સહિયારું સર્જન - ગદ્ય
ચાલો મળીએ-પ્રવિણા કડકિયા
આજે તમને થશે કોણ છે આ મહેમાન જેને મળવાનું છે. અરે, જરા પણ ચિંતા નહી કરતાં તમે એને બરાબર ઓળખો છો! યા તેને બરાબર સારી રીતે ઓળખવાનો માત્ર પોકળ દાવો કરો છો. હા, જેનો સંગ અહર્નિશ તમે માણો છે. છતાં પણ કહેવું કઠિન છે ‘હું બરાબર તેને ઓળખું છું’?
બસ,થાકી ગયાને? મને ખબર છે તમારી જાણવાની ઉત્કંઠા પરાકાષ્ટા પર પહોંચી ગઈ છે. ધિરજ ધરો અને વિચાર કરો. ઉત્તર મળી ગયો હશે.જો ન મળ્યો હોય તો હવે મારે તમને જણાવ્યા વગર છૂટકો નથી !
આજે તમને,’તમારી’ મુલાકાત કરાવવાની છે. રોજ જાણીતા અને નવિન વ્યક્તિઓને મળીએ છીએ. કોઈ દિવસ વિચાર આવ્યો છે “આજે હું મને મળું”! જરા વિચિત્ર લાગે તેવી વાત છે! વિચાર કરો માત્ર એક સેકંડ માટે તેનો જવાબ મળશે, ઉત્કંઠા વધશે અને ઉમળકાભેર તમે તેને મળશો!
‘શું હું જે છું તે ખરેખર સત્ય છે?”જે બીજા ધારે છે તે ખરેખર હું છું?’ખરી વાત તો એ છે જો મારી નિયત સાચી હોય તો બીજા ધારે એની શામાટે મારે ફિકર કરવી? બીજી વ્યક્તિ પોતાના સંજોગ અને માનસિક અવસ્થા પ્રમાણે તમને તુલવશે! જ્યાં સુધી તમને તમારો અંતરઆત્મા ન ડંખે ત્યાં સુધી તમે નિષ્ફિકર રહો. જો, જો દંભના આંચળા નીચે કોઈ પણ નિર્ણય ન લેવાય.
આપણે હંમેશા બીજાના અભિપ્રાયને ખૂબ મહત્વ આપીએ છીએ. આ સહુ માનવનો સહજ સ્વભાવ છે. તેનાથી જરા ઉપર ઉઠીને વિચાર કરીશું તો તેમાં છુપાયેલો દંભ જણાશે.” લોક સારો કહે તેથી હું સારો અને ખરાબ કહે તેથી ખરાબ” ! આ વાક્ય બે વખત વાંચીશું તો સમજાશે એનો કોઈ
મતલબ નથી.
સામાન્ય રીતે સ્વને તરત નિરખવાનો રસ્તો સીધો,પ્રત્યક્ષ અને વાસ્તવિક છે. આપણે બીજાની સમક્ષ હોઈએ ત્યારે એક ક્ષણિક આવરણ ઓઢી લઈ કૃત્રિમતા ધારણ કરીએ છીએ. એના માટે કોઈ પણ વર્ગ ભરવાની જરૂર નથી હોતી. તે વ્યક્તિ આપણા માટે શું ધારશે એની ચિંતામા ‘હું શું છું’ તે ગૌણ બની જાય છે. આ વિચાર અને વર્તનને કારણે દંભ પોતાનો ભાગ ભજવે છે.
સ્વને નિરખતાં તેની કુરૂપતા અને નગ્નતાનો ભય નથી લાગતો ને? તેની સાથે મુલાકાત થતાં સત્ય સપાટી પર આવશે. મન શંકા કરશે ‘શું ખરેખર આ હું છું?’તેથી તો ઘણીવાર આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. ખોટા ભ્રમમાં રાચીએ છીએ. વિદ્વાન હોવાનો દાવો કરીએ છીએ. સામે વાળી વ્યક્તિને નીચું દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ બધું શામાટે. સત્ય પહેચાનો જે છીએ તે કબૂલ કરો. બધા એક સરખા નથી હોતાં. જે છીએ તે સુંદર છે. શુભ છે એ જાણવું જરૂરી છે.
સમાજ જે માત્ર માનવોનો સમુહ છે એ યાદ રહે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય બદલવાની સવતંત્રતા છે. તેનો અર્થ એ ન કાઢવો કે આપણે બદલાવું. એક સરળ વિચાર કરવો કૂતરાનો સ્વભાવ છે કરડવું,તે જો આપણને કરડે તો આપને તેને સામે કરડતાં નથી.’ ઘણી વખત જોયું છે હંમેશા સારું વર્તન કરનાર ઘણીવાર પૈસો પામવાથી પોતાનો અસલી રંગ બતાવે છે.
શું મને મારું ગમતું ન મળ્યું યા મારી મહત્વકાંક્ષા પરિણામ ન લાવી શકી તો હું તેનું દુખ બીજા ઉપર ઢોળું છું? શું હું દરેક્ને સરખી રીતે નિહાળું છું? પરિવારમાં સાંપડેલી નિરાશા નો દોષ કોને આપું છું. કોઈના માટે પૂર્વાગ્રહ રાખી નાઈન્સાફી કરી દિલ દુખાવું છું? ઉમરનો મલાજો પાળું છું? વગર વિચારે બોલી સંબંધોમાં તિરાડો પાડી દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડું છું?
કેટ કેટલા પ્રશ્નો અનઉત્તર છે. આવો ખુદને મળો. સમાધાનનો પ્રયત્ન જારી રાખો. સમય થોભતો નથી. ક્યારે અવસર આવી પહોંચશે ખબર છે?
‘આપ ભલા તો જગ ભલા’. બસ તમે, તમને ખુલ્લા દિલે મળો અને વિચારો, અનુભવો મિલાપની ધન્ય પળોને.
http://opinionmagazine.co.uk/subcategory/15/opinion
‘નવું ખમિસ’ -પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”
ઉમર અને ઉમરસી બંને એક જ શેરીમાં રહેતા હતા અને ઉમરસી પાસેની હાથગાડી પર બંને મજુરીનું કામ કરતા હતા.ઉમરસી પરણેલો હતો તેની પત્નિ નેણા અને જીવલા સાથેનું જીવનસંસાર હતું જયારે ઉમર હજુ કુંવારો હતો.આમ તો તેના નિકાહ મરિયમ સાથે નક્કી હતા પણ મરિયમનો બાપ હાસમનું કહેવું હતું કે પહેલાં ૫૦૦૦ રૂપિયા રોકડા મેહરના આપ તો નિકાહ કરાવી દઉં.
વાત ઇમામ સાહેબ સુધી પહોંચી તેમણે હાસમને સમજાવ્યો.નાતના પટેલે દમદાટી આપી પણ હાસમ જેનું નામ તે પોતાની વાત ઉપર અડગ જ રહ્યો.ઉમરના
મિત્રોએ સલાહ આપી કે કોર્ટ મેરેજ કરી લે પછી હાસમની કોઇ કારી નહીં ફાવે પણ ઉમરે કહ્યું હાસમ રાજીખુશીથી નિકાહ ન કરાવી આપે ત્યાં સુધી મારે નિકાહ નથી કરવા.અલ્લાહે મરિયમ મારા માટે ઘડી છે તો નિકાહ પણ કરાવી આપશે.આજે નહીંતર કાલે એટલે જ દીકરાનું ઘર મડાય એ આશયથી ઉમરને મળતી મજુરીના પૈસા ઉમરની મા સકીના અલગથી રાખતી હતી.સકીના બાંધણીનું કામ કરતી તેમાંથી મળતા પૈસાથી છાસ રોટલો મળી રહેતા હતા તે ખાઇને સંતોષી જીવ ગુજરાન ચલાવતા હતા.
જીવલા ભેગા જે છોકરાઓ ભણતા હતા તેમના સફેદ ઉજળા ખમીસ સામે જીવલાનું પાણકોરામાંથી સીવેલું ખમીસ જોઇ ને નેણાને ઘણી વખત જીવલાને આવું ખમીસ પહેરાવવાની ઇચ્છા થતી પણ કરે શું જ્યાં બે સાંધિયે ત્યાં તેર તૂટે એવી હાલત હતી પૈસા કાઢવા તો ક્યાંથી?ઉમરસીને તો વાત કરાય નહીં નાહકનું તેને જીવ બળતરા થાય.
એક દિવસના તળાવના ઓવારે લાધી ખારવાણી ભેગી નેણા કપડા ધોવા બેઠી હતી ત્યાં તો અચાનક તળાવના વચ્ચેથી સાદ સંભળાયો
‘લાધી લાધી કૂ……’
‘એ…. કાંઉ…..સે ભચી…. ?’
‘તુંએ…..કામવારીના (જેનું કામ કરે છે તેના) લગરાં….. અજારી (કપડા ધોઇ લીધા) લીધા?’
‘એ હા…..’
‘મુંને…. લગરીક તીનાપોલ(ટિનોપાલ) ને ગરી… ડેજે…. મું આજે ઘરે ભુલી આવી’
‘એ…. હલા…. હલા’
આટલા સંવાદ પછી લાધી નજીકના કુવામાંથી પાણીની ડોલ ભરી આવી અને એક નાની ડબ્બીમાંથી ચણા જેટલો પીળો પાઉડર નાખ્યો અને બીજી ડબ્બીમાંથી એક ચમચી ગળી નાખી પાણીને હાથથી ખુબ હલાવ્યું અને પછી તેમાં ધોયેલા સફેદ કપડા ડૂબાડ્યા પાણીમાંથી જ્યારે બહાર કાઢ્યાતો તેમની તો રંગત ફરી ગઇ નેણા તો જોતી જ રહી ગઇ.બધા કપડા એ પાણીમાંથી કાઢ્યા પછી લાધી વધેલું પાણી ઢોળવા જતી હતી તો નેણાએ લાધીને પુછ્યું
‘હું મારા દીકરાનું ખમીસ તેમાં ડુબાડી લઉ?’
‘હા બોડી લે મારેતો આમેય ફેંકી દેવું સે’
નેણાએ ખમીસ ડુબાડયું તો ખમીશની ચમકવધી ગઇ એ જોઇ તેણી ખુબ ખુશ થઇ ગઇ ત્યાર બાદ તો નીયમ થઇ પડયો કે જ્યાં લાધી કે ભચી કપડા ધોતી હોય ત્યાં જ નેણા કપડા ધોવા બેસે અને બાકી બચેલા પાણીમાં નેણા જીવલા ખમીસ ડૂબાડી લે.
એક રવિવારના ઉમરસી સિરામણ કરતો હતો અને નેણા ચપટા તળિયાના લોટામાં અંગારા નાખી જીવલાના ખમીસને ઇસ્ત્રી કરતી હતી તે જોઇને ઉમરસીએ પુછ્યું
‘આ જીવલા માટે નવું ખમીસ ક્યારે સિવડાવ્યું?’
‘તમે પણ ચક્કર ખાઇ ગયા ને આ ઓલું જુનુ પાણકોરાનું જ ખમીસ છે’
‘હવે જા જા પાણકોરૂ કંઇ પોપલીન જેટલું ઉજળું ન હોય’
‘આ તો બધી લાધીની કમાલ છે’કહી તેણીએ બધો ખુલાસો કર્યો તો ઉમરસીના મનમાં જીવલા માટે પોપલીનનું ખમીસ સિવડાવવાની ઇચ્છા ઘર કરી ગઇ
શહેરની બહાર નવા મકાન બનતા હતા તે માટે સિમેન્ટની ગુણીઓ પહોંચાડવાનું કામ મળ્યું.ચાલો સારી મજુરી મળશે વિચારી ઉમરસી ખુશ થઇ ગયો. હવે જીવલા માટે પોપલીનનો ખમીસ જરૂર સિવાસે ચાર ફેરાની મળેલ મજુરીમાંથી જીવલા માટે ખમીસનું કાપડ લઇ આવવાની સલાહ ઉમરે આપી.
‘આપણે સાથે જઇશું ને?’ઉમરસીએ કહ્યું
‘હું જુમન પાસેથી મીઠુ સિંગાદાણાવાળા માટે લાકડાં પહોચાડી આવું તું જા’
ઉમરસી વાલજી નરસીની દુકાનેથી સફેદ પોપલીનનું કાપડ લઇને ઉતાવળે
જુમનના વાડા પર આવ્યો.લાકડાં હજી તોળાયા નહોતા
‘લઇ આવ્યો કાપડ?’ઉમરે પુછ્યું
‘હા…જો’કહી બતાવવા કાપડ બાર કાઢે એ પહેલા જુમને બુમ પાડી
‘લો ઉપાડો  તમારા લાક્ડાં..’સાંભળી કાપડનું ગુચળું વાળી કોથળીમાં મુક્યું અને લાકડાંં હાથગાડીમાં મુકી તેના પર કાપડની કોથળી મુકી બંને ઉતાવળે રવાના થયા.આગળ જતા રસ્તામાં ડામર પાથરવાનું કામ ચાલુ હતું તે રસ્તાના વણાંક પર એક ટ્રકે એક બાઇક સાથે અકસ્માત થયો હતો તેના લીધે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
તેમની હાથગાડીની આગળ એક ટેમ્પો હતો.ટ્રાફિક ખુલતા ટેમ્પો ચાલ્યો પણ ટેમ્પોમાં ભરેલ સળિયામાંથી એકે જોલ ખાધી અને તેમાં કાપડવાળી કોથળી ફસાઇ ગઇ તે જોઇ ઉમરસીએ ટેમ્પો પાછળ દોટ મુકી પણ હાય એ કિસ્મત કોથળી તો હાથ આવી પણ સળિયામાં અટવાયેલું કાપડ વાયરાને લીધે ઉડ્યો અને તાજી પાથરેલી ડામર પર પડ્યો અને તેના પર રિવર્સમાં ચાલતો રોડરોલર ફરી ગયું તે ઉમર અને ઉમરસી નિસાસા નાખતા જોઇ રહ્યા.
બે અઠવાડિયા પછી એવી જ મજુરી મળી,ઉમરે સલાહ આપી કે ઘેર જતા પહેલાં કાપડ ખરિદ કરીશું.કાપડ લઇને બંને ઘર તરફ જતા હતા ત્યાં રસ્તાંમાં કાસમ મળ્યો તેણે કહ્યું ચાલો ચ્હા પીએ.
ત્રણેય જણ હોટલ બહાર તાપણાને ઘેરી બેઠેલા સાથે બેઠા.ચ્હા આવી અને પિવાઇ ગઇ અને બીડીઓ સળગાવવામાં પડયા ત્યાં સુધીમાં રસ્તે રઝળતી કચરો ખાતી એવી એક ગાય કોઠળીમાં કશુક ખાવાનું હશે એવા આશયથી કાપડની કોથળીમાં મ્હોં ઘાલ્યું.ઉમરસી હી…હી..કરતો ગાય પાછળ દોડયો અને ગાયના મ્હોંમાંથી કોથળી ઝુંટવી લીધી પણ કાપડનો છેડો ગાયના મ્હોંમાં હતો તે પકડી ગાય દોડી.તેની પાછળ રમતે ચડેલા સાત-આઠ રઝડતા કુતરા ગાયને ઘેરી વળ્યા અને ગાયના મ્હોંમાં પકડેલા અને વાયરામાં ઉડતા કાપડના છેડાને સામ સામે મ્હોંમાં પકડી તાણ્યો અને કાપડના લીરે લીરા કરી નાખ્યા વળી કિસ્મત દગો દઇ ગઇ.ઉમર કાસમ ઉપર ખિજાયો
‘તારા વાળી ચ્હા અમને મોંઘી પડી ગઇ’
બંને નિસાસા નાખતા ઘર તરફ આવ્યા.ઘર નજીક આવ્યું ત્યારે ઉમરે પોતાના ભાગની મજુરી ઉમરસીને આપીને કહ્યું
‘લે..આ પૈસા નેણાભાભીને આપજે ને કહેજે કે કાપડ લઇ ને સિવા મેરાઇને આપી આવે તું તો નવ નવ વરસની બે કરે છે’
‘ના…તારા ભાગના પૈસા હું નહીં લઉ’ઉમરસીએ ના પાડી
‘આમ તારૂં મારૂં કરી ભાઇબંધીને ગાળ ન આપ’ઉમરે નારાજ થતા કહ્યું
‘તોંય આ પૈસા હું નહીં લઉ… તું મારાભાઇ તારા નિકાહ માટે પૈસા ભેગા કરેછે એ હું કેમ લઉ?’ઉમરસીએ દલીલ કરી
‘જો નિકાહ તો થવાના જ છે આપણે કિસ્મત કંઇ વેંચી નથી માર્યા ક ન તો કોઇ પાસે ગિરવી મુક્યા છે’કહી ઉમર હસ્યો
‘હા…ઇ વાત તારી સો ટચના સોના જેવી સાચી છે.’ઉમરસીએ હામી ભરી
‘તેમાં ગયા વરસે હાજીપીરવલીના ઉર્સ(મેળા)માં મેં અને મરિયમે સાથે મળી નમાજ અદા કરી છે અને માનતા માની છે કે આવતા ઉર્સ પહેલા અમારા નિકાહ થશે તો ઉર્સ વખતે અમે બંને પગપાળા હાજીપીરવલીની સલામે(દર્શન કરવા) જઇશું અને મને વિશ્વાસ છે ગરિબ-નવાઝ અમારી ઇલ્તજા(પ્રાર્થના) જરૂર સાંભળશે’
‘એ તો જરૂર સાંભળશે પણ તોંયે…’ઉમરસીએ અચકાતા કહ્યું
‘તને મરિયમના સોગંદ છે…’ઉમરે ઉમરસીનો હાથ પકડી કહ્યું
‘મરિયમના સોગંદ શા માટે આપે છે?’ઉમરસીએ ગળગળા થતાં કહ્યું
‘ઇન્સાન પોતાને પ્રિય પાત્રના જ સોગંધ ખાય અને મરિયમ મને મારા જીવથી પણ વ્હાલી છે’સાંભળી ઉમરસીની આંખ ઉભરાઇ
‘હવે આંખો લુછીને ઘેર જા રડતો રડતો જઇશ તો કાલ સવારે નેણાભાભી પોલીસ કમિસ્નરની જેમ મારી ઉલટ તપાસ લઇ મારી ધૂળ કાઢી નાખશે’સાંભળી બંને મલકીને પોત પોતાના ઘેર ગયા.
ઉમરે કહ્યું હતું તેમ ઉમરસીએ નેણાને પૈસા આપી કાપડ઼ લઇને સિવા મેરાઇને ત્યાં જીવલાનું ખમીસ સિવવા આપી આવવા કહ્યું નેણાએ પોતાને પસંદ આવ્યું એવું કાપડ લઇને જીવલાને સાથે લઇ જઇ સિવા મેરાઇને માપ અપાવી ખમીસ સિવવા આપી આવી.ચાર દિવસ વિત્યા પછી સવારના ઉમરસી સિરામણ કરતો હતો ત્યારે નેણાએ કહ્યું
‘બપોરે કામ પરથી પાછા આવો ત્યારે સિવા મેરાઇ પાસેથી જીવલાનું નવું ખમીસ લેતા આવજો’
ઘર સામેના ઓટલા પર બેસી બીડી પીતા ઉમરે બંનેની વાત સાંભળી લીધી.ઉમરસી ઘર બહાર આવ્યો તો કાંઠા તરફનો રસ્તો મુકી ઉમરે મોટી બજાર તરફ હાથગાડી વાળી તો ઉમરસીએ પુછ્યું
‘આ મોટી બજારમાં કઇ તરફ જાય છે?’
‘જો તેં ખમીસનું કાપડ બે વખત તારી સાથે ફેરવ્યું પછી શું થયું તે તને ખબર છે ને એટલે સિવા મેરાઇ પાસેથી ખમીસ લઇને પહેલાં ઘેર પહોંચાડી આવ હવે ફરી ખોટું જોખમ નથી લેવું હું પમુશેઠની વખારેથી સિમેન્ટની ગુણીઓ ભરૂં છું તું ત્યાં આવજે’
ઉમરસીએ પણ કોઇ જાતની આનાકાની કર્યા વગર સિવા મેરાઇ પાસેથી જીવલાનું ખમીસ લઇ ઘર તરફ રવાનો થયો.શેરીમાં થતા કોલાહલમાંથી તેને એટલી ખબર પડી કે પતંગ ચગાવવા આગાસી પર ગયેલ કોઇ છોકરો બે માળની આગાસી પરથી નીચે પડી ગયો છે એ સાંભલી ઉમરસીએ દોટ મુકી ને જોયું નેણા જીવલાનું માથું પોતાના ખોળામાં રાખી ફાટી આંખે હતપ્રભ થઇ બેઠી હતી.જીવલાની ખોપરીમાંથી લાલ લોહી નીકળતું હતું તેમાં ઉમરસીના હાથમાં રહેલ નવા ખમીસની કોથળી પડી અને ઉમરસી બે હાથે માથું પકડી ગોઠણિયાભેર બેસી પડ્યો તેના મોઢા માંથી અવાજ સુધ્ધા ન નિકળ્યો.(સંપુર્ણ)
એક ઔર ધરતીકંપ…નીલમ દોશી
શૈલને થયું પોતે આ સ્ત્રીને, શચીને કયારેય સમજી નહીં શકે. સ્ત્રીને સમજવી અઘરી છે. તેવું તેણે સાંભળ્યું હતું. પરંતુ એવા કોઇ અનુભવની ક્ષણ  જીવનમાં આવી નહોતી. જોકે શચીને સમજવાની પોતાને જરૂર પણ કયાં છે ? શચી સાથે તેનો સંબંધ શું ? માત્ર પ્રોફેશનલ જ ને ? શચી તેની પી.એ. હતી અને પોતે શચીનો બોસ હતો. બસ..આટલું જ. પણ ના, આટલું જ હોત  તો તો કોઇ સવાલ જ કયાં હતો ? એનાથી આગળ પણ કશુંક હતું, ચોક્કસ હતું. જેનો અહેસાસ તેને અવારનવાર થતો પરંતુ  સમજી શકાતું  નહીં.
શા માટે ? આખરે શા માટે આ સ્ત્રી તેની આટલી બધી  અંગત કાળજી લે છે ? પોતે જમ્યો કે નહીં, આજે દવા બરાબર લીધી હતી કે નહીં ? સિગાર વધારે તો નથી પીધીને ?  શચીને બધી વાતની ફિકર…અને તેને બધી જાણ હોય જ. કયારેક તો પોતે તેનો બોસ છે એ ભૂલીને પોતાને ધમકાવી નાખતાં પણ કયાં  અચકાતી હતી ? અને પોતે  આશ્ર્વર્યજનક રીતે ત્યારે  મૌન કેમ બની રહેતો  ?  શચીને સમજવાનો પ્રયત્ન વ્યર્થ જતો. કયા અધિકારથી આ સ્ત્રી પોતાને આમ ખખડાવે છે ? અને પોતે પણ મૂરખની જેમ આ બધું કેમ સાંભળી લે છે ? જોકે પોતાને ધમકાવ્યા પછી કયારેક….
’સોરી સર, હું વધું પડતી બોલી ગઇ.  પણ..’
બસ…આ ‘ પણ ‘ ની આરપાર  કંઇક તો ચોક્કસ હતું. જે પોતે પામી નહોતો શકતો.  પોતાને ધમકાવી નાખ્યા પછી કયારેક  તેની વિશાળ,પાણીદાર આંખોમાં બે બુંદનો અહેસાસ કેમ થતો હતો ? શચીના અસ્તિત્વમાં એક લય હતો. ચહેરા પર એક અસાધારણ ચમક..એક આંતરિક સૌન્દર્યની અનુભૂતિ શચીમાં પોતે  કેમ મહેસૂસ કરી રહ્યો હતો ? તેના અવાજમાં એક મીઠાશ હતી. આ મીઠાશ કયારેક પરિચિત કેમ લાગતી હતી ? કયાંક કશું સ્પર્શતું હતું. પરંતુ શું ? એનો જવાબ તેને  કોણ આપે ?
અને એનો જવાબ શચીની સુંદરતા નહોતી જ. શચી દેખાવે સરસ હતી. પરંતુ અસાધારણ સુંદર કહેવાય એવી તો નહીં જ. સુંદર સ્ત્રીઓ તેણે કયાં ઓછી  જોઇ હતી ? અરે, પોતાની જ  ઓફિસમાં  શચીથી રૂપાળી  યુવતીઓ કયાં નથી ? પરંતુ આજ સુધી કોઇ તેના મનને સ્પર્શી શકયું નથી. અને શચી તો યુવતી પણ કયાં હતી ? પોતાને ચાલીસ  થવા આવ્યાં હતાં. શચી તો પોતા કરતાં પણ બે વરસ મોટી…  અન્ય પુરુષોની જેમ આ ઉંમરે સેકન્ડ ઇનીંગ રમવાના તેને કોઇ અભરખા નહોતા. આમ પણ તે તો ફર્સ્ટ ઇનીંગ જ કયાં રમી શકયો હતો ?
હમેશા સફેદ આંખી બાંયના શર્ટમાં તેનું આગવું વ્યક્તિત્વ નીખરતું. આવડી મોટી કંપનીનો સી.ઇ.ઓ. હોવા છતાં તેના વર્તનમાં રૂઆબની કોઇ છાંટ નહોતી. સ્ટાફમાં બધાને તેના માટે આદર હતો. સન્માન હતું. છોકરીઓ તેની ઓફિસમાં નિ:સંકોચ કામ કરી શકતી. તેના ચારિત્ર્ય માટે કોઇને બેમત નહોતો. અને તેથી ઓફિસનું  વાતાવરણ તંદુરસ્ત રહેતું. તેના વર્તનમાં એક ગરિમા ઉભરતી. કોઇ તેની સાથે કયારેય ગમે તેમ વાત કરી શકતું નહીં. કામમાં  ખૂબ કડક અને પરફેકશનનો આગ્રહી.
પણ….આ શચીની વાત કંઇક અલગ હતી. શું અલગ ? બસ.. એ જ નહોતું સમજાતું.
આ ગયા શનિવારની જ વાત લો ને..પોતાને એક અગત્યની મીટીંગમાં જવાનું હતું. શચી પણ તેની પી.એ. તરીકે સાથે હતી. થોડું મોડું થઇ ગયું હોવાથી તેણે ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું. અને શચીનો મિજાજ છટકયો હતો.
‘આટલી ઉતાવળ કરવાની કોઇ જરૂર નથી. બે પાંચ મિનિટ મોડું થશે તો કશું લૂંટાઇ જવાનું નથી. ‘
પોતાને ધમકાવી તેણે જ ડ્રાઇવરને સ્પીડ ન વધારવાની સૂચના આપી દીધી હતી.
પોતે અકળાયો હતો. ‘ સમજે છે શું તેના મનમાં ?  આજે તો કહેવું જ પડશે. આવી દાદાગીરી તે ન જ ચલાવી લે. પરંતુ હમેશની માફક ફરી એકવાર મૌન. શબ્દો બહાર નહોતા નીકળી શકયાં.
શચીના અવાજમાં શું છે કે પોતે મૌન બની સાંભળી લે છે ? એને કેમ અવગણી શકાતી નથી ?
જોકે શચીના દરેક ગુસ્સાની પાછળ પોતાને માટેની કાળજી તે અનુભવી શકતો. અને આ અનુભૂતિ જ કદાચ તેને મૌન કરી દેતી. કામમાં શચી પણ તેની જેમ જ પરફેકટ હતી. અને બાકી કોઇ વાતમાં તે કયારેય  ડખલગીરી કરતી નહીં.
શચી કંઇ રોજ આમ નહોતી કરતી. તેનો સ્વભાવ શાંત અને ઓછાબોલો હતો. કામ સિવાય તેને કોઇ સાથે કશી નિસ્બત નહોતી. સ્ટાફમાં બધાને શચી માટે માન હતું. કામમાં તે બધાને મદદ કરતી રહેતી. તેના  કુટુંબમાં બીજું કોઇ નહોતું. તે એકલી જ રહેતી હતી. પોતાની અંગત વાત કરવી તેને કયારેય ગમતી નહીં. કોઇ પૂછે તો પણ તે ટાળી દેતી કે કયારેક એકાદ અક્ષરમાં જવાબ આપી દેતી. તેથી કોઇ ખાસ પૂછપરછ કરતું નહીં.
શૈલ પણ જીવનમાં તદન એકાકી…વરસો પહેલા થયેલ ધરતીકંપે તેની જિંદગી તબાહ કરી નાખી હતી. તેના આખા કુટુંબમાંથી  તે એક જ બચવા પામ્યો હતો.  આ હોનારતે  બીજી બધી વાતમાંથી તેનો રસ છિનવી લીધો  હતો. ધરતીકંપના એક ઝાટકાએ તેના સ્વજનોને ઝૂંટવીને  તેની સંવેદનાને બુઠ્ઠી બનાવી દીધી હતી. લગ્ન કરવાનો કે તેના એકાકીપણાને ટાળવાનો કોઇ વિચાર તેને સ્પર્શતો નહોતો. મિત્રોએ ઘણાં પ્રયત્નો કરી જોયાં હતાં. પરંતુ તેની અંદર કશુંક થીજી ગયું હતું. જે પીગળવાનું નામ નહોતું લેતું.  બસ હવે જીવન આમ જ….
કામ, કામ  અને કામ..બસ તે હમેશાં ભરચક્ક કામના નશામાં  ડૂબેલો રહેતો. જીવનના  એકાકીપણાને ભૂલવા કે પછી ખાલીપણાને ભરવા તેણે કામનો આશરો લીધો હતો. મોડી રાત સુધી તે ફાઇલોમાં ખોવાયેલો રહેતો. રાત્રે થાકીને સીધો ઉંઘના આગોશમાં…..
પરંતુ  હમણાં મનની મોસમ બદલાઇ રહી હતી કે શું ? થીજેલી સંવેદનાઓ આ કઇ ઉષ્મા પામીને વરસો પછી પીગળતી હતી ? લાગણીઓનું આ વાવાઝોડું કયાંથી પ્રગટીને તેને ઝકઝોરી રહ્યું હતું ? એક ખળભળાટ… કોઇની હૂંફની ઝંખના…સૂકા ભઠ્ઠ વૃક્ષમાં કોઇ લીલીછમ્મ, નાજુક સંવેદનનો સંચાર છાને પગલે થઇ રહ્યો હતો.
શચી તેને ધમકાવતી તો તે અંદરથી ખુશ કેમ થતો હતો ?  કોઇ તો એવું છે જે તેના પર આમ રોફ કરી શકે છે. બાકી આમ  હક્કથી ખખડાવવાવાળું હવે જીવનમાં  કોઇ કયાં રહ્યું હતું ? વરસોથી અડ્ડો જમાવીને બેસેલ પાનખરને હળવેથી હડસેલો મારીને વસંત હળુ હળુ અંદર પ્રવેશી રહી હતી. મનની મરુભૂમિમાં કોઇ લીલીછમ્મ કૂંપળ ડોકિયું કરી રહી હતી કે શું ?
અને હવે આ નાનકડી કૂંપળ કોઇ રાજકુંવરીની માફક વધતી જતી હતી. શચી જાણે તેના પર સત્તા ચલાવતી હતી અને પોતે તેમાં ઓગળતો જતો હતો.
દિલની વાત તેને કરવી કે નહીં ? તેના મનમાં શું હશે ? તેને કેવું લાગશે ? પોતા માટે શચીને લાગણી તો છે જ…શચીનું એકએક વર્તન તેને એ વાત કહેતું હતું.  શચીના મનમાં પણ જરૂર આવી જ કોઇ વાત…નહીંતર કોઇ સ્ત્રી આમ પોતાના  બોસને બિંદાસપણે  ધમકાવી શકે ખરી ? શચી  તો કેવા હક્કથી…..
પરંતુ તે સ્ત્રી હતી અને પોતે તેનો બોસ હતો તેથી કદાચ પહેલ ન કરી શકતી હોય  કે પછી…. પોતે પહેલ કરે એવી પ્રતીક્ષામાં…
તો પોતે જ પહેલ કરવી રહી. પણ કઇ રીતે ? વિચારોના વમળમાં ગોથા ખાતો શૈલ આજે એક પછી એક સિગારના ધૂમાડા છોડતો ગયો. નવી સિગાર સળગાવવા જતાં ખલાસ થઇ ગઇ જણાઇ. તેણે બેલ મારી પટાવાળાને બોલાવ્યો. અને સિગારનું પેકેટ લાવવા કહ્યું. પટાવાળો મૌન બની ઉભો રહ્યો.
’સંભળાયું નહીં ? ‘
‘ સર..સર..’
પટાવાળો જરા થોથવાયો.
’ શું છે ? કોઇ પ્રોબ્લેમ છે ? રજા જોઇએ છે ? પહેલાં સિગાર લઇ આવ પછી તારા પ્રોબ્લેમની વાત…..  ‘
’ ના, સર એવું કંઇ નથી. પણ..’
’ તો પછી આ “પણ” શું છે ? ‘
શૈલના અવાજમાં હવે થોડો ગુસ્સો ભળ્યો.
‘ સર, શચી મેડમે વધારે સિગાર લાવવાની મનાઇ કરી છે. મને કહ્યું છે કે સાહેબ મગાવે તો પણ ના પાડી દેવાની. ‘
થોથવાતા અવાજે હિંમત કરીને પટાવાળાએ કહી જ દીધું.
શૈલ એક મિનિટ મૌન.
’ જા મેડમને મોકલ.’
પટાવાળો પોતે છૂટયો હોય તેમ હાશ અનુભવતો ભાગ્યો. હવે સાહેબ જાણે ને મેડમ જાણે.
બે મિનિટમાં શચી હાજર થઇ. ‘ યસ સર..’
’મારી સિગાર લાવવાની…….’
’  પટાવાળાને મેં ના પાડી હતી ‘
વચ્ચે જ શચીએ કહ્યું.
પૂછી શકું શા માટે ? ‘
’સિગાર હેલ્થ માટે નુકશાનકારક છે એ તમે ન જાણતા હો એવું હું નથી માનતી.’
’ મારી હેલ્થની ચિંતા હું કરીશ. તમારે કરવાની જરૂર નથી.’
શૈલથી જરા ઉંચા અવાજે બોલાઇ ગયું.
’ કયારેક કરવી પડે..કોઇ જાતે ન કરતું હોય ત્યારે બીજાએ ચિંતા કરવી પડે.’
’ વોટ ડુ યુ મીન ? તમને એવો અધિકાર કોણે આપ્યો ? ‘
’ કેટલાક અધિકારની રાહ  જોવાતી  નથી.’
’એટલે ?’
શૈલ ઠંડો પડતો જતો હતો.
’ એ તમને નહીં સમજાય. ‘
’ તો તમે સમજાવો ‘
’ સમજાવવાની  કોઇ જરૂર  મને જણાતી નથી. ‘
કહી શચી ઓફિસની બહાર નીકળવા ગઇ.
ત્યાં વીજળીની ત્વરાથી શૈલ અચાનક ઉભો થઇ ગયો. આ તક ચૂકવા જેવી નથી.
‘ શચી, પ્લીઝ, વેઇટ..  I want to tell u something. ‘
’ sorry..i  don’t want to hear anything regarding  sigar… No argue please….And this is my final decision.  અને સિગાર……’
બોલતાં બોલતાં અચાનક શચી અટકી.પોતે આ શું બોલી ગઇ ? તેના બોસનો ફાઇનલ ડીસીશન લેવાવાળી પોતે કોણ હતી  ? શચી પાસે આવી શૈલ એકીટશે તેની  સામે જોઇ રહ્યો. શચી મૌન બની નીચું જોઇ રહી.
એકાદ ભારી ભરખમ ક્ષણ..
’સોરી,  મને ડીસીશન લેવાનો કોઇ હક્ક નથી. હું વધારે પડતી  પઝેસીવ…..’  શચી જલદીથી બહાર નીકળવા ગઇ.
શૈલ તેની આડે ઉભો રહી ગયો.
’ ના,,ના શચી. હું ઇચ્છું છું કે તમે જિંદગીભર મારા બધા ડીસીશન લો..’
’એટલે ? ‘
‘ ન સમજાયું ? ‘
શચીએ નકારમાં ડોક હલાવી.
’શચી, મારી લાઇફમાં હું તમને આવકારું છું. હમેશ માટે.  I want you to be my life partner.  I like you. Infact….i..i  think,  I love you.
એકી શ્વાસે શૈલ બોલી ગયો.અને પ્રત્યાઘાત માટે શચી તરફ જોઇ રહ્યો.
શચી ધ્રૂજી ઉઠી.
ધરતીકંપ ? પોતે આ શું  સાંભળી રહી છે ?
એકાદ મિનિટ મૌન.
અને શચીની જોરદાર થપ્પડ શૈલના ગાલને ચમચમાવી રહી.
શચીની આંખમાં ધોધમાર પાણી… શૈલ કશું બોલે, કશું સમજે તે પહેલાં તે લગભગ દોડતી  ઓફિસની બહાર નીકળી ગઇ.
શૈલ ગાલ પંપાળતો એકલો ઉભો રહી ગયો.
આ શું થઇ ગયું ? આવી તીવ્ર પ્રતિક્રિયા કેમ? આવું બની જ કેમ શકે ? ના પાડવાનો તેને પૂરો હક્ક હતો. પણ આમ ? મેં કંઇ તેની છેડતી કરી હતી ? જો તેને મારે માટે જરાયે ફીલીંગ્સ નહોતી તો પછી કયા હક્ક દાવે તે આજ સુધી મારી ઉપર રોફ જમાવી રહી હતી ? સમજે છે શું તેના મનમાં ? હું કંઇ આલતુ ફાલતુ વ્યક્તિ છું ?
ધૂંધવાતા શૈલે ગુસ્સામાં જોશથી બેલ મારી. દોડીને આવેલ પટાવાળાને ખીજાઇને મોટેથી સિગારના બે પેકેટ લાવવા કહ્યું.
સમય વરતી પટાવાળો દોડયો.
એક પછી એક સિગારની ધૂમ્રસેર ઉંચે ચડતી રહી. તેની આરપાર તાકતો શૈલ કયાંય સુધી સૂનમૂન….
‘ તબિયત સારી નથી ‘ કહી વહેલી ઘેર આવી ગયેલી  શચીના પ્રાણમાં એક અજંપો…  શૈલે આવી હિંમત કેમ કરી ? પોતાની લાગણીનો આવો અર્થ કાઢયો ?  કોઇ સ્મૃતિઓ યુગોની પીડા લઇ, કાચની તીણી કરચ બનીને, તેના સમગ્ર અસ્તિત્વને સતત ચૂભતી રહી છે. આખી રાત  આંખ ફરતે આંસુનું નાજુક આવરણ છવાયેલું રહ્યું. અને ધૂંધળી બનેલી આંખો સામે અંતરમાં થીજી ગયેલું  વરસો પહેલાનું એક દ્રશ્ય…..
‘ અચાનક આવી ચડેલ ધરતીકંપનો એક જોરદાર આંચકો……નાનકડા પુત્રને સ્તનપાન કરાવતી પોતે આખી કયાં ગરકાવ થઇ ગઇ હતી તેની  સમજણ નહોતી પડી.
કેટલીવાર પછી પોતાની આંખ ખુલી હશે તેનું ભાન પણ કયાં થાય તેમ હતું ? નિતાંત અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા ચારે તરફ ફરતો હતો. પગમાંથી લોહી નીકળતું હતું. આખા શરીરમાં ભયંકર વેદના..તેની ચીસ સાંભળવાવાળું પણ ત્યાં કોઇ કયાં હતું ? તે કયાં હતી ? સ્થળ,કાળની કોઇ ગતાગમ નહીં. અસ્તિત્વ હતું તો ફકત વેદનાનું, આઘાતનું, ભયાનકતાનું, ગભરાટનું…ડરનું..
પરિસ્થિતિને સમજવાનો, સ્વીકારવાનો પ્રયત્ન પણ કયાં આસાન હતો ? અને છતાં….
સ્વજનો..પતિ, માસૂમ પુત્ર..પુત્રનો ખ્યાલ આવતાં તે બેબાકળી થઇ ઉઠી. અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા મથી રહ્યો. પણ……
ન જાણે કેટલી વાર તે એમ જ સૂનમૂન  પડી રહી હશે પીડાના,અસહ્ય વેદનાના ઓથારમાં  ક્ષણો વીતી, કલાકો વીત્યા કે પછી યુગો ..?
અચાનક કયાંકથી કોઇના કણસવાના અવાજે તેને ચોંકાવી દીધી. આસપાસ કશું દેખાય તેવું નહોતું. અંધકારથી ધીમેધીમે આંખ ટેવાતી જતી હતી. આખું શરીર તૂટતું હતું. છાતીમાં વેદના જાગી હતી. દૂધ ઉભરાતું હતું. પણ કોઇ નાનકડા હોઠ કયાં ?
એક અસહ્ય વેદનાનો અંબાર…તે થોડીવાર ફરીથી  એમ જ પડી રહી. કોઇના કણસવાનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. અવાજની દિશામાં તે ધીમે ધીમે ઘસડાતી ઘસડાતી આગળ વધી. કદાચ પોતાનું જ કોઇ સ્વજન….મરણિયા બની અંધકારને ફંફોસતા તેના હાથને અચાનક કોઇનો સ્પર્શ…..  તે ચોંકી ઉઠી.
ઝાંખા અંધકારમાં  સ્પષ્ટ તો ન દેખાયું. પણ કદાચ કોઇ  હતભાગી યુવક ફસાયો હતો અને બેભાન થઇને પડયો હતો. પોતાની બધી વેદના ભૂલી  તેણે યુવકને ઢંઢોળવા પ્રયત્ન કર્યો. પણ કોઇ જવાબ મળ્યો નહીં. યુવકના ગળામાંથી કોઇ અસ્ફૂટ અવાજ…. કદાચ યુવકનું  ગળુ સૂકાયું હતું. પણ અહીં પોતે પાણી કયાંથી લાવે ?  શું કરવું ? શું કરી શકે તે ?
બેભાનાવસ્થામાં યુવકનો કણસાટ વધતો જતો હતો. હવે ?
યુવક  હવે  તરફડિયાં મારી રહ્યો હતો. તેણે ધીમેથી તેના શરીર પર, માથા પર હાથ ફેરવ્યો. તેને પોતાના શિશુના ઉંહકારા સંભળાયા કે શું ? ભીતર માતૃત્વ સળવળી રહ્યું.  આ અજાણ, બેભાન યુવક પણ કોઇનો લાલ હશે….
છાતીમાં વેદના વધતી જતી હતી. તેને પોતાના કપડાં ભીનાં ભીનાં અનુભવાયા.  પ્રાણમાં એક તરફડાટ…અસ્તિત્વમાં ઉથલપાથલ…તે આખ્ખી હચમચી ઉઠી…..
ધીમેથી તેનો એક હાથ પોતાના સ્તન પર દબાયો. દૂધની ધાર થઇ. બીજા હાથે અંધકારમાં યુવકનું મોં શોધાયું અને યુવકના  ખુલ્લા હોઠમાં તે અમૃત ધીમેથી……
થોડીવાર તો કશું ફાવ્યું નહીં. પણ ધીમે ધીમે આ આખી પ્રક્રિયા રીપીટ  થતી રહી. હવે ત્યાં કોઇ યુવક નહોતો. કોઇ સ્ત્રી નહોતી. ત્યાં હતી માત્ર એક મા અને એક  શિશુ…
યુવક કયારેક થોડી ક્ષણો માટે ભાનમાં આવતો અને કશુંક પૂછવા મથતો. પરંતુ કશો જવાબ મળે તે પહેલાં ફરીથી તે ભાન ગુમાવી બેસતો. એક મા અને એક “શિશુ”  મોત સામે ઝઝૂમતાં રહ્યાં.
યુગો વીતી ગયાં  કે પછી સમય થંભી ગયો હતો ?
કોઇ એક ક્ષણે અચાનક પ્રકાશનો એક ઝળહળ પુંજ……
’ યસ..અહીં કોઇ બચ્યું હોય તેમ લાગે છે. ‘
પછી તો બધું ઝપાટાભેર થયું. કાટમાળ ખસેડાયો. પૂરા ત્રણ દિવસ અહીં વીતી ચૂકયાં હતાં. તેની ખબર તો પાછળથી પડી હતી. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેની નજર તે યુવક તરફ પડી. યુવકે તેને જોઇ કે નહીં એ સમજાય તે પહેલાં તો તેમને હોસ્પીટલે લઇ જવાયા.
હવે તેની બધી લીમીટ પૂરી થઇ હતી. તે ચેતના ગુમાવી બેઠી.
હોસ્પીટલમાં જે દિવસે તેને ભાન આવ્યું ત્યારે  જાણ થવા પામી હતી કે તેનું બાળક અને તેનો પતિ કુદરતની આ કારમી થપાટમાં હોમાઇ ગયાં હતાં. અને હવે તે એકલી હતી. સાવ એકલી..
અને તેના જેવા અભાગીઓની સંખ્યા કંઇ નાનીસૂની નહોતી.ધરતીકંપના ખપ્પરમાં તેના જેવા અનેક હતભાગીઓ હોમાયાં હતાં. છાપાઓમાં રોજ અનેક નવી નવી  દાસ્તાન ઉભરાતી…આમાં પોતે  પોતાની વ્યથા કે કથા કોને કહે ? પેલા યુવકના  સમાચાર પણ તેને કોણ આપે ?
જિંદગીએ એક નવો યુ ટર્ન લીધો. શચીની  પિતા હજુ હયાત હતા. તેણે પુત્રીને આગળ ભણાવી. તેમને હતું કે સમય જતાં મનના ઘા થોડાં રૂઝાશે અને ફરીથી પુત્રીની જિંદગી વસી શકશે. પણ તે અરમાન પૂરા થાય તે પહેલાં જ તેમને પણ કાળે ઉપર બોલાવી લીધા. અને શચી ફરી એકવાર એકલી અટૂલી….
આ કંપનીમાં તેને નોકરી મળી ત્યારે ધરતીકંપની વાતને વરસો વીતી ચૂકયાં હતાં.
બોસની ઓળખાણ જયારે તેને કરાવવામાં આવી ત્યારે તે ચોંકી ઉઠી હતી.
આ…આ  બરાબર ન જોયેલો આ ચહેરો તે કયારેય..કયારેય ભૂલી નથી..પોતાના  માનસ સંતાનને તે કેમ ભૂલી શકે ? પોતાની છાતીનું દૂધ જેને વાત્સલ્યથી પીવડાવ્યું હતું. તે અહીં આ રીતે  મળી જશે તેની તો કલ્પના પણ કેમ આવે? એ ક્ષણને તો પોતે વરસોથી હૈયામાં સંગોપીને બેઠી છે. એ પળ આજે યે તેની ભીતર અકબંધ….
અને દસ વરસથી છાતીમાં ધરબાઇ રહેલી મમતા ફરી એકવાર સજીવન થઇ ઉઠી. આ બોસ થોડો હતો ? આ તો પોતાનું સંતાન..! જેને તે ધરતીકંપમાં ગુમાવી બેઠી હતી. અંતરમાં અધિકારની, મમતાની,  સરવાણી આપોઆપ પ્રગટી હતી.
રાત ખરતી રહી. શચીની આંખોમાં આજે ઉંઘનું એકે કણસલું ડોકાયું નહીં.
અંધકારને હડસેલીને ભળુભાંખળું અજવાળું છાને પગલે પ્રવેશી રહ્યું ત્યારે શચીનું મન થોડું શાંત થયું હતું. એમાં શૈલનો શું વાંક ? તેણે તો પોતાને જોઇ પણ કયાં હતી ? તે તો બેભાન જ હતો. તેને કેમ ખબર પડે પોતાની આ સંવેદનાની ? વરસોથી એક મા અજાણ્યા યુવકને  શિશુ સ્વરૂપે અંદર સંઘરીને બેઠી હતી. આજે એક માનું, તેના માતૃત્વનું અપમાન થયું હતું. તે ખ્યાલે તીવ્ર પ્રતિક્રિયારૂપે તેનાથી શૈલને એક તમાચો…..
પરંતુ તેમાં શૈલનો દોષ કાઢી શકાય તેમ કયાં હતું ? નિયતિ સિવાય કોને દોષ આપી શકાય ?  અને તેની પાસે તો ભલભલા લાચાર.
હવે ?
આખો દિવસ તે એમ જ સૂનમૂન બેસી રહી. ઓફિસે જવાનું મન ન થયું.
એ યાદોના ઓથારમાં, બે દિવસ સુધી તે એમ જ છટપટાતી રહી.
ના, ના, આમ મૌન રહ્યે હવે નહીં ચાલે. શૈલને સાચું કારણ જાણવાનો પૂરો હક્ક છે.
ઓફિસમાં ધીમેધીમે શૈલનું મન પણ શાંત થયું હતું. તે બે દિવસથી શચીની પ્રતીક્ષા કરતો રહ્યો હતો. પોતે શચીની માફી માગી લેશે. કદાચ પોતે શચીને સમજવામાં ભૂલ કરી હતી.
ત્રીજે દિવસે ન જાણે કેમ શૈલથી રહેવાયું નહીં. તે શચીને ઘેર આવી ચડયો.
શચી ચોંકી ઉઠી. શું બોલવું તે સમજાયું નહીં.
થોડી મૌન ક્ષણો પછી…..
‘શચી, સોરી, મારા વર્તનથી તમને ખરાબ લાગ્યું. પણ મેં ફકત મારી લાગણી રજૂ કરી હતી. તમે સીધી રીતે ઇન્કાર કરી શકયા હોત…પણ તેને બદલે તમે…. ખેર..!  મને લાગે છે મેં તમને સમજવામાં ભૂલ….’
શૈલ વાક્ય પૂરું કરી ન શકયો. તેનો અવાજ રુંધાયો.
શચી મૌન. શું જવાબ આપે તે ?
ફરીથી બે પાંચ મૌન ક્ષણો. શચી કશું બોલ્યા સિવાય પાણીનો ગ્લાસ લઇ આવી અને શૈલને ધર્યો.
શૈલે પાણી પીધું. જરાવારે તે થોડો સ્વસ્થ થયો.
‘પ્લીઝ..મારા વિશે કોઇ ગેરસમજ ન કરતા. ફરગેટ એવરીથીંગ..અને કાલથી ઓફિસે આવવાનું ચાલુ કરશો ને ? બીજીવાર મારા તરફથી એવી કોઇ ભૂલ નહીં થાય.’
એકાદ મૌન ક્ષણ પછી તેનાથી રહેવાયું નહીં. તેણે ધીમેથી ઉમેર્યું.
‘  તમે મારી સાથે જે હક્કથી….તેથી મારી ગેરસમજ…’
શૈલ આગળ બોલી ન શકયો. તેનો અવાજ રૂંધાયો.
હજુ પણ શચીના મૌનની દીવાલ તૂટી નહીં.
’પ્લીઝ, કંઇક બોલો..હું એવો ખરાબ માણસ નથી ‘
’શૈલ,’
સરને બદલે શૈલ ?
શૈલને આશ્ર્વર્ય થયું. તેણે શચી સામે જોયું.
’ શૈલ…તમને યાદ છે ? વરસો પહેલા અહીં ધરતીકંપ આવેલ… ’
’એ કેમ ભૂલી શકાય ? એણે  તો મને  અનાથ અને એકાકી  બનાવ્યો. આજ સુધી એ ઓથારમાંથી હું  બહાર આવી  શકયો નથી.’
’ તમે એમાંથી કઇ રીતે બચી ગયા ? ‘
’પૂરી જાણ તો નથી. પરંતુ કોઇ ભલી સ્ત્રીએ પોતાનું દૂધ પીવડાવીને મને જીવતદાન આપેલ…એવો આછોપાતળો ખ્યાલ..’
’ એ સ્ત્રી કોણ હતી એની તમને  કયારેય જાણ થઇ ? ‘
’ના, હકીકતે મેં તેને શોધવાનો પ્રયાસ પણ કરેલ પણ એ સમય જ એવો હતો આવી કેટલીયે ઘટના બની હશે..અમુક પ્રકાશમાં આવી હશે..અમુક નહીં આવી હોય. અને મેં તો તે સ્ત્રીનો ચહેરો પણ કયાં જોયો હતો ? હું તો બેભાનાવસ્થામાં જ..’
’ તે સ્ત્રીની તમને જાણ થાય તો ?’
’ તો તેના પગ ધોઇને પૂજું. તે તો મારી જીવનદાતા..મારી મા સમાન….. પરંતુ  આ  બધી વાત અત્યારે ? ‘
શૈલ થોડો ગૂંચવાઇ રહ્યો.
’તમારે તે સ્ત્રીનો ચહેરો જોવો છે ? ‘
’ તમે ઓળખો છો તેને ? ‘
’ બરાબર ઓળખું છું. મળવું છે ? ‘
’ ઓહ ડેફીનેટલી…તે તો મારી માતા સમાન કહેવાય. તેને મળીને મને આનંદ થશે.’
’ એક મિનિટ..’
શચી અંદર ગઇ. પાછી આવી ત્યારે તેના હાથમાં અરીસો હતો
શૈલ સામે અરીસો ધરતાં તેણે કહ્યું.
’દેખાય છે આમાં તે સ્ત્રીનો ચહેરો ? ઓળખાય છે એ સ્ત્રી ? ‘
અરીસામાં શચીનું પ્રતિબિંબ તેની સામે….
શૈલ સ્તબ્ધ……!
ફરી એકવાર તેના જીવનમાં  ધરતીકંપ …?
સ્વયમ સિદ્ધાં ડો.લલિત પરીખ
નામ તો હતું તેનું સિદ્ધિ.,અને સ્વભાવે પણ બિલકુલ  સીધી ,સરળ,નિખાલસ,ખુલ્લા મનની-ખુલ્લા દિલની.સુખી,સમૃદ્ધ,સંપત્તિવાન પિતાની એકની એક લાડકોડમાં ઉછરતી સિદ્ધિને કોણ જાણે કેમ કારમાં સ્કુલે જવા કરતા બહેનપણીઓ સાથે વાતો કરતા, ટોળટપ્પા કરતા,હંસી મજાક કરતા ,
ગંમત અને મોજમસ્તી કરતા પગે ચાલીને જવામાં વધારે ખુશી મળતી. સ્વમાની એટલી  બધી શિક્ષક-શિક્ષિકાઓ પરીક્ષાના સમયે તેનો પહેલો નંબર જળવાઈ રહે તે માટે ઇન્વીજીલેશન કરતા કરતા થોડી પણ  મદદ કરવાની વૃત્તિ  યે બતાવે તો નમ્રતાપૂર્વક હિમતથી કહી દે :”મને મારી આવડત પર જ આગળ વધવા દો. નંબર પાછળ જાય તો વાંધો નહિ.”
પરંતુ તેનો નંબર પહેલો-બીજો જ રહેતો.સ્પોર્ટ્સમાં પણ તે આગળ પડતી રહેતી અને વિવિધ સંસ્કૃતિક કાર્યોમાં પણ તેનું નામ મોખરે રહેતું
બારમીની પરીક્ષા પછી તેના બધી રીતે પહોંચતા પિતાએ તેને ડોનેશન આપી મનિપાલની  મેડીકલ કોલેજમાં દાખલ કરવાની આગ્રહભરી ઈચ્છા દર્શાવી.પણ સિદ્ધિએ કહ્યું:”મને વગર આવા કોઈ ડોનેશને સીટ મળે તો જ લેવી છે.મેં એન્ટ્રેન્સ પરીક્ષામાં સારું જ કર્યું છે.એટલે મળશે જ મળશે તેની મને ખાતરી છે.”અને તેના માતા-પિતાની ખુશી વચ્ચે તે એન્ટ્રેન્સ પરીક્ષામાં પણ પ્રથમ દસમાં આવી જતા તેને પોતાના શહેરની જ મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો.તેના પિતાએ એક બહુ મોટો  વિશાળ પ્લોટ સારી એવી મોકાની જગ્યાએ ખરીદી રાખ્યો જેથી ભવિષ્યમાં ડોક્ટર થઇ ગયેલી પુત્રી સિદ્ધિ માટે અદ્યતનતમ નર્સિંગ હોમ બને.તેમનો બિઝનેસ બહુ બહોળો હોવાથી એક માત્ર પુત્રને વેપારમાં જોતરી દીધો,કારણ કે તેને જેમ તેમ બી.કોમ પાસ કરી વેપારમાં જ જોડાઈ જવાની તમન્ના હતી.પિતાપુત્ર વેપારમાં વ્યસ્ત રહેતા,માતા ઘરકામમાં અને વહેવારમાં  મસ્ત રહેતી અને સિદ્ધિ પોતાની મેડીકલ ડીગ્રી માટેની સાધનામાં એકાગ્રતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં જ આનંદ આનંદનો અનુભવ કરતી રહી.
વર્ષો જતા તો વાર જ ક્યા લાગે? જોતજોતામાં સિદ્ધિએ એમ.બી.બી.એસ. પાસ કરી પોસ્ટ ગ્રેજ્યુએશનની એન્ટ્રેન્સ પરીક્ષા આપી.તેને પોતાની મરજી અને પસંદગીના વિષયમાં -ગાયનોકોલોજીમાં પ્રવેશ મળી ગયો.તેની સાથે  જ ભણતા સમીર સાથે તેની મૈત્રી તો પહેલેથી જ હતી; પણ હવે મૈત્રી પ્રેમમાં પલ્લવિત થવા લાગી.સમીર પણ બહુ જ ખુદ્દાર મિજાજનો મઝેદાર યુવક હતો.દેખાવે સ્વભાવે બધી રીતે સિદ્ધિને તે ખૂબ ખૂબ ગમી ગયો હતો.તેના માતા-પિતા બહુ પહેલા અમેરિકા ભણવા ગયેલા અને થોડા વર્ષો ત્યાં રહી પોતાના માબાપના આગ્રહને  માન આપી પાછા ભારત આવી પિતાની ફેકટરીમાં જોડાઈ ગયા હતા.સમીર ત્યાં જ જન્મેલો હોવાથી તેને અમેરિકન સિટીઝનશીપ મળી ગયેલી.આજે તે એમ.ડી કરી અમેરિકા જઈ શકે તેમ હતો અને તેના માબાપ પણ તેમ જ ઇચ્છતા હોવાથી તેણે એમ.એડ.કરી  સિદ્ધિને પ્રપોઝ કરી વડીલોની રાજીખુશીથી સગાઇ-લગ્ન-રીસેપ્શન-હનીમૂનનો આનંદ માણી અમેરિકા સાથે જ સાથે જવાની તય્યારી શરૂ કરી દીધી.સિદ્ધિના અતિ સંપન્ન પિતાએ દીકરી -જમાઈને દહેજમાં ખૂબ ખૂબ આપવાની ઈચ્છા જાહેર કરેલ.પરંતુ ન ખુદ્દાર સમીરને કે ન સ્વમાની સિદ્ધિને તે દહેજ માન્ય હતું.બેઉ વિઝા આવતા જ સહુ સગાવહાલાઓને ખુશ ખુશ કરતા ખુશી ખુશી એર ઇન્ડીયામાં ઊડ્યા.માતા-પિતા અને સહુ સગાવહાલાઓએ સિદ્ધિને આશીર્વાદ આપતા કહ્યું:’તું તો સિદ્ધિ નહિ,સ્વયંસિદ્ધા છે”.
ત્યાં પહોંચી યુ.એસ.એમ.એલ.ઈની  પરીક્ષા આપવાની તય્યારી શરૂ કરી દીધી.પરીક્ષાનું પરિણામ આવ્યું અને રેસીડન્સી બેઉ ને સાથે એક જ શહેરમાં સાથે જ મળે તેની વ્યવસ્થા થતા સુધીમાં તો બેઉના પ્રસન્ન દામ્પત્ય જીવનનું પણ  પરિણામ આવ્યું.સિદ્ધિને સારા દિવસો હોવાથી સમીરે તેને આરામ કરી પ્રસૂતિ પછી રેસીડન્સી કરવાની પ્રેમાગ્રહ સાથેની સલાહ આપી.એક બાજુ સમીરની રેસીડન્સી શરૂ થઇ અને બીજી બાજુ રેસીડેન્ટ  ડોક્ટર તરીકે તેને  મળેલા એપાર્ટમેન્ટમાં તેમનો ઘરસંસાર શરૂ થયો.સિદ્ધિએ સમય પસાર કરવા અને કૈંક કમાવા માટે હરમાં બેબી-સિટિંગના ક્લાસ શરૂ કર્યા.ગાયનિકપરીક્ષણનું પરિણામ સિદ્ધિને બે બાળકીઓના જન્મની સુખદ આગાહી કરી રહ્યું હતું .પૂરા સમયે જયારે સિદ્ધિએ બબ્બે સુંદર ગોરી ગોરી બે દીકરીઓને જન્મ  આપ્યો  ત્યારે સમીર-સિદ્ધિની પ્રસન્નતાની કોઈ સીમા ન રહી.બેઉ પુત્રીઓ સાક્ષાત લક્ષ્મી-સરસ્વતીના અવતાર જેવી લાગતી હતી.અમેરિકામાં ઉચ્ચાર કરતા ફાવે એવા બે નામ-રૂપા-સોના-  બેઉ દીકરીઓના નક્કી કરી હોસ્પિટલમાં અપાઈ ગયા.રૂપા-સોનાને રાખતા રાખતા સિદ્ધિએ  પોતાની બેબી  સિટિંગ ક્લાસ ચાલુ જ રાખી.
હોસ્પિટલથી ઘરે આવી સમીર સિદ્ધિને ઘરકામમાં,રસોઈપાણીમાં મદદ કરતા કરતા  રૂપા-સોનાને હોંશે હોંશે વહાલથી ખૂબ ખૂબ રમાડતો રહેતો.હવે સમીરને પણ બેઉ દીકરીઓને સાચવતી- રમાડતી સિદ્ધિને અતિ અઘરી એવી રેસીડન્સી કરાવવાની નામ માત્રની ઈચ્છા ન થતી.સિદ્ધિને પોતાને પણ બેબી સિટિંગ ક્લાસ અને પોતાની ઢીંગલીઓને રમાડતા રહેવામાં જ ભરપૂર રસ હતો.સમીર તો પોતાની રેસીડન્સી પૂરી કરી એ જ શહેરની હોસ્પિટલમાં  ગાયનિક -ગ્રુપ- પ્રેક્ટિસમાં  જોડાઈ ગયો અને સિદ્ધિ પોતાના બાળજગતમાં ખુશખુશાલ રહ્યા કરતી.રૂપા-સોના સ્કુલે જવાની વયના થયા એટલે ઘરમાં એક હેલ્પિંગ બહેન નિયુક્ત કરી સિદ્ધિએ પોતાની રેસીડન્સી શરૂ કરી દીધી.પોતાની બેબીસિટિંગ ક્લાસ અને તેમાં સાથે જ સાથે સચવાતી મોટી થતી રૂપા-સોનાની ઘરશાળા તેને બહુ યાદ આવ્યા કરતી.પણ સમય સમય ની વાત છે.તેણેપૂરું મન રેડી,પૂરી એકાગ્રતા અને લગન-ધગશ સાથે પાંચ વર્ષની રેસીડન્સી પૂરી કરી પતિ સમીરની જ હોસ્પિટલમાં જોબ શરૂ કરી દીધો.રૂપ-સોના દસ-બાર વર્ષના થયા ત્યરે ત્યાં સુધી ચર્ચા-વિચારણા-મનોમંથન કરી કરી અંતે ભારત પાછા આવી જઇ પોતાનું ‘રૂપા- સોના સ્વયંસિદ્ધા નર્સિંગ હોમ’ શરૂ કરી દીધું.
પિતાએ વારસામાં આપેલ પ્લોટ પર ‘સ્વયંસિદ્ધા બાલિકા વિદ્યાલય’ ખોલી તેમાં સંસ્કારભર્યું શિક્ષણ મળે તેવી શ્રેષ્ઠ અને આદર્શ વ્યવસ્થા કરી તેમાં જ ઓપોતાની બેઉ પુત્રીઓ રૂપા-સોનાને દાખલ કરી તેમને પણ સ્વયંસિદ્ધા બનવાની પ્રેરણા આપી.
નારીશક્તિ સ્વયંસિદ્ધાં બને તો અસંભવ પણ સંભવ અને અશક્ય પણ શક્ય  બની શકે છે, તેમાં કોઈ સંશયશંકા નથી રહેતી.રૂપ-સોના તો ઠીક;શાળાની બધી જ કન્યાઓ સ્વયંસિદ્ધા જ બનવાનું પ્રશિક્ષણ લેતી રહી.સ્વયંસિદ્ધ સિદ્ધિનું સ્વપ્ન સાકાર થયું.
શેખર – અંશુ જોષી
પ્રથમ તાસ પૂરો થવાનો બેલ વાગતાંની સાથે જ વર્ગશિક્ષક ચાવડાએ કલાસમાંથી વિદાય લીધી. આ સાથે જ વર્ગ 12-અમાં વિદ્યાર્થીઓનો શોરબકોર શરૂ થયો. હવે પછીનો તાસ રસિકલાલ જે. તુરખિયાનો હતો. તુરખિયા કલાસમાં લગભગ બે-ચાર મિનિટ મોડા જ આવતા. દૂર લૉબીમાં તુરખિયા આવતા દેખાયા, પરંતુ કોઈ જ વિદ્યાર્થીનું ધ્યાન તેમના ઉપર નહોતું. તુરખિયા કલાસના દરવાજે આવીને ઊભા રહ્યા તોય વિદ્યાર્થીઓનો શોરબકોર ચાલુ જ હતો.
બેઠી દડીનો ઘાટ, અદોદળી ફાંદ અને આંખ ઉપર બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં પહેરી રાખનારા તુરખિયા ક્યારેય ઈન-શર્ટ કર્યા વિના શાળામાં ન આવતા. અચાનક જ વિદ્યાર્થી-ગણગણાટમાં પરિવર્તન થયું અને ત્યાર બાદ નીરવ શાંતિ છવાઈ ગઈ. બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપાર તુરખિયાની આંખો ગુસ્સાથી ફાટી ગયેલી લાગતી હતી. જોકે આમ પણ બિલોરી કાચને લીધે તેમની આંખો મોટી તો લાગતી જ હતી, પણ આ વખતે આંખોનું કદ જરા વધારે વિસ્તરેલું લાગતું હતું.
નીરવ શાંતિ વચ્ચે કોલ્હાપુરી ચપ્પલના ચરડ-ચરડ અવાજ સાથે તુરખિયાએ વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને આદેશાત્મક ભાવ તેમ જ અવાજ સાથે બોલ્યા, ‘અવરોધકતા એટલે શું ? તે શેની ઉપર આધાર રાખે છે ? તેની વ્યાખ્યા અને એકમ જણાવો.’ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક રસિકલાલ જે. તુરખિયાના આ સવાલથી વર્ગખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની 80 આંખો અન્યમનસ્ક ચહેરે જાડાં બિલોરી કાચ જેવાં ચશ્માંને તાકી રહી. પોતાના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન મળતાં તુરખિયાનો ચહેરો લાલઘૂમ થયો અને એક ત્રાડ પડી, ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’
એમ કહી તુરખિયા કલાસ-ટીચરની ખુરશી ખેંચીને તેના ઉપર બેઠા. તુરખિયા બેસી જાય એટલે તેમનું ભાષણ પૂરું થઈ ગયું એવું ક્યારેય ન બનતું. વળી પાછું તેમણે ચલાવ્યું, ‘વિદ્યાર્થી મહેનત કેવી રીતે કરે ઈ જોવું હોય તો મારા શેખરને જુઓ. સેંટ ઝેવિયર્સમાં ભણે છે. પહેલી ટેસ્ટમાં 89 પર્સન્ટેજ આવ્યા અને ઈ પણ બાર સાયન્સમાં ! હા, ટકા ઓછા કહેવાય, બટ હી વૉઝ ફર્સ્ટ ઈન હિઝ કલાસ.’
તુરખિયાની આ એક અજબ વિશેષતા હતી. જ્યારે પણ ભણવાની, હોશિયારીની કે પછી બ્રિલિયન્ટ કરિયરની વાત આવે ત્યારે તેઓ તેમના દીકરા શેખરના નામનો અચૂક ઉલ્લેખ કરતા. તેમના મતે શેખર વિશ્વનો આદર્શ વિદ્યાર્થી તેમ જ પુત્ર હતો. આજ્ઞાંકિત પિતાની તમામ પ્રકારે સંભાળ લેનારો, રસિકલાલ જે. તુરખિયાનો એકમાત્ર વંશજ શેખર આર. તુરખિયા. તુરખિયા શેખરની વાતો વર્ગમાં એવી રીતે કરતા કે જાણે શેખર સેંટ ઝેવિયર્સનો નહીં પણ આ જ માધ્યમિક શાળાના વર્ગ 12-અમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય. તુરખિયા દ્વારા કરવામાં આવેલા શેખરના પાત્ર-નિરૂપણથી અંજાઈને વર્ગના બે-ચાર વિદ્યાર્થીઓ તો શેખર જેવા જ બનવાનો પ્રયત્ન કરવા લાગી પડ્યા હતા. શેખર બનવાનો પ્રયત્ન કરનારા વિદ્યાર્થીઓમાં એક ચિરાગ પણ હતો. જ્યારે પણ તુરખિયાના મોંમાંથી ‘શેખર’ નામનો શબ્દ સરી પડે એટલે તરત જ ચિરાગના કાન સરવા થઈ જતા. શેખર વિશેની તમામ વાતો ચિરાગ ધ્યાનપૂર્વક સાંભળતો. શેખર વિશેની વાતો સાંભળ્યા બાદ તેને સતત એવું લાગ્યા કરતું કે તેના અને શેખરમાં કંઈ વધારે ફેર નથી. પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં તુરખિયા ચિરાગને ખાસ મચક ન આપતા. તેમને મન બસ શેખર જ સર્વસ્વ હતો.
હાથની મુઠ્ઠીમાંથી રેત સરકે તેમ સમય સરકતો રહ્યો. દિવાળીનું વૅકેશન ક્યાં પૂરું થઈ ગયું તેની ખબર ન રહી અને 12 સાયન્સની પ્રીલિમિનરી પરીક્ષા માથે ઝળૂંબવા લાગી. આ વખતે ચિરાગે મનોમન નક્કી કરી લીધું હતું કે તુરખિયા સરના શેખર કરતાં તે એક માર્ક વધારે લાવીને બતાવશે. ચિરાગે પરીક્ષામાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી. ભૌતિકવિજ્ઞાનનું પેપર લખવા વિદ્યાર્થીઓ બેઠા હતા, પણ આ શું ? પેપર વાંચતાંની સાથે જ પરીક્ષાખંડમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓના મોતિયા મરી ગયા. વિદ્યાર્થીઓના ભાલપ્રદેશ ઉપર પ્રસ્વેદબિંદુઓ તગતગી રહ્યાં હતાં. ધવલ અને રીના જેવાં સંવેદનશીલ વિદ્યાર્થીઓ તો બેભાન થઈને પરીક્ષાખંડમાં જ ઢળી પડ્યાં. ચિરાગ પણ ખાસ્સો અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ તેણે મન મનાવી લીધું. ‘આટલું અઘરું પેપર બૉર્ડમાં પુછાય તો નહીં જ. પણ પુછાશે તો ?! તો આ જ પ્રકારના પેપરની પ્રેક્ટિસ કાલથી ચાલુ કરી દઈશું. હજી તો બૉર્ડની પરીક્ષા માર્ચ 2008માં છે. પૂરા બે મહિનાની વાર છે ને ?’ એમ માનીને ચિરાગે પેપર લખવાની શરૂઆત કરી. પરિણામ અપેક્ષિત જ હતું. માધ્યમિક શાળાની ભૌતિકવિજ્ઞાનની પ્રીલિમિનરી પરીક્ષામાં 12-અના 40માંથી 39 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એકમાત્ર ચિરાગ પાસ થયો હતો અને તે પણ 100માંથી 37 માર્કસ સાથે. કલાસમાં પેપર બતાવતી વખતે તુરખિયાએ ફરી એક વખત શેખરની વાતનો ઉલ્લેખ કર્યો : ‘શેખરિયાએ તો આપણી સ્કૂલનું પેપર જોઈને ફેંકી દીધું હો ! મને કહે, સાવ ફોફા જેવું પેપર છે. આવાં પેપર સોલ્વ કરવામાં હું મારો સમય ન બગાડું !’ ફરી એક વખત આખા કલાસનું મોં ખસિયાણું પડી ગયું. ફિઝિક્સમાં માત્ર 37 માર્કસ આવવાને કારણે ચિરાગનો મૂડ બગડી ગયો હતો, એટલે શેખર સાથે સ્પર્ધા કરવાનું તેણે બોર્ડની પરીક્ષા ઉપર ઠેલ્યું.
હવે માર્ચ 2008ની બોર્ડની પરીક્ષા ચિરાગ માટે શેખર સાથે સ્પર્ધા કરવાનો આખરી મોકો હતી. જો આ મોકો હાથમાંથી નીકળી જાય તો ખલાસ. શેખર આજીવન તુરખિયાના હૃદયમાં ‘હીરો’ બનીને રહી જાય તેમ હતું. તેને ખબર હતી કે એક બાપ તેના દીકરા કરતાં વિશેષ બીજા કોઈનેય પ્રેમ ન કરી શકે. જોકે ચિરાગને તુરખિયાના હૃદયમાં ક્યારેય સ્થાન લેવું નહોતું. તેણે તો માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે શેખર કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં ભણે છે અને તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ તો તેના પિતાજી એટલે કે રસિકલાલ જે. તુરખિયાના હાથ નીચે જ ભણે છે !
અચાનક એક દિવસ શાળામાં નોટિસ નીકળી. નોટિસ પિકનિક માટેની હતી. એમાં શરત એટલી જ હતી કે જો સાયન્સના વિદ્યાર્થીઓ પિકનિકમાં જોડાશે તો તેમને રીડિંગ વૅકેશન બૉર્ડની પરીક્ષાના એક સપ્તાહ પહેલાં જ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શાળાએ આવવાનું રહેશે. જોકે આ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ મૌખિક જણાવવાનો હતો. ધવલ પંડ્યાને આ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. વળી, તેની નેતૃત્વ-શૈલી પણ સારી હોવાને કારણે તેણે આખાય કલાસને પિકનિક માટે ‘પટાવી’ લીધો. ચિરાગની ઈચ્છા પિકનિકમાં જવાની બિલકુલ નહોતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેના પિતાએ પણ તેને પરવાનગી આપી અને ચિરાગે પણ મનમાં વિચાર્યું કે ‘એક મહિનાના રીડિંગ વૅકેશનને શું ધોઈ પીવાનું છે ? પિકનિક પૂરી થયા બાદ સ્કૂલમાં આવીને રીવિઝન કરીશું.’
હંમેશની આદત મુજબ તુરખિયાને પિકનિક સામે મોટો વાંધો હતો. એક વાર લાઈબ્રેરી પાસેની લૉબીમાં ચિરાગ ઊભો હતો ત્યારે તુરખિયાએ કહ્યું હતું કે ‘તમારે મન પિકનિકનું આટલું બધું શું મહત્વ છે ? ભણો, કારકિર્દી બનાવો. તમે આઠમા-નવમામાં નથી કે પિકનિકમાં જાઓ છો. આપણી સ્કૂલનું મૅનેજમેન્ટ પણ સાવ બુડથલ છે. તમારા કલાસની જવાબદારી મને સોંપી છે એટલે મારે કમને પણ પિકનિકમાં આવવું જ પડશે. તું તારી કરિયરને ગંભીરતાથી લે. આ તો મને તારામાં જરા સ્પાર્ક દેખાય છે એટલે કહું છું.’ તુરખિયા પોતાને એક સારો વિદ્યાર્થી માને છે તે જાણીને ચિરાગને હાશકારો થયો. પિકનિકના દિવસે તુરખિયાનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ તેમને આટલા બધા મૂડમાં ક્યારેય જોયા નહોતા. બસમાં સીડી પ્લેયર વાગ્યું કે તરત જ તુરખિયાના પગ થનગની ઊઠ્યા. બેઠી દડીના અને અદોદળી ફાંદ સાથે પણ તુરખિયાએ ડાન્સ કર્યો. આ ઘટનાને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ તેમ જ કિકિયારીઓ સાથે વધાવી લીધી.
ગલતેશ્વરના નદીકિનારે એકાંતની પળોમાં ચિરાગે તુરખિયાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. શેખરની વાત સિવાય બીજી એવી કોઈ વાત નહોતી કે જે તુરખિયા અને ચિરાગ વચ્ચેનો સંવાદ શરૂ કરાવી શકે. ડરતાં-ડરતાં ચિરાગે પૂછ્યું : ‘સર, શેખરને પિકનિકમાં લઈ આવ્યા હોત તો સારું હતું.’મજાકમાં હસી કાઢતા હોય તેમ તુરખિયાએ કહ્યું, ‘ભાઈ, શેખર તમારી જેમ ઉછાંછળો નથી. અત્યારે હું બહાર છું, પણ ઘરે જઈશ એટલે એણે તમામ વિષયનાં પેપર લખીને રાખ્યાં હશે. એનું ધ્યેય મેડિકલ લાઈન સિવાય બીજે ક્યાંય નથી. અમારા બેય વચ્ચે અત્યારથી જ ડીલ થઈ ગઈ છે કે જો એ મેડિકલમાં એડમિશન લે તો મારે તેને 55,000નું બાઈક અપાવવાનું અને જો તેનો બોર્ડમાં નંબર આવે તો 75,000નું બાઈક અપાવવાનું.’ હવે હદ થઈ ગઈ હોય તેમ ચિરાગથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો :‘સર, હું શેખર કરતાં વધારે માર્કસ લાવીને બતાવું તો !’ચિરાગના સવાલથી તુરખિયા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચિરાગની નજીક આવ્યા અને બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં ઉતારીને ચૂંચી આંખો સાથે ચશ્માં સાફ કરતાં બોલ્યા : ‘પ્રયત્ન કરવા સિવાય તારી પાસે બીજી કોઈ જ આવડત નથી, દોસ્ત !’
આ વખતે તો શેખરિયાનું આવી જ બન્યું, એમ વિચારીને ચિરાગે બૉર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી. સદનસીબે પ્રશ્નપત્રો પણ ચિરાગના ધાર્યા કરતાં ઘણાં સહેલાં નીકળ્યાં. પ્રૅક્ટિકલ પણ ખાસ અઘરા નહોતા. આખા વૅકેશન દરમિયાન ચિરાગ તેના રિઝલ્ટની રાહ જોતો રહ્યો. રિઝલ્ટ કરતાં શેખરની સરખામણીએ તેના કેટલા માર્કસ આવશે તે જાણવાની તાલાવેલી તેને વિશેષ હતી.અંતે પરિણામ જાહેર થયું.ચિરાગ 94 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ અને બોર્ડમાં ચોથો આવ્યો હતો. માર્કશિટ લઈને ચિરાગ સીધો સ્ટાફરૂમમાં ગયો, પણ તુરખિયા શાળામાં હાજર નહોતા. ઓહ ! આજે તો શેખરનું પણ રિઝલ્ટ છે ને, એટલે સર ઘરે જ હશે – તેમ વિચારી ચાવડા સર પાસેથી તુરખિયાનું સરનામું લઈને તે તુરખિયાના ઘરે જવા નીકળ્યો. તુરખિયાના ઘરે પહોંચતાં જ ચિરાગને ફાળ પડી. ઘરના આંગણામાં રૂપિયા 75,000ની કિંમતનું ચકચકિત, નવુંનક્કોર એક બાઈક પડ્યું હતું.
‘હવે એ જોવાનું છે કે શેખર બૉર્ડમાં પહેલો, બીજો, ત્રીજો કે પાંચમો ?’ એમ વિચારીને ચિરાગે દરવાજો ખખડાવ્યો. તુરખિયાએ દરવાજો ખોલ્યો. અસ્તવ્યસ્ત વસ્તુઓથી ભરેલા તુરખિયાના ડ્રૉઈંગ રૂમમાં તે દાખલ થયો.‘આવ-આવ, શું નામ તારું ? હું ભૂલી ગયો…..’ તુરખિયાએ રુક્ષ સ્વરે પૂછ્યું.ચિરાગે નમ્રપણે જવાબ આપ્યો : ‘ચિરાગ શાહ.’‘હં…. શું રિઝલ્ટ આવ્યું ?’‘જી, 94 ટકા, સર ! સ્કૂલમાં ફર્સ્ટ અને બૉર્ડમાં ફોર્થ……’‘સરસ, શેમાં જવું છે ? મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ?’‘મેડિકલમાં, સર !’‘સારું, બેસ. હું તારા માટે આઈસક્રીમ મગાવું.’એમ કહીને તુરખિયા ઊભા થયા. પરંતુ ચિરાગની અધીરાઈની કોઈ સીમા નહોતી. તે તરત જ બોલી ઊઠ્યો :‘સર, શેખર….. શેખરનું રીઝલ્ટ શું આવ્યું ?’આ વાક્ય સાંભળીને તુરખિયાના પગ થંભી ગયા. હળવેકથી તેઓ ચિરાગ તરફ મોં કરીને વળ્યા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં, જે બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપારથી વાસ્તવમાં ‘બોર-બોર’ જેવડાં મોટાં લાગતાં હતાં. મંથર ગતિએ ચાલતા-ચાલતા તેઓ કબાટ પાસે આવ્યા. કબાટ ખોલીને તેમણે એક મીડિયમ સાઈઝનો લેમિનેટેડ ફ્રેમ કરેલો ફોટો કાઢીને ચિરાગ તરફ ફેરવ્યો.
આશરે સોળ-સત્તર વર્ષના એક રૂપકડા છોકરાના ફોટા નીચે લખ્યું હતું : શેખર આર. તુરખિયા : જન્મતારીખ : 12-2-1980, સ્વર્ગવાસ તારીખ : 21-1-1996. ચિરાગ દિગ્મૂઢ ચહેરે તુરખિયાની સામે જોઈ રહ્યો અને તુરખિયાએ વહેતી અશ્રુધારા સાથે બાઈકની ચાવી ચિરાગ સામે ધરી. – અંશુ જોશી
અમારો દેશ ન્યૂ જર્સી • હરનિશ જાની
એક અગત્યના સમાચાર – ન્યૂ જર્સી સ્ટેટ અમેરિકાના બીજા સ્ટેટ્સના યુનિયનમાંથી છુટું થઈને સ્વતંત્ર દેશ બનવાના મુડમાં છે. તેમાં બીજી અગત્યની વાત એ છે કે આ ચળવળ પાછળ અહીંના ગુજરાતીઓનો હાથ નથી. બાકી અમે આવ્યા ત્યારથી, અમેરિકામાં ‘નયા ગુજરાત’ બનાવવામાં લાગી ગયા છીએ. અમે માનવીમાંથી વિશ્વમાનવી બનવા થોડા આવ્યા છીએ? અમે તો વિશ્વમાનવીઓને ગુજરાતી બનાવવા આવ્યા છીએ.
વાત એમ છે કે અમેરિકામાં ચૂંટણીઓ પતી ગઈ. બારાકભાઈ ચૂંટાઈ આવ્યા અને પ્રમુખ બની ગયા. સવાલ એ છે કે હવે શું? વરસો પહેલાં ગુજરાતમાં એજ્યુકેશનની હાલત એ હતી કે તમે બી.એ. ડિગ્રીની ફાઇનલ પરીક્ષા આપો તો એવું જ ઇચ્છો કે પાસ ન થઈએ તો સારું. જો પાસ થઈ જઈએ  તો પછી શું ? નોકરી તો મળવાની નથી. બારાક ઓબામા સાહેબ ચૂંટણી તો જીતી ગયા. પરંતુ એ જીત કેટલી મોંઘી છે ? આમે ય તેમણે બળતું ઘર ભાડે રાખ્યું છે. તેનો હવે ખ્યાલ આવવા માંડ્યો છે. ઇકોનોમીના અને બજેટના પ્રશ્નોની વાત તો અલગ છે. પણ આ જીત તો એકાવન ટકા બહુમતીની છે, જે તેમને અમેરિકામાં રહેતી લઘુમતીઓએ અપાવી છે. બાકીના ઓગણપચાસ ટકા લોકો કે જેમને ઓબામા સાહેબ કે  જે ગન  કંટ્રોલની વાતો કરે  છે, તે નથી ગમતા તેમનું  શું ?  તે વર્ગમાં મોટા ભાગના વ્હાઇટ અમેરિકનો છે. તેમણે આ આંદોલન ચાલુ કર્યું છે કે આપણા રાજ્યે યુનાઈટેડ સ્ટેટસ્ ઓફ અમેરિકાના યુનિયનમાંથી છૂટાં થઈ જવું. ઓબામાના નેતૃત્વનો બહિષ્કાર કરવો. અને સ્વતંત્ર દેશ સ્થાપવો. હવે આ નવી ચળવળમાં ન્યૂ જર્સી સાથે બીજા વીસ રાજ્યો જોડાયા છે. ટેક્સાસે તો પોતાનો ધ્વજ પણ ફરકાવવા માંડ્યો છે.
આપણે ન્યુ જર્સીની વાત કરીએ. જો ન્યૂ જર્સી સ્વતંત્ર દેશ બને, તો અહીંના ગુજરાતીઓ આ નવો દેશ પચાવી પાડે. પછી ભલેને દુનિયા આખીની પ્રજા અહીં કેમ ન રહેતી હોય. કે પછી ભારતનાં બીજાં બધાં રાજ્યોના લોકો પણ  અહીં કેમ ન રહેતા હોય ! પરંતુ અમે ગુજરાતીઓ કોઈને ન ગાંઠીએ, જ્યાં જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત !
અમારે અરદેશરદાદાનો બોલ ખરો કરવાનો જ ! આમે ય ન્યૂ જર્સી સ્ટેટ અમેરિકાના બીજા રાજ્યોને નથી ગમતું. બીજાં રાજ્યોમાં લોકો ન્યૂ જર્સીના જાત જાતના જોક્સ બનાવે છે. જેનો અમને વાંધો નથી. કારણ કે અમને તે બહુ સમજાતા નથી. અમારા પાડોશી રાજ્ય ન્યૂ યોર્કમાં મેં એક કાર પર સાઈન વાંચી, ‘Keep New York clean. Dump your garbage in New Jersey.’ એમનું કહેવું છે કે ન્યૂ જર્સી એટલું ગંદું છે કે તેમાં આપણો કચરો દેખાશે નહીં. જ્યારે હાઇ વે પરથી ન્યૂ જર્સી આવતા હો અને ફાર્માસ્યુિટકલ પ્લાંટસ્ અને રિફાયનરીઓથી પ્રદૂષિત હવાની ગંધ આવે, તો માનવું કે તમે ન્યૂ જર્સીમાં પ્રવેશી ચૂક્યા છો. એક પોલિટીશયનને પૂછવામાં આવ્યું કે ‘તમને કેલિફોર્નિયા કેમ ગમે છે?’ તો તેમણે જવાબ આપ્યો, ‘અહીંથી ન્યૂ જર્સી દેખાતું નથી એટલે.’ પણ એ વાત અલગ છે, કે ન્યૂ જર્સી ગુજરાતીઓને ફાવી ગયું છે. અહીં ઘર જેવું લાગે છે. ન્યૂ જર્સી સિવાય બીજે ક્યાં ગુજરાતની યાદ આવવાની છે? જો અમને અહીં કશુંક ખૂંચતું હોય, તો તે કે રસ્તા પર રખળતાં રઝડતાં ઢોર અને કૂતરાંઓનો અભાવ. અમે તો તેને પણ ઈમ્પોર્ટ કરવા તૈયાર છીએ. પરંતુ તેને સારુ ચાલુ અમેરિકન ગવર્નમેંટ આડી ફાટે છે. તેથી અમે ન્યૂ જર્સી રાજ્ય ક્યારે સ્વતંત્ર દેશ બને છે, તે ઘડીની રાહ જોઈશું. એક રીતે જોઈએ તો ભારતની બધી જ પ્રજાઓ ન્યૂ જર્સીમાં છે. પરંતુ તેમાં આંખે ચડતા હોય તો તે છે ગુજરાતીઓ. રાજકારણમાં અમારી નવી પેઢી તો
અમે તો અમેરિકામાં ‘નયા ગુજરાત’ બનાવવામાં લાગી ગયા છીએ. અમે અહીં ન્યૂ જર્સીમાં આપણું થાણું સ્થાપી દીધું છે. જતે દિવસે ખરા ગુજરાતીઓને જો અમેરિકા આવવું હશે તો વિઝા લેવો નહીં પડે. આ ‘નયા ગુજરાત’ તેમનું જ થઈ જશે. એક સ્વતંત્ર દેશ બનવા માટે ન્યૂ જર્સી સક્ષમ છે. અમે કાંઈ, બીજી બધી પ્રજાની જેમ અમેરિકન સંસ્કૃિતમાં ભળવા નથી આવ્યા.
અમે ભલે ચાલીસ–પચાસ વરસથી અહીં રહીએ, તો પણ અમે અમેરિકન નેશનલ એન્થમ – રાષ્ટ્રગીત નથી શીખ્યા. ‘ફોર્થ ઓફ જુલાઈ’ કઈ બલાનું નામ છે ? અમે તો ૧૫ ઓગસ્ટ, મૂળ ભારતીય કરતાં, અમે ભારતીય મૂળના, વધારે કૂદકા મારીને ઉજવીશું. અમે તો પાછા બોલિવુડની કોઈ આઈટમ, ગર્લને ઝંડો પકડાવીને, ‘ભારતમાતાકી જય’ના નારા લગાવીને – પણ ઉજવીશું. એ વાત ચોક્કસ છે. અમારે ત્યાં પણ બે પક્ષ છે. રિપબ્લીકન અને ડેમોક્રેટ નહીં; પરંતુ – કોંગ્રેસ અને ભા.જ.પ. અહીં અમારે જાત જાતના મતભેદ પણ છે. એક પક્ષ ૧૫મી ઓગસ્ટે આઝાદ દિન ઉજવશે, તો બીજો પક્ષ ૧૬મીએ. અમને સવારના પહોરમાં અમેરિકનોની જેમ કોફી કે ટોસ્ટ ન ખપે. અમે તો અમારી સાથે ફાફડા અને જલેબી લાવ્યાં છીએ. માનવીમાંથી વિશ્વમાનવી બને એ બીજા. અમે તો વિશ્વમાનવીઓને ગુજરાતી બનાવીશું. હવે તો અમારા બાળકોને પણ બાળકો છે. તેઓ આ ધરતીનું અન્ન ખાય છે. આ આકાશની હવા શ્વસે છે. તેઓ તેમનું વતન ન્યૂ જર્સી ગણાવે છે. ભલેને ! અમે પણ આ ધરતીનું અન્ન ખાઈએ છીએ. પણ અમારું વતન તો ચરોતર અને સોરઠ જ છે. અમે અમારા વતનની ધૂળ માથામાં ભરી લાવ્યાં છીએ. તે બતાવીએ છીએ. પચાસ વરસે પણ એ ધૂળ ખંખેરે તે બીજા ! અમે ગુજરાતીઓ ન ખંખેરીએ .. અમદાવાદમાં વરસાદ પડે, ત્યારે પહેલાં છતરીઓ ન્યૂ જર્સીમાં ખૂલે છે. ચૂંટણી ગુજરાતમાં થાય અને પરિણામની રાહ ન્યૂ જર્સીમાં જોવાય છે. અમને અમેરિકામાં બીજું બધું ખબર હોય કે ન હોય. પરંતુ અમને બેંકના રસ્તા બરાબર યાદ છે.
અમે અહીં, બધા ભગવાનોનાં મંદિરો પણ બનાવી દીધા છે. એટલે ગુજરાતમાંથી આવનારને ઘર જેવું લાગે. મનપસંદ ગુજરાતી ભગવાનો અહીં તમારા માટે હાજર જ છે. પાંચ સાંઈબાબાનાં, પાંચ સ્વામીનારાયણ પ્રભુનાં (બન્ને પંથના) મંદિરો બનાવી દીધાં છે. તમારે જે માતા જોઇએ તે માતાજી અહીં મળે. દરેક માતાનાં મંદિર આપની સેવામાં હાજર છે. અહીં જલારામ અને સંતરામ મંદિરો પણ ભગતો માટે તૈયાર જ છે. હાલમાં દુનિયાનું સૌથી મોટું સ્વામીનારાયણનું મંદિર બની રહ્યું છે. એ જરૂર પૂરું થશે, કારણ કે મંદિર માટે હરિભક્તો પાંચ હજાર ડોલરની એક, લેખે ઈંટો અર્પણ કરે છે. મોટા જૈન દેરાસરો પણ તૈયાર છે. ગુજરાતી મુસ્લિમ કોમ માટે ઢગલાબંધ મસ્જિદો તૈયાર છે. હાલ અમેરિકામાં લોકશાહી છે. અને અમેરિકા સાચું સેક્યુલર સ્ટેટ છે. જ્યાં સુધી અહીં આવું રાજતંત્ર છે. ત્યાં સુધીમાં અમે એનો લાભ લઈ લેવા માંગીએ છીએ. આજકાલ અમેરિકનોને લાંચરૂસ્વત શીખવાડીએ છીએ. હા, મઝાની વાત એ છે કે અમે એકે બિલ્ડીંગ એવું નથી બાંધ્યું કે જ્યાં કોઈ અજાણ્યા – મુસાફરને કે કોઈ મુસાફરીમાં રખડી પડેલા કુટુંબને એક બે રાત રહેવાનું મળે. એમણે તો ભજન જ કરવાનું !
ધંધાપાણીની વાત કરીએ તો – મોટાભાગની મોટેલો આપણાં પટેલ બંધુઓના હાથમાં છે. આ ક્ષેત્રમાં, છેલ્લાં વીસત્રીસ વરસમાં આપણે હરણફાળ ભરી છે. હોલી ડે ઈન કે રમાડા ઈન કરતાં વધુ આપણાં પટેલોની મોટેલો છે. કોઈ મોટેલ જોઈએ તો એમ જ પૂછવાનું હોય કે માલિક સુરતના છે કે ચરોતરના. આપણે ફક્ત મોટેલોના ધંધામાં જ પ્રવીણ નથી, ન્યૂ જર્સીની દરેક હોસ્પિટલોમાં  બે ત્રણ ડઝન ઇન્ડિયન ડોકટરો તો મળે જ મળે. અને તેમાં પણ ડઝન ડોકટર પટેલ હશે. દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ કામ કરે છે. એટલે જતે દિવસે સ્વતંત્ર દેશ બને તો દેશનું સુકાન અમે સંભાળીશું. પંજાબીઓને પણ રાખીશું કોઈકે તો લશ્કરમાં જવું પડશે ને ! અમે તો બેન્કો ચલાવવામાં બિઝી હોઈશું.
મને લાગે છે કે આજે નહીં તો કાલે એમ બનશે. (યાદ રાખજો આ ભવિષ્યવાણી સૌ પ્રથમ જ્યોતિષશાસ્ત્રી શ્રી હરનિશ જોષીના મુખે સાંભળી હતી.) ઇિહાસ બોલે છે. મહાસત્તા રશિયાએ સ્થાપેલા સોવિયેટ યુનિયન કે જેને હું જન્મથી જોતો આવ્યો હતો તે આજે કયાં ગયું? અમેરિકાની વાત કરીએ તો ટેક્સાસ, કેલિફોર્નિયા, એરિઝોના વગેરે રાજ્યો પાડોશી મેક્સિકો પાસેથી શામદામદંડથી પડાવ્યા છે. જેમાં અમેરિકાના મેક્સિકન લોકોએ ધામા નાખ્યા જ છે. તેઓ કહે જ છે કે મૂળ તો આ અમારો જ પ્રદેશ છે ને ! ગામને છેવાડે અલાસ્કા છે. જે રશિયા પાસેથી ખરીદ્યું છે. જેમાં વધુ એસ્કિમો લોકો છે. એટલે એને છૂટું પડતા વાર નહીં લાગે. લુઈઝિયાના સ્ટેટ ફ્રેન્ચ પાસેથી પડાવ્યું છે.
આજથી પચીસો વરસ પહેલાં કોઈ ગ્રીકને કે બે હજાર વરસ પહેલાં કોઈ રોમનને  કોઈએ એમ કહ્યું હોત કે તમારા આ મહેલો ખંડેર થઈ જશે – સંસ્કૃિત ઊડી જશે. તો તેમણે એ વાત માની હોત ? આજકાલ અમેરિકામાં જે રીતે ગન શુટિંગ થાય છે. તે જોતાં લાગે કે યાદવાસ્થળીની શરૂઆત આવી જ કાંઈક હશે. હશે. કાંઈ નહીં, અમેરિકાનું જે થવાનું હોય તે થાય. પરંતુ આપણને તો ‘નયા ગુજરાત’ મળવાનું ને ! અમેરિકાના હાલના પ્રમુખ પણ ગુજરાતી જ છે. જે વ્યક્તિની ઓફિસમાં મહાત્મા ગાંધીનો ફોટો હોય. ગજવામાં હનુમાનજીની મૂર્તિ હોય. અને સ્પાયસી સમોસાં ભાવતાં હોય, તો તે ગુજરાતી જ કહેવાય ને !
(30 જાન્યુઅારી 2013)
[4 Pleasant Drive, Yardville, NJ 08620, U.S.A.]
Email harnishjani5@gmail.com
તારામતી પાઠક ૧૮ વિજય શાહ
તે દિવસે રોજના નિયમ અનુસાર પ્રદ્યુમન અને અનામિકાને માલીસ કરવા આવનાર બાઇ આવી અને પ્રદ્યુમનને માલીસ કરી નવડાવીને બાળોતિયે લપેટીને તારામતીને આપ્યો તો તારામતી પ્રદ્યુમનને ચુમતા કહેવા લાગી
‘ઓ તું મારો રાજકુમાર ઓ તું મારો લાલો ચાલ મમ્મી પાસે જઇએ’
‘બેટા અનુ લે સંભાળ…આને ભુખ લાગી હસે’કહી પ્રદ્યુમન તેણીને સોંપ્યો
‘આઇ! બાબા આવી ગયા ચાલ ચ્હા પી લે’સંધ્યાએ સાદ પાડ્યો
તારામતી અનિલના રૂમમાંથી બહાર આવતા તેણીને અંધાર આવવા લાગી અને બારણું પકડીને ઊભી રહી ગઇ અને એક જોરદાર ઉધરસનો ઠસ્કો આવ્યો અને તે ઠસકા સાથે તેણી બેવડ વળી ગઇ તેણીની આ દશા જોઇ સંધ્યાથી જોરથી બુમ પડાઇ ગઇ ‘આઇ………બાબા…..’બુમ સાંભળી આત્મારામ દોડ્યા.
સંધ્યા અને આત્મારામે તારામતીને સોફા પર સુવડાવી ત્યારે આત્મારામને ખબર પડી કે તારામતીનું આખું અંગ તાવથી તપી રહ્યું હતું. આત્મારામે તરત ડોકટર મયુરને ફોન કરી એમ્બ્યુલન્સ મંગાવી અને તારામતીને ડોકટર મયુરના ક્લિનીકમાં દાખલ કરી.ડોકટર મયુરને આત્મારામે બધી હકિકત જણાવી.પ્રાથમિક તપાસમાં જે લક્ષણો જણાયા તે જોઇ ડોકટર મયુરે અનિલના લગ્ન પહેલા તારામતીને અહીં દાખલ કરેલ તે વખતના ડોક્યુમેન્ટસની ફાઇલ કાઢી અને ચેક કરતા આજની અને તે વખતની પરિસ્થિતીમાં સામ્ય જણાયું,
હકિકતમાં સામાન્ય તાવ અને ઉધરસ  જેવી ઝીણી બિમારીએ તારામતીના દેહમાં પ્રવેશ કર્યો હતો પણ પ્રદ્યુમનનાં જન્મની ખુશી હતી અને તાવ શેર બઝારના આંકની જેમ ઉપર નીચે થતો હતો પણ તારામતીનું ધ્યાન પ્રદ્યુમ્નમાં હોવાથી ગણકારતી નહીં અને તેણીની વ્યાધી હઠીલા બાળકની જેમ તારામતીના દેહમાંથી જવાનું નામ નહોતી  લેતી પણ તેણીએ કોઇને આ વાતનો અણસાર આવવા દીધો નહીં પણ આજે તેણીની હાલતથી આ ચાલ પકડાઇ ગઇ.
ઉધરસના લીધે કદાચ પ્રદ્યુમનને ઇંફેક્શન ન થઇ જાય તે માટે પ્રદ્યુમનને તારામતીથી દૂર રાખવાની સુચના ડોકટર મયુરે કરી હતી. તારામતીને બાળ પ્રદ્યુમનથી દૂર થવું નહોંતુ પણ ડોકટર મયુરનાં સુચનથી જ પ્રદ્યુમનને લેવાની કે તેની નજીક જવાની પણ મનાઇ  હતી આમ શા માટે તે વાતને સમજાવતા ખુદ ડોકટર મયુરને પણ નવ નેજાના પાણી મોભે ચડાવતા નાકે દમ આવી ગયો હતો આ તો ભલુ થજો ગોમતીબેનનું તેઓ તારામતીને મળવા ડોકટર મયુરના ક્લિનીકમાં આવ્યા ત્યારે ડોકટર મયુરે બધી પરિસ્થિતી તેમને સમજાવી તો ગોમતીબેને ડોકટર મયુરને ધરપત આપી અને તારામતીના રૂમમાં દાખલ થયા.
‘જયશ્રી કૃષ્ણ વેવાણ…..’ગોમતીબેને કહ્યું
‘જયશ્રી કૃષ્ણ ગોમતીબેન’પથારીમાં બેઠા થતા તારામતીએ કહ્યું
‘તે શું ઘરમાં આરામ નહોતો મળતો તે અહીં મયુરના ક્લિનીકમાં ખાટલો ઢાળ્યો?’ગોમતીબેને જીણી આંખો કરતા પુછ્યું
‘કંઇ નહીં રે આ સાધારણ તાવ અને અમસ્થી ઉધરસ આવી અને તમારા વેવાઇ ને તમારા જમાઇએ મળીને મને અહીં મુકી ગયા’નિસાસો નાખતા તારામતીએ કહ્યું
‘માઠું ન લગાડતા પણ એક જુની કહેવત છે ઝઘડાનું મુળ હાંસીં અને…
‘રોગનું મુળ ખાંસી એમ જ ને?’તારામતીએ વચ્ચેથી વાત સાંધતા કહ્યું
‘બરાબર…આટલું બધુ જાણો છો છતા તમે પ્રદ્યુમનને રમાડવાની જીદ કરો છો? જરા વિચાર કરો આ નવજાતની સહન શક્તિ કેટલી ન કરે નારાયણ ને તમારી ખાંસીનો ચેપ તેને લાગી જાય તો?બાળકને પણ તમારી જેમ ક્લિનીકમાં દાખલ કરવાનો વારો આવે તો?’
‘નહીં..નહીં મારા લાલાને કંઇ ન થવું જોઇએ’કહેતા તારામતીની આંખ ઉભરાઇ પડી.
અહીં ડોકટર મયુર પોતાની કેબીનમાં માથું પકડી બેઠો હતો તેને સમજણ નહોતી પડતી કે આમ કેમ થાય છે? તેની જ લેબમાં તારામતીના બધા ટેસ્ટ ફરી થયા હતા અને બધા રિપોર્ટ જુના રિપોર્ટ મુજબ નોર્મલ જ હતા એ મોટું આશ્ચર્ય હતું. તેની કેરિયરમાં આવો અટપટો કેસ ક્યારે જોયો નહોતો.તબિબિ વિજ્ઞાનમાં જ્યાં સુધી ચોક્કસ નિદાન ના થાય ત્યાં સુધી ડોકટરને ચેન ના પડે..તેથી બધા નોર્મલ રીપોર્ટ આવ્યા તો ગડબડ ક્યાં હતી? એજ પ્રશ્ન વારંવાર ડોકટર મયુરના મગજમાં ઘુમરાયા કરતો હતો.
ડોકટર મયુરના ક્લિનીકમાંના સાઇકીયાટ્રીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને પેથોલોજીસ્ટ સહિત ૬ ડોક્ટરની પેનલે તારામતીને તપાસ્યા..સૌનું સહિયારું નિદાન એક જ આવ્યુ..તેમનું મન હવે શરીરને સાથ નથી આપતું…નિત્ય ક્રિયાઓ સામાન્ય છે પણ તેઓ જાગૃત અવસ્થામાં પણ સુઇ નથી જતા અને અજાગૃત અવસ્થામાં પણ સુતા નથી.
શરીરની સલામતી માટે મનનું સ્થિર થવું જરુરી છે તેમ માનીને તારામતીને ઉંઘવાની દવા પુરતી માત્રામાં આપવાનો નિર્ણય લેવાયો અને તે પણ ગ્લુકોઝ મારફતે.આત્મારામ ખાટલે પાસેથી હટતા નહોંતા અને તારામતીને પ્રદ્યુમનનાં સમાચાર જાણવા મળે તેથી અનિલ હેન્ડી કેમેરામાં ક્લિપ લઇ આવતો અને તારામતીને બતાડી ખુશ રાખવાની કોશીશ કરતો હતો.
તારામતી એ જુએ અને આનંદ વ્યક્ત કરે.ક્લિપમાં અનામિકાને જુએ નાના પ્રદ્યુમનને જુએ અને નિઃસાસો નાખે..મારો અનિલ..પણ નાનો હતો ત્યારે આવો જ હતો.. આ તાવ અને ખાંસી…મારા પ્રદ્યુમનને ના લાગી જાય તેથી આ સજા મારે ભોગવવાનીને? ગ્લુકોઝ ચઢાવાયો.. અને દવા તેનું કામ કરવા માંડી.. આંખો ભારે થતી જાય અને હાથમાંથી વીડિઓ ઉપરની પકડ ઢીલી પડવા માંડી.. આત્મારામને ડોકટર મયુરે ઈશારો કર્યો કે હવે આખી રાત તારામતી શાંતિથી સુઇ જશે તમે સવારે નિરાંતે આવજો..કામિની અહીં રહેશે.
‘તારાને ઊંઘનું ઇંજેક્શન આપ્યુ તે તો સારુ કર્યુ પણ તેની ટેવ ના પાડશો. મને ખબર છે ત્રણ ચાર દિવસમાં તેણી જરૂર સારી થઇ જશે’આત્મારામ આત્મવિશ્વાસથી બોલ્યા
‘હા મને પણ એવીજ આશા છે પણ અહીં આવે તેમને દસ દિવસ થયા કાકા અને રોગ કાબુમાં ના આવે તો દવા પણ બદલવી પડે અને ચિકિત્સાની પધ્ધતિ પણ.. સાઇકીયાટ્રીસ્ટનું સ્પષ્ટ માનવું છે કે તેમનું મન બેકાબુ છે. દીકરાનાં દીકરાને જોયો તેથી કે પછી અગોચર મનમાં કોઇ છુટા પડી જવાનો અવ્યક્ત ભય છે જેને કારણે જે હોય તે દવાથી તેમના વિચારોને શાંત કરવા અમે મથીયે છીએ’ડોકટર મયુરે સમજણ પાડી
‘હા… દીકરા તું તારાથી બનતામાં કંઇ કસર નહીં છોડે તેની મને ખાત્રી છે’ આત્મારામે ડોકટર મયુરનો વાંસો થપથપાવતા કહ્યું
આ પરિસ્થિતિ ૭૨ કલાક માટે રાખવાની હતી.. તેથી સમય સમયે બાટલા બદલાતા કેથેટર દ્વારા મુત્ર વિસર્જન થતુ હતુ..આત્મારામ તારામતીને બેડ બાજુમાં જ બેસીને જાપ કરતા અને એમ કરતા ૭૨ કલાક પુરા થયા અને પહેલી વખત તારામતીએ ઉંહકારો ભર્યો ત્યારે મયુરે બધા ઉપકરણો હટાવી લીધા… તાવ અને ખાંસી બંને કાબુમાં હતા પણ હવે જ જોવાનું હતુ કે શરીર ઉથલો મારે છે કે સ્વસ્થતા પકડે છે.આત્મારામને જોઇ તારામતી કહે
‘મને કેમ હજી પણ ઉંઘ આવે છે?’
‘સારુ થયુને ઘણા દિવસે શાંતિથી નિંદર કાઢી.. હવે જરા ઉભા થઇને બ્રશ કરો તો સરસ મસાલા વાળી ચ્હા આપુ અને પ્રદ્યુમ્ન ની વીડિયો પણ તૈયાર છે દાદીમાનાં આશિર્વાદ લેવા માટે.’આત્મારામે વહાલથી માથે હાથ ફેરવતા કહ્યુ.તારામતીના બેડ પાછળ ટેપ રેકોર્ડ ઉપર સરસ ધુન ઇલેક્ટ્રીક ગીટાર ઉપર વાગતી હતી.
અનામિકા અને પ્રદ્યુમન બંને સારી માવજત પામીને સારા થતા જતા હતા અને આ બાજુ તારામતીની તબિયત સુધરતી નહતી તેથી અનામિકા પણ આકુળ વ્યાકુળ થતી હતી.એક્વીસમે દિવસે જ્યારે અનામિકાએ રસોડે જવાની જીદ કરી ત્યારે ફોન ઉપર તારામતીનો ઠપકો સાંભળવો પડશે તેવી આત્મારામે ધાક બતાવી ત્યારે તે પાછી પડી.
અનિલે તારામતીને જ્યારે પ્રદ્યુમનની વીડિઓ ટીવી ઉપર મોટા સ્વરુપે બતાવી ત્યારે તારામતીની આંખ આંસુઓથી ભરાઇ ગઇ..
‘આઇ આ આંસુ ખુશીનાં કે ગમનાં?’અનિલે તારામતીના આંસુ લુછતા પુછ્યું  ‘સુખ જ્યારે ખંડીત મળે ત્યારે જે અફસોસ થાય તે અફસોસનાં .. પ્રદ્યુમ્ન ને હું માથા ઉપર હાથ ફેરવીને આશિર્વાદ નથી આપી શકતી તેના આંસુ છે અને સાથે જ તરત બીજો વિચાર આવે..આ રોગ તો કેટલા દિવસનો? હું મારા લાલાને જોવાની જ છું મળવાની જ છુ..ને?’તારામતીએ કહ્યું
‘આઇ આ શ્વાસનો રોગ વિઘ્ન બને છે ને?.. અનુ પણ આવીને તને મળવા માંગે છે..’અનિલે કહ્યું
‘મયુરને વાત કરીયે જો થોડા સમય માટે પ્રદ્યુમનને આવવા દે. તો.. ”આત્મારામે કહ્યું આ મસલત અનિલ અને આત્મારામ તથા કામિની વચ્ચે ચાલતી હતી ત્યાં ડોકટર મયુરે રૂમમાં દાખલ થતા કહ્યું
‘રોગ હજુ પરખાયો નથી તેથી આમ કરવામાં જોખમ છે અને આમેય વીડિઓ ઉપર તો તેઓ જુએ જ છે ને?”તારામતીએ વાત આ સાંભળી અને ફરી નિઃસાસો નાખ્યો..
’રે વિઠલા….વિઠલા…હે કાય કેલ રે…..’પછી ડોકટર મયુર તરફ જોઇને કહ્યું  ‘ભગવાન પણ કેવી કપરી કસોટી કરે છે ..જે સુખની ખેવના હતી તે મળ્યુ છતા આ વિલંબ…?’
‘તારાકાકી તમે મનથી પણ સ્વસ્થ થાવ તે જરુરી છે ..એટલે આ લાંબી નિંદ્રા લો અને અપેક્ષાઓને ઘટાડો.. એવું માનો કે અનિલ મુંબઇમાં છે અને તેને રજા નથી મળી કે અનામિકાની તબિયત સુધરશે એટલે એ લોકો અહીં આવીને તમારા આશિર્વાદ લઇ જ જશે..પણ આ મન તમારું.. અત્યારે દુશ્મન બની ને બેઠુ છે. તેને જે જોઇએ છે તેની જીદ જ લઇ ને બેઠું છે.પણ જરા કલ્પના કરો..પ્રદ્યુમ્ન ને તમારો આ વણ ઓળખ્યો રોગ જો લાગી ગયો તો? તેને આ વણ નિયંત્રીત તાવ કે ખાંસી વળગી ગઇ તો? અને નવજાત શિશુની સહન શક્તિ કેટલી?’ હું માનુ છુ કે ડોકટર માધવી ઝાલાની સલાહ લેશો તો તેણી પણ આ વાત સાથે સહમત નહી થાય.’
આ સાંભળી આત્મારામ હચમચી તો ગયા પણ આત્મજ્ઞાનનાં વિવેક સાથે તારામતિને કહ્યું ‘એક વધુ દીર્ઘ નિંદ્રા અને તેનાં પરિણામો જોઇને દાદીમાનાં આશિષ પૌત્રને અપાવીશુ..’
તારામતીનું મૌન એમ સુચવતુ હતુ કે તેણીએ તેની ભાવનાઓને રોકવી જ રહી.. અને તે પણ ફરી એક લાંબી ઉંઘ..સુધી ભલેને તારીખિયુ બે ચાર દિવસ આગળ જતુ રહે…
‘ભલે મયુર! જેમ કહેશે તેમ જ કરીશુ..પણ..”તેમની વાત કાપતા મયુરે કહ્યું ‘તારાકાકી સાઇકીયા્ટ્રીસ્ટનું માનવુ છે કે મન ને દોસ્ત બનાવવાનો સહજ રસ્તો છે હકારાત્મક અભિગમ.. તમે એમ કેમ માની લોછો કે તમે સાજા નહીં થાવ?…આગળ પણ તમે આ બિમારીને ગાંઠયા નહોંતા તેમ આ વખતે પણ સાજા થશો અને પ્રદ્યુમ્ન ને દાદીમા ઘણી વાર્તાઓ કહેશે..હા દવાઓ શરીરને સાજુ કરે છે મનને તો તમારે જ સાજુ અને તાજુ રાખવાનુ છે…’
તારામતીની ઝુકી ગયેલી આંખો તે વાતનો પુરાવો હતો કે હકારાત્મક અભિગમો તે સ્વિકારી રહી હતી…ત્યારે આત્મારામે કહ્યું
‘અને હા તને એમ જલ્દી જવા દેવાનો નથી હં કે!” વાતાવરણ હલ્કુ કરવા છેલ્લી વીડિઓ ટેપ મુકી જેમા અનામિકા તારામતીને ગમતુ હાલરડુ ગાઇને પ્રદ્યુમનને સુવાડી રહી હતી… ‘સુઇ જા લલ્લા મારા..ચંદામામા લાવે મીઠી નિંદરીયા…’
નર્સે આવીને સુવાની દવા મિશ્રીત ગ્લુકોઝ ચઢાવવા ની તૈયારી કરી. બીજે દિવસે તારામતીને ખુબ જ પરસેવો થવા લાગ્યો..સ્ટાફ તાવ ચેક કરતા હતા અને ડોકટર મયુરને જાણ કરી…ડોકટર મયુરે તાત્કાલીક રીતે ગ્લુકોઝ હટાવી લીધો દવા તો તેનું કામ કરતી હતી પણ ગ્લુકોઝ પચતો નહોતો…પેશાબમાં સુગર દેખાઇ અને આત્મારામને જાણ કરી..હવે દવા એકલી અપાશે અને સાથે સાકર નિયંત્રણ માટે દવાઓ પણ અપાશે. તારામતીનાં ચહેરા ઉપર વિહ્વળતા દેખાતી હતી. આત્મારામે પ્રયોગને બંધ કરવાનો મયુરને સુઝાવ આપ્યો. એકાદ બે કલાકે તારામતી સ્થિર થતી દેખાઇ.
આ પરિક્ષણ રોકવાની પાછળ આત્મારામને ડર હતો કે લાંબો સમય ઘેન ની દવા ચાલુ રહે તો પેશંટ કોમામાં જાતુ રહે અને ખબર પણ ના પડે…ચારેક કલાકે જ્યારે તારામતી હોંશમાં આવી ત્યારે આત્મારામ તેના ઓશીકે જ બેઠા હતા..અને જાપ ચાલુ હતા.તારામતીએ પડખુ ફેરવ્યુ અને કહ્યુ.. ‘બહુ રાત થઇ ગઇ તમે હજી સુતા નથી?’
‘હા તુ જાગે તેની રાહ જોતો હતો..આ પ્રદ્યુમન તારી વીડિયોમાં રાહ જુએ છે.’
થોડી ક્ષણો વહી ગઈ તારામતીએ એક બગાસુ ખાધુ અને હાથથી ઇશારો કર્યો.. હજી થોડુક સુઇશ તમે જાવ.આ દવાની નિંદર નહોંતી…શરીરે હવે નિયંત્રણ પોતાના હાથમાં લીધુ હતુ..આ ઇશારાને સમજતી નર્સે આત્મારામને કહ્યુ ‘હવે તમે જાવ..તેઓ દવા મુક્ત છે..અને વહેલી સવારે કુદરતી નિંદ્રાથી તેઓ સાજા અને સ્વસ્થ હશે.’(ક્રમશ)
વોકર – ડો.લલિત પરીખ
ખૂણામાં પડેલા વોકરની સામે સુનમુન બેસી એકી ટસે કેતન જોતો જ રહ્યો.હજી ગઈ કાલ સુધી તો પોતે છ છ દાયકાની પ્રેમાળ જીવનસંગિની કંચનને વોકર પકડી મોટા ઘરના વ્યવસ્થિત ફર્નીચર ને ફરતી, ગણીને બરાબર દસ ચકરડા મારતી,સાથે સાથે ચાલી વાતો કરતી  કરતી હસતીબોલતી  જોઈ શકેલો.અને આજે તેની આંખોને કંચન વગરનું સ્કેલીટન જેવું જડવત નિર્જીવ વોકર જોવાનું? તેની સામે વોકર સાથે સંકળાયેલી સઘળી સ્મૃતિઓ તરવરવા લાગી,સળવળવા લાગી.કંચનને સ્ટ્રોક આવ્યા પછી હોસ્પિટલથી રીહેબમાં  - થેરપી સેટરમાં લાવ્યા બાદ જયારે તે કંચનને વ્હીલચેરમાં સવાર-સાંજ કસરતો કરવા લઇ જતો ત્યારે બીજા અનેક અનેક થેરપી  લઇ  રહેલા લોકોને વોકર પકડીને ચાલતા જોઈ કંચન દયામણું મો કરી કેતનને પૂછતી:”મને ક્યારે વોકર આપશે?” કેતન તેને પોઝિટીવ -હકારાત્મક અભિગમદૃષ્ટિ આપતા હસતા મોઢે કહેતો:”બસ,બે-ચાર દિવસમાં જ”.પણ બે ચાર અઠવાડિયા સુધી પણ જયારે તેને વોકર-યોગ્ય ન સમજી
થેરપીસેંટરવાળાઓએ વ્હીલચેરમાં જ  લઇ જઈ ઊઠવા- બેસવાની,ઊભા રહેવાની,બે બાર વચ્ચે બાર પકડીને ચાલતા શીખવાની અને એવી એવી કસરતોનો  અભ્યાસ જ દિવસોના દિવસો સુધી ચાલુ રાખ્યો.”બે- ચાર દિવસમાં જ”એવા પતિ કેતનના શબ્દો પરનો કંચનનો વિશ્વાસ ઊડી ગયો.બેચાર દિવસોને બદલે બેચાર અઠવાડિયા થઇ ગયા એટલે રડતા અવાજે એ બોલી :”મને ખોટા ખોટા આશ્વાસનો આપી મૂરખ ના બનાવો.આ લોકો મને વોકર નહિ જ આપે.વ્હીલચેરમાં જ ઘરે મોકલશે ને  જિંદગીભર હું વ્હીલચેરમાં તમારા  ભરોસે પરાધીન બની ફરતી રહીશ,જીવતી રહીશ.”હે ભગવાન,આના કરતા મને ઉપાડી લીધી હોત તો ન રહેત બાંસ ન રહેત  બાંસરી-હું અને તમે બેઉ છૂટી જાત.”
”બસ,વ્હાલી,થોડી ધીરજ રાખ.એવું અશુભ અશુભ ના બોલ.તને વોકર મળશે એટલે મળશે જ.વોકરથી ચાલતી શીખીને જ વોકર સાથે લટકંતી ચાલે આરામથી  ચાલતી ચાલતી ઘરે આવવાની.વ્હીલચેરને  તો બાય બાય ” .
અને ખરેખર બરાબર છ અઠવાડિયા પછી પગમાં પૂરતી શક્તિ આવી ગયાની ખાતરી થયા બાદ  થેરાપિસ્ટ અધિકારીએ કંચનના હાથમાં વોકર આપી ધીરે ધીરે ચાલવાની પ્રેક્ટીસ શરૂ કરાવી.કંચનની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા-માનો નવા પગ આવી ગયા હોય,નવી જિંદગી મળી ગઈ હોય.જેની છ છ અઠવાડિયાથી અધીરાઈ પૂર્વક કાગડોળે પ્રતીક્ષા કરતી હતી તે વોકર મળતા જાણે સંજીવની બૂટી મળી ગઈ હોય એવી ખુશ ખુશ થઇ ગઈ.બે દિવસમાં તો વોકરના સહારે આરામથી સહજ રીતે ચાલતી થઇ ગઈ .બીજા બે અઠવાડિયામાં તો તેને થેરપી સેન્ટરમાંથી ડિસ્ચાર્જ પણ મળી ગયો.વ્હીલચેર પણ જરૂર પડ્યે કામ આવશે,વપરાઈ શકશે એવું થેરપી સેન્ટરના અધિકારીની સૂચનાને બિલકુલ અવગણી  કંચન પતિ કેતન સાથે વોકર ફોલ્ડ કરી કારમાં બેસી ઘરે પણ આવી ગઈ.વોકર સાથે સાત ફેરા ફરી હોય તેવી અને તેટલી લોયલ્ટી સાથે તે વોકરને પતિ કેતનની જેમ જ ચાહતી થઇ ગઈ. ”આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું”ના ભજનની જેમ આંખ ખુલતા જ તેની નજર વોકર પર પડતી. સ્વપ્નમાં પણ તેને વોકર જ વહારે દેખાતું તેમ તે પતિને હોંશે હોંશે કહેવ લાગી.અમેરિકાના મોટા   હાઉસના સારા એવા મોટા ડ્રાઈવ વે પર પણ તે મે  મહિનાની વોર્મ વેધરનો લાભ લેતી પાંચ રાઉન્ડ તો હસતા બોલતા મારવા લાગી.પતિ કેતન સાથે સાથે કંચનની ગતિએ વાતો કરતો,તેનો પોઝીટીવ -
સકારાત્મક અભિગમ વધારતો એટલી જ હોંસથી ચાલતો રહેતો.
અને કોણ જાને શું ય થયું કંચન વોકરથી પણ કંટાળી ગઈ,ત્રાસી ગઈ .”આ વોકરથી ક્યારે છુટીશ?”એ પ્રશ્ન તે વારંવાર પૂછવા લાગી.”આના કરતા તો મોત સારું.”એમ પણ બોલવા લાગી.”તમારો હાથ પકડીને ના ચાલી શકું?”એ પ્રશ્ન પ્રેમ- પ્રસ્તાવ પ્રસ્તુત કરતી પ્રેમિકાની જેમ પૂછવા લાગી ગઈ.”મોત સારું।.મોત સારું ”એમ ના  બોલ . તો  ઘણું ઘણું જીવવાની .તારી સાથે તારા જ જન્મદિવસે જન્મેલી મધુબાલા વર્ષો પહેલા નાની ઉમરે જ ગુજરી ગયેલી અને તું જીવતી છે.છે ને તારું ભાગ્ય અને મારું અહોભાગ્ય?હજી તો આપણાં દામ્પત્યજીવનની ડાયમંડ જ્યુબિલી મનાવીશું,કોઈ નવા રમણીય સ્થળે હનીમૂન પર જશું અને મોજ મજા કરીશુંતું સો ટકા ચાલતી થઇ જવાની. મારો હાથ પકડીને તો ક્યારેક ક્યારેક ચાલે જ છે.અને હવે તો તમારો હાથ પકડ્યા વિના અને વગર  વોકરે બસ ચાલતી થઇ  જવાની.”
કંચન ખુશ ખુશ થતી હસીને બોલી :’તમારા મોં માં ઘી સાકર!તમે જોજોને તમે કહો છો તેમ વગર  વોકરે ચાલતી થઇ જઈશ.”
અને ત્યાં જ વોકરનું પાછલું પૈડું તૂટી ગયું,વોકરનું બેલેન્સ ગયું,વોકર પડ્યું અને કંચન ગબડી પડી .બ્રેઈન  ઇન્જરી   થતા તત્કાલ  હોસ્પિટલ લઇ જતા ત્યાં જ તેને મૃત જાહેર કરી.તેના રોમ રોમમાંથી કેતનને તેના અંતિમ શબ્દો  પ્રતિઘોષ રૂપે વારંવાર સંભળાવા  લાગ્યા:”તમારા હાથ પકડ્યા  વિના અને વગર વોકરે ‘બસ, ચાલતી થઇ  જવાની”
ચાલતી થઇ જવાની કહેનાર ખરેખર કેતનને છોડી બસ ચાલતી થઇ જ ગઈ-કાયમ માટે .અને પાછળ રહી ગયું વોકર-પ્રાણ વગરનું,જડવત,વચમાં કંચન વગરનું.ફ્યુનરલથી આવી  કેતનને કંચન વગરનું વોકર જ જોવાનું હતું .તેને વોકરને તો ફોલ્ડ કરી ખૂણામાં મૂક્યું ;પણ કંચનની છ છ દાયકાની સહસ્રો સાહસ્રો સ્મૃતિઓને તો કેતન થોડી જ ફોલ્ડ કરી શકે તેમ હતો ?
અને ખૂણામાં ફોલ્ડ કરીને મૂકેલ વોકરને કેતન સુનમુન   થઇ  એકી  ટસે બસ જોતો જ રહ્યો .વગર વોકરે કંચન તો ચાલતી જ થઇ ગઈ।
પાનકોર ડોશી-ઝવેરચંદ મેઘાણી
એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી – અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદાન કરી નાખ્યું.
દર ત્રણ-ત્રણ ઘર છોડીએ એટલે અક્કેક મકાનનું ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયા કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતાં ગધેડાંમાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે’ક દિવસ લોકોને મળી રહે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડ્યે જ રહેતો.
એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝ્મ ઝ્મ અંધારું વરસાવતી હતી. સુધરાઈ ખાતાનાં ફાનસો એકબીજાંને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરું ગોઠવતાં શેરીઓનાં વાંકધોંકમાં ભટ્ ભટ્ કાકડે બળતાં હતાં. ને તાજી રાંડેલી કોઈ કોઈ જુવાન સ્ત્રીઓ, ખૂણો પાળતી પાળતી, લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી.
એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા: ઠક ! ઠક ! ઠક ! ઠક !
જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એના અવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઈ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા.
પછી મને ઘોઘરો અવાજા સંભળાયો:
“પાનકોર ડોશી! એ હે… પાનકોર ડોશી! એલી એ ડોકરી! આવવું છે કે નૈ?”
ફરી પાછા સાંકળના શિરા-પછડાટા: ઠક! ઠક! ઠક!
ઊંઘમાં ને ઊંઘમાં મને એમાં થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સૂનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી.
કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ઘોઘારા હાકોટા અમારી ખડકી એ નહિ પણ બાજુની ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બેલાસા વધ્યો. જુદા જુદા બોલા સંભળાયા:
“એલા આમદ ! બોકાસામ શું નાખી રિયો છો?”
“આ પાલાવાળા આખી રાત કોઈને ઊંઘનું મટકુંય લેવા થોડા આપે છે, માડી!”
“પણ તઈં ઈ રાંડ ડોકરીને જ કોઈક કહોને કે માવડી, હવે ઝટ હોંકારો તો દે- એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે!”
“રાંડ બેરકી છે ને ! કાન તે કોના લેવા જાય!”
ફરી પાછી સાંકળ ટિપાવવા લાગી, ને આમદ પાલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે “ઈ ડોકરીને રાંડને કે’ જો કો’ક – કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય; નીકર હું પાલો હાંકી મેલશ. હમણે અસવાર આવી પોગશે; પછેં તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહિ રઉં. મારાં બીજા છડિયાં ફાસ ગાડી ચૂકે ! ને ઈ રાંડ ડોકરીને કે’જો કે હું ફદિયાં રોકડાં લઈ મેલશ કાલ સાંજે આવીને.”
મારી બારીમાંથી – બારી તો એને કેમ કહેવાય ? મારા નાનકડા જાળિયામાંથી – મેં ઊઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેશથી છવાયેલું, ધુમાડિયું ફાનસ લઈ ને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો.
અમારી આસપાસના લત્તામાં લધામાં લધા સોની ખડકીમાં, વેલજી ખત્રી ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં ઠેકાણે ઠેકાણે અક્કેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધિંગી સાંકળો માથાં પછાડતી હતી. સાત ગાઉ દૂર આવેલા રેલ્વે-સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીયે કાળ-વાણી સાંભળીને કૂતરાં લાંબા સ્વરનાં રુદન કરતાં હતાં. બુઢ્ઢો ગામ-ચોકિયાત માલૂજી સિપાહી ખોં ખોં ઉધરસો ખાતો ખાતો ને ખોંખારા મારતો ગામ ગજાવતો હતો કે “હૂ-ઉ-ઉ ખબડદાર ! જાગતા સૂજો! જાગો છો કે પીતાંબરભાઈ?”
“હવે હા, ભાઈ હા; જાગીએં જ છયેં ને?” કોઈક સામો જવાબ દેતું.
“અરે, ગાંગલા મેરાઈ!” માલૂજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠબકારીને બોલી ઊઠ્યો:”ગાંગલા, તારી બારી ઉઘાડી છે: બંધ કર ! બંધ કર ! જાગછ કે , ગાંગલા?”
અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો: “માલૂજીભૈને કહીએં કે ઠીક, બાપા, ઠીક! બંધ કરી વાળું છું, હો! ઈ તો ગાંગલો કે’ કે, માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીક વા આવે તે ઉઘાડી મેલ્ય ને! આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈને આંખ મળી ગઈ…”
“ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવોને, બાપા! પણ આ તો તમારા ત્રીસ વરસના જૂના ચોકિયાતને કપાળે તમે કો’ક દી કાળી ટીલી બેસારશો, વઉ! હવે તો હેમખેમ નોકરી માથેથી ઊતરી જાયેં તો હાઉ: ગંગ નાયા! થોડાક દી આ માલૂજી ડોસની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાંગલા! મોટા જાટલીમેન!”
આટલું બોલીને માલૂજી સિપાહી આગળ વધ્યો.ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો:
“હૂ-ઉ-ઉ… જાગતા સૂજો! જાગતા સૂજો! પાનાચંદકાકા જાગો છે કે? હા, ખબરદાર રે’જો! હૂ-ઉ-ઉ…” એવો ‘સ’ અને ‘હ’ વચ્ચેનો અવાજ કાઢીને માલૂકી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો
જુદા જુદા લત્તાઓના ચોકિયાતોએ પોતાના ‘હૂ-ઉ-ઉ…’ સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામાં જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતાં હશે? શી રીતે થાકા ઉતારતાં હશે? ચોકિયાત જો સહુને જાગતાં સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે, તો ચોકી શાની! અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે! આખી રાત આ છોકરાં રડે છે ને માંદાં ફફડે છે, આખી રાતા ફળિયે ફળિયે કોઈ રોગના કાણકાટ ચાલે છે. ને આઘે આઘે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે?- ‘રા…મ! મ…હા…વી.. ર!રા…મ!’ આટલા કાના ફાડી નાખતા અવાજે આ કોણા આવી ભીષણ પ્રાર્થાના કરી રહ્યું છે? “ગગા!” મારી માએ કહ્યું: “ઇ તો ત્રીકમ વાલજીના ધીરુને ખેન (ક્ષય) થ્યું’તુને, ઈ અંતકાળ લાગે છે એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવા ઊંડો ઉતરી ગયો હશે ને, તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો?” હું રોમ રોમ ધ્રૂજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદારા બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે “ગગા, હવે તારુંય ટાણું થઈ ગયું. તારીય પાલાગાડી હમણે ખડકીએ આવીને ઊભી રે’શે તું મોં-બો ધોઈ લે , માડી! ને ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળિયે ઝમકુ માની દિવાળીના હવે દા’ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વારા ઝોબો આવી ગ્યો: હજુ પોર જ પરણ્યો’તો બાપડો; હવે એકાદ રાતનો મે’માના છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખ્ખનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ-બોલ બોલતા સાંભળીએ કે તરત વરતી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડ્યું…”
જીવનનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામનાં માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઊઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેણે ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોં ખોં કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત આકરો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાતૂટ્યાં ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલાંગો મારતાં વનનાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંમણાં ઉઠાવ્યા હતાં. સ્ત્રીના વાળનાં લટિયાં દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતં. ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંની જોડે ગેલ કરતી હતી.
આ ઘર, આ માથા પરનો વર્ષોજૂનો મેડો. આ ભાંગલાંતૂટલાં પેટીપટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માનવ-પ્રકૃતિઓ મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ; ને પેલા દૂરના લત્તામાં ‘રામ’, ‘મહાવીર’ જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંડાણોમાં શાતાને સાટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી-પુરુષો: એ-ની એ જ દુનિયા, કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડીઘણી પોષાયેલી, તે આજે મને નકહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડીવર એમ થયું કે આ ચોકિયાતોના બુમારણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા, ગધેડાં, કૂતરાં તેમ જ બળતાં કરતાં સો ગણા પ્રજાના હૈયાંને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું.
ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી, ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે “દાઉદ ! બોકાસાં ન પાડતો , હો કે; હું જાગેલો જ છું.”
“એ હો, ભાઈલ; નહિ પાડું”
એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું એ એટલા જોરથી બોલ્યા કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઊઠ્યો: મારે જે અટકાવવું હતું તે જ બન્યું!
નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે ‘નવી નવાઈ ના આવ્યા, ભાઈ! ગળાં તાણીએ અમે ને કહે કે બોકાસાં પાડતો નૈ! અલ્લા! દુનિયાય કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે…”
બાલિસ્ટર એટલે બારીક!
મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તારાપ મારી તેથી કરીને દાઉદ ચિડાયો છે.
પાછો દાઉદ બબડતો હતો: “આપણે શું? આપણે દસ છડિયાં ગોતવાં પડત, દસેયને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો! આપણે શું ? બોકાસાં નહિ પાડીએ, બાપા ! તમે શેઠિયા છો, મુંબી ખેડો છો: મા’લોને , બાપા, સુવાંગ ગાડી! ને આઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીય હલે! તો તો દાઉદની સાત પેઢી લાજે! ખબર છે?…”
બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો:
ધન્ય અલા! ધન્ય મોલા! ધન્ય તેરી સાયબી! ધન્ય અલા! જમીં કા તેને જલેસા બનાયા રાવટી અસમાનકી ધન્ય અલ! ધન્ય મોલા! ધન્ય તેરી સાયબી!
મારા રડતા છોકરાને છાનો રાકહ્વાના મારા પ્રયત્નો એળે ગયા. “ભાઈ હાલે જાવું થે! જાવું થે!”… “આંઈ બાઉ કરડે થે! કરડે થે!” :આંઈ ઠાઠડિયું બઉ નીકલે થે!” “આંઈ નથી લેવું” એ બધી મારા બાળકની ધા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે “ભાઈ, તું તારે જા, માડી: ઈ તો હમણાં છાનો નહિ જ રહે. તું તારે જા. સવારે તને નહિ દેખે એટલે આફૂડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું.”
સૂનમૂન હ્રદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું – કેમકે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી.
“તમે ભાઈ, બહુ ખોટીપો કર્યો. એક છોકરાના કજિયા જેવી વાતમાં…” દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને ભળાવ્યું:” આપણે ટેશનનઓ આઠ ગાઉનો પંથ કાપવો છે; ને મુંબઈવાળી ગાડી તો સાત બજ્યે આવી જાય છે. બીજી તમામ પલાગાડીઉં જાતી રહી હશે.”
અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલા ગાડી ઊભી હતી, ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધરામાં પાંચ-સાત ઘોઘરા અવાજ અફળાતા હતા:
“તમે મારું છડિયું નહીં બેસાડવા દ્યો – એમ?” એ અવાજ આમદ પાલાવાળાનો હતો.
“ના ના;” એની ગાડીની અંદરથી અવાજ આવ્યો: “ચારની બોલી કરી’તી ને સાત ખડકી દીધા – ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છો? શરમાતો નથી?”
“તો ઊતરો હેઠા.”
“ઊતરે શેનાં? છ-છ ફદિયાં મફત આવે છે? અમે ઉજાગરે મૂઆં એ શું જખ મારવા?”
“અહીં ક્યાં – અમારા માથા ઉપર બેસારીશ?”
“સલોસલ ખડક્યાં છે રોયા એ : જાણે ખજૂરના વાડિયાં ભર્યાં.”
“પણ ઈ છડિયું છે કોણ?”
“અરે, ઓલી…”
“કોણ?”
“અત્યારમાં દાતણપાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું , બાપા!’
“મૂઈ રાંડ ડાકણ!”
“કોણ પણ?”
“અલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી.”
“અરે, ભોગ લાગ્યા! એલા આમદ! હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડી: નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કો’કનું ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલવગરના! છડિયું બાંધવામાં જરા સરત રાખતો જા! તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નો’તો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને ? આ લે: છ ફદિયાનો લોભ હોય તો આ લઈ લે અટાણેથી જ. છ ફદિયાંને બદલે બે આના; પણ ઉપાડ ઝટ, ગાડી ઉપાડ હવે.”
‘ડોશી! તુંને હવે કાલ લેતો જઈશ, કાલ. અટાણે જઈને સૂઈ રે’.”
એટલું કહીને આમદે ગાડાની ઊંધ ઉપર એક ઠેક દીધી, રાશ હાથમાં લીધીને બળદોનાં ઢીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદ્રશ્ય બન્યું.
અંધારામાં એક માનવી, કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊભું હતું. એના માથા પર એક ડબો હતો, તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી.
બે-ચાર માણસો બીડી પીતાં પીતાં પાનકોર ડોશીનું ટીખળ કરતા હતા:
“લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી!”
“પણ, એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂઝ્યું! ઘર ઝાલીને બેસી રે’ ને!”
“અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટારોને ભૂ પાઈ દેશે, જો જો તો ખરા!”
“આવે મોટે કામે હાલી છો તું, હેં પાનકોર, ને મોટર ભાડે કરતી નથી?”
અમારી બળદગાડી હજુ બહુ દૂર નહિ ગઈ હોય ત્યાં જ આટલી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગુ મૂંગુ અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે.
પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. ‘ડાકણ’ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. શાહુડીનાં પીછાંની પેઠે પાનકોર ડોશીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડાબો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો; પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવી છે તેથી હું બીઉં છું. એવું કહેવાની મારી હિંમત નહોતી.
મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલાં પડ્યાં પડ્યાં, ઉનાળાનો બાફ હોવા છતાં, માથા ઉપર કામળ ઓઢી લીધી.
થોડી થોડી વારે આકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં ને હ્રાદયમાં મારા બાળકની રક્ષા માટે ‘ગાયત્રી’ રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે “હે ડાકણ! તારા દાંત પાડે હડમાન…”
આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું: “કોણ છે? કોના દાંત પાડાવાનું
કહો છો – હેં શેઠ?”
“કોઈક ગાડીની ઠાઠે વળગ્યું આવે છે, દાઉદ…” મારો સ્વર માંડ માંડ નીકળ્યો.
કૂદકો મારીને દાઉદ નીચે ઊતર્યો; ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. “એલી કોણ છે તું?” કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝાપટો આવ્યો: દીવો ઠરી ગયો.
“અરે ભાઈ હું પાનકોર છું” અંધારામાંથે પેલો અવાજ નીકળ્યો – જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હૂ-હૂ કરે છે.
“ડોશલી!” દાઉદ બહાદૂર બન્યો: “શા સાટુ મારી ગાડીને ઠાઠે વળગી આવછ? મારા ઢાંઢાં ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરખતી નહિ માવડી! આઘી હટ.”
“અરે, ભા! ઠાઠું ઝાલીને પાંચગાઉ તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને દીકરા!” ડોશી કરગરી.
“મેલી દે મેલી હવે; નીકર હવે એક અડબોત ભેળા બત્રીસ દાંત ખેરી નાખીશ;” કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો.
ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ.
દાઉદે ફરીથી ગાડીની ઊંધ પર છલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા.
હું હેતબાઈને અંદર પડ્યો હતો. દાઉદ કોઈ પીરપીરાણાંનાં નામ જપતો હય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું એ મેં ચાંદારડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિમ્મતમાં આવી ગયો. મને પોતાનેજ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો!
“હું ય મોતો બેફકૂફ જ ને, હેં શેઠ?” દાઉદ હસ્યો.
મેં પૂછ્યું: ” કેમ?”
“ડોશીના બત્રીશ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને! પણ એને તો
એકેય દાંત ક્યાં રિયો છે હવે!”
“તમે બધા એને કેમ હુડકારો છો – હેં દાઉદ?”
‘અરે ભાઈ, હુડકારે નહિ ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે – અણ આ એંશી વરસની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે! એના ત્રણ છોકરા ઊડી ગયા: એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો.”
“આપઘાત!” મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા સો જણની ફાંસીના કરતાંય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો..
“આપઘાત તો કરવો જ પડે ના, ભાઈ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસું સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના!”
પછવાડે નજર કરી દાઉદે બળદોનાં પૂંછડાં ફરી એક વાર મરડ્યાં ને પાછી વાત આગળ ચલાવી:
“મારો બાપ વાતું કરતો કે પાનકોર તેર વરસે અપ્રણીને આવી તે વેળા તો એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજાર ને હાટડે હાટાડે ટોળાં બેસતાં. ત્રણ વરસમાં એને ત્રણ સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઊડી પડ્યો. એનાં દેરિયાં જેઠિયાંએ બધી ઇસ્કામત દબાવી દીધી એ’મ કે’વાય છે. સાચું ખોટું ખુદાને માલમ, પણ નાનાં ટાબરિયાં સોતી પાનકોર દિરિયાં-જેઠિયાંને આંગણે પાંચ દા’ડા લાંઘી. પછી દળણાં દળીને ત્રણેય છોકરાને મંડી મોટા કરવા, ગામે એનો પીછો લીધો કે તારા વરનો દા’ડો જમાડ્ય ને જમાડ્ય, પાનકોર કે’ કે, જમો અમારાં લોઈ.
“આ… તેને વળતે જ દા’ડે જુવાનજોધ જેઠને લોહી વમનમાં ચાલ્યાં.”
“હેં!” મારાથી કહેવાઈ ગયું.
“હેં શું – ત્રીજે દા’ડે તો હોકો ભરીને હાલી નીકળ્યો! તે દિવસથી જુવાન પાનકોર ડોશી ડાકણ કે’વાણી!”
અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યાં; ચલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી: લોબાનની ધૂંવાડી ભભકી ઊઠી.
“હાજર સો હથિયાર, ભાઈ!” દાઉદે સમજ પાડી: ” ભૂત પલીત કે ડેણડાકણ હોય તો ભાગે એટાલા સારુ, હું તો સમજણો થ્યો ત્યારથી જ લોબાનની પડીકી ભેળી ને ભેળી જ રાખું છું”
“હં, પછી પાનકોરનું શું થયું?”
“પછી તો, ભાઈ, એના ખોરડાની થડોથડ દેરજેઠની ચૂનાબંધ મેડીઉં ખેંચાણી. વચ્ચે ભીંસાતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી. બેય મેડીઉંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે, એટલે ત્યાં આપણે રસોડાં ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. ઓલ્યા કે’કે , ખોરડું મૂકી દે. પાનકોર કહ્યું: લાવો કિંમત. ઓલ્યા કે’કે લે રૂપિયા એકસો. પણ પનાકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં શી રૂપાળી મેડી બનત! ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઈમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર, શેઠિયાઉં – અરે ખુદ દરબારસાહેબ આવીને સમજાવી ગયા કે’ પાનકોર, ભૂંડી, આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી, પણ અમારું શહેર લાજે છે. દરબાર કે દિલ્લીનો હાકેમ જોઈને છક્ક થઈ જાય એવી મારી બજારને, પાનકોર, તું એક તારા ‘ઊંહુ’ વાસ્તે મ બગાડ્ય. મ બગાડ્ય. પણ પાનકોરની જીદ્દ છૂટી નહિ. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઊઠયાં.”
“હાં પછી?” દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું.
“ઈ જાન ત્યાં જમતી’તી ત્યારે, એમ કહેવાય છે કે, પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વીંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે, કો’ક ઉઘાડોને… મારા છોકરાને મૂંઝવણ થાય છે…. વૈદને બોલાવવો છે. ઉઘાડ્યું તો કોઈએ નહિ, પણ જાન જમીને જાનીવાસે ગઈ કે તરત જ બધાંને ઝાડા-ઊલટી હાલી મળ્યાં. કોઈ કહે દૂધપાકમાં ઢેઢગરોડી પડી ગયેલ, ને કોઇ કહે
કે નક્કી પાનકોરની નજર લાગી, પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો દસમે વર્ષેથી જ આંધળો બન્યો; બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસૂરી વેળાએ પીરપરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો; ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ ચાર અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથા ઝાલે? એના પોતાનાજ ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાયા તે પાનકોર રોટાલીમાં ઘીની ધાર ન કરે. એકવાર તો એક સાધુને એણે ‘મારા પીટ્યા… મારા રોયા’ કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંયે પૂછ્યું કે, પાનકોરા શું થયું? પાનકોરે જવાબા ના દીધો તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે, પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી’તી મેં એને ઉયપદેશા દેવા માંડ્યો એટલે ડાકણ ખિજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણીછાંટોયા લેતું ગામ બંધ પડી ગયું. એકા છોકરો આંધળો, એકા ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો : ત્રણેયના પેટા ભરવાને સારુ પાનકોરે હાથમાં દોરડીને દાંતરડું લીધાં. વગાડે ઘાસ કાપવા નીકળી, ને ભરી બજારે ઘાસની ગાંસળી લઈ ફાટેલ કાળે સાડલે જેવીતેવી લાજ કાઢી પ્રથમ જ દી ઊભી રહી, તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગ્યો. નાતજાત ને બીજાં વરણ પણ ફિટકાર દેવા લાગ્યાં કે, મોટા ફળીની જુવાનજોધ વિધવા વહુએ શા આવળા ધંધા માંડ્યા! આ , શેઠ, એમ કરતાં આજ ત્રીસ વરસ વયાં ગ્યાં.
“ડોશીની ઉંમર કેટલી?” મેં પૂછ્યું.
“લાગે સિત્તેર, ફણા સાચોસાચ પચાસ-પંચાવન,એનો સૌથી મોટો આંધજળો છોકરો આજ જીવતો હોત તો ચાલીસનો હોત, વચેટ આડત્રીસનો, ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યા: ત્રણેયની આગ એણે જ લીધેલી: પોતે એક આંસુય ન પાડ્યું એવી તો કઠોર કલેજાની! છોકરા મૂવા ત્યારે નાતજાતમાંથી કોઇ આભડવા નો’તું નીકળ્યું.”
“ત્યારે?”
“રોજ ખડ વાઢવા જાયને , તે વસવાયાં જોડે વહેવાર થયેલો. એ
લોક દે’ન પાડવા આવેલા.”
“ડોશી રાજકોટ શું જાય છે?”
“બબડે છે કે, ગવન્ડરને બંગલે જઈને લાંધીશ.”
“શી બાબત?”
“આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઊપડ્યું’તું ને સરકાર સામે?
“હા.”
“તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસુંની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી’તી.”
“અરે, રામ રામ!”
“ડોશીને કોઈ કહેવા ગ્યાં કે, આ તો સરકારી નોકરીઉં છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઊઠીને જનમભોમનું લૂણ હરામ કરી રહી છો? ડોશી કહે કે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રિયો ઘરમાં ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે, તમારા વૈકુંઠ શેઠ ને કરસનપરસાદ દેસાઈ ખેડુની ખાલસા જમીનું છાનામાના હરરાજીમાં રાખી લ્યે છે, એને પીટો ને! આ બે મોવડીઓનાં એણે નામ લીધાં, એટલે તો પછી બાકી શું રે’? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયા: પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો, ને ડોશી હવે આવલાં મારે છે એ છોકરાંના બે નાનાં બાળસારુ સરકારી જિવાઈ મેળવવા.”
“બે છોકરાંને ઘેર મૂકીને નીકળી છે?”
“હા, ઈ બેય પણ, ભાઈ, પાનકોરનો વસ્તાર છે! પરાક્રમી છે, પાંચવરસનો છોકરો છે ,ને ત્રણ વરસની છોકરી છે. મા તો મરી ગઈ છે; પણ ડોશી ઢેબરાં કરીને મૂકી આવી છે. એ ત્રણચાર દા’ડા ચાલશે. બાકીના દી અરધાં ભૂખ્યાં કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે.”
હૂં ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું: “એની દયા ખાવા જેવું કોઈએ નથી, હો ભાઈ! એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરાં માનજો. ન મૂંઝાય – આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊભા રહે – ઈ રકમ છે, બાપા! ઈ તો પાનકોર ડાકણના પોતરાં છે. હે-હે-હે-હે… “
દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પ્હો ફાટી.
મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે , દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેઈન સુધી રોકાવું પડે.’
પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે, મારે શું? આવી આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન-સંગ્રામ ખેડતી બુઢ્ઢી વગરનું નથી. એ વેઠે છે કેમકે એનાં લક્ષણ એવા છે.
ઘડીક મનસૂબો ઊપડ્યો: આવી આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી-ફોજ બનાવે તો! ગાંધીજી મીઠાના આગર ઉઅપ્ર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો? તો તો બરાબરની જામે: કટકા થઈ જાય તોયે પોલીસની લાઠીને મચક અ આપે ને જેલમાં પણ ત્રાહિ ત્રાહિ પમાડી દે અમલદારોને!
આમ, ઉપયોગિતાની દ્રષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી; દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે , તમારા લાભની વાત છે: આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારાં મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી પિસ્તાલીસ વરસના પુરુષને પરણતી હોય તેની સામે, હરકોઈ નાનામોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે: રાખી લો તો કેવું સારું!
આ વિચારોએ મારી પાંપણો ઉપર મણીકાં મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં ‘હાલાંવાલાં’ ગૂંજ્યાં. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી: કોઈ કાળાં તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી: સાડલામાં થીગડાં એટલાં બધાં કે મૂળ કપડું ક્યું તે કળી ન શકાય: કોઈને માથે મૂંડો, તો કોઈને માથે ખરી પડેલાં આછાં ઝંટિયા: બોખા દાંત: સૂક્લ આંખો: શૂન્ય દ્રષ્ટિ: ખોળામાં નાના અનાથ છોકરાં: પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમળાવે છે: સામે સાક્ષાત્ જમદૂતો ઊભેલા છે, તેની કરડી નજરથી ખોળાંના છોકરાંને સાડલામાં લપેટી છુપાવી રાખે છે.
સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય. ઘડીક ગામ મટીને ડોશી દેખાય: ગામ અને ડોશી એકાકાર બની ગયાં.
“શેઠ, જાગો જાગો હવે! આમ તો જુવો!”
એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલતી હતી.
ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી.
હસતાં લોકો બોલતાં હતાં:
“રાંડ ડાકણ આખરે આવ્યે રહી! ઊંટ માથે બેસીને આવી: છે ને પણ! શી રૂડી લાગે છે! આને કોણ પોગે! જમનેય ભરખી જાય ને!”
ત્યાં તો મારી ટ્રેન આવી લાગી. -૦
http://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%93_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7/%E0%AB%A7%E0%AB%A7._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0_%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80
તારામતી પાઠક (૧૭) – ડૉ. ઇન્દિરાબેન શાહ
અનિલ  હોસ્પિટલમાંથી ઘેર આવ્યો અને ઘેર લોકોની ખબર કાઢવા આવનારની અવર જવર વધવા લાગી. સવાર પડે એટલે ફોનની ઘંટડી વાગવાનું શરૂ થાય,તારામતી અને આત્મારામ લગભગ વિવેક જાળવી જવાબ આપે ધક્કો ખાસો નહીં, ડોકટરોએ કહ્યું છે કે, અનિલને હજુ આરામની જરૂર છે વધારે સમય વાત કરવાની પણ ના પાડી છે. પણ કચ્છ સૌરાષ્ટ્રના આગ્રહી અને માયાળુ લોકો એમ માને !!  બે ચાર જણ રોજ ખબર કાઢવાવાળા આવ્યા જ હોય.
આજે સવારે વાતોડિયા વજાભાઇને બારણામાં દાખલ થતા જોયા એટલે અનામિકા અને તારામતીએ એકમેક સામે જોયું ,અનામિકાના ચહેરાના ભાવો જોઇ તારામતી બોલ્યા,
‘અનુ બેટા તું ચિંતા નહીં કર હું તેમને જલ્દી રવાના કરવાની વ્યવસ્થા કરૂં છું’
વજાભાઇએ તો આવીને તુરત હિંડોળા પર અનિલની બાજુમાં જમાવી દીધું,પછી અનિલના વાંસા પર હાથ મુકી શરૂ કર્યું,
‘અનિલ આ તો તું નશીબદાર બાકી આવા જીવલેણ ..’  તેઓ આગળ બોલે ત્યાં જ તારામતી દાખલ થઇ કહ્યું,
‘વજાભાઇ આપણે હોલમાં બેસીએ તો તમારા ભાઇ ત્યાં જ તમારી રાહ જુવે છે’ ત્યાં આત્મારામ દાખલ થતા કહ્યું,
‘તારા જરા જલ્દી ચ્હા નાસ્તો ત્યાર કર, મારે જલ્દી નીકળવું છે’
‘મને પણ આજે દુકાન જલ્દી પહોંચવાનું છે ચ્હા નાસ્તો કરીશ તો મોડું થઇ જશે’ વજાભાઇએ કહ્યું..
‘અરે..વજાભાઇ એમ કંઇ ચાલે તમને રાહ નહીં જોવડાવું અનુએ નાસ્તો તૈયાર જ રાખેલ છે’ ત્યાં તો અનામિકા જ ચ્હા સાથે સાબુદાણાના વડા લઇને આવી ગઇ.
‘લ્યો નાસ્તો આવી ગયો એકાદશીનો ફરાળી નાસ્તો જ છે‘ તારામતીએ વડાની પ્લેટ વજાભાઇને આપતા કહ્યું
‘વાહ !!!  હવે તો ન્યાય આપવો જ રહ્યો,પણ દીકરી તને કેમ ખબર પડી કે મને અપવાસ છે ?‘  વજાભાઇને નવાઇ લાગતા અનામિકાને પુછ્યું,
“કાકા મને યાદ છે તમે અમારા લગ્ન બાદ આવેલ ત્યારે એકાદશી હોવાથી તમે બટેટા પૌવા નહીં ખાધેલા ફકત ચ્હા જ પીધેલી બરાબર ?’  અનામિકાએ મલકાઇને કહ્યું
‘આત્મારામ તમારી વહુની યાદશક્તિની દાદ આપવી પડશે‘ વજાભાઇએ વડો ઉપાડતા કહ્યું,
બંને મિત્રો ચ્હા નાસ્તો પતાવી બહાર નીકળ્યા, ત્યારે તારામતીએ વિવેક બતાવ્યો ..
‘અરે..વજાભાઇ તમે પણ ચાલ્યા?’
‘મારા દોસ્તની સાથે ગાડીમાં જલ્દી પહોંચું એક માણસ માંડવી ગયો છે તે આવી જાય એ પહેલા…’ ગાડીનું બારણું ખોલતા વજાભાઇએ કહ્યું,
“આવજો“તારામતીએ હાશ અનુભવતા કહ્યું,
“આવજો” કહી વજાભાઇ ગાડીમાં બેઠા..
અનામિકા અનિલ સાથે હિંડોળે હલકી ઠેસે જુલતી હતી તારાબેન ઘણા વખતે બંનેને સાથે જુલતા જોઇ તારામતી ખુશ થઇ, સંધ્યા તૈયાર થઇ નીચે આવી ભાઇ ભાભીને સાથે જુલતા જોઇ તારામતીને બુમ મારી
‘આઇ…. હે બગ આજ માઝી વહિની ભાઉ સંગ હિંડોળે બસલી’
‘મી પાહેલા, તુ ત્યા લોકાલા ડિસ્ટર્બ કરૂ નકો ચ્હા નાસ્તા થંડ હોત આહે ઝટપટ નાસ્તા કરૂન ગે’ તારામતીએ કહ્યું,
‘હો….. મી એક ફોટુ ગેઉન યેતે‘
સંધ્યાએ સ્માર્ટ ફોનમાં ગુપચુપ બંનેનો એક ફોટો લીધો ને રસોડામાં ગઇ, તારામતીને ફોટો બતાવ્યો તે જોઇ તેણી પણ ખુશ થઇ. આ બાજુ હિંડોળે જુલતા અનિલ અનામિકાના ખોળામાં માથુ મુકી નિરાંતે ઊંઘી ગયો અને જુલતા અનામિકા ગીત ગણગણવા લાગી …
‘હું તો પ્રિયતમ સંગ ઝુલે ઝુલુ
ઝુલુ ઝુલુને હું સોહણા સપના સૃજુ
હારે હું તો પિયુ સંગ ઝુલે ઝુલુ
હું તો બાળા રાજાને જુલાવું
હું તો લાલાને હિંડોળે પોઢાળું’
અનિલના કેશ હલકે હાથે સવારતી જાય ને ગાતી જાય આજે તો તેણીએ પ્રિયતમને જાણે બાળારાજા બનાવી પોઢાળી દીધો તેની તેણીને કાંઇ ખબર ન રહી. ગીત સાંભળી તારામતી રસોડામાંથી બહાર આવી.
‘બેટા…અનુ બાળરાજા પણ આવશે ઉતાવળ ન કર’સાંભળી અનામિકા શરમાઇ ગઇ.અનિલે પણ આંખ ખોલી અને તારામતીને જોતા બેઠો થઇ બોલ્યો,
‘ચાલો અનામિકાદેવી હવે નર્સ બની જાવ B. P. Heart rate વગેરે તપાસો અને રિપોર્ટ લખો નહિંતર દર્દી ડોકટરને ફરિયાદ કરશે’
‘યસ સર…..’ કહી અનામિકા રૂમમાં B.P.મશીન લેવા ગઇ.  અનિલ અને અનામિકા વચ્ચેનો સંવાદ સાંભળી તારામતીએ મનોમન કહ્યું,
‘આમેય સ્ત્રીએ ચાર રૂપ ધારણ કરવા પડે છે’
भोजनेसु माता,सयनेसु रंभा,सेवेसु दासी,कार्येसु मंत्री
અનામિકાએ B.P. – Heart rate મશીને બતાવ્યા તે ડાયરીમાં લખ્યા B.P ૧૨૦/૭૬ અને હાર્ટ રેટ (હ્રદયના ધબકારા) ૮૬/મિનીટ પછી નર્સની અદાથી બોલી ..
‘તમારો પ્રોગ્રેસ ઘણો સારો છે મિસ્ટર અનિલ ચિંતા નહીં કરતા’  અને પછી તારામતી તરફ ફરી બોલી
‘આઇ.. ફિકર કરવા જેવું કંઇ નથી’
‘તારા જેવી કાબેલ નર્સ હોય પછી મારે મારા દીકરાની ફિકર શા માટે કરવી જોઇએ?’ તારામતીએ મલકાઇને કહ્યું,
‘આભાર…’ અનામિકાએ માથું નમાવીને કહ્યું, પછી ત્રણે જણા પોતાના નાટક પર હસી પડ્યા
આમ આનંદ વિનોદમાં દિવસો પસાર થતા. અનામિકાને ૬ઠો મહિનો શરૂ થયો, ગોમતીબેનનો ફોન આવ્યો
‘હલ્લો..વેવાણ જયશ્રી કૃષ્ણ’
‘હા…અનિલની તબિયત સારી છે અને અનુની પણ…..બધા મજામાં છે શું ખબર છે ?’
‘હા…..બરાબર છે….તમે યાદ કરાવ્યું એ સારૂં કર્યું હા…બરાબર…અનુને ૬ઠો બેઠો કમુ પાસે રાખડી બંધાવાની છે!’
‘અમારે આવો રિવાજ નહીં તમે અગાઉ વાત કરેલ પણ વિસરાઇ ગઇ આમ તો કમુને વાત કરેલ એટલે તેણીએ તમારા કહેવા મુજબ રક્ષાની પોટલી અને કોડી તૈયાર કરી દીધેલ છે, હું આજે જ ઇન્દ્રને ફોન કરી મુહુર્ત જોવડાવું છું અને તમને જણાવું છું.’
‘આવજો જયશ્રી કૃષ્ણ‘
તારામતીએ તુરત જ ઇન્દ્રકુમારને ફોન જોડ્યો તેના જણાવ્યા પ્રમાણે આવતી કાલે સુદ છઠ, ૬ઠા મહિને રાખડી બાંધવા ૬ઠનો દિવસ ખુબ સારો ગણાય એટલે તુરત જ આવતી કાલના દિવસનું સારૂ ચોઘડીયું જોયું ને જણાવી દીધુ.અનિલ અને અનામિકાએ હાશ અનુભવી તારામતી ઇન્દ્રકુમારને જયારે ફોન કરે ત્યારે અનામિકાને ધ્રાસકો પડે આ ઇન્દુભાઇ કંઇ નવું તુત ના કાઢે તો સારૂ!
તારામતીએ કામિનીને જણાવ્યું, ગોમતીબેનને જણાવ્યુ, અને બે ત્રણ નીકટની હતી તે સ્ત્રીઓને ફોન કર્યા આમંત્રણ આપ્યા. અનામિકાની પાડોશી વસુંધરાના કુટુંબને પણ બોલાવ્યા .વસુંધારાને આવા પ્રસંગે કેમ ભૂલાય ! તેણીએ જ તો અનામિકાના આ કુટુંબ સાથેના સંબંધ જોડાવવામાં મુખ્ય ભાગ ભજવેલ.
અનામિકાના ઘેર અનિલ સામાન મુકવા આવેલ ત્યારથી……માંડવીના કાશીવિશ્વનાથના મંદિર સુધી જવાનો આઇડિયા પણ તેનો જ હતો…..સિનેમા હોલમાં મળવાની બધી એરેન્જમેન્ટ પણ તેણીની જ હતી આ બધા પાછળ વસુંધરાનો આસય પોતાની સખીને મનગમતો ભરથાર મેળવી આપવાનો હતો.
અનામિકા સવારના વહેલી ઊઠી નહાઇને ગર્ભવતિ હોવાથી સંધ્યાની સહાયથી લીલારંગની પૈઠણી નવવારી પહેરી, કામિની અને સંધ્યા અને સખી વસુંધરાએ મળી અનામિકાને સરસ તૈયાર કરી વસુંધરાએ તો ખાસ સેવંતીના પુષ્પોના ગજરા બનાવી અનામિકાના વાળમાં અને હાથમાં પેહરાવ્યા.
અનામિકા બહાર આવી તેવી સંધ્યા જાણી જોઇને બોલી ‘જોયું મારી ભાભીને નવવારી પહેરતા ફાવી ગયું! હે બગ આઇ !છાન દીસતે ન!!’
‘હો…. છાન દીસતે’ પછી આત્મારામ સામે જોયું
‘હે બગા આપલી સુનબાઇ’
તો આત્મારામે પણ અનામિકા સામે જોઇ બોલ્યા
‘વાહ આજે કેવડા ત્રીજના તૈયાર થયેલી તેવીજ મરાઠણ લાગે છે ’ સાંભળી અનામિકા શરમાઇને નીચું જોઇ ને હળવે રહીને તારામતી પાછળ લપાઇ. અનિલ અત્યાર સુધી શાંત હતો તે બોલ્યો
‘બાબા…આઇ…આજે સંતોષ થયોને મારી પસંદગી પર ?’
‘અરે! અમને તો તેણીના હાથની કચોરી ખાધી ત્યારનો સંતોષ છે, આજે તેના પર બે મહોર વધારે ચડી’તારામતીએ કહ્યું
‘ચાલો શ્રી ગણેશ પૂજન શરૂ કરીએ’તારામતીએ કહ્યું તો સહુ અનામિકા પાછળ અલતાર ભણી દોરાયા આજે અલતારની શોભા ગલગોટાના અને રંગીન બલ્બોના તોરણોથી અનેરી હતી. અનામિકાએ શ્રી ગણેશ પૂજન કર્યું ત્યાર બાદ કામિનીએ ગોમતીબેનના કહ્યા મુજબ અનામિકાને રક્ષા બાંધી સહુ મેહમાન જમણનો પ્રસાદ લઇ ઘેર ગયા.
ગોમતીબેને અનામિકાને સમજાવ્યું આ રાખડી પ્રસૂતિનું દર્દ ઉપડે અને પ્રસૂતિ ગૃહમાં તું દાખલ થાય ત્યાં સુધી બાંધી રાખવાની,રક્ષા પ્રિમેચ્યોર  પ્રસૂતિ ન થવા દે બરાબર નવ માસ પૂર્ણ થયે બાળકનો જન્મ થાય, અને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડે ત્યારે છોડી બાળકના પારણે બાંધી દેવાની.
‘ગોમતીબેન આવતા મહિને ગોદ ભરાઇ પ્રસંગની તૈયારી કરવાની છે‘ તારામતી બોલ્યા
‘હા જરૂર જરૂર સીમંતનો પ્રસંગ ધામધુમથી કરવાનો છે આપણે બેઉ પહેલી વખત દાદી,નાની થવા જઇ રહ્યા છીએ’ હરખાતા ગોમતીબેન બોલ્યા
‘તો પછી બેઉ વેવાણો મહેમાનોનુ લિસ્ટ તૈયાર કરવામાં લાગી જાવ’ આત્મારામે ટકોર કરી
‘અને હા….કમુ, સંધ્યા, વસુંધરા તમે ત્રણ મળી ફૂલ હાર ગજરા ના ઓર્ડર આપી દેજો,વખતસર મકનો માળી ફૂલ મંગાવી રાખે’
કામિની અને વસુંધરાએ ફૂલહારથી હિંડોળા શણગારની જવાબદારી લીધી. સંધ્યાએ અને અનિલે સાથે મળી કોમપ્યુટર પર સરસ E vite invitation card તૈયાર કરી જેમના પાસે ઇન્ટરનેટની સુવિધા હતી તેમને ઇલેકટ્રોનિક આમંત્રણ મોકલી આપ્યા અને યુ.એસ.બી.માં કોપી કરીને સરસ પ્રિન્ટ તૈયાર કરાવી બાકીનાને પોસ્ટ દ્વારા તેમજ  રૂબરૂ મોકલાવી.
સાતમો મહિનો બેસતા જ તારામતીએ ઇન્દ્રકુમારને ફોન જોડ્યો તો ઇન્દ્રકુમારે સજેશન કર્યું કે, રવિવાર માતાજીનો વાર છે અને આઠમ પણ આવે છે તો તે દિવસ આ પ્રસંગને અનુરૂપ છે.  રવિવાર આવ્યો વહેલા ઉઠી કામિની, સંધ્યા અને વસુંધરા હિંડોળો શણગારવાના કામે લાગી ગયા, બધી સ્ત્રીઓ -કન્યાઓને તારામતી અને અનામિકાએ હલદી કુમકુમ શુકુન કર્યા.
હિંડોળો આજે સરસ શોભતો હતો રેશમના ગાદી તકિયાને ફૂલોના શણગારથી શોભતા હિંડોળા પર બેસવાની લાલચ અનિલ રોકી ન શકયો અને જેવો બેસવા ગયો ત્યાં સંધ્યા બોલી
‘હં…હં….ભાઉ આજે વહિની એકલીનો જ આ હિંડોળા પર અધિકાર છે બીજા કોઇને બેસવાનો નહીં’
વસુંધરા અને કામિનીએ અનામિકાને સરસ તૈયાર કરી લઇ આવ્યા, ગોમતીબેને ખાસ મુંબઇથી મંગાવેલ લીલારંગનું લાલ બોર્ડર પલ્લુ સાથે નવ વારી સેલુ લાલ બ્લાઉસ સાથે અનામિકાએ પહેરેલ હતો.  મોગરા, ગુલાબ, જુઇ અને સેવંતી વગેરે સુગંધી ફૂલોથી આખો ઓરડો મઘમઘતો હતો.
સૌ પ્રથમ શ્રી ગણેશ પૂજન થયું ત્યારબાદ અનામિકાને હિંડોળા પર બેસાડી કામિનીએ સૌ પ્રથમ શ્રીફળ રોકડા રૂપિયા સાથે અનામિકાના ખોળામાં મુક્યા ત્યારબાદ સૌ સોહાગણોએ ખોળાની વિધી પુરી કરી.
બધી આમંત્રિત બહેનોએ અનામિકાને નાની મોટી ભેટ આપી, ઉદરમાં બાળક હોય ત્યારે બાળક માટે કોઇ ભેટ ન લાવે, ભારતમાં તેને અપશુકન ગણાય છે, કદાચ આનુ કારણ એ હોઇ શકે કે, ભારતમાં નવજાત શિશુઓનો મરણ આંક વધારે હતો. પરંતુ હવે મોટા શહેરોમા રિવાજ બદલાઇ રહ્યા છે પરદેશમાં તો બેબી સાવરમાં બાળક માટે જ ભેટ આપવાનો રિવાજ છે અને તે માટે ‘બેબી આર અસ‘ જેવા સ્ટોરમાં ગિફ્ટ રજીસ્ટર પણ કરાવાય છે જેથી ગિફ્ટ એકસરખી ન થાય .
બધી વિધિ અને જમણવાર પતતા બપોરના બે વાગ્યા,સૌ મહેમાનોને વિદાય આપતી વખતે ટોકન ભેટ અપાઇ. અનામિકા થાકેલી હતી, સિમંત પ્રસંગ બાદ દીકરી પિયર જાય તેવો રિવાજ હોય છે પરંતુ પાઠક કુટુંબમાં વહુને પ્રસૂતિ માટે પિયર મોકલવામાં આવતી નથી. પ્રસૂતિ બાદ સવા મહિને પિયર મોકલવામાં આવે છે.
પાઠક કુટુંબના આ રિવાજને લીધે ગોમતીબેનને ચિંતા રહે તે સ્વાભાવિક વાત છે, દર અઠવાડિયે ડોકટર માધવી ઝાલાના દવાખાને તારામતી અને અનામિકા ના પાડે પણ તેઓ શિવમ્‍પાર્કથી આવ્યા વગર ન રહે.  ૮મો મહિનો પૂરો થતા જ મેથીના લાડવા ગોમતીબેને મયાશંકર સાથે મોકલાવ્યા.  સવારના પહોરમાં મયાશંકર જોશીને બારણે જોઇ તારામતી અને આત્મારામ બંને સાથે બોલ્યા,
‘અરે…. જોશીજી આજે સવારના પહોરમાં ભૂલા પડ્યા…..વેવાણ તો મજામાં છે ને?’
‘હા..ગોમતી મજામાં છે આતો ગોમતીએ જ મને અનુ માટે મેથીના લાડવા આપવા મોક્લ્યો’ કહી મયાશંકર હસ્યા
‘અરે…એટલા માટે તમારે ધક્કો ખાવો પડયો? સંદેશો આપ્યો હોત તો અનિલ આવીને લઇ જાત ને’ આત્મારામે વિવેક કર્યો.
‘હા…એ તો બરાબર છે, એમ તો હું વસુ સાથે પણ મોકલી શકત,પણ આ તો લાડવાના આપવાની બહાને મારી દીકરી ને પણ મળાય અને તમને બધાને મળાય અને અનિલકુમારના સમાચાર પણ જાણી શકાય’ મયાશંકરે કહ્યું,
‘તમે બ્રાહ્મણ થઇને વાણિયા જેવી વાતો કરો છો’ કહી આત્મારામ હસ્યા
‘હા… આ વાણિયાઓ સાથે પનારો છે અને તે પણ પાછા કચ્છીવાણિયાઓ તેમના સાથે કામ કરવાનું એટલે શીખવુ તો પડે ને?’ મયાશંકરે મજાક કરી
‘આવો… આવો હવે દીકરી અને જમાઇ સાથે બેસીને ચ્હા નાસ્તો કરીને જ જવાનું છે’ કહી આત્મારામે મયાશંકરને સીધા ડાઇનીંગ ટેબલ પર દોરી ગયા.
બંને વેવાઇએ આરામથી ટેબલ પર જમાવ્યું તારામતી અને અનામિકા ચ્હા નાસ્તો લઇ આવી ગયા ત્યાં તો અનિલ પણ તૈયાર થઇ આવી ગયો, સૌ એક સાથે બેસીને ચ્હા સાથે ગરમ ઘઉ બાજરીની ભાખરી અને બટેટા પૌવાને ન્યાય આપ્યો, નાસ્તો કરતા અનામિકાની તબિયતના સમાચાર પૂછ્યા ‘તારાબેન ડોકટર માધવી ઝાલાનું શું માનવું છે ?  બધુ નોરમલ છે ને ?’
‘આમ તો બધું સારૂં છે પણ દર અઠવાડિયે વજન ધારવા કરતા વધારે વધે છે એટલે ડોકટર માધવીએ રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું કહ્યું છે.’
‘એમાં શું ચાલવાનું, અનિલકુમાર તમારે કંપની આપવાની’ મયાશંકરે કહ્યું
‘આમ તો સંધ્યા રાધેશ્યામ સાથે અનુને વોક માટે લઇ જ જાય છે ક્યારેક મુંદ્રાના કયારેક ગાંધીધામના તો ક્યારેક માંડવીના રોડ પર વચ્ચે નાના ગામડા તરફ જતી સુની કેડીઓ પાસે ગાડી પાર્ક કરાવીને ચલાવે જ છે’તારામતીએ કહ્યું,
‘એટલે દૂર સુધી જાવાની શી જરૂર આ હમીરસર અને પાવડી પાસે પણ વોક થઇ શકે’ મયાશંકરે કહ્યું
‘હા…થઇ શકે પણ પોતે પાતળીને આ ફુલેલા……’તારામતી આગળ બોલે ત્યાં જ વાત કાપતા મયાશંકરે કહ્યું ‘શરમાય છે બરાબર ?’
‘હા…..’તારામતીએ મલકાતા કહ્યું,
‘તો.. ..હવે હું તેણીને લઇ જઇશ અને એક માઇલ સ્ટોન પાસે ગાડી ઊભી રાખીને બીજા માઇલ સ્ટોન સુધી ચલાવીશ અને ત્યાંથી પાછા આવતા બે કિલોમીટર વોક થઇ જાય એમ સવારના અને સાંજે એમ બે વખત વોકના ચાર કિલોમીટર થઇ જાય.’ અનિલે સુજાવ આપ્યો
‘હા બેટા સાંજે જાવ ભલે પણ અંધારૂં થતા આવી જવાનું’ તારામતીએ કહ્યું
‘આઇ અત્યારે મે જુન મહિનામાં દિવસ લાંબો હોય એટલે વાંધો ન આવે હું તો કહુ છું તું પણ સાથે આવજે સંધ્યા બાબાને જમાડી લેશે’
‘હા બેટા તારી વાત સાચી પણ મારા ઘુંટણ મને ચાલવા દે તોને ?’ તારામતી પોતાની લાચારી દર્શાવતા બોલી.
‘આઇ જેટલુ ચલાય તેટલુ ચાલજે અને મરજી પડે ત્યાંથી પાછી વળીને આપણી ગાડીમાં આરામથી પાછલી સીટ પર સુઇ જજે નહીંતર શિવમ્‍ પાર્કથી અનુની મમ્મીને તને કંપની આપવા બોલાવીએ’ અનિલે કહ્યું
‘સારૂં સારૂં આવીશ બસ?’ તારામતી સહમત થઇ
‘હા અનિલનો વિચાર સારો છે તારી આઇને લઇને જ જજે હું બે વાગે જમું એટલે મારે સાંજના જમવાનુ ખાસ હોતુ નથી’ આત્મારામે કહ્યું
‘ચાલો ફરવા જવાની ગેંગ નક્કી થઇ ગઇ હવે હું ઉપડુ’ મયાશંકરે કહ્યું
‘અરે બેસો…બેસો…એમ ના જવાય મેથીના લાડવા બધાએ સાથે ચાખવા પડશે ને ?  અરે…અનુ બેટા તું પણ બેસ…’ તારામતીએ અનામિકાને આખો લાડવો મુક્યો બાકી સૌએ બીજી પ્લેટમાંથી કટકો કટકો ચાખ્યો ત્યાર બાદ આત્મારામ અને મયાશંકર ઉઠ્યા.
‘ચાલો જોશીજી તમને શિવમ્‍ પાર્ક મુકી જાઉ’
‘અનુ તારી મમ્મીએ બહુ જ સરસ લાડવા બનાવ્યા છે મારે અનિલથી સંતાડવા પડશે નહીંતર એજ પૂરા કરી નાખશે’ તારામતીએ લાડવાના વખાણ કરતા કહ્યું
‘આઇ હુ ખાઉ તો હું પણ તેણીને ખરે સમયે બોલીને જોર કરાવડાવું ને?’ અનિલે કહ્યું
‘સારૂં સારૂં વડીલની આમન્યા રાખ‘ તારામતીએ કહ્યું
‘આઇ…વડીલ તો ગયા તું તો મારી ફ્રેન્ડ કેહવાય એટલે જ સંધ્યાની સાથે સ્પાયીંગ કરવા સ્કુટી પર છેક માંડવી સુધી આવેલી ને ?’  અનિલે તારામતીના ગળે વિટળાઇને કહ્યું
‘હા હા હવે મોડુ થશે નીકળ કામે જવા’ તારામતીએ ખોટો ગુસ્સો કરતા કહ્યું
‘બાય… આઇ, બાય… અનુ’ કરી અનિલ પણ રવાના થયો,
આમ નક્કી કર્યા મુજબ રોજ અનિલ અનામિકાને સાંજે ચાલવા લઇ જાય,તારામતી પણ સંધ્યા સાથે રહી જલ્દી રસોઇ તૈયાર કરે જેથી અનિલ ઘેર આવે હાથ પગ ધોઇ કપડા બદલે કે, તુરત અનામિકા અને અનિલ બંને સાથે જમવા બેસે અને ચાલવા નીકળી જાય.  કોઇકવાર તારામતી સાથે જાય તો કોઇકવાર આજે નહીં આજે ઘુંટણ બહુ દુઃખે છે કરી ટી વી સીરીયલ જોવા બેસી જાય. આમ નવમો મહિનો પુરો થયો, હવે તો અનામિકાને પણ બેસવા ઉઠવામાં તકલિફ પડતી હતી.
આજે સોમવાર ડોકટર માધવી ઝાલાને બતાવવા જવાનું હતુ બપોરના બે વાગે બંને સાસુ વહુ રાધેશ્યામ સાથે ગાડીમાં પહોચી ગયા નવમો પુરો થયો ત્યારથી રાધેશ્યામ આત્મારામને મુકી ઘેર આવી જતો જેથી દર્દ ઉપડે કે તુરત ડોકટર માધવીના પ્રસૂતિ ગૃહમાં વિના વિલંબે પહોચી જવાય આજે અનિલ પણ ડોકટર ઝાલાના દવાખાને ગોમતીબેનને લઇ આવી ગયો.
આજે ડોકટર માધવી ઝાલાએ સ્પેશિયલ પેલવીમેટરી તપાસ કરવાની હતી, આ તપાસથી બાળકના મસ્તકના કદ પ્રમાણે અનામિકાના પેલવિસ પેસેજનુ કદ છે કે કેમ ?  જો બંનેના કદ મેચ થતા હોય તો જ નોરમલ પ્રસૂતિ થાય, નહીંતર પ્લાન C. section, એટલે પેટ પર કાપો મુકી ગર્ભાશય પર કાપો મુકી બાળકને લેવું પડે .
તપાસ પુરી કરી ડોકટર માધવી બહાર આવ્યા,રિપોર્ટ બરાબર હતો પરંતુ વધારે રાહ જોવાય અને બાળકનું વજન ૧ પાઉન્ડ વધી જાય તો જોખમ ગણાય અત્યારે બાળકનું વજન ૮.૫ પાઉન્ડ છે, એટલે ડોકટર માધવી ઝાલાએ કહ્યું,
‘અનામિકાને અત્યારે જ દાખલ કરી પ્રસૂતી શરૂ કરાવી દેવી જોઇએ તેને અમારી ભાષામાં (induction of labour) કહેવામાં આવે છે….બોલો છે તૈયારી?’
અનિલે તો તુરત હા પાડી દીધી તારામતીએ ચુપ એવા ભાવથી અનિલ સામે જોઇ ડોકટરને પુછ્યુ,  ‘આમાં બાળકને કોઇ જોખમ ખરૂં?’
‘જરા પણ નહી‘ ડોકટર માધવી એ તારામતીને ધરપત આપતા કહ્યું
‘તો…અનુને કોઇ જોખમ ખરૂં?‘ ગોમતીબેને ચિંતિત સ્વરે પુછ્યું
‘ગોમતીબેન ધરપત રાખો તમારી દીકરી પર પણ બિલકુલ જોખમ નહીં’ ડોકટર માધવીએ કહ્યું
‘તો આજે જ શરૂ કરી દો….સોમવાર શંકર ભગવાનનો વાર’તારામતીએ કહ્યું
આમ બધાની સંમતિ લીધી. અનામિકાને પ્રસૂતિગૃહમાં દાખલ કરી ગોમતીબેન અને અનિલ રોકાયા તારામતી રાધેશ્યામ સાથે ઘેર ગયા.
ડોકટર ઝાલાએ કાર્યવાહી શરૂ કરી કલાક્માં પ્રસૂતિનું દર્દ શરૂ થયું, ડોકટર ઝાલાએ ઇન્ટરનલ તપાસ કરી પેલવિસ પેસેજનું મુખ સોફ્ટ અને ખુલ્લું જણાતા પ્રોગ્રેસ સારો જણાયો એટલે તુરત એનેસ્થિસ્યોલોજીસ્ટને બોલાવી એપિડ્યુરલ કેથેટર મુકાવી દર્દ સહન થાય તેટલી દવા જ્ઞાનતંતુને મળ્યા કરે અને પ્રસૂતિ પ્રોગ્રેસમાં રહે તેવી વ્યવસ્થા કરી, અનામિકાને દવા સાથે ગોમતીબેન અને અનિલ આટા મરાવડાવતા હતા જેથી બાળકનું મસ્તક નીચે પેસેજમાં જ રહે.
પાંચ વાગે દર્દ સખત ઉપડ્યું ડોકટર ઝાલાએ પાછી તપાસ કરી, ફુલ ઓપન જણાતા અનામિકાને પ્રસૂતિ રૂમમાં લઇ ગયા. અનામિકાનુ દર્દ વધી રહ્યુ હતુ છતાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ ચાલુ રાખતી હતી પણ ક્યારેક અનાયસ ઓ…મા…. ચીસ પડી જતી ગોમતીબેન અને અનિલ બંને હિમત આપતા હતા હવે જાજી વાર પણ નથી ૧ કલાક્માં બાબો,આમ કરતા ૭ વાગ્યા
‘ઓહ…મમ્મી જો ને આ બારકાસ બહાર આવવાનું નામ જ નથી લેતો’ અનામિકાએ કહ્યું
‘તેને અંદર આટલો આરામ હોય પછી શેનો બહાર આવે?’ અનિલે મજાક કરી
‘જા…..અહીંથી તને નથી પુછ્યું?’અનામિકાએ અનિલ સામે જોઇ કહ્યું
‘જુવો જુવો ગોમતીબા અનિલભાઇ બાબાનું માથું દેખાયું’ નર્સે જણાવ્યુ
‘તો રાહ કોની જુઓ છો બેન જલ્દી ડોકટર ને બોલાવો’ અનિલે કહ્યું
નર્સે ઇન્ટરકોમથી તુરત ડોકટર માધવીને બોલાવ્યા,૧૦ મિનીટમાં ડોકટર આવ્યા બરાબર ૭ને ૨૧ અવાજ સંભળાયો ઊંવા ઊંવા બાબાનો જન્મ થયો. નર્સે બાબાને ટોવેલમાં લીધો અનામિકાને અનિલને બતાવ્યા બાદ ક્લીન કરવા લઇ ગઇ અનિલ તેની સાથે ગયો ડોકટરે ઓર પાડ્યા બાદ અનામિકાને અભિનંદન આપ્યા.
‘ડોકટર કેટલા ટાંકા આવ્યા?’અનામિકાએ પુછ્યું
‘બે કે ત્રણ આવશે ચિંતા નહીં કરતી હું ઓગળી જાય એવા જ ટાંકા લઇશ એટલે જરા પણ તકલિફ નહીં પડે ધરપત રાખજે‘ ડોકટરે ખભો થાબડતા કહ્યું
‘થેક્યું ડોકટર…’ કહી અનામિકાએ આંખ બંધ કરી એટલામાં નર્સ બાબાને ક્લીન કરી ઝબલું પેહરાવી લઈ આવી
‘ચાલો ગળથુથી કોણ પીવડાવશે નાનીમા કે પપ્પા ?’ ગોમતીબેને ના પાડી
‘હું પીવડાવીસ ભલે મારો બેટો મારા જેવો થાય બરાબરને અનુ?’ અનિલે કહ્યું ‘હા….પિવડાવ હવે મારે બે નટખટને સંભાળવાના’ કહી અનામિકા હસી
‘એતો “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા” ગળથુથી પાવ કે ન પાવ તમારા જેવો જ થવાનો છે’ ગોમતીબેન બોલ્યા
આમ વાત ચાલતી હતી ત્યાં તારામતી આત્મારામ પણ આવી ગયા, અનિલે ફોન કરી દીધેલ એટલે ટિફીન સાથે અનામિકા માટે રાબ પણ લેતા આવ્યા. ગોમતીબેને અનામિકાને રાબ પીવડાવી તારામતી અને આત્મારામ બંનેની હાજરીમાં કોઇપણ જાતની આનાકાની વગર રાબ ન ભાવે છતા કશું પણ બોલ્યા વગર અનામિકાએ ચુપચાપ પી લીધી. ગોમતીબેન અને તારામતી બંને ખુશ થયા.
ડોકટર માધવી ઝાલાએ કોઇને રાત રોકાવાની જરૂર નથી એમ કહ્યું એટલે સહુ નવજાતને જોઇ ઘેર જવા નીકળ્યા ત્યાં અનિલે બોલ્યો
‘આઇ…. ટિફિન લાવી છે તો હું અહીં જ જમીને આવું છું’
‘સારૂં તું તારે થોડું રોકાઇજા અને જમી લેજે અમે ગોમતીબેન ને ઘેર મુકી દઇશું…અને હા…ખબરદાર જો અનુને હેરાન કરી છે તો…તેણીને  આરામની જરૂર છે એટલે આરામમાં ખલેલ નહીં કરવાની’  તારામતીએ ચીમકી આપી.
‘આઇ….બાબા ગાડી પાર્ક કરશે ત્યાં સુધીમાં હું આવ્યો સમજો’ અનિલે કહ્યું
ત્રીજે દિવસે અનામિકા ઘેર આવી.તેણીને અને બાબાને મસાજ કરી સ્નાન કરાવવા એક રાજગોર બાઇ રાખી લીધેલી. છઠ્ઠે દિવસે કામિની ફોઇ બાબાનુ છઠ્ઠીયું લઇ આવી ગઇ, ફોઇએ દીવો કર્યો કોરો કાગળ અને સરસ રત્ન જડેલ પેન મુક્યા ચાંદીની થાળી પર દીવાની મેસ ભેગી કરી બાબાની આંખમાં અંજન કર્યું
‘કહેવત છે…. ને છઠ્ઠીના આંજ્યા કોઇથી નજાય ગાંજ્યા’ તારામતી બોલ્યા
‘આઇ આ નો શું અર્થ થાય? સંધ્યાએ પુછ્યું
‘છઠ્ઠીના દિવસે મેસ આંજેલ કોઇનાથી ડરે નહી’ તારામતીએ સમજાવ્યુ
‘વહિની સંભાળજો આ કોઇનાથી નહીં બીએ’ કામિનીએ મજાક કરી
‘કાંઇ વાંધો નહીં તમારે ત્યાં મોકલી આપીશ તમે જ આંજ્યો છે તો તમેજ સંભાળજો” અનામિકાએ મલકાઇને કહ્યું
આમ દિવસો જવા લાગ્યા નવમે દિવસે નામ કરણ વિધી કરવામાં આવી.અનામિકાને અનિલને પ્રમોદ નામ પસંદ હતું પરંતુ તારામતીએ તો ઇન્દ્રકુમાર આપે તે જ નામ પાડે એટલે જ્ન્માક્ષર આવ્યા સાથે પ્રદ્યુમન
નામ પણ આવી ગયેલ એટલે કામિની અને સંધ્યાએ સરસ ચાદરમાં નવજાતને સુવડાવી ગાયું ‘ઓળી ઝોળી પિપળ પાન ફઇબાએ પાડ્યું પ્રદ્યુમન નામ’ પછી કામિનીએ નવજાતના કાનમાં કહ્યું
‘આજથી તારૂં નામ પ્રદ્યુમન હં…કે!!!’ (ક્રમશ)
વિશેષ નોંધઃ આ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ
કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર દેસાઇ (U.K.) http://das.desais.net તથા
શ્રીમતિ પૂર્વીબેન મોદી ‘મલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર
-લેખક