“તે મને પહેલા કેમ નો’તું કહ્યું?” પ્રીતેશે આશ્ચર્ય થી પૂછ્યું. “કારણ કે પહેલા એવું કઈ હતું જ નહિ.” નિધી એ આંખો મેળવ્યા વગર જવાબ આપ્યો. પ્રીતેશે ફક્ત એક હતાશ-સ્માઈલ આપી. થોડીક સાયલેન્ટ મોમેન્ટ્સ પછી પ્રીતેશે કહ્યું,” દેવર્શે મને પહેલા જ ફેસબુક પર કહ્યું હતું, પણ હું માન્યો નહિ.કારણ કે તેણે મને ફક્ત અટક જ કહી હતી.And I was in love with you”
“ક્યારે… શું કહ્યું હતું એણે?”, નિધી ની આંખો ચોંકી ગઈ હતી.તેણે પાછળ ના શબ્દો ને ignore કર્યા.
“એજ કે એની ગર્લફ્રેન્ડ ની અટક શાહ છે અને મેરેજ માટે પણ તૈયાર છે.”
નિધી પાસે બોલવા માટે કઈ હતું નહિ.થોડીક સાયલેન્ટ પળો પછી એક બસ આવી.પ્રીતેશ કઈ પણ બોલ્યા વગર બસ માં બેસી ગયો.નિધી બસ ને જોઈ રહી, જ્યાં સુધી બસ દેખાતી બંધ ના થઇ.
********************
એ દિવસ પછી પ્રીતેશે નિધીની સામે જવાનું ટાળ્યું. તેણે કલાસીસ ની બેચ પણ ચેન્જ કરાવી દીધી હતી. કોઈ ની જોડે વાત કરવાનું પણ તે ટાળતો રહ્યો. ઘણી વાર બે બેચ ની વચ્ચે ના સમય માં તેમની નજરો મળતી અને પ્રીતેશ મન માં ફક્ત આટલું કહી શકતો હતો કે,
“કર્યો પ્રયત્ન જયારે જયારે ભૂલવાનો તને,
આવતી રહેતી તું ઇત્તેફાક થી મારા નયનો કને.
મળતી જયારે ખુશી, તુજને ભૂલીને મને,
દઈ ને એક ઝલક તારી, તું મૂંઝવતી મને.
હતી શું ભૂલ મારી? બસ કર્યો હતો તને પ્રેમ.
કર્યો જે રીતે ભમરાઓએ ફૂલો ને બસ તેમ.
અન્જાન હતો, આ ફુલ હતું કોઈ બીજાની અમાનત.
લાગી નવાઇ લોકોને, આજે ભમરો મૂરઝાયો કેમ!”


ભાઇશ્રી
લઘુકથામાં શું હશે તે તેના શિર્ષક પરથી જ સમજાઇ જાય છે.કાવ્યો બન્ને સારા છે જરા મહેનત કરીને છંદ બધ્ધ લખ્યા હોત તો વધુ આનંદ આવત
અભિનંદન
છંદ નું એટલું જ્ઞાન નથી, એટલે જેવી ફાવી તેવી કવિતાઓ લખી છે….. પરંતુ છંદ સાથે લખવાની ઈચ્છા જરૂર છે.
-વિરાજ
good