નિરાલી ભગત

નિરાલી ભગત (૧)મિત્રથી વધારે કંઈ નથી –કિરીટ ભક્તા

Posted on સપ્ટેમ્બર 28, 2019 by pravina

સહીયારી નવલકથા નિરાલી ભગત, મુખ્ય લેખક કીરિટ ભક્તા

પ્રકરણ ૧

ફીરોઝ્પુર એક્ષ્પ્રેસ અંકલેશ્વર થી છુટી રહ્યો હતો મિત્રોનાં ટોળામાં ઘણા બાય કહેવા આવ્યા હતા પ્રતાપ આમેય મિત્રોનો વિયોગમાં વિખુટો પડી રહ્યો હતો બાય કહેતા પ્રતાપ જોઇ રહ્યો નિરાલી ની આંખ માં આંસુ હતા..એને સમજાયુ નહીં પણ એની ય આંખ ભીની થઈ,. ન કદી એકરાર ન કોઇ પ્રેમનો અહેસાસ માત્ર ક્યારેક હાસ્ય અને ત્રણ વર્ષ  ગૄપની સહાધ્યાયી  હતી નિરાલી. પણ તેનાં આંસુ જોઇ ને પહેલી વખત પ્રતાપ જિંદગીમાં કશું ક ખોયાનો અનુભવ કરી બેઠો.૨૦ સહાધ્યાયીઓ  તેને ગોધરા વળાવવા આવ્યા હતા. મસ્તી મઝાક્નાં વાતાવરણમાં ટ્રૈન અંકલેશ્વરથી નીકળી ચુકી હતી..

વડોદરા આવ્યું છતા ચચરાટ ન શમ્યો ત્યારે પ્રતાપ હવે ધીરે ધીરે સમજી રહ્યો હતો નિરાલી તેને ચાહતી હતી અને તે બુધ્ધુ રામ તે સમજવામાં કાચો પડ્યો હતો. આમેય ૧૪ -૧૫ વર્ષની ઉંમરે સમજ તો આવી ગઈ હોય પણ શરમ અને સંકોચ નો ગઢ તોડતા સમય જતો રહેતો હોય.

ગોધરા બરોબર બે નાં ટકોરે પહોંચી ગયો. કોલેજમાં ફોર્મ ભરવાનું હતું અંકલેશ્વરની રેણુકા પટેલ અને તેની નાની ્બહેન મીના ગોધરા સ્ટેશને આવ્યા હતા.”રેણુકા મારે તો કશુંક ખાવુ પડશે” પ્રતાપે પેટ ઉપર હાથ ફેરવ્યો, મીનાએ હસ્તા હસતા કહ્યું ચાલો પ્રતાપભાઇ નવરંગ નો આઇસ્ક્રીમ ખાવો છે કે ઝુંપડીના સમોસા? હવે મેસ તો બંધ થઈ ગઇ હશે.

“પ્રતાપ અહીંયા ઝુપડીના સમોસા સારા મળે છે.તારીબેગ રુમ પર ના મુકવી હોય તો પહેલા ખાવાનું ખાઈએ” રેણુકા એ ઠરેલ અવાજમાં કહ્યું

નેકી અને પુછ પુછ પહેલા પેટ પુજા પછી કોલેજમાં જઈને એડમીશન લઈએ

વખાણ કરેલા તેના કરતા પણ તીખા અને લસણ થી તમતમાટ સમોસા ખાતા ખાતા પ્રતાપની આંખ માં પાણી આવી ગયા. મીના તરત બોલી “માનો કા ના માનો પણ આવું તમતમતું ખાવા તમે ટેવાયેલા નથી પ્રતાપ ભાઇ”

“હા ખરું પણ મરચુ જોરદાર છે.અને હું ઉંમરમાં તમારા જેટલોજ હોઈશ એટલે ભાઈનું છોગુ લગાડી દુર ના રાખશો ” રેણુંકા કહે” પ્રતાપ કહીશ તો ચાલશે”

“પણ જો ને આવ્યા છે ત્યારથી તેમના મોં ઉપર મણ નો ભાર છે એટલે ભાઇનું છોગુ લગાડ્યું”

“હવે ચાલ મારું એડમીશનનું ફોર્મ ભરી દઇએ”

ઝુપડીથી કોલેજ ચાલતા દસ જ મીનીટ થઈ. ફોર્મ ભરાઇ ગયું અને લેબ ઉપર આંટો મારી આવ્યા.રેણુકા માઈક્રોમાં જ ભણતી હતી એટલે ડેમોસ્ટ્રેટર દરજી સાહેબે તેને બોલાવી

” આ પ્રતાપ દેસાઇ અંકલેશ્વરથી ભણવા આવ્યો છે” રેણુકાએ ઓળ્ખાણ કરાવી

“નમસ્તે સાહેબ”વિનયથી હાથ જોડતા પ્રતાપે કહયું

“અને આ મારી બહેન મીના પ્રી સાયંસમાં છે”.

મીનાએ પણ હાથ જોડીને અભિવાદન કર્યુ.

“કોલેજ્ની સામે શ્રધ્ધેય કોલોનીમાં તેની રૂમ રાખી છે,હવે ત્યાં જઈશું.” રેણુકાએ જરુર નહોંતી પણ કહ્યું.

” પ્રતાપ કોલેજ્માં ભણવા આવવા માટે વેલ્કમ. પણ અમારો વિષય અતિગંભિર છે અને અહીં કોલેજ ભણતર નો કડપ સ્કુલ કરતા પણ વધુ છે.”

“ભણનાર છોકરાને કડપની ધાક ન હોય”

“પ્રતાપ ઑલ રાઉંડર છે તેને જ્યાં નાખો ત્યાં ,આગને પણ બાગમાં ફેરવે તેવો છે તેથી તમને લાગે છે કે તે ડરી જશે પણ ના તે તો યુનિવર્સિટી રેંકર છે.”

“દરજી સાહેબ તમે તક આપી છે તો હું પણ ખીલી બતાવીશ.” મીનાને તેનો આત્મ વિશ્વાસ ગમ્યો.

“માઇક્રોબાયોલોજી અંગ્રેજી મીડીયમ છે તેથી શરુઆતમાં તકલીફ પડશે પણ પાછળથી ફાવટ આવી જશે” દરજી સાહેબે સધિયારો આપ્યો એટલે પ્રતાપ કહે ” હું અંગ્રેજી મીડીયમમાં જ ભણ્યો છુ, અને મને તો અંગ્રેજી માં સારી ફાવટ છે.

“સરસ” કહી તેઓ તેમના કામે વળગ્યા

કોલેજ ની સામેજ શ્રધ્ધેય સોસાયટી હતી. સામાન મુકી ચાવી આપી રેણુકા અને મીના લેડીઝ હોસ્ટેલ ગયા.

પ્રતાપ તેનો સામાન કાઢીને ગોઠવતો હતો.તેને રેણુકા અને મીના બંનેનો સાથ ગમ્યો. મિત્રભાવે બંને મદદ કરતા હતા અને ધ્યાન રાખતા હતા કે તેમનો મિત્ર નવા વાતાવરણ માં મુંઝવાય કે એકલો ના પડી જાય.

*****

નિરાલી સાથે વિતાવેલી ક્ષણો પ્રતાપ યાદ કરતો હતો. તેને નિરાલીને તે કેમ રડી તે જાણવું હતું

સાંજે સાત વાગ્યે દહેરાદુન એક્ષ્પ્રેસમાં તે તો અંકલેશ્વર જવા ગોઠવાઇ ગયો

રેણુકા અને મીના સાંજનું ખાવાનું મેસ માંથી લાવ્યા હતા ત્યારે તાળાપર લટકાવેલી ચીઠ્ઠિ બોલતી હતી હું અંકલેશ્વર જાઉં છુ અને વહેલી સવારે આવી જઈશ.ચિંતા ના કરતી.

નિરાલી ભગત (૨) દોસ્ત તુ દિલાવર છે- વિજય શાહ

Posted on સપ્ટેમ્બર 30, 2019 by pravina

્દહેરાદૂન એક્ષ્પ્રેસ તો રાત્રે દસ વાગે અંકલેશ્વર પહોંચ્યો..પ્રતાપ પોતાની જાત ઉપર હસતો હતો આ સમયે નિરાલી ને મળવા ના જવાય. મિત્ર હોય તો પણ છોકરીઓ તો દસ પહેલા ઘરે પહોંચી જાય. આ વિચાર ગોધરા ટ્રેનમાં બેસતા પહેલા તેને કેમ ન આવ્યો?.

શું વિચારીને ટ્રેન પકડી હતી? નિરાલી સાથે ગમે ત્યારે અને ગમે ત્યાં વાત કરી શકીશ જેમ નીલેશ સાથે વાત કરી શકે તેમ? પ્રતાપ તે સ્ત્રી મિત્ર છે તેને વિવિધ મર્યાદા છે જેની તું કલ્પના સુધ્ધા નથી કરી શકતો.

મનો મન પોતાના નાદાન કદમને વખોડતો પ્ર્તાપ નીલેશ ને ત્યાં પહોંચ્યો, નીલેશ તો પ્રતાપને જોઇ ને ચોંકી ગયો ” અલ્યા પ્રતાપ હજી હમણા તો તને વળાવીને આવ્યા અને તું પાછો અહીં આટલી રાત્રે?”

“મને એક ગુંચવણ થઇ તેથી નિરાલીને મળવા આવ્યો છું”

“નિરાલી તો આજે સાંજે જ ભરુચ ગઈ છે અને એની માસીને હોસ્પીટલ્માં રાખી છે તેથી તે ત્યાં રહેવાની છે.”

પણ મને તો કહે શું ગુંચવણ હતી?

 મને સમજ ન પડી કે વીસે વીસનાં ટોળામાં નિરાલી જ કેમ રડી?

“એનો જવાબ તો એજ આપી શકે”નીલેશે નરો વા કુંજરો વા જેવો જવાબ આપ્યો.

એક ચીઠ્ઠીમાં તેણે તેનું સરનામુ લખ્યુ અને નીલેશને આપ્યુ અને તાકિદ કરી કે નિરાલી ને કહેજે મને પત્ર લખે

સાંજનું વાળુ કરી વળતી ટ્રેને તે ગોધરા જવા નીકળી ગયો. નીલેશ પ્રતાપ આ દોડ ધામ ના સમજ્યો પણ સવાર થી કોલેજ ચાલુ થઈ જશે કહીને પ્રતાપ ડેલે હાથ દઇને પાછો ગયો.

રાત્રે બે વાગ્યે એ ગોધરા પહોંચ્યો ત્યારે ભાખરી શાક અને દુધ ટેબલ ઉપર પડ્યા હતા અને રેણુકાની ચીઠ્ઠી હતી સવારે ૮ વાગ્યે લેક્ચર છે,ચાર કલાકની ઉંઘ કાઢી વહેલી સવારે દુધ પી ને સાડા સાતે કોલેજ પહોંચી ગયો.ત્યારે રેણુકાએ હસતા હસતા પુછ્યુ રાત્રે ક્યાં ગયા હતા? સાંજનું ખાવાનુ લઈને અમે આવ્યા હતા. મીના જીવ બાળતી હતી…

દરજી સાહેબ માઇક્રો ઓરગેનીઝમની વ્યાખ્યા સમજાવતા હતા… નરી આંખે ન દેખાય જેને જોવા માટે માઇક્રોસ્કોપ વાપરવું પડે તેવા સુક્ષ્મ જીવોનું વિજ્ઞાન એટલે માઇક્રો બાયોલોજી.દરજી સાહેબ એક વાક્ય અંગ્રેજી માં બોલતા હતા અને તેનું ગુજરાતીમાં અનુવાદ કરતા હતા.પ્રતાપને તો સમજ પડતી હતી એટલે તેના મતે અનુવાદ સમયની બરબાદી હતી વળી ઉંઘ પુરી થયેલી નહોંતી એટલે તેની આંખ મીંચાઇ જતી હતી.

દરજી સાહેબનું લેક્ચર વધુ ઝીણવટ પકડતું હતું આ જીવાણૂં બે પ્રકારમાં વિભાજીત થતા હતા ગ્રામ પોઝીટીવ અને ગ્રામ નેગેટીવ. ઇઓસીન રંજક થી રંગાતા જીવાણુઓ ઝીણા અને રાતા દેખાય છે જયારે આયોડીન રંજકથી રંગાતા જામલી રંગનાં ગ્રામ પોઝીટીવ જીવાણુ કહેવાય છે.ગ્રામ નેગેટીવ જીવાણુ મોટેભાગે પરોપ્જીવી હોય જ્યારે ગ્રામ પોઝીટીવ જીવાણૂ સ્વોપજીવી હોય

પ્રતાપને બરાબર તે સમયે ઝોકુ આવી ગયુ અને દરજી સાહેબે તેને ઉંઘતો ઝડપી પાડ્યો.

પ્રતાપ દેસાઇ ઊંઘતા ઝડપાયા છો તો તેની સજા મળશે આવતા શનીવારે યીસ્ટ અને તેના ઉપયોગો વિશે આખા વર્ગમાં લેક્ચર આપજો.

બધા મિત્રોને લાગ્યું સ્કુલ જેવી સજા કરી પણ પ્રતાપ તો તૈયાર હતો.કારણ કે અંગ્રેજી માં તે ફાંકડું બોલી જાણતો હતો.

ત્રણેક દિવસ પછી નિરાલીનો પત્ર આવ્યો..બહુજ શુષ્ક અને લુખો સુકો.

પ્રતાપ

નીલેશે મને તારુ સરનામુ આપ્યું અને તારી મુંઝવણ પણ કહી..તને નવાઇ લાગે છે ને કે મારી આંખો કેમ ભરાઈ આવી? તારી જીવંતતા અને મર્માળી મઝાકો હવે માણવા નહીં મળે તે વિચારે મારી આંખો ભરાઇ આવી હતી.. દોસ્ત તુ દિલાવર છે પણ તેના થી વધુ કંઈ જ નહીં.સારી જગ્યાએ ભણવા ગયો છે તો દિલથી ભણજે. મને પ્રત્યુત્તરની આશા નથી. કોઇ ગેર સમજ ન કરીશ.

હવે આવે ત્યારે પહેલેથી જણાવજે. આમ આવીને જતો ના રહીશ..

તે સાંજે તેને ઉદાસ થયેલો જોઇ મીના બોલી “કેમ પ્રતાપ! તમારી તબિયત બગડી છે કે શું?.”

“નારે ના એવુંતો કંઈ નથી”

રેણુકા કહે “માનો કે ના માનો પણ સાંજ પડે છે ને તું બદલાઇ જાય છે. અંકલેશ્વરમાં તો તું વાગતો ઘંટ હતો”

પ્રતાપે નિરાલીનો પત્ર કાઢીને રેણુકાને વાંચવા આપ્યો અને બોલ્યો છોકરીઓનો આ કેવો રોગ? મનમાં હા હોય અને મુંડી હલાવે ના એવું કંઈ નથી.

રેણુકા એ પત્ર વાંચ્યો અને બોલી “તો આમ વાત છે.સોલવા સાલ કા રોગ લગા હૈ.”.

મીનાએ પણ પત્ર વાંચ્યો અને બોલી “પ્રતાપ આ તો મગજ નો રોગ છે થોડા દિવસ તેના વિશેવિચારવાનું બંધ કરી દો એટલે તે વિકાર જતો રહેશે.”

“પણ એના વિચારો તો જેમ કૃષ્ણ ને રાધાનાં વિચારો આવતા તેમ મને સતત આવે છે.”પ્રતાપ બહું સહજતા અને કોમળતા થી બોલ્યો.

મીનાએ રેણુકા સામે જોયું અને ટકોર કરી “દર્દી ગંભીર છે”

રેણુકા પણ બોલી “અને દર્દ પણ ગંભીર છે કારણ કે તે એક તરફી છે”

રવિવારે એટલે તો નિરાલી ને મળવા ગયો હતો પણ તે ના મળી અને આજે એનો જવાબ મળ્યો.

_”મને તો તે ડરપોક અને બીકણ લાગે છે” મીનાએ ખોંખારો ખાઈને કહ્યું.

“આવા ડરપોક લોકો નાં ભાગ્ય ની ઈર્ષા આવે છે.” રેણુકા બોલી.. “પ્રતાપ આ પ્રેમને રાધા કૃષ્ણ નાં પ્રેમ જેવો દિવ્ય માને છે”

નિરાલી ભગત (૩) તું બીકણ છે, નિરાલી- નિરંજન મહેતા

Posted on ઓક્ટોબર 1, 2019 by pravina

મીના અને રેણુકાના ગયા પછી પણ પ્રતાપને ચેન ન હતું. એક તો નિરાલીનો શુષ્ક પત્ર અને છતાં મળવાનુ ના ભૂલતો એમ લખ્યું. એનો શો અર્થ? શું હું જે લાગણી તેને માટે ધરાવું છું તે તેને સમજાઈ હશે? કે પછી તેને પણ મારી જેમ લાગણી થતી હશે પણ વ્યક્ત કરતાં અચકાતી હશે? આ બધા પ્રશ્નોના જવાબ કેમ કરી મેળવવા? હું ગોધરામાં અને તે અંકલેશ્વરમાં. ફોન પર આવી સમસ્યાઓનું નિરાકરણ ન થાય અને રૂબરૂ મળવાના યોગ ક્યારે બને તે ઉપરવાળો જાણે.

મીનાએ કહ્યું કે નિરાલી ડરપોક અને બીકણ લાગે છે તો રેણુકાએ કહ્યું કે તે આ પ્રેમને રાધા-કૃષ્ણના પ્રેમ જેવો દિવ્ય માને છે. જો તેમ હોય તો જેમ રાધા-કૃષ્ણ એકબીજાથી અલગ જ રહ્યાં અને ફરી મળી ન શક્યા તે તરફ રેણુકાનો ઈશારો છે? એવું હોય તો હું મારા આ પ્રેમને તેમ ગણવા જરાય તૈયાર નથી. અરે મેં ક્યારેય મારા પ્રેમને અન્ય પ્રેમી જોડીઓ જોડે સરખાવી નથી કારણ અમે બંને તો સામાન્ય યુવાન યુવતી. અમારો એવો કોઈ દિવ્ય સંબંધ નથી. હું તો અન્ય સાધારણ યુવાન યુવતી એકબીજાને પ્રેમ કરે છે અને અંતે તે લગ્નજીવનમાં પરિણમે છે તેવું જ ઈચ્છું છું.

મનોગત વિચારોને કારણે તેને તરત ઊંઘ પણ ન આવી. ક્યાંથી આવે? યુવા મનની આ જ  સમસ્યા છે. એકની એક વાતને વાગોળી વાગોળીને મનને મારતા રહેવું પણ કોઈ ઉકેલ ન મળે એટલે મન અશાંત અને નસીબને કોસવું. તેમાય પત્ર સ્પષ્ટ પણ ન હતો કે તેથી સમજી ન શકાયુ કે નિરાલી શું કહેવા માંગે છે. આમ તે કાંઈ હોતું હશે? હા, પણ વાંક તો તેનો પોતાનો પણ ગણાય ને? તેણે ક્યા આજસુધી નિરાલી આગળ પોતાનું મન ખોલ્યું છે? તો પછી નિરાલીને જ શા માટે દોષ આપવો?

બસ, હવે તો તક મળે ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જઈને બધી ચોખવટ કરી લેવી રહી.

આમ વિચારી તે પલંગ પર જઈને આડો પડ્યો, પણ તરત ઊંઘ ન આવી. ઘણી વારે તેની આંખો મીચાઈ અને તે સ્વપ્નની દુનિયામાં સમાઈ ગયો. પણ તેની સ્વપ્નની દુનિયા એટલે નિરાલી. તેને મળવાના અને પોતાનું મન ખોલવાના વિચારમાં તે હતો ત્યાં જ તેને સંભળાયું, ‘કેમ મારો પત્ર વાંચ્યો?’

પ્રતાપ ચમક્યો. નિરાલીનો અવાજ? અહી કેવી રીતે? શું તે પોતાની જાતને રોકી ણ શકી અને મને મળવા આવી?  ના, આ તો ભ્રમણા છે તેમ જાણવા છતાં પણ તેનાથી બોલ્યા વગર ન રહેવાયું.

‘હું જ્યારે અંકલેશ્વર છોડી રહ્યો હતો ત્યારે તારી આંખમાં આંસુ હતાં. શા માટે? હું જઈ રહ્યો હતો તેનું દુ:ખ હતું? તો તેવી લાગણી તારા પત્રમાં કેમ ન દર્શાવી? લખતા તને શરમ આવી હતી કે મને તડપાવવાનો ઈરાદો હતો? ખરેખર કહે મારો વિયોગ તને સતાવે છે? હું પણ અહિયાં તારી યાદમાં દુ:ખી થાઉં છું તેમ તું પણ ત્યાં મને યાદ કરી દુ:ખી થાય છે?’

‘અરે, તું સમજી ન શક્યો? મને તો તારી મજાક કરવાની આદત બહુ ગમતી અને તેને કારણે મારૂં મન હળવાશ અનુભવતું અને સાથે સાથે મને તારો સહવાસ મળતો તે બધું હવે તારા ગયા પછી નહીં મળે એવું તે વખતે સમજાયું એટલે આંખો ભીની થઇ ગઈ.’

‘આમ તો વાતને ફેરવવામાં તું બહુ હોશિયાર છે તેમ હું માનતો હતો પણ આજે તેની ખાત્રી થઇ. તમારી છોકરીઓનું આ જ દુ:ખ. મનમાં કોઈ વાત હોય પણ તેને બદલે જુદું જ જણાવે.’

‘નાં, હું મારા મનમાં કશું છુપાવતી નથી. તું ભણવા માટે ગોધરા ગયો છે ત્યારે પ્રેમના ચોખલવેડા કરવાનું તને સૂઝે જ કેમ? વળી તું એમ કેમ માની બેઠો કે હું તને ચાહું છું. અત્યારે તો હું અણસમજુ કહેવાવું એવી મારી ઉંમર. મારે માટે પ્રેમ માટેનો વિચાર હાલમાં મહત્વનો નથી અને તેને માટે વિચારવાનો હાલનો સમય પણ યોગ્ય નથી.’

‘જો નિરાલી, તું જે કહે છે તે તારા હિસાબે યોગ્ય હશે પણ હું તો એમ જ સમજુ છું કે તને પણ મારા પ્રત્યે કોઈ પ્રકારનું ખેંચાણ છે નહીં તો મને વિદાય કરતી વખતે તારી આંખો ભીની થઇ તે ન થતે. ભલે તેં તેને માટે મને સમજાવવા ખાતર હમણાં જુદો ખુલાસો કર્યો પણ મને જે લાગ્યું તે તને કહ્યું, એટલે કે તેં પણ અજાણતા આવા પ્રકારનો વિચાર કર્યો જ છે પણ કોઈ પણ કારણસર તે તું દર્શાવવા નથી માંગતી. મારા ભણતરને લઈને કે અન્ય કોઈ કારણસર તું આમ કરતી હશે પણ તારી લાગણીનો મને ખયાલ આવી ગયો છે.’

‘ચાલ એકવાર માની લઈએ કે મારી તારા પ્રત્યે કોઈ લાગણી મારા આંસુ દ્વારા વ્યક્ત થઇ ગઈ પણ તેને તું પ્રેમનું નામ આપે તે યોગ્ય નથી. મેં તને કહ્યું ને કે હું અણસમજુ કહેવાવું એવી મારી ઉંમર. મારે માટે પ્રેમ માટેનો વિચાર હાલમાં મહત્વનો નથી અને તેને માટે વિચારવાનો હાલનો સમય પણ યોગ્ય નથી.’

‘આમ એકની એક વાત કરીને તું ફરી પાછી તારી લાગણીઓને છુપાવી રહી છે.’

‘જો એવી લાગણી હોય તો પણ શું હું તારી આગળ તે વ્યક્ત કરી શકું? જ્યાં સુધી આપણમાં પરિપક્વતા ન આવી હોય ત્યાં સુધી પ્રેમ છે કરીને છીછરાપણું દેખાવડું તે શું તને અને મને શોભા દેશે? તારી જાણમાં હશે કે નહીં પણ કેટલાય દાખલાઓ છે જ્યાં કાચી ઉમરનો પ્રેમ પરિણયમાં પરિણમ્યા બાદ બંને પક્ષે નિરાશા પ્રવેશે છે અને તેમનું લગ્નજીવન ખારૂં બને છે અને સાથે સાથે એક બોજ પણ. વળી તેનું અંતિમ પરિણામ છૂટાછેડામાં પરિણામે છે.’

‘વાહ, તું તો ફિલોસોફર થઇ ગઈ. લાગે છે જ્યારે હું કોઈ મુશ્કેલીમાં હોઉં ત્યારે તે સુલાજાવવા મારે તારી પાસે જીવનના અનેક મંત્રો પ્રાપ્ત કરવા પડશે.!

‘પ્રશંસા બદલ આભાર, જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે આવજે. હું તને ઘણા બધા જીવનમંત્ર આપી શકીશ.’ નિરાલીએ પણ પોતાની રીતે જવાબ આપ્યો.

‘જો ફરી વાતને ફેરવી.’

‘પણ તેની શરૂઆત તો તેં જ કરીને, મને ફિલોસોફર કહીને.’

‘કાન પકડ્યા કે મેં તને આમ કહ્યું. ચાલ હવે ફરી મૂળ મુદ્દા પર આવીએ.’

‘શું તું પણ છાલ નથી છોડતો. એના એ જ સવાલ અને એના એ જ જવાબ. આમ ક્યા સુધી આપણે ચર્ચા કર્યા કરશું? તને મેં આ પહેલાં કહ્યું છે અને ફરી કહું છું કે તું મારો દિલદાર દોસ્ત છે અને મને તે સિવાય બીજા કોઈ સંબંધમાં રસ નથી.’

‘દોસ્ત હોય તો દોસ્ત તરીકે વર્તન કર. આવી છે તો હવે આવ અને મારી પાસે બેસ. આપણે અન્ય વાત કરીએ જેથી મારું મન પણ સ્વસ્થ થાય.’

‘મને ખબર છે કે હું તારે પાસે આવીને બેસીશ એટલે તું મને નહીં છોડે અને મારે તે પરિસ્થિતિમાં નથી મુકાવું.’

‘ના, હું કોઈ એવું અણછાજતું વર્તન નહીં કરું, પ્રોમિસ.’

‘હવે રહેવા દે, પ્રોમિસવાળા. બધા જ છોકરાઓ કહે કાંઈ અને કરે કાંઈ. મારે કોઈ ચાન્સ નથી લેવો. હું તો આ ચાલી.’

‘અરે, ક્યા જાય છે? ઉભી રહે,’ કહી નિરાલીને પોતાની પાસે ખેંચવા પ્રતાપે પોતાનો હાથ લંબાવ્યો પણ તે તો હવામાં બાચકા સમાન હતું. નિરાલી, નિરાલી એમ બૂમ મારી પણ નિરાલી હોય તો જવાબ આપે ને? તેનાથી ન રહેવાયું અને બબડ્યો, ‘તું બીકણ છે, નિરાલી.’ આમ બોલ્યા બાદ પ્રતાપની આંખો ખુલી ગઈ અને તેને સમજાઈ ગયું કે તે એક સ્વપ્ન જોઈ રહ્યો હતો જે હકીકત ન પણ બને.   

નિરંજન મહેતા

નિરાલી ભગત (૪) ગમનાં સમંદરમાંથી બહાર કાઢીએ-વિજય શાહ

Posted on ઓક્ટોબર 3, 2019 by pravina

રૂમ પાર્ટ્નર અજય જોતો હતો પ્રતાપ ઉદાસ રહેતો હતો..પણ તેણે અંકલેશ્વરમાં સદા ધિંગા મસ્તી કરતો જોયો હતો. ધમાલ તો જોજનો દુર જતી રહી હતી.હવે તો ઉદાસ અને સદા ગમગીન રહેતો શ્રાપિત જન વધારે લાગતો હતો.જ્યારે હોય ત્યારે રોતલ ગીતો ગાતો

छोड कर तेरे प्यार का दामन ये बतादे के हम किधर जाऍ

અને ફરિયાદ કરતો લાગતો.અજય કહે “પ્રતાપ તને શું થયુ છે યાર! તુ તો અંકલેશ્વરનો પ્રતાપ રહ્યો જ નથી શું થયું છે તને..”

“યાર થયું તો કશું જ નથી. ઘર થી ઘણા સમયે નીકળ્યો છું ને તેથી હોમ સીક્નેસ લાગે છે “

“સોળે સાન આવે તેમ તને કંઈક થયુ છે. બોલ યાર લવેરીયા થયો છે ને તને? ભુલી જા એ ઇન્ફેક્ષન નો એ રોગ બહું જ ચેપી છે. પેલું કહે છે ને કે जब इश्क कहीं हो जाता है तब ऍसी हालत होती है.

હા યાર એવું જ છે કહીને નિરાલી નો પત્ર વાંચવા આપ્યો

પત્ર વાંચી લીધા પછી અજય બોલ્યો “પ્રતાપ હજી તો સત્તર થયા છે. બે વર્ષ ભણીલે પછી આ રોગ વધારજે”.

“આ રોગ આ ઉંમરે કંઇ કહીને ઓછો લાગે છે ..તે તો બસ લાગે છે અને લાગ્યા પછી બહું સતાવે છે.”

“નિરાલી સાથે વાત કરવી છે?” તેજ સમયે રેણુકા અને મીના આવ્યા,

” કોની સાથે વાત કરવા કહે છે?”મીનાએ અજયને પુછ્યુ.

“નિરાલી મારા મામાની છોકરી છે અને મારી પાસે એનો ફોન નંબર છે”

“નિરાલીએ તો આટલું ચોખ્ખુ લખીને આપ્યુ છે” મીના કડક અવાજમાં બોલી રેણુકા અને અજય મીનાનાં ટોન ઉપર ચમક્યા. મીના હજી ગુસ્સે હતી ” પણ પ્રતાપ માનવા તૈયાર નથીને?”

રેણુકા કહે ” મીના તારાથી આટલો બધો ગુસ્સો ન થાય’

” આપણે બધા આટલુ સમજાવીયે છે અને પ્રતાપ તો જીદ છોડવા જ નથી માંગતો તે કંઇ ચાલે?”

રેણુકા કહે “મૈત્રીનો અધિકાર સમય જેમ અધિક થાય તેમ વધે’

પ્રતાપ કહે ” મિત્રનાં હિત માટે કહેવાતી વાતમાં ઠપકો એ વાતનું અધિકાર પુર્વકનું જતન છે. મને મીનાની વાતનું ખોટુ નથી લાગ્યુ.પણ આ અધિકાર રેણુકાનો હતો તેનો મીના એ ઉપયોગ કર્યો.મીના તારી લાગણીઓનો સમજ પૂર્વક સ્વિકાર.”

મીના થોડીક શરમાઈ અને બોલી “તો પછી હવે વળી જાવને?”

પ્રતાપ કહે “પ્રેમની રાહ પર અજાણ્યો છું એટલે ચોક્કસાઇ કરું છું” મૃદુ અવાજે થયેલ ખુલાસા ઉપર સૌ હસ્યા મીનાને તે ગમ્યું..રેણુકાને પણ ગમ્યું. આમેય પ્રતાપ માટે તેના મનમાં સારો અને સમજુ છોકરાની છાપ તો હતી જ.

“ચોક્કસાઇ પ્રેમમાં કરાય જ ના.. એ તો મસ્તક પહેલું મુકી સાથીને ન્યૉછાવર થવાની ઘટના છે”. મીનાને ખુદને નવાઇ લાગતી હતી તે શું બોલી રહી હતી.પણ તે માનતી હતીકે સાચા પ્રેમમાં ન્યૉચ્છાવર થવાની મઝા કંઈ ઓરજ હોય છે.”જેની સાથે મન મળે તેની સાથે ભવિષ્યમાં દુઃખ મળશે કે સુખ એ બધી તોલમોલ જે કરે તે તો વેપાર કરે છે પ્રેમ નહીં. કહે છે ને કે “માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને”

થોડી વાર ચર્ચા સ્થગીત થઈ ગઈ. મીના વાતને નિરાલી ઉપર ન રાખતા પોતાના વિચારો ઉપર લૈ જાય છે તેવું લાગતા પ્રતાપે ચુપ્પી સાધી લીધી.તેને મીનાનાં વિચારો અત્યારે અસ્થાને લાગતા હતા.પણ તે સમજી શકતો હતો કે મીના તેના ધ્યાન ને વાળવા માંગતી હતી.તે ઇચ્છતી હતી કે નિરાલીને પ્રતાપની દરકાર નથી તો પ્રતાપે પણ નિરાલીની દરકાર ન કરવી જોઇએ.

રેણુકા મીનાની ચર્ચા શાંત કરવા બોલી ” આપણ ને પ્રતાપની મનોદશાનો આછો અંદાજો માત્ર છે ત્યારે મીના તુ જરુર કરતા વધારે બોલે છે. પ્રતાપ પોતાની વાત કરીને ક્યાંક તે ભુલ નથી કરતોને તે જાણવા મથે છે પણ તેના કોઇ પ્રશ્ન નું આપણી પાસે નિરાકરણ નથી માંગતો તે તબક્કામાં તારે અટકી જવું જોઇએ. .મોટીબેને મીનાને અટકી જવા ઇશારો કર્યો.

મીનાની વાતો સમજતો પ્રતાપ બોલ્યો ” મીનાતો વહેવારે શું કરવું જોઇએ તે મને સમજાવે છે,અને મને તે કશું અજુગતુ નથી લાગતુ એટલે તે ચિંતા રેણુકા ના કર”

“તો પછી આ રોતી સુરત અને દર્દભર્યા ગીતો બંધ અને સહજ થઈ જાવ” મીનાએ વટહુકમ જારી કર્યો અને બધા હસી પડ્યા..મીના કહે પ્રતાપ તમે હસતા રહો અને હસાવ્તા રહો તો વાતાવરણ કેટલું બદલાઈ જાય છે? મોટીબેન તો પ્રતાપ એટલે હાસ્યનો ખજાનો એમ કહેતી હતી જ્યારે મેંતો તેમનો ઉદાસ ચહેરોજ જોયો છે આ નિરાલીની લાયે….તે તો રડી પણ પ્રતાપે તો શામાટે રડીની વાતે એનાથી પણ મોટો આંસુનો દરિયો ભર્યો

ચાલો ઘણા વખતે સર્વોદયનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અમે લાવ્યા છીએ તો તેને ન્યાય આપીયે અને પ્રતાપને ગમનાં સમંદરમાંથી બહાર કાઢીએ

Posted on ઓક્ટોબર 12, 2019 by pravina

નિરાલી ભગત

પ્રતાપ સંવેદન શીલ હતો અને પોતાના મંતવ્યો સ્પષ્ટ આપી શકતો અને આખાબોલો હતો

. તે દિવસ આવી ગયો જ્યારે તેને યીસ્ટ ઉપર વર્ગ લેવાનો હતો. ૪૫ મિનિટ નાં વર્ગ માટે તેની પાસે ૨૧ સ્લાઈડો હતી રેણુકા અને મીનાએ પ્રાથમિક સ્તરે એનું કામ કરી આપ્યુ હતુ પણ હવે શીખવાડવાનું હતુ અને દરજી સાહેબે પ્રિંંસીપલ અને હેડ ઓફ ડીપારટ્મેંટ ને પણ બોલાવ્યા હતા.

પિરિયડ શરુ થતા સૌથી પહેલા દરજી સાહેબ નો અને રેણુકા અને મીનાનો આભાર માનતા પ્રતાપે સ્લાઈડ પ્રોજેક્ટર શરુ કર્યુ,.

યીસ્ટ વનસ્પતિ નો એવો પ્રકાર છે જેમાં હરિત દ્રવ્યનો (ક્લોરોફીલ) અભાવ છે અને તેથી તે વનસ્પતિની જેમ સ્વયં ખાવાનું બનાવી શકતી નથી તેથી તેમનો વિકાસ સડેલા શાક્ભાજી ઉપર થાય છે કે લોહીની હાજરી હોય ત્યાં થતો હોવાને કારણે પરોપજીવી હોય છે. દરેક સ્લાઈ ડ દીઠ બે મીનીટ બોલવું શક્ય નહોંતુ તેથી નામ અને ફોટો સ્લાઈડ બતાવી ૪૫ મિનિટ નું પ્રેઝંટેશન ૩૦ મિનિટમાં પુરુ કર્યુ, દરજી સાહેબે બાકીની પંદર મિનિટ પ્રશ્નોત્તરી માં કાઢી આમ છેલ્લે આભાર કહીને પ્રતાપ બેઠો ત્યારે સૌના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે દરજીર્સાહેબે સજા કરી પણ પ્રતાપે તો મજા કરાવી.

તાળીઓનાં ગડગડાટ્ને વધાવતા રેણુકા અને મીનાને પણ યશનાં ભાગીદાર બનાવતા પ્રતાપે તે બંને બેનોને પણ ઉભી કરીં મીના સંકોચાતી હતી પણ કોલેજમાં દરેકનાં કાર્યનું સંભારણું તો રહેવું જોઇએને કહી પ્રતાપે બંને બેનો ને પડદા પાછળનાં સપોર્ટની સૌને જાણકારી આપી.

રેણુકા અને મીના સગ્ગી બહેનો તો નહોંતી પણ સગી બહેનો કરતા પણ વધુ હેત બંને નું હતું. મીનાનું પ્રતાપ તરફ્નું આકર્ષણ રેણુકા સમજી શકતી હતી.તેથી તે સાંજે મીના ને પ્રતાપને તેના મનની વાત કહેવા તૈયાર કરી..

સાંજે બન્ને બહેનો પ્રતાપને ત્યાં પહોંચી ત્યારે નિરાલીનો પત્ર આવેલો હતો. પ્રતાપ ગંભિર હતો એટલે રેણુકાએ વાતનો દોર હાથમાં લેતા પુછ્યુ ” શું વાત છે પ્રતાપ ? “

“નિરાલીને કેંસર નીકળ્યુ છે”

“શું?”બંને બેનો થી પુછાઈ ગયું.

“ટાટા કેંસર હોસ્પીટલમાં થી તેનો રીપોર્ટ આવ્યો છે. અને છાતીનું કેંસર અંતિમ તબક્કામાં છે “અજયે કાગળ આપતા કહ્યું. “તાત્કાલીક ઓપેરેશન નહીં થાય તો મૃત્યુ પણ થાય”

વાતની ગંભીરતા સમજતા મીનાએ ચુપકીદી સાંધી લીધી.

અજયે નિરાલીને ફોન લગાડ્યો.

નિરાલી ફોન ઉપર હેલો બોલી ત્યારે સૌની આંખ નમ હતી.

અજય કહે “નિરાલી આ કેમ થયુ?”

“જો ભાઇ જેટલા શ્વાસ લખાવીને આવ્યા છે તેથી એક પણ ઓછો થવાનો નથી કે વધવાનો નથી.”

” પણ બેન વેદનાતો ભોગવવાની ને?”

“હ્યુસ્ટન એમ ડી એંડરસન કેંસર હોસ્પીટલ જવાની વાત કરે છે”

“કોણ?”

“કોણ કરે? મણીયા મામા જ તો.”

” લે પ્રતાપ સાથે વાત કર.”

” હાય પ્રતાપ કેમ છે ?”

“હાય”

” કોઇ સરસ વાત કર દોસ્ત!”

” તારા સમાચાર સાંભળીને હું તો ઉદાસ થઈ ગયો છુ.”

” જો પ્રતાપ હમણા જ અજયને કહ્યું તેમ જેટલા શ્વાસ લખાવીને આવ્યા છીએ તેટલું તો જીવવાનું છે.”

” તે તો સાચુ પણ દોસ્ત હકારાત્મક વલણ સાથે જીવાય તો આ કેંસરને પણ જીતી શકાય છે.”

“હા તે તો સાચુ છે અને આ કેંસર તો જીવલેણ નથી પછી રડતા રડતા કેમ જીવવાનું?”

“ક્યારે જાય છે અમેરિકા?”

“ખબર નથી પણ તારીખો મળશે અને ડોક્ટરોની એપોઈંટ મેંટ મળશે ત્યારે જતી રહીશ”

હા મને તારુ સરનામુ આપજે અને એક પ્રોમિસ પણ … વીરની જેમ લઢજે અને હકારત્મક વલણ સાથે રહેજે અમારા જેવા સૌ મિત્રો તારી સારી તબિયત માટે પ્રભુ પ્રાર્થના કરીશું.

“હા મારા મનમાં તો આ રોગનો કોઇ ડર જ નથી. વિજ્ઞાને આ રોગને જીતી લીધો છે.. હા દોસ્ત મને તારા પત્રોનો ઈંતજાર રહેશે અને તું પણ સરસ રીતે ભણજે.”

“આપણી સાથે ભણતી રેણુકા અને તેની બેન પણ આપણ ને સાંભળે છે ” અજયે ટહુકો કર્યો અને નિરાલી બોલી “કેમ છે રેણુકા?”

“મઝામાં.. પ્રતાપે કહ્યું તેમ હકારત્મક વિચારો સાથે કેંસરને હરાવી વિજેતા થઈને આવજે.”

ફોન મુકાઇ ગયો અજયની આંખો રડતી હતી નિરાલી તેની બેન હતી . મજ્બુત અને વીર હતી.

થોડીક સ્તબ્ધતાની ક્ષણો વહી ગઈ અને મીના ગણ ગણી

तुम्हे और क्यादुं मे दील के सिवा, तुमको हमारी उम्र लग जाऍ

પ્રતાપ મીના સામે જોઇ રહ્યો અને રેણુકા બોલી મીના કોને કહે છે?

” સોળમાં વર્ષની કમાલ છે ને આ ઉંમરે કાયમ કોઇનાં થઈ જવું કે કોઇને પોતાનો કરી લેવાનાં અભરખા જાગતા હોય છે.ખરુંને પ્રતાપ?”

“હવે મીનાને પણ પ્રતાપનો રોગ લાગવા માંડ્યો”. અજયે હળવી મજાક કરી

પ્રતાપ કહે “આ ઉંમર જ એવી છે સંભાળવી પડે જાતને. જ્યાં બે દિલ મળે અને સો દિવા સળગી ઉઠે કે પછી એટલા દિલ સળગી ઉઠે.બંનેની મરજી હોય ત્યાં દીવા જ સળગે.પ્રેમમાં પડવું એટલે એક્મેક્ની અસરમાં આવવું અથવા એક મેક્ને ગમવું.સારો મિત્ર આ વ્યાખ્યામાં પહેલા બેસે છે.”

આ વાત મીના જે રીતે ધારતી હતી તે રીતે જતી ન હતી.એટલે પ્રતાપને સીધુજ પુછ્યુ ” મને તો મિત્ર કરતા તમે એક આસન ઉંચે બેઠેલા ગમો છો,”

એટલે?

युंही तुम मुझ्से बात करते हो या कोइ प्यार का इरादा हे

મિત્ર થી પણ એક સ્થાન ઉંચુ એટલે પ્રિયતમનું સ્થાન તને વધુ તો શું કહું?

“મને પણ મીના તારુ મૌન બોલકું બન્યું તે ગમ્યુ”…પ્રતાપે ઈજન સ્વિકાર્યુ.

નિરાલી ભગત

દિલ દિમાગ પર છવાઈ નિરાલી

*****************

હળવા વાતાવરણમાં બધા છૂટા પડ્યા. નિરાલી સાથે વાત થઈ તેને કારણે પ્રતાપ ને દિલમાં રાહત થઈ. નિરાલીએ આ વાત કેટલી સહજતાથી સ્વિકારી હતી. પ્રતાપના માનવામાં પણ ન આવ્યું.  પ્રતાપ હવે મનમાં ઘડા લાડવા ઘડવા માંડ્યો.

“શું ખરેખર નિરાલી આ વાતથી વિચલિત નથી થઈ “?

” પ્રતાપ, તું  તારા પોતાના ભાવ દર્શાવવામાં સફળ ન થયો” !

“મીના, સાથે વળી આ નવું તૂત શું ઉત્પન્ન થયું “?

પ્રતાપ લાગણિશીલ હતો કે પછી લાગણિ શૂન્ય ? સમજ ન પડી ! મીનાની વાત પર અત્યારે વિચાર કરવાનૉ તેનો ઈરાદો જરાય ન હતો. એ તો અત્યારે નિરાલીને , જો બની શકે તો ઉડીને મળવા જવા તલપાપડ હતો. ગોધરા અને અંકલેશ્વર આમ તો કાંઈ બહુ દૂર ન હતા. પણ કોલેજના ચાલુ દિવસો દરમ્યાન જવું  હિતાવહ ન હતું. કોલેજ પત્યા પછી નિકળે તો અંકલેશ્વર પહોંચતા રાત પડી જાય. એવા સમયે નિરાલીને મળવાનું શક્ય ન બને.

રહી રહીને ,પ્રતાપને નિરાલીની આંખના ખૂણે આવી બેઠેલા આંસુ દેખાયા !

હજુ તેની ઉમર શું હતી ? આ પ્યારનું પ્રકરણ એક તરફી લાગ્યું. જેમાં ૫૦ ટકા સંમતિ છે . બાકીના ૫૦ ટકાની કોઈ ખાત્રી નથી ! નિરાલી ભલે નાની હોવાનો દાવો કરે પણ મનમાં સમજતી હતી. એમાં વળી આ ‘કેન્સર’નો ફણગો ફૂટ્યો એ અણધાર્યો હતો ! આંચકો આપે એવો હતો ! ભલભલાને ધ્રુજાવે તેવો હતો !

છતાં જ્યારે પ્રતાપ સાથે ફોન ઉપર વાત કરી ત્યારે તે કેટલી સહજતાથી વાત કરી રહી હતી. જાણે થોડો તાવ અને શરદી ન હોય ? પ્રતાપ થાપ ખાઈ ગયો ! નિરાલી પોતાના અંતરના ભાવ છુપાવવામાં સફળ થઈ એવું તેને લાગ્યું . પ્રતાપ આમ નિરાલીને ખાસ ઓળખતો ન હતો. થોડો ઘણો પરિચય હતો પણ તે પૂરતો  હતો. ‘વો કૌન થી, સિનેમામાં બાજુમાં આવીને બેસી ગયેલી નિરાલી યાદ આવી ગઈ.

‘હા, પ્રતાપ મનમાંને મનમાં તેને ખૂબ ચાહતો, વખત આવે જણાવતો પણ ખરો’. નિરાલીના દિલની વાત જાણવી મુશ્કેલ હતી. રાતભર નિરાલીના વિચારમાં ગરકાવ હતો. આખી રાત એક ઝપકી પણ તેને આવી ન હતી. એ તો સારું હતું કે અજયે પોતાની બહેન સાથે વાત કરાવી. આખી રાત નિરાલીનો અવાજ તેના કાનમાં ઘુમરાયા કરતો હતો.

કેન્સર પ્રત્યેનું તેનું વલણ પ્રતાપને જરા પણ  જચ્યું નહી.  વિજ્ઞાને ભલેને ગમે તેટલી તરક્કી કરી હોય જો કેન્સર શરૂઆતના તબક્કામાં પકડાઈ જાય તો તેનો ઈલાજ થઈ શકે. નિરાલીને કયા ‘તબક્કામાં ‘ છે તેની પ્રતાપને જાણ ન હતી. જો કે અમેરિકા જવાની અને કેન્સરની ઉત્તમ હોસ્પિટલ , એમ. ડી. એન્ડરસનમાં સારવાર પામવાની  તેથી તેને હૈયે સંતોષ હતો.

કોલેજમાં ગયા અને અજય સાથે પાછી નિરાલીની વાત નિકળી.

પ્રતાપ હસતાં હસતાં બોલ્યો, ‘નિરાલી કેંસરની ગંભિરતા જાણતી નથી” .

એને કહેજે પ્રતાપ કહે છે, ‘તું ગાંડી છે’. નિરાલી માટેના હ્રદયના ભાવ એના મુખેથી સરી પડ્યા.

અજય ‘ગાંડી’ શબ્દ પોતાની બહેન માટે નિકળ્યો એટલે નારાજ થયો. પ્રતાપના દિલની ભાવના ને તે ન જોઈ શક્યો !

તરત જ  દ્બૃઢતાથી બોલ્યો,’હું મારી બહેનને એવું કહી, નીચી નહી પાડું’ !

પ્રતાપ ભલે નિરાલીની લાગણિથી અનજાણ હોય, અજય માનતો હતો કે નિરાલીના દિલમાં પ્રતાપ માટે કુણી લાગણિના અંકૂર ફુટી ચૂક્યા છે. નિરાલી કબૂલ નહોતી કરતી. તેનું વર્તન અને તેની આંખમાંથી વરસતો પ્યાર અજયે નોંધ્યો હતો. અજય જ્યારે પણ ઘરે જતો ત્યારે નિરાલીનો સંગ માણતો. એને બહેન ખૂબ વહાલી હતી. ભલે એ ફોઈબાની દીકરી હતી પણ બન્નેનું બાળપણ સાથે ગુજર્યું હતું. નિરાલી અજયની આગળ પણ પોતાનું દિલ ખોલતી નહી.

એકવાર રવીવારે બપોરે જમીને અજય આડો પડ્યો હતો, ત્યારે તેના કાને ગુનગુનાતી નિરાલીના શબ્દો અથડાયા.

“छोड कर तेरे प्यारका दामन ,ये बतादे हम किधर जाए?’

અત્યાર સુધી છાની રાખેલી આ વાત આખરે અજયે પ્રતાપને જણાવી.  પ્રતાપ ચોંક્યો પણ મુખની રેખા બદલાવા ન દીધી. અજય પાસેથી આ વાત જાણી પ્રતાપ ના દિલમાં ‘લડ્ડુ ફુટ્યા”. એનો જીવ આજે જરા પણ વર્ગમાં લાગ્યો નહી. ક્યારે આજનો દિવસ પૂરો થાય અને એ બધાથી દૂર એકલો કોઈ સુંદર રમણિય સ્થળે બેસે અને નિરાલી સાથે મનમાં વાર્તાલાપ કરે !

નિરાલી કાગળમાં ભલે ખુલ્લા દિલે કબૂલ કરતાં શરમાય પણ પ્રતાપ,બે લીટીની વચ્ચે નો સંદેશો વાંચી શકતો હતો. કાલે ફોન ઉપર પણ ‘ઝાંસીની રાણીની ‘ જેમ બોલી હતી. એના અવાજની વચ્ચેનો રણકાર, પ્રતાપના દિલને અડી ગયો હતો.

‘આ દુનિયામાં બધાએ એટલા જ શ્વાસ લેવાના છે, જેટલા એમના ભાગ્યમાં હોય !’  આ વાક્ય કોઈ વડીલ, બુઝર્ગ કે ઘરડી વ્યક્તિ બોલે તે સમજી શકાય. જેમણે જીવનનો સંપૂર્ણ અનુભવ લીધો છે, જુવનીનું ગાંડપણ માણ્યું છે. બાળકોને પ્રેમથી ઉછેર્યા છે. જીવનમાં મૂડી (પૈસા) ભેગા કરી કુટુંબની સલામતી માટે નિર્ભય બની ચૂક્યા છે.

આવું વાક્ય જ્યારે,નિરાલીના મુખેથી સર્યું, ત્યારે પ્રતાપના દિલમાં કોઈએ તપાવેલું સીસુ રેડ્યું હોય એવો અનુભવ થયો હતો. બધા મિત્રોની હાજરીમાં પોતાના દિલના ભાવ વ્યક્ત કરવા ન હતા. નિરાલીના નયનોમાં તગતગતાં આંસુવાળું  દૃશ્ય તેની નજર સમક્ષથી ખસતું ન હતું.

સોળ કે સત્તરની નિરાલી અને અઢાર વર્ષનો પ્રતાપ. આ ઉમરે ફૂટેલી પ્યારની સરવાણીની મજા કાંઈ ઔર હોય છે. પ્રેમ કાંઈ પૂછીને થતો નથી ! જ્યારે ખબર પડે છે, ત્યારે જુવાન હૈયાનો તેના પર કોઈ કાબૂ પણ રહેતો નથી.આ તો છે ને ‘ઘાયલકી ગતિ ઘાયલ જાણે’.  નિરાલીને છાતીનું કેંસર અને તે પણ છેલ્લા સ્ટેજમાં ! અમેરિકાની સારામાં સારી હોસ્પિટલ, જ્યાં આખી દુનિયાના દરદીઓ આવે છે. નિરાલીનું ઓપરેશન થઈ જશે અને હસતી કૂદતી પાછી ભારત આવી જશે. એવું સુંદર દૃશ્ય નિહાળી પ્રતાપના મુખ પર ચમક આવી.

અજયે જ્યારે નિરાલીને ગાતાં સાંભળી ગયો હતો, ત્યારથી તેના મનમાં આશંકા હતી. ઠોસ સબૂત વગર તે વાતને વધારવા માંગતો નહી. નિરાલી પાસે આવ્યો અને કહે ,’બેના કોની યાદમાં આ ગીત ગવાય છે” ?

નિરાલી શરમાઈ ગઈ. પોતાના ભાઈને જવાબ ન આપી શકી. અજય એમ વાત પડતી મૂકે તેવો ન હતો. નિરાલીનો પીછો ન છોડ્યો. આખરે નિરાલીએ કહ્યું , ‘આપણે સાંજે તળાવે ફરવા જઈશું ત્યારે વાત કરીશ ‘.

અજય સાંજ પડવાની રાહ જોઈ રહ્યો. આજે એને થયું આ દિવસ કેમ આટલો ધીરો ચાલે છે.  નિરાલીના મુખેથી તેને બધી વાત સાંભળવી હતી. અજયને નિરાલી બહેન થાય અને પ્રતાપ મિત્ર. પ્રતાપ જરા ચેતીને ચાલતો કારણ અજય તેની બહેનનો રખેવાળ હતો. પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેથી સાવધાની પૂર્વક વર્તન કરતો. આખરે સાંજ પડી નિરાલી અને અજય તળાવ તરફ ચાલવા લાગ્યા.

નિરાલીના મનમાં કેવી રીતે વાત ચાલુ કરવી, તેના વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી  રહ્યું હતું. નિરાલી પોતાની વાત સ્પષ્ટતા પૂર્વક જણાવી શકે તેવી હતી. આ મામલો જરા નાજુક હતો એટલે સાવધાની વર્તવી આવશ્યક જણાઈ. હમેશા પોતાની જાત સાથે વાત કરવા ટેવાયેલી નિરાલી આજે પોતાનું હ્રદય ભાઇ પાસે ખોલતા અચકાતી હતી. આખરે હતી એટલી બધી હિમત એકઠી કરી વાત શરૂ કરી.

અજય તને યાદ છે, રાજકપૂર ,વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમારનું ‘સંગમ’  સિનેમા આવ્યું ત્યારે આપણા ગામમાં કેટલી ધમાલ મચી હતી. કેટલી મહેનત પછી એ સિનેમાની ટિકિટ મળી હતી. અમે ૨૦ જણા સાથે એ સિનેમા જોવા ગયા હતા. સિનેમા જોવા ગયા ત્યારે બધાએ નક્કી કર્યું સુંદર નાસ્તાપાણીની સગવડ કરવી. આરામથી સિનેમા માણવાનો સહુનો એકમતે વિચાર હતો. અરે તે વખતે એ સિનેમા ગૃહ પણ નવું થયું હતું . બધાના હૈયે ઉમંગ માતો ન હતો. ક્યારે શાળા ખતમ થાય અને બધા સાથે ભાગીએ એ નવા સિનેમા ગૃહમાં.

પ્રતાપ પણ ખૂબ ઉત્સુક હતો. તેના મુખ પર કોઈ અનેરો આનંદ હતો જે છૂપો રહી શકતો ન હતો. નિરાલી મનમાં વિચારી રહી એવી રીતે અંદર જઈશું કે ‘મને બરાબર પ્રતાપની બાજુમાં બેસવાની જગ્યા મળે’ ! એના મનનો ઉમંગ માતો ન હતો.

માનવી હમેશા એમ જ માને છે કે,’તેને બધી ખબર છે, બીજાના મનમાં શું ચાલે છે ‘ !

પામર માનવી કંઈ કંઇ ઘડા લાડવા ઘડે છે . અંતે તેને સરિયામ નિષ્ફળતા સાંપડે છે.  આજે પણ કંઈક એવું જ પરિણામ આવ્યું. નિરાલી બધાની સાથે સિનેમા ગૃહ પર આવી . તેની આંખો પ્રતાપને શોધી રહી હતી. હવે પતાપ કેમ બધામાં દેખાયો નહી ? તે જાણવાને આતુર હતી.

કોને પૂછાય ?

જો પૂછે તો પોતાની ચોરી પકડાઈ જાય !

અચાનક એના કાને સંવાદ પડ્યો, ” પેલો પ્રતાપ આપણી સાથેટિકિટ લીધી તેના પૈસા વેડફ્યા અને એકેલો એકેલો ,’વો કૌન થી ?” જોવા પહોંચી ગયો. ખબર નહી એને ‘સાધના’માં બહુ રસ પડ્યો હોય એમ લાગે છે. જ્યારે પણ સિનેમાની વાત આવે ત્યારે છોકરાઓને ,’હિરોઈન’માં અને છોકરીઓને ‘હિરો’માં વધારે રસ હોય!

નિરાલી ખુબ ખુશ થઈ. આખરે વગર મહેનતે તેને જાણવા મળ્યું કે પ્રતાપ કેમ દેખાતો નથી . હજુ તો સિનેમા ચાલુ થવાને અડધો કલાક બાકી હતો. બધા ‘કોન આઈસક્રિમ’ પર ટૂટી પડ્યા. નિરાલીને ખબર હતી ‘વો કૌન થી’ રૂપમ ટોકિઝમાં લાગ્યું છે. જે  આ નવા સિનેમા ગૃહથી રસ્તો ઓળંગીને સામી બાજુ પર હતું. આઈસક્રિમ ખાઈને બધા સિનેમા ગૃહમાં અંદર જવા લાગ્યા. નિરાલી પણ બધાની સાથે અંદર ગઈ.

બે મિનિટમાં ,’હું જરા બાથરૂમ જઈને આવું છું ‘ કહીને બહાર નિકળી. આ સમયે રસ્તા પર વાહન વહેવાર ખૂબ ભરચક હોય. રસ્તો ઓળંગતા લગભગ દસ મિનિટ થઈ ગઈ. ‘વો કૌન થી’ સિનેમા બે અઠવાડિયાથી ત્યાં ચાલતો હતો એટલે ટિકિટ મળિ ગઈ. હવે અંદર  પ્રતાપને કઈ રીતે શોધવો.

નિરાલીના નસિબ સારા હતા. હજુ સિનેમા શરૂ થવાને પંદર મિનિટ બાકી હતી. સિનેમા ગૃહમાં અજવાળુ હતું. એણે વિચાર્યું એકલો છે, એટલે એકદમ છેલ્લી લાઈનમાં બેઠો હશે.  નિરાલીની ધારણા સાચી પડી. પ્રતાપ એકલો મોટી પોપ કોર્નની બકેટ લઈને આરામથી ખાતો હતો.

નિરાલીને થયું,’ આ સવારથી ભુખ્યો લાગે છે.’ નિરાલીને કેડબરી બહુ ભાવે હમેશા તેની પર્સ ખંખોળીએ તો જરૂરથી સાંપડે.

પ્રતાપનું ધ્યાન હતું નહી. એ તો પોપ કોર્ન ખાવામાં તલ્લિન હતો. નિરાલી બધા પગથિયા ચડી ગઈ ત્યાં અચાનક બધી લાઈટો બંધ થઈ ગઈ.  જો કે નિરાલીને ખબર હતી કે પ્રતાપ ક્યાં બેઠો છે. તેથી સિટ પકડી પકડીને પ્રતાપની બાજુમાં ખાલી સિટ ઉપર બેસી ગઈ.

એક મિનિટ તો પ્રતાપને બાજુમાં કોણ આવીને બેઠું તે ગમ્યું નહિ. એને એકલાને આ સિનેમાની મઝા માણવી હતી. અંધારું હતું, આખો ટેવાઈ એટલે એની નજર બાજુમાં બેઠેલી વ્યક્તિના મુખ તરફ ગઈ.

“નિરાલી” !

પ્રતાપની આંખોમાં ચમક આવી અને મુખ ખુશીથી ઉભરાઈ ગયું . તેના મુખની ખુશી બેવડાવવા નિરાલીએ પર્સમાંથી ‘બે કેડબરી’ કાઢવાની ચેષ્ટા કરી.

કેડબરી જોઈ એટલે  પ્રતાપે  તેના હાથમાંથી ઝુંટવીને તેમાંથી એક લઈ લીધી.  નિરાલી ખુશ થઈ. છેલ્લી લાઈનમાં ખુણાની સિટ પર બેઠા હતા એટલે નિરાલીએ તેનો હાથ પકડી લીધો.  આમ કરતાં નિરાલીએ તેની નજર આજુબાજુ ફેરવી.’કોઈ જોઈ તો નથી ગયું ને ‘?