આ મહિનાનો વિષય -વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા

 

0

મિત્રો

જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આવો અને કલમ ઉપાડો અને  વાંચન  સાથે સર્જન કરો.સર્જન થકી ભાષા વહેતી રહે છે.હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.ફરી એકવાર આપણે વાર્તા સ્પર્ધા માટે કમર કસીને તૈયારી કરીએ..

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા 

વાર્તાનો વિષય:

 • જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  
 • હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.
 • વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.
 • વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા ૧૫૦૦ અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો

મોકલવાની અંતિમ તારીખ– Last date February 20, 2017

 • પુરસ્કાર:
 • લું ઈનામ: $૧૨૫
 • જું ઈનામ: $૭૫
 • ૩જું ઈનામ: $૫૧
 • બે આશ્વાસન ઈનામો: $૨૫  
 • સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧

તો ચાલો જોઈએ વાર્તા સ્પર્ધાના નિયમો– 

 1. ઈનામો માટે વાર્તાની પસંદગી વિષે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાંઆવશે નહીઁ. આયોજકો અને નિર્ણાયકોનો નિર્ણય આખરી અને અંતિમ રહેશે.
 2. અગર વાર્તા સત્ય ઘટના પર આધારીત હોય તો નીચેની વિગત લખવી આવશ્યક છે:
 3. કહાની સત્ય ઘટના પર આધારીત છે. પાત્રોની ગોપનીયતા રાખવા માટે સમય, સ્થળ અને નામો બદલી નાખવામાં આવ્યા છે.”
 4. વાર્તાના સ્થળ, સમય અને પાત્રોેને અનુરુપ ભાષા હોવી જરુરી છે અને એનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.
 5. હા વાર્તાસ્પર્ધા માટે મોકલેલી આપની રચના મૌલિક હોવી જોઈએ.) આપની રચના વર્ડફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ.દરેકે વાર્તા word ફોર્મ માં મોકલવાની રહેશે ,(PDF) સ્વીકારવામાં આવશે નહિ, સાથે આપનું ઈમૈલ અને નાનકડો ફોટો જરૂર મોકલશો .
 6. આપની વાર્તા બીજ કોઈ બ્લોગ કે વેબ સાઈડ કે છાપામાં પ્રસિદ્ધ થએલ હશે તો સ્વીકારવામાં આવશે નહિ

pragnad@gmail.પર વાર્તા મોકલશો 

Share this:

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા– ()સુહાગ

Posted on ડિસેમ્બર 14, 2016 by Pragnaji

રેખા શુકલ

શિવાંગી ને ઉમાકાંત કોલેજ માં મળ્યા ત્યારે તો સામેથી આવતો ઉમાકાંત ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો.

“કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,એ તો  જે દિલવાળા હોય કલ્પી શકે,

જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી,એ જ સમજી શકે, એ જ જાણી શકે.

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

લાગે કે હમદર્દ બની જાય જરા સાથમાં આવે તો કેવું સારું લાગે.”

વિચારમાં સ્તબ્ધ ઉભેલા ઉમાકાંત ને ચપટી વગાડી ને તોફાની સુહાગે જગાડ્યો…જાણે હાંફળો ફાંફળો શિવાંગી ને ગોતતો થોડો હસ્યો ને સુહાગ તરફ લીટરલી તાડુક્યો  ‘ તું ..જરા આઘી ખસ તો, પછી મળું છું તને !’

‘ ઓકે, હીરો …મળીશ તો મળીશ હું તો  કહેવા આવેલી કે હું કુલુ-મનાલી જવાની છું બધા કઝીન્સ આવે છે કાલે !! બાય ‘ ધુંઆફૂંઆ થતી પોનીટેલ હવામાં ઉલાળતી સુહાગ ત્યાંથી ખસી ગઈ.

‘ હાય , હાય ક્યા ચાલ હૈ ! ગુસ્સો તો જાણે જોઈલો ઝાંસીની રાણી…!! આંખો તો લખોટી જેવી ગોળમટોળ છે’ ધીરજે ધીરે રહી ને સાત્વિક ના કાનમાં આવું કહ્યું પણ ક્યાંથી સુહાગ સાંભળી ગઈ કે ફટાક કરતી વળતા પગે પાછી ફરી ને ધડ દઈને ધીરજને એક ચોડી દીધી..અવાક સાત્વિક આભો થઈ ગયો…ત્યાં તો અવળા હાથની એને પણ પડી.

‘ ઓહ માય ગોડ ‘ બોલતી મોહિની આવી ને ઉપરથી મરચું ભભરાવી મોં મચકોડીને ચાલી ગઈ કેશ નો હાથ પકડી ઃ ‘ એ જ લાગના છે બેય, વાંઢા ના વાંઢા જ રહેવાના ‘ બોલી.

કેશ ની ગાડી પાર્કિંગ લોટમાંથી નીકળતી ધીરજ જોઈ રહ્યો. સાત્વિક તો વગર વાંકે ધોવાયો તો બાથરૂમમાં ભરાઈ ગયો.

ઉમાકાંત આગળ વધ્યો. શિવાંગી ને બોલાવી ને પોતાની ઓળખ આપતા બોલ્યો કે ઃ ‘ નાઈસ ટુ મીટ યુ ! આપનું નામ શિવાંગી જ ને !! આપના બ્રધર ને ભાભી અમારી સોસાયટીમાંજ રહે છે તેમને ત્યાં તમારો ફોટો જોયેલો. બંને જણા તમારા ખૂબ વખાણ કરતા હતા.બાય ધ વે આઈ એમ ઉમાકાંત ‘

મધુમાલતી ના ફૂલ ખોસી ને વાળેલો લાંબો ચોટલો ને નીચે ના વળ વળી ગયેલા વાંકડિયા વાળ સાથે રમતા રમતા નીચી નજરે જ શિવાંગી બોલી ‘ નાઈસ ટુ મીટ યુ ટુ ઉમાકાંત …જી !’

નૄત્યનાટિકા ભજવાશેનું એલાન તારીખ,વાર ને સમય, સ્થળ સાથે બુલેટિન બોર્ડ પર મૂકાયું ફ્લાયર. .. નીચે જેને ઇન્ટરેસ્ટ હોય તેના નામ લખવા વિનંતી . ઉમાકાંતને પોતાનું ને શિવાંગીનું નામ લખવું હતું પણ એકાદ બે પિરિયડ જવા દેવા તે પછી ચેક કરીશ એમ વિચારી તે કેન્ટીન તરફ વળ્યો. ત્યાં મોહિની ને કેશ  સાથે એક્સ્પ્રેસો પીતા જોયા. પોતે ઓરેંજ જ્યુસ મંગાવી પીવા કરતો હતો ત્યાંજ સુહાગ રડ્તી રડતી આવીઃ’ કઝીન્સ નથી આવવાના ને કોઈકના વડીલ ગુજરી જવાથી પ્રોગ્રામ કેન્સલ થયો છે…ને કુલુ-મનાલી ની પત્તર રગડી નાંખી યાર ! વોટ વોઝ યોર પ્રોબ્લેમ યસ્ટરડે ? બાય ધ વે ચાય તો પીવડાવ ચિંગુસ ‘

“નથીંગ મચ સુહાગ, આઈ વોઝ જસ્ટ બીઝી ‘ ઉમાકાંતે ચાયનો કપ ને ઓરેંજ જ્યુસનો ગ્લાસ એક ટેબલ મૂકયો ને બેસતા બોલ્યો.

‘ સો ધીસ ટાઈમ તું નૃત્ય નાટિકામાં ભાગ લેવાની ને કે ?’

વાત ને ઉડાડતા જ બોલી ઃ ‘ અરે ! મુડ ઓફ છે…નો મોર કુલુ-મનાલી…!! સો માય ફૂટ નૄત્ય

નાટિકા ..!’  ચાય ની ચૂસકી લગાવતાં બોલી.

ઉમાકાંતે ભજવ્યો ભાગ ક્રિશ્નાનો અને શિવાંગી બનેલી રાધા. સુહાગ જલી ઉઠેલી પણ કંઈ કરી શકી નહોતી… હા ત્યાર પછી સુહાગ ને શિવાંગી જરા પણ નહોતી ગમતી. સ્ટેજ સુંદર સજાવેલું ને સૌ પ્રેક્ષકગણે ખુબ માણેલી નાટ્યકારોની કલા.

સુહાગે મનમાં ગાંઠ વાળી લીધી કોઈ પણ રીતે ઉમાકાંત ને શિવાંગીથી  દૂર રાખવી. કેશ સાથે મોહિની પણ ભળી ગઈ સુહાગ સાથે ને ત્રણે ભેગા થઈ પ્લાન રચવા માંડ્યા. આ તરફ શિવાંગી ના મધર-ફાધર નો વિમાન ક્રેશ માં અકસ્માત થયો ને આકસ્મિત મૄત્યુ ની ખબર શહેરના જાણીતા અખબારોમાં છપાઈ. સ્તબ્ધ , સૂનમૂન,એકાંત ઓરડામાં દિવાલો એને ખાવા દોડતી… ભાઈ-ભાભી આવી ગયા પાસે તો પણ શિવાંગી ભૂલી નથી શકતી કંઈજ . અચાનક કિચન તરફ ધસી જાય છે ઃ’ આવી મમ્મી !’ જઈને  સૂના કિચનમાં મમ્મી તો નથી….  પાછી રડે છે.  ક્યારેક શાલ લઈને પપ્પાની ખુરશી પર પાથરવા ચાલી જાય છે. સમય અટક્યો નથી પણ સભાનતા ભૂલાઈ રહી છે. શિવાંગી યાદ રાખવા મથે છે. સુહાગ દિલગીરી બતાવવાનો ડોળ કરે છે. મોહિની ને કેશ પણ આવી ને સાંત્વન આપી જાય છે નામનું જ. સુહાગ હજુ પણ ગુસ્સામાં જ છે પણ બહાર બતાવતી નથી. મન ફ્રેશ કરવા ઉમાકાંત શિવાંગી ને લઈને બહાર નીકળવાનું જણાવે છેઃ ‘બીજે કયાંય નહીં પણ ચાલ શિવના મંદિરે જઈએ ત્યાં નાનક્ડી નદી પણ છે. દર્શન કરી ને કિનારે થોડો આંટો મારીને પાછા આવીએ, ચલ ને પ્લીઝ. ફોર મી….વીથ મી ? ‘

મંદિરે નામની પવિત્ર જગ્યામાં એકાંતમાં પોક મૂકીને શિવાંગી રડતી જ રહી. ઘણાંય એના સપનાં જાણે અચાનક ઉદાસ મનની મરુભૂમિમાં જીવીત રહેશે કે નહી…મા વિના નો અને પપ્પા વિના કેમ જીરવાશે સંસાર ? કેમ જીવાશે જીવન ! નદી પાસેની રેતીમાં વાંકી વળી બે-ચાર ડગલાં આગળ ચાલી. ભૂંસાયાં વગરના પગલાં  વણાંકે પૂરાં થતાં જોયા. ભ્રમ છે કે સાચું ? ઉમાકાંત નીચે રેતીમાં મહલ ચણી રહ્યો હતો. ને નદીમાંથી બચાવો બચાવો ની ચીસ સંભળાઈ.

 

‘ ઉમાકાંત, નદીમાં કોઈ તણાઈ રહ્યું છે !! જુઓ જુઓ ‘  ત્યાં તો વહેણ ગોળ ગોળ ફરી અંદર ખેંચતું દેખાયું..!! એક ભેખડ જેવું હાથમાં આવતાં વળગી ને બેઠેલ ફરી ચીસો પાડતું હતું બરાબર તાકી ને જોયું તો બીજું કોઈ નહીં તે સુહાગ જ હતી. ઉમાકાંતે એક પળની પણ રાહ જોયા વિના ઝંપલાવ્યું ને ખેંચી લાવ્યો કિનારે. સુહાગને બચાવી શિવાંગી ને મનાવી

પોતે આખરે પાછો ફર્યો. મનમાં બે સ્ત્રીઓ વચ્ચે નહોતી કરવી છતાંય સરખામણી થતી રહી. એક તરફ ઇમોશનલ યેડુ (પગલી) સુહાગ ને બીજી તરફ ઠરેલી પણ અત્યારે ભાંગી પડેલી શિવાંગી હતી.

 

ઘણા માણસો કોણીયે ગોળ લગાડે પણ વખત આવે ત્યારે કોઈ કામ ન કરે ને તેમને સારુ લગાડવાનો ડોળ કરે. ભાઈ ને ત્યાં જ્યારથી નાનકી આવી ગઈ ભાભી ને ભાઈ જાણે શિવાંગીથી અલગ વ્યવહાર કરવા લાગ્યા. વક્ત વક્ત કી બાત હૈં કોઈ કાયમ નાનુ નથી રહેતું બોલે નહીં તેનો મતલબ તે નથી ને કે ખબર પણ નથી પડતી કંઈ. આ બાજુ ઉમાકાંત એની પાસે આવવા માંગતો હતો એની ખબર હતી. કેહવાયું છે કે દિવાલો ને પણ કાન હોય છે તો સુહાગ નો પોતાના

તરફનો અણગમો અને ઉમાકાંત તરફનો પ્રેમ એનાથી છૂપો કેમ રહે ?

 

‘ આજે મારે શોપિંગમાં જવાનું છે ઉમાકાંત ફરી ક્યારેક મળીયે ‘ શિવાંગીએ ટૂંકમાં પતાવી ને ફોન કટ કર્યો. ઉમાકાંત વિચારમાં પડ્યો. પણ આવું વારંવાર થવા લાગ્યું ને આ બાજુ સુહાગ ને ઉમાકાંત નજીક આવતા ગયા.

 

‘ ઉમાકાંત આજે મારી તબિયત નથી સારી તમે આવશો ને ? ‘ સુહાગે કહ્યું ને ઉમાકાંતને તેના ઘરે જવું પડ્યું . ગયો ત્યારે બારીના પડદા બંધ જોયા ને ફ્રંટ ડોર થોડો ખુલ્લો જ હતો. ધીમેથી તે અંદર પ્રવેશ્યો ને તેણે સુહાગ ને સાદ દીધો ઃ ‘ સુહાગ તું ક્યાં છે ? ‘ કોઈ જવાબ ના આવ્યો. અંદરના બેડરૂમ તરફ ધડકતાં હ્રદયે દાખલ થયો ને ફાટી નજરે થંભી ગયો. સુહાગે કાંડાની નસ કાપી હતી ને લોહી ફર્શ ઉપર વહી રહ્યું હતું ને તે બેહોશ પડેલી હતી.

 

હોસ્પિટલે પહોંચતા ડોકટરે પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે તે ઘણી ડિપ્રેસ રહે છે. “ઇમોશન યેડુ તું ક્યારે સમજીશ ?’ ઉમાકાંત બોલ્યો.

 

સુહાગના મનની વાત એની આંખો ચાડી ખાતી હતી છતાં ઉમાકાંતે પૂછ્યું ત્યારે સુહાગે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. વ્યક્તિ વત્તા વ્યક્તિ એટલે પ્રેમ કે વ્યક્તિ વત્તા  સંજોગ નો સમજોતો એટલે પ્રેમ.

સુહાગ ને ઉમાકાંત ના લગ્ન લેવાયા ત્યારે શિવાંગી ફોઈ ને ત્યાં હતી બહારગામ. કંઈ રીતે મનને સમજાવે કે હવે જ્યારે પોતે જ તેમના જીવનથી દૂર જતી રહી છે તો લગ્ન માં હાજરી પૂરાવે…? ઉમાકાંતે સુહાગનો નિર્ણય અપનાવી લીધો.

બાલ્કની માં ભૂલકાંઓને ટ્યુશન આપતી શિવાંગી પોતાના પગ પર ઉભી થઈ ગઈ છે તે ભાઈ ભાભી ને ગમ્યું. ઉમાકાંતે પણ જોયું. ચાલો તે જે રીતે સુખી રહે સુહાગ ને ખુશ રાખવી તે મારું કામ છે હવે. સમયની ફાળ ભરાય ત્યારે સાથે ચાલતો સમય ક્યારેક ભાગે છે ને ક્યારેક ના ગમતું સંબંધનું બંધન  નું પણ ખુબ સારું લાગે છે.  જીવનના કારખાનામાં સગપણના બળતણ પણ હોમાય છે તો ક્યારેક બંધનના આવરણ ને મુક્તિ પ્રાપ્ત થાય છે.

ભાઈ ભાભીની નાનકી તે તેમનું રોતું હસતું મહેકતું સપનું …ખુશ છે પેલા ટહુકતા મોર જેવું ! આ બાજુ શિવાંગી ભૂલકાંઓને રોજ ઘૂંટાવે અક્ષર ને આંકડા ને અનુભવતી રહે મોહમાયા ના જાળા. સમરમાં વડલાની છાંયડી માં પાટીપેન થી લખતા છોકરાંઓની વચ્ચે બેઠેલી શિવાંગી જુઓ હા તે જ તેનું સાચું સરનામું. સરી જાય આંસુ ને ચાલ્યા જાય આપણા, ખરે પુષ્પો ને પર્ણ તેમ વીતે વર્ષો…

સંતાકૂકડી જીવન રમે દઈ દે ‘ખો’ ને તમે વિશ્વના મેળામાં એકલા અટૂલા.

પંખીના વૄંદ ઉડે, ઉગમણી પરોઢ ઉઠે … ઓઢણી અડી નડે ને શરમાતી સવાર ઉઠે !!

આજે કાંઈ જ એજંડા નથી …શાંતિથી ઉઠી ને બગીચામાં કોફી લઈને બેઠી. છાપુ ખોલી ને પાનાંઓ ઉથલાવા લાંગી. સ્પીડ રીડરથી ક્યારે પતી ગયું વાંચવાનું તે પોતાને પણ ના સમજાયું. બે વર્ષ ઉપર થઈ ગયા ઉમાકાંતને જોયે.

‘ શિવાંગી.. !’ પરિચિત અવાજ સાંભળતા જ શિવાંગી એ પાછળ જોયું પ્રેગનન્ટ સુહાગ વોક કરવા નીકળેલી, એકલી હતી.

‘ ઉમાકાંત જોબના લીધે આઉટ ઓફ ટાઉન છે ને આજે ફોર અ ચેંજ આઈ વોન્ટેડ ટુ કેચ- અપ વીથ યુ ટુ…કેન વી વોક એન્ડ ટોક ? પ્લીઝ ફોર ઓલ્ડ ટાઈમ સેઇક ! ‘ સુહાગ બોલી

 

‘ શ્યોર, ગીવ મી જસ્ટ ટુ મિનિટ્સ !’ કહી શિવાંગી કપ કિચનમાં મૂકી પાછી ફરી. ‘ વ્હેન ઇઝ ધ

ડ્યુ ડેટ ? હાઉ આર યુ બોથ ?’ શિવાંગી બોલીને ચૂપ થઈ ગઈ. સુહાગ બોલતી રહી લગભગ પંદર મિનિટ સુધી ને પછી બોલી ઃ ‘ હાઉ અબાઉટ યુ ? એવરીથીંગ ઓ. કે ? ‘

 

‘ યસ, યસ.. પણ મારી વાત છોડ ! ઇઝ ઇટ બોય ઓર ગર્લ ? ડુ યુ નો ધેટ ? ‘ શિવાંગીએ વાત ને વળાંક આપ્યો. સ્થિર થઇ ગયેલું સંગીત અને લોપ પામેલ પ્રકાશ ફક્ત સ્તબ્ધ હોય છે,શાંત નહીં.ભર અજવાશમાં પોતાના અંધકારનેસ્વયંભૂ મમળાવતું મૌન .પ્રકાશની ઉષ્માનો સહવાસ ફાનસની કાચની પરત પર તડકાનો પ્રસ્વેદ પાડે એ આંસુ ફક્ત એમાં જ શોષાયેલું હશે…ચળકાટ આપવાનો ઉછીનો ભ્રમ અહીં વિખેરી નખાયેલા સૂરોમાં પોતાનો મોક્ષ શોધે છે. બસ આમ ને આમ કલાકેક જેટલું ચાલીને બંને છૂટા પડ્યા. શિવાંગી તો જાણતી જ હતી. અંતિમ અસ્તિત્વ તો રહે જ છે..સ્મૃતિ એ નામશેષનું નામકરણ થવા દેતી જ નથી…ચળકાટ હંમેશા નૂતન બાબતોને જ સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે….અત્યંત ગુપ્ત…બહુ કોલાહલ કે ભરચક ભીડમાંનહીં દેખાય..! પણ આજે સુહાગને પણ લાગ્યું કે પોતે ખોટી હતી. ઇર્ષા ને બદલાની ભાવના રાખવાથી પોતાને જ વધુ ડંખે છે આખરે તો. ઉમાકાંત ને હંમેશા લાગતું બંને ના જીવનમાં પોતે સમાઈ જશે. એક નિર્દોષ લાગણી નહીં દૂભાય……ને થોડી આંખોની ઓળખાણ થાય એની સાથે..પ્રકાશની દિવેટને ફાનસના કિલ્લામાં પેટવી શકું…સ્થિર થયેલું સંગીત ફરી સૂર રેલાવી શકે…એના સંન્યાસની અઘોરી અવસ્થા પારખી શકું…. કેમ કે ખાતરીપૂર્વક દાવો કરું છું કે બંને ના જીવનમાં અંતે તો એ શેષભાવમાં મારી હાજરી હશે જ…જામી ગયેલી ધૂળની પરત પર હળવા સ્પર્શથી તારા ટેરવાને ત્યાં ટેકવી જોજે મને ક્યાંક રોમાંચિત કરવાનો અંતિમ અવસર મળી જાય !! સુહાગ હવે મા બની ગઈ છે. ને ઉમાકાંત રીશી નો પિતા ને શિવાંગી ‘ આંટી ‘  આ ત્રિપુટી હવે કાયમ સાથે જ જોવા મળે છે. કોઈ હિપ્સ્ટર ટીચ મારી ‘ થ્રી-સમ ‘

કહે તો સુહાગ અટકાવી કહે છેઃ ‘ યુઝ્વલી ટુ ઇઝ કંપની હોય પણ અમારા માં થ્રી ઇઝ કંપની ! ‘

—-રેખા શુક્લ

શિવાંગી ને ઉમાકાંત કોલેજ માં મળ્યા ત્યારે તો સામે થી આવતો ઉમાકાંત ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,

જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી,એ જ સમજી શકે, એ જ જાણી શકે. આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. લાગે કે હમદર્દ બની જાય જરા સાથમાં આવે તો કેવું સારું લાગે.

વિચારમાં સ્તબ્ધ ઉભેલા ઉમાકાંત ને ચપટી વગાડી ને તોફાની સુહાગે જગાડ્યો…જાણે હાંફળો ફાંફળો શિવાંગી ને ગોતતો થોડો હસ્યો ને સુહાગ તરફ

લીટરલી તાડુક્યો ઃ ‘ તું ..જરા આઘી ખસ તો, પછી મળું છું તને !’

‘ ઓકે, હીરો …મળીશ તો મળીશ હું તો કેહવા આવેલી કે હું કુનુમનાલી જવાની છું બધા કઝીન્સ આવે છે કાલે !! બાય ‘ ધુંઆફૂંઆ થતી પોનીટેલ હવામાં ઉલાળતી સુહાગ ત્યાંથી ખસી ગઈ.

‘ હાય , હાય ક્યા ચાલ હૈ ! ગુસ્સો તો જાણે જોઈલો ઝાંસીની રાણી…!! આંખો તો લખોટી જેવી ગોળમટોળ છે’ ધીરજે ધીરે રહી ને સાત્વિક ના કાનમાં આવું કહ્યું પણ ક્યાંથી સુહાગ

સાંભળી ગઈ કે ફટાક કરતી વળતા પગે પાછી ફરી ને ધડ દઈને ધીરજને એક ચોડી દીધી..અવાક સાત્વિક આભો થઈ ગયો…ત્યાં તો અવળા હાથની એને પણ પડી.

‘ ઓહ માય ગોડ ‘ બોલતી મોહિની આવી ને ઉપરથી મરચું ભભરાવી મોં મચકોડીને ચાલી ગઈ કેશ નો હાથ પકડી ઃ ‘ એ જ લાગના છે બેય, વાંઢા ના વાંઢા જ રહેવાના ‘ બોલી.

કેશ ની ગાડી પાર્કિંગ લોટ માંથી નીકળતી ધીરજ જોઈ રહ્યો. સાત્વિક તો વગર વાંકે ધોવાયો તો બાથરૂમમાં ભરાઈ ગયો.

ઉમાકાંત આગળ વધ્યો. શિવાંગી ને બોલાવી ને પોતાની ઓળખ આપતા બોલ્યો કે ઃ ‘ નાઈસ ટુ મીટ યુ ! આપનું નામ શિવાંગી જ ને !! આપના બ્રધર ને ભાભી અમારી સોસાયટી

માંજ રહે છે તેમને ત્યાં તમારો ફોટો જોયેલો. બંને જણા તમારા ખૂબ વખાણ કરતા હતા.બાય ધ વે આઈ એમ ઉમાકાંત ‘

મધુમાલતી ના ફૂલ ખોસી ને વાળેલો લાંબો ચોટલો ને નીચે ના વળ વળી ગયેલા વાંકડિયા વાળ સાથે રમતા રમતા નીચી નજરે જ શિવાંગી બોલી ‘ નાઈસ ટુ મીટ યુ ટુ ઉમાકાંત …જી !’

નૄત્યનાટિકા ભજવાશેનું એલાન તારીખ,વાર ને સમય, સ્થળ સાથે બુલેટિન બોર્ડ પર મૂકાયું ફ્લાયર. .. નીચે જેને ઇન્ટરેસ્ટ હોય તેના નામ લખવા વિનંતી . ઉમાકાંતને પોતાનું ને શિવાંગીનું

નામ લખવું હતું પણ એકાદ બે પિરિયડ જવા દેવા તે પછી ચેક કરીશ એમ વિચારી તે કેન્ટીન તરફ વળ્યો. ત્યાં મોહિની ને કેશ  સાથે એક્સ્પ્રેસો પીતા જોયા. પોતે ઓરેંજ જ્યુસ મંગાવી પે

કરતો હતો ત્યાંજ સુહાગ રડ્તી રડતી આવીઃ’ કઝીન્સ નથી આવવાના ને કોઈક ના વડીલ ગુજરી જવાથી પ્રોગ્રામ કેન્સલ થયો છે…ને કુનુમનાલી ની પત્તર રગડી નાંખી યાર ! વોટ વોઝ યોર પ્રોબ્લેમ યસ્ટરડે ? બાય ધ વે ચાય તો પીવડાવ ચિંગુસ ‘

‘ નથીંગ મચ સુહાગ, આઈ વોઝ જસ્ટ બીઝી ‘ ઉમાકાંતે ચાય નો કપ ને ઓરેંજ જ્યુસ નો ગ્લાસ એક ટેબલ મૂકયો ને બેસતા બોલ્યો.

‘ સો ધીસ ટાઈમ તું નૃત્ય નાટિકામાં ભાગ લેવાની ને કે ?’

વાત ને ઉડાડતા જ બોલી ઃ ‘ અરે ! મુડ ઓફ છે…નો મોર કુનુમનાલી…!! સો માય ફૂટ નૄત્ય

નાટિકા ..!’  ચાય ની ચૂસકી લગાવતાં બોલી.

ઉમાકાંતે ભજવ્યો ભાગ ક્રિશ્ના નો અને શિવાંગી બનેલી રાધા. સુહાગ જલી ઉઠેલી પણ કંઈ કરી શકી નહોતી… હા ત્યાર પછી સુહાગ ને શિવાંગી જરા પણ નહોતી ગમતી. સ્ટેજ સુંદર સજાવેલું ને સૌ પ્રેક્ષકગણે ખુબ માણેલી નાટ્યકારોની કલા. સુહાગે મનમાં ગાંઠ વાળી લીધી કોઈ પણ રીતે

ઉમાકાંત ને શિવાંગીથી  દૂર રાખવી. કેશ સાથે મોહિની પણ ભળી ગઈ સુહાગ સાથે ને ત્રણે ભેગા થઈ પ્લાન રચવા માંડ્યા. આ તરફ શિવાંગી ના મધર-ફાધર નો વિમાન ક્રેશ માં અકસ્માત થયો ને આકસ્મિત મૄત્યુ ની ખબર શહેરના જાણીતા અખબારોમાં છપાઈ. સ્તબ્ધ , સૂનમૂન,એકાંત ઓરડામાં દિવાલો એને ખાવા દોડતી… ભાઈ-ભાભી આવી ગયા પાસે તો પણ શિવાંગી ભૂલી નથી શકતી કંઈજ . અચાનક કિચન તરફ ધસી જાય છે ઃ’ આવી મમ્મી !’ જઈને  સૂના કિચનમાં મમ્મી તો નથી….  પાછી રડે છે.  ક્યારેક શાલ લઈને પપ્પાની ખુરશી પર પાથરવા ચાલી જાય છે. સમય અટક્યો નથી પણ

સભાનતા ભૂલાઈ રહી છે. શિવાંગી યાદ રાખવા મથે છે.

સુહાગ દિલગીરી બતાવવાનો ડોળ કરે છે. મોહિની ને કેશ પણ આવી ને સાંત્વન આપી જાય છે નામનું જ. સુહાગ હજુ પણ ગુસ્સામાં જ છે પણ બહાર બતાવતી નથી. મન ફ્રેશ કરવા ઉમાકાંત શિવાંગી ને લઈને બહાર નીકળવાનું જણાવે છેઃ ‘બીજે કયાંય નહીં પણ ચાલ શિવના મંદિરે જઈએ ત્યાં નાનક્ડી નદી પણ છે. દર્શન કરી ને કિનારે થોડો આંટો મારીને પાછા આવીએ, ચલ ને પ્લીઝ. ફોર મી….વીથ મી ? ‘

મંદિરે નામની પવિત્ર જગ્યામાં એકાંતમાં પોક મૂકીને શિવાંગી રડતી જ રહી. ઘણાંય એના સપનાં જાણે અચાનક ઉદાસ મનની મરુભૂમિમાં જીવીત રહેશે કે નહી…મા વિના નો

ને પપ્પા વિના કેમ જીરવાશે સંસાર ? કેમ જીવાશે જીવન ! નદી પાસેની રેતીમાં વાંકી વળી બે-ચાર ડગલાં આગળ ચાલી. ભૂંસાયાં વગરના પગલાં  વણાંકે પૂરાં થતાં જોયા. ભ્રમ છે કે સાચું ? ઉમાકાંત નીચે રેતીમાં મહલ ચણી રહ્યો હતો. ને નદીમાંથી બચાવો બચાવો ની ચીસ

સંભળાઈ.

‘ ઉમાકાંત, નદીમાં કોઈ તણાઈ રહ્યું છે !! જુઓ જુઓ ‘  ત્યાં તો વહેણ ગોળ ગોળ ફરી અંદર ખેંચતું દેખાયું..!! એક ભેખડ જેવું હાથમાં આવતાં વળગી ને બેઠેલ ફરી ચીસો પાડતું હતું બરાબર તાકી ને જોયું તો બીજું કોઈ નહીં તે સુહાગ જ હતી.ઉમાકાંતે એક પળની પણ રાહ જોયા વિના ઝંપલાવ્યું ને ખેંચી લાવ્યો કિનારે. સુહાગને બચાવી શિવાંગી ને મનાવી

પોતે આખરે પા્છો ફર્યો. મનમાં બે સ્ત્રીઓ વચ્ચે નહોતી કરવી છંતાય સરખામણી થતી રહી. એક તરફ ઇમોશનલ યેડુ (પગલી) સુહાગ ને બીજી તરફ ઠરેલી પણ અત્યારે ભાંગી પડેલી શિવાંગી હતી.

ઘણા માણસો કોણીયે ગોળ લગાડે પણ વખત આવે ત્યારે કોઈ કામ ન કરે ને તેમને સારુ લગાડવાનો ડોળ કરે. ભાઈ ને ત્યાં જ્યારથી નાનકી આવી ગઈ ભાભી ને ભાઈ જાણે શિવાંગીથી અલગ વ્યવહાર કરવા લાગ્યા. વક્ત વક્ત કી બાત હૈં કોઈ કાયમ નાનુ નથી રહેતું બોલે નહીં તેનો મતલબ તે નથી ને કે ખબર પણ નથી પડતી કંઈ. આ બાજુ ઉમાકાંત એની પાસે આવવા માંગતો હતો એની ખબર હતી. કેહવાયું છે કે દિવાલો ને પણ કાન હોય છે તો સુહાગ નો પોતાના

તરફનો અણગમો અને ઉમાકાંત તરફનો પ્રેમ એનાથી છૂપો કેમ રહે ?

‘ આજે મારે શોપિંગમાં જવાનું છે ઉમાકાંત ફરી ક્યારેક મળીયે ‘ શિવાંગીએ ટૂંકમાં પતાવી ને ફોન કટ કર્યો. ઉમાકાંત વિચારમાં પડ્યો. પણ આવું વારંવાર થવા લાગ્યું ને આ બાજુ સુહાગ ને ઉમાકાંત નજીક આવતા ગયા.

‘ ઉમાકાંત આજે મારી તબિયત નથી સારી તમે આવશો ને ? ‘ સુહાગે કહ્યું ને ઉમાકાંતને તેના ઘરે જવું પડ્યું . ગયો ત્યારે બારીના પડદા બંધ જોયા ને ફ્રંટ ડોર થોડો ખુલ્લો જ હતો. ધીમેથી તે અંદર પ્રવેશ્યો ને તેણે સુહાગ ને સાદ દીધો ઃ ‘ સુહાગ તું ક્યાં છે ? ‘ કોઈ જવાબ ના આવ્યો. અંદરના બેડરૂમ તરફ ધડકતાં

હ્રદયે દાખલ થયો ને ફાટી નજરે થંભી ગયો. સુહાગે કાંડાની નસ કાપી હતી ને લોહી ફર્શ ઉપર વહી રહ્યું હતું ને તે બેહોશ પડેલી હતી.

હોસ્પિટલે પહોંચતા ડોકટરે પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે તે ઘણી ડિપ્રેસ રહે છે. “ઇમોશન યેડુ તું ક્યારે સમજીશ ?’ ઉમાકાંત બોલ્યો.

સુહાગના મનની વાત એની આંખો ચાડી ખાતી હતી છંતા ઉમાકાંતે પૂછ્યું ત્યારે સુહાગે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. વ્યક્તિ વત્તા વ્યક્તિ એટલે પ્રેમ કે વ્યક્તિ વત્તા  સંજોગ નો સમજોતો એટલે પ્રેમ.

સુહાગ ને ઉમાકાંત ના લગ્ન લેવાયા ત્યારે શિવાંગી ફોઈ ને ત્યાં હતી બહારગામ. કંઈ રીતે મનને સમજાવે કે હવે જ્યારે પોતે જ તેમના જીવનથી દૂર જતી રહી છે તો લગ્ન માં હાજરી પૂરાવે…? ઉમાકાંતે સુહાગનો નિર્ણય અપનાવી લીધો.

બાલ્કની માં ભૂલકાંઓને ટ્યુશન આપતી શિવાંગી પોતાના પગ પર ઉભી થઈ ગઈ છે તે ભાઈ ભાભી ને ગમ્યું. ઉમાકાંતે પણ જોયું. ચાલો તે જે રીતે સુખી રહે સુહાગ ને ખુશ રાખવી તે મારું કામ છે હવે. સમયનીફાળ ભરાય ત્યારે સાથે ચાલતો સમય ક્યારેક ભાગે છે ને ક્યારેક ના

ગમતું બંધન રિશ્તો નું પણ ખુબ સારું લાગે છે.  જીવન ના કારખાનામાં સગપણ ના બળતણ પણ

હોમાય છે તો ક્યારેક બંધનના આવરણ ને મુક્તિ પ્રાપ્ત થાય છે.

ભાઈ ભાભી ની નાનકી તે તેમનું રોતું હસતું મહેકતું સપનું …ખુશ છે પેલા ટહુકતા મોર જેવું ! આ બાજુ શિવાંગી ભૂલકાંઓને રોજ ઘૂંટાવે અક્ષર ને આંકડા ને

અનુભવતી રહે મોહમાયા ના જાળા. સમરમાં વડલાની છાંયડી માં પાટીપેન થી લખતા છોકરાંઓ

ની વચ્ચે બેઠેલી શિવાંગી જુઓ હા તે જ તેનું સાચું સરનામું. સરી જાય આંસુ ને ચાલ્યા જાય આપણા, ખરે પુષ્પો ને પર્ણ તેમ વીતે વર્ષો…સંતાકૂકડી જીવન રમે દઈ દે ‘ખો’ ને તમે વિશ્વના મેળામાં એકલા અટૂલા.

પંખીના વૄંદ ઉડે, ઉગમણી પરોઢ ઉઠે … ઓઢણી અડી નડે ને શરમાતી સવાર ઉઠે !! આજે કાંઈ જ એજંડા નથી …શાંતિથી ઉઠી ને બગીચામાં કોફી લઈને બેઠી. છાપુ ખોલી ને

પાનાંઓ ઉથલાવા લાંગી. સ્પીડ રીડરથી ક્યારે પતી ગયું વાંચવાનું તે પોતાને પણ ના સમજાયું. બે વર્ષ ઉપર થઈ ગયા ઉમાકાંત ને જોયે.

‘ શિવાંગી.. !’ પરિચિત અવાજ સાંભળતા જ શિવાંગી એ પાછળ જોયું પ્રેગનન્ટ સુહાગ વોક કરવા નીકળેલી, એકલી હતી.

‘ ઉમાકાંત જોબના લીધે આઉટ ઓફ ટાઉન છે ને આજે ફોર અ ચેંજ આઈ વોન્ટેડ ટુ કેચ- અપ વીથ યુ ટુ…કેન વી વોક એન્ડ ટોક ? પ્લીઝ ફોર ઓલ્ડ ટાઈમ સેઇક ! ‘ સુહાગ બોલી

‘ શ્યોર, ગીવ મી જસ્ટ ટુ મિનિટ્સ !’ કહી શિવાંગી કપ કિચનમાં મૂકી પાછી ફરી. ‘ વ્હેન ઇઝ ધ

ડ્યુ ડેટ ? હાઉ આર યુ બોથ ?’ શિવાંગી બોલીને ્ચૂપ થઈ ગઈ. સુહાગ બોલતી રહી લગભગ

પંદર મિનિટ સુધી ને પછી બોલી ઃ ‘ હાઉ અબાઉટ યુ ? એવરીથીંગ ઓ. કે ? ‘

‘ યસ, યસ.. પણ મારી વાત છોડ ! ઇઝ ઇટ બોય ઓર ગર્લ ? ડુ યુ નો ધેટ ? ‘ શિવાંગીએ વાત ને વળાંક આપ્યો. સ્થિર થઇ ગયેલું સંગીત અને લોપ પામેલ પ્રકાશ ફક્ત સ્તબ્ધ હોય છે,શાંત નહીં.ભર અજવાશમાં પોતાના અંધકારનેસ્વયંભૂ મમળાવતું મૌન .પ્રકાશની ઉષ્માનો સહવાસ ફાનસની કાચની પરત પર તડકાનો પ્રસ્વેદ પાડે એ આંસુ ફક્ત એમાં જ શોષાયેલું હશે…ચળકાટ આપવાનો ઉછીનો ભ્રમ અહીં વિખેરી નખાયેલા સૂરોમાં પોતાનો મોક્ષ શોધે

છે. બસ આમ ને આમ કલાકેક જેટલું ચાલીને બંને છૂટા પડ્યા. શિવાંગી તો જાણતી જ હતી.

અંતિમ અસ્તિત્વ તો રહે જ છે..સ્મૃતિ એ નામશેષનું નામકરણ થવા દેતી જ નથી…ચળકાટ હંમેશા નૂતન બાબતોને જ સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે….અત્યંત ગુપ્ત…બહુ કોલાહલ કે ભરચક ભીડમાંનહીં દેખાય..! પણ આજે સુહાગને પણ લાગ્યું કે પોતે ખોટી હતી. ઇર્ષા ને બદલાની

ભાવના રાખવાથી પોતાને જ વધુ ડંખે છે આખરે તો. ઉમાકાંત ને હંમેશા લાગતું બંને ના જીવનમાં પોતે સમાઈ જશે. એક નિર્દોષ લાગણી નહીં દૂભાય……ને

થોડી આંખોની ઓળખાણ થાય એની સાથે..પ્રકાશની દિવેટને ફાનસના કિલ્લામાં પેટવી શકું…સ્થિર થયેલું સંગીત ફરી સૂર રેલાવી શકે…એના સંન્યાસની અઘોરી અવસ્થા પારખી શકું…. કેમ કે ખાતરી પૂર્વક દાવો કરું છું કે બંને ના જીવનમાં અંતે તો એ શેષભાવમાં મારી હાજરી હશે જ…જામી ગયેલી ધૂળની પરત પર હળવા સ્પર્શથી તારા ટેરવાને ત્યાં ટેકવી જોજે મને ક્યાંક રોમાંચિત કરવાનો અંતિમ અવસર મળી જાય !! સુહાગ હવે મા બની ગઈ છે. ને ઉમાકાંત રીશી નો પિતા ને શિવાંગી ‘ આંટી ‘  આ ત્રિપુટી હવે કાયમ સાથે જ જોવા મળે છે. કોઈ હિપ્સ્ટર ટીચ મારી ‘ થ્રી-સમ ‘

કહે તો સુહાગ અટકાવી કહે છેઃ ‘ યુઝ્વલી ટુ ઇઝ કંપની હોય પણ અમારા માં થ્રી ઇઝ કંપની ! ‘

—-રેખા શુક્લ

 

 

 

 

પતંગિયું-નિરંજન મહેતા

‘કેમ અંકિત, બસ નથી આવી? ચાલો તમને લિફ્ટ આપું.’

નેકી ઓર પૂછપૂછ? છતાં વિવેક ખાતર અંકિતે કહ્યું કે તમને શું કામ તકલીફ આપું?

‘અરે, એમાં તકલીફ શાની? મારે તો રસ્તા ભેગો રસ્તો છે.’ સુમીએ જવાબમાં કહ્યું.

સુમી અને અંકિત આમ તો એક જ ઓફિસમાં કામ કરે પણ અંકિતની ઓળખાણ એક રોમિયો તરીકે એટલે મહિલા કર્મચારીઓ બને ત્યાં સુધી તેની સાથે કામ પૂરતી વાત કરે.

તો સુમીની વાત જ જુદી. એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ. સુંદર અને સપ્રમાણ કાયા. ઓફિસમાં આવે તો પણ તેના પરિધાન કોલેજમાં ભણતી યુવતી જેવા. કોઈ વાર સલવાર-કમીઝ તો કોઈ વાર ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ. જે કાઈ પણ પહેરે તેનાથી તેની કાયાનો ઉભાર નિખરી આવે. ભલભલા એકવાર તો તેની તરફ નજર નાખ્યા વગર ન રહે તો ઓફિસના પુરૂષ કર્મચારીઓ થોડા અપવાદરૂપ રહે?

આ કારણે પુરૂષ કર્મચારીઓ પણ તેની સાથે વાત કરવા કોઈને કોઈ તક શોધતા રહેતા. આ બધામાં અંકિત પણ બાકાત ન હતો પણ કોઈ ખાસ દાળ ન ગળતી. સુમી આ બધાથી વાકેફ. લોકો કેવા કેવા બહાના શોધી તેની પાસે આવે છે તેની તેને જાણ હોવા છતાં તે આ બધાથી અજાણ હોય તેમ વર્તતી.

આજે સુમી ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવી હતી. સાંજે ઘરે જવા બસ સ્ટેન્ડ પર ઉભેલા અંકિતે તેને દૂરથી આવતા જોઈ અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અગાઉ તેણે ઓફિસ છૂટ્યા પછી ઘણીવાર સુમીને તેના સ્કૂટર પર જતા જોઈ હતી ને વિચાર પણ આવ્યો હતો કે ક્યારેક જો તેના સ્કૂટર પર બેસવાની તક મળે અને તે બહાને સુમીની કમનીય કાયાની નજદીક આવવાનો લાભ મળે તો ન કેવળ તેની મહેચ્છા પૂર્ણ થાય પણ ઓફિસના સહકર્મચારીઓ આગળ તેનો વટ પડી જાય. પણ આ બધું દિવાસ્વપ્ન જેવું. મનમાં પરણવાનું અને મનમાં રાંડવાનું, કારણ આજ સુધી આવો લાભ સુમીએ કોઈને આપ્યો ન હતો.

સુમીને આવતા જોઈ અને તેના રૂપને નિખારતા વસ્ત્રોને કારણે અંકિત ચકરાવે ચઢી ગયો અને પોતાની બસ આવી તેની પણ તેને જાણ ન રહી. હવે તો બીજી બસના આવવાની રાહ જોવી રહી. ઘરે પહોંચતા મોડું થશે પણ સમજાવી દેવાશે કે બસ મોડી મળી. પણ જો સુમીના સ્કૂટરનો આજે લાભ મળે તો? તો તો મોડું પણ નહિ થાય અને લાંબા સમયની ઈચ્છા પણ અનાયાસે પૂરી થશે.

જાણે ભગવાને તેની મુરાદ પૂરી કરવાનું ના વિચાર્યું હોય તેમ સુમીએ સ્કૂટર ઊભું રાખી બેસવા કહેતા તેને આંચકો તો લાગ્યો જ. આપણે ઈચ્છેલી વસ્તુ ન મળે ત્યાં સુધી તેને ઝંખીએ પણ અચાનક તે મળી આવે એટલે આંચકો તો લાગેને ! વળી કોઈ દિવસ નહિ ને આજે સુમીએ સામે ચાલીને આમંત્રણ આપ્યું તેનું કારણ શું? પણ કારણનો વિચાર કરવાને બદલે હવે સુમીએ જ જો સામેથી आ बेल मुझे मार જેવો ઘાટ ઘડ્યો હોય તો મારે શું? વિવેક ગયો ખાડામાં. આવી તક ગુમાવે તો તેના જેવો મૂરખ કોઈ નહિ. એટલે ચાલ બેટા, ચાલુ થઇ જા, એમ મનમાં વિચારી તે સ્કૂટરની પાછલી સીટ પર આડો બેઠો.

‘કેમ અંકિત, સીધા બેસતા સંકોચ થાય છે?’

‘મને એમ કે તમને તકલીફ થશે એટલે આમ બેઠો.’

. ‘મને કોઈ આમ બેસે તો તકલીફ થાય. જો કે કોઈ પુરૂષ સાથી બેસતા પહેલા અચકાય પણ હું જ તેમને સીધા બેસવા કહું એટલે પછી તેમનો સંકોચ દૂર થઇ જાય. તમે પણ વિના સંકોચે બેસો.’

ભાવતું’તું અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ થતા અંકિત મનમાં હરખાયો પણ તેનો આ ભાવ બહાર ન આવે તેની પૂરી કાળજી લીધી અને પછી સુમીની પાછળ થોડું અંતર રાખી બેઠો.

‘હું સ્ટાર્ટ કરૂં છું. બરાબર બેસજો,’ કહી સુમીએ સ્કૂટર ચાલુ કર્યું. તેમ થતા અંકિત સહેજ હલબલ્યો એટલે સુમી બોલી કે આમ દૂર બેસશો તો તમે બેલેન્સ ગુમાવશો. જરા નજીક આવીને બેસો એટલે ઠીક રહે.

આ વાક્યે અંકિતના મનના આનંદમાં ઓર વધારો થયો. તેને થયું કાશ મારૂં ઘર પંદર મિનિટના અંતરે નહી પણ એક કલાકના અંતરે હોત તો કેવું? લાંબુ અંતર હોત તો કેટલી બધી મજા માણવા મળતે ! આવી તક વારંવાર મળવાની નથી એટલે લાંબુ અંતર હોત તો આ નિકટતા અને તેનો આનંદરસ વધુ મળતે. કદાચ થોડા વખત પછી તેની કમનીય કાયાની વધુ નજીક આવી જવાતે. ખેર, જેટલો મળે તેટલો લાભ તો લઈ લે બેટા, અંકિતે વિચાર્યું.

‘શા વિચારમાં ખોવાઈ ગયા?’

‘ના ના, એમ જ. તમારી સાથે વાત કરૂં અને તમને ચલાવવામાં ખલેલ પડે એટલે બોલતો નથી.’

‘અરે, મને તો કોઈ ખલેલ નહિ પડે. કેટલાય વર્ષોથી સ્કૂટર ચલાવું છું એટલે એકાગ્રતા જળવાઈ રહે છે.’

‘જો કે વાત શું કરવી એની પણ મને મૂંઝવણ હતી કારણ હજી આપણે ઓફિસના કામ સિવાયની અન્ય વાતો કરી શકીએ એટલા નજીક નથી આવ્યા એટલે પણ થોડો સંકોચ થતો હતો.’

‘પણ અત્યારે તો નજીક છીએને? હજી જરા નજીક આવી મને દબાઈને બેસો તો સંકોચ દૂર થશેને?’

આ શું? સુમી તેને આમંત્રણ આપે છે કે તેની પરીક્ષા લે છે? અંકિત અવઢવમાં પડી ગયો.

‘કેમ, સંકોચ થાય છે? મેં તમને તે દૂર કરવા નજીક આવવા કહ્યું અને તમે તો શરમાળ નીકળ્યા.’

‘શરમાવવાની વાત નથી પણ કોઈ વખત આપણે આમ સાથે બેસીને મુસાફરી કરી નથી એટલે સંકોચ તો થાયને?’

‘તમને ખબર છે મારી સાથે આમ બેસવાનો લાભ મેં હજી સુધી કોઈ પુરૂષને આપ્યો નથી. મને ખબર છે કે પુરૂષમાત્ર એક પતંગિયું. લાભ મળે તો રસાસ્વાદ લેવાનો ચૂકે નહિ. ન કેવળ આપણી ઓફિસનો સ્ટાફ પણ મારા બિલ્ડિંગમાં રહેતા અન્ય પુરૂષોની લોલુપતા મારાથી અજાણ નથી. પણ કોઈની હિમ્મત નથી કે મારી નજદીક ફરકે તો જેને માટે ભલભલા ઝંખે છે તે સ્પર્શનો તો સવાલ જ આવતો નથી.’

‘તો પછી આજે તમે મને કેમ લિફ્ટ આપી?’

‘કોણ જાણે કેમ મને લાગ્યું કે તમે સરળ સ્વભાવના છો. ઓફિસમાં અન્યો મારી નજદીક આવવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રયત્ન તમે કોઈ દિવસ નથી કર્યો. અમે સ્ત્રી લોકો પારખી નજરવાળા એટલે મને વિશ્વાસ હતો કે તમને લિફ્ટ આપવામાં વાંધો નથી. વળી મેં દૂરથી જોયું કે તમે તમારી બસ પણ ગુમાવી એટલે બીજી બસ મળતા વાર થશે અને તમે ઘરે મોડા પહોંચશો તો ભાભી પણ કારણદર્શક નજર નાંખશે. મારે તો રસ્તા ભેગો રસ્તો છે એટલે તમને લાભ આપું તો તમે આ નજરથી બચી જશો અને મને પણ કંપની મળશે.’

આવી કંપની મેળવવાની ઝંખના લાંબા સમયથી હતી અને સુમી ઈચ્છે તો રોજ આપી પણ શકું, અંકિતે મનમાં વિચાર્યું. જો એમ થાય તો વખત આવ્યે તેની કમનીય કાયાના સ્પર્શની પણ તક મળી જાય. તેમ થાય તો તો वह, क्या बात है!

‘તમે કોઈ જવાબ ન આપ્યો. મારી કંપની પસંદ નથી?’

‘અરે હોય કાંઈ? આ તો પ્રથમ વખત આમ મળ્યા એટલે. ભવિષ્યમાં કદાચ ફરી તક મળશે તો સંકોચ દૂર થશે અને તમારી કંપની પણ વધુ ગમશે.’

‘વાહ, એ વાત પર એક સેલ્ફી હો જાય. લો મારો મોબાઈલ અને તેમાં આપણી આ સફરની યાદગીરીરૂપે એક ફોટો પાડી લો. જરા નજીક આવો. એમ કરો ફોટો પાડતા બેલેન્સ ચૂકી જાઓ અને પડી ન જાઓ માટે તમારો ડાબો હાથ મારી કમર પર વીંટાળી દો.’

અંકિત ચમક્યો. આ બાઈના મગજમાં શું ચાલી રહ્યું છે તે તે સમજી ન શક્યો. શું આ કોઈ પ્રકારનું પોતે ઈચ્છતો હતો તેવું આમંત્રણ છે?

‘ફરી સંકોચ થયો?’

‘ના, પણ આમ જાહેરમાં આવી રીતે ફોટો પાડીએ તો કેવું લાગે?’

‘અરે ઓ જુનવાણી બંધુ, ફજેતી થશે તો મારી થશે. તમે કેમ ગભરાઓ છો? હું બિન્ધાસ્ત બની તમને કહું છું પછી તમને શેની ચિંતા? શરૂ થઇ જાઓ.’

હવે આવેલી તક ગુમાવે એ બીજા એ વિચારે અંકિતે પોતાનો ડાબો હાથ સુમીની કમરે વીંટાળ્યો. તેની કાયાને સ્પર્શ થતા જ એક ઝણઝણાટી અંકિતના આખા શરીરમાં ફરી વળી. માંડ માંડ સુમીના મોબાઈલને પડતાં બચાવી લીધો.

‘તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું કારણ તમારા જેવા સરળ માણસને ભાભી સિવાય અન્ય કોઈ સ્ત્રીને સ્પર્શ કરવાની તક નહિ મળી હોય અને મળી હશે તો તેમ કરવાની હિમ્મત નહિ થઇ હોય!’

આ બાઈને શું કહેવું? મારો ભૂતકાળ જાણતી નથી નહિ તો હમણાંને હમણાં મને સ્કૂટર પરથી ઉતારી દીધો હોત. ખેર, આજે એકવાર આટલું બસ છે પછી आगे आगे देखिये होता है क्या |

‘બરાબર સેલ્ફી લેજો જેથી સ્કૂટર પણ પૂરેપૂરૂં દેખાય અને ખબર પડે કે આપણે સાથે સફર કરી રહ્યા છીએ.’

અંકિતે તે પ્રમાણે કામ કરીને સુમીને દેખાડ્યું કે બરાબર છે ને?

‘વાહ, બહુ સુંદર ફોટો આવ્યો છે.’

એટલામાં અંકિતનું મકાન આવી ગયું. અંકિતને લાગ્યું કે તે જાણે સ્કૂટર પર નહી પણ હેલિકોપ્ટરમાં બેઠો હતો એટલે આટલું જલદી તેનું ઘર આવી ગયું. ઊતરતા ઊતરતા તેણે વિવેક દાખવ્યો કે આવો કૉફી પીને જજો. વગર આનાકાનીએ સુમીએ તે આમંત્રણ સ્વીકાર્યું.

ફલેટનો દરવાજો ખુલતા અંકિતે ઓળખાણ કરાવી કે આ દર્શના મારી પત્ની અને પછી દર્શનાને કહ્યું કે આ સુમી, મારી ઓફિસમાં સાથે કામ કરે છે. આજે બસ ચૂકી ગયો તો તેમના સ્કૂટરનો લાભ મળ્યો. બદલામાં તેમણે કોફી પીવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

‘દર્શના, વાત થયા મુજબ મારી જાળમાં તમારા પતિદેવરૂપેનું પતંગિયું ફસાઈ ગયું. આપણો પ્લાન કામયાબ રહ્યો.’

જાળ, પતંગિયું, પ્લાન આ બધા શબ્દો સાંભળી અંકિતને કશું સમજાયું નહિ એટલે કહ્યું સુમી તમે શું કહો છો તે મને ન સમજાયું. તમે દર્શનાને ઓળખો છો?

‘હા, અમે કોલેજમાં સાથે હતા. ઘણા વર્ષે અચાનક અમે રીગલ મોલમાં ભેગા થઇ ગયા. ત્યાં કૉફી પીતા પીતા અને જૂની વાતો યાદ કરતાં કરતાં ખબર પડી કે  તમે તેના પતિ છો અને આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. તેણે તમારી રોમિયોગીરીની વાત કરી. આમેય તમારી રોમિયોગીરી મારી ધ્યાન બહાર પણ ન હતી અને અન્ય મહિલા સાથીઓ પાસેથી પણ તે વિષે જાણ્યું હતું એટલે તમને સુધારવા અમે એક પ્લાન બનાવ્યો અને તે મુજબ મેં આજે તમને લિફ્ટ આપી, સેલ્ફીને બહાને નજીક લાવી તમારી પતંગિયાવૃત્તિને કેદ કરી લીધી. સાથે સાથે તમારી જાણ બહાર મારા મોબાઈલમાં તમારી રંગીલી વાતચીત પણ રેકોર્ડ કરી, જે દર્શનાને સંભળાવવાનું મન તો ઘણું થાય છે પણ તમે સુધરી જશો માની આજે તેમ નથી કરતી.

હા, હાલમાં તે ફોટો અને વાતચીત હું રાખી મૂકું છું. જરૂર પડે ત્યારે તેનો કેમ અને ક્યાં ઉપયોગ કરવો તે પણ હું સારી રીતે જાણું છું તે કહેવાની જરૂર છે? જો કે તેની જરૂર નહિ પડે તેમ મને લાગે છે છતાં જ્યારે અમને બન્નેને સંપૂર્ણ ખાત્રી થશે કે તમે સુધરી ગયા છો પછી જ તે ડિલીટ થશે.’

 

નિરંજન મહેતા

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (3)વિજય શાહ

Posted on જાન્યુઆરી 14, 2017 by Pragnaji

વિજય શાહ

“ બા ગયા.” વદોદરાથી નાનાભાઇ હેમલનો ફોન ઉપર રડમસ અવાજ હતો.

“ હેં?”

“હા મોટી બેન! આઈ સી યુ માં રાત્રે બહુ શ્વાસ ચઢ્યો ડૉક્ટરે ઓક્સીજન ચઢાવ્યો અને મોડી રાત્રે તેમની આંખ મળી ગઈ અને સવારે ઉઠ્યા જ નહીં.”

જીજ્ઞાનો અવાજ પણ રડમસ હતો.એક ડુસકું નંખાઇ ગયું. એનું મન  આક્રંદ કરતુ હતું.

હેમલે આગળ વાત કરતા કહ્યું “ તમે તો હમણાં જ મળી ગયા હતાને?”

“ હા પણ આટલું જલ્દી છેટું થઈ જશે તેની તો કલ્પના હોય જ નહીંને?”

જીજ્ઞા પણ ડુસકે ચઢી હતી ત્યાં હેમલ ફરીથી બોલ્યો..” બેન ! બા તો લીલી વાડી મુકીને ગયા છે તેથી એમની મુક્તિનો આનંદ મનાવવાનો.. રડશો નહીંને..દેહનાં અંતિમ દર્શન કરવા સ્કાઇપ ચાલુ કરો કે જેથી એમના દેહને અંતિમ વંદના કરો અને તેમના નશ્વર દેહને ચેહ દેવાય”.

કોમ્પ્યુટર શરુ થયું અને સ્કાઇપ ઉપર બા.દેખાયા.. પરમ નિંદ્રામાં સુતેલા બા..જીજ્ઞાએ વંદન કર્યા.. હેમલ ,તરુ ભભી અને અન્ય સગા વહાલા સજળ નયને બેઠા હતા અને તેમને અંતિમ વિદાય દેવાઈ.

સૂર્યાબાનાં ફોટા સામે જોઇને જીજ્ઞા વિચારતી રહી ..અમેરિકાની આજ તો તકલીફ કોઇને સાજે માંદે તુરત તો પહોંચાય જ ના.. ઓછામાં ઓછા ચોવીસ કલાકતો થાય જ…અને તરત જ બીજો વિચાર આવે કે ચેતન આત્મા તો મુક્તિ ધામે પહોંચી ગયો.. હવે તો જે છે તે તો ખોળીયું.. નાનાભાઇ હેમલે અંતિમ દર્શન કરાવીને અનુમતિ લઈ પણ લીધી કે બેન તું નહીં આવે તો ચાલશે..અને આમેય જૈન પ્રણાલી મુજબ દેહને લાંબો સમય રખાય ના.. ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો સર સાંજ પહેલા સ્મશાન લઈ જવાય.

જીજ્ઞા ભારે હૈયે ડાયરી ખોલી ને લખવા બેઠી. આ તેનો મન હળવુ કરવાનો એક માત્ર ઉપાય હતો. લખવાનું શરું કરતા પહેલા થોડુંક રડી લીધું. સ્વસ્થ થઇ અને જે વાત કદી લખી નહોતી તે લખવાની શરુ કરી..દીકરી તરીકે નહીં..પણ લેખક તરીકે..

સુર્યાબા સાથે જીજ્ઞા યુવાનીમાં બહુ આદરથી વર્તતી નહોતી..આમેય યુવાની તો ચંચળ અને ઉછાંછળી હોયને? જીજ્ઞાને તેમની દરેક વાતોમાં અઢારમી સદી જ દેખાતી અને કહેતી પણ.

“ બા તમારો જમાનો ગયો.. આ નવો જમાનો છે.. આ શું પકડી રાખ્યુ છે કોલેજમાં ભણવા જવાનું.. મોજ મઝા માટે આખી જિંદગી પડી છે..વળી સાંજે ૮ વાગ્યે ઘરે આવી જવાનું…છોકરી જાત એટલે મર્યાદામાં તો આપણે જ રહેવાનું!..બા! આ બધું છોડ.. કોલેજનાં દિવસો તો આખી જિંદગી યાદ રહેવાના.. અને વો જવાની  હી ક્યાં જીસમે કોઇ કહાની ના હો?..

સુર્યાબા ખીજવાતા અને કહેતા બેટા જુવાની અમે પણ જોઇ છે.. જે માણસ કિનારાની મર્યાદામાં રહે તે નદીની જેમ આખી જિંદગી સુખમાં રહે..અને સાગરે જઈને મળે..જેણે છોડ્યા કાંઠા તેના ભાગ્યે રહે સુકાયેલા ખાબોચીયા.માત્ર.

હા.. કેટલા સાચા હતા તેઓ?

ભૂતકાળ ની ભુતાવળો ઉભી થતી હતી..

કોલેજનું ત્રીજુ વર્ષ..અને રોહિત સાથેનાં આંખ મિંચામણા અને તેનું બીન્દાસપણું શરીર સુખની મર્યાદા વટાવી ગયું ત્યારે સુર્યાબાનું ઘર છોડ્યુ અને રોહિતનું ઘર માંડ્યુ ત્યારે પણ બા જીવ બાળતા હતા..” છોડી ભણતર તો પુરુ કરી લેવું હતું..છોકરો તો જરા ઢંગનો શોધવો હતો.. “તારું જૈન કૂળ અને આ સિંધનો રોહિત રેફ્યુજી..તને શું સુખ દેવાનો? અને તારા છોકરાને શું સંસ્કાર દેવાનો?”

સુર્યાબાનાં કકળાટનાં પુરા અઢી વર્ષે જીજ્ઞા પેટમાં શ્યામા અને કેડમાં અંકિતને લઇને ઘરે આવી ત્યારે ધારણા થી બીલકુલ જ વિરુધ્ધ થયું..સુર્યાબાએ જીજ્ઞાને રડવા ના દીધી અને હૈયા ધારણ બંધાવતા કહ્યું.. “અરે ચિંતા ના કર હું હજી બેઠી છું ને?”

જીજ્ઞાની  ઉદંડતાનો દંડવાને બદલે માનું વહાલ છંટકાયુ અને કહેણ પણ કેવા “ થાય બેટા આ ઉંમરે જ ભુલ થાય. તે ભુલ સુધારવાની તક પણ પ્રભુએ તને આપીને? ચાલો હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણીએ..”

રડતી જીજ્ઞાની આંખોમા આંસુ સુકાવીને ફરીથી હસતી કરી, ભણતી કરી. શ્યામાનો જન્મ કરાવ્યો અને અંકીતને સ્કુલે મુક્યો અને મારું ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાર પછી ડોક્ટરેટ પણ પુરુ કરાવ્યુ…આજે જે કંઇ જીજ્ઞા છે તે તેમના થકી છે એમ કહું તો જરાય ખોટું નહીં કહેવાય”

તે સમયે હેમલ ભણી રહ્યો તે પણ કમાતો થયો બાપા પણ પ્રગતિનાં શિખરો ચુમતા હતા..અને પેલો સિંધી? બૉરીવલી માં શાકની દુકાન કાઢીને બેઠો હતો.. ક્યારેક અંકીતને મળવા માંગતો પણ સુર્યાબાએ તેને કહી દીધું હતું કે જીજ્ઞા ઉપર બદચલન હોવાનો દાવો કર્યોને ત્યારથી અંકીત અને શ્યામા તારે માટે મરી ગયા સમજ… મને સુર્યાબા ની આ કડકાઇ ખુંચતી પણ એ કડકાઇ તો કાંઠા કે કિનારા હતા ને? અને તેથીજ તો જીજ્ઞાની જિંદગી સહજ બની હતી. .

જીજ્ઞાને થતું હતું કે ઝઘડો જીજ્ઞા અને રોહિત વચ્ચે હતો પણ અંકીત અને શ્યામાનો રોહિત બાપ હતોને? સુર્યાબાને આ વાત સમજાવવાની પહેલ હેમલે કરી જ્યારે અંકીતે પેરેંટ ટીચર મીટીંગમાં તેના પપ્પાને બોલાવવા આગ્રહ કર્યો.

સુર્યાબા એક જ વાતે માન્યા જ્યારે તે જીજ્ઞાને બદચલન કહ્યાની વાતે માફી માંગે અને શ્યામાને પણ સ્વિકારે. આખરે સૌ સારા વાના થયા અને સિંધીનાં ભાઇએ કરેલા અમેરિકાનાં કાગળીયા પાક્યા અને ૫ વર્ષની શ્યામા અને સાત વર્ષનાં અંકિત સાથે તે શિકાગો આવી..સુર્યાબા માનતા કે હવે રોહિત જીજ્ઞાને સાચા હ્રદયથી ચાહે છે ત્યારે તેના ભાગ્ય ઉપર ભરોસો કરી છોકરાઓનાં ભવિષ્ય માટે તુ જા.પણ ધ્યાન રહે હવેની જિંદગી સંતાનો માટે છે .

શિકાગોમાં જ્યારે બા આવતા ત્યારે રોહિત સંકોચ અનુભવતો પણ બા તેને સંકોચ અનુભવવા દેતાં નહીં..અને કહેતા પણ કે ભાઇ તું જીજ્ઞાને ચાહે છે તે મારા માટે અગત્યની વાત છે.પણ ભલા ભાઇ છોકરી કયા ઘરની છે તે તો વિચારવું હતુંને? અમારા સંસ્કારમાં એક ભવમાં કોઇ બે ભવ કરેજ નહીં. કન્વીનીયંટ સ્ટોર અને જીજ્ઞાની નોકરી તેને કારણે તેઓ જલ્દી ઉપર આવી ગયા હતા. ઘર લેવાઇ ગયું અને જિંદગી નિયમિતતા પકડી ચુકી હતી.

જીજ્ઞાનું સાસરીયામાં પણ પુરુ માન. રોહિતનાં મોટાભાઇ કાયમ રોહિતથી લજ્જીત હતા..જીજ્ઞા જેવી કુલિન પત્નીને બદચલન કહેલી તેથી અને તે બે ને પાછા ભેગા કરવામાં રોહિતને ખુબ જ સમજાવી સમજાવીને તૈયાર કરેલો. અને કહે છેને સાચા હ્રદયથી તેણે માફી માંગેલી તેથી તો સુર્યાબા પીગળ્યા હતા. ગેરસમજુતી ક્યાં નથી થતી?

પી એચ ડી હતી તેથી તેને પ્રમોશન મળ્યા કરતું..હવે રોહિતને જ્યારે સ્ટોર ઉપર ગન અને લૂંટારાઓનો સામનો કરવો પડ્યો ત્યારે ભાંગી પડેલી જીજ્ઞાને રોહિતનાં મોટા ભાઇએ જ સાંત્વના આપીને સમજાવ્યુ હતું કે ગન ત્યારે જ ચાલે જ્યારે સામનો થાય..રોહિતે તેમને જોઇતું આપી દઇને ડહાપણ નું જ કામ કર્યુ છે..તે નુકસાની તો ઇન્સ્યોરન્સ કંપની ભરી દેશે…ત્યારે પણ સુર્યાબા વડોદરાથી શિકાગો આવી ગયા હતા અને હિંમત બંધાવી હતી. પણ તેઓ ભાળી ગયા હતા કે જીજ્ઞા અને રોહિત એક મેકને ખુબ જ ચાહે છે.

જ્યારે બાપા ગયા ત્યારે .પહાડ જેવી સુર્યાબા પહેલી વાર રડી.પણ આ રડવું તે માણસ ખોયો માટે રડ્યા તેવું નહીં પણ એમની સમેતશિખર જવાની તેમની ઇચ્છા તેઓ પુરી ન કરી શક્યા તેનાં દુઃખે રડ્યા હતા.

સુર્યાબા હવે ઢળતા સુરજને જોતા અને મનોમન બબડતા “ પ્રભુ હવે ઝાઝું છેટું ના પાડીશ અને મને પણ લઈ લે”. ત્યારે હેમલ કહેતો “બા મોટી બેન ને અને તેમના સંતાનો ને રાહ બતાડ્યો તો મારા સંતાનો નો શું ગુનો?” ત્યારે મુંબઈ છોડી હેમલ સાથે રહેવા તેઓ વડોદરા આવ્યા..હેમલ નાં સંતાનો પણ દાદીને બહુ માનથી રાખતા. ઘણી વખત વડીલો આદર પાત્ર એટલા માટે બનતા કે તેઓ વહેવારે “આજ”માં રહેતા અને હું સાસુ એટલે મોટી અને તું વહુ એટલે નાની અને તે ઉંમર તફાવત ભુલીને કહેતા

“ બેલા તું અને જીજ્ઞા બંને મારી દીકરીઓ છો.વળી કર્મ જ્ઞાન એટલું સબળ કે અજુગતો લાભ લેવાની તો વાત આવે જ નહીં. કોઇ વેરો આંતરો નહીં અને બોલવાનું તે પણ માપનું જ.

અંકીત કોલેજમાં ગયો ત્યારે તેઓ શિકાગો આવીને રહ્યા..પણ ઠંડીમાં તેમની તબિયત બગડતી..ખાસ તો શ્વાસ ચઢતો. તેમનું ધ્યાન તો ભારતમાં જ.તેથી  મહીનો રહી ને પાછા જતા.પણ આ વખતે બરફમાં  ગાડી સ્કીડ( લપસી) થઇ અને અકસ્માતમાં જીજ્ઞા અને બા ને ખુબ વાગ્યુ તેથી મહીના ને બદલે છ મહીને તેઓ ભારત ગયા.ત્યારે ફેફસા નબળા થઇ ગયા હતા.. અંકિત ગ્રેજ્યુએટ થઇ ગયો હતો શ્યામા છેલ્લા વર્ષમાં હતી તે વખતે જીજ્ઞા ભારત ગઈ ત્યારે મોટાભાગનો સમય બા સાથે જ હતી.અને તે જીજ્ઞાનો “ક્વોલીટી ટાઇમ” હતો જે હવે કદી પાછો આવનાર નથી…

સુર્યાબા સ્વીકારી ચુક્યા હતા કે હવે તેમનો અંત સમય આવી ગયો છે. પણ તેમની વાત હું તેમને માનવા દેતી નહીં..અને કહેતી કે બાપા ગયા પછી તમેજ એકલા અમારી જિંદગીનો છાંયડો છે…પણ તેમનું આંતર મન તો રટણ કરતું જ રહેતું હતું કે હવે પ્રભુ મને હાલતી ચાલતી લઈ લે.

ડાયરી લખતા લખતા જીજ્ઞાની આંખો ભરાઇ આવી..

સુર્યાબા પાસે આવનારું જોખમ જોવાની લાક્ષણિક આવડત હતી તો સાથે સાથે તેનું વ્યવહારિક નિરાકરણ પણ હતુ..ફઈબા જ્યારે બેલા વિશે ઘસાતુ બોલે ત્યારે સીધો અને સટ ઉત્તર” એ મીયાં બીબીનાં મામલામાં હું તો એક શબ્દ ના બોલું..તેમને આખી જિંદગી સાથે કાઢવાની છે તો તેઓ જાણે અને તેમનું કામ જાણે..મને તો તે બે માં થી કોઇ પુછે તો જ મારો મત જણાવું અને મત જણાવ્યા પછી ક્યારેય તેનો અમલ થયો કે નહીં તેની ચિંતા ના કરું.આખરે જોડુ ક્યાં ડંખે છે તે તો જોડું પહેરનાર જ જાણે ને?”

હેમલ તો બાને માને તે સ્વાભાવિક છે પણ બેલાને પણ ખુબજ આદર..તેમનો નાનો જુગલ એક વખત તાવમાં ખેંચાયો ત્યારે હેમલ દોડાદોડ કરીને  ડોક્ટર પાઠકને તેડવા ગયો ત્યારે બાએ તરત જ ડોસી વૈદુ કરીને તેની ખેંચ દુર કરી હતી…ડોક્ટરે આવીને તેને દવા આપી પણ તે બોલ્યો કે આ સમયસર તેની ખેંચ ન ગઈ હોત તો તેની આંખ કે ડાબુ અંગ ખેંચાઇ જાત…ત્યારથી બેલા તો સુર્યા બાનાં પગ પૂજે. છોકરાવને ધાર્મિક વાતો અને વાર્તાઓ કહી કહીને સંસ્કાર પુરે તેવી બા જતા રહે ત્યારે તેમની ખોટ તો પડેજ ને?

ડાયરીમાં સુર્યાબાને અંજલી અપાતી જતી હતી અને જીજ્ઞા આ અવલ મંઝીલે ગયેલી માને માટે રો કકળ કરવાને બદલે  તેમના ગુણાનુરાગ કરી છેલ્લા વાક્યો લખીને અટકી ત્યાં ડોર બેલ વાગ્યો શ્યામા અને અંકીત આવ્યા હતા..બંને છોકરાઓને ભેટીને જીજ્ઞા બહું રડી… ડાયરી ખુલ્લી હતી પણ બંને બાળકોને ગુજરાતી વાંચતા આવડતુ નહોંતુ તેથી સુર્યાબા પ્રત્યેનો જીજ્ઞાનો કૃતજ્ઞતા ભાવ તેમને સમજાતો નહોતો. રોહિતે તેથી ડાયરીનાં છેલ્લા વાક્યો વાંચ્યા

હા.. આજે સુર્યાબાની અરજી મંજુર થઈ ગઈ. રડતી આંખે ભગવાન નાં ફોટા અને રાણો થતા દીવા સામે તે બોલી “પ્રભુ તારે આંગણે આવેલી મારી માને સર્વ દેજે. ખાસ તો રંજ અને લગાવ મુક્ત બનાવી તમારા જેવું જીવન દેજે..”

આદર સાથે સૌએ સુર્યાબાના ફોટાને વંદન કર્યા.

વિજય શાહ

 

 

 

 

 

 

વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા૨૦૧૭ -(4)  વાતો યાદો ઝળહળી   

Posted on જાન્યુઆરી 15, 2017 by Pragnaji

મનિશા જોબન દેસાઇ

સવારનાં કોમળ સૂર્ય- કિરણો લીલા ઘાસ પર રેલાઈ રહયા હતાં,કુણા ઘાસ પર ઝડપથી દોડતાં અનુજલને જોયો ને કિનેતાએ ઉપર આકાશમાં જોઈ એક આલ્હાદક શ્વાસ ભર્યો .જાણે વરસતી સર્વ કૃપાઓને પોતાની અંદર ભરી લેવી હોય .નાનકડા અનુજલનાં પગલાંઓથી ભીનાં ઘાસ પરનાં ફોરા ઉડતાં રહયાં, ……અને સામેથી દોડતો આવી અનુજલ “મમ્મી” કહી વળગી પડ્યો .કિનેતા તો જાણે વ્હાલનો એક ધસમસતો સાગર પોતાના બંને હાથમાં સમાવી અનુજલનાં વ્હાલમાં નહાઈ રહી .”મમ્મી ,પતંગિયું …જો ને …” અને ટિપોઈ પર મૂકેલા ફલાવર બાસ્કેટ પર બેઠેલું ભૂરી ઝાંયવાળું પારદર્શક પતંગિયું જોઈ રહી અને અનુજલ એને આંગળી અડાડે ત્યાં તો હવામાં ફર્ર્ર્રર્રર્રર્રર ઉડી ગયું અને અનુજલ ‘ઓહ નો’ ,કહી ખુરશી પર બેસી ગયો .જાત જાતની વાતો પૂછતી રહી અને થોડી વારમાં અનુજલ સ્કુલ જવા માટે નીકળી ગયો .પાંચ વર્ષનો એનો દીકરો અનુજલ અને પોતાનાં ફેમિલીની આ એસ્ટેટ ……. આ ઘર જેમાં જન્મથી કેટલાય સુખ -દુઃખના પ્રસંગોની હારમાળાઓનાં 31 વર્ષ વિતાવી ચુકી હતી .મમ્મી પપ્પાની એકની એક દીકરી
“શિમલામાં સ્કુલ કોલેજ કમ્પ્લીટ કરી ફરી દિલ્હીમાં જ સેટલ થવાનું અને આપણો બિઝનેસ સંભાળવાનો છે હં…બેટા, અમારું તો તારા સિવાય આ દુનિયામાં કોઈ નથી”

પપ્પા -મમ્મી કહેતા અને કિનેતા વ્હાલથી બંનેને વળગી પડતી.કોલેજમાં સરસ મિત્રોનું ગ્રુપ બની ગયું હતું . કિનેતા – જિગલ-સુવીનાની દોસ્તી એટલે તો  …….બધા મિત્રો દોસ્તીની ઈર્ષા કરતા.હોર્સ રાઇડિંગ -પિકનિક અને કોઈ પણ કાર્નિવલ હોય કે સ્ટડી ટુર ત્રણે જણ સાથે જ હોય અને એક દિવસ સનસેટ પોઇન્ટ પર બેસી વાતો કરતાં હતાં .

“કિનેતા યાર, કોલેજ પતી ગયા પછી આપણે જુદા કેવી રીતે રહીશું ?”

“સુવીના -જિગલ મારે તો પપ્પા -મમ્મી પાસે પાછા જવું જ પડશે ,એ લોકો એકલા બધું સંભાળી નહીં શકે એટલે તો ખાસ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ પસંદ કર્યો છે .”

જિગલ એકદમ મજાકનાં સૂરમાં બોલી ઉઠ્યો “મને લાગે છે કે મારે તો તમારા બંને સાથે લગ્ન કરવા પડશે “
અને એક મિનિટ માટે બંને સ્તબ્ધ થઇ ગયા .સુવીનાએ અચાનક આ મોકો જોઈ પોતાનાં પ્રેમનો આડકતરો એકરાર કરીદીધો ,

“સોરી જીગલ ,હું તને કોઈ સાથે શેર નહીં કરું ” અને કિનેતા ચુપચાપ આંખો નીચે ઢાળી બેસી રહી અને ઢળતા સૂર્ય તરફ જોઈ બોલી ,
“વાતમાં ને વાતમાં ફોટો લેવાના પણ રહી ગયા,એક મિનિટ…. હું જરા આવી “કહી રેલિંગ પાસે જઇ વરસી પડેલા આંસુ સાથે ઢળતા સૂરજનો ફોટો લેવા માંડી .હૃદયમાં જાણેકે ઉગતાની સાથેજ સુરજ આથમી ગયો હોય એમ વહેતા પવનની થપાટો સાથે એમ થયું કે ,બસ આ પવન મને વહાવી ને હમણાજ ક્યાંક દૂર લઇ જાય તો સારું અથવા આ સુરજની સાથે જ ક્યાંક પેલે પાર હું પણ ડૂબી જાઉં ….અને જીગલની બૂમ સાંભળી પાછળ ફરીને જોવા ગઈ તો એકદમ નજીક આવી ગયો હતો. જીગલને જોઇ કિનેતાનું હૃદય ઓર જોરથી ધબકવા માંડ્યું .
“લાવ તો જોવું, કેવાક ફોટા પાડયા છે મોબાઈલમાં ?” કહેતા હાથમાંથી ફોન લઇ પિકચર્સ જોવા લાગ્યો અને કિનેતાને થયું એ કદાચ એકદમ એને વળગીને રડી પડશે.અને ઝડપથી સુવીના બેઠી હતી ત્યાં જવા માંડી અને જિગલે કિનેતાનો હાથ પકડી રોકતાં ,

” કેમ કઈ ખોટું લાગ્યું ?એકદમ ઉભી થઇ અહીં આવી ગઈ ?”

“તારી વાતનું કંઈ ખોટું લાગે ?બસ જરા આમ જ ….”કહેતા ચૂપ થઇ ગઈ .

“આ આંખમાં રડતી લાલાશ આવી ગઈ છે એ જોઈ એવું તો નથી લાગતું કે વાતને આમજ લઇ લીધી હોય ” અને કિનેતા એને એકદમ પ્રશ્નાર્થ આંખોથી આંખમાં જોઈ રહેલો જોઈ શું બોલવું એ પણ ભૂલી ગઈ …

“તારું મૌન મને સંભળાય છે કિનેતા અને ગાલ પર આંસુઓએ કરેલા ચિતરામણ પણ જોઈ શકું છું .”
“એવું કઈ નથી ,પવન આંખમાં લાગે છે એટલે જરા ……”

“વાત દિલ પર લાગી છે અને આંખોથી વહી નીકળી છે ,હવે તો દિલનાં આકાશ પર ઘેરાઈ આવેલા વાદળો વરસી ગયા લાગે છે “

અને કિનેતા ફરીને જોવા લાગી ,સુવીના હજુ કોઈ સાથે ફોન પર વાત કરતી હતી .

“ચાલ જીગલ, હવે આપણે રેસ્ટોરન્ટ પહોંચીએ નહીંતર મોડું થઇ જશે”

“ઓકે ,પણ ફોટો સાથે તારી લખેલી શાયરી પણ સેન્ડ જરૂર કરજે .હું તો એનો દીવાનો છું”અને કિનેતાએ જીગલની આંખમાં જોઇ જરા સ્મિત આપ્યું .

“ધેટ્સ નાઇસ,હવે જરા મૂડમાં આવી લાગે છે ” બંને સુવીના પાસે જઇ બેઠા અને ફોનની વાત પતી એટલે રેસ્ટોરન્ટમાં જઇ ફૂડ ઓર્ડર કર્યું .કાયમની મસ્તી મજાકને બદલે ત્રણે આજે ચૂપચાપ જમવા લાગ્યા .સુવીનાના મોં પર કોઈ વિજેતા જેવી લાલી હતી અને થોડી થોડી વારે જિગલને જોયા કરતી હતી .એકદમ બોઝલ પળોને તોડતા જિગલે ફાઇનલ એકઝામની થોડી ઘણી વાતો કરી અને ત્રણે પોતપોતાના ઘરે અને કિનેતા હોસ્ટેલનાં રૂમ પર પહોંચી.આજે પહેલી વાર જાણે ખુબ થાકી ગઈ હોય એમ બેડ પર પડી અને રૂમ મેટ હિમાનાં પિકનિક વિષેના પ્રશ્નોનાં જવાબમાં હા ,હું કહી ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડી .હિમા પાસે આવી અને માથા પર હાથ મુકતા ,

“શું થયું તબિયત બરાબર નથી?”

અને એકદમ હિમાને વળગીને રડી પડી .

“ઓહ ,શું થયું ?આ તારી ફ્રેન્ડને નહીં કહે ?”અને પછી ચૂપ થઇ ગઈ થોડી વાર એમજ બેસી રહી પાસે અને ,
“ઓકે ,કંઈ પણ વિચાર કર્યા વગર હવે શાંતિથી ઉંઘી જા, સવારે વાત કરજે બસ ?”

રૂમની લાઈટ ડીમ કરી પોતાના બેડ પર જઇ થોડી વારમાં ઊંઘી ગઈ ,પણ… કિનેતાની રાત તો બસ જાણે સદીઓ સુધી અંધકાર છવાઈ ગયો હોય એમ વીતતી જ નહોતી ….સવાર થવાથી પણ શું ? એક ઘેરો નિશ્વાસ નાંખી વિચારતી રહી અને ઉદાસ ઉંઘમાં સરી પડી .સવારે એકદમ મોડી ઉઠી તબિયતનું બહાનું કાઢી કોલેજ જવાનું કેન્સલ કરી વિચારમાં ખોવાયેલી રહી.થોડી નોર્મલ થઇને રૂમમેટ હિમાને સાથે લઇ કારમાં દૂર નીકળી પડી ફરવા. કારમાં ગીત સાંભળતી-ગણગણતી મુડ ચેન્જ કરવાનો નકામોં પ્રયત્ન કરવા માંડી.થોડી થોડી વારે આંખમાં ચમકી જતા આંસુ હિમા જોતી હતી ,છતાં કઈ પણ પૂછયા વગર નોર્મલ વાતો કરતી રહી.

“કાલથી તો કોલેજ એટેન્ડ કરું છું એક્ઝામની પણ તૈયારીઓ કરવાની છે .”

“હિમા ,તારું ઘર તો દિલ્હીમાં જ છે આપણે તો મળતા રહેશું .”

“હા એતો સાચું ,પણ કોનાથી દૂર થવાના ડરે આટલી બધી દુઃખી છે ? એને તારો બનાવી લે ને ?”

“કોઈનું મન જાણ્યા વગર કેવી રીતે બોલી દેવાય ?”

“પણ સમય જતો રહે તો મનની વાત મનમાં જ રહી જાય તો? મેં આ વખતે મારા સ્કૂલ ફ્રેન્ડ સન્ની જે દિલ્હીમાં જ છે ને મારી રાહ જોઈ બેઠો છે,એની સાથે બધી વાત કન્ફર્મ કરી લીધી, હમણાં વેકેશનમાં ગઈ હતી ત્યારે મને સનીએ પ્રપોઝ પણ કરી દીધું .હજી બે-ત્રણ વર્ષ પછી લગ્ન માટે વિચારશું .પોતાની ગમતી વ્યક્તિને ગમે તે થાય પણ ગીવ- અપ થોડું કરાય ?મને ખબર છે તારી સ્પેશલ ફિલિંગ્સ જિગલ માટે કેટલી ડીપ છે ,તારા બર્થડે પાર્ટીમાં એની રાહ જોતી તારી વિહ્વળ આંખો અને રાત દિવસ તેની યાદમાં શાયરી લખવી.અને એની વાતો પર તારી નજર ઝૂકી જવી કંઈ છુપાઈ શકે એવું નથી “

“પણ બધામાં કંઇ તારા જેવી કહેવાની હિમ્મત થોડી હોય?” કહી કિનેતા ચૂપ થઇ ગઈ .

“જો કિનેતા, જીંદગીમાં  કોઈને ચુપચાપ ચાહતા રહેવું અને સેક્રિફાઈસ કરવું એ જ પ્રેમ નથી.શક્ય છે કે જિગલ પણ તને ચાહતો હોય પણ તારા રિસ્પોન્સની રાહ જોતો હોય?એણે તને ના તો નથી કહી દીધીને ?એ તારા વ્યક્તિત્વને તો ઓળખતોજ હશે ને ? તું એકદમ ઈન્ટ્રોવર્ટ છે અને જલ્દી મનની વાત કહી નથી શકતી “

અને કિનેતા એક ડીપ શ્વાસ લઈને જરા હસી અને … “ઓકે ,તો હું પણ હિમ્મત કેળવીને કહી જ દઇશ ”
બંને ફ્રેન્ડ ડિનર લઇ હોસ્ટેલ પર પાછી ફરી અને કિનેતા થોડી મૂડમાં આવી .બીજે દિવસે કોલેજની લાઈબ્રેરી પહોંચી અને સુવીનાનો ફોન આવ્યો.

“કેમ ,કાલે પણ દેખાતી નહોતી ?લાઈબ્રેરીમાં જ બુક રીફર કરી એસાઇમેન્ટ તૈયાર કરે છે ?”

“ઓહ યા,જરા તબિયત સારી નહોતી લાગતી.આજે એક જ કલાસ અટેન્ડ કરવાની છું “

અને થોડી વારમાં જિગલનો ફોન …..” શું ? તારો ફોન કેમ સ્વિચ ઓફ આવતો હતો ?આઈ વૉઝ સો વરિડ અબાઉટ યુ .”અને આમતેમ વાતો કરી.

થોડીવાર પછી ક્લાસ એટેન્ડ કર્યો . થોડી થોડી વારે જિગલ સાઈડની બેન્ચ પરથી એને ફરી ફરી જોયા કરતો હતો.અને કિનેતાએ જરા સ્માઈલ આપી .કલાસ પત્યો એટલે આવી ને બાજુમાં બેસી ગયો અને કિનેતાનાં ખભા પર હાથ મૂકી એકદમ ઝંઝોડી નાખી .

“જલ્દી મૂડમાં આવને યાર,કેટલી બધી વાતો કરવાની છે અને ખાસ તો લાસ્ટ ગેધરીંગમાં તારે મારી સાથે ડ્રામામાં પાર્ટ લેવાનો છે. એક્ઝામ પછી ૧૫ દિવસ પછી રાખ્યું છે એટલે એ પ્રમાણે રોજનો એક કલાક રિહસલનો સમય આપવો પડશે .”

“પણ …મારાથી કેવી રીતે …..? “બોલી જિગલની આંખોમાં પંખી બનીને ખોવાઈ જતી હતી ,એટલામાં પ્રૉફ્રેસર સાથે વાત પતાવી સુવીના નજીક આવી જીગલને હાથ પકડી ખેંચતા બોલી ,”પ્લીઝ ચાલને જલ્દી,આજે મારી કાર નથી લાવી તો તારે મને ઘરે ડ્રોપ કરવા આવવાનું છે.ગેસ્ટ તો આવી પણ ગયા હશે, ને મારા ડેડી તો ખીજવાઈ જશે મારે રસ્તેથી આઈસ્ક્રીમ પણ પીક કરવાનું છે “

“ઓહ યા ,હું તો વાતમાં ભૂલી ગયો “કહી જીગલ ઉભો થયો .

“ઓકે ,કિનેતા પછી ફોન પર વાત કરીયે બાય” કહી બંને નીકળી ગયા.

કિનેતા થોડી ઉદાસ થઇ પણ જીગલ એની સાથે જે રીતે આત્મીયતાથી વર્ત્યો એનાથી મનોમન એકદમ ભીની લાગણીઓમાં નહાઈ રહી અને થોડી વાર રહીને હોસ્ટેલ પર પહોંચી થોડી શાયરીઓ લખી અને મન -હૃદય એકદમ હળવું ફીલ કરવા લાગ્યું .રાત્રે જિગલનો ફોન આવ્યો અને ડ્રામા વિષે ડીટેલ જણાવી.કિનેતાએ થોડી આનાકાની કરી પણ જીગલ તો બસ ,
“તું આરીતે એકદમ ઈન્ટ્રોવર્ટ રહે છે તો મારે તને એમાંથી બહાર લાવવી છે અને સ્ટેજ પર તારે તારી શાયરી પણ રજુ કરવાની છે “

“ઓકે,સ્યોર ” કહી કિનેતાએ હસતાં હસતાં ગુડનાઈટ કર્યું ,એને બહુ ગમી રહ્યું હતું જે રીતે જીગલ એની પર હક્ક કરીને ગાઈડ કરી રહ્યો હતો . અને ઝીણી લાઇટમાં બેડશીટ પરની ફલાવર ડિઝાઇન પર આંગળીઓ ફેરવતા કોઈ ફૂલોની જાજમ બિછાવેલા બાગમાં જીગલની મજબૂત બાહોમાં આંખ મીંચીને જકડાઈ રહી છે અને જીગલ એને હળવેથી બંને હાથોમાં ભરીને ભૂરા ભૂરા આકાશ તરફ ઊંચકી રહ્યો છે અને… હવાની લહેરો પરથી સરતી એ ફરી જિગલની બાહોમાં સમાઈ જાય ….એવું સપનું જોતા જોતા ઊંઘમાં સરી ગઈ . રૂટિન દિવસો જઇ રહ્યા હતા અને એક્ઝામ સુધીમાં કેટલીયેવાર ત્રણે જણ મળી ડિસ્કસ કરતા ને ડ્રામાની પણ તૈયારી થોડી કરી લેતા .ખાલી સ્ક્રિપટ રીફર કરવાની હતી અને એક્ઝામ પછી કન્ટિન્યુઅસ રિહલ્સલ . આખરે એક્ઝામ પતી અને પ્રણય ત્રિકોણની સ્ટોરીવાળા ડ્રામાનું રિહસલ શરુ થયું .પ્રણય દ્રશ્યો માટે કિનેતાને ખુબ શરમ આવતી.એ દિવસો ની જિગલ સાથેની એની દરેક મુલાકાત એક નવી હિમ્મત આપતી હતી કિનેતાને.

આખરે એ દિવસ પણ આવી ગયો અને સરસ રીતે ભજવાઈ રહેલા ડ્રામાનાં ક્લાઇમૅક્સમાં કિનેતા પ્રેયસીનું પાત્રા ભજવતાં સ્ક્રીપટ બહારનો ડાઈલોગ બોલતાં ભાવાવેશમાં જિગલને વળગી પડી અને પ્રેક્ષકોએ એને નાટકનો જ એક ભાગ માની તાળીઓથી વધાવી લીધી .જિગલે એકદમ સરળતાથી પરિસ્થિતિ સાંભળી લીધી સાથે મસ્તીભરી વિજયી આંખે અત્યંત પ્રણયભર્યા નવા ડાઈલોગથી કિનેતાને નવડાવી નાંખી.આ દરમિયાન હિમા અને સુવીના બંને હર્ષના આંસુ સહ તાળીઓ વગાડતા રહયાં અને ડ્રામા પત્યો એટલે બંનેને ઘેરી વળ્યાં

સુવીનાએ કિનેતાને હગ કરતા કહ્યું ,”કેવો રહ્યો અમારો ડા્મા તારી પાસે પ્રેમનો સાચ્ચો ઈકરાર કરાવવાનો ?”

“એટલે?”કહેતા કિનેતા આશ્ર્ચર્યથી જોવા માંડી અને જિગલ ,

“માય ડીયર ,તને કોન્ફીડેન્સથી  વાત બોલાવવા અને ઈર્ષ્યા જગાવવા માટે જ તો સુવીનાએ મને કેટલો સાથ આપ્યો .એ દિવસે એને અમેરિકાથી છોકરો જોવા આવ્યા હતો અને એનાં મેરેજ પણ નક્કી થઇ ગયા છે.બે મહિના પછી એ લગ્ન કરી અમેરિકા જાય છે નિધવ સાથે .મારા પ્રેમ પર વિશ્વાસ નથી તને ?કેટલાય સંકેતો આપ્યા પણ તું તો કઈ બોલી જ નહિ”

અને… ફરી કિનેતા જિગલને વળગીને રડી પડી .

અને બાગમાંથી ચાલતા ચાલતા રૂમમાં જઇ રહેલી કિનેતા, આવો …નાટયાત્મક ઈકરાર યાદ આવતાં એકલી એકલી હસી પડી .શીમલાથી અહીં આવી ભવ્ય રીતે ગોઠવાયેલાં એનાં અને જિગલનાં લગ્ન અને અનુજલનાં જન્મ પછી અચાનક પપ્પાનું મૃત્યુ અને એ અનુજલને લઇ અહીં જ આવી ગયેલી .થોડા સમય પછી જીગલે પોતાનાં ફેમિલી બીઝ્નેસનાં એક્સપાન્શન સ્વરૂપે દિલ્હીમાં પોતાની નવી ઓફિસ શરુ કરી .

ફોનની રિંગ વાગી અને વિચારોમાંથી ઝબકી …મોર્નીગવોક પર ગયેલાં જિગલનો ફોન હતો.

‘કિનેતા,જલ્દી મારો નાસ્તો તૈયાર કર ,મારે વહેલા મિટિંગમાં જવાનું છે એક સ્માર્ટગર્લ દિવીના કંપનીનાં પ્રેઝન્ટેશન માટે આવી રહી છે”

“ઓકે “

“કેમ ?પૂછને ..કોણ છે ,ક્યાંથી આવી છે ?”

“ના ,એના કરતા એમ પૂછી લઉં ? ડુ યુ લવ મી ? હું તારા વગર નહીં જીવી શકું ,આજ સાંભળવું છે ને ?

અને બંને હસી પડયાં .

– લેખક પરિચય

મનીષા જોબન દેસાઈ

આર્કિટેકટ-ઇન્ટીરીયર ડીઝાઇનર

સુરત-ગુજરાત-ઇન્ડીયા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિનુમર્ચન્ટ વાર્તા સ્પર્ધા૨૦૧૭ (5) ડાઘ 

Posted on જાન્યુઆરી 15, 2017 by Pragnaji

રોહિત કાપડિયા

 નાનપણથી જ અમી લાગણી અને સંવેદના સભર જીવન જીવતી હતી. માત્ર બાર વર્ષની ઉમરે મમ્મીને ગુમાવી દીધાં બાદ ભણવાની સાથે એણે ઘર પણ સંભાળી લીધું હતું. એનામાં એ સૂઝ અને સમજ કેવી રીતે આવી ગયાં એની ખુદને જ ખબર ન હતી .પિતાજી અને નાનાભાઈની એણે એટલી હદે કાળજી રાખી કે મમ્મીના અવસાનની ઘરમાં ક્યારે ય કમી લાગી નહીં. અમી ની હર ક્રિયા, હર વાત, હર ચાલમાં એનાં પપ્પાને તો જાણે પોતાની પત્ની સુધાની જ છાયા ભાસતી હતી. આ બધી જવાબદારી નિભાવતાં એણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. એક મહત્વની અને માનભર્યા પદ પર એણે નોકરી પણ ચાલુ કરી. ખુદને અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું એટલે જ એને બીજા સામાન્ય માણસોની પણ એટલી જ ચિંતા થતી. ઈશ્વર પ્રત્યેની એની શ્રધ્ધા અતૂટ હતી. એક શોખ તરીકે એ કવિતા પણ લખતી. પ્રેમ, લાગણી, સંવેદના, શ્રધ્ધા વિશ્વાસ અને જીવંતતાથી તેની કવિતા છલકાતી.

 

તે દિવસે તેનાં નિત્યક્રમ મુજબ સાંજે ઓફિસેથી છૂટીને ઘરે આવી રહી હતી. મોસમ અચાનક જ બદલાઈ હતી. સખત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કાનમાં પવન ન પ્રવેશે તે માટે એણે કાનમાં ઈયર પ્લગ નાખી દીધાં હતાં. સામાન્ય ગતિથી એ સ્કુટર પર આગળ વધી રહી હતી. રસ્તામાં આવતાં પુલ પરથી એનું સ્કુટર પસાર થઈ રહ્યું હતું. એની બરાબર પાછળ એક બસ આવી રહી હતી. વધુ પડતી ઠંડીનાં કારણે એનાં હાથ થોડા જકડાઈ ગયાં હતાં અને કદાચ એથી જ એણે પોતાનું સંતુલન ગુમાવ્યું. સ્કુટર થોડી પળ માટે તો આડું અવળું થઈ ગયું પણ પછી કાબુમાં આવી ગયું. ઈશ્વરનો પાડ માનતાં એણે ઝડપથી ઘરે જવાનું નક્કી કર્યું. જરાક જ આગળ જતાં એનાં ઈયર પ્લગથી બંધ કાનમાં કંઈક ધમાકાનો અવાજ આવ્યો પણ એ અવાજને અવગણીને આગળ વધી. બીજે દિવસે સવારે છાપાના પ્રથમ પાનાં પરનાં સમાચાર ‘ સ્કુટર સવારને બચાવવા જતાં નદીમાં ખાબકેલી બસ.૩૮ નાં મોત.’વાંચતા જ એ ધ્રુજી ઉઠી. એનાં હાથમાંથી છાપું પડી ગયું. સમાચાર પૂરી રીતે વાંચ્યા પછી એને ખાતરી થઈ ગઈ કે આ અકસ્માત માટે એ જ જવાબદાર હતી. બસ, એ જ પળથી એ શૂન્ય બની ગઈ, સ્તબ્ધ બની ગઈ, જડ બની ગઈ.

 

મનોમન આડત્રીસ જિંદગીના મોત માટે કારણભૂત હોવાનો ડાઘ એનાં દિલ પર લાગી ગયો. લાખ સમજાવટ છતાં પણ એ ન સમજી શકી. જીવનમાંથી એનો રસ જ ઉડી ગયો. એનું લાગણીશીલ હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. જે જિંદગીને એ જીવંતતાથી જીવવા માંગતી હતી તે જિંદગી હવે ક્યારે ખતમ થઈ જાય એની રાહ જોવાં લાગી. સતત ખુદ્કુશીના વિચારો એનાં મનમાં રમવા લાગ્યાં. એની કવિતાના વિષયો હવે દર્દ,પીડા,વેદના,વ્યથા,આંસુ અને મોત બની ગયાં. પિતા અને ભાઈની સમજાવટથી થોડા સમય બાદ એણે પોતાની જિંદગી મન મનાવીને જીવવાનું ચાલુ તો કર્યું  પણ પેલો ડાઘ હમેંશા એનાં દિલોદિમાગ પર સવાર રહેતો. નોકરીમાં કામમાં ડૂબી જઈને એ પ્રસંગને ભુલાવવાનો પ્રયત્ન તો એ કરતી પણ એકાંતની પળોમાં એ ડાઘ વધુ ને વધુ સતાવતો.સતત કામ કરતાં રહેવાથી એ નોકરીમાં  ઘણી આગળ વધી ગઈ.હવે તો લગ્ન માટે ઘણાં છોકરાઓનાં માંગા એને સામેથી આવતાં હતાં. ખેર! એ ખામોશી અને શૂન્યતાની દુનિયામાંથી બહાર જ આવી શકતી ન હતી. લગ્ન કરતાં એને મોત વધારે વહાલું લાગતું હતું.

 

આજે એ એની કંપનીને પોતે તૈયાર કરેલાં પ્રોજેક્ટ માટે મળેલો શ્રેષ્ઠતાનો એવોર્ડ લેવા પ્લેનમાં દિલ્હી જઈ રહી હતી. ઉદ્યોગમંત્રીનાં હાથે એ એવોર્ડ એને મળવાનો હતો.એક અનન્ય આનંદની એ ઘટના હતી અને તો પણ તે ઉદાસ હતી. ઊંચાઈએ ઉડી રહેલા પ્લેનની બારીમાંથી દ્રષ્ટિગોચર થતા રૂ ની પૂણી જેવાં સફેદ વાદળો એની ઉદાસીમાં વધારો કરી રહ્યાં હતાં. એનાં દિલ પર લાગેલા ડાઘને વધુ સાફ અને સ્પષ્ટ બનાવી રહ્યાં હતાં. એ વિચારી રહી હતી કે ઉડતા ઉડતા એ બહુ જ ઉપર પહોંચી જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું જ નથી. ત્યાં જ એના કાનમાં એક કરડાકીભર્યો અવાજ સંભળાયો ‘હેન્ડ્સ અપ, અમે પ્લેન હાઈજેક કર્યું છે. સરકાર જો અમે કહેલ કેદીને મુક્ત નહીં કરે તો અમે આખા પ્લેનને ઉડાવી દઈશું. અમારી સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે. જો કોઈએ પણ જરા જેટલી પણ હિલચાલ કરી છે તો આ ગોળી એની સગી નહિ થાય. જાન પ્યારી હોય તો ચુપચાપ બેસી રહેજો. ‘ આખા વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. બધાં જ એમનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગ્યાં. એક પળ માટે તો એ પણ ગભરાઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેનાં મનમાં વિચાર આવ્યો કે જો મોત આવી જાય તો મનમાં સતત ચાલતા આ તુમુલયુદ્ધમાંથી મુક્તિ મળી જાય.હજુ એ કંઈ આગળ વિચારે તે પહેલાં તો એની આગળની સીટ પર બેઠેલાં પ્રવાસીએ કંઈક હિલચાલ કરતાં પેલા ખૂનખાર આતંકવાદીએ એ પ્રવાસીને ગોળીથી ઉડાવી દીધો. એક જ પળમાં લાલ રંગના ગરમ લોહીનો રેલો તેનાં પગ પાસે આવી ગયો. કોને ખબર કેમ પણ એ લાલ રંગના લોહીને જોઈને તેની આંખોમાં ખુન્નસ આવી ગયું. લાશ ખસેડવા એક પળ માટે આતંકવાદીએ બાજુ પર મુકેલી બંદૂકને ચીલઝડપે ઉઠાવી લીધી,અને આંખ મીચીને તેનાં પર ગોળીઓ ચલાવી દીધી. પ્લેનની કોક્પીટમાંથી બહાર આવેલો બીજો આતંકવાદી કંઈ સમજે તે પહેલાં બંદૂકમાં બાકી બચેલી ગોળીઓનો વરસાદ તેનાં પર કરી દીધો. લોહીનાં બીજા બે લાલચટાક રેલા વહેવા લાગ્યાં.એ લાલ રંગે એને કંપાવી દીધી. એ ચક્કર ખાઈને પડી ગઈ. પડતાં પડતાં  વિચાર્યું કે વધુ બે મોતથી તો એનો પેલો ડાઘ વધુ

 

વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા૨૦૧૭ (6) “બસ હવે નહિ” 

Posted on જાન્યુઆરી 15, 2017 by Pragnaji

હિમતલાલ જોશી -અતા ઉમર -૯૫

 

બસ હવે નહિ” 

તે દિવસે આખું ગામ એક વાત કરતુ હતું પ્લેગ દિવાળીને ભરખી ગયો,હવે બચાળી છોડયું માં વિનાની શું કરશે? દિવાળી અરશીની એક  સુશીલ અને વહેવાર કુશળ  પત્ની હતી.. અરશી બિચારો વિયોગ કેમ ઝીલશે?  

અરશી સૌરાષ્ટ્રના  બારાડી તરીકે ઓળખાતા  વિસ્તારના  ભોગાત ગામમાં ઉચ્ચ જ્ઞાતિનો  માણસ પોતાના કુટુંબ કબીલા સાથે રહેતો હતો.  તેને સો વીઘા  ખેતી માટેની જમીન હતી  . જમીન બહુ વખાણીએ એવી નહોતી,પણ  તેમાં પોતાનું ગુજરાન અને બીજો ઘર ખર્ચ સારી રીતે નીકળી જતો હતો.અરશીને માટે પત્નીનો વિયોગ  આકરો હતો અને  ઉપરથી   ત્રણ  વહાલના ઉછાળા  મારતી  દિકરીઓને જોઈ આખો ભરાઈ જતી.અરશી  ખાસ મોટો નહતો માંડ પચ્ચાસ  વરસ હશેપણ ત્રણ દિકરીઓનો બાપ હતો એમાં મોટી દિકરી મેનકા ચૌદ વરસની હતી.ગૌર વર્ણની મેનકા  અતિ રૂપાળી  રૂપ રૂપનો અંબાર હતી. હું ત્યારે એને ખુબ જોતો મને મેનકાની મીઠી  વહાલપ ભરી  મશ્કરી સાંભળવી ગમતી, હું મારી જાતને સદ્ભાગી માનતો. અરસામાં મારી મેનકા સાથે સગાઈ થવાની વાતો ચાલતી હતી,પણ  મેનકા સાથેની મારી સગાઈ  શક્ય બની.મેનકા જેટલી રૂપાળી અને દેખાવડી હતી તેટલીજ રૂઆબદાર અને સ્વમાની હતી,મેનકાનું એક વાક્ય મને  હજી યાદ  છે જે ભુલાતું નથી,  
હાળા  તારા બાપને  ધમકી  આપ અને કહે કે મેનકા સાથે  જો મારુ સગપણ નહીં થાય તો હું બાવો થઇ જઈશપણ મેનકાને ખબર હતી કે તેની સાથેની સગાઈ   થવાનું કારણ  મારા બાપ નહી એની ગરીબી છે. આમ અમારા લગ્નને ગરીબી આડી આવી.

દિવાળીના મૃત્યુ પછી  અરશી બહુ ઉદાસ રહેતો, દિવાળીનો વિયોગ  એનાથી સહન નહોતો થતો.ઘર સંભાળવાની  જવાબદારી પણ અર્શી  માટે વધુ હતી. મેનકાથી  પોતાના બાપનું  દુ : જોવાતું ન્હોતું.
ગામ ના લોકો સમજાવતા કે તારે ત્રણ દીકરીઓને વળાવવાની છે આમ દુ;ખી રહીશ તો છોડી ઓનું શું થશે ભાઈ પરણી જા,અને ઘર સંભાળવા વળી લઇ આવ તો ઘર સચવાય,બધાના આગ્રહ થી અરશી પોતાના માટે  સ્ત્રીની શોધમાં નીકળી પડ્યો

આખરે ઘણી મહેનતના અંતે એને ઓઝત કાંઠાના ગામ બામણાસામાં એક  સ્ત્રી મળી, નામ કડવી. એનું સગપણ ઘડીકમાં થતું નોતું  અને  ઉંમરની પણ વધી ગઈ હતી. કડવીનો બાપ  જોગો  અરશી સાથે  પોતાની દિકરી  કડવીનું સગપણ કરવા તૈયાર થયો. અરશી ખાધેપીધે સુખી હતો. અને ઉંમર પણ ખાસ નહોતી,જગા અરશીને ચા પીવડાવતા બોલ્યો જો તારે ત્રણ દીકરીઓ છે અને મારી દીકરીના પહેલા લગ્ન છે, પણ એક વાત કહેવી છે. “મને લગ્ન મંજુર છે પણ ..” બોલો શું વાત છે ?”

તું મારી શરત માને તો!”

શરત કેવી શરત?”

તો સંભાળ …..”

અરશી મુંજાણો થોડો વિચાર કરીને  કહ્યું, હું તમને જવાબ મોકલાવીશ મને ઘડીક વિચાર કરવા દયો, કહી અરશી  પોતાને ઘરે  પાછો આવ્યો.રાત આખી વિચારમાં અર્શી પડખા બદલ્યા કરતો, જાગતો રહ્યો.એનું મન કેમય માનતું હતું.હું દિવાળીને શું જવાબ આપીશ,એનો આત્મા કેવો કચવાશે,આખી રાત આમ વિચારો કરતા કાઢી. મારી દીકરીઓનું શું થશે ? માં વિનાની મારી દીકરીઓ સાવ ઓશિયાળી થઇ જશે ..દીકરીઓ જન્મી ત્યારે વિચાર નોહતા આવ્યા તેવા વિચારે અરશીને મુંઝવી દીધો
દીકરી જન્મી ત્યારે આખા ગામે કહ્યું હતું દીકરીને દૂધ પીતી કરી દે પણ ટસનો મસ થયો અને એક પછી બે અને પછી ત્રણ એમ બધી દીકરીને લક્ષ્મી નું રૂપ ગણી અપનાવી લીધી.હું મારી દીકરીઓને વહાલથી મોટી કરીશ.     

જુના વખતમાં ભારતમાં અમુક જ્ઞાતિઓમાં  દિકરીને  દૂધના  ભરેલા વાસણમાં  બુડાળીને  મારી નાખવામાં આવતી  અને આવા પ્રકારની ક્રૂરતાને  દિકરીને  દૂધ પીતી કરી છે.એવું રૂપાળું નામ આપવામાં આવતું અને હાલ ભૃણ હત્યાથી  દિકરીને  અમુક લોકો તરફથી મારી નાખવામાં આવે છે.ભારતમાંજ આવું બનતું એવું નથી. ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ થતાં પહેલાં  અરબ  લોકો પણ  જીવતી દિકરીને  દાટી દેતા હતા , અને એમાંય  જે જ્ઞાતિમાં  દહેજ પ્રથા છે.એવી જાતિઓમાં  દિકરી  બહુ અળખામણી હોય છે.પણ દિકરીનો  બાપ પ્રત્યેનો પ્રેમ  કલ્પનામાં આવે એવો હોય છે

અરશીને કોઇ ઉપાય સુજતો હતો  ઘરે આવ્યા પછી બહુ  ઉદાસ રહેતો હતો. મેનકાને પોતાનો બાપ ઉદાસ રહેતો જોવાતું હતું, બાપુ કૈક બોલે તો ખબર પડે ? તો જ્યારથી આવ્યા છે ત્યારથી બસ આમ ઉદાસ દેખાય છે.દીકરીનો પ્રેમ તેમની તાકાત હોય છે.નાની ઉમરની મેનકા માના મૃત્યુ પછી બહુ જલ્દી મોટી થઇ હતી.  બાપની ઉદાસીનતા સહન થવાના કારણે  મેનકાએ  બાપને કયું….

બાપા  તમારી ઉદાસીનતા દૂર કરવા  હું શું કરું આમ ઉદાસ રહો ચાલે ,.પણ કૈક બોલો તો ખબર પડેને. તમને કૈક થશે તો અમારું કોણ ?

પણ અરશી મૂંગો રહેતો.અને વાતને ટાળતો.

બાપ પ્રત્યે અતિશય પ્રેમ ધરાવતી  મેનકાએ  એક દિવસ અરશીને  કીધું કે હું  તમારી ઉદાસીનતા  દૂર કરવા અમે સૌ તૈયાર છીએ,મારાથી  બને એટલું બધુંજ કરી છૂટવા હું તૈયાર છું.

થાકીને અરશીએ  પેટછુટી વાત કરી કે  એક માણસ  પોતાની દિકરી  સાથે  મારાં લગ્ન કરી આપવા તૈયાર છે.પણ  એની એક શરત છે.

તો ઝટ કહો ? બાપુ !

તમે ક્યાં અટક્યા છો ? શું પૈસા માંગે છે ?

નાના બેટા મારી કહેતા જીભ કચવાય છે

બાપુ દીકરીઓ પર વિશ્વાસ નથી ?

શું કહું તને એના  મૂર્ખ  દિકરા  સાથે  તારાં  લગ્ન મારે કરી આપવા પડે  . 

બસ આટલી અમથી વાત બાપુ,  ને આમ કેટલા દિવસ તમે સોસવાયા

મારી નાની બહેનોને માં મળશે બાપુ કેમ ભૂલી ગયા દીકરીને ગાય દોરે ત્યાં જાયમારું તો ભાગ્ય જ્યા લખ્યું હોય ત્યાં મારે જવાનું ,.. મારી જરાય ચિંતા નહિ કરતા તમ તમારે શરત માની લ્યો, મેનકાનું વચન છે હું તમે કહેશો ત્યાં લગ્ન કરીશ.

અને મેનકા  પોતાના બાપને મુક્ત કરવા અને બહેનનું  સુખ જોવા માટે  મૂર્ખ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ  અને  એક દિવસ લગ્ન લેવાઈ ગયા,પોતાની નણંદ  એની માં બની ઘરમાં પ્રવેશે  અને સાથે  પોતાના બાપના મુર્ખ સાળા  સાથે મેનકાના પોતાના જીવનની શરૂઆત કરે છે.

કડવીતો અરશીને પરણ્યા પછી સુખી હતી . પણ તે માં બની શકી
સાવકીમા મેનકાની  નાની  બહેનોને  દબાવી ધમકાવી માર મારીને  એની પાસેથી સખ્ત કામ લેતી . છોકરીયું  પોતાના બાપ આગળ ફરિયાદ કરી શકતી, કેમકે  બાપ કશું કરી શકે એમ હતો.ઉલટું  ફરિયાદ કરવાથી  પોતાની નવી મા  કડવીના રોષનો ભોગ બનવું પડતું અને બાજુ  મેનકા  પોતાના મૂર્ખ પતિ  ના દબાણ માં રહેતી  મેનકાનો  એવો દિવસ ભાગ્યેજ જતો કે   જે દિવસે  પોતાના મૂર્ખ પતિના  હાથનો માર  ખાવો   પડ્યો હોય.

આવા ત્રાસથી કંટાળી  મોકો જોઈને  મેનકા  પોતાના પિયર જતી રહી. પણ  પિયરમાં  પોતાની નવી મા   પોતાની  નણંદ હતી ,  એને  પોતાના ભાઈને તરછોડીને આવેલી  ભાભી ઝેર જેવી લાગે એટલે કડવીએ પોતાની ભાભી ઉપર ત્રાસ વર્તાવવો શરુ કર્યો.  

અરશીને દિકરી  ઉપરના ત્રાસની ગંધ આવી  ગઈ , એટલે  અરશીએ  એના ભાઈને ત્યાં  જૂનાગઢ  મોકલી  આપી.દીકરી તને સોપું છું સંભાળ જે.પણ એના ભાઈની પત્ની  એકદમ હલકી જાતની હતી   અને તે  જુવાન છોકરીઓને  ફોસલાવી  પોતાને ઘરે લાવી  એમની પાસે કુકર્મ કરાવતી એને   મેનકા તો સોનાના ઈંડા દેતી મરઘી લાગી  એનું રૂપ જોઈને  ઘરાકો આવતા  કુકર્મ કરાવતી  અને મેનકા એના માટે કમાણીનું  જબરું સાધન થઇ ગઈ

સમય જતા એક માણસ એનો કાયમી ઘરાક થઇ ગયેલો,ઘણી વખત તે મેનકાને આખી રાત રાખવા માટે પોતાને ઘરે  લઈ જતો.એક દિવસ  ઘરાકે મેનકાના કાકાને  વાત કરી કે  “તું મને મેનકાને કાયમ માટે આપીદે  તું  કહે એટલા પૈસા આપું.” 

અને  સોદો નક્કી થઇ ગયો. મેનકા કાયમી ઘરાકના ઘરે ગઈ.પણ ઘરાક સમયસર પૈસા આપવા મેનકાના કાકાને ઘરે ગયો નહીં,એટલે કાકાએ  જાતે તે ઘરાકને ઘરે જઈ પૈસાની  ઉઘરાણી કરી તો મેનકા હિમત સાથે ઘરમાંથી બહાર નીકળી બોલી.  

કાકા તમે મારી નબળાઈનો લાભ  લઈ   મારા  પાસે વેશ્યાગીરી  કરાવી ઘણું કમાયા છોહવે  હું માણસની પત્ની તરીકે રહેવા માગું છું . હવે મારું ઘર છે એટલે હું તમને પૈસા આપવા માગતી નથી.માટે આબરૂસર  તમારા ઘર ભેગા થઈ જાઓ   .  

કાકો ઘરે આવી તો ગયો પણ એમ શાંત બેસે તેમ નહોતો ,પૈસા  કઢાવવા હતા એટલે તેણે ઘરાકને ઘરે ભાડુતી  ગુંડા મોકલીને  ધમકી  આપી  પૈસા આપ નહી તો હલાલ કરીને તારું અર્ધું  માથું કાપી નાખશું ઘરાક ભયભીત થઇ ગયેલો અને એક રાતે મેનકાને ખુબ મારી .એણે મેનકાના કાકાને મેનકાની કરુણ  કથનીની વાત કરી  મેનકાને આપણે ખાટકી પાસેથી છોડાવવી જોઈએ  મારો તને સાથ છે. પણ એના કાકા આવા ધંધા  મેનકા પાસે કરાવતો હતો અને તો પૈસા જોઈતા હતા અને  ભડવા કાકાએ  કોઈ ઉત્સાહ બતાવ્યો નહીં .પણ મેનકાને મારવા ગુંડા મોકલ્યા.  

જયારે મેનકા એના માથામાં  માર પડવાથી ચીસો  નાખતી રહી . અને આખી રાત કણસતી રહી મોઢું સુજીને બિહામણું થઇ ગયું રડતા રડતા આખી રાત મેનકા નક્કી કર્યુંબસ હવે નહિ મેનકાનો  માર બે છુપાયેલી આંખો જોતી રહી એની ચીસો એના કાનમાંથી સોસરવી હ્યુંદયમાંથી ઉતરી એને ધ્રુજાવી ગઈ તેને દયા આવી પણ  કશું કરી શકવાને માટે અસમર્થ હતી .એની આંખોમાં મેનકા પર થતો અત્ચાચારનો આક્રોશ દેખાતો હતો. મેનકા ના ડુસકા માંથી એક આવાજ આવતો હતોબસ હવે નહિ

બીજે દિવસે એક નવી સવાર ઉગી, ગામ માં ચહલ પહલ થવા માંડી લોકો ધીમે ધીમે વાતો કરતા હતા.ગજબ થઇ ગઈ ત્યાં તો સાયરન વગાડતી પોલીસ આવી, મેનકા નો કાકો એની પથારીમાં મૃત પડ્યો હતો મોઢાં પર તકિયો હતો વેશ્યાના ધંધા કરતી કાકી પણ દેખાતી હતી, બધું જેમનું તેમ હતું.કોઈ ચોરી લુંટફાટના ચિન્હો દેખાતા હતા મેનકાનો ઘરાક પતિ ઘરમાંથી પલાયન હતો.  લોકો કહેતા હતા ગુંડાથી ડરીને ભાગી ગયો છે.અમે એને મેનકાને મારતા જોયો છે. બચાળી આખી લોહી લુહાણ થઇ ગઈ હતી કોઈએ પાણી આપ્યું ,સાહેબ આખા ગામે જોયું છે.કણસતા બોલતી હતીબસ હવે નહિ” “બસ હવે નહિ”  પછી જમીન ઉપર  ઢળી  પડી
પણ મેનકા ક્યાં  ?કોઈને આજની તારીખે ખબર નથી.

અતા -હિંમતલાલ જોશી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (11)સંવેદનાની ભીડ માં હું એકલી…!

Posted on ફેબ્રુવારી 4, 2017 by Pragnaji

ભૂમિ માછી

અપર્ણા ખુબસુરત દેખાતી હતી…લાલ ચટ્ટક પાનેતરમાં…ચામડી સાવ સફેદ અને ફીક્કી પડી ગઇ હતી પણ તાજી જ લગાવેલી પીઠી મહેકી રહી હતી…અત્તર..,મોગરાનો ગજરો…,ગુલાબની પાંદડીઓ…પીળા ગલગોટાના હાર….બધુજ સુગંધી-સુંગધી…

અપર્ણાને સુંગધ આવતી હશે..?
વાળ ગુંચવાયેલા હતા…માંડ-માંડ ઓળ્યા…હોઠની ચામડી સુકાઇ ગઇ હતી…કાળી પડી ગયેલી…જાણે હમણાજ અપર્ણા તતડેલા હોઠ પર જીભ ફેરવશે પછી ફટાફટ જીભ અંદર લઇ લેશે.આંખો ખોલીને ચકળ-વકળ જોશે કે આસપાસ આ બધી શાની ધમાલ છે..કંઇ વાતની રોકકળ ચાલે છે…પછી આંખો બંધ કરીને ફરી પાછી જેમ ની તેમ થઇ જશે…
લાશ જેવી…!

એનો વર એને અગ્નિદાહ નહી આપે…એને બીજુ લગ્ન કરવાનું હશે ને..?!

કદાચ તન્મય મરી જાય તો મને આવી જ રીતે બધા તૈયાર કરે…ચાર રસ્તે એની નનામિના ફેરા ફરાવે પછી મારી બંગડીઓ તોડાવે અને પછી…હું વિધવા..?!મારે આ તમાશો ના કરવો હોય તો?ના જ ચાલે…મારે આ જ સમાજમાં રહેવાનુ છે…અહીના નિયમો તો માનવા જ રહ્યા…સદીઓ થી આ જ પંરપરા ચાલી આવી છે…

અપર્ણાનો વર આર્મીમાં હતો અને એની પોસ્ટીંગ આસામમાં હતી…હજી તો છ: મહીના પહેલા જ અપર્ણા એની સાથે ગઇ હતી..પાડોશીઓ વાતો કરતા હતા કે એના વરની ઇચ્છા ન હતી એને ત્યાં લઇ જવાની પણ અપર્ણાની જીદ સામે નમતુ મુકીને લઇ જવી પડી હતી…અપર્ણાને આસામમાં એના પતિ સાથે રહેવુ હતું અને સાસરીમાં બધાજ લોકોનો વિરોધ…!છતા પણ જીદ કરીને એ ગઇ અને અને સોનેરી કોફિનમાં પાછી આવી…ફોફિન પર સફેદ રેશમનું કાપડ વીટાંળેલુ અને એના પર ગુલાબી રીબીન બાંધી હતી..અને અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલી અપર્ણાની લાશ…!!

રડવાના અવાજો ઉંચા થયા..કોઇ સ્ત્રી રડતી-રડતી મરશિયા ગાતી હતી..કોઇ સ્ત્રી કહેતી હતી :“છોકરીનો આ છેલ્લો શ્રુંગાર છે….” અને કાળા પડી ગયેલા નખ પર નેઇલ-પોલીશ લગાવતી જતી હતી…
લાશને વળી શ્રુંગાર કેવા..?અપર્ણા ક્યાં ઉભી થઇ ને અરિસો માંગવાની છે..એનો વર એને જોઇને શું કરશે..?

પણ છત્તાય..,

એને આત્મહત્યા અચાનક નહીજ કરી હોય…ઘણા દિવસોથી વિચારતી હશે…પછી ઘણીબધી હિમ્મત ભેગી કરીને હિંચકો બાંધવાના કડા પર લટકી ગઇ હશે…
જ્યારે એને સાચેજ કોઇના સાથની જરૂર હશે ત્યારે એ સાવ એકલી પડી ગઇ હશે..એકલી-એકલી મુંઝાતી હશે..રડી પણ હશે…

મરતા પહેલા શું વિચારતી હશે..?એના ધબકારા વધી ગયા હશે..મુઠ્ઠી ભીંસી ને..,દાંત કચકચાવ્યા હશે પછી બધુ જ પડતુ મુકી ને…..,
અને હવે, જ્યારે એને કોઇની જરૂર નથી એને કોઇ વેદના નહી હોય ત્યારે એનાથી લાગતુ-વળગતુ ના હોય એવાય લોકો ટોળે વળી ને ઉભા છે..જોર-જોર થી આક્રંદ કરે છે…એ ક્યાંક કોઇ ખુણે ઉભી-ઉભી હસતી હશે આ ટોળા પર…

એનો વર ખુણામાં ઉભો-ઉભો ધીરે-ધીરે રડે છે..એની સાસુ અને નંણદ તો જાણે અપર્ણા સાત ખોટની દીકરી હોય એમ ગામ ગજવતા હતા…અને એની માઁ અવાક હતી..કદાચ પોતાની જાતને દોષ દેતી હશે…હજી એ આંખો ફાડીને અપર્ણાની લાશને જોઇ રહી હતી…

મારે એમને પુછવુ હતું કે તમે કેમ ચીસો પાડીને રડતા નથી…?આ બધા રડે છે એમ…

જાડી રસ્સીના આંકા એની ગરદન પર પડ્યા હતા..શરૂઆતમાં એટલા ભાગની ચામડી છોલાઇને લાલ લીસોટા પડ્યા હશે અને હવે,એ ચામડી કાળી પડી ગઇ છે…એને નવડાવવાની વિધી વખતે મેં ત્યાં આંગળીઓ ફરાવી હતી…હું એના ઝ્ખમ અડકીને એની પીડા મહેસુસ કરવા માંગતી હતી…એને મરતી વખતે કેવુ દર્દ થયુ હશે…?જીવ પણ તરત થોડી જાય….કેટલીય વાર સુધી તરફડી હશે પછી મૃત્યુને પામી હશે…લટકી ગયા પછી એ જીવ જવાની રાહ જોતી હશે કે એને જીવી જવાની ઇચ્છા થઇ હશે..?એને આત્મહત્યા કર્યાનો પસ્તાવો થયો હશે કે નહી..?મૃત ચહેરો વાંચતા મને નથી આવડતું…!

પણ આ રીતે માત્ર અડકી લેવાથી એનો અહેસાસ ના કરી શકાય…
કદાચ, જાતે જ આત્મહત્યા કરીને જોવુ પડે પછી જ ચોક્ક્સ પીડાની ખબર પડે…!!

ગળા પર મલમલનું કાપડ વીંટાળી દીધું હતું…મેં મારો હાથ એના હાથ પર મુક્યો…મૃત ચામડી એકદમ ઠંડી હતી…તન્મય મારી સાથે ક્યારેક આવો જ વ્યવહાર કરે…એકદમ ઠંડો…એને જોઇને મારી પણ લાગણીઓ ઠરવા માંડી છે…એ સાવ નિરસ છે…એક જ પ્રકારનું જમવાનું એને ભાવે…એક જ રંગની ફ્રેમ દરવખતે પંસંદ કરે…નક્કી કરેલા થોડા રંગના જ શર્ટ પહેરે…જ્યારે હોય ત્યારે એક જ ટી.વી. ચેનલ જોયા કરે…ક્યારેક ચેનલ બદલવાનું શરૂ કરે પણ ખરો પણ પાછો ત્યાં નો ત્યાં જ આવીને અટકી જાય…!મારે એને પુછવુ હોય છે કે બીજી સ્ત્રીઓના શરિરને જોઇને એને ઉત્તેજના થાય કે નહે..?ક્યારેક પથારીમાં ઝુનુન પુર્વક મારી ઉપર આવી જાય…પણ છત્તાય મારી લાગણીઓ તો ઠરવા જ માંડી છે…તુટીને પ્રેમ કરતા એને નથી આવડ્યું…ટુકડે-ટુકડે પ્રેમ કરે..મારે એને ધક્કો મારીને…,ચીસ પાડીને કહેવુ હોય છે કે આ બધાનો કોઇ મતલબ નથી…પણ કહી શકતી નથી..માત્ર લખી શકુ છું અને મને ખબર છે એ વાંચશે નહી..લખાવાની આદત મને વર્ષોથી છે…વાત-વાતમાં કવિતા કર્યા કરું છું…જો એને મારી વાતો..મારી કવિતાઓ સમજ પડી હોત અને જરા જેટલો પ્રયત્ન કર્યો હોત તો અત્યારે હું એના પ્રેમમાં હોત…

“અમાન્ય છે મને વાતો તારી ! એનાથી મને પહેલા જેવા તંરગો નથી ઉઠતા….

અંધારા ઓળંગીને આવી તો જાંઉ હું
પણ-
તારી પાસે

તારી પોતાની સવાર છે કે નહી
એ જાણી લે પહેલા…!”

તન્મય મને છોડશે પણ નહી..,હું છોડી શકુ નહી…મારે રહેવાનુ તો આ સમાજમાં જ છે ને…કારણ વગર છોડી દઉં તો મારી સાથે અને એની સાથે જોડાયેલા કોઇ લોકો વ્યવહાર નહી રાખે…પછી હું શું કરીશ..?એકલા પડી જવાનો ડર તો લાગે જ ને..?!

આત્મહત્યા કરવાનું કોઇ નક્કર કારણ નથી મારી પાસે…અપર્ણા પાસે મરવાનું કયું કારણ હશે..?કદાચ એને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગતો હશે…અને એવો જ ભાર હું જ્યારે તન્મય સાથે હોંઉ છું ત્યારે લાગે છે એટલે જ હું તન્મયના મૃત્યુના વિચાર કરું છું..!

અને મારે સૌભાગ્યવતી થઇને નથી મરવું…તન્મય પછી શાંતિથી મરીશ…પછી હું એક માણસ વિશે વિચારુ છું..એ બાજુની સોસાયટીના છેલ્લા મકાનમાં થોડા સમય પહેલા જ રહેવા આવ્યો છે…હું એને પ્રેમ નથી કરતી અને એનું નામ નથી જાણતી પણ તોય એના વિચાર આવે છે…કોઇ ગમતા માણસ વિશે વિચારવું પાપ તો નથી જ…!

“તારા શરિરના સ્પર્શને મારું શરિર વાચા આપે છે…
અને હું કવિતાના શબ્દોની જેમ
મારા હોઠ તારા હોઠ પર ગોઠવતી જાંઉ છું…
અને તુ-
મને મારા માંથી જ ઉલેચવા લાગે છે

અને હું ખાલી થતી જાંઉ છું”

હું ગોરી નથી..અને એની ચામડી ગુલાબી છે…બંન્નેના નિર્વસ્ત્ર શરિર એકજ પથારીમાં કેવા લાગશે?હું કલ્પનાઓ ગુંથવા માંડુ છુ…અને હું મારા ચરિત્ર વિશે વિચારુ છું…

પણ ક્યાંક કૃષ્ણ-દ્રૌપદીનો સંવાદ વાંચ્યો હતો.
“એક આખ્યાનમાં દ્રૌપદી કૃષ્ણને કહે છે :“કર્ણ ને જોઇને કયારેક મારું મન વિચલિત થઇ જાય છે…મને વિચાર આવે છે કે જો હું પાંચ પાંડવોને એકસાથે બાંધી શકુ તો…,એમા છઠ્ઠાનો સમાવેશ કેમ ન થઇ શકે ?આવું કહ્યા પછી પણ તે તદન્ નિર્ભિકપણે અને સ્વાભાવિકપણે કૃષ્ણને ફરી પુછે છે… “શું આવું વિચારવાથી મારું મન મલિન થયું છે કે નહી..?”

કૃષ્ણ ઉત્તર આપે છે :“જરાય નહી…કારણકે સતત વહી જતી નદીમાં ક્યારેક થોડી માટી,ઝાંખરા પડે તો તેનાથી નદીનું પાણી મેલુ નથી થતું….!એ તો આગળ વહી જાય છે…વહેતા રહેવાની પ્રક્રિયા જ સ્ત્રીને શુધ્ધ રાખે છે….”

આમ વિચારીને મને થોડો સંતોષ થાય છે કે હું ચારિત્ર્યહીન નથી…..

અપર્ણાના નખ પર મેં મારી આંગળી અડકાવી જોઇ…લાલ રંગ ની નેઇલ-પોલીશ મારી આંગળી પર લાગી…એના નખ પર થી લુછાઇ ગઇ…પેલી સ્ત્રીએ ફરી નેઇલ-પોલીશની શીશી ખોલી અને લુછાઇ ગયેલી જગ્યા પર લગાવી…કારણ વગર…!!

મને એની આંખોના પોપચા ઉઘાડીને જોવાનું મન થયું…આંખોના ખુણે થોડી ભીનાશ તો હશે જ !

હવે તો અપર્ણાએ ઉભા થઇ જવુ જોઇયેને..!?

બહાર વરસાદ શરૂ થઇ ગયો છે…સીમેન્ટના પથ્થર પર પડતા વરસાદના ફોરા નો અવાજ રોકકળના અવાજ માં દબાઇ ગયો છે…આંગણામાં પડેલ અગ્નિ થોડી વારમાં બુઝાઇ જશે…કોઇનું પણ ધ્યાન નથી…! ધોધમાર પડતો વરસાદ મારા મનને ચુંથીને ચાલ્યો જાય છે…ક્યારેક એકધારી ચાલતી વાર્તામાં કોઇ એવુ પાત્ર આવી જાય છે જે બધુ જ તહસ-નહસ કરીને ચાલ્યું જાય છે…પણ બાકીના નું શું..?એ તો ભોગવ્યા કરે છે વર્ષો સુધી…!

વર્ષો પહેલા આવા જ એક ધોધમાર વરસાદે મને પલાળી હતી…નખશિખ…સુતરાઉ સાડી મારા શરિર પર ચોંટી ગઇ હતી…બધુ જ આરપાર દેખાતુ હતું…બધા જ ધારી-ધારીને જોતા હતા…જાણે મારી પારદર્શક નગ્નતા બધાને લલચાવતી હતી…બસની ભીડમાં કોઇના હાથ મારી કમર પર થઇને થોડા ઉપર સરક્યા..હું હબકી ગઇ…ગળામાં થી અવાજ પણ ન નીકળ્યો…હું આગલા સ્ટેન્ડ પર જ ઉતરી ગઇ..ઘર આવ્યુ ત્યાં સુધી ચાલતી જ આવી…બસ માં મારી પાછળ ઉભેલો માણસ પર મારી પાછળ-પાછળ જ ચાલતો હતો..ઘર આવ્યું ત્યાં સુધી મારી સાથે ને સાથે જ ચાલ્યો..કંઇ જ નહોતુ થયુ…હું ઘરે આવી ગઇ હતી અને બારી-બારણા સજ્જ્ડ વાસી દીધા…મારા પગ ધ્રુજતા હતા…હું આખી જ ધ્રુજતી હતી..ઠંડીથી નહી….ડર થી..!હું આખી રાત કલ્પનાઓ કરતી રહી કે હું ભીડ વાળા રસ્તા પર ચાલતી જઇ રહી છું અને એક હાથ આવીને મારી ભીની થયેલી સાડી ખેંચી નાખે છે…હું નિર્વ્સ્ત્ર થઇ ગઇ છું અને મારું શરિર ઢાંકવાના નિરર્થક પ્રયાસ કર્યા કરું છું…બધીજ આંખો મારા તરફ તાકી રહી છે…હજી પણ ઝબકીને જાગી જવાય છે ક્યારેક,પણ હવે ધ્યાન રાખુ છું..વરસાદ વખતે ખાસ બહાર નથી નીકળતી…ડર લાગે છે મને….

કોની સાથે મને ગમશે એ તો હું જ નક્કી કરીશ ને ?!તન્મય સાથે હવે નથી ગમતુ…. એની સાથે મારા અસ્તિત્વનો લોપ થતો જાય છે મને એમ લાગે છે…અને મને મારું અસ્તિત્વ અકબંધ રાખવું છે..કોઇની સાથે મરજીથી જવું અને પરાણે જવું પડે એ બંન્ને અલગ-અલગ વસ્તુ છે.
અને એક બીજી ઘટના મારી આંખ અને પાંપણ વચ્ચે આવી ગઇ.
એક યુવતી પૌલોમી..કોલેજના બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી…એની સાથે જ ભણતા અને એની જ ઉંમરના છ:-સાત છોકરાઓએ એની પર ગેંગરેપ કર્યો હતો..એ જ બાથરૂમમાં અને ત્યાં જ તરફડતી છોડીને ભાગી ગયા.આખી રાત ત્યાં જ કણસતી રહી…!

અપર્ણાની નનામિ ઉઠવામાં હતી…થોડીવારમાં એક સ્ત્રી રાખ થઇ જશે…કાળી ધુમ્રસેરોમાં એની જાત વેરાઇ જશે..એને ઉપરથી ઓઢાવવામાં આવેલી સાડીઓ સ્મશાનના રખેવાળની સ્ત્રી લઇ લેશે..એને મરેલી સ્ત્રીની સાડી પહેરવામાં કોઇ સંકોચ નહી થાય…એનું ઘર કોઇ મરે અને સીધુ-સામાન આવે ત્યારેજ ચાલે છે..એને મડદાઓથી ડર નથી લાગતો..એ અને એનો વર રાહ જોતા હશે કોઇના મરવાની ?ઘરમાં અનાજ-કોરા  કપડા અને પૈસા આવે તો કોને ન ગમે?

હું….,અપર્ણા અને પૌલોમી….ત્રણેયની તકલીફમાં કોઇ સામ્ય નથી….હું સરખામણી કરતી પણ નથી બસ એક સાથે અચાનક જ આટલા બધા વિચારોનું યુધ્ધ છેડાઇ ગયું હતું…

હું વિચારો સંકેલવાનો પ્રયત્ન કરું છું પણ એક વિચાર અનાયાસે એક બીજી જ વાત સાથે સંકળાઇ જાય છે…હું મનને રોકી શકતી નથી…તન્મય ઘરે આવી ગયો હશે…મારે જવું જોઇયે…
અને હું ધીરે થી ટોળા વચ્ચેથી જગ્યા કરતી અને મારા પગલા ગણતી ઘરના રસ્તે જઉં છું..

હંમેશની જેમ જ…એક કવિતા ગણગણતી……,

“એક સ્ત્રી-
જે ઘરે થી બહાર નીકળતી વખતે અરિસામાં હજાર વખત ચહેરો જુએ..!
વાળ ઓળ્યા કરે વારે ઘડીએ

અરિસામાં ઉપરથી નીચે સુધી આગળ-પાછળ વળી-વળીને
ધ્યાનથી જુએ કે કંઇ હાંસીપાત્ર-ખરાબ તો નથી લાગતુ ને ?
સાડીનો પાલવ કે દુપટ્ટો થોડી-થોડી વારે સરખો કર્યા કરે!

‘બ્રા’ ની પટ્ટી ચેક કરે કે ક્યાંક એ ડોકીયું તો નથી કરતી ને?
રખે ને એ કોઇ બીજા પુરૂષને જોઇ લે

કે કોઇ પુરૂષ એને જ જોઇ લે !

આટલુ બધુ કર્યા પછી પણ

ભીડ ભરેલા રસ્તા પર એ સંકોચાઇને ચાલે
કે શાક-માર્કેટમાં કે પછી રેલ્વેસ્ટેશન પર એના ઢંકાયેલા અંગો પર કોઇનો હાથ ના અડી જાય…
રખે ને એ અભડાઇ જાય!
અને ભુલેચુકેય કોઇનો અણગમતો સ્પર્શ થઇ જાય ‘ક્યાંક’ તો…
ગુસ્સાથી આંખો કાઢતી વિચારે કે જો હમણા
એને ત્રીજુ નેત્ર હોત તો ક્યારનોય પેલાને ભસ્મ કરી દેત….!
પછી ભલેને ઘરમાં એનો ‘Official-Permitted’ પતિ દરરોજ રાત્રે એની મરજી વિરુધ્ધ એને અભડાવતો હોય..

અને એની જાત ચુંથતો હોય !!”

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (12) ભૂરું ચાઠું

Posted on ફેબ્રુવારી 4, 2017 by Pragnaji

સ્નેહા પટેલ

રોશનીબેન, શહેરના જાણીતા સાયકોલોજીસ્ટ હતાં પણ એમના ઘરમાંએમની વાતો પર કોઇ ખાસ ધ્યાન અપાતું નહીં. આમ બહુ પ્રખ્યાત પણઆમ ઘરની મુર્ગી! એમને સંતાનમાં માત્ર એક પુત્રી હતી, નામ લજામણી.                              લજામણી, રંગે થોડીક શામળી પણ નાજુક નમણી,પાતળી પરમાર. વળી શ્યામરંગ હોવા છતાં એની ચામડીમાં કુમળા પાન જેવી જ અજબ કુમાશ હતી. શારીરિક સ્વસ્થતાની  ચાડી ખાતી રતુમડી, લીસી ચમકતી ત્વચા. જેમ લજામણીના નાનકડા ગુલાબી ફૂલો એને સુંદર બનાવે છે એમ  ભરજુવાનીનો ગુલાબી નશો એને વધુ સુંદર,મદમસ્ત બનાવતો હતો. એને જોઈને ‘શ્યામ રંગ સમીપે ના જવું’ ઊક્તિ યાદ આવી જાય.

ખાટલે ખોટ મોટી એક જ વાતની હતી કે એ માનુનીમાં “નામ પ્રમાણે ગુણ” નહોતા. એ જુવાનીબેકાબૂ,રૂપાભિમાનના મદમાં થોડી છાકટી હતી.
રોશનીબેનને આ નકેલ વગરની જોશીલી જુવાનીની ચિંતા હંમેશા સતાવતી રહેતી હતી. વળી એમના પતિકમલભાઈ પણ લજામણીનો જ સાથ આપતાં, પુત્રીપ્રેમમાં અંધ થઈને રોશનીબેનની વાત ગણકારતાં જનહીં. એક જુવાન છોકરીની મા હોવું એ એક અભિશાપ લાગવા માંડેલો. લજામણી  એમના કહ્યામાં નહતી. લજામણીને રોશનીબેન જૂના જમાનાના, કચકચીયા લાગતા. એ વિચારતી,
“એ તો બોલ્યા કરે. એમને શું ખબર કે જમાનો ક્યાં જઈ રહ્યો છે? બે ચાર બૉયફ્રેન્ડ ના  બદલ્યા તો સાલી જિંદગી શું જીવ્યા? જુવાની છે, રૂપ છે અને લગ્નની બોરિંગ જવાબદારી નથી ત્યાં સુધી લહેર કરી લો, કાલ કોણે જોઇ છે? એમને શું સમજ પડે આ મસ્તી? કદાચ એમને પોતાના સમયમાં આટલી સ્વતંત્રતા નહીં મળી હોય, એટલે અમારા માટે થોડોક  ઈર્ષ્યા ભાવ પણ થતો હશે. હું પૂરતી સમજદાર છું. આજના નેટના જમાનામાં મને બધું ય સમજ પડે છે. હવે એમને કેટકેટલું સમજાવું?’

જોકે એને એના પપ્પાં પૂરાં લાડપાડ લડાવતાં અને કાયમ એનો પક્ષ લેતાં.પપ્પા બહુ વ્હાલાં હતાં.

લજામણીના મિત્રોનું લિસ્ટ વધતું ચાલતું..ફોન કોલ્સ..મેસેજીસ… એમાં નેટનું વ્યસન, નેટીયા સંબંધોના ડીપ્રેશન,વળી એ ડિપ્રેશનનો ઇલાજ પણ નેટ મારફત જ શોધવાની રોજ રોજની મથામણો. લજામણી અંત વગરના માનસિક તકલીફોના જાળામાં ફસાતી જ રહેતી.

મા થી દીકરીની આ હાલત ના જોવાય,પણ શું કરે?   શિખામણ આપે એ તો બધુંય એના માટે કોડીના ભાવનું જ ! એમના માર્ગ-દર્શન કરતાં તો ચેટીંગમાં બિન-અનુભવી અને નેટીયા મિત્રો એમની કાચી પાકી સમજ મુજબ જે રસ્તા સુઝાડે એ સાચા અને વિશ્વાસુ!
રોશનીબેન  વિચારતા, ‘આજના જમાનામાં છોકરીના મા બાપ હોવું એના કરતા વાંઝિયા રહેવું સારું.આમ ને આમ  તો એની જુવાનીની મસ્તીમાં આ છોકરી મારો  જીવ લઈ લેશે. ફેશનપરડના આ જમાનામાં આધુનિકતાના નામે અનેકો રાસલીલાઓ રચાય છે. વળી અમુક જુવાનિયાઓ તો પોતાની અય્યાશીની સહુલિયત માટે ‘લીવ-ઈન-રીલેશનશીપ’ જેવા નવા નવા નામો પણ શોધી આવે છે. કોઇ જ કચકચ નહીં. કોઇ જ  જવાબદારી નહીં. મન ફાવે તેમ પોતાને ગમતા પાત્ર સાથે એક જ છત નીચે પતિ પત્નીની માફક રહેવાનું. ના ફાવે તો, ‘તું તારે રસ્તે, હું મારે રસ્તેવાળી’ કરી,  શાંતિથી છૂટા પડી જવાનું. એક નવી વ્યવસ્થા શોધી લેવાની. કેટલું સરળ બધું જ! એ જોઇને લજામણી જેવો સમાજનો નાદાન અને નિર્દોષ વર્ગ દિશાવિહીન થઈને ખોટામાર્ગે ભટકતો થઈ જાય છે, આ બધા માટે કોને દોષ દેવો અને કેવી રીતે બધું અટકાવવું ?’

વળી આ બાબતે સગા-વ્હાલાં જોડે પણ વાતચીત કરીને કોઇ રસ્તો શોધી શકાય એમ નહોતું – સામાજીક બદનામીનો ડર! સમસ્યાના સમાધાનના બદલે ‘તમારા સંસ્કારો જ ખોટા’ જેવા સ્વસ્તિ વચનો બૂમરેંગની માફક પાછા પડઘાવાની પૂરેપૂરી શક્યતાઓ! ચૂપચાપ રહી જે થાય એ જોયા કરો..જેવી હરી ઇચ્છા!

દિવસે ને દિવસે વધુ ને વધુ ટૂંકા થતા બ્રાન્ડેડ વસ્ત્રો, લેટેસ્ટ હેરસ્ટાઇલ,રોજ બરોજના જીવનમાં શૃંગારીક સાધનોનો છૂટથી થતો ઉપયોગ અને કુદરતે આપેલ બેફામ રૂપરાશી – લજામણી  કોઇની પણ રાતોની ઊંઘ ઉડાડી શકે એટલી હદે સુંદર દેખાતી હતી ઉપરથી એની મુકત વિચારસરણી !

એનો એક ખાસ મિત્ર હતો, પરમ. પૈસાદાર મા બાપનો એકનો એક સ્માર્ટ -હેન્ડસમ છોકરો.

આટલા બધા મિત્રોમાં લજામણીને એ કંઈક વધારે જ ખાસ  લાગવા માંડેલો. એને જોઇને  પહેલી વાર ‘સાચો પ્રેમ’ એટલે શું જેવી લાગણીની અનુભૂતિ થવા માંડેલી. કૉલેજની બધી છોકરીઓ એની બાઇક ચલાવવાની, હેર-સ્ટાઇલ, એની વાતો કરવાની સ્ટાઇલ – બધી સ્ટાઇલ પર ‘ફિદા ફિદા‘ હતી.  પણ એ ‘સ્ટાઇલ એમ્બેસેડરે’ આટલી બધી છોકરીઓમાં લજામણીને ખાસ સ્થાન આપેલું.

આજે કોલેજની પિકનીક હતી. પરમ પણ આવવાનો હતો. લજામણી એની સાથે આખો દિવસ ગાળવા મળશે એ વિચારથી જ માત્ર પાગલ પાગલ થઈ જતી હતી. લિવાઇસનું ટાઇટ ફીંટીંગનું બ્લુ જિન્સ, ઉપર ચપો ચપ ‘લાઇમ યલો‘ સ્પગેટીનું ટોપ, ટોપમાંથી ડોકાતા એના ખભા સુધીના નાજુક નમણાં હાથ, હાથમાં ટોપને મેચિંગ થતા ત્રણેક બ્રાસના કડા અને બીજા હાથમાં ‘ફાસ્ટ ટ્રેક‘નું સ્ટાઈલિશ ઘડિયાળ, કાનમાં નાનકડી નાજુક ઇયરિંગ, ખુલ્લા ખભા પર ગર્વીલા થઈને ઝૂલતા  લેટેસ્ટ સ્ટાઇલથી  કટિંગ કરાવેલા કાળા કાળા સિલ્કી વાળ.. આજે લજામણી કોઇનું પણ દિલ એક ધડકન ચૂકી જાય એટલી રુપાળી લાગતી હતી! એક નજર અરીસામાં પોતાના પ્રતિબીંબ પર નાખીને મનમાં ને મનમાં હરખાઈ એ રૂપ-ગર્વિતા અને પર્સ ઊલાળતી પોતાની  ગાડી લઇને પરમના ઘરે જવા નીકળી.

પરમનું કુંટુંબ એક અત્યાધુનિક વિચારસરણી ધરાવતું ધનાઢય કુટુંબ હતું. એના ‘મમ’ પોતાના સખીવૃંદ સાથે  ક્લબમાં ગયેલા અને ‘ડેડ’ એમના બિઝનેસાર્થે યુ.કે. – ફોરેન ટ્રિપમાં.

પરમ ઘરમાં એકલો હતો અને એ વાત જાણતી લજામણી સીધી પરમના બેડરુમમાં જ પહોંચી ગઈ. પરમ તૈયાર જ થઈ રહ્યો હતો.  પલંગ પર બેસીને એના ‘રીબોક‘ના સ્પોર્ટસ શૂઝની લેસ  બાંધી રહ્યો હતો ને લજામણી એના ઘરમાં પ્રવેશી. દિગ્મૂઢ થઈને પરમ લજામણીને જોઇ જ રહ્યો. આંખ પલકારો મારવાનું પણ ભૂલી ગઈ. પલંગ પરથી ઉભો થઈને  એ લજામણીની નજીક ગયો અને એના ખુલ્લા લીસા ખભા પર એનો હાથ મુક્યો પણ એ તો સાવ લસરી જ ગયો! લજામણીના રુંવાડા ઊભા થઈ ગયા. ત્વચા પર નાની નાની ફોડકીઓ જેવું કંઈક ઊપસી આવ્યું. દિલમાં સૂરીલું સંગીત વાગવા માડ્યું, આંખો બંધ થવા લાગી. આને ઇજન સમજી રહેલ પરમના હાથના સ્થાને એના હોઠ લજામણીના શરીર પર લસરવા માંડ્યા. એના લીસા લીસા ગાલ,.નાજુક ગુલાબી હોઠ,પતલી સુરાહીદાર ગરદન, ગરદનથી નીચે જતાં જતાં તો પરમ એનો જાત પરનો કાબૂ જ ખોઇ જ બેઠો.એના હાથ એક પછી એક કરીને લજામણીના કપડાં એના શરીરથી અળગા કરવા માંડ્યા. લજામણીની થોડી શર્મિલી રોકટોકના અવરોધોને ધરાર અવગણીને પરમનો હાથ એના શરીર પર સ્વચ્છંદપણે વિહરવા માંડ્યા. લજામણીનું દિલ જાણે કે હમણાં ઊછળીને બહાર આવી જશે એવું જ લાગ્યું. એ આધુનિકાના ઘણા પુરુષ મિત્રો હતાં પણ આટલી નજીક એણે કોઇને ક્યારેય નહોતો  આવવા દીધો. પરમમાં કંઈક અનેરું મોહક તત્વ હતું જે એને અનહદ આકર્ષતું હતું, એ એને રોકી જ ના શકી.  વળી અંદરખાને  એક છૂપી બીક પણ હતી કે, જો એ ના પાડશે તો કદાચ પરમ એને જૂનવાણી માનસની માનીને  છોડી દેશે અને એ કાયમ માટે પરમને ગુમાવી બેસશે. પરમ વિના જીવન અશક્ય અને રંગવિહીન લાગતું હતું.

મદમસ્ત બેય કાંઠે વહેતા નીર જેવી જુવાની… લજામણી પણ એ વહેણમાં તણાઇ ગઈ, લતાની માફક પરમને વળગી પડી..

“બસ કર પરમ હવે.’

”અરે, એમ તો કંઈ થોડી બસ થાય. માંડ માંડ તો હાથમાં આવી છે, કેટલી રાહ જોવડાવી છે, કેટલો તરસાવ્યો છે તેં મને..’

પરમના હોઠ પૂરી મજબૂતાઈથી લજામણીના ગળા પર ચોંટી ગયાં અને એના ગળા પર એક ભૂરું ચાઠું ઉપસી આવ્યું.

“આહ્…સાવ જંગલી જેવો છે તું.’

“અરે… એને જંગલીપણુ નહીં પણ પ્રેમ કહેવાય ડાર્લિંગ.’

હા..ના….ના…હા.. અને છેલ્લે સ્વીકૃતિ…

બેય પ્રેમીઓ પ્રેમસાગરમાં ગોતા લગાવવા માંડ્યા..

પિકનીક ભૂલીને બેય જણે આખો દિવસ પરમના રૂમમાં જ પ્રેમાસવનો નશો કર્યા કર્યો.

આ બનાવના થોડા સમય પછી લજામણીને પરમના વર્તનમાં ખાસો બદલાવ લાગવા માંડેલો. એને આખો દિવસ મેસેજીસ કરી કરીને હેરાન કરી મૂકતો, દિવસમાં ૨૦-૨૫ વાર ’આઈ લવ યુ’ કહેવા માટે નફ઼્ફ઼્ટાઈથી ફ઼ોન કરતો પરમ હવે એનો ફ઼ોન ઉપાડવાની પણ તસ્દી નહતો લેતો. આજ-કાલ એ ક્યાં છે, શું કરે છે કંઇ જ સમાચાર એને નહતા મળતા.

‘આજકાલ પરમનું વર્તન કેમ બદલાઈ ગયું છે?’  લજામણી કોલેજની કેન્ટીન તરફ આગળ વધતાં વધતાં આમ વિચારતી જ હતી અને પરમ એની નજરે  ચડ્યો. પરમ સીમા સાથે કૉલેજ કેમ્પસમાં થોડો વધુ જ આત્મીયભાવ બતાવી રહ્યો હતો. બિનજરુરી રીતે સીમાને અડી અડીને વાત કરતો હતો. ‘પઝેસીવ’ લજામણીથી પરમ કોઇ પણ બીજી છોકરી સાથે આમ હસી હસીને વાત કરે એ રતીભર સહન ન થયું, એ જગ્યા એની જ હતી, ફક્ત એની. એણે પ્રેમમાં પોતાની આખે આખી જાત પરમને સમર્પી દીધેલી, કદાચ એથી માલિકીભાવ વધારે મજબૂત થઈ ગયેલો!

‘પરમ, એક મિનિટ આમ બાજુમાં આવને પ્લીઝ, મારે થોડું અંગત કામ છે.’

‘અરે, સીમાથી વળી શું છુપાવવાનું?  જે હોય તે એની સામે જ કહે.’

‘સીમાની સામે તો કેમની કહેવાય ? તું સમજને..’

‘કેમ, એમાં શું વાંધો છે તને?  હું નહીં આવું, જે હોય એ અહીં જ કહે, નહીં તો તેલ પીવા જા!’

અને લજામણી પર જાણે હિમપ્રપાત થયો, સાવ ચેતનાશૂન્ય થઈ ગઈ.

‘આ..આ એનો પરમ બોલતો હતો! એ પરમ જે એને લગ્નના મીઠડાં વચનો આપતો હતો, એની આગળ પાછળ લટ્ટુ થઈને ગોળ ગોળ ફરતો હતો, એના પર ઓળઘોળ થઈ જતો હતો.’

”પરમ, તું આમ બીજી છોકરીઓ સાથે અડી અડીને વાતો કરે છે, જે રીતે વર્તન કરે છે એ મને સહન નથી થતું. કેમ? એ તો તું બરાબર જાણે જ છે, એમ છતાં તું કેમ આવું કરે છે? તને ખબર છે ને કે હું તને કેટલો ચાહું છું.’

‘હા હા હા..’ . પરમ એકદમ અટ્ટહાસ્ય કરી ઊઠયો.

‘પ્રેમ અને તું? અરે, પાગલ છે કે શું? તારા તો કેટકેટલાં બોય-ફ્રેન્ડસ છે. તારી સાથે મોજ મસ્તી જરૂર થાય એની ના નહીં, બહુ કમાલની છોકરી છે તું, પણ ચારિત્ર્યહીન. તારી સાથે લગ્ન કે પ્રેમ થઈ શકે એવું કોઇ વિચારી પણ કેમ શકે! મારી પહેલાં કેટલાંય છોકરાઓ સાથે તું આવી રાસલીલા….સમજને હવે, આમ જાહેરમાં શીદને …’

‘પરમ પ્લીઝ, સમજવાનો પ્રયત્ન તો કર. તું તો મને  ખૂબ સારી રીતે જાણે છે કે મારી આટલી નજીક તારા સિવાય કોઇ જ નથી આવી શક્યું.’

અને પરમ એની સામે આવીને, આંખોમાં આંખ નાખીને ઊભો રહ્યો.

‘ડીયર, જે છોકરી લગ્ન પહેલાં જ બધી છૂટ – છાટ વિના સંકોચે લેવા દેતી હોય એની પવિત્રતા પર કેટલો ભરોસો કરી શકાય? તું ઇચ્છે તો હજુ પણ આપણે એ સંબંધો યથાવત્ રાખી શકીએ છીએ, તું બહુ જ અદભુત છું. તારો નશો હજુ મારા મગજમાંથી ઉતર્યો નથી,પણ લગ્ન અને એ પણ તારી સાથે.. એ વાત સહેજ પણ શક્ય નથી, ભૂલી જા.’

લજામણીના માથે આભ તૂટી પડ્યું. જાત આખી ઢગલો થઈને ત્યાંજ બાજુમાં પડેલ પરમની બાઈકની સીટ વેરાઇ ગઈ.  થાકેલી, હારેલી લજામણી ગમે તેમ તાકાત એકઠી કરીને  એક્ટીવા ચાલુ કરીને ઘર  તરફ઼ વળી. રસ્તો તોરોજની આદત હતી એટલે નિર્વિઘ્ને કપાતો જતો હતો. એકાદ બે જગ્યાએ અથડાતાં  બચી ગઈ હતી,  પણઆ બધું  એનો દુ:ખનો નશો ના તોડી શક્યો. આખરે યેન કેન પ્રકારેણ ઘરે પહોંચી.

ઘરે પહોંચીને એ સીધી પોતાના રૂમમાં  દોડી. એને કોઈ સાથે વાત કરવાનું મન જ નહોતું થતું. જઈનેરૂમના વિશાળ ફ઼્રેંચ વિન્ડોના પડદા ખોલીને બારીઓ ખોલી કાઢી,  ખભેથી રિબોકની બેગ ઉતારીને પલંગપર ફ઼ંગોળી અને સાગના કાળા લાકડામાં અદભુત કોતરણીની ફ્રેમ ધરાવતા મનપસંદ મિરર સામે જઈનેઊભી રહી. રોજ પોતાના રૂપનો અઢળક ખજાનો જોઈને પોરસાતી લજામણીને આજે ત્યાં એક હારેલી, લૂંટાયેલી લજામણી દેખાઈ. આંખોમાં ચિંતાના કાળા કાળા વાદળ, સૂકાં સૂકાં હોઠ, અને ગળા પર આ ભૂરુંભૂરું શું હતું ? ઓહ..આ તો પરમ સાથે વિતાવેલ પળોની ભૂરી ભૂરી નિશાની , ભૂરું ચાઠું ! ધરતીના પેટાળમાંખદબદતા લાવાની જેમ જ પરમ સાથેની પળો એના મનો –પ્રદેશમાં ધરતીકંપ જેવી હલચલ મચાવીગયું. એણે જોર જોરથી એ ચાઠાં પર હાથ ઘસવા માંડ્યો, એનું નામો–નિશાન મીટાવી દેવું હતું પણ એ ડાઘ એને સહેજ પણ મચક નહતો આપતો,  એની આજુબાજુની  ત્વચા લાલચોળ થઈ ગઈ.લજામણીએ આજ સુધી મનફાવે એમ  વર્ત્યા કર્યું હતું,  મા બાપની એક પણ વાત માની નહતી અને આજે એનું  માઠું પરિણામ એની સામે કડવી વાસ્તવિકતા બનીને  વિકરાળ  મોઢું ફાડીને ઊભું હતું. રહી રહીને એના મગજમાં પરમે એને ‘યુઝ’ કરી હતી એ વાત ખીલાની જેમ ઠોકાતી રહેતી હતી, ઠોકા ઠોકની અવિરત પ્રક્રિયાથી વેગપૂર્વક તનબદનમાં ગરમાગરમ રુધિર વહેતું અનુભવી રહી હતી, મગજની નસો ફાડીને જાણે કે એ રક્ત-પ્રવાહ હમણાં બહાર આવી જશે!

અચાનક જ એ ઊઠી,બાથરૂમમાં ગઈ અને શાવર ચાલુ કરી કપડાં સમેત જ એની નીચે ઊભી રહી ગઈ. નજર સામે સ્ટીલની રૅકમાં પડેલ ડેટોલની બોટલ પર પડી.

નાની હતી ત્યારે એની મમ્મી કહેતી,

‘ બેટા હાથ ગંદા થાય ને તો ડેટોલથી ધોઈ કાઢવાના, ડેટોલ ઍન્ટિસેપ્ટિક છે. એ બધા કીટાણુંઓ જડમૂળથી સાફ કરી નાખે અને આપણે કિટાણુમુક્ત થઈ જઈએ.’

લજામણીએ ઝનૂનપૂર્વક ડેટોલની આખી બોટલ હાથમાં ઊંધી કરી દીધી, તન પરના કપડાં ખેંચીને ફાડી કાઢ્યા અને આખા શરીરે ડેટોલ ઘસવા માંડી.. પણ આ શું?  કિટાણું દૂર થવાને બદલે તન પર ‘પરમ‘  નામના સ્પર્શના ફોડલાં ઊપસી આવ્યાં, એસિડની જેમ ચચરવા લાગ્યું અને એ ચિત્કારી ઊઠી..

એની રોકકળ સાંભળીને રોશનીબેન લજામણીના રુમમાં હાંફળા-ફાંફળા થતાં દોડ્યા લજામણીના રૂમમાં.

‘શું થયું લજ્જા બેટા, તું ઠીક તો છે ને?’

ત્યાં અંદરથી બૂમ સંભળા,

”ઓ માડી રે, હું હવે ક્યાં જાઉં? આ આત્મા સુધી ઘર કરી ગયેલ મેલને કયા ડેટોલથી સાફ કરું, આ ગંદકીના કિટાણુંઓ કેમની દૂર કરું એ સમજાવ મને..’રોશનીબેન બધી ય વાતનો તાગ  એક પળમાં પામી ગયાં અને આઘાતના મૂઢ મારમાં બહાર નિરુપાય ઊભા રહીને એ ચિત્કાર સાંભળ્યા સિવાય કંઈ જ ના કરી શક્યા! દુનિયાભરના લોકોની  સમસ્યાનોચપટીકમાં રસ્તો શોધી કાઢનારા  રોશનીબેન પાસે પોતાના સંતાનની સમસ્યાનો કોઇ ઇલાજનહતો. આ મેલ કાઢવાનો ઉપાય તો એમની  પાસે પણ નહતો.

 

સ્નેહા પટેલ.

3૦-૦૨-૨૦૧૭

 

 

 

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (13)અબુધ બાળકીની પ્રેરણા

Posted on ફેબ્રુવારી 4, 2017 by Pragnaji

ઇન્દુબેન શાહ

શિયાળાની ધુંધળી સવારનો પ્રકાશ ગોરંભાએલ વાદળૉ ની વચ્ચેથી ધીરે ધીરે સુંવાળા સોનેરી કિરણૉ બેડરૂમની બારીના વેન્ટીલેશન  વિંધી આંખના પોપચા પંપાળી રહ્યો છે, ઉષાએ આળસ મરડી, અરે આજે મેં એલાર્મનું સુઝ બટન ત્રણ વખત દબાવી દીધું સાડા સાત થવા આવ્યા! ઊભી થઈ નિત્યક્રમ આટૉપી રસોડામાં પહોંચી, ચા બનાવી પતિ રવિને ઊઠાડ્યા, રવિએ ઘડીયાળ તરફ  જોયું “અરે ઉષા આપણે નક્કી કરેલ વેકેશનમાં પણ રોજના સમયે જ ઊઠવાનું ચાલવા જવાનું,” “સાચી વાત શિયાળામાં વહેલી સવારે જ સરસ ઉંઘ આવે છે આજે એલાર્મને ત્રણ વખત બોલતું બંધ કરી દીધુ, આજે તો રવિ તારા કોમળ કિરણૉએ મારી પાપણ પંપાળી મને જગાડી”,” તો ઉષા રાણી હવે વહેલા વહેલા બેડરૂમમાં પ્રવેશ કરજો”,”ઉષા તો રવિના પગલે પગલે રવિ રાજા મોડા પડે તો ઉષા પણ મોડી જ પડે ને!રવિ રાજા થોડા વહેલા તમારા સપ્ત ઘોડાની સવારી સાથે સોનેરી કિરણો ફેલાવી ઉષાને જગાડજો, ચાલ હવે વધારે મોડું ન કર જોગિંગ સુટ પહેર ચા ઠંડી થાય છે,”  બન્ને એ ચા પીધી સ્નીકર્સ પહેર્યા દરવાજો ખોલ્યોકે  એક ચાર વર્ષની બાળકી બારણે ઉભેલ ઉષાને આશ્ચર્ય  થયું ક્રિસમસના ચાર દિવસ પહેલા મારા બારણે એન્જલ!.. ..રવિ ઉષાની પાછળ  જ હતો તેના પણ નેત્રો પહોળા…બન્ને જાણે નાનકડી સુંદર પરીને ઓળખવા પ્રયત્ન કરી રહ્યા ..ત્યાં તો બાળકી બોલી “ટેઈક મિ ઇન આઇ વોન્ટ ટુ સ્ટે હિયર” ઉષાએ બાળકીનો હાથ પકડ્યો પ્રેમથી પુછ્યું સ્વીટી વ્હેર ઇઝ યોર હોમ? શૉ મી આઇ વિલ ટેઈક યુ હોમ,બાળકીએ તો જીદ કરી નો આઇ ડોન્ટ વોન્ટ ટુ ગો હોમ માય મોમ ડસ નોટ વોન્ટ મી,આઇ વોન્ટ ટુ સ્ટે ઇન ધિસ હોમ ટેઈક મી ઇન માય મોમ ટોલ્ડ મી ડૉન્ટ કમ બેક”.

નાનકડી પરી જેવી  સુંદર તૈયાર, સ્વચ્છ સુંદર ગુલાબી રંગનું ફ્રોક પહેરેલ  ખભા પર નાનકડું બાર્બી ડોલની ડિઝાઇનનું બેક પેક ટિંગાડેલ પગમાં સુંદર મોજા સાથે બુટ. જે મા એ આટલી ચીવટથી દીકરીને તૈયાર કરી છે, તેની મા આવું બોલે!! ના કદાચ દીકરીએ કોઇ કારણ સર જીદ કરી હોય અને મા તેણીને વઢી હોય અને ગુસ્સામાં બોલી હોય “ગો યુ આર નોટ માય ડોટર, અને બાળક પણ ગુસ્સામાં બોલે યુ આર નોટ માય મોમ, આવા સંવાદો આ ૨૧મી સદીના મા બાપ અને સંતાનો વચ્ચે આવાર નવાર સાંભળાતા હોયએ છીએ. ઉષાનું મન વિ્ચારના ચકડૉળમાં ઘૂમવા લાગ્યું . રવિની ચકોર નજર બેકપેક પર લગાવેલ લેબલ પર ગઈ, નામ અને એડ્રેસ .લયલા અસરાની ૨૦૧૯, ઓક ગાર્ડન કોર્ટ, સુગર લેન્ડ ટેક્ષાસ ૭૭૪૭૮. વાંચી રવિ બોલ્યો “ઉષા આ દીકરી આપણી સ્ટ્રીટમાં જ રહે છે બે હઝાર ઓગણીસ નંબરના ઘરમાં ચાલો તેને મુકી પછી ફરવા જઇએ, અને બન્ને પતી-પત્નિ દીકરીના હાથ પકડી તેણીના ઘર તરફ ચાલવા લાગ્યા લયલા પરાણૅ તેમની સાથે ચાલે બોલ્યા કરે મારે આ ઘેર નથી જવું મારી માને હું નથી જોઇતી, ઉષા બોલે બેટા તારી મમ્મી તને ખૂબ પ્યાર કરે છે તે તને બોલાવે છે, ચાલો જઇએ.”

આ દૃષ્ય સામેના ઘરમાં રહેતા માયકલે જોયું તે કુતુહલવશ બહાર આવ્યો. “હાય  રવિ,હાય ઉષા આઈ નો ધિસ ગર્લ એન્ડ હર ડેડ ડેન,” રવિઃ હાય માયકલ ગો હેડ નોક ધ ડોર” માયકલે ૨૦૧૯ નંબરની ડોર બેલ વગાડી કોઇ બહાર આવ્યું નહી માયકલે ફરી વાર ડૉર બેલની સ્વીચ દબાવી, રિસ્પોન્સ નહી મળતા સેલ ફોન પરથી સોસિયલ સર્વિસને ફોન જોડ્યો માઇક વાત શરૂ કરે ત્યાં દરવાજો ખૂલ્યો બાથ રોબ પહેરેલ એક બહેન બારણે આવી ” લયલા આઇ ટોલ્ડ યુ ડૉન્ટ લીવ ધ હાઉસ”, દીકરીને પકડી અંદર લઈ ગઈ, અમને ઔપચારિક થેન્ક્સ બોલી બારણું બંધ કર્યું. ઉષા મનમાં આ તે કેવી મા! આવડી નાની દીકરીએ જાણે કેવડી મોટી ભૂલ કરી હોય તેમ વઢે છે, કોઇ વ્હાલ નહી, ભગવાન તે આ માનું વર્તન જોયું? તને નથી લાગતુ કે તે ભૂલ કરી છે, આવી પરી જેવી સુંદર બાળકી ને આવી કૃર માતા આપી!! મારા જેવી મા થવા સાત વર્ષથી ઝંખે છે તેની સામે જોવાની તને ફુરસદ નથી ! ખેર જેવા મારા નસીબ…. આ જગ્યાએ દેશી મા હોય તો અમારા ત્રણેયનો કેટલો ઉપકાર માનત, અમને અંદર ચા પીવાનું આમંત્રણ પણ આપત… હશે આ દેશનું કલ્ચર..

માઇકલે મારા ઉદાસ મુખ પરના આશ્ચર્ય ભાવ જોયા, બોલ્યો પુવર ડેન, ઉષાનું કુતુહલ વધ્યું  મનમાં વિચારોના વંટોળ શરુ થયા લયલાની માતા કોઈ માનસિક રોગથી પીડાતી હશે તો જ આવી વર્તણુક કરેને? માયકલ પાસેથી વાત જાણવા મળી ડેન લયલાનો પિતા ખૂબ હાર્ડ વર્ક કરે છે, બે જોબ કરે છે લયલાની માની માનસીક સ્થિતીના કારણે કોઇ જોબ કરતી નથી, તેને લયલાથી એક વર્ષ મોટો દીકરો છે, બન્ને ભાઇ- બેન હચીસન એલિમેન્ટરી સ્કુલમાં ભણે છે. માયકલ તો માહિતી આપી મેરિ ક્રિસમસ હેપી હોલિડે વીશ કરી તેના ઘેર ગયો ઉષા –રવિ એ પણ વિશ કર્યું. બન્ને ચાલવાની પગ દંડી પર આગળ વધ્યા, પાર્ક પર પહોંચ્યા ટ્રેલ પર ચાલવાનું શરું કર્યું. રોજ ચાલતા ચાલતા જાત જાતની વાતો કરતી ઉષા આજે સાવ શાંત. વિચારોમાં મગ્ન…ખુશનુમા વાતાવરણની તેના મન પર કોઈ જ અસર નહી. રવિનો રમુજી સ્વભાવ આ સહન કેમ કરી શકે? “અરે ઉષા આજે તો જો વાદળાઓની વચ્ચેથી રવિ કેવો ડૉકિયા કાઢી તને જોયા  કરે છે જેમ હું તને મારા બેડરૂમની બારીમાંથી તારા બેડરૂમમાં તારી ઝાંખી કરી લેતો, તું કેવી આંખો નચાવતી હોઠના ખૂણાથી મધુરું સ્મીત કરી શરમાય જતી અને આપણે કોલેજમાં મળીએ ત્યારે મીઠો ઠપકો આપતી રવિ તારે મને આવી રીતે હું વાંચતી હોવ ત્યારે ડીસ્ટર્બ નહી કરવાની, અરે હા, હવે તો ઉષા મોટી સાયકોલોજીસ્ટ , ડો.ઉષા જૉશી! ઉંડા વિચારમાં પાર્કમાં ચાલી રહ્યા છે, નાક પર આંગળી મુકી સિસિ……….ડીસ્ટર્બ  નહી કરવાના.” આ બધી રવિની રમુજની ઉષા પર કોઇ જ અસર નહી.

ઉષા તો બસ ચાલ્યા જ કરે છે કોઇ પ્ર્તિભાવ નહી.

ઘેર પહોંચ્યા, ઉષાએ નાહીને નાસ્તો બનાવ્યો ગરમ ઉપમા સાથે રમિલાબેને સાંજે બનાવી રાખેલ મેથીના થેપલા, કેશર બદામ પીસ્તા વાળુ  દુધ. રવિ નાહીને આવી ગયો. “વાહ ઉષા ઘણા વખતે ગરમ ઉપમા! બહુ મઝા આવશે.”

બન્ને પતિ પત્નિ કોલેજમાં પ્રોફેસર, રોજ સવારે ચાનો મગ ભરી બન્ને નીકળી જાય સાંજે ઘેર આવે, રમિલાબેન દરોજ સાંજે  આવે રસોઇ અને બીજું જે કંઇ ઘર કામ હોય તે કરીને  ઘેર જાય. ઉષા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, અને વિસિટીંગ પ્રોફેસર ઍટલે તેણીની જવાબદારી ઘણી વધારે. લગ્ન જીવનના ૧૦ વર્ષ પૂરા થયા ઘરમાં બાળા રાજાનું આગમન થયું નહી પહેલા પાચ વર્ષ કેરિયર પાછળ બાળકનો વિચાર નહી કર્યો. છેલ્લા પાચ વર્ષથી બાળકની  ખોટ જણાય. મેડીકલ રિપોર્ટ બન્નેના નોર્મલ. રવિની ખૂબ ઇચ્છા બાળક માટેની, તેનો રમતિયાળ- રમુજી સ્વભાવ, શેર કરવા, બાળકની સાથે હસવાની રમવાની કેવી મઝા આવે!! એકાદ વર્ષથી  ઇન્ડિયા અનાથ આશ્રમની વેબ સાઇટ જોવાનું શરું કર્યું છે, ઉષાની સાથે આ બાબત વાત કરી છૅ. બન્ને ઇન્ડિયા જવાનું વિચારી રહ્યા છે, ઉષાની જવાબદારી અને ઉંચી પદવીને કારણે ઇન્ડિયા જવાનું બેક બર્નર પર મુકાતું જાય છે.

ઉષાઃ હા આજે મારે તારી સાથે એક ખાસ વાતની ચર્ચા કરવી છે ,ઍટલે આ બ્રન્ચ બનાવ્યું જેથી લન્ચની જરૂર નહી નિરાંતે વાત અને વિચાર કરી શકીએ “, રવિ મનમાં ખુશ થયો વાહ આજે મારા ઉઘડી ગયા ઉષા ઇન્ડિયા જવાની વાત કરશે બોલ્યો “ગુડ આઇડીયા, શરુ કરો એક શું બે વાતની ચર્ચા કરો બંદા તૈયાર છે,”  રવિ મજાક નહી ખરેખર વિચાર કરી તારે અભિપ્રાય આપવાનો છે”.

ઉષાઃ”રવિ આજે સવારે આપણને જે અનુભવ થયો ત્યારથી મારું મન દુઃખી થઇ રહ્યું છે, ખૂબ વિચાર કરી તારી સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે, મને ખાત્રી છે તું પણ મારા વિચાર સાથે સહમત થશે જ.”

રવિઃ “ઉષા વાતમાં મોણ નાખ્યા વગર જલ્દી મુળ વિચાર દર્શાવ મારી જાણવાની જીજ્ઞાસા વધતી જાય છે,”

ઉષાઃ મારો વિચાર એક સંસ્થા શરુ કરવાનો છે, તેનું મુખ્ય કામ મિસ્ટર ડેનના જેવા ડીસ્ટર્બ  ફેમિલી ને હેલ્પ કરવાનું, મને ખબર છે તું ઇકોનોમિક્સનો પ્રોફેસર તારા મનમાં ઘણા સવાલો ઊભા થશે,

”અરે તું તો મારા મનને વાંચવા લાગી ..આ તારો વાંચનનો શોખ મન વાંચન કરવા લાગ્યો ..”

“રવિ સાયકોલોજિસ્ટનું મુખ્ય કામ જ મન વાંચવાનું, બંધ મુંજવણમાં વલોપાતા મનને ઓપન કરવાના.” રવિઃ”યસ પ્રોફેસર,સંસ્થાના નામ અને તેની પાછળ થનાર ખર્ચ અને પેપર વર્ક વિષે વિચાર્યું ?”

ઉષાઃ“હા નામ “ઇન્ડો અમેરિકન ફેમિલી હેલ્પ”  નોન પ્રોફિટ ઓરગેનાઝેસન તરીકે ટેક્ષાસ સ્ટેટમાં રજીસ્ટર કરવાનું.”

રવિને તો ઉષાની ખુશીમાં જ પોતાની ખુશી!! આજતો રમુજી વ્યક્તિની ખાસિયત હોય છે ને!!

રવિઃ “સરસ વિચાર, કરો કંકુના, આ બંદા તમારી સેવામાં હાજર રહેશે.”

જાન્યુઆરી નવમીના ક્રિસમસ વેકેસન પુરું થયું , ઉષાએ તેના સહ કર્મચારી સાયકોલોજીસ્ટ મિસ્ટર કાર્લ,અને  મિસ કેલી, ને વાત કરી બધા ઉષાના ઉમદા વિચાર સાથે સહમત થયા, અને તન, મન ધનથી ઉષાને હેલ્પ કરવાની બાહેધરી આપી. ઉષાને આથી વિષેશ શું જોઇએ? સંસ્થાનું બંધારણ નક્કી કરાયું.

પ્રમુખઃ મિસિસ ઉષા જોશી

ઉપ પ્રમુખઃ મિસિસ ડો. શોભા સતીશ.  ઉષાની હાય સ્કુલ ક્લાસ મેટ ઓસ્ટીન હોસ્પિટલમાં સાઈક્યાટ્રીસ્ટ છે.

સેક્રેટરી તથા ખજાનચી ની બેવડી જવાબદારી  મિસ કેલી એ સ્વીકારી.

એડવાયસરી બોર્ડ મેમ્બરઃ મિસ્ટર કાર્લ અને મિસ્ટર રવિ જોશી.

પેપર વર્ક તૈયાર કરી સ્ટેટ ઓફ ટેક્ષાસમાં મોકલાવ્યું રજીસ્ટર થઈ ગયું.

ફેબ્રુઆરીના બીજા શનિવારે ફંડ રેઝીંગ પ્રોગ્રામ નક્કી કર્યો. યુનિવર્સિટીના ઓડીટોરિયમમાં તેમની જ યુનિવર્સિટીના ડાન્સ અને મ્યુઝિક એકેડેમિના છોકરા –છોકરીઓએ સુંદર બે કલાકનો પ્રોગ્રામ રજુ કર્યો.  ખર્ચ કાઢતા લગભગ ૨૫૦૦૦ ડોલર ભેગા થયા. ઓડીયન્સમાં પ્લેજ ફોર્મ સરક્યુલેટ કર્યા તેમાં ૧૦,૦૦૦  ભેગા થવાની શક્યતા જણાય.

હોમ ઓનર્સ એસોસિયેસનની મંજુરી મેળવી સંસ્થાની ઑફિસ ભાડુ બચાવવા ઉષાના ઘરમાં જ એક રૂમમાં રાખવામાં આવી. પહેલા મહિનામાં પાચ ફેમિલી એનરોલ થયા. બે મેક્ષિકન ફેમિલી, એક એન્ગલો અમેરિકન એક પાકિસ્તાની અને એક ઇન્ડીયન.  બુધવારે સાંજે ૭થી ૯ અને શનિવારે સવારે ૯થી ૧૨ સંસ્થાએ ફેમિલી સાથે મિટીંગ રાખવાનું નક્કી કર્યુ. ગાર્સિયા મેક્ષિકન ફેમિલીથી શરૂઆત થઇ.બુધવારે સાંજે ૬ વાગે ઉષા આવી ગઈ રમીલાબેને ઑફિસ ખોલી સાફ સુફ કરી તૈયાર રાખેલ.સાત વાગે મિસ્ટર ગાર્સિયા તેમની પત્નિ મરિના ટિનેજર દીકરા હેક્ટરની સાથે દાખલ થયા. ઉષાએ પહેલા પેરન્ટસ સાથે વાતચીત કરી બન્ને પતિ પત્નિને અંગ્રેજી આવડતું  હતું. તેઓને બીજા ત્રણ બાળકો સૌથી મોટી દીકરી ૧૦માં ધોરણમાં ત્યાર બાદ આ દીકરો હેક્ટર ૧૬ વર્ષનો ૮માં ધોરણમાં બે નાના બાળકો એલિમેન્ટરી સ્કૂલમાં. હેક્ટર ૮માં ધોરણમાં આવ્યો ત્યારથી ડ્ર્ગ ગેન્ગ સાથે જોડાયો છે, એક વખત જુવેનાઇલ જેલમાં જઈ આવ્યો છે, બે વર્ષથી ૮ માં જ છે. મા બાપ બન્ને ચાર બાળકોને ભણાવવા માટે હાર્ડ લેબર જોબ કરે છે. ઉષાએ હેક્ટરને પુછ્યું તું ડ્રગનું કામ શા માટે કરેછે? હેક્ટરઃ “મને પૈસા કમાવા છે” “તને પૈસાની શું જરૂર?તને ખાવા પીવાનું કપડા પુષ્તક બધુ તારા પેરન્ટસ આપે છે, બરાબર “ “હા આપે છે પણ મને બ્રાન્ડ નેમ કપડા પહેરવા છે આવા ફ્લી માર્કેટના કપડા મને નથી ગમતા”, ઉષાએ તેને સમજાવ્યો અત્યારે તું નાની જેલમાં ગયો છે જો આવા કામ ચાલુ રાખશે અને પકડાશે તો મોટી જેલમાં જઈશ અને આવા કપડા પણ નહી મળે, ભણીશ અને સારી નોકરી કરીશ તો સારા કપડા પહેરી શકીશ.શનિવારે સવારે આવજે હું તને બ્રાન્ડ નેમ શર્ટ આપીશ, તારે ડ્રગ નહી વેચવાની પ્રોમિશ?”

“યસ મેમ પ્રોમિશ”

ઉષાએ હેક્ટરને શનિવારે પોલો શર્ટ આપ્યું. તેની બર્થ ડે ના દિવસે પણ બ્રાન્ડનેમ જીનનું પેન્ટ અને ટી શર્ટ આપ્યા.

હેક્ટરની માને સમજાવી આર્ટીફિસિયલ નેલમાં પૈસા નહીં નાખવાના તેને બદલે બાળકોને પ્રસંગે સારા કપડા અપાવવાના તેના પિતાને સમજાવ્યો બિયરમાં રોજના દસ ડોલર નહીં નાખવાના એક બિયર પિવાનો પૈસા બચાવી બાળકોને ભણાવવાના..દર મહિને ગાર્સિયા ફેમિલીને ફોલો  અપ માટે બોલાવે.

ઇન્ડિયન ફેમિલીમાં મા-બાપને હાઇસ્કૂલમાં ભણતી છોકરીને બોય ફ્રેન્ડ છે તેની સામે વાંધો અને તે કારણે ઘરમાં ક્લેશ!!! ઉષાએ તુશારભાઇ અને તરલિકાબેનને સમજાવ્યા બાળકોઆ દેશમાં જનમથી મોટા થયા તો થોડી ઘણી આ દેશના  કલ્ચરની અસર આપણા બાળકો પર થવાની જ. નાનપણથી ટી વીના શૉ જોતા હોય, મુવી જોતા હોય અને મિત્રો સાથે છુટથી હરતા ફરતા હોય, અને કોઇને પસંદ કરે તેમાં ખોટું શું? તુશારભાઇઃ બેન અમને કોઇ વાંધો નથી છોકરીએ જો યોગ્ય છોકરો પસંદ કર્યો હોત તો,આ તો આફ્રો કાળો અમેરિકન અમે કેમ અપનાવીએ? તુશારભાઇ રંગ સામે તમને વાંધો છે? મે તમારી દીકરીની સાથે વાત કરી છોકરો ખૂબ હોશિયાર છે એમ આઇ ટી એન્જિન્યિરીંગ પ્રોગ્રામમાં એડમિસન પણ મળી ગયેલ છે, તેની મા અમેરિકન છે તેનો પિતા આફ્રિકન છે,બન્ને પ્રોફેસનલ છે. તમારા, લવ મેરેજ છે તે જમાનામાં આંતરજ્ઞાતિય મેરેજ સામે તમારા માતા-પિતાએ વાંધો નહીં લીધેલ, આ જમાનો આંતર રાષ્ટ્રિય મેરેજનો છે, તો તમારે વાંધો નહીં લેવો જોઇએ, બદલાતા સમય અને સમાજની સાથે ચાલવું જ રહ્યું.બન્નેના ગળે વાત ઉતરતી હોય તેવું જણાયું.

અમેરિકન ડેનના ફેમિલી સાથે શનિવાર નક્કી થયો, ડો શોભા હાજર રહ્યા,ડો શોભાની તપાસમાં લયલાનું નિદાન  HAADD {હાયપર એકટીવ અટેનસન ડેફિસયન્સી ડિઝઓર્ડર}
નક્કી થયું. મિસિસ ડેનને બાય પોલર મેન્ટલ ડીઝીસ,જેમાં મુડ સ્વીંગ થયા કરે , કોઇ વખત લો મુડ ડીપ્રેસનમાં તો કોઇ વખત હાય મુડ બન્નેના સાચા નિદાન શૉભાએ અને ઉષાએ સાથે મળીને કર્યા બન્નેને પ્રિસક્રીપસન મેડીસન પર મુક્યા, દર બુધવારે ઉષાનું સેસન અને શનિવારે શોભાનું સેસન બન્ને મા દીકરી માટે નક્કી કરાયું. મિસિસ ડેનને ઘણો સુધારો થયો, લયલા મમ્મી ડેડી અને મોટાભાઇ કહે તેમ કરવા લાગી.

સંસ્થાના દશ વર્ષ થયા. વિવિધ કલ્ચરના અનેક કુટુંબોની  નાની મોટી સમસ્યાના ઉકેલ સેન્ટરના માર્ગ દર્શનથી થવા લાગ્યા.

સંસ્થાનો સ્વયંમ સેવક સ્ટાફ ચારમાંથી ૨૦નો થયો છે. ઉષા અને રવિના દિવસો આનંદથી પસાર થાય છે. લયલાની તો ઉષા ગોડ-મધર, ઉષા-રવિને પણ આ બાળકી પ્રત્યે પોતાની દીકરી જેવી લાગણી.દશાબ્ધી ઉજવી ત્યારે ઉષાએ લયલાને સ્ટેજ પર બોલાવી જણાવ્યું “This girl inspired me to start this “Indo American family help”.Thanks Layala….

 

 

 

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

Posted on ફેબ્રુવારી 7, 2017 by Pragnaji

વિજય શાહ

એક વિસ્મય જ સમજોને મોટાભાઇ પ્રકાશને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું, સામાન્ય રીતે આ કેન્સર તો સ્ત્રીઓને અને તે પણ ૩૫ કે ૪૦ વર્ષની વયે થાય…પ્રકાશભાઇને તો રોગ થવાની શક્યતા જ નહીંવત કારણ કે ખવા પીવામાં સંપૂર્ણ સંતુલીત જીવન..રોજ સવારે પંદર મીનીટ યોગ અને ધ્યાન ૩૦ મીનીટ, પાર્કમાં જોગીંગ અને બહારનું ખાવાનું નામ માત્ર નહીં. હજી પ્રિયાભાભી કોઇ છુટ છાટ લે પણ તે બંનેની છોકરી મીતાલી મેડીકલનાં પહેલા વર્ષમાં તેથી ઘરમાં બીન તંદુરસ્ત ખાવાનું આવે તો મમ્મીનું આવીજ બને..અને ખખડાવતા કહે બહારનું ખાવું હોય તો જરા તેમના રસોડામાં એ ખાવાનું બનતું હોય ત્યારે જરા જઇને આંટો મારી આવોને?  ખાવાના ઉપરાંત પેસ્ટી સાઈડ અને રસોઇઆનાં હાથની ગંદકી પણ જોવા મળશે.”

પ્રકાશભાઇને છાતીમાં ક્યારેક ક્યારેક દુખતુ હતુ પણ તે ક્યારેય સ્વિકારી નહોંતા શકતા કે તેમને છાતીનું કેન્સર હોઇ શકે.. હા તેનાં મોટાબેન મીરા બેનનાં મૃત્યુ સમયે ખબર પડી હતી કે તેમને છાતીનું કેન્સર છે અને તે ખુબ જ વીસ્તરી ગયુ હતું ત્યારથી તો પ્રકાશભાઇ માનતા કે બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓનો રોગ હોય છે.

તે દિવસે પ્રિયાભાભી બોલ્યા પ્રકાશ આ છાતીનાં વિસ્તાર ઉપર રતાશ કેમ દેખાય છે?.ત્યારે કશુંક તેને થયું છે તેવું તેને લાગ્યુ…મિતાલી ડોક્ટર એટલે પહેલું પપ્પાનું રાતું ચકામુ જોઇને ચિંતા કરી..ધીમે ધીમે છાતી ઉપર હાથ ફેરવતાં ડાબી બાજુ એક નાનો માંસનો બીન જરુરી લોચો દેખાયો. તેને દાબતા પુછ્યુ..”પપ્પા દુઃખે છે?”

“ નારે ના..પણ આ ચકામુ નહાંતી વખતે નજરે પડ્યા પછી થોડીક અણખત થાય છે.”

પપ્પા! અમને મેડીકલમાં એવું શીખવ્યું છે કે રોગ એટલે સામાન્ય કરતા કંઇક જુદુ થાય કે દેખાય એટલે સાવધાન થઈ જવાનું..આવી અણખત થતી હતી ત્યારે મને કહેવું તો હતું?  કાલે  તમે  મારી સાથે આવો છો..તમારી બૉડીનું કંપલીટ ચેકીંગ માટે…સવારે ચા પણ નથી પીવાની સમજ્યા? આમતો એમ ડી એંડર્સન હોસ્પીટલમાં એપોઈંટ્મેંટ જલ્દી ના મળે પણ પપ્પાને કેન્સરની વાત કહું તો મમ્મી હબકમાં અડધી મરી જાય.તેથી મારી સીનીયરને બતાવવા જઇએ છે કહીને પપ્પાને એકલાને જ લઈને ડાયગ્નોસીસ સેંટર પહોંચી ત્યારે વહેલી સવારનાં સાત વાગ્યા હતા. કંઈ કેટલાય પ્રકારનાં નિદાન કસોટીમાંથી નીકળ્યા પછી સાંજે ૪ વાગ્યે નિદાન આવી ગયુ હતુ. stage 2 ductal carcinoma in situ.

પ્રકાશનાં માનવામાં નહોંતુ આવતુ કે બ્રેસ્ટ કેન્સર પુરુષોમાં હોય…પણ મીતાલી કહેતી હતી “પપ્પા આ રોગ ૨૦૦૦માં એક માણસને દેખાય છે”

પ્રકાશ કહે “કેન્સર એટલે કેન્સલને?”

મીતાલી પોતે પણ આ ડાયાગ્નોસીસથી વ્યથીત તો હતીજ પણ તે જાણતી હતી_ કોઇક રીસર્ચ મેગેઝીનમાં તેણે વાંચ્યુ હતું કે આ રોગને નાથવા વિજ્ઞાન ઘણું જ આગળ છે ખાસ તો તેનાં આઘાતથી બેવડ વળી જતો માણસ આ રોગની રસી આવી જાય ત્યાં સુધી હસતો રહેવો જોઇએ કે જેથી તેના ઉપર પ્રયોગ થાય અને તેને જીવતદાન મળે.સમય અગત્યનું પરિબળા છે

મીતાલી બોલી “ પપ્પા તમે હજી સ્ટેજ ૨ પર છો અને આ રોગ આ તબક્કે એટલો વકરેલો નથી કે એમ કહેવાય કે કેન્સર એટલે કેન્સલ.”

“ જો બેટા મારામાં રોગને સમજવાની અને સહેવાની તાકાત છે એટલે જે હોય તે મને કહીશ તો વાંધો નથી. હા પ્રિયા સંવેદન શીલ છે. તેને સત્ય હળવે હળવે કહીશું.”

“ પપ્પા તમારી પાસે સમય છે તેથી વિજ્ઞાન કેટલી ઝડપે આગળ વધે છે તે જોવું રહ્યું  હવે નિદાન તો થઈ ગયું છે ટ્રીટ્મેંટ કેવી રીતે થશે તે સમજાવવા મીતાલીનાં સીનીયર ડૉક્ટરની તારીખ મેળવવી રહી.”

મોંઘા નિદાનો પત્યા પણ હવે બીજો ગઢ સાચા અને નિષ્ણાત ડોક્ટરની સુશ્રુષા મેળવવાની હતી…મિતાલી નિશ્ચિંત તો હતી પણ બેદરકાર રહેવાનું પરવડે તેવું નહોંતુ..સમય સારણીમાંથી સમયની રજ સતત સરકી રહી હતી..ચાલુ ભણતર સાથે પપ્પાની સારવાર ચાલુ કરાવી જેમાં પહેલું કામ હતું રોગને આગળ વધતો રોકવો અને બીજું કામ હતું તેને નેસ્ત નાબુદ કરવો..

ડોક્ટરો એ આપેલ તારીખોએ શેક લેવાનાં શરુ કર્યા.. જો કે પ્રિયાને શૉક તો લાગ્યો પણ જેમ રોગની ગંભિરતા તે સમજતી ગઈ તેમ બાપ દીકરીની વ્યથામાં તે સહભાગી થઇ ગઈ.તેને દીકરી એ દેખાડેલ હકારાત્મક પાસુ “ હજી તો સ્ટેજ ૨ છે પચાસ ટકા જ રોગ વકર્યો છે…બાકીનાં પચાસ ટકા માવજત અને સંશોધનોનો સહારો લેવોજ રહ્યો

પ્રિયાને તે કામ સોંપ્યું કે ગુગલ પર શોધવાનું કે જેથી મિતાલી જે સમજાવવા માંગતી હતી તે સમજે અને બીન જરુરી વલોપાત ન કરે..અને તેના સંશોધનો એ એક વાત સ્પષ્ટ કહી આ રોગ બીજા તબક્કામાં છે તેથી તે સાજા થઈ શકે છે. હજી તે ગાંઠ બીજા તબક્કામાં હોવાથી તેનું લીફ નોડમાં પ્રસરણ નથી થયુ.

મિતાલી મથતી હતી તેના વૈજ્ઞાનિક સંશોધનોમાં અને તેણે શોધી નાખ્યુ કે શેક સાથે સાથે એક રસી પણ શોધાઇ છે જે સંશોધનોનાં તો સફળ થઇ છે પણ હજી જન ઉપયોગમાં આવી નથી.

મિતાલી સમય સારણી જોતી અને તેમાં સરી જતી રેતી સમી  પપ્પાની જિંદગી જોતી અને ઉંઘમાં થી ઝબકી જતી.તેના સાથી ડોક્ટરો સાથે તે રસી જલ્દી પામવા શું કરવું જોઇએ તેની ચર્ચા કરતી..પપ્પાને શેક અપાવ્યા કેમોથેરાપીની દવાઓ ચાલુ હતી પણ તેને ધરપત નહોંતી. સરી જતા સમયને રોકી તેના પપ્પાને ઉગારી લેવાના વિચારો તેને જંપવા નહોંતા દેતા..વળી તે તો વિદ્યાર્થી હતી રોગનાં લક્ષણો સમજતી પણ તેના ઉપાયો અને સારવાર માટે તે હજી બીન અનુભવી હતી. તેના પપ્પાને રસીનાં પ્રાયોગીક ક્ષેત્રે લાવવા નો સીનીયર ડોક્ટરનો સુઝાવ મળ્યો અને તેને અમલમાં મુકવા લખાપટ્ટી શરુ કરી અને તે ક્વૉલીફાય થઇ ગયા તેથી પપ્પાને જાણે નવું જીવન મળી ગયાનાં ઉમંગ સાથે તે હોસ્પીટલનાં આઇસોલેટૅડ કેન્સર વૉર્ડમાં પહોંચી.

કેટલાય કાગળો અને કેટલીય બાંહેધરીઓ ઉપર સહી કર્યા પછી તે રસી એડમિનીસ્ટર થઇ.

પ્રકાશ કરતા પ્રિયા વધું સંવેદન શીલ હતી..તેનો પતિ સંશોધન પ્રાણી ગીનીપીગ બની રહ્યો હતો…તેના ઉપર સંશોધન ચાલી રહ્યું હતુ…જો કંઇ ખોટુ થયું તો તેણે પતિ ખોવાનો હતો.. મિતાલી સમજાવતી હતી..મમ્મી પપ્પાને કંઈ નહીં થાય..પણ પ્રિયા સંશોધનોની સારી અસર થઇ શકે તેવી મિતાલીની વાત કાયમ શંકાની નજરે જ જોતી. એમાંય વળી સ્ટેજ ૩નો દર્દી જોન ઉકલી ગયો ત્યારે તો તે બહું જ ડરી ગઈ અને રસી આપ્યા પછી પણ ઘરે લઈ જવાનો આગ્રહ કરતી રહી..અઠવાડીયામાં બ્લડ કાઉંટ વધેલું જણાયુ ત્યારે તેને થોડો વિશ્વાસ બેઠો.

આવે સમયે પ્રકાશે જ્યારે વીલ બનાવવાની વાત કરી ત્યારે મિતાલી પણ ચોંકી…” શું પપ્પા તમે પણ મમ્મી ની સાથે જઇને બેઠા?”

“ બેટા જિંદગીનો શું ભરોંસો? કાલે ઉઠીને હું ના હોઉ તો તમને લોકોને વ્યાધી કે ઉપાધી નહીંને?”

મિતાલી કહે “પપ્પા તમે કાલે હોવાનાં જ છો આ કેન્સર જીવલેણ નથી.”

ભલે બેટા પણ આ ઉંમર છે અધુરા બધાજ કાર્ય પુરા કરવાની. કશું નહીં થાય તો વાંધો નહીં આમેય અમેરિકામાં વીલ ના હોય તો કાયદાકીય તકલીફો પડે.

“પપ્પા હું જોઈ રહી છું તે મુજબ તમને પણ મારા ઉપર નો ભરોંસો. મમ્મીની જેમ ઘટી રહ્યો છે.”

“ના બેટા એવું નથી. મને તો પુરી શ્રધ્ધા છે જ. હું અહીંથી સાજો થઈને જ જવાનો છું.”

આ વાતને બે એક અઠવાડીયા વીતી ગયા હશે અને અચાનક ઉથલો આવ્યો કે જેણે પ્રકાશ અને પ્રિયાનો વિશ્વાસ ડગાવી ગયો..પરિક્ષણ દરમ્યાન સ્ટેજ ૨ પરથી રોગ સ્ટેજ ૨એ પર વધતો દેખાયો..આજુબાજુની લીંફ નોડમાં તે પ્રસરતો જણાયો.

સીનીયર ડોક્ટર જે અનુભવી હતા તેઓએ આ ઘટનાને મોટી ના ગણવા કહ્યું ત્યારે  મિતાલી કહે આ ઘટના કશુંક સુચવે છે..ડોક્ટર કહે હા એ જે સુચવે છે તે અમને ખબર છે..રસી દ્વારા અપાયેલ સંરક્ષણ ઓછું છે…અધુરુ છે..તેથી ફરી રસી વધુ માત્રામાં અપાશે. આ બધા પ્રાયોગિક પ્રયત્નો દ્વારા જ ડોઝ ગણાતો હોય છે.”

મિતાલી આ જવાબ સાંભળીને ગુસ્સે થઈ અને કહ્યું ઑપ્ટીમમ ડોઝ્થી રોગ આગળ ના વધે.. મને તેમની સાથેનાં બીજા પેશંટનાં ડોઝ્ની વિગતો આપો.. મને ક્યાંક ભુલ થતી દેખાય છે.રસી મુકનાર નર્સ પાસે જઈને તે બબડી પણ આ સામાન્ય પેશંટ નથી. આ મારા બાપુજી છે હું વધારે ચોક્કસાઇ જાળવવા મથું છું.

મિતાલીએ કારણ પકડ્યુ અને  તેણે સુપિરિયર જાણ કરી..તેના બાપુજીને ઓછો ડોઝ એડ્મીનીસ્ટ્ર્ડ થયો હતો..તાબડતોબ સુધારા થયા અને યુધ્ધનાં ધોરણે બીજો ડોઝ એડમીનીસ્ટર્ડ થયો. નર્સ પાસે કોઇ જવાબ નહોંતો પણ મિતાલી જોઇ શકતી હતી કે જો તે અન્ય પેશંટની જેમ રાહ જોતી રહેતી તો કદાચ સમય નીકળી જતે…પણ હકારાત્મક અભિગમને કારણે ચોક્કસાઇ વધુ હતી

“ જુઓ એક વાત તમે માનશો કે નહીં મને ખબર નથી પણ ઉપરવાળો પણ તેનેજ મદદ કરે છે જેને ઉપરવાળા પર શ્રધ્ધા હોય છે. હકારાત્મક અભિગમ પણ શરીરની પ્રતિકાર શક્તિ વધારતી ( Immunity)  હોય છે.  આ જેવી તમારા મનમાં આશંકા થઇ અને વીલ બનાવવાની વાત થઈ અને તમને રોગનો ઉથલો આવ્યો

પ્રકાશભાઇ તરત જ બોલ્યા મિતાલી “ તારી વાત વિચારવા જેવીતો ખરી જ..પણ વૈજ્ઞાનીક તરીકે કોઇ પ્રમાણભૂત આધાર નથી..પણ ડુબતો માણસ તરવા માટે જેવો કોઈ આધાર પકડે તેવી તારી વાત તો છે જ.”દિવસો જતા હતા અને માઠી ઘડી જે આવવાની હતી તે જતી રહી.આગળ વધતો કેન્સરનો પ્રભાવ ઘટવા માંડ્યો હતો.. ઘડીયાળમાંથી સરી જતી રેતી સરતી તો હતી પણ મૃત્યુનો ભય જતો રહેવા લાગ્યો હતો પપ્પા વિનાની દુનિયા મિતાલીતો કલ્પીજ શકતી નહોંતી.પણ આ શેક અને રસી અપાયા પછી સારા થતા જતા પપ્પા સાથે તે કલાકો બેસી રહેતી હતી. વારં વાર બ્લડ કાઉંટ કરતી રહેતી..પ્રિયાને પણ આ વર્તણુંક વિચિત્ર લાગતી.

“ પપ્પા તમે વીલ કરી જ નાખો  તબિયત તો સારી થશે જ પણ કાગળ પતર કરી રાખવા સારા!”

“ કેમ શું થયુ? તારું મનોબળ ભાંગવા માંડ્યું કે શું?”

“ ના. પણ એક વાત સાચી છે પેશંટનાં મનોબળ ઉપર કે હકારાત્મક પરિબળ ઉપર રોગ નિર્ભર નથી. ડૉક્ટર તરીકે આ બધી વાતો તમને રંજ મુક્ત રાખવા કરતી હતી. પણ અંદરથી હું પણ તમને પપ્પા સમજીને … મારા પોતાના ગણીને રોગ સામે ઝઝુમતી હતી..ખરેખર તો તમે મારા પેશંટ છો સમજીને હવે કરવા મથુ છું. ત્યારે ડોક્ટર તરીકેનો અહેસાસ વધુ પુખ્ત છે.”

“સમજણ ના પડી બેટા!”

“ડોક્ટર તરીકે પણ મારે મારા દરેક પેશંટ સાથે આટલી જ નિષ્ઠાથી કાર્ય કરવું જોઇએ તે અહેસાસ મને પુખ્ત કરી ગયો.”

પ્રકાશ જોઇ રહ્યો કે મિતાલી ખાલી દીકરી જ નહીં હવે તેની સારવાર પુખ્ત ડૉક્ટર તરીકે કરી રહી હતી. ક્યાંય વેરો આંતરો નહોંતો. તેના સીનીયરે આ વાત જાણી ત્યારે તે બોલ્યા “ મિતાલી ડોક્ટર તરીકે તેં લીધેલી શપથ હવે ફળી. હવે રોગ કાબુમાં આવવોજ જોઇએ.દિવસો વીતતા રહ્યા..

બસ પપ્પા હવે તમે સંપૂર્ણ સારા થવાની દિશા પકડી ત્યારે મારો આ અહેસાસ પુખ્ત થઇ ગયો છે. સારવારમાં કોઇ કચાશ નહીં અને પરિણામ અંતે તો ઉપરવાળાને જ હાથ હોય છે.

છેલ્લે તે  દિવસ આવી ગયો જ્યારે પ્રકાશને કોઇક વીરને રણભૂમીમાંથી વિજેતા થઈને આખુ કેન્સરડીપાર્ટ્મેંટ વળાવવા આવ્યું.  બહુ ઓછા વિરલા હતા જે “કેન્સર મુક્ત” જાહેર થતા હતા.

પેલી સમય સારણીમાં વહેતી સમયની કણો  સમય પુરો થાય અને  નવેસરથી  ફેરવાઇ જાય તેમ પ્રકાશનું નવતર જીવન શરું થતું મિતાલી જોઇ રહી

વિજય શાહ

 

 

 

 

 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા 2017-(15)કેયા અને કબીર.

Posted on ફેબ્રુવારી 12, 2017 by Pragnaji

કબીર….કબીર…કબીર

કેયા સતત કબીરને બોલાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે ૨૧ દિવસ, ૧૭ કલાક અને ૨૭ મિનિટ થઈ ચુકી હતી કબીરને આમ નિષ્પ્રાણ જેવો પડેલો જોઇને. આમ તો કેયાને સફેદ અને આછો આસમાની રંગ ખુબ પ્રિય હતો . પરંતુ આટ-આટલા દિવસોથી આછી આસમાની રંગની દિવાલો, સફેદ બેડ અને સફેદ ચાદર નીચે આછા આસમાની રંગના સદરાથી ઢંકાયેલા કબીરના ચેતનહીન શરીરને જોઇને કેયાને એનો સૌથી પ્રિય સફેદ અને આછો આસમાની અકારો લાગવા માંડ્યો હતો.

સતત હસતા હસાવતા કબીરના ચહેરા પર જાણે મોતની કાલિમા લેપાઇ ગઈ હતી. કેયાથી કેમે ય આ જીરવાતું નહોતું પણ લાચાર બનીને એ જીરવી રહી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું પેશન્ટ ભાનમાં આવશે પણ ક્યારે એ કહેવાય નહીં. અને આવશે તો ય એ પહેલાનો કબીર રહેશે કે કેમ એ શંકા છે. કદાચ એ જીવનભર અપાહિજ પણ બની રહે, કેયા આજ પછીની આવનારી કોઇપણ કપરી ક્ષણ માટે તૈયાર હતી. બસ એને કબીર પાછો મળવો જોઇએ. કબીર હશે તો એ જીવનના કોઇપણ ઝંઝાવાતો સામે લઢી શકશે એવો એને વિશ્વાસ હતો.

કબીર કાયમ કહેતો “કેયા, તું નજર સામે હોય છે ત્યારે બીજું કશું મને દેખાતું નથી અને તું નજર સામે ના હોય ત્યારે તારા સિવાય બીજા કોઇ વિચારો મને આવતા નથી. મારા દિલો-દિમાગ પર તેં પુરેપુરુ તારું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.”

કબીર અને કેયા……એમને જોઇને કોઇને પણ ઇર્ષ્યા આવે એવું  પ્રેમાળ અને રમતિયાળ યુગલ. સૌ કહેતા  એમ સુખનું સરનામું આપવું હોય તો ‘ સાત, સહ્યાદ્રી સોસાયટી, શાહીબાગ.’ આછા આસમાની બેક ગ્રાઉન્ડ પર ચાંચમાં ચાંચ પોરવીને એકમેકમાં તન્મય સફેદ સરસની બેલડીના આર્ટીસ્ટીક પેન્ટિંગ સાથે લખાયેલી કબીર અને કેયાની નેમ પ્લેટ જ તેમના પ્રેમની આલબેલ પોકારતી હતી. પ્રેમની વ્યાખ્યા આપવી હોય તો દ્રષ્ટાંત સાથે કેયા અને કબીરનું નામ લેવાતું. એમ. બી એમાં ભણતા ભણતા પ્રેમના પાઠ ભણવાના ક્યારે શરૂ થયા તેની એ બે ને ખબર પડે તે પહેલા અન્યને જાણ થઈ ચુકી હતી. કોલેજ કેમ્પસના ઇન્ટર્વ્યુમાં બંનેને માતબર રકમની ઓફર સાથે જોબ પણ મળી ગઈ.

પ્રેમનો સોનેરી સમય તો ક્યાં વિતી ગયો એની ખબર ના રહી પરંતુ પરિવારમાં લગ્નની વાત મુકતા અને સ્વીકારાતા બંનેને નવ નેજા પાણી ઉતરી ગયા. કેયા સામાન્ય નાગર બ્રાહ્મણ પરિવારની અને કબીર અસલી મારવાડી જૈન પરિવારનો. કેયાના પરિવારમાં સન્નાટો છવાઇ ગયો. કેયાના પિતા જાણતા હતા કે મારવાડી કુટુંબમાં દિકરી દેવી એટલે પાઘડી વેચીને પલ્લુ ભરવાનું. દિકરી જીવે ત્યાં સુધી બાપે દિકરીને જ નહીં દિકરીના સાસરિયાને પણ દીધા જ કરવાનું અને તો ય ઓછું જ પડવાનું. દિકરી પણ બાપની મુંઝવણ સમજતી હતી. મા-બાપુની આ સંબંધ અંગે નારાજગી નહોતી અને તેમ છતાં રાજીપો ય અનુભવી શકતા નહોતા એ જોઇ શકતી હતી.

જ્યારે કબીરનું ઘર તો જાણે ખદબદતો લાવા… એક તો કબીરે પેઢી દર પેઢીથી ચાલતા ધંધાના બદલે ભણવાનું અને પોતાની રીતે આગળ વધવાનું નક્કી કર્યું ત્યારથી એ પેઢીનું નામ બોળવા જ જન્મ્યો છે એવું ભાવિ એના પિતાએ ભાખી દીધું હતું અને એમાં ય હવે પોતાની મેળે મારવાડી પરિવાર સિવાયની કન્યા પસંદ કરીને તો જાણે એણે બળવો પોકાર્યો હોય એવું ઘરમાં વાતાવરણ થઈ ગયું. કબીરના માતા-પિતાને ભણેલી અને કબીર જેટલું જ કમાતી વહુમાં જરાય રસ નહોતો. એમને તો બસ સુંડલો ભરીને સોનુ લાવે એવી વહુ જોઇતી હતી. ઘરની મર્યાદા સાચવે અને જી જી કરતી, સવાર સાંજ પગે પડતી વહુ જોઇતી હતી. આ ઘરની વહુ કંઇ બહાર કામ કરવા જાય?  તો આ મર્યાદાશીલ ઘરની આબરૂ શું રહે?

એ તો બનશે જ નહીં …એકી અવાજે માતા-પિતા તરફથી ફરમાન બહાર પડી ગયું.. ક્રોધાગ્નિથી તપેલા માતાએ તો આવેશમાં આવીને ના બોલવાનું બોલી દીધુ “ કાયમ માટે અમને ભુલી જજે.”

અને ક્બીરે ઘર છોડી દીધું.આર્ય સમાજમાં જઈને અંગત મિત્રોની હાજરીમાં બંને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા અને શરૂ થયો તેમનો ઘર-સંસાર. પણ ઘર –સંસાર શરૂ થવાથી એ કંઇ પ્રેમી નહોતા મટી ગયા. બંને પતિ-પત્નિ નહીં એકમેકના પુરક બની રહ્યા. હા ! કેયાએ એટલું તો કર્યું હતું કે નિર્ણય લેતા પહેલા તેમના  આ નિર્ણય માટે માતા-પિતાને જાણ જરૂર કરી હતી. લગ્ન બાદ કબીરના ઘરના દરવાજા તો હંમેશ માટે બંધ થઈ ગયા હતા પરંતુ કેયાના મા-બાપુના આશીર્વાદ લેવા બંને ગયા હતા. મા-બાપુએ કરિયાવરના નામે જે કંઇ મુડી વિચારી હતી એનો ચેક બંધ કવરમાં કંકુના છાંટણા કરીને કેયાના હાથમાં આશીર્વાદ રૂપે મુક્યો હતો.ખુદ્દાર કબીરે અત્યંત વિવેકથી સાભાર પરત કર્યો હતો.

“બાપુ, મારે જો કરિયાવર લેવાનો જ હોત તો મારા પરિવારમાંથી નક્કી કરેલી કન્યા સાથે ના પરણત ? મારા માટે તો આ કંકુના છાંટણાવાળુ ખાલી કવર અને આપની કન્યા જ સૌથી  મોટી મિરાત છે, બસ અમારા સુખના સાક્ષી બની રહેજો.

અને પછી તો સુહાની રાતો અને સોનેરી દિવસોની વણઝારમાં સમય ક્યાં વહી જતો એની ય ક્યાં ખબર રહેતી બંનેને… એમને તો બસ ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો અને એ ય મઝાની ખીચડી પકાવી, ખાધુ પીધુ અને રાજ કર્યું..

પણ એમ જો સૌના દિવસ ક્યાં એક સરખા જતા હોય છે કે કેયા-કબીરના જાય?

“ હેલ્લો, ઇઝ ધીસ કેયા સ્પીકિંગ? કેયાના સેલ પર કોઇ અજાણ્યો નંબર ફ્લેશ થતો હતો. પહેલા તો કેયાએ અજાણ્યો નંબર જોઇને ઇગ્નોર કર્યો પરંતુ સતત વાગતી રહેતી રીંગથી અકળાઇને એણે ફોન ઉપાડ્યો અને સ્પીકર પર મુકીને જ વાત કરવા માંડી. કેટલું બધું કામ હતું આજે…દર મહિનાના છેલ્લા શનિવારની સાંજે મિત્ર મંડળી ભેગી થતી અને મોડી રાત સુધી ધમાચકડી ચાલતી. આજે કેયા અને કબીરના ઘરનો વારો હતો. કેયા જેટલી હોંશીલી હતી એટલી કામની પણ સ્ફુર્તિલી હતી. એને કંઇક અવનવું બનાવવાનો જબરો શોખ હતો. સમય મળે એ ટી.વી પર પણ કિચન શૉ જોતી રહેતી. સંજીવ કપૂરની તો જબરદસ્ત ફેન હતી. સંજીવ કપૂરના કુકરી શૉમાં જે નવી વાનગી ઇન્ટ્રોડ્યુસ થતી એ કેયાએ અજમાવી જ હોય અને એના હાથમાં જબરો જાદુ હતો. આમ પણ કબીર ખાવાનો શોખીન અને કેયા બનાવવાની શોખીન…

અત્યારે ક્યાં ટાઇમ જ હતો કોઇની સાથે વાત કરવાનો કે આમ અજાણ્યા નંબરને પ્રોમિનન્સ આપી શકાય? ખાલી આ સતત વાગતી રીંગને ચુપ કરવા કેયાએ ફોન ઉપાડ્યો. મનમાં હતું કોઇ એડવર્ટાઇઝમેન્ટ માટે ફોન હશે તો એને બસ કડક અવાજે ના પાડી દઉં તો ફરી ફરી માથે આ ટીન ટીન તો ના ચાલુ રહે..પણ ફોન પર અત્યંત શાલિનતાથી કેયાના નામ સાથે થયેલી શરૂઆતને એ ટાળી ના શકી.

“યેસ, મે આઇ નો યોર નેમ પ્લીઝ?”

“આઇ એમ ડૉક્ટર ત્રિવેદી, મેમ.. આસિસ્ટન્ટ ઑફ સિવિલ સર્જન ખાન..ઇટ્સ કેસ ઑફ રોડ એક્સીડન્ટ એન્ડ પેશન્ટ ઇઝ કબીર જૈન..

કેયા તરફનો છેડો સ્તબ્ધ હતો.

“હેલ્લો…હેલ્લો…” કેયાનો કોઇ રિસ્પોન્સ ન મળતા ડૉ. ત્રિવેદીએ પળવાર ચુપ રહીને ફરી કેયાને ઢંઢોળી.

“ મેમ, કબીર જૈન ના સેલફોન પર ફેવરીટમાં સૌથી ઉપર તમારું નામ છે અને સૌથી છેલ્લો પણ તમને જ ડાયલ કર્યો છે એટલે સૌથી પહેલા તમને પહેલો ફોન કર્યો. આપ કબીર જૈનના……? ડૉ. ત્રિવેદીએ પ્રશ્ન અધ્યાહાર રાખ્યો. સમજી શકતા હતા કે કેયા જે કોઇ પણ હશે એ કબીર જૈનની સૌથી નજીકની વ્યક્તિ છે.

“ મિસિસ કબીર જૈન…કેયા વધુ કંઇ બોલી શકી નહીં, બોલી શકે એવી એની કોઇ માનસિક કે શારીરિક સ્થિતિ જ રહી નહોતી.

“ મેમ, તમે સિવિલ હોસ્પીટલના ઇમર્જન્સી વૉર્ડ પર પહોંચો. સર્જરી માટે તમારી સંમતિની જરૂર છે. “

“ કબીર….”

“મેમ, જેટલું વધારે મોડું થશે એટલી એમની સ્થિતિ હાથ બહાર જશે. પ્લીઝ બાકીની વિગત અહીં આવીને જાણો તો વધુ સારું.”

અડધા કલાકમાં તો કેયા સિવિલ હોસ્પીટલના ઇમર્જન્સી વૉર્ડમાં હતી. કબીરને હેડ ઇન્જરી થઈ હતી. બન્યું એવું કે  શાહીબાગ અન્ડર ગ્રાઉન્ડ પાસે ઓઇલ ટેન્ક પસાર થઇ ત્યારે એમાંથી ઓઇલ લિક થયું હતું. કબીર એની પલ્સર બાઇક લઈને નિકળ્યો હતો અને એની બાઇક ઓઇલ લિકેજ પરથી પસાર થતા સ્કિડ થઈ અને કબીર જોશભેર ફંગોળાયો અને એનું માથું જે રીતે ડિવાઇડર પર અથડાયું હતું એમાં એના બચવાની શક્યતા નહીવત હતી પરંતુ હેલ્મેટ પહેરી હોવાથી એનો જીવ બચી તો ગયો પરંતુ હેમરેજે એના હોશ છીનવી લીધા. બ્લડ ક્લોડના લીધે બને તેટલી જલદી સર્જરી કરવી જરૂરી હતી. સંમતિ પેપર પર સાઇન કરતાં કેયાના હાથ કાંપતા હતા અને શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. કેયાને થયું કબીરના બદલે એનો જીવ નિકળી જશે

અત્યંત જોખમી સર્જરી કરીને સિવિલ સર્જન ખાને મગજમાંથી બ્લડ ક્લોટ તો કાઢી લીધો પરંતુ પેશન્ટના જીવનની કોઇ બાંહેધરી એ આપી શકતા નહોતા. એ સર્જન હતા-ભગવાન નહીં એટલું તો કેયા પણ સમજતી હતી.

આજે આટલા દિવસ પછી પણ આમ નિષ્પ્રાણ જેવા કબીરને જોઇને કેયા વલોવાતી જતી હતી. પણ એક દિવસ કેયા માટે આશાની ઉજળી કોર લઈને ઉગ્યો. આજે કબીરના હાથમાં સંચાર દેખાતો હતો. કબીરની આંગળીઓ જાણે કશું ફંફોળતી હોય તેમ હલતી હતી. ડૉક્ટરની મહેનત અને કેયાની આશા ફળી હતી. ધીમે ધીમે કબીરમાં જીવન સંચાર દેખાતો હતો.આટલા દિવસથી બેશુધ્ધિમાં રહેલા કબીરનું શરીર જાણે જડ જેવું બની ગયું હતું કબીરનું આ ચેતનહીન શરીર ચેતના આવ્યા બાદ પણ ઘણી માવજત માંગી લેતું હતું..

આજે આટલા દિવસે કબીરે આંખો ખોલી….ચારેકોર કશુંક શોધતી નજર હજુ કશું પણ સ્પષ્ટ જોઇ શકતી નહોતી. જાણે આંખોમાં ઝાંખ ના વળી હોય? ચારેબાજુ પ્રકાશનો ધોધ આંખો આંજી દેતો હતો..ધીમે ધીમે કેટલાક આકારો સ્પષ્ટ થતા ગયા. માત્ર શરીરના આકારો સ્પષ્ટ થતા જતા હતા, ચહેરા નહીં.

કેયા માટે તો આ સ્થિતિ ડૂબતા માટે તણખલા જેવી હતી. આછી પાતળી આશાના તંતુએ ટકેલી કેયા હવે અધીરી બનતી જતી હતી. ક્યારે કબીર પુરેપુરો હોશમાં આવે અને ક્યારે કેયા સામે નજર માંડે ?

કેયાને હતું કે હમણાં કબીર આંખો ખોલશે અને કહેશે “કેયા, ક્યાં હતી તું આટલા દિવસથી? તું નજર સામે હોય છે ત્યારે બીજું કશું મને દેખાતું નથી અને તું નજર સામે ના હોય ત્યારે તારા સિવાય બીજા કોઇ વિચારો મને આવતા નથી. મારા દિલો-દિમાગ પર તેં પુરેપુરુ તારું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.કેટલો ઝૂર્યો છું તારા વગર ”

“ કબીર…તારા વગર હું તો એકડા વગરના મીંડા જેવી છું ,તું છું તો મારી હસ્તી છે. તારા વગર તો મારા અસ્તિત્વને હું પણ ભુલવા માંડી હતી..” કેયા મનોમન કબીર સાથે સંવાદ રચતી હતી.

અને સાચે કબીર પુરેપુરા હોશમાં આવી ગયો….ચારે તરફ નજર ફેરવતા ફેરવતા એની નજર કેયા પર ઠરી.. કેયાને હતું હમણાં કબીરની આંખોમાં લાગણીના પુર ઉમટશે અને બોલી ઉઠશે….

પણ કેયા તરફ મંડાયેલી કબીરની નજરમાં શૂન્યાવકાશ રેલાયો હતો.. પળવાર કેયાને ના ભુલી શકતો કબીર પોતાની જાતને પણ ભુલી ગયો હતો. કબીર સ્મૃતિભ્રંશનો શ્રાપ લઈને જાગ્યો હતો….

મા એ ઉચ્ચારેલી વાણી વિફળ નહોતી ગઈ.મા એ ક્રોધાવેશમાં કહ્યું હતું ને “ કાયમ માટે અમને ભુલી જજે.” કબીર સાચે જ બધુ અને બધાને ભુલી ગયો હતો.

કબીર આજે કેયાને તો શું પોતાની જાતને પણ ઓળખી શકતો નથી. કેયાની આશા ઝાંઝવાના જળ સમી ઠગારી નિવડી છે. કેયા એકલા હાથે આ મુસીબત સામે લડે છે. એવી આશા સાથે કે ક્યારેક તો કબીર એને ઓળખશે…… પત્થર એટલા દેવ કર્યા, જ્યાં જ્યાં થોડી આશાનું કિરણ દેખાયું ત્યાં દરેક ડૉક્ટર પાસે એ કબીરની ફાઇલ લઈને ગઈ છે. સિવિલ સર્જને કહી એટલી ફિઝ્યોથેરેપી પણ કરાવી છે જેનાથી આટલા દિવસથી જકડાયેલા અંગેમાં લોહીનું ભ્રમણ ચાલુ થાય અને મસ્લ્સ ટોન-અપ થાય.

આજે પણ કેયા જોબ પરથી પાછી આવે ત્યાં સુધી એના મમ્મી-પપ્પા કબીરની સંભાળ લેવા કેયાના ઘેર આવે છે. વજ્ર જેવું કલેજુ ધરાવતી કેયા પોતાની અગવડને તો પહોંચી વળે છે પણ મમ્મી-પપ્પાની આ કાળજી સામે એનું હ્રદય ડુમાથી ભરાઇ આવે છે.

“ ક્યાં સુધી તમે આમ ધોડા કરશો?” ક્યારેક કેયા ઢીલી પડી જાય છે.

“દિકરી, કબીરે જ કહ્યું હતું ને કે અમારા સુખના સાક્ષી બની રહેજો. સુખમાં સાક્ષી બનીએ અને સંઘર્ષમાં ખસી જઇએ તો અમારું માવતરપણું લાજે. અને અમને કબીર સામે કે તમારા પ્રેમ સામે કોઇ વાંધો જ ક્યાં હતો. કબીરના ઘેર તને દેવામાં મને બસ અમારો પનો ટુંકો પડે એની ચિંતા હતી.”

જેમ ડોક્ટરો પાસે કબીરના ભાવિ માટે કોઇ જવાબ નહોતો એમ કેયા પાસે પણ મા-બાપુની આ વાત તો કોઇ જવાબ નહોતો. કેયા પાસે પણ ક્યાં આ ચિંતાનો ઉકેલ હતો ?

જે વ્યક્તિ સાથે સતત પોતાની સંવેદનાઓ વ્યક્ત કરવી હતી એ વ્યક્તિ તો ઉભય વચ્ચે છવાયેલા રહેતા સન્નાટાની ક્યાંય પેલે પાર પહોંચી ગયો હતો. એચ.ડી એફ.સી બેંકમાં જોબ કરતી કેયાનો દિવસ તો ક્લાયંટ અને કલિગ વચ્ચે સતત એકધારી રફ્તારથી વહે જતો હતો. મન માળવે –જીવ તાળવે અને છતાંય સૌની સાથે સ્મિત મઢ્યા ચહેરે સંપર્કમાં રહેતી કેયાને હવે તો પોતાનું આ સ્મિત પણ ખોખલું અને પ્લાસ્ટિકિયું લાગવા માંડ્યું હતું. મનનો તણાવ ક્યાંક પોતાના કામ કે કેરિયરની આડે ના આવે એની સતત તકેદારી રાખતી કેયાએ પોતાની સાથે તકદીરે કરેલા અન્યાય સામે ફરિયાદ કરીને પણ સમય વેડફવાનું પણ માંડી વાળ્યું હતું. બસ ક્યારેક કબીરની સામે જોઇને એની જાણ બહાર હ્રદયમાંથી ફળફળતો નિસાસો નિકળી જતો અને આંખમાંથી ઉના ઉના આંસુઓની ધાર રેલાઇ જતી. તે પણ પળવાર જ. ફરી એકવાર એ આ મન પર છવાઇ જતી નબળાઇ હાવી બને તે પહેલા એમાંથી બહાર આવી જતી.

બસ નહોતી ખપતી તો એને લોકોની દયા ભરી દ્રષ્ટી. શરૂઆતમાં એના સંજોગો સામે સહાનુભૂતિ દાખવતા લોકોની આંખોમાં દયા ડોકાતી ત્યારે એ ત્રસ્ત થઈ ઉઠતી. એક ટીસ ઉઠીને શમી જતી.

“બિચારી” શબ્દ માટે નફરત થવા માંડી હતી. શા માટે? શા માટે કોઇએ એની સામે દયાની નજરે જોવું જોઇએ? સમય અને સંજોગો સામે જો એ બાથ ભીડી શકતી હોય તો એ બિચારી શેની? ક્યારેક એને થતું કે એ સંજોગોથી નહી થાકે પણ લોકોની સહાનુભૂતિ એને થકવી નાખશે.  ઇચ્છતી હતી કે જે જીંદગી આજ સુધી એ જીવતી આવી હતી એવી જ રીતે એ જીવે છે એવું સ્વીકારીને જેટલી સાહજીકતાથી સૌ એની સાથે અને એની સામે આવતા એવી અને એટલા જ સાહજીક આજની પરિસ્થિતિમાં પણ બની રહે. જીવનમાં છવાયેલા સન્નાટાની પેલે પાર ઉભેલા કબીર સુધી પહોંચવાની, કબીરને પામવાના એના આયાસોને ખોખલી સહાનુભૂતિથી નબળા ના પાડી દે. એની સંવેદનાઓને વેદના ના સમજી લે. કેયાને  આજે પણ એટલો જ વિશ્વાસ છે કે એના સુખના સરનામા જેવો એનો કબીર સળવશે અને આળસ મરડીને ઉઠશે.

રાજુલ કૌશિક

 

 

 

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા -(16) કુળવધુ.

Posted on ફેબ્રુવારી 14, 2017 by Pragnaji

હેમાબેન પટેલ

હીરાબાએ બુમ મારી – “ અવની બેટા મારા ચસ્મા ટેબલ પર પડ્યાં છે લાવી આપને, માલી ફુલ આપી ગયો છે આપણે ઠાકોરજીની માળા ગુંથી લઈએ.”

અવની – “ દાદી હું હમણાં જ તમારાં ચસ્માં લાવું છું, દોડતી ગઈ અને દાદીના ચસ્મા લઈ આવી, દાદી હું પણ તમારી સાથે માળા ગુંથીશ “

દાદી – “ હા દિકરી જરૂર, મને સોયમાં દોરો પરોવી આપજે.”

અવની-“ ના દાદી હું પણ માળા ગુંથીશ, મને શીખવાડજો.”

અવનીએ સોય દોરો તૈયાર કરી દીધો, દાદી નાની દશ વર્ષની અવનીને ભગવાનની માળા ગુથતાં શીખવાડે છે અને સાથે સાથે તેને રામ-કૃષ્ણ, નરસિંહ-મીરાં,ધ્રુવ-પ્રહલાદ વગેરેની વાર્તાઓ સંભળાવીને સંસ્કારના બીજ વાવી રહ્યાં છે. દાદી અવનીને શુશીલ અને સંસ્કારી છોકરી બનાવવા માગે છે. દાદી અવનીની ઉંમર અને તેની આવડત અને હોંશિયારી પારખીને તેને વાર્તાઓ, ઉદાહરણો આપીને સારી સારી વસ્તુ શીખવાડવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાન અને સંસ્કાર બંનેનુ સાથે  સિંચન કરી કરી રહ્યાં છે. દાદી માને છે, કુમળો છોડ છે જેમ વાળીએ તેમ વળે.નાનપણમાં જે શીખવ્યું હોય તે આખી  જીંદગી ભુલાય નહી તે સાથે જ રહે, પછી ‘પાકા ઘડે કાંઠા ના ચડે’.દરેક તહેવારનો મહિમા અવશ્ય અવનીને સમજાવે.વ્રત- પૂજા-અર્ચન પણ તેની પાસે કરાવે.સવારે દાદી તુલસીક્યારે દીવો કરીને પૂજા કરીને પ્રદક્ષિણા ફરે ત્યારે નાની અવની સાથે જ હોય છે.

અવની, પપ્પા અને દાદીની અતિશય લાડકી છે.અવનીને લીધે ઘર હર્યુ ભર્યું લાગે છે.સંયુક્ત કુંટુંબ છે એટલે હીરાબેનના બંને પુત્રો પરેશ અને જયંત સાથે જ રહે છે. અવની જયંતની દિકરી છે.

પરેશ અને જયંતને શ્રોફની પેઢી છે, ખાધે પીધે કુંટુંબ સમૃધ સુખી છે, ઘરમાં શાંતિ છે.દિવસો પાણીના રેલાની જેમ ચાલ્યા જાય છે, અવની રાતે ન વધે એટલી દિવસે વધે અને જોત જોતોમાં તો હવે કૉલેજમાં આવી ગઈ. તેનુ યૌવન ખીલી ઉઠ્યુ, નાજુક નમણી રૂપાળી, જેવું રૂપ તેવાજ ગુણ. ગુણીયલ અવની પરિવારમાં સૌની માનીતી અને પ્યારી છે.અવની ભણવામાં હોશિયાર છે.આખરે અવનીએ તેનુ બીએસસી પાસ કરી લીધું.પોતાની ન્યાત અને સમાજમાં આ કુટુંબનુ સારુ એવુ નામ છે.જયંતના મિત્રએ મુંબઈમાં રહેતા એક વેપારીના પુત્ર અવંતનુ નામ અવનીના વિવાહ માટે સજેશ કર્યું. જયંત અને તેનો મિત્ર મુંબઈ જઈને છોકરાને જોઈ આવ્યા બધું ઠીક લાગ્યુ એટલે અવની અને છોકરાનુ મળવાનુ ગોઠવ્યું.અવંતનો પરિવાર છોકરીને જોવા માટે રાજકોટ આવી પહોંચ્યો.અવંત અને અવની એક બીજાને પસંદ આવ્યા. બંને પરિવારને પણ માણસો યોગ્ય લાગ્યા.સાકરના રૂપિયા આપ્યા અને વિવાહ નક્કી થયા અવંતના માતા-પિતાએ કહ્યું પંડિતને બોલાવીને લગ્નનુ મહુર્ત કઢાવીશું. હીરાબાએ કીધું હમણા જ અમારા ગોર મહારાજને બોલાવીએ પંચાંગ જોઈને મહુર્ત કાઢી આપશે. નોકરને ગોરમહારજને બોલાવવા માટે મોક્લ્યો, ગોર આવ્યા એટલે બંનેની જન્મ કુંડલી મેળવી ૩૬ ગુણ મળ્યા,બે મહિના પછીની તારીખ નક્કી થઈ.બધાંનુ મૉ મીઠું કરાવ્યું. પહેલાં એન્ગેજમેન્ટ પછી લગ્ન એમ નક્કી કરવામાં આવ્યું.એન્ગેજમેન્ટ મુંબઈમાં ધાધુમથી થયાં અને ત્યાર બાદ લગ્ન કરવા વરરાજા મુંબઈથી જાન લઈને રાજકોટ આવ્યા.

અવનીના લગ્ન ધામ ધુમથી સંપન્ન થયાં, દિકરીની વસમી વિદાઈની વેળા આવી.જયંતને તો તેના કાળજાનો ટુકડો કેવી રીતે વિદાઈ આપવી ? એવું મહેસુસ થયુ હમણાં હ્રદય ધબકવાનુ બંધ કરી દેશે.દિકરીને વિદાઈ આપતાં પિતાના દિલમાં સખત વેદના થઈ,મારા આંગણના તુલસી ક્યારા વીના મારું ઘર પ્રાણ વીહીન થઈ જશે. મમ્મીમયુરી ચોધાર આંસુએ રડી રહી છે. દાદીનો જીગરનો ટુકડો ! બેટા તારા વીના હું કેવી રીતે જીવીશ ? અવનીની આંખના અશ્રુ બંધ થવાનુ નામ નથી લેતાં, હીરા બા તરત જ બોલ્યાં દિકરી રડીશ નહી,ખુશી ખુશી તારા ઘરે જા,સાસરે હળીમળીને સંપીને રહેજે, હવે બંને કુળની લાજ-આબરૂ તારા હાથમાં છે.મુંબઈ ક્યાં દુર છે ? આશિર્વાદ આપી દિકરીને વિદાઈ કરી. ઘરનુ આંગણ સુનુ થઈ ગયું.

‘ કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં’

ગુણીયલ અવની સાસરામાં દુધમાં સાકર ભળી જાય તેમ સૌની સાથે પ્રેમથી ભળી ગઈ. બહુજ જલ્દીથી સૌની લાડકી અને ગમતી બની ગઈ.પૈસો-નોકર ચાકર, પ્રેમાળ સાસરૂ તેમજ પ્રેમાળ પતિ જીવનમાં બીજું શું જોઈએ, અવની સાસરે ઘણીજ સુખી છે.

અવંતને ખાસ મિત્ર જય અને નીશા સાથે ઘર જેવો સબંધ છે.સિનેમા,રેસ્ટોરંટ,પિકનીક,ગમે ત્યાં જાય મુંબઈ કે મુંબઈની બહાર ચારેવ જણા સાથે જ હોય. અવંત અને જયની દોસ્તી બહુજ ઘહેરી હતી. અવની તો અવંતની ખુશીમાં ખુશ અવંતનો પડ્યો બોલ ઉપાડે. કોઈ વખત કોઈ વાત પસંદ ન હોય તો પણ અવંતની ખુશી માટે તે તૈયાર થાય,વિચારે અવંત નારાજ થાય તો ? પતિવ્રતા અવની પત્ની ધરમ બરાબર ઈમાનદારીથી નિભાવે છે.

લગ્નને બે વર્ષ થઈ ગયાં અને ઘરમાં પુત્રનુ આગમન થયું. જયને પણ એક દિકરી છે. આમ બાળકો પણ હળી મળી ગયાં.જોત જોતામાં અવનીનો પુત્ર પાંચ વર્ષનો થયો.એક દિવસ

અવંત – “ અવની એક વાત તને ખબર છે ? ‘

અવની – “ કઈ વાત ? “

અવંત – “ તૂં જાણે છે અહીં મુંબઈમાં કી ક્લબો ચાલે જ્યાં વિવાહીત કપલની અદલા બદલી થાય છે “

અવની – “ છી ! આવી ગંદી વાત મારી સાથે ના કરીશ, મને તો સાંભળીને ધૃણા થાય છે , મારી આગળ આવી બધી વાતો કોઈ દિવસ કરશો નહી, સાંભળીને મને અત્યારે માથામાં સણકા ચાલુ થઈ ગયા. “

અવંત – “ ઓકે બાબા નારાજ ના થઈશ હું તો અમસ્તો તને વાત કરતો હતો.”

મહાબલેશ્વર અવંતની ફેવરીટ જગ્યા છે.વર્ષમાં એક વિઝીટ ચોક્ક્સ હોય.મહાબલેશ્વર જવાનુ નક્કી કર્યું,આ વખતે જય અને અવંતે અવનીની જાણ બહાર કોઈ જુદોજ પ્રોગ્રામ બનાવ્યો. બંને છોકરાંને હોટેલમાં ચાલતા છોકરાંના પ્રેગ્રામમાં મોકલાવી દીધાં, પીવાનુ પુરુ થયું એટલે અવંત નીશાને લઈને બેડરૂમમાં ગયો અને અવનીને જય પાસે છોડી દીધી, ઓચિંતી આવી પડેલ પરિસ્થિતી જોઈ અવની ડઘાઈ ગઈ.જયે અવનીને પોતાની પાસે ખેંચીને તેને બાહોમાં લીધી, તરતજ અવનીએ વાઘણની જેમ ગર્જના કરી “ જય મને હાથ લગાડવાની તારી હિંમત કેવી રીતે થઈ ? ફક્ત અવંતને જ મેં આ અધિકાર આપ્યો છે.આજે તેં મારા શરીર અને આત્મા બંનેને ભ્રષ્ટ કરી દીધા, કયા જનમમાં મારું આ પાપ ધોવાશે ? “અવનીએ મોટી રાડો પાડીને બોલવા માંડ્યુ. હમેશાં શાંત રહેતી માપનુ બોલાનાર અવનીએ આજે મહાકાલીનુ સ્વરૂપ ધારણ કર્યું, જય પણ અવનીનુ આ રૂપ જોઈ ગભરાઈ ગયો, બે કદમ પાછો ખસી ગયો. અવનીની બુમા બુમથી અવંત અને નીશા પણ રૂમમાંથી બહાર ભાગતાં આવ્યાં.અવનીનુ આવું સ્વરૂપ જોઈને અવંત અને નીશા પણ શુન્ય બન્યા મૉઢામાંથી એક પણ ઉદગાર ન નીકળ્યો. અવની રૂમમાંથી નીકળી લીવીંગ રૂમમાં સોફા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.પેલા ત્રણની હિંમત નથી અવનીનો સામનો કરી શકે. આજે એક પતિવ્રતા સ્ત્રી પર જે કૃત્ય આચરવાની ભુલ થઈ હતી. ત્રણેવ પસ્તાય છે.જય બોલ્યો યાર અવંત એક વાર તો તારે અવનીને પુછવું હતું ને તેની મરજી જાણ્યા વીના આપણે કેટલી મોટી ભુલ કરી.

અવંત – “ જય મને એમ કે તે મારુ બધું ક્હ્યું માને છે તે ના નહી પાડે “

પાંચેક મિનીટ પછી ત્રણેવ અવની પાસે ગયાં, તેને અવંતે પાણી પાયું અને કાન પકડીને માફી માગી. જય અને નીશાએ પણ માફી માગી “ અવની અમને માફ કરી દે “

અવની – “ ખુબજ ભડકેલી હતી, “ તમને ત્રણેવને શરમ નથી આવતી ? ઓરત શું એક રમકડું છે કે કોઈના પણ હાથમાં રમવા માટે આપી દીધું ! નારીની ઈજ્જત એક વખત લુંટાય પછી તે જીવતી જાગતી લાશ બની જાય. જયને હું ભાઈ સમાન માનુ  છું, હું તમને બંનેને શું કામ કોશુ છું જ્યાં મારો જ સીક્કો ખોટો હોય તો બીજાનો શું વાંક ! અવંત તું મને હમણાંને હમણાં મુંબઈ પાછી લઈ જા, અને મારે ફરીથી આ બંનેના મૉઢા નથી જોવા. “

અવંત – “ અવની શાંત થા , તૂં ગુસ્સામાં છે એટલે આવું બોલે છે, અમે તારી માફી માગી ને ?”

અવની  – “ માફી માગી એટલે શું બધું પતી ગયું ? તમારા મગજમાં આવા સડેલા વિચારો ક્યાંથી આવ્યા ?”

બે દિવસમાં મુંબઈ પાછા જવા નીકળ્યા, અવનીએ બધાની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી. મુંબઈ જઈને ચુપચાપ, ઉદાસ રહેવા લાગી, આખો દિવસ વિચારોમાં ખોવાએલી રહે છે.ટાઈમે બરાબર ખાવાનુ નથી ખાતી. અવંતના મમ્મી-પાપાએ પૂછ્યુ બેટા અવનીને શું થયું છે મહાબલેશ્વરથી આવ્યા પછી ઉદાસ રહે છે ? તારે એની સાથે ઝઘડો થયો હતો ?

અવંત – “ ના મમ્મી અમારે કોઈ ઝઘડો નથી થયો. “

ધીમે ધીમે અવની ડીપ્રેશનમાં જતી રહી. જે રીતે નાનપણથી તેની પરવરીશ થઈ હતી, તેના સંસ્કાર, તેનો સ્વભાવ વિરુધ્ધની ઘટના ઘટી, તેના દિલને બહુજ મોટો આઘાત લાગ્યો છે. તેનુ મન માનવા તૈયાર નથી એક પતિ પોતાની પત્નીને બીજા પુરૂષ પાસે મોકલી શકે ! અવંતે સાઈકાટ્રીસને બતાવીને અવનીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અવની જીદે ચડી છે મારે પપ્પા પાસે જવું છે.

અવંત – “ હા ચોક્ક્સ હું તને પપ્પા પાસે લઈ જઈશ તારી તબીયત થોડી સારી થવા દે, “ અવંતે સ્વપ્ને પણ વિચાર્યુ હતું નહી તેના એક ગલત કદમથી અવનીની આટલી બધી હાલત ખરાબ થશે અને સુખી સંસારમાં આગ લાગશે.

જયંત દરોજ બહાર બાલ્કનીમાં બેસીને ચા પીવે છે અને તેની નજર આંગણમાં અવનીને શોધતી હોય,જયંતે નોટીસ કર્યુ જે તુલસીક્યારો લીલોછમ હર્યો ભર્યો રહે તે અચાનક તેના પાન કાળા પડવા લાગ્યા અને છોડ સુકાવા લાગ્યો. મનમાં ધ્રાસકો પડ્યો મારી અવની તો મુશીબતમાં નથીને ? જયંતે અવનીના ખબર પુછવા માટે મુંબઈ ફોન કયો અવંતેજ ફોન ઉપાડ્યો કહ્યુ હા પપ્પા અવની મઝામાં છે તેને માથુ દુખે છે તે સુઈ ગઈ છે. અવંત ઝુઠ્ઠુ બોલ્યો પારાવાર પસ્તાવો થાય છે. પોતાની કરની પર તેન દુખ થયું.તેણે વિચારી લીધું અવનીની ઈચ્છા છે પપ્પાને મળવાની હું તેને રાજકોટ લઈ જઈશ તેને શાંતિ થશે. અવંત ધરમસંકટમાં ફસાયો હું તેના પપ્પાને શું જવાબ આપીશ ? ભગવાન અવનીના માતા-પિતા અને દાદીને હું મૉ બતાવી શકું એવી શક્તિ આપજો.

અવંતના પપ્પા મુંબઈની લાઈફ સ્ટાઈલથી વાકેફ છે, પૈસાવાળના નબીરાઓની હરક્તો જાણે છે.તેમને એ પણ ખબર છે રાજકોટની લાઈફ કેવી હોય અને મોહમયી માયા નગરી મુંબઈની લાઈફ કેવી છે. તે તો શાનમાં સમજી ગયા મહાબલેશ્વરમાં શું બન્યુ હશે. નાના એવા ઝઘડામાં અવની ડીપ્રેશનમાં ન જાય. આતો બહુ સીરીયસ વાત કહેવાય. આ વાતનો ઉકેલ મારે જ લાવવો પડશે.અવંતના પપ્પાએ તેની પત્ની સાથે વાત કરી જયંતભાઈએ તેમની વ્હાલી દિકરીનુ આપણને કન્યાદાન કર્યું છે.આપણા ભરોસે દિકરીને આપણા ઘરે વિદાય કરી.હવે અવની આપણી જવાબદારી કહેવાય.એ આપણી પણ દિકરી છે. અવંતની મમ્મીએ કીધુ હા તમારી વાત સાથે હું સહમત છું, અવનીના સુખ દુખની જવાબદારી આપણી છે. બંનેએ નક્કી કર્યું,મમ્મી-પાપા અને અવંત, અવનીને સાથે બેસાડીને વાત કરવી. રજાનો દિવસ છે, ચા નાસ્તો થઈ ગયો એટલે ચારેવ જણાં રૂમ બંધ કરીને બેઠાં.અવંતની મમ્મીએ અવનીને નજીક બેસાડી માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં –“ બેટા નાહકનો શું કામ તારો જીવ બાળે છે. જે હોય તે અમને વાત કર તારું હૈયું હળવું થશે, અવની બેટા હવે અમે જ તારા માતા-પિતા છીએ. અવની સાસુના આ શબ્દો સાંભળતાં જ છુટ્ટે મૉઢે રડવા લાગી.

તેની આ હાલતમાં હુંફ,મમતા અને બે પ્રેમ ભર્યા શબ્દોની જરૂર છે.અવંતના પપ્પાએ પણ કીધું બેટા અવની તૂં જરાય ચિંતા ના કરીશ મહાબલેશ્વરમાં શું બન્યુ મારે અવંતના મૉઢે સાંભળવુ છે. અવંત બેટા જે હોય તે વીના સંકોચે મને ક્હે ભુલ દરેકથી થાય.મમ્મી-પાપાનો સાથ છે અવંતને હિંમત મળી, તેણે અત થી ઈતી બધીજ વાત કરી.

પપ્પા – “ બેટા આ તેં શું કર્યું ! અવંત તેં કોઈને મૉઢું પણ ના બતાવાય એવું કૃત્ય કર્યું છે. જયંતભાઈનો પરિવાર જાણે તો આપણી આબરૂના કાંકરા થઈ જાય.અમને મા-બાપને શરમ આવે છે. ભલે જે થઈ ગ્યું તે મોટી ભુલ કહેવાય કે જેની કોઈ માફી પણ ના હોય.તારી ભુલને માફી કેવી રીતે અપાય ? આપણે હવે રસ્તો કરવાનો છે. અવંત લગ્ન બંધન એવું બંધન છે જે સાત જન્મો નિભાવવાનુ હોય છે. તેં સપ્તપદીના ફેરા લઈને સાત વચન લીધાં છે. જેમ અવની તેના વચન નિભાવે એરહી છે તેમ તારે પણ સાત વચન નિભાવવાની ફરજ છે. “

મમ્મી – “ બેટા લગ્ન અને લગ્ન જીવન એ મજાક નથી. લગ્ન એક પવિત્ર બંધન છે. તેંતો બધી હદ પાર કરી. પવિત્રતાનો મતલબ તને સમજાયો જ નહી. બેટા દરેક વસ્તુને એક હદ હોય છે, એક મર્યાદા હોય છે.સંસ્કાર મર્યાદા વીના ન આવે, આ સંસ્કારને પણ મર્યાદા હોય છે. લગ્ન જીવન ખેલ નથી.એક બીજા માટે માન સંમાન હોવું જ જોઈએ. નારી કઠપુતલી નથી કે મરદ જેમ નચાવે તેમ નાચવું જોઈએ.નારી કોઈ રમકડું નથી કોઈને પણ રમવા માટે આપી દીધું. સુખી સંસારમાં પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ હોવી જ ન જોઈએ.બેટા તારી પરવરિશમા અમારી ક્યાં ચુક રહી ગઈ ? “

અવંત – “ મમી પાપા મારી બહુજ મોટી ભુલ થઈ મને માફ કરી દો.મને બહુજ પસ્તાવો થાય છે, પરંતું શું કરું ? અવનીની આ હાલત જોઈ મારા હ્રદયમાં શું ચાલી રહ્યું છે કેવી રીતે બતાવું ? “

પાપા – “બેટા અવનીને લઈને અમેરિકા ઉપડો તારી ફોઈ ત્યાં જ છે, ત્યાં સારામાં સારી ટ્રીટમેંટ મળશે અને જગ્યા બદલાશે અવની ભુતકાળ ભુલશે તો જ અવની સારી થશે. સમય જતાં તેના જખમ ભરાશે “

અવનીને મમ્મી –પાપા તરફથી પુરો સાથ મળ્યો તેના દિલમાં ઠંડક પહોંચી, તેને લાગ્યું તેના જન્મ દાતા મા-બાપનુ વાત્સલ્ય, મમતાનો મલમ ઝખમ પર લાગી રહ્યો છે.અવંત, અવનીની ટ્રીટમેંટ કરાવવા માટે અમેરિકા જવા નીકળ્યો.અમેરિકામાં એક વર્ષ ટ્રીટમેન્ટ ચાલી, હવે અવની એકદમ નોરમલ થઈ ગઈ, તેને તેનો દિકરો અને ઘર યાદ આવી ગયું, અવંતને કહ્યુ આપણે અમેરિકામાં બહુ રહ્યા ચાલો પાછા ભારત આપણે ઘરે જઈએ.

અવંતના મમ્મી-પાપા આજે અવની અને અવંતને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા. અવનીને ખુશખુશાલ ખીલતી કલી સમાન જોઈને અવંતના માતા-પિતાને ઘણોજ આનંદ થયો.ઘરે આવ્યાં આજે ઘર ફરીથી ખુશીઓથી ગુંજી ઉઠ્યુ. અવંતની મમ્મી બોલ્યાં

“ મારી ગુણીયલ વહુએ બંને કુળની લાજ રાખી, મારી કુળવધુ મારા ઘરની શોભા છે.બેટા સદા સુખી રહો.”
હેમા  –  જય શ્રી કૃષ્ણ.

 

 

 

 

 

 

 

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(17) આત્મસાત

Posted on ફેબ્રુવારી 16, 2017 by Pragnaji

સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયતસારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી નાસમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો જ હુકમચાલતો. એના મોઢામાં થી નીકળેલો  છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એ એકાંત માંરડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું  થાત.સારા સામે ભૂતકાળનાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં એ ખૂબસૂરત!!જ્યારે ખલિલ  અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ.ગરીબ મા બાપેસારા માટે હા પાડી દીધી.પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલીજાય.લગ્ન બાદ સારા લંડન આવી ગઈ.બે બાળકોની માં બની ગઈ.ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈગઈ.ભાઈઓની પણ શાદી થઈ ગઈ.દરેક પોતાના ઘરમાં સુખી હતાં.પણ માં ની તબિયત બગડતી જતીહતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે,” માં નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા !! કારણકે આ વખતે માંનહીં બચે એવું લાગે છે.”.સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી.ખલિલ હાજર ના હતો. ભાઈ જાન કહેતાહતાં કે. “માં આખો સમય સારા સારાનું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી..હુંછેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં!! બસ એ તને જોવા માટે તડપી રહ્યાછે.તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય!! એનો જીવ તારામાં ભરાયો છે!!”સારા પપ્પા ગુજરી ગયાંત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કાઇ બહાને ખલિલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબરડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી એ પપ્પા દુનિયા થી ચાલ્યા ગયાં.પણ એનું મોંજોવા જઈ ના શકી!! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી.ખલિલને એ પોતાના સગાંઓ સાથેસંબંધ રાખે એ ગમતું જ ના હતું.હવે માં ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માં ને પણ નહીં જોઈ શકે? યાખુદા મને રસ્તો બતાવ અને ખલિલના દિલમાં રહેમ નાખી દે..હું મારી માં ને છેલ્લી વાર જોવા માંગું છું!! યાખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલિલના દિલમાં પણ નાખી દે!!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલિલને કહ્યું કે, “ચાલો ભારત જઈ  આવી એ ફરી પણ આવી એ અને માં નેમળી પણ આવી એ.” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણકે જો ફક્ત માનું નામ લીધું હોત  તો ભારતજવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલિલ બોલ્યો સારું પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈ એકારણકે બાળકોનો અભ્યાસ બગડે  સારાએ કહ્યુંં,”સારું કાંઇ વાંધો નથી!! સારાએ મુસલ્લો બીછાવી બે રકાતનમાજ પડી  દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા!!અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોતતો આજ પણ ખલિલ માન્યો ના હોત!! મારી માં ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપરકાયમ રાખજે!!એને તંદુરસ્તી બક્ષજે!

ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં.દિલમાં દુઆનોદોર ચાલું હતો.અમદાવાદ પહોંચી ગયાં.ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરેવતનનો ઝુરાપો શું છે એ સારાને પૂછો!! સગા વહાલાનો વિરહ શું છે એ સારાનાં દિલને પૂછો!!સારાનીઆંખમાં આંસું આવી ગયાં!! મોટી જીપ લેવા આવી હતી. ભાઈ એ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનોખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલિલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારાદિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી.કે માં ઠીક હોય!! હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલેઅલ્લાહનો શુકર!!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માંના ખાટલા ને વીંટળાઈને બેસીરહ્યા હતાં. ખલિલને માંની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોનાં શોહર આવી ગયાંહતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં.માં હજુ શ્વાસ લઈ રહીહતી.સારાએ  દોડીને માં પર પડતું મૂક્યું. માં માં માં એ સિવાય બીજો કોઈ શબ્દ મોઢાં માં થી નીકળતો નાહતો. વરસોનો ઝુરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો.માં ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણ ગણતી હતી” સારા, મારી દીકરી, મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. માં ની આંખમાં થી આંસુની ધાર વહી રહી હતી.બહેનોએ થઈને માં દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધીમાં નો ખરબચડો હાથ હાથમાં લઈ સેહલાવતી રહી!! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં આ માં એ સાત બાળકોનેઉછેરવામાં!! કેટલી મુસીબત વેઠી!! માં તને સલામ!! હવે તું આ દુનિયા છોડવા ચાલી!! હું તારા માટે કશુંના કરી શકી!! કાંઈ નહી..પણ માં નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે!! એમાં સ્વાર્થની બદ બુ નથી..તને તોબદલામાં કાઈ નહીં જોઇએ !! બસ બાળકોની ખુશી સિવાય!!

ખલિલે અચાનક એને બોલાવી!! સારા જાણે તંદ્રા માંથી સફાળી જાગી પડી!! માં નો હાથ મૂકી એ બીજારૂમમાં આવી!! ખલિલે કહ્યું, ” તું આ માટે  અહીં લાવી હતી!! બરાબર ને!! સારા નીચુ જોઈ જમીનને પગનાંઅંગૂઠાથી ખોતરતી રહી! ” તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો? ખલિલ ધુંઆપૂંઆ થતોબોલ્યો!!ન્સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં.આછું ડૂસકું ભરી સારાએ કહ્યું,” માં બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી!! માં ને છેલ્લી વાર મળવું હતું એટલે..!! ખલિલ હાથનો ધક્કો મારી ઉપર મેડીઉપર જતો રહ્યો.મેડી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈ એ સાફ કરાવ્યો હતો. સારા અને ખલિલ માટે..આખીરાત બધાં માં ને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધબક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં.વાતાવરણ શોકમગ્ન હતું. ખલિલ મેડી ઉપરથી નીચે આવ્યો જ નહી.
બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં.અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી.

થોડી વાર પછી ખલિલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી.એણે ઇશારાથી સારાનેઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમી ને બાજુ પર મૂકી એ ઉપરગઈ. ખલિલે દરવાજો બંધ કરી દીધો.સારાએ કહ્યું,” ખલિલ, બોલો શું કામ છે? ખલિલ એની એકદમ નજીકઆવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હમેશા માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથહટાવી દીધો.સારાએ કહ્યું,” ખલિલ પ્લીઝ આજ નહીં.” ખલિલે ફરી એજ હરકત કરી..સારા ઉદાસ હતી.દિલબુઝાયેલું હતું.રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી.ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દૉરચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. માં માટે દુઆ કરી રહ્યા હતાં ત્યારે ખલિલઆવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલિલ પર વાસનાનું ભૂત સવાર હતુંએને ના  તો સારાના આંસું દેખાતા હતાં કે ઘરનાની ચહલપહલ!!એણે સારાને નજીક ખેંચી!! કુરતાના બટનખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને એઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવુંસમજ પડતી ના હતી.ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને એ નોચતો રહ્યો. ત્યા સુધી એનેનોચતો રહ્યો જ્યાં સુધી એની શહવત પૂરી ના થઈ.સારા એક મુડદાની જેમ પથારીમાં પડી રહી.એ બાજુપર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં.એ પથારીમાં પડી હતી. હજુ પણ એ નિર્વસ્ત્રહતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય,” માં માં માં.” આ ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ!! માં મૂકીને ચાલી ગઈ!! એ માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ..ખલિલ પણ કપડા વગરનો પડ્યો હતો.હવેએને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે એ સિવાય નમાજ નાપઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય!! મેડી ઉપર બાથરુમ ન હતો. સારા રડતાં રડતાં કપડાંપહેરવા લાગી!! નીચે રોકકળ સંભળાતી હતી.માં ચોક્કસ ચાલ્યાં ગયાં!! અરે હું કેવી અભાગી છું ભારતઆવી પણ માં ને  છેલ્લા સમયે ઝમ ઝમ પણ પીવડાવી  ના શકી!! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હુંશરમથી મરી જઈશ!! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? એ લોકો શું સમજશે? ખલિલ ,ખલિલ આજ તો તે મને છોડી દીધી હોત!! આ તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણમને ના છોડી!!મલેકુલ મોત દરવાજા પર ઊભું છે…અરે મારી માં આ દુનિયા છોડી ગઈ.. પણ તને અસરનથી!!હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ.એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.એ ધીરે ધીરેપગથિયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને  વળગી પડી!! બાજી બાજી માં ચાલ્યાં ગયાં એ છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમ ઝમ પીવું હતું .. તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં? સારાએપછાડી મારી અને છાતી કૂટવા લાગી..શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતીહતી..એ હાથ છોડાવી બાથરૂમ માં  ભાગી ગઈ ..બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાંય સુધી  અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજઆવ્યો.  સારા ધીરેથી બહાર આવી અને માં ના મયત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાંહતાં.બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી..સારાએ પણ આખરી સલામ કર્યા!! એ મેડીપર ગઈ ખલિલ નગ્ન અવસ્થામાં સુતો હતો. હજું સુધી એને માં મરી ગયાનું દુખ ના હતું.એણે  એના કપડા લઈને એનાં પર ફેંક્યા અને ઝટકો મારીને ઊઠાડ્યો.

રુક્ષ અવાજમાં સારાએ કહ્યું,” માં નું મય્યત ઊઠી  રહ્યુ છે. કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડો…મારેતમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી આ ઘર પરનો હક મટી ગયો છે. મારાં બાળકોનેભારત મોક્લી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ!! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો.પણએના માં એક આત્મા છે સંવેદના છે લાગણી છે એ તમે સમજતાં નથી!!સ્ત્રી ની હા ને હા અને ના ને નાસમજતાં શીખો.બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને આ રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો.કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી એ તમારું ઘરપણ નહીં છોડે!!મોતનો એહતરામ કરતાં શીખો. ખલિલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપઘરમાંથી નીકળી ગયો!!ં
સપના વિજાપુરા

 

 

 

 

 

 

 

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(18) દમામ

Posted on ફેબ્રુવારી 17, 2017 by Pragnaji

જીગીષા દિલીપ પટેલ

બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે નહિ રડું  બસ હવે  નહિ અને ગાડી ની ચાવી લઇ દોડી,શેતલની મા ગભરાઈ, શું થયું ? દેવકીબેનબોલ્યા શેજલ દ્રઢતાપૂર્વક બોલી બસ આજે તો લઈને જ આવીશ ,દેવકીબેન  રોકે  તે પહેલા જ શેતલ ગાડીમાં બેસી ઝડપથી  બારણું બંધ એક્સએલટર આપી, ગાડી “દમામ” બંગલા તરફ ભગાવી મૂકી …

પન્નાબેનના ફોનની ઘંટળી વાગી હાથમાં લીધેલો ચાનો કપ મૂકી ફોન લીધો ..પન્ના  દેવકી બોલું છું સાંભળ વાઘણ વિફરી છે ..

હૈં  હૈં  શું થયું ?ગભરાઈ ને બોલાયેલ પન્નાનો અવાજ સાંભળીને જાનકી શેતલનીબેન પણ ડ્રાંઈંગરૂમમાં  દોડી આવી. જાનકીબહેન ચાલો જલ્દી ગાડીમાં બેસો ,શેતલબેન  ‘દમામ ‘ બંગલે એકલા ગયા છે.અને જાનકીએ ગાડીમાં બેસતા કમલને ફોન લગાવ્યો ભાઈ હમણા જ  ઝટ “દમામ” પોહ્ચો,નહિ  તો અનર્થ થઇ જશે, વાઘણ વિફરી છે.તમારી ઓફીસ બંગલાની નજીક છે. અમારી પહેલા ઝટ પોહચી બધું સાંભળો અને જાનકી અને પન્ના મારતી ગાડીએ દમામ  પહોંચ્યા. દાખલ થતા જ પન્ના એ જોર થી ગાડી ને બ્રેક મારી,કમલ ઝાંપે ઉભો હતો,સામેથી શેતલને પુર ઝડપે આવતા જોઈ જાનકી સમજી ગઈ  એણે ઝડપથી બારણું ખોલ્યું અને શેતલ દેવ ને લઈ ને ગાડીમાં બેસી ગઈ. અને પન્નાએ ત્વરિત નિર્ણય કરી ગાડી ઘરે ન લેતા  જાનકી ના ફાર્મહાઉસ બાજુ મારી મૂકી……

ગાડીમાં બધા જ શાંત હતા, પણ બંગલે શેતલ ની જેઠાણી બંગલાના પગથીએ ઉભી જોર જોરથી બુમો પાડતી બોલતી હતી રોકો એને, રોકો, એ જુઓ ગાડીમાં ભાગી જાય છે. પણ ઝાંપે ઉભેલો કમલ શેતલનો મોટો ભાઈ  ઝાંપે આડો હાથ દઈ રાખડીનું ઋણ ચૂકવતો ઉભો રહ્યો અને વળતો જવાબ આપતા રૂવાબ ભેર બોલ્યો, એય ચુપ કર, શેતલ ની ગાડી નીકળી જાય ત્યાં સુધી કમલ હજી દમામ ના ઝાંપા પાસે જ ઉભો હતો શેતલ ની જેઠાણી  બૂમો પાડતી રહી  હવે  કમલે  જોરથી ઘાંટો પાડ્યો ,ને ત્યાં જ એને ઝાટકી નાંખી: એય જબાન સંભાળ ! એનો હક્કનો છે અને એ લઇ ગઈ છે , કેટલા દિવસથી તડપાવતા હતા તેને !કેટલા  ફોન કરીને કરગરી ,તમે જવાબ જ ના આપો તો શું કરે ?ગાંડી  કરી નાખી મારી બેનને ! હવે કોર્ટમાં મળજો સમજ્યા !આમ કહી જોરથી ઝાંપો પછાડી તે પણ  ગાડી માં બેસી ગાડી હંકારી ગયો.ગાડીમાં કોઈ કઈ ન બોલ્યું ,શેતલે આજે ખુબ મોટું અને હિમત ભર્યું પગલું લીધું હતું, નહિ તો ઘરમાં કોઈની તાકાત હતી કે દમામ ના ઝાંપાની બહાર દેવ ને લઇ જાય ,શેતલ ના સસરા ના બંગલા નું નામ ‘દમામ ‘ હતું ,દયાબેન ,માધવલાલ અને મનુ પરથી રાખ્યું હતું  …

હા માધવલાલ ના બંગલામાં  તેમની એકહથ્થુ સત્તા ચાલતી હતી.કોઈ ઘરમાં એમની રજા વગર પાણી પણ પી ન શકતા,આમ તો આ વૈભવશાળી બંગલો સજાવેલી જેલ જેવો હતો,સમાજમાં મોભાદાર ગણાતા માધવલાલ ના ઘરમાં દરેક વ્યક્તિને તેનો હુકમ માનવો પડતો,શું નહતું ?પણ શેતલે ઘરમાં ટીવી જોવાનું નહીં, છાપું કે ચોપડી વાંચવાના  નહીં ,એના પતિ અનિલ સાથે એકલા ક્યાંય બહાર જવાનું નહિ એટલું જ નહિ મિત્રો કે પિયરના સગાસંબંધીને એકલા મળવાનું નહિ.અને પતિ અનિલ નું તો ઘરમાં કોઈ મંતવ્ય કે ગૌરવ જ નહિ.આનાથી વધારે કો સ્ત્રીને બીજું શું દુઃખ હોય શકે  ?

આજે દીકરો દેવ  ડૉ થઇ ગયો.રેડ કાર્પેટ પર કાળાકોટમાં હાથમાં સર્ટીફીકેટ લઇ આવતા દીકરાને જોઈ શેતલની આંખોમાં પોતાનું સ્વપન સાકાર થતા દેખાણું …એક ગૌરવ અને અનોખું સ્વતંત્ર વ્યક્તિત્વ દીકરામાં જોતા ભૂતકાળ ન ઈચ્છવા છતા તરી આવ્યો. ક્યાં અનિલ અને ક્યાં દેવ ?અને ત્યાં દેવ આવ્યો મોમ આ મારી ગર્લ ફ્રેન્ડ , સુંદર સુશીલ ભણેલી છોકરી જોઈ પોતાના લગ્ન યાદ આવી ગયા, મમ્મી કેવી લાગી ?બેટા તને ગમે એજ મારી પસંદગી.અને શેતલ પાછી ભૂતકાળમાં સરી પડી…..પહાડ પરથી નીચે પડતા ઝરણાં જેવી ઉછળતી કૂદતી અને યુવાની ના ઉંબરે પગ મૂકતી શેતલ હજુ હમણાંજ ગ્રેજ્યુએટ થઈ હતી આગળ ભણવાનું વિચારે તે પહેલા જ એના લગ્ન માધવલાલ ના દીકરા અનિલ સાથે કરાવી નાખ્યા.

ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં દીકરીઓને કાચી ઉંમરમાં સામાજિક દબાણ હેઠળ આવીને પરણાવી દેતા, દીકરી મોટી થઈ જશે તો તેને સારું ઘર નહિ મળે તો ?એમ સમજી પરણાવી દેવાય છે.દીકરીની ઈચ્છા પૂછયા કે જાણ્યા વગર જ ઓન પેપર સારા  લાગતા છોકરા સાથે ઘરના વડીલ એક બે મીટીંગ કરી ડેટીંગ કરાવ્યા વગર નિર્ણય લઇ લેતા.છોકરાના પિતાનો ધંધો,જમીન,બંગલા,ગાડી  માન ભપકો જોઈ અને છોકરાનું સામાન્ય ભણતરને નજર અંદાજ કરી  દીકરીના આખા જીવન નો સોદો માબાપ અજાણતા કરી કરી નાખતા.  દીકરી નું છોકરા સાથે માનસિક સ્તર અને વ્યક્તિત્વનો મેળ થાય છે કે નહિ એનો વિચાર સુદ્ધા ના કરતા  હા પણ જન્માક્ષર અચૂક મેળવતા.   આમ જ શેતલના લગ્ન થઇ ગયા હિમાલયના  ના ખુશનુમા વાતાવરણમાં ઊછરેલો છોડ કચ્છ ના રણ ની ગરમી માં રોપવામાં આવેતો બિચારો મૂરઝાઈ જ જાય ને  ?શેતલ નું પણ એવુ જ થયુ હતું માધવલાલનો વટ અને  ગળચટી વાતો અને વિશાલ બઁગલા,ગાડીઓ અને એકરો વારની જમીન અને  ફાર્મહાઉસ જોઈને  દેવકીબેન પણ આ ભૂલ કરી બેઠા અને  શેતલ ના લગ્નતો થયા પણ લગ્નના થોડા સમયમાં જ શેતલના સપના ચૂર ચૂર થઈ ગયા.

કોઈ જાત નો મન મેળ નહિ શેતલ નું અનિલ સાથે માનસિક સ્તર  તદ્દન ભિન્ન  એટલું જ નહિ તેની હૂંફ કે  પ્રેમભર્યો સહકારની  અપેક્ષાપણ હવે મરી પરવારી આથી તે અંદર ને અંદર મુરઝાવા લાગી,એમાં એક દિવસ માધવલાલે શેતલ ની મા  દેવકી ને બોલાવી મોટા અવાજે ખખડાવી નાખ્યા, કેટલા મહિના તમારી દીકરીના લગ્નને થયા ? તમારી દીકરી કેમ પ્રેગ્નેટ થતી નથી ? કોને પૂછીને ગર્ભનિરોધક ગોળી લે છે ?આવા આક્ષેપ કરી આડકતરી રીતે ધમકી આપી દીધી,તમને ખબર છે ને? આ ખાનદાનને કુળદીપક જોઈએ છે ! આ વાત સાંભળીને દેવકી ને તેના પરિવારને પર તો વજ્રઘાત  થયો.દેવકી ખળભળી ગઈ ..હજી તો જાનકીને પરણવાની છે!  દીકરી નું ઘર ભાંગશે તો સમાજ શું કહેશે ? એ બીકે   દેવકીએ શેતલ ને સમજાવી ને દેવ જન્મ થયો, પણ હજુ તો દેવ આઠ મહિનાનો થયો ને  શેતલને માધવલાલે  તેમની પોતાની દીકરી સ્વેતાની  ડિલિવરી કરવા અમેરિકા મોકલી,દેવને માધવલાલ પોતાની પાસે રાખ્યો શેતલ દેવ ને સાથે લઈ જવા કેટલું કરગરી પણ માને તો  માધવલાલ શેઠ શેના ! અમેરિકા ને બહાને તેની પાવર ઓફ એટર્ની પર લઈ સહી લઇ લીધી.અમેરિકાથી પછી ફરી તો કૈં કેટલા અણછાજતા આરોપો મૂક્યા. હવે શેતલ ની આંતરવેદના એ માઝા મઝા મૂકી,તેની લાગણી ના બંધ તૂટી ગયા હતા અને તેણે હિમત કરી  ‘દમામ’ઘરના ઉંબરા ઓળંગી નાખ્યા અને  કાયમ માટે “દમામ”ની સાહેબી છોડી દેવકીમા પાસે આવી.પણ અહમી માધવલાલે તેની પાંખો કાપી લીધી …માધવલાલે દેવને છ મહિના સુધી શેતલ ને આપ્યો નહિ. શેતલ પાંખો કાપેલ પક્ષીની જેમ તરફડતી ને દીકરા ના ઝુરાપા માં ઝૂરતી, રાતોની રાતો રડતી,અને એક દિવસ  શેતલ અચાનક એક નિશ્ચય સાથે ઉભી થઇ તમામ ભય દીકરાના પ્રેમ પાસેથી ખસી ગયા દિકરા વગર રહેતી વાઘણએ તેનું સ્વરૂપ દેખાડ્યું અને વિફરેલી વાઘણ ની જેમ ‘દમામ ‘જેવા કિલ્લામાંથી દેવનો  વરદાન સમાન દીકરા   “દેવ” ને ઉપાડી લાવી…

આજે અમેરિકામાં પોતાના પરિવારની મદદથી પોતે ભણી નોકરી કરી કંપનીમાંમોટું સ્થાન મેળવ્યું અને ડૉ થતા દીકરાને જોઈ વિજય સાથે “દમામ” ના ઝાંપાને ફરી એકવાર પછડાટ આપી દમામ થી કાયમ માટે બંધ કરી દીધો.

-જીગીષા પટેલ-

 

 

 

 

 

 

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (19)અદલાબદલી

Posted on ફેબ્રુવારી 18, 2017 by Pragnaji

નિરંજન મહેતા

‘પપ્પા, કાલનો કલ્પેશ ક્યાંક ગયો છે પણ કોઈ સમાચાર નથી.’ ફોન ઉપર રડતા અવાજે રચનાએ કહ્યું.

‘ઓફિસના કામે ગયા છે કે અન્ય કામે તે તેમણે જણાવ્યું નથી?’

‘ના, કશું જણાવ્યું નથી.’ એ જ અવાજે રચનાએ કહ્યું.

‘ફોન કર્યો? શું કહે છે?’

‘પપ્પા, તમે પણ કેવી વાત કરો છો? ફોન કરીને વાત કરી હોત તો તમને ચિંતા કરાવતે? તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે એટલે મને બહુ ચિંતા થાય છે. કદાચ ક્યાંક અકસ્માત થયો હોય તો?’

‘અરે એવું ના વિચાર. એવું કાઈ હોય તો આપણને પોલિસ કે અન્ય મારફત જરૂર જાણ થાય ને. આ તો કામમાં વ્યસ્ત હશે એટલે આમ થયું હશે.’ શુષ્ક અવાજે તે બોલ્યા.

‘પપ્પા તમારો અવાજ કેમ આવો છે? આ અવાજ સામાન્ય રીતે મારા પપ્પા બોલતા હોય તેવો નથી લાગતો. કોઈ પ્રોબ્લેમ?’

‘હા, તારી વાત સાચી છે. અહી પણ એવું કાઈક થયું છે જે વાત તને ફોન ઉપર કરાય તેમ નથી. એક કામ કર તું ઘરે આવ એટલે તને વાત કરીશ અને તારા પ્રોબ્લેમ વિષે પણ વિચારી આગળ શું કરવું તે નક્કી કરીશું..’

થોડા વખત પછી રચના પપ્પાના ઘરે પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ જરા ગંભીર જણાયું. મમ્મીનું ગંભીર મો જોઈ તેને સમજ ન પડી કે શું થયું છે. અમિતભાઈ પણ સોફા પર સોગિયું મોઢું લઇ બેઠા હતા.

‘કેમ બધા આમ બેઠા છો? કલ્પેશના કોઈ સમાચાર આવ્યા છે જેની મને જાણ ન કરતા તમને કોઈએ જણાવ્યું છે?’

‘ના, એવું નથી,’ પપ્પાએ કહ્યું. ‘અહી પણ જે બન્યું છે તે તારી સાથે થયું છે કાઈક તેવું જ છે. તારી ભાભી શાલિની પણ કાલની તેને ઘરે જાઉં છું કહી ગઈ છે પણ તે ત્યાં ગઈ જ નથી અને તેનો કોઈ સંપર્ક નથી, અમે પણ બધે તપાસ કરી પણ હજી સુધી પત્તો નથી. તેના મા-બાપ પણ ચિંતામાં છે હવે તેમાં કલ્પેશકુંમારની તે વાત કરી એટલે વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે ’

એક સાથે બે અણધાર્યા બનાવે બધાની સુધબુધ ગુમ થઇ ગઈ હતી. આગળ શું કરવું, કેમ કરવું તેના વિષે વિચારવાની શક્તિ જાણે હણાઈ ગઈ હતી. એવામાં શાલિનીના માતા-પિતા પણ આવ્યા અને બહુ ચર્ચા પછી પોલિસમાં બંનેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં કુરિયરમાં એક કાગળ આવ્યો. પત્ર અમિતના નામે હતો.

‘અમિત,

પ્રિય નથી લખતી કારણ આ પત્ર વાંચ્યા બાદ તને સમજાશે કે હું તેમ કહેવાને લાયક નથી રહી. કેટલાય વખતથી કોઈ પગલું લેતા પહેલા તને મારા મનની વાત કરવી હતી પણ તે કહેવાની હિમ્મત ન હતી એટલે આ પત્ર દ્વારા બધું જણાવું છું.

મને ખબર છે કે મેં જે પગલુ લીધું છે તેને તમારા તરફથી કોઈ આવકાર નથી મળવાનો. પણ કેટલોય વિચાર કરી અંતે મન મક્કમ કર્યું. તમારે મતે તે યોગ્ય નહી હોય તેની ખાત્રી હોવા છતાં અને સમાજ શું કહેશે તેનો વિચાર કર્યા વગર મેં આ પગલું લીધું છે અને તમને સર્વેને છોડીને આગળ વધી છું.

તું એમ ન માનતો કે તારી સાથેનો મારો સંબંધ પ્રેમભર્યો ન હતો એટલે મેં આમ કર્યું છે. અરે, ઉલટું તારી સાથેનો આટલા વખતનો સંબંધ તો મારા જીવનનો આનંદમય કાળ હતો. તું કહેશે તેમ છતાંય હું તને છોડીને ચાલી નીકળી? તો પછી એવું તે શું થયું કે હું તને છોડીને ચાલી નીકળી?

ઘટનાની શરૂઆત થઇ આજથી લગભગ એક વર્ષ પર જ્યારે રચનાબેનને જોવા કલ્પેશ આવ્યો હતો. હવે આ વાંચીને નવાઈ ન પામતો કે હું તેનું નામ તુંકારે કેમ લખું છું, કારણ સ્પષ્ટ છે. અમે એક બીજાને કોલેજકાળથી જાણીએ છીએ. અરે, કોલેજમાં તો બધાને ખાત્રી હતી કે અમે લગ્ન કરી લેશું. પણ અમારી બન્નેની નાત જુદી એટલે નાતજાતના બંધન નડ્યા. વળી સામાજિક સ્તરનો પણ તફાવત. આને કારણે અમે એક ન થઇ શક્યા અને તે વખતે ભાગીને લગ્ન કરવાનો વિચાર કરવાની પણ હિમ્મત મારામાં ન હતી.

જ્યારે તારી સાથે લગ્ન સંબંધની વાત થઇ ત્યારે મને તારામાં યોગ્યતા લાગી અને બધી રીતે આ સંબંધ યોગ્ય બનશે માની, ભૂતકાળને ભૂલીને, ત્યાં સુધી કે કલ્પેશ જાણે મારા જીવનમાં આવ્યો જ ના હોય તેમ, હું તારા જીવનમાં પ્રવેશી અને તમે સર્વેએ મને પણ દીકરી તરીકે અપનાવી.

પણ જ્યારે કલ્પેશ રચનાબેનને જોવા આવ્યો ત્યારે તેને જોઇને હું ચમકી. પરંતુ કોઈને તેનો અણસારો ન આવે તેની મેં બહુ કાળજી લીધી હતી. કલ્પેશની હાલત પણ તેવી જ થઇ હતી તેમ તેણે કહ્યું પણ ત્યારે તેના હાવભાવ પરથી તેમ નહોતું લાગ્યું કારણ કે તે પણ બહુ મહેનતે પોતાની જાતને સંભાળી રહ્યો હતો.

સગાઇ પછી રચનાબેનને મળવા કલ્પેશ આપણે ઘરે અવારનવાર આવે તે સ્વાભાવિક હતું પણ જ્યારે આવે ત્યારે અમે અમારા જુના સંબંધને અવગણીને નવા સંબંધ પ્રમાણે વર્તતા. પણ તે તો બાહ્ય દેખાવ. અંદરખાને મને જે હલચલ થતી તે બહાર ન આવે અને ખાસ કરીને તને તેની ગંધ ન આવે તે માટે મક્કમ મને પ્રયત્ન કરતી રહી. એવું જ કલ્પેશ માટે હતું.

લગ્ન પછી પણ એક શહેરમાં રહેતા હતા એટલે કલ્પેશની આપણે ત્યાં આવનજાવન ચાલુ રહેતી. બધાને માટે તો આ એક જમાઈરાજા છે અને અવારનવાર આવી સંબંધ નિભાવે છે તેમ લાગતું  પણ ખરું કારણ હતું કે આ બહાને તે મને મળી શકે. ક્યારેક કોઈ ન હોય અને તે આવે ત્યારે મને સમજાવે કે ક્યાં સુધી આપણે બન્ને આમ તડપતા રહેશું? પણ હું સમાજના ડરથી અને તમારા બધાના પ્રેમને કારણે તેની વાતને ટાળતી. શરૂઆતમાં તો હું તેની વાત પર ધ્યાન ન આપતી અને તેને એકલા ન મળવા માટે પ્રયત્નશીલ રહેતી પણ બહુ વિચાર પછી મને પણ લાગ્યું કે શા માટે હું મારી જાતને છેતરી રહી છું? મારી લાગણીઓને કારણે ન તો હું ચેનથી રહી શકીશ, ન તો આપણા સંબંધને યોગ્ય ન્યાય આપી શકીશ.

અંતે બહુ વિચાર કર્યા બાદ મેં અને કલ્પેશે એક દિવસ બહાર મળી આ વિષે લાંબી ચર્ચા કરી. સમાજ ગયો તેલ લેવા માની, અમારા અંતરની લાગણીને સાંભળીને અમે એક થવાનું નક્કી કર્યું. જો કે આ બહુ કઠીન નિર્ણય હતો અમારા બંને માટે, પણ મન મક્કમ કરવું જ રહ્યું. એટલે છેવટે અમે આ શહેર છોડી અન્ય શહેરમાં વસવા નિર્ણય કર્યો જે માટે કલ્પેશે તેની બદલી અન્ય શહેરમાં કરાવી લીધી. ક્યાં તે નથી જણાવતી જેથી તમે અમારો સંપર્ક ન કરી શકો અને આપણે સૌએ એકબીજાનો સામનો ન કરવો પડે.તારી કે ઘરના અન્યોની માફી માગવાને હું લાયક નથી છતાં તે કહેવું તો રહ્યું જ. ખાસ કરીને રચનાબેનની માફી માગું છું કેમકે તેમની હાલત શું થઇ હશે તે હું સમજી શકું છું. એમને માટે આ અસહ્ય થઇ પડશે તેમાં બે મત નથી પણ અમારા ભવિષ્યનો વિચાર કરતા અમારે આમ કરવું જરૂરી લાગ્યું તે તેઓ એક નારી તરીકે સમજી શકશે એમ હું માનું છું.

“શાલિની’

 

 

 

 

વિનુ મર્ચન્ટ વાર્તાસ્પર્ધા ૨૦૧૭ (૨૧) આમ કેમ ?

Posted on ફેબ્રુવારી 20, 2017 by Pragnaji

આરતી રાજપોપટ

ઓફ વ્હાઈટ ટ્રાઉઝર પર નીલા આસમાની રંગ નું ટોપ ,આંખો પર સન- ગ્લાસીસ ,ખભે લટકતી સ્ટાઈલિશ પર્સ ..લાઈટ મેકઅપ સાથે ઓપતો ચહેરો સહેજ ભરાવદાર પણ સુડોળ દેહ્યષ્ટિ .ખુબ સુંદર લાગી રહી હતી શાલિની.તેના ઘર ના પોર્ટિકો માંથી નીકળી ગેટ પાસે આવી ઓટોરિક્ષા માટે ઉભી રહી ત્યારે બાજુ ની કંસ્ટ્રકટીન્ગ સાઈટ પર ઉભેલી  મંજુ  તેને કૈક અચરજ,કૈક અહોભાવ અને હસરત ભેર ના જાણે કેવા કેવા ભાવ આંખો માં ભરી જોઈ રહી હતી.આ મંજુ નો રોજ નો ક્રમ હતો.શાલિની નો ઓફિસ જવાનો સમય ને મંજુ તેની ઓરડી ના દરવાજે આવી ઊભી જ રહી ગઈ હોય!ક્યારેક વેસ્ટર્ન ,ક્યારેક સલવાર કમીઝ,તો કદી સાડી આમ રોજ અલગ અલગ રૂપે તૈયાર થઇ નીકળતી શાલિની ને જોવી તેને બહુ ગમતી.

મંજુ શાલિની ના મકાન ની બાજુ માં આવેલ ખાલી સાઈટ પર બની રહેલ નવા મકાન નું ધ્યાન રાખતા પગી ની ઘરવાળી હતી.શાલિની ના મકાન ના  ગેટ ની લગોલગ રહેવા માટે કાચી પાકી ઓરડી બનાવી હતી.ઓરડી નો દરવાજો કે જે ગેટ તરફ પડતો તો ત્યાં અચૂક આવી ઉભી રહી જતી મંજુ.શરૂઆત માં તો નહિ પણ પછી આ વાત થી સૌ અજાણ પણ નહોતી શાલિની.એ પોતાની સુંદરતા પર  એંઠતિ રૂપગર્વિતા ની અદા થી તીરછી નજરે જોઈ આ વસ્તુ નોટિસ કરતી.છેલ્લા કેટલાય સમય થી આ રોજ નો ક્રમ બની ગયો હતો બંને માટે!

એક દિવસ શાલિની સાંજે ઓટો માંથી ઉતારી ..શોપિંગ બાઝાર જઈ ગ્રોસરી,ઘરવખરી ને બીજી જરૂરિયાત ની વસ્તુ ..ઘણું બધું ખરીદી લાવી હતી સામાન ઘણો હતો ને ઉચકવા માં જરા તકલીફ પડતી લાગી ત્યાંજ બહાર આવેલી મંજુ દોડતી આવી “લાવો બેન મને આપો હું મદદ કરી દઉં ” ને હસી ..શાલિની એ પણ આનાકાની ન કરતા તેના હાથમાં બે-ત્રણ બેગ પકડાવી.

ઉપર જઈ સામાન મૂકી મંજુ પાછી ફરતીતી ..શાલિની એ બોલાવી હાથમાં પૈસા આપવા લાગી..”ના ના બેન એની કઈ જરૂર નથી”..

“લઇ લે તારા હક ના છે”.

“ના કઈ વાંધો નઈ ..હું જાવ બેન?..કહી ચાલતી થઇ વળી ઉભી રહી જાણે આ મોકો કહેવા નો ચૂકવા ન માંગતી હોય એમ શાલિની સામે જોઈ ઉતાવળે બોલી ” બેન એક વાત કહું તમે બૌ સુંદર છો” શાલિની હસી પડી ” અચ્છા અચ્છા તારું નામ શું છે”

” બેન મંજુ…હું જાવ કઈ પણ કામ હોય તો મને બોલાવજો

હું આઇ નીચે જ રહુ છું ” કહી ગઈ. શાલિની એ પણ આજે પહેલી વાર બરાબર એને  જોઈ ..લગભગ ૩૦-૩૨ વર્ષ  ની  પોતાની જ ઉમર ની સાફ સુઘલતાથી પેરેલી સાડી,વ્યવસ્થિત ઓળેલા કાળા ભમ્મર વાળ ,ભીનો  વાન નમણું મોં કાજળઘેરી આંખો ..ઓછી કામણગારી નથી આ પણ વિચારી મનોમન હસી.

પછી રોજ સવારે હાસ્ય ને

કયારેક  વાતચીત  …ક્યારેક નાની મોટી મદદ માટે પણ સાંજે કે શનિ રવિ માં શાલિની મંજુ ને બોલાવી લેતી.અને આમ કરતા ક્યારે બંને વચ્ચે બેનપણા થઇ ગયા ખબર પણ ના પડી .અને આમ  પણ જયારે મન મળી જાય ત્યારે ઊંચ નીચ ,ગરીબ તવંગર એવા ભેદ ક્યાં વચ્ચે આવે છે! કૈક સરસ જમવાનું  બનાવે તો પણ મંજુ ને યાદ કરી  અપાતી  ..એક  વાર  શાલિની ના સલવાર કમીઝ  જોઈ ” બેન  આ તમારો ડ્રેસ  બૌ સરસ છે મને ખુબ ગમે  છે તો પ્રેમ થી એને એ ભેટ  કરી દીધો ..મંજુ  ના ના  કરતી રહી ‘ બેન હું આવા  કપડાં ક્યાં પેરુ છુ ..હું  શું  કરીશ એનું?શાલિની ..’ કેમ  તારો વર ના પાડશે પેરવાની’? ‘ ના ના એતો સુ ના પાડે ઈ તો બૌ શોખીન  છે મને જ શરમ આવે ‘.

‘ કઈ નઈ ઘર માં જ એને પેરી ને બતાવજે ખુબ શોભશે તારી પર .પણ શાલિની ની ના હસબન્ડ સોહમ ને બંને ના બહેનપણાં બહુ ગમતા નહિ..એ કહેતો ‘ આ શું અને તે ફ્રેન્ડ બનાવી રાખી છે? આખી સોસાયટી માં તને બીજું કોઈ મળ્યું નહિ’?

કેમ એમાં શું થયું એ માણસ નથી ..મારા જેવડીજ એક સ્ત્રી  જ છે  ને ..એમાં અને એટલે શું? મને એની કંપની ગમે છે .કેવી હસમુખી ,મીઠડી ને વાતોડી છે પાછી  સમજદાર પણ ખરી.’

‘ સારું સારું તું જાણ ને તારું કામ ..મારે શું .’

શાલિની ના ઓફિસ જવાના સમયે અચાનક બે- ત્રણ દિવસ મંજુ ન દેખાણી તો એને થયું શું થયું હશે આ ક્યાં ગઈ હશે ..કે પછી આ તો ફરતા રામ કામ છોડી બીજે ચાલ્યા ગયા? ના ના એમ કઈ કહ્યા વગર થોડી ચાલી જાય? ત્યાંતો ચોથે દિવસે એજ પ્રફુલ્લિત સ્મિત સાથે મંજુ દેવી દેખાયા ..’ કા  અલી ક્યાં ચાલી ગઈ હતી’ ?  ‘મારી બેન ના ગામ ગઈ તી ‘

બે દિવસ પછી સવાર ના ટાઈમે શાલિની ન દેખાઈ ..સવાર ની બપોર થઇ તોય ન દેખાતા મંજુ ‘ બેન ની તબિયત તો સારી હશે ને લાવ જોઈ આવું  વિચારી ઉપર ગઈ.સાચેજ શાલિની ની તબિયત બરાબર નહોતી ખુબ માથું ચડ્યું તું ને થોડો તાવ પણ હતો એમજ પથારી માં ઉનમુન પડી તી .

‘ અરે રે બેન ઠીક નોતું તો મને બોલાવાય ને ..લાવો બામ ઘસી દઉં …સરસ મસાજ કરી દીધો ..કોફી બનાવી દીધી ..શાલિની ને થોડું સારું લાગ્યું.

મંજુ: ‘ તે હે બેન શરીરે ઠીક નથી ને સાઇબ ઓફિસ વ યા ગયા? મારો વર તો રોયો હું મંદી હોવ તો આગળપાછળ ફરી ગૂંગળાવી મારે મને.શાલિની ને અંદર કશુંક ખુંચ્યુ.’ હા એને મિટિંગ હતી એટલે જવું પડ્યું.’

‘અચ્છા તને પૂછવાનુંજ રહી ગયું તારા વર ને ડ્રેસ પહેરી બતાવ્યો એને ગમ્યો?’

‘ હોવે બેન ..મારો રસિક એમ તો બૌ રસિયો છે ..બેન પાછું

તમને ખબર છે ઓલી ફિલમ ની બાયું ની જેમ કેડે હાથ રખાવી મોબાઇલ મા ફોટું પણ પાડ્યા .એને હેત ઊભરાય ને ત્યાંરે મને રિઝવવા એવા અછોવાના કરે ને …કે હુંય મુઈ એમાં તણાઇ જ જાવ ‘ બોલતી બોલતી લાલઘુમ થઇ ગઇ .

‘ઓહો મોટી વરધેલી નો જોઈ હોય તો’.અને એ વધુ શરમાઈ ગઈ.

પછી ઘણી વાર વાત કરી મંજુ ગઈ…પણ આજે એની વાતો એ શાલિની ને વિચારતી કરી દીધી હતી.કે આમ  કેમ?પોતાને અભિભૂત થઇ નીરખતી મંજુ ને જોઈ પોતે પોરસાતી હતી એની આજે એને મીઠી ઈર્ષા થઇ રહી હતી અને અનાયાસે ..અચાનક જ એ બંને ની સરખામણી કરવા લાગી.એક કાચી પાકી ઓરડી માં જમીન પાર ગાદલું પણ નહિ ગોદડી કે ચટાઈ પાથરી સુતા હશે કદાચ..છતાં એ લોકો ની જિંદગી માં કેવો રોમાન્સ છે અને અહીં બધું હોવા છતાં અમારો સંબંધ છીછરો ,ઉપરછલ્લો ને નીરસ કેમ લાગે છે? શું એક બીજા માટે સમય નથી કે કેર નથી?

આજે રાતે  સોહમ એના ફ્રેન્ડ ના ઘેર વિકેન્ડ નાઈટ સ્ટે માટે જવાનો છે એના માટે કાલે રાતે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી ને એથી જ આજે એની તબિયત બગડી હતી.સોહમ ખુબ શોર્ટ ટેમ્પર ,મૂડી અને સ્વકેન્દ્રી હતો એના મનમાં જે વાત આવે તેની હા ની ના અને ના ની હા ન થતી.હું ઘર ની બહાર જઈ કામ કરું છું ..એમ મંજુ પણ બહાર કામ કરવા જાય છે ભલે મહેનત મજૂરી જ સહી ..પણ હું મોર્ડન ઈન્ડિપેન્ડન્ટ યુવતી કહેવાઉં ને એ પછાત? એવું કેમ ? કેમકે હું સ્ટાઈલિશ કપડાં પહેરું ઈંગ્લીશ બોલું કે હાઈ સોસાયટી માં ઉઠું બેસું એટલે ? પણ સમાનતા  આનાથી મળે કે વિચારો ની અભિવ્યક્તિ ની આઝાદીથી ?

આ વાત થી તો કદાચ એ લોકો આગળ છે.એની બેનની વાત કરી ત્યારે કહેતીતી કે એનો વર પી ને આવી ગાળાગાળી કરવા ને મારવા દોડતો ને તેની કમાઈ ના પૈસા પડાવવા દાદાગીરી કરતો તો  તો ઘર માંથી કાઢી મુક્યો તેને જઈ સમાધાન કરાવ્યું ને ન સુધારે તો સીધી ફારગતી ..એની સામે ઘણા સો કોલ્ડ રિચ એન્ડ  ફેમસ મોર્ડન ઘર ની સ્ત્રીઓ ને ઘરે ગાળો ને માર ખાઈ બહાર દંભ કરતી જોઈ છે. એ બધા આ કેમ સહન કરતા હશે ? હાઈ પ્રોફાઈલ સોફિસ્ટિકેટેડ લાઈફ સ્ટાઇલ, સ્ટેટસ સિમ્બોલ ,સોસીઅલ ..ફાઇનાન્સિયલ ..ફિઝિકલ સિકયોરિટી  કે પછી નારી એ તો એમજ રહેવાનું હોય એ માન્યતા?

મંજુ એના પતિ ને કહી શકે છે કે દારૂ જોતો હોય તો બૈરું નઈ મળે એ સામે ઉચ્ચ સોસાયટી માં રોજ ડ્રિન્ક ના નશા માં કેટલી ‘તમ્મના’ ઓ  ચકનાચૂર થતી કચડાતી ગૂંગળાતી હશે.મને પણ ક્યાં શરાબ ની ગંધ ગમે છે..એમજ શાલિની ના મન માં એક વિચાર આવી પાસ થઇ ગયો! સોહમ સાથે લગ્ન થયા ત્યારે લગ્ન પછી પણ જોબ તો ચાલુ જ રાખશે એ એનો નિર્ણય હતો અને સોહમ ને પણ જોબ કરતી જીવન સાથી જોઈતી હતી. લગ્ન ના શરૂઆત ના દિવસો તો હસી ખુશી ક્યાં પાસ થઇ ગયા ખબર પણ ન પડી પણ પછી બધું જોયું અનુભવ્યું એ આમજ હોય એમ માની સ્વીકારી લીધું.પણ સોહમ ને ક્યારેય એમ નઈ લાગ્યું હોય કે એને મારી ઈચ્છા મારી જરૂરિયાત ને પણ સમજવી જોઈએ ? પણ મેં આમજ હોય એમ માની લીધું હોય તો એ તો આ પુરુષ પ્રધાન સમાજ માં ઉછરેલો એક પુરુષ એ તો કેવી રીતે એવું વિચારી શકે.

પણ હવે મને તકલીફ થાય છે અમારી વચ્ચે દુરી વધતી જાય એ પહેલા મારે જ સોહમ ને સમજાવવો પડશે  ..એને પૂછવું છે ‘સોહમ આવું કેમ મારા મન માં આ સવાલો ચુભે છે બોલ સોહમ આમ કેમ’ ?

આરતી રાજપોપાટ

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 નું પરિણામ

Posted on ફેબ્રુવારી 25, 2017 by Pragnaji

મિત્રો

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ જયશ્રીબેનેબેઠકમાં જાહેર કરેલ છે.જે અહી મુકું છું.જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આપ સર્વે  કલમ ઉપાડી લખ્યું છે તેમને ખાસ અભિનંદન સ્પર્ધાનો હેતુ  વાંચન  સાથે સર્જન થાય તેવો છે .અને હા સર્જન થકી ભાષા વહેતી રહે  છે. (હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.)

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા માટે બેઠક અને સર્જકો જયશ્રીબેનની પ્રેરણા માટે આભાર માને છે

વાર્તાનો વિષય હતો :

§  જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  

§  હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.

§  વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.

§  વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

§   વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા 800 અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો         

§  મોકલવાની અંતિમ તારીખ– Last date February 20, 2017,જાહેરતા ફેબ્રુઆરીના અંતમાં છેલ્લા શુક્રવારે 2/૨૪/૨૦૧૭ થશે

§  પુરસ્કાર:

§  લું ઈનામ: $૧૨૫ભૂમિ માછીવાર્તાનું શીર્ષક: સંવેદનાની ભીડમાં હું એકલી http://wp.me/p1fkD3-1zw

§  જું ઈનામ: $૭૫વિજય શાહવાર્તાનું શીર્ષક :સમય સારણી-http://wp.me/p1fkD3-1zH

§   ૩જું ઈનામ: $૫૧રાજુલ કૌશિકકેયા અને કબીર http://wp.me/p1fkD3-1AC-

        બે આશ્વાસન ઈનામો: $૨૫

 • સપના વિજાપુરાપ્રેમ કે બળાત્કાર– http://wp.me/p1fkD3-1B3-
 • 2-જયવંતી પટેલસાંકડી સોચ– http://wp.me/p1fkD3-1yX-
 • સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧ભૂમિ માછીદરેક સર્જકોને ખુબ અભિનંદન