આનું નામ “પ્રેમ

જીત અને ઝરણાં કોલેજમાં ચાર વર્ષથી સાથે સાથે હતાં. જીતને પ્રથમ દૃષ્ટિએ

પ્રેમ થઈ  ગયો હતો. ચંચળ અને ચપળ ઝરણાં સહેલાઈથે પટે તેવી ન હતી. જીતે

વિચાર્યું આ ‘આંબા ઉતાવળે’ નહી પાકે. ધિરજ ધરવા તે તૈયાર હતો.

ઝરણાંને બી.કોમ. થઈ એમ.બી.એ  કરવું હતું. એકાઉન્ટીંગ એનો મનગમતો વિષય

હતો. ભણતરની સાથે કોલેજની જીંદગી પણ જીવવાની તેની તમન્ના હતી. યુનિવર્સિટી

ઓફ શિકાગોમાં હોસ્ટેલમાં રહી ભણવાનો અનેરો લહાવો માણી રહી હતી. જીત તેના ઘણા

બધા વર્ગમાં સાથે હતો. કોલેજની ટીમમાં બંને જણાં ટેનીસ સાથે રમતાં. ઝરણાં હાઈ સ્કૂલની

ચેંપિયન હતી. તેથી તેને સ્પોર્ટસની સ્કોલરશીપ પણ મળી હતી.

જીત સારો ખેલાડી હતો. શિકાગોમાંજ રહેતો તેથી અવારનવાર તેને ઘરે જવાનો મોકો મળતો.

એકવાર શિકાગો ટ્રેઈનમાં ઘરે જતાં તેણે ઝરણાંને કમપાર્ટમેંટમાં  જોઈ . હાય, આઈ એમ જીત

શાહ કરી ઝરણાં સાથે હાથ મિલાવ્યો. ઓહ, યસ આઈ એમ ઝરણાં શેઠ.

બસ ઓળખાણ થઈ ગઈ. પછી તો ધીરે ધીરે બંને જણાં ક્લાસમાં સાથે બેઠાં હોય, ટેનિસ રમતાં

હોય કે કાફેટેરિયામાં જણાય.

જીતને તો પહેલે દિવસથી ઝરણાં દિલમાં ઘર કરી ગઈ હતી. ઝરણાં હતી પણ એવી મોહક કે

કોઈને પણ ગમી જાય. સાથે સાથે તેની કપડાંની સ્ટાઈલ , બોલવાની છટા ખૂબ પ્રતિભાશાળી

હતાં. ઝરણાં અને જીત નક્કી કરી ચૂક્યા કે સ્ટડી કમપ્લીટ કરીને લગ્ન કરીશું. અમેરિકામાં રહીને

લગ્ન પહેલાં મોજ માણી ચૂકેલાં માત્ર લગ્નનો સ્ટેમ્પ મારવાનું જ બાકી રાખે છે. હવે તો માબાપને

પણ તેનો વાંધો નથી. વાંધો હોય તો”થાય તે કરી લો” એ જવાબ સાંભળવાની તૈયારી

રાખવી પડે. ઝરણાંને સરસ નોકરીની ઓફર  આવી હતી. હવે તો નવી જોબ મળતાં પહેલાં

‘મેડીકલ ટેસ્ટ’ મેનડેટોરી થઈ ગઈ છે. ઝરણાની બધી ટેસ્ટ બરાબર  આવી પણ સાથે ‘લુપસ

‘ ના સિમટમ્પ્સ જણાયા.

ઝરણા ઉદાસ થઈ ગઈ. જીત ને કઈ રીતે ખબર  આપે કે તેને ‘લુપસ’ છે. બતાવ્યા વગર પણ

છૂટકો ન હતો. બે ચાર દિવસ પછી પોતાની જાત સંભાળી અને જીતને વાત કરી. જીતતો

ખડખડાટ હસવા લાગ્યો. અરે, ડાર્લિંગ છેલ્લા ચાર દિવસથી આ તારું ઉદાસિનતાનું કારણ

હતું.

ઝરણાંએ આંખો ઢાળીને હા કહી.

જીત , હવે તો મેડિકલ ફિલ્ડ કેટલું બધું એડવાન્સ છે. તારી દવા કરાવીશું. એમાં ચિંતા શું કરેછે.

જીતના મમ્મીને ખબર પડી. તેણે જીતને ચેતવ્યો. જીત તેમનો એકનો એક દિકરો હતો. ભવિષ્યમાં

બાળક થાય કે પછી ન પણ થાય! કદાચ ખોડખાંપણ વાળું પણ અવતરે.

જીતનો એક જ જવાબ હતો આ વાત લગ્ન પછી ખબર પડી હોત તો? તે ઝરણાંને દિલોજાનથી

ચાહતો હતો. પ્રેમ જેવી પવિત્ર ભાવનાને શું ‘લુપસ’ અભડાવી શકે ?

| Leave a comment

“સ્વર્ગમાં મચી હલચલ”

સુંદર, શાંત, રળિયામણું જ્યાં હંમેશા આનંદનું સામ્રાજ્ય છવાયું  હોય એવા ‘સ્વર્ગમાં’

આજે હલચલ અને કોલાહલ ચારે દિશામાં ગુંજી રહ્યા હતાં.  સ્વર્ગના અધિપતિ શાંત

નિંદરમાંથી જાગ્યા અને દ્વારપાળને બોલાવ્યો. અરે,’ આજે આમ કેમ’? દ્વારપાળ ઉત્તર

આપવા  અસમર્થ  હતો. એ પણ ગુંચવાયો છે.

વિષ્ણુ  ભગવાન વિચારમાં પડયા.શું વાત આજે  સુંદર અલૌકિક  વાતાવરણવાળા

સ્વર્ગમાં શાની ધમાલ છે? વૈકુંઠમાંથી ખુલ્લે પગે દોડી આવ્યા. તાત્કાલીક સભા બોલાવી

શાંત અને ગંભિર મુદ્રા ધારણ કરી પ્રશ્ન છેડ્યો ,શું વાત છે, સ્વર્ગના પવિત્ર  વાતાવરણને

ડહોળવા માટેની હિંમત  કોણે દાખવી છે.

દ્વારપાળ નીચે મસ્તકે બોલ્યો, પ્રભુ એક માનવે આ ધૃષ્ટતા કરી છે.

વિષ્ણુ ભગવાનઃ  એવા માનવને સ્વર્ગમાં પ્રવેશ કરવાની પરવાનગી કોણે આપી !

દ્વારપાળઃ પ્રભુ એ માનવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તો છે ભારતની કહેવાતી

પણ પરદેશી “સોનિયા ગાંધી.”

ભગવાનઃ શું ” સોનિયા ગાંડી”.

દ્વારપાળઃ ના,પ્રભુ સોનિયા ગાંધી, ઈંદિરા ગાંધી ,ભારતના ભૂતપૂર્વ વડાધાનની  પુત્ર

વધુ. જવાહરલાલ નહેરૂના પૌત્રની પત્ની. જે જીવતી હતી ત્યારે આખા ભારતની

મહારાણી હોય તેમ વર્તતી હતી. હવે , અકસ્માતમાં મારી ગઈ  કે( મરવાઈ ગઈ)

નરકમાં જવાની ના પાડે છે. સ્વર્ગના દ્વાર ખટખટાવી બધાની ઉંઘ હરામ કરે છે.

સ્વર્ગની શાંતિનો છડેચોક ભંગ કરી રહી છે.વિષ્ણુ ભગવાન તેના કારતૂત જાણતા

હતાં. કરોડો રૂપિયાનું ઉચાપાત કરી તેણે પોતાની તિજોરી માલામાલ કરી હતી.

તેનો જમાઈ જે ‘સડક છાપ” હતો તે આજે કરોડોમાં રમી રહ્યો છે. તેનો દુધ પીતો

દિકરો ‘ભારતના વડાપ્રધાન’ થવાના સ્વપના જોઈ રહ્યો છે.

વિષ્ણુ ભગવાન કોઇના દુઃખમાં કદી રાજી ન થતાં. પુણ્યભૂમિ ભારત આવી નકામી

બાઈના ત્રાસમાંથી છૂટ્યું તેનો હાશકારો થયો. ભૂલાઈ ગયું કે આ બલાને હવે તેમણે

કઈ રીતે સાચવવી.

ખેર, એમની પાસે બધા ઈલાજ  હતાં. દ્વારપાળને કહ્યું ,આ ઔરતને સ્વર્ગ અને નર્ક

બંનેનો “પ્રીવ્યુ” દેખાડો. પહેલાં નરકનો અને પછી સ્વર્ગનો.

દ્વારપાળ તેનો અર્થ સમજી ગયો.

સ્વર્ગનો દરવાજો ખોલ્યો. ધુંઆપુંઆ  થતી ‘સોનિયા ગાંધી’  અંદર આવી. તેના હાલ

જોઈ દ્વારપાળે હસવું રોક્યું. તેને શાંત પાડી.

ખુશ કરવા માનપાનથી બોલાવી એટલે તેનો જોશ જરા નરમ પડ્યો.

દ્વારપાળ, ‘મેમ, તમારી વકિલાત મેં ભગવાન પાસે કરી. તેમનો હુકમ છે પહેલાં

તમને નરકની ‘ટુર’ આપવી પછી સ્વર્ગની . તમને જે પસંદ પડે ત્યાં રહેવાની

પરવાનગી મળશે.

સોનિયા ગાંધીને થયું , ભગવાન પણ ભારતિયની જેમ મને ખુશ રાખવાનો પ્રયત્ન

કરે છે. મનમાં શેખચલ્લીના વિચાર કરવા લાગી ધીરે ધીરે અંહી પણ મારું પો્ત પ્રકાશીશ.

“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

નર્કનો દરવાજો ખૂલ્યો. વાહ, સોનિયાને તેના જૂના મિત્રો મોજ મજાહ ઉડાવતાં દેખાયા.

લાંચરૂશ્વતથી ભરેલી એ જ દુનિયા જ્યાંથી તે પધારી રહી હતી. દારૂના બાટલા, સિગરેટના

ધુમાડા. અરે તેનો પતિ પણ ચમન કરતો દેખાયો.

દ્વારપાળઃ મેમસાહેબ,ચાલો આખું નરક ફરીને બતાવું.

સોનિયા ગાંધીઃ અરે ,તારી આ ઝ્લક જો આટલી સુંદર છે તો આખું નરક જોવાની શું જરૂર

છે. બસ, મને તો અંહી જ ગમશે. પૃથ્વિ લોકના ભારતમાં અને અંહી જરા પણ ફરક જણાતો

નથી. હું તો અંહી જ  રહેવાની મને સ્વર્ગની શાંતિ અને સરળતા ન પાલવે!

દ્વારપાળઃ  સારું કહી બારણું બંધ કરી નિકળી ગયો. મનમાં મુસ્કુરાતો હતો.

તરત જ નરકનું દૃશ્ય બદલાઈ ગયું. બધા ત્યાંના માણસિ ચિંથરે હાલ સ્થિતિમાં ફેરવાઈ

ગયા. સોનિયા ગાંધીના હાથમાં “ભિક્ષા પાત્ર” અને તેમના પતિદેવ ઝાડુ મારતા  જણાયા.

સોનિયા ગાંધી ચિલ્લાઈ ઉઠ્યા, “હે  વિષ્ણુ દેવતા તમે ઠગાઈ કરી”

વિષ્ણુ ભગવાન સુદર્શન ધારી , મોરપીંછ લહેરાવતા આવ્યા. બોલ શું વાંધો પડ્યો.?

અરે, પ્રભુ નરમ ઘેંશ જેવા અવાજે સોનિયા બોલી. કેમ મારા આવા હાલ કર્યા? મને આવું

બતાવવામાં નહોતું આવ્યું?

વિષ્ણુ ભગવાનઃ બસ, ભૂલી ગઈ ‘ભારતામાં કરોડોની પ્રજાને ચુંટણી પહેલાં કેવા પ્રલોભનો

આટલાં વર્ષો તેં આપ્યા હતાં.ચુંટણી પછી એ પ્રજાને તેં કેવી રંજાડી છે. તને જે પહેલાં નરક

બતાવ્યું હતું તે ચુંટણી પહેલાંની પરિસ્થિતિ હતી. ”  આ હકિકત છે”. કહી પ્રભુ પાછા વૈકુંઠ

જવા રવાના થઈ ગયાં.

| 1 Comment

હાથીનું કબ્રસ્તાન – કેપ્ટન નરેન્દ્ર ફણસે

તમે હાથીના કબ્રસ્તાનની વાત સાંભળી છે? આફ્રિકામાં માન્યતા છે કે જ્યારે હાથીનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તે જંગલના એક અજ્ઞાત સ્થળે દેહોત્સર્ગ કરવા જાય છે. માનવ સમાજમાં આવું થઇ શકે છે? થાય છે? આજની યાત્રા આપને આપણા જન-અરણ્યમાં આવેલા આવા સ્થાનની શોધમાં લઇ જશે. ત્યાં જનારા મહામાનવના જીવનમાં ડોકિયું કરવા મળશે. નાટિકા સ્વરૂપે રજુ કરેલ આ યાત્રાના સહભાગી નહિ, પણ કેવળ પ્રેક્ષક તરિકે આવવા આપને આમંત્રણ છે. આજનો પ્રયોગ થોડો’ક લાંબો છે, પણ આપને તે જરૂર હૃદયંગમ લાગશે Continue reading

Posted in નાટક | Leave a comment

મહેતાબ -નિમિષા દલાલ

                                                    

એક્સ્ક્યુઝ મી” જાણે રૂપાની ઘંટડીનો રણકાર થયો.  “યે………” સ્વપ્નીલે અવાજની દિશામાં ફરીને જરા સ્ટાઈલથી બોલતા  કહ્યું અને સ………ગળામાં જ અટકી ગયો. “આખા પાર્કીંગમાં ક્યાંય જગ્યા નથી આજે મારો કોલેજમાં પહેલો દિવસ છે ને મને મોડું થઈ ગયું છે જો તમે થોડા ખસો તો હું મારી સ્કૂટી પાર્ક કરી શકું.” રૂપ રૂપનાં અંબાર સમી યુવતી સામે ઉભી હતી. એને જોઈને સ્વપ્નીલના તો જાણે હોશ જ ઉડી ગયા. એકદમ ગૌર વર્ણ, પુનમના ચાંદ જેવો ગોળ ચહેરો, સુરાહીદાર ગરદન, અણીયાળી કાજળ આંજેલી આંખો, ગુલાબી ગાલ ને પાતળા પરવાળા જેવા હોઠ. ઓરેંજ કલરના ડ્રેસમાં ખુબજ સુંદર લાગતી હતી. જેવો અવાજ મીઠો હતો એવીજ એ પણ મીઠડી લાગતી હતી. લાંબા વાળને નાના બટરફ્લાય પીન થી Continue reading

| 1 Comment

ગાલે ચુંટી ખણી -પ્રવીણાબેન કડકિયા

અવનિશ આજે “રિટાયર્ડ’ થયો. મેનેજરના હોદ્દાને ૪૦ વર્ષથી શોભાવી રહ્યો હતો.આજે તેના માનમાં વિદાય સમારંભ યોજાયો હતો. તેની કામગીરીથી કંપનીએ ઘણી પ્રગતિ સાધી હતી. રિટાયર્ડમેંટનું  ખૂબ સરસ પેકેજ તેને મળ્યું હતું. તેની પત્ની અનુને ખૂબ આગ્રહ કરી ‘ફેરવેલ પાર્ટી માટે આમંત્રણ મળ્યું હતું. તેની સેવા અને નિષ્ઠાના બે મોઢે વખાણ સાંભળી અનુનું શેર લોહી ચઢ્યું હતું.  Continue reading

| Leave a comment

વિધિનુ વિધાન.- હેમાબેન પટેલ

માનસી રસોડામાં ગીત ગુનગુનાતી સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી, અને ત્યાંજ ફોનની ઘંટડી રણકી.માનસીએ ફોન ઉપાડ્યો,” હલો કોણ ? “

સામેથી પારૂમાસીનો અવાજ સંભળાયો” જય શ્રી ક્રિષ્ણ બેટા.”

માનસી-” જય શ્રી ક્રીષ્ણ માસી, તમે કેમ છો?”

પારૂ – “હુ મઝામાં છુ, નીલમ છે?  નીલમને ફોન આપ.”

માનસી -” હા માસી તેમના રૂમમાં છે , હમણાં હું બોલાવું .”

માનસી- “મમ્મી પારૂમાસીનો ફોન છે .” Continue reading

| 1 Comment

રમી માસ્ટર -લલિત પરીખ

ફોઈબાનું પાડેલું નામ તો હતું એનું  નેમચંદ;પણ એ નામે બોલાવનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી.ઓળખીતાઓમાં એ ‘રમી માસ્ટર’ના નામે જ જાણીતો હતો.નેમચંદ પચ્ચીસ-સત્યાવીસ વર્ષનો ફાંકડો યુવક હતો.ઇન્ટરમીડીયટમાંથી ભણતરને સલામ કર્યા બાદ બીજા યુવાનો જયારે નોકરીની શોધમાં હોય એ વયે તેનો વ્યવસાય માત્ર રમી રમવાનો જ હતો.એમાં તે કલાકોના કલાકો ગાળી શકતો.જીવનનું ધ્યેય જાણે રમી જ હોય એમ એ પત્તાની બે જોડો ખિસ્સામાં રાખીને જ ફર્યા કરતો. Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | 8 Comments

નવજીવન -દુર્ગેશ બી ઓઝા

http://2.bp.blogspot.com/_tk2FHnIxwHk/TGtc0FncnUI/AAAAAAAAAFo/9zmEpvMeF8s/s1600/spiderweb.jpeg

રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની  ડ્બ્બીઓ, કેંનવાસ, કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર  મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.

અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવ’ત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ  સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય..એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ…… Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા | 1 Comment

સિક્કાની બીજી બાજુ -નિમિષા દલાલ

                                                                                                                                          

 પરેશ, ગુલાબભાઈ અને સૂરજબેનનું એકનું એક સંતાન હતો. એ એના માતાપિતાને ખુબજ પ્રેમ કરતો. ગામમાં મજુરી કરીને એના માતાપિતાએ એને ઉચ્ચ શિક્ષણ આપાવ્યું હતું. એ દરમ્યાન એ માતાપિતાથી દૂર જરુર હતો પણ એ એમના દિલની ખુબજ નજીક હતો એ વાત એ કદી નહીં ભુલતો. એનાં માતાપિતા પણ એના દિલની ખુબજ નજીક હતાં.  એથીજ જ્યારે એને શહેરમાં નોકરી મળી ગઈ અને કંપની વાળાએ એને મકાન પણ આપ્યું ત્યારે તરતજ એણે એનાં માતાપિતાને શહેરમાં બોલાવી લીધા. પ્રથમ તો એમણે આનાકાની કરી પણ પછી પુત્રના આગ્રહ આગળ ઝુકી ગયા. આમ પણ ગામમાં પોતાનું ઘર કે ધંધો તો હતો નહીં.

ઝુપડીમાં રહેતા અને બીજાના ખેતરમાં મજુરી કરતા હતાં. હવે ઉમ્મર થવાથી એ પણ બરાબર થઈ શકતી નહોતી. શહેરનાં તોરતરીકા અમને નહીં ફાવે એ બહાનું પણ દિકરાએ કાને ના ધર્યું ત્યારે બંને દીકરા સાથે જવા સહમત થયાં ને પરેશ એમને લઈને શાહેરમાં આવ્યો. શરુઆતમાં તો બંને ઘરમાંજ બેસી રહેતાં અને દીકરાએ શીખવેલ પ્રમાણે કામ કર્યા કરતાં. સાંજે પરેશ ઓફિસેથી આવતો ત્યારે સાથે જમી પરવારીને દીકરો શહેર જોવા લઈ જતો. આમ થોડાં સમયમાં બંને શહેરી વતાવરણ અને શહેરી લોકો વચ્ચે રહેવાનું શીખી ગયાં. બંને ખુબજ ભોળા પણ સંસ્કારી અને પરગજુ હતા. લોકોને પોતાનાથી બનતી મદદ કરતા રહેતા. પોતાની ગરીબી એ લોકો હજુ ભુલ્યાં નહોતાં. Continue reading

Posted in લઘુ કથા | 4 Comments

ઈશ્વરની આંખો અશ્રુથી છલકાઈ હશે -હેમા પટેલ

ઈશ્વરની આંખો અશ્રુથી છલકાઈ હશે

તન્મયના લગ્ન થયા એક સુન્દર શુશીલ, સંસ્કારી છોકરી તાન્યા સાથે . અને લગ્ન જીવન એકદમ સુખી છે. તન્મયનો ભાઈ વીર,બેન નીયતી અને માતા-પિતા. કોઈ વાતની કમી નથી.પપ્પાની ફેક્ટરીમાં બેસવાનુ ઘરનોજ ધંધો છે.તાન્યા,તન્મય સાથે લગ્ન કરીને પોતાને ભાગ્યશાળી સમજે છે અને કેમ ના સમજે તેને ભરપુર પ્રેમ કરવાવાળો પતિ જો મળ્યો છે.

તન્મય જન્મ્યો ત્યારથી તેની નાનીના ઘરે સાથે રહેતો હતો, અને નાનીએ જ મોટો કર્યો. આમ તન્મય મોસાળમાં મોટો થયો અને નાનીના લાડ-પ્રેમથી ઉછરીને મોટો થવા લાગ્યો. Continue reading

| 2 Comments