓસંકળ હલકું; ઓછું. વસ્તુનું વજન ઓસંકળ નથી તેની ખાત્રી કરો.
૪૩ ઓબાળાહું બગાસું. લોટરી લાગી જાણે ઓબાળાહુંમાં પતાસું.
૪૪ ઓભામણ મૂંઝવણ; ઉકેલ ન સૂઝવાથી થતી ગભરામણ. પુત્રીના વિવાર કઈ રીતે સંપન્ન થશે એ વિચારે પિતાને ઓભામણ થઈ.
૪૫ ઓબો દુઃખ; પીડા. માનસિક ઓબો માણસને નિરાશ કરી નાખે છે.
૪૬ ઓસાર ઘટાડો; ઘટ; ક્ષય. ચંદ્રની કળા કૃષ્ણ પક્ષમાં ઓસાર પામતી જાય છે.
૪૭ ઓત કરકસર. ઓત એ બીજો ભઈ છે.
૪૮ ઓતી શ્રેષ્ઠ; ઉત્તમ. ઓતી કામ કરનારને ઈલ્કાબ આપવામાં આવશે.
૪૯ ઓંઘ ઊંઘ ઓંધ અને આહાર વધાર્યા વધે.
૫૦ ઓઝું મુશ્કેલ આ કામ થોડું ઓઝું છે.
૫૧ ઓટ ટેકો; આધાર; શરણ; રક્ષા. ભગવાનને ઓટ જવાથી તે આપણી ઓટ કરે છે.

 

 

 

 

 

 

અક્ષર ” ઇ”- ‘ઇશ્ક’ પાલનપુરી રઝ્યા રમેશ

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ધણી ને બોલાવવા અથવા તેના સબંધ માં વપરાતો ઉચ્ચાર બાઈ એ કહ્યું કે તમે બેસો મારા ઈ હમણાં જ  આવશે
ઈંધે અહીંયા,    આતરફ, ઈધર ત્યાં ખાડો છે બધા ઈંધે  આવો
ઈંખ ખસવુ, જવુ, ઝૂલવુ,હલાવવુ નાનાદીકરાને રડતો જોઈને માં એ મોટા દિકરાને કહ્યું કે જા તું ઘોડીયું ઈંખ
ઈંગલીઢીંગલી એક રમત,ખીલમાંકડી આપણે નાના હતા ત્યારે ઈંગલીઢીંગલી બહું રમતા
ઈંચભઠ્ઠા ઈંટ પકવવા માટેની ભઠ્ઠી તળાવની આસપાસ ઈંચભઠ્ઠા વધુ હોય છે
ઈંચવું ખૂંચવી લેવા, ખેચવુ, ચૂસી લેવુ રાજકારણીઓ ગરીબો નો રોટલો ઈંચતા પણ ખચકાતા નથી
ઈંજાવવું ઈંજવાનું કામ બીજા પાસે કરાવવું,તેલ ઉંજાવવું દરજીઓએ લગ્નની સીજનમાં વારંવાર સીલાઈ મશીનઈંજાવવું પડતું હોય છે
ઈંજાવું ઈંજવાનું કામ થવું,ઉંજાવું,અભિષેક થવો શ્રાવણ મહીનામાં શંકરભગવાન પર બીલી નો ઈંજાવોથાય છે
ઈંટગારી ઈંટનું કારખાનું,ઈંટનું બાંધકામ જુના જમાના જેવી ઈંટગારીહવે જોવા નથી મળતી
૧૦ ઈંટકો ઈંટનો કટકો,રોડું ઈંટકો મકાનના પાયામાં વપરાય છે
૧૧ ઈંટકારી ઈંટ પાડવાનો ધંધો ઈંટકારીમાં સરકારે કર નાંખ્યો ત્યારથી ઈંટો મોંઘી થઈ ગઈ છે
૧૨ ઈંટઢેખાળા રોડું, એ નામની રમત ઈંટઢેખાળા ની રમત હાલનાં સમયમાં કોઈ રમતું નથી
૧૩ ઈંટમાર ચઢ્ઢાકડા એ નામની રમત ઈંટમાર ચઢ્ઢાકડા ની રમત સાવ ભૂલાતી જાય છે
૧૪ ઈંટપજાવો ઈંટની ભઠ્ઠી ગામડામાં ઠેર ઠેર ઈંટપજાવો જોવા મળે છે
૧૫ ઈંટબંધી ઈંટથી કરેલું ચણતર,બંધ ઈંટબંધી કરવાથી ચોમાસામાં જમીનનું ધોવાણ અટકાવી શકાય છે
૧૬ ઈંટકોર ઈંટનો ભૂક્કો પીતળના વાસણ ઈંટકોરથી માંજવાથી ચમકી ઉઠે છે
૧૭ ઈંટગર ઈંટ તૈયાર કરવાનો ધંધો કરનાર માણસ ઈંટના ધંધામાં કર લાગવાથી ઈંટગર ની હાલત કફોડી થઈ છે
૧૮ ઈંટડી ઈંટ, પરોપજીવી જંતુંમાંનુ એક,ઈતડી ઈંટડી પશુંઓનું લોહી ચૂંસી ને પોતાનું ભરણપોષણ કરે છે
૧૯ ઈંટડું ઈંટ નો કટકો, નાનાપણું બતાવનાર પ્રત્યય રમત રમતમાં એક છોકરાને ઈંટડું લાગવાથી દવાખાને લઈ જવો પડ્યો
૨૦ ઈંટરડી પરોપજીવી જંતુંમાંનુ એક,ઈટડી જું,ઈંટરડી એ બધા પરોપજીવી જંતું છે
૨૧ ઈંટવટી ઈટો બનાવનાર ઈંટવટી એક સામાન્ય મજુર નહી પણ કારીગર છે
૨૨ ઈંટવાડો ઈંટો બનાવવાની જગ્યા,ભઠ્ઠી તળાવ ઈંટવાડા માટે અનુકુળ જગ્યા છે
૨૩ ઈંટવાળો ઈંટ બનાવનાર, કુંભાર ધનાભાઈ ઈંટવાળો આજકાલ મજુરોનું શોષણ કરે છે
૨૪ ઈંટા ઈંટ ગામડાંમાં ઈંટા સિમેન્ટના બદલે માટી માં ચણે છે
૨૫ ઈંટાકાર ઈંટના આકારનું મારું મકાન ઈંડાકાર નહીં પણ ઈંટાકાર છે
૨૬ ઈંટાળી ઈંટો મારી મારી ને દેવાતી સજા જુના જમાનામાં ગુનેગારો ને રાજાઓ ઈંટાળીની સજા ફટકારતા
૨૭ ઈંટાયા એક જાત નં કબૂતર ઈંટાયા કબૂતરનું અસ્તિત્વ હવે પૃથ્વી ઉપર રહ્યું નથી
૨૮ ઈંટાખોયા ઈંટની ધૂળ ઈંટાખોયા નો ઉપયોગ રંગોળીમાં લાલ રંગ તરીકે થાય છે
૨૯ ઈંટાળું ઈટનું બનેલું,ઈંટવાળું,ઈંટાળ ભૂંકંપ ના કારણે કચ્છની ધરતી ઈંટાળું બની ગઈ છે
૩૦ ઈંટાળો ઈંટનો કટકો,રોડું સામાન્ય ઝઘડામાં તારે એને ઈંટાળો ના મારવો જોઈએ
૩૧ ઈંટીયું ઈંટનું બીબું ઈંટો પાડતા વચ્ચે વચ્ચે ઈંટીયું સાફ કરતા રહેવું પડે છે
૩૨ ઈંટેલ ઈંટ થી બાંધેલું,ઈટબંધી જુના જમાનાની ઈંટેલ ઈમારતો જોવાલાયક હોય છે
૩૩ ઈંટોરેઈંટો એક રમત ઈંટોરેઈંટો  સમૂહમાં રમાતી રમત છે
૩૪ ઈંટોરી ઈંટનું બનાવેલું, ઈંટથી બંધાવેલું જમાનામાં પણ મારા દાદાને ઈંટોરી મકાન હતું
૩૫ ઈંડ ઈંડું સાપ પોતાના જ ઈંડ ખાઈ જાય છે
૩૬ ઈંડકટાહ ઈંડા ઉપરનું પડ,કોચલું ઈંડા ની વાનગી બનાવતી વખતે ઈંડકટાહ કાઢી નાંખવામાં આવે છે
૩૭ ઈંહર અહીંયા,આ તરફ આ બાજુ જગ્યા ખાલી છે તમે બધા ઈંહર આવો
૩૮ ઈંડવી ઈંઢોણી ગામડામાં વજન ઉપાડવા સ્ત્રીઓ માથા ઉપર ઈંડવી રાખે છે
૩૯ ઈંડાદાવ એક રમત ઈંડાદાવ રમવાની આપણી ઉંમર નથી
૪૦ ઈંડાળ ઈંડા લઈને જતી કીડીઓની હાર,એકજ ધંધા ના માણસોનોજથ્થો ચોમાસામા ઘરમાં પણ ઠેરઠેર ઈંડાળ જોવા મળતી હોય છે
૪૧ ઈંડી નાની ઈંઢોણી નાની છોકરીઓ પાણી ઉપાડવા માટે બેડલાની સાથે ઈંડીનો ઉપયોગ કરે છે
૪૨ ઈંડાળું ઈંડા લઇ જતું,ઈંડાવાળું પહેલો વરસાદ પડ્યો નથી કે કીડી મકોડાનું ઈંડાળું બહાર આવ્યું નથી
૪૩ ઈંડેરિકા ખાવાની એક વાનગી,વડું ઈંડેરિકા નો સ્વાદ ખૂબ તીખો હોય છે
૪૪ ઈંડો ઈંડું મોરનો ઈંડો ચીતરવા ના પડે
૪૫ ઈંઢ સમાન ,બરાબર, સરખું ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારીનું કામ આપણે સૌએ ઈંઢ  ભાગે  વહેચી લેવું જોઈએ
૪૬ ઈંઢુઆ ઈંઢોણી અલગ અલગ ઉંમરની સ્ત્રીઓ પાણીભરવા માટે જુદા જુદા પ્રકારની ઈંઢુઆ નો ઉપયોગ કરે છે
૪૭ ઈંતાળ ઈંટ,પરોપજીવી જંતુંમાંનુ એક,ઈતડી જું, ઈંતાળ એ બધા પરોપજીવી જંતું છે
૪૮ ઈંદરધનક મેઘધનુંષ્ય [ગ્રામ્ય] ચોમાસામાં આકાશમાં ઈંદરધનક
જોવાનો પણ એક લ્હાવો છે
૪૯ ઈંદૂર ઉંદર ઈંદૂર એ ગણેશ ભગવાનનું વાહન છે
૫૦ ઈંધણધોરી ઓછી સમજવાળો માણસ,મૂર્ખ,ભાર વહન કરનાર આપણા સમાજમાં ઈંધણધોરી માણસો નો તોટો નથી
૫૧ ઈંમ્રતી અડદના લોટની જલેબી આકારની મીઠાઈ આજે પણ ગામડાંમાં દિવાળી ના ટાણે ઈંમ્રતી મીઠાઈ બનાવવાનો શિરસ્તો છે
૫૨ ઈંરોઝ આજે , આ દિવસે ચાલો ,આપણે ઈંરોઝ પ્રતિજ્ઞા લઈએ કે  આપણા દેશ ને મહાન બનાવશું
૫૩ ઈંશ ખાટલા કે ઢોલિયાનાં પડખાનાં બે લાકડામાંનું દરેક બધા જાનૈયા એક ખાટલા પર બેસવાથી ખાટલાની બંન્ને ઈંશ ભાગી ગઈ
૫૪ ઈંશબ આ રાત્રે વાતાવરણ જોતા લાગે છે કે ઈંશબ ચોક્કસ વરસાદ આવશે
૫૫ ઈંસાલ આ વર્ષે શેર બજારની મંદિના કારણે ઈંસાલ ઘણા લોકો પાયમાલ થઈ ગયા

અક્ષર “ઉ”-  કાંતીલાલ કરસાળા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ઉંગન ઝોલાં ખાવાં તે. કેટલાક ને વાતવાતમાં ઉંગનની આદત હોય છે.
ઉંગળ (ભીલી ) સ્નાન; નાવણ. રોજ ઉંગળ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
ઉંગ્ની સુસ્તી; આળસ ઉંગ્ની ત્યજી, શ્રમ કરો, સમૃદ્ધિ મેળવો.
ઉંછ ભિક્ષા માતા અનુરાધા પાસે બાળ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ઉંછ માટે પધાર્યાં.
ઉંજલ ખોબો; પોશ લગ્ન પ્રસંગે વર કન્યાને ઉંજલ ભરી કંસાર પીરસાય છે.
ઉંદુક થાળી. ઉંદુક માં જરૂર પૂરતું જ ભોજન લો.
ઉંદેણ ઈંઢોણી. ઉંદેણ પર બેડલું પનિહારી ચાલી પાણી ભરવા.
ઉકબા પરિણામ; અંત   બીજી દુનિયા; સ્વર્ગ. કોઈ પણ કાર્ય કરતાં તેનાં ઉકબાનો વિચાર કરો.
ઉકમાવું નિમણૂક કરવી સરકારે મુખ્ય ચુંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની ઉકમાવ કરી.
૧૦ ઉકરસ ચડતી જીવનમાં ઉકરસ-પડતી આવ્યા જ કરે.
૧૧ ઉકરાટુ અભિમાની; ગર્વિષ્ઠ. અવળું; ઊંધું રાવણ કેવો ઉકરાટું હતો !
૧૨ ઉકલા ડાહ્યા માણસો. ઉકલાની વાતો હંમેશા માનવી જ જોઈએ.
૧૩ ઉકલાઈ ઊલટી. તેની ઉકલાઈ વાતો થી હું તંગ આવી ગયો છું.
૧૪ ઉગ્રભાગી નસીબદાર; ભાગ્યશાળી. કાંતિભાઈ બધી રીતે ઉગ્રભાગી છે.
૧૫ ઉઘાડેછોગે જાહેરમાં પોલીસે ગુનેગારની ઉઘાડેછોગે ધોલાઈ કરી.
૧૬ ઉચંગ મૂર્છા. ભારે ગરમીને કારણે તેની ઉચંગ આવી ગઈ.
૧૭ ઉચકન આડ; ટેક. વૃક્ષની ઉચકન લઈ રામે વાલીને માર્યોં.
૧૮ ઉચક્કા ખીસા કાતરનાર ચોર. બદમાશ; ઉઠાઉગીર. ભિખારી. ચોરી. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવાં જાહેર સ્થળે ઉચક્કા થી સાવધાન રહો. એવાં બોર્ડ જોવા મળે છે.
૧૯ ઉચ્ચગોત્ર કુળ. રામ શર્મા આચાર્યનું ઉચ્ચગોત્ર ભારદ્વાજ છે.
૨૦ ઉચ્ચટા ટેવ; આદત. રામજીભાઈ ઉચ્ચટાથી મજબૂર છે.
૨૧ ઉચ્ચતરુ નાળિયેરી. ઉચ્ચતરુ દરિયાકાંઠાના વૃક્ષો છે.
૨૨ ઉચ્ચતા ઉન્નતિ; ચડતી. ઉમદાપણું; શ્રેષ્ઠતા; મોટાઈ; પ્રૌઢતા. ઊંચાઈ. યોગ્યતા; ગુણ. તેજોદ્વેશી બીજાની ઉચ્ચતાને સાંખી શક્તો નથી.
૨૩ ઉચ્છિલીંદ્ર બિલાડીનો ટોપ; ઉચ્છિલીંધ્ર. ભારતમાં ઉચ્છિલીંદ્રની જેમ પ્રાદેશિક પક્ષો ફૂટી નીકળ્યાં છે.
૨૪ ઉચ્છિષ્ટતા નાપાકી. ભારતમાં જૂદા જૂદા સ્થળે ત્રાસવાદીઓ હુમલા કરી કેવી ઉચ્છિષ્ટતા કરે છે.
૨૫ ઉચ્છીર્ષક ઓશીકું કેટલાકને માથું રાખવા માટે બે ઉચ્છીર્ષકની ટેવ હોય છે.
૨૬ ઉચ્છુલ્ક કર અને જકાત વગરનું. આજે ગુજરાતમાં બધાં શહેરો ઉચ્છુલ્ક છે.

 

અક્ષર “ક”- ડો ઇંદુ બહેન શાહ

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
કંચલી કાચનું કામ કરનાર કારીગર ઇટલીના કંચલીનું કામ વખણાય છે
કંચવો ઘેટાના ઊનની વણેલી બંડી કચ્છ ગયા ત્યારે મારા દીકરા માટે સુંદર કંચવો લઇ આવ્યા
કંચિની વેશ્યા એક જમાનામાં બંગાળની કંચીની સંગીત તથા નૃત્યમાં નિષ્ણાત ગણાતી.
કંજાલ શેવાળ નળ સરોવરના પાણીમાં કંજાલ જોઇ દુઃખ થયું.
કંજીરા મંજીરાં કંજીરાં વગરના ભજન ભજન ના કહેવાય.
કંટક્ફળ ગોખરુનું ઝાડ આયુર્વેદ દવામાં કંટક્ફળનો ઊપયોગ કરવામાં આવેછે.
કંટક્ભુજ ઊટ રણમાં કંટક્ભુજ એક માત્ર વાહન.
કંઠાળી દરિયા કાંઠે આવેલ, આવેલું મુંબઇમાં કંઠાળી મકાનો ઘણા મોંઘા હોય છે.
કકુંજલ ચાતક પક્ષી કકુંજલ વર્ષાના વારિની રાહ જોતુ બેઠું છે.
૧૦ કકુડો કીકો, છોકરા માટે વહાલ દર્શાવતો શબ્દ આજે પણ ગામડામાં માતા બોલતી સંભળાઇ, મારો કકુડો હજુ કામેથી નથી આવ્યો.
૧૧ કુકુદ્માન પર્વત હિમાલયમાં આવેલ કુકુદ્માન પરશીવના નંદીની ઉત્પતી થયેલ છે
૧૨ કચડો કુમળો,અપરિપકવ કચડા-છોડની આજુબાજુ વાડ કરવી જરૂરી છે.
૧૩ કાંકડ કાચબો કાંકડ પોતાની ઇન્દ્રિયો સમય આવે સંકોરી લે છે.
૧૪ કંકણ બંગડી તમારી કંકણ સુંદર છે
૧૫ કાંકણ દોરો બેતાળા આવ્યા કાંકણ પરોવાતા નથી
૧૬ કાંકણાં ચૂડો હાથીદાંતના કાંકણાં સુંદર હોય છે
૧૭ કાંકર ભો કાંકરાવાળી જમીન કાંકર ભોને ખેડવી મુશ્કેલ છે.
૧૮ કાપથ ખરાબ માર્ગ કાપથ પર વાહન ચલાવવું મુશ્કેલ છે.
૧૯ કાપથ્ય દુર્ગુણ કાપથ્ય વ્યક્તિને દૂરથી સલામ.
૨૦ કાપાટિક નાનું બારણું જુના કિલ્લા,ગઢ્માં કાપાટિક જોવા મળે
૨૧ કાપાટી સીધી સપાટીમાં ઊડવું તે સ્થળાંતર કરતા પક્ષીઓ કાપાટીમાં ઊડતા હોય છે.
૨૨ કામગ પરસ્ત્રીગામી; વ્યભિચારી; લંપટ વહૂ,દીકરીઓએ કામગ પુરૂષથી ચેતતા રહેવું.
૨૩ કામુકિ વાદળુ મારા ખેતરમાં બસ એક કામુકિ વરસ.
૨૪ કામુન જીરૂં ગુજરાતની રસોયમાં કામુનનો ઉપયોગ વિષેશ હોય છે.
૨૫ કામેટી શહેરસુધરાઇખાતું; મ્યુનિસિપાલિટી અમારા ગામની કામેટીએ ઘણા સારા કામ કર્યા.
૨૭ કામેશ્વર કામ એટલે વિષયવાસના ઉપર ઐશ્વર્ય મેળવનાર કામેશ્વર મહાદેવનું નામ છે.
૨૮ કામૈષણા વિષયવાસના. વાનપ્રસ્થાશ્રમમાં કામૈષણા ઘટાતી જાય છે.
૨૯ કારલો મગદળનો એક દાવ નિયમીત કારલો કરવાથી બાવડા મજબૂત બને છે
૩૦ કારવ કાગડો સવારના પહોરમાં ઘર સામે કારવ બોલે તો સમજવું મહેમાન આવશે.
૩૧ કારવી એક જાતનો છોડ કારવીના છોડના ઘણા ઊપયોગ છે,તેના ફૂલમાંથી મધમાખી મધ બનાવે છે
૩૨ કેડો અંત, છેડો,પાર તારું કામ પતાવ્યું,હવે તો મારો કેડો છોડ.
૩૩ કેણી કહેવત કહાણી, વાત કેણી છે ને બાપ તેવા બેટા વડતેવા ટેટા.
૩૪ કેતક કેટલું, ઘણું કેતકનું ઘી નાખીશ બસ કર હવે.
૩૫ કેવલી ( જૈન ) તીર્થંકર સમેજ્શીખરમાં ઘણા કેવલી નિર્વાણ પામેલ છે, તેથી જૈન ધર્મનું મોટું તીર્થધામ ગણાય છે.
૩૬ કેવલ્ય કેવળ જ્ઞાન બોધીગયામા વૃક્ષ નીચે ગૌતમ બુધ્ધને કેવલ્ય પ્રાપ્ત થયું
૩૭ કેશરંધ્ર ચામડી ઉપરનું વાળનું છિદ્ર. વાળ ખેંચાવાથી કેશરંધ્ર પર ગુમડું થાય છે.ચામડી ઉપરનું વાળનું છિદ્ર.
૩૮ કેશરાશિ વાળનો જૂથ; લટ. સરદાર લોકો કેશરાશિને પાઘડીમાં બાંધે છે
૩૯ કેશરિણી સિંહણ ્સિંહ કરતા સિંહણ વધુ વિકરાળ હોય છે.
૪૦ કેહેણ તેડું, સંદેશો મારી દીકરી માટે બધી રીતે સારા ઘરનું કેહેણ આવ્યું.
૪૧ કેહેર ક્રોધ, ગુસ્સો બાપૂજીના કેહેરથી નાના મોટા બધા બીએ.
૪૨ કેહેલિયો ઊંટ; સાંઢિયો ગુજરાતમાં કહેલિયા જોડેલ ગાડા જોવા મળે.
૪૩ કોંક્લું દૂબળું, નબળું; માયકાંગલું લાંબી માંદગી ભોગવી દીકરો કોંકલો થૈ ગયો.
૪૪ કોલવાવું ભોંઠા પડવું; શરમાવું મને આવવાની ના પાડી,અને પાછળથી મોડી આવી, મને જોઇ કોલવાઇ ગઇ.
૪૫ કોલશિંબ કાળી વાલોળ. આ વર્ષે મારા વાડામાં ખૂબ કોલશિંબ થઇ,
૪૬ કોલાલ [ સં. કોલાહલ ] पुं. અવાજ; શોરબકોર. શિક્ષક વર્ગમાં પ્રવેસતા જ વિદ્યાર્થિનો કોલાલ બંધ થયો.
૪૭ કોલાવાસ કાષ્ટ; લાકડું અ મેરિકામાં મકાન બાંધકામમાં કોલાવાસનો વપરાશ છૂટથી કરાય છે.
૪૮ કોળાંબો ઝાડની ડાળી આસોપાલવના પાન તોડવા કહ્યું અને બાબુ કોળાંબો તોડી લૈ આવ્યો.
૪૯ કોળાંભ ઊગી નીકળવું તે. એક વાદળી વર્ષી ઘાસની કુંપળૉ કોળાંભી.
૫૦ કોળામણ પ્રસન્નતા. માને જોતા જ ઉદાસ દીકરીના મુખ પર કોળામણ દેખાય.
૫૧ કોળાવું અભિમાનથી કે હર્ષથી ફુલાવું; પ્રફુલ્લિત થવું; રાજી થવું દીકરો ૧૦માં ધોરણમાં પ્રથમ આવ્યાના સમાચાર જાણી, માતા પિતા ખૂબ કોળવાયા.
૫૨ કોષ્ટબદ્ધ મલાવરોધ; કબજિયાત કાયમી, કોષ્ટબદ્ધથી મોટા આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે
૫૩ કોષ્ટિકા કોઠી; કોષ્ટી ગામડામાં આખા વર્ષનું અનાજ કોષ્ટિકામાં ભરવમાં આવે છે.
૫૪ કોષ્ઠપાલ કારવાસનો અધિકારી; જેલર. કોઇ જેલના કોષ્ટ્પાલ દયાળું હોય, સારી વર્તણુંક્વાળા ગુનેગારને જલ્દી છોડે છે.

 

અક્ષર “ખ” -કાંતીલાલ કરશાળા

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ખંખેરાવું માર ખાવો ગુનેગારને પોલીસના હાથે ખૂબ જખંખેરાવુંપડયું.
ખંચેરવું ઝાપટવું/સાફ કરવું ગૃહણીએ સવારે ઘરનેખંચરવુંપડે છે
ખંખોળિયા ખૂબ પાણીથી નાહવું તે નાના-મોટા તમામને પહેલા વરસાદમાંખંખોળિયાકરવાની મજા આવે છે.
ખંખોળો શોધખોળ, તપાસ આજના આધુનિક યુગમાંખંખોળોવધારે થાય છે.
ખંચાવું અચકાવું ઉપરિ અધિકારી સાથે વાતચીત કરતાં અનિકેતની જીભખંચાવાલાગી.
ખંગાળવું કોગળા કરવા હળદર અને મીઠા મિશ્રીત પાણીથી મોઢુંખંગાળવાથીદાંત અને ગળું સાફ રહે છે.
ખંગર વધુ પાકેલી ઈંટ ઈમારત ચણતરમાંખંગરવાપરવાથી મજબૂતી વધે છે.
ખંચાળું નવેળું મકાનમાં હવા ઉજાસ રહે તેટલા માટે‘ખેચાળુ’મૂકવામાં આવે છે.
ખંજક લંગડું,લૂલું ખંજકદરિદ્ર પ્રત્યે હંમેશાં દયા રાખો.
૧૦ ખંજનરત તપસ્વી સાધુ ખંજનરતનુંતેજ કંઈક ઓર હોય છે.
૧૧ ખંજો ગીધ પક્ષી શિકારી પક્ષીમાં‘ખંજો’ની દ્રષ્ટિ તીવ્ર હોય છે.
૧૨ ખંજોળવું પડખામાં લેવું/પંપાડવું માતા પોતાના બાળકને વહાલથીખંજોળેછે.
૧૩ ખંટાવું પોસાવું વેપારીએ રસીલાબેનને કહ્યું‘આટલી ઓછી કિંમતમાં સાડી વેંચવાનુંખંટાયનહીં.
૧૪ ખંડ્ ખલેલ કરવી, છેતરવું, નિરાશ કરવું આંગણે આવેલ માણસનેખંડ્કરશો નહીં.
૧૫ ખંડકથા નવલિકા,ટૂંકી વાર્તા ગૌરીશંકર જોશી‘ધૂમકેતુ’એ લખેલ‘વિનિપાત’એખંડકથાછે.
૧૬ ખંડકર્ણ રતાળું, સકરકંદ ઉપવાસમાંખંડકર્ણનોશીરો બનાવવામાં આવે છે.
૧૭ ખંડજ ગોળ,સાકરિયો ગોળ અમને ભૂખ લાગી ત્યારે અશોકેખંડજ, મગફળી અને સેવ મમરા ખાવા આપ્યા.
૧૮ ખંડણી ભાગ, કર લોકશાહીમાં આજે પણ શરીફ બદમાશોખંડણીવસુલતા જોવા મળે છે.
૧૯ ખંડણિયો ખંડણી ભરનાર, તાબેદાર માણસ આઝાદી પહેલાં દેશી રજવાડામાં મોટા રાજાના કેટલાંયખંડણિયારાજવીઓ હતા.
૨૦ ખંડત તૂટેલું, ભાગેલું મહાજન મંડળેખંડતમૂર્તિઓ ગોરાને આપવા વિચાર્યુ.
૨૧ ખંડધારા કાતરકર્તરી ખંડધારાકાપવાનું કામ કરે છે, જયારે સોયજોડવાનું કામ કરે છે.
૨૨ ખંડન નિરાકરણ,તોડ,અપમાન કોઈપણ સમસ્યાનુંખંડનહોય છે.
૨૩ ખંડનમય વિનાશક ખંડનમયવાવાઝોડાએ ઠેરઠેર વિનાશ વેર્યો.
૨૪ ખંડનમંડન વાદવિવાદ, ચર્ચા ખંડનમંડનમાંસમય બરબાદ કરશે.
૨૫ ખંડનવાક્ય વિરુદ્ધ વાણી બીજા માટેખંડનવાક્યબોલતાં પૂરતું વિચારો.
૨૬ ખંડનાત્મક તોડી પાડનારૂ, નાશ કરનારૂ ખંડનાત્મકપ્રવૃત્તિને બદલે રચનાત્મકપ્રવૃત્તિ કરો.
૨૭ ખંડપટ્ટ જુગારી હાર્યોખંડપટ્ટબમણું રમે.
૨૮ ખંડપતિ રાજા દમયંતીના રૂપ  સૌંદર્યનીવાત સાંભળી દેશ દેશનાખંડપતિતેનેપરણવા ઉત્સુક થાય છે.
૨૯ ખંડપત્ર પાંદડાનો સમૂહ પાનખર ઋતુમાં ઠેર ઠેરખંડપત્રોવેરાયેલા હોય છે.
૩૦ ખંડપાલ કંદોઈ ભગતખંડપાલનાપૈંડા જગ પ્રસિદ્ધ છે.
૩૧ ખંડપ્રલય અમુક ભાગનો નાશ કુદરતી આફતો-ધરતીકંપ, વાવાઝોડું,વગેરેથી ક્યારેકખંડપ્રલયથય છે.
૩૨ ખંડર ઉજ્જડ ગામ ખંડરમાંએરંડો પ્રધાન.
૩૩ ખંડરાં ઢોકળાં ગરમાં ગરમખંડરાંઅનેતેલનો સ્વાદ અનેરો હોય છે.
૩૪ ખંડલ કટકો શરદ પૂર્ણિમાં દિને ચંદ્રમાં રૂપનોખંડલહોય છે.
૩૫ ખંડવૃષ્ટિ કકડે કકડે આવતો વરસાદ પર્યાવરણની વધતી સમસ્યાને કારણે હવેખંડવૃષ્ટિથાય છે.
૩૬ ખંડાભ્ર વિખરાયેલા વાદળ ધોધમાર વરસાદ વરસી ગયા પછી આકાશમાં ઠેરઠેરખંડાભ્રછવાઈ જાય છે.
૩૭ ખંડાસ્થ નારાયણ, વિષ્ણું વૈકુંઠએખંડાસ્થનુંધામછે.
૩૮ ખંડિક વિદ્યાર્થ,શિષ્ય ખંડિકેગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
૩૯ ખંડિત અપૂર્ણ ખંડિતમૂર્તિની પૂજાનો શાસ્ત્રોમાં નિષેધ છે.
૪૦ ખંડિની પૃથ્વી આષાઢની પ્રથમ હેલીથીખંડિનીમાંનવજીવનનો સંચાર થાય છે.
૪૧ ખંતખોર કંટાળે એવું કાર્યનિષ્ઠ વ્યક્તિખંતખોરકાર્ય પણ ઉત્સાહથી કરે છે.
૪૨ ખંતિયા જનનિ, માતા ખંતિયાનીજોડ મળવી મુશ્કેલ છે.
૪૩ ખંતિ સહનશીલતા ધરતિએ‘ખંતિ’ને મૂર્તિ છે.
૪૪ ખંતીલું ચીવટ વાળું ખંતીલોમાણસ ક્યારેય બેદરકાર હોતો નથી.
૪૫ ખંદોલી બાળક માટેની ગોદડી માતાએ પોતાના લાડલા માટે હેતથીખંદોલીતૈયાર કરી.
૪૬ ખંપણ જખમ શરીર પરનાખંપણરુઝાય જાય છે.
૪૭ ખભીરં ટેવ,મહાવરો જુગારીને જુગાર રમવાનોખભીંરહોય છે.
૪૮ ખાઈકી લાંચ,રૂંશવત સરકારી ખાતાઓમાં હવેખાઈકીસિવાય કામ થાતું નથી.
૪૯ ખાઈ ખપૂસવું વિશ્રાતિ લીધા વગર કામે લાગી જવું સફળતાની ચાવી એટલેખાઈ ખપૂસવું.
૫૦ ખાઈ ખપૂસીને ખંતાને એકાગ્રતાથી અજયે પરીક્ષાની તૈયારીખાઈ ખપૂસીનેકરીને પ્રથમ નંબર મેળવ્યો.
૫૧ ખાઈન છેતરનાર, દગાબાજ સમાજેખાઈનથીસાવધરહેવું જોઈએ.
૫૨ ખાકટી નાની કાચી કેરી ચૈત્ર માસની શરૂઆતમાં જ બજારમાંખાટકીવેચાવા લાગે છે.
૫૩ ખાઉપાત્ર અતિલોભી ખાઉપાત્રહોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.
૫૪ ખાકીબાવો દરિદ્રમાણસ સમાજમાંખાકીબાવોનોએક વર્ગ છે. જે એક ટંક પૂરતું ખાવાનું પામે છે.
૫૫ ખાખરાખોળ સર્વનો નાશ સુનામીએ સર્વત્રખાખરાખોળકરી નાખ્યો.
૫૬ ખાકાં કાચી ચિઠ્ઠી બિલ્ડરે રમેશને પૈસા મળ્યા બદલખાકાંકરી આપી.
૫૭ ખંધખંધવું ભય પામવું અધિકારી પાસે રજૂઆત કરતાં સામાન્ય જનખંધખંધવાલાગે છે.
૫૮ ખગપડ મરણવખતે છ પિંડમૂકવાની ક્રિયા રામજી બાપાના બારમાના દિવસે પુત્રે શાસ્ત્રીજી પાસેખગપડકરાવ્યું.
૫૯ ખેડકો નાશ,પાયમાલી લોટરી, શેરબજારે રોકાણકારોના નાણાંનોખેડકોકરી નાખયો.
૬૦ ખ્વારખાર ગરીબ,કંગાર ખ્વારખારમાણસની ક્યારેય હાંસી ઉડાવશો નહી.
૬૧ ખસ્તની પૃથ્વી યુવાનો માટેખસ્તનીસર્વ વિત્ત સમાન છે.
૬૨ ખસ્ત અસ્તવ્યસ્ત,વેરણછેરણ ઘરમાં બાળકોએ ધમાલ મચાવી બધી ચીજ વસ્તુઓખસ્તકરી નાખી.

 

અક્ષર “ગ”-કાંતીલાલ કરશાળા

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ગંગાજાત ભીષ્મ પિતામહ ગંગાજાત દ્રૌપદીના અપમાનને આભ ફાટ્યા જેવડો મોટો અપરાધ ગણાવે છે.
ગંગાદ્વાર હરદ્રાર ગંગાદ્વારમાં શાંતિકુંજ આશ્રમ આવેલ છે.
ગંગાટવું ગભરાવું, ડરવું ભૂતપ્રેતની વાતોથી બાળકો ગંગાટતા હોય છે.
ગંગડી કાશ્મીરમાં ગળેલટકાવવાની નાની સગડી, ઠંડીથી રક્ષણ મેળવવા ગંગડી બાંધે છે.
ગંગણાટ ગણગણાટ ચોમાસાની ઋતુમાં મચ્છરો રાત્રીના ગંગણાટ કરતા હોય છે.
ગંજબરેડો ઉકેલ ભવાન ભગત પાસે કોઈપણ પ્રશ્નનો ગંજબરેડો હોય છે.
ગંજબરોડો વિશેષ સમાચાર ટી.વી. ચેનલો બ્રેક ન્યૂઝમાં ગંજબરોડો ચમકાવે છે.
ગંજવર ખજાનચી, ભંડારી, સહકારી સંસ્થાઓમાં ગંજવરની એક હોદો  હોય છે.
ગંજવું જુલમ કરવો, છેતરવું લુખ્ખાઓના ગંજવાથી તેણે ગામ છોડી દેવું પડયું.
૧૦ ગંજા ઝૂંપડી શબરી જંગલમાં ગંજા બનાવીને રહેતી હતી.
૧૧ ગંજાકિની ભાંગ શિવરાત્રીમાં શિવ મંદિરમા ગંજાકિની  પ્રસાદરૂપે આપવામાં આવે છે.
૧૨ ગંજાર વિશાળ નરેન્દ્ર મોદીની સભાનું ગંજાર મેદાનમાં આયોજન કરવામાં આવ્યું.
૧૩ ગંધન હિંસા, સૂચન, દર્શન જીવ ગંધન એ પાપ છે.
૧૪ ગંધમાલ્યા સુંગધી ફુલની માળા પાર્વતીજીએ મહાદેવને ગંધમાલ્યા પહેરાવી.
૧૫ ગંધમૂષિકા છછુંદર ઘરમાં ગંધમૂષિકાનો પ્રવેશ શુભ ગણાય છે.
૧૬ ગંધરાજા ચંદન ગંધરાજાની સુંગધ ચારેબાજુ પ્રસરે છે.
૧૭ ગચાકા ભરપુર, ગીચોગીચ પ્રેક્ષકોની સિનેમાહોલ ગચાકા ભરાય ગયો.
૧૮ ગચ્ચ સજ્જડ હડતાલને લીધે ગામ ગચ્ચ બંધ રહ્યું.
૧૯ ગચ્ચી અગાસી, ધાબું ઉતરાયણમાં બાળકો ગચ્ચી પર પતંગ ઉડાડે છે.
૨૦ ગચ્ચો ખાડો ચોમાસામાં ભારે વરસાદને લીધે ઠેરઠેર મોટાં ગચ્ચા પડી જાય છે.
૨૧ ગચ્છ સાધુઓનો મઠ પત્નિના મૃત્યુ બાદ ભવાન ભગત ગચ્છમાં જઈ સાધુઓની સેવા કરવા માંડ્યાં.
૨૨ ગચ્છતી નાસી જવાપણું, આઘાપાછાથઈ જવું પોલીસે ભીડને વિખેરવા અશ્રુવાયુ છોડતાં ટોળું ગચ્છતિ ફરિ વળ્યું.
૨૩ ગજની ધૂળ , માટી, માથે ગજની ધરું વસુંધરાની
૨૪ ગજમુખ ગણેશ ભાદરવા સુદ 4 ના દિવસે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે ધૂમધામ થી ગજમુખ ચતુર્થી ઊજવાય છે.
૨૫ ગજર ચોઘડિયાં દિવસ રાતના 16 ગજર હોય છે. પ્રત્યેક ગજર 1.30 કલાકનું હોય છે.
૨૬ ગઢવી ચારણ, બારોટ ગઢવીની વાણીમાં મા સરસ્વતીનો વાસ હોય છે.
૨૭ ગઢવું કલ્પના કરવી, મારવું, પીટવું બાળકને સમજાવવું ગઢવું નહિ.
૨૮ ગઢાર ગુફા જૂનાગઢની ખાપરા-કોડીયાની ગઢાર પ્રખ્યાત છે.
૨૯ ગઢાણ પડતર જમીન ગઢાણમાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરો.
૩૦ ગણદ્વવ્ય જાહેર મિલ્કત ગણદ્રવ્યોને નુકશાન કરવું કાનૂની ગૂનો છે.
૩૧ ગણીમત સૌભાગ્ય તમે મારે આંગણે પધાર્યા તે મારું અહો ગણીમત.
૩૨ ગતાક્ષ આંખ વગરના, અંધ, ગતાક્ષના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે.
૩૩ ગતાગત જન્મમરણ ગતાગતની નોંધણી કરાવવી જરૂરી છે.
૩૪ ગતાગમ સમજ, જ્ઞાન, ક્યાં, ક્યારે શું બોલવું તેની અડવાને ગતાગમ નથી.
૩૫ ગતાધિ સુખી દુ:ખીના દુ:ખની વાત જો ગતાધિ સમજી શકે તો દુ:ખ હોય જગતમાં.
૩૬ ગદા ભિક્ષુક, ભીખારી લૂલો, લંગડો, અંધ એવા ગદાનો સમુદાય મોટો છે.
૩૭ ગદાગ્રણી ક્ષય રોગ એક જમાનામાં ગદાગ્રણી રાજરોગ કહેવાતો.
૩૮ ગદિલા કાદવ કોડીને ધોવાનો સાર માત્ર ગદિલા છે.
૩૯ ગદ્રી કીટું ઘી બનાવ્યા પછી જે ઘન પદાર્થ મળે છે તેને કીટું કહે છે.
૪૦ ગનપત ગરજ, જરૂરિયાત ગનપત હોય ત્યારે ગધેડાને પણ બાપ બનાવવો પડે.
૪૧ ગનસને કાનોકાન ગનસને સાંભળેલી વાતને પણ વિવેકને ત્રાજવે તોળવી.
૪૨ ગરૂરી અભિમાની સત્તા,સંપત્તિ,જુવાની માણસને ગરૂરી બનાવે છે.
૪૩ ગિંડુરી ઈંઢોણી સોના ગિંડુરી અને રૂપા બેલડું સહિયર મોરી અમે ચાલ્યાં પાણી ભરવાં.
૪૪ ગિગલાવું ગભરાવવું નાના બાળકોને ક્યારેય ગિગલાવવા નહિ.
૪૫ ગિઝરી સંચાલક આ સંસ્થાના ગિઝરી કુશળ વહિવટ કર્તા છે.
૪૬ ગિરિસાર લોઢું ચકમક ગિરિસાર ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી.
૪૭ ગિરિહ વહેમ કેટલાક માણસો હું કંઈક છું એવા ગિરિહમાં રચતાં હોય છે.
૪૮ ગિલેહિમત સીમેન્ટ ચણતરકામમાં ગિલેહિમતના ઉપયોગથી મજબૂતી વધે છે.
૪૯ ગિલૌરી બીડી ગિલૌરી, સીગારેટનું વ્યસન નુકસાનકારક છે.
૫૦ ગિસ્ત ફોગટ, નકામું, નિષ્ફળ મોંઘામૂલું માનવજીવન ગિસ્તમાં વેડફશો નહિં.
૫૧ ગીગલું અણસમજું તમે મને શું સાવ ગીગલો સમજો છો?
૫૨ ગીલગીચ પંચાત, ખટપટ ગીલગીચથી હંમેશા દૂર રહો.

અક્ષર “ઘ” – શૈલાબહેન મુન્શા

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ઘટપટ અર્થ-અસંગત વગર સંબંધનું ભાષણ આજકાલના નેતાઓના ભાષણ ઘટપટ હોય છે.
ઘટિઘટ મહાદેવ, શંકર ઘટિઘટ જેટલા ભોળા દેવ છે, તેટલા જ ક્રોધિત પણ છે.
ઘચૂમલો ગૂંચવાડો, અવ્યવસ્થા શાંત ચાલતા સરઘસમાં પથરો પડ્યો અને ઘચૂમલો થઈ ગયો.
ઘટકાર કુંભાર ઘટકાર જેવા માટીના વાસણ કોઈ બનાવી ના શકે.
ઘટડું અંતર, હ્રદય પોતાના પારકાં થાય તો ઘટડું વલોવાય.
ઘડો ઘાટ નિકાલ, ફેંસલો બદલાની ભાવનાથી એણે મિત્રનો ઘડો ઘાટ કરી નાખ્યો.
ઘણિયું ડોકનું એક ઘરેણું રબારણનુ ઘણિયું અનેરી ભાતનું હોય છે.
ઘતન મારનાર આવરદા હોય તો ઘતન પણ વાળ પણ વાંકો ના કરી શકે.
ઘનકફ વરસાદમા પડતાં કરા અતિશય ઠંડીમાં ઘણીવાર વરસાદ સાથે ઘનકફ જોવા મળે છે.
૧૦ ઘન કવચ જાડું પડ, આવરણ ઘન કવચનો ધાબળો ઠંડીથી રક્ષણ કરે.
૧૧ ઘનકોદંડ ઈન્દ્રધનુષ ધન કોદંડ એ વર્ષાઋતુ જવાની નિશાની છે.
૧૨ ઘનઘનૌઘ જળ ભરેલા મેઘનો સમૂહ ઘનઘનૌઘ જોઈ ખેડૂતનું હૈયું આનંદિત થઈ જાય.
૧૩ ઘન જ્વાલા વીજળી ઘનજ્વાલાના ચમકારે વરસાદ પડે એ જરૂરી નથી.
૧૪ ઘનતનવરણ કૃષ્ણ, વાદળાના રંગ જેવા શરીરવાળું મેઘ સમાન વર્ણને કારણે કૃષ્ણનું એક નામ ઘનતનવરણ પણ છે.
૧૫ ઘન ઘોષ વરસાદનો અવાજ નિરવ શાંતિમાં ઘન ઘોષ કદી ડરાવનારો પણ લાગે છે
૧૬ ઘન તોલ ચાતક પક્ષી ઘન તોલ હમેશ વરસાદની આશમા ઊંચે આભમાં જોતું હોય છે.
૧૭ ઘરણી પત્ની ઘરણી એ તો ઘરની લાજ છે.
૧૮ ઘરઘળું સ્ત્રી નુ પુનઃલગ્ન કાચી વયે વિધવા થનાર સ્ત્રીનુ ઘરઘળું થવું જરૂરી છે.
૧૯ ઘરબોળ પાયમાલી, સત્યાનાશ આવડત ન હોય એવો ધંધો કરવાથી ઘરબોળ થાય.
૨૦ ઘર્મોદક પરસેવો ગરમી મા દોડવાથી શરીરે ઘર્મોદક વળે છે.
૨૧ ઘર્ઘરિકા નાની ઘંટી પહેલા ના જમાનામાં લોકો ઘર્ઘરિકામા અનાજ દળતાં.
૨૨ ઘસડબોરો કામનો બોજો, વૈતરૂં, વેઠ જમીનદાર મજૂરો પાસે ઘસડબોરો કરાવે.
૨૩ ઘસ્ત્ર કેસર ઘસ્ત્ર ઘૂંટવાથી તેનો રંગ અસલ પીળાશવાળો નીકળે છે.
૨૪ ઘંટાતાડન ઘંટ વગાડવો તે મંદિરો મા મોટી આરતી સમયે ઘંટાતાડન થાય છે.
૨૫ ઘંટાપથ જાહેરમાર્ગ, રાજમાર્ગ રાજસવારી નીકળે ત્યારે ઘંટાપથ શણગારવામા આવે છે.
૨૬ ઘાણ્ય સુગંધ, મહેક મોગરા ના ફુલની ઘાણ્ય દુરથી પણ પરખાય.
૨૭ ઘાતતિથિ અશુભ દિવસ ઘાતતિથિએ લોકો કોઈ શુભ કાર્ય કરતાં નથી.
૨૮ ઘામોડો ચોરી ઘામોડો કરી કોઈની ચીજ લઈ લેવી તે યોગ્ય ના કહેવાય.
૨૯ ઘાંયજો વાળંદ, હજામ ઘાંયજા પાસે વાળ કપાવનારે મૂંડી નીચી કરવી જ પડે.
૩૦ ઘાંસણી ક્ષયરોગ પહેલાના જમાનામાં ઘાંસણી એ ભયંકર બિમારી ગણાતી.
૩૧ ઘુષિત પ્રખ્યાત, જાહેર કરેલું ગાંધીજીની છબીનુ અનાવરણ ઘુષિત કરવામા આવે છે.
૩૨ ઘૂકારિ કાગડો ઘૂકારિ બધે કાળા જ હોય.
૩૩ ઘૂઘર અવાજ કરવો બળદની ડોકે બંધાતી ઘૂઘર મધુર અવાજ કરે છે.
૩૪ ઘૂઘરપાટ ઘૂઘરી વાળી ઘાઘરી ઘૂઘરપાટ પહેરીને ઘૂમતી કન્યા ઘરને સંગીતથી ભરી દે છે.
૩૫ ઘૂર્ણન ગોળ ચક્કર ફરવું તે રાસ રમતા નરનારી ઘૂર્ણન ફરે છે.
૩૬ ઘૂંચવવું આંટી પાડી દેવી. ઊન નો દડો એવો ઘૂંચવાયો કે છૂટો પડે જ નહિ.
૩૭ ઘૄણાલું અનુકંપાવાળું,દયાળું ઘૃણાલું માણસ હમેશ બધાની મદદ કરે છે.
૩૮ ઘૃણાવતી ગંગાનદી ગંગા નદીનુ એક નામ ઘૃણાવતી પણ છે.
૩૯ ઘૃતકેશ અગ્નિ ઘૃતકેશની ઝપટમાં જે આવે તે બધું સ્વાહા થઈ જાય.
૪૦ ઘૃતપક્વ ઘીમાં પકવેલ, ઘીમાં તળેલું આજકાલના જુવાનિયા ઘૃતપક્વ વાનગી ખાસ ખાતા નથી.
૪૧ ઘૃતહેતુ દહીં, દૂધ, માખણ ઘૃતહેતુ ગોપીની મટકી ફોડી ખાવાની કાનાને મજા આવતી.
૪૨ ઘૃષ્ણા અધીરતા, અધીરાઈ દરેક કામમા ઘૃષ્ણા સારી નહી.
૪૩ ઘોઘળો ઘાંટો, સાદ, ભારે અવાજ શરદી ઉધરસમા અવાજ ઘોઘળો થઈ જાય.
૪૪ ઘોટકશાલ ઘોદાનો તબેલો રાજાઓના ઘોટકશાલમાં ઉમદા ઘોડા જોવા મળે.
૪૫ ઘોરતમ ખરાબમાં ખરાબ જીવહિંસા એ ઘોરતમ પાપ છે.
૪૬ ઘોરદર્શન ઘુવડ ઘોરદર્શન એક પ્રકારનુ પક્ષી છે.
૪૭ ઘોષવતી વરિયાળી ભોજન ના અંતે ઘોષવતી નો મુખવાસ સહુને ભાવે.
૪૮ ઘ્રાણદુઃખદા છીંક ઘણા માણસોની ઘ્રાણદુઃખદા આજુબાજુ વાળાને ગભરાવી દે એવી હોય છે.
૪૯ ઘૂંજુ ખીસું, ગજવું ઘણી જાતિમાં કુળવાન વર મેળવવા વરના બાપના ઘૂંજે ધન ઘાલવું છે.
૫૦ ઘટન પ્રયત્ન ઘટન કર્યા સિવાય કોઈ કાર્ય પૂર્ણ થાય નહિ.

 

અક્ષર “ચ” – ડો ચંદ્રવદન મિસ્ત્રી

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ચંડીકુસુમ રાતી કરણનું ઝાડ  આ બાગમાં અનેક ચંડીકુસુમ બાગની સુંદરતા વધારી રહ્યા છે.
ચિત્તગર્ભ મનોહર, સુંદર નારીની ચિત્તગર્ભ તસ્વીર નિહાળી એ તો એના પ્રેમમાં પડ્યો.
ચઉર ચતુર હોંશીયાર્ ખાનદેશનાં લોકો ચઉર ઓછા તેથી મજુરી જ કરે
ચઉરંત ચાર ગતિ વાળો સંસાર ચઉરંત માં ભટકતો આત્મા મુક્તિ ક્યારે પામશે?
ચઉવટાં ચોરો ચઉવટાની વાતો ત્યાં જ મુકીને આવવું નહીંતર જોવા જેવી થાશે..
ચકચૂંદર છછુંફદર્ એક જાતનું દારુ ખનુ ચકચુંદર ફુટે ત્યારે ધ્યાન રાખવું ક્યાં જાય તે કહેવાય નહીં
ચકતરી ગારાની બનાવેલી કોઠી ઢોરોનો રજકો હંમેશા ચકતરીમાં ભરાય્
૮.૭ ચકન્ કૂવો ખોદનારો મથુર સૌથી અનુભવી ચકન. તે કહે ત્યાં પાણી હોય જ.
ચકનાસ સીયામના જંગલોનું પ્રાણી ચકનાસ નાં નહોર એવા તિક્ષ્ણ હોય છે કે તે હાથીને પણ મારી નાખે
૧૦ ચકલી ભટ ગરીબ બ્રાહ્મણ પૈસાના જોરે મીયાં ફુસકી છુટી ગયા પણ તભા ભટ્ટ તો ચકલી ભટ તે ના છુટ્યા
૧૧ ચકંદલ મોટું ગુમડું ચકંદલનું મ્હોં ફાટે અને ગુમડામાં થી પરું નીકળે પણ પછી તે મટવા માંડે
૧૨ ચકાવી દરાજ્ ચકાવી ચામડીનો કષ્ટ દાયક રોગ છે
૧૩ ચકુલા ચવાણૂં મારા દાદા ચકુલામાં ઝીણી સેવો બહાર પડતી નખાવે
૧૪ ચકોરક્ષુધા ચકોર જેવી ભુખ્ ચકોરક્ષુધા અંગારા ખાવાથી મટે.
૧૫ ચક્કર અધકટ વ્યાસ્ ગોળાકાર માપવા જરુરી ચક્કરઅધકટ્ની લંબાઈ જરૂરી છે
૧૬ ચક્રગંડુ ગોળ ઓશીકા બે મહીનાનો મારો પૌત્ર ચક્રગંડુ પર સુતેલો રાજ કુમાર લાગતો હતો.
૧૭ ચક્રજીવી કુંભાર્ ચાકડો ચલાવતા ચક્રજીવી માટીમાંથી પૈસો પેદા કરે
૧૮ ચક્રપરિવ્યાધ ગરમાળો ચક્રપરિવ્યાઘનાં સેવન્થી પેટમાં ચક્ડોળ ચઢે.
૧૯ ચક્રભેદિની રાત ચક્રભેદિની સમયે ચક્રવાક યુગલ પંખી છુટા પડે અને રડે
૨૦ ચક્રમંડલી અજગર્ ચક્રમંડલીની પકડમાંથી હાથી પણ ના છુટે

 

 

 

અક્ષર “છ” – પ્રવિણાબહેન કડકિયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
છંકાહટ તલ્લીનતા , એકધ્યાન દરરોજ પાતઃકાલે છંકાહટ  કાજે દસ મિનિટ જરૂર કાઢવી.
છંગ ગોદ,  અંક માની મમતા ભરી છંગ આજે કોને યાદ છે?
છંગુનિયા ટચલી આંગળી છંગુનિયાની નટખટતાથી કોણ અનજાણ હોય.
છંછીલું તોછડું છંછીલું   વર્તન  કજિયાનું મૂળ.
છંદાવું છુંદાવું  કચરાવું તેજ ગાડીના સંચાલનને કારણે બાળક છંદાઈ ગયું.
છંદુ પારકી ઈચ્છા પ્રમાણે ચાલનાર છંદુ હમેશાં અંતે પસ્તાય છે.
છંડ ત્યાગ છંડનો ગુણ કેળવવો જરૂરી છે.
છંડામણ જમતા પડતું મૂકેલું અન્ન યાદ રહે છંડામણ ન રહે, જોઈતું લેવું.
છક્કડો હાથે કે પગે છ આંગળી હોવી રાકેશ રૉશનનો ગક્કડો પુત્ર ભાગ્યશાળી છે.
૧૦ છક્કાં ખૂબ મઝા યુવાનીના છક્કાં બાળપણ કરતા અલગ હોય છે.
૧૧ છંડો છાંટો જો પાણીના  છંડા ઉડશે તો બધી પૂરી પોચી થઈ જશે.
૧૨ છંઢ છાંટ આ કચ્છી  ભરતની છંઢ ખૂબ સુંદર લાગે છે.
૧૩ છંદપાટન દંભી છંદ્પાટનથી ચેતતા રહેવું
૧૪ છછિકા પુષ્કળ પાણીવાળી છાશ ગરમીમાં છછિકા શાતા આપે
૧૫ છચોક બેધડક સત્ય છચોક કહેવામા સંકોચ નહી !
૧૬ છછકલું ચપળ હ્રદયવાળું છછકલું હરણ પકડવું મુશ્કેલ.
૧૭ છછડી એક જાતનું ઝાડનું મૂળ છછડીના ફાયદા અનેક.
૧૮ છ્છન એક બીજાને સ્પર્શ કરતી લીટી ભૂમિતિમાં છછન ન ચાલે.
૧૯ છછરું છીછરું આ તળાવ છછરું છે ચાલીને જવાશે.
૨૦ છજ ઝાડી, જંગલ  ભાઈ છજમાં એકલા જવું કપરૂં કામ.
૨૧ છટકું પ્રપંચ,  કાવતરું હાથી પકડવા છટકું ગોઠવ્યું છે.
૨૨ છટારું ગંદુ  દુર્ગંધવાળું આ છટારા પાણીથી હાથ ન ધોવાય.
૨૩ છટો કડછો દાળ હલાવવા છટો જોઈશે.
૨૪ છડછડાટ તડતડાટ વરસાદની હેલી નો છડછડાટ સંભળાય છે?
૨૫ છડીદાર દ્વારપાળ  રક્ષક મહેલનો છડીદાર કરડાકીવાળો જોઈએ.
૨૬ છણાવટ પૂછપરછ આ કિસ્સાની છણાવટ બરાબર કરજો.
૨૭ છણિય ક્ષણભંગુર છણિય જીવનમાં ગુમાન શોભતું નથી !
૨૮ છતયન છત  પુષ્કળ આ વરસે છતયન પાકને કારણે ખેડૂતો ખુશ છે.
૨૯ છતરાયો છુટું કરવું છતારાયા માટે ઝાઝા માણસ જોઈશે !
૩૦ છતલોટ એક પ્રકારની કસરત છતલોટ  કરતાં પીઠ સંભાળજે !
૩૧ છતવા ૧૦થી ૩૦ વર્ષનો હાથ છતવા જોવા દક્ષિણ ભારત જઈએ.
૩૨ છંટ છંટકાવ ગરમી સખત છે પાણીની છંટ કરાવો.
૩૩ છંટવાઈ ફોતરા કાઢવા ગોદીમાં ઘંઉનીછંટવાઈ બાકી છે.
૩૪ છંડવું ત્યાગ કરવું બહુ થયું ભાઈ થોડો છંડવાનો સમય આવ્યો છે.
૩૫ છંઢ છાંટ આ કચ્છી ભરતની છંઢ સારી લાગે છે
૩૬ છંદજ વૈદિક દેવતા છંદજની સ્તુતિ વેદોમાં મળશે.
૩૭ છંદરાગ લોભ છંદરાગ  પાપનું મૂળ છે
૩૮ છંદવૃત્ત કવિતાનો રાગ છંદવૃત્ત કાવ્યનો પ્રાણ છે.
૩૯ છંદુ પારકી ઈચ્છા પ્રમાણે વર્તન કરનાર છંદુની કુટેવ કાઢવી મુશ્કેલ છે.
૪૦ છંદર્પણ માયામય સંસાર  જન્મધરી છંદર્પણમાં આગમન
૪૧ છજ ઝાડી જંગલ ગાઢ છજમાં એકલા જવું હિતાવહ નથી.
૪૨ છંદકંદ છળ   કપટ છંદકંદ કરનારથી ચેતતા રહેવું.
૪૩ છકોટી છોકરી હે, પરભુ  છકોટી દીધી તારી કૃપા.
૪૪ છકોણિયુ છ ખૂણાવાળું આ છકોણિયો કમરામાં સારું નક્શીકામ છે.
૪૫ છગડગ ઢચુપચુ દગો  છગડગનો ભરોસો ન કરવો.
૪૬ છગરી બકરી છગરી બધું ચરી જશે!
૪૭ છચોક બેધડક   ઉઘાડે છોગ બધી વસ્તુ છચોક કહેવી એ બૂરી આદત છે.
૪૮ છડું કુંવારૂં છડા છો ટ્યાં સુધી જલસા કરો !
૪૯ છમક ઠાઠમાઠ પૈસાવાળી છે તેની છમક આંખોને આંજી નાખે છે.
૫૦ છમંડ અનાથ છમંડની આંતરડી ઠારો પ્રભુ રાજી થશે.

અક્ષર “જ” – કાંતીલાલ કરશાળા

ક્રમ     શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
જમાની બાહેંધરી, જામીનગીરી બેંકમાં લોન લેવા માટે જમાની આપવી પડે છે.
જમાપૈમાન પૂરેપૂરૂ માપ કપડા સીવડાવવા માટે દરજીને જમાપૈમાન આપવું પડે છે.
જમાર જિંદગી જમાર તે આ દીધી, જીવનમાં હું સમજ્યો નહિં. ઓ દયાળું , આપજે દર્શન મને છેલ્લી ઘડી.
જમઘટ ભીડ, ઠઠ, ટોળું હરદ્વારના કુંભમેળામાં જમઘટ હોય છે.
જનિતા પિતા ઈશ્વરએ સર્વશક્તિમાન જનિતા છે.
જનિબા સહાય, મદદ સરકાર આર્થિક રીતે પછાત લોકોને જનિબા આપે છે.
જનીબત સાંઢણી દશામાના વ્રતમાં જનીબતની પૂજા કરવામાં આવે છે.
જનેંદ્ર રાજા જેનો જનેંદ્ર વેપારી, તેની પ્રજા ભિખારી
જનેઉ જનોઈ બ્રાહ્મણ રક્ષાબંધનના દિવસે જનેઉ બદલાવે છે.
૧૦ જદાવિલ ખાતું વેપારીને ત્યાં જુદા જુદા ગ્રાહકોના જદાવિલ હોય છે.
૧૧ જદિયત વંશ, પેઢી કોંગ્રેસમાં આજે પણ જવાહરલાલ નહેરુંના જદિયતનું પ્રભુત્વ છે.
૧૨ જદુપુર મથુરા શ્રી કૃષ્ણનો જન્મ જદુપુરના કારાવાસમાં થયો હતો.
૧૩ જડથું મૂર્ખ, અડબંગ એ તો સાવ જડથું છે, એનામાં અક્કલનો છાંટો જ નથી.
૧૪ જઘર જાગરણ જયા પાર્વતીના વ્રતના દિવસે બહેનો જધર કરે છે.
૧૫ જચાઈ કસોટી ઈશ્વર દરેક વખતે માણસની જચાઈ કરે છે.
૧૬ જગત્સાક્ષી સૂર્ય પ્રાણીમાત્રના જીવનનો આધાર જગત્સાક્ષી ઉપર છે.
૧૭ જંભારી ચૂનો પુનાભાઈ તે જ તમાકું અને જંભારીના બંધાણી છે.
૧૮ જંદેઉ પૂજાની વસ્તુ જંદેઉ લઈ હું મંદિર ચાલી મારા દેવ વધાવવા.
૧૯ જંપાણ પાલખી મહામંડલેશ્વરની જંપાણ ભારે ધૂમધામથી નીકળી.
૨૦ જયંતી ઘડપણ, વૃદ્ધાવસ્થા જયંતીમાં ઉંબરા ડુંગરા થયા અને પાદર થયા પરદેશ.
૨૧ જરદ્રિષ અગ્નિ વરકન્યાના લગ્ન જરદ્વિષની સાક્ષી એ કરવામાં આવે છે.
૨૨ જરન અજમા, પાચન માટે જરન શ્રેષ્ઠ છે.
૨૩ જરપત પાચન જરપત થાય એટલું જ ખાવો અને મોજ માણો.
૨૪ જરબ નુકશાન કોઈની મિલકતને જરબ પહોંચાડવું તે ગુનો છે.
૨૫ જરમાલ મિલ્કત કોઈની જરમાલને નુકશાન પહોંચાડવું તે ગુનો છે.
૨૬ જરર ચોટ, આઘાત એકના એક પુત્રના મૃત્યુથી પિતાને જબરજસ્ત જરર લાગી.
૨૭ જરણા મોક્ષ, મુક્તિ, વખાણ, પ્રશંશા હરિના જન તો જરણાં ન માગે.
૨૮ પોતાના જરણાં ક્યારેય કરશો નહિં.
૨૯ જલગુલ્મ કાચબો જલગુલ્મ જળચર અને સ્થળચર એમ બન્ને પ્રકારનું પ્રાણી છે.
૩૦ જળનીલિ સેવાળ બંધિયાર પાણીમાં જળનીલિ બાજે છે.
૩૧ જશવાય યશ, કીર્તિ મહાત્મા ગાંધીની જશવાય દિગંતમાં પ્રસરી ગઈ.
૩૨ જસુકાર પ્રખ્યાત તાજમહેલ આજે પણ દુનિયામાં જસુકાર છે.
૩૩ જાઈંઝ મંજુર, કબૂલ તમે કહો તે મને જાઈંઝ છે.
૩૪ જાઈઝા તપાસ નેતાના કૌભાંડની જાઈઝા સી. બી. આઈ. ને સોંપવામાં આવી.
૩૫ જાતવંત આબરૂવાર, સારા કુળમાં જન્મેલું જાતવંત પ્રાણી પોતાના માલિકની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દે છે.
૩૬ જામાઝેબ સુંદર તાજમહેલ એ અદભૂત કલાકારીગરીથી જામાઝેબ નમૂનો છે.
૩૭ જારણ સંયોજન, વશીકરણ તેની જારણ વિદ્યાર્થી તે ભલભલાને પોતાને વશ કરે છે.
૩૮ જાસ્તી નફો, વધારો, અધિકતા, અતિશ્યપણું ઓછી જાસ્તી એ વધૂ વેપાર
૩૯
૪૦ જીજિતા ફટકડી જીજિતાના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે.
૪૧ જિર્ગા પરિષદ ,પંચ અમદાવદમાં સાહિત્યકારોની જિર્ગા યોજાઈ હતી.
૪૨ જિલા ચળકાટ, તેજ જિલા તારો એ જ છે, પણ ખૂનની તલવાર છે. જે પોષતું તે મારતું એ ક્રમ કુદરતી છે.
૪૩ જુતાવવું ખેડાવવું રણછોડ પટેલે સાથી રાખીને જમીન જુતાવવી.
૪૪ જુત્તિ કળા ભારતમાં એકતા સ્થાપિત કરવામાં ધર્મ દર્શન જુત્તિ અને સાહિત્યની મહત્વની ભૂમિકા છે.
૪૫ જૂંફવું બેઠા બેઠા ઊંઘવું, ઝોકાં ખાવા કરશનભાઈને વાતો કરતાં કરતાં જૂંફવાની આદત છે.
૪૬ જેતાણું કાઠિયાવાડમા એ નામનો કાઠિનો એક તાલુકો અને શહેર છે. હાલ ગુજરાત રાજયનું રાજકોટ જીલ્લાનું જેતાણું શહેર અને તાલુકો બન્ને છે.
૪૭ જેદર ઘેટું જેદરનાં ટોળાં હોય સિંહના ન હોય.
૪૮ જૈંગડા વાછરડું જૈંગડું કૂદે ને તેના પગની ઘૂઘરીઓ રણકે.
૪૯ જોડતી કુલ સરવાળો. જીવનમાં કેવું જીવ્યાં તેનો જોડતી માડજો.
૫૦ જુનૂબી દક્ષિણ દિશા. હનુમાનજીનું મુખ હંમેશા જુનૂબીમાં હોય છે.
૫૧ જુલબાજી છેતરપિંડી; લુચ્ચાઈ. જુલબાજી કરી બીજાને છેતરશો નહિં.
૫૨ જુસામી મોટા શરીરવાળું. પાંડવપુત્ર ભીમ જુસામી હતો.
૫૩ જિવાર પડોશ. જિવાર-જિવાર વચ્ચે વાટકી વ્યવહાર હોય છે.
૫૪ જિસ તિસ ગમે તે; જે તે. જિસતિસ સ્વરૂપે બીરાજો તમમે મારા વંદન.
૫૫ જાહલી મૂર્ખતા; મૂર્ખપણું. તારી જાહલીની તો હવે હદ આવી ગઈ.

 

 

અક્ષર “ઝ” -નીલાબહેન કડકીયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ધ્વનિ સિતારનો ઝ સુમધુર હોય છે.
ઝંકા નાની સ્ત્રી દરેક સ્ત્રી કંઈ ઝંકા નથી હોતી.
ઝંકાટ ગુંજારવ કમળ ભાગ્યશાળી છે જેને ભમરાના ઝંકાટનો આનંદ મળે છે.
ઝંકાડ પાંદડા વગરનું ઝાડ પાનખર ઋતુના ઝંકાડ પણ સુંદર લાગે છે.
ઝંકૃત ઝંકાર  પામેલું  ઝંકૃત ઝાંઝારના ઝણકારથી ઝણઝણાટી ઝબૂકે છે.
ઝંગા ડગલો  આજકાલ જૂના ઝંગાની જગ્યા જોધપુરી ઝંગાએ લીધી છે.
ઝંગાઝોરી   કજિયો, તકરાર નાના બાળકોની ઝંગાઝોરીમાં મોટાઓએ પડવું ન જોઈએ
ઝંગાલી લીલું ઝંગાલી ઘાસ પર ચાલવાથી આંખોને ફાયદો થાય છે.
ઝંઝરી લોઢાનો સળિયો સડેલા ઝંઝરીને બદલી કાઢવો યોગ્ય છે.
૧૦ ઝંઝ ભેદ બાળકો વચ્ચે ઝંઝ રાખવો યોગ્ય નથી.
૧૧ ઝંઝન પાણી પડવાનો શબ્દ ઝરણાનો ઝંઝન કર્ણપ્રિય હોય છે.
૧૨ ઝંઝરીદાર જાળીવાળું ઘરનો ઝંઝરીદાર દરવાજો રક્ષણ આપે છે.
૧૩ ઝંઢા બાળમોવાળા ઉતારવાની ક્રિયા ઝંઢા નાથદ્વારા કે ગોકુળમાં પણ થાય છે.
૧૪ ઝંપા ઝપતાલ [શાસ્ત્રીય સંગીતમા  આવતો તાલ] હવેલીઓ કે મંદિરમાં ઝંપા પર કીર્તનો ગવાય છે.
૧૫ ઝંબ ધૂમકેતુ આકાશગંગામાં ઝંબ જોવાનો લ્હાવો અનેરો હોય છે.
૧૬ ઝઈડવું નાનું કાંટાળું ડાખળું જંગલમાં વિખરાયેલા ઝઈડવાથી બચીને ચાલવું.
૧૭  ઝકરી દોહવાની તાંબડી ગાયને દોહતી વખતે ઝકરી ચોખ્ખી રાખવી જોઈએ.
૧૮ ઝકાળો  ધોધ નાયગરા દુનિયાનો સૌથી મોટો ઝકાળો ગણાય છે.
૧૯ ઝકામી એક જાતનો છોડ પહોળા રસ્તામાં વાડ તરીકે ઝકામીનો ઉપયોગ થાય છે
૨૦ ઝકડી દૂધ દોહવાની ક્રિયા, દોહવું ગામની ગોવાલણને ઝકડી કરતી જોવાની મઝા કાંઈ ઑર છે.
૨૧  ઝકીલ દુરાગ્રહી સત્ય પર ઝકીલું રહેવું યોગ્ય છે.
૨૨ ઝખામ શરદી આજકાલનું હવામાન એવું છે કે ઝખામથી બચવું મુશ્કેલ બન્યું છે.
૨૩  ઝખેર બહુ હવે ઝખેર થયું, બંધ કરો ઝગડવું.
૨૪ ઝખ ગૂમડું ડાયાબિટીસના દર્દીનું ઝખ જોખમી છે.
૨૫ ઝગરો ઝગડો, કજિયો, લડાઈ અમે નાના હતા ત્યારે  એમ બોલતા
  ’ ’ઝગરા ઝગરી મત કરો, ગાંધીજીકો યાદ કરો!
૨૬ ઝઝલા એક જાતની મિઠાઈ મને તો ખબર નથી કે ઝઝલા ક્યાંની મિઠાઈ છે ?
૨૭ ઝઘન કૂદકો ખાઈ જોઈને ઝઘન મારજો.
૨૮  ઝચા સુવાવડી સ્ત્રી પહેલાના જમાનામાં ઝચાને આભડછેટનું ખૂબ ધ્યાન આપવું પડતું હતું.
૨૯ ઝઘાર ઝગમઘાટ સાત્વિક માનવના મુખ પર હંમેશા ઝઘાર મારતો હોય છે.
૩૦  ઝઝરી બારી કલાત્મક ઝઝરીને ઝરુખો પણ કહી શકાય.
૩૧ ઝગતિ ઝટ, તરત ઝગતિ કરો નહીં તો બસ ઉપડી જશે.
૩૨ ઝબૂકો ઝબકારો તારામંડળના ઝબૂકા માનસરોવરને કિનારેથી જોવાનો લ્હાવો અનેરો છે.
૩૩ ઝટન મંડપ બનાવવો લગ્નના દિવસો ઝટન ઝડપથી બનાવવા પડે છે.
૩૪  ઝડા તદ્દન, પૂરેપૂરૂં પ્રભુને ઝડા અર્પિત થઈને પૂજવાથી કોઈપણ વસ્તુ અશક્ય નથી.
૩૫ ઝણીં રખે ઝણીં જતા રહેતા મારે તમારું કામ છે.
૩૬ ઝપાસિયા કપટી આજકાલ ઝપાસિયાને ઓળખવા મુશ્કેલ છે.
૩૭ ઝઝટિ ઝડપ  ઝઝટિ કરો
૩૮ ઝનવાં એક જાતનું ધાન્ય ઝનવાં ઉત્તર પ્રદેશનું ધાન્ય છે.
૩૯ ઝમરખ કાચના ઝુંમર રાજમહેલના ઝમરખ જોવાલાયક હોય છે.
૪૦ ઝમર સામુદાયિક આત્મહત્યા જૂના જમાનામાં લડાઈ વખતે રાજપૂતાણીઓ ઝમર કરતી હતી.
૪૧  ઝઝ લાંબી દાઢી સાંટા ક્લોઝ તેની સફેદ ઝઝથી ઓળખાય છે.
૪૨ ઝનખ હડપચીનો ખાડો ઝનખવાળી વ્યક્તિ ખૂબ દેખાવડી હોય છે.
૪૩ ઝનખદાં હડપચી ઝનખદાં ઊંચી રાખી જુઓ તો !
૪૪  ઝદા દુઃખી ઝદા થવાની જરૂરત નથી સહુ સારાવાના થઈ જશે.
૪૫ ઝદ નુકશાન મંદીનાં જમાનામાં પૂરા દેશને ઝદ પહોંચશે.
૪૬ ઝલ્લોલ રેંટિયો આજકાલ ઝલ્લોલ તો એક શમણું બની ગયું છે.
૪૭ ઝાટિકા ઝાડની ઘટા વડની ઝાટિકા આરામદાયક હોય છે.
૪૮  ઝાટી જૂઈની વેલ ઝાટીની મહેક મનને આનંદી બનાવે છે.
૪૯ ઝીંઝવો એક જાતનું ઘાસ ઝીંઝવો ક્યાં ઊગે છે?
૫૦ ઝંજીરો પૈડાંવાળી નાની તોપ આજકાલ ઝંજીરા શોભામાં મૂકવામાં આવે છે.

અક્ષર “ટ” – હિના પારેખ “મનમૌજી”

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ટંકાર ધનુષ્યની પણછનો અવાજ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી અર્જુને વિજય ટંકાર કર્યો.
ટંકેટંક દરેક ટંકે, દરેક ટાણે. ટંકેટંક ખાવાના ફાંફા હોય ત્યાં શાહી ભોજનના સ્વપ્નો કઈ રીતે જોઈ શકાય ?
ટંગાટોળી હાથ પગ ઝાલીને ઉપાડવું તે વિધાનસભામાં ધમાલ મચાવનાર ધારાસભ્યોને ટંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા.
ટંટાખોર ટંટો કરનારું, ઝઘડાખોર ટંટાખોર સ્વભાવવાળો લાંબો સમય સુધી શાંત રહી શકતો નથી.
ટંટોફિસાદ ઝઘડો અને ધાંધલ રથયાત્રા વખતે ટંટોફિસાદ ના થઈ જાય એ માટે પોલિસ સતર્ક રહે છે.
ટંડેલ વહાણ કે આગબોટનો મુખ્ય ખલાસી ટંડેલની કામગીરી દરિયાઈ સફર દરમ્યાન મહત્વની હોય છે.
ટઉકાર ટહુકાર; ટુહૂ બોલવું તે કોયલનો ટઉકાર સાંભળવામાં બહુ મીઠો છે.
ટક પડી જવું બની જવું, છેતરાઈ પડવું ઈન્ટરનેટ પર ખરીદી કરવામાં ટક પડી ગઈ.
ટક લગાવવી રાહ જોવી દીકરા માટે માએ ટક લગાવી.
૧૦ ટકટકારો વચ્ચે બોલ બોલ કે અડચણ કરવી એ. (૨) ખોટી દખલગીરી કરવી એ વડિલો વાત કરતાં હોય ત્યારે યુવાનોએ ટકટકારો ન કરવો જોઈએ.
૧૧ ટકટકી તાકી તાકીને જોવું તે; અનિમેષ દૃષ્ટિ; સ્થિર નજર મંદિરમાં દર્શન ખૂલ્યા અને ભાવિકો ભગવાનના દર્શન ટકટકી લગાવીને કરવા માંડ્યા.
૧૨ ટકરામણ ટકરાવું તે; અથડામણ હિન્દુ-મુસ્લિમની ટકરામણ હવે અમારા ગામમાં થતી નથી.
૧૩ ટકા કરવા સ્વાર્થ સાધવો. (૨) લૂંટી લેવું, છેતરી લેવું દરેક વાતમાં ટકા કરવા એ યોગ્ય નથી.
૧૪ ટકાદાસ પૈસાનો ગુલામ, લાલચુ માણસ જે ટકાદાસ હોય એ માત્ર પૈસાની પૂજા કરે છે.
૧૫ ટકાબીડાં સગાઈ લગ્ન વગેરે માંગલિક પ્રસંગે અપાતાં પૈસા અને સોપારી વગેરે છોકરો-છોકરી એકબીજાને ગમી ગયાં એટલે ટકાબીડાંની આપ-લે કરી સંબંધ નક્કી થયો.
૧૬ ટકારી પથ્થર ઘડનાર કારીગર, સલાટ, કડિયો તાજમહાલ જોઈને ખ્યાલ આવે કે ટકારીઓએ કેટલી મહેનત કરી હશે.
૧૭ ટકુલી નકશી કરવાનું એક જાતનું ઓજાર ટકારી ટકુલીથી આખો દિવસ પથ્થર પર ટકટક કર્યા કરતો.
૧૮ ટકૈતચંદ પૈસાદાર માણસ; ધનાઢ્ય પુરુષ ટકૈતચંદ પૈસાના જોરે બધું કામ સરળતાથી કરાવી લેતા હોય છે.
૧૯ ટકોરખાનું દિવસનો જુદો જુદો સમય થયો હોવાની જાણ કરવા નગારાં વગેરે વગાડવાનું સ્થાન નગર વચ્ચે આવેલા મહેલમાં ટકોરખાનું હતું.
૨૦ ટકોળ ટકોર; ઠોક; ઠઠ્ઠા; મશ્કરી; મજાક શાળાના મિત્રો મળે એટલે ટકોળ શરૂ થઈ જાય.
૨૧ ટગડાળ ઝાડની ઊંચામાં ઊંચેની ડાળી આકાશમાં લાંબી ઉડાન ભર્યા પછી થાકીને ચકલી ટગડાળ પર બેઠી.
૨૨ ટગમગિયું તગતગિયું, ઝીણી વાટનો દીવો ગમે એટલી અંધારી રાત હોય પ્રકાશ ફેલાવવા માટે એક ટગમગિયું જ પૂરતું છે.
૨૩ ટગુમગુ અસ્થિર થઈ હલ્યા કરે એમ, ઢચુપચુ થાય એમ પવન એટલો હતો કે દીવાની જ્યોત ટગુમગુ થવા લાગી.
૨૪ ટચૂકટચૂક ધીમે ધીમે. અલીડોસો ટચૂક્ટચૂક કરતો રોજ પોસ્ટ ઓફિસ જતો.
૨૫ ટટપૂંજિયું તદ્દન ઓછી મૂડીવાળું બધા ભાગીદારોએ ટટપૂંજિયો ધંધો કરવાનું નક્કી કર્યું.
૨૬ ટટોલવું પરીક્ષા કરવી; પારખું લેવું; તપાસવું નોકરીમાં રાખતા પહેલા શેઠે નોકરને ટટોલી જોયો.
૨૭ ટણકટોળી તોફાની અને રખડું લોકોનું મંડળ રાત પડેને ગામની બહાર ટણકટોળી અડ્ડો જમાવતી.
૨૮ ટપકનવીશ છાની રીતે સાંભળેલ વાત ભૂલભરેલી રીતે જાહેર કરનાર ટપકનવીશના કારણે આખી બાજી બગડી ગઈ.
૨૯ ટપટપારો ટકટક, બોલબોલ, બડબડાટ વહુ કામ કરતી હોય ત્યારે સાસુથી ટપટપારો કર્યા વગર રહેવાતું નહીં.
૩૦ ટપૂસ ટપૂસ ધીરે ધીરે; ઘસડાતું ઘસડાતું બન્ને પગમાં તકલીફ થઈ પછી ટપૂસ ટપૂસ કરીને જ ચાલવું પડતું.
૩૧ ટોહ્યો પક્ષી ઉડાડવા ખેતરમાં ઊભો કરેલો કૃત્રિમ પુરુષ; ચાડિયો ખેતરમાં પંખી પાક ચણી ન જાય એ માટે ટોહ્યો બનાવ્યો.
૩૨ ટોળાવછોયું ટોળામાંથી છૂટું પડી ગયેલું ઘાસ ચરવા જતી વખતે એક વાછરડું ટોળાવછોયું થઈ ગયું.
૩૩ ટોલ્લે ચડાવવું કામ ન કરી આપતાં રઝડાવવું સરકારી ખાતામાં કામને ટોલ્લે ચડવવાની આદત છે.
૩૪ ટૈડપૈડ ગર્વના બોલ, ડંફાસ, ટડપડ ટૈડપૈડ વાતો સાંભળીને બધાનું માથું દુ:ખી ગયું.
૩૫ ટેસું તદ્દન પાકી ગયેલું, પાકીને ફાટું ફાટું થઈ રહેલું (ફળ) ટેસું જલ્દીથી ખાઈ જવું પડે નહીં તો બગડી જાય.
૩૬ ટેવવું અંદાજ લગાવવો, ધારવું, આશરો લગાવવો, અટકળવું માટીની ભીની ગંધ આવે એટલે ટેવી શકાય કે ક્યાંક વરસાદ પડે છે.
૩૭ ટેલિયો ધોલૈયો; વગર નોતરે જમનારો બ્રાહ્યણ; યાચક બ્રાહ્યણ નગરશેઠના બારણે ક્યારેક ટેલિયો આવી પહોંચતો તો શેઠાણી એને જમાડ્યા વગર પાછો નહીં મોકલતા.
૩૮ ટેલટપારો આંટોવીંટો; કામકાજે આવવા જવાનો ધક્કો ગામડામાં જરૂરી ચીજો મળતી નહીં એટલે ટેલટપારો કરવા શહેરમાં તો જવું જ પડતું.
૩૯ ટૂવા દેવા મહેણાં મારવાં દરેક નણંદ ભાભીને ટૂવા દે જ એ જરૂરી નથી.
૪૦ ટોકલી નાનું તળાવ. (૨) કુંડ. (૩) હોજ ગામની વચ્ચે ટોકલીમાં ઘણી બધી માછલીઓ હતી.
૪૧ ટોકરગાડી નીચા કઠેડાવાળી બળદ ગાડી પહેલાના જમાનામાં ટોકરગાડીમાં બેસીને લગ્ન કરવા જતા.
૪૨ ટોઢી હડપચી; દાઢી શ્રીનાથજી ભગવાનની ટોઢીમાં હીરો ઝગમગે છે.
૪૩ ટુકદિલી ટૂંકું મન ટુકદિલી વાતે વાતે રિસાઈ જાય છે.
૪૪ ટુકડખોર પરતંત્ર માણસ; બીજા ઉપર નભનાર માણસ સંયુક્ત કુટુંબમાં ઘણા ટુકડખોર વ્યક્તિઓ સચવાઈ જતા હોય છે.
૪૫ ટુઆ દૂધમાં બોળેલાં રૂનાં પોતાં. રૂના પોલને દૂધ, એરંડિયા વગેરેમાં બોળી આંખો ઉપર મૂકવામાં આવે છે. આંખ લાલ થઈ ગઈ હોય ત્યારે એના પર ટુઆ મૂકવાથી રાહત મળે છે.
૪૬ ટુંબો પ્રબળ ટપલો કે ધબ્બો દોસ્તો મળે એટલે એકબીજાને ટુંબો મારે છે.
૪૭ ટીલા નાની ટેકરી; ઊંચાણવાળી જમીન ઘરની પાછળ ટીલા ઉપર ગુલમ્હોરનું ઝાડ હતું.
૪૮ ટીરખી ઝાડની નાની ડાંખળી ઠંડીથી બચવા ટીરખી તોડી તોડીને તાપણું કર્યું.
૪૯ ટીમટામ સુંદર દેખાવ; ભપકો ખીસ્સા ખાલી ને ટીમટામ ભારી.
૫૦ ટીપુડિયું કૂતરાનું નાનું બચ્ચુ; ગલૂડિયું બાળકોને શાળાએથી આવ્યા બાદ ટીપુડિયું રમાડવું ખૂબ ગમતું.

અક્ષર “ઠ” – શબ્દ- પ્રવિણાબહેન કડકીયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ઠઈ વિશ્વાસુ,સારી પહેલી રજુઆત ઠઈ થઈ એટલે સૌ ખુશ થયા
ઠઈ ઠઈને પરાણે સાસરીમાં તો જમણનો આગ્રહ ઠઈઠઈને થાય જ
ઠઈડ વણાંક સીધો સીધો ચાલ્યો પણ ઠઈડે ઠુસ થઈ ગયો
ઠક્ઠકીયો ફાંસી દેનારો ઠેઠ સુધી તો ઠીક રહ્યો પણ ઠકઠકીયાને જોઈ તે રડી પડ્યો
ઠકઠેલા ટોળામાં ચોર ઝડપથી ઠકઠેલામાં સરકી ગયો
ઠક્ઠૌઆ ભીક્ષા વૃત્તિ ઠક્ઠૌઆ કરી ગુજરાન ચલાવવુ આજના જમાનામાં ક્યાં સહેલુ છે?
ઠકરાઈ જોહુકમી જમીનદારોની ઠકરાઈ જતા તેઓ પાંગળા થયા.
ઠકુર સુહાતી ખુશામદ ઠકુર સુહાતી તો પ્રભુને પણ વહાલી લાગે છે
ઠગમૂળી હજામની સ્ત્રી સુભદ્રા વળી ઠગમૂળી જ છે ને..મણીલાલ હજામની ઘરવાળી.
૧૦ ઠગઠેલ વૈતરું નશીબનાં ઉણા તેથી તો આ ઠગઠેલ કરવાનુંને..
૧૧ ઠગલીયું શુક્રનો તારો બધા તારા અથમે ત્યારે ઠગલીયો ઝગઝગે
૧૨ ઠગાઠગી છળકપટ શકુનીમામાને લીધ કૌરવો ઠગાઠગી કરવામાં ઉસ્તાદ થયા હતા
૧૩ ઠગોરી મોહીતવિદ્યા શિકાર ફસાવતા હિંમત ઠગોરી વિદ્યાનો ભરપુર લાભ લેતો હતો
૧૪ ઠચરા તકરાર પતિ પત્નીનાં ઠચરામાં સાસુ જો પડી તો પતિનું આવી જ બને
૧૫ ઠટ કિનારો, કાંઠો વાદળ ઘેરાયાને દુર રહ્યો છે ઠટ્,ઓ નાખુદા હંકારને આ નાવ ઝટ.
૧૬ ઠટોલ વિનોદી કિશોરકુમાર ઠટોલ ભૂમિકા સરસ ભજવતો
૧૭ ઠઠકારવું ઠપકો દેવો તેની બાઘાઇ માટે તેની પત્ની તેને સતત ઠઠકારતી
૧૮ ઠઠણવું રીસથી રોવુ પછી પોતાના તકદીરને કોશી તે ઠઠણતી..
૧૯ ઠઠાડવું મારવુ. બહુ ગુસ્સો ચઢે ત્યારે બે ચાર ધોલ ઠઠાડતી પણ ખરી
૨૦ ઠઠારવું ભપકો કરવો હીરોઈનોની જેમ લાલી ઠઠારીને તે નીકળી તો ખરી
૨૧ ઠઠેરો કંસારો વાસણોની દુકાન પાસે ઠઠેરોનો અવાજ ચલુ જ રહેવાનો
૨૨ ઠઠ્યું રહી ગયેલુ બધા યુ.એસ.એ. ગયા પણ મોટૉ ૨૩નો તેથી તે ઠઠ્યો.
૨૩ ઠણાક આંધળો માણસ સુરદાસ મુળે ઠણક અને તેથી રહ્યા અભણ.
૨૪ ઠણ ઠણ ગોપાલ્ નિર્ધન આમદાની અઠ્ઠની ને ખર્ચા રુપૈયાનતીજા ઠણ ઠણ ગોપાલ્
૨૫ ઠપકો ઠેસ. નાનો ગુનો સાયકલ ઉપર ઘંટડી નહોંતી તેથી ઠપકો ઠેસ દઈ છોડ્યા
૨૬ ઠમકદીવી સુંદર સ્ત્રી છે તે ઠમકદીવી એટલે ચાલ મનોહારીજ હોયને..
૨૭ ઠમણી સુપણઠ્ ઠમણી અને ઓઘો એ અહિંસા પાલનનાં પ્રતિકો
૨૮ ઠપડ થાકી જવું ઓફીસેથી ઘરે પહોંચતા ઠપડ થઈ જાય તેવો ટ્રાફીક હોય છે
૨૯ ઠરક નસકોરાં બોલાવવા તે તો સુતા વારમાં ઠરક વગાડશે..તેમની ઉંઘ સરસ્.૩
૩૦ ઠલુઆ બેકાર, ધમ્ધા વગરનો જમાઈ ઠલુઓ અને વહુ માથાભારે. ઘડપણ રડાવે
૩૧ ઠવઈ જીત પ્રેમની ઠવઈ જિંદગીને ઉજાળે
૩૨ ઠળવળીયો ઠાવકા,સારુ અંબાણી મૂળે ઠળવળીયા તેથી પૈસા પાત્ર પણ ઘણાં
૩૩ ઠાઠું બાજરીની ખીચડી ખાય છે ઠાઠું પણ પકવાન ની લિજ્જત છે ને..
૩૪ ઠાલિયાળ વંધ્યા સ્ત્રી તે વારં વાર કહેવા મથતી હતી કે તે ઠાલિયાળ નથી
૩૫ ઠાંઠ દુધ ન દેતી ગાય્ ગૌરી ગાય ઘરડી થઈ તેને ઠાંઠ કહીને અપમાન ન કરો
૩૬ ઠાગ અંત,પાર હવે આ નાટકનો ઠાગ લાવો તો સારુ..
૩૭ ઠાંગરૂ પીરસેલું ભાણૂં ફોન ઉપરના સમાચારે તો તેમને ઠાંગરૂ છોડાવી દોડાવ્યા
૩૮ ઠાંડુ ખીલો ઠાંડુ સીધુ હોય તો તરત લકડામાં જાય
૩૯ ઠિણણી ચિનગારી એક વખત સુકા ઘાસે ઠિણણી પડી એટલે ભડકો થાય
૪૦ ઠિનક નિઃસાસો ઠિનક નાખે તકદીર ભાગે ઠિનક ઝાલે તકદીર જાગે
૪૧ ઠિપ ફાનસ ઠિપ રાણુ થાય તે પહેલા આવી જજો
૪૨ ઠીબકું કામ કરવામાં ધીરો મંદ બુધ્ધીનુ તે લક્ષણ તે કામે ઠીબકો હોય્
૪૩ ઠુંવું ઘડવું પથ્થરને ઠુંવું તે શીલ્પીનું કામ છે
૪૪ ઠેઠો સંકેત ત્રણ કુકડે કુક તે ઠેઠો અને ભાગતો સૈનીક બેઠો
૪૫ ઠેપ દીવો બત્તી વહેલી સવારે ઠેપ થાય અને મંદીરનાં દ્વાર ખુલે
૪૬ ઠેબરડી કાંસાની વાંસળી ઠેબરડી વગાડી ગાયો ચરાવવા આજે ગોવાળો જાય
૪૭ ઠેબી દરજીની વીંટી ઠેબી,સોય દોરો અને કાતર એ દરજીનાં ઓજાર
૪૮ ઠેભો ટાંકો ટેકો સહેજ મોટુ કપડુ સીવાયુ તો ઠેભો મારી સરખુ થાય્
૪૯ ઠેરી લખોટી ઠેરીનાં ભાગ પાડતા મોટો કાયમ નાનાને એક વધુ આપે
૫૦ ઠેવના અંગુઠો બતાડી ના છેવટે તો કાજલ ઠેવના બજાવી જતી રહી પરદેશ્

 

 

 

અક્ષર “ડ” – રાજ અને હિના પારેખ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ડંક અનાજના દાણામાં પડેલ છિદ્ર વરસાદની ભેજવાળી હવાથી અનાજમાં ડંક પડી ગયા.
ડંખશ્યામ ડંખથી કાળું પડી ગયેલું પગમાં કંઈ કરડવાથી ડંખશ્યામ થઈ ગયું.
ડંગવારી ઢોર સહિયારાં હોવાં તે બે ભાઈઓ વચ્ચે ખેતી અલગ હતી પણ ડંગવારી હતી.
ડંડપહેલ કસરતી પહેલવાન. (૨) (લા.) તગડો માણસ ડંડપહેલને પડકારીએ તો માર ખાવાની તૈયારી રાખવી.
ડંડાશણ દેવસ્થાનમાં પૂંજો વાળવાની મોરનાં પીછાંની બનાવેલી સાવરણી પૂજા કરતાં પહેલા ડંડાશણથી પૂજાઘરને સાફ કર્યું.
ડંણું ડહેરો; તોફાની ઢોર ઉતાવળું નાસી શકે નહિ તે માટે તેના આગલા પગ વચ્ચે રહે એવી રીતે તેને ગળે બાંધવાનું લાકડું ઢોરને ગૌચરમાં લઈ જતા પહેલા ડંણું લટકાવવું જોઈએ.
ડકાર ઓડકાર. (૨) વાઘ, સિંહ વગેરેની ડણક ભોજનની પરિતૃપ્તિ ત્યારે જ કહેવાય જ્યારે ભોજન પછી ડકાર આવે.
ડખુ આંબલી કે બીજી ખટાશ નાખી કરેલી દાળ કે કઢી ડખુ ચોખા પેટમાં પડ્યા પછી આંખો ભારે થવાની જ.
ડગડી ખસી જવી ગાંડું થવું; ભાન જતું રહેવું મંગુને ગાંડાની હોસ્પિટલમાં મૂકવાની વાત સાંભળીને અમરતકાકીની ડગડી ખસી ગઈ.
૧૦ ડચકડહોળ કામમાં દિલચોરી કરનારું કામની જવાબદારી લેવાની વાત આવે ત્યારે ડચકડહોળ મોઢુ સંતાડે છે.
૧૧ ડટંતર દુનિયા દટાઇ જાય એવો ઇશ્વરી કોપ; મહાવિનાશ પૃથ્વી પર પાપ વધી જશે એટલે ડટંતર થશે.
૧૨ ડઠુરિયું ન ચડે તેવું; પાણા જેવું. ગમે એટલું સારી રીતે રાંધવામાં આવે તો પણ અમુક કઠોળ ડઠુરિયું રહી જાય છે.
૧૩ ડણદુ:ખ સ્નેહની પીડા વિરુદ્ધ વ્યક્તિત્વવાળા જોડાઈ જાય ત્યારે બન્ને પક્ષે ડણદુ:ખ સહન કરવાનો વારો આવે છે.
૧૪ ડપટી બેસવું પડાવી લેવું સંતાનવિહિન શેઠની અઢળક સંપત્તિ જોઈને ઘણાની ડપટી બેસવાની દાનત થઈ.
૧૫ ડફાં ડહોળવા ખોટું ડહાપણ બતાવવું ઓફિસની મીટીંગમાં અમુક લોકો ડફાં ડહોળ્યા વગર રહેતા નથી.
૧૬ ડફોરવું આનંદથી ગાવું, લલકારવું જંગલનું નૈસર્ગિક સૌંદર્ય જોઈને યાત્રી ડફોરતા ડફોરતા રસ્તો કાપવા લાગ્યો.
૧૭ ડબકાવવું દબડાવવું. (૨) ભય બતાવવો સાસુ વહુને વાત વાતમાં ડબકાવીને રાખતી.
૧૮ ડવારો ઘોંઘાટ લગ્નમાં વરઘોડો આવ્યો ત્યારે એટલો બધો ડવારો હતો કે ફોન પર કંઈ સંભળાયું નહીં.
૧૯ ડશકલું હાથકડી પોલિસ ગુનેગારને હાથમાં ડશકલું પહેરાવીને કોર્ટમાં લઈ આવી.
૨૦ ડસડસવું ડૂસકાં રોકી રાખવાં. (૨) મનમાં અકળાઈ રહેવું રડવાની ઈચ્છા તો હતી પણ બધાની વચ્ચે ડસડસવું પડ્યું.
૨૧ ડસડસી રોષ કે દંશની લાગણી ડસડસી દર વખતે વ્યક્ત કરી શકાતી નથી.
૨૨ ડહડહવું પ્રફુલ્લિત થવું, ખીલવું. આનંદિત થવું ડહડહવું જેના સ્વભાવમાં હોય એ કદી દુ:ખી થતો નથી.
૨૩ ડાંગાઈ લુચ્ચાઈ શિયાળનો ડાંગાઈ કરવાનો ગુણ માણસોમાં આવ્યો છે.
૨૪ ડાકડમાક ઘરનો પરચૂરણ ભાંગ્યોતૂટયો સામાન દિવાળીની સફાઈ પછી ડાકડમાક પસ્તીવાળાને વેચી માર્યો.
૨૫ ડોહનિયા દાદી; બાપની મા બાળકોને ડોહનિયા પાસે વાર્તા સાંભળવી ખૂબ ગમે છે.
૨૬ ડોસલાં બેસવાં પડી ભાગવું; નરમ થઇ જવું (૨) દેવાળું નીકળવું શેરબજારની આંટીઘૂંટી સમજી ન શકનારના ડોસલાં બેસી જાય છે.
૨૭ ડોળાડોળ આમતેમ ઘૂમ્યા કરવું તે; ખોટું આવજા કરવું તે કામવગરના આખો દિવસ ડોળાડોળ કરતા હોય છે.
૨૮ ડોલરી પલંગ; ખાટ ઘરના બધા ઉનાળામાં આંગણમાં ડોલરી પર સૂતાં.
૨૯ ડોલચાં બેસી જવાં બરબાદ થઈ જવું ધંધામાં મંદી આવતાં ઘણાં વેપારીના ડોલચાં બેસી ગયા.
૩૦ ડોયો દાળ શાક વગેરે હલાવવાનો અને પીરસવાનો લાકડાનો હાથાવાળો કડછો જ્ઞાતિનું જમણ થતું ત્યારે પીરસણિયા ડોયો લઈને પીરસવા નીકળતા.
૩૧ ડોબલાં બેસી જવા વિચાર ભાંગી પડવા. (૨) કાર્ય તૂટી પડવું. (૩) બજાર નરમ પડવી અમેરીકામાં મંદી આવતાં દુનિયાના બધા શેરબજારોના ડોબલાં બેસી ગયા.
૩૨ ડોકીશિયું ડોકું બહાર કાઢી હેરવું એ, ડોકિયું સંતાકૂકડી રમતી વખતે ડોકીશિયું કરવાની આદતવાળાનો થપ્પો થઈ જાય છે.
૩૩ ડોંખરાવવું ધમકાવવું વર્ગમાં તોફાન કરનાર વિદ્યાર્થીઓને વર્ગશિક્ષકે ડોંખરાવ્યા.
૩૪ ડૈયો અંગૂઠો બતાવવો એ, ચળો છોકરી હાથમાંથી ચોકલેટ ઝૂંટવીને ડૈયો બતાવીને દોડી ગઈ.
૩૫ ડેવઢી દોઢી; દ્વાર; મકાનનો મોઢા આગળનો ભાગ વરઘોડો ડેવઢી સુધી આવી પહોંચ્યો એટલે કન્યાપક્ષવાળા સ્વાગત માટે નીકળ્યા.
૩૬ ડેરુક બીકણ, ડરપોક ડેરુક સસલાની વાર્તા ભણવામાં આવતી હતી.
૩૭ ડેરખો નાની જપમાળા વૃંદાવનમાં ઘણી વિધવાઓ હાથમાં ડેરખો લઈને રસ્તા પર ચાલતી જોવા મળે છે.
૩૮ ડૂબંતખાતું ન મળી શકે એવી ઉઘરાણી જ્યારે ડૂબંતખાતું વધી જાય ત્યારે ધંધો બંધ કરવાનો વારો આવે.
૩૯ ડૂચા ઊડી જવા ટુકડે ટુકડા થઈ જવા, નાશ પામવું ધરતીકંપમાં મોટેભાગના મકાનોના ડૂચા ઊડી ગયા.
૪૦ ડૂંગલું હુક્કો; ગુડગુડી દાદા ડૂંગલું લઈને ગુડગુડ કરતા.
૪૧ ડૂંગાઈ ઊંડાઈ દરિયાની ડૂંગાઈ કેટલી છે તે માપવી અશક્ય છે.
૪૨ ડુલવાણ નાશ પામેલું. પાયમાલ થઈ ગયેલું યાદવો અંદરોઅંદર લડીને ડુલવાણ થઈ ગયા.
૪૩ ડુણાવું મનમાં ચણચણવું; મનની અંદર ને અંદર બળવું બધાને સંભળાવી દેવાની તો બહુ ઈચ્છા હતી પણ આંખની શરમે ડુણાવું પડ્યું.
૪૪ ડુકાડુક હાથોહાથની લડાઈ, મુક્કામુક્કી શાકભાજી માર્કેટમાં બે શાકભાજીવાળી વચ્ચે ડુકાડુક થઈ ગઈ.
૪૫ ડુંગો કરવો કૂચડાથી ધોળવું કે રંગ કરવો દિવાળી આવી એટલે દીવાલને ડુંગો કરવા રંગારાને બોલાવ્યો.
૪૬ ડીઠિયારું આંખે જોઈ શકે એવું ડીઠિયારું કાયમ સત્ય હોય એ જરૂરી નથી.
૪૭ ડીંડવાણું ગેરવહીવટ; અવ્યવસ્થા; અંધેર આખા દેશમાં ડીંડવાણું છે.
૪૮ ડિબરિયા ડાબેરિયું; ડાબે હાથે કામ કરના સચીન તેન્ડુલકર ડિબરિયા છે.
૪૯ ડિગમગચાલ છટાદાર ચાલ ૨૬ જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર ડિગમગચાલ ચાલે છે.
૫૦ ડિરવાયા તંબૂ; થોડા વખતનું રહેઠાણ સર્કસ આવે એટલે ઘણાંબધાં ડિરવાયા લાગી જાય છે.

 

 

 

અક્ષર “ઢ” – રાજ અને હિના પારેખ

શબ્દસ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મને મારા ભાણિયા રાજ કે. પારેખ એ મદદ કરી છે. રાજ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેણે આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા આપી છે. રાજને વાંચવાનો ઘણો શોખ છે. તેને શબ્દપ્રયોગ કરવાની ઘણી મજા આવી.

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
અક્ષરશૂન્ય; અભણ. આ કુટુંબના બધા ઢ છે.
ઢંક કાગડો. આ ઢંક રોજ અહીં જ બેસે છે.
ઢંકાયેલું બંધ કરેલું; ઢાંકેલું; આચ્છાદિત. સવાર થઈ ગઈ છતાં ઘરનું બારણું ઢંકાયેલુ હતું.
ઢંકી ખાંડણિયો. ઢંકીમાં મસાલા વાટવામાં આવે છે.
ઢંગધડો વ્યવસ્થા; રીતભાત. રમેશનું ઘર ઢંગધડા વગરનું હતું.
ઢંડોરચી ઢંઢેરો પીટનાર માણસ. આજકાલ ઢંડોરચી જોવા મળતા નથી.
ઢંડેલ ઢંડેલ ઢંડેલનું ઢાંકણ હંમેશા ઢાંકીને રાખવું જોઈએ.
ઢઊ મોટો કદાવર માણસ. પેલો માણસ ઢઊ દેખાય છે.
ઢકળાવું દુઃખ પામવું; મૂંઝાવું. મનમાં ને મનમાં ઢકળાવું ન જોઈએ.
૧૦ ઢકેલચંદ બેદરકારીથી કામ કરનાર માણસ. અહીં ઢકેલચંદનું કોઈ કામ નથી.
૧૧ ઢકેલવું ધક્કો મારવો; હડસેલવું. વૃદ્ધને ઢકેલવું ન જોઈએ.
૧૨ ઢકોસલાં આભાસ; માયા; મિથ્થા જાળ. આ જગત ઢકોસલાં સમાન છે.
૧૩ ઢક્કા આફત; વિપત્તિ. આ ઢક્કાનો કોઈ તો ઉપાય હશે ને.
૧૪ ઢક્કાઢોલપ્રિયા અન્નપૂર્ણા દેવી. ઢક્કાઢોલપ્રિયાનું સ્મરણ કરીને જ જમવું.
૧૫ ઢક્કાવાદચલજ્જલા ગંગા નદી. ઢક્કાવાદચલજ્જલામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે.
૧૬ ઢગ ગંજ; ઢગલો; અમુક વસ્તુઓનો મોટો એકત્ર જથ્થો. હમણાં ને હમણાં આ કચરાનો ઢગ સાફ કર.
૧૭ ઢગલાબાજી પત્તાંની એક જાતની રમત. ચાલ આપણે ઢગલાબાજી રમીએ.
૧૮ ઢગલાબંઘ ઘણું; પુષ્કળ; જથ્થાબંઘ; ટોળેટોળાં આ ખાણમાંથી ઢગલાબંધ સોનું મળતું હતું.
૧૯ ઢગું મૂર્ખ; કમઅક્કલ; નાદાન ઢગુંની વાતનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો.
૨૦ ઢગો બળદ; બેલ આ ઢગો વૃદ્ધ થઈ ગયો છે.
૨૧ ઢચકઢચક પાણી પીતાં થતો અવાજ. એટલી તરસ લાગી હતી કે આખું ગ્લાસ ઢચકઢચક પી ગયો.
૨૨ ઢચકાળ આનંદી; મોજીલું. એનો સ્વભાવ એકદમ ઢચકાળ છે.
૨૩ ઢચકાવવું પી જવું. હજી કેટલું દૂધ ઢચકાવશો?
૨૪ ઢચર આડંબર; ખોટો ડોળ. હવે તેનો ઢચર બધા જાણી ચૂક્યા છે.
૨૫ ઢચરી ડોસી; ઘરડી; સ્ત્રી. આ ઢચરી બહુ કચકચ કરે છે.
૨૬ ઢચરો ઘરડો કે જીર્ણ થઈ ગયેલો માણસ ઉધરસના કારણે ઢચરાને આખી રાત ઉંઘ ન આવી.
૨૭ ઢચુપચુ આનાકાની; હા ના કરવી તે. જવું કે ન જવું તે અંગે હજુ તેનું મન ઢચુપચુ હતું.
૨૮ ઢચ્ચી યુક્તિ; છેતરપિંડી. તારી એક પણ ઢચ્ચી ચાલશે નહીં.
૨૯ ઢટ જાડું કે મજબૂત કપડું. આશ્રમમાં તેને ઢટમાંથી બનાવેલા વસ્ત્રો પહેરવા આપતા.
૩૦ ઢટ્ટી લંગોટી; કોપીન. પહેલાના જમાનામાં સાધુઓ ઢટ્ટી પહેરીને વનમાં તપ કરતાં.
૩૧ ઢડવા એક પક્ષી; એક જાતની મેના. અહીંના જંગલમાં ઢડવાની વસ્તી જોવા મળે છે.
૩૨ ઢડ્ઢો પતંગ અથવા કનક્વામાંનો કન્ની બાંઘવામાં આવે છે મકરસંક્રાંતિના આગલા દિવસે જ પતંગને ઢડ્ડો બાંધીને તૈયાર રાખવા.
૩૩ ઢઢડાટ અભિલાષ; અભરખો. દીકરાને પરણાવવાનો એને બહુ ઢઢડાટ હતો.
૩૪ ઢઢણવું જોશથી બધું એકસાથે હાલી ઊઠવું ધરતી ઢઢણી ઉઠી ત્યારે ખબર પડી કે આ તો ધરતીકંપ છે.
૩૫ ઢઢળતું કબજામાં ન રહેતું; પોતાની સત્તામાં કે અંકુશમાં ન રેહનારૂં; દાબમાં નહિ એવું કંઈ પણ ઢઢળતું હોય તો તે તેને પસંદ નહોતું.
૩૬ ઢઢળવું શરીર ક્ષીણ થઈ જવું; શરીર નબળું થઈ જવું ઉંમર થાય એટલે શરીર ઢઢળવું થઈ જ જાય.
૩૭ ઢઢું દૂબળું ને નાનું ઘોડું. કેદારનાથ ચઢવું હોય તો ઢઢું ન ચાલે.
૩૮ ઢણકવું આમતેમ નકામા કે ખાલી ફર્યા કરવું; રઝળવું નોકરી વગર રાજુ આખો દિવસ ઢણક્યા કરતો.
૩૯ ઢણકો સૂક્ષ્મ ઊંઘ; ઊંઘનું ઝોકું. બપોરે જમ્યા બાદ એક ઢણકો આવી જ જાય.
૪૦ ઢણઢણ નોબતનો અવાજ. નોબતખાનામાં રોજ સાંજે ઢણઢણ થતું.
૪૧ ઢણઢણાવવું જોરમાં હલાવવું કંભકર્ણને જગાડવા બધાએ એને ઢણઢણાવવાનું શરૂ કર્યું.
૪૨ ઢપકો સાહીનો ડબકો. ઈન્ડીપેનથી લખો અને કાગળ પર ઢપકો ના પડે એવું તો બને જ નહીં.
૪૩ ઢપાલયા ડફ વગાડનાર ગવૈયો. હવે ઢપાલયા મળવા મુશ્કેલ છે.
૪૪ ઢપ્લા તંબૂરો. મીરાંબાઈ ઢપ્લા લઈને ભજન ગાતાં.
૪૫ ઢફડું જાડું. આટલું ઢફડું કાપડ ઉનાળામાં ના પહેરાય.
૪૬ ઢફલી ધૂળની ઢગલી. બાળકોને ઢફલીમાં રમવાનું ખૂબ ગમે છે.
૪૭ ઢબ કળા. ગુણ; સ્વભાવ એની કામ કરવાની ઢબ ઓફિસમાં સૌને પસંદ હતી.
૪૮ ઢબછબ કાર્ય કરવાની છટા. વહુની ઢબછબ જોઈને સાસુજી એના વખાણ કરતાં થાકતા ન્હોતા.
૪૯ ઢબઢબકલ્યા સ્વાદ વગરનું ખાણું. લોજમાં ઢબઢબકલ્યા ખાવાનું ખાઈને એ કંટાળી ચૂક્યો હતો.
૫૦ ઢબઢબાવવું ખખડાવવું; કમાડ ખખડાવવું. આટલું ઢબઢબાવ્યું તો પણ ધરમશાળાનો દરવાજો ન ખૂલ્યો.
૫૧ ઢબલી નાની ટેકરી. એના ઘરની પછીતે ઢબલી હતી.

અક્ષર “ત”- હિનાબહેન પારેખ “મનમૌજી”

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
તંગચશ્મ લોભી; કંજૂસ તંગચશ્મ હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા.
તંગલા ઊડવા તણખા ઝરવા; તકરાર થવી બાળકોના રમવા બાબતે શેરીમાં તંગલા ઊડી ગયા.
તંઝીમ એકસૂત્ર કરવું એ, સંગઠન ગાંધીજીએ સત્યાગ્રહ માટે બધાને તંઝીમ કર્યા.
તંતનાહ અભિમાન; મગરૂરી રૂપનું તંતનાહ ઉંમરની સાથે સાથે ઉતરી જાય છે.
તંતરવું છેતરવું; ધૂતી લેવું; ભોળવવું કેટલાક લોકો માટે તંતરવું એ ડાબા હાથનો ખેલ છે.
તંત્રવાહક વહીવટ કરનાર, વ્યવસ્થાપક, સંચાલક, ‘ડિરેક્ટર,’ ‘મૅનેજર’ કંપનીમાં કારકુન તરીકે નોકરીની શરૂઆત કરનાર પોતાની મહેનતથી તંત્રવાહકના હોદ્દા સુધી પહોંચ્યો.
તંબીહ શિક્ષા; શિખામણ; ઠપકો; મારવું તે; પીટવું તે; દંડ; નસીહત તોફાની બાળકોને શિક્ષકે વર્ગની બહાર ઉભા રહેવાની તંબીહ કરી.
તંસીફ બે સરખા ભાગ કરવા તે ઘરમાં બે સંતાન હોય તો મિલકતના તંસીફ કરવા પડે.
તઅકીર ભયંકર રીતે ઘાયલ કરવું તે યુદ્ધમાં રાજાએ દુશ્મનોને તઅકીર કર્યા.
૧૦ તઅક્કુલ સમજણ ઉંમરની સાથે તઅક્કુલ આવે જ એ જરૂરી નથી.
૧૧ તઅમીલ અમલ; વર્તનમાં મૂકવું તે કાગળ પર યોજનાઓ તો ઘણી બને, પણ તેને તઅમીલ કરવી મુશ્કેલછે.
૧૨ તઐયુશ મહેનત અને હુન્નરથી ગુજરાન મેળવવું તે પતિના અવસાન પછી પત્નીએ તઐયુશ કરીને બાળકોને મોટા કર્યા.
૧૩ તકદમ થઈ ગયેલું; ભૂતકાળનું રાજા રજવાડા એ હવે તકદમની વાત છે.
૧૪ તકબીર નમાઝ પહેલાની બાંગ તકબીરના અવાજથી એની આંખ ખૂલી ગઈ.
૧૫ તકવિયત આધાર; ટેકો વિધવા બાઈને કોઈનો તકવિયત ન્હોતો.
૧૬ તક્ષીમદાર સમભાગ; વારસામાં સરખો ભાગ કોર્ટે બધા ભાઈઓને તક્ષીમદાર મળે એવો ચૂકાદો આપ્યો.
૧૭ તખતેશ તખ્તનો ધણી; રાજા; ગાદીનો માલિક કલાપી લાઠીના તખતેશ હતા.
૧૮ તખસીસ ખાસ ગુણ; વિશિષ્ટતા; ખાસિયત ગાંધીજીની તખસીસ એ હતી કે તેઓ સત્યના આગ્રહી હતા.
૧૯ તગતગતું ઝળકઝળક થતું; ચકચકતું; તેજ મારતું; તકતકતું; પ્રકાશ મારતું અંધારામાં એણે રસ્તા પર કંઈ તગતગતું પડેલું જોયું.
૨૦ તગરપિંડ મીંઢળ લગ્ન વખતે હાથમાં તગરપિંડ બાંધવામાં આવે છે.
૨૧ તઘરીબ દેશનિકાલની સજા; હદપારની શિક્ષા વીર સાવરકરને તઘરીબ થઈ હતી.
૨૨ તઘાયુર એકબીજાથી જુદું પડવું તે કુંભમેળામાં બધા તઘાયુર થઈ ગયા.
૨૩ તજગરો લેવો હિસાબ તપાસવો સાંજ પડે એટલે શેઠ દુકાનમાં તજગરો લેવા આવતા.
૨૪ તજાવજ અંતર દિલ્હી અને કન્યાકુમારી વચ્ચે બહુ તજાવજ છે.
૨૫ ત્વિષિત પ્રકાશવાળું; ઝબકતું દિવાળી વખતે વાતાવરણ ત્વિષિત હોય છે.
૨૬ ત્ર્યંબકા દુર્ગા દેવી બંગાળી લોકો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ ત્ર્યંબકાની સ્થાપના કરે છે.
૨૭ ત્રૈલોક્યવિજયા ભાંગ શિવરાત્રીના દિવસે મંદિરોમાં ત્રૈલોક્યવિજયાનો પ્રસાદ આપવામાં આવે છે.
૨૮ ત્રૂઠમાન પ્રસન્ન; સંતોષ પામેલું લીલી વાડી જોઈને દાદાનું મન ત્રૂઠમાન થઈ ગયું.
૨૯ ત્યારસોરું એ સમય સુધીમાં, એ દરમ્યાન ટિકિટ લીધી ત્યારસોરું ટ્રેન આવી ગઈ.
 
૩૦ તૌતિક મોતી દરિયામાંથી તૌતિક મળે છે.
૩૧ તોસ્તાન કોઈ પણ મોટી-તોતિંગ ચીજ કે ઘટના ટાઈટેનિક તોસ્તાન જેવી હતી.
૩૨ તોવદાકા ખીર શ્રાદ્ધના દિવસોમાં તોવદાકા બનાવવામાં આવે છે.
૩૩ તોલાં ગણવાં ઝોકાં ખાવાં ટ્રેનમાં બધા તોલાં ગણતાં હતા.
૩૪ તોરણશિર કળામય કમાન રુદ્રમાળમાં તોરણશિર છે.
૩૫ તોયોત્સર્ગ વરસાદ ચેરાપુંજીમાં બહુ તોયોત્સર્ગ થાય છે.
૩૬ તોબરો ચડાવવો રીસથી કે અણગમાથી મોઢે નાખુશીનો ભાવ બતાવવો ઘરમાં ઝગડો થયો એટલે વહુ એ તોબરો ચડાવ્યો.
૩૭ તેખાળું તીક્ષ્ણ, ધારવાળું, ખૂબ તીખી ધારનું નવું ચપ્પું તેખાળું હતું.
૩૮ તૃષાર્ત તરસથી પીડાયેલું, ખૂબ તરસ્યું સખત તાપમાં ચાલી ચાલીને યાત્રી તુષાર્ત થઈ ગયો.
૩૯ તૂનીર બાણ રાખવા માટેની કોથળી; ભાથો રામે તૂનીરમાં બાણ મૂક્યા.
૪૦ તૂતવો જૂઠાણું, ગપ, બનાવટી વાત તૂતવો બહુ લાંબો સમય ચાલતો નથી.
૪૧ તુહિનાચળ હિમાલય તુહિનચળમાં બહુ બરફ પડે છે.
૪૨ તુષારરશ્મિ ચંદ્ર. તેનાં કિરણ ઠંડાં હોય છે પૂનમના દિવસે રાત્રે આકાશમાં તુષારરશ્મિને નીહાળવાની મજા આવે છે.
૪૩ તુલ્યાનુરાગ સમાન પ્રેમ બધા બાળકો માટે માતાને તુલ્યાનુરાગ હોય છે.
૪૪ તુર્યાવસ્થા જન્મમરણ વટાવીને બ્રહ્મની સાથે થતી એકાત્મકતા જ્ઞાની તુર્યાવસ્થા પ્રાપ્ત કરી લે પછી એને જગતની કોઈ પડી હોતી નથી.
૪૫ તુતલાવું અસ્પષ્ટ ઉચ્ચારણ કરવું; તૂટક તૂટક શબ્દ બોલવો ઘણાં બાળકો તુતલાઈને બોલે છે.
૪૬ તુણાઈને તુરિયું થવું જક્કીપણું બતાવવું ઘણાં દરેક વાતમાં તુણાઈને તુરિયું થાય છે.
૪૭ તબીઈ સ્વાભાવિક માતાનું હૃદય સંતાન તરફ ખેંચાય એ તબીઈ છે.
૪૮ તબૂકવું વરસવું વીજળી ચમકી અને પછી વરસાદનું તબૂકવું થયું.
૪૯ તબારક આશીર્વાદ ભગવાન અને વડિલોના તબારકથી જ સઘળું કામ થાય છે.
૫૦ તબલીગ ધર્માંતર કરવાની ક્રિયા, ધર્મપરિવર્તન ડાંગના જંગલોમાં તબલીગ થાય છે.

                              

 

 

 

અક્ષર “ત્ર” –વિજય શાહ

ક્રમ     શબ્દ અર્થ   શબ્દ પ્રયોગ
 ૧. ત્રકી પ્રગતિ ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે.
ત્રખ્ તરસ્ ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાંખતો ગયો
ત્રગારો તેજ્, ચળકાટ ભર્યો પૂર્વે હેમંતનો સૂર્ય ત્રખતો હતો. ત્યાં ક્યાંકથી વાદળો આવી તેને ઢાંકી ગયા
ત્રગાળો તર ગાળો , નાટકીયો ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોય ને…
ત્રજડ તલવાર હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિયાં ફુસકી ઝબક્યા..
ત્રણ ત્રાસે સારી રીતે નવ વધુને પહેલું અઠવાડિયું તો ત્રણ ત્રાસે જ રખાયને..!
ત્રતક અવતરણ જન્માષ્ટમીની  મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું.
ત્રપુબંધક, ત્રિખ સીસું સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મના ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા
ત્રપુલ કલાઈ તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઈ થતી હોય છે.
૧૦ ત્રબાક ડાકલું, ભૈરવનું વાજિંત્ર ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બિહામણું લાગતું હતું
૧૧ ત્રયી આધ્યાત્મવિદ્યા, જૈન ધર્મની રત્ન ત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર.
૧૨ ત્રવટું ત્રિભેટે યુવા વર્ગ ત્રવટે ઊભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે
૧૩ ત્રશકાર લોહીનું ટીપું ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો…
૧૪ ત્રસન ઉદ્વેગ, બીકણ, ભય, ચિંતા અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે.
૧૫ ત્રસાળો સરવાળો, ઉમેરો કરવો બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો
૧૬ ત્રઠકવું ધ્રુજવું શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા
૧૭ ત્રંબાવતી ખંભાત્ ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું.
૧૮ ત્રંખ ત્રંબક્, શંકર  કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ
૧૯ ત્રા જતન કરવું મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે?
૨૦ ત્રાકડીયું ત્રાજવું મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે
૨૧ ત્રાગ અંત છેડો એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો.
૨૨ ત્રાજવડાં છુંદણા તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે  તારા મનને મોહાવું
૨૩ ત્રાણક રક્ષક ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો.
૨૪ ત્રિક ગોખરું, ત્રીજો ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે.
૨૫ ત્રિકટુક સુંઠ, પીપર અને મરી ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે
૨૬ ત્રિગોનેલ્લા મેથી ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે.
૨૭ ત્રિજડ  કટારી, તલવાર્ ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ.
૨૮ ત્રિઠ કલમ્ ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે
૨૯ ત્રિદલ્ બીલીનું પાન  ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે
૩૦ ત્રિરસ મદિરા ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે
૩૧ ત્રિરુપ અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ
૩૨ ત્રિલ ન ગણ જ્યાં ત્રણે લઘુ કમળ ત્રિલ છે
૩૩ ત્રિલોક નાથ્ પ્રભુ, આકડાનુ ઝાડ ત્રિલોકનાથને વંદન્…૩
૩૪ ત્રિષમ હ્રસ્વ,નાનું ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે..
૩૫ ત્રેઠવા બાફેલા અડદનાં દાણા  ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે
૩૬ ત્રેધા શક્તિ, તાકાત્ કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો
૩૭ ત્રેવટી ત્રણ કઠોળની દાળ્  ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે.
૩૮ ત્રેહ ભેજ શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે
૩૯ ત્રૈતન્ નિર્દય દાસ રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું
૪૦ ત્રોત્ર અંકુશ  વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ.
૪૧ ત્રોબાડ કદરૂપી સ્ત્રી મંથરા ખુંધી અને ત્રોબાડ હતી
૪૨ ત્ર્યક્ષ શીશુપાળ જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો
૪૩ ત્વક્ત બખ્તર રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો
૪૪ ત્વગ દોષ કોઢ ત્વગ દોષ વરસા ગત રોગ છે
૪૫ ત્વિષ બળાત્કાર અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે
૪૬ ત્વિષિ કિરણ દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે
૪૭ ત્વેષ ક્રોધ સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે.
૪૮ ત્સરુ તલવારની મૂઠ સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય
૪૯ ત્રિવલી પેટ ઉપર પડતી સળો  ૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ
૫૦ ત્રુઠવું પ્રસન્ન થવું દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો

 

અક્ષર “થ” -પ્રવિણાબહેન કડકિયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
થબૂચી પહોળા તળીયાનું વાસણ થબૂચીમાં બટાટા બાફવા મુકો
થથેડો જાડો લેપ ઠંડી ને લીધે ક્રીમનો થથેડો ચોપડ્યો છે
થભ થાંભલો આ થભ લાકડાનો છે
થરાતો એક જાતનું ઝાડ થરાતો અહી કચ્છમાં થતા નથી
થરાદ ગામનું નામ અહીં થી થરાદ ની બસ જતી નથી
થરેરી અંગ કંપ ઠંડીમાં થરેરી ભારે રહેતી હોય છે
થલ માર્ગ રસ્તો થલમાર્ગે જઇશુ તો સારુ રહેશે
થલાડી માછલી ની એક જાત થલાડી ખારા પાણી માં ના થાય
થળ જમીન દુર્યોધન ને થળ હતું ત્યાં જળ દેખાયુ
૧૦ થવણ સ્તોત્ર સ્તુતિ પ્રભ નામનું થવણ શાંતિ આપે
૧૧ થવઈ કડિયો, શિલ્પી આ જગ્યા એ થવૈ મળવા અઘરા
૧૨ થવિર સ્થિર બુધ્ધી વાળા થવિર હંમેશા ભરોંસો પાત્ર હોય છે
૧૩ થાંબો વર નો સગો થાંબો શીં છે તેથી સંભાળી ને ટીકા કરજો
૧૪ થાઇમસ છાતીમાં માંસ નો પીંડ થાઇમસ વધ્તુ જણાય ત્યારે ડોક્ટર્ને બતાવવુ
૧૫ થાકેડો થાક સવારથી કામે વળગ્યો છું થાકેડો લાગ્યો છે
૧૬ થાતી થાપણ થાતી બેંકમાં મુકવી સારી
૧૭  થાથ ચંદ્રઃ ચંદ્રનો થાથ પુનમે શ્રેષ્ઠ હોય
૧૮ થાથડો થપેડો આ મો પર શાનો થાથડો છે?
૧૯ થાનાઈ લોહાણા જ્ઞાતીનો ગોર થાનાઇ આવે ત્યારે નામ પાડે
૨૦ થાનલો સ્તન થાનલે ચીપકીને બાળક ધાવે ત્યારે પેટ ભરાય
૨૧ થાનિયુ એક પ્રકારનું ઝાડ થાનિયુ આ જંગલમાં ક્યાંથી હોય?
૨૨ થાપડ થપાટ મા બાપ સામે બોલે તો થાપડ રસીદ થાય
૨૩ થારો કુવાનું કે ઘંટીનું થાળુ જેમ થારો મોટો તેમ કામ સરખુ થાય
૨૪ થાલો મોટો થાળ થાલો મુકાયો સૌ જમવા ચાલો
૨૫ થિતિભાવ સ્થાયી ભાવ સહુ માટે પ્રેમનો થિતિ ભાવ રાખવો
૨૬ થાળનું ખાવું વિચારવું થાળ્નું હંમેશા વિચારીને સમજવુ
૨૭ થિય રહેલું અઆ ઘરમાં શાંતિ થિય છે
૨૮ થિયન એક પ્રકારની જાત થિયન હવે અદ્રષ્ય થતા જાય છે
૨૯ થિયુર ગણપતિનું મંદિર થિયુરનાં મંદિરે જજો
૩૦ થિરક નૃત્યમાં ચરણોનીચંચળતા નર્તકી ની થિરક અદભુત છે
૩૧ થિરતા સ્થિરતા અચલપણું સાચા હો તો સ્થિરતા આવેજ.
૩૨ થુડી તિરસ્કાર યુક્ત કોઇના પણ માટે થુડી ન વાપરો
૩૩ થુતિ સ્તુતિ પ્રભુની થુતિ ખુલ્લ દિલે કરવી
૩૪ થુત્થી ચામડાની કોથળી નું વાજિંત્ર થુત્થી હવે જોવા નથી મળતી
૩૫ થુની થાંભલો થુનીનું કોતર્કામ જૈન મંદીરોમાં જોવા મલે છે
૩૬ થુનુક નિઃસાસો શું દુઃખ છે કે થુનુક નાખ્યા કરે છે
૩૭ થુઆ ઢગલો જથ્થો ઠેર ઠેર ઘઉંનાં થુઆ જોવા મળે છે
૩૮ થુઈ મુક્તિ ક્યારે આ બંધનોમાં થી થુઇ પામીશ?
૩૯ થૂઓ ખુંધ રાજસ્થાન નાં ઉંટ નો થુઓ શણ્ગારેલો હોય છે
૪૦ થુકર એક જાતનો છોડ અહીં થુકર ક્યારે ઉગ્યો? કાઢો એને..
૪૧ થૂમ લસણ થૂમની ચટ્ણી અને રોટલા સ્વાદીષ્ટ હોય છે
૪૨ થૂરકી એરિંગ કાનમા પહેરવાનું ઘરેણું થૂરકી પહેરવાથી મુખની શોભા વધી જાય છે
૪૩ થૂલમા કામળો ધાબડો ઠંડી છે થૂલમા સાથે રાખજો
૪૪ થેથર સોજો, ચમડી ઉપસવી રાત્રે દહી ખાઇશ તો થેથર થશે
૪૫ થેપડી ગરોળી થેપડી જોઇને મને તો બહુ બીક લાગે
૪૬ થેવા વિંટીમાં જડવાનો નંગ આ થેવાનો નંગ વીંટી માટે મોટૉ છે
૪૭ થોબડ કઢંગુ આખોદિવસ ખાઇને શરીર તો જો થોબડ કર્યુછે?
૪૮ થોથરું નકામુ પ્રવૃત્તિ કરવાથી જિંદગી થોથરી ના થાય
૪૯ થોથડી બાટી ગામમાં થોથડી ઘી સાથે ખાવાની મઝા ઓર છે
૫૦ થોથી ઘાંસ થોથી ગાયને નીર્યુ? ભુખી થઇ હશે

 

અક્ષર “દ” – દેવિકાબહેન ધ્રુવ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
દઇતા પ્રેયસી દઇતાના વિદેશગમને તે દેવદાસ બની ગયો.
દકપથ પાણી ભરવાનો માર્ગ સખી રે,નજરું લાગી દકપથ જાતા.
દખનીરાસ દક્ષિણનો તારો આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?
દઠર મંદ બુધ્ધિ અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.
દધિજા લક્ષ્મી દધિજાની પૂજા આજે સૌ કરે છે.
દા અગ્નિ પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.
દાગબ સ્તૂપ પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.
દાડમી એક જાતની આતશબાજી રંગોની દાડમી જોવી કોને ના ગમે ?
દાણવ દાણ લેવાની જગા મારે માથે છે મહીનો માટ રે, દાણ માંગે છે દાણવ ઘાટ રે.
૧૦ દાદસિતાદ કામકાજ વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.
૧૧ દિક્ત આનાકાની દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…
૧૨ દિદિવિ સ્વર્ગ દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.
૧૩ દિની પ્રાચીન,પુરાણુ જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.
૧૪ દિમન છાણ ગૌનું દિમન પવિત્ર મનાય છે.
૧૫ દિરાયત ગુણો દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?
૧૬ દિવાભીત ઘૂવડ,દિવસથી ડરેલો કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.
૧૭ દોત ખડિયો કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.
૧૮ દૂતી કૂટ પ્રશ્ન,ઉખાણુ એક દૂતીછે,ઉકેલો તો માનુ, તમે ખરા…..
૧૯ દ્યુત પ્રકાશનું કિરણ જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.
૨૦ દ્યૂત જુગાર દ્યૂતની લત સૌને ડૂબાડે.

 

 

 

અક્ષર “ધ” – શબ્દ – દેવિકાબહેન ધ્રુવ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ધન ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી.
ધકારો આશંકા દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે..
ધખ ખીણ ધખની ઉંડાઇ કોણ માપી શકે ?
ધજીર ચીંથરુ ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે.
ધડુ કળશ ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે.
ધધરૂ સાંજ પંખીઓના હારબંધ ટોળા જોયા છે ધધરૂ ટાણે ?
ધપ તમાચો ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે.
ધફી રીસ વાત વાતમાં ધફી શું ?
ધબકુ માટીની નાની કોઠી આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે.
૧૦ ધમ કૃષ્ણ,પરમાત્મા ધમની કૃપા સૌના જીવનમાં હજો.
૧૧ ધરૂ ધૃવનો તારો ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ?
૧૨ ધંખના લગની આ લખવાની ધંખના બહુ લાગી મને તો !
૧૩ ધસામ પોચી જમીન સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે.
૧૪ ધાનવાયા સાંબેલુ ગામડામાં  ધાનવાયા ઘેર ઘેર હોય જ.
૧૫ ધાબી વાદળાથી લાગતો ઝાંખો દિવસ પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી લાગે,પણ ગમે.
૧૬ ધારણિયો થાંભલો માના અચાનક અવસાને વીરો તો જાણે ધારણિયો થઈ ગયો.
૧૭ ધારાજ દિવ્ય જળ હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે.
૧૮ ધિણોજો અદેખો માણસ ધીણોજો માનવી કદી સુખી થતો નથી.
૧૯ ધિનોર અગ્નિનો ભડકો ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય.
૨૦ ધી બુધ્ધી હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો.

 

અક્ષર “ન”- નવિનભાઇ બેંકર

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
નગ પર્વત્ ઝડ, સાતની સંખ્યા નગપતિ હિમાલય પુત્રી પાર્વતી શિવને વરી
નચિકેત  અગ્નિ, નચિકેત યમરાજા પાસેથી બ્રમ્હ વિદ્યા શીખનાર બ્રાહ્મણ કુમાર
નપીરી પિયરમાં કોઈ ન હોય તેવી સ્ત્રી બાપુજીના મૃત્યુ પછી તે નપીરી થઈ ગઈ તેમ કહેવાય્.
  નરાજ ખોદવાની કોશ નરાજ લઈ તે તો મંડ્યો જમીન ખોદવા..
નર્મચિત્ર  ઠઠ્ઠા ચિત્ર મહેન્દ્ર શાહ નર્મચિત્રકાર છે. ભલ ભલાનાં ચિત્રો દોરી ઠઠ્ઠો કરે.
નવધા નવ પ્રકાર ની નવધા ભક્તિ નવ રીતે થાય શ્રવણ્,કીર્તન્.સ્મરન, પાદસેવન વિગેરે
નવદ્વારી માનવ શરીર અશુચી (ગંદકી) ભર્યા નવદ્વારી  ઉપરની મમતા નકામી
૧૦ નવ ટાંક શેરનાં આઠમા ભાગ જેટલુ વજન્  નવટાંક વજનનું હ્રદય બે મણનાં શરીરને ચલાવે
૧૧ નવલનિચોર નીત નવા વસ્ત્ર ધારણ કરનાર્ ફીલ્મ અભિનેત્રીઓ તો સદા નવલનિચોર તેથી સુંદર જ દેખાયને?
૧૨ નવસાર એક ક્ષાર નવસાર નાખો અને ધાતુ તરત ગળે
૧૩ નવીસંદો લહિયો-લેખક્ નવીસંદોને રાજા અક્બર બહુ માન  આપતા
૧૪ નસંક નાક સાફ કરવુ શરદી થાય એટલે નસંક કરી કરી નાક રાતુ થૈ જાય્
૧૫ નાતિમાનિતા નિરાભિમાની, નમ્ર સનતભાઇ નાતિમાનિતા તેથી વિમાકામમાં સફળ
૧૬ નાનોબો જુવાનોનો સમુહ નાનોબો પરિવર્તન તરફી હતો તેથી તે કાયદો પસાર ના થયો
૧૭ નાપિક વાળંદ નાપિક કર્મી અમેરિકામાં ઘણું કમાય છે
૧૮ નામણ દિવો રામણ દિવો નામણ દિવો અને માથે મોડ તે બે વરરાજાની મા હોવાનાં લક્ષણો
૧૯ નાલિકેર નારિયેળ નારિકેર પાણી મુત્ર રોગમાં ઔષધીનું કામ કરે
૨૦ નિખર્વ સો અબજ જેટલી સંખ્યા કુબેર ભંડારમાં કંઇ કેટલાય નિખર્વ રત્નો હોય છે
૨૧ નિઘંટુ શબ્દ કોશ ગુજરાતી નિઘંટુ બે મોટા.. સાર્થ અને ભગવદ ગોમંડલ્
૨૨ નિટોલ નક્કી સુરજ પૂર્વમાં ઉગે તે નિટોલ વાત્…
૨૩ નિદાઘ તાપ્ નિદાઘે ઉકળે સાગર અને ઉંચે વાદળ બંધાય
૨૪ નિભ્રંછના વખોડવું કામ સારુ થાય કે ના થાય નિભ્રંછના તો મળે અને મળે જ
૨૫ નિમેષોન્મેષ આંખ ઉઘાડ બંધ થવી વહેલી સવારે બા ની નિમેષોન્મેષ નહોંતી તેથી દિકરાને ફાળ પડી
૨૬ નિમીલિત આંખ બંધ કરી ગાનાર્ તાનસેન નિમીલિત ગાતા જ્યારે બૈજુ ખુલ્લી આંખે ગાતો
૨૭ નિયાણી બહેન દીકરી રીધ્ધી નિયાણી તેથી તેનું ધ્યાન તો મારે રાખવાનું ને
૨૮ નિરાગસ્ નિર્દોષ નાના ભુલકા મહદ અંશે નિરાગસ હોય છે
૨૯ નિરાભરણા આભુષણ રહિત્ નિરાભરણા પુત્રીને હોઈ મનમાં અંદેશો થયો

અક્ષર “પ”-પ્રવીણા બહેન કડકિયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
પકતાણ મોકળાશ પકતાણને કારણે આ જગ્યા સુંદર છે.
પકપણ પાકું,  લુચ્ચઈ સંભાળજે તેની પકપણની આદત બૂરી છે.
પકરિયા જંગલી પીપળનું ઝાડ એ પકરિયા નીચે બેસવું નહી.
પકવડો ભજીયા ઠંડીમાં પકવડાની મોજ માણીએ.
પકરણ બીકણ એ પકરણને રાતના ભાર ન લઈ જવાય.
પકવાઈ રાંધવા માટે મળેલી કિમત સવાર સાંજ  રાંધવાનું પકવાઈ શું લઈશ.
પકસાલૂ વાંસની જાત બંગાળ અને આસામમાં પકસાલૂ મબલખ ઉગે છે.
પકવવારિ ઓસામણ આજે પકવવારિ અને ભાત બનાવજે.
પકુ આંદામાન નિકોબારમાં બોલાતી ભાષા. પકુ ભાષા સાંભળવામાં મીઠી છે,
૧૦ પકાવટ થાક,  શ્રમ પકાવટની આદત સારી, રાતના ઉંઘ આવે.
૧૧ પકો પાકેલો   કચ્છી  ભાષામાં કેરીનો કરંડિયો પકો છે લઈ લો તરત ખાવા ચાલશે.
૧૨ પકોપન વૃદ્ધ હે, ભાઈ પકોપન આશ્રમ કઈ દિશામાં છે?.
૧૩ પકિયા જાનવર રંગે કાળું સફેદ ટપકાં વાળું પકિયા કૂતરા ખૂબ સુંદર જણાય.
૧૪ પકકણ ચાંડાલ, ભીલનું રહેઠાણ પકકણ નજીકમાં આવશે, સંભાળજો.
૧૫ પક્વરસ દારૂ આ જૂનો પક્વરસ પીધે લહેજત આવશે!
૧૬ પક્કાદિન પકો સોદો પક્કાદિન હોય તો સહી સિક્કા કરી લઈએ.
૧૭ પક્વકેશ વૃદ્ધ , પાકી ગયેલા વાળ અનુભવે થયેલા પક્વકેશવાળાની ઈજ્જત કરો.
૧૮ પક્વવટિકા પકોડી વડી પક્વવટિકા ઝાપટવા ના માંડીશ !
૧૯ પક્વજ્વર. એક જાતનો તાવ પક્વજ્વરમાં કેળા ખાવા હિતાવહ નથી
૨૦ પકત્ર ગૃહસ્થનો ધર્મ અતિથિનો આદર સત્કાર પકત્ર છે.
૨૧ પક્ષગ એક પખવાડિયું રહેનારું આ પક્ષગ મહેમાન તો ભાઈ ભારે પડે.
૨૨ પક્ષગત પક્ષને લગતું કોંગ્રેસ પક્ષગતથી દૂર રહેવામાં માલ છે.
૨૩ પક્ષચર ચંદ્ર  , હાથી આજે આભે પૂનમનો પક્ષચર ભવ્ય જણાય છે.
૨૪ પક્ષતિ પડવો આજે કારતક મહિનાનો પક્ષતિ.
૨૫ પક્ષદ્વાર.  ગુપ્ત દ્વાર,  ખડકી આ મહેલમાં પક્ષદ્વાર શોધવો આસાન નથી.
૨૬ પક્ષદર્શન બાજુનું દર્શન શામાટે પક્ષદર્શનમાં ચિત્ત છે?
૨૭ પક્ષધારા નર્મદા નદીનું નામ પક્ષધારા ગુજરાતની ભાગ્ય વિધાતા.
૨૮ પક્ષબિંદુ ક્રોંચ પક્ષીની પાંખ પરનાં ટપકાં પક્ષબિંદુ શોભામાં વધારો કરે છે.
૨૯ પક્ષરૂપ શિવનું નામ પક્ષરૂપનું સુમિરન પાવન છે.
૩૦ પક્ષવાદી વકીલ,  કાયદાનો જાણનાર સત્યથી વેગળો પક્ષવાદી હોય.
૩૧ પક્ષાલન ધોવું  પખાળવું થાક્યા હોઈએ ત્યારે પક્ષાલન ખૂબ ગમે.
૩૨ પક્ષાલુ  પંખી ચણ નાખો, પક્ષાલુ જમા થશે.
૩૩ પક્ષાવલંબન તરફદારી સત્ય હોય ત્યાં પક્ષાવલંબન અશક્ય.
૩૪ પક્ષાવસર પૂનમ,  અમાસ દર મહિને પક્ષાવસર આવે.
૩૫ પક્ષિશાલા ચીડીયાખાનું ભૂલેશ્વરમાં પક્ષિશાલા જોવા જેવું છે.
૩૬ પક્ષિસિંહ ગરૂડ પક્ષિસિંહ નિલ ગગને વિહરે.
૩૭ પખંડ પાખંડી પખંડથી દૂર રહેવું.
૩૮ પખચૂન કચરો કોઈના આંગણામાં પખચૂન ન ફેંકો.
૩૯ પખવું પવિત્ર થવું. તન અને મનથી પખવું.
૪૦ પખેડી નાનો પથ્થર પખેડી આ બરતનમાં ભરો.
૪૧ પખેસ નિશાની  છાપ આ પખેસ ધ્યાનમાં રાખજો.
૪૨ પખ્યા અપશબ્દ બોલનાર પખ્યા વ્યક્તિને બે હાથ અને ત્રીજું માથું.
૪૩ પખૌડા ખભાનું હાદકું તારો હાથ લઈ લે , મને પખૌડામાં દર્દ છે.
૪૪ પગદોડ પ્રયત્ન,  પગનો શ્રમ પગદોડ એ ખૂબ જરૂરી છે.
૪૫ પગપારો પગપાળો પગપારો મુસાફરી કરવાની તાકાત છે?
૪૬ પગરના સોના ચાંદી પર કોતરનાર હવે ક્યાં પગરના કારીગર દેખાય છે.
૪૭ પગવટી.  કેડી પગવટી બનાવવાની આદત સારી.
૪૮ પગાહ  યાત્રા ચોમાસુ આવ્યું ચાલો પગાહ પર.
૪૯ પગિયા પાઘડી હવે કોણ પગિયા બાંધે છે?
૫૦ પગપંક્તિ પગલાની હાર આ પગપંક્તિ હાથીની છે.

અક્ષર “ફ”-મનોજ મહેતા (હ્યુસ્તોનવી)

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ફકીરી લટકા સહેલો ઉપાય. ફકીરી લટકે કંઈ રાજરોગ મધુપ્રમેહ જાય્?
ફગડું છુટ્ટુ ફગડું દીકરાને પરણાવ્યો જાણે બળદને રાશ પહેરાવી
ફગર ફુલોથી ભરેલી ાળી વસંત આવ્યાનાં વધામણા ,ડાળે ડાળે ફગર ફાલે
ફગવા જુવારની ધાણી હોળી આવે અને ફગવા અને ખજુર વહેંચાય્
ફગળાવુ બેહોશ થવું બીકનાં માર્યા કેટલાક તો ત્યાં જ ફગળાઇ પડ્યા
ફગોડું ઢોંગી કેટલાકે રડારૉળ કરવાનાં ફગોડા કર્યા
ફજન ખુશી રાજાનાં શિરપાવને પામી ફજન થી નમન કર્યુ.
ફજ્જર્ વહેલી સવાર્ ફજ્જરની ઉગમણી દિશા કંકુવરણી થતી જતી હતી
ફઝલી આંબો બંગાળની ફઝલી કેરી સ્વાદમાં મીઠી અને વજની હોય છે
૧૦ ફટાણાં બીભત્સ ગીતો વરરાજા પરણવા આવે ત્યારે ગવાતા ફટાણા નો રિવાજ જતો રહ્યો છે.
૧૧ ફટાયા પાટવી કુંવર જે ના હોય્ ભરત ફટાયો બને તે મંથરાને કબુલ નહોંતુ.
૧૨ ફડક ચિંતા, ઉડવું તે ફડક્નું માર્યુ હૈયું તેનુ ઉંચે ગગને ફડક્યું
૧૩ ફડદ તુમારનું પાનુ ફડદીયું ફાટ્યુ એટલે તે કામ કરવું જ પડે
૧૪ ફડબાજ્ જુગારી ફડબાજને ત્યાં ક્યારેક ફાકા તો ક્યારેક રાજાપાટ
૧૫ ફડિણી ગોંફણ મોહનની ફડિણી ચાલે અને પક્ષીઓ સૌ ભાગે
૧૬ ફણક કાંસકો વાળ એવા કપાવે કે ફણક્ ની જરૂર જ નહિં
૧૭ ફણિભુજ ગરૂડ સાપને ખાનારો તેથી તે ફણિભુજ કહેવાયો
૧૮ ફતજ મૂળો ફતજ રાતા અને સફેદ બંને પ્રકારનાં થાય્
૧૯ ફતૂર્ ધતિંગ, શાંત પ્રજાને ઉશ્કેરવા ફતૂરો નાખી અંગ્રેજો જતા રહેતા
૨૦ ફતંગ દેવાળીયો આવકો કરતા જેની જાવકો વધુ તે ફતંગ કહેવાય્
૨૧ ફફૂંડી ફૂગ ફફૂંડી ના રોગ કષ્ટદાયક હોય છે
૨૨ ફરજી શતરંજની રાણી ફરજીબંધ આવે ત્યારે શતરંજની રમત પુરીથાય્
૨૩ ફરફંદ છળ કપટ ફરફંદી થોડા દિવસ સચ્ચાઇ વરસો વરસ.
૨૪ ફર્લાંગ માઈલનો આઠમો ભાગ્ બે ફર્લાંગ ચાલુને તેમનુ ઘર આવે

અક્ષર “બ” હેમાબહેન પટેલ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
બંકાઈ ઘડો – કળશ નવા ઘરમાં રહેવા જતા પહેલાં કુંવારિકાને હાથે બંકાઈ મુકીને પૂજા કરવામાં આવે છે.
બંકેલી સમુદ્ર – સાગર. બંકેલીનુ પાણી ખારું હોવાથી તે પીવાના ઉપયોગમાં ન આવે.
બંકો સૂર્ય જો બંકો ન હોય તો પૃથ્વી પર જીવન સંભવ નથી.
બંકિમચંન્દ્ર પાણી બંકિમચંન્દ્ર   વીના માણસ જીવી ન શકે.
બંગદસ્તી ગાંજો બંગદસ્તીના સેવનથી નશો થાય છે.
બંગી નાની ટીલડી, ટપકી, બે ભમરો વચ્ચે કરેલી કંકુની ઝીણી ટપકી. આજ કાલ બજારમાં જાત જાતની અને ભાત ભાતની સુંદર બંગી મળે છે.
બંગોરું બડાઈ, ગપ ઘણા લોકોને ખોટા બંગોરુ હાંકવાની આદત હોય છે.
બંદ આશા, ઈચ્છા. દરેકને જીવનમાં આગળ વધવાની બંદ હોય.
બંદુસ ધાબળો ભારતમાં મોટા મોટા શેઠ લોકો ઠંડીમાં ગરીબોને બંદુસનુ દાન કરે છે.
૧૦ બંદી નિસરણી બંદીની મદદથી ચોર ચોરી કરવા માટે ઘરમાં ગુસ્યો.
૧૧ બંદન તોરણ,     વંદન કરવા જેવું. શુભ પ્રસંગે બારણે બંદન બાંધવામાં આવે છે.
૧૨ બંદો ઈશ્વરનો ભક્ત. પ્રહલાદ એ   મોટો બંદો હતો.
૧૩ બંધાર આકાર , સ્વરૂપ. પરમાત્માએ બ્રમ્હાંડમાં બધા ગ્રહો તેમજ પૃથ્વીને એક સરખા બંધાર બનાવ્યા છે.
૧૪ બંધિત્ર કામદેવ. રતિના પતિ બંધિત્રને શીવજીએ ત્રીજુ નેત્ર ખોલીને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા.
૧૫ બંસી રકાબી. કપ અને બંસી થી ચા પીવાય
૧૬ બઉ રમકડું. નાના બાળકને બઉ સાથે રમવું ઘણુ જ પસંદ આવે છે.
૧૭ બઉઓ લાડુ,   લાડવો. બઉઓ એ બ્રાહ્મણનુ અતિશય પ્રિય ભોજન કહેવાય.
૧૮ બકિયા ચપ્પુ બકિયાથી શાકભાજી સમારવામાં આવે છે.
૧૯ બંધુર મુકુટ, હંસ, બહેરુ, નમ્ર, સુંદર. શ્રી ક્રિષ્ણના બંધુર પર મોર પીંછ શોભી રહ્યું છે.
૨૦ બઈયાં શક્તિ પાંચ પાંડવોમાં ભીમ વધારે બઈયાં ધરાવતા હતા.
૨૧ બકોલા ફકીર લોકોનુ માથે બાંધવાનુ ધાબળીના કટકા જેવું કપડું. શીર્ડી સાઈબાબા હમેશાં માથે બકોલા બાંધતા હતા.
૨૨ બખ નસીબ, ભાગ્ય, જગત, ચાલાકી. માણસના જીવનમાં બખમાં લખ્યું હોય એટલું જ, એનો સમય આવે ત્યારે મળે.
૨૩ બખાબખી વાદવિવાદ, વાદ, ચર્ચા. મુરખ માણસની સાથે બહુ બખાબખીમાં ન ઉતરવું.
૨૪ બખાન પ્રશંસા, વખાણ, વર્ણન, સ્તુતિ. શ્લોક બોલીને ઈશ્વરના બખાન કરાય છે.
૨૫ બકુર ભયંકર , સૂર્ય. બકુર વાવાઝોડાથી વિનાશ સર્જાઈ ગયો, અને ઘણુ મોટું નુકશાન થયું.
૨૬ બંધવાચ મૌન. જ્યાં આગળ   કોઈની નીંદા થતી હોય ત્યારે આપણે બંધવાચ રહેવું હિતાવહ છે.
૨૭ બકદર્શી કબૂતર. જુના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બકદર્શી દ્વારા પત્ર મોકલવામાં આવતો હતો.
૨૮ બખાવેડો કચરો,   ગંદકી. ભારતમાં મોટાં શહેરોમાં વસ્તી વધારાને લીધે બખાવેડો બહુજ વધી ગયો છે.
૨૯ બખીલ ગરીબ , કંગાલ, હીણ, શઠ, ધૂર્ત, લુચ્ચુ. બખીલ નો વિશ્વાસ ક્યારેય ન કરાય.
૩૦ બખૂર સુગંધ,   સારી વાસ. અત્તરમાંથી   સરસ બખૂર આવે છે.
૩૧ બગચાલ વાઘ બગચાલ એ એક હિંસક પ્રાણી છે.
૩૨ બગી જીભ, નજર. જ્યારે બોલીએ ત્યારે બગી પર નિયંત્રણ બહુ જ જરૂરી છે.
૩૩ બડપ્પન ઘડપણ, વૃધ્ધાવસ્થા. બડપ્પન એ મનુષ્યની પાનખર ઋતુ ગણાય.
૩૪ બણિ કપાસ. બણીમાંથી કાપડ બનાવવામાં આવે છે.
૩૫ બગડિધો મુજ ભીંડી કે સૂતરની દોરી વડે ભરેલો ખાટલો, જેમાં બે સેર બુડાડેલી અને બે તારેલી હોય તેવી રીતે ભરેલો ખાટલો. નાના ગામડાઓમાં લોકો આજે પણ બગડિધોમાં સુઈ જાય છે.
૩૬ બંધતંત્ર સંપૂર્ણ સેના,   ચતુરંગી સેના, હાથી-ઘોડા-રથ અને પાયદળની સેના. મહાભારતના યુધ્ધ વખતે દુર્યોધને શ્રી ક્રિષ્ણ પાસે બંધતંત્ર માગ્યું હતું.
૩૭ બંધણ જન્મ-મરણ , શરીરનુ બંધારણ. દરેક મનુષ્યને બંધણ નક્કી જ છે.
૩૮ બંધી બુહારી ખાનગી વાત, સંયુક્ત કુટુંબ. આજે પણ ઘણા પરિવાર જોયા છે તે બંધી બુહારી થી રહે છે.
૩૯ બંબિ બ્રહ્માજી બંબિનુ કામ સર્જન કરવાનુ છે.
૪૦ બંદલો બનડો ,   વિવાહમા ગાવાનુ ગીત. લગ્નમાં સ્ત્રીઓ બંદલો ગાઈને ખુશી મનાવે છે.
૪૧ બંદાબ સરોવર , તળાવ. કાશ્મિરનુ ડાલ બંદામ પર્યટકોનુ આક્રષણ કેન્દ્ર છે.
૪૨ બંદીલોક કેદીઓ બંદીલોકને જેલમાં રાખવામાં આવે છે
૪૩ બંગલી પતંગ, નાનો બંગલો, સુદંર દેખાવ વાળી ઓરડી. ઉત્તરાયણને દિવસે આકાશમાં ઘણી બધી બંગલી ઉડતી દેખાય છે.
૪૪ બંદેગાન નોકરો,   સેવકો, આજ્ઞાંકિત. શ્રવણ તેના આંધળા માતા-પિતાનો બંદેગાન હતો.
૪૫ બંટા ઠાકોરજીને જળ ધરવાનુ વાસણ, ઝારી, બાસલા, ડાબલો. ઠાકોરજીની સેવામાં તેમને મેવા ધરવવામાં આવે અને તેની સાથે બંટામાં   જળ ભરીને મુકવામાં આવે છે.
૪૬ બંદેરી ઘરનો મોભ. પરિવારમા   પિતા એ ઘરના બંદેરી સમાન ગણાય.
૪૭ બણ્રરાય સિંહ , વનરાજ બણરાય એ જંગલનો રાજા કહેવાય.
૪૮ બદાઈઅ અજાયબી. તાજમહેલ એ દુનિયાની બદાઈઅ ગણાય છે.
૪૯ બદાહત અકસ્માત. તેજ ગતીએ ગાડી હંકારવામાં આવે તો બદાહ્ત થઈ શકે.
૫૦ બખ્રી ઝૂપડું. શબરી   પંપા સરોવર પર બખ્રી માં રહેતી હતી.

અક્ષર પ્રવીણાબહેન કડકિયા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ભકાસ માછલી ભકાસ અરબી સમુદ્ર માં મબલખ છે.
ભકુઆઃ મુર્ખઃ ભકુઆ ગામમા ઘણા વસતા હોય છે.
ભકોલું મોટું કાણું ભકોલું અંહિ પહેલાં હતું.
ભક્કિકા એક જાતનિ કીડો  વરસાદમાં ભક્કિકા નજરે પડે.
 ભકોટ ઝીણી ભૂક આખા ઘરમાં ભકોટ પગે વાગે છે
ભક્તવશ્ય પુરૂષોત્તમનું એક નામ ભક્તવશ્યનું સુમિરન આનંદ દાયક
ભક્તસિક્થ ભાતનું ઓુંસામણ ભાતથ કાઢવરાધીને ભક્તસિક્ત કાઢવું નહી.
ભક્તસુલભા ગંગાનું એક નામ ગંગાને ભક્ત સુલભા પણ કહે છે
ભક્ષ્યંકાર કંદોઇ ભક્ષ્યકાર રામુ નાં પેંડા બહુ વખણાય
૧૦ ભખભક્ષ ખોરાક માનવ તો સિંહનો ભખ ભક્ષ
૧૧ ભખભખણુ આખા બોલો જેના પેટમાં વાત ટકે ભખભખણુ કુટે
૧૨ ભખરાવુ ગભરાવુ વાંક નથી તો શાને ભખરાવું.
૧૩ ભખિયો પેટ્પીડ ભખીયો ઉછીની શા માટે લેવી?
૧૪ ભખી એક જાતનું ઘાંસ ભખીના જંગલમાં સાપ હોય!
૧૫ ભગડુ કાયર, ભાગેડૂ ભગડુ થતા શરમાવ
૧૬ ભગતારી એક જાતનો બળદ ખેતર ખેડવામાં ભગતારી સારા.
૧૭ ભગનેત્રઃ એક જાતનો દૈત્ય ભગનેત્ર ખૂબ ઘાતકી હોય.
૧૮ ભગપાદ બ્રહ્મર્ષિ ખૂબ ઉંચી પદવી ભગપાદની.
૧૯ ભગશાસ્ત્રઃ કામશાસ્ત્ર  ભગશાસ્ત્રમાં બધું વિગતવાર જણાવ્યું છે
૨૦ ભગહારી શિવનું એક નામઃ ભગહારીનું રટણ મનને શાંતિ આપે
૨૧ ભગાડ વરુ, નાર ભગાડ થી ચેતતા રહેવુ
૨૨ ભગારુ ભાગેડુ ભગારુનો ભરોસો નહી.
૨૩ ભગાલી શિવ ભગાલીના ભક્ત ઘણાં.
૨૪ ભગોટું ેશમનો કોશેટ ભગોટું ઉછેર કેંદ્રી
૨૫ ભગ્નદર્પ માનભંગ  ભગ્નદર્પને છંછડીશ નહી.
૨૬ ભચ પુષ્કળ,  વૈભવ રાજાના ભચની ક્યાં વાત કરવ
૨૭ ભયક ભડકવું તે સફેદ ઘોડો કાયમ ભચક હોય.
૨૮ ભચ્છ ખાવાની વસ્ માંસાહાર કંઇ ભચ્છ કહેવાય?
૨૯ ભજ ભુજાહાથ ભજ્નો ઉપયોગ કરો
૩૦ ભજ કલદાર નાણા પૈસા ભજકજલદાર  જગતમાં માન અપાવે છે.
૩૧ ભટ્નામ એક જાતની વેલ ભટ્નામ ઘરમાં ઉછેરો અને શોભ વધારો
૩૨ ભટલી દીકરી ભટલી નાની કે મોટી.. સૌને તે વહાલી
૩૩ ભટવો એક જાતનો છોડ ભટવો ઘરમાં શોભી ઉહશે.
૩૪ ભટાઇ બડાઇ મારવી ભટાઈ કરવાની બૂરી આદતથી દૂર રહેવું.
૩૫ ભટાકા ઇચ્છા ભટાકા કાબૂમાં સારા.
૩૬ ભટ્ટા મોટી ભઠ્ઠી માટી ના વાસણો ભટ્ટા સરખા જોઇએ
૩૭ ભડાલ યોધ્ધો રાજપૂત ભડાલ કોમ છે
૩૮ ભતકો ફાંસ ખુલ્લા પગે ચાલો તો ભતકો પેંસે
૩૯ ભતખાનુ વાહન ગામડા ગામ માં પણ હવે ભતખાના હોય છે
૪૦ ભતવાર ખેડૂત માટેનું ભાથુ ખેતરે હવે કોણ ભતવાર આપવા જાય છે?
૪૧ ભદ્રશિકા હળદર ભદ્રશિકાનાં ફાયદાઓ જગ જાહેર છે
૪૨ ભદ્ર દંત હાથી ભદ્રદંત દક્ષીણ ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે
૪૩ ભદ્ર દેશ મિસર દેશ ભદ્ર દેહનો ઉલ્લેખ વાર્તાઓમાં સાંભળ્યો છે
૪૪ ભદ્રદેહ કૃષ્ણ નો પુત્ર શ્રી કૃષ્ણ નાં પૂત્રનું નામ ભદ્રદેહ હતુ
૪૫ ભદ્રપલ્લી બારડોલી ભદ્રપલ્લી સુંદર અને સુઘડ ગામ છે
૪૬ ભદ્રદા કલ્યાણ કારી ઇશ્વર સહુને માટે ભદ્રદા છે
૪૭ ભયાળા ગણેશ ભયાળા દેવ સહુનુ મંગલ કરે છે
૪૮ ભયુ થયુ ભલુ ભયુ ભાંગી ઝંઝાળ
૪૯ ભરટ નોકર ભરટ હોવા એક પ્રકારનું સુખ છે
૫૦ ભયાવનન બીકણ સસલા ની જાત હંમેશા ભયાવનન હોય છે

અક્ષર “મ” શૈલાબહેન મુનશા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
મંગલારંભ ગણેશ મંગલારંભ બોલીને શુભ કાર્ય કરવું.
મંથજ માખણ દહીં વલોવવાથી મંથજ નીકળે.
મકરંદ આંબો, ભમરો,પુષ્પ રજ્ મકરંદ ફળોનો રાજા ગણાય છે.
 મચાન માંચડો સિંહના શિકાર માટે ઝાડ પર મચાન બાંધવામા   આવે.
મડ  વ્યંગ તે મડમા બોલે છે કે મજાકમા તે ખબર નથી.
મત્યા ધન આ યુગમા જેની પાસે મત્યા હશે   તેની બોલબાલા હશે.
મધુજા પૃથ્વી મધુજા નવ ગ્રહમા નો એક ગ્રહ છે.
મધુલી જેઠીમધ ઉધરસની ખાસ દવા મધુલી.
મરાલ કાજળ મરાલથી આંખોની શોભા વધે છે.
૧૦ મલદલ દળવું અનાજને મલદલ કરવાનો જમાનો   ગયો.
૧૧ મહ તેજ સાચા સંતનુ મહ છાનુ ન   રહે.
૧૨ મહાકાંત શિવ મહાકાંત એ પ્રલયના દેવ ગણાય છે.
૧૩ મહિષી પટરાણી, ભેંસ રૂક્ષ્મણી ક્રુષ્ણની મહિષી હતી.
૧૪  માનભોગ મહાપ્રસાદ મંદિરમાથી માનભોગ લીધા વગર   પાછા ન જવાય.
૧૫ મુંગરા મોગરાનુ   ફૂલ મુંગરાની સુગંધ ચારેકોર ફેલાય, મકરંદ ગુંજન સંભળાય રે
૧૬ મુખર કાગડો મુખર અને કોયલ વાને કાળા, ને   ગાને તરત પરખાય જી
૧૭ મુદા  આનંદ મુદા વહેંચવાથી વધે છે.
૧૮ મ્રુગશિર માગશર   માસ કારતક પછીનો માસ એ મ્રુગશિર માસ.
૧૯ મંદાદર અવિનયી વડીલ સામે મંદાદર ના   થવાય.
૨૦ મણહર રમણીય ચાંદની રાતની શોભા મણહર હોય છે
૨૧ મકરપતિ કામદેવ મકરપતિના બાણ વાગ્યા હોય તે જાણે.
૨૨ મકરાખ્ય મગર મોટું માછલું પાણીમા રહીને મકરાખ્ય   સાથે વેર ના બંધાય.
૨૩ મક્ષ ક્રોધ, ગુસ્સો મક્ષમા બોલાયેલ શબ્દો નિજને અને   બીજાને, બન્નેને નુકશાન કરે   છે.
૨૪ મખત્રાણ યજ્ઞનુ   રક્ષણ બ્રાહ્મણો મખત્રાણ નુ કામ ક્ષત્રિય   રાજાને સોંપતા.
૨૫ મખરાજ યજ્ઞોમા   શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ પાંડવોના મખરાજમા દ્રૌપદી એ   દુર્યોધન નુ અપમાન કર્યું હતું.
૨૬ મઘવા ઈંદ્ર, દેવરાજ દેવો ના દેવ ઈંદ્રનુ એક નામ મઘવા પણ   છે.
૨૭ મઘેરુ શિયાળાનો   વરસાદ માહ મહિનામા આવતા વરસાદને મઘેરુ કહે   છે.
૨૮ મઘોની શચી, ઈંદ્રની પત્નિ ઈંદ્રાણી, નુ એક નામ મઘોની પણ છે.
૨૯ મજ્જનગૃહ નાહવાનો   ઓરડો ધનિકોના મજ્જનગૃહ ગરીબોની ઝુંપડી થી   મોટા હોય છે.
૩૦ મજ્જારી બિલાડી અમેરિકામા મજ્જારીને માણસ કરતા વધુ   લાડ મળે છે.
૩૧ મણિક માટીનો   ઘડો પનિહારી મણિક લઈ કુવે પાણી ભરવા   જાય.
૩૨ મણિતારક સારસ   પક્ષી મણિતારક હમેશ એની માદા સાથે જ જોવા   મળે.
૩૩ મણિભૃત શેષનાગ કૃષ્ણે બાલ્યાવસ્થા મા મણિભૃત ને   નાથ્યો હતો એવી કથા છે.
૩૪ મણિવીજ દાડમનુ   ઝાડ મણિવીજ ના ફળ ખાવામા ખટમધુરા હોય   છે.
૩૫ મત્તકીશ હાથી મત્તકીશ જીવતો લાખનો અને મરેલો સવા   લાખનો.
૩૬ મત્તશ્વાન હડકાયેલું   કૂતરું મત્તશ્વાન કરડે તો પેટમા ૧૪   ઈંજેક્શન લેવા પડે.
૩૭ મદકરી મદિરા, દારૂ મદકરીનુ અતિ સેવન નુકશાનકારક છે.
૩૮ મદનકદન શંકર, મહાદેવ કામદેવને મારનાર શંકર મદનકદન ના   નામે પ્રસિધ્ધ છે.
૩૯ મદનકાકુરવ કબૂતર, પારેવું પ્રાચીનકાળમા રાજા મદનકાકુરવ નો   ઉપયોગ સંદેશવાહક તરીકે કરતાં.
૪૦ મધુ અશોક   વૃક્ષ, આસોપાલવનુ ઝાડ મધુના પાન શુભ પ્રસંગે તોરણ બનાવવા   ના ઉપયોગમા આવે છે.
૪૧ મધુઋતુ વસંતઋતુ મધુઋતુમા કુદરત અવનવા રંગે સોહી ઊઠે   છે.
૪૨ મધુગર ભમરો જ્યાં ફુલોના બગીચા હોય ત્યાં મધુગર   જોવા મળે.
૪૩ મનભંગ નિરાશા, અસંતોષ મનભંગ થાય તો માણસ હિંમત હારી જાય.
૪૪ મનાક થોડું, જરાક સંતોષી જીવ મનાક મા ઘણુ માની તૃપ્ત   રહે છે.
૪૫ મનીષિત ઈચ્છા, મનથી ઈચ્છેલું માગ્યા વગર મનીષિત પુર્ણ થાય એના   જેવું કોઈ સુખ નહિ.
૪૬ મનોજ્ઞતા મનોહરતા, સુંદરતા મનુષ્યમા મનોજ્ઞતા ફક્ત બાહ્ય નહિ   પણ ભીતરની પણ હોવી જોઈએ.
૪૭ મનોતાપ માનસિક   દુઃખ શારિરીક દુઃખ કરતાં મનોતાપ માણસને   ખલાસ કરી નાખે.
૪૮ મનોલૌલ્ય મનનો   તરંગ, મનનુ ચંચળપણુ મનોલૌલ્યના સહારે માનવી ક્યાંનો   ક્યાં જાય.
૪૯ મમત હઠ, આગ્રહ નાના બાળકોની મમત સામે ક્યારેક   નમવું પડે છે.
૫૦ મષિધાન શાહીનો   ખડિયો પહેલા ના જમાનામાં મષિધાન અને બરૂની કલમ વડે   સંદેશા લખાતા.

 

અક્ષર “ય”- કાંતીલાલ કરશાળા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
યંતા સારથિ; રથ હાંકનાર માણસ કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનના રથના યંતા હતા.
યંત્રણા વેદના; ડૉકટરે ઉપચારની સાથે સહાનુભૂતિના શબ્દોથી દરદીને યંત્રણા શાંત કરી.
યક્ષાધિપતિ યક્ષોનો સ્વામી; કુબેર. દેવોના ધનભંડારનો યક્ષાધિપતિ સ્વામી છે.
યક્ષોડુંબરક પીપળાનું ઝાડ. હિંદુ સંસ્કૃતિમાં પિતૃમાસમાં યક્ષોડુંબરક ને પાણી પાવામાં આવે છે.
યત્નત: યત્નથી; ઉદ્યોગ વડે; મહેનત વડે. ધન, વિદ્યા, યત્નત: મેળવો.
યથાર્થી ન્યાયી માણસ. યથાર્થી વિવેકબુદ્ધિથી સારા-નરસાનો ભેદ પારખે છે.
યમદ્રુમ ખીજડાનું ઝાડ. હોમ- હવનમાં યમદ્રુમના કાષ્ટનો પણ ઉપયોગ થાય છે.
યમન યમદેવ.  પુરાણોના મત મુજબ યમનનું વાહન પાડો છે.
યશોદ યશ દેનાર; આબરૂ દેનાર. જીવનમાં બીજાને માટે પણ યશોદ બની રહો.
૧૦ યાથાતથ્ય સત્ય; જીવનમાં વિકટ સંજોગો આવે તો પણ યાથાતથ્યને છોડશો નહીં.
૧૧ યૌવનકંટક મોં ઉપરનું ખીલ યૌવનકંટક એ ફુટતી યુવાનીની નિશાની છે, એમ કહેવાય છે.
૧૨ યંત્રરંડિકા બાજીગરની પેટી. તેના વડે તે અનેક પ્રકારના ખેલ કરે છે. બાજીગરની બાજી તેની યંત્રરંડિકામાં જ રહેલી છે.
૧૩ યંત્રિત તાળું મારેલું; તાળું મારીને બંધ કરેલું. બહાર જાવ ત્યારે ઘરને બરોબર યંત્રિત કરીને જ જાવ.
૧૪ યકીનવાસિક અંધશ્રદ્ધા.  ભૂત, પ્રેત, મૃતાત્મા વગેરેની માન્યતા યકીનવાસિકની નિશાની છે.
૧૫ યક્ષ્મઘ્ની દ્રાક્ષ; અંગૂર.  લગ્ન પ્રસંગે મીઠાઈમાં યક્ષ્મધ્ની રબડી સ્થાન પામે છે.
૧૬ યખ ટાઢોડું.  માવઠાને લીધે સર્વત્ર યખ થઈ ગયું છે.
૧૭ યતિની સાધ્વી; સંન્યાસિની.  યતિનીનો આદર સત્કાર કરો.
૧૮ યતીમ માબાપ વિનાનું બાળક.  યતીમખાનામાં યતીમનું સારી રીતે જતન કરવામાં આવે છે.
૧૯ યંત્રઘર વીજળીની શક્તિ એકઠી કરવાનું મકાન;`પાવર હાઉસ`.  યંત્રઘર દ્વારા શહેરો તથા ગામડાંઓને વીજળી પૂરી પાડવામાં આવે છે.
૨૦ યકદિલી સંપ.  જયાં યકદિલી ત્યાં જંપ.
૨૧ યજ્ઞચક્ર રેંટિયો.  મહાત્મા ગાંધીને યજ્ઞચક્ર પ્રિય હતો.
૨૨ યજ્ઞાંતકર્મ સ્વસ્તિવાચન. તે યજ્ઞને અંતે કરાય છે ઓમ દ્યો શાંતિ…….સામા શાંતિ રેધિ’ આ યજ્ઞાંતકર્મ છે.
૨૩ યશનામી જશવાળું; જેને યશ મળતો હોય એવું.  પરોપકારી બનો તો યશનામી થશે.
૨૪ યશસ્વી પ્રખ્યાત;  મહાત્મા ગાંધીનું નામ આજે પણ વિશ્વમાં યશસ્વી છે.
૨૫ યાચિત કરગરેલું ; કાલાવાલા કરેલું; પ્રાર્થના કરેલું  યાચિતની યાચના જાણો, સમજો અને પૂરી કરો.
૨૬ યાત્રાનુમતિ પરદેશમાં જવા માટેનો પરવાનો; `પાસપોર્ટ` વિપુલે ઉચ્ચ અભ્યાસ માટે યાતાનુમતિ મેળવી.
૨૭ યાવજ્જીવન કારાવાસ જન્મકેદ; જન્મટીપ. ખૂન કેસમાં ન્યાયધીશે તેને યાવજ્જીવન કારાવાસની સજા ફટકારી.
૨૮ યુગપુરુષ યુગને દોરનાર પુરુષ.  પ્રત્યેક યુગમાં કોઈને કોઈ યુગ પુરુષ જન્મે છે.
૨૯ યૂથચારિતા સગાં, સોબતીઓ તથા જનતા તરફનો પ્રેમ  સંકટ સમયમાં જ યૂથચારિતાની કસોટી થાય છે.
૩૦ યામેય ભાણેજ.  દુર્યોધન મામા શકુનિનો યામેય હતો.
૩૧ યાતાયાત આવવા જવાનો વ્યવહાર; અતિવૃષ્ટિ, ભયાનક વાવાઝોડાથી યાતાયાત બંધ થઈ ગયો.
૩૨ યાતુવિદ્યા જાદુ.  યાતુવિદ્યાથી જાદુગર અવનવાં ખેલ બતાવે છે.
૩૩ યાતનાલય નરક.  ઘરમાં અશાંતિ, કંકાસ હોય તે ખરેખર યાતનાલય છે.
૩૪ યાંચા અરજ  કુપુત્રો પાસેથી ખાધા ખોરાકી મેળવવા તરછોડાયેલા માતા પિતાએ જજ સમક્ષ યાંચા કરી.

 

અક્ષર “ર”- રસેશભાઇ દલાલ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
રકિત રાગ્, આસક્તિ દિકરી પરત્વે રકિત મા હોય તેમા નવું શું?
રખરખ ચેન ન પડવું દિકરીનાં ૧૦૩ ડીગ્રી નાં તાવથી  તો મા રખરખ થઈ ગઈ
રઘલા જમણ લગનનાં આગલે દિવસે રઘલા જમવા આખુ ગામ તેડ્યું
રચપચ તરબોળ વેઢમી ઘી માં રચપચ કરી જાનને જમાડી
રજક દાણો પાણી, ધોબી રજક હશે ત્યાં સુધી ગામને વહાલું કરીશું નહીતર જ્યાં ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું
રજતાંચલ કૈલાશ શિવની મૂર્તિ રજતાંચલે શોભતી જોઈ પાર્વતી મોહાયા
રજા કજા આધી ઉપાધી તકદીર બગડે ને રજા કજા વધુ વકરે..
રજાળ પ્રકાશ પાછલી સાંજનો ધુમ્મસ ભરેલો રજાળ માર્ગને કઠીન બનાવતો હતો
રજિયું રેતી વાળું રેતદાની રજિયું ઉંધુ કર્યુ અને દોડ શરુ થઈ
૧૦ રજોટી ઝીણી ધુળ પવનથી ઉડી આવતી રજોટી વાળી વાળીને બેન કાયમ થાકી જતા
૧૧ રજોડીયું માળીયું, કાતરીયું  પસ્તી હંમેશા બાપુજી રજોડીયામાં મુકાવે અને કહે સમય આવે ખપ લાગશે
૧૨ રજોણો સાધુની પૂંજણી, ઓઘો નવદીક્ષીત વેવેકસૂરી રજોણો ગુરુ પાસેથી પામી આનંદ મગ્ન બન્યા
૧૩ રઝણું રઝળવાની ટેવ વાળુ બાપની જેમ તે રઝણું નથી તે તો એક ચીત્તે ભણે છે.
૧૪ રઠ્ઠુસ હલકી જાતનું ક્યાં અરબીઘોડૉ જાતવંત અને ક્યાં આ રઠ્ઠુસ ખચ્ચર્…૧
૧૫ રઢિયાર રેઢિયાળ કાલિંદી રઢિયાર જીવ છે ક્યારેય ઘરમાં તેને ગોઠે નહીં
૧૬ રતલ્ સાઢી આડત્રીસ રુપિયાભાર વજન રતલનાં ભાવ દસ રુપીયા જાણી તે તો આભો જ થઈ ગયો
૧૭ રતિ સુંદર સ્ત્રી કામદેવની પત્ની કામદેવને શિવ દ્વારા ભસ્મ થતો જોઇ રતિ રડી પડી
૧૮ રતી વાલ તોલાથી ઓછુ વજન્ ધર્માદા કાંટે રતીભાર વજન ફેર ન આવે
૧૯ રથ્યા રાજ માર્ગ ગાંધીમાર્ગ રથ્યા એટલા માટે કે તે એક જ માર્ગ આખા ગામમાંથી નીકળે
૨૦ રમલ્ દાણા ફેંકી ભાવિ જોતો જ્યોતિષ રમલે દાણા નાખી દુઃખામય ભાવી ભાખ્યું
૨૧ રવિ સુર્ય રવિઉદય પૂર્વે તે થાય નવી મિથ્યા કદી
૨૨ રવી હિજરીસન નો ત્રીજો મહીનો રવી પાક હંમેશા ત્રીજે મહીને ફાટે.
૨૩ રસદ લશ્કર માટેનો પાકનો હિસ્સો અક્બરે દુકાળમાં રસદ રદ કરી
૨૪ રસા પૃથ્વી રસાતળ થઈ ધરતી કે દયાહીન થયો નૃપ
૨૫ રહમણ સવારનો હળવો તાપ રહમણમાંતો અર્ધુંખેતર ખેડી નાખતો કિસન
૨૬ રળી રાશે વિના ઝઘડે રળી રાશે બાપાના કીધા પ્રમાણે ભાંડુરા ઘરે ગયા
૨૭ રા.રા. રાજમાન રાજેશ્રી જમાઈને કાગળ લખતા બાપુજી હંમેશા રા.રા. લખે
૨૮ રાજિ હાર્ ઓળ ,પંક્તિ પહેલી રાજિમાં ફુટતો યુવાન જોઈ તે પ્રેમે પડી
૨૯ રાજીવ કમળ જેવી આંખો વાળો ખુદ તો પંકજ અને નયનો જેના રાજીવ સમ્૩
૩૦ રાજિયો શોકગીત મરેલા ધણીને જોઈ ઢોરો પણ જાણે રાજિયો ગાતા જણાયા
૩૧ રાણીપ રાજીખુશીથી રાણી એ રાણીપથી ગુલાલ વેર્યું
૩૨ રાણું ઓલવવું દીપક રાણો થાય તે પહેલા શીરો જમવાનુ વ્રત તે દિપ એકાસણું
૩૩ રાતજ/રાતમ્ રોજ રાત્રે અપાતુ ઘરકામ દિકરાને રાતજ મળે અને વહુને રાતમ પછી વાળુ અને ભગવાનનું નામ
૩૪ રાન જાંઘ/ઉજ્જડ પ્રદેશ્ ગુજરાતનો દખ્ખણ પ્રદેશ રસાળ પણ ઉત્તર સાવ રાશી અને રાન્
૩૫ રાયતો રિવાજ હોળીમાં કામવાળા દેશમાં જાય અને ત્યારે પૈસા લેવાનો રાયતો
૩૬ રામી માળી દીપિકા પહેલી નજરે તો ખુબ જ રુપાળી પણ રામી અટક જોતા જ તેનુ મન ભાંગી ગયુ
૩૭ રાંભુ ગામડીયો દેખાય રાંભુ પણ છે જબરો ખેલબાજ્
૩૮ રામણ (રામાયણ) પીડા, આપદા સહેજ તેણે ચાળો કર્યો ને આખી પોળે રામાણ કરી નાખી
૩૯ રાયલુ/રાયલી ગોદડું/ગોદડી સહેજ અડ્યો ને વિભાતો ઉભીથઈ રાયલુ ઝટકારીને ચાલી ગઈ
૪૦ રાવતી ધાતુ કાઢવી સોની માત્ર રાવતી કાઢે અને કાઢેજ,,,
૪૧ રાશિ બર નક્ષત્રોની રાશિ વૃષભરાશિને તુલારાશિ સાથે મેલ હોય જ
૪૨ રાશી ખરાબ ખાવાનું રત્રે બહાર રહી જાય તો બીજે દિવસે રાશી થઈ જાય
૪૩ રાસભ ગધેડો રાસભ અને વૃષભમાં આભ જમીન નો ફેર.
૪૪ રીખણું ઘુંટણીયા કાઢતું હજી કૈવલ રીખણું બાળ છે એને અત્યારથી નિશાળે ના મુકો
૪૫ રીંગુ કજીયાળું માંગે તે બધુ આપ્યા કરે અને કદીક જો ના અપીયે તો બાળક રીંગુ થઈ જાય્
૪૬ રુગ્ણાલય દવાખાનુ ક્ષય ઋગ્ણાલય હંમેશા ગામ બહાર જ હોય.
૪૭ ઋચિત ગમતું બનારસની વહેલી સવારે થતા વેદ પાઠ મનભાવન અને ઋચિત હોય છે
૪૮ રૂશનાઈ શાહી રૂશનાઈથી લખ્યા પછી ઉપર ભુકી ભભરાવવી પડી છે.
૪૯ રુ રુ હરણ ની એક જાત રુ રુ ગુજરાતમાં ભાગ્ય્રેજ જોવામળે
૫૦ રિપુ શત્રુ ષડ રિપુને જે સમજે તે અધ્યાતમ્નો પાયો સમજી ગયો.

અક્ષર “ર”- શબ્દ -કાંતીલાલ કરશાળા

 

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
રંગરાગ ઉત્સવ, દિવાળી હિન્દુ લોકો નો ખૂબ મોટો રંગરાગ છે.
રંગરૂપ જુવાની, સૌંદર્ય રંગરૂપમાં કામ કરવાની સ્ફુર્તિ અનોખી હોય છે.
રંગરેલ પ્રસન્નતા, અયોધ્યામાં રામના જન્મને લીધે આખા ગામમાં રંગરેલ થઈ ગયું
રંગરોળ અતિઆનંદ રવિના પિતાએ તેને બાઈક લઈ દેતા તે રંગરોળ થઈ ગયો.
રંજન સોનું આ મોંઘવારીમાં તો રંજનના ભાવ ખૂબ વધી ગયા છે.
રંભ લાકડી વૃદ્ધ લોકો ટેકો મેળવવા માટે રંભનો ઉપયોગ કરે છે.
રંભાફલ કેળું રંભાફલમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
રક્તબીજ માકડ લાકડાને રક્તબીજ ફોતરી નાખે છે.
રક્તરંગા મહેંદી લગ્ન પ્રસંગે રક્તરંગાનો રીવાજ હોય છે.
૧૦ રજમો જુસ્સો જુવાનીમાં કામ કરવાનો રજમો હોય છે.
૧૧ રજવું સોભવું બગીચામાં ફૂલ ખૂબ જ રજે છે.
૧૨ રત્નવતી પૃથ્વી, ભૂમિ રત્નવતી નારંગી આકારની છે.
૧૩ રમૂજ કટાક્ષ, ટીખળ, રહસ્ય અમુક લોકો વાતવાતમાં રમૂજ કરે છે.
૧૪ રળીછળી પાયમાલ મંદીને કારણે ઘણી મોટી મોટી કંપનીઓ રળીછળી ગઈ.
૧૫ રળો નફો વેપારીને રળો માપ અનુસાર લેવો જોઈએ.
૧૬ રવંડા રસ્તો, માર્ગ, અમુક જુવાનીયાઓ રવંડા પર રખળતાં હોય છે.
૧૭ રવઈયો રીવાજ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાનો રવઈઓ હોય છે.
૧૮ રવડવું રખળવું, રઝળવું, હેરાન થવું ભારે ત્સુનામીને લીધે ઘણાં લોકો રવડવા લાગ્યાં.
૧૯ રવણ કાંસુ, રવણનાં વાસણમાંથી ભોજન કરવાથી આયુષ્ય વધે છે.
૨૦ રસવટ સ્વાદિષ્ટ જ્યારે રસવટ ભોજન બન્યું હોય ત્યારે બધાં આંગળીઓ ચાટવા માંડે છે.
૨૧ રસવતા રસિકતા હીરાધરની શિલ્પકલામાં રસવતા હતી.
૨૨ રહાઈશ મુકામ દરેક માનવીને રહેવા માટે રહાઈશ હોય છે.
૨૩ રહીશ નિવાસી ગાંધીજી પોરબંદરના રહીશ હતા.
૨૪ રંગસ્થલ નાટકશાળા, નાચઘર અમારા ગામમાં રંગસ્થલનું આયોજન થયું છે.
૨૫ રંગહિલિયા આનંદનો સતત પ્રવાહ પહેલો નંબર આવતા અનિકેતના રંગહિલિયા થઈ ગયા.
૨૬ રંગાગા ફટકડી પાણીને શુદ્ધ કરવા રંગાગા વાપરવામાંઆવે છે.
૨૭ રંગીભગી મનમોજી રંગીભંગી વ્યક્તિ પોતાની જ મનમાની કરે છે.
૨૮ રંઘસ વેગ રેલગાડીનો રંઘસ વધારે હોય છે.
૨૯ રંજનકેશી ગળીનો છોડ, રંજનકેશી ખૂબ ઓછા વિસ્તારમાં જ થાય છે.
૩૦ રંજનાલય મોજશોખ કરવા માટે બાંધેલ સમાન શ્રીમંત લોકો આનંદ કરવા માટે રંજનાલાય બનાવે છે.
૩૧ રંજની આનંદ આપનારી, હળદર પનડીનું ઝાડ કે જેમાં ઝીણાં ઝીણાં રંજ જેવાં રૂછાંળાં ડૂંડાં જામે છે માટે તેને રંજની કહે છે.
૩૨ રખનો શક, ખતરો ચોરીના ગુનામાં પોલિસને કાળુંભાઈ પર રખનો હતો.
૩૩ રખપંચમી ઋષિ પંચમી રખપંચમીને દિવસે ઋષિનું પૂજન કરાય છે
૩૪ રખપત આબરૂ જાળવવી તે અર્વાચીન યુગમાં રખપત જાળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે.
૩૫ રખરખાવટ શરમ મુર્ખ વ્યક્તિને રખરખાવટહોતી નથી.
૩૬ રખવાઈ સંભાળ રાખવાનો બદલો મોટી બિલ્ડીંગોમાં રખવાઈ હોય છે.
૩૭ રજતપુંજ રૂપાનો ઢગલો, અમીર લોકો પાસે રજતપુંજ હોય છે.
૩૮ રજન કેસર રજન ને દૂધમાં નાખી પી શકાય છે.
૩૯ રજનિ માતા બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાસે જ તેની રજનિ હોય છે.
૪૦ રચળી કરચલી વૃદ્ધ લોકોને શરીર પર રચળી પડી જાય છે.
૪૧ રચ્છી ફૂગી ઉનાળામાં નહિ નાહવાથી મેલ સુકાઇ જઇ ધોળા ડાઘા શરીર ઉપર પડી રહે છે તે રચ્છી હોય છે.
૪૨ રજસ્વલી ભેંસ રજસ્વલી ઉનાળામાં પાણીમાં રહેવાનું વધારે પસંદ કરે છે.
૪૩ રજાક પરમાત્મા આપણને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે છે ત્યારે આપણે રજાકને યાદ કરીએ છીએ.
૪૪ રબડ માથાકુટ, થાક મુર્ખાઓ સાથે રબડ કરવાથી સમય બરબાદ થાય છે.
૪૫ રબિંગ પ્રતિકૃતિ, નકલ એકમની રબિંગ સહેલાઈથી બનાવી શકાય તેવી હોવી જોઈએ.
૪૬ રમતિ કાગડો, રમતિએ શનિદેવનું વાહન છે.
૪૭ રમતિ સ્વર્ગ રમતિના રાજા ઈન્દ્રદેવ છે.
૪૮ રળ કમાણી ફુગાવાનો દર ઘટવાથી રળ વધારે થાય છે.
૪૯ રહોંચો મૂર્ખ રહોંચાઓ સાથે માથાકુટ ન કરાય.
૫૦ રાખુપંચમી, નાગપંચમી રાખુપંચમીને દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.
૫૧ રાજરીતિ પિત્તળ પ્રાચીન સમયમાં રાજરીતિના વાસણોનો ઉપયોગ થતો હતો.
૫૨ રાતબ નિવૃત્તિ વેતન પેન્સન, લવાજમ અમુક સરકારી નોકરીઓમાં વ્યક્તિની ઉંમર 55 વર્ષથી વધુ થઈ જાય ત્યારે તે નિવૃત થઈ જાય છે અને તેને ઘર બેઠા પૈસા મળે છે તેને રાતબ કહે છે.
૫૩ રાતાંબા કોકમ રાતાંબાની ચટણી ભજીયા સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે.
૫૪ રાહનુમા ભોમિયો અજાણ્યા સ્થળે રાહનુમાથી સ્થળની માહિતિ મેળવી શકાય છે.
૫૫ રાહમાર લૂંટારો વાલિયો રાહમાર વાલ્મિકી ઋષિ થઈ ગયો.

અક્ષર “ઋ”-ડો હિતેશ ચૌહણ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
૦૧ ઋકથ ધન;દોલત;

દ્રવ્ય;પૈસો.

નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે ન હોતો.
૦૨ ઋક્સહસ્ત્રમિતેક્ષણ શિવનાંહજારમાંહેનુંએકનામ. બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતે ક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે.
૦૩ ઋક્સામ ઋગ્વેદઅનેસામવેદ. ઋકસામએ પ્રાચીન જ્ઞાન વિશેષ અને સંગીત પ્રધાન સાહિત્ય છે.
૦૪ ઋક્શૃંગ વિષ્ણુ. અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું.
૦૫ ઋખિ ઋષિ;મુનિ;તપસ્વી;સાધુ. ભગવાનને પ્રસન્ન કરવા ઋખિઓ કઠોર તપ કરતાં.
૦૬ ઋખ્યમાન નર્મદાનદીપાસેનોએનામનોપર્વત. નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે.
૦૭ ઋગ્મિય વખાણવાજેવું. કવિરાજારામવર્માનાંતૈલીચિત્રોઋગ્મિયહોયછે.
૦૮ ઋગ્મી પૂજાકરતું;

માનઆપતું.

. કેટલાકદંભીલોકોબધાનીસમક્ષપોતેઋગ્મીહોવાનોઢોંગકરેછે.

.ઋગ્મી[માનઆપતીવ્યક્તિદરેકનુંમનમોહીલેછે.

૦૯ ઋચીષ નરક,

લોઢી.

.દાનપુણ્યકરનારનેમૃત્યુબાદસ્વર્ગઅનેપાપલીલાઆચરનારનેઋચીષપ્રાપ્તથાયછે.

.રસોડામાંતાવડીનુંસ્થાનહવેઋચીષેલઈલીધુંછે.

૧૦ ઋતપેશ સંપૂર્ણસ્વરૂપવાળું. ઋતપેશભગવાનવિષ્ણુનાદર્શનમાત્રથીસર્વજીવોનુંકલ્યાણથાયછે.
૧૧ ઋતસદન યજ્ઞમાટેબેસવાનુંસ્થાન. ઋતસદનહંમેશાસ્વચ્છઅનેપવિત્રહોવુંજોઈએ.
૧૨ ઋતિકર દુર્ભાગી;કમનસીબ. જેમનામાથાપરમાતા-પિતાનીછત્રછાયાનથીહોતીતેઓઘણાઋતિકરહોયછે.
૧૩ ઋત્વિક પુરોહિત;આચાર્ય;ઋત્વિજ. ગર્ગઋષિયાદવોનાઋત્વિકહતાં.
૧૪ ઋતુધામા ઇંદ્ર. તેસ્વર્ગમાંરહેછે દાનવોએઋતુધામાપરઆક્રમણકરતાંદેવોમાંખળભળાટવ્યાપીગયો.
૧૫ ઋતોક્તિ સત્યકથન;સાચુંકહેવાપણું. રાજાહરિશ્ચન્દ્રનુંનામઆજેપણતેમનીઋતોક્તિમાટેજાણીતુંછે.
૧૬ ઋદ્ધિ પાર્વતી;દુર્ગા. માતાઋદ્ધિભગવાનશિવસાથેકૈલાસપરબિરાજમાનહતાત્યાંજશ્રીગણેશનુંઆગમનથયું.
૧૭ ઋદ્ધિદા એનામનીએકશક્તિ. મહાલક્ષ્મીનીપૂજાઅર્ચના, આહવાનકરવાથીઋદ્ધિદાપ્રાપ્તથાયછે.
૧૮ ઋદ્ધિધારી સંપત્તિવાળું. સિનેજગતમાંકામકરનારાદરેકસિનેકલાકારોઋદ્ધિધારીનથીહોતા.
૧૯ ઋદ્ધિવૃદ્ધિ આબાદીમાંવધારો. ભારતમાંઉત્તરોત્તરથતીઋદ્ધિવૃદ્ધિએચિંતાનુંકારણછે.
૨૦ ઋણભાર કરજનોબોજો ચાલોસંકલ્પકરીએકેત્રેવડનહીહોયતોવેચાઈજાઈશુંપણમાથેઋણભારકદીનહીરાખીએ.
૨૧ ઋણમત્કુણ જામીન;હામી. ધરપકડથીબચવાઆગોતરાઋણમત્કુણનીઅરજીકરવામાંઆવેછે.
૨૨ ઋભ્વ હિંમતવાન. નિશ્ચયવાળું. ઋભ્વવ્યક્તિકઠીનપરિસ્થિતિમાંપણવિચલિતથતાનથી.
૨૩ ઋવાદ મરણ;મોત. ઋવાદએજિંદગીનુંસનાતનસત્યછે.
૨૪ ઋશય હિંસા. હિંસાકરવાજેવું મહાત્માગાંધીઋશયનોહંમેશાવિરોધકરતા.
૨૫ ઋશ્યદ હરણપકડવાનોખાડો;કૂવો. મૃગનેપકડવાપારધીજંગલમાંઋશ્યદબનાવી, છૂપાઈનેશિકારનીરાહજોવાલાગ્યો.
૨૬ ઋષિધર્મ જૈનધર્મ.,વેદધર્મ. ઋષિધર્મકહેછે, “અહિંસાપરમોધર્મઃ“
૨૭ ઋષિપૂજન બળેવ ઋષિપૂજનનાદિવસેબ્રાહ્મણોપોતાનીજનોઈબદલેછે.
૨૮ ઋષિરાય શ્રેષ્ઠઋષિ;ઋષિઓનોરાજા. ઋષિરાયવેદવ્યાસેમહાભારતજેવામહાગ્રંથનુંનિર્માણકરેલું.
૨૯ ઋષીક માંસાહારી. સિંહઋષીકપ્રાણીછે.
૩૦ ઋષીકા દેવી.સ્ત્રીઋષિ. વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ.
૩૧ ઋષુ બળવાન;જોરાવર. પાંચેપાંડવોમાંભીમસૌથીવધુંઋષુહતા.
૩૨ ઋક્ષપતિ રીંછોનોરાજા;રીંછોનોસરદારજાંબુવાન. શ્રીરામનીસેનામાંસુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિજેવામહાનયોદ્ધાઓહતાં.
૩૩ ઋક્ષપુંજ તારાઓનોસમૂહ. બ્રહ્માંડમાંઆપણાંસૂર્યકરતાંપણલાખોગણામોટાકદનાંઅનેકઋક્ષપુંજઆવેલાછે.
૩૪ ઋક્ષર પાણીનીધાર. સતતપડતુંઋક્ષરપથ્થરનેપણકાપીનાખેછે.
૩૫ ઋક્ષલા ઘૂંટીનીચેનીનાડી. ૧.પગનાંરોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.
સાંકળ. ૨.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે.

અક્ષર લ- શબ્દ કાંતીલાલ કરશાળા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
લંગરખાનું ગરીબોને ખાવાનું આપવાનું સ્થળ; ધર્મશાળા; સદાવ્રતખાનું; દાનગૃહ; નિરાશ્રિતગૃહ. દાતાઓના દાનથી કેટલાંયે લંગરખાનાનો નિભાવ થાય છે.
લંબુષા સાત સેરનો હાર. મનુભાઈએ પત્ની માટે લંબુષા ઘડાવ્યો.
લંઠ મૂર્ખ. અડવાને જે શિખામણ મળે એ શિખામણ અયોગ્ય જગ્યાએ લાગુ પાડે પરિણામે દરેક જગ્યાએ એ લંઠ ઠરે.
લંબિત માંસ. લંબિત તથા મદિરાથી દૂર રહો.
લખણી દાન કે બક્ષિશની યાદી નગર શેઠે બાહ્મણો માટે શી શી વસ્તુ આપવી તેની લખણી તૈયાર કરી.
લટ્ટુ એકદમ અધીન કે વશ; આશક; આફરીન; મોહિત; મોહ પામેલું.ભમરડો.; પરાધીન; પરવશ. આજના યુવાનો યુવતીઓ પાછળ લટ્ટુ થઈ જાત જાતના નખરાં કરે છે.
લઠ્ઠપઠ્ઠ મજબૂત;સશક્ત;હૃષ્ટપુષ્ટ કસરત, યોગ કરીને શરીરને લઠ્ઠપઠ્ઠ બનાવો.
લપતૂડિયું પાતળું થઈ ગયેલું; દૂબળું. માંદગીને લીધે તેનું શરીર લપતૂડિયું થઈ ગયું.
લબડબેતરું જૂઠી વાત કરનાર લબડબેતરાનો ક્યારેય વિશ્વાસ કરો નહી.
૧૦ લરકૈયા પુત્ર. લરકૈયાના લક્ષણ પારણામાંથી.
૧૧ લરજવું કંપવું; ધ્રૂજવું. બીવું; ડરવું. જંગલમાં સિંહની ત્રાડથી સર્વે પ્રાણીઓ લરજવા લાગે છે.
૧૨ લાક્ષા ગુલાબ.; જેમાંથી લાખ બને છે તે જીવડું. દુર્યોધને પાંડવોને લાક્ષા ગૃહમાં પુરી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
૧૩ લાક્ષારસ થૂંક. જ્યાં ત્યાં લાક્ષારસથી ગંદકી ફેલાવશો નહીં.
૧૪ લાખણસાઈ ચણાનો લોટ, ઘી અને ખાંડના લાડુ; બુંદીના લાડુ. જમણવાર પ્રસંગે તેમજ તહેવારોમાં લાખણસાઈ બનાવવામાં આવે છે.
૧૫ લાખણશી ખરી ખોટી વાતોના ગપાટા મારનાર. લખુભાઈનો લાખણશી થઈ ગામમાં નવરાધૂપ થઈને ફરે છે.
૧૬ લાગત મહેનતાણું; મહેનત પ્રમાણે દરેકને લાગત ચૂકવો.
૧૭ લાધવું લાગવું; ઉત્પન્ન થવું; નીપજવું; થવું. જોતાં જોતાં અમને કેડી રે લાધી વંકાતી જાય આધી આધી.
૧૮ લાસાની ( હિંદી ) અદ્વિતીય; અનુપમ; અજોડ; બેનમૂન; ઉત્તમ. તાજ મહાલ કલાકૃતિનો લાસાની નમૂનો છે.
૧૯ લાહ આભા; કાંતિ; ચમક; દીપ્તિ દિવ્ય આત્માની લાહ કંઈ ઓર હોય છે.
૨૦ લાસોરી ચૂંદડી. હું ને લાસોરી ઓઢુંને ઊડી ઊડી જાય.
૨૧ લિકર અર્ક; આસવ; દારૂ; મદિરા; મદ્ય; શરાબ.
૨૨ લુટિયા ત્રાંબા પિત્તળની નાની લોટી. લુટિયામાં અમે જમનાજળ ભર્યાં.
૨૩ લુત્થ લોથ; શબ. આતંકવાદીઓ કેટલાયે નિર્દોષ લોકોને લુત્થ ઢાળી દીધી.
૨૪ લેહેચી લેંચી; પાતળી અને સુંવાળી બે પડવાળી રોટલી. ગોળ અને ઘી ભરેલી લેહેચી ખાવામાં અનેરો આનંદ આવે છે.
૨૫ લેહેલૂંબ લગની. મીરાને શ્રીકૃષ્ણની લેહેલૂંબ લાગી.
૨૬ લૈંગિક આકૃતિઓ કે મૂર્તિ બનાવનાર શિલ્પી. ડભોઈનો હીરાધર મહલ લૈંગિક હતો.
૨૭ લેષ્ટુ માટીનું ઢેફું ખેતરમાં પડેલાં લેષ્ટુને ભાંગવા હળ ચલાવાય છે.
૨૮ લોંઠકાઈ શક્તિ તેની લોંઠકાઈ હાથીના બળ જેટલી છે.
૨૯ લોકરવ અફવા. લોકરવ સાંભળો નહિં, ફેલાવો નહિં.
૩૦ લોકાધિપત્ય પ્રજાસત્તાક રાજ્ય; લોકસત્તાત્મક રાજ્ય; પ્રજાતંત્ર રાજ્ય. ભારતએ લોકાધિપત્ય દેશ છે.
૩૧ લોકાયતિક નાસ્તિક. જેને માણસમાં શ્રદ્ધા નથી તે લોકાયતિકછે.
૩૨ લોકામોદ સાર્વજનિક ઉજાણી; જાહેર આનંદોત્સવ. જન્માષ્ટમીના દિને લોકામોદ ઉજવાય છે.
૩૩ લોગની પત્ની. સોનિયા ગાંધી સ્વ. રાજીવ ગાંધીના લોગની છે.
૩૪ લોટકો માટીનો કળશિયો;ઠીકરાનું નાનું વાસણ;નાનો ઘાડવો;ઢોચકું;ચડવો હવે ઘર વપરાશમાં લોટકાના સ્થાને વિવિધ ધાતુના, પ્લાસ્ટિકના વાસણો વપરાય છે.
૩૫ લોહર ગામડિયો. ભગવતસિંહ બાપુના ગોંડલ રાજ્યના ગામડાઓમાં કોઈ પણ લોહર અભણ ન હતો.
૩૬ લોહવર સોનું. લોહવર જોઈ મુનિઓ ચળે.
૩૭ લૌકી કોળું; પતકાળું. નવરાત્રી બાદના યજ્ઞમાં લૌકી વધારાય છે.
૩૮ લૌલ્ય લાલચ; લોભ; તૃષ્ણા; લોભવૃત્તિ; લોલુપતા લૌલ્યને ક્યારેય મર્યાદા હોતી નથી.
૩૯ લવંગિયું ઝટ ઉશ્કેરાઈ જાય તેવું; ચીડિયું. કાનજીભાઈનો સ્વભાવ લવંગિયા જેવો છે.
૪૦ લાડકવાયું વહાલું; લાડીલું; પ્રેમીલું; સ્નેહભીનું; પ્રિય; વહાલુંને લડાવેલું. એ પથ્થર પર લખશો નહિં, કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહિંયા કોઈના લાડકવાયાની .
૪૧ લિચ્છુ લાભ મેળવવા ઇચ્છનાર; લાલચુ. આજે સમાજમાં લિચ્છુઓની કમી નથી.
૪૨ લિથોગ્રાફી શિલાછાપની વિદ્યા; શિલાલેખન કળા. પ્રાચીન લિથોગ્રાફી અદ્દભૂત હતી.
૪૩ લુગાઈ પત્ની; બૈરી; વહુ; સ્ત્રી; ઓરત. લુગાઈની હઠ આગળ ભલભલાં લાચાર બની જાય છે.
૪૪ લુઆબ થૂંક; ચીકણો પદાર્થ. અહિંયા લુઆબ કરવાની મનાઈ છે.
૪૫ લુગા એક જાતનું પક્ષી; બાજ. લુગા એ શિકારી પક્ષી છે.
૪૬ લોહશંકુ લોઢાનો ખીલો લોહશંકુ ફોડીને ગાયને ખીલે બાંધી.
૪૭ લંકિત વળાંકવાળું રસ્તો ભારે લંકિત છે. સાવચેતીથી વાહન ચલાવો.
૪૮ લંગીસ પતંગના દિવસોમાં રમતું લંગર મકરસંક્રાતિના પર્વને દિવસે લંગીસ નાખી બાળકો પતંગ લુંટવાનો આનંદ માણે છે.

અક્ષર “વ” – વલીભાઈ મુસા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
વમન  ઊલટી ઝેર પી જનારને તરત જ વમન કરાવી દેવું જોઈએ.
વરણાગિયું ભોગવિલાસી,ભપકોકરનાર દયારામને ઘણા વિવેચકો વરણાગિયા કવિ તરીકે ઓળખાવે છે.
વિમાન અપમાન, વાયુયાન સંતાનોની હાજરીમાં પત્નીનું વિમાન ન થવું જોઈએ.
વાછટ વાયુથીઊડેલી વરસાદી પાણીની છાંટ  ચોમાસામાં ઘણીવાર ઓસરી અનેઘરમાં પણ વાછટ આવતી હોય છે.
વઘાર  ગરમ તેલ કે ઘીમાં ડુંગળી-લસણ કેરાઈ-જીરા-હિંગને શાક બનાવવા પહેલાં કકડાવવું કે તળવું ગુજરાતીરસોઈની વઘારની પ્રક્રિયાને તીવ્ર વાસના કારણે ઘણા અમેરિકનો પસંદ કરતા નથીહોતા)
વળાવિયો મુસાફરસાથે રહેનારો ભોમિયો અજાણી જગ્યાના પ્રવાસમાં સાથે વળાવિયો હોવો જરૂરી છે.
વલખાં મિથ્યા પ્રયાસ તરવૈયોન હોય તેવો માણસ ગમે તેટલાં વલખાં મારે પણ ડૂબ્યા સિવાય રહેતો નથી.
વલોપાત હાયવોય નિરાશાવાદીઓહંમેશાં વલોપાત કરતા રહીને જીવનનો આનંદ નથી લૂંટી શકતા.
વિકાર બગાડ, વિકૃતિ વિકારી માણસલોકોમાં માન પામી નથી શકતો.
૧૦ વલય કૂંડાળું, કડું પ્રલોભનના વલયમાં પડેલો માણસ કદી બહાર નીકળી નથી શકતો.
૧૧ વચાળું વચ્ચેનું સ્વાર્થીમિત્ર દુઃખના સમયે અધવચાળે સાથ છોડી દેતો હોય છે.
૧૨ વેંઢારવું નિભાવવું, ભોગવવું ઘણા દુખિયા માણસો કજિયાખોર પત્નીને વેંઢારતા હોય છે.
૧૩ વિદ્ધ વીંધાયેલું, ઘવાયેલું શિકારી વિદ્ધ મૃગની પાછળ દોડ્યે જતો હતો.
૧૪ વિદુષી  વિદ્વાન સ્ત્રી, પંડિતા પ્રાચીનસમયમાં વિદ્વાનો અને વિદુષીઓ વચ્ચે શાસ્ત્રાર્થ યોજાતો.
૧૫ વિભાવરી રાત્રિ શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી, રખે થઇ જતી અંધ વિયોગથી!
૧૬ વરાડ ભાગ, હિસ્સો સંસ્કારી ભાઈઓ મિલ્કતના વરાડ વખતે મોટું દિલ રાખતા હોય છે.
૧૭ વાવડ સમાચાર, ભાળ સુવાવડ એટલે સારા સમાચાર જ કહેવાય ને!
૧૮ વસો વીઘાનોવીસમો ભાગ ખેતીનીજમીનનું એકર-ગૂંઠા પહેલાં વીઘા-વસામાં માપ બોલાતું.
૧૯ વસાણું ગાંધીનાત્યાંથી મળતી ઔષધિ, ઔષધિપાક શિયાળામાંલોકો તંદુરસ્તી માટે વસાણાં આરોગતા હોય છે.
૨૦ વંચના લુચ્ચાઈ ધંધાકીય ભાગીદારો એકબીજા સાથે વંચના કરતા રહેતા હોય તો તે ભાગીદારીઝાઝો સમય ટકતી નથી હોતી.

 

અક્ષર “વ”-હિનાબહેન પારેખ “મનમૌજી”

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
વરોલ ભમરો ભોગી વરોલ કમળમુખમાં બીડાઇ મર્યો.
વરો વપરાશ નાત જમાડતા વરો ભારે પડ્યો.
વરોડવું વલોવવું ગામડામાં છાસ વરોડી ઊતરેલ માખણ ખાવાની મજા આવે.
વરોંઠી વર ગોષ્ઠી જમણ વરના મામાએ વળતી જાનને વરોંઠી માટે રોકી.
વરેરો ઊંડો ઘા શાક સમારતા ચપ્પુથી થયેલ વરેરોને રૂઝાતા વાર લાગી.
વર્ચસ તેજ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય મહાત્માનું વર્ચસ જણાય આવે.
વર્જિત તજેલું અમુક જૈન પરિવારમાં કંદમૂળ, લસણ કાંદાનો વપરાશ વર્જિત હોય છે.
વર્મ કવચ,   બખતર જૂના જમાનામાં રાજપૂતો વર્મ પહેરી લડાઇ કરતા.
વલ ઝાકળ રોજ સવારે વલથી સુશૉભીત પુષ્પો મન પ્રફ્ફૂલિત કરે છે.
૧૦ વર્યા મન પસંદ પતિ વરવા ઇચ્છતી કન્યા આધૂનિક જમાનાની યુવતીઑ વર્યા જ ગણાય.
૧૧ વલય કંકણ બલૈયું આજે પણ કાઠીયાવાડમાં અમુક કોમની સ્ત્રીઓ વલય પહેરેલ જોવા મળે છૅ

 

અક્ષર “સ“ -સરયૂબેન પરીખ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
સંકળના ગુંથણી રેશમી દોરીની સુંદર સંકળના
સંકુલ  ઘણાં જણની ભીડથી  અવકાશ ન મળે યુધ્ધના સંકુલમાં શાંતિ ક્યાં?
સંકુલા સાંકળ, બંધન મોહ સંકુલા તોડવી જ રહી.
સંકાશ સરખુ, સમાન સંકાશ સહુને માનો.
સંક્ષોભ ઉત્પાત, ઊથલપાથલ, ગભરાટ તેણીનું દિલ સંક્ષોભથી રિક્ત થઈ ગયું.
સંખિત કંપ, ધ્રુજારો, ધક્કા, આંચકા, સંકુચિત સંખિત મન, દુખી મન
સંખા ગણના, ગણત્રી લાવો પંખા, કરો સંખા
સંખ્યાવધિ અસંખ્ય , અગણિત સંખ્યાવધિ સાગર તરંગો વહે.
 સર્ગી સંબંધી, સાથી, સહવાસી સારા સર્ગી, ભાગ્યની વાત
૧૦ સાઝેદાર ભાગીદાર અમારા આનંદમાં સાઝેદાર બનો.
૧૧  સાટમાર હાથી/પ્રાણીઓને ઊશ્કેરી લડાવનાર મોહન રાજમહેલનો સાટમાર છે
૧૨ સાબરિયો હા જી હા કરનાર જાદવશેઠનો કરણ તો પાકો સાબરિયો છે
૧૩ સામોરું સામનો, વિરોધ ખોટી વાતનુ સામોરું કરવુ પડે.
૧૪ સાહિલ તટ, કિનારો સાથી હિંમત રાખ હવે સાહિલ દૂર નથી
૧૫ સાહેલુ આબlદી ભોગવતુ,સુખ,આનંદ રામરાજ્યમાં સર્વત્ર સાહેલુ.
૧૬ સુકૂન નિરાંત,શાંતિ,સાંત્વન દિકરાને મળીને માને સુકૂન લાગે છે.
૧૭ સુખકંદ સુખ કરનારું પ્રસન્ન મુખ સુખકંદ.
૧૮  સુણતલ સાંભળનાર મારી સખી સાધના, દુનિયામાં એક મારી સુણતલ.
૧૯ સુરસરિ ગંગા મારે આંગણે સુરસરિ આવી.
૨૦ સુહાણ શાંતિ સમાધાનથી બે પક્ષમાં સુહાણ થઈ.

અક્ષર “શ”-   હિનાબહેન પારેખ “મનમૌજી”

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
1 શંકનીય બીકણ.  ગાંધીજી બાળપણમાં ઘણાં શંકનીય હતા
2 શંખધર વિષ્ણુ. સમુદ્ર. શંખ ધારણ કરનાર.  શંખધર શેષશૈયા પર પોઢે છે.
3 શંખધ્મા શંખ ફૂંકનાર.  શંખધ્મા શંખ ફૂંકે પછી જ યુધ્ધની શરૂઆત થતી.
4 શંખપાલ આકડાનો છોડ.  હનુમાનજીને દર શનિવારે શંખપાલ ચઢાવવામાં આવે છે.
5 શંયુ ભલું.  આપ સૌનું શંયુ થજો.
6 શંસનીય પ્રશંસનીય. એક કીડનીનું દાન કરી એણે એક વ્યક્તિનો જીવ બચાવી શંસનીય કામ કર્યું.
7 શંસા આકાંક્ષા; ઇચ્છા.વખાણ. વચન; બોલ; બોલવું તે; કહેવુંતે.  આગળ વધવાની શંસા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ.
8 શંસિત દુષિત.નિશ્ચિત.મારી નાખેલ. વખણાયેલું; પ્રશંસાપામેલું; પ્રશંસિત  જિંદગીમાં એક વાર તો એવરેસ્ટ શિખરને સર કરવું એ બચેન્દ્રી પાલે મનમાં શંસિત કરી નાંખ્યું હતું.
9 શંસ્ય કહેવા યોગ્ય.મારવાલાયક.  નજીકના મિત્રોને શંસ્ય વાતો કહીને હ્રદયને હળવું કરવું જરૂરી છે.
10 શઈ શાહી; રુશનાઈ. સહી; હસ્તાક્ષર.  ઈન્ડીપેનમાં શઈ ભરીને લખવાની મજા જ કંઈ અલગ.
11 શક ઘૂવડ.  રાત્રે અંધારામાં પણ શક જોઈ શકે છે.
12 શક્તામ્લમિતિખટાશ માપવાની ક્રિયા. દુકાનમાં બેસીને વેપારી આખો દિવસ કાપડને શક્તામ્લમિતિખટાશ કર્યા કરતો.
13 શક્તિક્ષીણતા કમજોરી; શરીરનીનબળાઈ.  શરીરમાં એટલી બધી શક્તિક્ષીણતા આવી ગઈ હતી કે એનાથી પલંગમાંથી ઉભા પણ ન્હોતું થવાતું.
14 શક્તિધર તાકાતવાળું; બળવાન. શક્તિધરની સામે નબળો માણસ કેવી રીતે ટકી શકે?
15 શણવટ શણગાર શણવટ કરીને એ પ્રિયતમની રાહ જોવા લાગી.
16 શતક સર્ગ; પર્વ. મહાભારતમાં કેટલા શતક છે તે કોઈ જાણકારને ખબર હશે.
17 શતકોટિ હીરો., અબજ; સો કરોડની સંખ્યા; ૧,૦૦,૦૦,૦૦,૦૦૦વજ્ર; પવિ; કુલિશ; અશનિ જેણે ભારતની ધરતી કાજે શહીદી વ્હોરી તેવા તમામ સૈનિકોને શતકોટિ વંદન.
18 શબ્દગ્રહ કાન; શ્રોત્રેંદ્રિય. સત્સંગમાં જઈએ ત્યારે શબ્દગ્રહ સતેજ રાખવા જોઈએ.
19 શબ્દાંગ  અક્ષર; વર્ણ. બાળમંદિરમાં સ્લેટ પર શબ્દાંગ ઘૂંટાવવામાં આવતા.
20 શયતાન તોફાની માણસ; મસ્‍તીખોરઇસમ.દુશ્‍મન. ધૂર્તમાણસ; કપટી માણસ; બદમાશ;  શેતાન. રાક્ષસ; દૈત્‍ય. બાઈબલમાં શયતાનનો ઉલ્લેખ છે.
21 શયતાનિયત ધૂર્તતા; કપટ; શયતાનપણું; બદમાશી; લુચ્‍ચાઇમસ્‍તી; તોફાન. નજીકના સંબંધોમાં શયતાનિયત ન કરવી જોઈએ.
22 શર્વાણી પાર્વતી; શિવા; ભવાની; દુર્ગાદેવી. તેની મૂર્તિ કન્‍યાશ્રમ નામનાપીઠસ્‍થાનમાં છે. ભગવાન શંકર મા શર્વાણી સાથે કૈલાસમાં બિરાજમાન છે.
23 શર્વું  ચતુર; ચેતી જાય તેવું; ચંચળ હરણ બહુ શર્વું હોય છે.
24 શરપતન     . બાણોનો વરસાદ; શરવૃષ્‍ટિ  રાવણની સામે રામે શરપતન કર્યો.
25 શબલિતા  માયા જગત પ્રત્યે મોહ અને શબલિતા રાખવી વ્યર્થ છે.
26 શબિસ્તાન શયનગૃહ; સૂવાનો ઓરડો રાજાઓના શબિસ્તાનો આલિશાન હતાં.
27 શબવ્યવચ્છેદ મરીગયેલ માણસની કાપકૂપ કરવી તે; મુડદાંને ચીરવું તે; પોસ્ટમોરટમ કોઈ વ્યક્તિનું ખૂન થાય કે અકસ્માતે મરે તો શબવ્યચ્છેદ કરાવવું આવશ્યક છે.
28 શબવાહના ચામુંડા દેવી ચોટીલામાં ડુંગર ઉપર શબવાહનાનું મંદિર છે.
29 શુલ્‍બ તાંબું. રાત્રે શુલ્બના લોટામાં પાણી ભરી રાખીને સવારે નરણા કોઠે તે પીવું જોઈએ.
30 શુશ્રૂ માતા. શુશ્રૂ વિના સંસાર અધૂરો છે.
31 શાકટમ  જથ્થાબંધ કોઈ પણ વસ્તુ શાકટમ ખરીદો તો સસ્તી જ પડે.
32 શાકપીઠ શાકનું બજાર. ગામડેથી શાક લઈને શાકપીઠમાં વેચવા આવે.
33 શકવી હંસલી. હંસ અને શકવીનું જોડું અજોડ છે.
34 શકુંતિ પક્ષી.  તે શકુંતિની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.
35 શકુનવંતું શુભ ઘરથી નીકળ્યા હોઈએ અને સામે ગાય મળે તો તે શકુનવંતું કહેવાય.
36 શકુંત ગીધ પક્ષી. યુધ્ધ સમાપ્ત થયા પછી શકુંતે યુધ્ધભુમિ પર ચકરાવા લેવા માંડ્યા.
37 શયદા પ્રેમઘેલું.  પત્નીના પ્રેમમાં શયદા બની ગયો.
38 શયથ અજગર  ખેતરમાંથી અચાનક શયથ નીકળ્યો અને બધાં ગભરાઈ ગયા.
39 શિશિરગિરિ હિમાલય  કાકા કાલેલકરે શિશિરગિરિની યાત્રા કરી અને યાત્રા વિશે પુસ્તક લખ્યું.
40 શિશિકર ચંદ્ર પૂનમની રાત્રે શિશિકરની ચાંદનીમાં તાજ મહાલને નીરખવો એ એક લ્હાવો છે.
41 શીલધારી સુંદર સ્વભાવવાળું.  પત્ની શીલધારી હતી એટલે સંસાર સાંગોપાંગ ઉતરી ગયો.
42 શીશીયારી દુઃખની ચીસ. સાસરામાં એની શીશીયારી સાંભળવાવાળું કોઈ ન્હોતું.
43 શીષડી શિખામણ કોઈને શીષડી આપવી ઘણી સહેલી પણ જાતે તેના પર અમલ કરવું ઘણું કઠિન છે.
44 શીહ ટાઢ શીહ પડતી હોય ત્યારે જલ્દી ઉઠવાનું મન નથી થતું.
45 શીળે છાંયે. સૂરજ આગ ઓક્તો હોય ત્યારે વટેમાર્ગુઓ ઝાડના શીળે બેસે છે.
46 શીભ્ય બળદ એની પાસે મિલકતમાં થોડી ગાયો હતી અને થોડા શીભ્ય હતાં.
47 શીરખુર્દા ધાવતું. બાળક મા પાસે શીરખુર્દા હતું.
48 શીવરી પુત્રી; દીકરી શીવરી ભૃણ હત્યા રોકવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે કાર્યક્રમો કર્યા તેનાથી સમાજમાં એ બાબતે ઘણી જાગૃતિ આવી.
49 શીવાહિઝવાન મીઠી જીભવાળું. એ એટલી બધી શીવાહિઝવાન હતી કે બધા એની વાતોમાં આવી જતાં.
50 શીલ્ડ ચામડું. ઋષિમુનિઓ વાઘના શીલ્ડ પર બેસે છે.
51 શૌંડ કૂકડો. શૌંડ બાંગ પોકારે એટલે સમજવું કે સવાર થઈ.

 

 

અક્ષર “ષ”- હેમા બહેન પટેલ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ષટક છ નો સમુહ, છક્કો, છકડું. ( છ પંક્તિઓનુ કાવ્ય ) ષટક પંક્તિનુ કાવ્ય બહુજ પસંદ આવ્યું.
ષકાર ષ અક્ષર કે તેનો ઉચ્ચાર. ષષ્ઠી તૂં નારાયણી મહિસાસુર માર્યો.
ષોડશદલ કમળ. મા લક્ષ્મી ષોડશદલ પર બિરાજમાન શોભી રહ્યાં.
ષીરોદક શ્રી ફળ, નાળીયેર. પૂજા માટે   ષીરોદક પવિત્ર માનવામાં આવે છે.
ષટૂકર્મ બ્રાહ્મણના છ જાતના કર્મ ( અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન, યાજન )તાંત્રિક છ કર્મ ( જારણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન) યોગના છ કર્મ ( ધૌતિ, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક, કપાલભાતી શ્રાવકના છ કર્મ ( દેવ પૂજન, ગુરુ ભક્તિ, શાસ્ત્ર વાંચન, સંયમ, તપ, દાન ). ષટકર્મ એ બ્રાહ્મણનો ધર્મ કહેવાય.
ષટકોણ છ ખૂણા વાળી આકૃતિ. આ ષટકોણમાં લગાવેલી તસવીર અતિ સુંદર દેખાય છે.
ષટચક્ર શરીરમાં ગુદાથી બ્રહ્મરંધ્ર સુધીના યોગ શાસ્ત્ર મુજબના મનાતા છ ચક્ર મૂળાધાર (ગણેશ), સ્વાધિષ્ઠાન (બ્રહ્મા), મણિપુર (વિષ્ણુ), અનાહત (શિવ) વિશુધ્ધ (જીવ), આજ્ઞાચક્ર ( આત્મા ). જ્યારે માણસની કુંડલીની જાગૃત થાય ત્યારે ષટચક્ર ગતીમાન થઈને જન્મો જન્મના કર્મ બીજ બાળીને મોક્ષ અપાવે છે.
ષટ્તિલા પોષવદ અગિયારસની તિથિ. રાજા અમરિષ જેવા ષટ્તિલા ઉપવાસ કોઈ કરી શક્યું નથી.
ષટ્પદ છ પગ વાળુ, ભમરો, છ પદ વાળુ (કાવ્ય) ષટ્પદ ક્યારેય એક જગ્યાએ ટકીને બેસી ન રહે.
૧૦ ષટશાસ્ત્ર ષટદર્શન, વૈદિક તત્વજ્ઞાનના છ દર્શનો . જ્યારે ષટશાસ્ત્રનુ જ્ઞાન થાય ત્યારે આત્માને ઓળખી શકીએ.
૧૧ ષટસંપત્તિ વેદાંતના અધિકારીમાં હોવા જોઈતા છ ગુણ ( શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રધ્ધા, સમાધાન ). ષટસંપત્તિ વાળો માણસ જ્ઞાની હોય છે.
૧૨ ષડંગ વેદના છ અંગ ( શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ,જ્યોતિષ) ષડંગ પાસે ભુત-ભવિષ્ય અને વર્તમાનનુ જ્ઞાન હોય છે.
૧૩ ષડાનન છ મૉઢાંવાળો શિવ પુત્ર. શીવજીનો ષડાનન પૂજનીય છે.
૧૪ ષડઋતુ છ ઋતુઓ ( વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર ). વસંત ષડઋતુમાં શ્રેષ્ઠ ગણાય છે.
૧૫ ષડ્જ ‘સા’ સંગીતના સપ્તસ્વરોમાંનો પહેલો અક્ષર. શીવજીના ડમરૂમાંથી સંગીતના સાત સુર પ્રગટ થયા અને ષડજથી   પુરી સૃષ્ટિ ગુંજી ઉઠી.
૧૬ ષડગુણ છ ગુણ, ભગવાનના છ ગુણ ( ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, ગાન, વૈરાગ્ય ) માનવના છ ગુણ ( મોટાઈ, ધર્મ, ભાવ, કિર્તિ, જ્ઞાન, મનની સ્વતંત્રતા) .રાજનીતિના છ ગુણ ( સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ, સમાશ્રય ) ષડગુણી ભગવાન આપના ચરણોમાં કોટી કોટી નમસ્કાર.
૧૭ ષડદર્શન વૈદિક તત્વજ્ઞાનના છ દર્શનો. ( સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાંત ) . ષડદર્શનથી મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે.
૧૮ ષડભાગ છઠ્ઠો ભાગ. પહેલાંના વખતમાં મહેસૂલ તરીખે ઉપજનો ષડભાગ લેવાતો હતો.
૧૯ ષડભાવ શરીરના છ વિકાસ કે અવસ્થા. ( જન્મવું, હોવું, વધવું, પરિણમવું, ઘસાવું, નાશ પામવું) . મૃત્યુ એ મનુષ્યના અંતિમ ષડભાવ કહેવાય.
૨૦ ષડભુજ છ ભુજાવાળું . ( ષટકોણ ) દેવી દેવતાઓને હમેશાં ષડભુજ વાળા દર્શાવવામાં આવે છે.
૨૧ ષડયંત્ર કાવતરું, પ્રપંચ. કૌરવોએ મામા સકુનીની મદદથી ષડયંત્ર રચીને પાંડવો પાસેથી હસ્તિનાપુરનુ રાજ્ય લઈ લીધું હતું.
૨૨ ષડરસ જીભના છ રસ ( ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો ) . જીભના ષડરસની મદદથી અન્નનુ પાચન થાય છે.
૨૩ ષડાગ ષડરાગ – સંગીતના મુખ્ય છ રાગ.( ભૈરવ, મેઘ, શ્રી, માલકાંસ, દીપક, હિંદોલ ) ષડાગને લીધે સંગીત ખીલી ઉઠે છે.
૨૪ ષડ્રિપુ મનુષ્યના છ આંતર શત્રુઓ . ( કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર) . ષડ્રિપુ મનુષ્યને અધર્મ કરાવીને તેનુ અઃધપતન કરાવી દે છે.
૨૫ ષડ્રેખા તડબૂચ. ઉનાળમાં ષડ્રેખા ખાવામાં ઉત્તમ ગણાય.
૨૬ ષ્રવા ખબર. મૃત્યુ અને અકસ્માતના ષ્રવા સાંભળીને ભલભલાના હોશ ઉડી જાય.
૨૭ ષણ્મુખ ષડાનન, કાર્તિકેય. શીવપુત્ર ષણ્મુખ એક બહાદુર યોધ્ધા હતા.
૨૮ ષોડસંસ્કાર સોળ સંસ્કાર.. મનુષ્ય જન્મે ત્યાંથી તેના મૃત્યુ સુધી તેને વૈદિક ષોડસંસ્કાર વિધીવિધાનથી અર્પણ કરવામાં આવે છે
૨૯ ષષ્ટિપૂર્તિ હીરક મહોત્સવ. સાઠ વર્ષ પૂરાં થવા તે કે તેનુ પર્વ . ષષ્ટિપૂર્તિ મહોત્સવ લોકો ધામધુમથી ઉજવે છે.
૩૦ ષષ્ઠી દેવી દુર્ગા. બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવીનુ પૂજન કરવામાં આવે છે.
૩૧ ષષ્ઠી બાળકના જન્મનો છઠ્ઠો દિવસ. હિન્દુ માન્યતા પ્રમાણે ષષ્ઠીના દિવસે વિધાત્રી તે દિવસે બાળકના લેખ લખે છે.
૩૨ ષંઢ શંઢ, નપુંસક. હીજડો. બાળકનો જન્મ હોય કે લગ્ન પ્રસંગ ષંઢ લોકો ગાઈને નાચ કરીને આશિર્વાદ આપીને જાય.
૩૩ ષાડવ છ સ્વરનો રાગ કે તાન. ષાડવની મદદથી જ ગીત કર્ણપ્રિય બની મન પ્રસંન કરી દે.
૩૪ ષષ્ઠાંશયંત્ર એક પ્રકારનુ ખૂણા માપવાનુ યંત્ર. ખગોળશાસ્ત્રી માપ કાઠવા માટે ષષ્ઠાંશયંત્રનો ઉપયોગ કરતા હોય.
૩૫ ષોડશ સોળ, ષોડશ શણગાર સજવા એ દરેક સ્ત્રીમાં કુદરતી ગુણ સમાયેલો છે.
૩૬ ષોડશકલા સોળ કળાઓ, ( ચંદ્રની વૃધ્ધિ પામતી અને ઘટતી સોળ કળાઓ ) . જ્યારે પુર્ણિમાનો દિવસ હોય ત્યારે ચંદ્ર ષોડશ કલાએ ખીલી ઉઠે છે.
૩૭ ષોડશચિન્હ સોળ નિશાનીઓ, જમણા ચરણમાં – સ્વસ્તિક, જવ, જાંબુ, ધ્વજ, અંકુશ, કમળઅષ્ટકોણ, ઊર્ધ્વરેખા અને વજ્ર   તથા ડાબા ચરણમાં મીન, ત્રિકોણ, આકાશ, ગોપદ, કળશ, અર્ધચંદ્ર અને ધનુષ . શ્રી કૃષ્ણના બંને ચરણ કમળમાં ષોડશચિંન્હ અતિ સુંદર શોભિ રહ્યાં છે.
૩૮ ષોડશી સોળનો સમુહ. દશ મહા વિદ્યાઓમાંની એક વિદ્યા. સોળ વર્ષની નવ યૌવના. ષોડશીનુ રૂપ જુઓ કેવું ખીલી ઉઠ્યું !
૩૯ ષોડશોપચાર પૂજનના સોળ ઉપચાર. ( આવાહન, આસન, અર્ધ્યપાધ, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, તાંબૂલ, પરિક્રમા, વંદન ) . હિન્દુ શાસ્ત્રમાં ષોડશોપચારથી પૂજન થાય છે.
૪૦ ષટપદપ્રિય નાગકેસર. આયુર્વેદ દવાઓમાં ષટપદપ્રિયનો ઉપયોગ થાય છે.
૪૧ ષટપિતાપુત્રક સંગીત શાસ્ત્ર પ્રસિધ્ધ એક તાલ.. ષટપિતાપુત્રક વીના સંગીત અધુરુ ગણાય..
૪૨ ષટપ્રજ્ઞ ધર્મ-અર્થ-કામ-મોક્ષ લોક વ્યવહાર અને આધ્યાત્મિક એ છ વિષયનુ જ્ઞાન ધરાવનાર માણસ, તત્વપ્રયોજનરૂપ છ જાતની બુધ્ધિ વાળો માણસ. ષટપ્રજ્ઞ માણસ તેના જ્ઞાનથી બીજાની પણ બુધ્ધિ શુધ્ધ કરી શકે.
૪૩ ષટપ્રમાણ છ જાતના પ્રમાણ. ( પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થપિત્તી, અનુપલબ્ધિ.) નોકરી લેવા જઈએ ત્યારે આપણા ભણતરનુ ષટપ્રમાણ આપવું પડે.
૪૪ ષટજીવકાય છ પ્રકારના જીવ. ( પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ, તેજ અને ત્રશ ). આ બધા જૈન શાસ્ત્રમાં ગણાવેલા છે. આ ધરતી પર વનસ્પતિ પણ ષટજીવકાય ગણાય.
૪૫ ષટપ્રાણ કરણ પ્રાણ વર્ધક છ વસ્તુઓનો સમુહ.( તાજુ મિષ્ટાન, નવુ અન્ન, બાળ સ્ત્રી, દૂધનુ જમણ,ઘી અને ઉના પાણીથી સ્નાન એ છનો સમુહ ) હમેશા નવું અને તાજુ અન્ન ખાવુ એ ષટપ્રાણ કરણ ગણાય એમ આયુર્વેદ સલાહ આપે છે.
૪૬ ષટપ્રાણહરણ પ્રાણને નાશ કરે તેવી છ વસ્તુનો સમુહ. ( સડેલાં માંસ, વૃધ્ધ સ્ત્રી, ભાદરવાનો તડકો, ભેંસનુ દહીં, પરોઢિયે સ્ત્રી સંગ અને દિવસની નીદ્રા ).એ બધા પ્રાણનો નાશ કરે છે. ભાદરવા મહિનાનો તાપ અતિ આકરો હોવાને કારણ તે ષટપ્રાણહરણ કહેવાય.
૪૭ ષડનીશ ગંડકી નદીનુ નામ. ભારતમાં ષડનીશને પવિત્ર માની તેની પૂજા કરવામાં આવે છે.
૪૮ ષડગણેશ પાંચ ઈન્દ્રિયો અને મનનો સ્વામિ પરમાત્મા. પુરા બ્રમ્હાંડમાં કણ કણમાં ષડગણેશ સમાયેલ છે.
૪૯ ષડગ્રંથા કપૂરકાચલી, ઘોડા વજ. ષડ્ગ્રંથાનો ઉપયોગ આયુર્વેદ દવાઓ બનાવવામાં થાય છે.
૫૦ ષ્લેષ્મ શરીરમાં રહેતું જલમય દ્રવ,લસિકા રસ, લીમ્ફ. જો માણસના શરીરમાં ષ્લેષ્મ ન હોય તો તે જીવી ન શકે,

 

 

અક્ષર “હ”- કાંતિભાઈ કરશાળા

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
હકીકીભાઇ એક જ મા બાપનો દિકરો, સગો ભાઈ ફીલ્મી અભિનેતાસંજયદત્તએ પ્રિયાદત્તની હકીકીભાઈ છે.
હકકતાલા સર્વ શક્તિમાન ઈશ્વર, પરમેશ્વર હકકતાલા પાસે અણદીઠ તેજનોઅંબાર ભર્યો છે.
હકડેઠઠ ખૂબ સંખ્યામાં, ખીચો ખીચ, ભરપૂર ગુજરાતનામુખ્યપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં હકડેઠઠ માનવીઓ ઉમટી પડયા.
હડફો ઈસ્કોતરી, પૈસા રાખવાની નાનીપેટી અગાઉના સમયમાં લોકો, વેપારીઓ પૈસા મૂકવા માટે તિજોરીને બદલે હડફાનો ઉપયોગ કરતા હતા.
હમમચવું આખું હલબલવું, મૂળ/પાયામાંથીહલી જવું. ઈ.સ. 2001 ના મહાભયાનક, ધરતીકંપે સૌરષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમં ભલભલી ઈમારતોનેહચમચાવી મૂકી.
હજરજવાબી સમયસૂચકં, તાત્કાલિક જવાબ આપનાર બાદશાહ અકબરનાદરબારમાં બીરબલ હજરજવાબી હતો.
હજારપા કાનખજૂરો હજારપા પણ વીંછી જેવાઝેરી પ્રાણીના વર્ગનો જ ગણાય છે.
હરપર્ણી શેવાળ,લીલ બંધિયાર પાણીમાંહટપર્ણી જામી જતાં તે તળાવ, સરોવર વગેરે ગંધાવા લાગે છે.
હટાણું ખરીદકામ, પરચુરણ માલની ખરીદી નાના ગામડાના લોકો આજેપણ મોટા શહેરોમાં રોજ હટાણું કરવા આવતા હોય છે.
૧૦ હઠલાભ આકસ્મિકધનનો લાભ થવો તે મહેશભાઈએ ખંડેર બનેલુંમકાન ખરીદી, નવેસરથી પાયા ખોડતા ચરુ મળ્યો આમ તેને હઠલાભ થયો.
૧૧ હઠસંભોગ બળાત્કારે કરેલી સ્ત્રી સંભોગ પત્ની સાથેનો હઠસંભોગપણ આજે કાનૂની અપરાધ ગણાય છે.
૧૨ હઠહઠ તાણ, આગ્રહ આંગણે આવેલાઅતિથિઓનેહઠહઠ કરીને જમાડવા એ યજમાનની શોભા છે.
૧૩ હઈડું હૈયું માનવીના હઈડાંનેનંદવાતાં વાર શી?
૧૪ હઈણું ત્રણ તારાનું એક એ નામનુંઝૂમખું મૃગશીર્ષ હઈણું આથંમ્યું હાલારશે‘રમાં અરજણ્યા.
૧૫ હઈયાબાર છાતી સાથે દુશ્મનો સાથેધીંગાણામાં વીરતાથી લડી, વિજય મેળવી આવેલા, પુત્રને પિતાએ ચાંપ્યો હઈયાબાર.
૧૬ હઈયાહોળી નિરંતર કલેશ રહ્યા કરે તેવું તેના ઘરમાં તો કાયમહઈયાહોળી સળગતી હોય છે.
૧૭ હગાર પંખીઓનીચરક હગારથી સુંદર, રળિયામણું મંદિરનું પ્રાંગણ ગંધાય ઉઠયું.
૧૮ હચરમચર બહાનું તમારે મારી પુત્રીનાલગ્ન પ્રસંગ હાજર રહેવું જ પડશે. કોઈ હચરમચર નહીં ચાલે.. શું સમજ્યા ?
૧૯ હડબડું ઘાટઘુટવિનાનું ભાઈ-ભાઈ કરતી નીસરી બેનાળિયેરી, ભાઈએ શીંગડ ફેરવ્યા બે નાળિયેરી ભાંગ્યાં છે હડબડ હોઠ બે નાળિયેરી.
૨૦ હટ્ટવિલાસિની હળદર લગ્ન પ્રસંગેવર-કન્યાને હટ્ટવિલાસિની મિશ્રીત પીઠી ચોળાય છે.
૨૧ હજૂરિચણ બાંદીચાકરડી, દાસી, ખવાસણ રાજા-મહારાજાઓ પોતાનારાણીવાસમાં રાણીઓની સેવા માટે હજૂરિચણો રાખતા હતા.
૨૨ હુકલાવવું ડરાવવું, ધમકાવવું નાના ભૂલકાંઓનેક્યારેય હુકલાવવા નહીં, હુંકલાવવાથીએ તેઓ ડરપોક બનશે.
૨૩ હક્કાક ઝવેરી સાચા હીરાની પરખ તોહક્કાક જ કરી શકે ને ?
૨૪ હકારું તેંડું, હાક મારીને જમવાબોલાવવા. ગામડાગામમાં આજે પણગામના આમંત્રિતોને લગ્નપ્રસંગે હકારું કરાય છે.
૨૫ હટદા (હડદા) આંચકાં, ધક્કા ઉબડખાબડ રસ્તા પર જતીબસમાં ભારે હટદાને લીધે મુસાફરો ત્રાસી ગયા.
૨૬ હડદોલો ધક્કોલાગવો ભીડમાં એકાએક માણસોમાંનાસભાગ થતાં કેટલાય માણસોને હડદોલો લાગવાથી ઈજા પહોંચે છે.
૨૭ હડફ થાપણ, અનામત કયારેય પણ કોઈની હડફઓળવશો નહીં.
૨૮ હક્કનાક વગર કારણે તાલીબાનો/લશ્કરે તોયબાજેવા આતંકવાદી સંગઠ્ઠનો હક્કનાક નિર્દોષ પ્રજાના પ્રાણ હરે છે.
૨૯ હટકટો ખરખરો, દિલગીરી સ્વજન, સ્નેહી-મિત્ર, સગા વહાલાંના મરણ પ્રસંગે લોકો હટકટો કરવા જાય છે.
૩૦ હથ્યાઈ હત્યા, કતલ આજના યુગમાં હથ્યાઈનાપ્રસંગો રોજ-બરોજ જોવા મળે છે.
૩૧ હથોહથ બીજાનાહાથની મદદથી કનકભાઈએ પોતાનીપુત્રીના લગ્નનો પ્રસંગ ખૂબ આનંદથી હથોહથ ઉકલ્યો.
૩૨ હથરોટી કામ કરવાની સફાઈ, હોશિયારી, ઢબ જગદીશભાઈની હથરોટીએટલી સારી છે કે કોઈપણ કામ સરળતાથી તેમજ સહેલાઈથી કરી શકે છે.
૩૩ હથેવાળો હસ્તમેળાપ શુકલજીએ/ગોરમહારાજેશુભ મુર્હતમાં વર અને કન્યાનો હથેવાળો કરાવ્યો.
૩૪ હદ મર્યાદા, સીમા હવે તો મારીસહનશક્તિની હદ આવી ગઈ છે.
૩૫ હદન મળ ત્યાગ હદન,મૂત્રત્યાગ, છીંકવગેરે કુદરતી હાજતોને કયારેય રોકવી નહીં.
૩૬ હથફેર હાથ ચાલાઈ ના ખેલ જાદુગરો હથફેર દ્વારાલોકોને આશ્ચર્ય મુગ્ધ કરે છે.
૩૭ હણાર થવાનું, બનવાનું ભાગ્યમાં જે હણાર છેતેને વિધાતા પણ ટાળી શકતી નથી.
૩૮ હકીકીપિસર ઔરસ પુત્ર હકીકીપિસર જ પિતાનોવારસાનો કાયદેસર હક્કદાર છે.
૩૯ હડેડવું આગ લાગવી, જોરથી સળગી ઊઠવું. હડેડવાને લીધે આજેજગતમાં જંગલોનો નાશ થતો જાય છે. તેથી પર્યાવરણ પર માઠી અસર થાય છે.
૪૦ હડાહૂડ વેરણછેરણં, અસ્તવ્યસ્ત આળસું મહિલાના ઘરમાંબધું જ હડાહૂડ હોય છે.
૪૧ હક્કપરસ્ત , હક્કપરસ્તી પ્રભુભકત, પ્રભુભક્તિ સાચ હકાપરસ્તનેપરમાત્માની લગની લાગી હોય છે એટલે એ હક્કપરસ્તીમાં જ સદા મસ્ત રહે છે.
૪૨ હક્કાબક્કા ગભરાઈગયેલું કોપાયમાન માનચતુરનાક્રોધથી ઘરના તમામ સભ્યો હક્કબક્કા થઈ ગયા.

 

અક્ષર “ક્ષ” -દેવિકાબહેન ધ્રુવ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ક્ષ અક્ષર ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.
ક્ષત પ્રજા રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.
ક્ષણપ્રભા વિજળી ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.
ક્ષણદાકર ચંદ્રમા ક્ષણદાકરની શોભા તો જુઓ !
ક્ષત્તા દાસીપુત્ર કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.
ક્ષપાદિવા રાતદિવસ પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.
ક્ષપાંત સવાર ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.
ક્ષમી ખામોશીવાળું ક્ષમી ઇન્સાન જગ જીતે.
ક્ષયાહ શ્રાધ્ધ હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.
૧૦ ક્ષામ પરમેશ્વર ક્ષામ સૌની રક્ષા કરે.
૧૧ ક્ષાંતિકા જનની વિશ્વમાં મહાન ક્ષાંતિકા.
૧૨ ક્ષાંતુ પિતા પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.
૧૩ ક્ષિપ્તા રાત્રિ હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.
૧૪ ક્ષીરકંઠ ધાવણું બાળક ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?
૧૫ ક્ષુદ્રિકા હેડકી ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.
૧૬ ક્ષેત્રજ્ઞ આત્મા ક્ષેત્રજ્ઞ અમર છે.
૧૭ ક્ષેત્રપ પરમાત્મા ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.
૧૮ ક્ષેદ અફસોસ કામો એવા  ન કરો કે ક્ષેદ થાય.
૧૯ ક્ષોભણ કામદેવનુ બાણ ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.
૨૦ ક્ષોજન કૃષ્ણની બંસીનો અવાજ ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.

 

અક્ષર “જ્ઞ”– રસેશ દલાલ

ક્રમ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
જ્ઞ જ્ઞાતા, બ્રહ્મા,બુધ્ બ્રહ્મા સર્વજ્ઞ છે તેથી તેમનો પુત્ર માણસ સર્વજ્ઞ થઈ શકે છે
જ્ઞવાર બુધવાર મંગળવાર પછી જ્ઞવાર આવે છે
જ્ઞષ કેતુ કામદેવ જ્ઞષકેતુનાં બાણ કદી ખાલી ના જાય.
જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પર પ્રભુનું નામ્ જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પ નમઃ
જ્ઞાનદા ગુરુ બ્રહ્ન્,પુરોહીત,વિષ્ણુ તે સર્વ જ્ઞાનદા
જ્ઞાપક આચાર્ય, શિક્ષલ્ને જ્ઞાપક પણ્ કહેવાય્૭
જ્ઞાપન જણાવવું તે વિજ્ઞાપન એ જ્ઞાપનનો પ્રકાર છે
 
જ્ઞેય પરમાતમા જ્ઞેય વંદના એ પ્રર્થનાનો પ્રકાર છે.

 

 

 

 

 

 

 

 

 

અક્ષર સંશોધન નો વહેવારીક ઉપયોગ

“શબ્દ સ્પર્ધા”

 

ગુજરાતી શબ્દ સ્પર્ધા બૃહદ સ્તરે ઉજવાઇ ૧૦૧મી બેઠકમાં-પ્રવિણા કડકીયા

તસ્વીરો જય પટેલ અને વીડીયો મનોજ મહેતા, પ્રકાશ મજમુદાર અને સતીશ પરીખ

 

 

 

 

 

 

 

 

 

 

૩૦, જાન્યુઆરી, ૨૦૧૦ના વિજય મુહુર્તે ( સવારનાં ૧૨.૩૦ કલાકે) હ્યુસ્ટન નાં આર્યસમાજ નાં ભવ્ય હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦૧મી બેઠકમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને  ભાવ પૂર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી. આજની બેઠક તેમના સત્યના આગ્રહને માન આપી, તેમના ગમતા શ્લોકથી શરુ થઇ

“અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા

ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”

પૂ. બાપુ માટે નાના, મોટા, અબાલ ,વૃધ્ધ સર્વેને અગણિત લાગણી તથા આદર છે તેનું દર્શન થયું. શૈલા મુન્શા, ધીરુભાઇ શાહ, નીરાબેન શાહ, પ્રવિણા કડકીઆ, વિજયભાઈ શાહ, દેવિકાબેન ધ્રુવ, પ્રશાંતભાઇ મુન્શા,  પ્રકાશભાઇ મજમુદાર અને નુરુદ્દીનભાઇ દરેડીયાએ સુંદર રજુઆત કરી. દરેક્ની વાતો ગાંધીજીનાં સદગુણો ને જાણી તેનો જિંદગીમાં અમલ કરવાની હતી.અશોકભાઈ પટેલે સભાનું સુંદર સંચાલન કર્યું. તેમની વાણી તથા સંચાલનની કુશળતા દાદ માગી લે તેવી હતી. હવે સભાનો દોર વિજયભાઇ તથા વિશાલ મોણપરાએ હાથમાં લીધો.

પૂ ગાંધીજીની ‘મારા સત્યના પ્રયોગો’ પર આધારિત ‘શબ્દાક્ષરી’ ની શરૂઆત દેવીકા ધ્રુવ દ્વારા રચાયેલ સુંદર ગીતથી થઈ. સંગીતાબેન ઘારિયા દ્વારા ગવાયેલ અને સંગીતબધ્ધ ગીતે શબ્દસ્પર્ધાનાં આયોજનનાં હેતુ અને રમવાનો પ્રકાર સુંદર રીતે સમજાવ્યો.

અતુલભાઇ કોઠારીએ આપેલ “સત્યનાં પ્રયોગો” માંથી ૫૦૦ શબ્દો શોધવા માટે પ્રવિણા કડકિયાએ બીડું ઉઠાવ્યું અને બે દિવસમાં તે કાર્ય વિજયભાઇને પહોંચાડ્યું. હવે  તેના અર્થ શોધી વિશાલને આપવા માટે ટાઇપીંગ જાણતા દેવિકાબેન ધ્રુવ, શૈલાબેન મુન્શા. પ્રવિણાબેન કડકીયા અને વિજયભાઇએ ‘ભગવદ ગો મંડળ’ તથા બીજા શબ્દકોષોનો ઉપયોગ કરી શબ્દસ્પર્ધાનું મૂળ ભાથુ વિશાલ પાસે પહોંચડ્યું.

વિશાલે જરૂરી સર્વ નિયમોને સાંકળી વિશિષ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો જેનો પ્રયોગ ૧૦૦મી બેઠકમાં થયો અને તે સમયે મળેલા સુચનો અને તકનીકી તકલીફો દુર કરીને શબ્દ સ્પર્ધા નો સોફ્ટ્વેર તૈયાર કર્યો.

સત્યમ શિવમ અને સુંદરમ એમ ૩ ટુકડીઓ રચાઇ અને પ્રવિણાબેન પાસે આવેલા પ્રથમ ૯  નામોને સ્ટેજ પર આવવા પ્રશાંત મુન્શાએ આમંત્રણ આપ્યું

સત્યમ ટુકડીનાં નીખિલ મહેતા, શૈલા મુન્શા અને મનોજ મહેતા

 

 

 

 

શિવમ ટુકડીનાં દેવિકા ધ્રુવ, રસેશ દલાલ અને રીટા કોઠારી

સુંદરમ ટુકડીનાં પ્રવિણા કડકીયા, હેમાબેન પટેલ અને રિધ્ધિ દેસાઇ

 

 

 

 

 

વિજયભાઇએ શબ્દસ્પર્ધાનાં નિયમો સમજાવ્યા અને તે મુજબ દરેક પ્રતિસ્પર્ધી એ દોર એકમાં દસ શબ્દોનાં અર્થ આપવાનાં હતા અને જે સાચો પડે તેને એક ગુણ મળે અને ખોટા અર્થનાં ગુણ ના મળે તેમ સમજાવ્યું. સુમનભાઇ અજમેરી જેઓ નિર્ણાયક બનવાનાં હતા તેઓ ન આવતા તે કામ કાંતિભાઇ શાહને સોંપાયું. નિર્ણાયક શ્રી કાંતિભાઇ શાહ વિજયભાઇ, પ્રશાંત મુન્શા અને વિશાલ મોણપરા સ્ટેજ સજાવતા

 

વિશાલ કોમ્પ્યુટર દ્વારા શબ્દ આપતો હતો જે વિજયભાઇ સ્પર્ધકોને આપતા હતા અને શ્રોતાઓ તેને પાછળ પડદા ઉપર જોતા હતા

 

૫ સેકંડ બાદ તેના અર્થો પણ પડદા પર આવતા હતા. જેમના અર્થો ખોટા પડતા હતા ત્યારે કોમ્પ્યુટર કાચ તુટતો હોય તેવો અવાજ પેદા કરતું હતું. પ્રથમ દોર ૧૫ મીનીટમાં પૂરો થયો. ઘણા શબ્દોનાં અર્થો અંગ્રેજીમાં તરત આવતા હતા જ્યારે કવચિત ખોટા અર્થ ઘટનો એ શ્રોતાઓને જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડી.

શબ્દ સ્પર્ધાની રોમાંચક ક્ષણોમાં સ્પર્ધકો

બીજા દોર શરુ કરતા પહેલા કાંતીલાલએ ત્રણે ટુકડીમાંથી ઓછા ગુણ ધરાવતા પ્રતિસ્પર્ધકોને જવાનું હતુ. તે ત્રણ પ્રતિસ્પર્ધકોનાં નામ નિર્ણાયક શ્રી કાંતિભાઇ એ આપ્યા અને  તેમને રમતમાંથી દુર કર્યા. હવેના દોરમા દરેક સ્પર્ધકોને ૫ શબ્દો મળવાનાં હતા અને પુછાયેલ શબ્દોનાં બે અર્થ આપવાનાં હતા.વિજયભઇએ સ્પર્ધકોને ખાતરી આપી હતી કે પ્રથમ દોરના  એકેય શબ્દ ફરીથી નહીં પુછાય.

સાત મીનીટ ચાલેલ આ દોરમાં એક શબ્દનાં બીજા અર્થમાં તકલીફ પડતી હતી અને સમય પણ અગત્યનો હતો.

કાંતીલાલએ ફરીથી ત્રણેય ટુકડીમાંથી ઓછા ગુણ આવેલા નામો જાહેર કર્યા જેઓ સ્પર્ધામાંથી દુર થયા.

ત્રીજા દોરમાં ત્રણ પ્રતિસ્પર્ધક હતા અને તેઓ પ્રથમ, દ્વીતિય અને તૃતિય સ્થાન માટે સ્પર્ધા કરતા હતા. જો બે જણ નાં સરખા ગુણ આવે તો તે સમયે અપાયેલા શબ્દ ઉપર બે લીટીનું કાવ્ય કે મુક્તક રજુ કરવાની કડક શરત સ્પર્ધકોમાં ધ્રાસકો પાડી ગઇ અને શ્રોતાઓને ઉત્તેજના અપાવી ગઈ. દેવિકાબેન ધ્રુવ ત્રણે શબ્દોનાં જવાબ આપી પ્રથમ વિજેતા બન્યા જ્યારે શૈલા મુન્શા અને રિધ્ધિબેન દેસાઇ વચ્ચે નંબર બે અને ત્રણ સ્થાન માટે કાવ્ય સર્જન પ્રક્રિયા થઇ જેમાં શૈલાબેન દ્વીતિય અને રિધ્ધિબેન તૃતિય આવ્યા.

આ રમત ખૂબ રસપ્રદ બની રહી. સમયની મર્યાદાને લક્ષમા રાખી ખૂબ સુંદર તેનું આયોજન હતું .રમત રમનારને તથા જોનારને સરખો આનંદ પ્રાપ્ત થયો.  શબ્દાક્ષરી રમત ગુજરાતી ભાષાને રસપ્રદ બનાવવામાં સફળ  નિવડી.

 

 

 

 

 

 

 

 

 

 

આ સ્પર્ધા કોઈ પણ ઉંમરનાને ધ્યાનમા રાખી રમી શકાય તેવી સરળ છે. નાના અમેરિકામા જન્મેલા બાળકો પણ માણી શકે તેમજ ૬૦ વર્ષની ઉપરના આપણા વડીલો પણ તેની લહેજત માણે  તેવી સુંદર રીતે વિશાલે તેને કમપ્યુટર પર બનાવી છે. ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં માધ્યમથી મુકાયો અને સૌએ તેને માણ્યો તે બદલ વિશાલભાઇ, વિજયભાઇને તથા શબ્દ સ્પર્ધાનાં સ્પર્ધકોને સૌએ  બીરદાવ્યા.

છેલ્લે આભારદર્શન માટે રજુ થયેલ પાવર પોઇંટમાં ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રચલીત સુત્ર દર્શાવ્યુ.

એક વ્યક્તિનું આ કામ નથી..સમુહનું જુઓ આ શુભ પરિણામ..

વિશાલ મોણપરાએ તેમનો પ્રોગ્રામ જનહીતાર્થેwww.shabdaspardha.gujaraateesahityasarita.org ઉપર નિઃશુલ્ક મુક્યો છે.  અહીં ક્લીક કરવાથી આપને આ પ્રોગ્રામ મળી શકશે. ગુજરાતી ઉપરાંત વિશાલે અન્ય ૮ ભારતીય ભાષા માટે શબ્દ સ્પર્ધાનો પ્રોગ્રામ તૈયાર કરેલ છે

ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રથમ પ્રયોગ નાના ભુલકાઓ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર – હ્યુસ્ટન નાં સંતોએ કરેલો જે વિચારને વટવૃક્ષ બનાવવા ગુજરાતી સાહિત્ય સરિતા કટીબધ્ધ બની અને તે આજે સ્ટેજ ઉપર રજુ કરી એક નવી પ્રયોગાત્મક અને સરળ ગુજરાતી સાહિત્ય સંચાર,પ્રસાર અને સંવર્ધનનાં પ્રયાસોમાં આગેવાની લીધી. વિશાલભાઇ અને વિજયભાઇનાં કૌશલ્ય હેઠળ સૌ સભ્યોનો  શત શત અભાર અને આનંદ  હું  વિશિષ્ટ રીતે  વ્યક્ત કરીશ.

અહેવાલઃ પ્રવિણા કડકીયા.

 

નોંધઃ

આ આખો પ્રસંગ આપ નીચે આપેલી યુ ટ્યુબ ની લિંક ઉપર જોઇ શકશો

Gujarati Spelling Bee – 1

Gujarati Spelling Bee – 2

Gujarati Spelling Bee – 3

Gujarati Spelling Bee – 4

Gujarati Spelling Bee – 5.avi

આ પ્રકારની સહિયારી કવાયતો માં થતા ફાયદા સમજાવું તો નવે નવ જેટલા સભ્યોએ મહાત્મા ગાંધી નું જીવન ચરિત્ર વાંચ્યુ. સ્ટેજ ઉપર તેઓ દ્વારા થતી ભુલો અને ખોટા જવાબોએ મનોરંજન એમને અને સૌને પાડ્યુ અને સૌનાં આશ્ચર્ય વચ્ચે શ્રોતાઓ અને સ્પર્ધકોનું શબ્દ જ્ઞાન ૫૦૦ જેટલા શબ્દો જેટલુ વધ્યું. પ્રારંભીક સ્તરે જો આટલુ મનોરંજન હોય તો બૃહદ સ્તરે કેટલી શબ્દોની આરાધના વધી શકે તે વિચારવા યોગ્ય છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્પર્ધામાં ફક્ત ૫% જેટલા એટલે કે ૨૫ જેટલા જ શબ્દો (અક્ષર સંશોધનમાંથી) વપરાયા હતા

 

શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ

March 3rd, 2010 Posted in

 માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં પણ નક્કર કામ કરતા હ્યુસ્ટન જૈન સેન્ટર, પાઠ શાળાનાં ૫ વર્ષથી ૧૫ વર્ષનાં લગભગ ૧૭૫ કરતા વધુ બાળકો તેમની આવડત અને ઉંમર પ્રમાણે ૨૦૦ શબ્દો હિંદી અને ગુજરાતીમાં શીખ્યા. તેમના શિક્ષકો અને વાલીઓએ માતૃભાષા એક સંસ્કાર છે અને તેને જેમ ધર્મ શીખવાડવા મથીયે તેમ ભાષા શીખવાડી અને એક ગૌરવાન્વીત ઉદાહરણ સમગ્ર વિશ્વ સામે મુક્યુ.

હિન્દી વર્ગ ૨ શબ્દ સ્પર્ધા અંતિમ ચરણો માં

શબ્દ સ્પર્ધા ચિત્ર ઓળખો અને જવાબ માતભાષામાં આપો શબ્દ સ્પર્ધામાં સૌને આવકારતા મોનાબેન શાહ અને જજ સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહ તસ્વીર સૌજન્યઃ પરાગ શેઠ

પાઠશાળા કો ઓર્ડીનેટર ધનેશ શાહ અને મોના શાહ સાથે વાત થતી હતી તે સમયે ધનેશભાઇ શાહ બોલ્યા માતૃભાષા એ પણ એક જરૂરી સંસ્કાર છે અને જેમ આપણી ધાર્મિક માન્યતાઓને આગલી પેઢીને આપણે આપવા મથીયે છે તે પ્રમાણે માતૃભાષા સંવર્ધન માટે ગુજરાતી અને હિંદી ભાષાનાં શિક્ષકો શબ્દ સ્પર્ધા કરશે. ત્યારે વિજયભાઇ શાહ અને  વિશાલ મોણપરાની સાથે એક મીટીંગ ગોઠવી શબ્દ સ્પર્ધાને માટે જરૂરી માળખું શિક્ષકોને સમજાવ્યું અને હિંદીનાં ૩ વર્ગ અને ગુજરાતીનાં ૩ વર્ગ ની શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ થવા માંડી.

દરેક વર્ગના શિક્ષકો પોતાની રીતે ૨૦૦ જેટલા શબ્દો તૈયાર કરીને વિદ્યાર્થીઓને અને તે  વિદ્યાર્થીનાં વડીલોને આપ્યા.દરેક વર્ગ ઉંમર પ્રમાણે વિભાજીત હતો તેથી એક શબ્દ સમુહ અને એક પ્રકારનાં નિયમોને આધીન આ રમત નહોતી.

શબ્દ સ્પર્ધા ૨૮ ફેબ્રુઆરીને ૧૧.૦૦ કલાકે જૈન સેંટરનાં મુખ્ય કક્ષમાં થઇ. પાઠશાળા કો ઓર્ડીનેટર સુશ્રી મોના શાહે સૌ શ્રોતાગણને આવકાર્યા અને નિર્ણાયક સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહનો પરિચય આપ્યો. સૌ સ્પર્ધકો અને તેમના વાલીઓનો ઉત્સાહ અનેરો હતો.

ગુજરાતી વર્ગ ૧નાં શિક્ષકોએ( નીતા દેસાઇ અને અમીશા કાપડીયા) શબ્દ અને અક્ષર બે ટુકડીઓ અને ૮ સ્પર્ધકોને સ્ટેજ પર લાવ્યા હતા અને તેમના શબ્દ સમુહને અનુરુપ રંગીન ચિત્રો લાવ્યા હતા અને તે ચિત્રો જોઇને સ્પર્ધકોએ ગુજરાતીમાં જવાબ આપવાના હતા. બંને ટુકડી મજબુત હતી અને પુછાયેલ શબ્દોમાંથી પ્રથમ ૧૩ મીનીટ સુધી પરિણામ આવ્યું નહોતું..જે છેલ્લા શબ્દે આવી ગયું હતું સિદ્ધાર્થ દેસાઇની જહેમત જાવા પ્રોગ્રામીંગ નાં ચિત્રોમાં દેખાતી હતી, શબ્દ ટુકડી વિજેતા બને હતી અને તેના વિજેતાઓ હતા ધ્રુવ અજમેરા,અમી મોમાયા,મીરા શાહ, અને મીહીકા શાહ( ઉંમર વર્ષ ૫ થી ૮)

હિન્દી વર્ગ ૧નાં શિક્ષકો (સપના ઓસ્વાલ અને પ્રિયંકા શેઠ) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા અને દરેક સ્પર્ધક સ્વતંત્ર હતા.તેમણે અંગ્રેજી શબ્દો બતાવી હિન્દીમાં તેના જવાબ આપતા હતા અત્રે ખાસીયત એ હતી કે ચિત્રો હાથથી દોરેલા હતા અને પાવર પોઈંટમાં તે દર્શાવાતા હતા. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે અનુક્રમે મુશ્કાન શેઠ, રેવા જાજોદીયા અને વિરાજ શાહ આવ્યા હતા ( ઉંમર વર્ષ ૫થી ૮)

ગુજરાતી વર્ગ ૨નાં શિક્ષકો પ્રીતિ રાંભીયા અને વૈશાલી શાહ) દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દો આપી તેનો ગુજરાતી શબ્દ આપવાનો હતો પ્રથમ બે નંબર એક સરખા ગુણ આવતા ફરી પ્રશ્નો પુછાયા જેમા આખુ વાક્ય અંગ્રેજીમાં પુછાયુ અને સ્પર્ધકોએ તે વાક્યનું ગુજરાતી કહેવાનું હતું.આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે અનુક્રમે રીયા સોલંકી, અવની શાહ અને વંશીકા જોન્સા આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

હિન્દી વર્ગ ૨નાં શિક્ષકો (રીતુ જૈન અને નીરજા શાહ) માં દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દ અપાતા હતા અને તેનો હિન્દીમાં  ઉત્તર આપવાનો હતો. અહી વૈવિધ્ય એ હતું કે પ્રથમ દસ સેકંડમાં જવાબ ન આપી શકનારને તે શાબ્દ પારખવા સંકેત(Hint) અપાતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે અનુક્રમે રચિત જૈન, રિતિકા જૈન અને દિવ્યા શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

ગુજરાતી ૩ ના શિક્ષકો( ડીસ્પ્યુટા કોઠારી અને મનન મહેતા) ચાર સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા તેથી તેમને શબ્દોને સાચી જોડણી સાથે ઉચ્ચારવાનાં હતા અને શબ્દો ચીઠ્ઠી ઉપાડીને અપાતા હતા. બીજા દોરમાં શબ્દોની જોડણી પણ કહેવાની હતી અને શબ્દ પ્રયોગ પણ કરવાના હતા. આ શબ્દ પ્રયોગ ભુલકાઓ સરસ રીતે કરતા હતા જે સાચી ગુજરાતી  ભણાવાતી હોવાની પ્રતિતિ કરાવતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રીપાલ શાહ, વિવાન કોઠારી અને રીયા કાપડીયા આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬)

હિન્દી ૩નાં શિક્ષકો (સ્મીતા બોરા અને શૈલેશ જૈન) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા.   તેમને બે દોર હતા જેમા પ્રથમ દો્રમાં અંગ્રેજી શબ્દો અપાતા હતા જેમનો તેમણે હિન્દી શબ્દ આપવાનો હતો. બીજા દોરમાં હિન્દી વાક્ય અપાયા જે તેઓએ વાંચવાના હતા અને સરખા ગુણના અનુસંધાને જૈન સોસાયટીનાં પ્રમુખ આશિષ ભંડારીએ હિન્દીમાં પ્રશ્ન પુછ્યા હતા જેનો જવાબ હિન્દીમાં સ્પર્ધકો એ આપ્યો હતો. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રેયા ઉદય, યશ બોરા, અને સિધ્ધાર્થ શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬).

બે કલાક ચાલેલ આ સ્પર્ધામાં પાઠશાળનાં તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાજરીથી હોલ ભરચક હતો. દરેક ટીમના વિજેતાઓને તાળીઓનાં ગડગડાટ્થી વધાવાતા હતા અને કવચીત હાર પામેલા પ્રતિસ્પર્ધક્નું રુદન પણ જોવા મળ્યુ. જે એમ સુચવે છે તૈયારી પુરી કરવા છતા સ્ટેજ ઉપર અવાચક બની જતા તે સ્પર્ધા હારી. જૈન સેંટરમાં ભાષાનાં શિક્ષકોનો આ પ્રયોગ વિશે પોતાના પ્રતિભાવો મોના શાહે પુછતા શિક્ષકોએ જણાવ્યું કે આખા વર્ષમાં શિખવવાનાં શબ્દો વિદ્યાર્થી આ સ્પર્ધત્મક વાતાવરણ ને લીધે ફક્ત દોઢ મહીનામાં શીખી ગયા. એક વિદ્યાર્થીની તો માંદી હોવા છતા શબ્દ સ્પર્ધાનાં પ્રરંભિક દોરમાં તેના પિતાને મજબુર કરીને આવી અને હાજર રહી. વિદ્યાર્થી સાથે તેમના માતાપિતા પણ સારા એવા સ્પર્ધા માટે સક્રિય હતા. શિક્ષકોને પણ બહુ જ મઝા આવી અને આવી સ્પર્ધા દરેક વર્ષે ગોઠવાય તેવી અપેક્ષા જાહેર કરી.શ્રોતાગણમાં પણ સંયમ બહુજ આવકારનીય હતો અને ક્યાંક કચવાટ પણ હતો કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ના થયો હોત તો સારુ. એકંદરે સૌની માતૃભાષા પ્રત્યેની ભક્તિ અનન્ય રીતે દેખાતી હતી. કેટલાક માતાપિતાને તેમના બાળકો સ્ટેજ ઉપર ન આવી શક્યાનો અને આવતે વર્ષે વધુ મહેનત કરી તેમા સક્રિય થવાનો થનગનાટ દેખાતો હતો.

પ્રોગ્રમ ની યુ ટ્યુબ લીંક

http://www.youtube.com/user/munnabhaiwkr

ગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.

January 13th, 2010

 

 

 

 

 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ

– વિશાલ મોણપરા

December 2nd, 2009

અત્યાર સુધી આપે ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે વિજયભાઇ પાસેથી ઘણું જ માર્ગદર્શન મેળવ્યું. આ માર્ગદર્શન હેઠળ આપને જો આપના શહેરમાં કે આપના વિસ્તારમાં જો ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવી હોય તો આપના માટે ગુજરાતી શબ્દ મેળવવા માટે એક નાનકડો પ્રોગ્રામ અહીં ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ MS Access માં છે. તેમાં મુખ્યત્વે બે પ્રકારના શબ્દો છે. ૧. રોજબરોજ વપરાતાં સાદા શબ્દો ૨. કઠિન શબ્દો. લગભગ ૭૫,૦૦૦ શબ્દોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કરશો કે તેમાં એક નાનકડું ફોર્મ આવશે તેમાં આપને કેટલાં સહેલાં અને કેટલાં અઘરાં શબ્દો જોઇએ છીએ તે આંકડા લખો અને ત્યાર બાદ “Show List”  બટન દબાવશો એટલે આપે પસંદ કરેલાં શબ્દો તેમના વિભાગ માંથી પસંદ થઇને આવશે. જો આપ ફરી આ બટન દબાવશો તો નવા શબ્દો પસંદ થઇને આવશે. તેથી જો આપ શબ્દ સ્પર્ધા યોજવા ઇચ્છતા હો તો દરેક વ્યક્તિને અલગ શબ્દો મળી શકે છે. ઉપરાંત સ્પર્ધકની ઉંમર પ્રમાણે આપ સહેલા/અઘરાં શબ્દો વધારે/ઓછા પ્રમાણમાં આપી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. જો આપને કંઇ પ્રશ્ન હોય તો વિશાલ મોણપરા નો સંપર્ક કરવા વિનંતી.

આ ઉપરાંત, બીજો એક પ્રોગ્રામ પણ તૈયાર કરેલ છે કે જેમાં તમે તમને ગમતાં શબ્દો મુકીને આપની રીતે જ ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

 

 

 

 

 

 

 

શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય

December 1st, 2009 Posted in

શબ્દ અંતાક્ષરી એ warm up exercise છે અને તેના દ્વારા elimination of participant પણ થાય છે.

વૃંદમાં બધાને એક સાથે બેસાડીને નંબર સાથે કાગળ આપવાના અને દરેક જે શબ્દ બોલે તે શબ્દ લખવાનો. આ રમત ધારોકે 20 જણા હાજર છે તો તે દરેકને કુલ્લે વીસ શબ્દ બોલવાના છે અને તે અંતાક્ષરીની પધ્ધતી થી…એટલે કે પ્રવક્તા એક શેર કહે તેનો   છેલ્લો અક્ષર ધારો કે હ આવ્યો તો તે કહે હાસ્ય અને તેના કાગળ ઉપર લખે હાસ્ય તેની પછીના પ્રતિસ્પર્ધકે ય ઉપર શબ્દ કહેવાનો એટલે કે યશસ્વી અને તે કાગળ ઉપર લખે હવે પછીના સ્પર્ધકને વ આવ્યો તે બોલે વાયરો આ આવર્તન 20 શબ્દો સુધી ચાલે એટલે કે 400 શબ્દો બોલાય.( સ્પર્ધાને કઠીન બનાવવી હોય તો યશસ્વીમાં છેલ્લો શબ્દ વી છે તો નવો શબ્દ વી ઉપરથી લઇ શકાય)

હવે દરેકનાં પેપર લઇ પરીક્ષક તેમના શબ્દોનાં સરવાળા કરી જે પ્રથમ 8 વિજેતા હોય તેને શબ્દ સ્પર્ધામાં આગળ લઇ જાય. ( ગુણ ગણવાનુ કાર્ય કોમ્પ્યુટર કરે તેવો પ્રોગ્રામ વિકસાવાઈ રહ્યો છે)

હવે આ શબ્દો ના ગુણ કેવી રીતે નક્કી કરવા તે તે વૃંદનાં નેતા ઉપર આધારિત છે તે એક અક્ષરનાં શબ્દ નો એક ગુણ પણ આપી શકે. તેજ પ્રકારે તદ્દન નવો શબ્દનો ઉપયોગ થાય અને પ્રવક્તા તેને દસ ગુણ આપી શકે. અને ગુજરાતી સિવાયની અન્ય ભાષાનો શબ્દ બોલાય તો પરીક્ષક તેના ગુણ શૂન્ય કે નકારાત્મક કરી શકે છે.             પહેલા દસ શબ્દ તો સળંગ જશે પણ જેમ તે આગળ ચાલશે તેમ તે કઠીન થતી જશે. વધુ કઠીન બનાવવી હોય તો શબ્દ સાથે અર્થ પણ દાખલ કરી શકાય.             એક અક્ષર જે શબ્દ તરીકે રજુ થાય તેના દસ માર્ક             બે અક્ષરના બે  ત્રણ ના ત્રણ તે રીતે મહત્તમ 10 અક્ષરના શબ્દ સુધી જઇ શકાય             દરેક સ્પર્ધક એકાક્ષરી શબ્દ અને લાંબા શબ્દો યાદ રાખવા મથશે..અહીં કસોટી એ છે કે જ્યારે વારો આવ્યો ત્યારે તે અક્ષર નો            શબ્દ યાદ આવે તે જીતે.

શબ્દ સ્પર્ધા :   વિજેતા 8 સ્પર્ધકોમાંથી બે ટુકડી થશે                         અને તેમને દસ શબ્દો કોમ્પ્યુટર દ્વારા પુછવામાં આવશે જે શબ્દનો અર્થ કહેવાનો છે             ( અઘરી સ્પર્ધા બનાવવા અહીં  સાચો ઉચ્ચાર ઉમેરી શકાય અથવા શબ્દ પ્રયોગ માંગી શકાય. એક શબ્દ નાં અહીં પાંચ ગુણ આપી શકાય 3 સાચા અર્થના 2 સાચા ઉચ્ચારના. ) આ સ્પર્ધામાં 20% અઘરા શબ્દો હશે. વિશાલ આ 8 પ્રશ્ન પત્રો કોમ્પ્યુટર દ્વારા પુછશે કે જેથી વેરો આંતરો કે તેવી કોઇ ફરિયાદ ન આવે. જે ટુકડી વિજેતા બની તેની ફરીથી બે ટીમ બનશે ( ઉદાહરણ )

શબ્દ સ્પર્ધા અંતિમ તબક્કામાં

હવે સ્ટેજ ઉપર ચાર સ્પર્ધકો છે  અને તેમને ફરી થી દસ શબ્દો પુછાશે. જેમા 40% અઘરા શબ્દો હશે અત્રે શબ્દનો અર્થ ઉચ્ચાર કે જોડણી અને શબ્દ પ્રયોગ હશે.દરેક શબ્દનાં દસ ગુણ હશે સાચા અર્થનાં 3 સાચી જોડણીનાં 3 અને શબ્દ પ્રયોગનાં 4.

વિજેતા ટુકડી હવે શબ્દ નિષ્ણાત થવા એક મેકને શબ્દ પુછશે અને પ્રતિસ્પર્ધકે શબ્દ ના અર્થ ઉચ્ચાર અને શબ્દ પ્રયોગ બતાવવાના છે. ( આયોજક ધારે તો કમ્પ્યુટરની મદદ લૈ શકે અને ન ચાહે તો પ્રતિસ્પર્ધકોને કસોટીની એરણ પર ઉતરવાનો અધિકાર આપે.) લઘુતમ દસ શબ્દ અને મહત્તમ જ્યાં સુધી વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી આ ચાલી શકે.

ભગવદ ગો મંડળ  કોઇ પણ વિવાદના પ્રસંગે જોઇ શકાય અને સ્પર્ધાનાં સંચાલકનો નિર્ણય હંમેશા અંતિમ ગણાશે.

 

 

કાન માત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ

July 30th, 2009 Posted in  શબ્દ સ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતૃભાષાને મજબુત કરી શકાય છે

શબ્દ           અર્થ

કરસન ભગવાન નું નામ
નટખટ તોફાની છોકરો
દસરથ રાજા રામના પિતાજી
કરવત સુથારનું લાકડુ કાપવાનુ સાધન્
મલમલ મુલાયમ જાતનું કપડુ
બચપણ જીવનનો પહેલો તબક્કો
ગળપણ મીઠો સ્વાદ
અકબર મોગલ બાદશાહ
કરજણ એક ગામનું નામ
ટમટમ ફરસાણનું નામ
પરવળ શાકનું નામ્
દફતર બાળક જે શાળામાં લઈને જાય
નટવર ભગવાન નું નામ
ઘડપણ પાછલી અવસ્થા
ડમડમ કલકત્તા નુ એરપોર્ટ
બખતર સુરક્ષા કવચ
શરબત મીઠું પીણું
કળતર વેદના, પીડા
ઝરમર ધીમો વરસતો વરસાદ
મગદળ કસરતનું એક સાધન્
સરકસ બાળકોનાં મનોરંજન નાં ખેલો
ચણતર બાંધકામ નો પાયો
જડતર દાગીનામાં જડાતી વસ્તુ
વણકર કાપડ વણતી જાતી
અજગર સાપનો પ્રકાર
પડતર બીન ઉપજાઉ જમીન
મબલખ સારી ઉપજ
શતદલ સો નો સમુહ
ચળવળ નિર્ધારીત ધ્યેય સાથે ચાલતી ગતિવિધી
મરકટ વાનર
કલરવ પક્ષીઓનાં અવાજો
ભણતર ભણવું તે
રડમસ રોતલ ચહેરો
કસરત કવાયત

શબ્દાક્ષરી -આમ પણ રમાય…વિજય શાહ્

July 21st, 2009 Posted in

 

મારા મનમાં શબ્દ રમત રીતે રમાય..(પ્રયોગાત્મક સુચનો આવકાર્ય છે.) એકાક્ષરી શબ્દ નાં ૧૦ ગુણ બેઅક્ષરી શબ્દનાં ગુણ ત્રીઅક્ષરી શબ્દના ગુણ ચાર અક્ષરી શબ્દનાં ગુણ એજ પ્રકારે જેટલા અક્ષરનો શબ્દ તેટલા ગુણ મહત્તમ ગુણ શબ્દ આપ્યા પછી અર્થ ના આવડે તો એક ગુણ કપાય અને જે સાચો અર્થ કહે તેને તે ગુણ મળે સ્પર્ધકો, બે ટુકડી એક ગણક નિષ્ણાત અને એક નિર્ણાયકસમય ૧૫ મીનીટ કે મહત્તમ ૨૦૦ શબ્દો


ઉદાહરણ તરીકે બે ટુકડીઓમાં સ્પર્ધકો છે

શબ્દ ટુકડી ગુણ વિશેશતા શબ્દ ટુકડી ગુણ
હું ૧૦ હાસ્ય
યશસ્વી વિતરાગ
ગા ૧૦ ગર્ભશ્રીમંત
તસ્વીરકાર રમતીયાળ
 લબ્ધીવાન (ળ નો લ થાય તેથી ) નરોત્તમપ્રસાદ્
દિ’ ૧૦ દાનવીર
રા’ ૧૦ રે! ૧૦
રોતલ્ લખોટીઓ
૧૦ ૧૦
અપારદર્શક્ નવો શબ્દ કુઢંતર
રો ૧૦ રોકકકળ
લહીયો યતીન
ના ૧૦ નાજુકડી
ડગલું લાક્ષાગૃહ
હા ૧૦ હૂંડીયામણ
નયનસુખ્ ખારેકપાક
કનક્ કાં? ૧૦
કેવળ લતિકા
કહ્યાગરો રજકો
કાળોતરો  અરબી શબ્દ્ રૂમાલ્
લાજવંતી નવો શબ્દ તૈલાભ્યંગ
ગંધાર રસિક
કલમકાર રસેશ
શરદ દીનેશ
શશીવદન નૃસિંહ
હળવદ દે ૧૦
દા ૧૦ નવો શબ્દ્ દુર્વિનિયોગ
૧૦ નવો શબ્દ ગરભોળું

જીતતી અને હારતી બંને ટુકડીમાં થી સૌથી વધુ અજાણ્યા શબ્દો આપતા સ્પર્ધક્નું બહુમાન.


 

        અત્રે સ્પર્ધક ટુકડી જીતતી દેખાય છે પણ સ્પર્ધક ટુકડી નવા શબ્દો વધુ વાપરે છે. અરબી શબ્દ રૂમાલનો શબ્દ તેમને ગુણ અપાવી ગયો

શબ્દ સ્પર્ધા

બે સ્પર્ધકો કે જે સૌથી અજાણ્યા શબ્દો કહી વિજેતા બન્યા છે તેમને બે સહયોગી લઈને સ્પર્ધl માં જવાનું છે જેમાં શબ્દ પુછવામાં આવશે તેનો અર્થ અને શબ્દપ્રયોગ કરવાનો છે. દરેકને ૨૦ શબ્દ પુછાશે અર્થ જેમણે આપ્યો હોય તેના સાથીદારે શબ્દપ્રયોગ કરવાનો છે.

અંતિમ તબક્કો

  વિજેતા બે સ્પર્ધકો એક બીજાને એક શબ્દ આપે અને પ્રતિસ્પર્ધકે એક થી વધુ અર્થ આપવાનાજે અર્થો વધુ આપે તે વિજેતા થઈ શબ્દ નિષ્ણાત જાહેર થાય

તમને સ્પર્ધામાં ભાગ લેવો છે?

વધુ વિગતો જોઇએ છે?

www.bhagavadgomandalonline.com

www.bhagavadgomandal.com

 

 

 

 

 

અમેરિકામાં થતા શબ્દ સ્પર્ધાનાં આયોજનો

ગુજરાતી સમાજ અને અન્ય ગુજરાતી સંગઠનો ઘણી પ્રવૃત્તિ કરતા હોય છે. તે માટે તેમને અભિનંદન !

ગુજરાતી શબ્દ સ્પર્ધા હું અંગત રીતે એવું માનું છું કે ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાનો એક એવો પ્રયત્ન છે કે જેમા આખો સમાજ સક્રિય થઇ શકે.   હવે સમજીયે નાણાકીય માળખું.

સ્થાનિક સ્પર્ધાની આવક

૧૨ લઘુતમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરૂર પડે તો અનુદાન વ્યવસ્થા

સ્થાનિક સ્પર્ધાનો ખર્ચ

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો.. ,   જાહેરાતનો ખર્ચો.. , અને જીતનાર પ્રતિસ્પર્ધકોને બહુમાન સર્ટીફીકેટ અને વિજેતાને રાજ્ય સ્તરે મોકલવાનો ખર્ચો

રાજ્ય સ્તરની સ્પર્ધાની આવક

૧૨ લઘુતમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરૂર પડે તો અનુદાન વ્યવસ્થા

રાજ્ય સ્તરની સ્પર્ધાનો ખર્ચ

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો.. જાહેરાતનો ખર્ચો.. અને જીતનાર પ્રતિસ્પર્ધકોને

બહુમાન સર્ટીફીકેટ અને વિજેતા એ રાષ્ટ્રીય સ્તરે મોકલવાનો ખર્ચો

રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાની આવક

૧૨ લઘુતમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરૂર પડે તો અનુદાન વ્યવસ્થા

રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો ખર્ચ

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો..   જાહેરાતનો ખર્ચો..

અને જીતનાર પ્રતિસ્પર્ધકોને બહુમાન સર્ટીફીકેટ અને ટ્રોફી.

જે સંસ્થા શબ્દ સ્પર્ધાનું આયોજન કરવા માંગે છે  તેમણે તેમના સમાજ માંથી એક પ્રતિનિધિનો ઇ મેલ (પ્રમુખની કે સેક્રેટરી ની અનુમતીથી) મને આપવાનો છે કે જેમની સાથે નીતિ નિયમો અને સ્પર્ધાનાં બે દિવસ પહેલા સ્પર્ધાનાં શબ્દો સહિત સ્પર્ધાને જરૂરી માહિતી આપી શકાય. પ્રથમ સ્પર્ધા નું સ્થળ અને સમય અત્રે જાહેર કરીશું અને તેનો વીડિયો પણ મૂકવા પ્રયત્ન કરીશું. ઉત્તમ ગજ્જર ગઈ કાલે ફોન ઉપર ઘણા જ ઉત્સાહીત હતા અને તેમણે કરેલ સુચનો બદલ આભાર. હાલ આ સ્પર્ધા સ્તર મર્યાદિત છે પરંતુ બ્લોગર મિત્રો માટે આ કામ તેમના કાર્ય ક્ષેત્રનાં ગુજરાતી સમાજ કે સંગઠનમાં કરવું સરળ છે.

જેમ ગુજરાત દર્પણ નાં કલ્પેશભાઈને આ કાર્ય સુયોગ્ય લાગ્યું અને પોતાનો સહકાર ફરતો શિલ્ડ જાહેર કરીને કર્યો તેમ આપને પણ જો તમારા સમાજમાં કે આ પ્રયોગમાં તમારું યોગદાન નોંધાવી શકો છો. જે સહયોગી ૭૨૦ અજાણ્યા પરંતુ અર્થ સભર શબ્દો તૈયાર કરવા માંગે છે તેમની મહેનત ને સુયોગ્ય રીતે અનુમોદીત કરીશું

આ સ્પર્ધા વીડિયો કોન્ફરન્સથી જુદા જુદા સ્થળોએ જીવંત પ્રસાર કરવાનો પ્રયત્ન થશે.

મિત્રોને વિનંતિ કે www.bhagavadgomandalonline.com મુલાકાત લઈ લઘુતમ ૭૨૦ શબ્દોનું અર્થ અને તેના વાક્યનાં ઉપયોગ સાથે પોસ્ટ તૈયાર કરે.

એકાક્ષર શબ્દ તરીકે સમગ્ર બારાખડી માંથી તૈયાર કરીને મુકેલ છે જેમાં વધુ એકાક્ષરો આવકારનીય છે.( શબ્દ સ્પર્ધા -૨)

બહુ અક્ષર શબ્દ તરીકે હાલ હું આ કાર્ય કરી રહ્યો છું ( લઘુતમ ૩ અક્ષર નાં અજાણ્યા અને  સંપૂર્ણ )

ઉદાહરણ તરીકે

          શબ્દ                       અર્થ                        શબ્દ પ્રયોગ

પીયૂષ                             અમૃત                           સંત હંમેશા ભક્તિ કરો તેવી પ્રેરણાનાં પીયૂષ પાતા હોય છે.

જ્ઞવાર                             બુધવાર                          અઠવાડિયા મધ્યે જ્ઞવાર આવે ને લાવે પ્રકાશિત સવાર..

ઊઋણ                           દેવા મુક્ત                        અરૂણે તેની  દિકરી કીશોરીનૂં કન્યા દાન કરી ઊઋણ થયો

ઢચર                              આડંબર                          જુઠ્ઠા લોકોનાં ઢોંગ અને ઢચર ઘણાં

ખગન                            તલવાર                           રાજાનું મૃત્યુ થયેલ જાણી સૈન્યે ખગન તેમના માનમાં નમાવી

આપણી ગુજરાતી કેટલી સમૃદ્ધ છે તે અહેસાસ ભગવદ્ગોમંડળનાં ઓન લાઇન રૂપાંતરણ જોવાથી  આવી રહ્યો છે.  આવો માણીયે આપણી ભાષાની સમૃદ્ધીનો…