ટર્નીગ પોઇંટ ઇન એલ. એ.

ટર્નીગ પોઇંટ ઇન એલ. વિજય શાહ

Copyright © 2018 Vijay Shah

All rights reserved.

ISBN-13:

978-1719019460

ISBN-10:

1719019460

Your book has been assigned a CreateSpace ISBN.

 

અર્પણ

માતૃદિને અર્પણ સૌ માતાઓને

 

 

 

 

અનુક્રમણીકા
 ૧ ટાઇમ પાસ
 ૨ છટકું
 ૩ સ્વીટ સિક્સટીન પાર્ટી. ૧૪
 ૪ મિલન ની અજીબ દાસ્તાન ૨૧
 ૫. મેઘાનો સારો અનુભવ ૨૮
 ૬.રૂપલી રાધા ૩૫
 તારી આંખનો અફીણી ૪૨
 ૮ પ્રિયંકા ચૌધરી ૫૦
 ૯ સોળે સાન અને વીસે વાન ૫૮
 ૧૦ પ્રોજેક્ટ ૨૯ ૬૪
 ૧૧ જનાદેશ ૭૧
૧૨ પહેલો મુહુર્ત શૉટ ૭૮
 ૧૩ આશિષ ચૌધરી ૮૫
 ૧૪ ફક્ત વહાલ જ કરીશ ૯૨
૧૫ પપ્પા તમને ગમ્યોને મારો સાહ્યબો? ૯૯
૧૬ આ એક લેશન હતું ૧૦૬
૧૭ આજા મેરે બાલમા તેરા ઇંતજાર હૈ ૧૧૩
૧૮ સમજણ ની પરોઢે ૧૨૦
૧૯ તારી પસંદગીની મહોર ૧૨૬
૨૦ સો વ્હાય સફર ૧૩૩
૨૧ સ્ક્રીપ્ટ ૧૩૯
૨૨ હજી તો મને ૨૧ જ થયા છે ૧૪૬
૨૩ એકલો પ્રેમ અને પ્રેમ જ હતો ૧૫૨
૨૪ “સહિયર” (પ્રોજેકટ ૩૫) ૧૫૯
૨૫ અણવરીયાનું દાપુ ૧૬૬
૨૬ ટર્નિંગ પોઇંટ ૧૭૨
અભિપ્રાયો ૧૭૮
વિજય શાહનાં સર્જનો ૧૮૫

 

 

 

 

 

 

 

 

 

આભાર

 

પ્રવીણાબેન કડકિઆ, રેખાબેન શુકલ

ડૉ શરદ શાહ, મનસુખભાઇ વાઘેલા

કલ્પનાબેન રઘુ, જ્યોતિષજ્ઞાતા અનિલ શાહ

 

પ્રૂફ રીડીંગ સહાયઃ જુગલકિશોર વ્યાસ

 

પ્રકરણ ૧ :ટાઇમ પાસ

ન્યૂયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃદ્ધ શહેર એટલે લોસ એન્જેલસ.. ફિલ્મી દુનિયાના હોલિવૂડે અહીંની ઇકૉનૉમીને ખૂબ જ ઊંચી કરેલી હતી. અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખૂબ જ મોંઘી. સદાશિવ તાંબે કહેવાય લૅન્ડલૉર્ડ અને સોળ સ્ટુડિયો જેવા ઍ ઍપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક ઍપાર્ટ્મેન્ટમાં તેની ટ્રાવેલ એજન્સી કમ ઍડ એજન્સી ચલાવતો. બાકીનાં ત્રણ ઍપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાક્ના ધોરણે ભાડે આપતો. ચાર માળના આ મકાનમાં ગ્રાઉંડ ફ્લોર ઉપર આ રોયલ ઍપાર્ટમેન્ટ ફુલ ફર્નિશ્ડ રહેતાં. વળી જરૂર પડે એક ઍપાર્ટમેન્ટથી બીજા ઍપાર્ટમેન્ટમાં જઈ શકાતું. બીજા માળને તે રોઝ ઍપાર્ટમેન્ટ કહેવાતો. ત્રીજો માળ પીંક કહેવાતો અને ચોથો માળ રેડ કહેવાતો.

હોલિવૂડમાં આવી સગવડોના પૈસા મળતા. વળી ફિલ્મી કલાકારો સિવાય કેટલાક ટૅકનિશીયનો અઠવાડિયાના દરે રહેતા, જેમનું બિલ મોટે ભાગે ફિલ્મનો પ્રોડ્યુસર આપતો હોય..તેની પાસે ચાર લેક્ષસ ટેક્ષી પણ રહેતી જે પ્રોડ્યુસરો શનિ–રવિ માટે ભાડે રાખતા હોય. સદાશિવની પત્ની મેઘા દિવસ દરમ્યાન  ઑફિસ સાચવતી અને સાંજે પરામાં તેના ઘરે જતી રહેતી.. દીકરો અક્ષર સાન એન્ટોનીઓમાં મેડિકલના પહેલા વર્ષમાં ભણતો હતો. દીકરી પરી સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી હતી.

સુખી જીવન જતું હતું ત્યાં  પરીની સખી રૂપાની મા જાનકીએ મેઘાને નોટિસ આપી સાન એન્ટોનીઓમાં રહેતા અક્ષરે રૂપા સાથે કુકર્મ કર્યું છે.  તેના પૂરાવા તે બતાવવા માંગે છે. સદાશિવે વાતને હસી કાઢી અને મેઘાએ પણ તે શક્ય નથી કહીને મન મક્કમ કરી લીધું.

જાનકીએ પરીને વાત કરી અને ધમકી આપી, તારી મમ્મીને ઘરમેળે વાત ન પતાવવી હોય તો તે કોર્ટકેસ કરશે.

બે એક અઠવાડિયા પછી ફોન ન આવ્યો ત્યારે જાનકીની કાયદાકીય નોટિસ લઈ તેનો વકીલ ઘરે આવ્યો. ત્યારે એક વાર રૂબરૂ ન મળવાની વાત ઉપર શો કૉઝ નોટિસ લઈને આવ્યો. ત્યારે સદાશિવે તેનો જવાબ, મારો વકીલ રાજન  શૌરી આપશે કહીને વકીલ રેડ્ડીને હતો તેમ પાછો કાઢ્યો. પણ શો કૉઝ નોટિસમાં જાનકીએ લખ્યું હતું કે તેનો બદનક્ષીનો દાવો તેનું ધનોતપનોત કાઢી નાખશે. કારણ કે રૂપાને જ્યારે છેડી હતી ત્યારે તેની ઉંમર તેર વર્ષની હતી. કાચી ઉંમરમાં શારીરિક છેડછાડ અને અક્ષર ૧૮ વર્ષનો તેથી કાયદો અક્ષરને જેલ જ બતાવે.

વકીલ રાજન શૌરીને જ્યારે આ શો-કૉઝ નોટિસ બતાવી ત્યારે તેણે અક્ષરને મળવાની વાત કરી. સાન એન્ટોનીઓ ફોન કર્યો ત્યારે અક્ષર બોલ્યો, રૂપા તો “ટાઇમ પાસ” છે તેની ઉંમરના કેટલાય મિત્રોમાં તે બદનામ છે અને તેની મા બધે આવું કરીને પૈસા પડાવે છે. મેઘાએ તેને રોકીને પૂછ્યું, તને આ બધી ખબર હતી?

મૉમ ! અમારા ગૃપમાં એવું કહેવાય છે જે છોકરી હા કહે, તેને છોડવી નહીં અને ના કહે, તેને છેડવી નહીં.”

“એટલે તેં એની સાથે કુકર્મ કર્યું હતું?”

“મોમ! કોઈ કુકર્મ નહીં; ફ્કત હળવી મજાક અને થોડી શારીરિક છેડછાડ.”

“પણ તેની ઉંમર તો જોઈએ ને ?”

ફોનના બન્ને છેડાના થોડા સમયના મૌન પછી રાજન શૌરીએ ફોન લીધો અને  કહે, સાન એન્ટોનીઓની પોલીસ મળવા આવે કે ધરપકડ વૉરંટ લાવે તો તેમને મારો સંપર્ક નંબર આપી દેજે પણ કંઈ ખુલાસા ના કરીશ અને મન દઈને ભણજે.”

રાજને મેઘા અને સદાશિવને કહ્યું કે શો કૉઝ નોટિસનો જવાબ તો આપવો જ પડશે. તમને બે વકીલોની હાજરીમાં મળવા જણાવીએ..છોકરાની ઉંમર એવી છે કે છેડછાડનો અર્થ કોર્ટ તેના પર બળાત્કારનો જ કાઢે અને બેનીફિટ ઓફ ડાઉટ રૂપાને મળવાની પૂરી શક્યતા.

બેઉ વકીલની હાજરીમાં આંખમાં ઢગલો આંસુઓ સાથે જાનકીએ રૂપા પર બળાત્કાર થયાની વાતને ખૂબ જ ચગાવી.

મેઘાને જોઈને તે કહેતી, તમારી પરી સાથે આવું થયું હોત તો તમે ગુનેગારને શું દંડ કરો? હવે તો એક જ સજા. તેનાં લગ્ન રૂપા સાથે કરી દો.”

સદાશિવ અને મેઘા કહે, તે શક્ય નથી. હજી તો તે  ભણે છે.

“હવે મારી છોકરીનું શું થશે?’ કરીને ઠૂઠવો જ જાનકીએ મૂક્યો.

મેઘાએ તેને સમજાવી. તમારી છોકરીને તમે જાતે જ બદનામ કરો છો. કદી આવી બાબતોમાં તમારો મત એવો ખરો કે વાત ઘર બેઠે પતાવવી જોઈએ ? જાનકી કહે, તે જ પ્રયત્ન પહેલાં કર્યો હતો, પણ તમે ન ગાંઠ્યા. એટલે આ કોર્ટરાહ પકડ્યો.

“જોકે આ રાહે પણ તમે કશું નહીં કરી શકો, કેમ કે છોકરો તો લોટો. ઊટકો એટલે ચોખ્ખો.”

આ વાક્ય સદાશિવનો વકીલ રાજન બોલ્યો. એટલે જાનકીનો વકીલ કહે, “આ વાત સારી નથી. તમે અમને કોમ્પ્રોમાઇઝ કરવા બોલાવ્યાં હતાં. આ વાત તો ચોખ્ખી નાગાઈ છે.”

“આવા કેસમાં અમને તો કંઈ દેખાતું નથી. અમારા ક્લાયન્ટને ફસાવવામાં આવે છે.” રાજને કડક અવાજે પ્રત્યુત્તર આપ્યો. જાનકીનો વકીલ રેડ્ડી ઠંડા અવાજે બોલ્યો, શો કૉઝ નોટિસનો જવાબ આપો એટલે અમે અમારે જે કરવાનું હશે તે કરીશું. પાંચ મિનિટમાં વાત પતાવી છૂટા પડ્યાં. પણ જાનકી અને તેનો પતિ રામશરણ ખૂબ જ અસ્વસ્થ હતાં. જાનકીનું સતત રડવું  વકીલ રેડ્ડીને પણ ગમતું નહોતું.

અઠવાડિયું ગયું હશે એ મિટિંગને અને બીજી શો કૉઝ નોટિસ આવી. આ નોટિસમાં “છોકરો તો લોટો, ઊટકો એટલે ઉજળો”વાળી વાતને ઉછાળી હતી અને સાથે સાથે સદાશિવને અને મેઘાને પણ લપેટ્યાં હતાં. અને ૧૩ વર્ષની છોકરીની ડાયરીમાંથી કેટલીક ગંદકી ટાંકીને આક્ષેપ હતા કે અક્ષરે રૂપાને બહેકાવી હતી અને તેના માનને નુકસાન કર્યું હતું તેની આખા કુટુંબને સજા મળે તેવી માંગણી કરી હતી.

કોર્ટરાહે વાત આગળ વધી ગઈ હતી..દીકરો તો લોટો; ઊટકો એટલે ચોક્ખોવાળી વાતને મીડિયાએ ખરાબ રીતે ઉછાળી. છાપાંઓમાં આ વાતને કારણે કૉમ્યુનિટિમાં લૅન્ડલૉર્ડ સદાશિવનું નામ બગડવા માંડ્યું. મેઘા અને પરી માટે પણ બહાર જવાનું કઠિન બની ગયું. કોર્ટમાં તારીખો ઉપર તારીખો પાડીને વકીલો તેમનાં ઘર ભરતાં હતાં.

એક દિવસ ઇ-મેઇલમાં ટૂંકો વીડિયો આવ્યો. વીડિયો અક્ષર અને રૂપાનાં પ્રેમદૃશ્યોથી ભરપૂર હતો. છેલ્લે તે વાક્ય મોટા અક્ષરોમા ઝબૂકતું હતું, શું છોકરો એટલે તાંબાનું વાસણ?

સદાશિવે છ વખત વીડિયો જોઈને સમજી લીધું કે ટ્રિકસીનથી અક્ષરને સંડોવ્યો છે…તેણે સ્ટુડિયોમાં છ ચહેરા બદલી બદલીને ટ્રિકસીન ફરી રિશૂટ કર્યા અને છેલ્લો ચહેરો તો પ્રેસિડન્ટ કેનેડીનો લીધો જ્યારે રૂપા તો જન્મી પણ નહોતી. છેલ્લે શબ્દો હતા, શું આ પૈસાદાર નબીરાઓને ફસાવવાનું કાવતરું નથી?

ધારણા હતી તે મુજબ ફોન આવ્યો..સફેદ વાવટા સાથે.

“મારી છોકરીને બદનામ કરતો આ વીડિયો વાઇરલ ના કરશો.”

મેઘા કહે, “ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરના લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ?”

જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ.. “એટલે?”

“આ વીડિયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે?” મેઘાએ ફોડ પાડ્યો.

“પણ હજી તો અક્ષર ભણે છે ને?”

“તે ભણશે અને સાથેસાથે દાંપત્યજીવન પણ માણશે, સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છે ને, મેડિકલ અહીં તો કેટલું મોંઘું હોય છે?”

 

 

પ્રકરણ ૨ : છટકું

મેઘાના ઓચિંતા ટર્નથી જાનકી હેબતાઈ તો ગઈ. તેનામાં રહેલી મા હવે તેને જંપવા દેતી ન હતી. રામશરણ જાનકીનું પડેલું મોં જોઈને સમજી ગયો કે કોઈક ગંભીર વાત છે. વીસ વર્ષના દાંપત્યજીવનમાં એટલું તો તે શીખ્યો હતો કે જાનકી રસ્તો કાઢી લીધા પછી જ તેને વાત કરશે. હમણાં તો ભારેલો અગ્નિ છે અને તે સળગી રહી છે.

“જાનુ! એકલી એકલી ગૂંચવાયા ન કરીશ. હું ડ્યુટી ઉપરથી પણ વાત કરી શકીશ.” કહીને તે પોલીસ સ્ટેશન ગયો. તેનું કસાયેલ શરીર અને સિનિયર કોન્સ્ટેબલ તરીકે ભૂરો ડ્રેસ તેને જચતો હતો. લોસ એન્જેલસનું આ પોલીસ સ્ટેશન બહુ સક્રિય નહોતું.

મેઘા એમ કંઈ લાભ લેવા દે તેમ નહોતી. અક્ષર તો તેમનું સ્વપ્ન હતો. અને કોલ્હાપુરનો બાંકો જુવાનિયો જ્યારે ડૉક્ટર થઈને પ્રેક્ટિસ શરૂ કરશે ત્યારે ભાવિજીવન કેટલું સુખમય હશે તેની તેને કલ્પના હતી. પણ આ ઉત્તરપ્રદેશી ભૈયણનો હુમલો કલ્પના બહારનો હતો. તેને તો મહારાષ્ટ્રીયન વહુ જ લાવવી હતી. પણ આ જુવાનિયાઓ આવી ભૂલો કેમ કરતાં હશે? પરી સાથે તેની મૈત્રીનો જાનકી લાભ લેવા જતી હતી.

જાનકી હજી પણ સમજી શકતી નહોતી કે આ છટકું છે કે સાચે જ ઓફર. રૂપાનું ભણવાનું હજી બાકી છે અને પુરુષને તે ખમી શકે તેવી હોશિયારી તેનામાં હજી આવી નહોતી. વળી અક્ષરને ભણાવી શકે તેવી નાણાકીય ક્ષમતા પણ રામશરણની નથી. રહીરહીને તે નિષ્કર્ષ પર આવી રહી હતી… આ બધું પાંચ વર્ષ પછી શક્ય છે. અને તે પાંચ વર્ષ તેની પાસે નથી.

વકીલ રેડ્ડીને વાત કરી જોઈએ એમ વિચારીને એણે ફોન લગાડ્યો..

“ઉંમરને ધ્યાનમાં લઈ કેસ થોડો વહેલો થઈ ગયો છે. સદાશિવ પણ ફોટોગ્રાફર છે તે આપણી ટ્રિક સમજી ગયો છે અને એવી ૬ માણસો સાથે રૂપાને વળોટતી વળતી ઇ–મેઇલ મને મોકલી છે.” જાનકીએ રડતાં રડતાં કહ્યું.

“પહેલાં તો આ રડવાનું બંધ કરો.” રેડ્ડી સહેજ ખીજવાઈને બોલ્યો.

“હા, પણ ત્યાંથી વાત અટકતી નથી. મેઘાએ મને એમ પણ કહ્યું,  કે તમે કેસ પાછો ખેંચી લો તો રૂપાનાં લગ્ન અક્ષર સાથે કરાવી દઈશ. તમે એની મેડિકલ તાલીમનો ખર્ચ ભોગવજો.”

“રામશરણ શું કહે છે?”

“મેં આપને પહેલા ફોન કર્યો છે.”

“તમારે તે નિર્ણય ક્યારે લેવાનો છે ?”

“જલદી.”

“શું તમને ભરોસો છે તે છોકરીને સુખી કરશે?”

“પહેલો અવાજ તો ના જ છે. આટલા વધેલા વેર સાથે…”

“તો?”

“કેસ તો તરત પાછો લઈ લેવાય પણ તેમનો પછીનો વાર શું હોઈ શકે તેની ચિંતા કરું છું.”

રામઅવતાર સાથે વાત કરાવો કૉન્ફરન્સ કૉલ ઉપર. તેમનો મત જાણવો જરૂરી છે.

“ભલે, હું તમને તેમની સાથે વાત કરાવું.”

“તમારો બીજો અવાજ શું કહે છે?”

“બીજો અવાજ જોખમી છે. પણ પાંચ વર્ષ રાહ જોઈ રૂપા પુખ્ત થાય પછી વિચારવાની વાત આવે છે.”

“ભલે. હવે રામઅવતારની સાથે કૉન્ફરન્સ કૉલ લગાડો.”

રામઅવતાર જાનકીના ફોનની રાહ જોતો જ હતો. જાનકીએ વાત શરૂ કરતાં કહ્યું, “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ છે. સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન.નક્કી કરો.

“શું? અક્ષરનાં લગ્ન?”

“હા. રામઅવતારજી, આ તો આપણું જ કહેલું આપણને પાછું આપે છે.”

“એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે.”

“શું?”

“હા. આ તો છટકું છે. પણ આપણી પાસે કોઈ છૂટકો નથી.” રામઅવતાર બોલ્યો.

રેડ્ડી કહે, “તમને કાયદાકીય સલાહ આપું?”

“હા.”

“અસીલ તરીકે તમારો રાઇટ છે. તમે મને વકીલ તરીકે તેમના વકીલ સાથે વાત કરવા કહો. આ વાત ફોન ઉપર નહીં, લેખિત આપે. જો લેખિત આપે તો તમે બંધાઈ જાવ. તમારે રૂપાનાં લગ્ન કરાવવાં જ પડે. પણ તેમનો વકીલ આ મૌખિક ગુનાને અક્ષરદેહ નહીં આપે.”

“તો રસ્તો શું?”

“ગભરાયા વિના તેમને ફોન કરો. ફરીથી રૂબરૂ મળો અને આ બધી ચર્ચાઓને તેમની જાણકારીમાં ટેપ કરો.”

રામઅવતાર કહે, “હું પોલીસડ્રેસમાં આ વાતોમાં પડીશ તો મને તકલીફ થઈ શકે.”

ઑડિયો કરવાનો છે તેથી યુનિફોર્મની ચિંતા ના કરો.

આ બાજુ  વકીલ રાજન શૌરી મેઘા અને સદાશિવ ઉપર ગુસ્સે થતો હતો. કોઈ પણ કાર્ય વકીલને અંધારામાં રાખીને ના કરો. કોર્ટ્માં મેટર સબજ્યુડીસ થઈ જતાં વાર ન લાગે. ખાસ તો વીડિયો બનાવી સામેવાળી પાર્ટીને ધમકાવી ના શકાય.

મેઘા કહે, “કોઈ લપડાક મારે ત્યારે વકીલને પૂછવા ના જવાય કે હું મારુ તેને? એ તો તરત જ હાથ ઊઠી જાય.”

“છતાં તમને વોર્ન કરું છું. ડૉક્ટરે આપેલી દવા પેશન્ટ લે તો તેનું દર્દ કાબૂમાં આવે. તેવું જ છે. તમે ન્યાય હાથમાં ન લો તો સારું. રેડ્ડીનો ફોન આવ્યો હતો. તમે જે મૌખિક કહ્યું છે તેને લેખિત કરવાનું કહે છે. આવતી કાલે કોર્ટમાં મળીને તેઓ પણ કેસ ખેંચી લેવા માટે જરૂરી કાગળો કરશે.”

મેઘા અને સદાશિવનાં મોં પર વિજયનું સ્મિત હતું..

રાજન શૌરી આ લેખિત આપવાના મતમાં નહોતો કારણ કે પહેલો વીડિયો મોકલ્યો ત્યારે તે મોકલવાનો વિરોધી હતો. હવે આ પણ તે ભૂલને લેખિત રીતે કોર્ટમાં કરવાનો મતલબ ગુનો કરીને ગુનો કર્યાની સાબિતી આપવાની..

રેડ્ડી કાયદાની રાહે ચાલીને સમાધાન કરવાની વાત ઉપર જોર મૂકતો હતો. વળી રૂપા અંડર એજ છે તે નબળાઈ પણ કેસ ન ખેંચવા માટેનું સબળ કારણ હતું. વળી અક્ષર તો મોટો છે તેથી આવા દસ્તાવેજ ઉપર તેની પણ સહી જોઈએ, જે કાલે આવી શકે તેમ નહોતો. તેથી ચર્ચા ફોન ઉપર ટેપ થશે તેની બે કૉપી બન્ને વકીલોને અપાશે.

આ બધું કામ કોર્ટમાં કરવાનું ફક્ત કારણ એક જ હતું, મેઘા અને સદાશિવ કાલે ઊઠીને ફરી ન જાય. કાયદાકીય રીતે આ નબળું કામ છે પણ ન મામા કરતાં કાણો મામો સારોવાળો હાલ છે.

બીજે દિવસે કોર્ટમાં ૧૧ના ટકોરે કૉન્ફરન્સ ફોન ઉપર નોટરીની હાજરીમાં કૉલ થયો. સાન એન્ટોનીઓથી અક્ષરને લેવાયો અને ટેપ રેકૉર્ડર શરૂ થયું. નોટરીએ પોતાની ઓળખાણ આપી અને સૌ હાજર વ્યક્તિઓની નોંધ લેવાઈ. પાંચ વર્ષ પછી થનારા લગ્નની નોંધ લેવાઈ અને તે વાતમાં બધી મૌખિક વાતો લેખિતમાં લખાઈ અને તે ઘટનાના ઉલ્લંઘન બદલ નાણાકીય દંડની જોગવાઈ રખાઈ. એક ફરજિયાત શરત રખાઈ. અને તે ભણવામાં વિઘ્ન ન પડે તેથી બન્ને વર-વધુને મળવાની છૂટ ન અપાઈ. આ સમગ્ર લખાણમાં ફિલ્મ અને અભદ્ર વીડિયોની ચર્ચાની મનાઈ ફરમાવી.

ચર્ચામાં વડીલોની હાજરીમાં વર્ષમાં ૧૨ વખત મળવાની છૂટ અપાઈ. ફોન ઉપર કે ઇન્ટરનેટ ઉપર પણ મનાઈ ફરમાવાઈ. હાજર હતાં તેમની લેખિત મંજૂરી લેવાઈ અને અક્ષયની મૌખિક મંજૂરી લેવાઈ અને અઠવાડિયામાં એણે પણ સાઇન કરી મોકલવાનું નક્કી થયું.

મેઘાએ ઘણી શરતો સામે વાંધો લીધો પણ ચાર કલાક્ને અંતે પહેલો વીડિયો કોન્ટ્રાક્ટ થયો. નોટરીનાં સહીસિક્કા થયાં પછી નોટરીએ રામઅવતારને  અને સદાશિવને તેમની કૉપી આપી.

આ કાયદાકીય લખાણ પછી જાનકીને હાશ થઈ. પણ રામઅવતારની ફડક શરૂ થઈ. ખર્ચ પેટે દર મહિને પાંચ હજાર ભરવાના હતા અને તે પણ પાંચ વર્ષ…

 

 

 

 

 

પ્રકરણ : સ્વીટ સિક્સટીન પાર્ટી.

વકીલો ગમે તે નામ આપે પણ લખાણું એટલે તેના ભંગ સમયે વકીલો પાછા લઢવાના જ. અને સામાન્ય રીતે લખાણ ભરોસો બેસાડવા જ થતાં હોય છે. આ કોંટ્રાક્ટ મૅરેજને અક્ષર તો હસતો જ હતો. તેમાં જેટલાં બંધનો હતાં તેટલી તે છૂટ લઈ શકતો હતો. વળી રૂપા તો હજી ભોળી છે.. જ્યારે વડીલોની હાજરી કે મેઘાની હાજરી હોય ત્યારે રૂપાની મજાલ કે ચૂં કે ચાં થાય?

રૂપાની સોળમી વર્ષગાંઠે, સ્વીટ સિક્સટીન પાર્ટીમાં અક્ષરને તેનો બૉયફ્રૅન્ડ જાહેર કરવાની ઘડી હતી. ચાર મહિના થઈ ગયા હતા. કોઈએ એકમેકનો કોઈ પણ રીતે સંપર્ક ન કર્યો હતો. પૈસા નિયમિત રીતે પહેલી તારીખે પહોંચી જતા હતા. રૂપા માટે અક્ષરે કરેલી વાતો ખોટી નીકળેલી. રૂપાના શૈશવે ફક્ત એક જ નામ હતું અને તે અક્ષરનું.

તેના જન્મદિવસની પાર્ટીમાં અક્ષરને આમંત્રણ મેઘા દ્વારા જાનકીએ આપેલું અને જાનકીને અક્ષયે ફોન દ્વારા કન્ફર્મ કરેલું તેથી તે દિવસે આવશે કે મળશેવાળી આશંકા હતી નહીં. રૂપા પરી પાસેથી અક્ષર વિશે ઘણું જાણતી હતી. હા છેલ્લાં અઢી વરસ થયે વાત નહોતી કરી. તેને તેની સાથેની દરેક પળનો રોમૅન્ટિક હિસાબ યાદ તો હતો જ. પણ હવે એ અલ્લ્ડપણું જતું રહ્યું હતું.

અક્ષરને જોયા પછી જાનકીને ચિંતા થતી હતી પણ આ એવું દુઃખ હતું કે જે સહન કર્યે જ છૂટકો હતો..જે એવો એરું હતો જે  જુવાની પહેલાં દીકરીને ડંખી ગયો હતો. સદાશિવ, મેઘા, રામઅવતાર અને જાનકી ત્યાં હાજર હતાં પણ એક ભય કે જેનાં જુદાં-જુદાં સ્વરૂપ સૌને દેખાતાં હતાં. નાનકડો પાર્ટીહૉલ મિત્રોથી ભરેલો હતો. વડીલો કેક કાપ્યા પછી જતાં રહેવાનાં હતાં. જુવાનિયાઓની ધમાલમાં રામઅવતારે લેડીઝ પોલીસ સાદા ડ્રેસમાં રાખી હતી કે જેથી ઘડી એ ઘડીનો અહેવાલ મળે.

અક્ષર સૂટ પહેરીને આવ્યો હતો. સદાશિવની મીની કૉપી હતો. રૂપા બે સખીઓ સાથે જ્યારે હૉલમાં પ્રવેશી ત્યારે એના રૂપે સન્નાટો વ્યાપી ગયો. સુંદર આસમાની કલરના ડ્રેસમાં તે ખીલતી હતી .. બેશક અક્ષર તેની પાસે વામણો અને ઊતરતો લાગતો હતો. હળવા મ્યુઝિક સાથે પીણું પીરસાયું અને પહેલાં રામાવતાર અને જાનકીને તે પગે લાગી. સોળમા વર્ષે પ્રવેશના આશિષ મેળવ્યા. પછી સદાશિવ અને મેઘાને પગે લાગી અને મિત્રોની શુભેચ્છાઓ લેતી લેતી તે મુખ્ય ટેબલ તરફ વળી જ્યાં તેની કેક હતી.

ચારેય વડીલોની નજર અત્યારે અક્ષર અને રૂપાની તરફ હતી. ત્યારે ડીજેએ અક્ષરને ઇશારો કર્યો અને ૨૪ લાલ ગુલાબોનો ગુલદસ્તો લઈ રૂપા તરફ જવા કહ્યું. રૂપાની આંખમાં વહાલ નહોતું. અક્ષર સહેજ ડરી ગયો. પણ ડીજેએ શબ્દોના પુલો બાંધી હિંમત આપી અને પરીએ માઇક હાથમાં લઈને ગાયું, “ભાભીને મારો.. હેપી ભાઈ કહે, હેપી બર્થ ડે.. હેપી બર્થ ડે.”

પુષ્પો અપાઈ ગયાં, કેક કપાઈ ગઈ અને ડાન્સ પ્રોગ્રામ શરૂ થવાનો હતો તેથી વડીલોએ હૉલ છોડીને તેમના રૂમ પ્રતિ પ્રયાણ કર્યું.

અક્ષર તો રૂપાનું ઊઘડેલું રૂપ જોતો જ રહ્યો. મેઘાએ કહ્યું,  હતું તેનાથી તો ઘણું જ સુંદર હતું. તેણે મમ્મીનો મનોમન આભાર માન્યો. સ્ટેજ ઉપર તે ઘડી આવી ગઈ જ્યારે બૉયફ્રૅન્ડની ઓળખાણ સૌને કરાવવાની હતી.

રૂપાને માઇક હાથમાં આપ્યું અને તેનો ચહેરો ફૂલની જેમ ખીલી ગયેલો જોઈને પરી ખુશ થઈ ગઈ.

“મારો સાહ્યબો, પરીનો ભાઈ અક્ષર. હું નાસમજ હતી ત્યારથી જ  હું અક્ષર સાથે રહેવા મથતી હતી અને આજે સમજણી થયા પછી તો આખી જિંદગી સાથે રહેવા માંગું છું. બસ શરત એટલી જ કે આખી જિંદગી તે “યસ મેમ” કહીને મારા કંટ્રોલમાં રહે. મને રાણીની જેમ રાખે અને મારું કહ્યું જ માને.”

આખા હૉલમાં હસાહસ થઈ રહી હતી.

અક્ષરે માઇક હાથમાં લઈને કહ્યું,  “યેસ મેમ.”

ફરીથી હાસ્યનું મોજું ફરી વળ્યું.

પાછું માઇક હાથમાં લેતાં રૂપા બોલી, “તને સમજ નથી પડતી અક્ષર કે આજના દિવસમાં શું કરવાનું? ચાલ, મને તારી ગર્લફ્રૅન્ડને કિસ કર.”

અક્ષર કહે, “મને શરમ આવે છે. આટલાં બધાંની હાજરીમાં..હું નફ્ફ્ટ નથી.”

“મને ના પાડે છે?”

“ના. હું તો લાઇટ બંધ કરવાનું કહું છું.”

ડીજેએ લાઇટ બંધ કરી અને સ્પોટ લાઇટ બન્ને ઉપર મૂકી. જ્યાં રૂપાએ તેના હોઠ ઉપર બચકું ભર્યું.. ઊંહકારા ભરતા બૉયફ્રૅન્ડે ચીસ પાડી અને લાઇટો ચાલુ થઈ ગઈ. આખો હૉલ હસતો હતો.

રૂપા ફરીથી બોલી, “બોલ, રહીશ ને સાથે?”

અક્ષર ફરી બોલ્યો, “યેસ મેમ!”

પરી અક્ષરને કહે, “નો મેમ કહે,. આજે તો હોઠ કરડ્યો પણ કાલે આખો કરડી ખાશે ભઈલા!”

રૂપા કહે,  “બોલ રહીશ ને સાથે…?”

અક્ષર કહે, “યેસ મેમ.”

રૂપા કહે, “કોઈનું કહ્યું, માનીશ?”

અક્ષર હડબડાટીમાં બોલ્યો, “યેસ મેમ.”  અને પછી તરત ભૂલ સુધારી, “નો મેમ, નો મેમ.”

હાસ્યનો ગુબારો ઊઠ્યો. ખાવાનું શરૂ થયું. આઇસ્ક્રીમ અને મીઠાઈ વહેંચાયાં. લોકોએ બન્નેને અભિનંદન આપ્યાં. પાર્ટી પૂરી થઈ.

*****

વડીલોની રાહ જોવાતી હતી ત્યારે રૂપાએ અક્ષરને પૂછ્યું, આ “ટાઇમ પાસ” એટલે શું?” પરીની હાજરીમાં પુછાયેલ પ્રશ્ન ઉપર તે સહેજ હડબડી ગયો.

“ટાઇમ પાસ એટલે ટાઇમ પાસ.”

પરી કહે, “અક્ષરભાઈ, હવે તો સાચી વાત કહો.”

“તારી હાજરીમાં ડૉક્ટરની ભાષા આવી જશે.”

“ભલે હું અને રૂપા બન્ને તે વાત સમજી શકીએ તેટલાં મોટાં અને પુખ્ત તો છીએ.”

તો સાંભળ રૂપા, તારા કરતાં હું પાંચ વર્ષે મોટો તેથી પુખ્તતા વહેલી આવેલી. જ્યારે રૂપા કાચી ઉંમરની. પણ તેની નજરમાં હું ભાઈ નહીં પણ માન હતું તેથી મારા વર્તનને વહાલ સમજતી. અને આવું વર્તન બધાં સાથે ન થાય તેવું ગતકડું મેં તેને સમજાવી દીધું હતું..

એક દિવસ આ માન “સાહ્યબાઃના નામે સ્થિર થયું. અને મારે સાન એન્ટોનીઓ જવાનું થયું ત્યારે વિજ્ઞાન અને ગુગલે રૂપાને સમજાવી દીધુ હતું કે કેવી રમત અને રમતમાં ભૂલ થતી હતી. આ ભૂલની જવાબદારી લેવાને બદલે મેં તેને “ટાઇમ પાસ” કહીને ખંખેરી નાખી.

રૂપા કહે, “અક્ષર, તારી શારીરિક છેડછાડે મને સમય કરતાં વહેલી પુખ્ત કરી નાખી હતી અને મને મૂકીને તું ભણવા જતો રહ્યો.”

પરીએ વાતનું અનુસંધાન કરતાં કહ્યું, “તમે લોકો રેડ રૂમમાં ભરાતાં હતાં પણ તમને તેમાં ક્લોઝ સર્કિટ સિસ્ટમની ખબર નહોતી, જે મેં એક દિવસ જોઈ અને રૂપાને બતાવી. તેને ડિલિટ કરી મેં થંબ નેઇલ ઉપર લીધી અને જાનકી આંટીને બૅકગ્રાઉન્ડ વાઇપને આપી. અને પછીની બધી કથા તમને ખબર છે.”

“તારો હોઠ તો આ ગુસ્સમાં કરડી ખાધો હતો, ઓ બેવફા બાલમ, સમજ્યો?” રૂપા બોલી.

“તો? હવે શું?”

રૂપા બોલી, “કોર્ટેથી કેસ હટી ગયો છે. શંકાનાં વાદળો ઘટી ગયાં છે. હવે તું અને હું બન્ને ભણીશું અને પાંચ વર્ષના અંતે ધાર્યું જીવન જીવીશું.”

અક્ષર બોલ્યો, “પણ ટાઇમ કેવી રીતે કાઢશું?”

પાછળથી ડોકિયું કરતાં  હેડ કોન્સ્ટેબ્લ રામઅવતારે જજની અદામાં કહ્યું, “નો ટાઇમ પાસ ટીલ યુ ગ્રેજુએટેડ.” કથામાં આવેલ ટર્નની જેમ જેમ સૌને ખબર પડતી ગઈ તેમ તેમ વાતાવરણ હળવું થતું ગયું.

અક્ષરે ભણવા માટે લોન લેવાની અને અત્યાર સુધી આપેલા પૈસા લોન આવે પરત કરવાના એ જાણતાં જ રામઅવતાર હળવો થઈ ગયો અને મેઘા બાજી હાથમાંથી ગઈ એમ વિચારીને થોડીક દુઃખી થઈ. પણ રૂપા અને અક્ષરને પ્રસન્ન જોઈ હળવી થઈ ગઈ.

 

 

 

 

 

 

પ્રકરણ :

મિલનની અજીબ દાસ્તાન

એલ. એ. ટાઇમ્સમાં નાનક્ડા સમાચાર ચમક્યા હતા..“મિલનની અજીબ દાસ્તાન.”

બહુ ચર્ચિત સમાચારમાં – કિસને બદલે પ્રેમિકાએ કરડી ખાધો હોઠ; રૂપા અને અક્ષરનું પ્રેમપ્રકરણ રંગ બદલે છે….. આ સમાચાર હવે સમાચારપત્રો ચગાવતાં હતાં…. બે પ્રેમીપંખીડાંની ઊજળી વાતો રજૂ કરી…અમેરિકા મેલ્ટિંગ–પોટ છે; ભારતનાં બે રાજ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનાં પ્રતિનિધિઓનું મિલન હતું.

લોકલ રેડિયો સ્ટેશનની હોસ્ટ ભદ્રાને આ કિસ્સો ખૂબ ગમ્યો તેથી તેણે રેડિયો ઉપર બન્ને પ્રેમીપંખીડાંનો ઇન્ટરવ્યૂ લેવાની ઓફર મોકલાવી. કોન્સ્ટેબલ રામઅવતારને તે ના ગમ્યું પણ જાનકીએ હા કહી એટલે અક્ષરને પણ ફોન થયો. કોન્ફરન્સ કૉલ ઉપર અક્ષરને લેવાયો. બીજા ફોન પર રૂપા હતી અને ભદ્રા રેડિયો સ્ટેશન પરથી આ મિટિંગ કંડક્ટ કરતી હતી..

“શ્રોતા મિત્રો, આપણી કોમ્યુનિટિમાં ચર્ચાયેલો એક કેસ જે અમેરિકામાં સહજ છે પણ ભારતમાં તે ચર્ચાસ્પદ થઈ શકે તેનાં બે પાત્રોની સાથે આજે જીવંત ચર્ચા કરીશું. આપણી સાથે ફોન ઉપર તેમનાં વડીલો અને વકીલો પણ હાજર છે અને પ્રસંગ ચર્ચાયા પછી શ્રોતા મિત્રો પોતાના અભિપ્રાય આપી શકશે. તો ચાલો, તમારી ઓળખાણ કરાવું .. રૂપા અને અક્ષર – આપણાં નાયિકા અને નાયક.

થોડા મ્યુઝિક પછી રૂપા કહે છે, “હું રૂપા. મારો સાહ્યબો છે અક્ષર. મારી મિત્ર પરીનો તે ભાઈ. હું બહુ નાની હતી ત્યારથી મને તે ગમતો. પણ ભાઈ તરીકે નહીં. મને એના માટે માન હતું. તે કંઈ પણ કરે તો મને ગમતું હોવાનો તેનો હક્ક સમજતી. તેની નાનીનાની વાતોમાં પણ હું પ્રસન્ન થઈ જતી. ટૂંકમાં તેની અસરમાં હું હતી. મને થતું કે આની સાથે આખી જિંદગી રહેવા મળે તો કેવું સારું? મારી આ વાતોને પરી હસી નાખતી.”

થોડા મ્યુઝિક પછી ફરી ભદ્રા કહે, ચાલો હવે સાન એન્ટોનીઓથી અક્ષરને મળીએ.

અક્ષર કહે, “હું રૂપા કરતાં ચાર વર્ષ મોટો. તે પરીની બહેનપણી એટલે મારે માટે પણ નાની બહેન જેવી જ. પણ ક્યારેક તે મને જોતી તો મને લાગતું કે તે મને બીજી જ નજરે જુએ છે, તમે સમજી ગયા ને? પુખ્ત છોકરો કોઈ પુખ્ત છોકરીને જે નજરે જુએ તેવી નજરે..“મને તે નજર ગમી અને મેં પૂછ્યું, ‘રૂપા, હું તને ગમું છું?’

તે શરમાઈ અને બોલી, ‘હા.’ અને તે નાસી ગઈ.

મેં બીજે દિવસે ફરીથી એ જ નજરે જોતી પકડી પાડી અને કહ્યું, “મને પણ તું ગમે છે.”

થોડુંક મ્યુઝિક વાગ્યું અને ફરીથી ભદ્રા બોલી, આ તો કાચી ઉંમરનો પ્રેમ. કહે છે કે ઝાંઝર અને ઘાયલ હૈયું છૂપ્યું ના છુપાય.. બસ તેમ જ મમ્મીને ખબર પડી ગઈ.

માઇક ઉપર જાનકી બોલી, “અરે રે, તેં આ શું કર્યું? કાચી ઉંમર અને આ પ્રેમનું આલંબન.. પરિણામ વિચાર્યું છે? ત્યારે રૂપા કહે, મા, અક્ષર મને શું કામ દગો દે? હું તો કાંઈ તેનું કહ્યું  ટાળતી નથી અને તે પણ મને સતત કહે છે કે મને તે ચાહે છે..

ભદ્રા આ ચર્ચા દરમ્યાન માની વ્યથાને શબ્દદેહ આપે છે, “દીકરીનાં ભોળપણને કેમ ખાળવું? આ વ્યથા ૯૦ ટકા માની હોય છે. ફોનની ઘંટડી વાગે છે. શ્રોતાઓને બોલવા દેવાય છે.

એક મંતવ્ય એવું હતું કે મા–બાપનો વાંક છે. તાલીમ અપાઈ નથી. આવા પ્રસંગો ન ઘટે તેની તકેદારી લેવામાં મા કાચી પડી છે.

બીજુ મંતવ્ય એવું હતું કે છોકરો ભારતીય હતો. તેનું આવું તકવાદી વલણ નિંદનીય છે.

ત્રીજુ મંતવ્ય એવું હતું કે ભારત કરતાં અમેરિકા ઘણી બાબતે પ્રેક્ટિકલ અને વહેવારુ છે. તેમનાં મા–બાપ સાથે વાત કરો અને ૧૮ વર્ષ સુધી તેમનો ખ્યાલ રાખો.

ભદ્રા કહે,  “આનું નિરાકરણ શું? તેનો જવાબ આપને કથા જેમ આગળ ચાલશે તેમ મળતો જશે. રૂપાની માતા આના નિરાકરણ માટે અક્ષરની માતાને વાત કરે છે.

જાનકી બોલે છે – “જુઓ, તમારા દીકરાએ મારી દીકરી સાથે કુકર્મ કર્યું છે. મારી દીકરી નાની અને નાસમજ, તે સમયે તેને વહુ તરીકે સ્વીકારો, નહીંતર અમેરિકન રાહે તેના ઉપર કેસ કરીશ.” પાછળ બૅક ગ્રાઉન્ડમાં જાણે વીજળી પડી હોય તેવો ગડગડાટ થાય છે.

મેઘા બોલે છે, “મારા દીકરાને ફસાવવા તમે આ કામ કરો છો… તમે સ્યૂ કરશો તો શું અમે બેસી રહીશુ?”

ભદ્રા માઇક ઉપર ભારે અવાજે કહે છે.. એક ખીલતી કળી જેવી પ્રેમકથા કોર્ટમાં ચઢી ગઈ. આક્ષેપ અને પ્રતિઆક્ષેપો ચાલુ હતા ત્યાં વાતો એવી આવી કે રૂપા ચરિત્રહીન છે અને અક્ષર તેને ભોળવી રહ્યો છે…કેસ સબજુડીસ હોવા છતાં બન્ને એકમેકને મળે છે. રૂપાની માતાએ આવા કેસ ૬ જણ ઉપર કર્યા છે..જેવી જેવી અફવાઓ ઊભરતી રહી પણ આ અફવાઓની માઠી અસરો બન્ને કુટુંબો પર પડતી ગઈ અને એક દિવસ ચમત્કાર થયો.

મેઘા ફોન ઉપર બોલી, “કેસ થયા પછી એક દિવસ રૂપાને મેં જોઈ. મને તે ગમી. અક્ષરને મેં શાંતિથી સાંભળ્યો. મારા પ્રશ્નોને તે સાંખી ન શક્યો. મેં એને એમ જ પૂછ્યું, પરી સાથે આવું થાય તો? અને એનાં ગલ્લાંતલ્લાંએ મને મારી ભૂલ સુધારવાની તક આપી.”

જાનકી ફોન ઉપર આવી. “મેઘાબહેને એક જ શરત મૂકી, કેસ પાછો ખેંચો તો અક્ષર અને રૂપાનાં લગ્ન શક્ય બને.”

ભદ્રા કહે, “આ કેટલો જટિલ નિર્ણય હતો, આ બન્ને માતાઓ માટે. ખાસ તો અવિશ્વાસનું વાતાવરણ તોડીને વિશ્વાસનું વાતાવરણ સ્થાપિત કરવા માટે…”

ભદ્રાએ વકીલ રેડ્ડીને માઇક આપ્યું. રેડ્ડી બોલ્યો, “આ અમારે માટે પણ કસોટીની ક્ષણ હતી. અને એવું કહેવાય છે કે આ પ્રકારનાં લખાણો મોટે ભાગે નિષ્ફળ જતાં હોય છે. પણ જે જોખમો જેના ઉપર લેવાતાં હતાં તે રૂપા તે જોખમો લેવા તૈયાર હતી અને મેઘા પણ સામે પક્ષે છોકરાનું હિત જોતી હતી તેથી તે કોન્ટ્રાક્ટ થઈ શક્યો.

વકીલ રાજેન શૌરી બોલ્યા, “આ એક હકારાત્મક સારું કામ કરી શક્યા તે માટે સૌને અભિનંદન.”

રૂપા ફરી બોલી, “ભદ્રા બહેન, આ લગ્નજીવન સફળ જ જવાનું છે તેની ખાત્રી મારી મોમને થતી નહોતી પણ હું અને અક્ષર તેને સફળ બનાવશું કારણ કે તે અમારા હિતમાં છે. તેના હોઠને કરડવું એ મારી ચીમકી હતી અને તેણે તે સ્વીકારી. મારો તો તે પહેલો અને આખરી પ્રેમ છે.”

અક્ષર પણ તરત જ બોલ્યો, “મોમ પાસે હું કદી ખોટું નથી બોલી શક્યો. અને તેમની વાત હંમેશાં સાચી એટલા માટે છે કે તેઓએ હંમેશાં સત્યને સાથ આપ્યો છે. રહી રૂપાને પ્રેમની વાત તો તે જેમ પુખ્તતા વધે તેમ વધતો પ્રેમ છે. અને સ્ફટિક જેવો શુદ્ધ અને નિર્મળ પ્રેમ ખોઉં તેવો મુરખ હું નથી.”

ભદ્રાએ આ ઘટનાને ભારતીય રીતે  તો વખોડી અને અમેરિકન રીતે સત્ય જાણ્યા પછી ભારતીય રીતે દીકરાને ના છાવર્યો.

હવે આગળ શું તે પ્રશ્નનો જવાબ શ્રોતાઓએ પોતપોતાની રીતે આપ્યો. એક વાત વારંવાર કહેવાઈ કે છોકરો એટલે લોટો અને ઊટકો એટલે ચોખ્ખો એ ભારતની બદી. પણ અહીં તો તે ગુનો..અજ્ઞાનથી કે જાણી જોઈને થયેલું આ કામ ચાઇલ્ડ મોલેસ્ટેશન ગણાય. ગમે તેટલી સાવધાની કેમ ન હોય, આ વર્તન અસ્વીકાર્ય છે.

આપણા આ કેસમાં જો તે બન્ને લગ્ન સંબંધે બંધાય તો સજા હળવી થતી હોય છે. છોકરી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી અને સંમતિથી થયેલ છેડછાની સ્વીકૃતી છે.

ભદ્રાને રેડિયો પર ઘણી વાહ વાહ મળી. સાથેસાથે સૌનો આભાર માનતાં, અને રૂપા અને અક્ષરને સુખી લગ્નજીવનની આશિષો આપવાની સાથે એક વાત દોહરાવી કે છોકરો એટલે લોટોવાળી વાત ખોટી છે. બન્ને પક્ષની સહમતિ જરૂરી છે જે મેઘાબહેને સહજ રીતે રૂપાને સ્વીકારીને કર્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ : મેઘાનો સારો અનુભવ

રેડિયો ઇન્ટરવ્યૂ પછી ભદ્રાએ તેની ફાઇલ અક્ષર, મેઘા અને રૂપાને મોકલી. તે બીજી વખતે સાંભળતાં પરી બોલી, “વીડિયો પ્રકરણ ન ચર્ચાયું તેમાં હું તો કપાઈ ગઈ.” મેઘા કહે, “વાત તો સાચી છે. મારું મન તે વીડિયો જોતાં તેં કરેલી ટકોરને કારણે બદલાયું હતું.. અક્ષરના ચહેરા ઉપરનો આનંદ અદભુત હતો. જો તેં ધ્યાન ન દોર્યું હોત તો કદાચ માતા તરીકેની મારી મૂળ ફરજ ચૂકી જાત. મારા વિચારોમાં આ ટર્નિંગ પૉઇન્ટ તારા થકી હતો. મારે અને અક્ષરે આ કાર્ય બદલ તને ધન્યવાદ કહેવાના તો બને જ છે.”

રૂપા તે વખતે આવી હતી. અને આ ચર્ચા સાંભળીને તે બોલી, “ચાલો, એ નામે આઇસક્રીમ હું લઈ આવું.”

પરી કહે, “એમ નહીં, અક્ષરભાઈ આવે ત્યારે સાથે જઈશું.”

થોડા સમયની શાંતિ પછી રૂપાએ પૂછ્યું,  “અક્ષર ક્યારે આવે છે?”

“આ વીક ઍન્ડમાં આવે છે. તને નથી જણાવ્યું?”

“ના. અને મને તો એ આવીને ઠેઠ સાંજે મળવાના ને?”

“હા ભાઈ હા. તમારો ટાઇમ સ્પેશ્યલ.. એમાં અમારી ડખલ ના ચાલે.”

“ના એવું કશું નથી. અને અમે સમજીને અંતર રાખીએ છીએ. ઘી અને આગ ભેગું થાય તેવું કશું જ નથી કરતાં. એટલે આપણે બધાં સાંજે સાથે જઈશું.. હું તો તેને જોઈને જ રાજી.”

મેઘા કહે, “એ બધા નિયમનો જો તમે સમજીને પાળો તો સારું. બાકી હવે તું પણ અમારા કુટુંબનો ભાગ છું તે તો કહેવાની જરૂર નથી. કેમ ખરું ને?”

“હા, એ તો છે જ. પણ આજે મારે મરાઠી વાનગી બનાવતાં શીખવાની છે. તો રસોડામાં ક્યારે જવાનું છે?”

પરી કહે, “અક્ષરને તો કોપરું નાખેલ દાણાની કચોરી ભાવતી હોય છે પણ અત્યારે તો સાદું જ ખાવાનું બનાવશું.”

“ભલે, તમે સાદું ખાવાનું બનાવજો. હું થોડા માવાના મથુરા પેંડા બનાવીશ. હું બધું સીધુંસામાન લાવી છું..”

મેઘા કહે, “તારે સીધું લાવવાની જરૂર નથી આપણે ત્યાં બધું મળશે.”

“એમાં નંખાતી કેટલીક વસ્તુઓ ક્દાચ ના હોય, જેવી કે માવો અને ખડી સાકર. એટલે તે હું લાવી છું.”

“સરસ. તને જોઈતી બીજી વસ્તુઓ ફ્રીઝમાં મળશે. પરી પણ તને મદદ કરશે.”

તે થોડું મલકી. પછી કહે, “પરી તો મારી એંજલ બહેનપણી પહેલાં છે; નણંદબા તો ક્યારેય નથી થવાની.”

“કેમ અલી આવું બોલે છે?” મેઘાએ વાંધો લીધો.

“હા રૂપા. તારી વાત મને ગમી.” પરી બોલી,.

“હા સ્તો. પહેલાં તે મારી મિત્ર વધારે છે. મારા અને અક્ષરના પહેલા જુનિયરની માસી….”

મેઘાએ ફરીથી ટહુકો કર્યો, “અને ફોઇ ક્યારે બનશે?”

“જ્યારે તે નામ પાડશે પછી..”

સૌ મલકી રહ્યાં…હજી તો ભેંસ ભાગોળે છે અને ઘરમાં ધમાધમ ચાલી છે.

ચાલ પરી રસોડામાં. કારણ કે છે મીઠાઈ સાદી પણ સમય અને મહેનત વધુ છે. આ માવાને ધીમા તાપે શેકવાનો છે.. ૨૦૦ ગ્રામ માવો બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવતાં રહેવાનું છે.

“એટલે મારે ભાગે મજૂરી છે?” પરી બોલી. ત્યારે હસીને રૂપા બોલી, “ના યાર, મજૂરી તો મારી, પણ તેને માટે મને વાસણ જોઈશે ને? અને તવેથો પણ. તારે તો આ ખડી સાકરનો ભૂકો કરવાનો છે અને કેવડાનો અર્ક મને આપવાનો છે.”

મેઘા કહે, “એટલું ધ્યાન રાખજો કે બદામી રંગનો માવો થયા પછી ઠંડો એકદમ ન કરશો…સહેજ હાથમાં લેવાય તેવો હોય ત્યારે ખડી સાકર અને કેવડાનો અર્ક ભેળવશો.”

રૂપા કહે, “ત્યારે મમ્મી, તમને બોલાવી લઈશું.”

બે બહેનપણીઓએ માવો તો દસ મિનિટમાં બદામી કરીનાખ્યો પણ તેને ઠંડો કરતાં ૨૦ મિનિટ થઈ અને માવાની ભારો ભાર ખડી સાકર નાખી, એલચી ૮ દાણા ક્રશ કર્યા ત્યારે મેઘા માની ગઈ કે જાનકીએ કેળવેલી છોકરી તેને ત્યાં આવી છે. નાની ચમચીના માપે વીસ પેંડા તૈયાર થયા. પછી ખડી સાકરનો ભૂકો ભભરાવીને પ્લેટમાં ગોઠવ્યા અને ઠંડા કરવા મૂક્યા ત્યારે પરી બોલી,

“મારી સખી રૂપા, આ પેંડાની ખડી સાકર જેમ અમારા ઘરમાં તારું સ્વાગત છે.”

મેઘા ત્યારે બોલી, “મારે તો એક દીકરી હતી અને હવે તું આવી તેથી વહુ નહીં, તું પણ મારી દીકરી બનીને રહીશ..ભગવાન તારું ભલું કરે. અને વીસ ડૉલરની નોટ તેના હાથમાં આપી.

પરી કહે, “મને?”

રૂપાએ તે નોટ પરીને આપવા માંડી ત્યારે મેઘા બોલી, “ના બેટા, તારું આ ઘરમાં સ્વાગત છે..તારો હક્ક છે. પરીનું તો આ આખું ઘર છે..અને તેં પહેલી વાર રસોઈ બનાવી છે ને?” પછી પરીને પણ દાપું આપ્યું અને કહે, આ આપણા સંસ્કાર છે..બધું વહેંચીને ખાવું. સુખ હોય કે દુઃખ.”

મેઘા દ્રવી ગઈ અને બોલી, “પરી, તારો તો બહુ જ આભાર. આવી ગુણિયલ વહુને મેળવવી એ પણ એક શુભ શુકન છે.”

રૂપા  મેઘાને પગે લાગતાં બોલી, “ મા, તમને કહું તો આપનું સાસુપણું ઊજળુ થશે. અને મને એક વધુ મા મળશે.” મેઘાએ આશિષો આપી અને દસ પેંડા પ્લાસ્ટિકની સેન્ડવિચ બેગમાં ભરીને આપ્યા. રામઅવતાર અને જાનકી માટે.

પાંચ વાગતાં રૂપા નીકળી..ત્યારે એક પ્રકારનો આનંદ લઈને તે નીકળી. જમવા રોકાવાનો આગ્રહ કર્યો પણ ટ્રાફિક વધી જશેવાળી વાતે મેઘા વળી ગઈ અને સાથે સાથે તેને અક્ષર આવે ત્યારે સવારથી આવી જજેનું આમંત્રણ પણ આપી દીધું.

મેઇન રોડ ઉપર ચઢતાં રેડિયો ઉપર ગીત વાગતું હતું :

તુમ્હે ઓર ક્યા દું મૈં દિલ કે સિવા.

તુમકો હમારી ઉંમર લગ જાય.

તે મલકી. સાથેસાથે તે ગીત ગણગણી રહી. તેને લાગ્યું કે અક્ષર તેની સાથે છે અને તે જાણે અક્ષરને આ ગીત સંભળાવી રહી હોય તેમ અનુભવ્યું. કાશ કે વચ્ચેના કોર્ટના આક્ષેપો–પ્રતિઆક્ષેપો બન્ને  વચ્ચે આવ્યા જ ન હોત તો?  ઘરે પહોંચીને પહેલો અનુભવ જાનકીને કહેવો કે નહીં તે દ્વિધા અનુભવતી રૂપા ઘરે પહોંચી ગઈ.

જાનકી તેની રાહ જોતી જ હતી. “સાસરવાસ જઈ આવી?”

“હા મા, મને તો બીજી મા મળી. બહુ સારા લોકો છે મા. મને દીકરીની જેમ સાચવી છે. હું તો મેઘાબાને ફિલ્મોની લલિતા પવાર જેવી માનતી હતી પણ ના, એવું નથી.”

જાનકીને હજી ભરોસો બેસતો નહોતો પણ તે પોતની મજબૂરી પણ સમજતી હતી.

મથુરાના પેંડા કાઢીને આપ્યા અને આખો પ્રસંગ વિગતે કહ્યો. મેઘા આ લગ્નને આનંદનો પ્રસંગ માને છે તે વાતે તેને થોડી રાહત આપી. તેના મનમાં ચાલતી અવઢવ કોને કહે? રામઅવતાર પણ આ ઘટનાને કુદરતી રીતે કર્મનાં લેખાંજોખાં કહી શાંત થઈ જતો. પણ પોતે તો મા છે ને? હવે ફડકતે હૈયે અક્ષર આવશે ત્યારે?–ની ફડક ચાલુ થઈ.

તે રાત્રે જાનકી રામઅવતાર સાથે વાતો કરતાં બોલી, “મેઘાનો સારો અનુભવ લઈને રૂપા આવી છે. મને તો લાગે છે તે લોકો પાસે બે ચહેરાઓ છે. કોર્ટમાં ગયેલ કેસ કેવી રીતે બદલી નાખ્યો હતો?”

રામઅવતાર કહે, રૂપાને સમજાવી દે. “જ્યારે અક્ષર કે મેઘા ચહેરો બદલે ત્યારે એકદમ સાવધ થઈ જવું.”

“હું ચિંતિત છું. તે ઘડી ન ઓળખાય ત્યારે?”

“જો તે ઘડી ન આવે તેટલા પૂર્વ પ્રસંગો તેને સમજાવી દે અને કહે કે સાવધ રહેજે. આ પ્રસંગો લગ્ન પછી જ ભજવાય તે તારા હિતમાં છે. આજનું વિજ્ઞાન અને ટૅકનોલૉજી એટલી વિકસેલી છે કે તેઓને આ સમજાવવું જ  નથી પડતું. ગુગલ આવી તકલીફોનું નિરાકરણ પણ બતાવતું જ હોય છે.”

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ : રૂપલી રાધા

પછીના શુક્રવારે અક્ષર લોસ એન્જેલસ રાતે ૮ વાગ્યે પહોંચ્યો. ગોઠવણ કર્યા પ્રમાણે પરીએ ફોન કરીને રૂપાને જણાવી દીધું કે તેનો સાહ્યબો આવી ગયો છે. તે ફોન ઉપર ફેસ ટાઇમ કરવા માંગે છે. તું તારો મોબાઇલ ચાલુ કર.

પપ્પા અને મમ્મીને સાથે રાખીને ફેસટાઇમ શરૂ કર્યું. સામે અક્ષર, પરી અને મેઘા હતાં. એકમેકની ખબર પૂછી. નોર્મલ ડ્રેસમાં પણ રૂપા રૂપાળી દેખાતી હતી. જાનકીએ વાત શરૂ કરી..

“મેઘાબહેન, રૂપાને આપે આવકારી અને દીકરી બનાવી તે વાતનો બહુ આભાર. અક્ષર, ભાઈ, તું કેમ છે?”

અક્ષર કંઈ બોલે તે પહેલા મેઘાએ કહ્યું, “આવતી કાલે સવારે તમને સૌને પ્રીતિભોજન માટે આમંત્રણ આપવા માટે હું અને પરી આ ફેસટાઇમમાં આવ્યા છીએ. રામઅવતારભાઈ, આપ પણ રૂપા અને જાનકી સાથે પધારજો.”

“અમે પણ આપને સૌને સાંજનું આમંત્રણ આપીએ છીએ અને જમણવાર કર્યા પછી આઇસક્રીમ પાર્લરમાં પણ સાથે જઈશું. બેએક મિનિટમાં વડીલો પોતપોતાના કામે લાગી ગયાં અને પ્રેમીપંખીડાંઓ એકલાં પડ્યાં.”

રૂપાએ  સ્માઇલ કરતાં ટહુકો કર્યો, “હાય સાહ્યબા, તું ભણતો હતો કે મને યાદ કર્યા કરતો હતો?”

અક્ષર પણ મલક્યો. “દિવસે ભણવાનું અને રાત્રે સૂતાં પહેલાં બેપાંચ મિનિટ તને યાદ કરતો હતો.”

અને ફરીથી અક્ષર હસ્યો. જાણે રૂપાને ચીડવતો હોય તેમ..

રૂપા થોડીક ગુસ્સે થતાં બોલી, “બસ, આટલી જ મારી વેલ્યૂ? બે પાંચ જ મિનિટ?”

“મારે તો ભણવાનું ને. અને તું તો યાર બહુ મોંઘી. તને ઇ–મેઇલ આપ્યો, ફોન નંબર આપ્યો, પણ તું તો કશું ન કરે..કમ સે કમ રાત્રે ફોન ઉપર પણ પપ્પી તો આપી શકે ને?”

“એ બધું હું ૨૧ની થાઉં પછી. અત્યારે તો જોવાનું અને યાદ કરવાનું. ખબર છે ને આપણે કોંટ્રાક્ટ પ્રમાણે રહેવાનું અને મનથી ભણવાનું ?”

માથે હાથ મૂકીને અક્ષરે બિચારા હોવાની એક્ટિંગ કરી. “યાર, તુ મોટી કેમ થઈ ગઈ? ૧૩-૧૪ની હતી ત્યારે કેવું તરત કહ્યું માની જતી હતી…!”

“ત્યારે હું નાની હતી અને તું લુચ્ચો.”

“મારાથી તો આજે પણ તું નાની જ છે ને?”

“પણ તું હવે ચાલાક અને લુચ્ચો બન્ને છે.”

“તું પણ હવે પાક્કી થઈ ગઈ.”

“તારે કારણે જ તો. મને ”ટાઇમ પાસ” બનાવી દીધી હતી ને તેં? એ તો થોડી બુદ્ધિ ગુગલે આપી અને થોડી સમજ તારા ઇનકારે..મારી પાસેથી બધું લેવા તૈયાર..પણ તારી વાત આવી અને તું આપવા કશું જ તૈયાર નહીં, બરોબર ને?”

“ના યાર, તું હવે તો મળવા અને માણવા જેવી થઈ અને તું મને પાંચ વર્ષનો કોંટ્રાક્ટ બતાવે છે?”

“શું કરું સાહ્યબા, તેં એક વખત જાત બતાવી છે ને? અને પોતાનો મત ખરો કરવા જુદા છોકરાઓ સાથે  મને સંડોવી પણ હતી ને?”

“પણ હવે તેનું શું?”

“કાલે મળીએ ત્યારે તેની સજા વિચારશું.”

“સજા અને મજા બન્ને પણ અત્યારે તો તને અને મને બન્નેને સજા.”

“શાની સજા?”

“આ ફેસ ટાઇમમાં મળવાની સજા જ છે ને! એક ગામમાં છીએ. એકાદ માઇલ દૂર છીએ પણ આ સમયે મળતાં નથી તે સજા જ છે ને?”

હકારાત્મક થતાં અક્ષરે સમજદારી બતાવી. “રૂપલી, તું માને છે ને તે આપણા બન્ને માટે સારું છે તો સારું જ છે.. અને એ મિલન અને મઝા કરવા તો આખી જિંદગી પડી છે. ઉતાવળા અને બહાવરા થવાનો આ સમય નથી જ.”

“મારો સાહ્યબો કેવો ડાહ્યો છે?” કહી ખૂબ ગમ્યાની સંજ્ઞા કરી.”

“રૂપલી રાધા, એક વાત તને પૂછું?”

માથું હકારમાં ડોલાવતાં રૂપાએ જવાબ આપ્યો.

“તું મને સમજણી થયા પછી કેટલું ચાહે છે?”

“બહુ જ.”

“બે હાથ પહોળા કરીને બતાવ ને?”

રૂપાએ બે હાથ પહોળા કર્યા અને અક્ષર બોલ્યો, “આટલું જ?” અને તેનાથી વધુ હાથ પહોળા કરીને અક્ષરે બતાવ્યા.

રૂપા ત્યારે બોલી, “તેં પહોળા કરેલા હાથની વચ્ચે તારા હૈયામાં હું વસું છું મારા સાહ્યબા!”

અક્ષર મનમાં ને મનમાં બોલ્યો, “હું પણ તે જ રીતે વસું છું તારે હૈયે રૂપારાણી.” પછી વ્યક્ત રીતે બોલ્યો, તારા આ યૌવન પાછળ તો તે હૈયુ છે જે મારું છે.”

આ શબ્દોમાં રહેલ ગર્ભાર્થને સમજ્યા પછી રૂપા થોડી બગડી. વાતમાં તેના યૌવનનો ઉલ્લેખ આવતાં રૂપા સંકોચાઈ, મલકી અને છણકો કર્યો. “બદમાશ, તું બહુ ખરાબ છે!”

***********

બીજે દિવસે સુંદર સાડીમાં મહારાષ્ટ્રીયન પહેરવેશમાં તૈયાર થઈ ત્રણે જણાં મીઠાઈ અને ભેટ લઈ સમયસર ૧૧ વાગે પહોંચ્યાં.તેમના ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી. નજીકનાં મિત્રો અને સગાંવહાલાંને તેમણે બોલાવ્યાં હતાં. ગોર મહારાજ્ની પણ હાજરી હતી. ગણપતિના ફોટાને ફૂલોથી સજાવ્યો હતો અને સામે બે બાજોઠ હતા. સદાશિવ તાંબે પણ મહારાષ્ટ્રીયન ડ્રેસમાં હાજર હતા. પરીએ ફરીથી નાનકડું માઇક હાથમાં લઈ મરાઠી ભાષામાં એક સ્વાગતગીત ગાઈ “માઝી ભાભી”ને આવકારી. ગોર મહારાજે મંત્રોચ્ચાર કરીને બન્નેનો વિવાહ જાહેર કર્યો. ફોટા પડાવ્યા અને વરવહુને વધાઈઓનાં ગીતો ગવાયાં.

મેઘાએ તેમનાં ઓળખાણવાળાં સૌને પરિચય કરાવ્યો.

સદાશિવ તાંબે અને તેમનું મિત્રમંડળ પણ હાજર હતું. વાત જાહેર થતી હતી. પરી, અક્ષર  અને મેઘા પણ ખુશખુશાલ હતાં.ઇન્ડિયામાં આ સમાચાર વહેતા થઈ ગયા હતા. રામઅવતાર અને જાનકી માટે એક વધુ પ્રયત્ન મેઘાએ કરીને શંકા નિર્મૂળ કરી નાખી હતી. બન્ને ઘરનો પહેલો પ્રસંગ હતો જે ધામધૂમથી ઊજવાશે પણ હાલ તો રૂપા રૂપા કરીને મેઘા પણ ગાંડી થઈ હતી અને તેમનાં સગાંવહાલાંમાં પણ ઘેલું કર્યું હતું.

મેઘાએ અક્ષર અને રૂપાને આરામ કરવા ઉપર રૂમમાં મોકલ્યાં ત્યારે જાનકીએ મેઘાને પૂછ્યું, “આટલી બધી ધમાલ કરવાનાં છો તે ખબર હોત તો થોડાક વહેલાં આવ્યાં હોત.”

ત્યારે મેઘા કહે, “અમારા લોકો માટે આ જરૂરી હતું. આ તો અમારું પ્રાયશ્ચિત અને કમિટમેન્ટ હતું જેથી રૂપાનાં માતપિતા તરીકે તમને પણ  હાશ થાય ને?”

સદાશિવે એક પરબિડિયામાં ૨૦૦૦૦ ડૉલર રામઅવતારને આપ્યા અને ગઈ ગુજરી જલદીથી ભૂલી જવા વિનંતી કરી. જાનકીએ એ જ ૨૦૦૦૦ના કવરમાં એક હજાર એક ડૉલર ઉમેરી અક્ષરને હાથમાં આપ્યું અને કહ્યું, તું પણ આજથી અમારો દીકરો છે તેથી આ વિવાહ પસંગે  શુભાશિષ છે.

નીચે જમણવાર ચાલતો હતો. જાનકી અને રામઅવતાર પણ થાક્યાં હતાં. ત્યારે પરી ઉપર જઈને વરઘોડિયાને બોલાવી લાવી અને ટકોર પણ કરી કે અક્ષર સહેજ વ્યવસ્થિત થઈને નીચે આવજે, લિપસ્ટિકના ડાઘા છે.

અક્ષર ત્યારે હળવા અવાજે બોલ્યો, “આ તો સજાની મજા છે.” રૂપા એ હળવી ટકોરને ગંભીર બનાવતાં બોલી, “આજના દિવસે જવા દીધો છે. બાકી એને પણ ખબર છે, હું કરડતી બિલાડી છું.”

અક્ષર આ સાંભળીને લુચ્ચું  હસ્યો અને  તૈયાર થવા બાથરૂમમાં ગયો. રૂપાને ખબર નહોતી અને તેના હોઠ ગાલ પર ઘસીને પરાણે બકી અક્ષરે લીધી હતી. પરી ત્યાં આવી ગઈ અને પ્રયત્ન નિષ્ફળ ગયો.. જોકે રૂપા આ પ્રકારના હુમલા માટે તૈયાર નહોતી. પરી ઢંઢેરો ના પીટે તે રીતે તે પણ તૈયાર થઈ.

થોડાક સમય પછી અક્ષરની ધમાલને તે પણ માણતી હતી.

 

 

 

પ્રકરણ : તારી આંખનો અફીણી

તે દિવસે સાંજે જમણવારમાં સવારની જેમ બહુ મોટું ટોળું નહોતું કર્યું. પણ ૨૧૦૦૧ના ચાંદલાએ રંગ રાખ્યો હતો. સાંજે ભારે સાડી પહેરીને પરી અને મેઘા આવ્યાં. સદાશિવ અને અક્ષર પણ ભારે લેંઘાઝભ્ભામાં આવ્યા. ભગવાનનો ગોખલો સુશોભિત હતો અને ભારેમાંના ગુલાબના હારથી તેમનું સ્વાગત જાનકી એ કર્યું. વીડિયો ઉપર ગીત મૂક્યું હતું. “બહારોં ફૂલ બરસાઓ….” અને ઘર આખું ગુલાબના એસેન્સથી મહેકતું હતું. સદાશિવને અને અક્ષરને ગુલાબનો હાર રામઅવતારે પહેરાવ્યો. મેઘાબહેન અને પરીને જાનકીએ હાર પહેરાવ્યો. ફરીથી રૂપા સાસુ અને સસરાને પગે લાગી. ત્યારે હીરાનો ભારે નવલખો  હાર, કાનનાં બૂટિયાં અને નથણી સાથેનો સેટ રૂપાને આપ્યો.

મહારાષ્ટ્રીયન રેસ્ટોરન્ટમાંથી ભારે ખાવાનું મંગાવ્યું હતું. પડોશમાં રહેતી પેલી બે પોલીસ છોકરીઓ કૅમેરા ચલાવતી હતી, ફોટા પાડતી હતી. પરીએ તેમને ત્યાં સવારે પાડેલા ફોટા અને વીડિયો ટીવી ઉપર કનેક્ટ કરીને બતાવ્યા..જાનકીના મનમાં આ વહેવારથી શાંતિ થઈ.

જમણવાર શરૂ થયો અને રૂપા અને અક્ષર એકમેકને ચોરીથી જોઈ લેતાં હતાં. અત્યારનો સોનેરી ડ્રેસ રૂપાને નમણી અને મોહક બનાવતો હતો. ચેન્જર ઉપર ગીતો સરસ આવતાં હતાં. નવરંગનું ગીત તુમ મેરે, મૈં તેરી ઉપર રૂપાએ હળવું નૃત્ય કર્યું ત્યારે જાનકી અને મેઘાએ ઓવારણાં લઈને ખૂબ વધાવી.

મેઘાએ અક્ષરને સાથે લઈને આઇસક્રીમ લઈ આવોનો આદેશ રૂપાને આપ્યો અને બહાર જવા કહ્યું,  ત્યારે પેલી બે છોકરીઓ પણ સાથે થઈ ગઈ. ગાડી ચલાવવા તેમાંની એકને આપી અક્ષર રૂપા સાથે પાછળ બેઠો ત્યારે રામઅવતાર ખિન્ન થયો પણ રૂપા પ્રસન્ન હતી અને જાનકીને આંખના ઇશારે પૂછ્યું, તો તેણે પણ જવાની અનુમતિ આપી. પણ આઇસક્રીમ તો ફ્રીજમાં છે તે ઇશારાને જાનકી અવગણી ચૂકી હતી. પ્રેમીપંખીડાં અત્યારે થોડોક સમય સાથે ગાળે તેમાં અજુગતું કશું નથી. વળી આઇસક્રીમ શોપ તો અહીંથી દસ જ મિનિટ દૂર છે. આ ગયા ને આ આવ્યા. આઇસક્રીમ લેતાં અને પાછાં બેસતી વખતે અક્ષર કહે, “રૂપા આ વખતે તો તારા ઘણા ફોટા લઈ જઉં છું. મને તો તારી બહુ યાદ આવશે. તને આવશે?”

નન્નો પાડતાં રૂપા બોલી, “યાદ તો કોને કરવા પડે, જેને ભૂલી ગયાં હોઈએ.. પણ તને તો કોણ ભૂલી શકે? મારા શ્વાસોચ્છશ્વાસમાં તું સમાયેલો છે.”

“તો પછી આટલી કઠોર કેમ રહે છે?”

“હું ૨૧વર્ષની થાઉં ત્યાં સુધી જો તું રાહ જોઈ ન શકતો હોય તો તારો પ્રેમ પ્રેમ નથી. પ્રેમમાં શરીર કરતાં સમજ અને વહાલની વધારે જરૂર છે. આપણાં વડીલોએ તેથી જ મર્યાદા રાખી છે. પછી તે મર્યાદા સાચા સમયે જ તૂટે તે જરૂરી છે. આપણો આ સંયમ આપણને આખી જિંદગી સંતુલિત રાખે તેવું હું ઇચ્છું છું.”

“રૂપારાણી, હવે તો વિવાહ થઈ ગયા છે. અને આ સંવનનકાળ આખા જીવનની યાદોનો ઉત્કૃષ્ટ સમય છે. હું તો સંયમમાં રહીને સમય બગાડવા જેવું સમજું છું.”

“તું પુરુષ છે. કદાચ અમારી નાજુક ભાવનાઓને નથી સમજતો. સ્ત્રી તરીકે અમારાં અંગોને પુખ્તતા જરૂરી છે. તારા અંશને નવ મહિના ગર્ભમાં ધારણ કરવા હું પુખ્ત ૨૧ વર્ષે થઈશ. તે પહેલાં થઈએ તો સંતાન ખોડખાંપણવાળું થાય અને તે સજા આખી જિંદગી તેની સાથે આપણે પણ ભોગવીએ. અક્ષર ડૉક્ટરીનું ભણતો હતો તે પણ આ બધું જાણતો હતો. તેથી થોડોક સમય શાંત રહ્યો. આઇસક્રીમ લઈને પરત તેઓ ઘરે પહોંચી ચૂક્યાં હતાં.

રૂપા હળવે રહીને તેના ગાલ ઉપર અછડતી ચૂમી કરીને બોલી, “કેટલો સમજુ છે તું અક્ષુ.”

“સાહ્યબો કહે ને..મને સારું લાગે છે.”

“ભલે મારા સાહ્યબા!” બન્નેને પ્રસન્ન અને હસતાં ઊતરતાં જોઈને મેઘાને અને રામઅવતારને સારું લાગ્યું.

“તારી ભાવતી કચોરી તેં ખાધી?” રૂપાએ ઘરમાં જતા અક્ષરને પૂછ્યું.

“તેં જમતી વખતે આગ્રહ ન કર્યો એટલે ભૂખ્યો રહી ગયો.”

“અમારામાં તો મીઠાઈનો આગ્રહ થાય, ફરસાણનો નહીં.  ભલે, તારા માટે બધી કચોરી ભરી આપીશ. સાથે સાન એન્ટોનીઓ લઈ જજે.”

“કેમ, મને તો તું આજે ફરીથી ખવડાવીશ એવું હતું ?” જાનકી આ સાંભળી ગઈ એટલે આઇસક્રીમ સાથે કચોરીની પ્લેટો પણ આવી. અક્ષરે કચોરી તો ખાધી પણ આઇસક્રીમ પણ ઝાપટ્યો. ટીવી ઉપર દેશી ચેનલ ઉપર સિરિયલ પૂરી થઈ અને તાંબે કુટુંબ ઘરે જવા રવાના થયું. અક્ષરને ઍરપૉર્ટ ઉપર મૂકવા જવાનું આમંત્રણ પણ અપાયું, ઝિલાયું અને હસતે ચહેરે સૌ છૂટાં પડ્યાં.

હાઇવે ઉપર હજી રૂપા ગાડી ચલાવતી નહોતી. એટલે સદાશિવ મૂકવા જવાના હતા. સવારે ૧૧ વાગે સદાશિવની લેક્ષસ ટૅક્સી લઈને  અક્ષર અને મેઘા રૂપાને લેવા આવ્યાં. જાનકી સાથે હતી..

પ્લેનનું ચૅકઇન એક વાગ્યાનું હતું એટલે અગિયાર કરતાં મોડા તો ના જ નીકળાય. આમ કહેવાય ૩ કલાકની  ફ્લાઇટ પણ ટેક્ષાસ એટલે એલ. એ.થી પૂર્વે અને તેથી બે કલાક આગળ સમય જવાનો એટલે પાંચ કલાક તો થવાના જ..તે છ વાગ્યે પહોંચશે.

વડીલોની હાજરીમાં મન મોકળું કરીને કશું જ ન થાય.પણ વાતોમાં હકાર પૂરાય. મેઘાને એવું ખરું કે પ્રેમીપંખીડાંઓને જેટલું સાન્નિધ્ય મળે તેટલું આપવું પણ જાનકીની ફડક તો હજી એવી જ રહેવાની. મેઘા તેથી એવું કોઈ ગતકડું કરવાના મતમાં ખરી કે પ્રેમીપંખીડાંને થોડુંક એકાંત મળે.. જાનકીને તે જ ભય… એકાંત મળે અને બહેકી જાય તો?

બન્ને મા મથતી પણ ઍરપૉર્ટ પર સમય કેટલો મળે? બેગો ચૅકઇન કરીને તો અંદર જતું રહેવાનું.

જેમ જેમ જુદા થવાનો સમય નજદીક આવતો ગયો, અક્ષરને અપલક તાકતી રૂપાની આંખો ભરાવા માંડી..જાનકીની પણ સાથેસાથે આંખો ભરાવા માંડી. પહેલી વખત તડપતાં હૈયાંના ધબકારા અક્ષરને પણ સ્પર્શ્યા. મેઘાએ રૂપાને છાની પાડતાં કહ્યું,  હવે વિલાયત નથી જતો તે રડે છે.. સહેજ અક્ષરની સામે જો અને ગુડ બાય કહે એ હાથ હલાવે છે.

રૂપાને બોલવું તો ઘણું હતું પણ તેને રડવું આવતું હતું. પતિપત્ની તરીકે પહેલી વખત મળ્યાં અને હળ્યાં. પણ સમય ઓછો પડ્યો.

પેલી બાજુ અક્ષર પણ સંવેદનાની આ ક્ષણ સમજતો હતો. પણ તેને રૂપાને છેલ્લે છેલ્લે હસતી જોવી હતી.. પણ તેને બદલે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી તેની રૂપારાણી. પપ્પા અને મમ્મી સાથે છે તેથી સંયમ પણ જરૂરી હતો.પુરુષ માણસ પોચકાં મૂકે તે તો ના ચાલે તેથી તે બોલ્યો, “બહુ ના રડ રૂપા! છૂટાં પડીશું તો જ ફરી મળવાની મજા આવશે.” કહી તે તો અંદર ચાલ્યો ગયો.

પાંચેક મિનિટમાં તેનો મેઘા ઉપર ફોન આવ્યો. તેને જગ્યા સારી મળી છે. રૂપા હજી રડે છે?

મેઘાએ ફોન રૂપાને આપ્યો. તે રડતાં રડતાં બોલી, “હેલો!”

આ બાજુ સદાશિવ, મેઘા અને જાનકી અને રૂપા સાથે  લેક્ષસ ઍરપૉર્ટની એક્ઝિટ લેતી હતી.

“બસ ને રૂપારાણી, છેલ્લું મને હાસ્ય ના આપ્યું ને? ફોટો ચાલુ કરીને હસ, જો.” અને ફોનમાં મોટા હાસ્ય સાથે અક્ષરનો ચહેરો દેખાયો.

રૂપાની આંખો રડતી હતી છતાંય અક્ષરનો ચહેરો જોઈ તે હસી પડી અને બોલી, “તોફાની બારકસ..”

અક્ષરે તર્ત જ ગાવા માંડ્યું –

“તારી આંખનો અફીણી,

તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

રૂપા તેના કર્કશ અવાજને અવગણતી તેના લહેકા માણતી હસી પડી. તેને હસતી જોતી બે મા અને સદાશિવ પણ મલકી પડ્યાં અને સદાશિવ બોલ્યા, “આ બે ગાંડાં પ્રેમીઓ પાંચ વરસ કેમનાં કાઢશે?”

રૂપા બહુ નરમાશ અને મૃદુતાથી બોલી, “પપ્પા, અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજીને ભણશું અને પાંચ વરસ તો સમજથી કાઢી નાખશું જોજો ને.”

જાનકી કહે, “હા પણ ધબકતાં હૈયાનો ઉછાળ દાબવા સંયમ પણ ખૂબ જરૂરી છે.”

“મા, ગુગલ ઉપરથી તે ઉછાળા રોકવાના બધા જ નુસખાથી અક્ષર વાકેફ છે અને મને ખબર છે અમે તે ઉછાળા અમારા ભવિષ્ય માટે તો રોકીએ છીએ.”

સદાશિવે જાનકી સામે જોઈને કહ્યું, “તમારી તાલીમ ઉચ્ચ છે. સંસ્કાર સારા છે, બાકી આજના સમયમાં તો સ્વનિયંત્રણ આ પેઢીને જોઈતું જ નથી.”

“મેઘા કહે, આપણે રૂપાને અને જાનકીને તેમના ઘરે મૂકવાનાં છે અને તમે તો હોલિવૂડ ક્રોસિંગ તરફ જવા માંડ્યા.”

“હા. આપણા ઍપાર્ટમેન્ટમાં ભારતીય અભિનેત્રી પદ્મજા રોકાઈ છે તેને રૂપાને જોવી છે અને આશિષ આપવી છે. તમને વાંધો તો નથી ને જાનકીબહેન?”

“કેટલો સમય લાગશે? રૂપાના પપ્પાનો લંચસમય થયો છે.”

“બસ ગયાં અને એમના આશીર્વાદ લઈને તરત ઘર તરફ નીકળી જઈશું.”

 

 

 

 

 

 

 

પ્રકરણ : પ્રિયંકા ચૌધરી

પદ્મજા નાયડુ દક્ષિણની અભિનેત્રી હતી પણ આખું જીવન મુંબઈમાં કાઢ્યું હતું તેથી મરાઠી, હિંદી અને ગુજરાતી સારી રીતે જાણતી હતી. રૂપા ખચકાતી હતી. તેનાં કપડાં કોઈ મોટી વ્યક્તિને મળવા જેવાં ન હતાં. એટલે મેઘાની સામે જોયું અને ઇશારો કર્યો, આવાં કપડાં ચાલે?

મેઘાએ સદાશિવને કહ્યું,  ત્યારે તે કહે, આપણે તો આશીર્વાદ લેવા છે.. અને આટલે આવીને પાછાં જવું તે સારું નહીં અને આપણી પરી હોય તેમ તેને માટે પણ તું છોકરી જ છે. લેક્ષસ તે સમયે કૉમ્પ્લેક્સમાં દાખલ થઈ.

પદ્મજા તેના રૂમમાં હતી. ફોન કરીને ચારે જણાં ઉપર ગયાં.

“આવો આવો” કહી પદ્મજા સહેજ સાઇડમાં ઊભી રહી. રૂપા સહેજ વળીને તેને પગે લાગી. તો આશીર્વાદોનો ઝરો ફૂટી નીકળ્યો. “ફૂલો, ફલો અને ખૂબ લાંબું સુખી આયુષ્ય ભોગવો.”

પછી મેઘા સામે ફરીને કહે, “અમેરિકામાં આવા ભારતીય સંસ્કાર જોઈને હું તો રાજીની રેડ થઈ ગઈ.”

સદાશિવે કહ્યું,  “ભલે ને અમેરિકન ભાષામાં તે અક્ષરની ગર્લફ્રૅન્ડ હોય, અમારી તો તે બીજી પરી છે.”

થોડું પાછી ફરીને તેણે તેની બેગમાંથી બે સોનાની બંગડી કાઢી તેના હાથમાં આપી. જાનકી અને રૂપા દાગીનો હાથમાં લેતાં ખચકાયાં ત્યારે સદાશિવ બોલ્યો,

“તાઈ, અમે તો આશીર્વાદ લેવા અને મારી બીજી પરીને મળવા આવ્યાં હતાં અને તમે તો..”

“તાઈ કહે છે ને? તો પછી તે સંબંધે વહુને આશીર્વાદમાં આ અપાય..”

રૂપાએ મેઘા સામે જોયું. મેઘાએ સદાશિવ સામે અને પદ્મજા બોલ્યાં. આશીર્વાદ તરીકે તો તારાથી લેવાય. અને આ મારો નાનો ભાઈ સદાશિવ મારો બહુ ખયાલ રાખે છે..વહાલથી  રૂપાને હળવો ધબ્બો મારતાં બાથમાં લીધી.

મેઘાએ કહ્યું,  “કૉલેજના પહેલા વર્ષમાં ભણે છે.. લગન તો અક્ષર ડૉક્ટર બને ત્યારે કરશું.”

“જો જીવતાં હોઈશું તો ત્યારે મળશું.” સદાશિવ ત્યારે બોલ્યો, “તમે અમેરિકામાં છો તાઈ..યમરાજની પણ તાકાત નથી તમને લઈ જાય!” તેમની સાથેની નર્સે વધુ વાત કરવાની ના પાડી. સદાશિવે “તાઈ, તમે આરામ કરો.” કહીને રજા લીધી.

દ્રવતી આંખે બહાર નીકળતાં જાનકીએ પૂછ્યું, “શું થયું છે તેમને?”

“સ્મૃતિભ્રંશ થયો છે. તેમના દીકરા અહીં સ્થિર થયા છે પણ દીકરી પ્રિયંકા તેમને તે જ્યાં હોય ત્યાં તેની સાથે રાખે છે.”

“કોણ પ્રિયંકા ચૌધરી? તે તો અમારા બરેલી ગામની.”

“હા. પ્રિયંકાનો જ તે રૂમ હતો.” થોડીક મિનિટો શાંતિથી ગઈ હશે અને રૂપાનું ઘર આવી ગયું.

સોનાની બંગડીઓ મેઘાબહેનને આપતાં રૂપા બોલી, “ખરેખર સાચી ફોઈ હોય તેમ મને તેમણે વહાલ કર્યું.”

મેઘા કહે, “મને શુકન પાછાં કેમ આપે છે? તે તો તને આપેલા આશીર્વાદ છે. એટલે તું રાખ.”

જાનકી કહે, “એમણે તો રૂપાને અક્ષરની વહુ તરીકે આપ્યા છે. જ્યારે લગ્ન થશે પછી રૂપાનો હક્ક થાય. અત્યારે તો તે તમારો વહેવાર કહેવાય.”

સદાશિવ કહે, “તમને આપી છે. આજે તો તમે તે લઈ જાવ. આશીર્વાદ છે તેથી તેને વહેવાર ન બનાવશો.”

“પ્રિયંકાબહેન શુટિંગમાંથી પાછાં ક્યારે આવતાં હોય છે?” જાનકીને બરેલીનાં હોવામાં રસ પડ્યો હતો.

“ફિલ્મી કલાકારો સામન્ય રીતે મોડી રાતે આવે અને મોડી સવારે ઊઠતાં હોય છે.”

“તમને વાંધો ના હોય તો કાલે ગરમગરમ નાસ્તો લઈને મળવા અમે આવીએ?”

“તમને ધક્કો પડે તો નિરાશ ન થતાં..સવારે તેઓ જરા હાઇ હોય છે.”

“ભલે ને હોય. બરેલીના નાસ્તાની સુગંધે તે પ્રસન્ન થઈ જશે.”

ભલે, તો તમે સવારે નાસ્તો લઈને આવજો. જોકે અહીં પણ કૅન્ટીનમાં નાસ્તો થશે જ.

બીજા દિવસે દસેક જણાનો નાસ્તો બે ટિફિન ભરીને જાનકી લાવી. ગરમાગરમ પૌઆં, કડક સેવો અને કઢિયેલ દૂધ હતું. જીરામીઠાની કડક પૂરી,  લોચાપૂરી અને શીરો હતો.

રૂપા તો કૉલેજ ગઈ હતી પણ મેઘાબહેન કડક મીઠી ચાય લઈને આવ્યાં હતાં.

પ્રિયંકાબહેન સવારના પહોરમાં આવી સરસ આગતાસ્વાગતા જોઈને પ્રસન્ન થયાં. મેઘાએ ઓળખાણ કરાવતાં કહ્યું, “આ અમારાં વેવાણ છે. તેમને ખબર પડી કે આપ તેમના ગામનાં છો તો આપને મળવાની લાલચ રોકી ના શક્યાં..

પ્રિયંકાબહેન કહે, “મમ્મી કાલે કહેતાં હતાં આપની દીકરીનાં વિવાહ અક્ષર સાથે થયા. બહુ સરસ.”

પ્લેટમાં નાસ્તો લેતાં લેતાં પ્રિયંકાબહેને વિવેક કર્યો.. સાથે લાવ્યા હોત તો હું પણ તેને ઓળખતે ને?

મેઘાએ તરત ટેલિ કૅમેરા ઉપર  તેણે કરેલ નૃત્ય બતાવ્યું અને પ્રિયંકાબહેન કંઈક વિચારમાં પડી ગયાં. “આ રૂપા છે ? ફિલ્મ અભિનેત્રી સાધનાની બચપણની પ્રતિકૃતિ છે. આજે તમારી સાથે તે કેમ ન આવી?”

“તેની કૉલેજ ચાલુ થઈ ગઈ છે.”

“મેઘાબહેન, અક્ષર નસીબદાર, તેને બહુ જ સરસ અને લાયક છોકરી મળી છે.”

પ્રિયંકાબહેન અને જાનકીની ઉંમર સરખી, બરેલીમાં સ્કૂલ પણ એક જ નીકળી અને તેમાંથી મિત્રો પણ ઘણા ઓળખાણમાં નીકળ્યા. અને બહુ જ ટૂંકા સમયમાં બન્ને મિત્રો બની ગયાં. તેને સેટ ઉપર જવાનું મોડું થતું હતું તેથી તે બોલી, “જાનકી આપણે ફરી મળશું અને આ અક્ષરની વ્યાહતાને હું ના મળું તે ના ચાલે. સાંજે હું કેટલા વાગે ફ્રી થઈશ તે પ્રમાણે મળીએ…ફોન નંબર એક્ષ્ચેંજ થઈ ગયો અને તે ફોન કરશે તેવું પણ નક્કી થયું ત્યારે મેઘા કહે, “આજે સાંજે તમે, પદ્મજાબહેન અને રૂપા જાનકી મારે ત્યાં આવો. જમશું અને ગપ્પાં મારીશું.”

આટલો ભારે નાસ્તો કર્યો તેની તૃપ્તિ માણતાં જાનકી અને પ્રિયંકા છૂટાં પડ્યાં. છૂટા પડતાં મેઘાનો કૅમેરા પ્રિયંકાબહેને હાથમાં લીધો અને બધા જ ફોટા કૉપી કરી તેમના કૅમેરામાં ટ્રાન્સ્ફર કરીને બોલી, “હું મારા બ્રેક ટાઇમમાં જોઈશ.”

જાનકી ખુશ હતી..પ્રિયંકા સાથે સાંજે ફરી મળવાની શક્યતાઓથી.. પણ એક શક્યતા એ પણ હતી કે તે સાંજે મોડી પણ પડે. રૂપાને મળવાની તેની ઇંતજારી એ પણ જાનકીને ખુશ થવાનું કારણ હતું.

પ્રિયંકાના વેપારી મગજે આ છોકરી માટે નાનકડો રોલ પણ મગજમાં વિચારી લીધો હતો. બ્રેક ટાઇમમાં તેના યુનિટના ફોટોગ્રાફરની સાથે બેસીને તેનું નૃત્ય જોતાં જોતાં બોલી, “આ છોકરીની આંખો કેટલી ભાવુક છે ! તેના સાજનને તે કેટલી ચાહે છે! આ ફિલ્મને વાર્તામાં બેસાડી શકાય?”

ફોટોગ્રાફર કહે, “વાતાવરણ અને પાત્રાંકન પ્રમાણે મોટાં પરિવર્તનો કરવાં પડે.”

“ફિલ્મની ક્વોલિટી કેવી છે?”

“ઑડિયો તો સુધારી શકાય. થોડુંક રિશૂટ થાય તો આખું ગીત ચાલી જશે.”

“ફરીથી શૂટિંગ કરવામાં જોખમ એ છે કે ભાવો બદલાઈ જાય. અને આ ભાવો જ મને જોઈએ છે.” આપણે આજે સાંજે આ છોકરીને મળવા તેને સાસરે જઈએ છીએ. સાથે સ્ક્રિપ્ટમાં જે સુધારા કરવા પડે તે માટે મુન્નાને પણ લેવો પડશે.”

“સાસરે? છોકરી પરણેલી છે?”

“તેની આપણને શું તકલીફ?”

“તો રિશૂટ માંડી વાળીએ અને મુન્નાને પણ પૂછ્યા વિના એનો બૅક ગ્રાઉન્ડમાં ટીવીમાં આ સીન ફિટ કરી દઈશું.” ફોટોગ્રાફર પંડિતે કહ્યું.

“મને લાગે છે એની સાથે વાત કર્યા પછી એ નિર્ણય લઈશ.”

મનમાં ને મનમાં તે વિચારતી રહી કે રૂપા ફોટોજનિક ફીચર તો ધરાવે છે. હવે સાંજે બીજી વાતો જેવી કે અભિનય અને અવાજ કેવો છે તે જોયા પછી વિચારીએ. ભારતથી લવાતી અભિનેત્રીઓનાં નખરાં સહન કરવા કરતાં ટીચેબલ અહીંની છોકરી મળી જાય તો એક જોખમ લેવું જોઈએ તે વાત પ્રોડ્યુસરને પણ સમજાવવી અઘરી તો છે જ…પંડિત જતાં જતાં કહેતો ગયો. “આપણે અહીંથી સાથે જઈશું ને?”

પ્રિયંકાએ હા કહી અને તેણે મેઘાને ફોન કરીને કહ્યું,  “તે થોડીક વહેલી આવે છે અને તેની સાથે પંડિત – મારો ફોટોગ્રાફર પણ આવે છે. વળી મોમને લેવા જઈશ તો સવારનું લેફ્ટ ઓવર લેતી આવશે. એટલે હલકું જ કંઈ બનાવજે.”

મેઘા કહે, “એ તો સારી વાત છે. પદ્મજાને પણ અમારે ત્યાં ગમશે. રૂપા અને જાનકીને પણ સંદેશો આપી દઉં છું..વહેલું એટલે કેટલા ચાર વાગશે ને?”

“હા.”

“ફોટોગ્રાફરને લઈને આવે છે તો રૂપાને કહું વ્યવસ્થિત તૈયાર થઈને આવે?”

“હા.”

 

 

 

પ્રકરણ :

સોળે સાન અને વીસે વાન

મેઘા વિચારમાં પડી ગઈ. પ્રિયંકા રૂપાનાં બધા ફોટા અને વીડિયો તો લઈ ગઈ છે અને પાછી હવે ફોટોગ્રાફરને લઈને આવે છે. શું ચાલી રહ્યું છે? પ્રિયંકા હોલિવૂડના યુનિટમાં કામ કરે છે, એને રૂપા એટલી બધી ગમી ગઈ છે કે આજે ફરી ફોટોગ્રફરને લઈને આવે છે?

થોડા સમય પછી તેણે જાનકીને ફોન કર્યો, “હેલો!”

જાનકીએ ફોન ઉપાડ્યો અને બોલી, “સો વર્ષનું આયુષ્ય છે તમારું. હમણા પ્રિયંકાનો ફોન હતો અને રૂપાને ગોલ્ડન કલરના ડ્રેસમાં આવે કે તે ડ્રેસ સાથે લાવે તેમ કહેવા ફોન હતો.”

“તમે કારણ પૂછ્યું?”

“હા. તો કહે, તેના ફોટા ટચ કરવાના છે.”

“એટલે તેના ફોટા કૅલેન્ડર કંપનીની સ્પર્ધામાં મોકલવાના છે.”

“હું તો વિચારમાં પડી ગઈ. પછી મેં કહ્યું, છોકરી હજી ભણે છે એટલે તેના ભણતર પહેલાં કશું જ કરવું નથી.”

મેઘા કહે, “તો તમે લોકો ચાર વાગે આવી જશો ને?”

“મેં તો એમને એમ કહ્યું કે તમે મેઘાબહેનના ઘરે જવા નીકળો ત્યારે ફોન કરજો અને અમે પહોંચી જઈશું.”

“ભલે તે સારું થયું.”

“ખાવાનું શું બનાવવાનાં છો? હું કંઈક બનાવીને લાવું?”

“ના અહીં બધું બની ગયું છે.”

“પાછા વળતાં તેઓની સાથે સદાશિવ આવવાના છે તો તમે પણ રામઅવતારભાઈને સાથે લાવજો.”

“તેમને મતે રૂપા હજી નાની છે. તેમને આ નહીં ગમે એટલે એ જમવાના સમયે આવી જશે.”

“ભલે. પણ આ મુલાકાત આવો ટર્ન લેશે તે ખબર નહોતી.”

“આવો એટલે કેવો?”

“મને લાગે છે એ રૂપાને બ્રેક આપવા માંગે છે. કોઈક રોલ આપવા માંગે છે.”

“શું? તમારે કંઈ વાત થયેલી?”

“ના. પણ સાંભળ્યું છે સારા ચહેરાની આ લોકો શોધમાં હોય છે તેવું સદાશિવ કહેતો હતો.”

“એટલે આ એક ધારણા છે ને?”

ફોન મુકાઈ ગયા પછી જાનકીની વિચારધારા આગળ ચાલી. રૂપા છે તો સુંવાળા સાપનો ભારો.. જે જુએ છે તે તેના પ્રેમમાં પડે છે. આ છોકરીનું રૂપ તેની મૂડી બનશે કે ભાર તે ખબર નથી…પણ હવે તેને સમજ આપવી પડશે કે બહુ ખીલખીલ ના કરે. સંયમમાં રહે. આટલું બધું રૂપ અલ્લડપણામાં ઓળાતાં વાર નહીં લાગે.

સાડા ત્રણે કૉલેજથી રૂપા ઘરે આવી ત્યારે પહેલો શબ્દ “મોમ! આ ભણવાનું તો બહુ બોરિંગ છે. મને તો રહીરહીને થાય છે કે અક્ષર તો ડૉક્ટર થશે પછી મારે તો એનો ચૂલો જ સાચવવાનો છે ને? મને તો લાગે છે કે આ ૨૧ વરસની રાહ જોવાની તે અક્ષર કહે છે તેમ સમયનો બગાડ છે.”

“જો બેટા, સમજ. આ ઉંમરનો તકાજો છે..હજી તું જુવાનીના ઉંબર ઉપર ઊભી છે. આજે જે વિચાર આવ્યો તેને જ ઉંમરનો ઉછાળ કહેવાય. તારા ગુગલ ગુરુને પૂછી જો. સ્ત્રીનું શરીર માતૃત્વ માટે ક્યારે તૈયાર થાય..?”

“મા, આ ભય કેવો છે? માતૃત્વ તો હવે પ્લાન થતાં હોય છે. અમે મળશું અને તર્ત ગર્ભાધાનનો ભય? આજના જમાનામાં તે ખોટો ભય છે.”

“હા, કદાચ તારી મા તને જૂનવાણી લાગતી હશે પણ ડાહ્યું તે જ કહેવાય જે પારકાના અનુભવે શીખે.”

“મા, તારી સાથે દલીલ નથી કરતી પણ સાચું શું અને ખોટું શું તે જાણવાની આ ઉંમરે મને જિજ્ઞાસા થાય છે.”

“જો બેટા, આ ઉંમરની ભૂલો સમજવાની તારી જિજ્ઞાસા તે સારી વાત છે અને તે કામ ગુગલ ગુરુ કરતાં મા કે સારો ગાયનેકોલૉજિસ્ટ સારી રીતે સમજાવી શકે. હું કહીશ કે આ પ્રકારના જ્ઞાનને સમજાવું તે પહેલાં સમજ, પ્રભુએ આપણા શરીરના દરેક અંગને બબ્બે કામ સોપ્યાં છે અને તેની સમયમર્યાદા પણ નક્કી કરી છે. જેમ કે આંખનું કામ જોવાનું છે અને બીજું ઊંઘવાનું છે. કાનનું કામ સાંભળવાનું છે અને સમતુલા જાળવવાનુ છે. પ્રજનન અંગ જ એવું છે જે મોડી ઉંમરે સક્રિય થાય અને વહેલું જતું રહે.”

“એવું કેમ, મા?”

“સ્ત્રીને પ્રભુએ તેમનું સર્જનકામ સોંપ્યું ત્યારે આ કામ માટે સંપૂર્ણ વિશિષ્ટ અંગ સોંપ્યું કે જે સંતાનને પેટમાં ૯ મહિના ધારણ કરી શકે. આ કામ અર્થે જરૂરી પુખ્તતા ૨૧ વર્ષે આવે. આ કુદરતના નિયમો છે. તેથી કહ્યું છે ને, સોળે સાન અને વીસે વાન.”

થોડા મૌન પછી જાનકી બોલી,  “મેઘાનો ફોન આવ્યા પછી તેમને ત્યાં પ્રિયંકા ચૌધરીએ તને મળવા બોલાવી છે. તારો ગોલ્ડન ડ્રેસ અને બીજાં કપડાં લેવાનાં છે. તારો શક્ય છે વીડિયો પણ લે કે ફોટા પાડે. મેઘા જેમ કહે તેમ કરવાનું અને તને મેઘામા કહે અને યોગ્ય ના લાગે તો મને પૂછવાનું. પણ કોઈ નિર્ણય હા કે નામાં આપતાં એટલું કહેવાનું કે મારા વડીલો અને સાહ્યબો કહેશે તેમ કરીશ.”

“કોણ છે આ પ્રિયંકા ચૌધરી?”

“કાલે પદ્મજાને મળવા ગયા હતા ને? તેની છોકરી.”

“તે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને?”

“હા અને અક્ષરની બહેન થાય. તેથી આપણે જવું પડે.”

“આ જબરું. એક માણસને અપનાવવા તેના કેટલા બધા માણસને અપનાવવાના?”

“હા, અને જ્યારે પણ સાસરીમાં જવાનું એટલે વ્યવસ્થિત થઈને જવાનું અને વ્યવસ્થિત વર્તવાનું.”  આ વાત ચાલતી હતી ત્યાં સદાશિવનો ફોન આવ્યો. તે દસ મિનિટમાં પ્રિયંકા સાથે ઘરે જવા નીકળે છે. જાનકીએ પણ કહ્યું કે તે વીસેક મિનિટમાં પહોંચે છે.

દસ મિનિટમાં તૈયાર થવું કેટલું અઘરું કામ.. પણ સાસરે જવાનું હતું તેથી થોડા કંટાળા સાથે રૂપા અને જાનકી તૈયાર થઈને નીકળ્યાં. પ્રિયંકા માટે બે બુટ્ટી અને નાનકડો મૅચિંગ હાર લીધો અને ગાર્ડનમાંથી થોડાંક ગુલાબ લીધાં. વેવાઈ વરતમાં પહેલી વખત નણંદબાને ખાલી હાથે તો મળવા ના જવાય ને?

ગાડી ચલાવતી રૂપાને જાનકીએ સૂચના આપી. “બને તો ફોટા પરીને સાથે રાખીને જ પડાવવાના અને ફરીથી રિપિટ કર્યું, કોઈ પણ ડિસિઝન તરત નહીં આપવાનું.”

સદાશિવ જ્યારે ઘરે પહોંચ્યો તે જ સમયે રૂપા પણ પહોંચી…બન્ને ગાડી ખાલી થઈ. પ્રિયંકા અને પદ્મજા બન્નેને ગુલાબ આપી રૂપા પગે લાગી ત્યારે પ્રિયંકા લગભગ રૂપાને ભેટી જ પડી..ભાભી, તું તો ફોટા કરતાં રૂબરૂમાં વધારે સરસ લાગે છે. અક્ષરનું તો ભાગ્ય જ ખૂલી ગયું. રૂપા પ્રિયંકાના વર્તાવથી ખૂબ સંકોચાઈ અને તરત જ પરી પાસે પહોંચી ગઈ. તે પણ સરસ સજ્જ થઈને બેઠી હતી.

પ્રિયંકાએ વાત શરૂ કરતાં પહેલાં બન્ને નણંદભોજાઈને ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું,  “મને જણાવતાં આનંદ થાય છે કે હું અને ફોટોગ્રાફર પંડિત તમારા બન્નેના ફોટા ભારતની મોટી કૅલેન્ડર કંપનીમાં મોકલવા માંગીએ છીએ. તે સ્પર્ધામાં વિજેતા થઈશું તો મોડેલ તરીકે તમે પ્રસિદ્ધિ પામશો. અને ભારત માટેની બે ટિકિટ પણ મળશે.”

મેઘા કહે, “મારી બન્ને છોકરીઓ નાની છે. મને અને જાનકીને તેમના ભણતરની ચિંતા છે. તેથી માફ કરજો.”

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૦ : પ્રોજેક્ટ ૨૯

પ્રિયંકા થોડી ક્ષણ મેઘાના જવાબથી હેબતાઈ ગઈ. પણ ફરીથી વાતનું અનુસંધાન લેતાં કહ્યું,  “મને ખબર છે કદાચ તમે મનોરંજન ફિલ્ડનાં દૂષણોથી વાકેફ છો પણ તેના કરતાં વધુ આ ફિલ્ડના સદગુણોથી અજાણ છો. મારી માની અત્રે હું ત્રીજી પેઢી છું. મારા નાના ફિલ્મ પ્રોડ્યુસર હતા. મા સફળ અભિનેત્રી હતાં. હું પ્રગતિના પંથે છું. આ ફિલ્ડમાં જે મળે છે તે અઢળક મળે છે. તેને પચાવવાની ક્ષમતા પેઢી દર પેઢી બદલાય છે. મારા બન્ને ભાઈઓ કૉમ્પ્યૂટર ફિલ્ડમાં છે. જ્યારે હું ટેલેન્ટ ખોળી તેને તક આપવામાં માનું છું. આજના જમાનામાં ખાલી ગ્રેજ્યુએટ થવા કરતાં ગમતા ફિલ્ડમાં કેરીઅર બનાવવી અગત્યની છે. હું માનું છું, તેને માટે માબાપે પણ ખુલ્લા મને નવી તકો સમજવી જોઈએ. વળી ફોટોજનિક ચહેરો હોવો અને  કૅમેરા સામે ઊભા રહીને બોલતાં આવડવું  એ સામાન્ય ગ્રેજ્યુએશન જેવું જ છે.

“મને ‘તુમ મેરે…’ ગીતમાં બે ખૂબીઓ દેખાઈ અને તે કારણે જ પંડિતને મારી સાથે લાવી. એક તો પહેલી નજરે જ પ્રિયતમ સામે ગવાતા ગીતમાં ચહેરાના ભાવો ઉત્તમ હતા અને વીડિયો લેનારની સમજ.. ચાલુ પ્રસંગે અક્ષર અને રૂપાને શબ્દો પ્રમાણે ક્યારે કવર કરવા તે સમજ અદભુત હતી. પરી તે સહજ રીતે સમજે છે. મને આ ખૂબી પણ પંડિતે સમજાવી.

અત્યાર સુધી શાંત બેઠેલ સદાશિવે પ્રિયંકાની વાત બિરદાવતાં કહ્યું,  “એક્દમ સાચી વાત પ્રિયંકા. એને ફોટોગ્રાફીની સૂઝ કહેવાય..ફોટોગ્રાફર જેટલું વધુ કામ શૂટ કરતી વખતે ધ્યાનથી કરે તેટલા ઓછા રિટેક્સ થાય અને એટલું જલદી કામ પૂરું થાય..”

મેઘા કહે, “પરી એમના ઉપર પડી છે. ફોટોગ્રાફી શોખની કરે છે.”

જાનકી કહે, “રૂપાનું પણ એવું જ છે. પ્રસંગની જરૂરિયાત પ્રમાણે નૃત્ય કરે છે.”

પ્રિયંકા કહે, “હું ઍડિટિંગના મારા શોખને આગળ લઈ જવા પ્રોડક્શનમાં જવા વિચારી રહેલ છું. મને બે પ્રતિભાવંત કલાકારો આ ગીતે આપ્યા છે. એક મારી નાની બહેન પરી અને બીજી મારી ભાભી રૂપા…તમારો કૉલેજનો અભ્યાસ રોક્યા સિવાય એક પ્રયોગ હું કરવા માંગુ છું જેનું પરિણામ તમે જાતે યુ ટ્યુબ ઉપર જોજો.”

“એટલે?” રામઅવતારે તે સમયે ઘરમાં દાખલ થતાં પૂછ્યું.

“એટલે એક પ્રયોગ કે જેમાં અજ્ઞાત દર્શકો ઉપર નિર્ણય છોડવાનો.” પ્રિયંકાએ રામઅવતારને સમજાવતાં કહ્યું.

અવાજમાં કડકાઈ લાવતાં “રૂપાનું ભણતર પૂરું થયા પછી એ બધું વિચારીશું.”

સદાશિવે વાતને હાથમાં લેતાં કહ્યું,  “રામઅવતારજી, આવો આવો. પ્રિયંકાજીએ તમે હતા નહીં ત્યારે આ વાત કરી…એટલે કે તેમનો કૉલેજનો અભ્યાસ રોક્યા સિવાય એક પ્રયોગ તેઓ કરવા માંગે છે.”

જાનકીએ “વાત જરા વિસ્તારથી સમજાવો ને? કે જેથી રૂપાના પપ્પા પણ આ નિર્ણયાત્મક ક્ષણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે..”

પ્રિયંકા અને પદ્મજાને રામઅવતાર નામથી જાણતા હતા. અને તે વાતો જાનકી પાસેથી તેમણે સાંભળી હતી. અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની માઠી ઇમેજ તેના મનમાં હતી. તેથી તરત તે સતર્ક થઈ ગયો હતો.

પ્રિયંકા કહે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માઠા પ્રસંગોને કારણે તે કુખ્યાત છે પણ હું અત્યારે એવા કેટલાય સારા પ્રસંગો ટાંકી શકું કે જેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણું સારું કામ કર્યું છે. સૌથી મોટું કામ કોમી એકતાનું છે. અસંખ્ય કાબેલ માણસોને રોજીરોટી અને કારકિર્દી આપી છે. મેં પરી અને રૂપાની ઘરે બનાવેલી ફિલ્મ જોઈ. મને રૂપાના ભાવો ખૂબ જ ગમ્યા. અને ફિલ્મ લેનાર ફોટોગ્રાફરની કલા ખૂબ જ ગમી. કૉલેજમાં ભણતા બન્ને નવોદિતોને તક આપવાના હેતુથી પંડિતને મેં ફિલ્મ બતાવી ત્યારે તેની વાત હતી, કાચા હીરા છે બન્ને. પાસ પડશે તો દીપી ઊઠશે બન્ને. તે હેતુથી આપની પરવાનગી હોય તો તેમના પ્રોફાઇલ બનાવવા અને કૅલેન્ડર કંપનીમાં તે પ્રોફાઇલ મોકલવાની વાત મેં વિચારી હતી અને એક વધુ સ્ક્રિન ટેસ્ટ કરવો છે જનાદેશ મુજબ..”

જાનકીને રસ પડ્યો એટલે કહે, “જનાદેશ મુજબ” એટલે?

“નિયત સમય મુજબ બે વીડિયો સરખામણી માટે મૂકીને કયો વીડિયો સારો છે તે અભિપ્રાય માંગવાનો અને તે સ્પર્ધામાં જે અનુમાન મળે તે સરખામણી માટે જાણકારી આપવાની.” રૂપાળી કન્યાના બાપ પાસે ફિલ્મમાં કામ કરાવવાની હા પડાવવી એ કામ ખૂબ અઘરું હોય છે તે જાણતી પ્રિયંકાએ છેલ્લે ‘તમારી મરજી કહીને’ એમ છોડી દીધું પણ મેઘાને પરીની પણ ચિંતા હતી તેથી તે બોલી, “ફોટોગ્રાફી તો પડદા પાછળનું કામ છે જ્યારે અભિનય તો પડદા ઉપરનું કામ છે.”

પ્રિયંકા બોલી, “કામ કોઈ નાનું કે મોટું નથી હોતું અને વળતર મુજબ કામને તોલનારા લાંબે ગાળે ખોટા પડે છે.”

સદાશિવે પ્રિયંકાના કામને વખાણતાં કહ્યું,  “તકને ઓળખવી એ અડધું કામ પત્યાની નિશાની છે. હું તેમાં ભવિષ્યમાં તકલીફ પડશે એમ કરીને તેને ખોવી એને મુર્ખામી કહું છું. અમેરિકામાં  ભારતની જેમ ગ્રેડ્જ્યુએટ થયા પછી કારકિર્દી શોધતાં નથી. જ્યારે તક મળે ત્યારે સક્રિય થવું જોઈએ.”

“એટલે તમે માનો છો કે બન્ને દીકરીઓએ આ કામ કરવું જોઈએ?” રામઅવતારે સદાશિવને સીધો જ પ્રશ્ન પૂછ્યો. તેનો જવાબ સદાશિવે માથુ હલાવી હકારમાં આપ્યો. પદ્મજા હજી ચર્ચામાં જોડાયાં નહોતાં…તેમણે જાનકી સામે જોઈને કહ્યું, મારી ૪૯ વર્ષની કારકિર્દી માં હુ એક વાત શીખી છું. કામ જ્યારે કરતાં હોઈએ ત્યારે તે શ્રેષ્ઠ કેવી રીતે કરી શકાય તેના ઉપર ધ્યાન હોવું જોઈએ. ડાયરેક્ટરે રોલ જે આપ્યો હોય તેમાં હૃદયથી ખૂંપી જવું. જેટલા રિટેક થાય તે મહદ અંશે ગેરસમજ વધારે હોય છે. તેથી ડાયરેક્ટર કહે, તે વાત ધ્યાનથી સાંભળી સમજી ટેક આપવા તૈયાર થવું. આ બધી નાનીનાની વાતો છે પણ કામ કરતી વખતે કામ જ કરનારા સફળ થતાં હોય છે.

સદાશિવ કહે, “પહેલું કામ પહેલાં કરવું અને તે કામ કરતી વખતે કામ પૂરું થયા પછીનાં પરિણામોના  વિચારો નકામા.”

રામઅવતારે જાનકી સામે જોયું અને કહે, “સદાશિવભાઈ તેમની દીકરીને તાલીમ આપવાના મતમાં હોય તો આપણો ડર અસ્થાને છે. છોકરી કંઈક નવું ભણવાની છે અને આ ભણતર લોસ એન્જેલસ છે તેથી શક્ય છે યુનિવર્સલ સ્ટુડિયો છે.. તેથી શક્ય છે. અને હજી આ તો પાશેરામાં પહેલી પૂણી છે.”

જાનકી એ સમજી શકતી હતી કે ભારતનું તેનું જ્ઞાન સાચું હતું અને અમેરિકન વાતો તેની રીતે સાચી છે. તેણે કહ્યું,  “પરી અને રૂપાના કામમાં એક જ વાત સરખી હતી અને તે બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા જઈ રહ્યાં છે. પણ મારો ખચકાટ એ વાતનો વધુ છે કે પરી કૅમેરાની પાછળ કામ કરવાની જ્યારે રૂપા કૅમેરાની સામે.”

પ્રિયંકાબહેને કહ્યું,  “તે જ પ્રમાણે બન્નેની કારકિર્દી પણ જુદી થવાની. પણ હજી તો દિલ્હી દૂર છે. આપણને જનાદેશ મળવો જરૂરી છે. તમારા સૌની જાણકારી સાથે પ્રોજેક્ટ ૨૯ હું શરૂ કરું છું. મેઘાબહેને ત્યાં ટહુકો કર્યો. “ઘડિયાળ સાત બતાવે છે અને સારા ભોજનનું મુહૂર્ત પતાવીએ. સાડા સાતે શુભ ચોઘડિયું છે. આપણે ભોજન પૂર્ણ કરતાં કરતાં શું કામ આજે કરીએ છીએ તે સમજી લઈએ.”

પ્રિયંકાએ હકારમાં માથું હલાવ્યું એટલે સૌ ભોજન માટે રસોડા તરફ વળ્યાં. ત્યાં બધું હલકું અને ભારે ભોજન હાજર હતું. રસ્તામાં પૂજાનો રૂમ આવતો હતો. ગણપતિબાપાને વંદન કરી તેમના મોદકનો પ્રસાદ માથે ચઢાવીને સૌ ભોજનટેબલ ઉપર બેઠાં.

અક્ષરનો ફોન આવ્યો ત્યારે પરીએ આજની ચર્ચાનો ટૂંક સાર આપી વીડિયો ફોન ટીવી ઉપર જોડીને ચૅટ શરૂ કરી.

“પ્રિયંકા ફોઈ, બહુ બહુ આભાર..નવી કારકિર્દી માટે પરી અને રૂપાને તૈયાર કરી.”

રૂપા થોડીક સંકોચાઈ. આટલા બધાંની હાજરીમાં અક્ષર સાથે વાત કરતાં…પણ તેનો ફોન આવ્યો તે ગમ્યું. અક્ષર કહે, “પરી અને રૂપા બન્નેને મારાં અભિનંદન! મારે આવતી કાલે મોટું પ્રેઝન્ટેશન છે છતાં ટાઇમ કહો તો તે વખતે હાજર રહીશ.”

મેઘાબહેને ટહુકો કર્યો, “ચાલ, તારી ભાવતી લીલવાની કચોરી બની છે.” તે મારા વતી પદ્મજા ફોઇને ખવડાવજો. અને સાડા સાતે શૂટિંગ વખતે ફોન કરીશું કહીને ફોન મુકાઈ ગયો.

સાડા સાતે બધાં વડીલોને પગે લાગ્યાં પછી પ્રોજેક્ટ ૨૯ની ચર્ચા શરૂ થઈ.

તેમાં શક્ય જોખમો અને ફાયદાની ચર્ચા કરતાં પ્રિયંકાબહેન બોલ્યાં, આ પ્રોજેક્ટ ૨૯ મારું સ્વપ્નું છે. આ પ્રોજેક્ટ હિરોઇનપ્રધાન પ્રોજેકટ છે અને મમ્મીની મૂડી આમાં લાગશે. જનાદેશ બન્ને માટે મંગાશે. કૉમ્પ્યૂટર પરથી  ટીવીમાં નવરંગ ફિલ્મનું ગીત “તુમ મેરે, મૈં તેરી”ની સંધ્યા દેખાતી હતી અને પરી અને રૂપાને તે એક વખત બતાડી ટેક લેવાના હતા. કૅમેરા પંડિત અને પરીએ સાથે શૂટ કરવાના હતા. ઘરનાં બધાં સાથે ફોન પર અક્ષર પણ હતો.

જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે અક્ષરની સામે જોતાં રૂપાએ કહ્યું,  ‘તુમ મેરે, મૈં તેરી..’ અને બન્ને કૅમેરા રોલ થવા માંડ્યા..

સાત મિનિટ. એક પણ કટ વિના શૂટિંગ પતી ગયું ત્યારે સૌએ બન્ને કલાકારોને વધાવી લીધાં. યુ ટ્યુબ ઉપર કલાક્માં તે મુકાઈ પણ ગયું.

 

પ્રકરણ ૧૧ : જનાદેશ

તે યુ ટ્યુબમાં બે વીડિયો મૂક્યા હતા. અને જનાદેશ માટે કેટલાક પ્રશ્નો હતા. જેવા કે ૧. આ અભિનેત્રીનો અભિનય ૧ એટલે કનિષ્ઠ; ૧૦ એટલે ઉત્તમમાં ગુણ આપો.

૨. આ  બે વીડિયોમાં ફિલ્મીકરણના ૧થી ૧૦માં ગુણ આપો. વીડિયો ૧ અને વીડિયો ૨ પ્રમાણે અલગ ગુણ આપવાના….

તરત પ્રત્યુત્તર આપનારા  પ્રથમ ૨૦૦ સભ્યોને ઇનામ મળશે. પહેલા ૫૦ સભ્યને ૨૦ ડૉલર; પછીના ૫૦ને ૧૫ ડૉલર અને છેલ્લા ૧૦૦ને ૧૦ ડૉલર.

તમારું ઇ–મેઇલ સરનામું અને ફોન નંબર આપવો જરૂરી છે.

સવારે ઊઠીને યુ ટ્યુબ ઉપર આ સાઇટ ઉપર ૨૦૦ કરતાં વધુ ક્લિક હતી. અને કૉમેન્ટમાં બન્નેના કાર્યને વખાણ્યું હતું. નવોદિતોને સૌએ વખાણ્યાં હતાં.. એક કૉમેન્ટમાં રૂપાને સાધના જુનિયર કહી વખાણી હતી. કોઈકે ફોન નંબરની માગણી કરી હતી અને કોઈકે તો તેમને ફિલ્મની પણ ઓફર કરી હતી. અઠવાડિયે જનાદેશ આવી ગયો હતો. વીડિયો પરીએ કર્યો હતો તે વધુ ગુણાંક મેળવતો હતો અને રૂપા તો લગભગ ૯૭ ટકા મેળવતી હતી. બન્ને માવિત્રો ખુશ હતાં.. અને બન્ને દીકરીઓને કામ સાથે યુનિવર્સલ સ્ટુડિયોની સીટ ઉપર ડિપ્લોમા કોર્સ કરવાની ઓફર મળી હતી.

આજે સાંજે પ્રોજેક્ટ ૨૯ની ચર્ચા માટે ત્રણેય કુટુંબ ભેગાં થવાનાં હતાં. મોસાળમાં મા પીરસવાની હોય ત્યારે ભૂખ્યું કોણ રહે? પદ્મજા પ્રોડક્શન એટલે બે વાતની નિશ્ચિંતતા..એક તેને વિતરકો શોધવા નહીં જવાનું  અને બીજી પૈસાની પ્રોડક્શન દરમ્યાન કોઈ કરકસર નહીં. કલાકાર પ્રોડક્શન દરમ્યાન બીજો કોઈ પ્રોજેક્ટ હાથમાં લઈ શકે નહીં. અને આપેલી તારીખોમાં પ્રોડક્શન પૂરું કરવાનું એટલે કરવાનું એટલે કરવાનું જ. આ બધા નિયમોને લીધે નવોદિત કલાકારને બ્રેક મળતો અને તેમની કારકિર્દીનું પ્રથમ પગથિયું પદ્મજા પ્રોડક્શન બનતું.

પ્રોજેક્ટ ૨૯ ઓછા કલાકારો અને ઓછા બજેટનું  ચિત્ર હતું અને તેથી સમય પણ ઓછો લેવાનો હતો. તેના વાઘા પહેરાવવાનો અને ઍડિટિંગ માટેનો સમય ગણીને ફિલ્મ છ મહિનામાં પૂરી થશે. આટલી માહિતી આપ્યા પછી કાયદાકીય પેપર સાઇન કરવા આખી ટીમ કોન્ફરન્સ રૂમમાં ગઈ જ્યાં સાઇનિંગ એમાઉન્ટનો ચૅક અપાયો અને વાર્તા પ્લૉટ અને પાત્રાંકન પ્રમાણે સ્ક્રિન પ્લે અપાયો. તે જ ફાઇલમાં યુનિવર્સલ સ્ટુડિયોના ડિપ્લોમા ઇન ઍક્ટિંગ અને પરીને ડિપ્લોમા ઇન ફોટોગ્રાફિંગ માટેનાં ઍડમિશન કાર્ડ અને સ્કેજ્યુઅલ પણ હતાં. સવારે ૮થી ૧૨ બન્નેને ભણવાનું હતું અને બપોરે એકથી સાત શૂટિંગ સ્કેજ્યુઅલ હતું. અને મોટી વાત એ હતી કે બન્ને જગ્યાઓ બાજુબાજુમાં હતી. રૂપા જોઈ શકતી હતી કે પ્રિયંકા મેમે કોઈ વાતની કસર નહોતી છોડી. સાઇનિંગ ફીનું કવર ખોલતાં રૂપાના હાથ ધ્રૂજતા હતા. તેની પહેલી કમાણી.. જ્યારે પરી તો બિનધાસ્ત હતી. તેને ખબર હતી કે સાઇનીંગ એમાઉન્ટ એ તો ખાલી શરૂઆત છે. પિક્ચર પૂરું થયા પછી તગડી રકમો મળતી હોય છે. સાથે એક બીજો ચૅક પણ હતો, પ્રોડક્શન ૨૮નો. તેમનું ગીત ‘તુમ મેરે, મૈં તેરી’ પ્રોડક્શન ૨૮માં મુકાઇ ગયું હતું તેનો.

જાનકી તો એક પછી એક સુખદ આંચકાઓથી રાજી થતી ગઈ. તેનો સૌથી પહેલો આંચકો યુનિવર્સલમાં ઍડમિશન અને તેમાં ભણવાની સ્કોલરશીપ..પહેલું ફિલ્મમાં કામ મળ્યુ. પ્રિયંકા જેવી ગાઈડ મળી. અક્ષર તેના માટે સુખી સાબિત થયો. મારી છોકરી તો હજી જુવાનીમાં પગ જ મૂક્યોછે અને એને અક્ષરને લીધે આ તક મળી. મેઘા પણ રાજી હતી પરીને ભણવાની તક મળી અને પંડિત જેવા ફોટોગ્રાફર સાથે કામ કરવાની તક મળશે.

જમતાં જમતાં પ્રિયંકાએ કહાણીના કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરી. “આ સ્ત્રીપ્રધાન કથા મમ્મીએ મારી ફિલ્મજગતમાં લડત જોઈને લખી છે. આમાં કેટલાય પ્રસંગો કથાને લોકભોગ્ય બનાવવા ઉમેરાયા છે. પણ જે સંદેશ આપવાનો છે તે ‘મહેનતુ હંમેશાં ટકી રહે તો સફળ થતો હોય છે.’ આપણી હીરોઇન રાધા આવા શોષણનો ભોગ બને અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે તેની કથા છે.”

સૌ આદરથી પદ્મજાને વધાવી રહ્યાં. પ્રિયંકા સહિત સૌ તાળી પાડતાં હતાં. સ્ટેન્ડિંગ ઓવેશન હતું. પછી અલયની ઓળખાણ કરાવતાં પદ્મજાએ જાનકી તરફ જોતાં કહ્યું,  અલય પણ રાય બરેલીનો છે અને હીરોનો રોલ કરે છે પણ તેનો રોલ નાનો છે. વાર્તાની જરૂરત પ્રમાણે ક્યારેક ગીત ગાશે અને ક્યારેક હીરો તરીકે મારામારી કરશે. હમણાં તે ન્યૂ યોર્ક છે. મહિના પછી જ્યારે તેનો રોલ આવશે ત્યારે તે આવશે. સૌએ તેને વધાવ્યો. આજે તો કોન્ટ્રાક્ટ સાઇન કરવા આવ્યો હતો.

પરીને અલય ગમી ગયો. પણ મોડો આવવાનો છે તે જાણીને ઉદાસ થઈ ગઈ.

પરીએ હાથ મિલાવતાં કહ્યું,  “તમારો રોલ મોટો કરાવો ને?”

“મને તો કામ મળ્યું તેનો જ આનંદ છે.”

પરી અને રૂપાએ જે બૅન્કનો ચૅક હતો તે બૅન્કમાં ખાતું ખોલાવ્યું. ચૅક જમા કરાવ્યો અને તે જ બૅન્કમાંથી ક્રૅડિટ કાર્ડ કઢાવ્યું અને ડેબિટ કાર્ડ પણ કઢાવ્યું.

બીજે દિવસે સવારે યુનિવર્સલ સ્ટુડિયો પર બન્ને સખી પોતપોતાના ક્લાસમાં પહોંચી ત્યારે લેક્ચર ચાલુ થઈ ગયાં હતાં. પ્રોફેસર માર્ક્સ ઍક્ટિંગ શીખવતા હતા જ્યારે  પ્રોફેસર જેકબ ફોટોગ્રાફી શીખવતા હતા. રૂપા શાંતિથી એક ચૅર ઉપર બેસી ગઈ.

પ્રોફેસર માર્ક લેક્ચર ચાલુ રાખતાં બોલ્યા..જેમ ડૉક્ટરને આખા શરીરનું જ્ઞાન હોય તેમ ઍક્ટરને શરીરથી ઍક્ટિંગ કરતાં આવડવી જોઈએ. અને આ આખા શરીરને કાબૂમાં રાખતું પહેલુ અંગ છે મન. જેના ઉપર કાબૂ ખૂબ અઘરો વિષય છે તેથી તેની તાલીમ આખા કોર્સ દરમ્યાન વારંવાર આવશે. ઉદાહરણ તરીકે બળાત્કાર થતો હોય ત્યારે શરીર સાથે મન પણ સંવેદના અનુભવતું હોય તો તે સામાન્ય ઘટના છે. પણ અભિનયમાં તમારાથી બળાત્કારી જોજનો માઇલ દૂર હોય તેવો ભાવ મજબૂત હોય તો શરીરથી વેદના ના અનુભવાય. અથવા બળાત્કારી જોજનો માઈલ દૂર હોય છતાં મન તે વેદના અનુભવી શકતું હોય તેનું જ નામ અભિનય. એટલે કે જે નથી છતાં જે અનુભવતા બતાવી શકાય તેનું નામ અભિનય.

રૂપાને આ વાત જટિલ લાગી. થોડા સમય પછી માર્ક ફરીથી તે જ સંદર્ભે બોલ્યા. જે અંગ પાસે કામ લેતાં હોઈએ તે અંગ પાસેથી જુદીજુદી રીતે કાર્ય લેવું હોય તો તેવું વારંવાર અનુભવીને કરી શકાય. જેમ કે મનમાં પ્રેમનો ભાવ હોય અને વર્તણૂકમાં ધિક્કાર લાવવો હોય તો તે શક્ય નથી. પણ મનમાં પહેલાં ધિક્કારનો ભાવ પેદા થાય પછી જ ધિક્કાર ચહેરા ઉપર આવે.

પ્રોફેસર જેકબ કૅમેરામેનની આવડત ઉપર ભાર મૂકતા હતા. કૅમેરાની ક્વૉલિટી તેની ફેસિલિટી એ પછીની વાત છે. ચહેરો ઘાટીલો હોય તો જ તસવીર સરસ આવે. બાકીનો તો મેકઅપ હોય છે. કૅમેરાનો ઉપયોગ, કૉમ્પ્યૂટરનો ઉપયોગ, સ્ટીલ ટૅકનોલૉજી એ બધું જે તે ફોટાને ધાર્યું રૂપ આપવામાં મદદ કરી શકે..આ ફંડામેન્ટલ વાત પછી કૅમેરાની જાણકારી અને તેના સુઘડ ઉપયોગ માટે બહુ વિગતે માહિતી આપી. પરીને આ બાબતે બહુ જ રસ પડ્યો અને તેને ખબર પણ ના પડી કે લેક્ચર કેટલું જલદી પતી ગયું.

બન્ને સખીઓ જ્યારે બહાર આવી ત્યારે રૂપા થોડીક મૂંઝાયેલ હતી જ્યારે પરી માહિતીના

સાગરમાં ડૂબકી મારીને આવેલ પ્રસન્નચિત્ત હતી. તેને જેકોબની સમજાવવાની પદ્ધતિ ગમી હતી. અને કહેવાય છે, મન મૂંઝાયેલ હોય ત્યાં ગૂંચવણ વધતી હોય છે. લંચ લઈને જાનકી આવવાની હતી તેવો મૅસેજ હતો. બહાર નીકળ્યા ત્યારે ગરમાગરમ સમોસા અને બટાકાપૌંઆ લઈને જાનકી હાજર હતી. બન્નેના ચહેરા જોઈને તે બોલી, “પરી, તને મઝા પડી લાગે છે.”

“હા આંટી. પણ રૂપા તો બોર થાય છે.  ભૂખ જબરજસ્ત લાગી છે. ટિફિન કૅન્ટીનમાં જઈને ખોલીએ!”

“નવો અજાણ્યો વિષય હોય તો પહેલું અઠવાડિયું જરા કઠિન લાગે…ધીમેધીમે જેમ રસ પડતો જશે તેમ તેમ મઝા આવશે.”

“હવે વિષયાંતર…પ્રોજેક્ટ ૨૯ ચાલુ થશે ને?”

“હા, આજે તો હું પૂછી જ લઈશ કે પહેલા ૨૮ પ્રોજેક્ટ કયા હતા?”

“આંટી, સમોસા અને બટાકાપૌંઆ સરસ હતા. મઝા આવી. અને હા, આવી ગરમાગરમ લંચની ટેવ ના પાડશો. અહીંની કૅન્ટીનમાં ખાઈ લઈશું. અને હવે તો ડેબિટ કાર્ડ પણ છે.”

“આ તો પહેલો દિવસ હતો ને તેથી.”

રૂપા બોલી, “મમ્મી, મને ધીમેધીમે ઇન્ડિપેન્ડન્ટ થવામાં રસ છે. અને તમારો એક ધક્કો ઓછો થાય તે પણ જોવું છે. તો આપણે હવે સાંજે મળીશું.”

પરી જરા વિસ્મિત થઈ પણ તેને સીધી વાત થઈ તે ગમી…

જાનકીનું મોં પડી ગયું. પહેલી વખત તેને લાગ્યું કે રૂપાને પૈસા મળ્યા તેની અસર છે. પણ આ તો થવાનું જ હતું ને?

 

 

પ્રકરણ ૧૨ : પહેલો મુહૂર્ત શૉટ

સાંજે ઘરે જતાં ઍપલ સ્ટોરમાંથી નવું લેટેસ્ટ લૅપટૉપ અને સ્માર્ટ ફોન લીધાં અને ટેલિફોનના છેલ્લા નંબર સાહ્યબાના રાખ્યા. આ બધું કરતાં ક્યાંય જાનકીનો અભિપ્રાય કે પરવાનગી લેવાની જરૂર ના સમજી.

જાનકી તો સમસમી ગઈ. આ તો ૧૭મા વર્ષના ઊભરા છે. ૨૨ના થતાં સુધીમાં શુંય કરશે આ રૂપા? નાની ઉંમરે પૈસા મળી ગયા અને આઝાદી પણ…

લાયસન્સ તો સ્કૂલમાં મળી ગયું હતું એટલે ગાડી ચલાવવા માગી ત્યારે જાનકી બોલી, “ધીરી બાપુડિયા! તારા બાપાને એ નિર્ણય લેવા દે.”

“જો મોમ, આ બધા જરૂરી ખર્ચા છે. આ સાદી કૉમર્સની ડિગ્રી નથી. જવાબદારી સાથે ફિલ્મી સમાજ સાથે રહેવા ઇન્ટરનેટ પર સર્ફિંગ જરૂરી છે. આજે મેમે જે હોમવર્ક આપ્યું છે તે પણ જોવાનું છે. સૌથી અગત્યની વાત મોમ, તને એ બધ્ધું આવડે નહીં અને હું પાછળ પડી જઉં તે મને પોષાય નહીં.”

“જો બેટા, તું જે વિચારે છે તે ન થવા દેવું હોય તો ફરી શિસ્ત જરૂરી બનશે. કારણ કે ઇન્ટરનેટને કારણે અક્ષર સાથે સંપર્ક વધશે. તે વાતો કરશે અને તેનું ભણવાનું પણ બગડશે. મેડિકલ તો તારા ડિપ્લોમા કરતાં પણ અઘરું છે.”

“હા મોમ, આ બધા વિચારો કરતી તું બેસી રહે. મારી વાત તને કહી દીધી. પછી તું હકારાત્મક વિચાર કે નકારાત્મક..પણ એટલું સમજી જા, મારે કાબૂમાં રહેવું હશે તો હું રહીશ જ. વારંવાર તું લાલ લાઇટ બતાવ્યા કરીશ તો પણ અને નહીં બતાવે તો પણ.”

“જો બેટા, તને તે વખતે લાલ લાઇટ ન બતાવી તો કફોડી પરીસ્થિતિમાં મુકાઈ જા ને?”

“મોમ, તે વખતે હું ૧૩ વર્ષની હતી. આજે ૧૭ વર્ષની. અને તું જ કહે છે ને સોળે સાન. હવે એટલું તું સમજી જા કે તારી સલાહને હું સાંભળીશ. પણ તેને માનવી કે નહીં તે નિર્ણયો મારા હશે સમજી?”

જાનકી ફરી આ વાતથી દુભાઈ..તેને રૂપા વારંવાર કહેતી રહી…મોમ, તમારો અનુભવ અને મારો અનુભવ જુદો જ હોવાનો.”

ઘરે પહોંચીને લૅપટૉપ ચાલુ કર્યું. ઘરની ફોનલાઇન ઉપર સ્માર્ટ ફોન ઍક્ટિવેટ કર્યો. અને પહેલો ફોન અક્ષરને લગાડ્યો..“સાહ્યબા… આ મારો ફોન નંબર.. સવારે એક વખત ગુડ મોર્નિંગ કહેવા ખાલી ફોન કરજે અને રાત્રે ગુડ નાઇટ કહેવા..તેનાથી વધુ વાત ભણીએ છીએ ત્યાં સુધી નહીં કરવાની.”

પોલીસ કોન્સ્ટેબલની દીકરી પોલીસ જેવી જ વાતો કરતી જોઈ જાનકીને હસવું આવ્યું અને તે જતી રહી. દીકરીની સમજ અને પ્રેમનો વધુ આગળ વાર્તાલાપ સાંભળવા તે ઊભી ના રહી. અક્ષર બોલ્યો, “જાનકી મમ્મી ઊભાં છે ને?” તેણે વીડિયો ચાલુ કર્યો. અક્ષર મોટા હાસ્ય સાથે દેખાયો. રૂપા બોલી, “હા. એટલે તો પોલીસ જેવું બોલી. પણ હવે બોલ…”

“રૂપલી! યાર, તારો જાદુ તો માથે ચઢીને બોલે છે.”

“એટલે?”

“ત્યાંથી આવ્યે અઠવાડિયું થયું પણ હજી તારા વિચારો જતા નથી.”

“મારું પણ એવું જ છે..મને પણ જરાય ગમતું નહોતું અને એમાં પ્રિયંકા મેમે પૈસા આપ્યા એટલે આ ફોન લીધો.. મને હતું કે તારી સાથે વાત કરીશ એટલે તે પીડા હલકી થઈ જશે.”

“અરે ગાંડી, પીડા હલકી થઈ? મને તો હવે તને જોયા પછી પીડા ખૂબ વધી ગઈ.. તને ભેટવું છે.”

“હં. મમ્મી સાચી જ હતી. તને પીડા વધી ગઈ? ચાલ આવજે બાય.” કહી કૅમેરા સ્વિચઑફ કરી નાખ્યો. ફોન ચાલુ હતો, એક બુચકારા પછી તે બંધ કર્યો.

ઇ મેઇલ ખોલ્યું અને એક ઇ મેઇલ મોકલી. મુકેશનું ગીત –

તારી આંખનો અફીણી,

તારા બોલનો બંધાણી,

તારા રૂપની પૂનમની પાગલ એકલી.

લતા મંગેશકરની જેમ ગણગણતી ઑડિયો ક્લિપ મોકલી. છેલ્લા શબ્દો ‘પાગલ એકલી’ કરીને.

તે ભણવા બેઠી. ઇન્ટરનેટ ઉપર  વિકિપીડિયા ખોલીને  શબ્દ ઍક્ટર ટાઇપ કર્યો અને એક શબ્દની વ્યાખ્યા કંઈક આવી નીકળી :

Acting is an activity in which a story is told by means of its enactment by an actor or actress who adopts a character—in theatre, television, film, radio or any other medium that makes use of the mimetic mode.

Acting involves a broad range of skills, including a well-developed imagination, emotional facility, physical expressivity, vocal projection, clarity of speech, and the ability to interpret drama. Acting also demands an ability to employ dialects, accents, improvisation, observation and emulation, mime, and stage combat. Many actors train at length in specialist programmes or colleges to develop these skills. The vast majority of professional actors have undergone extensive training. Actors and actresses will often have many instructors and teachers for a full range of training involving singing, scene-work, audition techniques, and acting for camera.

એની નોટમાં ઉતારીને પદ્મજા નામ ઉપર સર્ચ કરતાં તેનાં અત્યાર સુધીનાં પિક્ચર અને ૨૭ પ્રોજેક્ટ મળ્યાં.. બહુ વૈવિધ્ય હતું. તેમની કારકિર્દીમાં ઉતારચઢાવ જોયા અને રસ પડી ગયો. પ્રિયંકા મેડમનું નામ ૨૫મા પ્રોજેક્ટ પછી દેખાયું અને આશિષ ચૌધરીનો ઉલ્લેખ લગભગ દરેક પ્રોજેક્ટમાં હતો. ત્રીજા પ્રોજેક્ટ પછી તેમનો આવકનો આંક ઉપર અને ઉપર જ જતો હતો. છેલ્લા બે પ્રોજેક્ટમાં ધક્કો લાગ્યો હતો. ખૂબ નુકસાન થયું હતું. જાનકી બે બૂમો પાડી ચૂકી હતી. સવારે વહેલા ઊઠવાનું છે.

ઇ મેઇલ ઉપર અક્ષરનો ઇ મેઇલ હતો. કોરા કાગળ ઉપર બે હાથ ચીતર્યા હતા અને વચમાં લખ્યું હતું, રૂપલી રાધાને આટલું બધું વહાલ. તે સહેજ મલકી.. હવે હું કંઈ હાથ પહોળા નહીં કરું… તોફાની બારકસ!

રાત્રે સાડા અગિયારે તે સૂઈ ગઈ. સવારે પરી લેવા આવવાની હતી.. તેના ઇ મેઇલમાં પ્રિયંકા મેમે પાંચ પ્રશ્નો પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, આશિષ ચૌધરી વિશે. તેની સર્ચમાં જવાબ મળ્યો નહોતો પણ તે સમજી ચૂકી હતી. આશિષ ચૌધરી જે પ્રોજેક્ટમાં નહોતા તે પ્રોજેક્ટમાં નુકસાન ખૂબ જ હતું.

પરી આવી ત્યારે ગરમગરમ આલુ પરોઠા તૈયાર હતા. દહીં સાથે તે ખાઈને સખીઓ નીકળી.

પરીને ફોન નંબર અને ઈ મેઇલ સરનામું આપ્યું અને ફોનની ઘંટડી વાગી. ઘરમાંથી જલદી જલદી બહાર નીકળતાં ફોન લીધો.

“ગુડ મોર્નિંગ, મારી રુપલી રાધા!”

“મોર્નિંગ સાહ્યબા.”

“રાત્રે ઊંઘ આવી હતી?”

“બહુ જ સરસ રીતે.. પણ હવે મને રાત્રે યાદ કરજે. અત્યારે તું પણ ભણ અને મને પણ ભણવા દે.”

“હા, આ તો ખાલી ગુડ મોર્નિંગ કહેવા જ ફોન કર્યો હતો..યુનિવર્સલ તરફ જાય છે ને?”

પરીએ બૂમ પાડીને કહ્યું,  “ભાઈ, તારી રૂપલી રાધાનો દિવસ મઝાનો જશે. આજે પ્રોજેક્ટ ૨૯ શરૂ થશે અને પહેલો શૉટ રૂપા ઉપર છે.”

“અરે વાહ! તો તો આજે બેવડા બેસ્ટ ઓફ લક કહેવાનાં છે.”

રૂપા બોલી, “બેવડા શાનાં?”

“એક તો તારી સફળતાનાં અને બીજા અભિનેત્રી બનવાનાં.”

“થેન્ક્સ”

“ભાઈ, મને પણ અભિનંદન જોઈએ.”

“જાણ્યા વિના જ અભિનંદન આપી દઉં? શું આ પહેલો મુહૂર્ત શૉટ તું લેવાની છે ને?”

“હા ભાઈ, તમને કેવી રીતે ખબર પડી?”

“છાપામાં આવ્યું છે અને આજે મોટો ઇવેન્ટ છે. પપ્પા અને મમ્મી આવશે અગિયાર વાગે..”

. “અને તમે?”

“હું આવા ઇવેન્ટ અટેન્ડ કરીશ તો ભણીશ ક્યારે?”

“ભાઈ, રૂપા તો આ સાંભળીને સિરિયસ થઈ ગઈ.”

“એને કહે, ચિંતા ના કરે.”

“ભાઈ, અમે સ્ટુડિયો પહોંચી રહ્યાં છીએ…હમણાં ફોન મૂકું.”

 

 

 

 

 

 પ્રકરણ ૧૩ : આશિષ ચૌધરી

પ્રિયંકા મેમે એક પાનામાં મુહૂર્તના ડાયલૉગ કાઢીને આપ્યા અને મેકઅપની ટીમ રૂપાના ચહેરા પર ફાઉન્ડેશનનો મેકઅપ લગાડવા માટે કટિબદ્ધ થઈ. અરિસા સામે રૂપા ઉપર થતો અત્યાચાર પરી જોઈ ન શકી. પણ આ મેકઅપમેન અને કૅમેરામેન અભિનયની દુનિયામાં પહેલે પગલે માનું કામ કરતા હોય છે.

પ્રોજેક્ટ ૨૯માં રૂપા રાધા બની હોય છે અને ડાયલૉગ ચાર લાઇન લાંબો હોય છે. વાસ્તવિકતામાં પ્રિયંકા મેમની જિંદગીમાં તેમને પહેલી સફળતા મળેલી તેની ખુશી અભિવ્યક્ત કરવાનો ડાયલૉગ બોલવાનો છે. ફાઉન્ડેશન સુકાઈ ગયા પછી બીજો લેપ કૅમેરામાં ઉજાસ લાવવા માટે હોય છે. તે જાડું થર ચહેરાને ભરાવદાર અને ઘાટીલો બનાવતો હોય છે. સવારના ૮ વાગ્યાથી ચાલુ થયેલ મેકઅપ સાડા બારે સુકાઈને તૈયાર થયો ત્યારે ફોટોગ્રાફર તરીકે પરી પહેલી વાર બોલી,..“રૂપા, તારા આ ચહેરાને પબ્લિક ચૂમી ના લે તો મને કહેજે.. આ ફોટો અક્ષરભાઈ જોશે તો કહેશે, શું આ મારી રૂપા છે?”

પ્રિયંકા મેમે આવીને સંતોષ ભરેલી નજરે મેકઅપમેનને કહ્યું, આ ચહેરો રોજ લાવજે અને રૂપાને પૂછ્યું, ડાયલૉગ તૈયાર છે ને? જરા એક વાર બોલ ને?

રૂપાએ પૂછ્યું, “સહજ રીતે બોલું કે કથામાં જે ખુશી છે તે દર્શાવતી કહું?”

“ત્રણ ચાર રીતે બોલી જો..ડાયરેક્ટર તને સમજાવશે.”

“પણ મેમ તમે જ છો ને મારા ડાયરેક્ટર?”

“હું તો ફાઇનલ સ્ક્રિન ઍડિટ કરીશ ત્યારે આવીશ. અત્યારે તો મારો જુનિયર હશે..તે મલકીને બોલી.

શૉટ શરૂ થયો ત્યારે જાનકી અને મેઘા બન્ને હાજર હતાં.

જાનકી ઉપર નજર નાખતાં રૂપા બોલી, “મા, આ પહેલા તબક્કાની જીત એ તારી દેન છે. તને હું શું કહું ! હું કેટલી ખુશ છું મારી માવડી…હું ફિલ્મસ્ટાર બની ગઈ એ તારી ધીરજને લીધે બની છું.” આસિસ્ટન્ટ ડાયરેક્ટરે તેને રોકી અને કહ્યું, “અવાજમાં ભાવ નથી.. સીધેસીધું બોલવાનું નથી.. ભાવ ઉમેરો.. આનંદનો ઉમળકો આવવો જોઈએ..”

બીજો શૉટ લેવાયો.. આ વખતે પરી પણ પંડિત સાથે ઊભી હતી. જાનકીને નજીક ઊભી રાખી પ્રિયંકા મેમ કહે, “રૂપા, તું જાનકી સાથે વાત કરતી હોય તે ભાવ સાથે બોલ.”

“મા, આ પહેલા તબક્કાની જીત એ તારી દેન છે. તને હું શું કહું, હું કેટલી ખુશ છું ! મારી માવડી…હું ફિલ્મસ્ટાર બની ગઈ એ તારી ધીરજને લીધે બની છું.”

પ્રિયંકા બોલી, “કટ, કટ.” લખાણને ફરીથી વાંચ રૂપા ! વાક્યમાં અલ્પ વિરામચિહ્ન મૂકેલ છે ત્યાં અટકવાનું, પણ અલ્પ જ. અને પૂર્ણવિરામ છે ત્યાં શ્વાસ ફરી લેવાય તેટલું અટકવાનું; અલ્પવિરામ કરતાં બમણું અટકવાનું.”

કટ

કટ

કટ

કટ

કટ

કટ

છઠ્ઠા પ્રયત્ને શૉટ ઓ.કે. થયો.

ખાસ વધાઈ આપવા પ્રિયંકા દોડી.. અભિનંદન રૂપા.. તારો અભિનેત્રી તરીકે જન્મ જલદી થયો.. મને તારી પાસેથી આ જ આશા હતી. તને ખબર છે, મારો પહેલો શૉટ ૩૨ ટ્રાયલે થયો હતો..

બધાં આનંદમાં હતાં. જાનકી દીકરીને મળતી શાબાશીઓને માણતી હતી.

છ શૉટ પરીના અને છ શૉટ પંડિતના લેબમાં ચકાસાયા.. ચોથો પરીનો શૉટ સ્વીકારાયો..ત્યારે ફરીથી ખૂબ આનંદ થયો..બન્ને નવોદિતો સ્ક્રિનટેસ્ટમાં આગળ રહ્યાં… પહેલા અને બીજા શૉટ વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક હતો.. આમંત્રિતોને ચા–કૉફી અપાયાં અને ફિલ્મનું નામ અપાયું “પ્રેમદીવાની રાધા”

આ સમચાર સાથે મોટું બજેટ ઍડવર્ટાઈઝ માટે ફાળવવામાં આવ્યું. ભારતનાં ફિલ્મી મૅગેઝિનોમાં રૂપા, અલય અને પરી ઝબકશે. પી. આર. ડિવિઝને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વ્હૉટ્સઍપ ઉપર ફેન ક્લબ ખોલી. પણ એક્સેસ પ્રિયંકા મેમ પાસે હતો.. પરી અને પંડિતે લીધેલા જુદાજુદા ફોટા ક્રમશઃ મુકાવાના હતા. અને રોજના આંકડા અને કૉમેન્ટ ઉપર એક સ્ટાફ ભારતથી જવાબ આપવાનો હતો.

પરીને તે ગમ્યું નહોતું પણ પ્રિયંકા મેડમ કહે છે એ પ્રમોશન ઍડવર્ટાઇઝનો  ભાગ છે. તમને તે જાણવાની અને લોકોની દીવાનગી  જાણવાની જરૂર નથી. પ્રસિદ્ધિનો નશો શરાબના નશા જેવો છે. હમણાં તો કામ કરવું જરૂરી છે. ડિપ્લોમાં પૂરું થાય અને પિક્ચર રિલીઝ થાય અને સફળ થાય પછી આમેય તમને ફિલ્મસાગરમાં તરતાં મૂકી દેવાનાં છે. ડૂબો કે તરો…”

પરી કહે, “મેમ, તમે અમને બીવડાવો છો?”

“ના, સાચું કહું છું.”

“મેમ, મને સમજ ના પડી.” રૂપાએ પણ ટહુકો કર્યો.

“જુઓ, તમને ટ્રેઇનિંગ અપાવું છું તે મારું તમારા ઉપર રોકાણ છે. મને ખબર છે તમે બન્ને સરસ કામ કરો છો. પછી તમારું કામ જોઈને તમારા માર્કેટમાં ભાવ બોલાશે. તે વખતે હું પણ તમને રાખીશ તો માર્કેટ ભાવે..તમારા ભાવો માર્કેટની સફળતા પ્રમાણે મળશે. આ એક સરસ વ્યવસ્થા છે. સતત શ્રેષ્ઠ કામ આપતાં રહો અને માર્કેટમાં ટકી રહો.”

“એનો અર્થ એવો પણ થયો ને કે કોઈ કારણસર નબળા પડો તો ફેંકાઈ પણ જાવ ?” પરીએ કહ્યું.

“હા. પણ એવું વિચારવાને બદલે દરેક ફિલ્મ એક નવી તક છે અને તે તક નવીનવી આવકો ઊભી કરે છે. આ ફિલ્મમાં એવું અદભુત કામ કરો કે બીજી ફિલ્મમાં તમારી માંગ ઊભી થાય. અત્યારે પ્રોજેક્ટ ૨૯માં મનથી કામ કરો કે આગળના પ્રોજેક્ટ માટે તમારી તારીખો હું અત્યારથી લઈ લઉં. સમય આવે તે કળા પણ તમે શીખી જશો. પ્રાણ, શત્રુઘ્ન સિંહા અને મહેમૂદ એમની અદાકારીથી મુખ્ય હીરો કરતાં પણ વધુ લોકપ્રિય થયા. કારણ કે તેમના અભિનયમાં વૈવિધ્ય હતું.

રૂપા વિચારમાં પડી ગઈ. પ્રિયંકા મેમ પણ એક એવી જ કલાકાર છે કે જેણે અભિનય ઉપરાંત નૃત્યકલા, ડાયરેક્શન અને નિર્માણના ક્ષેત્રે કામ કર્યું અને સફળતા હાંસલ કરી.

પોતાની રીતે તે પણ ટૅકનોલૉજીમાં આવતાં પરિવર્તનોથી વાકેફ રહી તેના ખર્ચાઓને નિયંત્રિત કરે છે. હજી તો આજે પહેલો શૉટ થયો પણ “પ્રેમદીવાની રાધા”નું ઇ માર્કેટિંગ અત્યારથી કરવા માંડ્યું. નખરાં કરતી અને ટાઇમના અખાડા દૂર કરવા મેન્યુ સ્ક્રિપ્ટમાં તે કલાકારને અમેરિકા રાખીને લાંબાં શૂટિંગો તરત પૂરાં કરતી.. આ બધું તે તેની કારકિર્દિમાં શીખી. તે ખૂબ જ નિયમિત હતી..તેથી પદ્મજાની જેમ અભિનેત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી કામ કર્યું. ચરિત્ર અભિનેત્રી થતાં પહેલાં નિર્માણમાં ઝંપલાવ્યું જેમાં પ્રોજેક્ટ ૨૬ અને ૨૭માં પૈસા ખોયા..૨૮ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે રાહ જોવાને બદલે પ્રોજેક્ટ ૨૯ શરૂ થઈ ગયો. પ્રોજેક્ટ ૨૬ અને ૨૭માં આશિષ ચૌહાણની નાદુરસ્ત તબિયતે શૂટિંગમાં બીનજરૂરી સમય લંબાવેલ..

રૂપાના મનમાં આશિષજી વિશે વિચાર ભમ્યા કરતો હતો તે પ્રશ્ન અત્યારે તેણે પ્રિયંકાને પૂછ્યો. “મેમ, આ આશિષ ચૌધરી વિશે મને કહો ને?”

***

જાનકી પાછા ફરતાં જ્વેલરી ડિસ્ટ્રિક્ટમાં રોકાઈ. રાઈબરેલીના સોની પ્રબોધ શર્માને ત્યાં દાગીનાની  ખરાઈ કરાવવા જવું હતું. તેના મનમાં શંકાનો એક વિચાર હતો તેનું પણ નિરાકરણ કરવું હતું.

ગોલ્ડન પૅલેસમાં ચોથા માળે સરસ મઝાનો શો રૂમ હતો.

પ્રમોદે તેમને આવકારતાં કહ્યું,  “બોલો બહેન, હું શું સેવા કરું?”

“મારે એક ખરાઇ કરાવવાની છે.” કહીને મેઘાનો અને પદ્મજાનો દાગીનો તેમને આપ્યો.

પ્રમોદે સોનાને ચકાસવાના પથ્થર ઉપર ઘસરકો કરી બધા દાગીના પરત કરતાં કહ્યું, “આ દાગીના પ્યોર સોનાના છે. વેચવા હોય તો ઘડતર બાદ કરી  ૫૦૦૦૦ ડૉલર આપી શકીશ. આવો દાગીનો અહીં તો મળતો જ નથી. રાજા રજવાડા ભારતમાં આવો દાગીનો બનાવતા હતા. મહારાષ્ટ્રીયન નક્શીકામ એટલું સુંદર છે કે જાણે પહેરનારનું રૂપ દસ ગણું વધી જાય.”

આભાર કહેતાં સંતુષ્ટ નજરે જાનકી બહાર નીકળી.પરાણે પરણ કહેનાર એકદમ મહેરબાન થઈ જાય ત્યારે મા શંકાશીલ બને તે સ્વાભાવિક છે. તેને રામાવતારે કરેલી ટિપ્પણી યાદ આવી.. જેણે પોતાની ભૂલ સુધારવા પહેલ કરી હોય તે કાચું કોઈ કામ કરે નહીં. પણ આપણી ઓકાત કરતાં વધુ ધનવાન છે તે વાત કહ્યા વિના કહી દીધી. આપણે એમના વટવહેવાર પણ આ જ રીતે કરવા પડશે..દાખલા તરીકે પરીના વિવાહ.

 

પ્રકરણ ૧૪ : ફક્ત વહાલ કરીશ

યુનિવર્સલ સ્ટુડિયોમાં ભણવાનું અને લંચ લીધા પછી સેટ ઉપર અભિનય વ. બધું નિયમિત થઈ ગયું. ધારણા કરતાં વધુ ઝડપે “પ્રેમદીવાની રાધા” આગળ વધી રહી હતી. પ્રિયંકા અને પદ્મજા બન્ને ખુશ હતાં. રિટેક ઓછા થતા હોવાનાં કારણોમાં રૂપાનું આગોતરું વાંચન અને પરીની કુનેહ સાથેસાથે કામ કરતી હતી પણ આ તો મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થતી હતી. એવું લાગતું હતું કે ઍડિટિંગ અને ટ્રિકસીન્સની જરૂર નહીંવત રહેશે.

અલય પણ વચ્ચે બે અઠવાડિયાં બે ફિલ્મીગીત શૂટ કરવા માટે આવ્યો.  પરી ઇચ્છતી હોવા છતાં અલય બહુ આગળ ના વધ્યો. પણ રૂપા સાથે સ્ક્રિન ઉપર તે બહુ જ ખીલતો..વિલન સાથે ફોન ઉપર ભારે ડરામણા પ્રસંગો સરસ રીતે ભજવાયા. લાગતું હતું કે સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રોજેક્ટ ૨૯ વહેલો પતશે. કદાચ પ્રોજેક્ટ ૨૮ની લગોલગ પૂરો થઈ જાય તો નવાઈ નહીં.

અલય હતો ત્યારે  એક વીકઍન્ડમાં અક્ષર લોસ એન્જેલસ આવ્યો. તેનું ભણવાનું  સરસ ચાલતું હતું.. સાંજના ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. વડીલોની સંમતિ લઈને એકાંતોને માણવા અધીરું બનેલું યુગલ થિયેટર પહોંચ્યું અમેરિકામાં અમેરિકન મૂવી જોવા. અરધું થિયેટર ખાલી હતું. રૂપા વિચારતી હતી આ પરીક્ષાની ક્ષણ છે..હું તો કોઈ પહેલ નહીં કરું. તેના મનમાં ચાલતા ગજગ્રાહને કાબૂમાં રાખવા જાણે ઘીની જેમ ઓગળતાં વાર નહીં લાગતાં રૂપા અક્ષર સામે જોઈ રહી.

મનથી બન્ને પરિપક્વ હતાં..પણ લાગણીઓથી મજબૂર હતાં. તડપ તો બન્ને બાજુ સરખી હતી અને વડીલોનો વિશ્વાસ પણ તોડવો નહોતો. ગુગલના અને તબીબી વિજ્ઞાનને સહારે તેઓ મળતાં પણ જ્યાં લપસણી ભૂમિ આવે ત્યાં બન્ને વળી જતાં. શરીર સંવનનોને ઝંખતું પણ બીજી જ ક્ષણે આખી જિંદગી પડી છે ને,નો વિચાર આવી જતો અને મનની નબળાઈ શાંત થઈ જતી. પરસ્પરને જ્યારે ટેકો મળી જતો ત્યારે રૂપા કહેતી, સાથી તો આવો જ સમજુ અને ઠરેલ હોવો જોઈએ જે સરકે નહીં અને સરકતા સાથીને પણ સંભાળી લે.

ફિલ્મ શરૂ થઈ. અક્ષરે પણ મનથી એવું જ વિચારેલું કે રૂપા પહેલ નહીં કરે તો હું આગળ નહીં વધુ.

ફિલ્મની અંદર હીરોહીરોઇન આગળ વધતાં હતાં. એક તબક્કે હીરો અને હીરોઇન જે તબક્કામાં હતા તેવી ક્ષણે અક્ષરે રૂપા સામે જોયું. રૂપા પણ વિચારતી હતી કે આ ઉન્માદની ક્ષણ છે. સદાશિવે કહેલ વાત તે યાદ કરતી રહી અને એ બબડી, “પપ્પા, અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજીને ભણશું અને પાંચ વરસ તો સમજથી કાઢી નાખશું જોજો ને.”

અક્ષર તેના બડબડાટને સાંભળીને બોલ્યો,  “એઈ રૂપલી,  હજી હું પપ્પા નથી થયો…”

સહેજ શરમાતી રૂપા બોલી, “હું નબળી પડી જાઉં તો મને સંભાળી લેજે સાહ્યબા..મેં પપ્પાને તો કહ્યું છે પાંચ વરસ સુધી કશું નહીં.”

“હા, પણ અત્યારે આપણે ક્યાં કશું કરવાનાં હતાં..”

“હેં?”

“હા. અત્યારે તો તું કહીશ તો ફક્ત વહાલ જ કરીશ.”

“તો વહાલ કર ને?”

અક્ષર ગણગણ્યો. “છૂ લેને દો નાજુક હોઠોં કો” … રૂપા સાંભળતી રહી અને શરમાતી રહી…ફિલ્મમાં એક ભ્રમર ગુલાબ ઉપર ફરતો હતો..

“સાહ્યબા, આપણે ચૅટ ઉપર વહાલ કરીએ તેવો અનુભવ નથી.”

“એટલે?”

લુચ્ચું હસતાં હસતાં રૂપા બોલી, “હું એ દિવસની રાહ જોઈશ કે જ્યારે આપણા મિલનને કોઈ બંધન ના હોય.”

જો તું કહીશ તો હું તો ડૉક્ટરીનું ભણું છું. મારી પાસે બધા રસ્તા છે. પણ હું તારું અને મારું ભણતર પૂરું થાય અને થોડુંક કમાતો થાઉં પછી જવાબદારી લેવામાં માનું છું. જાનકી માને હું લાભ લઈ ફરી જઈશ તેવું લાગે છે,,તો તેમનો ભય દૂર કરીને મળીશ.”

થોડીક ફિલ્મ ગઈ અને રૂપા ફિલ્મ જોવાને બદલે અક્ષરને જોવા માંડી. અક્ષરની નજર તેના ઉપર પડી તો તેણે નજર ન હટાવી અને પૂછ્યું, “સાહ્યબા, હું કેવી છું?”

અક્ષર કહે, “જેવી છું તેવી મારી છું.”

તેણે નજર હટાવ્યા સિવાય ફરીથી કહ્યું,  “સાહ્યબા, હું કેવી છું?”

અક્ષર કહે, “તું બહુ સારી છું. તેથી તો મને વહાલી છું.”

થોડીક શાંતિ પછી અક્ષરે પૂછ્યું, “રૂપલી, હું કેવો છું?”

રૂપાની નજરમાં ટીખળ હતું. તે બોલી, “તું તો લુચ્ચો છું.”

ટીખળે ટીખળનું સ્થાન લીધું. અક્ષર ધીમેધીમે ગણગણવા માંડ્યો… “રૂપાનો સાહ્યબો લુચ્ચો..રૂપાનો સાહ્યબો લુચ્ચો. રૂપાનો સાહ્યબો લુચ્ચો.”

જોરથી તેના હોઠને હોઠથી દાબી દઈ રૂપાએ તેને બોલતો બંધ કર્યો. પછી તે બોલી, “સાહ્યબો મારો વહાલો.. સાહ્યબો મારો વહાલો…

ચાલ ક્યાંક બહાર જઈએ..પિક્ચરને પડતું મેલી યુગલ કૉફી પીવા બહાર નીકળ્યું. આખું થિયેટર ખાલી હતું. ચારે તરફ સુમસામ હતું. પોપકોર્નનો ફેરિયો આવ્યો ત્યારે તેની પાસે કૉફી મંગાવી અને મજાકમાં પૂછ્યું, “રૂપા તારો હીરો અલય કેવો છે?”

“કેમ અચાનક અલય?”

“સારો હોય તો વાંધો નહીં પણ તને સતાવતો હોય તો કહી દે હું આવીને તેની છુટ્ટી કરી દઈશ.”

“ના ભાઈ ના. તે તો મારાથી બે ફૂટ દૂર ચાલે છે.”

“વળી તારા ગામનો છે ને?”

“હા. સરસ છે અને પરીને ગમે છે.”

“શું વાત કરે છે?”

“હા, પણ તારે અત્યારથી મોટાભાઈ બનવાની જરૂર નથી. એ લોકોની ગાડી પાટે ચઢશે તો હું  તને કહીશ.”

“તે તો સ્ટ્ર્ગલર છે ને?”

“હા. પરી પણ સ્ટ્ર્ગલર જ છે ને? મારી જેમ …”

“હા. ઍક્ટિંગ અને પુરુષે તો દસબાર પિક્ચર થાય તે પહેલાં પ્રેમની વાતો તો વિચારવી પણ ના જોઈએ.”

“હા. એ કેરિયર કૉન્શ્યસ છે તેથી તો પરીબહેનને ભાવ ના આપ્યો.”

“શું બન્યુ હતું તે તો કહે!”

“હું જેમ તને જોતી હતી તેમ પરી અલયને જોતી હતી. અને મને ખબર પડી ગઈ.’

“પછી?”

અલયની હાજરીમાં જ મેં એને પૂછ્યું, “કેમ અલી, મારો હીરો તને ગમે છે?”

તેણે શરમથી હા ભણી અને અલય સામે જોયું ત્યારે અલય બોલ્યો, અંગ્રેજીમાં એક કહેવત છે..

Work while you work and Play while you play,

That is the way of life to be happy and gay!

પછી તે બોલ્યો. “પરી, આપણી કારકિર્દી હજી હમણાં શરૂ થઈ છે. રૂપા અને અક્ષરની જેમ આપણે પણ રાહ જોવી જોઈએ ને?”

પરી ત્યારે સહેજ દ્વિધામાં બોલી, “તે બન્ને તો પાંચ વર્ષથી મળે છે..જ્યારે હું તો તને જોઈને પ્રેમમાં હજી એક મહિનાથી જ પડી છું.”

અલય પરી સામે જોતો રહ્યો…તેના મસ્તકમાં હજાર વિચારો આવ્યા અને પછી બોલ્યો.. “પરી, થોડોક સમય જવા દે. પહેલાં આપણે મિત્ર તરીકે એકમેકને ઓળખીએ. પછી વડીલોને મળવા દે.. મારે અને તારે પણ કોઈ બંધનોથી બંધાવું ન જોઈએ…કુદરતી રીતે હું પગ ઉપર ઊભો ન રહું ત્યાં સુધી ધીરી બાપુડિયાં…”

અક્ષરને અલય માટે માન થઈ ગયું. “કયાં છે અલય? મારે તેને મળવું છે પરીની હાજરીમાં.”

“ના, ના. પરી મને મારી મારીને ધોઈ નાખશે.. તેણે આ વાત તને કહેવાની ના પાડી છે.”

“સારું. પણ અલય ક્યાં મળશે?”

“આપણા હોલિવૂડ સ્ટ્રિટના ફ્લૅટમાં..”

“મળશે?”

“હા.”

અક્ષરે જાનકી માને ફોન કરીને કહ્યું,  “મા, તમારી રૂપા સાથે હું અલય ને મળવા જઉં છું. સાંજે ત્યાં આવીને અમે જમશું.”

પ્રકરણ ૧૫ :

પપ્પા તમને ગમ્યો ને મારો સાહ્યબો?

“હા. આવો પાછાં ક્યાંક બહાર જમવા ના જતાં રહેશો.”  જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મૂંઝાયો. પણ ફોન મૂકીને પરીને ફોન કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું,  “ભાઈ પિક્ચરમાં નથી?”

“ના, પણ તું ક્યાં છે?”

“મારું શૂટિંગ હમણાં જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મૂકવા જઈશ. હોલિવૂડ સ્ટ્રિટના આપણા ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં..’

“હું અને રૂપા આવીએ છીએ. રાહ જોજે.”

“ભલે..પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યાં છે.”

“હું તો રૂપાના હીરોને મળવા આવું છું. કયા એપાર્ટ્મેન્ટમાં છે?”

“રૂપાને ખબર છે કૅન્ટીનની બાજુનો એપાર્ટમેન્ટ..”

“ભલે.”

થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો. તે પહોંચી ગઈ હતી. અને કેટલે દૂર છો? અક્ષર કહે, “હજી દસેક મિનિટ લાગશે. ત્યાં સુધીમાં ફ્રૅશ થઈ જાવ.”

દસેક મિનિટમાં રૂપા અને અક્ષય પહોંચ્યાં ત્યારે અલય પણ ફ્રૅશ થયેલ હતો.

અલય ફિલ્મી હીરો હતો..દેખાવડો, તંદુરસ્ત અને રૂપા સાથે તર્ત જ પહેલી નજરે જચી જાય તેવું હસતું વ્યક્તિત્વ હતું. અક્ષર કરતાં હાઇટ વધુ હતી.  તેણે અક્ષરને આવકારતાં બહુ ઊર્મિપૂર્વક હાથ મેળવ્યા..” આવો આવો ડૉકટર! આપને મળીને બહુ આનંદ થયો.”

“હા, પિક્ચરમાં રૂપાને મઝા ના પડી અને સમય હતો તેથી મેં જ કહ્યું, ચાલ અલયને મળીએ.”

“સો નાઇસ ઓફ યુ..શું લેશો? ચા, કૉફી કે ડ્રિંક?” એણે વિવેક કર્યો.

“ચાલો, આપણે કૅન્ટીનમાં સાથે જ જઈએ.”

“તમને જોઈને કોઈ પણ કહી દે કે પરીના તમે ભાઈ છો. એક જ બીબાંઢાળ છો. સ્કિન જુદી છે, બાકી બધું જ સરખું છે.”

રૂપા અક્ષર અને અલયને જોઈ રહી હતી. અક્ષર ડૉક્ટર થવાનો તેથી કારકિર્દી બદલાવાની.પણ અક્ષર અલયની સરખામણીમાં ઊતરતો લાગ્યો. પરીને આ પ્રોગ્રામ થયો તે નહોતું ગમ્યું પણ અક્ષર તો વાતે ચઢ્યો હતો. કૉફી પિવાઈ રહી પછી હાથ મિલાવી ને છૂટા પડ્યા ત્યારે કોમળ હાથે તેનો હાથ દાબતાં કહ્યું,  “મળશું ક્યારેક.. ચાલો જઈએ..”

ઔપચારિક વાતો કરતા હતા ત્યારે રૂપા અલય અને અક્ષરને કેમ સરખાવતી હતી તે તેને પણ સમજાતું નહોતું..અલય રૂપાને ઉદ્દેશીને બોલ્યો, “પ્રણયદૃશ્યો આપ સરસ કરી લો છો તેનું કારણ સમજાયું. અક્ષર જ્યાં મન અને આંખો સામે હોય ત્યાં અનુભૂતિ જીવંત થઈ જ જાય ને? પ્રિયંકા મેડમે તમારા વિશે જે કહ્યું  છે તે બરોબર જ છે.”

રૂપા થોડીક શરમાઈ અને બોલી, “સાહ્યબો મારો છે ને મઝાનો?”

અલયને સંબોધી અક્ષર બોલ્યો, આપણી “સરખી ઉંમર છે તો આપ આપ કહેવાનું માંડી વાળીએ? દોસ્ત બનીએ?”

“જરૂર. મને પણ આનંદ થશે.” કહી એણે ફરીથી અક્ષર સાથે હાથ મિલાવ્યા.

ઘરે સમય કરતાં વહેલા પહોચ્યાં ત્યારે જાનકીને આનંદ થયો..અને પૂછ્યું, ” પિક્ચરમાં મઝા ના આવી?”

“હા, અને તમને મળવું જરૂરી હતું..તમે ફોન ઉપર ખીજવાયેલાં લાગતાં હતાં તેથી.” અક્ષરે નરમાશથી વાત કરી.

“હા..તારી કચોરી બનાવવાની મહેનત માથે તો ના પડવી જોઈએ ને? તેમાં કેટલો બધો કુથો છે ખબર છે ને?”

“હા મોમ…પણ આ તમારી ગુડિયાને પણ બરોબર શીખવી દેજો કે જેથી મને આખી જિંદગીની શાંતિ. તમારી પાસે તે હવે પાંચ જ વર્ષ છે.”

જાનકીને આ લઢણ ગમતી હતી. તે મલકી. રામઅવતાર પણ ત્યારે આવી ગયા અને ભોજનના ટેબલ ઉપર પરી, રૂપા, અક્ષર અને રામઅવતાર ગોઠવાયા. જમવાનું પાકું હતું અને હસી મજાક કરતાં અક્ષર જાનકીને મસકા મારતો જતો હતો. રૂપાને આવી સાંજ ગમતી હતી. એનો સાહ્યબો આવી સાંજનો પાક્કો હીરો હતો. એના મગજમાં અજાણતાં અલય સાથે અક્ષરની સરખામણી થઈ ગઈ. અક્ષર તો સંપૂર્ણ અને લાજવાબ હતો. અલયમાં હજી આવી કોઈ ખૂબી જોઈ નહોતી.

અક્ષર બોલ્યો, “મોમ, તમે બધાં હવે ટેક્ષાસ જોવા આવો. સાન એન્ટોનીઓ મઝાનું ટાઉન છે.”

રામઅવતાર કહે, “ સદાશિવભાઈ અને મેઘાબહેન તૈયાર થશે તો એકાદ વીકઍન્ડ પ્લાન કરીશું. બાકી અમે એકલાં આવીને જુવાનિયાઓ સાથે શું વાત કરીએ?”

“પપ્પા તો ખબર નહીં આવે કે નહીં પણ મોમને ગમશે..જુઓ તો ખરા, તમારા દીકરાની જીવનશૈલી… મને પણ એક વીક ઍન્ડ ખાવાનું ઘરનું મળશે.”

રૂપા ખુશ હતી..તે જાણતી હતી, મસકાનું મોટું ટીન ખુલ્લું કર્યું હતું..જમાઈ દીકરો થાય તે તો મોટી વાત જ હતી જાનકી માટે…જોકે રામઅવતાર સરળતાથી વાતોમાં આવે તેમ નહોતા પણ તેઓ જાણતા હતા કે જાનકી રાજી થાય છે તો થવા દો. તે જરૂર હોય ત્યાં અને ત્યારે પોતાનું દૃષ્ટિબિંદુ મૂકતો.

જાનકી મા તો સરળ છે પણ રામઅવતારજીને કડક કોન્સ્ટેબલના રૂપમાં જ જોયા હતા તેથી ક્યારેક અક્ષર એટલી બધી વાતોમાં છૂટ ન લેતો. એમને અક્ષરની કૉમેન્ટ ઉપર હસવા જેવું ક્યારેય ન લાગતું. અને તેઓ માનતા કે જમાઈને જમ થતાં વાર ન લાગે. તેથી તે પણ કડક સસરાનો રોલ ભજવતા. વળી સદાશિવભાઈ પૈસાદાર તેથી તેમની સાથેનો વહેવાર સૌમ્ય અને માપનો રાખતા.

બીજે દિવસે એ જ ફ્લાઇટમાં જવાનું હતું તેથી તેઓ કલાકો જ ગણતા હતા.

પરી અને અક્ષરને તેથી થોડુંક અતડું લાગતું પણ જાનકી મેમે કહી જ રાખેલ કે એ અમારા સોલ્જરજી છે. બધે તે લો, લાવો અને પડતું મૂકોવાળી વાતોમાં હોય અને તે સારું પણ …રૂપા સ્વસ્થ થઈ એટલે બહેન અને ભાઈએ વિદાય લીધી.

“અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી.” આજે પહેલી વખત રામઅવતારજી બોલ્યા.”

“સરસ.” કહી જાનકીએ રૂપાને બોલાવી.

રૂપલી, આજે તારા બાપા પહેલી વખત બોલ્યા..“અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી. આ તો બહુ મોટું સર્ટિફિકેટ તારા બાપાએ આપ્યું.”

રૂપાએ કહ્યું,  “હેં પપ્પા, તમને ગમ્યો ને મારો સાહ્યબો?”

“પણ હું તો હજી કહીશ, આ મહિને મહિને લોસ એન્જેલસ આવે તે કરતાં ત્યાં ભણીને જલદી ગ્રેજુએટ થાય તે સારું નહીં?”

“કેમ તમારો સમય ભૂલી ગયા?” જાનકીએ ટકોર કરી.

“ભારતમાં ભણવાનો આવો ખર્ચો નહીં. વળી એક વર્ષમાં બે વર્ષ સાથે પૂરું કરી શકાય તેવી સગવડ પણ નહીં ને? અહીં તો તમારી ઝડપ અને સમજ હોય તો બે વર્ષમાં ચાર વર્ષનું લોકો ભણતા હોય છે.”

“કેમ, મને જલદીથી ભગાડી મૂકવી છે.. પપ્પા, હવે તો હું મારા પગ ઉપર છું અને ભણતરની સ્કૉલરશીપ પણ મળી છે..” સહેજ લાડ કરતાં રૂપા બોલી,… રામસ્વરૂપે રૂપાના માથા પર હેત પાથરતાં નકારો ભર્યો. અને જાનકી ઠરેલા અવાજમાં બોલી,

“ના બેટા, પણ છોકરીને સારું ઘર મળ્યા પછી લાંબો વિવાહસંબંધ રાખવાનો મત અમારો નહીં.”

***

મુંબઈથી સમાચાર આવ્યા. મોટા મામા આશિષ ચૌધરી ખૂબ જ અસ્વસ્થ છે.પદ્મજાની તરત ટિકિટો કઢાવી પ્રિયંકાએ તેમને રવાના કર્યાં. થોડાંક અસ્વસ્થ તો યુનિટમાં સૌ થઈ ગયાં. આશિષ સાથે છેલ્લાં બે વર્ષથી તણાવ ચાલતો હતો. પ્રોજેક્ટ ૨૬ અને ૨૭ના ટેક્ષ ભરાયા નહોતા. નફો વહેંચાયો નહોતો. પ્રિયંકા માનતી હતી કે ચોપડો ચોખ્ખો કરવાનું કામ મોટા મામાનું છે અને પ્રિયંકા મામાને હિસાબમાં ક્ષતિ બતાવતી તો તારી મમ્મીએ કહ્યું હતુંવાળી વાત કરે. રોજ રોજ આ કંકાસથી થાકીને જ પદ્મજાને પ્રિયંકા લોસ એન્જેલસ રાખતી. મમ્મીનો ભુલકણો સ્વભાવ અને આખાબોલા મામાના હિસાબો કદી મેળ ખાય જ નહીં. નાની બહેન મૂઉં ઘી ઢળ્યું તો ખીચડીમાં કરીને તે વાત બહુ ચોળે નહીં પણ પ્રિયંકાએ ખોળી કાઢ્યું કે મામા જશ લેવાનો હોય તો પૈસા તો પદ્મજાના અને નામ એમનું કરતા હતા..

 

 

 

પ્રકરણ : ૧૬ એક લેસન હતું

આજનું કામ સમજાવતાં પ્રિયંકા હરહંમેશ કરતાં વધુ ગંભીર હતાં. “પ્રેમદીવાની રાધા”નો આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જોકે વાર્તામાં આ ઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનયજ્ઞાન બહુ જ અગત્યનું હતું.

સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનિંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભીરતા સલામત રાખીને તેમણે શરૂ કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વિચ ઓન અને ઑફ કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય. વળી એ પણ સત્ય છે, આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કૅમેરા સામે ત્વરિત પરિણામ આપી શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયું હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તેવી ભૂલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે.

અભિનેત્રી તરીકે આપણે આપણા શરીરનો જુદા જુદા વાતાવરણ પ્રમાણે કે વાર્તાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરતાં હોઈએ છીએ તેમાં અભિનેતા સાથે પ્રેમદૃશ્યો..વિલન સાથે બળાત્કારનાં દૃશ્યો, સંતાનજન્મનાં દૃશ્યો તથા ગમાઅણગમાના ભાવો ચહેરા ઉપર લાવતા હોઈએ છીએ… આ બધી પરિસ્થિતિઓમાં જેના ભાવો ઉત્કટ તે સફળ અભિનેત્રી. આ દરેક અભિનયના તબક્કે એકલું શરીર કામ નથી કરતું, મન પણ તેટલી જ ઉત્કટતાથી ભાગ લે છે. અને શરીર પરથી તેની અસરો ક્ષણવારમાં જતી રહે છે પણ મન ઉપર તે અસરો લાંબા ગાળા સુધી રહે છે.

સફળ અને અસફળ માણસો વચ્ચે મહદ અંશે મન ઘણો ભાગ ભજવે છે. પ્રિયંકા મેમે થોડોક આરામ લઈ ફેસબુક ઉપર વાંચેલી નયના પટેલની વાત વાંચવાની શરૂઆત કરી :

એન્થની રોબિન્સનનું એક પુસ્તક છે “Unlimited power.” આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એના મૃત્યુ માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી. મનની શરીર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવીને તારું મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઈને જ ડર લાગે. સાપને એનાથી થોડે દૂર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઈ ગયા. થોડી વાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઈ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઈ ભોંકાઈ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યું કે ઝેરી સાપ કરડાવવાની સજા પૂરી થઈ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યુ બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાંથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધું હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે

“આપણી પરવાનગી વગર દુનિયાની કોઈ તાકાત આપણને દુખી ના કરી શકે.” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.

Be positive

સેલ ફોનમાંથી આ વાત વાંચ્યાં પછી પ્રિયંકા મેમ કહે, રૂપા! મેં તારામાં આ નબળાઈ જોઈ છે. તું અક્ષરને ધ્યાનમાં રાખી લવ સીન સરસ કરે છે.. પણ આજે કરવાનું કામ તે રીતે તું નહીં કરી શકે. આજની જરૂરિયાત અલય તને હર્ટ કરે છે. ને તારે ધિક્કારવાનો છે તેને.

“મેમ, હું કરી શકીશ. પણ તમે કહ્યું તેમ લાગણીઓની સ્વિચ બદલતાં વાર લાગશે. એકાદ બે વખત ધિક્કારને ચહેરા પર લાવતાં વાર લાગશે.”

“તે મને નહીં ચાલે. હું કૅમેરા સ્ટાર્ટ કરું અને તારા ચહેરા ઉપર ધિક્કારના ભાવો જોઈએ..હું તો અલયને તને થપ્પડ મારતી બતાવવાની છું.”

“સાચે સાચ?”

“હા. તો જ ધાર્યો ભાવ ચહેરા ઉપર આવે ને?”

“મને થપ્પડ મારે તો તો હું સામે થપ્પડ મારું; થપ્પડ ખાઈને બેસી ના રહું.”

“પણ તેણે આગળના દૃશ્યમાં વિલન સાથે તને પકડી છે અને તેથી ગુસ્સામાં તને થપ્પડ મારે છે…તારા ચહેરા ઉપર એકલી નફરત જોઈએ છે. અને દુઃખના ભાવો ઉભરાવા જોઈએ. પરી તારી પણ આ કસોટી છે. એંગલ અને ભાવોની ફેરબદલી ક્ષણવારમાં થઈ જશે. અલય તો સામે રાધા ઊભી છે તેમ વિચારીને વર્તશે પણ તું સામે અક્ષર ઊભો છે તેમ વિચારીશ તો ચોક્કસ ભાવોમાં મને જોઈએ છે તે નહીં જ આવે.”

“તમારી આ માન્યતા છે. ચામડી ચચરે એટલે તે ભાવ આવે જ.” રૂપા બોલી,

પ્રિયંકા કહે, “મારા આવા પહેલા શૉટમાં  ડાયરેક્ટ ઉત્તમદાએ પહેલાં હળવેથી લાફો માર્યો. એમને સંતોષ ના થયો.. પછી મને કશું પૂછ્યા વિના કૅમેરામેનને ઇશારો કરી કચકચાવીને લાફો માર્યો ત્યારે મારી કુદરતી પરાવર્તિત ક્રિયામાં તેમને જોઈતા ભાવો મળ્યા. મારી આંખોમાંથી પાણી નીકળી રહ્યાં હતાં. શૉટ ઓકે થયો પણ ઉત્તમદાએ મમ્મીને થેંક્યૂ કહ્યું ત્યારે મને નવાઈ લાગી.. મને મમ્મી કહે, મેં જ કહ્યું  હતું કે બહુ ચર્ચા કર્યા વિના ધાર્યું કામ લો.”

ભલે. આપણે શૂટિંગ શરૂ કરીએ. અલયનો ગુસ્સૈલ ચહેરો થયો. એણે રાડ પાડી “રાધા ! તને ના કહી છતાં તું સમરને કેમ મળી? અને તેણે લાફો માર્યો. રૂપાના ચહેરા ઉપર દુઃખના ભાવો ઊભરાયા અને તે બોલી ઊઠી, “તેં મને મારી? અને ફૂટ ફૂટ તે રડી પડી.. કૅમેરા ચાલુ હતો..અને તે રડતાં રડતાં બોલી, “તારે મને મારવાની નહીં…”

કટ..એક જ વખત પ્રિયંકા બોલી. અને રૂપાને તે ભેટી પડી. તેનો ગાલ સહેલાવા લાગી. અલય પણ સૉરી સૉરી કહેતાં રૂપા પાસે પહોંચ્યો.

પરી પાણી લઈને તેની પાસે પહોંચી ત્યારે રૂપા સાચે જ રડતી હતી. રડતી આંખે જ અલયને કહ્યું,  “આટલું જોરથી કેમ માર્યું?”

પ્રિયંકા ત્યારે બોલી, “મેં જ કહ્યું  હતું બેટા, આ શૉટ જલદી પતી જાય ને તે માટે…શૂટિંગ તો તેની ગતિએ આગળ વધવા માંડ્યું હતું પણ રહીરહીને પરીને થતું હતું કે ટ્રિક સીનથી કે મ્યુઝિકથી આ ઇફેક્ટ લાવી શક્યાં હોત.

અડધો કલાક સુધી ગાલ પર પડેલા મારનાં નિશાન રહ્યાં. તે નિશાન સાથે જ શૂટિંગ કરવાનું હતું તે થયું. રડતી રાધાને મનાવવાને બદલે અલય તેને કથા મુજબ ખખડાવતો રહ્યો. અને રાધાના ક્લોઝપ ખૂબ જ સુંદર આવ્યા.

રાત્રે પાછા જતાં પરી અને રૂપા દિવસ દરમ્યાન થયેલી ઘટનાને વાગોળતાં હતાં. તેને પણ પરીની જેમ અલયથી અને પ્રિયંકા મેમથી ફરિયાદ હતી પણ તેણે સારી વાત પકડી હતી.  Be Positive..આ એક લેસન હતું. કાયમ લાગણીઓથી નહીં, ક્યારેક બુદ્ધિથી પણ ચાલવું જોઈએ. જે કામ પાછળ કલાકો જતે તે કામ થપ્પડ મારીને અડધો કલાકમાં કરાવી લીધું.

આ બાજુ મુંબઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં આશિષ ચૌધરી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પદ્મજા ભરેલી આંખે પ્રભુને પ્રાર્થના કરી રહી હતી. પ્રભુ તેમને સદગતિ આપજે, મારા બાપની જગ્યાએ છે.

“પદ્મજા, હવે હું જાઉં છું. મારી બધી મિલ્કત તારા નામે કરી છે. પ્રિયંકાને કહેજે, તે સાચી હતી. પણ બધું મારું તને સોંપી જાઉં છું.”

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૭ : આજા મેરે બાલમા, તેરા ઇંતજાર હૈ

“પ્રેમદીવાની રાધા”નું પ્રોડક્શન શિડ્યુઅલ કરતાં વહેલું પત્યું. સાથે સાથે ડિપ્લોમાંનું ભણતર પણ પૂરું થયું. અમેરિકન સિરિયલ માટે પરી લેવાઈ પણ અભિનેત્રીના રોલ માટે મુંબઈથી ઓફર આવતી. પણ પ્રિયંકા મેમની તાલીમે એક વાત તેને શીખવી હતી. અને તે સ્ટોરી અનુકૂળ ના હોય તો રોલ લેતાં વિચારવું. અને આમેય ફિલ્મમાં સ્ટીરીઓ ટાઇપ કામ લેવા કરતાં વૈવિધ્ય તે પીરસી શકે છે..વળી ભારતના રૂપિયાને ડૉલરમાં રૂપાંતર કરતાં પૈસા ઓછા મળતા તેથી અક્ષર ભારત જવાની વિરુદ્ધ હતો. તેથી કામ તો હોલિવૂડમાં જ શોધવું જરૂરી હતું.

પરી એક નવી વાત લાવી હતી. અલય પરીને નશાની હાલતમાં રૂપા રૂપા કહેતો હતો. પરીએ તેને ટકોર્યો. રૂપા એના ભાઈની પરણેતર છે. ત્યારે તે  ખડખડાટ હસતાં બોલ્યો,

“એ તો ના સમજીનો પ્રેમ છે.. સમજ આવશે અને ના સમજી ભાગી જશે.”

થોડી વાર રહી પરીએ કહ્યું,  “અલય, મારો પ્રેમ સમજનો પ્રેમ છે. એ ક્યારેય જતો રહેવાનો નથી. વળી આપણા રસ્તા જુદા છે, આપણામાં સ્પર્ધા નથી.”

થોડી વાર પરીને તે તાકી રહ્યો પછી ડોકું હલાવીને બોલ્યો, “ના.. ના પરી, જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

એના નશામાં ઝૂમતો તે બોલતો હતો.. “રૂપા અને તેની તો સફળ જોડી છે અને ભવિષ્યમાં પણ તે સફળ જોડી બની ને રહેશે.” અને કહેવાય છે જ્યારે મદહોશીનો નશો હોય ત્યારે માણસ અંતરની સાચી વાત બોલતો હોય છે. પરી આ સાંભળીને ખૂબ રડી. અલય ધૂત હતો અને પરીને આ વાત એક મિત્ર તરીકે કહેતો હતો…પરીને તો મિત્ર કરતાં પણ આગળ વધવું હતું..તે જાણતી હતી કે તે રૂપા નહોતી અને રૂપા સાથે તેની સરખામણી પણ શક્ય નહોતી. તેને અલયના શબ્દો વાગતા હતા. “ના..ના પરી, જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

“પ્રેમદીવાની રાધા”નો પ્રિ વ્યૂ ખૂબ સરસ ગયાના સમાચાર આવ્યા ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા. હવે વૅકેશન લેવાનો સૌનો મૂડ આવ્યો. પ્રિયંકા મેમે પ્રોડક્શન ૩૦ માટે રૂપાને લીધી પણ આ વખતે અલય હીરો નહોતો.. હીરો ભારતનો હતો પણ શૂટિંગ લોસ એન્જેલસમાં હતું. અને હીરોની તારીખો એક સાથે મળી હોવાથી રૂપાને પણ આ ટ્રિપ પછી સળંગ ૬ મહિના કામ કરવાનું હતું. સાથે સાથે ઍક્ટિંગની તાલીમનો અને નૃત્યનો બીજો ક્લાસ પણ લેવાનો હતો. આ વખતે પૈસા ભરવાના હતા..સ્ટુડન્ટ લોન લેવાની હતી. ફિલ્મ ભારતમાં સફળ જશે એવા વર્તારાએ તેને ટેસ્લા કાર પણ મળી અને ધીમે ધીમે વીક ઍન્ડ ઉપર અમેરિકાનાં બીજાં શહેરોમાં આમંત્રણો મળતાં થયાં અને હાથ થોડો છૂટો થતો થયો. હિંદી સારું આવડતું હતું તેથી અમેરિકામાં ભારતીય છાપાંમાં નામ ગુંજતું થયું હતું.

આ બાજુ અક્ષર પણ તેની પરીક્ષાઓમાં સફળ થયો અને આ વખતે બે ટર્મ સાથે કરી હતી. તેથી તેણે  મેઘા અને જાનકી સાથે એક વીક ઍન્ડ સાન એન્ટોનીઓનો પ્લાન કર્યો હતો.. અક્ષર કાગના ડોળે સહુની રાહ જોતો હતો. રૂપા, પરી, જાનકી અને મેઘા જવાનાં હતાં.પોલીસના લિબાસમાં રામઅવતાર અને બીઝનેસમેન સદાશિવ પણ જોડાયા હતા. આટલું મોટું લશ્કર શુક્રવારે સાંજે સાન એન્ટોનીઓ પહોંચ્યું ત્યારે અક્ષર, પરી અને રૂપા અક્ષરની ગાડીમાં અને ચારેય વડીલો તેના મિત્રની ગાડીમાં હોટેલ હૉલિડે ઇનમાં ગયાં.

સૌ સફળતા માણવાના મૂડમાં હતાં. જાનકીએ સાંજનું જમવાનું તેના રૂમમાં ઑર્ડર કરેલું તેથી જમવાના સમયે સૌ તેના રૂમમાં ભેગા થવાનાં હતાં. આમ તો આ પ્રાઇવેટ પાર્ટી હતી પણ ભભકા મોટા હતા. જાનકીએ આ પાર્ટી યાદગાર બનાવવા જેડી અને બેન્ડ પણ બોલાવેલાં હતાં. ઉપરનો આખો ફ્લોર તેમનો હતો તેથી કોઈ વિઘ્ન આવવાનું નહોતું. કૅમેરા હાથમાં લઈને પરી ફરતી હતી. ફિલ્મી અંદાજમાં સદાશિવ માઇક હાથમાં લઈને સ્ટેન્ડ અપ કૉમેડી કરતા હતા અને સ્ટેજ ગોઠવાયેલુ હતું ફિલ્મી અંતાક્ષરીનું. બધાંને ગાવાનું હતું અને મસ્તીમજાકનો આલમ હતો.. જ્યારે જેને નાચવું હોય તે નાચી શકે અને ગીતોના બૅકગ્રાઉન્ડમાં લાઇવ બેન્ડ હતું..સદાશિવે અક્ષર અને રૂપાને એ રૂમમાં આવતાં જ બહારો ફૂલ બરસાઓનું મ્યુઝિક શરૂ કર્યું અને અક્ષરે ગુલાબની પંખુડિઓ તેના ઉપર વરસાવતાં ગાવાની ઍક્ટિંગ કરી.

આછા ગુલાબી રંગની સાડીમાં ઘણી ગુલાબની પાંદડી ભરેલી રૂપા ફૂલોથી ભરેલી રૂપસુંદરી લાગતી હતી. એની આંખોમાં અક્ષર માટેનો પ્રેમ ઝળકતો હતો. હવે વારો હતો રૂપાનો અને તેણે ગીત શરૂ કર્યું…“ઓ…હો… પંખ હોતી તો ઉડ આતી રે..રસિયા ઓ જાલીમા…” બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ચકલીના અવાજ સાથે ઠૂમકા લેતી રૂપાને સૌએ તાળીઓથી વધાવી લીધી.

આજે આનંદનો દિવસ હતો. શંકા, આંસુ અને અવિશ્વાસનું કોઈ સ્થાન નહોતું. સાડા આઠ સુધી ધમાચકડી ચાલતી રહી. બ્રેકમાં ડિનર લેવાનું હતું. એક ગોળમેજી ટેબલ ઉપર સૌ સાથે બેસીને જમ્યાં – આગ્રહ કરીને એક્મેકને જમાડ્યાં. હવે બીજો રાઉન્ડ શરૂ થવાનો હતો. અક્ષર બધાની નકલ ઉતારવાનો હતો અને અક્ષરની નકલ રૂપા ઉતારવાની હતી અને છેલ્લે બન્ને છોકરાઓ સાથે સમૂહગાન  અને નૃત્યનો કાર્યક્રમ હતો. સૌ પ્રસન્ન હતાં… જાનકી અને મેઘાની વાતોમાં બન્ને છોકરાઓ દિલથી ભણોવાળી વાત હતી જ્યારે સદાશિવ ‘આજમાં જીવો’નો સંદેશ આપતો હતો. રામઅવતાર પણ દીકરીને આનંદ–મંગલની કામના કરતા હતા. આનંદનો પ્રસંગ હોઈને જેવી રીતે ઉજવાવો જોઈએ તે રીતે ઉજવાયો…

ફ્કત એકાંતની ઘડીમાં ઉદાસ પરીને જોઈને મેઘા સમજી ગઈ. દીકરીને અલયની ચાહ છે. પણ તેણે સમજવું રહ્યું કે જ્યારે ધાર્યું ન થતું હોય ત્યારે શક્ય છે ઉપરવાળો કંઈ વધારે સારું કરવા મથી રહ્યો હોય.

પરી કહે, “અલય માટે મારા મનમાં પ્રણયઅંકુરો એવા હતા જેવા રૂપાના મનમાં ભાઈને માટે હતા. તેમનો રસ્તો તમે સરળ કર્યો જ્યારે મારા એ માર્ગ ઉપર તમે નહીં માનો પણ રૂપા જ છે. અલય તેને ચાહે છે જ્યારે રૂપાને તો તેની ખબર પણ નથી.”

“તને કેવી રીતે ખબર પડી?”

“ગઈ કાલે સેટ ઉપર સમાચાર આવી ગયા હતા. મુંબઈમાં પ્રિવ્યૂ સફળ ગયો હતો તેથી તે બહુ ખુશ હતો અને નશામાં ધૂત હતો અને બબડતો હતો. સારી સફળતા એમની જોડીને મળી છે..જ્યારે હકીકતમાં સફળતા રૂપાને લીધે હતી…હવે એમને વધુ ફિલ્મો મળશે. એ મને રૂપા સાથે સરખાવીને તેને ચાહે છે. જ્યારે મેં કહ્યું,  રૂપા સાથે તારી જોડી થવાની જ નથી. જ્યારે હું એ સ્પર્ધામાં જ નથી. પણ એ શબ્દો હું ગળી ગઈ… પણ નશામાં જ્યારે કોઈ બોલે તે સાચું હોય છે ને મમ્મા!”

“હા પણ આ વાત અક્ષરને કે રૂપાને ના કરીશ.”

“ના જ કહેવાય ને? મારો ભાઈ કંઈ રૂપા કરતાં સહેજ પણ ઊતરતો નથી.”

“અત્યારે તો અભિનેત્રી તરીકેની કારકિર્દીમાં તો તે અક્ષર કરતાં આગળ છે અને નાણાકીય બાબતે તેનો ગ્રાફ ભાઈ કરતાં ઘણો ઊંચો રહેવાનો છે.”

“અલય એ જ કહેતો હતો. અત્યારે તો રૂપાનો નાસમજનો પ્રેમ છે..પણ સમજ આવી જશે ત્યારે આજનો પ્રેમ જતો રહેશે. સમજ સ્ટેટસ અને પૈસાના તફાવતને બળવાન બનાવશે ત્યારે રૂપા તેને જ સ્વીકારશે.”

મા–દીકરીની વાતો સાંભળતો અક્ષર ઘડીભર તો રૂમમાં જતો અટકી ગયો..

વાત આગળ ના ચાલી તેથી તે રૂમમાં આવીને કહે, “પરી, ચાલ આવે છે ? સાન એન્ટોનીઓની લોંગ રાઇડ ઉપર જઈએ. તું આવીશ તો જ રૂપાને જાનકી આંટી આવવા દેશે. પરીએ મમ્મી સામે જોયું અને તેમની સંમતિ મળતાં તે અને અક્ષર નીકળ્યાં.

જાનકીની રૂમમાં રૂપા પણ આ જ વાત કરતી હતી. “મોમ, અક્ષર સાથે હજી વાત નથી થઈ હું એને ફોન કરું?”

“બેટા, તમે હવે સમજુ છો. તમારા સંયમતપમાં વિઘ્ન ન પડે તેથી એકલાં મળવાનું ટાળો તો સારું.”

તેનો જવાબ સાંભળીને પરીએ રૂમમાં જવાનું વિચાર્યુ.

રૂપા બોલી, “મોમ, આ સંયમતપ નથી, અમારી સમજ છે અને અક્ષર પણ તેમાં સહમત છે તેથી હવે આ ચિંતા તું ના કરતી.”

પરીએ અક્ષર સામે જોયું અને અક્ષરે ના પાડી..તે લોકો થોડા દૂર ગયાં હશે ને પરીનો સેલફોન રણક્યો. રૂપા હતી. “રૂપા, સો વરસ જીવવાની છે તું.”

“કેમ?” “ભાઈને લોંગ રાઇડ ઉપર જવું છે અને મને ઊંઘ આવે છે. મેં કહ્યું,  રૂપાને લૈ જાને?”

“તું પણ ચાલ ને અમારી સાથે?”

“ના ભાઈ ના. મારે મિયાંબીબીની વાતોમાં હવનનું હાડકું નથી બનવું.”

“તો?”

ફોન ઉપર અક્ષર બોલ્યો, “સાહ્યબા બેકરાર હૈ, આજા મેરે બાલમા, તેરા ઇંતજાર હૈ.

 

 

પ્રકરણ ૧૮ :

સમજણની પરોઢ

રૂપા એકલી જ નીચે આવી. પરી અને અક્ષર રાહ જોતાં હતાં. રૂપાને બાય કહી પરી તેના રૂમ તરફ ચાલી ગઈ. એકલાં પ્રેમીપંખીડાં ગાડી તરફ વધ્યાં.

“સાહ્યબા, આપણે અહીં જ રહીએ તો? લોંગ રાઇડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીએ અને વહાલ કરીએ તો?”

“મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચૅટિંગ ઉપર નથી થતી.”

રિસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોતી. ખૂણા ઉપરના સોફા ઉપર અને રિસેપ્શનથી સહેજ દૂર બન્ને બેઠાં..પાસે પાસે નહીં પણ આમને સામને. અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી,  “સાહ્યબા, કેમ દૂર દૂર?”

અક્ષર કહે, “વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવા જ ઉપયોગ કરવાનો ને?”

રૂપાને આજના અક્ષર ઉપર થોડો ગુસ્સો આવ્યો..“ના સાહ્યબા, એકાંત આપણને સમજ કેળવવા મળે છે પણ મને શેતાનિયતો પણ તારી સાથે ગમે છે.”

“હું જ તને છેડું એવું કેમ વિચારે છે? તારા સાહ્યબાએ દૂરી કરી તો તે તું પણ દૂર કરી શકે છે..મારી પાસે આવીને તું પણ બેસી શકે છે.”

“આ ઈજન છે?”

“ના. સ્વજન તરીકે તારો અધિકાર છે એમ હું માનું છું. જેમ મને એકદમ વહાલ આવે અને તને પૂછ્યા વિના તારી ચૂમી લઉં તેમ.”

ખૂબ જ સહજતાથી બોલાયેલ વાક્યોએ રૂપાને વિચારવા મજબૂર કરી દીધી. આવો જ તો મને મારો સાહ્યબો જોઈતો હતો ને? ધીમા અવાજે તે ફરી ગણગણ્યો –

ચાંદ સી મહેબુબા હો મેરી તુમ, ઐસા મૈંને સોચા થા

હાં તુમ બિલકુલ વૈસી હો, જૈસા મૈંને સોચા થા.

મંત્રમુગ્ધ થવાની આ રૂપાની ક્ષણ હતી. તેના મનમાં સમજણની ચિનગારીઓ પ્રગટી ચૂકી હતી. તેનું મન કહેતું હતું, સાહ્યબો જ મને જોઈએ જીવનસાથી તરીકે…

 

ના કસમે હૈ ના વાદે  હૈ, મેરે દિલમેં રહેના ચાહે,

એક સુરત ભોલી ભાલી હૈ દો નૈના સીધે સાદે હૈ

ઐસા હી રૂપ ખયાલોમેં થા જૈસા મૈંને સોચા થા

હાં તુમ બિલકુલ વૈસી હો જૈસા મૈંને સોચા થા.

સાહ્યબા, મને આવું બધું કહેતાં નથી આવડતું. પણ તું કહે મને તે બધ્ધું જ ગમે.. ક્યારેક મને થઈ જતું હતું કે મારા ગયા જન્મોનું ઉત્કૃષ્ટ તપ છે જે આ ભવે ઉદયમાં આવ્યું છે. કેટલાય નવા વિખવાદો જીવનમાં આવી શકે છે પણ મને એવો ગળા સુધીનો વિશ્વાસ કે તું મને દૂભવીશ નહીં. સાહ્યબા, આવો વિશ્વાસ તો બચપણથી જ થઈ ગયો હતો પણ પાકતી ઉંમરની તારી આવી સમજણ અને તડપનો મારા મનને પણ ઝંકૃત કરી જતી હોય છે.

આ બાજુ પરીના રૂમમાં બત્તી સળગતી જોઈને જાનકી આંટીએ બેલ માર્યો..જાનકીને ચિંતા થતી હતી કે લોંગ રાઇડ ઉપરથી તમે આવી ગયા છો ત્યારે પરીએ કહ્યું,  “મને ઊંઘ આવતી હતી એટલે એ બે જણ એકલા જ રાઇડ પર નીકળ્યાં છે.”

“પણ ગાડી તો અહીં જ પડી છે..ફોન કરીને જાણી તો લે તેઓ ક્યાં છે?”

“આંટી, બન્ને જણાં પુખ્ત છે અને પોતાનું ભલું વિચારી શકે છે..થોડોક સમય એ બે જણાને એકલાં રહેવા દઈએ તો?”

જાનકીએ પરીની સામે જોયું અને ચિંતાળવી નજરે કહ્યું,  “મા થવું અને મારી જેમ ચિંતાળવી મા થવું એ એક શ્રાપ છે. જ્યાં સુધી તે ઘરે નહીં આવે ત્યાં સુધી મને જંપ નહીં વળે.”

“આંટી, રૂપા અને અક્ષર બન્ને ધારે તો ઘણું બધું તમારું ધ્યાન ચૂકવીને કરી શકે છે. પણ તેઓને વડીલોની આમન્યા છે. તેમનો પોતાનો પોતા વિશે ઊંચો વિચાર છે તેથી તમે કલ્પો છો તેવું કશું જ નથી થવાનું.”

“પણ ગાડી અહીં પડી છે તેથી ચિંતા થાય છે.”

“જોકે તે ના પડી હોત તો પણ ચિંતા થતે ને?”

“હા. તો વળી તે ચિંતા થતે. તેમને કંઈ થઈ ના ગયું હોય.” મેઘાનો અવાજ સાંભળી બન્ને ચોંક્યાં..

ત્યાં રામઅવતારે આવીને કહ્યું,  “બધાં શાંતિથી સૂઈ જાવ, તે બન્ને નીચે રિસેપ્શનમાં જ બેઠાં છે અને તેમનાં સપનાંની દુનિયા સજાવે છે.”

મેઘા કહે, “આવતીકાલના પ્રોગ્રામ વિશે વાતો કરતાં હશે. એલામો જવાનાં છે.  કાલની અંતાક્ષરી અને બ્રેકફાસ્ટ વિશે વાતો કરતાં હશે..જાનકીબહેન, તમને તમારી દીકરી માટે બીક લાગતી હોય છે પણ તે તમારી એકલાની દીકરી નથી હં કે. મને પણ તે પરી જેટલી જ વહાલી છે.”

આ બધી વાતો ચાલતી હતી ત્યાં લિફ્ટમાં રૂપા એકલી આવી. અને જાનકી સામે જોઈને બોલી, ‘મારી જાસૂસી ચાલે છે?”

“જાસૂસી નહિ, ચિંતા..સમય થઈ ગયો તો પણ તું ન આવી એટલે પરીને પૂછવા નીકળી હતી.”

“મોમ! તારી દીકરી કરતાં પણ તારો જમાઈ બહુ જ સારો છે..ચિંતા છોડી દે. અમે નક્કી કર્યું તેમ જ થવાનું છે.”

“એટલે?” “અમે રાઇડ પર ગયાં જ નહોતાં. રિસેપ્શનરૂમમાં આવતી કાલના પ્રોગ્રામની અને અમારી આવતી કાલની ચિંતા કરતાં હતાં.”

રામઅવતારે ટહુકો પૂરાવતાં કહ્યું,  “સોફા ઉપર પણ સાથે સાથે નહોતા બેઠાં. જાનકી, અક્ષર તો અક્ષર જ છે.”

રૂપાએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું,  “તો તમે મમ્મીની જગ્યા એ જાસૂસી કરતા હતા?”

બધાં ખડખડાટ હસતાં છૂટાં પડે છે ત્યારે બારના ટકોરા પડતા હતા. પરી અને રૂપા તેમના રૂમમાં જતાં હતાં ત્યારે તેના સેલ ઉપર ફોટો આવે છે. પ્રિયંકા મેમે નવા હીરો પ્રથમ જોગલેકરનું ચિત્ર મોકલ્યું હતું. મુંબઈનો નાટ્ય કલાકાર હતો. સોમવારે આવી જવાનો હતો.

તે ફોટો બતાવતાં રૂપા બોલી, “પરી, તને ગમ્યો મારો નવો હીરો? આમચી મુંબઈનો છે.”

બીજો દિવસ એલામો જવાનાં હતાં. બધાંને મેક્સિકો અને ટેક્ષાસની હિસ્ટ્રી જણાવવા અક્ષર માંગતો હતો પણ કોઈને તેમાં રસ નહોતો. થોડોક સમય સામ હ્યુસ્ટન અને સાંટા એના વચ્ચે થયેલા ઘમાસાણ યુદ્ધની વાતો સૌને બોરિંગ લાગી. કારણ કે હવેના યુદ્ધની સરખામણીમાં તે તલવાર યુદ્ધો વામણાં હતાં. અને ટેક્ષાસ રાજ્યનો સાચો વિકાસ તો અમેરિકામાં વિલીનીકરણ પછી થયો.

રામઅવતાર કહે, ટેક્ષાસનું ઓઇલ અને બેસુમાર જમીનને કારણે પૂર્વી અમેરિકનોને ટેક્ષાસમાં આકર્ષણ રહેતું પણ મેક્સિકનો પણ ટેક્ષાસને તેમની જમીન માનતા તેથી વારંવાર યુદ્ધો થતાં.એલામોનું યુદ્ધ જીત્યાં પછી સામ હ્યુસ્ટ્ન થકી ટેક્ષાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.

બપોરે એલામોથી પાછા ફરતાં સૌએ હળવો લંચ લઈ ઍરપૉર્ટ જવાની તૈયારી કરી. વીકઍન્ડ પૂરો થયો. બધાંને મૂકવા આવેલ અક્ષર સૌને પગે લાગ્યો.. અને બોલ્યો, “આપના સૌના સાથે આવવાથી ફરી ચાર મહિનાનો પ્રાણવાયુ પુરાઈ ગયો..”

“ચાર મહિના?” મેઘાથી પુછાઈ ગયું.

અક્ષર માથું ઝુકાવતાં બોલ્યો.. હવે ફાઇનલ્સ આવે છે ને?  પછી પરી ને રૂપાને પણ પરીક્ષા આવશે ને? એટલે ચાર–પાંચ મહિના તો થશે જ

પ્રકરણ ૧૯ :

તારી પસંદગીની મહોર

યુનિવર્સલ સ્ટુડિયોના વર્ગમા ઍક્ટિંગવર્ગમાં પરી સાથે પ્રથમ આવ્યો અને તેનો રૂપા સાથે પરિચય કરાવ્યો, “આમચા માણુસ પ્રથમ. પ્રોજેક્ટ ૩૦માં તારો હીરો. તે પણ તારી સાથે ભણશે.”

રૂપાએ પ્રથમ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું,  “વેલ કમ ઓન બોર્ડ.

પછી પરીને પૂછ્યું, “તારી સાથે ક્યારે મુલાકાત થઈ?”

“કાલે રાત્રે ૩ વાગે તે લોસ એન્જેલસ ઊતરી ગયો હતો. હજી જેટ્લેગ છે પણ યુનિવર્સલમાં ભણવાનું આકર્ષણ એને અહીં લઈ આવ્યું. પ્રિયંકામેમે મને ફોન કરી તેને લઈ જવા કહ્યું,  અને ટીમને મેળવવા અહીં લાવી છું.”

“લેક્ચર શરૂ થતાં હજી દસ મિનિટ છે ત્યાં સુધી કૉફી પીવી હોય તો કૅન્ટીનમાં જઈએ.” રૂપાએ ફોર્માલિટી કરી. પ્રથમ આમ તો નાટકનો જીવડો એટલે અદા મારીને કહ્યું,  “હા ચાલો જઈએ.”

પરીને ફેસ–ફીચર તો ગમ્યાં પણ અલયની જેમ તરત તે ના ગમ્યો. રૂપાએ પણ કહ્યું, “થોડાક દિવસ આપ એને અમેરિકન થવા.. આ દેશી માણસ વધુ છે.” કૉફી આવી. પિવાઈ પણ ગઈ અને પોતપોતાના ક્લાસમાં ગયાં.

અમેરિકન અંગ્રેજીમાં તેને સમજતાં શરૂઆતમાં તકલીફ પડશે તેવો અંદાજો તો હતો પણ તે તો બહુ સરસ રીતે સમજતો હતો અને પ્રશ્નો પણ પૂછતો હતો. એટલે એક બાબતની હાશ થઈ. આમેય પ્રિયંકાજી કંઈ કાચું કાપે તેવાં તો નહોતાં જ. આ વખતે ઘટના અપાતી હતી અને ડાયલૉગ લખવાના હતા અને પછી તે ભજવવાના પણ હતા.

અંગ્રેજીમાં અમેરિકન ઉચ્ચારણ પ્રથમના આવતા નહોતા પણ ડાયલૉગ ડિલિવરી સચોટ હતી..ભાવો અને છટા પણ સરસ આવતી હતી. ત્રણ કલાકના અંતે લંચબ્રેક પડ્યો ત્યારે પ્રોફેસર માર્ક તેને સોમાંથી સો માર્ક આપી ચૂક્યા હતા અને પ્રિયંકા મેમને કહી ચૂક્યા હતા કે આ ઍક્ટર પણ રૂપાની જેમ જ તમારી એસેટ બનશે. પ્રિયંકા મેમનો જવાબ હતો..તે સ્ટેજનો સફળ કલાકાર છે તેથી કૅમેરા સામે તેને તકલીફ નહિ જ પડે. હા અંગ્રેજી ફિલ્મ માટે ESL cource કરવા પડશે. બપોરે રૂપા સાથે પ્રથમ પ્રિયંકા મેમના પ્રોડક્શન યુનિટ પર પહોંચતાં પહેલાં થોડીક પર્સ્નલ હાઇજીનની વસ્તુ લેવા ગયો. થોડાં કપડાં લીધાં અને દાઢી કરીને તૈયાર થઈ ગયો. સફેદ જર્સી અને રોયલ બ્લ્યૂ પેન્ટમાં પાંચ જ મિનિટમાં તૈયાર થઈને આવી ગયો.

અમેરિકન પ્રણાલીથી તે વાકેફ હતો એટલે કૅન્ટીનમાં ક્વિક સેન્ડવીચ લંચ બનાવી ઓરેંજ જ્યૂસ સાથે ઝડપથી ખાઈ લીધું. પ્રિયંકા મેમ ફ્રી થયાં ત્યારે તારીખોમાં ક્લૅશ થતો હતો તેથી પરી પહેલા ૧૫ દિવસ જ પ્રોજક્ટ ૩૦માં હતી..પછી તે અમેરિકન સિરિયલમાં સક્રિય થવાની હતી.

આજે સાઇનિંગ સેરીમની હતી, જેમાં ત્રણે જણાંને પહેલા ૯૦ દિવસ કામ કરવાનું હતું પણ પરી પાર્ટટાઇમ હતી અને સળંગ પણ નહોતી. સૌને કહાણીની ફાઇલ મળી. પહેલે દિવસ થનારા શૂટિંગનાં દૃશ્યો મળ્યાં અને કવર પણ. અમેરિકન નિયમો પ્રમાણે કોને કેટલું મળ્યુંની ચર્ચા નહોતી. “પ્રેમદીવાની રાધા” ભારતમાં અને વિદેશમાં વેચાઈ ગઈ હતી અને પ્રમોશનોનાં પરિણામો સફળ આવ્યાં હતાં. સેન્સરમાંથી નીકળે એટલે તરત તે રિલીઝ થવાની છે. પહેલા પાનાને વાંચી તૈયાર થવા માટે ૩૦ મિનિટ અપાઈ હતી. સાથે સાથે મેકઅપ અને સાજશૃંગાર થતા હતા.

સેટ રાજમહેલ જેવો તૈયાર થયો હતો અને રાજનર્તકીના રોલમાં રૂપા હતી અને રાજકુમારના પાત્રમાં પ્રથમ હતો. રૂપાને ફ્ક્ત ઝાંઝર ખણખણાવવાનાં હતાં. આખો ડાયલૉગ પ્રથમે બોલવાનો હતો. ગળામાં શ્વાસ ભરીને રાજકુમારની અદામાં પ્રથમ બોલવા લાગ્યો –

“રાજનર્તકી, એમ ન વિચારીશ કે હું અન્ય રાજઘરાનાના રાજકુંવરની જેમ તને ભોગવીને જતો રહીશ. કે સ્વર્ણમુદ્રાઓનો ઢગલો કરીને થનારાં સંતાનો સાથે તને છોડી દઈશ. ના. તારું સ્થાન તો મારા હૃદયમાં છે. તારા ઝાંઝરનો રણકાર સ્પષ્ટ કહે છે, તને મારા ઉપર વિશ્વાસ નથી..પ્રિયે વિશ્વાસ કર.. વિશ્વાસ કર..”

એક પણ કટ વિના મુહૂર્ત શૉટ પૂરો થયો તે નવાઈ હતી. પ્રિયંકા મેમે શૂટિંગ જોયું. દૃશ્ય સમજ્યાં અને પરીનો પણ ખભો થાબડ્યો. રૂપાના ભાગે ખાસ રોલ નહોતો તો પણ પરી તેના ચહેરાની ભાષા કંડારતી હતી. તેના ચહેરા ઉપર અક્ષર નહોતો..તે દૃશ્યમાં ગળાડૂબ હતી.

પરી, તું અને રૂપા મને હવે લાગે છે કે, મારા મનનાં ઊંડાણોને સરસ રીતે સમજી લો છો. જ્યાં જેવી જરૂર હતી તેવો રણકાર મારા કહ્યા વિના નીકળતો જતો હતો. ઘડિયાળ હજી ૨ બતાવતી હતી. બીજો શૉટ તૈયાર કરવાના સિગ્નલ સાથે તેમને તૈયારી કરવા ૧૫ મિનિટ આપી. પરી બોલી, “રૂપાભાભી, સાંભળ્યું ને મેડમે તમારા કામને કેટલું વખાણ્યું?”

હું ગુગલમાં જોતી હતી. અભિનય બોલ્યા વિના પણ થાય અને તેમાં તેમણે નગારાના તાલ ઉપર ચહેરાના બદલાતા ભાવો સાથે ચારેક મિનિટનો વીડિયો જોયાનું યાદ આવ્યું. અને આજના મ્યુઝિક સાથે ભાવભંગિમાઓ બનાવી.. મને પણ મઝા આવતી હતી..પ્રથમનો ડાયલૉગ આ ભાવભંગિમાઓમાં જાન પૂરતો હતો. ખાસ તો એ જ્યારે બોલ્યો, પ્રિયે વિશ્વાસ કર, ત્યારે તો હું પણ એના ડાયલૉગમાં ગળાડૂબ હતી..તારો કૅમેરા મને બરોબર કંડારતો હતો.

પ્રિયંકા મેમ આ બધું સાંભળતાં હતાં અને તેથી બોલ્યાં, “તમારી પેઢીને ખાલી ધ્યેય જ બતાવવાનું હોય છે. પછી રસ્તો તો આપમેળે શોધી નાખો છો.”

પરીને પૂછતાં પ્રથમ બોલ્યો, “માફ કરજો, મને પણ થોડી જાણવાની ઇચ્છા થઈ એટલે પૂછું છું .. તમે એવું બોલ્યા કે રૂપા ભાભી, એટલે?”

“હા. મારી ભાભલડી છે આપની હીરોઇન.. મારો ભાઈ અક્ષર ડાકટરીનું ભણે છે સાન એન્ટોનીઓમાં.. તેઓ ઘણા સમયથી ડેટિંગ કરે છે. ભણતર પૂરું થશે પછી તેઓનાં લગ્ન થશે.”

“આપે મારા વિશે તો પૂછી લીધું. હવે તમારો પણ પરિચય આપો, ખરું ને પરી?”

“હું રાઇસ યુનિવર્સિટિનો એમ. બી. એ. છું. નાટક્નો ખૂબ  જ શોખ તેથી ભણ્યો અને ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ કર્યું અને ટેલેંટ સર્ચમાં સ્વીકારાયો. ફિલ્મ અને નાટક્માં અઘરું સ્ટેજ પરનું કામ છે ..ફિલ્મોમાં કટ કહી ભૂલ સુધારી શકાય છે તેથી હું એક પ્રયત્ન જ કરું છું. મને શ્રદ્ધા છે, મને બ્રેક મળશે જ.

“પછી ભારતમાં રહેવું છે કે અમેરિકામાં?”

“બ્રેક મળશે તો અમેરિકામાં.”

“પ્રિયંકા મેમના પ્રોજેક્ટમાં સફળતા તો નક્કી જ હોય છે.”

“તો પછી અમેરિકા બોર્ન છોકરી શોધીને અહીં જ સ્થિર થઈ જઈશ.”

પરી સામે પરવાનગી માંગતી નજરે રૂપાએ જોયું.. પરીએ નજર ના મિલાવી એટલે રૂપાએ વાત આગળ ના ચલાવી.

બીજો સેટ રેડી હતો. શૂટિંગ ચાલુ થવા માંડ્યું. પરીની નજરમાં દ્વિધા હતી. આ તો અમેરિકામાં ભણેલો છે. પાછો મંબઈનો છે. આવું જ પાત્ર મમ્મી શોધતી હતી ને..તેની નજર શૂટિંગ કરતાં કરતાં તેની સારી અને નરસી વાતો શોધવા માંડી.. અલય સાથે તેનું મન સરખામણી કરવા માંડ્યું. તેનું મન અને હૃદય દ્વિધા અનુભવતું હતું..

સાંજે મા સાથે વાત કર્યા પછી નિર્ણય લઈશ અને આજે ને આજે ક્યાં કશું થવાનું છે..ઉપરવાળાએ જે નિર્ધાર્યું હશે તે થશે.. સાંજે ઘરે પહોંચતાંની સાથે મમ્મી બોલી, “પ્રથમ કેવો છે?”

“સારો. પણ તું જે રીતે પૂછે છે તે રીતે હજી તેના વિશે બહુ માહિતી નથી ભેગી કરી.”

“જો પ્રિયંકાબહેને પપ્પાને એ વિશે અંદાજો આપ્યો છે. રાઇસ યુનિવર્સિટિમાં તે એમ. બી. એ. થઈને અહીં આવ્યો છે. અમેરિકામાં સાત વર્ષથી છે. ફિલ્મમાં કામ કરતાં પહેલાં સ્ટેજ ઉપર બહુ કામ કર્યું છે. ભુલેશ્વર પાસે તેનાં મમ્મી અને પપ્પા રહે છે. સ્ટેજ કૉમ્પિટિશનમાં ટૉપ થઈને વીનર તરીકે આપણી પાસે અહીં આવ્યો છે. મારે તેને મળવું છે. તું તેને અહીં લાવજે પણ તારી પસંદગીની મહોર વાગ્યા પછી.”

“આપણા ઍપાર્ટમેન્ટમાં જ ત્રણ મહિના માટે રોકાયો છે. મારાથી જલદી તે દિશામાં નિર્ણય નહીં અપાય. અલયની જેમ પહેલી નજરે મને ગમ્યો નથી. વધુ તો શું કહું? પરી સહજ ભાવથી બોલી.

 

 

 

 

 

 

પ્રકરણ ૨૦ : સો વ્હાય સફર

સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે. રૂપા પાંચ ફિલ્મો સફળતાથી કરી ચૂકી છે. પ્રથમ સાથે જોડી જામી ચૂકી છે. પાંચે ફિલ્મો હીટ રહી. ભણતર પણ પૂરું કરી રહી હતી. લગ્નની જરૂરિયાત જાણે રહી નહોતી.૧૮ વર્ષ પછી પરી અને રૂપા જુદા ફ્લૅટમાં રહેતાં હતાં..વડીલોના માર્ગદર્શનની જરૂર હવે હતી નહીં. પ્રિયંકા મેમ સમજાવવતાં રહેતાં પણ હજી શી ઉતાવળ છેવાળી દલીલ અને સંતાન હમણાં કારકિર્દી માટે જરૂરી નથીવાળી વાતો ન્યૂઝ મીડિયા ચલાવતું રહેતું.

કમનસીબે અક્ષરને ચોથી સેમેસ્ટરમાં ડેઝર્ટેશન તે જ સમયે હતું તેથી તે રૂપાની અનુકૂળતાએ સમય આપી શકતો નહીં, જ્યારે આ વાતથી થતા ટેન્શનો ખાળવા પરીની જવાબદારી વધતી હતી. એક વખત વાતવાતમાં પરી બોલી ગઈ, “અક્ષર નથી ત્યારે હું છું ને અક્ષરનો રોલ બજાવવા…અને આમેય મને ગમે છે તારા પ્રિયતમનો રોલ ભજવવાનો.”

નવા શોઝ, નવી મૂવીઝ, નવા ટ્રેન્ડ કે નવી ફેશન ઓફ ટેઇલર સ્વિફ્ટ કે કીમ કર્ડાશિયનની ટ્વીટ્સ ફોલો કરતી આ બન્ને પાસે ગોસીપની ખાણ હોય. એમની વાતો નિરંતર ચાલુ હોય. ક્યારેક બીયર ક્યારેક સિગરેટ તો ક્યારેક મીની સ્કર્ટમાં બન્ને બારમાં ડાન્સ કરતી જુઓ તો નવાઈ ના પામશો. એમ જ ચાલે છે આજકાલ બધે…ખાસમાં ખાસ બેસ્ટ ફ્રેન્ડ એને જ કહેવાય છે જે ગાપચી મારી મળવાનું ના છોડે. લોસ એન્જેલસ ઇઝ અ સિટી ઓફ એંજલ્સ. તેની તો કંઈ વાત જ  અનેરી. મલ્ટી મિલીઓનરનાં બોલ્ડ થોટ્સ ને બોલ્ડ ઍક્શન.. એનીથિંગ ઇઝ પોસિબલ… ઍન્ડ હેલ વીથ અક્ષર. હી નેવર કેર, સો વ્હાય સફર !! આઇ એમ હીઅર.. કહી પરીએ રડતી રૂપાને ચૂપ કરવા ટ્રાય કરી.

અંધારાએ જાત ઊતરડી લો. અજવાળાએ આળસ મરડી..!!

રૂપા કંઈ  સમજે તે પહેલાં તો અક્ષરનો ફોન આવ્યો અને રૂપા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

અક્ષર બોલ્યો-

તરણે ટપક્યાં રૂદ્રાક્ષરનાં અશ્રુ આશરે,

રોપ્યાં કરને સ્મરણના છોડવા આશરે ….!

રોપ્યાં ક ને સ્મરણના છોડવા આશરે ….!!

ફોનમાં પણ રડી પડી. “પગલી, ફિર કોઈ બૂરા સપના દેખા ક્યા ? પછી તો, બીજા વીકે આપણે મળીએ; કેટકેટલી વાતો કરવાની બાકી રહી જાય છે; જયારે મળીએ ત્યારે આ વખતે તો બધી જ વાત કરીશું…” તેમ અક્ષર પાસેથી પ્રોમિસ લઈ રૂપાએ રિસિવર નીચે મૂક્યું.

દરેકને મળવાનો આનંદ થાય ને ગુમાવવાનો ડર ..કદાચ આ કેસમાં મારું પણ એમ જ હશે…શું તને કદીય મારી બાબતે આવા વિચારો આવે છે ખરા ? મળ્યાં ત્યારે પાછો વાતનો દોર પકડાયો ને અમે વાતોમાં ગરકાવ થઈ ગયાં.

શિકાગોનાં રેખા શુક્લનું કાવ્ય યાદ આવી ગયું :

દરેક સંબંધનાં નામ હોવાં તે પણ જરૂરી નથી.

ધરા ઉપર ચાંદનીમાં ન્હાઈ કોણ સૂતું છે લંબાઈ…?

વ્હાલ આવી પંગતે નિરખે બેઠું સંતાઈ..!!

હા એ જ દૃશ્ય અગાશીએ છે ખાટલીની સગાઈ.!

તું જ કહે ને, તું જ વસે  સર્વમાં સર્વત્ર પ્રેમ થઈ !!

જોયો સાવ એકલો દરિયો..

અમારી ટચૂકડી બારીએથી માનવીઓના મધુવનમાં

જોયો સાવ એકલો દરિયો

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો

નાનાંમોટાં પગલાંથી પંથ એક ફૂટ્યો

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં

લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લઉં

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લઉં

મનની આ પાર ને પેલે પાર..!

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઊગે..

ને શબ્દ મારો બને પારસમણિ

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી

આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યક્તિ

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી

તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી

કોરા કાગળની વચ્ચે લખાણ ગહન લખેલું કે વછૂટી કેટલીય યાદો. એમાંથી જાણે ફૂટી હોય મોગરાની વેલી. મને વળગી એક કળી, સુગંધ એની શ્વાસમાં થઈ ભળી. રાતો રાતો ચાંદ મલક્યો, શું ..શરમાઈને એ ગયો સંતાઈ કે વાદળીના પાલવે ભૂલકું બની, ગયો ચાંદલિયો ખોવાઈ. આમ એક અધૂરું પાનું ક્યારેક પૂરું લખાશેની અણસમજમાં પડ્યું છે બૂકશેલ્ફની અડોઅડ ડાયરીમાં સંતાઈ ને…

“કોનો ફોન હતો?” પરીએ પૂછ્યું.

“સાહ્યબાનો જ તો વળી.”

“શું કહેતો હતો?”

“પ્રથમની જેમ ફેરવતો હતો. આજની વાતો આવતા અઠવાડિયા પર રાખતો હતો.. એને શું કહું, હેત એના પર ઢોળાવા બેકરાર છે અને તે તેનાથી બિલકુલ જ બેખબર છે.”

“પણ હું તૈયાર છું ને તે વહાલને ઝીલવા.”

“ના બાબા ના.”

થોડી ચૂપકિદી પછી તે બોલી, “આ મોટા થવાનું અને સમજણા થવાનું દુઃખ છે. પહેલાં તે કહેતો તે બધું કરવાનું મને ગમતું હતું. હવે સમજણ જેમ જેમ આવે છે તેમ તેમ મારું કહ્યું  પણ તે કરે તેવી વૃત્તિ જોર પકડે છે. મને “ટાઇમ પાસ” કહેલું તે સમજાય છે. અને હૈયામાં તિરાડ પડે છે. જોકે તે વાત તો હવે ભૂલવી રહી તેવું સમજ પણ કહે છે. પણ હૈયામાં એવું તો થાય જ છે. ત્યારે તેં તો મને રમત રમવાની ઢિંગલી માની હતી ને? મારો પ્રેમ કેટલો શુદ્ધ અને સાત્ત્વિક છે..જ્યારે તે તો તકસાધુ હતો ને?”

પરી કહે, “મારો સગ્ગો ભાઈ છે પણ મને તે વખતે પણ નહોતું ગમ્યું અને આજે જ્યારે તે તારી સાથે સરસ રીતે વર્તે છે ત્યારે ક્યારેક તો તે શૂળ મને વાગી જતું.. જો આ સમજણ તને જે આજે ડંખે છે તે મને તે વખતે કેમ ડંખતી હતી તેનું કારણ મને હમણાં સમજાયું. તે વખતે અને આજે પણ મેં મિત્ર કરતાં પ્રેયસીના રૂપમાં તને વધુ જોઈ છે.. એ મારી છૂપી પ્યાસ તારો વીડિયો ઊતરતો હોય ત્યારે નીકળતી હતી.”

રૂપા પરી સામે જોઈ રહી. તેની નિર્ભીકતા અને પ્રેમની કબૂલાત ગમી ગઈ.

જિગ્નુ હાઉસ કેફેમાંથી બહાર નીકળી પરીએ રૂપાનો હાથ પકડી લીધો. સ્લો વૉકમાં પાર્કિંગલૉટ તરફ જતાં બન્ને આંગળીઓની ઉષ્મા વચ્ચે પોતાના ધક ધક હૃદયને સાંભળી રહ્યાં. ઘટાદાર વૄક્ષ નીચે આવતાં જ પરીએ રૂપાને કમરથી પકડી પાસે ખેંચી. ‘આઇ વોન્ટ ટુ ગો ઈટ સમથીંગ …હાઉ અબાઉટ યુ ? આર યુ હંગ્રી ટૂ ?’ પરી બોલી, ને રૂપા ચૂપચાપ એને ઉપરથી નીચે જોતી રહી. એની આંખોમાં પણ તરસ હતી, ભૂખ હતી…. રૂપા છોભીલી પડી પણ પછી આછું સ્મિત અપાઈ ગયું.

પરીએ તેને ઝાડના થડ નજીક ધકેલીને તેના રસીલા ગુલાબી હોઠોને ચૂમી લીધા.

રૂપાને શું કરવું તે ના સૂઝ્યું પણ તેને પરીનું વર્તન ગમ્યું. આ સ્વીકાર હતો કે પરીક્ષા એ મનના સવાલને હડસેલતાં નવા સાહસનું એલાન વધુ લાગ્યું. અક્ષરમાં તેની ઘવાયેલી લાગણી માટે રૂઝ આપતો આ મલમ હતો. આ નવો વળાંક હતો – ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ. એ.

પ્રકરણ ૨૧ : સ્ક્રિપ્ટ

પ્રિયંકાએ બે સખીઓના ચુંબનદૃશ્યને જોયું અને તેનામાં રહેલો બિઝનેસ શૉમેન જાગી ગયો. તેણે પંડિતને કહ્યું,  આ તસ્વીરનો આપણે લાભ કેવી રીતે લઈ શકાય? પંડિતે આજુબાજુનું બૅકગ્રાઉન્ડ સાફ કરી એ તસ્વીરને વૉટર કલરમાં તૈયાર કરી પ્રોજેક્ટ ૩૫ માટે લેસ્બિયન કલાકારની જિંદગી ઉપર ફિલ્મ બનાવવાની તૈયારી કરી લીધી જેથી રૂપાને નવું કામ અને પરી નાયક તરીકે ફિલ્મમાં આવે. અમેરિકન બૅકગ્રાઉન્ડમા બનતી આ ફિલ્મને સેન્સરમાંથી પાસ કરાવવી અઘરી છે પણ “ગુપ્તજ્ઞાન” ફિલ્મની સફળતાએ તેને એક રસ્તો બતાવ્યો હતો અને તે ચિત્રને જ્ઞાનની પરિભાષા આપીને રજૂ કરવું તેમ વિચારી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવી શરૂ કરી. અને બન્ને સખીઓને પંડિતે બનાવેલ સ્કૅચ બતાવ્યો.

રૂપા તો કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. પરી કહે, આ ફિલ્મ ન ચાલે તેવી તો શક્યતા જ નથી પણ રૂપાની કારકિર્દી આગળ ખોડંગાઈ જાય તેવી શક્યતા ખરી. આ ચર્ચા ચાલતી હતી અને તેને અક્ષરની યાદ આવવા લાગી. પરી તેનો રોલ ભજવતી પણ તેના જેવી અસરકારક રીતે નહીં. પણ હવે તો જાતે જ નિર્ણય લેવાનો હતો..તેને રહી રહીને લાગતું હતું તે લેસ્બિયનજીવન માટે તૈયાર નહોતી. અને સૌથી મોટો ભોગ તો એ એવી જવાબદારીઓથી ભાગવા જતી હતી જેને તે બચપણથી ઝંખતી હતી. નાનું પોતાનું ‘સંતાન’. પરી સાથે થોડી નાજુક ક્ષણો વિતાવ્યા પછી હવે તેને કંટાળો આવતો હતો…પરી મિત્ર તરીકે શ્રેષ્ઠ પણ અંગત જીવનમાં તેને ઊબકા આવતા હતા.ચુમાચાટી પણ તેને ઝંકૃત કરતી નહીં તેથી પ્રિયંકા મેમને આ પ્રોજેક્ટ ૩૫ના વિષય માટે તેણે નારાજગી બતાવી ત્યારે પરી ગુસ્સાથી તમતમતી હતી.

પરીને તેણે કહ્યું,  “મને ક્લાસમાં રસ છે માસમાં નહીં. અને જે છે તેનાથી વિપરીત બતાવીને વિકૃતિને પોષવી નથી.”

પરી કહે, “પણ તે રસ્તે તો આપણે ચાલી રહ્યાં છીએ.”

રૂપા કહે, “ના, હું નહીં..નાજુક ક્ષણે હું ઢળી પણ મારી સમજણ મને કોસે છે. અક્ષરને માટે આ સજા નથી; આ સજા તો મને થાય છે. મારામાં રહેલી માને થાય છે. મને આ રસ્તે નાનકડી મારી ઢિંગલી નહીં મળે.”

પરી કહે, “તું તો ફસકી પડી!”

રૂપા કહે, “ના. બહુ વિચાર કર્યા પછી મારી સમજણે મને કુદરતના ન્યાયને માનવાની ફરજ પાડી. હું સ્ત્રી છું તે બાબતનો તને જેટલો અફસોસ છે તેટલો અફસોસ નથી બલ્કે મને તો સ્ત્રી હોવાનો ગર્વ છે. મારી ઢિંગલીને  બરોબર મારી માની જેમ જ લાડ કરીશ.”

“અક્ષરને તું માફ કરી દઈશ?”

“મેં તને કહ્યું ને, આ સજા તેને માટે નથી. તેની જગ્યાએ તેણે જે કર્યું તે તો પુરુષનો ભ્રમર સહજ સ્વભાવ છે. તેને સજા આપવા માટે આખી જિંદગી પડી છે.”

પરીના ચહેરાના રંગો બદલાઈ રહ્યા હતા. તેને રડવું હતું પણ રડાતું નહોતું. તેનું મનગમતું રમકડું તેનાથી છિનવાઈ જતું લાગતું હતું.. મિત્ર તરીકે તેણે પરીને વહાલથી સહેલાવી અને કહ્યું,  “આ ઉંમરે આપણા મનને વાળવાનું અને આપણા નિર્ણયોને ચકાસવાનું કઠિન કામ આપણે કરવાનું હોય છે..તું બધી રીતે અક્ષય થઈ શકે પણ ઈશ્વરદત્ત ન્યાય આપણે સ્વીકારવો જ રહ્યો..તું માસી થઈ શકે..ફોઈ થઈ શકે પણ બાપ ના જ થઈ શકે.”

પરીની આંખો અશ્રુમય થતાં જ રૂપાએ તે આંસુ ચૂમતાં કહ્યું,  “બાકી બધું જ કબૂલમંજૂર પણ ઈશ્વરે તાણેલી મર્યાદાની લીટી આપણે માનવી જ રહી.”

થોડીક ચૂપકીદી પછી પરીએ પૂછ્યું, “પ્રિયંકા મેમને તું શું કહીશ?”

“પરી, પ્રિયંકા મેમને તો જે કહેવાનું હતું તે કહ્યું, પણ તેની આડઅસર તારા ઉપર આવતી હતી..તેથી અત્યારે સ્પષ્ટતાથી ખુલાસો કર્યો.. આપણે ભૂલ કરીએ અને તે ભૂલ સુધારવી આપણે જ રહી ને? મારી તું સખી વધુ છે ત્યાં કોઈ ગેરસમજ ના ચાલે.”

“મને પણ અક્ષરને હું અન્યાય કરતી હોય તેવું લાગતું હતું.. મારું મન પણ બળવો તો કરતું જ હતું.” પરીએ એકરાર કરતાં કહ્યું.

બન્ને સખીઓ આટલા ખુલાસા પછી સ્વસ્થ થઈ. પરી વિચારવા લાગી, અક્ષર કેવો નસીબદાર છે? બદદાનત હોવા છતાં સજા આપનારાઓ જ રખેવાળ બની ને ઊભા છે. કળિયુગમાં આવા સાથીદાર મળે તે તો સારું નસીબ જ કહેવાય.

પરીનો હાથ હાથમાં લઈ રૂપા બોલી, “જો બેના, ફોટોગ્રાફી પ્રોફેશન છે અને ઓબ્જેક્ટને અંગત નજરે મૂલવવું એ એક પ્રકારની માનસિક નબળાઈ છે તેવું ગુગલ દેવ કહેતા હતા.”

પરીએ હકારમાં માથું હલાવતાં કહ્યું,  “ગુગલદેવે કંઈ સુઝાવ આપ્યો હતો?”

“સુઝાવ તો એ જ કે આ નબળાઈ છે તેવું જાણો એટલે તેને તાબે નહીં થવાનું.. ઈશ્વરે તાણેલી મર્યાદાની લીટી આપણે માનવી જ રહી..”

“પછી?”

“પછી? કુદરતના ન્યાયને સ્વીકારી પુરુષ સાથીને શોધવો.”

“તને છોડી દેવી એમ સ્પષ્ટ બોલ ને!”

“હા, એમ જ તો વળી..સાહ્યબો ક્યારે આવે છે ?” તેના હાથના પંજાને વહાલથી સહેલાવતાં રૂપા બોલી,.

“આ વીકમાં તો ચોક્કસ આવશે.. પણ મારા કરતાં તો તને વધારે ખબર હોય ને?”

“હા પણ આ વખતે તેની સાથે ફોન પર વાત નથી કરી..તેના ઉપર ગુસ્સે હતી ને?” રૂપા દબાતે અવાજે બોલી. “તારામાં અટવાતું હતું ને મારું મન તેથી.”

“પછી કેવી રીતે બહાર નીકળી?”

“મન મક્કમ કરી લીધું..ઢિંગલી જોઈએ છે કે નહીં અને મનનો જવાબ હતો, પરી જેવી ઢિંગલી તો સાહ્યબો જ મને  આપી શકે. તેથી નિર્ણય તરત જ લેવાઈ ગયો. વળી પહેલો પ્રેમ તો મારો સાહ્યબો જ ને?”

પરી જોતી રહી અને અક્ષરના નસીબની ઈર્ષા કરતી રહી.

રૂપા બોલી, “પ્રિયંકા મેમને ફોન પર સંદેશ આપીને કહી દીધું કે ભલે તે વિષય નવતર હોય પણ વિકૃત છે તેથી તે બન્ને તે ચિત્રમાં કામ કરવાનાં નથી.. વિષય બદલો અથવા અમને બદલો.

પ્રિયંકા મેમે તો તે છબી વાઇરલ કરી દીધી હતી..

મેઘા પરીના ફોન ઉપર અને જાનકી રૂપાના ફોન ઉપર ગરજતી હતી. પ્રોજેક્ટ ૩૫માં મહેનતાણું પાંચગણું મળવાનું હતું. ઍડલ્ટ ફિલ્મ બનશે એવી જાહેરાત હતી.

સાહ્યબો તો જાહેરાત જોઈને સ્તબ્ધ જ થઈ ગયો. પરી રૂપા કરતાં વધુ આક્રમક હતી..છબીનું રૂપાંતરણ એટલું બધું આકર્ષક હતું કે બન્ને સખી ગાઢ પ્રેમમાં દેખાતી હતી.

પ્રિયંકા મેમનો ફોન આવ્યો અને તે કહે, “આ ઍડલ્ટ મુવી થશે અને તમે માનો છો તેટલાં કે તેવાં ગંદાં દૃશ્યો નહીં હોય. રિલીઝ પહેલાં તું તારા કુટુંબ સાથે બેસીને તે મુવી જોઈ શકીશ.”

“મને કોઈ પણ રીતે મારું નામ બગડે કે સાહ્યબો વિફરે તેવું કશું જ નથી જોઈતું મેમ ! અને આ તસ્વીર જાહેરાતમાં મૂકવાની ના પાડી હતી ને..તમે મને અને પરીને તક્લીફમાં મૂકી રહ્યાં છો..પરીને પણ તેનો ભવિષ્યમાં કોઈ સાહ્યબો હોઈ શકે ને?.”

પ્રિયંકા કહે, “તારી તો હજી કારકિર્દીની શરૂઆત છે જ્યારે મારું તો નામ છે જ અને તે બગડે તેવું કોઈ જ જોખમ હું નહીં લઉં તે તો તું સમજે છે ને?”

“મેમ, તમારી તો કદાચ એકાદ ફિલ્મ ફ્લોપ જાય તો તમને વાંધો ન આવે; અમને તો બેધારી તલવાર છે.” પરી બોલી.

“તમારો કોન્ફરન્સ કૉલ છે?”

“હા મેમ. બીજા ફોન ઉપર બન્ને મમ્મીઓ અને પપ્પાઓ છે.”

“અને સાહ્યબો?”

“સાહ્યબો તો આ પ્રસિદ્ધ થયેલા ચિત્રના દૃશ્યથી ભારે અપસેટ છે. તે તો ઘસીને ના જ કહે છે. તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો તે તો દાવો જ કરી દેવાના મૂડમાં છે.”

“સાંભળો. લગભગ વીસ વર્ષ પહેલાં “ગુપ્તજ્ઞાન” નામનું ફિલ્મ આવ્યું હતું. તેને માટે પણ આવું જ કહેવાતું પણ ફિલ્મ રિલીઝ થયા પછી તે હવા ઓગળી ગઈ અને શ્રેષ્ઠ જાણકારી આપતી ફિલ્મ તરીકે તે ઘણી ચાલી.”

થોડા મૌન પછી રામઅવતારે સ્ક્રિપ્ટ વાંચવા માંગી. સાંજે રૂપાને આપશે કહી ફોન ડિસ્કનેક્ટ થયો.

 

 

 

 

પ્રકરણ ૨૨ :

હજી તો મને ૨૧ થયાં છે

લોલક પાછું પલટાયું. પ્રિયંકા મેમની વાત તો સાચી છે. તેઓ પણ તેમનું નામ દાવમાં મૂકે છે ને? વળી આ પ્રોજેક્ટ માટે નાણાં પણ પાંચ ગણાં ખર્ચે છે..એક રોગના ઇલાજ તરીકે રજૂ થતી કથામાં ગલગલિયાં હશે કે નિદાન. પોલીસ પિતા માટે તેના મનમાં માન વધી ગયું. પુખ્તતા આવે સમયે મપાઈ જાય. વાત તૂટે પણ નહીં અને ક્યાંય અંધારામાં ના રહેવાય.. પહેલી વખત ૬ આંકડાની રકમ મળવાની હતી તેને એમ જ ના છોડાય..

સાહ્યબો પણ વીક ઍન્ડમાં આવવાનો હતો. જોકે તે તો ઝઘડવાનો જ છે પણ કોઈ નિરાકરણ પણ આવી જશે..

સાંજે પ્રિયંકાજીએ સમાચારપત્રનાં કટિંગોથી ભરેલ એક ફાઈલ આપી જેમાંથી કથા તેઓ બાંધી રહ્યાં છે. એલ એ.ની  બે બહેનોની કથા હતી. અને તે કથાને સાયકોલૉજીસ્ટે કેવી રીતે સારવાર આપી વગેરે બાબતોથી ભરેલ ફાઇલ હતી. દૃશ્ય હજી લખાય છે એમ કહી ગુગલ પરનાં સંશોધનોની લિંક આપી હતી.. મડોના અને લેડી ગાગા ઉપર સૌથી વધારે સાહિત્ય હતું તેથી એટલું તો રામઅવતાર કળી શક્યા કે રૂપા મડોનાના ભારતીય સ્વરૂપમાં હતી અને લેડી ગાગાનું પાત્ર પરીનું હતું.

જાનકીને વાત કરતાં રામઅવતાર બોલ્યા, “પ્રિયંકાજીને ફોન કરી પૂછી લે કે મેડોના અને લેડી ગાગાનાં પાત્રો છે ? જો તેમ હોય તો કોઈ અફસોસની વાત નથી..સ્ક્રિપ્ટ લખાયા પછી નિર્ણય લઈએ તે ચાલશે?”

રૂપા કહે, “મારી છબી કરતાં પ્રિયંકાજીની છબી ઘણી મોટી છે. અને એક વાત સમજવી જરૂરી છે. કથા માંગે તેવાં દૃશ્યો આપવાં તે તો અભિનેત્રીની ફરજ છે. મને લાગે છે આ વાતને અહીં છોડી દઈએ. મારે લાખ ડૉલર છોડવા નથી. અને હજી તો સાહ્યબાની લટકતી તલવાર છે. મને લગન પછી કામ ના પણ કરવા દે.”

“મેડોનાનું અને લેડી ગાગાનું પાત્ર તો મ્યુઝિક માટે મોટાં નામો છે. ત્યાં નગ્નતા આવશે તે વિચાર મને તો બેવકૂફી ભરેલો લાગે છે.”

“પણ હવે ના કેવી રીતે પાડશું?” રામઅવતારે મનની ગૂંચ બતાવી..

જાનકી કહે, “એ કામ હું કરીશ. તમે લાલ લાઇટ બતાવી દીધી તેટલું પૂરતું છે.”

“પણ રોલ મડોનાનો છે તે તો જાણી લે.”

“રોલ ભારતીય મડોનાનો છે એટલે કથામાં નગ્નતા રોગ તરીકે હશે. કામુકતાને ઉશ્કેરે તેવું નહીં હોય. વળી ભારતનું સેન્સર બોર્ડ અમેરિકા જેટલું ઉદાર નહીં હોય.”

રામઅવતાર જોઈ રહ્યા હતા કે રૂપાના ગમા–અણગમા હવે પુખ્ત સ્ત્રીની જેમ બહાર આવી રહ્યા હતા. ગમે તેમ તો અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી હતી તેથી વડીલ તરીકે જે ચિંતા વ્યક્ત કરવી જોઈએ તે વ્યક્ત કરી તેના અમલ વિશે આગ્રહ ન રાખવો તેવું તે સમજતો હતો.

જાનકીએ ફોન કરીને પ્રિયંકાને કહી દીધું કે રામઅવતારજીને આપના પર પૂરો ભરોસો છે. તમે બન્ને દીકરીઓને પૂરો ન્યાય કરશો.

બીજે દિવસે સેટ ઉપર ચિત્ર વિષે વધુ વાત કરતાં મેડોનાનું પોષાકનૃત્ય અને લેડી ગાગાનું પોષાકનૃત્ય બતાવ્યું અને કહ્યું,  ભારતીય નૃત્ય આના કરતાં વધુ ભભકાદાર હશે. સોલી અને ડૉલી બે બહેનો છે પણ બન્ને ઉત્તર અને દક્ષિણ છે. સોલીનો રોલ રૂપા કરવાની છે અને ડૉલીનો રોલ પરી કરવાની છે. પ્રોજેક્ટની વધુ વિગતો આપવાની સાથે સાથે સાઇનિંગની રકમનો ચૅક અને કાગળિયાં સાઇન કરાવ્યાં. આ વખતે ફિલ્મમાં નૃત્ય સિક્વન્સ પહેલાં શૂટ થવાની હતી જે બે મહિના ચાલવાની છે. રૂપા તો ભારતીય નૃત્ય પદ્ધતિ તાલીમ સમયે શીખી હતી જ્યારે પરીને એક્સ્ટ્રા ક્લાસ લેવાના હતા. ત્રણ ગીત મ્યુઝિક સાથે ભારતથી આવી ગયાં હતાં. તેની પ્રેક્ટિસ કરાવવા ભારતથી નૃત્ય નિર્દેશક આવી ગયા હતા. બાકીનાં પાંચ ગીત તૈયાર થઈ રહ્યાં હતાં. નૃત્ય નિર્દેશક્ને મેડોનાનાં નૃત્યો બતાવી પ્રિયંકા મેમે કહ્યું હતું કે આપણાં નૃત્ય આ નૃત્યો કરતાં વધુ ભવ્ય અને તકનીકી રીતે શ્રેષ્ઠ હોવાં જોઈએ.

એક ગીતનું બન્ને બહેનો ઉપર સાથે અંગ્રેજીમાં ફિલ્મીકરણ કરવાનું હતું. તે ગીત બન્નેને યાદ કરવા આપ્યું અને મ્યુઝિક સાથે બન્ને સખીઓ તૈયાર થઈ રહી હતી. સાંજે ડ્રેસ આવી ગયો અને ડ્રેસમાં રિહર્સલ કર્યું. બીજે દિવસે ફરી એ જ રિહર્સલ. નૃત્યમાં જોઈતી નજાકત રૂપાથી આવતી હતી પણ પરી વારંવાર  ભૂલ કરતી હતી. પ્રિયંકા જોઈ શકતાં હતાં કે નૃત્ય નિર્દેશક ખીજવાતો હતો.

લંચ પછી પરી એકલી નૃત્ય કરવાની હતી ત્યારે તેણે પરીને કહ્યું, “તું મનમાંથી ભય કાઢી નાખ. રૂપા સાથે તું સ્પર્ધા નથી કરતી પણ રૂપાના કરતાં અલગ તારી સ્ટાઇલ છે. તમે બન્ને એકમેકનાં પૂરક છો.” અને લેડી ગાગાની સ્ટિલ અપનાવવા કહ્યું.

શુક્રવારે સાંજે સાહ્યબો આવ્યો..ત્યારે ઍરપૉર્ટ ઉપર તેને લેવા જવા રૂપાએ ટેસ્લા લીધી અને બન્ને સખી સાથે પહોંચી. ઍરપૉર્ટ પરથી ગાડીમાં બેસતાં સાહ્યબો બોલ્યો, “મારું ડાબું અંગ અને જમણું અંગ લઢે છે, પણ કદી વિચાર્યું છે કે માર તો મને પડે છે.”

“અમે કેવી વિપદામાંથી પસાર થઈએ છીએ તેની સમજ પડે છે?” પરી બોલી.

ટેસ્લાની ચાવી સોંપતાં રૂપા બોલી, “લે સાહ્યબા, તું ગાડી ચલાવ અને અમારો ન્યાય કર. અમે ભટકી ગયાં છીએ અને માનીએ છીએ કે તારા અમે પહેલાં ગુનેગાર છીએ.”

“પહેલાં તો રૂપારાણી, અભિનંદન! ટેસ્લા ગાડીનાં અને પરી સાથેના નવા સંબંધોનાં..તેથી તેને નવી કારકિર્દી મળી હીરોઇન તરીકેની…

“જ્યોતિષજ્ઞ અનિલ શાહ કહે છે, બુધ, શનિ અને કેતૂ જેવા નપુંસક જ્યારે જન્મકુંડળીમાં નબળાં સ્થાનોએ યુતિ કરે ત્યારે આવું બને. પરીને તો હું ઢીબવાનો છું. બહેન તરીકે મારી રૂપાને જ બોટી?  સાયકોલૉજિસ્ટ  જિપ્સી પરેરા કહે છે, આ માનસિક વિકાર છે જે સરળતાથી મટી શકે છે.”

પરી અક્ષરના આવા પ્રતિભાવથી વધુ લજ્જિત થઈ. રૂપા તેને બહુ લજ્જિત કરવાને બદલે સહજ બનાવતાં બોલી, “મને તો મારી દોસ્તનું આ સ્વરૂપ ગર્વ આપે છે.. મારા બે દીવાનાં છે. મને બન્ને ગમે છે.”

અક્ષર કહે, “ના. મારે મારી બહેનને ભટકતી બચાવવી છે. પ્રભુએ તેને સંપૂર્ણ શરીર આપ્યું છે. મનની નબળાઈઓને કાબૂમાં કરીને આ જીવન સાચી રીતે જીવવાનું છે.” કુટુંબવ્યવસ્થાને બહુ સંવેદનશીલ કે બહુ બુદ્ધિશાળી લોકો પોતાની રીતે પોતાના હિત માટે તોડમરોડ કરતા હોય છે. તે લોકો બહુધા એકાકી જિંદગી જીવતા હોય છે. મારે તો એક જ બહેન છે અને મને ભાણેજા અને ભાણજી પણ જોઈએ છે..અને મને અલય પણ ગમ્યો છે…” રૂપા જોઈ રહી હતી, અક્ષરની ચિંતા મોટાભાઈ તરીકે સાચી હતી.

“દાદા, બધા જ પ્રશ્નોનું નિરાકરણ આજે જ કરી નાખશો?”

“હા. હજી એક વધુ પ્રશ્ન છે અને તે આ રૂપારાણી.”

“કેમ? મેં શું કર્યું છે?”

“તું એટલી બધી રૂપાળી છે કે બધાંને મોહિત કરી નાખે છે, તેથી હવે મારે તને એકલી નથી રહેવા દેવી..હું અહીં પાછો આવું છું અને આ ચલચિત્ર તારા વધુ દીવાનાઓ પેદા કરે તે પહેલાં હું વરવા માગું છું.”

“શું? શું? શું કરવા માગે છે?”

“લગ્ન કરવા માગું છું મારી પાગલ રાણી… હવે તને એકલી રાખવામાં મને વિના કારણ સજા થાય છે.”

“હજી તો મને ૨૧ જ થયાં છે…”

ટેસ્લાને ઘરમાં વાળતાં વાળતાં તે બોલ્યો, “રેસિડન્સી મને અહીંની કાયઝર હૉસ્પિટલમાં મળી ગઈ છે અને હવે એટલું તો કમાઈ શકીશ કે રૂપારાણીને રાખી શકું.”

 

 

પ્રકરણ ૨૩ :

એકલો પ્રેમ અને પ્રેમ હતો

શનિવારે સવારે સેટ ઉપર પ્રેક્ટિસ હતી ત્યાં પ્રિયંકા મેમ સાથે અક્ષર વાત કરતો હતો. તેની રેસિડન્સી સાથે સેટ ઉપર કોઈ કામ મને પણ આપો કે જેથી તે વધુ સમય રૂપા સાથે રહે અને અલયને નાનો રોલ આપો કે જેથી પરી તેની સાથે વધુ સમય ગાળી શકે. વાતમાં ને વાતમાં સાયકોલૉજિસ્ટ પરેરા અને જ્યોતિષજ્ઞ અનિલ શાહનાં બે કાલ્પનિક પાત્રોને વાર્તામાં સમાવાયાં અને અલય અને અક્ષર માટેની જગ્યા વાર્તામાં ઊભી કરવામાં આવી. તેમની વાર્તા લખાતી  હતી તેથી પ્રિયંકા મેમે કહ્યું,  “તારો સ્ક્રિનટેસ્ટ લઈને પરેરાનો રોલ પ્રાયોગિક રીતે વિચારી શકાય. અલય માટે તેની તારીખો અને જ્યોતિષજ્ઞાતાનો રોલ વિચારી શકાય પણ તે બહુ બહુ તો એક અઠવાડિયાનો રોલ હશે.”

“અલયને પરેરાનો રોલ આપો તો? મારી બીજી ગણતરી ભાવી મિસ્ટર પરી તરીકેની છે. પરીને તે ગમે છે.” સાથેસાથે તે જ્યોતિષજ્ઞાતાનો રોલ માનદ કરશે તે પણ કહ્યું. પહેલી ફિલ્મ દરમ્યાન તેણે કરેલ વાત પણ યાદ કરાવી.

“એમ વાત હોય તો તેનો રોલ આખા ચિત્રમાં રહેશે અને સફળતા મળશે તો તેને પર્ફોર્મન્સ બોનસ પણ આપીશું.”

આ સમય દરમ્યાન પરી અને રૂપા સ્ટેજ ઉપર નૃત્યની તાલીમ લઈ રહ્યાં હતાં. અમેરિકન અને ભારતીય શૈલીનું અદભુત સંમિશ્રણ થઈ રહ્યું હતું અને આમેય અસલ ઉપરથી નકલ થતી નહોતી પણ અસલને ભારતીય ઢબે ઉછેરી રહ્યાં હતાં. લેડી ગાગાની દરેક નૃત્યભંગિમા મેડોના કરતાં જુદી તો હતી જ પણ અગાઉ  પ્રિયંકા મેમે કહ્યા મુજબ એકમેક્ની પૂરક હતી.. જાહેર વાત છે, તાલીમ પામેલી રૂપા કરતાં વધુ શ્રમ પરીને પડતો હતો.

પ્રિયંકા મેમનો સેલફોન રણક્યો. ફોન ઉપર અલય હતો..તારીખો ક્લૅશ થતી હતી. તે મુંબઈ હતો અને બધું ફરીથી ગોઠવી એ એક જ મહિનો સળંગ કાઢી શકે તેમ હતો. અને તે પણ બે મહિના પછી…

પ્રિયંકા મેમે કહ્યું કે “તારો રોલ લાંબો છે તેથી સમય વધુ કાઢે તો સારું.”

“પ્રિયંકા મેમ! જવા–આવવાના અને જૅટલેગના દિવસો કાઢીને હું પ્રયત્ન કરીશ, બે મહિનાનો..”

“પર્ફેક્ટ સ્ક્રિપ્ટ લખાય છે, સાયકોલૉજિસ્ટનો રોલ છે. પ્રેમમાં પડેલી બે છોકરીઓને સાજી કરીને પરણાવવા સુધીનો રોલ છે. રૂપા અને પરી આ રોલ કરે છે. મને ખબર છે, આ રોલ તારી કારકિર્દીને ખૂબ ઊંચે લઈ જશે. અક્ષર અહીં છે તને હાય કહે છે. શક્ય તેટલી ટિકિટ વહેલી કઢાવ અને મને જાણ  કર.”

“રૂપા સાથે લીડ રોલ અપાય તેવો નથી?”

“રૂપા સાથે લીડ રોલ પરીનો છે અને તે રોલ અંતમાં તારો થઈ જશે.”

“ભલે. હું ટિકિટ બુક કરાવી દઈશ. પણ મેમ, મને સ્ક્રિપ્ટ મોકલજો.”

“ભલે. તું જ્યારે લોસ એન્જેલસમાં હોઈશ ત્યારે તારા હાથમાં હશે.. અત્યારે તો ભવ્ય નૃત્યોનું શૂટિંગ ચાલે છે. પરી તું આવવાનો છે તે જાણીને રાજી થઈ જશે…”

“મેમ, તમે પણ.”

“હા, હું તો એવું માનુ છું કે જે આપણને હા કહે, તેની સાથે લગ્નજીવન સારું જાય. આપણે જેને હા કહીએ તેના કરતાં.”

“મેમ, મારી મોમ પણ એવું જ કહે છે..અને પાછળ પણ પડી છે કે સારું પાત્ર મળે તો ભાવ ખાવા ના જતો.. મોટી ઉંમરે સમજાવટ વધુ અને આનંદ ઓછો રહે છે અને ઉંમરલાયક તો થઈ જ ગયો છું ને તેથી તેમની વાતો સાંભળું છું.”

“તો હવે તેમની વાત પ્રમાણે વર્તન પણ કર.”

“ભલે મેમ! પણ આ વખતે બન્નેનું ચુંબન–દૃશ્ય અહીં સારી એવી સનસનાટી મચાવી રહ્યું છે. અને મેમ, પંડિતે પરીને સારી એવી બોલ્ડ બતાવી છે..રૂપા કરતાં પણ સુંદર…”

“તે મેઘા તાંબેની છોકરી છે. મેઘા જેવી જ ઘાટીલી અને ફાંકડી છે..તેણે ક્યારેય કહ્યું નહોતું કે તે અભિનય કરવા માંગે છે, નહીંતર રૂપા કરતાં તેને વહેલો બ્રેક મળતે. પણ આ ચુંબનદૃશ્યમાં પહેલી વખત મેં આ રીતે તેને જોઈ અને તેની અભિનયક્ષમતા સમજમાં આવી.”

થોડા મૌન પછી પ્રિયંકા બોલી, “મને તો એવું જરૂર લાગે છે, તું અને પરી મૅચિંગ પેર છો. અને તાંબે એમ્પાયર તારે માટે પણ વિકાસની ગજબ તક છે જેમ રૂપાએ આ સમજીને અક્ષરને સ્વીકાર્યો છે.

“ભલે મેમ, હું તમારી સલાહ યાદ રાખીશ.” કહી ફોન મુકાયો.

અક્ષર બધી વાતો સાંભળતો હતો. તે વિનયથી વંદન કરી જવા જતો હતો ત્યારે પ્રિયંકાજીએ એનો સ્ક્રિન ટેસ્ટ લેવા પંડિતને બોલાવ્યો..સ્ક્રિન ટેસ્ટ પ્રમાણે વિધવિધ ઍન્ગલ્સથી ફોટા પડ્યા, ઑડિશન થયું અને લંચ પછી તે સેટ ઉપરથી હૉસ્પિટલ પહોંચ્યો. રેસિડન્સીનાં પેપરો આપ્યાં અને બપોરે બેથી દસનો ટાઇમ લીધો. હૉસ્પિટલ મોટી હતી તેથી બધાનો પરિચય અને અન્ય ફોર્માલિટી પતતાં સાત વાગ્યા..

સેલફોન ઉપર રૂપાના સાત મિસ કૉલ જોયા એટલે ફોન કર્યો. “રૂપા રાણી, હજી તમે ૨૧નાં છો એટલે મારી મર્યાદા ચાલુ છે. હા, તમે મર્યાદા ચૂકશો તો હું બેફામ થતાં સહેજ પણ નહીં ચૂકું. એક વરસ વહેલો એલ. એ. આવ્યો છું તે તો ખબર છે ને?”

“બોલી રહ્યો, સાહ્યબા?”

“હા. મને તેં ૨૧ વર્ષ બતાવીને રોક્યો હતો ને? તેથી આજે આટલું બધું બોલ્યો.”

“તું ક્યારે આવે છે?”

“ક્યાં?”

“મારે ત્યાં.”

“ના બાબા ના. જાનકીમાની પરવાનગી નથી.”

“મારે ત્યાં આવવા તારે જાનકીમાની નહીં, મારી પરવાનગી લેવાની. અને તે પરવાનગી આપવા તો આટલા બધા ફોન કર્યા સાહ્યબા..આ જા, આઇ બહાર, દિલ હૈ બેકરાર…તેરે બિન રહા ન જાએ…”

“ભલે. પહેલાં પેટપૂજા ક્યાં કરીશું?”

“આપણે ત્યાં જ તો વળી…મેં પંજાબી શાક અને પરોઠા બનાવ્યાં છે. પરી અને મેઘામા પણ અહીં જ છે.”

“તો પછી જાનકી મા કેમ નહીં?”

“તું કહેતો હોઈશ તો બોલાવી લઈશ.”

હા બોલાવી જ લે. આજે બધાંને માટે પેંડા હું લઈને આવું છું.”

“કેમ પેંડા?”

“આજનાં મારાં બે પરાક્રમ વિશે બધાંને કહીશ.”

“પરાક્રમ? અને એક વાત સાંભળ. બધાં રાત્રે જમીને ઘરે જશે પણ તને જવાની છૂટ નથી. તું અને તારી ડૉક્ટરીને હું જાણીને રહેવાની છું.”

“એટલે?”

“આજે રાત્રે મિલનની આગોતરી અને સંયમિત મઝા હું માણવાની છું.”

“યાર તું તો બહુ ફાસ્ટ ચાલવા માંડી…”

“શું કરું? તું તો યાર બહુ સમય લે છે અને મારી તો ધીરજ નથી રહેતી.”

ઈજન ને શું કહેવું? હલકે હલકે ચાહતને માણતા રહેવું,

કલિકા ઝંખે પુષ્પ બનવા ત્યારે ભ્રમરે ગુંજન કરતાં રહેવું.

“ભલે હું આવું છું. મને થોડોક સમય લાગશે, પણ ૮ વાગ્યે બધાં મળીએ છીએ. હું જતાં જતાં મેડિકલ સ્ટોર અને મીઠાઈની દુકાને જઈને આવું છું.”

મેડિકલ સ્ટોર ઉપર ના જઈશ. મીઠાઇ પણ ના લાવીશ.

હું છું બેકરાર સાહ્યબા, તું આવ આવ અને જલદી આવ.

ત્યાં ઍપાર્ટમેન્ટનો બેલ વાગ્યો. ૧૨ રાતા ગુલાબોની સાથે પેંડા લઈને સાહ્યબો હાસ્યનાં સરોવરો લઈને આવ્યો. રૂપલી રાધા માની ના શકી કે એ ફોન પર વાત કરતી હતી ત્યારે સાહ્યબો તેના ઍપાર્ટમેન્ટની નીચે ઊભો હતો. આવેશમાં રૂપા તેને વળગી પડી.. કદાચ ચાર વર્ષના ઇંતેજાર પછી પહેલી વખત પુખ્ત તન અને મનથી બન્ને એકમેકને મળી રહ્યાં હતાં. થોડોક ઉન્માદ શમ્યો અને રૂપાના રૂપાળા હોઠને હળવેથી અક્ષર ચૂમી રહ્યો. ઘરમાં કોઈ નહોતું..એકલો પ્રેમ અને પ્રેમ જ હતો.

 

 

 

 

પ્રકરણ ૨૪ :

સહિયર પ્રોજેકટ ૩૫

ઍપાર્ટમેન્ટ નાનું અને સુઘડ હતું. ઘરમાં આવતાંની સાથે આવો ઉત્કટ રૂપાનો પ્રેમ માણી રહ્યા બાદ તેણે પૂછ્યું, “કેમ કોઈ નથી ઘરમાં?”

“હું છું. એકાંત છે અને તું છું. શું એ પૂરતું નથી?”

“હા, પૂરતું છે.”

“પણ તું રાતા ગુલાબ સાથે પેંડા શાને માટે લાવ્યો તે તો કહે.”

“પહેલાં પેંડો ખાઈને મારી સફળતા ઊજવીએ.”

“હા. તું મને ખવડાવ અને પછી હું તને ખવડાવું.”

“જો, પહેલાં મારો સ્ક્રિનટેસ્ટ સફળ. હું તારી સાથે તારી ફિલ્મમાં જ નાનો રોલ ભજવું છું કે જેથી સવારે તારી સાથે સેટ ઉપર રહી શકું.”

“વાઉ! પ્રિયંકા મેમને કેવી રીતે પટાવ્યાં?”

“અને બીજો પેંડો અલયને એક મોટા રોલ માટે તૈયાર કર્યો કે જેથી પરીને સમય મળે. અલય સાથે વાતો કરવાનો અને ડેટિંગ માટેનો..તું નહીં માને. પ્રિયંકા મેમે જ તેને પરી વિશે ખૂબ ઊંચો અભિપ્રાય આપ્યો.”

“તે તો બહુ સરસ કર્યું. તેનો તો પેંડો બને જ. હવે તારે ફ્રૅશ થવું હોય તો બાથરૂમમાં તું જા. નહાઈને આવે ત્યાં સુધીમાં ખાવાનું ગરમ કરી લઉં અને બુંદીનું રાઇતુ બનાવી લઉં.” હળવેથી ગાલે ચૂમી લેતાં તે બોલી.

“પછી આપણે મારા વિશે પણ નક્કી કરવાનું છે ને? તે જમતાં જમતાં નક્કી કરીએ.” રસોડામાં જતાં જતાં રૂપા બોલી.

અક્ષર નહાવા ગયો અને પરી, મેઘામા અને જાનકીમાને સાંકેતિક ફોન થઈ ગયો. બન્ને પપ્પાઓ સાથે તે લોકો ટિફિન લઈને હાજર થઈ ગયાં. ઘરમાં નાનકડી મહેફિલ થઈ ગઈ. સાન એન્ટોનિઓમાં હૉલિડે ઇનમાં હતું તેવું કલબલાટથી ઘર ભરાઈ ગયું. પંડિત સાથે પ્રિયંકા મેમ અને પદ્મજા ફોઈ પણ હાજર હતાં…રસોડું મેઘામા અને જાનકીમાના હાથમાં હતું. ખાવાનું ગરમ થવા માંડ્યું. કાગળની પ્લેટોમાં સાંજનું ડિનર સર્વ થવાનું હતું.

અક્ષર બહાર આવ્યો ત્યારે ઘરમાં થતી હલચલથી આશ્ચર્યચકિત હતો.

પરી કહે, “ભાઈ, આજે લગ્નનો પડો લખવાનો છે. રૂપાએ બધાંને પોટલોક પાર્ટીમાં તેડ્યાં છે. મેઇન કોર્સ મરાઠીમાં છે અને ડેઝર્ટ જાનકીમાનું છે.”

અક્ષર કહે, “ચાલો, મને તો બહુ ભૂખ લાગી છે. સૌથી પહેલાં મને અહીં રેસિડન્સી મળી તેના પેંડા બધાંએ ખાવાના છે.” મથુરાના પેંડા સ્વામિનારાયણ ટૅમ્પલના નીચે બેઠેલા સૌને પ્રેમથી અક્ષરે ખવડાવ્યા. અને ખાવાનું પીરસાવા માંડ્યું. લગ્નની તારીખ નક્કી થતી હતી ત્યારે રૂપા બોલી, “મારી અણવરિયણ પરી રહેવાની છે, કોઈને વાંધો?”

જાનકી મા કહે, “અણવરિયણને દાપું કેટલું?” અક્ષર બોલ્યો, “તેને ત્યાં સુધીમાં વર શોધી આપવાની મારી જવાબદારી.” સૌ હસી પડ્યાં.

રૂપા કહે, “ અક્ષર, મારી નણંદબાને થોડો સમય તો મારી સાથે રહેવા દે. હું તાંબે બનું તે સાથે જ તેને ઘરમાંથી જવા માટે તૈયારી કરવાની?”

સદાશિવ કહે, “હા, દીકરીના માંડવે ભાઈ મંડાય તે તો શુકન કહેવાય.”

પદ્મજા કહે, “એટલા માટે તો જ્યોતિષજ્ઞાતા અનિલ શાહ આપણી વચ્ચે છે.”

બધાં આજુબાજુ જોવા માંડ્યાં ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “મારો નવો જ્યોતિષજ્ઞાતા અનિલ શાહનો રોલ ડૉ. અક્ષર કરવાનો છે.” બધાંએ તાળીઓથી અક્ષરને વધાવ્યો.

બેએક મિનિટ અંદર જઈ માથા ઉપર ટોપી અને હાથમાં પંચાંગ લઈ જ્યોતિષજ્ઞાતાના રોલમાં અક્ષર આવ્યો.. અને પરીને  જોઈને કહે, “હું જોઈ રહ્યો છું કે આવનારા ૩ મહિનામાં છૂટી ગયેલ દિલની ધડકન સમો પ્રેમ તારી જિંદગીમાં પાછો આવે છે…”

પરી શરમાઈ રહી હતી ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “અલય એક અગત્યના રોલમાં મહિનામાં એલ. એ. આવે છે. પરી પાસે તે અહીં છે તેટલો જ સમય છે તેને સમજવાનો અને તેના પ્રેમમાં પડવાનો. સૌ ખુશ હતાં.. મહેફિલનો રંગ જામતો જતો હતો.

પ્રિયંકા મેમે પંડિતને ઇશારો કરીને રૂપા સાથે જ્યોતિષીના ડ્રેસમાં ઊભેલા અક્ષરના ફોટા લેવાનું કહ્યું અને જાહેરાત કરી કે રૂપા અને ડૉ. અક્ષર ફિલ્મ  “સહિયર” (પ્રોજેકટ ૩૫) સ્ટેજ ઉપરથી હટશે અને  લગ્નબંધને  બંધાશે. અંદાજે ત્રણ મહિના પછી ૩૧ મેના રોજ તેનો લગ્નપડો આજે અપાશે.

એક સામટા ઘણા શુભ સમાચાર અપાયા અને તે વીડિયો પંડિતે વાઇરલ કરી. વેવાઈઓ ભેટ્યા. વેવાણોએ લગ્ન ગીતો ગાયાં અને આ બધી ધમાલમાં રાત્રે બાર વાગી ગયા.

અમેરિકાની મજા તો જુઓ. ખાધેલાં વાસણો ટ્રેશ કૅનમાં અને જે વાસ્ણોમાં ખાવાનું આવેલું તે વાસણો રીપેક થઈ ગયાં અને પાંચ જ મિનિટમાં રસોડું આટોપાઈ ગયું. ૮ વાગ્યે શરૂ થયેલી મહેફિલ બાર વાગે પતી ત્યારે સૌ થાકેલાં હતાં. સૌથી છેલ્લે અક્ષરે જવાની તૈયારી કરી. એ બોલ્યો, “અચ્છા, તો હમ ચલતે હૈં.” અને સ્ત્રીના અવાજમાં બોલ્યો, “ફીર કબ મીલોગે?” ત્યારે રૂપા ગણગણી –

“ન જાઓ સૈયા, છુડાકે બૈયાં, કસમ તુમ્હારી મેં રો પડુંગી, રો પડુંગી.”

ગળે લગાડી રૂપાને તે નીકળ્યો ત્યારે ઘડિયાળ એક વાગ્યાનો ટકોરો વગાડતી હતી મિલનની મધુરી ક્ષણોના ઓડકાર સાથે. તેને થયું પરીને કેવી રીતે સમજાવે સ્ત્રી અને સ્ત્રીના મિલનનો અને સ્ત્રી અને પુરુષના મિલનનો તફાવત ?

****

બીજે દિવસે સેટ ઉપર મેકઅપ અક્ષરનો પણ થયો. જ્યોતિષજ્ઞાતા તરીકે મોઢા ઉપર જાતજાતનાં કૅમિકલો અને ફોટોજનિક ચહેરા બનાવવાની કમાલ. પાઘડી, ચાંદલો અને ખેસની સજાવટ. અડધો કલાકે પહેલો રાઉન્ડ પત્યો. પાછા તેના ચહેરાને માઇક્રોસ્કોપિક નિરીક્ષણ હેઠળ જોયા પછી મેકઅપમેનને સૂચના અપાઈ. ક્યાં વધુ થપેડાની જરૂર છે અને તે માપ નોંધાયું. પછી કૅમેરામેન પંડિતની હાજરીમાં પહેલો ડાયલૉગ બોલાયો –

“આ બધી નબળા નાન્યતર ગ્રહો અને તે કયા સ્થાનમાં બેઠા છે તેના ઉપરથી સમજી શકાય.” આ ડાયલૉગ વારંવાર બોલાતો ગયો.. અવાજનો ઉતારચઢાવ અને ભાવ સાથે બેક્ગ્રાઉન્ડ મ્યુઝિકની અસરો તપાસાતી હતી. ૨૧ રિટેક થયા પછી શૉટ ઓકે થયો. આ કવાયત બોરિંગ સામન્ય માણસને લાગે પણ અક્ષર તો તે માણતો હતો. બીજા શૉટમાં તેને સામેની વ્યક્તિ પૂછે છે, નાન્યતર ગ્રહો એટલે કયા ગ્રહો? અને અક્ષરે કહેવાનું હતું “કેતૂ, બુધ અને શનિ.” આ વખતે બોલવાનું ઓછું હતું પણ રિટેક ફરીથી ૨૫ વખત થયા.

હવે તેના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો. કૅમેરાની લાઇટથી તેને પરસેવો પણ થતો હતો તેથી તેને ૧૦ મિનિટનો બ્રેક આપ્યો અને સાથે સાથે સૂચના પણ હતી કે હવામાં પરસેવો સુકાવા દેવાનો નહીંતર મેકપ બગડી જઈ શકે છે.

બીજા સેટ ઉપર નૃત્યની પ્રેક્ટિસ ચાલતી હતી. થાકી જવાય તેવી પ્રેક્ટિસ કૅમેરા વિના ચાલતી હતી. પરી અને રૂપાનું નૃત્ય જુદું જુદું હતું..પરી વધારે પાશ્ચાત્ય ઢબમાં હતી અને રૂપા પૂર્વીય પદ્ધતિમાં હતી. બન્નેને રિધમ આવડી ગઈ હતી અને મ્યુઝિક સાથે તેઓ આનંદમાં હતાં…બ્રેક દરમ્યાન થોડું પાણી ઊંચેથી પીધું.

બીજો ડાયલૉગ હતો, “તેમને હીરાની વીંટી પહેરાવો અને શુક્રને મજબૂત કરતા જાપ કરાવો.”

અક્ષર સમજી ગયો. રૂપા તો તેના વિવાહની હીરાની વીંટી પહેરતી હતી તેથી તેને લેસ્બિયન ઍટેક નહોતો જ્યારે પરી તો તે અસર હેઠળ રૂપાને બોટી બેઠી.. અને આવા ઍટેક સહિયર અને નજીકનાં સગાંવહાલાંને વધારે થતા હોય છે કારણ કે મનમાં એક પ્રકારની ધાસ્તી સામે શાંતિ હોય છે. સાયકોલૉજિસ્ટ આવાં જોડાંઓને એકલાં રહેવાની ના પાડતાં હોય છે અને સાથેસાથે મનના ઉધામાને રોકતાં અને મજબૂત બનાવતાં શીખવાડતાં હોય છે.

સેટ ઉપર આવીને ડાયલૉગ તૈયાર કરતો હતો ત્યારે પંડિતે ઈશારો કર્યો, તૈયાર છે ને?

હકારમાં માથું હલાવીને અક્ષરે ખોંખારો ખાધો.

 

 

 

 

 

પ્રકરણ ૨૫ : અણવરિયણનું દાપું

અલય આવ્યો ત્યારે પરીને જોવાનો તરીકો તેને બદલાયેલો લાગ્યો. રૂપાનાં તો લગ્ન પણ જાહેર થઈ ગયાં અને હવે તો રૂપા તેની પહોંચ બહાર છે તે સમજાઈ જતાં પુખ્ત વલણ અપનાવાઈ રહ્યું હતું. પરીને હાય કહેતાં તેનું હાસ્ય તેના પરિવર્તનની ચાડી ખાતું હતું. પરી હવે ફોટોગ્રાફર નહોતી. તેની જેમ જ અભિનયના ક્ષેત્રે પ્રિયંકા મેમની શિષ્યા હતી. લીડ રોલમાં હતી. વળી રૂપા કરતાં એક કદમ આગળ વધીને તે તાંબે પરિવારની હતી. તેને એ યાદ હતું કે અક્ષરને અને પરીને થોડો સમય આપો એમ કહેલું હતું.

પ્રિયંકા મેમે પહેલી નજરે અલયને માપી લીધો હતો. તેની આંખોમાં પરી પ્રત્યે આદર હતો, અને તેઓ માનતાં કે આ સારી નિશાની છે. તાંબે મેન્શનમાં પ્રિયંકા મેમના ફ્લૅટની નજીક તેને ઉતારો મળ્યો હતો. તેમને પગે લાગ્યા પછી રૂમમાં જઈને ફ્રેશ થતી વખતે મનમાં સમજાય નહીં તેવી બેચેની લાગતી હતી. રાત ભર પરી હવે મળશે નહીં; કાલે સવારે સ્ક્રિપ્ટવાંચન વખતે કદાચ મળે.

ત્યાં ફોન આવ્યો. સાંજનું ડિનર અક્ષર અને પરી સાથે નીચે કૅન્ટીનમાં લેવાનું છે તો ફ્રૅશ થઈને નીચે આવો. તેને બહુ જ મન હતું કે રૂપા પણ તે લોકો સાથે હોય પણ તેણે તે ઇચ્છાને દાબી દીધી. પુખ્તતા હવે તેને કહેતી હતી, જિંદગીમાં આગળ વધવાનું હોય; પાછળ જોવાનું નહીં કે ભૂતકાળમાં રહેવાનું નહીં.

નીચે કૅન્ટીનમાં જ્યારે પહોંચ્યો ત્યારે પ્રિયંકા મેમ, પરી અને મેઘાઆંટી પણ જમવામાં સાથે હતાં.

ભોજન પિરસાતું હતું ત્યારે અક્ષર અને રૂપા પણ આવી પહોંચ્યાં. પ્રિયંકા મેમે બધાને રોલ  પ્રમાણે સ્ક્રિપ્ટ આપી અને તાકીદ પણ કરી કે ભોજન પછી આપણે સ્ક્રિપ્ટવાંચન કરીશું. જો અલયને જૅટલેગ નહીં લાગતો હોય તો તે પણ શરૂઆતનાં દૃશ્યોમાં ભાગ લઈ શકે છે.

અલય કહે, “ના, હું પ્લેનમાં સારું એવું ઊંઘ્યો છું એટલે વાંધો નહીં આવે.”

પૂર્વભૂમિકા આપતાં કહ્યું,  આ ફિલ્મ ખૂબ સફળ અને બૌધિક રીતે જેનો બુદ્ધિ આંક (આઇ ક્યૂ) હોય તેમને લાગતો રોગ છે. અને એવી બે જોડિયા બહેનો જેમના જન્મસમયમાં દસ મિનિટ મોટીબહેન સોલી અને નાનીબહેન ડૉલીની વાર્તા છે. પારસી માતાપિતાની આ છોકરીઓ ડાન્સ, સંગીત, સર્જન અને સ્ટેજ ઉપર ખૂબ જ સફળ છે. તેને પરિણામે બન્ને બહેનોને એકબીજા વિના બિલકુલ ચાલતું નથી. આ ખૂબ જ સફળતાએ તેમને સામાન્ય જનજીવનથી દૂર કરી દીધાં છે. સોલીનો રોલ પરી નિભાવે છે અને ડૉલી રૂપા છે. નાનપણથી સોલી મોટીબહેન હોવાનો હક્ક પુરુષ તરીકે નિભાવે છે જ્યારે ડૉલી સ્ત્રીના માળખામાં ગુંગળાય છે. બુદ્ધિમત્તાનો આંક  બન્નેનો ખૂબ ઊંચો હોવાથી સામાન્ય નિર્ણયો લેવામાં સોલીને ડૉલી કાયમ મદદ કરતી..

વધતી ઉંમરે સોલી જે દાદાગીરી કરતી તે ડૉલી જો યોગ્ય હોય તો જ ગાંઠતી. તેવામાં પ્રશાંત બન્નેની જિંદગીમાં આવ્યો જે ડૉલીને ચાહતો હોય છે, સોલીને નહીં…તે બાબતે બન્ને બહેનોમાં વિખવાદ થાય છે અને સોલીનું અપમાન કરી તેઓની જિંદગીમાંથી જતો રહે છે. અને બન્ને બહેનો ડિપ્રેશનનો ભોગ બને છે.

૩૫ વર્ષનો ડૉ. જિપ્સી પરેરા સાયકોલૉજિસ્ટ તરીકે બન્ને બહેનોની જિંદગીમાં આવે છે જે બન્ને માટે કુમળી લાગણી ધરાવે છે. જ્યારે ડૉલી તેના મૅનેજર  બેંજામિનની વાગ્દત્તા બનીને હીરાની અંગૂઠી પહેરી લે છે જે સોલીને નથી ગમતું. અને બન્ને બહેનો ફરી ઝઘડે છે. આ ઝઘડામાં બન્ને બહેનોનું ચુંબનદૃશ્ય ઝઘડાના અંતે આવે છે. સોલી માનસિક રીતે ડૉલી ઉપરનો હક્ક છોડતી નથી ત્યાં સુધી વિવિધ પ્રકારે કાવાદાવા ચાલે છે.

એક ઝઘડામાં કંટાળીને ડૉલી જિપ્સીને કહે છે, તું ડૉક્ટર છે પણ તેનો ઇલાજ કરતાં નથી આવડતો.. બી હસબંડ ફોર હર અને મારો જીવ છોડાવ. સોલી આ સાંભળે છે અને ડૉલી પ્રત્યેના તેના લગાવ બદલ આવું સૂચન આપતી બહેન માટે તિરસ્કાર કરે છે. બેન્ઝી આ તિરસ્કાર અને ગેરસમજ દૂર કરવા મથે છે  જે દૂર થાય છે અને બન્ને બહેનોનાં એક જ માંડવે લગ્ન થાય છે.

આ કથા તો ડાન્સ સિક્વન્સને જાળવવા બોલકું માધ્યમ છે, અગત્યનો ભાગ છે. જરૂરી માત્રા કરતાં વધુ લગાવ એ રોગ છે તે સંદેશો સંગીત અને નાટ્યદૃશ્યો દ્વારા અપાય છે. આ ચલચિત્ર મોંઘું થવાનું છે કારણ કે આ પોષાકચિત્ર છે અને એક એક ડાન્સ લાંબા સમયની સફળતાની કહાણી છે. અને ખૂબ જ મોંઘા છે. છેલ્લા બે મહિનામાં ૮ નૃત્યો તો ફિલ્માવાઈ ગયાં છે. હવે કથાને આ એક મહિનામાં પૂરી કરવાની છે.

રૂપા પહેલી વખત બોલી, “બેન્ઝીનો રોલ અક્ષર કરે તો?”

અલયને પહેલી વખત લાગ્યું કે રૂપા તો અક્ષરના ગળાડૂબ પ્રેમમાં છે.  તે મૂછમાં હસ્યો ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “અક્ષર પાસે ટાઇમ છે? તેની રેસિડન્સી સંભાળશે કે ઍક્ટિંગ કરશે?”

“મેં હૉસ્પિટલમાં સેકંડ શિફ્ટ લીધી છે. એટલે પહેલી શિફ્ટમાં લંચ સુધી હું કામ કરી શકીશ. અને બે મહિનાનો તો સવાલ છે.”

પ્રિયંકા મેમ બોલ્યાં, “ભલે વિચારીને કાલે જણાવીશ.”

રાતના દસ વાગી રહ્યા હતા. છૂટા પડતી વેળાએ અક્ષરને અલયે કહ્યું,  “પરીને વાંધો ના હોય તો તમે બધાં ઉપર કૉફી પીવા આવો ને.”

“પરી તો મોમ સાથે ઘરે જશે. હું,  રૂપા અને પ્રિયંકા મેમ સાથે આવીએ?”

મેઘામા કહે, “કૉફી તો મારે પણ પીવી છે. બધાં જ જઈએ.”

અક્ષર કહે, “મોમ, સમજા કરો. અલયને પરી સાથે વાત કરવી છે.”

“હા, તો ભલે ને કરે. આપણા બધાંની હાજરીમાં કરે ને?” પ્રિયંકા મેમે મમરો મૂક્યો એટલે બધાં અલયના રૂમ તરફ ગયાં. કૅન્ટીનમાંથી કૉફી અને સાદાં બિસ્કિટ પણ ઓર્ડર થયાં.

અલયે બધાંને રૂમમાં બેસાડ્યાં.

અને ગજવામાંથી હીરાની વીંટી કાઢીને પરીને ધરી અને બોલ્યો, “પરી તું મારી  બનીશ?”

બધાં પરી સામે જોઈ રહ્યાં.. પરી કહે, “હા હું તારી  બનીશ.”

તાળીઓના ગડગડાટે આખું તાંબે મેન્શન ભરાઈ ગયું.

“મારા આ નિર્ણયમાં મારાં મા જેવાં પ્રિયંકા મેમનો હુકમ હતો. આ રોલ નાનો હતો જે મોટો થયો તેમાં અક્ષરનો હાથ હતો.”

ફોન ઉપર સદાશિવ તાંબે, રામઅવતાર અને જાનકી માને બોલાવ્યાં. આખુ યુનિટ ભેગું થઈ ગયું. અલયે શિકાગોમાં તેની માને ફોન કર્યો અને પરી સાથેના વિવાહના સમાચાર આપ્યા. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આશીર્વાદ મેળવ્યા.

સદાશિવ તાંબેએ આવીને આશીર્વાદ આપતાં કહ્યું કે “બન્ને ભાઈબહેન એક જ દિવસે પરણશે.”

અક્ષર બોલ્યો, “પરી, મેં કહ્યું હતું ને, અણવરિયણનું દાપું તને તારો પ્રથમ પ્રેમ જ આપીશ.”

સદાશિવ તાંબે પેંડા અને જાનકીમા આઇસક્રીમ લાવ્યા હતાં. પદ્મજા ફઈ પણ રાજીનાં રેડ હતાં.

પરીના મોં ઉપર અદભુત આનંદ હતો. પંડિત ત્યાં જ હતો પણ ફોટા પાડવાની યોજના આવતી કાલ ઉપર મુલતવી રહી. જ્યારે સરખો ડ્રેસ અને રિંગ સેરીમની સરખી રીતે કરવાનું આયોજન થયું.

અલયનાં ઘરવાળાં પણ આવતી કાલે શિકાગોથી આવવાનાં છે. પરીને તેનો સાહ્યબો મળ્યો રૂપાના સાહ્યબાથી..બન્ને સખીઓ આનંદમાં ઝૂમતી હતી અને ગાતી હતી –

મેં તો ભૂલ ચલી બાબુલકા દેશ

પિયાકા ઘર પ્યારા લગે..

 

 

 

પ્રકરણ ૨૬ : ટર્નિંગ પૉઇન્ટ

બીજા દિવસની સવાર પરી માટે અને રૂપા માટે ખૂબ બિઝી રહી. અલયનાં ઘરવાળાં શિકાગોથી ૧૧ વાગે આવી જવાનાં હતાં. તે પહેલાં મેકઅપવાળા ૯ વાગે આવવાના હતા. અલયને સૂટ લાવવાનો હતો. ભારે કપડાં ઉપરાંત બૅન્કમાંથી લૉકર ખોલાવી દાગીના લાવવાના હતા. પરીને ક્યાંય છૂટા પડવું નહોતું એટલે અલય, અક્ષર અને રૂપા તે બધાં સાથે ફરતાં હતાં તેથી રઘવાટ વધતો હતો.

સવારે નાસ્તો કરવાના પણ હોશ નહોતા. અલયનાં મમ્મી અને કઝીનોનું ટોળું આવવાનું હતું. અને સેટ ઉપર પ્રેક્ટિસ ચાલુ હતી.. બધા સેટ ઉપર જ એક વાગે ભેગાં થવાનાં હતાં. પરીને ખિલખિલાટ હસતી જોવાનો મોકો આજે રૂપાને અને અક્ષરને મળ્યો હતો. પરી સંકોચાતી અને શરમાતી પણ અક્ષર તેની શરમને ધોઈ પીતો અને ગાતો –

‘મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા..ભૈયા રાજા બજાએગા બાજા….”

તાંબે એસ્ટેટ ફૂલોથી શણગારાઈ હતી. જેટલાં શૂટિંગ ચાલુ હતાં તે બધાંનો લંચ બ્રેક ૧ વાગે પડનારો હતો. સો કરતાં વધુ માણસોને કૅન્ટીનમાં જમવાનું હતું. ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે, જેવા અલયનાં મા આવ્યાં કે તરત પૂજન શરૂ કરાવી દીધુ હતું. નમણી પરી આવી ત્યારે અલયનાં ભાઈબહેનોએ ધમાલ ધમાલ કરી મૂકી..બરોબર ૧૨ અને ૩૦ના ટકોરે અલયે વીંટી આપી અને વીડિયો અને ફોટાના ઝબકારાઓએ સૌને જણાવી દીધું કે તાંબે મેન્શનની દીકરીનાં વિવાહ થઈ રહ્યાં છે. વડીલોને પગે લાગ્યાં અને વિવાહ સંપન્ન થયા. સદાશિવ, અક્ષર અને મેઘા થોડાં આર્દ્ર થયાં પણ એકના ટકોરે લંચ અપાયો…પૂના મિસળ, બટાકા પૌઆં, અને તીખી સેવ.. ગુલાબજાંબુ અને કાલા જામ પીરસાયાં. અમેરિકન પદ્ધતિએ વરવધુનાં રજિસ્ટર્ડ મૅરેજ થયાં અને પહેલું વિધિવત ચુંબન અપાયું–લેવાયું.

પદ્મજા ફોઈ આનંદમાં હતાં. એકના ટકોરે તો સેટ ઉપર બધાં હતાં..

હૉલ ઉપર સગાંવહાલાં અને વરવધુ હતાં.. હિંદુ વિધિ અને અમેરિકન પદ્ધતિ – તાંબે પરિવારની ખાસિયત મુજબ – ખૂબ ધામધૂમથી છ કલાકના ટૂંકા ગાળામાં પ્રસંગ ઊજવાયો.

પ્રિયંકા મેમે અક્ષરને પ્રમોશન આપ્યું અને તે બે રોલ સાથે કરવાનો હતો. થોડી પૈસાની છૂટ પણ થતી હતી, જેમાં લગ્નની ખરીદી ચાલુ થઈ હતી. બેન્જામિનના રોલમાં રૂપા તેની સાથે ખીલતી અને બિનજરૂરી છૂટ લેવાતી ત્યારે પ્રિયંકા મેમ બગડતાં અને કહેતાં, રોલમાં તમે રીયલ લાઇફ લાવશો તો મારે રોલ ઘટાડી દેવો પડશે.. મારી વાર્તા તો સોલી અને ડૉલી ઉપર ચાલે છે. તેથી કથાવસ્તુને ન્યાય આપો. પરી હજી તેની હતાશામાંથી બહાર નહોતી આવી. અલય પણ તેને ભાઈની જેમ રમત રમતો લાગતો, ત્યારે તે ખૂબ જ રડતી.. અને એવાં બધાં દૃશ્યો પંડિત સતત લેતો.

આજે પદ્મજા ફોઈ અભિનય વિશે પરીને અને રૂપાને સમજાવતાં હતાં કે અભિનયને રીયલ લાઇફ સાથે જોડવામાં ફાયદા ઓછા અને નુકસાન વધુ છે. જેમ કે કૅમેરા ક્લિક થાય ત્યારે મનમાં સ્વિચ ઓન અને ઑફ થવી રહી. તરત પરીમાંથી સોલી બધી જ રીતે થવું રહ્યું. તારાં દૃશ્યો અલય સાથે ડૉક્ટર અને પેશન્ટનાં છે અને તું પ્રેયસીમાં તરત ફેરવાઈ જાય છે.. અને તે તને કૅમેરા સામે પ્રેયસી સમજી કોઈ પ્રતિભાવ ના આપે તો તે સમજી શકાય છે, પણ એને કારણે ડૉલીની ઇર્ષ્યા ના કરાય. અને અભિનેત્રી તરીકે તેની સરખામણી પણ ના કરાય..

“અલય તો સહેજ પણ મને લિફ્ટ નથી આપતો..જ્યારે રૂપા તો ભાઈને કેટલો બધો રિસ્પોન્સ આપે છે?”

પદ્મજા માથું ધુણાવતાં ધુણાવતાં બોલ્યાં, “કોઈ પણ સરખામણી કરવાને બદલે તને પ્રિયકા કહે તેટલું કામ જ કર અને મનને મજબૂત બનાવવા માંડ. સોલીનો રોલ તો બે મહિના જ છે પણ પતિપત્ની તો તમે આખું જીવન રહેવાનાં છો. સોલીનો રોલ અભિનેત્રી તરીકે તને તારી કારકિર્દીનો પહેલો પડાવ છે. જેટલી તું નબળી પડીશ તેટલી તારી જ નામોશી થશે. તું કથામાં પુરુષ છે પણ વાસ્તવમાં તો તું પણ સ્ત્રીના રોલમાં છે તેથી જેટલા ભાવોના ઉતારચઢાવ તારે જોવાના છે તેટલા રૂપાને નથી જોવાના. આ તારે માટે તક પણ છે અને કસોટી પણ…કારણ કે વાર્તામાં તારે ખલપાત્ર બનવાનું છે.”

“ફઈ! આપનો આભાર.. બહુ સમયસર અને સાચું માર્ગદર્શન આપ્યું.. સ્વીચને વાસ્તવિકતા અને ભવિષ્ય સાથે પણ જોડવાની છે.. અને નિષ્ફળતાના પડછાયામાંથી જો બહાર નહીં આવું તો તાંબે નહીં.”

“એક બીજી વાત સમજ. અભિનેત્રી તરીકે સફળ થવું કે નિષ્ફળ એ તારા હાથમાં નથી. તારું કામ જોઈને જનતા જનાર્દન એ નિર્ણય આપે છે. તેથી ફિલ્મ રિલીઝ થતાં જ એ પ્રોજેક્ટની બારી મનમાં બંધ થઈ જ જવી જોઈએ..જેમ તારી ફિલ્મો મુખ્ય સ્ક્રિપ્ટમાં લેવાઈ ગયા પછી એ ફિલ્મો તારી ન રહેતાં તે પ્રોજેક્ટના માલિકની થઈ જતી હોય છે તેમ જ..”

પરી સાંભળી રહી હતી. તેનું મગજ સ્વીચ ઉપર કેંદ્રિત હતું. જિંદગીભર સમજવા જેવું જ્ઞાન હતું..તે મનમાં બોલી, કાલ બન્ને નકામી છે. જે છે તે આજ છે, અને તેથી તો આજ છે..કિંમતી છે અને તેથી તે અમૂલ્ય ભેટ છે..પ્રેઝન્ટ છે. અક્ષર અને અલયની હાજરીને લીધે વાર્તા ઝડપથી આગળ વધી રહી હતી અને હવેની કહાણીમાં પ્રસંગો ઝડપથી ઉમેરાતા હતા. બેંજામિન અને પરેરા પોતપોતાના રોલને  ન્યાય આપતા હતા. “સહિયર” ફિલ્મનું ફિલ્માંકન ધારેલા સમયે પૂરું થઈ ગયું.

પ્રિયંકા મેમે ત્રીજી વખત હાથ પછાડ્યો. ફિલ્મ રિલીઝ થતાં પહેલાં સેન્સર પછી પારસી કોમે બહિષ્કાર કર્યો અને હવે હલકી પ્રથા લેસ્બિયનને ઉત્તેજન આપે તેવાં દૃશ્યો હટાવો.. ખાસ તો બે બહેનોનું ચુંબંનદૃશ્ય કાઢી નાખો જેવી વાતો આવી.

અચાનક ટર્નિંગ પૉઇન્ટ  બધાની જિંદગીમાં આવ્યો અને આવો ટર્નિંગ પૉઇન્ટ હંમેશાં લોસ એન્જેલસમાં જ આવતો હોય છે. પણ  ડબ્બામાં ગયેલી આ ફિલ્મને અમેરિકાનો સર્વોચ્ચ ઓસ્કાર ઍવૉર્ડ મળ્યો.

રૂપા અને પરીને શ્રેષ્ઠ અદાકારાનો ઍવૉર્ડ મળ્યો અને અક્ષર અને અલયને સાઇડ રોલ માટે ઍવૉર્ડ મળ્યો..પ્રિયંકા મેમને સફળ દિગ્દર્શન અને લેખનનો ઍવૉર્ડ મળ્યો. મ્યુઝિક ડિરેક્ટર મનમોહન બાસુ અને આઠેઆઠ ગીતો પોપ્યુલારિટીના આંક આંબી ગયા. બે બહેનોનું યુગલગીત તો પ્લેટિનમ રૅકોર્ડને આંબી ગયું. અંગ્રેજીમાં ફિલ્માયેલ ગીત સમગ્ર વિશ્વમાં ગવાતું થઈ ગયેલું. ત્યાર પછી ભારતમાં ફિલ્મ એવી જબરજસ્ત ચાલી કે પ્રિયંકા મેમને પહેલી વખત રૅકોર્ડ કલેક્શન એક કરોડ મળ્યું.

આ ભાંજગડમાં નહીં પડેલા તાંબે અને રામઅવતાર લગ્નની તારીખો સામે આવતી જોઈ ગળાડૂબ તૈયારીમાં પડ્યા. ત્યારે રૂપા અને પરીએ એક વાંધો લીધો. આ રિસેપ્શનમાં તમારા મિત્રો અને સગાંવહાલાં કેમ? આ લગ્નમાં અમારા મિત્રો જ હોવા જોઈએ ને?

આ લગ્નનો ખર્ચો માબાપે શું કામ આપવાનો? અમારી પાસે પૈસા છે અને તે ખર્ચો અમે જ આપીશું. એટલે મહેમાન અમે નક્કી કરશું. જગ્યા અમે નક્કી કરશું અને વડીલોએ તો બસ અમને હગ કરવાના, આશીર્વાદ આપવાના અને ફક્કડ થઈને લગ્નમાં ફરવાનું.

મેઘા અને જાનકી તેવું નહોતાં માનતાં અને ધૂંધવાતાં હતાં..તેમની દલીલ એ હતી કે આટલાં વર્ષોથી જેટલા ચાંદલા કર્યા હતા તે પાછા લેવાનો આ સમય છે..રૂપા કહે, “જાનકી મા, થોડા હવે તમારા રિટાયર્મેન્ટ માટે તમે પૈસા બચાવો. પણ લગ્નનો ખર્ચો તો હું અને અક્ષર તથા પરી અને અલય જ કરશું. આ દલીલો લાંબા સમય સુધી ચાલી. આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરીને ઇંતજાર હતો. બે વરરાજાઓ અને બે વહુઓ બહુ ધામધૂમથી પરણી ઊતર્યાં..

સંપૂર્ણ

 

 

અત્યાર સુધીમાં આવેલા અભિપ્રાયોની નોંધ નીચે મુજબ છે :

ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.

 

વિજય શાહની નવલકથા ખૂબ સુંદર વિષય લઈને આવી છે. ઝીણવટપૂર્વક વાંચવાની તકલીફ વાચકે જરૂર લેવી પડશે.

હજુ તો હાઇસ્કૂલમાંથી નીકળેલાં છોકરા અને છોકરીને સગાઈના બંધનમાં જકડ્યાં. કલામય રીતે આખું માળખું તૈયાર કરી, બન્નેને તેમજ કુટુંબીજનોને સમજાવી આખી વાતને સજાવીઆખી નવલકથા દરમ્યાન પાત્રોનું પાત્રાલેખન કરવામાં તેમની કલમનો કસબ જણાઈ આવે છેઅનુભવી વાર્તાકાર તેમજ નવલકથાકાર વિજયભાઈ દર વખતે નવી વાત લાવી વાચકોને જકડી રાખવામાં કામયાબ રહ્યા છે.

અંતમાં એવો સુંદર ટર્ન આપી કથાને ને ન્યાય આપ્યો. આજના યુવાનોનું મનોવિશ્લેષણ, તેમની સમજ દાદ માગી લે તેવાં છેતેમને જે પસંદ હોય તે ક્ષેત્રમાં તેમનું યોગ્ય અને સુંદર અનુદાન જણાઈ આવે છે. ૨૧મી સદીનાં બાળકોને પોતાનું સ્વાતંત્ર્ય ખૂબ પ્રિય છે. અમેરિકાનું સનાતન સત્ય છે. જો તમે સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે તો વળતર મળશે તેમાં બે મત નથી. જેને કારણે આજની પ્રજામાતા અને પિતાપર કોઈ ભાર લાદવામાં સહમત નથી. વડીલોને આદર અને સત્કાર આપવામાં પાછીપાની કરતી નથી. તેમને શિક્ષણ મળ્યું, બસ બીજી કોઈ આશા નહીંસ્થળ, સમય અને સંજોગોનું નિરૂપણ નવલકથાના શીર્ષકને અનુરૂપ છેનવલકથાની સફળતાની મનોકામના.

– પ્રવિણા અવિનાશ કડકિઆ( હ્યુસ્ટન)

 

 

.‘ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.

ન્યૂયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃદ્ધ શહેર એટલે લોસ એન્જેલસ.. ફિલ્મી દુનિયાના હોલિવૂડે અહીંની ઇકૉનૉમીને ખૂબ જ ઊંચી કરેલી હતી. અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખૂબ જ મોંઘી. સદાશિવ તાંબે કહેવાય લૅન્ડલૉર્ડ અને સોલી સ્ટુડિયો જેવા ઍપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક ઍપાર્ટમેન્ટમાં તેની ટ્રાવેલ એજન્સી કમ ઍડ એજન્સી ચલાવતો. બાકીનાં ત્રણ ઍપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાકના ધોરણે ભાડે આપતો.  શરૂઆત સરળ, પણ પાત્રો અને વાતાવરણને ગૂંથતા લેખક  આગળ વધે છે ને જેમ જેમ વાંચો તેમ તેમ તમારી આતુરતા વધે છે. વાર્તા ને વાતની શૈલી તમને મંત્રમુગ્ધ કરે છે ને તમે પ્રકરણોમાં ખોવાઈ  જાઓ છો  ખરું  ને !!  ફરી ને ફરી વાંચવાનું મન થાય તેવી શ્રી વિજયભાઈ શાહની વાર્તા અગ્રસ્થાન  પ્રાપ્ત  કરે  છે કે જે સાહિત્યના રસિકોને આનંદપ્રિય જરૂર લાગશે.  પરી-રૂપા, રામાવતાર, સદાશિવ-અલય-પ્રથમ, જાનકી, મેઘા  બધાં પાત્રોની ભૂમિકા રસપ્રદ છે. ખુલ્લા હૃદયે ભજવે છે.  સમજ ને અણસમજની વાતો  આગળ વધે છે કે સપનાની દુનિયામાં જાનકી ને પરી ખોવાય છે…  વાંચો ને જાણો. જાણો ને માણો !!

આપના ધરમાં આવી ગઈ સાહિત્યરસિકો માટે નવીજૂની યાદોથી  ભરપૂર  વાતોવાળી  વાર્તા… પસંદગીની મહોર લગાવતી,  ચિનગારીઓની ચમકમાં પ્રેમની વર્ષા સંગ સોડમ પાથરતા દરેક સંબંધના નામ હોય કે ના હોય પણ વ્હાય સફર ?

આયુષ્યની અયોધ્યામાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો લઈને અક્ષર ને રામઅવતાર સંગ જ્યોતિષ વિદ્યાનો પ્રભાવ ને આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરીનો ઇંતજાર હતો..!! ચાલો ત્યારે માણો ને હાલો અક્ષર, શબ્દ ને શૈલીના ભાવોમાં ફરી  મળવાના વાદા સંગ વિરમું છું.

રેખા શુક્લ (શિકાગો)

.‘ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.

વિજયભાઈ –

હમણાં જ એકી બેઠકે આપની નવલકથા પૂરી કરી. ખૂબ મઝા આવી.. અભિનંદન.

મનસુખભાઈ વાઘેલા (હ્યુસ્ટન)

 

ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.’                                                વિજયની ૧૨મી નવલકથા.. ખૂબ આનંદ થયો. વરસે બે નવલકથા લખતા મારા મિત્રની જ્યારે પણ નવી નવલક્થા મારા હાથમાં આવે ત્યારે સમય કાઢીને વાંચવી ગમે છે. વિષયનું વૈવિધ્ય તેની કલમનું વિશિષ્ઠ પાસું છે. આ વખતનો વિષય લેસ્બિયન ચાહત અને યૌનશોષણ જેવા અઘરા વિષય ઉપર તેની કલમ અમેરિકન લેખકની અદાએ લખાઈ છે.                                                                                                                         હું જે વિજયને ઓળખું છું તે આ વિષયને સ્પર્શવાની હિંમત પણ ન કરત,  જો તે વડોદરામાં લખતો હોત.

અમેરિકાના અનુભવોએ તેને ડાયસ્પોરિક લખાણો લખતો કર્યો છે. જે સારી વાત છે.

શત શત શુભ કામનાઓ!

ડૉ. શરદ શાહ (અમદાવાદ)

 

ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ. .

હ્યુસ્ટન સ્થિત વિજય શાહની ફિલ્મી દુનિયાની આસપાસ વિસ્તરેલી અને ૨૬ પ્રકરણમાં વહેંચાયેલી નવલકથા ‘ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ. એ.’માં અનેક ટર્નિંગ પૉઇન્ટ આવ્યા છે. આ નવલકથાનું મુખપૃષ્ઠ ખૂબ જ સૂચક છે. ચિત્ર ઘણું બધું કહી જાય છે.

લેખકે યુવાન હૈયામાં પ્રવેશ કરીને પાત્રોને જીવંત કર્યાં છે. જેમ જેમ ટર્ન આવે તેમ તેમ વળતાં જઈએ અને વાર્તાને માણીએ ત્યારે વાચક, વાર્તામાંનું એક પાત્ર હોય તેવું ચોક્કસપણે અનુભવે છે. અમેરિકામાં ટીનએજના પ્રશ્નો અને તેના નિરાકરણને એલ. એ. અને મુંબઇની ફિલ્મી દુનિયા સાથે સાંકળીને રંગીન બનાવ્યા છે. કાચી ઉંમરનો પ્રેમ કેવો રંગ લાવે છે! સખીઓનો ગાઢ પ્રેમ, લેસ્બિયન એટેક, ઈશ્વરે તાણેલી મર્યાદાનો સ્વીકાર, વડીલોની બાળકો પ્રત્યેની ચિંતા તેમજ તેના અમલના આગ્રહ વિષેની વાત જેવા અનેક વળાંકને ભારતીય-અમેરિકન રીત-રિવાજો અને રહેણી-કરણીને ફિલ્મી મસાલા અને સાહિત્યનો છંટકાવ કરીને લેખકે વાર્તાને રસપ્રદ બનાવી છે. દરેક ઉંમરની વ્યક્તિએ વાંચવા જેવી વાર્તા કહેવાય. અંતને માણવા માટે વાર્તા વાંચવી રહી.  વિજયભાઈ, આવી સુંદર ડાયસ્પોરિક નવલકથાના સર્જન અને સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.

કલ્પના રઘુ (સાન ફ્રાંસિસ્કો)

 

૬.ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ. .

This is a very unique and  easy going story authored by great  author Mr.Vijay Shah.

The subject of homo sexual characters are very well covered by the 

Way of filmy media and has  tried to convince the root cause 

  on lesbian type of relationships occurred, mainly due to lack of self confidence, through the astrological facts with Astro-remedies too  ! 

( especially being spread  as an advance  fashion over the western countries like America ! )

The story, therefore has  become a very interesting and worth reading at one go !

I  appreciate and wish Vijay Shah   my ever best wishes for  a story on  such a bold subject with a commanding lucid Gujarati language.

Anil Shah ( NRI Astrologer )

૭– ટર્નિંગ પોઇંટ ઇન એલ. એ.

કથા સરસ છે. પકડી રાખનારી પણ ગણાય. સંવાદોને કારણે જીવંત બને છે. લેખક વચ્ચે આવતા નથી તે સારું પાસું છે.

પાત્રોમાં પરીનું પાત્ર વધુ સારું ઊપસ્યું છે. મેમ દ્વારા અપાયેલા પાઠો પણ તમારું ચિંતન બતાવે છે. પાત્રો તથા કથાના વાતાવરણને અનુરૂપ વિગતો તથા કેટલીક સંબંધિત બાબતો ઉપરાંત વ્યક્તિના મનની કેટલીક ઝીણવટ પણ દેખાય છે.

રૂપાનું પાત્ર તેજસ્વી છે પરંતુ તે લેખક દ્વારા ચલાવાતું દેખાય છે. પ્રસંગો બહુ જ ઝડપથી આવે છે ને પૂરા થાય છે. કથાનાં પ્રકરણોના પ્રમાણમાં બનાવો બહુ ઝડપથી આટોપી લેવાય છે. એકંદરે કથા મજાની છે. નવલકથાના સ્વરૂપ અંગે હજી વધુ જાણકારી અને પ્રયત્ન તમને મોટી સફળતા અપાવશે તેમાં શંકા નથી

અભિનંદન સાથે – જુગલકીશોર વ્યાસ

વિજય શાહનાં સર્જનો

 

નવલકથાઓ

 

૧. ટહુકા એકાંતના ઓરડેથી

૨. આંસુડે ચીતર્યાં ગગન

૩.દુર્લક્ષ્ય

૪. પત્તાનો મહેલ

૫. રઝળપાટ

૬. નદી ફેરવે વહેણ

૭. સેતુ

૮. આપવું એટલે પામવું

૯. સપ્તપદીની પ્રતિજ્ઞાઓ

૧૦ વંશજ

૧૧. અય વતન

૧૨. ટર્નિંગ પૉઇન્ટ ઇન એલ.એ.

 

 

હેતુલક્ષી પુસ્તકો

 

૧. નિવૃત્તિની પ્રવૃત્તિ

૨. નિવૃત્તિનું વિજ્ઞાન

૩. મન કેળવો તો સુખ, ના કેળવો તો દુઃખ

૪. અંતિમ આરાધનાની પળે

૫. વસવાટ વિદેશે

૬ નિવૃત થયા પછી

 

કાવ્ય સંગ્રહો

 

૧. હું એટલે તમે

૨. તમે અને મારું મન

૩. મારાવિશ્વમાં આપણે

૪. તમે એટલે મારું વિશ્વ

૫. વા ઘંટડીઓ

 

વાર્તા સંગ્રહો

 

૧. અમે પથ્થરના મોર, કેમ બોલીએ?

૨. ફરી પાછું એ જ પ્રશ્નાર્થચિહ્ન

૩.વૃત્ત એક, વૃત્તાંત અનેક

૪. તારા વિના મારું શું થશે?

૫. ઊજળી રાતમાં કાળા પડછાયા

૬. વીજળીના ઝબકારે

૭. રાહ અને ચાહ

૮. વાર્તા સંપુટ (ડાયસ્પોરા)

૯ સમય સારણી

 

 

 

અન્ય પ્રકાશનો

 

૧.વિચાર વિસ્તાર

૨.કાવ્ય રસાસ્વાદ

૩.સત્તર અક્ષરનો આનંદ(હાઇકુ)

 

સહિયારાં સર્જનો

નવલકથાઓ (મુખ્ય લેખક તરીકે)

૧. અનોખી રીત પ્રીતની

૨. અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ

૩. જીવન સંધ્યાએ

૪. જીવન ફુગ્ગા મહીં સ્થિર થયેલી એક ફૂંક

૫. પ્રીત ન કરિયો કોઈ

૬. પુનઃલગ્નની સજા

૭. સહિયારું સર્જન

૮. શૈલજા આચાર્ય

૯. લલિત શાંતિકુંજ

૧૦. નયનોના કોરની ભિનાશ

૧૧. પતંગિયું

 

સહિયારાં સર્જનો, લલિત નિબંધો અને અન્ય પ્રયોગો

 

૧. લીલીવાડી જુએ જે જન

૨.પંચાજીરી

૩. પ્રાયોગિક નવતર લખાણો

૪. સાહિત્ય સંવર્ધનોનો સફળ પ્રયાસ- સહિયારું સર્જન

૫. શબ્દસ્પર્ધા

૬. વરિષ્ઠ નાગરિકનું સુખ

૭. વરિષ્ઠ નાગરીકનું સુખ-હકારાત્મક અભિગમ

૮.સત્તર અક્ષરનો આનંદ(હાઇકુ)

૯. દ્વિપદી (મુક્તક) પર ગદ્યસર્જન

 

 

 

આભાર

“સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧” : રાધેશ્યામ શર્મા

બહુમાન :

સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મૂક્યાં બદલ ૩૫ લેખકોને લિમ્કા ઍવૉર્ડ મળ્યો !

પ્રાપ્તિસ્થાનઃ

એમેઝોન

કિંડલઃ