કંકોત્રી

કંકોત્રી  પ્રવીણા કડકિયા

વડોદરાની વાંકી નારી. વિભા અને વડોદરા બંનેની રાશી  એક. ધામધુમથી ઉજવાયેલા લગ્ન, હાથની મહેંદીનો રંગ હજુ ઝાંખો પણ નહોતો થયો. સુરીલી શરણાઈના મધુરા સૂર કાનોમાં ગુંજી રહ્યા હતાં. જનની જન્મભૂમી છોડી અમેરિકા જવાનું, ઉત્સાહ હતો કે રંજ સમજી શકતી ન હતી!  ખેર, હવે તો જ્યાં અતુલ ત્યાં વિભા એમાં શંકાને સ્થાન ન હતું.

વિભા ‘એર ફ્રાંસ’મા પેરિસ થઈને જ્યારે અમેરિકા ગઈ ત્યારે બોર,  બોર જેવડા આંસુ સારતી. ક્યાં વડોદરાની રંગીલી જીંદગી અને ક્યાં દસ હજાર માઈલ દૂર અમેરિકા! લગ્ન કર્યા પછી. ‘ઘર જમાઈ’ જોઈતો ન હતો. એટલે પાંચ ભાઈઓની લાડલી નાની બહેન ‘પીકે ઘર ચલ દી’.

અમેરિકાની ધરતી પર પગ મૂકતાંની સાથે,’ ઓ બાપરે આટલો બધો બરફ અને આવી ઠંડી’! પહેલીવાર અમેરિકા આવી , ડિસેંબર મહિનો અને શિકાગોની ધરતી ! ‘અતુલ, હું તો વળતા પ્લેનમાં બેસી પાછી મારા વડોદરા જવાની.’

‘ભલે, પણ અત્યારે તો ઘરે ચલ. તારો, લાંબી મુસાફરીનો થાક ઉતાર. નહી ગમે તો કાલે પાછો તને વળાવીશ અને હું પણ તારા પપ્પાને ત્યાં આવી ધામા નાખીશ, પ્રિયે!’ અતુલના વાત કરવાના ઢંગ જોઈ વિભા ખુશ થઈ ગઈ.  એરપૉર્ટથી બહાર નિકળ્યા. વિભાને તકલિફ ન પડે તેથી અતુલે આજ માટે ‘લિમો’ રેન્ટ કરી હતી. તેને ખબર હતી આટલી બધી ઠંડીમાં વિભા ઠરી જશે. એ તો છેલ્લા ચાર વર્ષથી શિકાગો હતો. ત્યાંની ઠંડીથી ટેવાયેલો હતો.   વિભા લગ્ન  પછી આવી રહી હતી.   ઠંડીનો ચમકારો માણે તેથી મસૂરી અને નૈનીતાલ હનીમૂન પર ગયા હતાં.

ઘરમાં આવતાં વિભા બોલી,’ આ ઘર છે, કે હૉટલ?  ઘરમાં વૉલ ટુ વૉલ કાર્પેટ. બાથરૂમમાં પડદા. ભાડાનું અપાર્ટમેંટ હતું, ત્યાં નીચે દરવાન. લિફ્ટમાં ત્રીજે માળ જવાનું.  ડાઈનિંગ ટેબલ, સોફા, તેની બાજુમાં બે સુંદર લેંપ અને બેડરૂમમાં મજાની રજાઈ અને મોટું મસ ડ્રેસિંગ ટેબલ.’ અતુલે વિભાને ઈંપ્રેસ કરવા માટે મહેનત સારી એવી કરી હતી. ચાર વર્ષથી એકલો રહેતો હતો એટલે ટેવાયેલો પણ હતો.

વડોદરામાં બંગલામાં રહેતી હતી. માળી, નોકર, ચાકર, અને ડ્રાઈવર પણ ઘરમાં હતાં. ઘર, ઘર જેવું લાગતું. બારી બારણા ખુલ્લા, રસ્તા પર ચહલ પહલ અને જાતજાતના અવાજ. જ્યારે અંહી બારી બારણા બંધ, રસ્તા પર ચકલુંયે દેખાય નહી  અને સોય પડે તો પણ સંભળાય તેવી વાતાવરણમાં પ્રસરી રહેલી શાંતિ.

અતુલ તો વિભાના હાવભાવ   જોવામાં અને મુખેથી નિકળી રહેલી વાણી સાંભળવામાં તલ્લીન હતો. વળતો જવાબ આપવાનું જરૂરી ન લાગ્યું. ઘરમાં નવી નવેલી દુલ્હન સાથે પ્રવેશતાંની સાથે વિભાને આલિંગન આપ્યું.  વિભાએ જ્યાં ઘરમાં દાખલ થવા પગ ઉઠાવ્યો ત્યાં અતુલે તેને પ્રેમથી ઉંચકી લીધી.  વિભા વળતો કાંઈ પણ પ્રતિભાવ આપે તે પહેલાં તેના હોઠ ઉપર હોઠ પ્રેમ પૂર્વક ચાંપ્યા.

વિભા બધું ભૂલી, અતુલનો પ્યાર માણી રહી. લગ્ન પછી એક મહિનામાં અતુલ અમેરિકા આવી ગયો હતો. ત્યાર પછી બધા જરૂરી કાગળો અને વિઝાની વિધિ પૂરી  થતાં ત્રણ મહિના નિકળી ગયા હતાં. વિયોગ સાલ્યો હતો. જે આજે અતુલને મળવાથી પળમાં વિસરાઈ ગયો.

અતુલ પણ કાંઈ પાછો પડે તેવો  હતો?  બધું  ખાવાનું  બહારથી લાવી  સર્વિંગ  બોલમાં કાઢી ઑવનમાં મૂક્યું હતું. બે જણા માટે સરસ ડાઈનિંગ ટેબલ સજાવ્યું હતું. પ્રિયતમા પ્લસ પત્ની માટે સરસ મઝાનો ફુલોનો ગુલદસ્તો પણ મુસ્કુરાઈને આવકાર આપી રહ્યો હતો. વિભાનું  મોઢું આવું સરસ ‘વેલકમ’ જોઈ પહોળું થઈ ગયું.

અતુલ માસ્ટર્સ ઈન કેમિકલ એંન્જીનયરીગ અને પોતે એમ.બી.એ. અમેરિકામાં વસવાટ માટે આનાથી વધારે શું જોઈએ?  ભારતની વડોદરાવાસી વિભા પાકી અમેરિકન રંગે રંગાઈ ગઈ. કપડાં, બોલવું , ચાલવું અને વર્તન ખૂબ સુંદર.  માત્ર સોનાનો ઢોળ ચડ્યો હતો. દિલ અને સંસ્કાર પવિત્ર માતૃભૂમિ ભારતના રહ્યા હતાં. સુખી ઘરની હોવાથી તેને અમેરિકામાં માતા, પિતા અને ભાઈઓના પ્યારની કમી લાગતી.

અતુલ તેને પ્યારથી ગુંગળાવી નાખતો જેથી એ કમી વિભા વિસરી જતી. વિભા હમેશા માનતી, ‘મને બંને સંસ્કૃતિનો સમન્વય કરવાનો લહાવો સાંપડ્યો છે’. ભૂલી ગઈ પાછું વડોદરા જવાનું! હા, દર વરસે માતા, પિતા અને પાંચે ભાઈઓને મળવા જરૂર જતી. અતુલને ભારત ઉપર બહુ લાગણી ન હતાં.  તેના મમ્મી પપ્પા અમેરિકામાં વર્ષોથી હતાં. દાદા અને દાદી તેમ જ નાના અને નાની અંહી  આવી  વસ્યા. અંતિમ સંસ્કાર પણ અમેરિકાના ફ્યુનરલ હૉમમાં પામ્યા.

આ તો લાટ સાહેબ ભારત ફરવા ગયા હતાં. આગ્રાનો તાજમહા જોવા ગયો હતો. વિભા બહેનપણીઓ સાથે ત્યાં આવી  હતી. વિભાની વાચાળ પ્રકૃતિ, સોહામણું વ્યક્તિત્વ અને છટાભર્યા તેના હાવભાવ અતુલને ગમી ગયા. વિભાને પણ અતુલ પહેલી નજરે દિલમાં વસી ગયો હતો. હજુ પંદર દિવસ ભારતની ટુરના બાકી હતાં. સારા કામમાં વિલંબ શાને? પ્યાર હુઆ એકરાર હુઆ અંતે શાદી હો ગઈ.

આજે લગ્નની ૩૦મી વર્ષગાંઠ ઉજવી. વિભાના, મમ્મી અને પપ્પા ૭૦ની નજીક પહોંચ્યા હતાં . સુઝી અને નીલ  સ્ટડી પુરું કરી નાના અને નાનીના આશિર્વાદ લેવા ભારત જવા માટે એક્સાઈટેડ હતાં. અતુલ અને વિભાએ વિચાર્યું જો આખું ફેમિલી જઈએ છીએ તો પાછાં મસૂરી અને નૈનીતાલ પણ ફરવા જઈશું. પાછા આવ્યા પછી બંને છોકરાઓ તેમના ફિલ્ડમાં જોતરાશે તો આવો સુનહરો લહાવો ફરી નહી મળે. ૨૮ વર્ષનો નીલ અને ૨૫ વર્ષની સુઝી.

રાતના ડીનર ટેબલ પર બધા બેઠાં હતાં. આટલા વર્ષોના વસવાટ પછી લાઈફ વૉઝ વેરી કમફર્ટેબલ હતી. ઘરમાં ‘લીવ ઈન મેઈડ’ સરસ રીતે વિભાએ ટ્રેઈન્ડ કરી હતી. શાંતિથી ડીનરની મઝા માણી રહ્યા હતાં. કેટલાય દિવસથી વિભાના મનમાં એક વિચારે જન્મ લીધો હતો. મીઠી મુંઝવણમાં હતી. બધાને જણાવવો કે વિચારને મનમાંથી હડસેલી કાઢવો! અંતે હિમત કરી.’ અરે, નહી ગમે તો હસી કાઢશે? મને કોઈ ફાંસી તો નહી આપે ને’?

વિભા ડીનર સર્વ થતું હતું ત્યાં બોલી, ‘જો સહુને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મારું એક સજેશન છે!’ અતુલ ચમક્યો. વિભાએ કશી વાત તેને કરી ન હતી. બાળકોના દેખતાં કોને ખબર શું કહેશે?

જો પોતે એગ્રી નહી થાય તો પછી બેડરૂમમાં તેને પ્રાઈઝ પે કરવું પડશે. જો એની વાતમાં દમ હશે તો હું એની હા માં હા ભણીશ! નહી તો ? એ પ્રશ્નાર્થ તેની સામે ડોળાં ફાડીને ઉભો હતો. કાંઈ પણ બોલ્યા વગર નીચું જોઈને ડીનરની મોજ માણવા લાગ્યો.

વિભાની સામે નજર પણ ન માંડી.

સુઝી અને નીલ એકસાથે બોલ્યા, ઓ. કે. મૉમ , વૉટ ઈઝ યોર આઈડિયા. પ્લીઝ ડુ નોટ ટેઇક ટુ લોંગ’!

વિભા, અતુલે કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપ્યો તેથી કહે,’ મે બી નેક્સ્ટ ટાઈમ.’

હવે અતુલને બોલ્યા વગર કોઈ ઑલ્ટરનેટ ન હતો, ‘હની જસ્ટ સે ઈટ’. અમે બધા જો આઈડિયા સારો હશે તો  સપ્રેમ વધાવી લઈશું.

સુઝી અને નીલનું એક સુખ હતું બંને ભાઈ બહેન ગુજરાતી બધું સમજતાં. બોલવાનું ,વન્સ ઈન અ વ્હાઈલ. વિભા હસી રહી. ‘આપણે બધા સાથે ઈન્ડિયા જઈએ છીએ. મને વિચાર આવ્યો, હું થોડી વહેલી જાંઉ અને ત્યાંના લોકલ ‘ગુજરાત સમાચાર’માં જાહેરાત મુકું.’

‘ફોર વૉટ મૉમ’?” ‘ગર્લ ફોર નીલ અને બૉય ફોર સુઝી.’

‘મૉમ, આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ’.

‘વાય’? ‘

“મમ્મી ભારતના છોકરા અને છોકરી અંહીની લાઈફમાં કેવી રીતે એડજ્સ્ટ થશે?’ સુઝી અને નીલ બંને ગુજરાતી જાણતા પણ બહુ બોલતાં નહી. અત્યારે મમ્મીને પોતાના વિચારો સ્પષ્ટ જણાવવા ગુજરાતીમાં એક પણ ભૂલ વગર બૉલ્યા.

‘અરે, હું તમારા પપ્પાને પરણીને વડોદરાથી શિકાગો આવી. શું મને વાંધો આવ્યો? આપણે બધાં સુખી છીએ ને ?’

‘મૉમ ,ટાઈમ ઈઝ ડિફરન્ટ નાઉ’. ‘

“અતુલ, વૉટ ડુ યુ થિંક ? પ્રયત્ન કરવાનો નહી ફાવે તો લગ્ન કરવાના નહી. આ તો ગમે અને અનૂકુળ હોય તો ?” ચર્ચા લગભગ એક કલાક ચાલી.

અંતે એવરી બડી એગ્રીડ. વિભા બે મહિના પહેલાં વડોદરા જાય, બધું પ્લાનિંગ કરે, સરખું હોમવર્ક કરે અને અંતે જો ગમે તો મળવાનું અને આગળ વાત ચલાવવાની.

નો ફોર્સ, જબરદસ્તી નહી ! અતુલને થયું , ‘ચાલ જીવ હવે તું બેડ રૂમમાં સેફ છે. નિરાંતે સૂવા મળશે.’ ખોટા ભ્રમમાં રાચતા અતુલને બે કલાક વિભાના વિચારો સાંભળવા પડ્યા. જરૂર પડે ફીડ બેક પણ આપવું પડ્યું.’

આખરે, “હની ,આજે સવારે મિટિંગ છે. કેન આઈ ગો ટુ સ્લીપ નાઉ?’ કહી લાઈટ બંધ કરવાની પરવાનગી મેળવી લીધી. વિભા હવે પાર્ટ ટાઈમ કામ કરતી. તેનું ઘણું બધું કામ ઘરેથી કમપ્યુટર પર થતું તેથી તેને ઉઠવાની ઉતાવળ ન હોય!

નીલ અને સુઝી ગ્રોન અપ ચિલડ્રન હતાં  તેથી નો પ્રોબ્લેમ. સુઝીને કોણ જાણે કેમ નાનાપણથી ડૉક્ટર હસબન્ડની લગની લાગી હતી. નીલને પોતાને આર્કિટેક્ટમાં મનપસંદ યુનિવર્સિટીમાં એડમિશન ન મળ્યું તેથી વાઈફ તે ફિલ્ડની મળે તેવી ઉંડે  ઉંડે ઈચ્છા ખરી.

માત્ર અતુલને જવાનું હોય! વિભાની મિસ મારિયા ટ્રેઇન્ડ હતી તેથી ઘરની ચિંતા ઓછી હતી. ભારત જવા માટે શોપિંગ ચાલુ કર્યું . અઠવાડિયામાં તો વડોદરા આવી પહોંચી. ભાઈઓની ઓળખાણ અને પિતાજીની શાખ કામ બહુ સરસ રીતે ચાલુ કરી દીધું.

વિભાને મનમાં એક આશા હતી કે મારા બધા ભાઈઓનો પરિવાર વડોદરામાં છે. જો મારા બંને બાળકો અંહી લગ્ન કરે તો તેમને ભવિષ્યમાં પણ ભારત આવવાની સરળતા રહે. તેમના સાસરા પક્ષવાળા અંહી હોય તો દેશનું ખેંચાણ રહે. વિભાએ આવતાંની સાથે વડોદરાના ‘ગુજરાત દર્પણ’ અને ‘મિડ ડે’માં સરસ મઝાની આકર્ષક એડ. છપાવી.

તેને સાંભળવા મળ્યું હતું કે હવે ભારતથી છોકરાં યા છોકરીઓને અમેરિકા આવવામાં રસ ઘટી ગયો છે. ભણેલાં અને સારી ડિગ્રીવાળા હોનહાર વ્ય્ક્તિઓને દેશમાં ખૂબ ભારેખમ પગાર મળે . અમેરિકા આવી બધું જાતે કામકાજ કરવાની તૈયારી જુવાનીયાઓની હોતી નથી! . મમ્મીની વાત ઉપર વિચાર કરી બંને ભાઈ બહેન ‘એગ્રી’ થયા પણ એક શરતે ,જો ગમે તો? ‘વર્ક આઉટ’ થાય તો?’

સુઝીને ડૉક્ટર અને નીલને આર્કિટેક્ટ ગર્લમાં ઈનટરેસ્ટ હતો. પહેલી શરત ભણતર અને બીજી દેખાવ. પૈસાની તેને બહુ પડી ન હતી. દહેજ ના નામથી તેની આંખે અંગારા ઝરતાં. વર્ષોથી અમેરિકામાં હતી. સુઝી અને નીલ બંને અમેરિકન બૉર્ન હતાં. વિભાએ મેરેજ બ્યુરોનો કૉનટેક્ટ કર્યો. સફૉસ્ટીકેટેડ એરિયામાં ‘મેરેજ બ્યુરો’ ચલાવતાં મિસ્ટર અને મિસિસ દાણીનો સંપર્ક કર્યો. વિભાને તેમની સ્ટાઈલ પસંદ આવી. ‘ગુજરાત સમાચાર’ અને ‘મિડ ડે’માં માત્ર બે દિવસ માટે ‘એડ રન’ કરવી પડી. કુટુંબના સંબંધને કારણે. બાકી દાણીનો મેરેજ બ્યુરો યોગ્ય લાગ્યો.

ડૉક્ટર અને આર્કિટેક્ટ બંને ફિલ્ડ સિલેક્ટીવ હોવાને કારણે ઉમેદવારોની સંખ્યા બહુ ન હતી. છતાં પણ વિભા જરાય ઉતાવળ કરવા માગતી નહી! વિભાને થતું પોતાના કુટુંબને શોભે અને ઘરને શોભાવે એવા પાત્ર જણાય તો જ વાત આગળ ચલાવવી. મતલબ છોકરાંઓ અને અતુલને ‘સ્કાઈપ’ ઉપર બોલાવી બધી વાત વિગતવાર કરવી.

કામ તો મુશ્કેલ હતું. ઘણા બધા ઉમેદવાર આવ્યા. ચોખ્ખી અને ચટ વાત લખેલી હતી છતાં દાણી દંપતિ કોઈકવાર સારું પાત્ર જોઈને જ્યારે વિભાને જણાવતાં ત્યારે, વિભાએ ભાર પૂર્વક કહેવું પડતું , છોકરો ડૉક્ટર ભણી ચૂકેલો જેથી અમેરિકા જઈ તેને સીધી ‘યુ. એસ. એમલી’ના ચાર સ્ટેપ પૂરા કરવા પડે.

આર્કિટેક્ટ છોકરી હોય તો બેઝિક રિક્વાયરમેન્ટ્સ અને ફૉર્માલિટીઝ પતાવી લાઈસન્સ મેળવી શકે. પૈસાની ચિંતા કરવાની નથી. સુઝી અને નીલ કામે વળગી ગયા હતાં.એમ.બી.એ. ભણેલી સુઝી અને ફાયનાન્સમાં માસ્ટર્સ નીલે કર્યું હતું.

મમ્મી અને પપ્પાનું મન રાખવા ભારત આવવાના હતાં તેથી યોગ્ય પાત્રને મળવાની તૈયારી બતાવી. બાકી તેમેનું ફ્રેંડ સર્કલ ખૂબ સરસ હતું. બંને ભાઈ બહેન  કૅરિયર બનાવવામાં મગ્ન હતાં તેથી કોઈની સાથે સિર્યસ ન હતાં. બાકી ફ્રેંડ્સની કમી ન હતી. સારું થયું કે મમ્મીને બે મહિના આગળ ભારત બધું પ્રી-પ્લાનિંગ કરવા મોકલી હતી.

બાકી અંહીની રીતભાત જો નજરે જોઈ હોત તો બંને ભાઈ બહેને કદી સંમતિ ન આપી હોત. વિભા જાણતી હતી તેથી આડી અવળી કોઈ પણ વાત અતુલને પણ જણાવતી નહી. ફિંગર ક્રોસ  રાખતી કે કામ સરખી રીતે પાર પડે.  આવ્યાને હજુ પંદર દિવસ થયા હતાં કામ ચાલુ હતું—————-

કંકોત્રી () પ્રવીણા કડકિયા

 

વિભા વંટોળિયાની જેમ ફરી વળી. જાહેરખબર આપીને એને એમ થયું કે અડધો જંગ જીતી ગઈ. અતુલને અમેરિકા બધા સમાચાર આપ્યા. સુઝી અને નીલતો ખૂબ એક્સાઈટેડ થઈ ગયા. વિભાને પોતાના બાળકો ઉપર ભરોસો હતો. તે કાંઈ પ્રેશર કરવાની ન હતી.  બંને ભાઈ અને બહેન મમ્મી ઈંડિયા જઈ શું ડ્રામા કરી રહી છે તેની વાતો કરતાં થાકતા નહી. સુઝી અને નીલ મમ્મી અને પપ્પાને કહેવા માંગતા હતાં કે  તેઓ ધારે છે એવું હવે ઈન્ડીયા રહ્યું નથી.  બંને ભાઈ બહેનના  ઈંડિયાથી અમેરિકા ભણવા આવેલાં  ફ્રેંડ્સ હતાંતેમની લાઈફ સ્ટાઈલ જોઈને થતું આ લાટ સાહેબના છોકરાઓ અંહી કેવી રીતે સમાઈ શકે. ‘ધ વે ધે વર સ્પેન્ડીંગ મની વૉઝ અનબિલિવેબલ.’

‘આઈ થીંક મૉમ ઈઝ, કુ કુ.’

સુઝી, અપ સેટ થઈ ગઈ.

‘ઓ  માય ડીયર બ્રો, ડુ  નૉટ.ટૉક અબાઉટ મૉમ લાઈક  ધેટ.’

‘વાય   નૉટ?’

‘વૉટ કાઈન્ડ ઓફ  ડ્રામા શી  ઈઝ ડુઈંગ ઈન ઈન્ડિયા?’

અતુલ બંને જણાની  વાતો   ડિનર ટેબલ  ઉપર સાંભળી રહ્યો હતો. વચમાં બોલવાનું યોગ્ય ન લાગ્યું. બંને બાળકોના મનમાં શું ચાલે છે તે જાણવાની આ સોનેરી તક હતી. બાળકો મોટા થયા પછી આ લહાવો જલદી સાંપડતો નથી. એક વાર બાળકો કૉલેજમાં જાય પછી તેઓ ઘરે મહેમાનની જેમ આવે. વિભા હતી નહી એટલે અતુલ ખુબ ખુલ્લા દીલે બાળકો સાથે વાત કરી શક્તો. તેણે ચોખ્ખું કહ્યું હતું ,’ તમને ગમે તો જ આપણે મેરેજ કરવાના છે. જરા પણ કોમ્પ્રોમાઈઝ  અને ફોર્સ અપ્લાય નહી કરીએ’. નીલ અને સુઝી પપ્પાની વાતથી સેટીસફાઈડ થયા. પપ્પા સાથે ઓપનલી બધી વાત કરતાં.

પાંખ આવે ને પંખી માળો છોડી જાય તેવા હાલ હોય. આ તો નસિબ માનો કે બંને ભાઈ , બહેન પોતાની કૅરિયરના જૉબ ચાલુ કરે તે પહેલાં સાથે રહેવાય એ ઈરાદાથી ઘરે આવ્યા હતાં. અમેરિકામાં જન્મેલા, ભણેલાં અને મોટા થયેલાં ભારતિય પરિવારના બાળકો હજુ પ્યારના  તાંતણે બંધાયેલાં  છે.  તેઓ માતા પિતાએ કરેલી તેમના ઉછેર  માટેની કાળજીની કિંમત  કરે છે. તેમની પ્રેમ પ્રગટ  કરવાની રીત અલગ હોય. તેમના પર અમેરિકાની અસર રહેવાની. જે ખરેખર પ્રસંશનિય છે. સત્ય એ છે કે  માતા અને પિતા તેમની આંખોના  ભાવ વાંચી શકે છે. બંને ભાઈ બહેન ખૂબ કેરફુલ હતા. વર્ષો પછી પાછાં ઘરમાં સાથે રહેવા આવ્યા હતા. કૉલેજ લાઈફમાં માત્ર વેકેશન પૂરતાં આવે અને પાછા ઉડી જાય. મમ્મી તેમનું ભાવતું બધું બનાવે અને મોજ માણે.  હવે લાઈફનો નવો ફેઝ ચાલુ થવાનો હતો.

‘ડેડ, ટુ ડે વી આર હેવિંગ ગુડ પિઝા, લેટ્સ ગો ફોર ડિઝર્ટ એટ’ હાઉસ ઓફ પાઈઝ’.

‘ઓ.કે. હૉપ ઈન ધ કાર.’ અતુલને પણ હાઉસ ઓફ પાઈઝની  સ્વિટ્સ ભાવતી.

બધા સાથે એપલ પાઈ ખાવા નિકળ્યા.

હે ગાય્ઝ, ‘મમ્મી ઈન્ડિયામાં ખૂબ હાર્ડ વર્ક કરે છે. ત્યાં જઈએ પછી તમે બંને જણા મમ્મીને  રિસપેક્ટ આપજો. તમને ગમે તો જ આપણે આગળ વાત ચલાવીશું. કોઈ જબરદસ્તી નથી.’

‘યસ, પપ્પા’, બંને જણા એક સાથે બોલી ઉઠ્યા.

‘બટ ડુ યુ નૉ પપ્પા, ઈંડિયાના યંગ ચિલ્ડ્રન અમેરિકાની રિયાલિટી  નથી જાણતાં. તેઓ અંહીના ચિલ્ડ્રનની  માફક રિસપૉન્સિબલ નથી હોતાં!’

નીલ બોલી ઉઠ્યો. પપ્પા ,’ વી વિલ મીટ ધેમ . આઈ નૉ, મમ્મી ઈઝ પુટિંગ સો મચ એફર્ટ. લેટ મી ટેલ યુ ધ  ટ્રુથ, આઈ હેવ અ ગર્લફ્રેંડ બટ નોટ સિર્યસ અબાઉટ હર. ગેટિંગ માય ડીગ્રી વૉઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી ‘!

‘હા, બેટા આઈ અન્ડરસ્ટે ન્ડ ધેટ. લેટ્સ મૉમ ટુ બી હેપી. ઈફ ઈટ વર્ક્સ, ઈટ ઈઝ ઑ.કે.  ઈફ ઈટ ડઝ નૉટ વર્ક ધેટ ઈઝ ઓ.કે. ટુ. જસ્ટ કીપ ઓપન માઈન્ડ.’

‘યસ, ડેડ.’

બંને બાળકો ફુલ ફ્લેજ એડલ્ટ હતાં તેથી અતુલ ખૂબ સાચવીને તેમને તૈયાર કરી રહ્યો હતો. સુઝી અને નીલ વાકેફ હતાં કે ભારતના જુવાનિયાઓની મનોદશા કેવી હોય છે. ભાઈ, બહેનને અને બહેન, ભાઈને પોત પોતાનાં ઈન્ડિયાના અનુભવોની વાત કરતાં હતાં. તેથી તો બંને નો આગ્રહ હતો કે છોકરો ડૉક્ટર અને છોકરી આર્કિટેક્ટ હોય તો જ મળીશું. મનમાં થતું કે ભણેલા હશે તો તેમનું થિંકિંગ થોડું બ્રૉડ હશે. અમેરિકા આવીને એડજસ્ટ થવામાં વાંધો નહી આવે ! જો કે આ તો બધા હવાઈ કિલ્લા હતાં. હકિકત તો ભવિષ્ય જણાવશે!

વડોદરા જઈએ પછી જોયું જશે!  સુઝી અને નીલે વિચાર્યું ‘વી વિલ ક્રોસ ધ બ્રિજ વેન ઈટ કમ્સ’. ફ્રી ટાઇંમ  હતો એટલે જૂના દોસ્તોને મળી પાર્ટીમાં બીઝી રહેતાં. મમ્મી સાથે ફૉન ઉપર વાત થાય ત્યારે તેને નિરાશ ન કરવાનું ધ્યાન રાખતાં. મનથી સંપૂર્ણ તૈયારી કરી હતી. ખબર નહોતી પડતી કે શું થશે? મમ્મીને કેવી રીતે કહેવું યા સમજાવવું કે શું આ પૉસિબલ છે?  સુઝી અને નીલ લવ ધેર પેરન્ટ્સ અ લોટ. ધે બોથ રિસપેક્ટ ધેમ ફ્રોમ ધ બૉટમ ઓફ ધેર હાર્ટ.  ઘર છોડીને છેલ્લાં દસ વર્ષથી રહેતાં હતા. જસ્ટ કન્ફ્યુસ્ડ થયા કે કેવી રીતે સિટ્યુએશન હેંડલ થશે તેની ફિકર રહેતી!

પપ્પા, વિચારતા કે નીલ અને સુઝી બંને ફોન ઉપર તો એટલિસ્ટ નિરાશાજનક વાત નથી કરતાં. વિભા તો લિસ્ટ બનાવવામાં વ્યસ્ત રહેતી. ઘણાં બધા ઉમેદવાર હતાં. ઘણાને મળી પણ ખરી. પોતાના બાળકોની પસંદગી જાણતી હતી તેથી ધીરે ધીરે લિસ્ટ નાનું થવા લાગ્યું. અંતે ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનું નાનું લિસ્ટ ફાઈનલ ડિસિઝન માટે   તૈયાર કર્યું. તેમની આવડત, હોંશિયારી આકર્ષક લાગ્યા. અમેરિકા આવી સરસ રીતે એડજસ્ટ થવાની તૈયારી દાદ માગી લે તેવી હતી. ત્યાં આવીને ઉજ્જવળ ભવિષ્ય, ઝળહળતી કારકિર્દીને તેમને તમન્ના હતી.

વિભા ખૂબ સુંદર રીતે પરિસ્થિતિ સંભાળતી હતી. ભાઈઓ વિભામાં આવેલા પરિવર્તનને દાદ આપતાં. બધી ભાભીઓને વિભા સાચું અને સારું માર્ગદર્શન પૂરું પાડતી. ભાભીઓને વિભા બહેન પોતાના પગ પર ઉભા રહી પોતાનું ધાર્યું કામ કરાવવાની   સાચી સલાહ આપતી. તેમનું યોગદાન ભાઈઓના જીવનમાં મહત્વનું છે એ સમજણ આપી ! ભાભીઓને  આ વાત બહુ ગમી. વિભા બહેનને બધી વાતે પોતાનો સાથ પૂરો પાડતાં. જો બધું સમુંસૂતરું ઉતરે તો લગ્ન ટાણે જરાય મુંઝાતા નહી એવી  ધીર બંધાવતાં. આમ વિભાનું કામકાજ પ્લાનિંગ પ્રમાણે સરસ રીતે પાર પડી રહ્યું હતું.

હવે અતુલ , સુઝી અને નીલને આવવાને માત્ર બે દિવસની વાર હતી. શરૂઆતના બે દિવસ ઘરમાં સહુને મળવા માટે અને મુસાફરીનો થાક દૂર કરવા રાખ્યા. ‘જેટ લેગ’ પણ લાગે તેથી ફ્રેશ થઈ જવાય.

મમ્મી, આવતાંની સાથે સુઝી બોલી ઉઠી. ‘તું હમણાં કોઈને પણ મેળવવા માટે ઉતાવળ નહી કરતી. એક અઠવાડિયું હું અને નીલ, કઝીન્સ સાથે તેમના ફ્રેંડ સર્કલમાં રખડશું. જોઈશું અને પછી કોઈને મળીશું.’

‘મૉમ તેં અમારા આવતાં પહેલાં કશું કોઈને કહ્યું નથી ને? અમારા આવવાના બ્યુગલ નથી વગાડ્યાને’?

વિભા. નૉ . આઈ નૉ યુ ગાય્ઝ લાઈક ટુ કીપ વેરી લૉ પ્રોફાઈલ!

જેવો જેટ લેગ ઉતર્યો એટલે બંને ભાઈ બહેન તૈયાર થઈ ગયા. કઝીન્સ સાથે પાર્ટીમાં જવા અને અંહીની વાતાવરણની થોડી છણાવટ કરવા.

મોટેભાગે બધા પૈસાદારના નબીરાઓનું ગ્રુપ હતું. થોડા ઘણા ડીગ્રી વાળાં હતાં બાકીના સીધા પપ્પાના બિઝનેસમાં સેટ્લ થયેલાં.

હાય  રોહન, ‘આઈ એમ સુઝી.’

‘ઓહ યસ, સોના વૉઝ ટેલિંગ મી, યુ જસ્ટ કેમ ફ્રોમ યુ. એસ. રાઈટ!’

‘વૉટ વુડ યુ લાઈક ટુ ડ્રીંક’?

સુઝી બોલી જસ્ટ લિટલ સિપ ઓફ  વ્હાઈટ વાઈન.

‘વાય, હેવ સમથિંગ એક્સપેન્સીવ’.

નો થેંક્સ.

નીલ મેટ મોના, ‘હાય. આઈ એમ નીલ.’

‘આઈ નૉ.  સોના ટોલ્ડ મી, માય કઝિન્સ સુઝી એન્ડ નીલ હેવ  કમ ફ્રોમ સ્ટેટ્સ.’

‘નાઈસ મિટિંગ યુ ગાય્ઝ.’

બસ, પછી તો બિંદાસ ખાવા  પિવાનો ઓર્ડર મૂકાયો. ધે વર વેરી લાઉડ. આજુબાજુના ટેબલ વાળા તેમની તરફ જોઈ રહ્યા. એકવાર તો મેનેજર આવીને ધીરેથી કહી ગયો. પ્લિઝ, જરા ધીરેથી, તમે લોકો બહુ લાઉડ છો.

નીલ અને સુઝીને શરમ આવી પણ બીજા બધા તો મસ્તીમાં હતાં.

એટલું બધું ઓર્ડર કર્યું હતું, ન ખવાયું તે બધું પાછું ગયું. કુલ મળીને આઠ જણા હતાં. બીલ આવ્યું ૧૦,૦૦૦ રૂપિયા. કરોડપતિનો નબિરા સુમને, બીલ ચૂકવવાની ઓફર કરી. સહુએ હા પાડી.

સુઝી અને નીલ રાતના એક વાગે ઘરે આવ્યા.  કાંઈ પણ બોલ્યા વગર બધા સૂઈ ગયા. સવારે ઘરમાંથી બધા કામે નિકળ્યા પછી નીલ અને સુઝી વાતે વળગ્યા. કેવી રીત મમ્મી અને પપ્પા સાથે વાત કરવી. ચારેય જણા ટેક્સી કરી પાર્કમાં ફરવા નિકળ્યા. ફેમિલિ ટાઈમ મળે ત્યારે એંજોય કરવામાં માનતા.

‘ મમ્મી તને ખબર છે, અંહીના જુવાનિયા માબાપના પૈસા વેડફવામાં સ્માર્ટ છે. અમેરિકાની  રિયાલિટી તેમને ખબર નથી. જો તેઓ અમેરિકાની રિઆલિટી વિશે જાણે તો ત્યાં આવવા તૈયાર નહી થાય. મને લાગે છે આપણે જે નક્કી કર્યું છે તે કેન્સલ કરી દઈએ.’ નીલને ગઈકાલ રાતની ડિનર પાર્ટીમાં મઝા નહોતી આવી. ‘મૉમ, આપણે ફેમિલિ વેકેશન એંજોય કરી પાછાં જતા રહીએ.’

અતુલ ધીરેથી બોલ્યો. ‘વૉટ હેપન્ડ? વા યુ આર જંપીંગ ટુ ધીસ કનક્લુઝન સો ફાસ્ટ’?

‘ ડેડ, યુ ડુ નોટ નૉ ધ યંગ જનરેશન ઓવર હિયર’. સુઝી નીલની વાતને સપૉર્ટ આપી રહી.

‘અરે, ભાઈ અમે અમેરિકાના યંગ જનરેશનને સરખાં નથી ઓળખતાં તો વડોદરાના અને ભારતનાને ક્યાંથી  ઓળખીએ? ‘છેલ્લા મહિના ઉપરથી અંહી જેવી રીતે બધાને મળીને સિચ્યુએશન હેંડલ કરતી હતી તે જોઈને વિભા બોલી.

‘પણ બેટા બધા એક સરખા ન હોય? તમને નથી લાગતું ઈંડિયન ઈન યુ.એસ. આર ડિફરંટ ઓલસો.’  સુઝી તું અને નીલ ધીરજ રાખો. ‘હેવ પેશન્સ, એન્ડ લેટ્સ સી વૉટ હેપન્સ’.એકવાર બધા મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ગયા અને કડવો અનુભવ થયો, સૉરી બિટર એક્સીપીરિયન્સ સૉ ડુ નોટ ડ્રો ધ કનક્લુઝન? ઓ.કે. માય ચિલડ્રન પ્લિઝ.’

‘વિભા રાણી, છોકરાંઓની મરજી ન હોય તો મૂકને આ રામાયણ. ડાર્લિંગ લગ્ન એ લોકોને કરવાનાં છે. આપણે શામાટે લોહીનું પાણી કરવું?’ રાતના એકાંતમા અતુલ અને વિભા વાત કરી રહ્યા હતા.

‘હું ક્યાં જબરદસ્તી કરવાની છું. એક મહિનાથી અંહી લોહીનું પાણી કરી રહી છું. લિસ્ટ એકદમ નાનું છે. નીલ અને રોઝીને શાંતિથી કહીશું. યાદ રાખજો અતુલ આપણા બંનેનો સૂર એક હોવો જોઈએ. આપણે કોઈ પણ ચર્ચા કે વિચાર વિનિમય કરવો હોય તો સુઝી અને નીલની એબસન્સમાં. ઓ.કે. ડાર્લિંગ.’

‘યસ, મેમ સાહેબ.’

વિભા દિવા સ્વપનામાં રાચતી. તેને હતું પોતે પસંદ કરેલાં પાત્રો ને જ્યારે નીલ અને સુઝી મળશે ત્યારે કાંઈક પૉઝિટિવ રિઝલ્ટ આવશે. બટ ઈટ ઈઝ ટુ અર્લી ટુ સે એનિથિંગ’. ધીરજ રાખીને બેઠી હતી.

સુઝી અને  નીલ બંને જણા હેવમોરમાં બેઠાં હતાં. એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા,

નીલ જ્યારે તું, મમ્મીની પસંદગીની છોકરીને પહેલી વાર મળીશ ત્યારે ‘વૉટ ડુ યુ ‘એક્સપેક્ટ”.

સુઝી ‘,આઈ વીલ બી અપ ફ્રન્ટ વિથ ધ ગર્લ એન્ડ એક્સ્પ્રેસ માય ફિલિંગ્સ એન્ડ ધ લાઈફ સ્ટાઈલ આઈ લાઈક.’ આઈ વિલ રિસપેક્ટ હર આઈડિયાઝ એન્ડ આસ્ક્ડ હર ટુ બી ફ્રેન્ક.’

‘ઓહ માય ડાર્લિંગ બ્રો, યુ રેડ માય માઈન્ડ. આઈ લવ યુ સો મચ’.

બંને ભાઈ બહેન ઓપનલી પોત પોતાના વ્યુઝની ચર્ચા કરી નિરાંતનો દમ લીધો. બસ રાહ જોઈ રહ્યા હતાં કે મુલાકાત પછી નેક્સ્ટ કયું સ્ટેપ લેશે?

કંકોત્રી () ચારુબેન વ્યાસ

વિભાએ નક્કી કર્યું હતું કે ભારત જઈ, બને તો ત્યાંથી જમાઈ અને વહુ ની પસંદગી કરવી. તેનું માનવું હતું કે ભારતના બાળકોમાં અપણા સંસ્કાર અને સંસ્કૃતિ ની ઊંડી છાપ છે .તેનો આગ્રહ હતો કે પોતે ભારત જઈને દિકરી માટે દાક્તર અને દીકરા માટે આર્કિટેક વહુ શોધી લાવે, જે અમેરિકા આવીને સારી નોકરી કરે અને જીંદગી આરામથી જીવી શકે! હજુ પણ  વિભાને મનમાં ઉંડે ઉંડે થતું કે બાળકો જો ભારતમાં પરણે તો તેમનો પગ દેશમાં રહે ખરો. અને ભારતિય સંસ્કારની પરંપરા જળવાઈ રહે.

વિભા  વડોદરા જેવી સોહામણી નગરીમાં ઉછરી હતી. તેને ત્યાંથી  જમાઈ અને વહુ લાવવાની અંતરની ઈચ્છા હતી.  તેનું પિયર વડોદરામાં ખૂબ આબરૂદાર કુટુંબ ગણાતું. વિભાને લાગ્યું આ બાબત  અતુલ સાથે ચર્ચા વિચારણા કરવી યોગ્ય ગણાશે? વિભા મનમાં હવાઈ કિલ્લા ચણવા લાગી.

સમય જોઈને વિભાએ દાણો ચાંપી જોવાનું વિચાર્યું. સિનેમા જોઈને પાછાં વળતાં, ચાલને આજે બહાર ડિનર ખાઈને ઘરે જઈએ!’ નીલ અને સુઝી પણ તેમના ફ્રેંડ્સ સાથે. ડીસ્કોમાં ગયા છે.

અતુલતો આવા પ્રસંગની રાહ જ જોતો હોય. તેને ઈંડિયન ખાવાનો મોડ ન હ’તો. ‘સિલ્વિયા’સ કિ્ચન’ સરસ મેક્સિકનમાં જઈને બંને બેઠાં. મોકો જોઈને ચિપ્સ ખાતાં વિભા બોલી,

‘અતુલ, છોકરાઓ મોટા થઇ ગયા છે તેઓ ને સેટ કરવા જોઈએ?’

હા, હા  હવે ભણી લીધું છે નોકરી શોધી રહ્યા છે પછી શી ચિન્તા ?

અરે,તું તો કાઈ સમજતો નથી? તેમના લગ્ન નહી કરવા પડે ?

હા, કેમ નહી તેમની મેળે કોઈને પસંદ કરી લેશે  અને પરણી જશે!

ના એમ નહીં ,સારા અને સંસ્કારી છોકરાઓ અહીં નહિ મળે। હું તો વડોદરા   જઈને તેમના જીવનસાથી શોધી લાવીશ.

‘હવે સમજ્યો, તારે વડોદરા જવું છે’ ?

‘હા , વડોદરા જઈશ,ભાઈ સાથે વાત કરી લીધી છે’.

‘મેમસાહેબ તમે  નક્કી કરી લીધું છે, તો જાવ. પણ નીલ અને સુઝી ને પૂછી જોજે તેમની મરજી જાણવી જરૂરી છે.’

‘હજુ સુધી તેમને તો અહી કોઈ પસંદ નથી પડ્યું.  છતાં પણ તેમને પૂછીને આગળ વધીશ.’

‘હમણાં તો માંડ તેમનું ભણવાનું પૂરું થયું છે. તેમને થોડો સમય આપ, એમને આપણી સોસાયટીમાં ફરવા દે.’

‘યાદ છે તમને?  કોલેજ માં હતાં ત્યારે એક ધોળી આપણા નીલની પાછળ પડી હતી . ઘરે પણ આવી હતી પણ નીલ ને તે ગમતી નહોતી. હા, મિત્ર હોય તો ચાલે, જીવનસાથી રૂપે નહી’.

‘સૂઝી ને પણ પૂછી જો કોઈ છોકરો ગમતો હોય તો ? છોકરી છે કદાચ કહેતાં સંકોચાતી હોય’?

‘મને નથી લાગતું કે એને કોઈ પસંદ પડ્યું હોય, પૂછવામાં શો વાંધો છે? ‘

‘જો એ  બંનેને અહીંઆ કોઈ પસંદ પડી જાય તો આપણે ચિંતા કરવામાંથી મુક્ત થઈ જઈએ!’

વિભાએ બંને બાળકોને બોલાવ્યા અને પોતાની મનની વાત જણાવી, અભિપ્રાય માંગ્યો.

નીલ ,પેલી ધોળી તારી પાછળ પડી હતી તે તને ગમે છે? જે  તારા મનમાં હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર! બી ઑનેસ્ટ વિથ યોર મૉમ.

મૉમ,આ બધી વ્હાઈટ છોકરીઓ ઘણાની સાથે ફરે ,સાથે રહે ,ધેન ધે લીવ ધેમ. અહીંની છોકરીઓ એક છોકરા સાથે જીવન ન જીવી શકે ! આપણી   ઈન્ડિયન છોકરીઓ વિષે ખાસ ખબર નથી

બેટા તારી વાત સો ટકા સાચી છે.  અહીંની છોકરીઓ નો ભરોસો નહી ?

‘ઈઝ ધિસ ધ રિઝન યુ કૉલ મી મૉમ?  આવી વાતો કરવા ? લુક મોમ, ‘ ઈફ પ્રોફેશનલ આઈ પ્રીફર આર્કિટેક્ટ. બટ શી શુડ નૉ હાઉ ટુ કુક.’

‘તો પછી તારા માટે તો ઇન્ડિયાની છોકરી શોધવી પડશે!   જે રસોઈ બનાવી શકે.  સૂઝી , હવે તું બોલ. તારો શું વિચાર છે?

મૉમ,મારો  બોયફ્રેન્ડ હતો, પણ તે બહુ  ભણ્યો નહી અને પાછળથી ખબર પડી તે પાકિસ્તાની હતો.   સ્વાર્થી અને સંકુચિત મનનો હતો. વન્સ વી હેડ, વેરી બીગ ફાઈટ એન્ડ વી સેપરેટેડ

હવે અતુલને થયું મારે વાતચીતમાં ભાગ  લેવો જરૂરી છે.’ ધેન ,વોટ ડીડ યુ ડીસાઈડ ?  લેટ અસ નૉ વૉટ ઈઝ યોર ફ્યુચર પ્લાન?

‘મોમ  એન્ડ ડેડ ,યુ ડુ વોટેવર યુ થીંક ઈઝ ગુડ ફૉર અસ.’

સુઝી અને નીલ તો વિકએન્ડ હતું એટલે રાતના મઝા માણવા નિકળી પડ્યાં. તેમને ખબર હતી મિત્રો ક્યાં મળશે.

વિભા એકદમ તાનમાં આવી ગઈ,’અતુલ ,હું જે કહેતી હતી સાચું પડ્યું ને? જે થાય તે સારા માટે.  હવે હું મારી મરજી પ્રમાણે મનગમતી વહુ અને હોંશિયાર જમાઈ શોધી લાવી્શ!’  બાળકો તરફથી ગ્રીન સિગ્નલ મેળવી ચૂકેલી વિભા હવે પ્લાનિંગ કરવાનું વિચારી રહી હતી.

સુઝી સવારના બ્રેકફાસ્ટ ટેબલ પર,મમ્મા આઈ નો કે અહીંના છોકરાઓ બહુ સારા નથી એવું લાગે છે પણ ઈન્ડિયામાં  સારા હશે તેની શું ખાતરી?

‘ બેટા,ત્યાં હજી સંસ્કારી લોકો છે નીલ ,તને કંઈ કહેવું છે?

‘નો મોમ ,એઝ યુ વિશ ,બાકી મને  અત્યારે મેરેજ માં  બહુ રસ નથી

‘તો ચાલો,બધાના મત એક થાય છે. થોડા દિવસ તમારે બધાને મેનેજ કરવું પડશે . હું વડોદરા જઈશ બધી તૈયારી કરીશ. હા, તમારા બધાને માટે  થોડું ખાવાનું બનાવીને ફ્રીઝર માં મૂકી જઈશ, બાકી તમે સંભાળી લેજો!  ‘બધું બરાબર સરસ રીતે થઇ જશે.   નકકી થયા મુજબ વિભા ભારત જવા તૈયાર થઇ ગઈ. ભાઈને બધી વાત ફૉન ઉપર કરી. ભાભીને પૂછ્યું શું લેતી આવું? અતુલે વિભાની ટિકિટ બુક કરાવી. વિભા અનહદ ખુશ હતી. અતુલથી મશ્કરી કર્યા વગર ન રહેવાયું..

અરે, વિભારાણી આટલો બધો આનંદ ભાઈને મળવાનો છે કે પછી સાસુ બનવાનો?

‘  અતુલ,  જોજે ,હું મારા કામમાં સફળ થઈશ વાજતે ગાજતે વડોદરાના વહુ અને જમાઇ આપણે આંગણે આવશે!’

વિભા તો ઉપડી વડોદરા ભાઈ ભાભી ને મળીને કેવી રીતે બધું કરવું એની ચર્ચા કરી. વર્તમાન પત્રમાં જાહેરાત આપી. બધાંને મળી આજુબાજુ પણ નજર ફેરવી પણ ક્યાંય કશું સંતોષકારક ન દેખાયું. જાહેરાત પ્રમાણે જવાબો આવ્યા પણ દાકતર અને આર્કિટેક ડીગ્રીની મર્યાદા હોવાથી સંતોષકારક પ્રતિસાદ ન મળ્યો।

મરેજબ્યુરોની મદદ લીધી. અંતે બધામાંથી થોડા ઉમેદવારની પસંદગી કરી। એકલા જોવા જવાને બદલે ભાઈભાભીને  સાથે લઈ    જવાનું મુનાસિબ લાગ્યું.

‘ભાઈ ,મારી સાથે તમે અને ભાભી ચાલો જેને કારણે મને  તમારો અભિપ્રાય મળઈ શ્કે.’

‘ બહેના, મને વાંધો નથી ભાભીનો વિચાર જાણી લે?’

‘ અરે, નણંદબા  હું તૈયાર છું . તમે કહો ત્તયારે.  આપણે સાથે હોઈએ અને  અમારા ભાણેજોના  સુખમાં ભાગિદાર  બનવાની સુવર્ણતક મળે તો કોને આનંદ ન થાય? આમ ત્રણે જણા રોજ એક પછી એક પાત્રો જોવા જવા લાગ્યા. રાત્રે અતુલ સાથે વાત થતી સમાચારો ની આપલે થતી તે બધી વાતો અતુલ નીલ અને સૂઝી સાથે શેર કરતો. તેમના અભિપ્રાય માગતો। સમય ઝડપથી પસાર થતો હતો.

વિભાની ધીરજ ખૂટી ગઈ હતી. એકલે હાથે કરવાનું તેથી થાકી પણ જતી. ભાઈ અને ભાભી સાથે આવે પણ ફાઈનલ ડિસિઝન તો વિભાનું હોય. વિભાએ એક શોર્ટલીસ્ટ બનાવ્યું ફોટા સાથે બાયોડેટા સ્કેન કરીને અતુલને મોકલી આપ્યા. અતુલે બેઉ ને બોલાવ્યા ફોટા બતાવ્યા। નીલને ઉંચી સાથે નમણી છોકરી ગમતી હતી. સુઝીને ગોરો પડછંદ અને એમ.બી.બી. એસ થયેલો છોકરો જોઈતો હતો.

પણ જીંદગીમાં બધું બધાંને નથી મળતું.  થોડીઘણી બાંધછોડ કરવી પડે! અંતે અતુલ, નીલ અને સૂઝી ને લઈને વડોદરા આવી પહોંચ્યો.  પસંદગીના થોડા પાત્રો સાથે મુલાકાત ગોઠવાઈ. સહુએ એકબીજાને જોયાં  અને વાતો દ્વારા પરિચિત થયા.

થાક સખત લાગ્યો હતો.

બધાં થાકેલાં હતાં આરામ કરવાનો સમય નહોતો  મળતો. રોજ મુલાકાત અને જોવા જવાનો કાર્યક્રમ હોય અથવા કોઈ સગાને ઘેર જમવા જવાનો કાર્યક્રમ હોય આખરે નીલ અને અવની ની મુલાકાત ગોઠવાઈ .આમ તો નીલે થોડી છોકરીઓ જોઈ હતી, અવની શાંત અને સાદી દેખાતી હતી. નીલે અવની પર પસંદગીની મહોર મારી.

નીલ સ્ટાર્ટેડ કમ્યુનીકેટીંગ,’તમને ખબર હશે કે  અમેરિકા અને ઇન્ડિયામાં વાસ્ટ   ડિફરન્સ છે. તમારે બહું મહેનત કરવી પડશે

અવની શરમાઈને બોલી, ‘મને લાગે છે  કે હું મેનેજ કરી શકીશ.

ભણવું પડશે, પરીક્ષા આપવી પડશે અને નોકરી કરવી પડશે આ  બધું ફાવશે ?

‘આઈ વિલ ્ટ્રાય માય બેસ્ટ’.

અવની શરમાળ હતી કે સંકુચિત તેની ખબર નીલને ન પડી. નીલે વિચાર્યું કે  નેક્સ્ટ ટાઈમ મળશું એટલે ફ્રી થશે. નીલે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો

સૂઝી એ પણ થોડા છોકરાઓ જોયાં હતાં અમેરિકા જવાની હોંશમાં દરેક ઉમેદવાર  મન ફાવે તેમ જવાબ આપતા હતાં. સૂઝી ને કઈ સમજ નહોતી પડતી.   તેને પોતાની પસંદગીનો કળશ ડૉક્ટર છોકરા ઉપર ઢોળ્યો. તેની મોમની સલાહ લીધી. વિભાને બધાંના બેકગ્રાઉંડ ની જાણ હતી તેથી તેણે સૂઝીને લીલીઝંડી બતાવી

સુઝીએ વંદનને પસંદ કર્યો.  સૂઝી થોડી હતાશ થઇ કારણ વંદન ફક્ત એમ.બી.બી.એસ  હતો તેને ઘણું ભણવું પડશે.

વંદનને ઈનફૉર્મ કરી રહી. તારે ઘણું ભણવું પડશે ખૂબ મહેનત કરવી પડશે, આર યુ રેડી ફોર ધેટ?

ડુ નોટ વરી . આઈ એમ ફુલ્લી ઈન્ફોર્મડ. હું મહેનત કરીશ, આઈ વિલ વર્ક હાર્ડ.’

એટ લીસ્ટ ફાઈવ યર્સ, ઈટ ઈઝ અ લૉન્ગ ટાઈમ.’.

‘આપણે પ્લાન કરીને આગળ વધીશું તો વાંધો નહી આવે;!

‘હોપ સો,  ત્યાં ડોક્ટરની કેરીઅર  ઈઝ અ ટફ જૉબ,’

‘એક વાર બની જાય પછી તો વાંધો ન આવે’.

સુઝીએ તેની સામે જોયું અને બહાર ચાલી ગઈ.

વિભાની ઈંતજારી વધતી હતી. ‘શું સુઝી કેવો લાગ્યો વંદન અને તેનો રિસપોન્સ,’

મૉમ,  આમ તો સારો લાગે છે બાકી ટુ અર્લી ટુ સે એનિથિંગ’.

મામા કહેતાં હતા  ફેમીલી   ખૂબ સારું છે.’ મને પણ ઓ.કે. લાગ્યું.’

અતુલ જાણવા આતુર હતો. આનંદમાં બોલ્યો, ‘વિભાવરી, સુઝીને  વંદન   કેવો લાગ્યો?.

સુઝીને કઈ વાંધો નથી. માત્ર સેટલ થતાં વખત લાગશે. બંને જણા તૈયાર છે. વંદનના ઘરે હા, કહેવડાવી દઈએ. બધી વાતો ખુલાસા પૂર્વક  કરીએ.

અતુલને હવે ચટપટી થઈ. વિભા, અવનીના મમ્મી પપ્પા તેમજ વંદનના મ’મ્મી પપ્પા સાથે આપણે વડોદરાની તાજમાં મોટી ડીનર પાર્ટી કરીશું. માત્ર ઘરના.

આમ વડીલોની વાતચીત થઈ, સબંધ થયો. ડીનર પર ભેગાં થયા ત્યારે  સગાઇ નો દિવસ નક્કી કર્યો. એક બીજા નાં મો મીઠાં થયાં અને આનદથી છૂટા પડ્યા. બે દિવસ પછી વિવાહ જાહેર કર્યા.

આમ તો બધા ખુશ હતા. સાથે ફર્યા, મજા કરી, હોટલ માં જમ્યા, પાવાગઢ ગયા અને ખૂબ નજદિક સર્યા. વધુ વિસ્તાર પૂર્વક વાતો થઇ. અમેરિકા આવીને શું કરવું,   કેવી રીતે કરવું વગેરે  વિષયો પર વિચારોની આપ લે કરી.   બંધાના હૃદયમાં  આનંદ હિલોળાં લઈ રહ્યો હતો.  લાગણીઓ ના તાર ગુંથાતા જતા હતા.

બધાં ખૂબ આનંદમાં હતાં.વર્ષો થી અમેરિકામાં સેટલ થએલા વિભા અને અતુલને લગ્ન ખૂબ ધામધૂમ થી કરવા હતા.   ભાઈ અને બહેનના લગ્ન એક જ માંડવે  મંડાયા તેથી ઉમંગ બેવડાયો. પૈસા અને સમય બેઉ ની બચત થવાની હતી.  બધાં પોતાના કામમાં મચી પડ્યાં.   મોટેરાં લગ્ન ની તૈયારી માં અને જુવાનિયા પોતાના સપનામાં પડયા હતા

, કંકોત્રી ( ) ચારુબેન વ્યાસ

આમ  લગ્ન નક્કી થયાં જૂદી જૂદી વ્યએ ક્તિઓના અભિપ્રાયો  આવવા લાગ્યા બહુમત પ્રમાણે કરવાનું નક્કી થયું . વિભાની  ખુશી સમાતી ન હતી. લગ્નનો દિવસ બધાની સગવડ જોઈ નક્કી થયો. હવે ખરું કામ વિચારવાનું હતું . કંકોત્રી પસંદ કરવાનું.

બાપરે, આટલી બધી વેરાયટી? અતુલ આ કંકોત્રીનાં સેમ્પલ જો. વિભાના ભાઈનો ખાસ મિત્ર આ ધંધામાં  હતો.  અતુલ આપણે છોકરાંઓને તેમની પસંદ પૂછીએ. ઘરે મોટું બૉક્સ ભરીને લાવ્યો હતો. મનુભાઈની બહેન અને પાછી અમેરિકાથી આવેલી તેમને અગવડ ન પડે તેનું બધા ધ્યાન રાખતાં.

‘વિભા જરા શાંતિ રાખ પહેલાં ગરમા ગરમ નાસ્તો ખાવા દે. રસિકભાઈ તમે પણ આવો. સવારના પહોરમાં નિકળીને આવ્યા કાંઈ સરખું ખાધું પણ નહી હોય? ‘અતુલ આજે કંકોત્રીનું નક્કી થઈ જાય તો સારું.’ લગ્ન હવે ઢૂંકડા આવ્યા અને સમય ઓછો છે.

નીલ અને સુઝી ઉઠીને આવ્યા.’ મૉમ, યુ એન્ડ ડેડ ડીસાઈડ. વી વિલ ટેઈક કેર ફોર રિસેપ્શન ઈન યુ.એસ.’ વિભા બોલી,’ તમને ખરેખર અંહીની નૉવેલ્ટી જોવી નથી? જુઓ તો ખરા? ધે આર વન્ડરફુલ.’  અતુલે પણ સાદ પુરાવ્યો. ‘જસ્ટ  લુક ધેમ.’

બંને જણા બેઠા ડિફરન્ટ સ્ટાઈલ જોવાની મઝા આવી. સુઝી જોઈને બોલી ‘ઇન્વીટેશન  કાર્ડ  શુડ બી  વેરી બ્યુટીફૂલ  ત્યાં  જઇને  મારી  ફ્રેન્ડસ  ને  બતાવીશ’. નીલને પણ જોવાની મઝા આવી. પ્છી બોલ્યો ,’મૉમ,  તારી વાત  સાચી છે ,અપણા  કોઈ ફ્રેન્ડ તો ન આવી શકે , તેમને ઇન્વીટેશન કાર્ડ  અને મેરેજ ની ડિવીડી  બતાવીને  સંતોષ  લઈ  શકીશું.’

અતુલને થયું કામ આગળ ચાલે તો સારું. ‘ઓ.કે. જવા  દો  એવી  વાતો  કંકોત્રી  પસંદ કરો  એક જ કાર્ડ  છપાવવાનું છે. જેમાં બંને ભાઈ બહેનની બધી વિગતો આવશે. ગરબા, મહેંદી, કૉક ટેઈલ પાર્ટી. ગ્રહશાંતિ વરઘોડો, હસ્ત મેળાપ, લગ્ન અને રિસેપ્શન બધું સરસ રીતે લખેલું હશે.’

સુઝી બોલી ઉઠી. ;મૉમ મને પેલું બ્રાઈડ શેમાં બેસીને જાય એમાં ઈન્ટરેસ્ટ છે’. ‘ નીલને થયુંએ તો ગર્લ્સ માટે હોય.  ફોર ગ્રુમ આઈ થિંક હોર્સ ઈઝ થે બેસ્ટ’.

વિભાએ ઓ.કે. કરી દીધું પહેલાં પુષ્ઠ ઉપર ડોળી અને બીજા પર વરરાજા ઘોડા પર.  બધાં ખુશ થઈ ગયા અને બીજી બધી તૈયારીમાં ગુંથવાયા. ખરીદી કરવાનું લાંબુ લચક લિસ્ટ વિભા અને સુઝી બનાવવા બેઠાં. બધું નક્કી થઈ ગયું. સુંદર મઝાની ‘કંકોત્રી’ છપાઈને આવી ગઈ. કંકોત્રી લખવા સહુ કુટુંબીજનો આવ્યા “કંકુ છાટીને લખો રે કંકોત્રી’ના ગાણાં ગાયા’.   કંકોત્રી છપાઈ ,વહેંચાઇ મુહર્ત પ્રમાણે બીજા મહીને લગ્ન આવતા હતાં.  વિભા ખૂબ થાકી ગઈ હતી પણ  હોશ  અને ઉત્સાહમાં કામ કરે જતી હતી.  અંતે ત્રીજે મહિને લગ્ન લેવાયા બધાં ખૂબ  આનંદમાં હતાં દૂર દૂરના સગાવહાલાંએ  લગ્ન માણ્યા.

અમેરિકાથી આવીને  લગ્ન કરવા,  આ  બહુ મોટી વાત હતી. ચારે બાજુ તેમની વાહ વાહ થતી હતી લોકો તેમના ભપકાથી અંજાઈ ગયાં હતાં. વિભા ને  પોતાના પર ગર્વ થતો હતો. તેણે પોતાના બેઉ છોકરાઓને  મરજી મુજબ પરણાવ્યાનો  આત્મસંતોષ હતો.

તેણે અતુલ સામે જોયું રીશેપ્શનમાં મહાલતો લોકોની આગતાસ્વાગતા કરતો હતો. લગ્નના ૩૦ વર્ષ પછી પણ  કેટલો હેન્ડસમ લાગતો હતો. તેને પોતાના નસીબ  માટે અભિમાન જાગ્યું. ભગવાનનો હ્રદયપૂર્વક આભાર માન્યો  સ્ટેજ  પર  રીસેપ્શન માં  ઉભેલા  બાળકો  કેટલા  સરસ લાગતા  હતાં ધરાઈ ધરાઈ ને જોવાનું મન થતું  હતું. તેણે આંખોથી  આશિર્વાદ  વરસાવ્યા. સૂઝી તો  ખૂબ  સુંદર લાગતી  હતી જાણે અપ્સરા આકાશમાંથી  ઊતરી ને આવી  ન હોય? અવની  પણ ખૂબ  સુંદર  લાગતી હતી. નીલ અને વંદન  ખૂબ હેંડસમ  લાગતાં હતાં તેમને કોઈની  નજર  ન લાગે પ્રભુ  એમની રક્ષા કરજે  આવા તરંગો  વિભાના મનમાં ઉઠતાં હતા. વિભા,અવનીના મમ્મી લીનાબેન ને મળી કહી રહી હતી,,જરાય  ચિંતા  ન કરશો તમારી દિકરી મારી દિકરી  છે!

લીનાબેન  ખુશ હતાં પણ દીકરી જવાની તેથી દિલમાં દુઃખ છુપાવતાં બોલ્યા, ના હું  ચિંતા નથી કરતી. દીકરી  બહુ દૂર  ચાલી જશે તેથી થોડી ઢીલી થઇ ગઈ .

હા,  હું જાણું  છું એક ની એક દીકરી ને  પરદેશ મોકલતાં જીવ ન ચાલે. તમે ચિંતા ન  કરો પણ તેનો વિઝા આવતા વાર લાગશે તે  તેટલો  વખત  તમારી  સાથે  રહી શકશે. લીના બહેન ખુશ થઈ ગયા. બહુ સારું.     વિભા વંદનની મમ્મી  ની  પાસે  ગઈ તેમની  સાથે  તેણે વીઝા  વિશે  વાત કરી. એટલામાં વંદનના પિતા મયુરભાઈ ત્યાં આવી  પહોચ્યા. તેમને જોઇને અતુલ  પણ  ત્યાં આવ્યો.

અતુલને લાગ્યું ,મયુરભાઈ ને કાંઈક મુંજવણ છે? દિલ ખોલીને વાત કરીશ તો સારું લાગશે..

મયુરભાઈ  ચહેરાના હાવભાવ બદલી બોલ્યા, ના  ખાસ કાઈ નહીં આતો  વિભાબેનને જોયાં  એટલે તેમને કોન્ગ્રેટ્સ કહેવા આવ્યો.

વિભાએ વિવિક દાખવ્યો. થેન્ક્સ મયુરભાઈ ,અમે  એકલાએ  કાઈ  નથી  કર્યું આપણે  બધાએ  મળીને  જ  કર્યું  છે.

મયુરભાઈ વિવેકમાં પાછાં પડે તેવા ન હતાં, અમને  શરમાવો  છો!  ગીતા પણ  તમારા  ખૂબ  વખાણ કરતી  હતી તમે  ગ્રેટ  છો, તમને કંઈ પૂછું ?

હા પૂછોને ? જરાય  સંકોચ  ન  રાખશો. અતુલને થયું નજીક આવવાનો અ સુંદર લહાવો છે.

અરે આ તો જાણવું હતું કે,’વંદન ને ત્યાં આવતાં કેટલી વાર લાગશે ? તેને  અહીનું  બધું  કામ પુરું કરવાનું છે.

અરે, કશો વાંધો નહી ,અમે  ત્યાંના સીટીઝન  છીએ  એટલે  વધારે  વાર નહીં લાગે. તેની પાસે સમય છે, અંહીનું કામ કરવા માટે.’

વિભા  ખુબ ખુશ હતી . સોફા પર જઈને બેઠી. અતુલ ,કેટલી શાંતિ લાગે છે ને ? બધું સરસ રીતે આટોપાયું.  અતુલ જોરથી વિભાને આલિંગનમાં લેતાં બોલ્યો,’ વિભા ,આનો શ્રેય તને મળે છે અને મનુભાઈ તથા ભાભી ને કેમ ભૂલાય’ ?

હા, મારા ભાઈ અને ભાભીનો ઘણો  ઉપકાર છે. તેમના જેવા  પ્રેમાળ કોઈના નહી હોય ‘આઈ એમ         પ્રાઉડ ઓફ ધેમ ‘.

‘એકદમ સાચીવાત છે એમનો આભાર માનીએ એટલો ઓછો છે!’

આપણા બાળકો એકબીજાને બરાબર સમજી શકે તે માટે મેં ઉદયપુરનું રિઝર્વેશન કરાવ્યું છે. ચાર દિવસ માટે  ફાઇવ સ્ટાર હોટલમાં હનીમૂન મણાવશે અને ફરીને પાછાં આવશે.

નીલ અને સૂઝી તેમના જીવનસાથી સાથે હનીમૂન માટે ગયાં. વિભા અને અતુલ ને શાંતિ થઇ નિરાંતે બેસી ને ભવિષ્ય ના વિચારો માં ખોવાઈ ગયા.ચાર દિવસ પછી ચારે જણાં પાછા આવ્યા તેઓ ખુશ હતાં. નીલ, સૂઝી ની આખમાં શંકા અને અસંતોષ વિભાથી  છાનો ન રહ્યો. તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા પણ પછી તેણે વિચાર્યું,  અજાણ્યાં  જીવનસાથી  સાથે એકદમ મન મળતાં વાર લાગે વખત જતાં બધું બરાબર થઇ જશે એમ માનીને મન મનાવી લીધું.

નીલને  અવની  જરા સંકુચિત લાગી. અહીંની છોકરીઓ  કદાચ આવી જ   હશે એમ તેને લાગ્યું.  અંતે નીલ, સૂઝી અને અતુલ પાછા અમેરિકા જવા ઉપડી ગયા. વિભા બાકીનું  કામ પતાવીને નીકળવાની હતી. થાક ખૂબ લાગ્યો  હતો છતાં પોતાની ઈચ્છા પ્રમાણે એક જ માંડવે બેઉ ના લગ્ન થયાં તેથી  તેને  આનંદ અને સંતોષ  હતો તે . લાંબી મેરેથોન દોડી હોય એવું લાગતું  હતું. પારકા દેશમાં આવી રીતે  લગ્ન  કરવા કઠીન કામ  હતું.  ભાઈ ભાભી ની મદદ વગર કરવું  અશક્ય હતું.

ભાભી, હવે તમે આરામ કરો તમે ખૂબ થાક્યા હશો. હું તમને ઘર કામમાં  મદદ કરીશ.

અરે, વિભાબેન એવું શું બોલ્યા. તમે તો હવે પાછાં ઉડી જશો! મને તો કામ કરવાની ટેવ હોય અહી  તો નોકરો હોય પણ તમારે તો બધું હાથે જ કરવાનું હોય છે.  માટે તમે તમારું કામ આટોપો પછી આપણે બંને  આરામ  કરીશું.

‘મારી પ્યારી ભાભી ,આઈ લવ યુ સો  મચ’.

મને તેની  જાણ છે ,તેથી તો તમે  સ્પેશિયલ છો  અમારા માટે પૂછો તમારા  ભાઈને?

‘હા વિભા ,તું મને ખૂબ  વ્હાલી છે કારણ તું સૌથી નાની છે.’ તું આનંદમાં છે ને’ ?

ભાઈ,’હું ખુશ છું ‘.અમારી ફરજ પૂરી થઇ હવે એ લોકોએ એમનું જીવન જીવવાનું.’

માબાપની અંતરની ઈચ્છા અને આશિર્વાદ હોય કે બાળકો સુખી થાય અને પ્રગતિના સોપાન સર કરે.’        તેમની  પોતાની ,એક બીજા પ્રત્યેની જવાબદારી પૂર્ણ કરે એટલે ગંગા નહાયા.

‘હવે સુખી થવું એમના હાથમાં છે’. ભાભી એ સત્ય કહ્યું. ‘તમારી ડ્યુટી પૂરી થઇ તમે બેઉ હવે રીલેક્સ         થઇ જાવ અને આનંદ કરો.’

આમ થોડા દિવસો પછી  વિભાનો જવાનો દિવસ પાસે આવી ગયો. આજે ત્રણ મહિના  પછી પરત જઇ રહી હતી. ભારે હૈયે તેણે ભાઈ ભાભી ની વિદાય લીધી. પછી શિકાગો  પહોચી ગઈ. હજી તો ઘણું કામ કરવાનું હતું . સૌ પોતપોતાના કામમાં ગોઠવાઈ ગયા  હતા  વંદન અને અવનીને સ્પોન્સર કરવાના પેપર્સ તૈયાર થઈ ગયા. તેઓ સીટીઝન  હતા એટલે  ૬ થી ૮ મહિનામાં બંને  શિકાગો આવી ગયાં .બધાંની આતુરતાનો  અંત આવ્યો .

અવની પહેલાં પહોચી મનમાં ડર અને સંકોચ સાથે તેણે  અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ૨ અઠવાડિયા પછી વંદન પહોચ્યો. તેણે આત્મવિશ્વાસ સાથે અમેરિકામાં પગ મૂક્યો। તેણે અમેરિકા વિશે ઘણું વાચ્યું હતું, જાણ્યું  હતું અને સૂજ વાળો  હતો. તેને નવું શીખવાની ધગશ હતી. તેથી તે માનસિક રીતે તૈયાર હતો.  અમેરિકા આવવું એ એનું સપનું હતું,  તેથી એ જલ્દી સેટ થઈ ગયો. એનું સપનું સાકાર થયું હતું. અવની નવા વાતાવરણ માં સેટ નહોતી થઇ શકતી. નવા લોકો  વચ્ચે મૂંઝાતી હતી જોકે વિભા તેને સાચવતી,  અંહીના નીતિનિયમ સમજાવતી તેને પૂરો સાથ આપતી. તે જાણતી હતીઃ કે પરણીને સાસરે આવેલી નવી વહુ ની પરિસ્થિતિ કેવી હોય. એક  દિવસ તેણે  પોતાની  ફ્રેન્ડસને તેની વહુઓ સાથે નિમંત્રણ મોકલ્યું.  નવી વહુને મળવાના બહાને, જેથી અવની  બધાંને મળે તેનો સંકોચ  દૂર  થાય.

‘અવની , આજે  મારી ફ્રેન્ડસ  આવવાની છે .ચાલ આપણે જમવાનું બનાવી લઈએ.

‘મમ્મી ,મારા હાથનું  બનાવેલું ખાવાનું  ફાવશે’

‘અરે ,તું તો  સરસ  બનાવે છે .મને તો  બહુ  ભાવે છે . પછી તું તૈયાર થઇ જજે  તેઓ  ૬ વાગે આવશે.  અવની  રાજી  થઇ ગઈ ખૂબ મહેનત  કરી  જમવાનું  બનાવ્યું.  તૈયાર  થવા ગઈ મહેમાનો આવ્યાં. વાતોચીતો  થઇ અવનીને  બહુ  મજા આવી.  આમ  ધીરે  ધીરે  ઘરમાં  ભળવા  માંડી.  જયારે વંદન અતુલ ને પૂછી  પૂછીને આગળ ભણવાનું પ્લાન  કરતો  હતો. સૂઝીની  સાથે પણ પ્રેમથી  વર્તતો  હતો.

શરૂઆત છે એટલે લાગતું કે બધું ધાર્યા પ્રમાણે પાર ઉતરશે ?

 

 

કંકોત્રીવિજય શાહ

અવની અને વંદન બંનેના કાગળ સાથે ફાઇલ થયેલા તેથી અમેરિકાનાં કાગળીયા પણ સાથે જ આવ્યા. વિભાબેને બંનેની ટિકિટ એક જ ફ્લાઈટ્ની મોકલાવેલી એટલે બંને સાથે  એક જ દિવસે ઓ’હેર (શીકાગો) એરર્પોર્ટ પર ઉતર્યા. સુઝી અને નીલ લેવા આવ્યા હતા.

અવની ઉમળકાભેર નીલને ભેટવા ગઇ તો નીલે એને ઝાટકી નાખી !

“પપ્પા છે તે ખબર છેને?” “

અવની કહે “ મારા પપ્પા હોય તો રાજી થાય.”

વંદન તો ઠરી જ ગયો ‘સુઝી એ મોટૂ સ્મિત કર્યુ અને કહ્યું વેલકમ ટુ યુ. એસ. એ.

વિભા તેનો ભૂતકાળ યાદ કરતી હતી. અતુલે તેને બહુ જ આત્મિયતાથી વધાવી હતી. તેમનાં છોકરાઓનાં ઠંડા પ્રતિભાવથી તેને નવાઇ તો લાગી પછી બબડી પણ ખરી આ જુવાનીયાઓનું કશું જ ન સમજાય.

ઘરે પહોંચી ને વંદન અને અવનીની બેગો તેમના રુમમાં ગોઠવી સૌ ડાઇનીંગ રુમમાં ભેગા થયા ત્યારે અવની પહેલા બોલી “નીલ!  અહીં તો બધુ મોટું મોટૂં લાગે છે રસ્તા કેટલા પહોળા. મકાનો બધા એક માળ કે બે માળનાં પણ કેટલા વ્યવસ્થિત.”

“ અવની આ વડોદરા નથી, સરખામણી કરવાની છોડી દે. શીકાગો એ શીકાગો છે. ડાઉનટાઉન તો જોઇશ ત્યારે બધુંજ મોટુ લાગશે!  ઑછામાં ઓછા ૬૦ માળ અને વધુ ૧૦૦ માળનાં ટાવરો જોવા પામીશ.

વંદન ને પહેલે દિવસે જ સુઝીએ કહી દીધુ “ વંદન અહીં બધુ જાતે કરવાનું છે. ઘાટી કે રાંધવાવાળી બાઇ નથી તેથી અમેરિકન ખાણું ખાતા જલ્દી શીખી જવાનું.”

“એટલે?”

એટલે વરજી! અહીં કોઇ હાથમાં પાણી નો પ્યાલો પણ નહીં આપે. દરેક ઠેકાણે જાત મહેનત ઝિંદાબાદ!

વિભા બોલી, આ શું તમે આવતાની સાથે છોકરાઓને ડરાવવા માંડ્યા?”

નીલ ટિખળ કરતા બોલ્યો. ‘તેમને અમેરિકન તો બનાવવા પડશેને ? અહીં દેશી બલૂન બની ને રહે તે ના ચાલે’.

અતુલ બોલ્યો,  આ બંને ઉંમરલાયક અને ઠરેલા છોકરાઓ છે દેખા દેખી શીખી જશે. એમને આમ કરો ને તેમ કરો બહુ વખત નહીં કહેવું પડે.

તે દિવસે વંદન ને બ્રોકલી નો લીલો રંગ બહુ આશ્ચર્ય જનક લાગ્યો.  સ્વાદ તો ફ્લાવર જેવો અને રંગ લીલા કાચ જેવો. ગાજર પીળા અને કેશરી રંગની જોઈને નવાઇ લાગી. ત્યારે સુઝી કહે તને રોઝ ગાર્ડન લઇ જઇશ તો આ આંખ પહોળી થઇ જશે.

“એટલે કહેવાય ગુલાબ પણ ગુલાબી રંગ સિવાય બીજા ડઝન રંગોમાં જોવા મળે. બદામી, પીળું અને જાંબલી ગુલાબ જોયું છે કદી?”

વંદન  અચંબો પામ્યો.  અવની ને થયું સુઝી બહેન બહું ફેંકે છે, તેથી સહેજ છણકો કરી ને બોલી તો તો કાળું પણ ગુલાબ હશે ને?”

ચાલો બાગમાં હું તમને એક ગુલાબમાં પાંચ રંગો બતાવું.

હવે હબકવાનો વારો અવની નો હતો. નીલ બોલ્યો, તમે લોકો ટીવી ઉપર ડીસ્કવરી ચેનલ નહોતા જોતા કે શું ? કેલીફોર્નીયામાં કેટલાક ઝાડને “ફ્રૂટ સલાડ ઝાડ” કહે છે.  જેના ઉપર કેળા અને નાળીયેર સિવાયનાં બધા ફળો ઉગે છે.

વંદન કહે ભારતમાં આવીને એક ગોરીયો બહુ તેમના દેશનાં ફળોનાં વખાણ કરતો હતો. જેવો તડ્બુચ પાસે આવીને અટક્યો ત્યારે ફળવાળાએ કહ્યુ, ” જરા સંભાળજો દ્રાક્ષ પાકેલી છે તુટી જશે તો ડોલ ભરીને રસ નીકળશે.’ સુઝીને જરાક હસવુ આવ્યું, વંદન કંઇ ગાંઠે તેવો નથી તે જાણી ને મલકી.

અવની ને નીલ આમ વારંવાર ઉતારી પાડતો તેથી ગુસ્સો આવતો. તેણે નક્કી કરેલું  કે ઘા મારીશ તો લુહારનો જ ઘા હશે.  તે સમય તેને બે દિવસ પછી મળી ગયો.

રાતની પાર્ટીમાં જ્યારે સાલસા શરુ થયું ત્યારે નીલ થોડા સ્ટેપ પછી બહાર નીકળવા જતો હતો ત્યારે અવની એ તેને ડાન્સમાં હરાવી દીધો. એક મેક્સીકન તેની સાથે આગળ વધી રહ્યો હતો ત્યારે નીલની મરજી ના હોવા છતા તે ઝુમતી રહી નાચતી રહી અને નીલને જલાવતી રહી.  ટેંગો શરુ થતા સુધીમાં તો નીલ તેને બળજબરી કરી ને ઢસડી ને લઇ ગયો. વંદન અને સુઝી નીલની અંગ્રેજી ગાળો સાંભળતા હતા ત્યારે અવની એક જ વાક્ય બોલી. ”દેશી બલૂન, તારું મન કેટલું ગંદુ છે તે મને સમજાઇ ગયું. ” સુઝી પણ આ વાક્ય સાંભળીને હચમચી તો ગઇ. તેઓ માનતા હતા તેટલા તેમના જીવન સાથી બુધ્ધુ કે પછાત નથી!

અમેરિકા આ દેશીને જલ્દી સદી જશે અને ડોલર તેમને મળતા થઇ જશે પછી ઝાલ્યા નહીં રહે!

નીલ તે વખતે તો ગમ ખાઇ ગયો પણ બેડરૂમમાં એકાંત મળતાની સાથે તેણે ઉલટી વાતો કરવાની શરુ કરી..” અવની તુ મારી બૈરી છે.  તને શરમ ના આવી પેલા મેકલા સાથે આવો નાગો નાચ કરતા?”

“ એ મેકલો તારા કરતા વધુ સભ્ય હતો. તે નૃત્યને સારી રીતે જાણતો હતો. એણે મારા શરીરને સ્પર્શ ન થાય તેવી તકેદારી સાથે અદાઓ કરતો હતો. અને તું? પતિદેવ .મુદ્રાઓ જોવાને બદલે, તેને વખાણવાને બદલે આવી ગંદી રીતે વિચારતો હતો?”

“પણ તું કેવી મર્યાદા છોડીને નાચતી હતી. “ ધુંધવાયેલી અવની એક તીક્ષ્ણ નજરથી જોઇ રહી એના મનમાં વિદ્રોહ ઉઠેલો હતો. તેણે નીલને ફોટામાં જેસીકા સાથે જોઈ હતી. નીલનો જવાબ હતો,.” યેસ આઇ હેવ માય ગર્લ ફ્રેંડ એંડ ધેટ ઇસ માય પાસ્ટ.”

અવની બોલી “એટલે તુ આટલો બધો રુવાબ કરે છે?”

“રુવાબ તો મેરેજ ને લીધે કરું છું.. જો તુ જેસીકા જેવી ફાટેલી થવા જઇશ તો તને છોડી દેતા મને વાર નહીં લાગે સમજી?”

હજી અઠવાડીયું માંડ થયુ છે ને જોને આ લઢવા બેઠો છે.”નીલ”..નીચેથી વિભાએ બબડતા બુમ પાડી.

વંદન તેના રુમમાં આ તમાશો સાંભળી રહ્યો હતો.

સુઝી તેના બાથરુમમાંથી તૈયાર થઇને આવી ત્યારે તેને કશીજ ખબર નહતી .વંદન બોલ્યો “સૂઝી તને અને નીલને શેનું આટલુ બધુ અભિમાન છે?”

સુઝી કંઇ સમજી નહીં અને બોલી “વંદન શું કહે છે?”

“ નીલ અને તું અમને ‘દેશી બલૂન’ સમજી જેમ ફાવે તેમ વર્તી ના શકો.”

સૂઝી કહે,’ તમને અમેરિકન બનાવવા હોય તો અમેરિકન પધ્ધતિથી યુઝ્ડ ટુ કરવા પડે. પેલી કોશેટામાંની ઇયળની વાત ખબર છે ને? ભમરી રોજ આવીને ઇયળને ડંખ મારે કે જેથી ત્રાસી જઈને તેની પાંખો જલદી ખુલે. બસ તેમજ અમેરિકન થવાની પ્રોસેસ મમ્મી ની જેમ ધીમી નથી. તું  જાણી લેજે યુ .એસ .એમ. લી.ની ત્રણ પરીક્ષાની ફી તથા બુક્સ માટે  થતો બધો ખર્ચ તારા માટે વગર વ્યાજની  લોન છે, સમજ્યો? તું એમ. ડી. પુરું કરે  પછી કમાતો થાય ત્યારે મારા પૈસા પાછા આપજે!

નીલ ની જેમ જ ઘુરકીયું કરતા સુઝી બોલી.

બહાર બે નિઃસાસા પડ્યા, એક અવની નો અને એક વિભાનો!

તેમને ખબર હતી કે બે સંસ્કૃતિને ભેગી થતા વાર લાગશે.  અહીંતો ડોલરનું સામ્રાજ્ય છે. હિસાબ પાકો ચાલે છે.

વિભા બંને  સંતાનોમાંથી કોઇને સમજાવી શકતી નહી. આ સમય છે પરસ્પરને ઓળખવાનો. ઉભયને પ્રેમ આપવાનો અને ઉભયનો પ્રેમ પામવાનો.  આ “ડોલર” નામનો વીંછી પંપાળવાનો સમય હરગીઝ નથી.

અવનીને આર્કીટેક્નું લાયસંસ મેળવવા અતુલે તેની ફર્મમાં એપ્રંટીસની જોબે લગાડી દીધી.  નોર્થબ્રુકની લાઇબ્રેરીમાં વંદને સમય પસાર કરવા માંડ્યો. બંનેના પાસપોર્ટ અને સોસિયલ સીક્યોરીટી કાર્ડ વિભા પાસે રહેતા હતા.

રોજ બંને ભાઇ બહેન તેમના પતિ, પત્નીને ચાબુકો મારી મારી અમેરિકન બનવાનું શીખવાડતા. વિભાની ભારતિય સંસ્કૃતિની વાતો અવની અને વંદનને ટાઢક પહોંચાડતી.

કાગળીયા આવી ગયા. વંદન અને અવની અમેરિકન સીટીઝન થઇ ગયા હતા. વંદને યુ.એસ.એમ. લી.ના ત્રણે સ્ટેપ સફળતા પૂર્વક પસાર કરી. એમ.ડી. ડીગ્રી મેળવી. ઉપરથી ‘બી અમેરિકનાઈઝ્ડ’ના નખરાં ચાલુ હતાં. અવની સર્ટિફાઈડ આર્કિટેક્ટ થઈ ગઈ. ખૂબ સ્માર્ટ હતાં બને જણા!

અવની અને વંદન કોફી પીતા પીતા વાતો કરતા હતા. બહાર સ્નો ગાંડાની જેમ પડતો હતો. બ્લિઝર્ડની આગાહી હતી. ટ્રેન બંધ હતી તેથી સુઝી કે નીલ આવે તેની બંને રાહ જોતા હતા.

“ ભાભી, તમને લાગતું નથી આપણા સાસરીયા અમેરિકાના નામે આપણું શોષણ કરેછે?”

“ હા વંદનભાઇ! તેઓની માન્યતા કે આપણે “દેશી બલૂન” છીએ.  ગમે તેટલા પ્રયત્ન કરીએ છતાં તે ઈંપ્રેશન જતી નથી.  શું અમેરિકામાં જ્ન્મ લીધો એટલે જાણે આપણ ને હડધુત કરવાનો ઠેકો મળી ગયો? મને તો ખુબ જ ગુસ્સો આવે છે. થાય છે કે નીલને લાકડી એ ને લાકડીએ ધીબી નાખું. બોલ્યા પછી આવા શબ્દો બદલ દિલગીરી વ્યક્ત કરી!

વંદને તેમાં સુર પુરાવતા કહ્યું સુઝી પણ કંઇ ઓછી નથી. તેમના મમ્મી કે પપ્પા જેવા આ બંને નથી!

અવની કહે “ નીલને માટે હું ભારતથી આણેલી કામ વાળીથી વધારે કંઇ નથી. હું તો હવે તંગ થઇ ગઈ છું. એની જેસીકાથી અને તેના નખરાથી.

સુઝી પાસે પણ તેની આગવી દુનિયા છે જેમાં મારું સ્થાન ક્યાં છે તેની મને ખબર નથી.  મને સમજાતું નથી કે  આ લોકો તેમના મનમાં સમજે છે શું? આપ્ણી પોતાની કોઇ જિંદગી જ નહીં?

બંને સમદુઃખીયા વાતો કરી રહ્યા હતા. રૂમમા પ્રવેશતાં સુઝીએ વંદનનાં શબ્દો સાંભળ્યા.  નજીક જઇને વંદન ને કહ્યું “ જો વંદન હવે તારે રેસિડન્સી માટે એપ્લીકેશન્સ ભરવી પડશે.  જ્યાં મળશે ત્યાં જવું પડશે.  તને બેઠા બેઠ ખવડાવવાનું અને ધક્કા ખાવાનું પોષાય તેમ નથી. રેસિડન્સીમાં બહુ પગાર મળતો નથી તેથી જેમ તેમ મુન લાઈટિંગ’ કરીને પૈસા કમાવા પડશે.

અવની કહે “સુઝી બેન આ કેવો તમારો વહેવાર છે.વંદન તમારો પતિ છે”

“મને તે ખબર છે. અને મારો વર છે તેથી જ તેને તેવી માવજત આપુ છું કે ક્યારેય ચું કે ચા ના કરી શકે સમજી?”

“ મને તો લાગે છે તમે તેને પાલતુ પ્રાણી બનાવી રહ્યા છો…”

“હા, અને તે જેટલો જલદી તે બની જાય તે અમારા બંને માટે સારુ છે.”

સુઝીની વાતોનાં પડઘા પડી રહ્યા હતા .તે જોઇ શકતી હતી કે અમેરિકા આવવાનું તેમને ભારે પડી રહ્યુ હતું. સ્વાભિમાન ખોઇને કુતરા જેવી જિંદગી જીવાડવાનો પ્રયત્ન બંને ભાઇ બહેન કરતા હતા

બહાર સ્નો મન મૂકીને પડી રહ્યો હતો. -૧૫ ડીગ્રીનાં વાતાવરણમાં અવની અને વંદન ઉકળી રહ્યા હતા. બંને ની એક વખત આંખ મળી અને બળવાની ચિનગારી જન્મી.

નીલ અવની ની રાહ જોતો હતો.

સાંજે ડીનર ટેબલ ઉપર બધા સાથે જમતા હતા અને નીલે અવની ને પુછ્યુ ‘ હવે આગળ શું વિચાર છે?”

“ વિચાર તો શુભ છે ગ્રીન કાર્ડ પણ આવી ગયા  છે ભણવાનુ પતી ગયુ છે…  હવે આપણે ‘મેરેજ કાઉન્સેલર’ને મળવા જઇશું.”

વિભા, અતુલ, સુઝી અને નીલ સાથે ચમક્યા. કાઉન્સેલર ને મળવા? કેમ?

આટલા લાંબા સમયથી  અમારા ઉપર અમેરિકન બનાવા કાજે દુરાચાર ચાલી રહ્યો છે તેને થોડો હવે હળવો થાય એવા પ્રયત્નો કરીશુંને?’

“ અમે એટલે?”

‘હા, અમે એટલે  હું અને વંદન,  જેમનું શોષણ થઇ રહ્યું છે. અમે ગાંધીજી ની જેમ બીજો ગાલ ધરનારી પ્રજા  નથી.”

ડાઇનીંગ રૂમનું ઘડીયાળ ત્યારે જ  નવના ટકોરા વગાડતું હતું.

 

વિભા અને અતુલ ચિંતીત જણાયા. તેમને થયું અવની અને વંદન ભારતના છે તેથી સુઝી અને નીલનું વર્તન ખૂબ અસભ્ય છે. વંદન અને અવની બંને ભણેલાં છે. ભારતમાં તેઓ સંસ્કારી માતા પિતાના સંતાંન છે. વધુમાં અવની નીલની પત્ની છે  અને વંદન સુઝીનો પતિ છે!

વંદન બોલ્યો,’ ભારતિય પતિ જીવનભર સાથ નિભાવવાના ખાલી વા્યદા નથી કરતો નિભાવે પણ છે’. ભારતિય પતિ,  પત્નીને પૈસો, હુંફ અને સંસ્કારિક સંતાન પણ આપે છે. મૂળ વાત તે પત્નીને પાળેલું પ્રાણી બનાવવાનો વિચાર સુધ્ધા નથી કરતો. સુઝીની આંખ કરડી થઇ અને અવનીની આંખમાં જીતનો ઝબકારો દેખાયો જે નીલને ના ગમ્યું.

કંકોત્રી રાજુલ શાહ

લાકડા નો લાડુ , ખાય એ ય પસ્તાય અને ના ખાય એ ય પસ્તાય. આજ સુધી પરણવા ઉત્સુક વર- કન્યા માટે આ ઉક્તિ લાગુ પડતી હતી પણ વિભાને આ કહેવત સીધી જ વર-કન્યાની મા ને લાગુ પડતી હોય એવી પ્રતિતિ થઈ. આજે એને સાચે જ સમજણ પડતી નહોતી કે સુઝી અને નિલ માટે ભારતિય વર અને કન્યાનો આગ્રહ એણે રાખ્યો એ સાર્થક હતો કે સાવ જ નિરર્થક ?

વર્ષો સુધી અમેરિકામાં રહીને પણ વિભાનુ અંતઃકરણ તો ભારતિય સંસ્કૃતિને ભુલ્યુ નહોતુ. નાનપણમાં સ્કુલે જતા બાળકો જ્યાં સુધી મા-બાપના કહ્યામાં હોય ત્યાં સુધી તો બાળકોની એટલી હદે ચિંતા થતી નહોતી પણ ટીન એજ પસાર કરી ચુકેલા બાળકો પર પાશ્ચત્ય સંસ્કૃતિ હાવી ન થઈ જાય એનો એન સતત ડર રહ્યા કરતો . અતુલના અંગત મિત્ર શેખરે જ્યારે એના બંને બાળકો ૧૨-૧૪ વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે ખુબ ચર્ચા વિચારણાના અંતે ભારત સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. એમનુ માનવુ હતુ કે કોલેજમાં જતા સંતાનોની અવસ્થા એવી છે કે જ્યારે એમને પરિવારથી દુર રહીને ઘર બહાર રહીને ભણવાનુ થાય ત્યારે માતા-પિતા કરતા મિત્રો એમના આચાર-વિચાર અને એમની માનસિકતા પર વધુ છવાઇ જતા હોય છે. અને એથી ય આગળ વધીને જ્યારે એવા કોઇ સાથી સંગાથી મળી જાય કે જેમની સાથે જીવન જીવવાનુ વિચારે જે આપણી નાત-જાત –કોમથી ય અલગ તદ્દન વિરૂધ્ધ સંસ્કૃતિ ધરાવતા હોય ત્યારે એનો સ્વીકાર મા-બાપ માટે ખુબ અઘરો બની જાય છે.

વિભા આ બધા કાલ્પનિક ભયથી પ્રેરાઇને હંમેશા નિલ અને સુઝીને એવા કોઇ નિર્ણય પર આવતા પહેલા એની અને અતુલ સાથે વિચાર-વિમર્શ કરે એવી ટકોર તો કર્યા જ કરતી હતી. અને નિલ કે સુઝી સાથે એવુ કશુ જ બને એ પહેલા તો એણે એનો વિચાર અમલમાં મુકી દીધો હતો અને નિલ સુઝી માટે ભારતિય સંસ્કારો ધરાવતા ખાનદાન પરિવારના અવની અને વંદન પર પસંદગીનો કળશ ઢોળી વાજતે ગાજતે પરણાવી નિરાંતનો શ્વાસ લીધો હતો. પણ આ નિરાંતનો શ્વાસ કેટલો ટકશે એ ય હવે તો એના માટે જવાબ શોધવો અઘરો પડે એવો સવાલ બનીને માથે મંડરાવા માંડ્યો હતો. સુઝી અને નિલનુ વર્તન આજકાલ જે રીતે વંદન અને અવની તરફનુ જોતી હતી એમાં એને ભયસ્થાનો દેખાવા માંડ્યા હતા.

વિભાને સતત ઉચાટમાં જોયા કરવી અતુલ માટે અસહ્ય હતી. જે દિવસથી વિભાને પરણીને એ લાવ્યો હતો એ દિવસથી વિભાના સુખ-શાંતિ માટે એ સજાગ રહેતો.માતા-પિતાથી વિખુટી પડીને આટલે દુર અમેરિકા લઈ આવીને એને કોઇ વાતે કમી ના લાગે એના માટે એ જાગૃત હતો. આટલા વર્ષોના દાંપત્ય જીવનમાં હજુ સુધી વિભાને અતુલ માટે કોઇ ફરિયાદ કરવાનો મોકો એણે આપ્યો નહોતો. અરે હજી તો હમણાં વિભાની મરજી મુજબ નિલ –સુઝીને પરણાવ્યા હતા તો પછી આ ઉદ્વેગ શા માટે?

“ અતુલ, તમારી વાત સાચી છે. અત્યારે સુઝી અને નિલ જે રીતે વંદન અને અવની સાથે વર્તી રહ્યા છે એ જોતા મને લાગે છે કે એ બંનેને પરણાવતા પહેલા એમને જ મારે માનસિક રીતે તૈયાર કરવા જોઇતા હતા. ભારતિય આચારસંહિતા મુજબ પતિ કે પત્નિ તરફ કેવો વ્યહવાર હોય એ સમજાવવા જેવુ હતુ. એ બંને જણ એમની પાશ્ચાત્ય જડ એક તરફી વિચારસરણીને અનુસરીને જે બેહુદુ વર્તન કરી રહ્યા છે એ મને અત્યંત મુંઝવે છે.” અતુલની ચિંતાનો જવાબ આપતા વિભાએ સાચી જ વાત કરી દીધી. આજ સુધી એની અને અતુલ વચ્ચે એટલુ તાદાત્મ્ય સર્જાયુ હતુ કે બંને જણ પોતાના વિચારોની આપ-લે એક બીજા સાથે ખુલ્લા મનથી કરી શકતા હતા.

“ઓહ ! આમ વાત છે? મને તો એમ કે મારાથી કોઇ ભુલ થઈ કે શું? “

અતુલે વિભાને હળવી બનાવવા પ્રયાસ કર્યો. પરંતુ વિભાની વાતે એને ય વિચારતો તો કરી દીધો. ઓફીસમાં ગળાબુડ કામમાં રહેતા અતુલ પાસે વિભા જેટલો સમય રહેતો નહી પણ કેટલાક સમયથી એણે નિલ અને સુઝીના વર્તનની નોંધ તો લીધી જ હતી.

અવનીને તો એણે આર્કીટેક્ટનુ લાયસંસ મેળવવા એની પોતાની ફર્મમાં લઈ લીધી હતી એટલે અવનીને તો એ પોતાની સાથે જ કારમાં ઓફીસ લઈ જતો. રસ્તામાં આવતા-જતા અવની સાથે વાત કરતા એણે અવનીને એટલી તો પારખી લીધી હતી કે અવની નિલ ધારે છે એવી સાધારણ વ્યક્તિત્વ ધરાવતી છોકરી તો નથી જ. તો જે રીતે વંદને ઇ સી એફ એમ જી ક્લીયર કર્યુ એ જોતા એની ક્ષમતાનો ય અંદાજો તો આવી જ ગયો હતો. તો પછી આ નિલ અને સુઝી શા માટે એમની અધકચરી આવડતોનો આડંબર એમની પર થોપી રહ્યા છે? આમ કરવાથી તો એ બધા વચ્ચે વૈમનસ્ય ઉભુ થતુ જશે એ કોઇ કાળે સુધારી નહી શકાય.

“વિભા , તારી વાત સાચી છે. પણ આમાં એક સમસ્યા છે , અવની અને વંદનની હાજરીમાં નિલ કે સુઝી સાથે સરખી વાત કરવી યોગ્ય પણ નથી ને? ખુલ્લા મનથી એમની સાથે ચર્ચા કરવા માટે માત્ર એ બે જણ સાથે સીધી વાત કરવી યોગ્ય રહેશે અને તો જ એમનુ મન પણ કળી શકાશે. અને એમને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે.”

“ કરી જોઇ છે. મેં સુઝી જોડે તો આ અંગે ચર્ચા કરી જોઇ છે. સુઝીનુ માનવુ છે કે વંદન જે કંઇ છે એ એના લીધે છે. એના લીધે જ વંદનનુ ભણતર પુરુ કરી શક્યો છે એટલે એણે તો વંદન પાસે પ્રી નેપ્ચ્યુઅલ કરાર પ્રમાણે એની લગ્ન પહેલાની મુડીનુ અલગીકરણ કરી જ લીધુ છે. અને વંદન પાછળ થયેલા ખર્ચા જે લોન પેટે આપ્યા છે એ વંદન એને વહેલામાં વહેલી તકે પાછા આપે એવી ચીમકી ય આપી દીધી છે . પ્રી નેપ્ચ્યુઅલ કરાર સામે વંદનને એટલો વાંધો નથી, એ ય સમજે છે કે સુઝીની અંગત મુડી હોઇ શકે પણ જે રીતે ભણતરના ખર્ચા સામે ઉઘરાણી માંડી છે એ વંદનને ગમ્યુ નથી “

“ વ્હોટ? આ બધુ કરવાની સુઝીને શું જરૂર પડી?” અતુલને સુઝીની આ બધી ખટપટની તો જરાય જાણ જ નહોતી.”

“ એ જ તો મોટી ખાટલે ખોડ છે ને? આપણે….. ના ના સોરી મને આપણા પારીવારિક સંસ્કારોમાં ઉછરેલા વર અને કન્યાની શોધ હતી તો સૌ પહેલા મારે જ આપણા ખોટા સિક્કાને સરાણે ચઢાવવા જેવા હતા. “

“ સુઝીએ એવા તો કેવા ખર્ચા કરી નાખ્યા વંદન પાછળ? “

“વંદનની ફી,એના ભણતરનો ખર્ચો ,જવા આવવા માટે ગાડી લીધી એ બધા ખર્ચા એને આકરા લાગે છે.”

“અને વંદન કમાશે એની પર એનો હક નહી માંગે? ત્યારે પણ એની મુડીનુ અલગીકરણ કરી રાખશે? આ તો કેવી વાત? લગ્ન પછી તો પતિ –પત્નિનુ જે હોય એ સહિયારુ જ ને? “

“ હા, વાત તમારી સાચી છે પણ લગ્ન પહેલાનુ શું?સુઝીનુ માનવુ છે કે લગ્ન પહેલા તો જે હતુ એ એની એકલીનુ જ હતુ એટલે એની પર વંદનનો કોઇ હક નહી. સુઝીએ જે ડોલર આપ્યા એ તો એને લોન પેટે આપ્યા કહેવાય એટલે એ ડોલર વંદને પાછા ચુકવવા જ જોઇએ અને આ વાત વંદનને આકરી લાગે છે એવુ સુઝીનુ કહેવુ છે. સુઝીને વંદનના વિચારોમાં પુરૂષ પ્રાધાન્ય ધરાવતો અહંકાર દેખાય છે.

અતુલ ક્ષણેક વિચારમાં પડી ગયો. “ અને નિલ અવનીનુ શું છે? એમાં તો કોઇ દુવિધા નથી ને? “

“ છે .અહીં આખી વાત સુઝી અને વંદન કરતા જુદી દેખાય છે પણ છેવટે તો એક જ ગોળાના પાણીને ? નિલને દેશી અવની ખપતી નથી તો સાથે અવનીના મુક્ત વાણી-વર્તનને એ અપનાવી ય શકતો નથી. ક્યાંય બહાર ગયા હોય તો નિલ ગમે તે રીતે વર્તે પણ અવનીએ તો એની મર્યાદામાં જ રહેવાનુ. એક બાજુ આધુનિક પત્નિ જોઇએ છે તો બીજી બાજુ સતી સાવિત્રી બની રહે એવુ માને છે. જેસીકા સાથેની એની મિત્રતા એની અંગત પળો નિલને માણવી છે પણ અવની માટે એક લક્ષ્મણ રેખા દોરી રાખવી છે જેની બહાર અવનીએ પગ તો શું નજર સુધ્ધા નહી નાખવાની. અવની અને વંદન કંઇ એવા નથી કે એમની આ જોહુકમી ચલાવી લે.. હા ! જ્યાં સમજણ અને પ્રેમનો સવાલ હોય તો ત્યાં બધુ જ માન્ય હોય પણ સાવ આવી રીતે પોતાની માન્યતાના રંગે પરાણે રંગવા જશે તો આ નવા-સવા નવજીવનના રંગો નિખર્યા પહેલા જ ફિક્કા પડી જશે.   “

“ જરા ધીમી ખમ જરા શ્વાસ તો લે ભઇસાબ ,આમ એક ધારુ બોલીને અત્યારથી હાંફી જઈશ તો આ જીવનની રેસમાં કેવી રીતે દોડી શકીશ ? એક શ્વાસે વિભાએ બોલીને પોતાની અકળામણ ઠાલવતી હતી એ જોઇને અતુલે એને થોડી ટાઠી પાડવા પ્રયત્ન કર્યો પણ અંદરથી તો એ ય અકળાઈ રહ્યો હતો.

એક બાજુ આજની પરિસ્થિતિ જોતા વિભાના ઉતાવળા નિર્ણય માટે નિલ અને સુઝી કરતા ય વિભાનો દોષ વધારે દેખાતો હતો પણ હવે માથા પરથી પાણી વહી ગયા પછી એ પાણી પાછુ વાળવા કરતા એમાંથી કેવી રીતે સાંગોપાંગ બહાર નિકળી શકાય એ વિચારવાનુ અગત્યનુ લાગતુ હતુ.

વિભા અને અતુલની આંખમાં ઉંઘનુ નામ-નિશાન નહોતુ. વિભાના મનનો ઉચાટ અતુલના મનમાં આવી બેઠો હતો.હજુ તો આજ રાતની જ વાત હતી ને ડાઇનીંગ ટેબલ પર જે રીતે વંદન અને સુઝી વાતો કરી રહ્યા હતા એ જોઇને અતુલને ય લાગતુ હતુ કે અવની અને વંદનની વાત એક રીતે સાચી જ હતી. હવે આજના યુગમાં ભારતમાં ય કોઇ પતિ પત્નિની જોહુકમી ચલાવે એ તો દુરની વાત પત્નિ પણ હવે પતિની ખોટી વાત માની લેવા તૈયાર નથી હોતી તો આ તો અમેરિકા છે , કોણ કોની માલિકી સહન કરી શકવાનુ હતુ?

રંગમાં રંગ તાળી ત્યારે જ થાય જ્યારે બે હાથ એક સાથે તાલ આપે. અહીં તો પોતાના જ વાંકા હતા ત્યાં પારકાને સીધા ચાલવા કેવી રીતે કહેવાય? સુઝી અને નિલને તો એમ જ લાગતુ હતુ ને કે અમેરિકન સીટીઝનશીપ લેવી હોય તો વંદન અને અવની એ એમના કહ્યામાં રહેવુ જોઇએ.

ઓ ભગવાન ! આ તો કેવી દશા? હતાશ અતુલથી ઉંડો નિસાસો નખાઇ ગયો. વિભાના ચહેરા પર ઉદાસીનતાના વાદળો ઘેરાયા હતા અને એ આંખમાંથી ઉના ઉના આંસુ વહી રહ્યા હતા.

કંકોત્રી—- પ્રવીણા કડકિયા

માતા અને પિતાની કુનેહ

સુસંસ્કૃત તથા ભણેલાં માતા  પિતા, સારું ખાનદાન , આબરૂદાર  અને પૈસાપાત્ર   કુટુંબ હોય પછી તેમાં શું જોવાનું હોય? તેમના બાળકો કમસે કમ સભ્યતા ધરાવતા હોય તેમાં શંકાને સ્થાન નથી. અંગ્રેજીમાં સુંદર કહેવત છે, કદી પુસ્તક વિશેનો અભિપ્રાય ‘તેના બહારના મુખ પૃષ્ઠ પરથી ન  આપી શકાય’. પુસ્તક વિષે અભિપ્રાય આપતાં પહેલાં તેને વાંચવું આવશ્યક છે!

અતુલ અને વિભા સ્વભાવે સુંદર, પ્રેમાળ, સંસ્કારી અને પ્રતિભા સંપન્ન હવે  તેમના બાળકો સાવ સામાન્ય કક્ષાના હશે તેની કલ્પના કરવી પણ યોગ્ય ન લાગે! નીલ અને સુઝી સારું એજ્યુકેશનપામેલાં, પ્રોફેશનલ જૉબ કરતાં અને  ગધાપચીસી વટાવી ચૂકેલા હતાં. તેમના વર્તનમાં જો અસભ્યતા અને તોછડાઈ હોય તો તેમાં વાંક અમેરિકન કલ્ચર અને આડંબરનો!

અવની અને વંદન ભારતામાં જનમ્યા, ઉછર્યા અને ભણીને ડીગ્રી પ્રાપ્ત કરેલાં હતાં. તેમનીઈજ્જત કરવી તો ઠીક પણ ખુલ્લે આમ તેમનું અપમાન કરવું. તેઓ લાયકાત ધરાવતાં નથી એમ બતાવી પોતાને તેમના કરતાં ઉંચા બતાવવા એ શું સૂચવે છે? એ વર્ણવે છે તેમની પોતાની નબળાઈ. જો  કે એ વાત એટલી જ સાચી છે કે ભારતમાં જન્મી ને ઉછરેલાં તેમજ ભણેલા બાળકો બધા સંસ્કારી હોય? અવળચંડા અને ઉધ્ધત ત્યાંના પણ હોય છે. ત્યાંના માતા પિતા કઈ રીતે પૈસા કમાય છે એ વાત અજાણી નથી. પૈસો એ કોઈ પણ વ્યક્તિ સારી કે ખરાબ તે માપવાનું માપ દંડ નથી.

જ્યારે, માણસ એક આંગળી બીજાં તરફ બતાવે ત્યારે બાકીની ત્રણ આંગળીઓ   ખુદની તરફ હોય છે એ વિસારે પાડે છે. વંદન અને અવની આ તિરસ્કાર યુક્ત વર્તનથી તંગ આવી ગયાં હતાં.’દેશી  બલૂન’ ખૂબ ઘટિયા વિશેષણ હતું.  આ શબ્દમાં તે બંને વ્યક્તિનું અપમાન ઓછું પણ સમગ્ર ભારતિયતાની માનહાની જણાતી.

વિભા અને અતુલ ખૂબ ગંભીર પણે આ વિષય પર વિચાર વિનિમય કરી રહ્યા હતાં. સહુ પ્રથમ તેમણેનક્કી કર્યું કે નીલ અને સુઝીની સાથે ખુલાસા પૂર્વક વાત કરીએ. વંદન ગયો હતો હૉસ્પિટલમાં અને અવનીને નવા જોબ ઉપર ટ્રેઈનિંગમાં જવાનું હતું.  આજનો મોકો જોઈને અતુલે નીલ અને સુઝીને ડાઈનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા. વિભા સહુનો ભાવતો ગરમ બ્રેકફાસ્ટ બનાવી વાતમાં જોડાઈ.

‘તમારા બંને નું વર્તન જરા પણ સિવિલાઈઝ્ડ નથી’.

સીધો  મુદ્દા પર અતુલ આવ્યો. તેને ‘બીટ અરાઉન્ડ ધ બુશ’ પસંદ ન હતું.

“તમે શેની વાત કરો છો પપ્પા?” અજાણી બનતાં સુઝી બોલી.

‘ડુ નોટ એક્ટ સ્ટુપિડ, સુઝી યુ નૉ વૉટ આઈ એમ ટોકિંગ અબાઉટ.’

વિભાને થયું અતુલ ગરમ થાય તે પહેલાં વાતનો  દોર મારા હાથમાં લેવો હિતાવહ છે. ‘સુઝી તું અને નીલ જે રીતે વંદન અને અવની સાથે પેશ આવો છો એ શોભતું નથી.તમે લોકોએ મને અને પપ્પાને ઘરમાં કેવી રીતે રહીએ છીએ તે જન્મ ધર્યો ત્યારથી જોયા છે.’

‘મૉમ, તારી અને પપ્પાની વાત જુદી છે.’ નીલને આ સરખામણી ન ગમી.

કેવી રીતે ‘પપ્પા અને  હું’ પતિ પત્ની છીએ, જેમ તું અને અવની તેમજ સુઝી અને વંદન’!

સુઝી લગભગ ચીસ પાડી ઉઠી, ‘મૉમ સ્ટોપ ઈટ. નૉ વે ધ સિટ્યુએશન ઈઝ ધ સેમ’.

શૉ મી ધ ડિફરન્સ?’  અતુલ હવે ઠંડો પડ્યો હતો. તેને ખબર હતી અમેરિકાના જુવાનિયા બળેથી

નહી કળેથી માને.

બેટા તારી મમ્મી અમેરિકા આવી ત્યારે હું કમાતો હતો. શિકાગોની ઠંડીમાં તે ઘરની બહાર જવા તૈયાર ન હતી. કેટલી ધીરજથી અને પ્રેમથી મેં તેને અંહીની સ્ટાઈલ માટે તૈયાર કરી. હું પણ ‘દેશી બલૂન’ જ હતો. મમ્મી કરતાં ચાર વર્ષ પહેલાં ભણવા આવ્યો હતો. ત્યાંથી ‘દેશી બલૂન’ને  પરણી અમેરિકા લાવ્યો. તે ભણી અને પાંચ વર્ષ નોકરી કરી ત્યાં નીલ અને પછી સુઝી આવ્યા એટલે તેમને ઉછેરવામાં વ્યસ્ત થઈ ગઈ’.

અતુલ ખૂબ સ્માર્ટ હતો, તેમની ભાષામાં વાત કરી લેસન આપવા માગતો હતો. વિભાને અતુલની વાત રજૂ કરવાની અદા ખૂબ ગમી. અતુલ હમેશા ટુંકાણમાં અને ટુ ધ પોંઈંટ વાત કરવામાં કુશળ હતો. જૉબ ઉપર તેના હાથ નીચે ૨૫ જણાનો સ્ટાફ હતો. મોટાભાગે અમેરિકન અને કોઈક દેશી યા મેક્સિકન હતાં.

ચાલો હવે તમારી વાત કરીએ  ભારતથી લગ્ન કરીને અવની અને વંદન  તમારી સાથે અમેરિકા આવ્યા. તમને બંનેને ખબર હતી તેઓ સંપૂર્ણ પણે ભારતિય છે. એક વાત કહી દંઉ. ‘તમે બંને જનમ્યા શિકાગોમાં છો પણ કદી ન ભૂલશો તમારા માતા અને પિતા ભારતિય છે’. અમેરિકન સોસાયટીમાં તમે “ઈંડિયન’ જ ગણાશો.  અને એ ગર્વની વાત છે.’

સુઝી અને નીલ, અતુલને ખૂબ માન આપતાં. પપ્પાની સામે બોલવાની તેમને આદત ન હતી. હજું મમ્મીને કોઈ વખત ગમે તેમ બોલે પણ પપ્પાને નહી. તેથી તેમની વાત ઠંડે કલેજે સાંભળી રહ્યા.

‘પપ્પા, અવનીને આર્કિટેક્ટનું લાઈસંન્સ  મળી ગયું  છે .  મારા પર જોહુકમી ન કરે તેટલે તેને કાબૂમાં રાખવી જરૂરી છે. પાર્ટીમાં ખૂબ બેફામ વર્તે છે.’ નીલ પોતાની મુંઝવણ ઠાલવી રહ્યો હતો.

‘કેમ તારા કરતાં વધારે નથી કમાવાની અવની! પાર્ટીની વાત કરે છે , કદી તારું વર્તન નિહાળ્યું છે?તું કયા મોઢે તેને કહી શકે. કેટલા પેગ ચડાવે છે? કેવી ભાષા બોલે છે. કેટલી છૂટ અમેરિકન છોકરીઓસાથે લે છે? આ બધાનો સ્ટ્ડી કર પછી મને સમજાવવા આવજે’.

“સુઝી, તું વંદનને ગમે તે કહે કેવી રીતે  ચાલે? તને ખબર હતી અંહી તેને પરીક્ષાઓ પસાર કરીને રેસિડન્સી માટે અપ્લાય કરવું પડશે. પછી ફેલોશીપ કરવાની. ત્યાર પછી ટંકશાળ પાડશે ત્યારે તુંજલસા કરીશ!  તેં પ્રિ નપ્સ સાઈન કર્યું અમે કાંઈ ન બોલ્યા પણ તેને જે પૈસા આપે છે , તેના પરઉપકાર નથી કરતી, ઈનવેસ્ટ કરે છે.’

વિભાને થયું બસ આજ માટે  આટલો ડૉઝ પૂરતો છે.’અતુલ, પ્લિઝ ઈનફ ધે બોથ આર એડલ્ટસ  એન્ડ રિસિવ્ડ ધ મેસેજ’. ચાલો હેવ સ્માઈલ એન્ડ એન્જોય બ્રેકફાસ્ટ.’

બધાએ શાંતિથી આનંદ સાથે પતાવ્યો અને પોત પોતાના કામે વળગ્યા.સવારે જરા સ્ટ્રોંગ ડૉઝ પપ્પા તરફથી મળ્યો હતો એટલે સાંજના જ્યારે અવની આવી ત્યારે નીલે તેને આખા દિવસના સમાચાર શાંતિથી પૂછ્યા. અવનીને નવાઈ ખૂબ લાગી પણ એક અક્ષર બોલી નહી.

જોબ ટ્રેઈનિંગમાં અવનીનો  દિવસ ક્યાં પસાર થઈ ગયો તે ખબર ન પડી. લંચ પણ હેવી ખાધું હતું. ‘નીલ, હું જરા કલાક આરામ કરું?’ અવનિએ   પરમિશન  માગી એ નીલને ગમ્યું.

“શ્યોર, હું થૉડીવાર ફુટબૉલ જોઈશ. પછી ઈવનિંગનો પ્લાન કરીશું.”

વંદન કૉલ ઉપર હતો તેના આવવાના કોઈ ઠેકાણાં ન હતાં. સુઝીએ વંદનને સર પ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. ટાકોબેલમાંથી તેના માટે ડીનર લઈને તેની હૉસ્પિટલ પર ગઈ. વંદન તો સુઝીને જોઈનેનવાઈ પામ્યો.

‘વૉટ અ ગુડ સરપ્રાઈઝ’  .

‘આઈ  રિઅલી વૉન્ટેડ ટુ સરપ્રાઈઝ યુ’. હાઉ ડીડ યુ લાઈક ઈટ’.

વંદન ઉમળકાભેર બોલ્યો, ‘આઈ લવ ઈટ’.

સવારના લેક્ચરની અસર અત્યારે જણાઈ પણ એ કેટલી ટકશે તેનો કોઈ ભરોસો ન હતો!  અતુલ અને વિભા જોઈ રહ્યા હતા. એક પણ અક્ષર બોલવો નહી તેવું મનોમન નક્કી કર્યું હતું. બંનેને થયું જો ગાડી પાટા પર ચાલતી હોય તો દખલ કરવી નહી. આખરે તેમનો સંસાર છે. ‘ગોર પરણાવી આપે બાકી સંસાર તો પતિ અને પત્નીએ સાથે મળીને ચલાવવાનો હોય’.

વંદન અને અવની બધી પરિસ્થિતિ પોતાના માતા પિતાને ભારત જણાવતાં. અવનીની માને ઓરમન માએ ઉછેરી  હતી તેથી થોડી ભોળી હતી. એ તો અવનીના પિતા બે પાદડે થયા તેથીપૈસા ખરચી જાણે એ તો વળી અવની હોંશિયાર એટલે ભણી. બાકી તેના પિતા કઈ રીતે પૈસા કમાયા હતા એ બધી વાતો અતુલ અને વિભાને અમેરિકા આવ્યા પછી ખબર પડી.

અવનીને એના પિતા બરાબરની ચાવી ચડાવતાં. તેની ઉધ્ધ્તાઈ નીલથી છાની ન રહી.  તેથી તો એને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઘણી વખત બાપ બેટીના ટેલિફોન પરનો વાર્તાલાપ તેને કાને અથડાતો. તેને બહુ માથુ મારવાની ટેવ નહી તેથી ખાસ પ્રશ્નો પૂછતો નહી. અવની ઈન્ટરવ્યુ આપ્યા પછી નીલની વાત જરા પણ સાંખતી નહી. તેને ખબર હતી ૧૦૦ ટકા આ નોકરી મળશે. બાપબેટી શું ઘડા લાડવા વાળતાં તે તેમને ખબર?

વિભા અને અતુલ ખૂબ સીધા હતાં. તેમને દુનિયાની આંટીઘુંટીની ખાસ સમજ પડતી નહી. સમય જોઈને બાળકોને સમજાવવાની કોશિશ કરી હતી.

વંદનને ખાસ કોઈ ભારતથી કહેનાર હતું નહી. પિતા રિટાયર્ડ હતાં અને માતા સરળ. બંને જણાનેહતું કે દીકરાની વહુ અમેરિકન આવી છે તો ભણ્યા પછી દીકરો તેમના ઘડપણની લાકડી બનશે. અમેરિકામાં ડૉક્ટરો સારું કમાય છે એટલી જાણ તો બરાબર હતી. વંદને સુઝીના બધા નાચ નખરાં સહન કર્યા. તેને જાણ હતી  એમ.ડી.ની અમેરિકાની ડીગ્રી હાથ લાગવી જરૂરી છે.

સુઝીની બૉસીગીરી અને પ્રિ.નપ્સ વગર કોઈ હિચકિચાટે સહી કરી આપ્યા. અગમ બુધ્ધિ વાણિયાની વાપરી હતી. મહેનત કરવામાં તે પાછો પડે તેમ ન હતો. ભારતમાં ડૉક્ટર થવું અને તે પણ ડૉનેશન આપ્યા વગર એ નાની સુની વાત ન હતી. સંજોગોને સમજવા અને પવન પ્રમાણે પગલાં ભરવામાંતે કુશળ પુરવાર થયો.

સુઝી અને નીલ અમેરિકન વાતાવરણમાં ઉછરેલાં_ થોડાં તોરી હતાં પણ ક્રુકેડ નહી. તેમની ગણતરીખોટી પડશે એવો તેમને અંદાજ પણ ક્યાંથી હોય ?

હમણાંતો ગાડી પાટા પર  ચાલે છે એવું સહુને લાગી રહ્યું હતું. સુઝી અને નીલ ,પપ્પા મમ્મીની વાતસાંભળી થોડાં નરમ પડ્યા હતાં. નસિબ સારાં કે વંદનને રેસિડન્સી સેમ શહેરમાં મળી ગઈ. ત્રણઈંટર્વ્યુ પછી અવનીને પણ સારી રેપ્યુટેબલ ફર્મમાં નોકરી મળી. તેનો ભારતનો અનુભવ ખૂબ કામ  આવ્યો.

આજે લગભગ  મહિના પછી અવનીની   વર્ષગાંઠ પર અતુલ અને વિભાએ નવી કાર ગિફ્ટમાંઆપી. વંદન તો રેસિડન્સી ચાલુ કર્યા પછી મોટરબાઈક લઈ આવ્યો હતો. હોસ્પિટલમાં પાર્કિંગ કરવામાં ખૂબ સરળ રહેતું.

અતુલ અને વિભાએ ટૉસ્ટ કરી ખૂબ સાલસતાથી પ્રસ્તાવ મૂક્યો. બે મહિનાની મુદતમાં તમે ચારેય જણા ઘરમાંથી માનભેર વિદાય લઈ તમારો સંસાર શરૂ કરો. ‘તમે ચારેય જણા હવે લાઈન ઉપર લાગી ગયા છો! જ્યારે જરૂર પડશે ત્યારે અમારી પાસે આવી શકો છો. તમારી આવકમાં આરામથી ઘર ચાલી શકશે,’

સુઝી અને નીલને આનંદ થયો. આમ પણ તેઓ તો ક્યારના થનગની રહ્યા હતાં. તેમને પ્રાઈવસી અને ઈન્ડીપેન્ડન્ટ લાઈફ સ્ટાઈલ પસંદ હતી. આ તો અવની અને વંદન નવા હતાં તેથી તેમને ખાતર સાથે આટલો વખત રહ્યા.

વિભા અને અતુલ હવે તેમના બાળકો સેટલ થાય અને પોતાનો ઘરસંસાર તેમની મરજી મુજબ ચલાવે તેનો આનંદ માણવો હતો.

‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.’ માતા અને પિતા  પોતાની સમજ પ્રમાણે અને અનુભવની એરણ  પર ટીપાયા પછી બાળકોને સલાહ સૂચના આપે. બાકી અણસમજુ અને સ્વાર્થી માણસ પાસે સાચો  રાહ સાંપડે તે હવામાં બાચકા ભરવા બરાબર છે.

સમય તો કોઈનો મલાજો પાળતો નથી. પોતાનું કાર્ય અવિરત પણે કરે છે.

 

કંકોત્રી( ૮) પ્રવીણા કડકિયા

ઘર માંડ્યા

‘કુક કાઉન્ટી’ની હૉસ્પિટલમાં વંદનને રેસિડન્સી મળી. સુઝી આંખો ચોળતી રહી ગઈ. નવો નવો ઈડિયાથી આવેલો તેનો વર કેવી રીતે મેદાન મારી ગયૉ. વંદન પાણીદાર યુવાન હતો. સુઝી માત્ર  ‘દેશી’ હતો અને પોતે અમેરિકન એટલે તેને પાઈનો કરી નાખતી. ભારતમાં વગર ડોનેશને મેડિકલ સ્કૂલમાં જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. ગાડી પાટા પર ચડી ગઈ તેથી વંદન હવે ફુલ ફૉર્મમાં આવી ગયો હતો. ખૂબ મહેનત કરવી પડતી.  શરૂમાં ભાષાનો પ્રોબ્લેમ બહુ મોટો હોય છે. અમેરિકન લોકો બોલે તેમની ભાષા સમજવા ટેવ પાડવી પડે.

વંદને નવરાશના સમયે ટેલિવિઝન અને ન્યુઝ જોવાની આદત પાડી. જ્યારે કૉલ પર હોય ત્યારે બે દિવસ ઘરે પણ ન આવતો. ઘરે આવે ત્યારે થાકેલો હોય સીધો બેડમાં પડતાંની સાથે સૂઇ જતો. અધુરામાં પુરું ખર્ચાને પહોંચી વળવા ‘મુન લાઈટીંગનો’ ચાન્સ ગુમાવતો નહી. આમ પણ ઘરે આવીને સુઝી એને ક્યાં ઠરવા દેતી હતી! કુતરાની પુંછડી ભોંયમાં દાટો તો યે વાંકીને વાંકી.

વિભા અને અતુલે જુદા રહેવાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. સુઝીએ જાણી જોઈને પોતાના જૉબ પાસે એપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યો. તેને જરા પણ વંદનની લાગણી ન થઈ. શિકાગોની ઠંડીમાં વંદન મોટર બાઈક પર કેવી રીતે જશે. ‘હુ કેર્સની’ એટિટ્યુડ રાખતી હતી. વંદને બોલ્યા વગર કોઈ પણ પ્રતિકાર ન દાખવ્યો.  વિભાએ બંને બાળકોને ઘરમાંથી જે જોઈએ તે લઈ જવાની રજા આપી.

સુઝીને પોતાના બેડરૂમનો આખો સેટ અને ડ્રેસર  ગમતાં હતાં. વંદન તો માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી, કશું જ બોલતો નહી. અત્યારે તેની પ્રાયોરિટી અલગ હતી. સમય જ ક્યાં હતો?  મોટે ભાગે હૉસ્પિટલમાં જ હોય. સુઝી પોતાનું મનમાને તે પ્રમાણે વર્તન કરતી.

અવનિ ખૂબ ખુશ હતી. સારી નોકરી પગાર પણ સારો. ભારતનો અનુભવ ખૂબ કામ લાગ્યો. નીલને થયું પણ ખરું, ‘આ ભલે  દેખાય  છે દેશી પણ તેનામાં આવડત છે. ‘ તેણે સમજીને સબ વેના સ્ટેશન પાસે સરસ મઝાનો એપાર્ટમેન્ટ લીધો. બંને જણાની ઈનકમ સારી હતી. ઘર વસાવવામાં પોતાનું મનમાન્યું કરતો. અવનીએ વિચાર્યું નાની નાની બાબતોમાં ઝઘડા નથી કરવા. ‘ દોરડી બળે તોય વળ ન છૂટે’. નીલ પોતે સુપિરયર છે એમ વારે વારે કહી બતાવતો.  અવની તેને ઈગ્નોર કરતી અને તેનાથી અંતર રાખતી.

વિભા અને અતુલ ફોન પર તેમના ખબર પુછતાં. અવનિ અને વંદન સમજી ગયા હતાં. બહુ ઝાઝી ખટપટ કરતાં નહી, માત્ર કામથી કામ. સુઝી અને નીલ વાત કરે ત્યારે તેમના જીવનના રામાયણ, મહાભારતની  બધી વાત કરે. બંને ભાઈ બહેન તેમના સાથીની વાતો કરીને હસતાં. જાણે મોટો વાઘ ન મારતાં હોય!  વિભા સાંભળે પછી અતુલને કહે,’ આ બાળકોને ભારતમાં પરણાવ્યા તે ભૂલ તો નથી કરીને?.

‘જો, હવે જે થઈ ગયું તે વિસારી એમનો સંસાર સુખેથી ચાલે એવી પ્રભુને પ્રાર્થના કર.’

સારું હતું કે દેખવું નહી ને દાઝવું  નહી!’ બાળકોને કારણે તેમને પોતાની જીંદગીમા કલેશ નહોતો જોઈતો. આ ઉમર ઠરવાની છે.  અતુલ ખૂબ ધીર ગંભિર હતો. વિભા સમજુ અને શાણી હતી.  ભારતમાં લગ્ન કરી બાળકોને સ્થાયી કરવાનું સ્વપનું તેનું પુરું થયું હતું.  હકિકત અને અંત કઈ દિશામાં લઈ જશે તેની કલ્પના પણ છોડી દીધી !

વંદન પોતાના માતા અને પિતાને ધીરજ બંધાવતો. તે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવામાં માનતો નહી. અંહી તેને ઠારવામાં અવનિ સારો ભાગ ભજવતી. આમ જોઈએ તો બંને સમદુખિયા  હતાં. અવનિ અને વંદન  ભારતમાં ઉછરેલાં  અને  લગભગ  એક સમાન વાતાવરણમાં રહેલાં તેથી એકબીજાને સમજી શકતાં. નીલ અને સુઝી તો સમજવામાં કે ‘લેટ ગો’ કરવામાં બીલીવ જ નહોતાં કરતાં.

તેમની રોજની જીંદગી ચીલાચાલુ  હતી. ઘર , જોબ અને વિક એન્ડમાં  શોશ્યલાઈઝેશન.  લગ્ન પછીનો ઉમળકો, એક બીજા પ્રત્યે લાગણી , પ્રેમ , આદર વિ, નો સદંતર અભાવ. જે મુખ્ય હોય! ” સેક્સ લાઈફ” એ તો હવા થઈ ગઈ હતી. એકબીજાને ટાળવાનો સતત પ્રયાસ. જેમાં મોટે ભાગે સફળતા મળતી

વંદન રેસિડન્સીમાં કમાતો અને અવનિ તેના પ્રોફેશનલ  જૉબમાં છતાં પણ આચરણ અને વાણી ખૂબ વિયર્ડ રહેતાં. હવે સ્વતંત્ર હતા તેથી કોઈની રોક્ટોક પણ હતી નહી.

નરી આંખે જોઈએ તો ઘર મંડાયા હતાં. ઘરમાં જોઈતી બધી વસ્તુઓ પણ હાજર હતી. જો ચાર દિવાલ, રાચરચીલું, ગાડી અને ફૉન ઘરની વ્યાખ્યા હોય તો’ ઘર મંડાયા ‘હતાં.  વાસ્તવમાં તેને ઘર ન કહેવાય!

‘અરે, આજે તે ઘરમાંથી  ગાર્બેજ ન કાઢ્યું?  ભૂલી ગયો આજે ગાર્બેજ પિક અપ ડે છૅ”?

વંદન સવારે હૉસ્પિટલ જવા નિકળતો હતો ત્યાં સુઝી ચાલુ થઈ ગઈ.

‘અરે, રાતના થાકેલો મોડો આવ્યો હતો. મારા દિમાગમાંથી સ્લિપ થઈ ગયું!

આવી નાની વાત પર સુઝી રિસાઈ ગઈ.  સુઝી દર વખતે નાની વાતોને મોટું સ્વરૂપ આપે , થાકેલો વંદન બેપરવાઈથી લાંબો થઈ સૂઈ જાય. ક્યારે ઉંઘ આવે તે ખબર પણ ન પડે. તેને સમજાવા લાગ્યું હતું કે , કોઈને કોઈ બહાના હેઠળ સુૂઝી તેનાથી  દૂર રહેતી. તે મનમાં નવરાશની પળમાં વિચારતો,’ આ તલમાં તેલ નથી!’

અવનિને પણ કાંઇ સારા અનુભવ થતા નહી. હવે તો  અમેરિકન બીબામાં સંપૂર્ણ ઢળી ગઈ હતી. અંહીની આર્કિટેક્ટ છોકરીઓ કરતાં તેનો પગાર વધારે હતો. તેનું સ્પષ્ટ કારણ હતું. તેની આગવી પ્રતિભા અને કામ કરવાની કુશળતા. જેને કારણે નીલને “ઈન્ફિરિયારિટી કૉમપ્લેક્ષ” ડેવલપ થવા લાગ્યો હતો.

નીલની નોકરી આઠથી ચારની અને અવનિને મોડે સુધી કામ  હોય. ઘરે આવે ત્યારે બંને જ્ણ ભૂખ્યા હોય, નિલ તો ‘શેક્યો પાપડ પણ ભાંગતો નહી?” અવનિ પ્રત્યે જરા પણ લાગણી બતાવવી કે બે શબ્દ પ્યારના બોલવામાં તે સમજ્યો ન  હતો. અવનિ ખૂબ મુંઝાય એક તો માતા પિતાથી હજારો માઈલ દૂર અને પતિનું વર્તન સાવ બેહુદું. કરે તો શું કરે?

વિભા તેના પ્રત્યે થોડું માયાળુ વર્તન કરતી.  સ્ત્રી હતી , દીકરીની મા પણ હતી. સમજતી, પણ  પોતાની સોનાની જાળ પાણીમાં નાખતી નહી. કશું જ પૂછવાનું નહી. જો અવનિ દિલનો ઉભરો ઠાલવે તો તેને પ્યાર આપે.

ગયા અઠવાડીયે અવનિની વર્ષગાંઠ પર તેના આગ્રહથી બધા મેક્સિકન રેસ્ટોરન્ટમાં ડીનર લેવા ગયા હતાં. વંદન  અને  અવનિ ઘણા વખતે ભેગા થયા હતાં. બંનેની આંખો વાત કરતી હતી. જાણે બંને જણ સમદુખિયા હોય એવું કશું  એમની આંખો કહી રહી હતી. મોઢા પર હાસ્યનું મહોરું પહેરી બધા ડીનરની મઝા માણતા હતાં. નીલ અને સુઝી પોતાની વાતોમાં ગુંથાયા. અતુલ પોતાના સ્વભાવ પ્રમાણે સાંજનું વાતાવરણ હળવું રાખવામાં સફળ થયો.

વંદને, અવનિને વર્ષગાંઠની શુભકામના આપી.  ‘હાય, લાગે છે હવે તમે બરાબર જોબ પર ગોઠવાઈ ગયા છો”?

અવનીએ હા પાડી પછી હસીને કહે ,’પણ જીવનમાં હજુ ‘બોલતા જ નહી, અંહી પણ એવા જ હાલ છે. સારું છે, મારે બહુ ઘરમાં રહેવાનું હોતું નથી ! રેસિડન્સમી અંહી બરાબરનો દમ કાઢે છે. ઉપરથી. ‘મુનલાઈટીંગ’ પણ કરું છું. ઘરે હોંઉ ત્યારે ઉંઘતો હોંઉ એટલે સુઝી સાથે ખટરાગ થતો નથી. એ એના રસ્તે  હું મારા રસ્તે.’

‘મારે પણ થોડું એવું છે. ‘લોંગ  અવર્સ’ અને ઘરકામ બહુ થાકી જવાય છે.  નીલ પાસે તો તેની ગર્લફ્રેંડસ ‘ સિવાય બીજી કોઈ વાત હોતી નથી!’

વંદનને અવનિ માટે લાગણી થઈ. ‘જો કોઈવાર મન હળવુ કરવું હોય તો મિસ કૉલ આપજો. મને સમય હશે ત્યારે વાત કરીશું’. આપણા દેશની અને માતા પિતાની યાદ આવે એ સ્વાભાવિક  છે. અવનિ ખુશ થઈ ગઈ. એને ગળા સુધી ભરોસો હતો કે વંદન તેને સમજી શકશે. આખરે બનેનો જન્મ, ઉછેર અને ભણતર ભારતમાં થયા હતાં

નીલ અવનિ માટે સુંદર ગુલાબના ફુલનો બુકે લાવ્યો હતો. સુઝી તેના માટે ગુચીનું પર્સ લાવી. વિભા સરસ મજાનો મેસીઝમાંથી ડ્રેસ લાવી. અવનિની ખુશીમાં ઉમેરો કરવાનો સહુનો ઉપર છલ્લો પ્રયત્ન સફળ થયો. અવનિએ પળભર માટે બધા નિરાશાજનક વિચાર ખંખેરી નાખ્યા.

સોમવારે અવનિની તબિયત ઠીક ન લાગી. જૉબ ઉપરથી લંચ ટાઈમમાં નિકળીને ઘરે આવી ગઈ. વંદન મુનલાઈટીંગ  પતાવી ઘરે આવી રહ્યો હતો. યાદ આવ્યું ચાલ અવનિને ફોન કરું. સમય હશે તો વાત કરશે નહિતર હલો કરીને મૂકી દઈશ.

ફોનની રીંગ વાગી. અવનિ વાત કરવાના મુડમાં ન હતી. વંદનનું નામ જોતાં ફોન ઉપાડ્યો.

‘હાય’!

‘કેમ અત્યારે?’

‘અરે હું ઘરે જઈ રહ્યો હતો. તમને હલો કરવા ફૉન કર્યો.’

‘સારું થયું. મને ઠીક નથી લાગતું એટલે ઘરે આવી આરામ કરું છું.’

વંદને સ્કૂટર ઘુમાવ્યું. અવનિના ઘર તરફ મારી મૂક્યું. ‘આઈ એમ ઓન માય વે’. કહી ફોન મૂકી દીધો.

અવનિ કાંઈ વિચાર કરે કે શામાટે ખોટી તકલિફ લે છે. હું તો આરામ કરીશ, આદુ, ફુદીનાની ચહા પીશ  એટલે સારું થઈ જશે.  એમ વિચારી ચહા મૂકવા ઉઠી. વંદન પણ આવતો હતો એટલે વધારે બનાવી. વીસ મિનિટમાં તો વંદન આવી ગયો.

સહુ પહેલાં તેના કપાળે હાથ મૂક્યો. તાવ ચેક કરવા માટે. ડૉક્ટર હતો વંદન! આટલા પ્રેમથી નીલે કદી અવનિને સ્પર્શ કર્યો ન હતો. અવનિ વિચલિત થઈ ગઈ. આંખો બંધ કરી તે સ્પર્શનો આનંદ લુંટી રહી.

વંદન ચમક્યો. એણે તો  તેનું  ટેમ્પરેચર  જોવું હતું. આવો પ્રતિભાવ મળશે તેનો ખ્યાલ પણ ન હતો!

‘ બટ, નાઉ ઈટ વૉઝ ટુ લેટ’!

“બંને જુવાન હતાં. ભુખ્યા ડાંસ વરૂ જેવા હતાં.  હાલતના માર્યા હતા. સમદુખિયા હતાં. સંયમ રાખી અમેરિકામાં જીવી રહ્યા હતા. કોઈ પણ નિર્ણય લઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી.’ આજે પ્રેમ ભર્યો સ્પર્શ અવનિને ગમ્યો.

ખબર ન રહી કેટલો સમય પસાર થઈ ગયો. વંદને હાથ ખસેડ્યો ત્યારે અવનિની વિચારમાળા ટૂટી, ‘અરે, વંદન આ ચહા ઠંડી થઈ ગઈ?’

સમય ઓળખીને બોલ્યો, અરે તાવ તો જરાય નથી. શરીરમાં થાક હશે! ગરમ ચહા સાથે બે એડવિલ લઈને સૂઈ જાવ’. સારું લાગશે.’ કહી ચહા પીવા લાગ્યો.

આ ખારી બિસ્કિટ તાજી છે ,લેજો.  આપણને તો પડવાળી ખારી બિસ્કિટ ચહા સાથે ખૂબ ભાવે ,ખરું ને!

વંદન માત્ર, ‘હા’ કહી ખાવા લાગ્યો.

વંદન થોડી વાર બેસી આડી અવળી વાતોએ વળગ્યો બંને ને ખ્યાલ ન રહ્યો કે નીલને આવવાનો સમય થઈ ગયો છે.  કોઈ ચોરી નહોતા કરતાં  પણ નીલનો સ્વભાવ બંનેને ખબર હતી.

વંદને ઉઠવાની તૈયારી કરી. ત્યાં નીલ પ્રવેશ્યો.

‘અરે, વંદન તમે ક્યાંથી?’

‘આ તો અવનિને સારું નહોતું તેથી ચેક કરવા આવ્યો. આજે વહેલું કામ પુરું થયું હતું!.’

નીલ જાણે ચિંતામાં હોય તેમ. ‘અવનિ ડાર્લિંગ, શું થયું”?

અવનિ, ‘ડાર્લિંગ’ શબ્દ સાંભળીને ચમકી, કાંઈ નહી જરા શરીર દુખતું હતું એટલે લંચમાં ઘરે આવી આરામ કરવો હતો.

વંદને જવાની રજા માગી. તે ગયો એટલે તરત જ.

‘મારી ગેરહાજરીમાં શું ચાલે છે?’

અવનિ જરા પણ ઝઘડવાના મુડમાં ન હતી. ઠંડા કલેજે બોલી, ‘કાંઈ નહી’.

‘વંદન અંહી શું કરતો હતો?

‘મને મળવા આવ્યો તો શું હું ના પાડું?’

નીલે પોતાનો ખરેખરો રંગ દેખાડ્યો. ‘તારી આવી બેફામ રીતે વર્તન કરવાની આદત મને ગમતી નથી. જરા પણ લાજ શરમ છે કે નહી?

તારા માતા પિતાએ સભ્યતા શિખવી છે કે નહી?’

અવનિ ખૂબ નારાજ થઈ. બોલવાની તાકાત હતી નહી. તેને આરામ કરવો હતો. પોતાના વહાલાં માતા અને પિતાનું નામ સાંભળી બેડરૂમમાં ગઈ અને બારણું લૉક કરી રડવા લાગી”.

મનોમન વિચારી રહી કયા ચોઘડિયામાં લગ્ન કરી અમેરિકા આવી હતી! વર્તમાનમાં આવી હાલત  છે. કોને ખબર કાલ કેવી ઉગશે?

કંકોત્રી ૧૦ -વિજય શાહ

નીલ, અવની આવા નાણાકીય નિયંત્રણનાં પગલા લેશે તે વાત કલ્પી શકવા શક્તિમાન ન હતો.  તેને મન તો અવની દેશી છે. તેને અંગુઠા હેઠળ દબાવી રખાશે તેવી ધારણા હતી. જે વાત  બે  વરસનાં ટૂંકા ગાળામાં ખોટી પડી. તેનો ડુમો ભરાઇ આવ્યો હતો.

તેણે વિભાને ફોન જોડ્યો, “મોમ!”

“ હા બોલ બેટા!”

“ શું બોલું મોમ? આ મગમાંથી પગ નીકળવા માંડ્યા..”

“ જરા સમજાય તેવું બોલ   બેટા.”

“ અવનીએ તેનો પગાર જુદા ખાતામાં મુક્યો. પાછી એવું કહે છે ખર્ચનો હિસાબ આપ અને હું મારા ખર્ચના ભાગનાં પૈસા આપીશ.”

“ તે એમાં ખોટું શું છે? તું  કમાય છે અને એ પણ કમાય છે.”

“ મોમ, ખોટું એ થયુ છે કે જે હું એની સાથે કરતો હતો, તે આજે એણે મારી સાથે કરી મને ભોંય ચટાડી છે.”

“એટલે?”

“એટલે, એણે મારી પાસે હિસાબ માગ્યો.  હું તો માનતો હતો કે આ ‘દેશી બલૂન’ને  અમેરિકાનાં કાયદા કેવી રીતે સમજાય? પણ આતો જબરી નીકળી.”

“ જો પતિ અને પત્ની વચ્ચે સ્પર્ધા ના હોય. એકમેકના પૂરક થવાનું. એ ચેક ના આપે તો તું તારો ચેક એને આપને?”

“મોમ? મેં ભાંગ પીધી છે કે મારો કંટ્રોલ એને આપી દઉં?”

“ જો મારી વાત તને ના ગમતી હોય તો મને વચ્ચે ના નાખીશ. તારા પપ્પાએ મને આખી જિંદગી તેમનો પે ચેક આપ્યો છે. સારા લગ્ન જીવન માટે જરૂરી વાત. એક મેક ઉપર  ભરોસો  કેળવતા શીખવુ પડશે .”

“ મોમ, મને  એમ હતું કે તમે અવની ને ભારતીય નારી થવાનું શીખવશો એને બદલે મને તમે ભારતીય રીતો શીખવવા માંડી. તમારી સાથે તો વાત જ કરવી નકામી છે.” કહી નીલે ફોન જોરથી બેંગ કર્યો.

જ્યારે નીલ, વિભા સાથે વાત કરતો હતો બરાબર તેજ સમયે સુઝી પણ મમ્મી સાથે ફોન પર વાત કરવા પ્રયત્ન કરતી હતી. ફોન બીઝી આવતો હતો તેથી કંટાળીને પપ્પાને ફોન કર્યો.

અતુલે ઉલટાની સુઝી ને ખખડાવી.” નીલ તો  ઉતાવળો છે,પણ તારાથી વંદન ને આવું કેમ કહેવાય? આતો તેં સિધો  એના ચારિત્ર્ય ઉપર આક્ષેપ કર્યો.”

“ પપ્પા, વાત તો મારી સાચી છે ને? મારી પરવાનગી વીના નીલને ત્યાં ના જવાય ને?”

“ હા, પણ પુરું જાણ્યા વિના શંકા કરવી તે મોટો ગુનો કર્યો  કહેવાય. આગળ પણ’ પ્રી નેપ ‘કોટ્રાંક્ટ કર્યો ત્યારે મેં કહ્યુ હતું કે કાયદાની મર્યાદામાં રહેશો તો તમારા રાજવી શોખ પુરા થશે. ડોક્ટર, જ્યારે કમાવાનું શરુ કરશે ત્યારે તારી આવક કરતા ઘણો આગળ હશે. પાછા વળતા શીખો અને સમયની નજાકત સમજી વળી જાવ!”

ડેડી તમે પણ! છણકો કરતા સુઝી બોલી. અતુલ સમજતો હતો કે સુઝીનું અભિમાન ઘવાયુ હતું. જો તે અત્યારે વળી જશે તો લાંબે ગાળે દુઃખી નહી થાય.  તેથી બોલ્યા,” બેટા દાંપત્ય જીવન એક એવી જગ્યા છે જ્યાં ગુમાન હારી પ્રેમ મેળવાતો હોય છે.”

સુઝી વિચારમાં  પડી ગઈ અને બોલી “ પપ્પા તમે સાચા હશો પણ હવે આટલી દાદાગીરી કર્યા પછી વળવું અઘરું છે!”

અતુલભાઇ બોલ્યા, ‘ સારુ છે કે વંદન ભારતીય  છે. તું વળી જઇશ તો તે બધું ભુલી જશે. જઇ ને પ્રેમથી એક વખત નમી તો જો.”

આ બાજુ નીલ જ્યારે વિભા સાથે વાત કરતો હતો, ત્યારે અવનીએ પોતે પહેલી વખત સાચી હતી અને કોઇ પણ જાતના મનદુઃખ વગર નીલને વાત કરી અને સફળ રહી તે વાત કહેવા વડોદરા મમ્મીને ફોન કર્યો.

“ મમ્મી!”

લીના બહેન તો અવની નો અવાજ સાંભળી ખુશ ખુશ થઇ ગયા.

“બોલ બેટા! ઘણાં સમય પછી ફોન કર્યો?”

“ હા મમ્મી, આ વખતે મેં નીલની દાદાગીરી સહન ના કરી”

કશીક અમંગળની એંધાંણી જણાતા “બેટા! બધુ ઠીક તો છે ને?”

“ જો મમ્મી! પહેલું વરસ તો જાણે પપ્પા, મમ્મીને ઓળખવામાં અને ભણવામાં જતું રહ્યું. હવે અમેરિકાનાં લોકો સાથે ડીલ કરવાનું  મને સમજાયું તેથી સારી નોકરી મળી.”

“ જો તું વધુ બોલે તે પહેલા મારો મત સમજી લેજે. બેટા તું ત્યાં કેરીયર બનાવવાનાં મુખ્ય ઉદ્દેશ સાથે નથી ગઇ..નીલ સાથે લગ્ન જીવન પણ જીવવાનું છે.”

“ મમ્મી એજ વાત ઉપર આવું છું.  છેલ્લા છ મહીનાથી અમે જુદા રહીયે છીએ. નીલને મારા કરતા મારા પૈસામાં વધુ રસ છે.”

“એટલે?”

“એટલે મને એમ કે એ સમજીને પાછા વળશે પેલી જેસીકાના લફરાંમાંથી!’

“ જેસીકા? કંઇ સમજ પડે તેવું બોલ બેટા?” લીના બહેને પોતાની મુંઝવણ કહી.

“ હા મમ્મી, અહીં વાઇફ એ તો ખાલી સ્ટેટસ સિમ્બોલ. ગર્લ ફ્રેંડ વાઇફ કરતા પણ મોટી વાત. અત્યાર સુધી વેઠ્યું,  આશામાં કે સહુ સારું થશે. આજે તો તે ભારતીય પતિરાજ ની જેમ વહેમાયા. વંદનકુમાર મારી ખબર પુછવા આવ્યા હતા. ત્યારે તેમને થયું કે મારી ગેરહાજરીમાં કેમ આવે છે? એટલે મને લાગ્યું કે આ તો સગવડીયા નીતિ છે. પોતે છીનાળું કરે તો અમેરિકન અને મારે માટે ખોટી શંકા!”

“ પછી?”

“ આજે મેં કહી દીધું કે નક્કી કરો, જેસીકા કે હું?  બંને તો નહીં.”

“ હેં? એવુ કેવી રીતે કહેવાય?”

“ મારો પગાર જુદા ખાતામાં જમા કરાવીને કહી દીધું, આપણે પાર્ટનરની જેમ રહીશું જે કંઇ ખર્ચ આવે તે આપી દઇશ”

“પછી?”

“હંમણાં તો ધુંધવાયેલા છે. એમને પાછા તો પડવું જ રહ્યું”

“ પણ માનો કે ના પડ્યા તો?”

“તો જેસીકા પ્રકરણ મમ્મી અને પપ્પાને કહી જોઇશ.”

“ ઓ મારા પ્રભુ! બેટા તું દસ હજાર માઇલ દુર છો! કંઇ ગરબડ થઇ જશે તો?”

“ એમ વિચારીને બે વર્ષ દબાઇ, ચુમાઇ ને કાઢ્યાં.  હવે બહુ થયું સારી નોકરી છે. શીકાગોથી હવે પરિચિત થઇ ગઇ છું.”

“ પણ બેટા!”

“ મમ્મી, બહું ફીકર ના કરીશ જે ખોટું છે તે છે . જરૂર પડશે તો જેસિકા ને મળીશ અને કોર્ટે ચઢીશ.”

લીના બેન અંદરથી ધ્રુજી ગયા, પછી ઠાવકાઇ થી બોલ્યા.” તું સાચું કરે છે અવની,જુલમ સહેવો તે પણ ગુનો છે.”

નીલે ફોન ઉપર ચાલતી વાતનાં છેલ્લ શબ્દો સાંભળ્યા…. “ મમ્મી બહું ફીકર ના કરીશ જે ખોટું છે તે છે જ. જરૂર પડશે તો જેસિકા ને મળીશ અને કોર્ટે ચઢીશ.”

*-*

વંદને લેફ્ટોવર ખાધું અને ફોન લઇ ને બહાર નીકળ્યો.

સુઝીને પહેલી વખત લલકારી  અને  તે પાછી પડી! તે બાબતથી રાજી થવાને બદલે તેના મનમાં એક ભયનું  લખલખું પસાર થઇ ગયું.  વિફરેલી નાગણ કેવી રીતે ડંખ મારશે તેની કલ્પના કરવી શક્ય નથી. સાંજની લટાર મારવા એ સબડીવીઝનમાં જતો હતો તેથી સુઝીને બતાવ્યા વિના નીકળી ગયો. નવી જગ્યાએ પગાર ઉપરાંત ભાગીદારીની શક્યતા હતી અને આમેય વંદન કામ કાજમાં સ્ફુર્તિલો અને ચોક્કસ હતો તેથી તેના આવવાથી હોસ્પીટલમાં કામ વધવાનું હતુ. તેણે પપ્પાને આ બધી વાત કરવા ફોન કર્યો.

“ પપ્પા!”

“વંદન બેટા, બોલ!”

“પપ્પા તમને બે સમાચાર આપવા ફોન કર્યો છે.  મારી સારી નોકરી અને ભાગીદારી નક્કી થઇ ગઈ છે. હવે હું થોડા પૈસા દર મહિને  મોકલી શકીશ.”

“ સરસ બેટા! ખંતથી કામ કરજો અને નિર્ધારેલ માર્ગે પ્રભુ  સફળતા તને અપાવે તેવી  પ્રાર્થના. બીજા સમાચાર? હું દાદા બન્યો?’

“ ના. પપ્પા. તે દિવસ હજી દૂર છે.પણ સુઝીના વર્તનથી આજે મારું મન ખાટું થઇ ગયું છે.”

“ કેમ શું થયુ?”

“ આજે, અવની ભાભીની તબિયત સારી નહતી એટલે હું તેમની ખબર કાઢવા ગયો. તે વાતની નીલને જાણ નહતી. નીલે  તે વાતને બહુ ખરાબ રીતે ચગાવી. તેને કારણે સુઝી એ આજે  વાતને શંકાની રીતે જોઇ અને મને પુછ્યું, “ કેમ તું ત્યાં મને પૂછ્યા વીના ગયો?’

“પછી?”.

“મેં મારી રીતે ખુલાસો આપ્યો પણ મને બહું જ ખરાબ લાગ્યું. આટલો શંકાશીલ સ્વભાવ? જિંદગી કેવી રીતે જાય?”

‘પપ્પ, શાંત હતા’.

“ડોક્ટર તરીકે હું દર્દી ને જોવા જતો હોંઉ અને આ ટૂંકા મનનાં વહેમી માણસો મને શંકાની દ્રષ્ટીએ જુએ. જ્યાં ત્યાં રોડા નાખે તે રીતભાત મને નથી ગમ્યા. મને તે વખતે જે સાચુ લાગ્યુ હતું, તે કહી દીધું.”

“ પણ આ ઝઘડાને હવે લંબાવીશ નહીં.”

“ પપ્પા ઝઘડો તો તેણે શરુ કર્યો હતો. હવે હું  એની સામાન્ય વાતોમાં ડખલ કરવાની આદતથી કંટાળ્યો છું.”

“ બેટા! સંસાર એમ કંટાળવાથી કે ઉકળી જવાથી બનતો નથી. માથા ઉપર ઠંડો બરફ રાખી પરિસ્થિતિને કાબુમાં લેવી રહી.”

“ બરોબર પપ્પા! આ કનડગત છે. વહેમનો કોઇ ઇલાજ નથી. હવે જે થાય તે જોઇશું?”

“ વંદન તારી વાત સાચી છે. આ કનડગત જ કહેવાય”

સામે છેડેથી હકાર આવતો સાંભળી વંદને ફોન મુકી દીધો.

વંદનનો અનુભવ હતો કે તે બહાર આંટો મારીને આવે ત્યાં સુધીમાં મહદ અંશે સુઝી  રૂમમાં જઇને સુઇ ગઇ હોય. જો ખૂબ ગુસ્સામાં હોય ત્યારે આંટા મારતી હોય. આજે નવી નવાઇની વાત હતી તે સુતી પણ નહોતી કે આંટા પણ નહોતી મારતી. વંદન ની રાહ જોતી હતી!

એણે ઘરમાં પગ મુક્યો અને ઘાંટાની અપેક્ષા હતી તેને બદલે સુઝી બોલી “ વંદન આઇ એમ સોરી! મારે આટલો ગુસ્સો કરી  તને કહેવું જોઇતું નહોતું!”

વંદન માની શક્યો નહી. સુર્ય પશ્ચિમે કેમનો ઉગ્યો?

તેણે તિક્ષ્ણ નજરે સુઝી તરફ જોયું. અને કંઇ પણ પ્રત્યુત્તર આપવા જાય તે પહેલા સુઝી ફરી બોલી “ નીલની ભૂલ કહેવાય તેણે તને અને અવની ને આવી રીતે વિચાર્યા.  યસ યુ વર રાઇટ! ડોક્ટર અને દર્દી વચ્ચે આવું વિચારવું તે મારી પણ ભૂલ છે . તેથી મોટી ભૂલ એ છે કે કશું જોયા અને સમજ્યા વિના તે બાબતે મેં ઘાંટા પાડ્યા.”

વંદન નો ચહેરો બદલાતો સુઝી જોઇ શકી તેણે મનોમન પપ્પાનો આભાર માન્યો.’ દેશી બલૂન’હોવો આવે સમયે આશિર્વાદ છે.

“ જો સુઝી અહીં અમેરિકામાં લગ્નો જલ્દી તુટે છે તેનું કારણ બીન સંહિષ્ણુતા છે.”

સુઝીને ગુજરાતી શબ્દો બહુ ના સમજાયા. તેથી જે સમજી તે બોલી “યુ મીન એડેપ્ટીબીલીટી, રાઇટ?”

વંદને હકારમાં માથુ હલાવતા અને વધુ ઉમેરતા કહ્યું, “અહીં લોકો પોતાના વિશે જ વિચારે છે. પોતાના આવા કાર્યથી સામેવાળા ઉપર શું અસર પડશે તે વિચારતા  નથી.”

“ ઓહ કમોન,  હું તો આજની વાત કરું છું. અધરવાઇઝ આઇ ડોન્ટ કેર. નીલ જેવું મારે વિચારીને તને ખખડાવવાની જરુર ન હતી.  એંડ યુ હેવ વેલીડ પોઇંટ. એકમેક ની મરજી સિવાય કશું ક્યાંય થતુ નથી. વળી ભારતમાં સગાઓ વચ્ચે માન અને અંતર હોય  છે તેવું મમ્મી અમને વારંવાર કહેતી હોય છે

ભારત ફોન ઉપર વંદન અને અવનિએ માતા તેમજ પિતાને હકિકત જણાવી. વિભા અને અતુલ,  નીલ તેમજ  સુઝીને ઠંડા પાડવામાં સફળ થયા. ભલે એવું લાગે કે  પરિસ્થિતિ થાળે પડતી જાય છે. ભિતરમાં લાવા સળગતો હતો!  ઉપર રાખ હતી! —————

કંકોત્રી (૧૧) પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

નીલે બેફિકરાઇથી  હોટેલનું બીલ, બટિકનું વૉલ હેંગિંગ અને લેડીસ પર્સ ત્રણેયના આપેલાં ચેક બાઉન્સ થયા. અવનિએ ત્રણેય ચેકઅમે બેન્ક એકાઉન્ટ બદલ્યો પહેલા અપાયેલા એટલે બાઉન્સ થયા, સોરી ફોર  ઈનકન્વિયન્સએમ મેનેજરને જણાવ્યું. કેશ આપી કલેકટ કરીને પોતાના ઓફિસના ડ્રોઅરમાં મુક્યા. ફોટો કોપી ઘરે લઇ આવી નીલને આપી તો તેણે અવનિ સામે જોતા પુછ્યું,

શું છે?’

કેમ વાંચતા નથી આવડતું? તારા આપેલા ચેક બાઉન્સ થયા મેં કેશ આપી ક્લિયર કર્યા છે.’

હાં,તો? એમાં શી મોટી ધાડ મારી?’ નીલે જરા કરડાકીથી કહ્યું.

પપ્પાની આબરૂ ખાતર એમના દીકરાની ભૂલ જેને તુંદેશી બલુનકહે છે, ભારતીય નારીએ સુધારી છે. પણ એમ સમજતો કે દર વખતે તું ભૂલ કરે અને હું સુધારીશ ભ્રમમાં પણ રહેતો,’ અવનિએ આવેશમાં આવી સંભળાવ્યું.

તું કહેવા શું માગે છે?’ એકદમ ઊભો થઇ અવનિની સામે ઝીણી આંખે જોતા પુછ્યું?

કે, હવે ચેક આપે તે પહેલા તારી પોતાની બેન્ક બેલેન્સ જોઇને આપજે.’ એક શિક્ષક ઠોઠ નિશાળિયાને જે રીતે ચેતવણી આપે તેમ અવનિ બોલી.

આવી શિખામણ આપવાની જરૂર નથી, હું મારૂં ફોડી લઇશ!’ બેફિકરાઇથી નીલે જવાબ આપ્યો.

અરે હા, ફોટો કોપી એટલા માટે આપી છે કે, બધા ચેકની ટોટલ રકમનો ચેક મને આપી દેજે.’ જરા કરડાકીથી અવનિએ નીલને જણાવ્યું.

કેમ?’ ઓચિંતા ધડાકા માટે નીલ તૈયાર હતો.

ઘર ખર્ચનો ૫૦% હું આપીશ જેસિકા માટે વપરાયેલા પૈસા આપવા હું બંધાયેલી નથી.’ સાંભળી નીલ અવઢવમાં પડી ગયો.

અગર હું રકમ આપું તો તું શું કરી લઇશ?’ જરા ડારો આપવા નીલે પાસો ફેંક્યો.

વખત આવે ખબર પડશે!’ સાંભળી નીલને અવનિએ ભારત કરેલા ફોનના છેલ્લા શબ્દો યાદ આવ્યા. ‘હું જેસિકા બાબત પપ્પાને વાત કરીશ અથવા કોર્ટે ચઢીશ‘, નીલ એકદમ અંદરથી કંપી ગયો.

તું મને ધમકી આપે છે?’ પોતાના રોફનો મહોરૂં રાખીને નીલે લુલો બચાવ કર્યો ?

ના તને તારા સવાલનો જવાબ આપુ છું.’ ઠંડા કલેજે બે ફિકરાઈથી અવનિએ કહ્યું.

જવાબ માય ફુટ, કહી નીલે કાગળિયા ઉછાળ્યા ને બારણું પછાડી  ઘર બહાર જતો રહ્યો.

           સુઝીના વર્તનથી વંદનને લાગ્યું કે કદાચ એને પોતાની ભુલ સમજાઇ હશે. તેથી સુધરવા પ્રયત્ન કરતી હશે. બે દિવસ કોઇ ઝઘડા વગર પસાર થયા. ત્રીજા દિવસે સવારનું પેપર લેવા બારણું ખોલતા દરવાજા પાસે સ્નો સાફ કરવા વપરાતો પાવડો બારણાની ભીંત પાસે ઊભો મુકેલું જોઇ સુઝી બાથરૂમમાંથી બહાર આવતા વંદન સામે બરાડી ઉઠી.

સ્નો હટાવીને પાવડો બહાર રહેવા દીધો? કોઇ ઉપાડી જશે. ઘરની ચીજો સાચવતા પણ તને શિખવાડવું પડશે?’ સુઝીએ આવેશમાં કહ્યું.

પાવડો આપણો નથી આપણો જયાં મુકાય છે ત્યાં છે’ .નેપકીનથી મ્હોં લુછતા વંદને કહ્યું.

એક તો ભુલો કરે છે ને ઉપરથી જુઠું બોલે છે?’ ઉશકેરાઇને સુઝી બોલી.

મારી આદત નથી જુઠું બોલવાની તને  મુબારક,’ શાંતિથી વંદને કહ્યું.

તું કહેવા શું માંગે છે? એમ કે હું જુઠા બોલી છું?’વધુ મોટા અવાજે સુઝીએ કહ્યું.

અગણીત વખત તું બોલી છો. મેં નોંધ નથી રાખી. ચીજો જ્યાં ત્યાં મુકી દેવાની તારી આદત છે, મારી નહીં! મને મારી માએ શિખવાડયું છે કે, જે ચીજ જ્યાંથી ઉપાડો તેને પાછી ત્યાં મુકો તો રાતના અંધારામાં પણ તમારા હાથમાં આવવી જોઇએ.’  ખૂબ શાંતિથી વંદને કહ્યું.

સુઝીને સચોટ વાત સાંભળી થયું,વંદનની વાત સાચી છે‘.

વંદનને ઝઘડો લંબાવવો હતો બોલ્યો, ‘હવે વાત રહી પાવડાની તો બે ઘર દૂર રહેતી બુઢ્ઢી નેન્સી જહોનનું છે. પેપર લેવા માટે મેં બારણું ખોલ્યું ત્યારે સ્નો જોઇ હું આપણો પાવડો લેવા જતો હતો. ત્યારે જોયું બિચારી કેડ પર હાથ રાખી પોતાના ઘર પાસેનો સ્નો હટાવાની કોશીશ કરતી હતી. એણે દયામણી નજરે મારી સામે જોયું એટલે મેં એના ઘર પાસેથી સ્નો ખસેડી આપી એને પુછ્યું પાવડાથી હું મારા ઘર પાસેનો સ્નો દૂર કરવા લઇ જાઉં? કામ પુરૂ થયે હું તમને પાછું આપી જઈશ.  એણે  કહ્યું તું તારા ઘરના બારણા પાસે રાખજે હું લઇ જઇશસમજી એવા હાવભાવ તેની નજરમાં દેખાયા.

ઓહ!’સુઝી એકદમ ડઘાઇ ગઇ !

હું પાવડો નેન્સીને પાછો આપી આવું છું.’ એની પાસે દલીલ કરવા કંઇ હતું નહીં તેથી એમ કહી પાવડો ઉપાડી રવાની થઇ ગઇ.

   બે દિવસ પછી વંદન, અતુલ અને વિભાને મળવા ગયો. સવારના નિત્યક્રમથી પરવારી બંને નાસ્તો કરવા બેઠા હતાં.  ત્યાં વંદનને ઘરમાં દાખલ થતા જોઇને અતુલ અને વિભાના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાયા, વળી સુઝીએ શું મોંકાણ ઊભી કરી છે?  સ્વસ્થતા જાળવતા અતુલે આવકાર આપ્યો.

આવો જમાઇરાજ,  સવારના પહોરમાં ભૂલા પડ્યા  ’

પપ્પા, પ્લીઝ જમાઇરાજ કહીને મને પરાયો કરો હું તો તમારો દીકરો છું ને ?’

હા બેટા, નારાજ થઇ ગયો એકવાર નહીં સાડી સત્તરવાર તું અમારો દીકરો છો. બેસ સાથે નાસ્તો કરીએ’. વિભાએ નાસ્તાની પ્લેટ સરકાવતા કહ્યું.

નાસ્તા પાણી થઇ ગયા પછી લેપટોપની બેગમાંથી ચાર પાંચ પેમ્ફલેટ ટેબલ પર મુકતા કહ્યું. ‘પપ્પા આમાંથી પસંદ કરો, કઇ કાર લેવી.  રોજ બાઇક ઉપર ઘેર જતા શરદીમાં ઠુઠવાઇ જવાય છે. કાર લેવાનો નિર્ણય કર્યો છે

લાંબી ચર્ચા વિચારણા પછી આઉડી લેવાનું નક્કી થયું. વંદન આઉડીના શોરૂમ પર જઇ ડાઉન પેમેન્ટનો ચેક આપવા અને બાકીના બેન્ક લોનના સરળ હપ્તાથી ચુકવણી કરવાનું તથા જોઇતા ડોક્યુમેન્ટ બાબત સમજી આવ્યો . બે દિવસ પછી વંદન પોતાની બાઇક પર અને વિભા અને અતુલ ટેક્ષીમાં શો રૂમ પર જઇને બ્લેક કલરની આઉડી પસંદ કરી આવ્યા. બધી ફોર્માલિટી પૂરી થયા  પછી સેલ્સમેને આપેલી ચાવી અતુલના હાથમાં આપતા વંદને કહ્યું.

પપ્પા તમે ડ્રાઇવ કરો મમ્મી તમે ફ્રંટ સીટમાં બેસો,’ કહી આગળનો દરવાજો ખોલ્યો.

તો બેટા તું? ’ વિભાએ અવઢવમાં અટવાતા પુછ્યું.

ગાડી આપણા ઘેર લઇ ચાલો. ત્યાંથી હું હોસ્પિટલ લઇ જઇશ.’વંદનના કહ્યા મુજબ ગાડી ઘરે આવી. વંદને પોતાની બાઇક ત્યાં પાર્ક કરી. વિભાએ ગાડી પર સાથિયો કરી, કંકુ અક્ષત છાંટી આરતી ઉતારી વંદને લાવેલ મિઠાઇથી એક બીજાનું મોઢું ગળ્યું કરાવ્યું. રાત્રે મોડેથી વંદન ઘેર આવ્યો ત્યારે સુઝી ઘોરતી હતી.

       બીજા દિવસે સવારે પોતાના ઘર સામે પાર્ક કરેલી આઉડી જોઇ સુઝીએ બારણા પાસે ઊભા રહી બુમ મારી,’વંદન ‘!’

શું છે સવારના પહોરમાં? હું ઝઘડાના મુડમાં નથી.’ શેની બુમાબુમ છે. કારણ જાણતા વંદને સોફા પર લંબાવ્યું.

ઊભો થા,’ વંદનનો હાથ પકડી સુઝીએ કહ્યું.

ડાર્લિન્ગ આઇ લવ યુ’, સુઝીને બાથમાં લેતા અને તેની આંખોમાં જોતા વંદને કહ્યું.

એય, લવ બવ રહેવા દે! જો, ”બારણા પાસે વંદનને લાવી કાર બતાવતા બોલી ઉઠી.

નાઇસ કાર ,’વંદને ગાડી પર હાથ ફેરવતા અને ગાડીની અંદર જોતા કહ્યું.

પણ આપણા ઘર સામે કોણે પાર્ક કરી જાણવાની ફિકર કર્યા વગર તું ગાડીના વખાણ કરવા ક્યાં બેઠો’,ધુધવાઇને સુઝીએ કહ્યું.

સૌ પોતાની કાર, ઘર પાસે પાર્ક કરે ને?’ મલકીને વંદને કહ્યું

તું કહેવા શું માગે છે? , .’ સુઝીના મોઢામાંથી શબ્દો નિકળતાં હતાં.

હા મારી કાર છે,’વંદને શાંતિથી જવાબ આપ્યો.

તેં,તેં, કાર લીધી તો મને પુછ્યું પણ નહીં?’ આંચકો ખાઇ જતા સુઝીએ કહ્યું

સ્કૂલમાં ક્લાસ ટીચરને વિદ્યાર્થી પુછે છે, સર હું બાથરૂમ જાઉં એમ તને પુછવાનું હું કાર લઉ?’ એજ શાંતિથી વંદને કહ્યું

પણ એટ લિસ્ટ, ’સુઝી અવઢવમાં અટવાઇ.

કેમ તેં મારા એજયુકેશન માટે લોન આપી હતી તેમ ગાડી માટે પણ લોન આપત?’ પ્રશ્નાર્થ જોતા વંદને કહ્યું,

પણ…..’

રોજ બાઇક પર ઠુઠવાઇને આવું છું તે તને દેખાતું નથી? કદી અમસ્તુ કહેવા ખાતર પણ કહ્યું છે,’ વંદન આમ ઠુઠવાયા કરતા કાર લઇ લે અને કાર લેવા તું પૈસા આપત તો પેલી એજયુકેશનની લોનની પાઇ પાઇ આપી દીધી તેમ આપી દેત જવાદે ચર્ચા કરવાનો કશો ફાયદો નથી’.

સવારના પહોરમાં લેકચર તું આપે છે, હું નહીં’! પગ પછાડી ઘરમાં જતી સુઝીનું બાવડું પકડી પાછી ખેંચી.

સાથિયો દેખાય છે? મમ્મીએ દોર્યો છે. નવી ગાડી મમ્મીને સાથે બેસાડી પપ્પાએ ડ્રાઇવ કરેલી, માત્ર તારી જાણ ખાતર ભારતીય સંસ્કાર છે. ’કહી આંચકો ખાઇ ગયેલી સુઝીને ત્યાં મુકી વંદન ઘરમાં જતો રહ્યો.

@@@@@

સુઝી અવનિનું શું કરવું?’ નીલે સુઝીને પુછ્યું?

કેમ એણે વળી શું નવું નાટક કર્યું?

મહિનાથી પોતાના પૈસા અલગ બેન્કમાં જમા કરાવ્યા. મેં અમારા જોઇન્ટ એકાઉન્ટ સામે આપેલા ચેક બાઉન્સ થયા પાછા કેશથી ક્લિયર કરીને પોતાની પાસે રાખ્યા છે અને મને કહ્યું બધા ચેકની ટોટલ એમાઉન્ટનો મને ચેક આપી દેજે

આટલી બધી હિંમત?’

ઉપરથી કહ્યું હવે ચેક આપે તો બેલેન્સ ચેક કરીને આપજે, દર વખતે હું ક્લિયર કરવા જઇશ ભ્રમમાં પણ ના રહેતો હા ઘર ખર્ચના ૫૦% આપવા હું બંધાયેલી છું

બાઉન્સ થયેલા ચેક ઘર ખર્ચના નહોતા?’

ના,જેસિકાની પરચેઝના હતા

જે્સિકા માટે થોડી ખરચા કરશે ,આમ જોવા જાય તો વાત એની સાચી છે

સુઝી, તું પણ!’

સાંભળ, વંદને નવી કાર લીધી  આઉડી’!

તેં આપેલી એજયુકેશન માટેની લોનના પૈસા તો આપ્યા નહીં હોય?’

તો ક્યારના મને મળી ગયા.’

વ્હોટ?’

હા.’

અવનિ અને વંદનનું કંઇક કરવું પડશે, તું વિચાર હું પણ વિચારૂં છું’        

@@@@@

 બેન્કના સ્ટેટમેન્ટ ઉપરથી જેસિકા માટે વપરાયેલા ચેક અને પરચેઝની વિગત અવનિ ભેગી કરવા લાગી. એક  ફાઇલ તૈયાર કરી. બાજુ ડાયરી લખવાની ટેવવાળા, સુઝીએ કરેલ રાઇના પર્વતની વિગત તારીખ વાર ટાઇપ કરીને એક ફાઇલ વંદન તૈયાર કરવા લાગ્યો.

         એક દિવસ સવારના પહોરમાં અવનિ, અતુલ અને વિભાને મળવા ગઇ અને નીલના જે્સિકા સાથેના સબંધની વાત કરી અને તેના માટે થતા ખરચાની વિગત આપતા કહ્યું.

મમ્મી,પપ્પા હવે સહન નથી થતું જો નીલ જેસિકા સાથે રહેવા ચાહતો હોય તો ખોટા લગ્ન બંધનનો શો ફાયદો? તમે નીલને સમજાવો જેસિકાથી છેડો ફાડી નાખે નહીંતર મારે છુટાછેડા માટે કોર્ટમાં જવું પડશે. તમારી આમન્યા જળવાય તે માટે હું તમને વાત કરવા આવી છું.’ કહી અવનિ રડતા રડતા આજ દિવસ સુધી થયેલ ઝઘડાઓની વાત કરી.

બેટા સારૂં કર્યું કે તેં અમને વાત કરી હું નીલને પુછી જોઇશ, કે બધું શું છે? તું ધરપત રાખ હું તને પછી ફોન કરીશ.’ અતુલે કહ્યું તો વિભાએ અવનિને બાથમાં લઇ માથા પર હાથ ફેરવી પાણી પાઇ શાંત પાડી.

     અવનિ, અતુલ અને વિભાને મળીને ગઇ પછી બે દિવસ બાદ વંદન એક સવારે તેમને મળવા આવ્યો.

કેમ ચાલે છે તારી નવી આઉડી?’

અરે,એકદમ ફાઇન શરદીથી બચી જવાય છે

ચ્હા મુકું ને દીકરા?’વિભાએ પુછ્યું

ના મમ્મી લેફ્ટ ઓવર ગાર્લિક બ્રેડ અને કોફી પીને આવ્યો છું બેસો બેસો મારે તમને એક વાત કરવી છે

હા બોલ, ’ પણ સુઝીની રામાયણ લાવ્યો હશે એવો અંદેશો અતુલને આવી ગયો છતાં સ્વસ્થતા જાળવતા કહ્યું.

પપ્પામમ્મી તમારી દીકરી રોજ નાની નાની વાતો ને રાઇમાંથી પર્વત કરીને ઝઘડો કરે છે.ચાર દિવસ પહેલા સ્નોફોલ થયેલો બારણા પાસે સ્નો જોઇ હું પાવડો લેવા જતો હતો ત્યાં અમારી નેબર નેન્સી જહોન પોતાના ઘર પાસેથી સ્નો દૂર કરવા કેડ પર હાથ રાખી કોશિશ કરતી હતી તેનું કામ મેં કરી આપ્યું અને એની પરમિશન લઇ એના પાવડાથી આપણા ઘર પાસેનું સ્નો દૂર કર્યું. એણે કહેલું પાવડો તાર ઘરના બારણા પાસે રહેવા દેજે પાવડો કોનો છે સમજ્યા કારવ્યા વગર સુઝી મારી સાથે ઝઘડી. પાવડો કેમ બહાર રાખ્યો?

નવી કાર લીધી તો મને કેમ પુછ્યું નહીં? મમ્મી હું હોસ્પિટલથી આવું છું ત્યારે એટલો થાકી જાઉ છું.તેના સાથે આવી વાતો પર ઝઘડા, હવે હું થાકી ગયો છું. મેં વિચાર કર્યો કે આના કરતાં બેચલર લાઇફ સારી!

(ક્રમશ)        

કંકોત્રી (૧૨) રાજુલ શાહ

વિભા અને અતુલ તો સ્તબ્ધ થઈ ગયા. છેલ્લા કેટલાક સમયથી વંદન અને સુઝી , અવની અને નીલ વચ્ચે તદ્દન બીન પાયેદાર બાબતને લઈને ચાલતી ટકટકમાં હવે એમને કોઇ આખા પરિવારને જડમૂળથી હચમચાવી મુકે એવા તોફાનના ભણકારા સંભળાવા માંડ્યા હતા. શું કરવુ અને કેવી રીતે સંભાળવુ એ એમની સમજ બહાર જતુ હતું.

આજ સુધી ટકાવી રાખેલી ધીરજ પણ હવે તો ડગમગવા માંડી હતી. નીલ અને સુઝીને કેવી રીતે સમજાવવા ? સુઝીની કચકચ વંદનને અને નીલનું બેજવાબદાર વર્તન અવનિને કેટલે હદે પરેશાન કરી મુકતા હતા એ એમના ધ્યાન બહાર નહોતુ.  હવે વારંવાર એ બંને જણને કશુ પણ  કહેવાથી એમનુ માન નહી સચવાય એનો પણ અનુભવ થઈ ચુક્યો હતો. તો સામે અવનિ અને વંદનના વર્તન સામે કંઇજ કહેવાપણું શોધવા છતાં ય દેખાતુ નહોતુ. વંદને જે રીતે અતુલ અને વિભાને વિશ્વાસમાં લઈ નવી કાર ખરીદી હતી એમાં તો બંને જણનો વંદન માટેનો આદર  બે વ્હેંત ઉપર ગયો હતો. અહીં કોને પડી છે મા કે બાપને પોતાની સારી ખોટી વાતોમાં ઇનવોલ્વ કરવાની? નીલ અને સુઝી પણ ક્યાં આજ સુધી એમની સલાહ લેવામાં માનતા હતા? મા  અને બાપની જરૂર સલાહ લેવા માટે નથી હોતી. જરૂર હોય છે માત્ર આર્થિક રીતે સપોર્ટ માટે. ત્યારે વંદને તો સ્વબળે કાર લેવાનો નિર્ણય કર્યો હતો અને એ પણ અતુલ વિભાની સલાહ અને આશીર્વાદ લઈને! અતુલ અને વિભાને સાચે જ ખુબ ગમ્યુ હતું. મનથી વ્હાલું લાગ્યુ હતું. વંદને જે રીતે નવી કારની ચાવી અતુલ અને વિભાના હાથમાં સોંપી હતી એમાં માત્ર વ્યહવાર નહોતો. એક આદર હતો વડીલ તરીકેનુ સન્માન હતું.

એ દિવસે તો અતુલે પણ પોતાની જાત માટે શરમ અનુભવી હતી. વંદનની વાત ક્યાં ખોટી હતી? શિકાગોની કારમી ઠંડીમાં એ બાઇક પર જતો હતો ત્યારે એ વાત કેમ પોતાના ધ્યાન બહાર ગઈ? ભારતની ઉષ્ણ આબોહવામાં રહેલો વંદન કેમ કરીને આ વસમી ઠંડી સહન કરી શક્યો હશે? નીલ અને સુઝી મેજર થયા એની સાથે બંનેને કાર ગિફ્ટ કરી હતી. અરે, સ્કુલમાં જતા ત્યારે શિકાગોના હેવી સ્નો ફૉલમાં એ બંનેને સ્કુલ બસમાં મોકલવાના બદલે એ કે વિભા ડ્રાઇવ કરીને નહોતા મુકી આવતા? તો પછી આ છોકરાને પારકો જ ગણ્યોને ? એની તકલિફ કેમ દેખાઇ નહી? આંગળીથી નખ વેગળા જ રહ્યા ને?

એ દિવસે તો વંદનના ગયા પછી અતુલથી પોતાની અકળામણ વિભા પાસે ઠલવાઇ ગઈ હતી.

“વિભુ ,આ છોકરા આગળ તો આપણે ય ઉણા ઉતર્યા ને? આપણને ય ક્યાં કોઇ દિવસ આવો વિચાર આવ્યો હતો? આપણે તો જાણે નીલ અને સુઝીનુ ઘર વસાવી આપ્યુ એટલે ગંગા નાહ્યા જેવો ઘાટ ઘડીને બેસી ગયા ને? આપણા ભરોસે  અને  આપણી આટલા વર્ષોની શાખ જોઇને જ એમના માતા અને પિતાએ  છોકરાઓને અમેરિકા સુધી મોકલવાની હિંમત કરી હશે ને?  એ લોકો ક્યાં નીલ કે સુઝીને ઓળખવા ગયા હતા? કશું પણ ખોટુ પડ્યું તો આપણે કયા મોઢે એમનો સામનો કરીશુ? સુઝીનો રોજે રોજનો કકળાટ અને નીલના જેસિકા સાથેના લફરા વંદન અને અવનિ કેવી રીતે સહન કરી શકતા હશે?”

“ સાચી વાત છે તમારી. આપણે તો પેલા શાહમૃગ જેવુ કર્યુ ને? રેતીમાં માથુ ખોસીને આવનાર આંધી સામે આંખ મીંચામણા  કર્યા? ઘર વસાવી આપીને એ લોકો એમનું ફોડી લેશે એમ માનીને જાણે નિવૃત્તિ જ લઇ લીધી હોય એવુ કર્યું. નીલ અને સુઝીની ફરિયાદો સાંભળી પણ ક્યારેય વંદન કે અવનિને પ્રેમ પૂર્વક સાંભ ળવાની તસ્દી લીધી? ના! તમને ખબર છે સુઝી તો પંડની દિકરી છે એટલે એ તો મને ફોન કરે એ સ્વભાવિક છે પણ અવનિને શું? આજે મને લાગે છે કે એ બાબતમાં આપણા છોકરાઓ કરતા અવનિ પણ વંદનની જેમ બે ડગલા આગળ છે” .

વિભાની વાત સાચી  હતી. અવનિ પણ અવારનવાર વિભાને ફોન કરતી રહેતી હતી.  આજ સુધી ક્યારેય અવનિએ નીલનો ગુસ્સો  અતુલ કે વિભા પર ઠાલવ્યો નહોતો. પુત્રના લક્ષણ જાણવા છતાં પરાઇ છોકરીને અંધારા કુવામાં ધકેલવા માટે ક્યારેય વિભા સામે ફરિયાદ કરી નહોતી.  આજ સુધી એ તો બસ માત્ર સ્વભાવિક રહીને જ વિભા સાથે વાત કરતી  હતી. પણ હવે જ્યારે પાણી માથા ઉપરથી વહી રહ્યુ હતું અને શ્વાસ લેવાના ફાંફા પડવા માંડ્યા ત્યારે એણે વિભા આગળ મન ખોલીને વાત કરી. જ્યારે સુઝી તો વાર તહેવારે વંદનની ફરિયાદ લઈને  હાજર થઈ જતી હતી.

બે દિવસ પહેલાની જ વાત હતીને ? વંદને નવી કાર લીધી એનો આનંદ હજુ ઓસરે એ પહેલા સુઝી અત્યંત આવેશભેર દોડી આવી હતી.

“ વ્હોટ્સ ગોઇન્ગ ઓન”? સાંજે શાંતિથી જમી રહેલા વિભા અને અતુલના હાથમાં કોળીયો અધ્ધર હવામાં  રહી ગયો.

“વંદને નવી કાર લીધી અને એ ય તમારી હાજરીમાં તમારી પસંદગીની અને મને જાણ સુધ્ધાં કરવાની એને તો જરૂર ના લાગી પણ તમને ય ના લાગી? વાહ! જમાઇએ  જરા જેટલો ભાવ આપ્યો એમાં તમે એવા તો કેવા ખુશ થઈ ગયા ? ડૅડી, હવે તો વાત હાથ બહાર જાય છે. આજે એ એની જાતે નિર્ણયો લેતો થઈ ગયો છે, કાલ ઉઠીને એ એની જાતે રહેતો થઈ જશે? આટલા માટે તમે ઇન્ડિયન છોકરો શોધ્યો હતો?  મમ્મી તુ તો લાંબા લાંબા લેક્ચરો આપતી હતી ને ભારતિય સંસ્કૃતિ પર. આને કહેવાય ભારતિય સંસ્કાર? પતિ અનેપત્નિ વચ્ચે તો કોઇ ભેદભાવ ના હોવો જોઇએ. પતિ, પત્નિ તો સંસાર રથના બે વ્હીલ કહેવાય, એક સાથે એક ગતિમાં બે ચાલવા જોઇએ તો જ સંસારનુ ગાડું સીધુ ચાલે  એન્ડ બ્લા બ્લા બ્લા. માય ફુટ . આને કહેવાય સંસાર રથ ?”

જે ગુસ્સાથી એ ઘરમાં આવી હતી એજ ગુસ્સાભેર વાવાઝોડાની જેમ ઘરની બહાર નિકળી ગઈ. અતુલ અને વિભા એમ જ સ્તબ્ધ બનીને બેસી રહ્યા. હવે જમવાનો બેમાંથી એકે ને મુડ રહ્યો  નહી. વિભા અન્ન દેવતાનુ અપમાન ન થાય એના માટે બે હાથ જોડીને ક્ષણભર બેસી રહી. ભારતિય સંસ્કાર હજુ ભુસાયા નહોતા ને!

આ બે જ દિવસમાં અવનિ અને વંદન બંને જણ જે રીતે નીલ અને સુઝીની ફરિયાદ લઈને આવ્યા હતા ત્યારથી એ બંનેના મનમાં ખદબદતા લાવાની ગરમી આ ઘર સુધી અનુભવાતી હતી.કોને કહેવું અને શું કહેવું? વાત કેવી રીતે વાળવી ?

હવે વાત વાળી શકાય એવી રહી  નહોતી. નદી કિનારાની અવગણના કરી બેફામ બની વહેતી હતી.  વિભા કે અતુલને એની ગંધ સરખી ન હતી.

નીલના જેસિકા સાથેના લફરા અને એની પાછળ કરાતા બેફામ ખર્ચાથી અવનિ વાજ આવી ગઈ હતી .       બીજી બાજુ સુઝીના રોજે રોજના કકળાટથી વંદન પણ કંટાળી ગયો હતો.

અવનિની તબિયત જોવા ગયેલો વંદન એ પછી તો ક્યારેય નીલના ઘેર ગયો નહોતો.  હા,  ક્યારેક અવનિ અને વંદનમાં ફોન કરીને એકબીજાના ખબર પુછી લેવા જેટલી આત્મિયતા જરૂર ઉભી થઈ હતી.

નીલની પોતાની સાથેની બેફિકરાઇભરી વર્તણુક અને જેસિકા સાથેની આત્મિયતા અવનિથી હવે તો જરાય સહન થતી નહોતી. એક છત નીચે રહેવા છતાં બંને  અજનબીની જેમ જીવતા હતા. આજ સુધી તો નીલને એમ હતુ કે અવનિ એનાથી દબાયેલી ગભરાયેલી અને એના પર જ અવલંબિત રહેશે. સરસ જોબ મળ્યા પછી આર્થિક સ્થિરતા પામેલી અવનિને કોઇ રીતે એનુ વર્ચસ્વ ખપતું નહોતુ. શામાટે ખપે? પહેલા એક સમય હતો પત્નિ માત્ર ઘર સંભાળીને બેસી રહેતી. પત્ની  કોઇ જુદુ આગવુ અસ્તિત્વ ધરાવતી નહી . સ્ત્રીની  કોઇ અલગ ઓળખ નહોતી. કારણ શું હતું ? એ પગભર નહોતી. એક વાર ઘરની બહાર નિકળ્યા પછી માતા અને પિતાના ઘેર પાછા જવા સિવાય કોઇ રસ્તો નહોતો. જો માતા અને પિતા પાછી આવેલી દીકરીને સ્વીકારી ઘરમાં સમાવી લે તો સારી વાત નહીતો કુવો કે હવાડો પુરવા સિવાય બીજો કોઇ આરો રહેતો નહી.  હવે જ્યારે એ પોતાની રીતે આર્થિક સ્થિરતા ઉભી કરી શકી હોય,પોતાનુ  એક આગવુ અસ્તિત્વ , પોતાની ઓળખ ઉભી કરી શકતી હોય તો શા માટે એને આવા પતિ પર પરાવલંબી બનીને રોજે રોજ, પળ પળની હેરાનગતિ ભોગવવી પડે?

અવનિ જ્યારે જ્યારે એની મમ્મી સાથે વાત કરતી ત્યારે એની મમ્મી તો હજુ ય એને નીલ સાથે સમાધાનભર્યુ વલણ રાખવા સમજાવતી. પહેલા તો અવનિ એની મમ્મીની વાત થોડી મન પર પણ લેતી. આટલા વર્ષોના સંસ્કાર એમ તો સાવ એળે નહોતા જ ગયા પણ હવે તો સાચે જ નીલથી વાજ આવી ગઈ હતી.

“મમ્મી, આજ સુધી તું કહેતી હતી એ મેં બધુ જ સાંભળ્યુ અને સ્વીકારવા પ્રયત્ન પણ કર્યો પણ બસ,  હવે બહુ થયુ. મહેરબાની કરીને આજ પછી મને તું કોઇ એવી સલાહ આપતી નહી અને આપીશ તો હું સાંભળવાની જરાય નથી. એક વાતનો તું મને જવાબ આપ ,મારી જગ્યાએ તું હોય તો આમ ક્યાં સુધી સહન કરે? સહન કરવાની એક હદ તો હોય ને?”

આજે તો અવનિ અત્યંત અકળાઇ જાય એવુ બન્યું હતુ. અવનિએ ઑન લાઇન ડ્રાઇવિંગ ટેસ્ટ ક્લિયર કરી દીધી હતી અને આજે એની રોડ ટેસ્ટ હતી જેની એપોઇન્ટ્મેન્ટ લેવાઇ ગઈ હતી. અવનિ અને નીલ હાફ ડૅ લઈને આ અગત્યનુ કામ પતાવશે એ પણ નક્કી થઈ ગયુ હતું. સવારથી બધા કામ આટોપીને અવનિ શાવરમાં ચાલી ગઈ. શાવરમાંથી બહાર આવી ત્યારે નીલ જેસિકા સાથે વાત કરી રહ્યો હતો. નીલે હાફ ડૅ લીધો છે એ જાણીને જેસિકા એને લંચ સાથે લેવા ઇન્વાઇટ કરી રહી હતી.  સાચે જ અવનિ જોતી જ રહી ગઈ અને નીલ અવનિનું કામ પડતુ મુકીને જેસિકા સાથે લંચ ડેટ પર જવા નિકળી ગયો.

કંકોત્રી૧૩પ્રવિણા કડકિઆ

દરેક વસ્તુની સીમા હોય છે. જ્યારે ફુગ્ગામાં વધુ પડતી હવા ભરવામાં આવે તો તે ફૂટી જાય છે. ઘણી વખત વૃક્ષ પોતાનાં જ ફળના ભારથી લચી પડે છે. નદી ચોમાસામાં બેફામ પાણીના ભરાવાથી તારાજી  સર્જે છે. વાદળાં જ્યારે પાણીથી છલોછલ ભરાયા હોય ત્યારે સમય અને સ્થળની પરવા કર્યા વગર આંખ મીંચીને વરસી પડે છે.

અવની ખૂબ ધિરજ પૂર્વક, શાંતિથી દરેક પગલું જીવનમાં ભરી રહી હતી. આજે તેના અમેરિકાના જીવનનું અગત્યનું ડગ ભરવા જઈ રહી હતી.  હજુ તો પગ ઉચક્યો  હતો, ત્યાં પગ નીચેની ધરા ખસી ગઈ. ‘હારે તે અવની નહી’! સોફા પર ફસડાઈ પડી. ગમે તેવી સ્થિતિમાં મન ઉપરનો કાબૂ બને ત્યાં સુધી ગુમાવતી નહી. છતાં આખરે ઈન્સાન હતી! મન ઉપર સંયમ કેળવી શાંત મને નિર્ણય લેતી.

અવની નાહીને નિકળી હતી એટલે તેનું દિમાગ ઠંડુ હતું! કેટલો સમય? વાળ ડ્રાય કરતી રહી. હેર ડ્રાયરની ગરમી તેના દિમાગનો પારો પણ ચઢાવતી  હતી. ગુસ્સો ખૂબ વધ્યો ત્યારે ડ્રાયરને બંધ કરી મગજની બત્તી ચાલુ કરી. ભલેને નીલ જતો રહ્યો.  મને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં કોણ રોકી શકશે? નોકરી ચાલુ થયાને છ મહિના થઈ ગયા હતાં. ગુસ્સા અને હતાશાની મારી અવનિ આમાં કશું જ કરી શકે એમ નહોતી. અમેરિકામાં પગભર થવું એટલે ઘણી બધી રીતે સ્થિરતા મેળવવી. સારી જોબ હોય એનાથી માત્ર કામ પુરું થતું નથી!  પહેલા તો અવનિ, અતુલની  સાથે ઓફિસે  જતી અને આવતી એટલે એને જોબ પરની આસાની રહેતી .

જુદું ઘર માંડ્યા પછી સબવેની ટ્રેન લઈને જોબ ઉપર જતા આવતાં શીખી ગઈ હતી.  હવે ઓફિસે જવાથી માંડીને ઘરના દરેક નાના મોટા કામ માટે કાર હોવી જરૂરી લાગતી હતી. અવનિએ જાતે જ ડ્રાઇવિંગ સ્કુલમાં નક્કી કરીને કાર ચલાવતા શીખી લીધું હતુ.  જે એ વખતે  નીલને તો નહોતુ  ગમ્યું. પરંતુ અવનિ હવે કેટલુંક પોતાનુ ધાર્યુ કરતા શીખી ગઈ હતી .અતુલ અને વિભાની ગુડ બુકમાં જરા સારી છાપ ઉભી કરવા નીલે અવનિને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લઈ જવા હા પણ પાડી હતી અને બસ આજે જેસિકાનો ફોન આવતા મુડ બદલાઇ ગયો અને ધરાર અવનિને મુકીને એ નિકળી  ગયો! અવનિ ફાટી આંખે નીલને જતો જોઈ રહી. એક પણ શબ્દ ગળામાંથી ન નિકળ્યો!

‘આને જરાય લાજ શરમ છે કે નહી?’ વિચરી રહી. જરા વારમાં તે વિચાર ખંખેરી નાખ્યો. ‘અવનિ, નિરાશાને નજીક ઢુંકવા દઈશ નહી!’ પોતાની જાતને સાચવી લીધી.

તેને થયું શું અમેરિકામાં રહેતાં બધા ઈંડિયન પતિ આવા હોતા હશે? એને તો આવી ત્યારથી એકેય અનુભવ પ્રેમનો યાદ આવતો ન હતો! ‘દેશી બલુન’ એ બેડ વર્ડ તેના દિમાગમાં કોતરાઈ ગયો હતો!

ઉંડો શ્વાસ લીધો એટલે બુદ્ધિ સતેજ થઈ. હવે કયું પગલું ભરવું તેનો સુંદર વિચાર ઝબક્યો.

જોબ ઉપર એક ઈંડિયન આંટી હતાં. તેમને ફોન કર્યો.

‘આંટી , અંહી ટે્ક્સી કેવી રીતે મળે?’

‘તને શું કામ પડ્યું બેટા?’

‘મારો હસબન્ડ ઘરમાં નથી, મારે બહાર જવું  છે. ગયા વગર છૂટકો નથી.’

આંટીએ નંબર આપ્યો. દસ મિનિટમાં કેબ આવી ગઈ. અવનિના મુખ પર આવી હાલતમાં પણ સ્મિત ફરકી ગયું. અમેરિકામાં આવીને પહેલી વખત કેબમાં બેઠી તે પણ જાતે બોલાવીને! નોકરી પર વાતચીત કરવાનો સરસ અનુભવ હતો. તે સમજી ગઈ હતી, આ દેશમાં થેંક યુ, સૉરી અને પ્લિઝ અ મેજીકલ વર્ડ્સ છે.

કેબમાં બેસીને આવી પહોંચી. ઉતરતી વખત કેબ ડ્રાઈવરને હસતા મુખે થેન્કસ કહ્યું. ડ્રાઈવરની આંખ પરથી લાગ્યું આને ટીપ આપવી પડશે એટલે વધારાના ૨ ડૉલર આપ્યા. આખરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી, ટેમ્પરરી લાઈસન્સ લઈને જ્યારે બહાર નિકળી ત્યારે હસતી હતી. ઘરે કેવી રીતે જશે એ પ્રશ્ન હવે તેને સતાવતો ન હતો.

કેબ બોલાવી પાછી  ઘરે આવી. રાતના નીલ આવ્યો ત્યારે તેને બતાવવા લાઈસન્સ લિવિંગ રૂમના  સેન્ટર ટેબલ પર રાખ્યું હતું. મોઢા પર વિજયનું સ્મિત વિલસી રહ્યું હતું. બિંદાસ થઈને પલંગમાં આડી પડી ઉંઘવાનો ડોળ કરી રહી. તેને તિરછી નજરે નીલના મોઢા પરના ભાવ નિહાળવા હતા.

નીલ તો માની ન શક્યો. લાઈસન્સ જોઈને તેની હિમત ન ચાલી કે પૂછે અવનીને ‘હાઉ ડીડ યુ મેનેજ?’  કેટલા વિચાર એક સાથે તેના મગજનો કબજો લઈને બેઠાં હતા.  હારી થાકીને સુઝીને ફોન લગાવ્યો.

“સુઝી, ગેસ વૉટ હેપન્ડ’?

‘વૉટ?’

‘હાઉ ડીડ શી મેનેજ્ડ ટો ગો ફોર રૉડ ટેસ્ટ? આઈ કેન સી હર ટેમ્પરરી લાઈસન્સ રાઇટ ઈન ફ્રન્ટ ઓફ માય આઈઝ’.

‘રિયલી’?

‘સુઝી, દેશી બલુન હેઝ સ્ટારટેડ ફ્લાઈંગ ઈન બ્લ્યુ સ્કાય.’

‘વેલ, શી ઈઝ સ્માર્ટ ઈંડિયન ગર્લ,’ કહીને સુઝીએ ફોન ઠપકાર્યો. સુઝીના પોતાના સંસારમાં પણ ક્યાં શાંતિ હતી. વંદને નવી ગાડી લીધા પછીના ઈન્સીડન્ટથી તે પણ વાઘણની માફક વિફરી હતી. ક્યાંય તેને પોતાની ભૂલ દેખાતી ન હતી. બધી વાતે વંદન તેને પોતાનાથી નીચો જણાતો! ડૉક્ટર હતો, રેસિડન્સી પૂરી થવા આવી હતી. તેને રેડિયોલોજીમાં ફેલોશૉપ મળી ગઈ હતી.

કદાચ તેને પોતાને ઈનફિરિયોરિટી કૉમપ્લેક્ષ થયો હતો. સીદરી બળે પણ વળ ન છોડે તેવા તેના હાલ હતાં. આજ મુસિબત છે, જુવાનિયાઓની. ‘ડુ ઈટ માય વે ઓર ટેઈક અ હાઈ વે!’

અવનિ સવારે ઉઠી. જાણે કાંઈ પણ બન્યું ન હોય તેવું વર્તન કરી રહી હતી. નીલ માટે ચહા અને બ્રેકફાસ્ટ તૈયાર કરી નહાવા ગઈ. પોતાની રોજની ટ્રેઈન પકડવાની હતી.

નસિબ સારું હતું તેના જોબ પાસે ‘નિસાન’ કાર ડિલર હતો. લંચ ટાઇમમાં ત્રણેક દિવસ લટાર મારી આવી.  હવે ગાડી નવી લેવી કે યુઝ્ડ એ મોટો પ્રશ્ન હતો. નીલને પુછવાનો પ્રયત્ન કર્યો.

‘તને લાઈસન્સ લેતાં આવડી ગયું તો કાર લેવામાં શું ધાડ મારવાની છે. ડુ ઈટ ઓન યોર ઓન’. કહી નીલે હાથ ઉંચા કરી દીધા!

ખેલ ખલાસ. અવનિએ વિચાર્યું, આ તલમાં તેલ નથી.  આને હવે સીધો કરવો પડશે. ગુગલ ડૉકટરને કમપ્યુટર પર બધા સવાલ પૂછતી. એનો બૉસ ખૂબ ફ્રેન્ડલી હતો. વાત વાતમાં તેનો ઓપિનિયન જાણ્યો.

ખૂબ વિચારને અંતે લાગ્યું કે નવી ગાડી સસ્તી લઈશ. જેથી કોઈનો ગાડીનો પ્રોબ્લેમ મને વારસામાં ન મળે. બીજું સસ્તી હશે એટલે હપ્તા ભરવા પોસાશે. ત્રીજુ હા, ઈન્શ્યોરન્સ મોંઘો પડશે પણ વેલ, ક્યાંક તો પૈસા થાય ને?  સારામાં સારો બેનિફિટ એ હતો કે કાર ડિલર બાજુમાં હતો. તેણે તપાસ કરી ‘નિસાન સેનટ્રા’ સહુથી સસ્તામાં સસ્તી કાર લાગી.  હમણા પ્રમોશન ચાલતું હતું તેથી ૧૦૦,૦૦૦ માઈલ સુધી  વૉરન્ટીનું કવરેજ   હતું’ .બે મહિના સુધી હપ્તો ચાલુ થવાનો નહતો. ગાડી ૩૫ માઈલ પર ગેલન આપતી હતી. અવનિ ભલે બોલતી ઓછું પણ આંખ, કાન અને દિમાગ ખુલ્લા રાખતી.

તેણે બધી વિગત કમપ્યુટર અને મિત્રોની સહાયથી ભેગી કરી. સેલ્સમેન ઈંડિયન હતો, તેણે સારી ડીલ અપાવી. લાઈસન્સ મળ્યાને પંદર દિવસમાં અવનિ નવી ગાડી લઈને ઘરે આવી. નીલ આંખ ફાડીને જોતો રહી ગયો.

ગાડી લઈને અવનિ મંદિરે ગઈ. પ્રસાદ આપવા અતુલ અને વિભાને ત્યાં પણ ગાડી લઈ ગઈ. અવનિએ એક સુંદર કામ કર્યું. સેલ્સમેનને કહે મને કોઈ ગેઝેટ નહી હોય તો ચાલશે પણ કારમાં હિટર અને જી.પી. એસ. મસ્ટ. નવું શહેર અને શિકાગોની ઠંડી આ બંને બાજુ કવર કરી. આ વખતે શિકાગોની ઠંડીમાં સારું રક્ષણ મળશે તે વિચાર પણ તેને ખૂબ ગમ્યો.

સ્ત્રી જાત નવી વસ્તુ ખૂબ ઝડપથી શીખી શકે છે. આજના જમાનામાં ટી.વી., કમપ્યુટર, સેલ ફૉન અને આઈ પેડ ભારતમાં પણ હોય છે.  શરત એ કે  ખિસાને પરવડવા જોઈએ!  જુવાન સ્ત્રીને ખોટી ચેલેન્જ ન આપવામાં ડહાપણ છે! અવનિ તો વળી અમેરિકામાં ત્રણેક વર્ષથી હતી. છંછેડવામાં મઝા ન હતી.

નીલ સમજ્યો નહી. જેને કારણે ભારતિય નારીથી મહાત થતો ગયો. તેનું અભિમાન ડગલે અને પગલે ઘવાતું હતું. છંછેડાતો અને તેના પ્રકોપનો ભોગ બનતી જેસિકા! નીલ થાપ ખાઈ ગયો, જેસિકા અમેરિકન ગર્લ હતી. ભારતિય નહી. ક્યારે સાથ છોડીને બીજો બોય ફ્રેન્ડ પકડશે તેની તેને ખબર ન હતી!

સરસ મજાની નોકરી અને નવી નકોર ગાડી. અવનિનું વર્તન બદલાતું નીલ જોઈ રહ્યો. નીલ સાથે ખપ પૂરતી વાત. હા, તેની આમન્યા જાળવતી. આખરે તો ભારતિય સંસ્કાર હતા. કરતી બધું પોતાનું ધાર્યું.  ગાડી  હતી  તેથી વીક એન્ડમાં મોજ મસ્તી કરવા નિકળી પડતી. નીલ તો જેસિકા પાછળ ચક્કર કાટતો.

અવનિ હવે તેને કશું કહેતી નહી . પોતાનું મન માન્યું કરતી. અમેરિકાની જીંદગી ભોગવતી. મમ્મી સાથે ભારત કામ પૂરતી વાત કરતી. અંહીની પોતાની જીંદગી વિશે કાંઈ પણ કહેવાનું સદંતર બંધ કર્યું. કોઈક વાર વંદન ફોન કરતો ત્યારે કહેતી,’ મારી ચિંતા તમે કરતા નહી’!

સુઝી પણ હવે વંદન સાથે ઉપરછલ્લો વ્યવહાર રાખતી. વંદન તો મેડીકલ ફિલ્ડમાં હતો. તેની પાસે તો સમય જ ક્યાં હતો?  રેસિડન્સી પૂરી થાય પછી ફેલોશિપ માટેના પેપર વર્કમાં ગળાડૂબ રહેતો. કારકિર્દીમાં ડૂબેલા વંદન પાસે વ્યર્થ વિચારો માટે સમય ન હતો.

વિફરેલી વાઘણ જેવી સુઝી કૉલેજ અને સ્કૂલ ફ્રેન્ડઝના કૉનટેક્ટ કરી જીંદગીની મઝા લુંટતી. નીલ નવરો હોય ત્યારે બંને જણા સાથે ડિનર કે લંચ પર જઈ એકબીજાના સ્પાઉસની કમપ્લેઈન કરતાં. હસતાં ગુસ્સે થતા અને મગજમાંથી સ્ટ્રેસને વિદાય કરતાં.

અવનિ હવે અમેરિકાની જીંદગી જીવવામાં મશગુલ થઈ ગઈ. ‘નાઈટ લાઈફ ‘ વિષે વાંચ્યું  હતું. હવે અનુભવ લેવાનો  ચસકો લાગ્યો. ક્લબમાં જતી, ચાલાક સમજી ગઈ કે વેડિંગ રીંગને કારણે કોઈ તેને  ઈનવાઈટ નથી કરતું.  રીંગ કાઢીને પર્સમાં સેરવી દીધી. પોતાની જાતને સાચવીને આનંદ માણતી. સોમથી શુક્રવાર ક્યાં પસાર થતાં ખબર ન પડતી. મઝા માણતી પણ એકલતા દિલમાં અનુભવતી.

શનીવાર અને રવીવાર ખૂબ નિરસ લાગતાં. આજે વિચારે ચડી કેવી સુંદર લગ્ન અને ખુશીઓથી ઉભરાતા દાંપત્ય જીવનની કલ્પના કરી હતી. પ્રેમાળ પતિ હોય. માતા અને પિતા સમાન ઘરમાં સાસુ સસરા હોય. નાની નણંદ કે લાડકો દિયર.  આ મને શું મળ્યું?  મારી ત્રણ બહેનપણીઓ પરણીને અમેરિકા આવી છે. કેટલી બધી ખુશ છે. હું કયા જન્મના પાપની સજા ભોગવી રહી છું?

ઘણી વખત જીવનમાં પતિ અને પત્નીને એકબીજામાં કશું સારું કે વખાણવા લાયક દેખાતું નથી! પતિના પૈસે ચમન કરનારી પત્નીઓ એક પણ શબ્દ તેમના વિષે સારો બોલતા નથી હોતાં. હમેશા બીજાની ખોડખાંપણ કારનાર વ્યક્તિ પોતાના બધા દોષોને ઢાંકે છે કે ઉઘાડા કરે છે?

વંદન કારકિર્દીમાં મગ્ન! અવનિ એકલતામાં  અટવાતી. નીલ અને સુઝી પોતપોતાની દુનિયામાં રાચતા!

બે એક મહીના વિત્યા હશે,અવનિને  આ નિરસ જિંદગી ડંખવા લાગી. ભર જુવાનીના દિવસોમાં આ કેવી દ્વિધા!  નીલ ખુલ્લે આમ દ્રોહ કરે ત્યારે એને ગીલ્ટ કેમ થતું હતું? બીન્દાસ્ત હોવું અને મનની અંદર સંસ્કારો દ્વારા થતુ આક્રમણ સહન કરવું એ બે જુદી વાત છે.  તેને થતું  આવી જિંદગી માટે  તે અમેરિકા આવી  ન હતી!

પ્રકરણ ૧૪ કંકોત્રીવિજય શાહ

આ બાજુ અવની અને પેલી બાજુ વંદને વડોદરા વાત કરવા ફોન લગાડ્યો. બંને જણાનાં માતા, પિતા એક જ વાત કહેતા લગ્ન એ તપશ્ચર્યા છે. ઉતાવળા ન થાવ, પણ બંને થાક્યા હતા. અવની સ્પષ્ટ પણે માનતી હતી કે આ લગ્ન જીવન ચાલે તેમ નથી. નીલ ને મન અવની  સ્પેર વ્હીલ છે!  હવે આવી અપમાનજનક જિંદગી જીવવી તેના કરતા કાયદાકીય રીતે છુટા પડવું જરુરી છે. સુઝીની બેદરકારી માટે હવે વંદન  ગળે આવી  ગયો હતો.  કોર્ટમાંથી શો કૉઝ નોટીસ નીકળી ચુકી હતી.  બંનેને એક જ પ્રશ્ન પુછાયો હતો,’ જીવન સાથી  સાથે અમાનવીય વર્તણુંક!’

ઘરમાં ધુંઆ ફુંઆ થતો નીલ દાખલ થયો. અવની તૈયાર  બેઠી હતી એના પ્રશ્નો માટે!

“ આ બધુ શું છે?”

“ જે છે, તે કાગળમાં સાફ લખ્યું  છે.”

“ પણ આ તે કંઇ રસ્તો છે?

“ નીલ, જો તારે જેસીકા સાથે  સંબંધ ચાલુ રાખવો હોય તો નિર્ણાયક તબક્કો આવી ગયો છે. કાં તો આ પાર કે પછી પેલે પાર ? તારી સાથે છેલ્લ બે વર્ષથી દેખાવ પુરતી પત્ની બની ને રહેવાની મને જરુર નથી.”

“ તો શું કરી લઇશ.”

“નીલ, તું મને જે વારં વાર કહેતો હતોને કે આ અમેરિકા છે. તો તેજ વાક્ય આજે તને કહું.’ આ અમેરિકા છે’. અહીં મારે દબાઇ અને ચુમાઇ ને રહેવાની જરુર નથી.  આજે ૩૦મી તારીખ છે.  નક્કી કર કે તારે અંહીં રહેવું છે કે હું બહાર જાંઉ? મન જુદા થઇ ગયા, એકાઉંટ જુદા થઇ ગયા. હવે  જે નક્કી થાય તે સાચુ. તુ બહાર જાય તો હું તારી જગ્યાએ નવો પાર્ટનર લાવું ! જો તું આ ઘરમાં રહે તો હું કોઈને ત્યાં પેઇંગ ગેસ્ટ બનીને રહીશ.’

“ અવની! જબરો દાવ ફેંક્યો.  હું પણ ગાંજ્યો જઉ તેવો નથી.”

“ હા, પહેલા ફોન કરી જેસીકાને પુછી લે, તેને ત્યાં તારી જગ્યા છે કે પછી મમ્મી ને વાત કરવાની છે?”

“મમ્મીને તો વાત કરીશ,  કે જો આ તારી દેશી વહુ ના પરાક્રમ. મને નોટીસ મોકલી છે.”

“ હવે કંઇ તું નાનો ગીગલો નથી કે એકની એક વાત તને દસ વખત કહેવી પડે?”

“ કઇ વાત?”

“ પાછો હોંશિયાર ના બન.  તારે નક્કી કરવાનું છે . હું કે જેસીકા? મારી સાથે બેવડો વહેવાર નહી ચાલે, સમજ્યો? હું કેટલા વિશ્વાસ સાથે તને પરણીને અમેરિકા આવી હતી.અંહી આવીને  જેસીકાની વાત કાઢી! વડોદરામાં કેમ ન બોલ્યો ?  અવની તું   શોભાનાં ગાંઠીયા તરીકે મારી સાથે આવી રહી છે! “

“ વૉટ? વૉટ ડુ યુ મીન શોભાનો ગાંઠીયો?”

“ As a Show piece for the community function.. “

નીલ પોતાની ચોરી પકડાઇ જાણી સહેજ લુચ્ચુ હસ્યો.

અવની ભડકી.” કેટલો બેશરમ છે તું? કોણ કહે વિભા મમ્મીનાં ભારતિય સંસ્કારનો છાંટો પણ તારામાં હોય? મને તો તારી પત્ની કહેવડાવવામાં પણ લાજ આવે છે.”

નીલ અવની ની આટલી બધી ઘૃણા જોઇ ને બોલ્યો. ” બસ હવે ચતરી ના થા. તને પણ અમેરિકા આવી સ્થિર થવું હતું. ભણવુ હતું. તે બધુ થઈ ગયા પછી હવે મગમાંથી પગ નીકળ્યા. જ્યારે જેસિકા સાથેના લફરાની ખબર પડી ત્યારે તો કોઇ વાત ના કાઢી. મને ખબર છે તું પણ કંઇ દુધની ધોએલી નથી?”

“ એ તો હું, તને જેલસ કરવા અને મને આધુનિક સાબિત કરવા મથતી હતી.  જે મારી ભૂલ હતી. પોતાના પતિ ને બીજી સ્ત્રી સાથે રહેવા કે જવા જ કેમ દેવાય?   દોસ્તી, દોસ્તી ની જગ્યાએ.  આ તો  છેતરામણી હતી.”

“ એટલે મને કોર્ટે ચઢાવી ને ભવાડા કરીશ? વકીલની ફી કલાકનાં ૪૦૦ ડોલર છે ખબર છે ને?”

“ મને  ખબર છે અને તેથી તો ખાલી નોટીસ  મોકલી છે. તું પાછો નહીં વળે તો માનહાનિના  દાવામાં તને અને તારી જેસીકાને પણ કોર્ટે ચઢાવીશ.”

“ જા, જા હવે કોર્ટે ચઢાવવાની વાત એ ખાલી ગીધડ ધમકી છે!  જરુર લાગશે તો હું પણ તારી બીજી જિંદગીની વાત કોર્ટમાં કહીશ.”

“અરે! તે તું કહે એટલા માટે તો એ નાટક કરતી હતી.”

“ હા! નાટક જ તો વળી. તારી જેસીકાને દેખાય તેવું નાટક. વીંટી કાઢી નાખી, જે છોકરા સાથે તેણે મને જોઇ તે તો મારો  ઈન્ડિયાનો ક્લાસ મેટ સુધીર  હતો.” મારે ભાઈ નથી, હું તેને કૉલેજના સમયથી રાખડી બાંધતી હતી. મમ્મી જાણે છે!

“હેં?”

“ હા તું એવો ચારિત્ર હીન તેથી બધા તારા જેવા, એમ  તાળો બેસાડતા તને ક્યાં વાર લાગે છે.  મારી પાસે તો મેરેજ સર્ટીફીકેટ છે. તારી જેસિકાને કોર્ટમાં  બોલાવીશ તો તેના  ભવાડા થશે. સુધીર અને હું ભાઇ બહેન છીએ, તે તો મમ્મી પણ જાણે છે અને પપ્પા પણ!”

નીલને હવે ચક્કર આવવા માંડ્યા.  જેસીકાની પ્રકૃતિ તો તેને ખબર છે. કોર્ટમાં જવાની વાત સાથે જ તેને છોડી દેશે, ડંપ કરશે. છૂટાછેડા એટલે પૈસા નો માર.  ગુનો સાબિત થયો તો કોર્ટમાં દંડ.  વકીલોનાં ખર્ચા. પપ્પા હવે તેને સાચા લાગવા માંડ્યા.  પપ્પા એ તેને ચેતવ્યો હતો. અવની સાથે સરખી રીતે રહે,પણ તે ના માન્યો.   આ અવની પણ જબરી છે.  નીલે બહુ વખત દાબમાં રાખી, હવે  તેની સ્પ્રીંગ છુટી ગઇ છે!

“નીલ!” લગભગ ઘાંટો પાડતા અવની એ કહ્યું,  “શૉકોઝ નોટીસમાં  આજની ચર્ચા આવે છે.  જે સગલીઓ સાથે વાતો કરવી હોય તે કરીને મને સવારે જવાબ આપજે. તું બેગ પેક કરે છે, કે હું કરું?

અવનીનો ઘાંટો ફોન ઉપર વિભાએ સાંભળ્યો. તે ધ્રુજી ગઈ! તેને કલ્પના તો હતી જ કે આવું કંઇ થશે પણ “સગલીઓ” શબ્દે વિભાને ચિંતામાં નાખી દીધી.

તેણે નીલને પુછ્યુ “આ સગલીઓ એટલે કોણ?”

નીલે કહ્યું, “મમ્મી તમે અને સુઝી.”

વિભા કહે, હું અવની ને જાણું છું તે પ્રમાણે આ સંદર્ભ સુઝી અને મારો નથી. તારા લફરાનો છે. લગન પછી પણ તું હજી છોકરીઓ સાથે ફરે છે?

“ મોમ! આ તારી અવનીએ, મને આજે શૉકૉઝ નોટીસ આપી છે.  કાલે સવારે એણે અથવા મારે બે માંથી એકે ઘર છોડવાનું છે.”

“ પણ મને કહે કે કોની સાથે તુ ફરે છે? આ ગાય જેવી છોકરી આજે વાઘણ બની તને કરડવા આવે છે.”

“ મોમ મારી એકલાની વાત નથી. તે પણ બીન્દાસ્ત રીતે પબમાં ફરે છે ડાન્સ કરે છે અને– “

“અને શું?”

બીજા ફોન ઉપરથી અવની એ જવાબ આપ્યો મમ્મી,  તેમને મારા ઉપર શંકા છે હું વંદન સાથે, સુધીર સાથે આડા સંબંધો રાખતી ફરું છું.”

“ હાય રે! નીલ, આ તું શું બોલે છે?”

અવની, “ જેને કમળો થયો હોય તેને બધે  પીળુ દેખાયને?” મોમ! તમને દુઃખ ન થાય તેથી નીલની ઘણી એબ છુપાવી.  હવે સહન નથી થતું. હું ફક્ત શૉ પીસ બની ને અહીં આવી છું. હવે તો મને ખાત્રી થઈ ગઈ છે કે જેસીકાને નીલ નથી છોડતા.”

“ જેસીકા? એ વળી કોણ?”

“નીલની ગર્લ ફ્રેન્ડ. આજે મેં અલ્ટી મેટમ આપી દીધું છે, કે’ કાં જેસીકા કાં હું?”.

“ જો અવની, તું કોઇ ઉતાવળીયુ પગલુ ના ભરીશ. તું અત્યારે  અહીં આવી જા. અતુલ નીલને સમજાવશે.”

“તેમને સમજાવવામાં મારા બે વર્ષ પુરા થઇ ગયા. પણ મારી સમજણ તો દેશી સમજણ ને? મને અમેરિકામાં શું સમજાય?”

“નીલ, હમણા ને હમણા બંને જણ અહીં આવો. જો તમે નહી આવો તો   હું અને પપ્પા આવીએ?”

“ મમ્મી, હું  આવુ  છું.  નીલની મને ખબર નથી.”

“ હા, આવ દીકરા અને નીલને લઇ ને આવે તો સારુ.”

” મમ્મી હું મારી રીતે આવીશ, મને અવની અને તેની કાર બંને પસંદ નથી!”-

અતુલ આ બધી  વાતો સાંભળતો હતો.  તેણે હકારમાં માથુ હલાવ્યું, સારુ કર્યું  અવનીને  અંહીબોલાવી!  ખુબ જ ડાહી અને સુશીલ છોકરી છે. નીલને ઠેકાણે લાવવા આપણાથી અવનીનો  ભોગ ન લેવાય ?

ત્યાં   ડોર બેલ  વાગ્યો. બારણું ખોલ્યું ત્યારે સુઝી હતી.  તે ગુસ્સામાં હતી. મમ્મી ને જોતા બોલી, ”મોમ આ વંદન ઇઝ ટેરીબલ”.

વિભાને ખબર હતી સુઝી તેની સાથે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા તેના સહકાર્યકર સુધીર પ્રત્યે ઢળી હતી. સુધીર હતો ભારતનો પણ ડેશીંગ અને ફાંકડો.  સુઝીની ટાઈપનો. વંદન થોડો સીધો સાદો હતો તેથી સુઝી આખો વખત તેના પર રૉફ મારતી. તેને ખબર હતી વંદન વિલ મિન્ટ મની. પણ તેની સાદાઈ તેની આંખને જચતી નહી!

જ્યારે સુઝી ધુંઆફુંઆ થતી આવી ત્યારે વિભાને અણસાર આવી ગયો હતો.

“ કેમ શું થયું?” અનજાણ બનતા બોલી.

“ મને શૉ કૉઝ નોટીસ આપીને કોર્ટે ચઢાવે છે.”

“ પણ કંઇ કારણ તો આપ્યુ હશેને?”

“ હા સાવ સાદુ અને સીધુ કારણ છે ,મીસબીહેવીયરનું”

“એટલે? હું પતિ તરીકે તેને માન નથી આપતી તેને માટે રસોઇ નથી બનાવતી. અને વારંવાર અપમાન કરું છું.”

“  શરીર સુખની વાત કરી છે?”

“ નો મોમ.  વંદન હવે મને દરેક વખતે સ્પષ્ટ શબ્દોમાં એને જે કહેવું હોય તે કહે છે. તે પહેલા જેવો નથી રહ્યો.

વંદને બારણામાં પ્રવેશતા કહ્યું, “મમ્મી મને લાગે છે કેસુઝી મને જુએ છે ત્યારે તેનામાં એક ભુત પ્રવેશે છે.  ‘તે છે  સુપિરિયારિટી નું.

અતુલે વંદન ને ઘરમાં માનભેર આમંત્રણ આપ્યું અને કહ્યું શાંતિથી બધા બેસો. અવની અને નીલ પણ આવે છે.  આજે ઘર બેઠા નિવારણ કરીયે .

પીઝાનો  ઓર્ડર કરી  સૌ રસોડાનાં ગોળ ટેબલ ઉપર ગોઠવાયા. ત્યાં અવની આવી ગઇ. બધાને સાથે બેઠેલા જોઇ થોડી ખમચાઇ.

સુઝી બોલી,” આવ અવની. તું અને વંદન  બન્ને સાથે એક જ વકીલને મળ્યા છો કે શું?”

“ કેમ?” આશ્ચર્ય ચકિત થવાનો વારો અવનિ નો હતો!

“આજે  મને અને નીલને શૉકૉઝ નોટીસ મળી ?’

“ નારે! ના. મને તો પપ્પાજી એ કહ્યું તેમ મેં કર્યુ છે.”

“શું?” ઘરમાં દાખલ થતા, નીલે પ્રશ્ન પુછ્યો ”પપ્પાજીએ કહ્યું હતું એટલે?”

વંદન અને પપ્પાજી પણ હસતા હતા.

વિભા પહેલી વખત ગુંચવાતી હોય તેવું લાગતા અતુલે વાતની શરુઆત કરી.

‘તે દિવસે અવની કાર લઇને આવી, ત્યારે મેં તેને દિલથી આશિષ દીધા. ત્યારે તે રડમસ અવાજે બોલી.. પપ્પાજી! નીલ તો મને એકલો છોડીને જતો રહ્યો. હવે તમે કહો હું શું કરું ?’ હું એના બેહુદા વહેવારથી  ત્રાસી ગઈ છું’!

ત્યારે મેં તેને માથે હાથ મુકીને કહ્યું, “ બેટા તું અને સુઝી મારે માટે એક સમાન છે. નીલે તને દુભવી છે તો તેનો આપણે બદલો લઇશું અને આ પ્રપંચ રચાયો.

પીઝા ખાતા ખાતા આજે એક નાની કોર્ટ અત્યારે અહીં બેસશે.

અતુલે ખોંખારો ખાઈ વાતને આગળ કરી. આજે અહીં મારા ચાર સંતાનો છે. બે દીકરાઓ મારા અને બે દીકરીઓ વિભાની.

વિભા કહે, ‘ જજ કોણ અને જ્યુરી કોણ’ ?

‘હું અને તું’ , જજ  અને  જ્યુરીની જરૂર પડશે તો વિચારીશું’.

‘ચારે  જણાએ નિઃ સંકોચ પોત પોતાનો વિચાર જણાવવાના અને સાથી વિશે અભિપ્રાય આપવાનો .’

‘અવની સૌથી નાની છે તેથી તેનો વારો પહેલો.’

‘નીલ વિશે ખુબ  ફરિયાદ છે. જેમાં  સૌથી મોટી અને અક્ષમ્ય વાત છે,’ છેતરપિંડીની’.’

સુઝી વંદનના એક પણ  અપલક્ષણ  બતાવવામાં નાકામયાબ રહી. એક વાત સ્પષ્ટ હતી, તેને એમ હતું કે વંદન કરતા પોતે વધુ સ્માર્ટ છે.

વંદને સૌમ્ય ભાષામાં  જણાવ્યું, સુઝીથી ઉંમરમાં મોટો અને ભણતરમાં ચડિયાતો હોવા છતાં  વારેવારે તેને  અપમાનીત કરે છે.

વિભા અને અતુલ આ ચર્ચા પત્યા પછી પોતાના બેડરૂમમાં ગયા. અડધો કલાકના વિચાર વિનિમય બાદ  બંને બહાર આવ્યા. વિભા અને અતુલ ખૂબ ઠરેલ અને ન્યાયી હતા.  બાળકોના જીવનમાં ચાલી રહેલ વિખવાદથી માહિતગાર હતા.

શાંતિથી બંને જણાએ પોતાનું મંતવ્ય જણાવ્યું. નીલ અને જેસિકાનું પ્રેમ પ્રકરણ ભવિષ્યમાં કયું રૂપ લેશે તેની ખબર ન હતી! સુઝી, સુધીર સાથે મળતી અને તેની વાત કરતાં તેના મુખારવિંદ પર ખુશીની ઝલક તરવરતી વિભાને દેખાતી.

વંદન અને અવની બંને સંપૂર્ણ ભારતિય હતા. તેમની સમજ, વર્તન તેમજ હોશિયારી ઉડીને આંખે વળગે તેવા હતા. અતુલે જ્યારે ‘શૉ કૉઝ નોટિસ’ મોકલવાનું નાટક કર્યું હતું ત્યારે ભાવિ વિષે પ્લાન પણ તૈયાર કરી રાખ્યો હતો.

અતુલે અને વિભા સાથે ફેંસલો સંભળાવે તે પહેલાં ભારત ફૉન જોડ્યો. ‘લીના બહેન અને મયૂરભાઈ તમારા બંનેના બાળકો અવની અને વંદનના લગ્નની ‘કંકોત્રી ‘ અમારા હાથમાં છે. તમે તેમને ફૉન ઉપર આશિર્વાદ આપો.’

સેલ  ફૉન ઉપર સુ્ધીર અને જેસિકાને ફુલ ફ્રીડમ આપી દીધું. તેઓ પણ આ ચુકાદાથી ખુશ હતા.

અવની શરમની મારી ઉંચી નજરે વંદનના મુખ પરની ખુશી નિહાળી ન શકી!

તેમણે પોતાનો ફેંસલો જણાવતા કહ્યું, ‘ભગવાને અમારા દ્વારા થયેલી ભૂલ દુર કરવા.  બે જોડા છુટા પાડી ત્રણ જોડા બનાવવાની સજા કે મજા મંજૂર કરીએ છીએ. આ અમારો ચુકાદો ભારતમાં ફોન ઉપર લીના બેન અને મયુરભાઇ  સાંભળે છે. સેલ ફોન પર જેસીકા અને સુધીર પણ સાંભળે છે.’

વિભા બેને ત્રણ કંકોત્રી કાઢી મેજ પર મુકી. પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનાં પેપરો પણ મુક્યા.’ ‘જાહેર કર્યું,  નીલ અને અવની  તથા સુઝી અને વંદન  કજોડા હતા . કોર્ટ રાહે તેમને છૂટા કરવાનું જણાવાય છે.’

નીલ અને જેસીકા હવે પતિ પત્ની બનશે. તેજ રીતે સુધીર અને સુઝી જોડાશે . અવની અને વંદન લગ્ન પંથે વિહરશે.